Meta tags:
description= 4 posts published by Dipak Dholakia during May 2020;
Headings (most frequently used words):
ભારત, ગુલામી, અને, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, સંઘર્ષનો, નવો, માર્ગ, ૧૯૧૬થી, ૧૯૩૫, પ્રકરણ, dipak, dholakia, spam, blocked, સવિનય, મહિનો, મે, 2020, 50, 49, 48, 47, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૫૦, બાદશાહ, ખાનના, અહિંસક, પઠાણો, ૪૯, દેશમાં, કાનુનભંગનો, દાવાનળ, ૪૮, દાંડીકૂચ, ૪૭, કાનૂન, ભંગની, તૈયારી,
Text of the page (most frequently used words):
અને (123), માટે (36), કરી (35), હતો (33), હતા (32), 2020 (31), એમણે (30), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), 2024 (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), મીઠું (26), પછી (26), જૂન (25), એપ્રિલ (25), એમને (25), માર્ચ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2021 (24), 2023 (24), 2012 (23), ફેબ્રુવારી (22), 2015 (22), struggle (22), હોય (21), freedom (20), કોઈ (20), ગાંધીજીએ (19), હતી (19), લોકો (19), 2013 (18), 2022 (18), india (17), ગયા (17), નથી (17), ખાન (17), 2011 (16), ત્યાં (16), એટલે (16), એમના (16), બાદશાહ (16), ત્યારે (16), મીઠાના (15), 2014 (14), and (14), for (14), બીજા (14), કહ્યું (14), 2025 (13), dipak (13), slavery (13), પરંતુ (13), એમની (13), કર્યો (13), કરવા (13), સામે (13), હતું (13), કાયદો (12), કર્યું (12), સવિનય (12), હવે (12), શરૂ (11), મારી (11), dholakia (11), ભારત (11), બહુ (11), દેશમાં (11), સત્યાગ્રહ (11), ગાંધીજીના (11), part (10), ભાગ (10), એના (10), નહીં (10), સજા (10), કરીને (10), તમે (10), હું (10), કરતાં (10), વધારે (10), રહ્યા (10), કાનૂન (10), જેલમાં (10), આવ્યા (10), indian (9), chapter (9), સંઘર્ષ (9), કરવાનો (9), મીઠાનો (9), દીધી (9), એને (9), martyrs (8), ગુલામી (8), આઝાદી (8), માટેનો (8), રીતે (8), ભંગ (8), કારણ (8), પહેલાં (8), છું (8), બ્રિટિશ (8), વિશે (8), ગાંધીજી (8), બધા (8), સુધી (8), આખા (8), ઘણા (8), અહિંસક (8), થયા (8), લાગ્યા (8), પોલીસે (8), અમે (8), ખુદાઈ (8), સમિતિ (8), history (7), વેરો (7), વખતે (7), ધરપકડ (7), માણસ (7), પોતાની (7), ગયો (7), લોકોએ (7), દિવસે (7), આંદોલન (7), સાથે (7), ઍપ્રિલે (7), કરો (6), બારી (6), પસંદ (6), મહિનાની (6), માત્ર (6), આપી (6), વાત (6), કરતા (6), લોકોને (6), કોંગ્રેસની (6), તેમાં (6), ગયું (6), પ્રમાણે (6), નહોતો (6), કંઈ (6), જાહેર (6), થાય (6), તરીકે (6), કોંગ્રેસ (6), કોંગ્રેસના (6), બની (6), ગઢવાલી (6), like (5), com (5), શોધો (5), ૦૦૦ (5), આવતા (5), જ્યાં (5), કાયદાનો (5), શકે (5), આના (5), કરવામાં (5), ત્રણ (5), બનાવી (5), મને (5), કામ (5), તૈયાર (5), દૂર (5), જોખમ (5), નુકસાન (5), અંગ્રેજી (5), જેમ (5), તેમ (5), જવાહરલાલ (5), લીધી (5), હતાં (5), જુદા (5), જુદી (5), સરકારે (5), લીધો (5), ગાંધી (5), બીજી (5), આવ્યું (5), ગુનો (5), નેતા (5), શકાય (5), કારણે (5), સરદાર (5), કેરળના (5), નેલી (5), લીધા (5), અંતે (5), સત્યાગ્રહીઓ (5), એમાં (5), કિસ્સા (5), ખ્વાની (5), સમક્ષ (5), ગોળીબાર (5), નામ (4), રહ્યું (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), webgurjari (4), વેબગુર્જરી (4), tags (4), categories (4), posted (4), author (4), loading (4), મીઠા (4), ઘરે (4), આપ્યો (4), રૂપિયા (4), આશા (4), કરશે (4), એની (4), કદી (4), નહોતી (4), લઈને (4), તેનો (4), તેવા (4), મુદ્દો (4), અંગત (4), આવી (4), સામાન્ય (4), પગાર (4), પાંચ (4), અમને (4), રાજકીય (4), દીધા (4), કંઈક (4), વિશ્વાસ (4), ગાંધીજીને (4), ચંદ્ર (4), કાર્યક્રમ (4), બધી (4), ધ્યાન (4), પોતે (4), હજી (4), કોંગ્રેસે (4), મળી (4), દીધો (4), પ્રકરણ (4), સંઘર્ષનો (4), નવો (4), માર્ગ (4), ૧૯૧૬થી (4), ૧૯૩૫ (4), www (4), જોડાયા (4), સરકારના (4), પુત્ર (4), પકડાઈ (4), તોડ્યો (4), એવું (4), હજાર (4), ઉપરાંત (4), પાણી (4), સાથીઓ (4), રહી (4), આવે (4), થયો (4), એમનો (4), સ્ત્રીઓ (4), પોલીસ (4), પહોંચી (4), પ્રમુખ (4), પકડી (4), યતીન્દ્ર (4), વર્ષની (4), કમ્યુનિસ્ટ (4), સૈનિકોએ (4), અંગ્રેજ (4), ખિદમતગાર (4), પઠાણો (4), ખાનના (4), this (3), wordpress (3), other (3), સંદેશ (3), leave (3), comment (3), નવજીવન (3), national (3), પ્રાંતમાં (3), અધિકાર (3), લેવાની (3), બધું (3), નિષ્ફળ (3), જોઈએ (3), આથી (3), કૂચ (3), ૧૧મીએ (3), ૧૨મી (3), માર્ચે (3), શકો (3), સજાઓ (3), કાયદાની (3), ઉલ્લેખ (3), કહે (3), બનાવ્યો (3), પરિવર્તન (3), શબ્દ (3), એટલું (3), તમને (3), જરૂર (3), કદાચ (3), વાઇસરૉયને (3), મળે (3), આપશે (3), મારો (3), છતાં (3), અર્વિનને (3), પત્ર (3), નહેરુને (3), લાગ્યું (3), મોટા (3), આગળ (3), કેટલીયે (3), લોકોના (3), જકાત (3), કરવું (3), મોટું (3), નક્કી (3), નહોતું (3), એવો (3), જણને (3), તેનું (3), આશ્રમમાં (3), કેમ (3), ફરી (3), હેઠળ (3), ભંગના (3), સંદર્ભઃ (3), લાગી (3), આંદોલનમાં (3), સત્યાગ્રહમાં (3), મદ્રાસ (3), ઉપાડ્યું (3), પ્રતિબંધ (3), બાજુ (3), થયું (3), એકઠા (3), પહોંચ્યા (3), સરકારી (3), દેવા (3), મુંબઈના (3), માઇલ (3), માં (3), ઠેકાણે (3), ઘટના (3), માણસો (3), અર્થ (3), સાત (3), જશે (3), પ્રતિજ્ઞા (3), મૂકી (3), નીકળી (3), ખાસ (3), અહીં (3), પટેલ (3), પહેલી (3), લખે (3), કર્યા (3), અહિંસાની (3), દાવાનળ (3), તેને (3), કલકત્તામાં (3), સેનગુપ્તાને (3), બનાવવામાં (3), લાઠીચાર્જ (3), સેનગુપ્તા (3), નહેરુ (3), મોકલી (3), મોહન (3), છૂટ્યા (3), ચારે (3), અબ્દુલ (3), ગામમાં (3), નહોતા (3), સત્યાગ્રહનું (3), માતા (3), અત્યાચારો (3), પાસે (3), રસ્તામાં (3), આપે (3), હુકમ (3), સમાચાર (3), કોંગ્રેસમાં (3), સફળ (3), આત્મકથામાં (3), લખનઉ (3), તપાસ (3), site (2), required (2), ટિપ્પણીઓ (2), view (2), report (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 249 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), આવો (2), email (2), address (2), દ્વારા (2), મહાદેવભાઈની (2), ડાયરી (2), ટ્રસ્ટ (2), centenary (2), congress (2), 1919 (2), 1935 (2), edited (2), pandey (2), મુંબઈ (2), પોલીસને (2), જઈને (2), જપ્ત (2), અધિકારી (2), સજાને (2), ઇજારો (2), હોઈ (2), પ્રજા (2), એવા (2), પરનો (2), જવાબ (2), કરોડ (2), થતી (2), હિન્દુસ્તાનમાં (2), ભારતમાં (2), ઉત્પાદન (2), રહેતા (2), જાતે (2), પકવી (2), દાંડી (2), વ્યવસ્થા (2), લેવાઈ (2), યોજનાને (2), ચાલુ (2), રાખશે (2), મારા (2), સાથીઓને (2), એનો (2), મોટી (2), દેશની (2), આપતાં (2), માર્ગે (2), વાજબી (2), જરાય (2), સતત (2), દેશના (2), માગું (2), દેખાડવા (2), શકતો (2), આખી (2), જતી (2), તેવી (2), ઉદાહરણ (2), જ્યારે (2), બ્રિટનના (2), કમાઓ (2), આનો (2), રૂપિયાનો (2), કમાય (2), સરેરાશ (2), હિન્દી (2), રાજને (2), શાપરૂપ (2), માનું (2), લશ્કરી (2), દીધાં (2), શબ્દોમાં (2), વચન (2), આપ્યું (2), રહ્યો (2), રસ્તો (2), એનાં (2), મુદ્દા (2), મળતાં (2), નાબૂદ (2), જાણ (2), નાની (2), મોતીલાલ (2), નહેરુએ (2), સ્વીકારી (2), રાજીનામાં (2), નેતાઓ (2), સેક્રેટરી (2), સ્વબચાવ (2), શસ્ત્રો (2), કરે (2), ૩૦મી (2), માગણી (2), કરીઃ (2), જમીન (2), મહેસૂલ (2), ટકા (2), મૂકવું (2), કરવો (2), સૌથી (2), પચાસ (2), કાપી (2), નાખવા (2), વિદેશી (2), આરોપ (2), છોડી (2), ખાતું (2), બંધ (2), લોકોમાં (2), થવાની (2), શું (2), રાખતા (2), ૧૬મી (2), સાબરમતી (2), તેના (2), શંકાઓ (2), નેતૃત્વ (2), ભંગની (2), https (2), આઝાદીની (2), દિવસ (2), પસાર (2), સરકાર (2), લાખ (2), બધે (2), ઊઠી (2), પોલીસની (2), મૂળ (2), ગુનેગાર (2), હોવાથી (2), સવાલ (2), સરકારને (2), રિપોર્ટ (2), સાથ (2), વગેરે (2), દાંડીમાં (2), જોવા (2), આવેલા (2), બીજું (2), તોડવા (2), દારૂનાં (2), પિકેટિંગ (2), કપડાંની (2), હોળી (2), વિરુદ્ધ (2), હાકલ (2), કોશિશ (2), ભરીને (2), જાય (2), વેચવા (2), કરેલા (2), તારમાં (2), બનાવીને (2), ઉકાળવા (2), ગેરકાનૂની (2), લગભગ (2), લીધું (2), સાફ (2), ઍપ્રિલની (2), સવારે (2), સ્નાન (2), શક્તિ (2), સત્યની (2), લડાઈ (2), ભીડ (2), એકઠી (2), રાજદ્રોહના (2), હજારો (2), રોજ (2), બધાને (2), રાજદ્રોહનો (2), જેને (2), કરવાની (2), છૂટ (2), સ્થાનિક (2), બેસી (2), તોડવાનો (2), સહેજે (2), રસ્તા (2), થયાં (2), સત્યાગ્રહીઓની (2), આપણે (2), કાયર (2), શકીએ (2), પડે (2), તારીખે (2), આવ્યાં (2), ભાષણ (2), છેઃ (2), દેસાઈ (2), હરિદાસ (2), ટુકડીમાં (2), યુક્ત (2), બિહાર (2), મુસલમાન (2), હિન્દુ (2), એનું (2), ખરું (2), chandra (2), http (2), volume (2), autobiography (2), ઘટનાઓ (2), મહત્ત્વની (2), કહી (2), બને (2), અધિવેશન (2), સભા (2), રાખવામાં (2), ચાર (2), વાગ્યે (2), ગયાં (2), જલિયાંવાલા (2), એમનાં (2), થઈને (2), પાછા (2), વિના (2), પ્રતિબંધિત (2), સાહિત્ય (2), ખબર (2), પૂર્વ (2), સમુદ્ર (2), પાડી (2), ઑફિસ (2), કબજો (2), મળીને (2), ઘાયલ (2), બીજાં (2), જિલ્લો (2), રહ્યાં (2), પોલીસના (2), વલ્લભભાઈનાં (2), વાસણો (2), નાખ્યાં (2), દીધું (2), આપ્યા (2), વેદારણ્યમમાં (2), વેદારણ્યમ (2), રાજાજીએ (2), જાહેરાત (2), ટુકડી (2), રોકી (2), કામરાજ (2), રુક્મિણી (2), કલેક્ટરે (2), કેદની (2), સત્યાગ્રહીઓને (2), બહાર (2), સત્યાગ્રહના (2), લેવા (2), શંકા (2), વખત (2), ચાલી (2), બન્યા (2), વિચાર (2), સામેલ (2), પડ્યા (2), ગાંધીજીનો (2), મુસ્લિમ (2), સમય (2), અની (2), કેલપ્પન (2), ખાતાં (2), પય્યન્નુર (2), આપ્યાં (2), ગ્રુપ (2), નિશાની (2), બાજુથી (2), મધ્યમ (2), અલ્હાબાદમાં (2), લોકોનો (2), ઊઠ્યો (2), કેસ (2), ચાલ્યો (2), પ્રભાવિત (2), જેવો (2), વાતનો (2), વિજય (2), khan (2), પઠાણોએ (2), પિતા (2), પઠાણ (2), ભારતની (2), મળ્યા (2), સંપર્કમાં (2), જેલોમાં (2), વર્ષ (2), કેપ્ટન (2), સિંઘ (2), ગોળી (2), બજારમાં (2), ગોળીઓ (2), ઉત્તર (2), પશ્ચિમ (2), હત્યાકાંડ (2), જ્વલંત (2), વિઠ્ઠલભાઈ (2), રાવલપીંડી (2), કેટલાય (2), રહીને (2), વાગી (2), જુબાની (2), સાક્ષીએ (2), નિવેદન (2), દેવાશે (2), સત્તાવાળાઓએ (2), ખિદમતગારની (2), બાળકોને (2), વલી (2), અંગ્રેજોએ (2), માનવ (2), દીવાલ (2), ખાને (2), લડવા (2), પેશાવરમાં (2), રાષ્ટ્રજીવનમાં (2), શિક્ષણ (2), લાહોરમાં (2), વેર (2), સાહેબ (2), મળ્યો (2), છેડે (2), લાલ (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, આગળની, દાંડીકથા, અંકમાં, અંગેનો, સખત, ઝડતી, લેવાનો, બનતું, જવાની, બધો, સરસામાન, કબ્જે, મીઠાની, હેરફેર, વપરાતાં, પશુઓ, બળદગાડીઓ, શકાતું, અમલ, કરાવવામાં, જનારો, પાત્ર, ગણાતો, જણેજણને, કોઈનો, ફ્રાન્સમાં, રાજ્યક્રાન્તિ, તેની, પાછળ, લદાયેલો, કરવેરાનો, બોજ, જવાબદાર, કરવેરામાં, માથાદીઠ, ચારપાંચ, જેટલો, કહેવાય, સવાલનો, દેશોમાં, ચીનમાં, જેમાંથી, પૌંડ, જેટલી, આવક, વેચાણ, સરકારનો, દરિયાકાંઠે, શકતા, બ્રિટનમાં, ૧૮૩૦ની, આસપાસ, નાબુદ, આવ્યો, ૧૦મીએ, વલ્લભભાઈ, યાત્રાની, બોરસદ, ઉમેર્યું, લાખો, શિસ્તબદ્ધ, મારું, ભોગવવા, રહેશે, પોથીઓમાં, હોવી, જોઈતી, પોથીઓને, ભુંડાપો, અપાવ્યો, દૂષણો, આશ્રમના, નીકળીશ, જોગવાઈઓની, અવગણના, કરીશ, અકારણ, સમસ્યાઓ, અર્વિને, કોમી, સમસ્યાનો, જાણું, અહિંસાના, ચાલવામાં, ગાંડપણભર્યું, ખેડવાનો, હશે, સત્યના, વિજયો, વિનાના, ક્યારેક, મોટાં, દેશે, સભાનપણે, અભાનપણે, પ્રાચીન, ઓછો, સુસભ્ય, વસ્તીવાળો, શિકાર, બદલવા, લેવાનું, યોગ્ય, મેં, સમજીવિચારીને, વાપર્યો, મહેચ્છા, અહિંસા, મારફતે, જનતાનું, હૃદય, હિન્દુસ્તાનનું, કેટલું, કરનો, ઉપાડ્યો, બ્રિટનનું, હૃદયપરિવર્તન, દાવો, તમારા, માન, તમારી, લાગણી, દુભવવાનું, વિચારી, જાણો, આટલી, રકમની, રકમ, ધર્માદામાં, શક્ય, સ્થિતિ, ગુંજાશ, વ્યવસ્થાને, તોડવાની, હાકેમો, વચ્ચેની, આર્થિક, અસમાનતાનું, મહિને, વડા, પ્રધાનનો, ૫૪૦૦, દરરોજ, ૭૦૦, પક્ષે, રોજના, માંડ, સોળમો, હજારગણું, બ્રિટનનો, વડો, પ્રધાન, નાગરિક, નેવુંગણું, સંબોધતાં, હકુમતે, વધતા, શોષણની, પાયમાલ, નાખે, વિસ્તરતા, મુલ્કી, વહીવટી, તંત્ર, કરોડો, અબોધ, જનોને, ગરીબીમાં, ધકેલી, ગુલામ, દેશવાસીઓની, સૂચિત, ગોળમેજી, પરિષદ, નિવેડો, લાવશે, પરતં, ચોખ્ખા, ડોમિનિયન, સ્ટેટસની, બ્રિટીશ, કૅબિનેટ, ટેકો, તેવું, કહેવાની, બ્રિટનની, પાર્લામેન્ટ, નિર્ણય, પહેલેથી, ધારવાનું, એવાં, ઘણાં, ઉદાહરણો, જેમાં, પાર્લામેન્ટના, નિર્ણયથી, કૅબિનેટે, અમુક, નીતિનું, જેનાથી, વર્ષોથી, ડરતો, ઉઠાવતાં, મળવા, શોધી, કાઢવા, ઇચ્છું, સ્પષ્ટ, ઇરાદાપૂર્વક, જીવતા, જીવને, શકું, તેમાંય, માણસને, ભલે, મારાં, તેમને, ગંભીર, પહોંચાડે, હકુમતને, અંગ્રેજને, હિતોને, ઇરાદો, અર્વિન, તરફથી, ખાતરી, મુદ્દામાંથી, લખીને, લાંબા, પત્રમાં, આંદોલનની, વાતો, ધરી, શરણાગતી, કહેવાથી, પ્રાંતીય, ધારાસભાઓમાં, કોંગ્રેસી, સભ્યોએ, સુભાષ, બોઝ, કેટલાયે, એવામાં, જલદ, એવી, સૌને, માગણીઓ, અવાસ્તવિક, ચિંતા, એણે, હોમ, વેજવૂડ, બૅનને, લખ્યું, હમણાં, વિચારતાં, ઊંઘ, હરામ, વર્ગને, સ્પર્શતા, છેલ્લો