Meta tags:
description= Dipak Dholakia દ્વારા લખાયેલ webgurjari વિશેની પોસ્ટ;
Headings (most frequently used words):
અને, ભારત, ગુલામી, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, અંતિમ, તબક્કો, ૧૯૩૫થી, ૧૯૪૭, પ્રકરણ, dipak, મુસ્લિમ, dholakia, spam, blocked, લીગ, ટૅગ, webgurjari, 75, 74, 73, 72, 71, 70, 69, 68, 67, 66, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૭૫, એકસો, નેવું, વર્ષની, ગુલામીનો, અંત, ૭૪, રજવાડાંનું, વિલીનીકરણ, ૭૩, વાયવ્ય, સરહદ, પ્રાંત, બલૂચિસ્તાન, ૭૨, કોંગ્રેસની, સંમતિ, ૭૧, જૂનઃ, કોંગ્રેસ, ભાગલાનો, સ્વીકાર, કરે, છે, ૭૦, બંગાળ, પંજાબ, ભાગલા, માટે, તૈયાર, ૬૯, માઉંટબૅટનનું, આગમન, ૬૮, ભારતમાં, રાજકીય, પડઘા, ૬૭, ભારતને, સ્વતંત્રતા, આપવાની, બ્રિટનની, જાહેરાત, ૬૬, લીગનું, નવું, બહાનું, હિન્દુ, મહાસભાનો, ટેકો, પંજાબમાં, હિંસા,
Text of the page (most frequently used words):
અને (334), કરી (93), હતી (89), કહ્યું (79), હતા (75), એમણે (70), માટે (69), #મુસ્લિમ (65), હતો (57), કર્યો (52), હતું (49), પરંતુ (49), freedom (48), struggle (48), બ્રિટિશ (48), સાથે (48), પછી (46), india (45), નથી (45), કોઈ (44), બંધારણ (44), હોય (44), and (43), ભારત (43), slavery (41), for (41), એમને (41), નહીં (38), સરકાર (38), ભાગ (37), ભાગલા (36), જોઈએ (36), વાત (35), માગણી (35), 2024 (34), જિન્ના (34), આઝાદી (33), કોંગ્રેસે (33), એટલે (33), કોંગ્રેસ (32), હિન્દુ (31), 2021 (30), હવે (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), શકે (28), સ્વીકાર (28), માઉંટબૅટન (28), જૂન (27), ઓગસ્ટ (27), સત્તા (27), જુલાઇ (26), સપ્ટેમ્બર (26), માર્ચ (26), એમની (26), dipak (25), તેમ (25), કરીને (25), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2023 (24), the (24), ત્યારે (24), dholakia (23), ગયા (23), તરીકે (23), માઉંટબૅટને (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), 2022 (22), ભાગલાની (22), બંગાળ (22), યોજના (22), આપી (22), કરવા (22), પહેલાં (22), કર્યું (22), જિન્નાએ (22), થાય (22), પાકિસ્તાન (22), સંઘર્ષ (21), બની (21), લીગ (21), એનો (21), નહેરુ (21), part (20), chapter (20), ગુલામી (20), માટેનો (20), બ્રિટન (20), બીજી (20), એના (20), ઠરાવ (20), નિર્ણય (20), ભારતમાં (20), તૈયાર (20), નવી (19), લીગના (19), બીજા (19), લીગે (19), પાકિસ્તાનમાં (19), ગાંધીજી (19), શરૂ (18), 2013 (18), બંગાળના (18), કારણ (18), માત્ર (18), પંજાબ (18), ત્યાં (18), હાથમાં (18), આપ્યો (18), કરતાં (17), સરદાર (17), એમાં (17), કરવાની (17), વિરોધ (17), વાયવ્ય (17), સરહદ (17), 2011 (16), દિવસે (16), કરે (16), સરકારે (16), રહી (16), વધારે (16), નેતાઓ (15), પંજાબમાં (15), લીગની (15), નક્કી (15), એણે (15), બ્રિટને (15), પંજાબના (15), બન્ને (15), જવાબ (15), નહોતા (15), પ્રાંત (15), 2014 (14), indian (14), સરકારની (14), સંપૂર્ણ (14), રીતે (14), આપણે (14), ખાન (14), અલગ (14), લીધો (14), કોંગ્રેસની (14), કૅબિનેટ (14), હજી (14), કંઈ (14), વાઇસરૉય (14), પોતે (14), માઉંટબૅટનને (14), મળ્યા (14), 2025 (13), તેમાં (13), વર્કિંગ (13), વિશે (13), કામ (13), સભામાં (13), પ્રમાણે (13), ભારતને (13), મિશનની (13), બધા (13), થયું (13), સરકારને (13), પોતાના (13), વચ્ચે (13), history (12), webgurjari (12), જાય (12), દીધી (12), ભારતની (12), સંયુક્ત (12), રહેશે (12), નહોતી (12), પ્રાંતોમાં (12), પોતાની (12), ચાલુ (12), ભારતના (12), લીધી (12), આપ્યું (12), like (11), દ્વારા (11), કરતા (11), તેના (11), છતાં (11), મળી (11), દરમિયાન (11), કરતી (11), વખતે (11), સભા (11), પડશે (11), એની (11), યોજનાનો (11), નિવેદન (11), એવું (11), અંતિમ (11), ૧૯૪૭ (11), સુધી (11), પ્રધાન (11), ગવર્નર (11), એને (11), કારણે (11), નહોતું (11), tags (10), categories (10), posted (10), author (10), loading (10), ૦૦૦ (10), સ્વતંત્ર (10), બહુમતી (10), એમનું (10), પડી (10), કોમી (10), બેઠક (10), આંદોલન (10), કર્યા (10), ચર્ચા (10), વ્યવસ્થા (10), તેની (10), લીધું (10), સભ્યો (10), શકાય (10), પ્રકરણ (10), તબક્કો (10), ૧૯૩૫થી (10), ચર્ચિલે (10), બહુ (10), વડા (10), ત્રણ (10), રહ્યા (10), જિન્નાને (10), એમના (10), leave (9), comment (9), સંદર્ભઃ (9), વિચાર (9), સ્વીકારી (9), નહોતો (9), પૂર્વ (9), ઉકેલ (9), જાહેર (9), આવ્યા (9), થયા (9), સ્થિતિ (9), રાજાઓ (9), અર્થ (9), પડે (9), ચર્ચિલ (9), સવાલ (9), બ્રિટનની (9), એવી (9), સંમતિ (9), જાહેરાત (9), હું (9), કરવાનું (9), સ્વતંત્રતા (9), નહેરુએ (9), રહે (9), વાઇસરૉયને (9), મને (9), વાઇસરૉયે (9), કરો (8), martyrs (8), દીધું (8), લોકો (8), વિરુદ્ધ (8), મદદ (8), પ્રાંતમાં (8), રાજ્યો (8), દેશી (8), માગે (8), હતાં (8), લીધા (8), રાજ્ય (8), મંજૂર (8), કરવાનો (8), આવી (8), તેનો (8), કોંગ્રેસને (8), આવે (8), રસ્તો (8), પાકિસ્તાનની (8), આગળ (8), સોંપી (8), પરથી (8), સરકારના (8), સભ્યોએ (8), મળે (8), આખા (8), ઍટલીએ (8), હશે (8), પ્રાંતના (8), તારીખે (8), દિલ્હીમાં (8), હિન્દુસ્તાન (8), મારા (8), અમુક (8), ભાગલાનો (8), જૂને (8), મારી (7), annual (7), register (7), vol (7), jan (7), 1947 (7), નેતા (7), શ્યામા (7), પ્રસાદ (7), હોવા (7), આપવાની (7), થશે (7), પાડવા (7), પસાર (7), સામે (7), સમાધાન (7), પોતાનું (7), લાગે (7), june (7), અંતે (7), જવાહરલાલ (7), વચગાળાની (7), માર્ચે (7), દિવસ (7), ઊભા (7), યુદ્ધ (7), મેં (7), આના (7), સોંપવી (7), ડોમિનિયન (7), વાર (7), હિન્દુઓ (7), બેઠકમાં (7), પ્રયાસ (7), અલી (7), જુદી (7), ભોપાલ (7), મહારાજાને (7), રહ્યું (6), બારી (6), મહાસભાના (6), બાજુ (6), જશે (6), સમસ્યાનો (6), દિલ્હી (6), આવવા (6), ગયાં (6), નેતાઓને (6), હિંસા (6), ઉલ્લેખ (6), કરવું (6), ખાસ (6), થઈને (6), ટેકો (6), રચના (6), જેમ (6), કેબિનેટ (6), રજૂ (6), સંમત (6), રહ્યો (6), પાસે (6), લીગને (6), જરૂર (6), શીખો (6), રાખવા (6), અધિકાર (6), સર્વોપરિતા (6), લૉર્ડ (6), અંત (6), જગ્યાએ (6), બન્યું (6), પાડવાની (6), બધી (6), નીતિ (6), પ્રાંતની (6), ૧૫મી (6), જિન્નાની (6), અમે (6), આપવાનો (6), ઇંડિયા (6), ભારતીય (6), તમે (6), વસ્તી (6), મિત્ર (6), મળવા (6), મંજૂરી (6), નહેરુને (6), ભારે (6), છૂટ (6), પ્રમુખ (6), શીખ (6), વિભાજન (6), ટકા (6), સિંઘે (6), સિંઘ (6), ચૂંટણી (6), કોંગ્રેસના (6), અસર (6), આજે (6), ત્રીજી (6), બલૂચિસ્તાન (6), ઇંદોર (6), ઑફર (6), જોધપુર (6), શોધો (5), email (5), તરફેણ (5), શરત (5), એમનો (5), વિરોધમાં (5), મુસલમાનોની (5), હોવાથી (5), પશ્ચિમ (5), એવા (5), તોફાનો (5), જાન્યુઆરીએ (5), સાંજે (5), ૨૫મી (5), પંજાબની (5), ઠરાવમાં (5), બનાવવા (5), કમિટીએ (5), રાજાઓને (5), અપીલ (5), પ્રાંતો (5), જરૂરી (5), માગતી (5), તેવી (5), આક્ષેપ (5), લેવાયો (5), તેને (5), કેટલાક (5), નવા (5), આનો (5), ફરી (5), દરેક (5), ૧૬મી (5), યોજનાને (5), જિન્નાનો (5), જ્યારે (5), આથી (5), ખરેખર (5), યોજનામાં (5), ગૃહમાં (5), દેખાડી (5), મોટી (5), ભૂલ (5), લઘુમતીઓ (5), મુસલમાનો (5), ઉમેર્યું (5), જવા (5), ક્રિપ્સે (5), વતી (5), ખ્યાલ (5), શું (5), એટલું (5), એવાં (5), વેવલને (5), તરત (5), નામદાર (5), જવાબદારી (5), ઘણી (5), સુધીમાં (5), જોવા (5), બહાર (5), દીધો (5), માગતા (5), ઊભી (5), રાજ્યોને (5), બનાવવાની (5), આખું (5), રાજકીય (5), કલકત્તા (5), પ્રદેશ (5), માની (5), બંગાળમાં (5), માઉંટબૅટનની (5), બ્રિટનને (5), ઍપ્રિલે (5), કહેવું (5), પાછા (5), યોજનાની (5), પટેલ (5), બન્યા (5), રાજ્યોના (5), પ્રદેશો (5), થયો (5), સંઘમાં (5), ગાંધીજીને (5), જિન્નાના (5), જૂનની (5), બલદેવ (5), રેડિયો (5), માટેની (5), લિયાકત (5), સહી (5), વડોદરા (5), this (4), wordpress (4), com (4), other (4), blog (4), blocked (4), spam (4), જોડાઈ (4), address (4), adventurous (4), subhashbabu (4), આવો (4), પેજ (4), સમક્ષ (4), અખંડ (4), થયાં (4), કમિટીની (4), જોઈ (4), મહાસભાએ (4), પૂરું (4), યોગ્ય (4), આપવા (4), સત્તાઓ (4), પ્રતિનિધિઓ (4), સૂચવ્યું (4), બધાં (4), અઠવાડિયે (4), છેલ્લા (4), નિર્ણયની (4), ટીકા (4), માર્ગ (4), ફેબ્રુઆરીએ (4), આવા (4), મહત્ત્વના (4), આસામ (4), વિના (4), નવમી (4), અર્થઘટન (4), બનાવે (4), કેન્દ્ર (4), મિશનના (4), મેના (4), સભાની (4), પક્ષો (4), નકારી (4), આવ્યો (4), સ્થિતિમાં (4), કરવો (4), જવાબદાર (4), કરશે (4), ગાંધીજીએ (4), સંરક્ષણ (4), સભ્ય (4), ચર્ચિલની (4), મુખ્ય (4), શિડ્યૂલ્ડ (4), બાબતમાં (4), રક્ષણ (4), સત્તાની (4), ભૂતપૂર્વ (4), ગંભીર (4), છોડી (4), પાંચમી (4), ધીમે (4), માંગ (4), લાગી (4), ઉપયોગ (4), ગાંધી (4), કારણો (4), લાગ્યું (4), બરતરફ (4), બોલ્યા (4), ભાષણમાં (4), માઉંટબેટન (4), વખત (4), સખત (4), ઘણા (4), મુલાકાત (4), લઈને (4), થવા (4), લાહોરમાં (4), લાગુ (4), નાખી (4), આમાં (4), શક્યા (4), કરેલી (4), અમને (4), જઈને (4), માન્યતા (4), બહુમતીવાળા (4), આપવી (4), જનરલ (4), અધિકારો (4), દેશના (4), માઉંટબૅટનના (4), shadow (4), great (4), game (4), singh (4), sarila (4), આઝાદ (4), સાથેની (4), વતન (4), ઍસેમ્બ્લીમાં (4), મળવાનું (4), પાછળ (4), આપ્યા (4), લશ્કરી (4), પહોંચ્યા (4), માગ્યા (4), જ્યાં (4), હિન્દુઓને (4), જવાની (4), છું (4), આશા (4), લાખ (4), રહેવા (4), તેઓ (4), પ્રતિનિધિ (4), સ્વતંત્રતાની (4), દેશની (4), મેની (4), સંબોધન (4), વાગ્યે (4), મીટિંગ (4), ચાર (4), પત્ર (4), પ્રાંતને (4), બિલ (4), મળ્યો (4), કલાત (4), લોકમતમાં (4), ઑગસ્ટે (4), ત્રાવણકોર (4), નામ (3), join (3), 180 (3), subscribers (3), પસંદ (3), મુખરજી (3), ચંદ્ર (3), બોઝ (3), ગ્રુપિંગ (3), રાજીનામું (3), માગતો (3), સારું (3), જુદો (3), મુસલમાનોએ (3), ૩૧મી (3), લીગનું (3), ગયું (3), ગેરકાનૂની (3), કરવામાં (3), આવ્યું (3), આડે (3), બદલ (3), હયાત (3), ધરપકડ (3), જતાં (3), બનાવવાનું (3), જોડાય (3), એકતા (3), મજબૂત (3), સંઘ (3), દેશોમાં (3), ઇંડિયાના (3), પ્રાંતોને (3), રાજ્યોમાં (3), બ્રિટનનું (3), કરાંચી (3), સભાને (3), નૅશનલ (3), તેવા (3), શોધી (3), ગવર્નરે (3), દીધા (3), મિશને (3), ગ્રુપિંગની (3), સાથી (3), રાખવાની (3), વળી (3), એવો (3), કાઢી (3), કારોબારી (3), સૂચન (3), એનાથી (3), સ્વીકારવી (3), મતદાન (3), ૧૯૪૮ (3), બનાવી (3), રૂઢીચુસ્ત (3), પક્ષે (3), બનાવ્યો (3), ચાલી (3), જવું (3), આધાર (3), જેવા (3), ઍન્ડરસને (3), બરાબર (3), સ્થાન (3), ભાષણ (3), ધ્યેય (3), તારીખ (3), તરફેણમાં (3), અભિપ્રાય (3), પૂછ્યું (3), પાર્ટીના (3), વચ્ચેથી (3), મહત્ત્વનો (3), કેટલાયે (3), કદી (3), આવીને (3), તરફ (3), હોત (3), મહિના (3), થવું (3), અત્યારે (3), સોંપવાનું (3), દક્ષિણ (3), દેવા (3), મિશ્ર (3), આમંત્રણ (3), આપવામાં (3), ૧૯૪૬માં (3), બ્રિટનમાં (3), બ્રિટનના (3), શાંતિ (3), મળીને (3), કલકત્તામાં (3), બિહારમાં (3), છીએ (3), જાણતા (3), ખબર (3), ઓછું (3), કોઈને (3), તૈયારી (3), મુદ્દો (3), સંતોષ (3), વખતથી (3), ગયો (3), શક્ય (3), લાગતી (3), સત્તાના (3), ઍટલીની (3), જેમાં (3), વલ્લભભાઈ (3), થોડા (3), વાટાઘાટો (3), ગમે (3), લીગનો (3), સિદ્ધાંત (3), નાની (3), દૂર (3), નવેસરથી (3), વાઇસરૉયનું (3), સગવડ (3), મોટો (3), ગંભીરતાથી (3), આપો (3), ભલે (3), બંગાળને (3), પાડીને (3), નાનાં (3), બોલતા (3), દરખાસ્ત (3), ૧૧મી (3), છેવટે (3), હિન્દુસ્તાનની (3), પહેલી (3), ચોથી (3), પાંચ (3), સૌથી (3), રાખી (3), લેવા (3), સિંગાપુરમાં (3), હિન્દુસ્તાની (3), નહેરુની (3), વિનંતિ (3), એકઠા (3), મોડે (3), ઇચ્છા (3), પ્રચાર (3), બને (3), ચુંટાયેલા (3), હાલની (3), માસ્ટર (3), તારા (3), જોડાયા (3), આવશે (3), મુખરજીએ (3), હિન્દુઓની (3), સંજોગોમાં (3), પ્રદેશમાં (3), પ્રાંતોના (3), ગાંધીજીની (3), untold (3), story (3), partition (3), narender (3), આવતા (3), વચન (3), રિપોર્ટ (3), બાંધછોડ (3), સરકારનાં (3), મારો (3), લોકમત (3), વાઇસરૉયના (3), બોલીને (3), aiccની (3), જાણ (3), જણાવ્યું (3), સીધા (3), કૉમનવેલ્થમાં (3), ઠરાવને (3), સુધારા (3), કૃપલાનીએ (3), સમર્થક (3), ઘટના (3), ભવિષ્ય (3), ૧૪મી (3), ઠોકરે (3), શબ્દોમાં (3), ખાને (3), અનુગામી (3), ગવર્નરના (3), બલૂચિસ્તાનમાં (3), આગ્રહ (3), નવાબ (3), મહારાજાએ (3), જોડાણના (3), દસ્તાવેજ (3), છોડવા (3), જોડાવા (3), site (2), required (2), ટિપ્પણી (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), 110 (2), 355 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), enter (2), your (2), સુહરાવર્દીએ (2), દેશ (2), સુહરાવર્દી (2), લીગમાં (2), માનતા (2), વર્ચસ્વ (2), બીજો (2), હિન્દુસ્થાનના (2), પડતો (2), ઘણાં (2), શહેરોમાં (2), પાડી (2), સૂત્રો (2), કરાંચીમાં (2), દેશમાં (2), નેશનલ (2), ગાર્ડ્સ (2), પોલીસ (2), હુસેન (2), મિંયાં (2), લેવાઈ (2), લાહોર (2), શહેરમાં (2), ફેલાઈ (2), લેવી (2), સહિત (2), અસંખ્ય (2), ફ્રંટિયર (2), પડતા (2), બંધારણના (2), પુખ્ત (2), મતદાર (2), મંડળ (2), મહાસભાની (2), પ્રતિનિધિત્વ (2), પ્રજાકીય (2), વસ્તીના (2), આધિપત્ય (2), ગૃહ (2), સર્વસંમતિ (2), ડાયરેક્ટ (2), નિયમો (2), બનાવવાનો (2), પૂરેપૂરો (2), તોડી (2), મહાસભાનો (2), કાર્યકરો (2), થતો (2), હોવાનો (2), દળના (2), નાગરિક (2), સરકારો (2), નવું (2), ખેંચી (2), પક્ષ (2), સામેલ (2), ૬ઠ્ઠી (2), શીખોના (2), ગ્રુપિંગનો (2), શરતે (2), થયેલી (2), સરકારનું (2), દેખાડે (2), જુદું (2), નિવેદનમાં (2), વ્યક્ત (2), શક્યતા (2), અસ્વીકાર (2), ટાળી (2), જતા (2), પાકિસ્તાનનો (2), મુલિમ (2), ફેરફાર (2), સલાહ (2), પરાણે (2), ઇચ્છતા (2), પડ્યા (2), ભાવિ (2), વાતને (2), ૧૯૩૫ના (2), કાયદા (2), કાયદો (2), કરેલાં (2), ગેરવાજબી (2), શરૂઆત (2), સમસ્યા (2), શકી (2), દેવી (2), રક્ષણની (2), ખરાબ (2), કાસ્ટ (2), વિચિત્ર (2), જોઈતું (2), થયેલા (2), અધિકારીઓને (2), કરવી (2), સ્પષ્ટ (2), કરાર (2), દેશે (2), સંબંધો (2), પંડિત (2), તેવાં (2), ફ્રેન્ચ (2), આમસભામાં (2), માટેના (2), પૅથિક (2), અર્વિન (2), જેણે (2), દરજ્જો (2), ઍટલીને (2), ઍટલીનો (2), લાવવાનો (2), કમ્યુનિસ્ટ (2), જેના (2), પૂછી (2), પૂરી (2), વહીવટી (2), એનાં (2), ચીફ (2), વેવલની (2), સમય (2), હટાવવા (2), વર્ષ (2), વર્ષના (2), જૂનમાં (2), કયા (2), મતભેદ (2), ઍટલીના (2), ચર્ચિલને (2), હટાવવાનાં (2), સવારે (2), નવો (2), બોલવાનું (2), પક્ષના (2), તેનાથી (2), કહેવા (2), તબક્કે (2), સમયની (2), રાજાએ (2), પાર (2), વેવલ (2), ચાલતું (2), એશિયા (2), નેતૃત્વ (2), અર્લ (2), લાંબો (2), રાજાની (2), ભારતીયોના (2), સંકેત (2), ભોગે (2), જહેમત (2), કેમ (2), સમજૂતી (2), પ્રાતિનિધિક (2), શ્વેતપત્ર (2), ૧૯૪૦માં (2), સાચી (2), દેખાયું (2), રહીને (2), કોશિશ (2), સમાવી (2), ચર્ચિલના (2), ૧૯૪૭ની (2), ૨૦મી (2), જવાબમાં (2), પ્રીમિયર (2), એપ્રિલે (2), પ્રેસ (2), કૉન્ફરન્સમાં (2), અહીં (2), ૧૭મી (2), આવું (2), પાછું (2), કાર્યકરોને (2), ત્રીજીએ (2), ખીઝર (2), રહ્યાં (2), પાર્ટી (2), નાખ્યું (2), ઝલક (2), પાડેલા (2), એકલા (2), હજારથી (2), લોકોને (2), અમૃતસરમાં (2), વાતચીત (2), રહેવાથી (2), હેતુ (2), ઍક્શન (2), સાથ (2), બદલો (2), નોઆખલીમાં (2), બધું (2), નજર (2), રાખવાનો (2), જોયું (2), છેક (2), એટલા (2), ઍટલી (2), અવગણના (2), સિવાય (2), વાજબી (2), કોના (2), આનું (2), નહેરુના (2), ભૂમિકા (2), માનીને (2), કરશું (2), ભારતથી (2), સ્વાધીન (2), રહેવાના (2), બોલતાં (2), રજવાડાની (2), સ્વતંત્રતાને (2), વિદેશી (2), આપશે (2), કંપની (2), હસ્તક (2), રજવાડાં (2), હકુમત (2), સર્વોપરિતાનો (2), દબાણ (2), બહુમતીવાળો (2), બિનમુસ્લિમો (2), સત્તાનું (2), બંધારણીય (2), નિવેદનનો (2), એનું (2), સરકારી (2), transfer (2), power (2), earl (2), mountbatten (2), માઉંટબૅટનનું (2), 000 (2), માગણીઓ (2), નિયંત્રણ (2), કૉરિડોર (2), માગણીનો (2), જોરદાર (2), દેશને (2), સાર્વભૌમ (2), સૈન્ય (2), મૂળ (2), ઘણું (2), તોય (2), ચાલશે (2), માનશે (2), લગભગ (2), માનવા (2), બંદરની (2), બાકીના (2), માટેનું (2), બ્રિટનનાં (2), અફઘાનિસ્તાન (2), સરહદના (2), પાકિસ્તાનને (2), પોતાનાં (2), ટુકડા (2), બાલ્કન (2), તૂટી (2), જુદા (2), પ્રદેશોમાં (2), સમજવા (2), વાતચીતો (2), જોવાની (2), મંત્રણાઓ (2), કોંગ્રેસમાં (2), લખી (2), ખરા (2), બેઠકો (2), દસમી (2), ત્યાંથી (2), ફર્યા (2), ગાંધીજીનો (2), મૌનવાર (2), આપતા (2), સ્પષ્ટતા (2), જલદી (2), સમજાવ્યા (2), ફાંસીની (2), સજા (2), અરજી (2), સમોવડિયા (2), પ્રભાવિત (2), અંગત (2), સ્ટાફમાં (2), મેનન (2), મેનનની (2), લંડનમાં (2), સેંટર (2), પત્ની (2), ઍડવિના (2), લોકોનો (2), ૨૨મી (2), લખ્યું (2), માગી (2), સ્થાનિક (2), ઇનકાર (2), પરવા (2), સભાના (2), થવાના (2), શીખોએ (2), કહે (2), મુસલમાનોને (2), બંગાળની (2), કરવાથી (2), બનશે (2), જોરશોરથી (2), ભાગલાના (2), કોમ (2), અમારું (2), સિંધ (2), બલુચિસ્તાન (2), ઇંડિયાનો (2), દોહરાવી (2), ૩૦મી (2), કૉન્ફરન્સે (2), ઝોનમાં (2), મહિનાની (2), ઍસેમ્બ્લી (2), દેખાડ્યું (2), સ્વર્ણ (2), ઉજ્જલ (2), સામાન્ય (2), ધોરણે (2), ભાગમાં (2), ઠરાવનો (2), સોંપણી (2), સમિતિએ (2), હમણાંની (2), ધ્યાનમાં (2), કોમવાદી (2), બંગાળનો (2), આધારે (2), કર્ઝને (2), સ્વીકારવા (2), લેજિસ્લેટિવ (2), ઉપાય (2), બચાવવાની (2), લોકોમાં (2), ભાવના (2), જનતાની (2), આપણા (2), રાજાઓની (2), મીટિંગમાં (2), પગલાં (2), અનિવાર્ય (2), લોકોએ (2), શરણે (2), થતા (2), પ્રયાસો (2), રાતે (2), પ્રશંસા (2), કોમનું (2), ભાવનાથી (2), વાતનો (2), મહંમદ (2), ઘડી (2), પહોંચી (2), સાચો (2), પ્રયત્ન (2), અફસોસ (2), કોમની (2), હેઠળ (2), નિવાસ (2), સ્થાને (2), કલાક (2), યાદીમાં (2), વાઇસરૉયની (2), વીસ (2), નેતાઓની (2), બોલાવ્યા (2), જોઈને (2), રાખો (2), ધ્યાન (2), આપવાનું (2), પાર્લામેન્ટમાં (2), બલુચિસ્તાનની (2), ઇંડિયનો (2), ખ્રિસ્તી (2), બંધારણસભામાં (2), ઉપરાંત (2), સભ્યોને (2), સુચવવા (2), aiccને (2), રાજ્યોની (2), ઘણાને (2), કૃપલાની (2), માન્યું (2), રાજ્યોએ (2), કરેલો (2), મૌલાના (2), કહીને (2), લારીએ (2), તમારે (2), કરવાના (2), વાંચવા (2), રાત (2), ઊભો (2), ભાગને (2), અંગ્રેજ (2), વારસામાં (2), રાષ્ટ્રસંઘમાં (2), મળ્યું (2), નામમાં (2), જણાવી (2), મૌખિક (2), https (2), balochistan (2), કલાતના (2), કદીયે (2), નજીક (2), લાગતું (2), લીઝ (2), ચાલતી (2), જાતની (2), પઠાણો (2), અબ્દુલ (2), ગફ્ફાર (2), ખાનને (2), પઠાણોની (2), બંધારણસભાના (2), બાદશાહ (2), વિશ્વાસ (2), જવાનું (2), ઝિંદાબાદ (2), ખાનસાહેબે (2), દોર (2), ખાનસાહેબ (2), ભેળવી (2), ખાનસાહેબની (2), હોવાનું (2), હેઠળની (2), આમાંથી (2), આદેશ (2), શોધવાનો (2), સરહદે (2), વ્યૂહાત્મક (2), હૈદરાબાદ (2), જુલાઈએ (2), દીવાન (2), રાખ્યો (2), પ્રજાની (2), નવાબને (2), રેલવે (2), કવર (2), નિઝામે (2), રાજવી (2), સંઘને (2), રાજાઓના (2), મનમાં (2), હટી (2), ઑગસ્ટ (2), વિલીનીકરણ (2), મહારાજા (2), મોટા (2), ભાગનાં (2), દીપક (2), ધોળકિયા (2), એકસો (2), નેવું (2), વર્ષની (2), ગુલામીનો (2), ખુલ્લી (2), કારમાં (2), બચી (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, 2026, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, subjects, 139, વિભાગ, જાવ, subscribe, receive, notifications, new, posts, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, આગળનું, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, dec, સંગઠિત, હિમાયતી, બાબુએ, મુજબ, લિધું, કોંગ્રેસમાંથી, આત્મસમર્પણ, વધી, દૃષ્ટિકોણ, સિદ્ધાંતથી, મુખરજીનો, સિમલા, મુંબઈ, મદ્રાસ, સિલહટ, ઝાંસી, ઔરંગાબાદ, રંગૂન, યંગોન, માં, હડતાળ, લુધિયાણામાં, સરઘસ, નીકળ્યું, ખિઝર, એકતાનાં, પોકારતા, અઠવાડિયા, દળને, શાખાએ, ગાર્ડ્સના, સ્થાનો, પ્ર, છાપા, મારતી, ઇફ્તિખાર, મામદોત, ઇફ્તિખારુદ્દીન, મુમતાઝ, દૌલતાના, બેગમ, શાહ, નવાઝ, શૌકત, ફિરોઝ, નૂન, સૈયદ, અમીર, શાહની, સમાચાર, વાયુવેગે, દુકાનો, બંધ, રસ્તાઓ, નીકળી, સિવિલ, લાઇન્સ, પોલિસ, સ્ટેશનમાં, રાખવામાં, દેખાવો, વીખેરવા, પોલિસે, લાઠી, ચાર્જ, કેટલાય, ઘાયલ, સેનાની, ધારાસભ્યો, લોકોની, ઠરાવના, સંદર્ભમામ, જોઈશું, આછેરો, પક્ષોએ, માળખાના, સિદ્ધાંતો, દર્શાવ્યા, અખંડિતતા, ફેડરેશનમાં, જોડાનારા, ઘટકો, મતાધિકાર, સ્થાઅનિક, પ્રજાને, જનાવ્યું, હિન્દુસ્થાન, દુનિયાના, એશિયાઈ, અસરકારક, ભજવી, બાકીની, એમાંથી, વિભાજનવાદી, વલણો, ઊભાં, કેન્દ્રની, નબળી, રજવાડાંઓને, જોડાવાની, મહાસભા, વિસ્તરવા, રજવાડાંઓનાં, સંગઠનોને, આપતી, સક્રિય, સહકારથી, સ્ટેટ્સ, પીપલ્સ, કૉન્ફરન્સની, ઇંડિયામાં, પ્રમાણમાં, ફાળવાયા, ત્રીજું, કદનાં, નહોતાં, શકતી, છેલ્લામાં, મંત્રણાઓનો, છોડીને, ઍક્શનનો, હિન્દુસ્થાનનું, હિંદુ, બેઠકના, જુલમ, કાર્યકરોની, પંજાબમા, પ્રદેશની, વિરોધનો, કાર્યક્ર્મ, આકરી, મુસલમાનોના, જાનમાલની, સલામતી, જોડાવાનું, ગાર્ડસને, કર્યાં, ૨૮મી, સંગઠનો, પરનો, પ્રતિબંધ, પાછો, નિર્ણયો, ઠરાવે, સભાનો, ભંગ, પ્રજાસત્તાક, પાયાના, સિદ્ધામ્તો, સૂચવેળી, વ્યવસ્થાનો, ઉમેરે, શ્હે, અધિકારોને, જફા, પહોમ્ચવી, શોધવું, ડિસેમ્બરથી, મોકૂફ, ડિસેમ્બરનું, કરેલું, સાચું, ગ્રુપ, દરેકનું, કાર્યવાહીની, પ્રક્રિયા, સફળતાની, ટૂંકમાં, વિમાસણમાં, વ્યૂહ, એવાઐસરૉયને, ઠરાવવા, રીત, પાડશે, કહી, દેતા, સ્વીકારીને, ચુંટાયા, હાજર, રહેતા, જેથી, વાતચીતની, ફરજ, લાદી, બહાનું, દેવાની, દરખાસ્તના, ટેકામાં, ૩૩૭, ૧૩૫, દિશામાં, ડગલું, વધ્યું, ઍલેક્ઝાન્ડરે, કાપી, વિધાનોને, ગણાવ્યાં, બીજે, ભૂલો, ઉકેલી, રાષ્ટ્