, ખેંચે, અહિંસાનો, પુજારી, આપવાની, જાન્યુઆરીએ, વાઇસરૉય, લખ્યો, મુદ્દાની, રજૂ, સંપૂર્ણ, નશાબંધી, શિલિંગ, પેન્સ, ઘટાડવો, ઓછામાં, ઓછું, ઘટાડવું, ઍસેમ્બ્લીના, અધિકારમાં, ખર્ચ, અડધો, નાખવો, ઊંચી, પાયરીના, ઑફિસરોના, કાપડ, રક્ષણાત્મક, નાખવી, સાગર, કિનારે, અનામત, રાખવાના, બિલને, કાયદામાં, ફેરવવું, ખૂનનો, કેદીઓને, મૂકવા, અથવા, નિયંત્રણમાં, રાખવાનો, જાતની, અધીરાઈ, માગે, શોધતા, જણે, સ્પર્શે, કાર્યક્રમને, બટ્ટો, લાગે, સત્તાવાળાઓને, બોલવાનો, મોકો, થશે, કરવાનું, છોડ્યું, ૧૪મીથી, ફેબ્રુઆરી, મીટિંગ, ઊંડાણથી, ચર્ચા, સર્વંસર્વા, માનીને, આંદોલનનો, દોર, હાથમાં, સોંપી, તૈયારી, mkgandhi, org, civil_dis, dandi_march, htm, ઝાળને, અનુભવવા, અઠવાડિયા, રાહ, થતો, લોકોનું, જોશ, વધતું, નહેરુના, દિવસોદિવસ, ગરમી, વધતી, દબાવવાના, પ્રયાસ, ધાર્યું, તેથી, અંદાજ, સાઠ, હજારથી, માણસોની, ગુજરાતમાં, ઠેરઠેર, આગેવાનોની, ધરપકડો, રામદાસ, કરાંચી, કાનૂનભંગની, જ્વાળાઓ, ભડકી, લાઠીઓ, ખમતા, જેલો, ભરતા, પક્ડ્યા, ગાંધીને, ખાવાલાયક, ખાવાથી, આરોગ્યને, થતું, એમાંથી, ખનિજ, તત્ત્વો, ગંદકી, વેચે, જાતના, ખરીદવેચાણ, પકડવાનો, મનગમતા, મળતા, બંગાળે, પંજાબમાં, તરંગી, સહેલાણીઓ, મોટરોમાં, તોડ્યા, જનતાને, આહ્વાન, મોરચા, ખોલ્યાઃ, પીઠાં, ખાદી, પહેરો, અફીણના, અડાઓ, છાપા, વિદ્યાર્થીઓને, શાળા, કોલેજો, છોડવા, નોકરોને, અસ્પૃશ્યતા, ભંગને, વ્યાપક, બનાવવાની, ખૂણેખૂણે, બનાવતા, સમુદ્રમાંથી, બનાવેલી, ભઠ્ઠી, ઉકાળીને, અલગ, તારવે, ખરીદવા, બનવા, ગવર્નરે, લંડનમાં, ગૃહ, પ્રધાનને, આની, વિગતો, છની, ટુકડીઓ, સમુદ્રનું, અગરમાં, ગવર્નર, દાંડીથી, ગામેથી, શેર, કિલો, અમદાવાદના, મિલમાલિક, શેઠ, રણછોડદાસ, શોધને, ૫૨૫, રૂપિયામાં, ખરીદી, લીલામમાં, વેચાયું, ઉપાડીને, ગ્રામ, તોલા, મુઠ્ઠી, તૂટે, છૂટે, દેશને, પાંચમી, એપ્રિલે, આપીને, દુનિયાનો, માગ્યો, છઠ્ઠી, આશરે, સમુદ્રમાં, ગવર્નરના, જણાવ્યા, પોતાના, ઉતારા, પાસેથી, સાંભળવા, નડિયાદમાં, પચીસ, હજારની, નડિયાદ, દશા, નવસારી, સૂરતમાં, રાજગોપાલાચારી, ગુના, છણાવટ, નિયમ, અપવાદરૂપ, સભાઓમાં, રોગ, લાગુ, પડ્યો, ધર્મ, આત્મવિશ્વાસથી, તેમનો, ખોબા, જેટલા, માણસોને, કાર્યક્રમમાં, જેટલું, તેટલું, દરેક, જવાબદારી, ઉપર, ગમે, મંડી, શાંતિ, સત્યને, સ્વરાજ, મેળવવાની, કરેલી, પાલન, શરત, કાર્યકર્તામાં, આત્મ, જેમને, યુક્તિ, સૂઝે, ઉપયોગમાં, બંધી, કાર્યકર્તા, રહેવાનું, સહેલામાં, સહેલો, વિનાનું, વેચાતું, લેનાર, જેઓ, વેચશે, પકવવું, જવો, એકઠાં, અખંડ, ધારા, વહેતી, રાખવા, અપીલ, ચલાવવાના, દેખાડ્યાઃ, શાંતિથી, કાનૂનભંગ, છીએ, જન્મ્યો, વગર, કોઈને, તોપને, ગોળે, ચડાવ્યા, હિન્દુસ્તાનનાં, ગામડાંમાંથી, પકવવા, રાજ, ૧૦મી, પટેલની, પ્રાર્થના, લાંબું, આપ્યોઃ, કચ્છનાં, બધાં, નામો, આપવાનો, ઉદ્દેશ, વાચકોમાંથી, દાંડીકૂચમાં, સહયાત્રીઓના, વંશવારસ, ઇતિહાસ, જાણવા, ગુજરાત, ગુજરાતમાંથી, ૩૧નાં, છગનલાલ, જોશી, જયંતી, પારેખ, રસિક, વિઠ્ઠલ, હરખજી, તનસુખ, ભટ્ટ, કાંતિ, છોટુભાઈ, વાલજીભાઈ, પન્નાલાલ, ઝવેરી, અબ્બાસ, પૂંજાભાઈ, શાહ, સોમાભાઈ, હસમુખરામ, રામજીભાઈ, વણકર, દિનકરરાવ, ભાનુશંકર, રાવજીભાઈ, શિવાભાઈ, શંકરભાઈ, જશભાઈ, વરજીવન, ચીમનલાલ, રમણીકલાલ, મોદી, મજુમદાર, અંબાલાલ, માધવલાલ, લાલજી, રત્નજી, મણિલાલ, પુરાતન, બૂચ, કચ્છમાંથી, પૃથ્વીરાજ, આસર, માધવજીભાઈ, નારણજીભાઈ, મગનભાઈ, વોરા, ડુંગરસીભાઈ, જેઠાલાલ, પ્રદેશવાર, લોકોની, સંખ્યા, હતીઃ, ગુજરાતના, મહારાષ્ટ્રના, પ્રાંતના, કચ્છના, પંજાબના, સિંધનો, રાજપુતાના, રાજસ્થાન, આંધ્ર, પ્રદેશનો, કર્ણાટકનો, તમિલનાડુનો, બંગાળ, ઉત્કલ, ઓડીશા, દરેકમાંથી, ફીજીનો, પ્રાંતનો, નેપાળનો, જાતિવાર, ગણતરી, ખ્રિસ્તી, અસ્પૃશ્યો, સહિત, બાકી, આશ્રમથી, મહાદેવભાઈ, ચીવટપૂર્વક, આશ્રમવાસીઓને, જવા, માગતી, સ્ત્રીઓને, કરવાથી, સંયમ, રૂપ, પુરુષોના, બચાવ, સ્ત્રીઓનો, ઢાલ, ઉપયોગ, જેવું, ૨૪૧, માઇલની, યાત્રામાં, દસથી, પંદર, પગપાળા, ચાલવાનું, વસ્તુતઃ, આશ્રમવાસી, પ્રાંતભેદની, કિંમત, નીકળ્યા, દાંડીકૂચ, 0૦૦, deshapriya, jatindra, mohan, sengupta, makers, series, padmini, seengupta, publications, division, government, independence, bipan, 1857, 1947, thehindu, news, tamil, nadu, when, rajaji, defied, the, salt, law, article11629453, ece, researchguru, net, issue, 202, rg144, pdf, jawaharlal, nehru, page, 209, first, edition, april, 1936, કથાનો, અંત, ગણતાં, થાકી, જવાય, એટલી, ઘટનાની, પઠાણોની, પ્રકરણમાં, કરશું, ખરેખર, જાગૃતિનો, અણધાર્યાં, સ્થળોએ, લેવાતા, વર્ષે, મળ્યું, કોંગ્રેસનો, ક્યાં, મળશે, ખાનગી, જાપ્તો, ગોઠવ્યો, સાંજે, ધરમતલ્લા, સ્ટ્રીટમાં, બ્યૂગલ, વાગ્યાં, સ્થળ, બાબતમાં, ગાફેલ, પોલિસનું, ધાડું, ટ્રક, બેફામ, પકડીને, સ્થાને, મોહનબાબુને, કામચલાઉ, ફરવા, દરમિયાન, અમૃતસરમાં, બાગની, મીટિંગમાં, લેવાયા, દિલ્હીની, દેવાયા, દિલ્હીમાં, પત્ની, રુણા, આસફ, અલીએ, સ્ત્રીઓની, સભામાં, આરોપસર, ઇંગ્લૅંડથી, પૅરિસ, ઈટાલિયન, જહાજમાં, ફરતા, પોલિસે, નાખી, ૧૨મીએ, કૉર્નવૉલિસ, સ્ટ્રીટ, જાહેરમાં, વાંચવાનો, ઘણાએ, વહોરી, મેયર, પડી, રાષ્ટ્રધ્વજ, ફરકાવ્યો, દરમિયાનગીરી, વાંચવાની, ૨૫મી, સપ્ટેમ્બરે, પંજાબ, હરિયાણામાં, પકવવાનો, ઊભો, બિહારમાં, કરની, લડાઈમાં, ગામડાંના, ચોકીદારોનો, ચુકવવાની, ચોકીદારોને, જાસૂસ, માનતા, ભાગલપુર, જિલ્લાના, બીહપુરની, વિરોધમાં, રોજેરોજ, ટોળે, વિરોધ, રાજેન્દ્રપ્રસાદ, પટનાથી, બીહપુર, જબ્બરદસ્ત, વીખેરવા, રાજેન્દ્રબાબુ, બિહારના, જવાનું, મુશ્કેલ, ઘૂસવા, દેતા, ચોકીદારું, ધીજીએ, શરૂઆત, ગુજરાતથી, કેન્દ્રસ્થાન, આંદોલનો, થવા, લાગ્યાં, સૂરતનો, બારડોલી, ભરૂચનો, જંબુસર, મોખરે, બારડોલીમાં, ગામડાંમાં, ખેડૂતોએ, જમીn, આપવાનું, ચલાવ્યું, અત્યાચારનો, સપાટો, એંસી, વર્ષનાં, માતાને, લાગ્યો, રાંધતાં, સિપાઈઓ, રસોડામાં, ઘૂસી, ઢોળી, નાખ્યું, માટીનાં, ફોડી, મળ્યાં, કેરોસીન, ભરી, ગાં, દુકાનો, બજારો, રાખી, નમતું, ઠેકઠેકાણે, બનાવ્યું, ૨૮મી, સમર્થકોને, બોલાવી, રાજાજી, ચાલીને, અગર, ડેપ્યુટી, સુપરિન્ટેન્ડન્ટ, પહોંચ્યો, રાજાજીની, પકડાયા, ઉશ્કેરવાનો, આક્ષેપ, લક્ષ્મીપતિને, કાનૂનભંગના, જનારાં, મહિલા, ત્રિચિનાપલ્લી, તિરુચિરાપલ્લી, રાજાજીને, યાત્રા, ગામે, ધર્મશાળામાં, ઊતરવાની, રાતવાસો, જમવાની, સગવડ, આપનારા, મહિના, ડરવા, મદદ, ભોજનનાં, પેકેટ, ઝાડ, બાંધી, દેવાનું, સિપાઈઓનો, બહિષ્કાર, ખાવાપીવાનું, માલ, પોલિસમાં, હિન્દીઓએ, ડ્યૂટી, વાળંદ, નોકરના, વાળ, દબાવી, પ્રયત્ન, જિલ્લા, પાડ્યો, ખાવાનું, કરાશે, છાપાંઓના, તંત્રીઓને, છાપવાની, મનાઈ, નિશાળિયાં, બાળકોનાં, માતાપિતાઓને, સંતાનો, રાખવાની, ચેતવણી, ગાંધીજીની, ૧૫૦, માઇલનો, રૂટ, હજારેક, અરજીઓ, તેમાંથી, લક્ષ્મીપતિ, નાદર, ભક્તવત્સલમ, રાજાજીના, નરસિંહમ, આગેવાનોના, મનમાં, કેટલો, શકશે, ચક્રવર્તી, રાજગોપાલાચારીને, મહિનામાં, પહેલું, કન્યાકુમારીમાં, અરબી, મહાસાગર, બંગાળનો, ઉપસાગર, ભેગા, અંકુશ, હેઠળના, પ્રદેશમાં, ચલાવવું, કન્યાકુમારી, ત્રાવણકોરના, દેશી, રાજ્યમાં, તાંજોર, તંજાવ્વૂર, જિલ્લાનું, નામનું, નાનું, ગામ, બનાવવાનું, કારખાનું, તમિળનાડુના, માધવનનું, ૧૦૧, વયે, ૨૦૧૬માં, અવસાન, ઉપ્પુ, ઉંમર, ઉંમરને, સત્યાગ્રહી, હઠને, લડતમાં, સક્રિય, સોશ્યલિસ્ટ, પાર્ટી, સામ્યવાદી, પક્ષમાં, પક્ષની, નીતિઓ, માર્ક્સ, સમન્વય, આગ્રહ, પોતાને, ગાંધીવાદી, ઓળખાવતા, ૧૯૩૦નો, દાયકો, જીવનમાં, લીગ, પાર્ટીના, ઉત્થાનનો, સત્યાગ્રહની, સફળતાએ, ચકચાર, ફેલાવી, જનમાનસ, ભારે, પકડ, ૨૩મીનો, સૂર્યોદય, સમુદ્રકાંઠે, થોડું, એમનાથી, હાજરીને, અવગણીને, આમૂ, અપમાન, તૂટી, લાઠીઓના, માર, પોકારતા, ઓળખાય, મલબાર, પ્રદેશનું, મુખ્ય, કેન્દ્ર, ૧૩મી, કેલપ્પનના, સ્વયંસેવકોની, ટુકડીઓએ, કોળીકોડ, કલીકટ, નવસારીથી, કેરળ, પ્રદેશ, કોંગ્રેસ્ના, શ્રી, માધવાનારને, અભિનંદન, રહેજો, ૧૯મીએ, પાલક્કાડથી, ઊપડ્યું, નીકળ્યાં, ગામેગામ, સ્વાગત, ઊમટી, પડ્યાં, ઉત્સવ, મનથી, સ્વાધીન, કેરળમાં, યુદ્ધનો, વ્યૂહ, ઠેરેઠેર, બનાવવા, શક્યા, નવા, પરદેશી, પીઠાંઓ, દારૂ, પીવા, અસભ્ય, પીઠાંના, માલિકો, બન્ને, બાજુની, સતામણી, સહીને, આંદોલનને, વધારતી, ઉચ્ચ, વર્ગ, શ્રીમંત, કુટુંબોની, ઘરની, રસ્તાઓ, ઝનૂની, દારૂડિયાઓનાં, અપમાનો, ગાળો, સહન, નહેરુનાં, સ્વરૂપરાણી, દેવી, સરઘસ, બેભાન, વાયુવેગે, ફેલાઈ, જતાં, ગુસ્સો, ઊકળી, ૧૪મી, સત્યાગ્રહીઓએ, કબૂલવાનો, આશ્ચર્ય, કુનેહનું, દેવાની, વર્તતા, સંગઠિત, લાખોને, માણસની, સૂચન, વાર, શરમ, થોડી, જોયું, ઉત્સાહ, ખરાબ, સારું, અમારું, વેચ્યું, કિંમતે, મનફાવતી, દેખાડ્યું, મળ્યાની, થોડુંઘણું, ખાઈ, વહેંચ્યાં, ચોપાનિયાં, કાઢ્યું, વાંચી, અજમાવાયા, નૂસ્ખાઓ, અજબગજબના, બનાવાય, વિષય, ગામડાંઓમાં, શહેરો, બંધનમુક્ત, ઓચિંતું, ઝરણાને, બનતી, ઝડપથી, દલીલો, અમારી, ઊતરતો, ગળે, ચલાવવાનો, રાષ્ટ્રીય, મીઠાને, સાદા, મુંઝાઈ, હુમલો, કાયદા, દ્યોતક, શક્તિનો, રહસ્યમય, ઓચિંતો, કાનુનભંગનો, peshawar, inquiry, merapahadforum, personalities, uttarakhand, singh, garhwali, life, abdul, ghaffar, એમનું, હંમેશાં, યાદ, રાખ્યું, ભાગલા, ક્વેટા, કોયટા, તેઓ, ચંદ્રસિંઘનાં, માતાપિતા, જાણીને, સરહદ, સહીસલામત, પહોંચાડી, જેલોમાંએમને, દેશભક્તોને, મળવાની, સુભાષબાબુને, જેલમાંથી, થોડો, આનંદ, ભવનમાં, વર્ધા, રહેવા, ચાલ્યા, ક્વિટ, ઇંડિયા, ચળવળ, કમ્યુનિસ્ટોના, આજીવન, ૧૯૫૨માં, વિધાનસભાની, ચૂટણી, લડ્યા, હારી, સિંઘને, ઍબટાબાદ, ડેરા, ઇસ્માઈલ, બરૈલી, નૈનીતાલ, અલ્મોડા, ધેરાદૂનની, સહ્યા, બેડીઓને, કહેતા