સંઘ, સવર્ણ, હિન્દુઓના, નેતાના, લઘુમતીઓને, તરફથી, અપાતાં, વચનોનો, સંભાળ, પૂરતા, શક્તિશાળી, ખ્રિસ્તીઓ, જીવનના, પ્રવાહમાં, કાસ્ટનો, સમાજ, વ્યવસ્થામાં, મંદિર, પ્રવેશ, પશ્ચિમમાં, મનાય, પ્રથાઓની, શિક્ષણમાં, ધારાગૃહોમાં, નોકરીઓમાં, જાતિપ્રથા, પરિવર્તન, સરળતાથી, નિવૃત્ત, અનુભવી, સોંપણીમાં, ક્રિપ્સના, બોલવાની, જ઼્હોન, એન્ડરસને, આપવાના, નાખવી, સર્વોપરિતાના, બનનારી, સોંપવાનો, સરકારનો, કેવા, સંબંધ, સારા, બીજાઓએ, રાજપુરુષોને, છાજે, નિવેદનો, સમજાય, સ્ટેફર્ડ, ઍલેક્ઝાન્ડર, આર્થર, હેંડરસન, આપતું, વધવા, કહેવતનો, ભૂખ, ખાઈએ, ઊઘડે, દરખાસ્તોનો, સ્થિતિની, ૨૫મીએ, લૉરેન્સે, ઊપલા, હેલિફેક્સનું, સૌએ, ધ્યાનથી, સાંભળ્યું, અખંડિતતાની, હેલિફેક્સ, અર્ધનગ્ન, ફકીરને, સમાનતાનો, ખફગી, વહોરી, ઉમરાવસભામાં, લૉરેન્સનું, ચૂકેલા, હોન, અનિશ્ચિતતાનો, વિલિયમ, ગૅલેશરે, નિયમ, પંદર, નેતાને, પૂછવાની, ડેપ્યુટી, સ્પીકરે, લિબરલ, ક્લેમંટ, ડેવિસે, મુદ્દાની, ચર્ચાની, ચોક્કસ, માણસની, અક્કલમાં, બેસે, ગુસ્સામાં, આપવાં, હટાવીને, ઑચિનલેકને, કમાંડર, સશસ્ત્ર, મોકલ્યો, ઇશારો, દલીલ, વધારતાં, નીમણૂક, જોઈતા, હટાવ્યા, કરાય, ખુલાસા, ઊઠ્યા, આવીએ, વિંસ્ટન, નીમણૂકનો, લાવવો, ઍડમિરલ, વાઇકાઉંટ, માઉટબૅટનને, નીમવાની, સહર્ષ, ભારતીયોને, સોંપાઈ, વિન્સેંટ, મધ્યપૂર્વ, સૈન્યોના, ફીલ્ડ, માર્શલ, નિષ્ઠા, કુશળતાથી, સંભાળ્યું, ખિતાબ, અનિશ્ચિતતાની, ચલાવી, લેવાય, જોખમ, જૂનથી, બનાવવું, મેનાં, નિવેદનોમાં, નોંધાયેલી, બનાવાય, પાર્લામેંટને, ભલામણ, વાંચતાં, લાંબા, સમયથી, સરકારોની, સ્વશાસન, સ્થાપવાની, બંધારણની, ૧૯૧૯, સોંપવામાં, ભારતવાસીઓ, ૧૯૪૨માં, મિશન, મોકલવામાં, શોધવામાં, કોમોને, લેવાના, હેતુથી, બનાવાઈ, મતભેદોનો, અફસોસની, વિશ્વયુદ્ધને, પ્રધાનપદે, પક્ષોની, વાંચ્યો, દેવાનો, સાહેબની, ટીમે, ગવર્નરને, હટાવવાની, તોફાની, તત્ત્વોને, આપતો, ભડકે, બળી, ઊઠ્યો, કતલેઆમ, સાહેબે, ૨૭મી, જિન્નાનું, અસ્તિત્વ, શાંત, લાહોરની, માણસોએ, વાતો, સાંભળી, જનાવરો, ૨૬મીએ, દોઢેક, હજાર, મૂક્યા, માર્ચની, તિવાનાએ, સફળતા, બનવાના, સંયોગો, ઍસેમ્બલીનું, વિસર્જન, આઠમી, મોટાં, શાંતિની, ક્ષણજીવી, લોકોનાં, મોત, ઈજાઓ, જનજીવન, થાળે, પડવા, ૨૪મી, લીગીઓ, ઘમસાણ, ગોળીબાર, સ્થિતિને, અત્યંત, બતાવીને, લશ્કરની, દેખીતી, ફાયદો, શકતા, પંજાબને, ભેળવવાની, દેખાડવા, હુલ્લડો, તિવાનાની, હટાવવાનો, ગાદીએ, બેસવા, ૧૯૪૬થી, ૧૯૪૭થી, ખૂનની, હોળી, ખેલાતી, સળગતી, અખત્યાર, દિવસથી, સુહરાવર્દીની, મરાયા, નોઆખલીનો, વિગતવાર, સંદર્ભમાં, રમખાણોનો, સમજાશે, ૧૯૪૭ના, જાન્યુઆરીની, ૨૪મીએ, પ્રેરિત, મારકાપ, ઘટનાઓ, રમખાણોનું, હકીકત, મિત્રો, આખો, પ્રત્યાઘાત, પાકિસ્તાનથી, સ્વીકારીશું, ટકાવી, સોંપવા, વિકલ્પ, સુકાન, ખોટા, માનતી, દરખાસ્તો, ૧૯૩૨ની, ગોળમેજી, પરિષદના, આવતી, રહેતી, ગૂંચમાં, સપડાયું, કોમવાદ, એટલો, ઇચ્છે, હમણાં, સુધીની, નીતિઓને, ગણાવે, નિવેદનના, ૭મા, ફકરામાં, સૂચવેલી, સમયમર્યાદાની, અંદર, ઘડાયું, વિચારવું, તેમને, નવાઈની, જાહેરાતનો, સત્તાવાર, પડઘો, પડ્યો, એટલીએ, શબ્દોનું, વજન, રજવાડાંઓએ, અનુભવ્યું, અનન્ય, પટેલની, બધાની, જોઈતી, વચગાળામાં, જૂની, રહેવી, અંધાધૂંધી, આક્રમકતા, દેખાડશે, રાખીએ, કમિટીનો, રજવાડાંઓ, રાજ્યના, હકનું, ખંડન, આપીએ, અમૈત્રીપૂર્ણ, કૃત્ય, માનીશું, સમજાવ્યું, ઇસ્ટ, સર્વોપરિ, સીધી, સંભાળી, કંપનીની, પીઠબળ, સત્તાનો, એકસરખી, ચલાવતી, ૧૯૩૫માં, રજવાડાંઓનું, રજવાડાંની, સ્વાધીનતા, મહિનાથી, ચાલતા, હિંસાચારની, નોંધ, ઓછામાં, વાપરવું, શોધવાની, માને, જોઈએઃ, બિનમુસ્લિમ, કોમોના, લાભમાં, ગણતરી, પાડ્યો, લઘુમતીમાં, જેની, ખળભળાટ, મચી, ૧૮૮૫થી, છઠ્ઠી, જાહેરાતને, વધાવી, લેતો, હસ્તાંતરણ, સરળ, સ્વીકાર્યું, નાગરિકોને, મળશે, આવવાનું, પદો, રાહે, જનરલનું, પડઘા, ૮૦મા, જન્મદિને, લિસ્ટોવેલનું, ભાષણઃ, british, partner, ninth, lecture, listowel, 1980, narendra, વિદેશ, સેવાના, અધિકારી, admiral, fleet, burma, trinity, college, university, cambridge, 14th, november, 1968, reflections, jawaharlal, nehru, વિષય, હોવો, માંથી, કોરિડોરની, માગનાર, ભોગવે, ગોઠવી, સત્તાવાળાઓ, થોડું, આપજો, નાનો, મુલાકાતમાં, સ્ટેટસની
Text of the page (random words):
સિંગાપુર અને મલાયા આવે તો વ્યવસ્થા થઈ શકે સિંગાપુરમાં પણ સરકારે કડકાઈ દેખાડી અન હિન્દુસ્તાની ફોજીઓને નહેરુ સિંગાપુરમાં હોય ત્યાં સુધી બહાર ન નીકળવાનો હુકમ આપ્યો અને વાહન આપવાનો પણ ઇનકાર કર્યો માઉંટબૅટન એ વખતે ફ્રેન્ચ હિન્દીચીનમાં બ્રિટિશ લશ્કરી ટુકડીઓની સ્થિતિ જોવા ગયા હતા એમણે પાછા આવીને સ્થાનિક સત્તાવાળાઓની પરવા કર્યા વિના હિન્દુસ્તાની ફોજને નહેરુને જોવા માટે રસ્તા પર એકઠા થવાની છૂટ આપી એટલું જ નહીં મિલિટરી વાહનની સુવિધા પણ આપી સિંગાપુરમાં એ વખતે હિન્દુસ્તાની સૈનિકો માટેનું વેલ્ફેર સેંટર ચાલતું હતું અને માઉંટબૅટનનાં પત્ની ઍડવિના ત્યાં કામ કરતાં હતાં નહેરુ અને માઉંટબૅટન જ્યારે ખુલ્લા વાહનમાં બેસીને સેંટર પર પહોંચ્યા ત્યારે નહેરુને જોવા માટે પડાપડી થવા લાગી અને લોકોનો જાણે સમુદ્ર ઊછળતો હતો ભારે ગિરદી વચ્ચે એડવિના ફસાઈ ગયાં અને ધક્કામુક્કીમાં પડી ગયાં તરત આગળ નહેરુ અને પાછળ માઉંટબૅટન બન્ને ભાગ્યા અને પડતાઆખડતા માણસો વચ્ચેથી ઍડવિનાને હેમખેમ બહાર કાઢ્યાં આ ઘટનાને કારણે માઉંટબૅટન નહેરુની હિંમતથી બહુ પ્રભાવિત થઈ ગયા અને બન્ને મિત્ર બની ગયા આમ માઉંટબૅટન અમુક માનસિક તૈયારી સાથે આવ્યા હતા માઉંટબૅટન બ્રિટનના રાજાને મળ્યા અને પોતાની રૅંક જળવાઈ રહેશે એવી ખાતરી મળ્યા પછી એમણે ઍટલીને કહ્યું કે હું ભારતમાં