Text of the page (random words):
સાત પણ આત્મવિશ્વાસથી જે કરવું હોય તે કરવાનો તેમનો અધિકાર છે અધિકાર જ નહીં ધર્મ છે ગાંધીજીને સાંભળવા માટે નડિયાદમાં પચીસ હજારની ભીડ એકઠી થઈ ગઈ પરંતુ માત્ર નડિયાદ નહીં બધે ઠેકાણે એ જ દશા હતી નવસારી અને સૂરતમાં રાજગોપાલાચારી આવ્યા અને એમણે રાજદ્રોહના ગુના વિશે છણાવટ કરી કે કાયદો નિયમ વિરુદ્ધ થાય તેવી અપવાદરૂપ ઘટના માટે છે પણ બધા જ લોકો એ ગુનો કરતા હોય તો એમના માટે એ કાયદો નથી રહી શકતો એમણે કહ્યું કે હજારો માણસો રોજ સભાઓમાં આવે છે તેનો અર્થ એ થયો કે બધાને રાજદ્રોહનો રોગ લાગુ પડ્યો છે એમને શી સજા થઈ શકે શક્તિ સામે સત્યની લડાઈ પાંચમી એપ્રિલે ગાંધીજીએ એક સંદેશ આપીને શક્તિ સામે સત્યની લડાઈ માં આખી દુનિયાનો સાથ માગ્યો અને છઠ્ઠી ઍપ્રિલની સવારે આશરે બે હજાર સાથીઓ સાથે સમુદ્રમાં સ્નાન કર્યું અને મુંબઈના ગવર્નરના તારમાં જણાવ્યા પ્રમાણે સ્નાન પછી એમણે પોતાના ઉતારા પાસેથી મીઠું ઉપાડ્યું અને જાહેર કર્યું કે પોતે મીઠાનો કાયદો તોડ્યો છે તે પછી એમણે દેશને હાકલ કરીઃ મુઠ્ઠી તૂટે પણ મીઠું ન છૂટે ગાંધીજીએ લગભગ બે તોલા ૨૦ ગ્રામ મીઠું ઉપાડીને જાતે જ સાફ કર્યું આ મીઠું પછી લીલામમાં વેચાયું જે અમદાવાદના એક મિલમાલિક શેઠ રણછોડદાસ શોધને ૫૨૫ રૂપિયામાં ખરીદી લીધું મુંબઈના ગવર્નરે લંડનમાં ગૃહ પ્રધાનને એ જ દિવસે કરેલા તારમાં આની વધારે વિગતો આપી તે પ્રમાણે ગાંધીજીના સાથીઓ પાંચ છની ટુકડીઓ બનાવીને સમુદ્રનું પાણી મોટા અગરમાં ઉકાળવા માટે લઈ આવ્યા ગવર્નર કહે છે કે દાંડીથી ત્રણ માઇલ દૂર આટ ગામેથી ૧૫ મણ ગેરકાનૂની મીઠું પણ જપ્ત કરવામાં આવ્યું એક મણ ૪૦ શેર લગભગ ૩૬ કિલો અને તે સાથે જ આખા દેશમાં ખૂણેખૂણે લોકો મીઠું બનાવતા થઈ ગયા સમુદ્રમાંથી પાણી ભરીને લઈ જાય અને ઘરે બનાવેલી ભઠ્ઠી પર પાણી ઉકાળીને મીઠું અલગ તારવે બીજા વેચવા લાગ્યા તો ઘણા ખરીદવા લાગ્યા સૌ ગુનેગાર બનવા તૈયાર હતા મીઠાનો કાયદો તોડ્યા પછી બીજા જ દિવસે ગાંધીજીએ દેશની જનતાને બીજું આહ્વાન કર્યું હવે મીઠાનો કાયદો તોડવા ઉપરાંત એમણે બીજા મોરચા ખોલ્યાઃ દારૂનાં પીઠાં સામે પિકેટિંગ કરો વિદેશી કપડાંની હોળી કરો ખાદી પહેરો અફીણના અડાઓ પર છાપા મારો એમણે વિદ્યાર્થીઓને શાળા કોલેજો છોડવા સરકારી નોકરોને રાજીનામાં આપી દેવા અને અસ્પૃશ્યતા વિરુદ્ધ આંદોલન શરૂ કરવા હાકલ કરી ગાંધીજી સવિનય કાનૂન ભંગને વધારે ને વધારે વ્યાપક બનાવવાની કોશિશ કરતા હતા બીજી બાજુ સરકારને મનગમતા રિપોર્ટ મળતા રહ્યા કે બંગાળે સાથ ન આપ્યો પંજાબમાં કંઈ ન થયું વગેરે અને જે બે હજાર માણસ દાંડીમાં એકઠા થયા હતા તે આ તરંગી માણસ ને જોવા આવેલા સહેલાણીઓ હતા અને ઘણા તો ત્યાં મોટરોમાં પહોંચ્યા હતા સત્યાગ્રહ નિષ્ફળ ગયો છે અને ગાંધીજીએ કાયદો તોડ્યો નથી એ દેખાડવા માટે સરકારે પહેલાં તો એવું કહ્યું કે એમણે જે મીઠું ઉપાડ્યું તે ખાવાલાયક નહોતું અને એ ખાવાથી આરોગ્યને નુકસાન થતું હોય છે સરકાર એમાંથી બધા ખનિજ તત્ત્વો અને બીજી ગંદકી દૂર કરીને વેચે છે એ જાતના મીઠાના ઉત્પાદન કે ખરીદવેચાણ પર પ્રતિબંધ છે એટલે ગાંધીજીએ કોઈ કાયદો તોડ્યો ન હોવાથી એમને પકડવાનો સવાલ જ નહોતો એક એક દિવસ પસાર થતો ગયો તેમ લોકોનું જોશ વધતું ગયું જવાહરલાલ નહેરુના શબ્દોમાં દિવસોદિવસ દેશમાં ગરમી વધતી જતી હતી હવે સરકાર જુદા જુદા પ્રાંતમાં જુદી જુદી રીતે લોકોને દબાવવાના પ્રયાસ કરવા લાગી આખા દેશમાં સરકારે ધાર્યું નહોતું તેથી વધારે લોકો આ આંદોલનમાં જોડાયા સરકારના અંદાજ પ્રમાણે આખા દેશમાં પચાસ લાખ લોકોએ સત્યાગ્રહમાં ભાગ લીધો અને સાઠ હજારથી વધારે માણસોની ધરપકડ થઈ ગુજરાતમાં ઠેરઠેર ઘણા આગેવાનોની ધરપકડો થઈ ગાંધીજીના બીજા પુત્ર રામદાસ ગાંધી પણ પકડાઈ ગયા કરાંચી મુંબઈ મદ્રાસ બધે જ અહિંસક કાનૂનભંગની જ્વાળાઓ ભડકી ઊઠી લોકો પોલીસની લાઠીઓ ખમતા રહ્યા અને જેલો ભરતા રહ્યા ન પક્ડ્યા તો માત્ર એક મૂળ ગુનેગાર ગાંધીને આ આઝાદીની ઝાળને અનુભવવા માટે આવતા અઠવાડિયા સુધી