જે કંઈ નિર્ણય લેવા પડે તે બ્રિટિશ સરકારની આગોતરી મંજૂરી વિના લઈશ ઍટલી તૈયાર થઈ ગયા આમ માઉંટબૅટન બ્રિટિશ સરકારના તાબેદાર નોકર તરીકે નહીં પણ સમોવડિયા તરીકે ભારત આવ્યા એમણે પોતાની પસંદગીના લશ્કરી અને નાગરિક અધિકારીઓને જ લીધા ભારત આવ્યા પછી વી પી મેનનના કામથી પ્રભાવિત થઈને એમને પણ પોતાના અંગત સ્ટાફમાં સમાવી લીધા મેનન ત્યાંથી આગળ વધ્યા અને માઉંટબૅટનના સ્ટાફમાં રિફૉર્મ કમિશનરના પદ સુધી પહોંચ્યા દેશમાં વચગાળાની સરકાર બની તે પછી મેનનની પ્રતિષ્ઠા લંડનમાં સરકારી વર્તુળોમાં સ્થાપિત થઈ ગઈ હતી આગળ જતાં આઝાદી પછી સરદાર પટેલ ગૃહ પ્રધાન બન્યા ત્યારે એમણે પણ મેનનને લીધા દેશી રાજ્યોના વિલીનીકરણમાં મેનનની ભૂમિકા નાની નથી દિલ્હી પહોંચીને માઉંટબૅટન વૅવલને મળ્યા અને બીજા દિવસે પદના સોગંદ લીધા તે સાથે જ એમણે કામ શરૂ કરી દીધું સૌથી પહેલું કામ વિચિત્ર હતું એક કેદીએ ફાંસીની સજા માફ કરવાની અરજી આપી હતી તેનો નિકાલ કરવાનો હતો એમણે એ અરજી નકારી કાઢી અને ફાંસીની સજા મંજૂર રાખી હવે માઉંટબૅટને ભારતના નેતાઓને મળવાનું શરૂ કર્યું એમણે પહેલાં તો મહાત્મા ગાંધી અને જિન્નાને મળવાનું આઅમંત્રણ આપ્યું ગાંધીજી વખતે બિહારના રમખાણગ્રસ્ત વિસ્તારોમાં ફરતા હતા ત્યાંથી એ દિલ્હી પાછા ફર્યા ૩૧મી માર્ચે ગાંધીજી અને માઉંટબેટન મળ્યા એ દિવસે સોમવાર ગાંધીજીનો મૌનવાર હતો માઉંટબૅટન આ મુલાકાત વિશે લખે છેઃ ગાંધી અલબત્ત ભાગલા અને એના પરિણામે બે કોમોની એકતામાં પડનારા ગાબડાના વિચારથી ભાંગી પડ્યા હતા અને કેબિનેટ મિશનની યોજનાની વિરુદ્ધ ઉપદેશ આપતા હતા એક વર્ષ પહેલાં એમણે પોતે પણ આ યોજનાને નકારી કાઢી હતી મેં એમને આ બાબતમાં સ્પષ્ટતા કરવા માટે મને જલદી મળવા કહ્યું એ મારા સ્ટડી રૂમમાં આવ્યા ત્યારે મારા સુખદ આશ્ચર્યની કલ્પના કરો એ આવ્યા એમની આંગળી હોઠો પર હતી એ સંકેત હતો કે એમનો મૌનવાર હતો એટલે બોલવાનું બધું કામ મેં કર્યું અને બધા પક્ષો સાથે થયેલી સમજૂતીને તોડી ન પાડવા મને સમજાવ્યા એમણે જવાબમાં વપરાયેલાં કવરોની પાછળ થોડા દોસ્તીભર્યા જવાબો આપ્યા જો કે ગાંધીજી બીજા જ દિવસે ફરી માઉંટબૅટનને મળવા ગયા અને ચોથી ઍપ્રિલ સુધીમાં પાંચ વાર મળ્યા તે પછી પાંચમી તારીખથી માઉંટબૅટન અને જિન્ના વચ્ચે મંત્રણાની બેઠકો શરૂ થઈ પાંચમીથી દસમી તારીખ સુધીમાં જિન્ના અને માઉંટબૅટન છ વાર મળ્યા જિન્નાને સત્તા સોંપો ગાંધીજી માઉંટબૅટનને બીજી વાર પહેલી તારીખે મળ્યા ત્યારે સૂચવ્યું કે જિન્ના નવી વચગાળાની સરકાર બનાવે અને વાઇસ્સરૉય છેવટે બધી સત્તા એમના હાથમાં સોંપી દે તો જ હિન્દુસ્તાનની સમસ્યાનો ઉકેલ આવે તેમ છે નવી કૅબિનેટમાં જિન્નાને યોગ્ય લાગે તેને લે બધા જ મુસ્લિમ લીગના સભ્યો હોય તો પણ ચાલશે ઍસેમ્બ્લીમાં કોંગ્રેસની બહુમતી છે તે એમને ખરા હૃદયથી સહકાર આપશે જિન્નાને આ મંજૂર ન હોય તો કોંગ્રેસને સરકાર બનાવવા કહેવું માઉંટબૅટને આ વાત ગંભીરતાથી ન લીધી એમણે જવાબ આપ્યો કે ગાંધીજી કોંગ્રેસને પણ આ દરખાસ્ત સમજાવે અને એ તૈયાર થાય તો જ આવું થઈ શકે ગાંધીજીએ કોંગ્રેસમાં પણ વાત કરી પણ એમની વાત માનવા કોંગ્રેસ તૈયાર નહોતી અંતે એમણે ૧૧મી ઍપ્રિલે વાઇસરૉયને લખી નાખ્યું કે કોંગ્રેસની સંમતિ મેળવવામાં પોતે નિષ્ફળ ગયા છે જિન્ના સાથેની મંત્રણાઓ આપણે બાલ્કનાઇઝેશન તે સમજવા માટે જિન્ના અને માઉંટબૅટનની વાતચીતો જોવાની રહે છે દક્ષિણ પૂર્વ યુરોપમાં બાલ્કન પર્વતનો વિસ્તાર આ નામથી ઓળખાય છે એના પર તુર્કીના ઑટોમન કે ઉસ્માની સામ્રાજ્યનું વર્ચસ્વ હતું પણ એ સામ્રાજ્ય તૂટી પડ્યું તે પછી બાલ્કન વિસ્તારના જુદા જુદા પ્રદેશોમાં જાતિગત ભેદભાવોને કારણે નાનાં નાનાં અલગ રાજ્યો બન્યાં ચર્ચિલ ભારતમાં આ જ સ્થિતિ ઇચ્છતો હતો અને ચર્ચિલના મિત્ર જિન્ના એ જ એજંડા પર બોલતા હતા જિન્નાએ માઉંટબૅટનને સૂચવ્યું કે પ્રાંતોને એક એક કરીને સત્તા સોંપવી તે પછી આ પ્રાંતોમાંથી મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો નવા પાકિસ્તાન રાજ્યનું નિર્માણ કરે ભારતને અખંડિત રાખવાના કોઈ પણ પ્રયાસનો મુસ્લિમ લીગ શસ્ત્રોથી સામનો કરશે જિન્નાને એમાં વાંધો નહોતો કે દરેક પ્રાંત સ્વતંત્ર થાય અને દેશના ઘણા ટુકડા થઈ જાય માઉંટબૅટને વળતો જવાબ આપ્યો કે એ જ તર્ક પંજાબ અને બંગાળને લાગુ પાડીને ભાગલા કરવા પડશે કારણ કે ત્યાંની લગભગ અડધી વસ્તી બિનમુસ્લિમોની છે જિન્ના આ માનવા તૈયાર નહોતા કારણ કે એમને આસામ અને ક્લકત્તા જોઈતાં હતાં આખું બંગાળ ભલે ન મળે પણ કલકત્તા બંદરની સમૃદ્ધિ વિના એમને બાકીના ગરીબ મુસલમાનોની વસ્તીવાળા પૂર્વ બંગાળમાં રસ નહોતો આખરે એમની વાતચીતના છેલ્લા દિવસે એમણે માઉંટબૅટનની વાત માની લીધી જિન્નાને સમજાયું હશે કે એ બ્રિટિશરો સાથે બંધાયેલા હતા એમનું પાકિસ્તાન માટેનું આંદોલન પણ બ્રિટિશ મહેરબાનીથી ચાલી શક્યું હતું અને એમણે બ્રિટનનાં હિતોની સીમા ઓળંગવાની નહોતી બ્રિટનને અફઘાનિસ્તાન સાથેની સરહદના ભારતીય ભૂભાગમાં રસ હતો કલકત્તા પાકિસ્તાનને આપવામાં કે હિન્દુ મુસ્લિમોને પોતાનાં વતન છોડવાની હાલાકીમાંથી બચાવવી પડે તેમાં નહીં જિન્નાએ વાઇસરૉયને કહ્યું કે મને એમાં રસ નથી કે તમે મને થોડું આપો છો કે ઘણું બસ જે આપો તે પૂરું આપજો એટલે કે સંપૂર્ણ આઝાદ પ્રદેશ ભલે નાનો હોય એ જ મુલાકાતમાં જિન્નાએ વાઇસરૉયને કહ્યું કે લીગ પાકિસ્તાન માટે ડોમિનિયન સ્ટેટસની માગણી કરશે જિન્નાએ રશિયાના ખતરાની વાત તો અવારનવાર કરી હતી અને બ્રિટનની ચિંતાઅ પણ એ જ હતી આમ જિન્નાએ ત્રણ વાત માની લીધી પાકિસ્તાન એમની માંગ પ્રમાણે નહીં પણ નાનું મળે તોય ચાલશે કૉમનવેલ્થના સભ્ય તરીકે પાકિસ્તાન ચાલુ રહેશે એટલે કે નવોદિત ભૂતપૂર્વ બ્રિટિશ સંસ્થાન માઉંટબૅટન માટે એ સારું હતું અને આ વૈશ્વિક મહા ખેલમાં પાકિસ્તાન બ્રિટનનું કહ્યું માનશે જો કે આના પછી પણ જિન્ના નવી નવી માગણીઓ કરતા રહ્યા જેમ કે કલકત્તા પર સંયુક્ત નિયંત્રણ હોય પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન વચ્ચે આવવા જવા માટે કૉરિડોર રસ્તો હોવો જોઈએ કે જે હિન્દુસ્તાન માંથી પસાર થતો હોય કોંગ્રેસે કોરિડોરની એમની માગણીનો જોરદાર વિરોધ કર્યો કોઈ પણ દેશ બીજા દેશને આવી સગવડ ન આપી શકે કે જેમાં સગવડ માગનાર સાર્વભૌમ અધિકારો ભોગવે અને પોતાનું સૈન્ય પણ ગોઠવી શકે એમ થાય તો એ કૉરિડોર પોતે જ પાકિસ્તાન બની જાય અને જિન્નાની મૂળ માગણી કરતાં પણ મોટો પ્રદેશ મળે જિન્નાની આ વાત પર ગંભીરતાથી વિચાર કરવા માટે ભારતના બ્રિટિશ સત્તાવાળાઓ પણ તૈયાર નહોતા 000 સંદર્ભઃ ૧ reflections on the transfer of power and jawaharlal nehru વિષય પર માઉંટબૅટનનું ભાષણ admiral of the fleet the earl mountbatten of burma trinity college university of cambridge 14th november 1968 ૨ the shadow of the great game by narendra singh sarila લૉર્ડ માઉંટબૅટનના એ ડી સી અને ભારતીય વિદેશ સેવાના અધિકારી ૨ માઉંટબૅટનના ૮૦મા જન્મદિને બ્રિટિશ સરકારના ભૂતપૂર્વ પ્રધાન અર્લ ઑફ લિસ્ટોવેલનું ભાષણઃ the british partner in the transfer of power ninth lecture by the earl of listowel 24 june 1980 ૩ the indian annual register vol i jan june 1947 like loading author dipak dholakia posted on 16 12 2021 30 11 2024 categories history india slavery and struggle for freedom tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 69 india slavery and struggle for freedom part 4 chapter 68 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૬૮ ભારતમાં રાજકીય પડઘા બ્રિટનમાં સરકારની જાહેરાત સાથે જ ભારતમાં રાજકીય ખળભળાટ મચી ગયો જે ધ્યેય માટે કોંગ્રેસ ૧૮૮૫થી જહેમત કરતી હતી તે હવે માત્ર ૧૬ મહિના દૂર હતું છઠ્ઠી માર્ચે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ત્રણ દિવસ માટે દિલ્હીમાં મળી અને વડા પ્રધાન ઍટલીએ કરેલી જાહેરાતને વધાવી લેતો ઠરાવ પસાર કર્યો પરંતુ કોંગ્રેસે ઉમેર્યું કે સત્તાનું હસ્તાંતરણ સરળ રહે તે માટે બ્રિટને હવે વચગાળાની સરકારને ડોમિનિયન સરકાર તરીકે માન્યતા આપવી જોઈએ અને વાઇસરૉય અને ગવર્નર જનરલ આ બન્ને પદો એક જ હતાં સરકારી રાહે વાઇસરૉયનું પદ ગવર્નર જનરલનું હતું માત્ર બંધારણીય વડા તરીકે પદ પર રહે અને કેન્દ્ર સરકારને સંપૂર્ણ અધિકારો આપવા જોઈએ કોંગ્રેસે કૅબિનેટ મિશનના ૧૬મી મેના નિવેદનનો સ્વીકાર કરી લીધો છે અને એનું બ્રિટિશ સરકાર જે અર્થઘટન કરે છે તે પણ સ્વીકાર્યું છે બંધારણ સભા પણ કામ કરતી થઈ ગઈ છે અને એમાં દેશના બધા નાગરિકોને પ્રતિનિધિત્વ મળશે વર્કિંગ કમિટીએ નવેસરથી મુસ્લિમ લીગને બંધારણ સભામાં આવવાનું આમંત્રણ આપ્યું વર્કિંગ કમિટીએ પંજાબમાં કેટલાક મહિનાથી ચાલતા હિંસાચારની નોંધ લીધી અને કહ્યું કે આ દેખાડે છે કે હિંસા દ્વારા પંજાબની સમસ્યાનો ઉકેલ નહીં આવે આથી ઓછામાં ઓછું દબાણ વાપરવું પડે એવો રસ્તો શોધવાની જરૂર છે એટલે કોંગ્રેસ માને છે કે પંજાબના બે ભાગ પાડવા જોઈએઃ મુસ્લિમ બહુમતીવાળો ભાગ અને બિનમુસ્લિમ બહુમતીવાળો ભાગ સાથે રહી શકે તેમ નથી આ જ એક રસ્તો બધી કોમોના લાભમાં છે આમ કોંગ્રેસે પંજાબના ભાગલાની માગણી કરી મુસ્લિમ લીગ મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતોમાં પાકિસ્તાન બનાવવાની માગણી કરતી હતી એટલે કે આખું પંજાબ અને આખું બંગાળ પાકિસ્તાનમાં હોય એવી એની ગણતરી હતી પરંતુ કોંગ્રેસે મુસ્લિમ લીગનો જ સિદ્ધાંત લાગુ પાડ્યો કે જો મુસલમાનો હિન્દુ બહુમતી સાથે આખા ભારતમાં ન રહી શકે તો એક પ્રાંતમાં બિનમુસ્લિમો પણ મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતમાં ન રહી શકે વળી બન્ને પ્રાંતોમાં બિનમુસ્લિમો લઘુમતીમાં હોવા છતાં એ બહુ નાની લઘુમતીઓ નહોતી જેની અવગણના કરી શકાય રજવાડાંની સ્વાધીનતા કોંગ્રેસ વર્કિંગ કમિટીનો બીજો ઠરાવ રજવાડાંઓ વિશે હતો એમાં કોંગ્રેસે કોઈ રાજ્યના ભારતથી અલગ સ્વાધીન રાજ્ય તરીકે રહેવાના હકનું ખંડન કર્યું જવાહરલાલ નહેરુએ ઠરાવ પર બોલતાં કહ્યું કે અમે કોઈ પણ રજવાડાની સ્વતંત્રતાને માન્યતા નહીં આપીએ એટલું જ નહીં પરંતુ કોઈ પણ વિદેશી સત્તા પછી એ ગમે તે હોય કે ગમે ત્યાં હોય જો કોઈ રજવાડાની સ્વતંત્રતાને માન્યતા આપશે તો તેને અમે અમૈત્રીપૂર્ણ કૃત્ય માનીશું નહેરુએ સમજાવ્યું કે ઇસ્ટ ઇંડિયા કંપની ભારતમાં મુખ્ય સત્તા બની તે વખતથી સર્વોપરિ સત્તાની વાત ઊભી થઈ બ્રિટને સીધી સત્તા સંભાળી લીધી ત્યારે એણે કંપનીની સર્વોપરિતા પોતાના હસ્તક લઈ લીધી તે પછી ભારત સરકાર બ્રિટન સરકારનું પીઠબળ હોવાથી એ આ સત્તાનો ઉપયોગ કરતી રહી એ રજવાડાં અને બ્રિટિશ ઇંડિયાના પ્રાંતો પર એકસરખી હકુમત ચલાવતી હતી પણ ૧૯૩૫માં નવા નિયમો આવ્યા અને પ્રાંતોમાં સરકારો બની ત્યારે સર્વોપરિતાનો સવાલ સામે આવ્યો કે રજવાડાંઓનું શું કરવું અમે બધાની આઝાદી માટે સંઘર્ષ કર્યો છે અને અમને સર્વોપરિતા નથી જોઈતી પરંતુ વચગાળામાં જૂની વ્યવસ્થા ચાલુ રહેવી જોઈએ તે સિવાય અંધાધૂંધી ફેલાઈ જાય એટલે અમે થોડા વખત માટે રાજ્યોને સંપૂર્ણ સ્વતંત્ર માનીને એમની સાથે વાટાઘાટો કરશું પરંતુ રાજ્યો જો એનાથી આગળ જઈને આક્રમકતા દેખાડશે તો અમે વાટાઘાટો ચાલુ નહીં રાખીએ નહેરુના શબ્દોનું વજન રજવાડાંઓએ આઝાદી પછી અનુભવ્યું જેમાં એમના અનન્ય સાથી સરદાર વલ્લભભાઈ પટેલની મુખ્ય ભૂમિકા રહી મુસ્લિમ લીગની નીતિ નવાઈની વાત છે કે ઍટલીની આ જાહેરાતનો મુસ્લિમ લીગમાં સત્તાવાર રીતે તો