રાહ જોઈએ ૦૦૦ સંદર્ભઃ ૧ centenary history of indian national congress part ii 1919 1935 edited by b n pandey ૨ મહાદેવભાઈની ડાયરી ભાગ ૧૩ નવજીવન ટ્રસ્ટ ૩ https www mkgandhi org civil_dis dandi_march htm like loading author dipak dholakia posted on 14 05 2020 30 11 2024 categories history tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari 2 ટિપ્પણીઓ india slavery and struggle for freedom part 3 chapter 48 માટે india slavery and struggle for freedom part 3 chapter 47 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૩ સંઘર્ષનો નવો માર્ગ ૧૯૧૬થી ૧૯૩૫ પ્રકરણ ૪૭ સવિનય કાનૂન ભંગની તૈયારી કોંગ્રેસે સવિનય કાનૂન ભંગ કઈ રીતે થશે તે નક્કી કરવાનું કામ ગાંધીજી પર છોડ્યું હતું ૧૪મીથી ૧૬મી ફેબ્રુઆરી સુધી સાબરમતી આશ્રમમાં કોંગ્રેસની મીટિંગ મળી તેમાં સવિનય કાનૂન ભંગ કેમ કરવો તેના વિશે ઊંડાણથી ચર્ચા થઈ બધી શંકાઓ દૂર થઈ ગઈ અને ફરી બધા ગાંધીજીના નેતૃત્વ હેઠળ આવી ગયા એટલું જ નહીં ગાંધીજીને સર્વંસર્વા માનીને સવિનય કાનૂન ભંગના આંદોલનનો દોર એમના હાથમાં સોંપી દીધો વાઇસરૉયને પત્ર લોકોમાં એક જાતની અધીરાઈ હતી કંઈક મોટું થવાની આશા હતી ગાંધીજીએ પોતે શું કરવા માગે છે તે હજી નક્કી નહોતું કર્યું એ કોઈ એવો મુદ્દો શોધતા હતા કે જે જણે જણને સ્પર્શે પરંતુ ગાંધીજી એમના કાર્યક્રમને બટ્ટો ન લાગે અને સત્તાવાળાઓને બોલવાનો મોકો ન મળે તેનું પણ ધ્યાન રાખતા હતા એમણે ૩૦મી જાન્યુઆરીએ વાઇસરૉય અર્વિનને એક પત્ર લખ્યો અને ૧૧ મુદ્દાની માગણી રજૂ કરીઃ ૧ સંપૂર્ણ નશાબંધી ૨ રૂપિયાનો દર ૧ શિલિંગ ૪ પેન્સ સુધી ઘટાડવો ૩ જમીન મહેસૂલ ઓછામાં ઓછું ૫૦ ટકા ઘટાડવું અને એને ઍસેમ્બ્લીના અધિકારમાં મૂકવું ૪ મીઠા પરનો વેરો નાબૂદ કરવો ૫ લશ્કરી ખર્ચ અડધો કરી નાખવો ૬ સૌથી ઊંચી પાયરીના ઑફિસરોના પગાર પચાસ ટકા કાપી નાખવા ૭ વિદેશી કાપડ પર રક્ષણાત્મક જકાત નાખવી ૮ સાગર કિનારે જકાત અનામત રાખવાના બિલને કાયદામાં ફેરવવું ૯ ખૂનનો આરોપ ન હોય તેવા બધા રાજકીય કેદીઓને છોડી મૂકવા ૧૦ સી આઈ ડી ખાતું બંધ કરવું અથવા એને લોકોના નિયંત્રણમાં મૂકવું અને ૧૧ સ્વબચાવ માટે શસ્ત્રો રાખવાનો હક આ બધા મુદ્દા લોકોના કોઈ ને કોઈ વર્ગને સ્પર્શતા હતા પરંતુ છેલ્લો મુદ્દો ધ્યાન ખેંચે છે અહિંસાનો પુજારી સ્વબચાવ માટે લોકોને શસ્ત્રો આપવાની વાત કરે છે અર્વિનને લાગ્યું કે આ બધી માગણીઓ અવાસ્તવિક છે પરંતુ એને સત્યાગ્રહ વિશે બહુ ચિંતા ન થઈ એણે બ્રિટનના હોમ સેક્રેટરી વેજવૂડ બૅનને લખ્યું કે હમણાં તો મીઠાના સત્યાગ્રહ વિશે વિચારતાં મારી ઊંઘ હરામ નથી થતી જવાહરલાલ નહેરુને લાગ્યું કે ગાંધીજી મોટા આંદોલનની વાત કરતા હતા અને હવે નાની વાતો આગળ ધરી મોતીલાલ નહેરુએ કહ્યું કે ગાંધીજીએ શરણાગતી સ્વીકારી લીધી ગાંધીજીના કહેવાથી કેટલીયે પ્રાંતીય ધારાસભાઓમાં કોંગ્રેસી સભ્યોએ રાજીનામાં આપી દીધાં હતાં સુભાષ ચંદ્ર બોઝ અને બીજા કેટલાયે નેતાઓ જેલમાં હતા એવામાં ગાંધીજી કંઈક જલદ કાર્યક્રમ આપશે એવી સૌને આશા હતી ગાંધીજીને અર્વિન તરફથી ૧૧ મુદ્દા માટે કોઈ ખાતરી ન મળતાં એમણે ૧૧ મુદ્દામાંથી મીઠાનો વેરો નાબૂદ કરવાનો મુદ્દો પસંદ કર્યો ૨ માર્ચે એમણે અર્વિનને મીઠાના સત્યાગ્રહ વિશે પત્ર લખીને જાણ કરી દીધી એમણે લાંબા પત્રમાં કહ્યું સવિનય કાનૂન ભંગ શરૂ કરતાં પહેલાં અને જેનાથી હું વર્ષોથી ડરતો રહ્યો છું તે જોખમ ઉઠાવતાં પહેલાં હું તમને મળવા અને કંઈક રસ્તો શોધી કાઢવા ઇચ્છું છું મારો અંગત વિશ્વાસ બહુ સ્પષ્ટ છે હું ઇરાદાપૂર્વક કોઈ જીવતા જીવને નુકસાન ન કરી શકું તેમાંય માણસને તો નહીં જ ભલે ને એ મને કે મારાં જે હોય તેમને ગંભીર નુકસાન પહોંચાડે આથી હું અંગ્રેજી હકુમતને શાપરૂપ માનું છું તેમ છતાં હું એક પણ અંગ્રેજને કે હિન્દુસ્તાનમાં એનાં વાજબી હિતોને નુકસાન કરવાનો મારો ઇરાદો નથી અને હું અંગ્રેજી રાજને શા માટે શાપરૂપ માનું છું આ હકુમતે પોતાની સતત વધતા શોષણની વ્યવસ્થા અને પાયમાલ કરી નાખે તેવા વિસ્તરતા લશ્કરી અને મુલ્કી વહીવટી તંત્ર દ્વારા કરોડો અબોધ જનોને ગરીબીમાં ધકેલી દીધાં છે અમને રાજકીય રીતે ગુલામ બનાવી દીધા છે મારા દેશવાસીઓની જેમ જ મને આશા હતી કે સૂચિત ગોળમેજી પરિષદ કદાચ કોઈ નિવેડો લાવશે પરતં તમે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે ડોમિનિયન સ્ટેટસની કોઈ યોજનાને તમે કે બ્રિટીશ કૅબિનેટ ટેકો આપશે તેવું વચન તમે ન આપી શકો એ કહેવાની જરૂર નથી કે બ્રિટનની પાર્લામેન્ટ શો નિર્ણય કરશે તે પહેલેથી ધારવાનું કોઈ કારણ નથી પણ એવાં ઘણાં ઉદાહરણો છે કે જેમાં પાર્લામેન્ટના નિર્ણયથી પહેલાં બ્રિટિશ કૅબિનેટે અમુક નીતિનું વચન આપ્યું હોય ગાંધીજીએ દેશમાં બ્રિટિશ હાકેમો અને સામાન્ય માણસ વચ્ચેની આર્થિક અસમાનતાનું ઉદાહરણ આપતાં વાઇસરૉયને કહ્યું કે તમને દર મહિને ૨૧ ૦૦૦ રૂપિયા પગાર મળે છે જ્યારે બ્રિટનના વડા પ્રધાનનો પગાર ૫૪૦૦ રૂપિયા છે તમે દરરોજ ૭૦૦ રૂપિયા કમાઓ છો તો સામે પક્ષે સામાન્ય માણસ રોજના માંડ બે આના એક આનો એક રૂપિયાનો સોળમો ભાગ કમાય છે તમે સરેરાશ હિન્દી કરતાં પાંચ હજારગણું કમાઓ છો પણ બ્રિટનનો વડો પ્રધાન સરેરાશ બ્રિટિશ નાગરિક કરતાં માત્ર નેવુંગણું કમાય છે એમણે વાઇસરૉયને અંગત રીતે સંબોધતાં કહ્યું કે મને અંગત રીતે તમારા માટે એટલું માન છે કે તમારી લાગણી દુભવવાનું હું વિચારી જ નથી શકતો તમે જાણો છો કે તમને આટલી મોટી રકમની જરૂર નથી અને કદાચ એ આખી રકમ ધર્માદામાં જતી હોય એ પણ શક્ય છે પણ આવી સ્થિતિ માટે ગુંજાશ હોય તેવી વ્યવસ્થાને તોડવાની જરૂર છે તે પછી એમણે મીઠાના કરનો મુદ્દો ઉપાડ્યો અને બ્રિટનનું હૃદયપરિવર્તન કરવાનો દાવો કર્યો હું જાણું છું કે અહિંસાના માર્ગે ચાલવામાં હું એક ગાંડપણભર્યું જોખમ ખેડવાનો છું એમ કોઈ કહે તો તે વાજબી જ હશે પરંતુ સત્યના વિજયો કદી જોખમ વિનાના નથી રહ્યા ક્યારેક તો જોખમ બહુ મોટાં હોય છે પરંતુ જે દેશે સભાનપણે કે અભાનપણે એના કરતાં વધારે પ્રાચીન જરાય ઓછો સુસભ્ય ન હોય અને વધારે વસ્તીવાળો હોય તેનો સતત શિકાર બનાવ્યો હોય તેવા દેશના પરિવર્તન બદલવા માટે જોખમ લેવાનું યોગ્ય જ છે મેં સમજીવિચારીને પરિવર્તન શબ્દ વાપર્યો છે કારણ કે મારી મહેચ્છા અહિંસા મારફતે બ્રિટિશ જનતાનું હૃદય પરિવર્તન કરવા માગું છું અને એમને દેખાડવા માગું છું કે એમણે હિન્દુસ્તાનનું કેટલું નુકસાન કર્યું છે અર્વિને દેશની કોમી સમસ્યાનો પહેલાં ઉલ્લેખ કર્યો હતો તેનો જવાબ આપતાં ગાંધીજીએ કહ્યું કે તમે એનો અકારણ ઉલ્લેખ કર્યો છે કારણ કે દેશમાં એના કરતાં પણ વધારે મોટી સમસ્યાઓ છે અને એ દૂષણો તમે દૂર ન કરી શકો તો આ મહિનાની ૧૧મીએ મારા આશ્રમના સાથીઓને લઈને હું નીકળીશ અને મીઠાના કાયદાની જોગવાઈઓની અવગણના કરીશ એમણે ઉમેર્યું કે મારી ધરપકડ કરીને તમે મારી યોજનાને નિષ્ફળ બનાવી શકો છો પણ મને આશા છે કે તે પછી લાખો લોકો શિસ્તબદ્ધ રીતે મારું કામ ચાલુ રાખશે અને મીઠાના કાયદાનો ભંગ કરશે અને એની સજાઓ ભોગવવા તૈયાર રહેશે એમણે કહ્યું કે આ સજાઓ કદી કાયદાની પોથીઓમાં હોવી જ નહોતી જોઈતી એમણે કાયદાની પોથીઓને ભુંડાપો અપાવ્યો છે જો કે દાંડી કૂચ ૧૧મીએ નહીં પણ ૧૨મી માર્ચે શરૂ થઈ પરંતુ ૧૦મીએ વલ્લભભાઈ યાત્રાની વ્યવસ્થા માટે બોરસદ ગયા હતા ત્યાં એમની ધરપકડ કરી લેવાઈ અને એમને ત્રણ મહિનાની સજા થઈ મીઠું જ શા માટે આ વેરો માથાદીઠ ચારપાંચ આના જેટલો હતો આ વેરો બહુ ન કહેવાય એવા એક સવાલનો ગાંધીજીએ નવજીવન ૯ ૩ ૩૦ જવાબ આપ્યો છે એ વખતે બીજા દેશોમાં મીઠા વેરો હતો ચીનમાં વેરો હતો જેમાંથી બે કરોડ પૌંડ જેટલી આવક થતી હતી એટલે કે હિન્દુસ્તાનમાં ૬ કરોડ રૂપિયા ભારતમાં મીઠાના ઉત્પાદન અને વેચાણ પર સરકારનો ઇજારો હતો આથી દરિયાકાંઠે રહેતા લોકો પણ જાતે મીઠું ન પકવી શકતા બ્રિટનમાં આ વેરો ૧૮૩૦ની આસપાસ નાબુદ કરવામાં આવ્યો હતો ફ્રાન્સમાં રાજ્યક્રાન્તિ થઈ તેની પાછળ પ્રજા પર લદાયેલો કરવેરાનો બોજ જવાબદાર હતો અને એવા કરવેરામાં મીઠા પરનો કર પણ હતો મુંબઈ પ્રાંતમાં મીઠા અંગેનો કાયદો સખત હતો પોલીસને કોઈ પણ ઘરે જઈને ઝડતી લેવાનો અધિકાર હતો જ્યાં મીઠું બનતું હોય ત્યાં જવાની અને બધો સરસામાન કબ્જે કરી લેવાની મીઠાની હેરફેર માટે વપરાતાં પશુઓ બળદગાડીઓ બધું જપ્ત કરી શકાતું આ કાયદાનો અમલ કરાવવામાં નિષ્ફળ જનારો અધિકારી પણ સજાને પાત્ર ગણાતો મીઠું જણેજણને જોઈએ એટલે એના પર કોઈનો ઇજારો ન હોઈ શકે આગળની દાંડીકથા આવતા અંકમાં ૦૦૦ ૧ centenary history of indian national congress part ii 1919 1935 edited by b n pandey ૨ મહાદેવભાઈની ડાયરી ભાગ ૧૩ નવજીવન ટ્રસ્ટ like loading author dipak dholakia posted on 07 05 2020 30 11 2024 categories history tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 3 chapter 47 ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 249 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું મે 2020 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 એપ્રિલ જૂન bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆ...
|