કોઈ પડઘો ન પડ્યો આનું કારણ એ હતું કે એટલીએ કહ્યું હતું કે એવું લાગે કે આ નિવેદનના ૭મા ફકરામાં સૂચવેલી સમયમર્યાદાની અંદર સંપૂર્ણ પ્રાતિનિધિક સભા દ્વારા બંધારણ ઘડાયું નથી તો સરકારે વિચારવું પડશે કે કોના હાથમાં સત્તા સોંપવી ભારતની કેન્દ્ર સરકારને સોંપવી અત્યારે જે પ્રાંતો છે તેમને સોંપવી કે બીજી કોઈ વાજબી લાગતી સત્તાના હાથમાં સોંપવી આમાં જિન્ના જોઈ શક્યા કે બ્રિટને ભારતની એકતા ટકાવી રાખવાનો વિચાર છોડી દીધો છે અને એ કોઈને પણ સત્તા સોંપવા તૈયાર છે માત્ર કેન્દ્ર સરકારને જ સત્તા સોંપવી એવું નથી પ્રાંતોને પણ સત્તા આપવાનો વિકલ્પ છે જ અને તે પણ નહીં તો બીજી કોઈ વાજબી લાગતી સત્તાના હાથમાં પણ સુકાન સોંપી શકાય છે જિન્નાએ એમાં પાકિસ્તાન જોયું અને જિન્ના ખોટા નહોતા બ્રિટન સરકારની એ તૈયારી હતી એટલે જ જિન્નાની દરેક વાતને એ કોમી મુદ્દો માનતી હતી અને કોઈ પણ રીતે જિન્નાને સંતોષ થાય એવી દરખાસ્તો છેક ૧૯૩૨ની બીજી ગોળમેજી પરિષદના વખતથી આવતી રહેતી હતી હવે સ્થિતિ એ ઊભી થઈ હતી કે બ્રિટન પોતે જ ઊભી કરેલી ગૂંચમાં પોતે જ સપડાયું હતું કોમવાદ એટલો મજબૂત બની ગયો હતો અને જિન્ના એટલા મજબૂત બની ગયા હતા કે ઍટલી સરકાર ઇચ્છે તો પણ એમની અવગણના કરવાનું બ્રિટન માટે શક્ય નહોતું રહ્યું સિવાય કે એ હમણાં સુધીની બધી નીતિઓને ગેરવાજબી ગણાવે જિન્ના આ હકીકત જાણતા હતા વળી એમને એ પણ ખબર હતી કે ચર્ચિલ જેવા મિત્રો અને આખો રૂઢીચુસ્ત પક્ષ એમની સાથે હતો એટલે જિન્નાનો પ્રત્યાઘાત એક જ રહ્યો જે કરવું હોય તે કરો પણ અમે પાકિસ્તાનથી ઓછું કંઈ પણ સ્વીકારીશું નહીં લીગે હવે નવી નીતિ અખત્યાર કરી હતી અને તે કલકત્તામાં ડાયરેક્ટ ઍક્શન ના દિવસથી લાગુ પડી પરંતુ કલકત્તામાં સુહરાવર્દીની સરકારના સંપૂર્ણ સાથ છતાં લીગના ઘણા કાર્યકરો અને મુસલમાનો મરાયા આનો બદલો નોઆખલીમાં લેવાયો અને નોઆખલીનો બદલો ફરી બિહારમાં લેવાયો આ બધું આપણે વિગતવાર જોઈ ગયા છીએ પણ બ્રિટને ભારતને સ્વતંત્રતા આપવાની જાહેરાત કરી તેના સંદર્ભમાં આ રમખાણોનો અર્થ સમજાશે ૧૯૪૭ના જાન્યુઆરીની ૨૪મીએ લીગની બેઠક ચાલુ હતી ત્યારે જ પંજાબમાં પણ લીગ પ્રેરિત મારકાપ શરૂ થઈ ગઈ હતી પંજાબની ઘટનાઓ પર પણ આપણે એક નજર તો નાખી જ છે પણ એ રમખાણોનું કારણ પણ એ જ હતું જિન્નાની માગણી બંગાળ અને પંજાબને પાકિસ્તાનમાં ભેળવવાની હતી એટલે એ દેખાડવા માગતા હતા કે હિન્દુ અને મુસલમાનો એક સાથે રહી જ ન શકે અને એ જ બન્ને પ્રાંતોમાં હુલ્લડો થયાં પંજાબમાં તો ખીઝર હયાત ખાન તિવાનાની સરકારને હટાવવાનો પણ હેતુ હતો એટલું જ નહીં પરંતુ ત્યાં મુસ્લિમ લીગ પોતે જ ગાદીએ બેસવા માગતી હતી આથી ૧૯૪૬થી બંગાળ અને તે પછી ૧૯૪૭થી પંજાબ બન્ને પ્રાંતોમાં ખૂનની હોળી ખેલાતી રહી તે ખરેખર તો ભાગલા સુધી સળગતી રહી ૨૪મી ફેબ્રુઆરીએ અમૃતસરમાં પોલીસ અને લીગીઓ વચ્ચે ઘમસાણ યુદ્ધ થયું ઘણી જગ્યાએ ગોળીબાર થયા સરકારે અમૃતસરમાં સ્થિતિને અત્યંત ગંભીર બતાવીને લશ્કરની મદદ લીધી તે જ સાંજે સરકાર અને મુસ્લિમ લીગ વચ્ચે વાતચીત શરૂ થઈ સમાધાન કરવું કે નહીં તેનો નિર્ણય જિન્નાએ પંજાબની લીગ પર છોડી દીધો હતો દેખીતી રીતે જ પંજાબમાં શાંતિ રહેવાથી કે તોફાનો ચાલુ રહેવાથી ફાયદો થશે તે જિન્ના નક્કી કરી શકતા નહોતા ૨૬મીએ લીગે પોતાનું આંદોલન પાછું ખેંચી લીધું સરકારે લીગના નેતાઓ અને બીજા દોઢેક હજાર કાર્યકરોને છોડી મૂક્યા માર્ચની ત્રીજીએ પ્રીમિયર ખીઝર હયાત ખાન તિવાનાએ રાજીનામું આપી દીધું લીગને આ બહુ મોટી સફળતા મળી હતી આમ છતાં લાહોરમાં તોફાનો ચાલુ રહ્યાં આ બાજુ નવી સરકાર બનવાના સંયોગો જ ઊભા ન થયા કારણ કે લીગ સાથે મળીને સરકાર બનાવવા કોઈ પણ પાર્ટી તૈયાર નહોતી અંતે પાંચમી માર્ચે ગવર્નરે ઍસેમ્બલીનું વિસર્જન કરી નાખ્યું આઠમી માર્ચે મોટાં શહેરોમાં શાંતિની ઝલક જોવા મળી પણ એ ક્ષણજીવી હતી ૧૫મી માર્ચે સરકારે બહાર પાડેલા નિવેદન પ્રમાણે એકલા લાહોરમાં એક હજારથી વધારે લોકોનાં મોત થયાં હતાં અને એક હજારથી વધારે લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી પરંતુ તે પછી જનજીવન થાળે પડવા લાગ્યું વચગાળાની સરકારના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ ૧૭મી તારીખે લાહોરની મુલાકાત લઈને નિવેદન કર્યું કે મેં માણસોએ જે કર્યું તેની વાતો સાંભળી છે આવું તો જનાવરો પણ ન કરે પંજાબમાં શાંતિ થવા લાગી ત્યાં ફ્રંટિયર પ્રાંત ભડકે બળી ઊઠ્યો કેટલાયે દિવસ કતલેઆમ ચાલુ રહી પ્રાંતના પ્રીમિયર ડૉ ખાન સાહેબે ૨૭મી એપ્રિલે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે અહીં જિન્નાનું અસ્તિત્વ જ નથી લોકો શાંત રહ્યા હોય તો એનો યશ પ્રાંતની સરકારને મળે છે લીગે ડૉ ખાન સાહેબની સરકારને બરતરફ કરવાની માગણી કરી તેના જવાબમાં કોંગ્રેસની એક ટીમે પ્રાંતની મુલાકાત લઈને આક્ષેપ કર્યો કે ખરેખર તો પ્રાંતની સરકારને હટાવવા કરતાં ગવર્નરને હટાવવાની જરૂર છે એમણે ગવર્નર તોફાની તત્ત્વોને રક્ષણ આપતો હોવાનો આક્ષેપ કર્યો ૦૦૦ સંદર્ભઃ the indian annual register vol i jan june 1947 like loading author dipak dholakia posted on 09 12 2021 30 11 2024 categories history india slavery and struggle for freedom tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 68 india slavery and struggle for freedom part 4 chapter 67 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૬૭ ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટનની જાહેરાત ૧૯૪૭ની ૨૦મી ફેબ્રુઆરીએ બ્રિટનના વડા પ્રધાન ઍટલીએ આમસભામાં શ્વેતપત્ર વાંચ્યો અને જાહેર કર્યું કે ભારતને જૂન ૧૯૪૮ સુધીમાં સ્વતંત્રતા આપી દેવાનો સરકારે નિર્ણય કર્યો ...
|