Meta tags:
description= દીપક ધોળકિયા;
Headings (most frequently used words):
of, martyrs, indian, freedom, struggle, સુભાષબાબુનું, પરાક્રમ, adventurous, subhashbabu, dipak, the, salt, satyagragha, and, its, nation, wide, ramifications, dholakia, spam, blocked, મારી, બારી, 68, 1942, ૧૯૪૨ના, શહીદો, 67, 66, 65, gandhiji, oceanic, circle, ગાંધીજીનું, સમુદ્રી, વર્તુળ, 64, 63, quit, india, ભારત, છોડો, 62, non, vilolent, khudai, khitamgars, badshah, khan, 61, મીઠાનો, સત્યાગ્રહ, અને, એની, દેશવ્યાપી, અસરો, 60, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, પૂર્વ, ભારતમાં, સવિનય, કાનૂન, ભંગ,
Text of the page (most frequently used words):
અને (381), માટે (116), હતા (112), કરી (102), હતો (76), પછી (73), કોઈ (61), નથી (61), સાથે (58), એમને (57), હતી (56), એમણે (53), પરંતુ (49), martyrs (48), કર્યો (48), એમના (48), #struggle (47), હતું (47), ત્યારે (47), પોલીસે (46), આપણે (46), freedom (45), indian (44), આઝાદ (44), મૃત્યુ (42), હોય (38), ત્યાં (36), હિન્દ (35), એમની (34), તેમણે (34), ગયા (33), જેલમાં (32), ભારત (32), નહીં (32), તેના (32), તરીકે (32), શરૂ (31), સપ્ટેમ્બર (31), નવેમ્બર (31), જાન્યુઆરી (30), સુધી (30), ઓક્ટોબર (29), ડિસેમ્બર (29), 2024 (29), થયું (29), 2025 (28), બ્રિટિશ (28), કહ્યું (28), ઓગસ્ટ (27), એટલે (27), તેમાં (27), રીતે (27), કરવા (27), જિલ્લો (27), જુલાઇ (26), માર્ચ (26), એપ્રિલ (26), થાય (26), ગોળીબાર (26), કર્યું (26), જૂન (25), 2019 (25), 2020 (25), સામે (25), ગાંધીજીએ (25), બીજા (25), 2016 (24), 2017 (24), 2018 (24), 2021 (24), 2023 (24), ભાગ (24), કરે (24), 2012 (23), 2015 (23), કારણ (23), શકે (23), આપી (23), જાપાની (23), જોઈએ (23), ફેબ્રુવારી (22), કરતાં (22), લોકો (22), અલગ (22), સરઘસ (22), ગામ (21), ખાન (21), છોડો (21), છીએ (21), કોંગ્રેસ (20), લીધો (20), તેમને (20), પોતાની (20), શું (20), સરકારે (19), એના (19), આવ્યા (19), એને (19), બધા (19), હવે (19), તેઓ (19), ઑગસ્ટે (19), તેની (19), આપણી (19), જન્મ (19), 2013 (18), 2022 (18), જાહેર (18), કરીને (18), આવી (18), થયા (18), વિશે (18), કારણે (18), ગાંધીજી (18), રાજકીય (18), તેમના (18), મારી (17), ૦૦૦ (17), માં (17), છતાં (17), સૈનિકો (17), 2011 (16), તેને (16), લીધા (16), બની (16), પોલીસના (16), એમનું (16), બહુ (16), જાપાન (16), મદદ (16), નીકળ્યું (16), નામ (15), dipak (15), and (15), પકડી (15), કરવાનો (15), સજા (15), કરવામાં (15), દીધી (15), રહ્યા (15), કામ (15), તેમની (15), તરફ (15), બાદશાહ (15), સરકાર (15), કરવાની (15), મેજર (15), જ્યારે (15), ધર્મ (15), ઈશ્વર (15), 2014 (14), દેશમાં (14), સંઘર્ષ (14), આંદોલન (14), હું (14), ત્રણ (14), લોકોને (14), તૈયાર (14), આવે (14), હિંસા (14), પહોંચ્યા (14), જાપાને (14), પ્રેમ (14), શક્તિ (14), dholakia (13), વખતે (13), પહેલાં (13), ફરી (13), ધરપકડ (13), લીધી (13), પૂર્વ (13), માનતા (13), નહોતા (13), સત્યાગ્રહ (13), આંદોલનમાં (13), જોડાયા (13), પાસે (13), નહોતો (13), રહી (13), નેતાઓ (13), એમાં (13), વાત (13), પોતાના (13), જીવન (13), હિન્દુસ્તાની (13), સુભાષબાબુ (13), સૌથી (13), પટેલઃ (13), india (12), adventurous (12), subhashbabu (12), મોહન (12), બાજુ (12), ગયું (12), આઝાદી (12), પામ્યા (12), અમદાવાદ (12), ભારે (12), માત્ર (12), સિંઘ (12), સત્ય (12), બીજી (12), નેતાજી (12), તેથી (12), like (11), history (11), પોલીસ (11), દરમિયાન (11), દીધા (11), ભારતની (11), ઉપયોગ (11), પટેલ (11), વર્ષ (11), બન્યા (11), મળી (11), મૂળ (11), અથવા (11), ખરાબ (11), દીધું (11), આપ્યો (11), વગેરે (11), ગયો (11), ગાંધીજીના (11), શકાય (11), સામાન્ય (11), માનવ (11), નહોતી (11), ભારતીય (11), જરૂર (11), આપણા (11), પ્રયાસ (11), ફક્ત (11), વધારે (11), દ્વારા (10), leave (10), comment (10), tags (10), categories (10), posted (10), author (10), loading (10), પહોંચી (10), હતાં (10), વિના (10), ગામમાં (10), સ્પષ્ટ (10), ખેડા (10), લીધું (10), ચાલુ (10), બધું (10), મને (10), બધી (10), કૅપ્ટન (10), તેનો (10), તેમ (10), ખુદાઈ (10), સમિતિ (10), જેમ (10), વચ્ચે (10), આગળ (10), પ્રમાણે (10), હિન્દુસ્તાનીઓ (10), નાગરિક (10), ફોજમાં (10), કુમાર (10), કહે (10), સારપ (10), ધાર્મિક (10), બુરાઈ (10), આરઝી (10), કુશલ (10), com (9), રહ્યું (9), web (9), gurjari (9), કોઈનો (9), લાડકવાયો (9), અંતે (9), ચાર (9), સૂરત (9), અસંખ્ય (9), અહીં (9), કરવાનું (9), સમય (9), થવા (9), ત્યાંથી (9), નિર્ણય (9), તરત (9), યાદ (9), સામાજિક (9), લશ્કરી (9), ગોળીબારમાં (9), ઇંડીપેન્ડન્સ (9), ઇંડિયન (9), મહાત્મા (9), સુભાષબાબુએ (9), ગાંધી (9), સહગલ (9), હશે (9), ક્ષમતા (9), વર્તુળ (9), મારા (9), કર્નલ (9), આંદામાન (9), પસંદ (8), સંદેશ (8), the (8), salt (8), કોંગ્રેસના (8), આવ્યું (8), આથી (8), મોકલી (8), પાછા (8), નાખી (8), લોકોએ (8), પડી (8), કબજો (8), વિરોધ (8), ઘાયલ (8), volume (8), ચંદ્ર (8), ઑગસ્ટ (8), છોડી (8), કંઈ (8), એમનો (8), ઘણા (8), કહી (8), આપે (8), આપ્યું (8), સમક્ષ (8), આપવા (8), જશે (8), ભાર (8), ડિસેમ્બરે (8), બહાર (8), કરવો (8), કાર્ય (8), બ્રિટન (8), સિંગાપુર (8), ફોજ (8), ભારતના (8), ભારતીયો (8), બોઝ (8), પડે (8), ક્યારેય (8), કેટલાક (8), આપણને (8), ઈશ્વરની (8), બારી (7), પ્રમુખ (7), આખા (7), ગયાં (7), નહેરુ (7), દેવાયા (7), ખબર (7), મીઠું (7), સરકારના (7), સવિનય (7), કાનૂન (7), https (7), chandra (7), 1857 (7), 1947 (7), અહિંસક (7), ગંભીર (7), સક્રિય (7), થયાં (7), હેઠળ (7), આવ્યો (7), ખાસ (7), સરદાર (7), હાથ (7), જવા (7), રિપોર્ટ (7), પહેલા (7), બનાવી (7), એની (7), બીજો (7), ઇંડિયા (7), અંગ્રેજ (7), સૈનિકોને (7), પ્રાંતમાં (7), કોંગ્રેસે (7), સરકારી (7), ફોજે (7), મળ્યો (7), એવી (7), હાથમાં (7), માર્યા (7), ભાગી (7), હજાર (7), સંપૂર્ણ (7), કર્યા (7), નાશ (7), bose (7), સ્વતંત્ર (7), રસ્તો (7), અહિંસા (7), જાપાનના (7), એશિયામાં (7), રાસબિહારી (7), દરેક (7), ફોજના (7), જેવું (7), માણસ (7), શકીએ (7), cwmg (7), પોતાનું (7), એવા (7), જેના (7), સામનો (7), અર્થ (7), કેમ (7), સિદ્ધાંત (7), વચ્ચેના (7), દૈવી (7), આધારિત (7), સમસ્યા (7), ફોજની (7), જનરલ (7), ઇમ્ફાલ (7), કરો (6), શોધો (6), પૃષ્ઠ (6), સંદર્ભઃ (6), થયેલા (6), આપવાનું (6), દીધો (6), કલકત્તામાં (6), નેલી (6), સભા (6), મહિનાની (6), ગેરકાનૂની (6), પાડી (6), ભારતમાં (6), તાલુકો (6), રાષ્ટ્રીય (6), ૧૯૩૦ના (6), અત્યાચારને (6), વર્ષની (6), શાહ (6), રહેતા (6), શહીદો (6), મોટી (6), મોહનલાલ (6), અત્યાચારો (6), દિવસે (6), સમાચાર (6), તૈયારી (6), એવો (6), દાવો (6), મળ્યા (6), ગઢવાલી (6), સૈનિકોએ (6), તમે (6), સાથીઓ (6), દિવસ (6), મુસ્લિમ (6), કોંગ્રેસની (6), દિલ્હી (6), લઈને (6), મૂક્યો (6), ખાનના (6), મોટા (6), ૧૯૪૨ના (6), સ્વરાજ (6), રામ (6), આંદોલનને (6), દૂર (6), કરતા (6), અંદર (6), ફુજીવારાએ (6), રાસ (6), બિહારી (6), પ્રત્યે (6), કરશે (6), જાપાનની (6), સંગઠિત (6), હોવા (6), વિરુદ્ધ (6), જ્ઞાન (6), જાય (6), ઇતિહાસ (6), હજારો (6), આવા (6), છું (6), રહે (6), જોઈ (6), મુખ્ય (6), કુંવર (6), નવી (5), રાખવામાં (5), લાગ્યા (5), સભામાં (5), સપ્ટેમ્બરે (5), છૂટ્યા (5), ચારે (5), જિલ્લાના (5), આના (5), અબ્દુલ (5), એકઠી (5), www (5), part (5), પ્રકરણ (5), સત્યાગ્રહમાં (5), મીઠાનો (5), જુલાઈ (5), ઉંમર (5), ઑગસ્ટમાં (5), શિકાર (5), લાગુ (5), ૧૦મી (5), સહિત (5), રાખી (5), કેસ (5), નીકળી (5), મહેતા (5), ઉપર (5), હજી (5), જ્યાં (5), એણે (5), જવાબદારી (5), લેવાઈ (5), સોંપી (5), બન્ને (5), પોતાનો (5), નક્કી (5), બંધ (5), સરકારને (5), લેવાની (5), khan (5), દેશના (5), હુકમ (5), કિસ્સા (5), ખ્વાની (5), ગોળીઓ (5), લોકોના (5), રહીને (5), પરથી (5), થયો (5), સદ્ (5), બાળકોને (5), આગેવાની (5), અંગ્રેજી (5), મોતને (5), હકુમત (5), સત્તા (5), જુદા (5), એનું (5), જનતા (5), આદેશ (5), સ્થિતિ (5), નહોતું (5), લીધાં (5), લોકોની (5), બ્રિગેડ (5), વાર (5), નવમી (5), વિદ્યાર્થીઓ (5), રેડિયો (5), પ્રદેશ (5), સુભાષ (5), માર્ચે (5), સુભાષબાબુના (5), નૅશનલ (5), યુદ્ધ (5), ભરતી (5), સ્વતંત્રતા (5), બોઝે (5), એનો (5), વસતા (5), ૯મી (5), શરૂઆત (5), પડશે (5), સમગ્ર (5), ૧૯૪૭માં (5), અસ્તિત્વમાં (5), આત્મા (5), ખૂબ (5), પ્રકાશ (5), આંતરિક (5), વ્યક્તિ (5), વિચાર (5), કાયમી (5), એવું (5), રહેશે (5), કોઈને (5), નવો (5), યહૂદી (5), પ્રાર્થના (5), જેને (5), પ્રાપ્ત (5), નૈતિક (5), પોતાનાં (5), સારા (5), પરંપરામાં (5), પવિત્ર (5), સારપનું (5), અસ્તિત્વ (5), થિયોડિસી (5), અંતરાત્મા (5), વિરોધી (5), પોતે (5), જાપાનને (5), બેંગકોક (5), નિકોબાર (5), ૧૯૪૩ની (5), લડાઈ (5), હિન્દીઓ (5), મણિલાલ (5), ૨૨મી (5), અમદાવાદમાં (5), wordpress (4), other (4), blocked (4), spam (4), quit (4), 1942 (4), પેજ (4), satyagragha (4), its (4), nation (4), wide (4), ramifications (4), સંદર્ભ (4), મૂકી (4), આવ્યાં (4), બાબતમાં (4), લાઠીચાર્જ (4), યતીન્દ્ર (4), થઈને (4), કોશિશ (4), ઑફિસ (4), ભીડ (4), org (4), ધોલેરા (4), મીઠાના (4), સત્યાગ્રહી (4), વિઠ્ઠલભાઈ (4), સાબરમતી (4), સખત (4), ધરાસણા (4), હૉસ્પિટલમાં (4), રોજ (4), પડ્યા (4), પોલિસના (4), બધાને (4), આપ્યાં (4), માહિતી (4), ટુકડી (4), સોપાન (4), સત્યાગ્રહીઓ (4), લાગ્યાં (4), લેવા (4), દુનિયામાં (4), ફેલાઈ (4), હુમલાની (4), વર્ષના (4), આપવામાં (4), નેતાઓને (4), ગાંધીજીને (4), જોવા (4), ફરજ (4), singh (4), life (4), હંમેશાં (4), સરહદ (4), જેલોમાં (4), લખનઉ (4), રહેવા (4), સંપર્કમાં (4), કેપ્ટન (4), અમે (4), ગોળી (4), બદલે (4), કાઢી (4), મહાન (4), ખિદમતગાર (4), માગતા (4), ધ્યાન (4), તપાસ (4), ચાલી (4), જુબાની (4), જાહેરાત (4), પરવા (4), પઠાણો (4), નાખવા (4), નિશાન (4), લોકોમાં (4), સામેલ (4), જતા (4), ઉપરાંત (4), લાભ (4), વચ્ચેનો (4), દેવા (4), હિંસક (4), લાલ (4), આવતા (4), દિવસોમાં (4), જેવી (4), રચના (4), સરકારો (4), મુંબઈ (4), લાખો (4), જેલની (4), જરૂરી (4), વાઇસરૉય (4), હિંદ (4), સ્ટેશન (4), ત્રિરંગો (4), રેલવે (4), સ્ટેશને (4), શાંતિ (4), ટ્રેન (4), કરેલા (4), subhashchandra (4), બર્મામાં (4), યુદ્ધની (4), બોઝને (4), થશે (4), શબ્દ (4), હેતુ (4), ગણવામાં (4), આવશે (4), મારફતે (4), લીગ (4), ચર્ચા (4), બીજું (4), મલાયામાં (4), નવું (4), એશિયાના (4), નેતાઓએ (4), પરિષદ (4), હિન્દુસ્તાનીઓને (4), પાછળ (4), ચાલતા (4), જોરદાર (4), લડવું (4), ગુરબખ્શ (4), ઢિલ્લોં (4), પક્ષે (4), સુભાષબાબુનું (4), પરાક્રમ (4), સમુદ્રી (4), છેલ્લા (4), શકતા (4), જેમાં (4), મારો (4), પરસ્પર (4), આશા (4), મિત્રતા (4), રહેલા (4), ઉકેલ (4), સીમાઓ (4), મળે (4), હંમેશા (4), આખરે (4), પ્રતીક (4), અંત (4), જોયું (4), ઇતિહાસના (4), સ્થાન (4), બદલ (4), કરીએ (4), શકતો (4), શબ્દો (4), પાદરી (4), જવાબ (4), પ્રેરણા (4), ગાંધીજીની (4), તેનાથી (4), ફિલસૂફી (4), રહેલી (4), આમંત્રણ (4), ચિંતન (4), શક્ય (4), લાગે (4), ફરક (4), સાચું (4), મૂળભૂત (4), નામે (4), વ્યાખ્યા (4), મુક્ત (4), દોર (4), આધાર (4), સમજવાનો (4), હુમલો (4), હિન્દુસ્તાનની (4), નેતાજીએ (4), ટાપુઓ (4), હકુમતને (4), ૧૯૪૩ના (4), દેશની (4), લાખ (4), ખૂન (4), સાથી (4), મહિનામાં (4), ૧૯૨૪ (4), ૧૮મી (4), પોલીસની (4), this (3), ટિપ્પણી (3), report (3), blog (3), લિંક (3), વિભાગ (3), gandhiji (3), oceanic (3), circle (3), લેખ (3), sengupta (3), satyagraha (3), ઘટના (3), અંતિમ (3), બને (3), મળ્યું (3), સેનગુપ્તાને (3), બનાવવામાં (3), કાર્યક્રમ (3), સ્થળ (3), પકડીને (3), સેનગુપ્તા (3), જવાહરલાલ (3), જલિયાંવાલા (3), લેવાયા (3), એમનાં (3), સાહિત્ય (3), ૨૫મી (3), બિહાર (3), સમુદ્ર (3), બિહારમાં (3), પગાર (3), વિરોધમાં (3), મળીને (3), પોલીસને (3), જવાનું (3), ભંગ (3), માટેના (3), પગલે (3), આર્મી (3), ઑફિસર (3), રાહ (3), ઍપ્રિલે (3), કેટલાય (3), ૧૩મી (3), ૧૯૩૧માં (3), કોંગ્રેસનું (3), વિદેશી (3), બીમાર (3), ગામે (3), ધરાસણાના (3), નવસારી (3), શહીદ (3), ચાલતું (3), જાન (3), આપીએ (3), તેમનાં (3), પાછળથી (3), ગુજરાતના (3), નેતૃત્વ (3), સત્યાગ્રહીઓની (3), પાસેથી (3), બેસાડી (3), દેવામાં (3), ચલાવી (3), સંખ્યામાં (3), જેવા (3), જુસ્સો (3), મહિના (3), ચલાવ્યું (3), લાગ્યો (3), સિપાઈઓ (3), ભરી (3), સ્ટ્રેચરો (3), પડ્યાં (3), મેં (3), મોકલ્યા (3), પ્રગટ (3), લાગી (3), કારખાના (3), જગ્યાએ (3), આસપાસ (3), આપવાની (3), વ્યવસ્થા (3), લેવાયાં (3), પહોંચે (3), રહ્યો (3), બનાવવાનું (3), એલાન (3), khudai (3), badshah (3), garhwali (3), uttarakhand (3), ભાગલા (3), પિતા (3), વખત (3), ચાલ્યા (3), કહેતા (3), મોતની (3), જણને (3), નજર (3), ૧૯૪૭ (3), પ્રકાશિત (3), પ્રમુખપદે (3), વાગી (3), ભાગ્યે (3), નિવેદન (3), આપ્યા (3), માની (3), વિશ્વાસ (3), રાખવા (3), સ્થાનિક (3), રોકવા (3), બાળી (3), વર્ષનો (3), વલી (3), લડતા (3), મળતાં (3), મોટું (3), અહિંસાની (3), દીવાલ (3), સીધી (3), ઘણાયે (3), ભેટ્યા (3), લડવા (3), રસ્તામાં (3), પેશાવરમાં (3), સ્થાપના (3), આનો (3), ચાલે (3), જુદી (3), સંસ્થા (3), મિદનાપુર (3), પોલિસ (3), જાન્યુઆરીએ (3), અનેક (3), કર્યાં (3), કરતી (3), મુકાબલો (3), પાંચ (3), કેદ (3), નાગપુર (3), દળો (3), સમર્થનમાં (3), પોલીસનો (3), પોતાને (3), આઠમી (3), કરતો (3), મનોહર (3), મતભેદ (3), વેપારીઓ (3), ફેબ્રુઆરી (3), ૨૮મી (3), પ્રધાન (3), લૉર્ડ (3), ઠેકાણે (3), હુમલા (3), ઉષાબેન (3), જવું (3), નવેમ્બરમાં (3), ગોવાલિયા (3), ટેંક (3), લહેરાવ્યો (3), સેવાઓ (3), દેવ (3), ઐતિહાસિક (3), દીધાં (3), netaji (3), subhash (3), his (3), work (3), translated (3), from (3), gujarati (3), બોઝઃ (3), લેખકઃ (3), પ્રકાશન (3), ૧૯૪૬ (3), રંગૂન (3), પૂર્વમાં (3), લીગના (3), તાબામાં (3), સૈનિકોમાં (3), બેઠકમાં (3), મુખ્યત્વે (3), ભારતમાંથી (3), કંઈક (3), કરવું (3), જાપાનનો (3), ૧૫મી (3), બ્રિટનના (3), મેળવી (3), થાઈલૅંડમાં (3), સ્વાગત (3), સાચી (3), જોશ (3), સ્વાતંત્ર્ય (3), સુભાષબાબુનો (3), જાણે (3), સતત (3), સુભાષબાબુની (3), નવાઝ (3), ટેકો (3), સંપર્ક (3), વધુ (3), વધી (3), જાણતા (3), પાર (3), આત્માની (3), ખરેખર (3), વાર્તા (3), જેથી (3), બરાબર (3), ઈશ્વરનું (3), પૂજા (3), સામગ્રી (3), સમયમાં (3), અપાવી (3), ઊભી (3), હોવો (3), પૃથ્વીની (3), પામશે (3), નું (3), બનેલું (3), જીવ (3), બધાં (3), અનંત (3), ઇતિહાસમાં (3), સંઘર્ષની (3), ઇનકાર (3), ૧૯૨૬ (3), લખ્યું (3), પુનરાવર્તન (3), કરવી (3), બંને (3), અન્ય (3), ખ્રિસ્તી (3), હિંસાનો (3), તેમનું (3), જર્મન (3), ૧૯૪૨માં (3), કરનાર (3), ઉલ્લંઘન (3), વાસ્તવિકતા (3), આત્માના (3), ધર્મશાસ્ત્ર (3), વસ્તુઓ (3), માનતો (3), આપણું (3), પ્રશ્નો (3), જીવનના (3), સમજી (3), તફાવત (3), આદર (3), તમારે (3), પ્રયત્નો (3), બેઠેલા (3), આદર્શ (3), આનાથી (3), ઘણી (3), ઇચ્છાને (3), તેમનો (3), દુનિયા (3), રાજ્ય (3), રાજ્યો (3), દર્શાવે (3), પુસ્તક (3), સંપ્રદાય (3), ટકી (3), શરૂઆતમાં (3), રહસ્ય (3), હોઈ (3), સત્યના (3), માન્યતા (3), બુરાઈનું (3), અનુભવ (3), નૈતિકતા (3), વિષય (3), અસ્વીકાર (3), બુરાઈના (3), કહેવું (3), ઇચ્છીએ (3), વિશેના (3), સારપમાં (3), કામો (3), જાતને (3), સંવાદ (3), ઈશ્વરના (3), માર્ગદર્શન (3), નીચે (3), સંબંધ (3), મહત્વ (3), વિચારો (3), સાથેની (3), માને (3), જોતા (3), ૧૯૧૭ (3), સમર્પિત (3), આગ્રહ (3), વિદ્યાર્થી (3), રાઘવન (3), રાજીનામાં (3), ફોજને (3), ટોકિયો (3), વચગાળાની (3), વડા (3), ૩૦મી (3), મહિલા (3), ફોજનું (3), લક્ષ્મી (3), ઝાંસી (3), રાની (3), જુલાઈએ (3), ઓછું (3), બન્યું (3), દળોએ (3), ઇન્દોકા (3), ગાન્જીકા (3), સમજ્યા (3), નંબરે (3), pradesh (3), ભણતા (3), મોરારભાઈ (3), છોડવામાં (3), અવસાન (3), શાહઃ (3), મહેસાણા (3), ગોળીથી (3), site (2), વેબસાઇટ (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), 110 (2), 197 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), મંગળ (2), સંગ્રહ (2), subjects (2), for (2), આવો (2), email (2), address (2), દાંડી (2), ધાર્યું (2), પ્રતિબંધ (2), વર્ષે (2), અધિવેશન (2), મળશે (2), જાપ્તો (2), ખાતું (2), મીટિંગમાં (2), દિલ્હીમાં (2), સ્ત્રીઓની (2), ભાષણ (2), આરોપસર (2), પોલિસે (2), આરોપ (2), પ્રતિબંધિત (2), વહોરી (2), વાંચવાની (2), જમીન (2), સવાલ (2), ઊભો (2), લડાઈમાં (2), વીખેરવા (2), મુશ્કેલ (2), દેતા (2), abbas (2), tyabji (2), government (2), national (2), http (2), pdf (2), autobiography (2), મહાદેવભાઈની (2), ડાયરી (2), નવજીવન (2), ટ્રસ્ટ (2), 1919 (2), vol (2), maharashtra (2), gujarat (2), સિંહ (2), જાણવા (2), જૂઓ (2), વતની (2), બારડોલી (2), શાળાના (2), શિક્ષક (2), મારથી (2), ૨૩મી (2), જંબુસર (2), ભરૂચ (2), રતિલાલ (2), યરવડા (2), નરહરિભાઈ (2), પંચમહાલ (2), ૧૯૩૨માં (2), ૧૯૩૨ના (2), કેદની (2), આપીને (2), અહમદનગર (2), રણછોડભાઈ (2), લેતા (2), જૂને (2), લાતો (2), કરાડી (2), પ્રાથમિક (2), અંજલિ (2), શહીદોનાં (2), હાલતમાં (2), મૂક્યા (2), ઘરે (2), અમૃતલાલ (2), ઉપાડી (2), કાયદાભંગ (2), થોડો (2), અઢી (2), સરદારી (2), સવારે (2), તેણે (2), લડતમાં (2), મણિશંકર (2), છાવણીઓ (2), કરવાથી (2), ગુજરાતમાં (2), બીજાં (2), રહ્યાં (2), ખેડૂતોએ (2), વલ્લભભાઈનાં (2), એંસી (2), વર્ષનાં (2), ઘૂસી (2), નાખ્યું (2), વાસણો (2), નાખ્યાં (2), મળ્યાં (2), આવવા (2), જતાં (2), ઓછાં (2), લોહી (2), ગણી (2), અમેરિકન (2), સાક્ષી (2), સેન્સરશિપ (2), મિલરે (2), હોવાનું (2), દેવાની (2), નિર્દોષ (2), ઠેકઠેકાણે (2), ટીકા (2), ધકેલી (2), વ્યૂહ (2), એટલું (2), સરોજિની (2), માર (2), કારખાનું (2), જલદ (2), પગલાં (2), non (2), vilolent (2), khitamgars (2), પઠાણોએ (2), રાખ્યું (2), પઠાણ (2), પહોંચાડી (2), મળવાની (2), સુભાષબાબુને (2), સિંઘને (2), હાથે (2), નજરકેદ (2), ચાલ્યો (2), અપાઈ (2), સાથીઓને (2), નોકરીમાંથી (2), બજારમાં (2), ચલાવવાની (2), આત્મકથામાં (2), ઉલ્લેખ (2), આઝાદીના (2), ભૂમિકા (2), કદી (2), ઉત્તર (2), પશ્ચિમ (2), છેક (2), જોડાવા (2), દુઃખી (2), અમને (2), હત્યાકાંડ (2), બાગ (2), હત્યાકાંડની (2), જેવો (2), ઇતિહાસનું (2), જ્વલંત (2), ઉદાહરણ (2), કેટલીયે (2), કોંગ્રેસમાં (2), નહેરુએ (2), રોકી (2), રાવલપીંડી (2), હિન્દુ (2), બખ્તરબંધ (2), સાક્ષીએ (2), દેવાશે (2), સત્તાવાળાઓએ (2), લેવાશે (2), વચનો (2), ખિદમતગારની (2), નાખવાનું (2), અંગ્રેજોએ (2), સૈનિકે (2), ખાનને (2), વીંધી (2), દઈને (2), પ્રતિજ્ઞા (2), હથિયાર (2), સેનાએ (2), હિન્દુઓ (2), મિલાવીને (2), આમાં (2), બાજુએ (2), કુરાન (2), ૬ઠ્ઠી (2), ખાને (2), થવાનું (2), મુલાકાત (2), પ્રભાવિત (2), છોડીને (2), રાષ્ટ્રજીવનમાં (2), શિક્ષણ (2), લાહોરમાં (2), વેર (2), વિચારોના (2), ભાઈ (2), સાહેબ (2), ૧૯૩૭ (2), છેડે (2), આવેલા (2), પેઢીઓ (2), મિત્ર (2), હોમી (2), બદલો (2), નિયમો (2), ગફ્ફાર (2), આંદોલનના (2), ઑક્ટોબરમાં (2), ભયંકર (2), રાજ (2), રાતે (2), ૧૭મી (2), સરકારની (2), સૂતાહાટા (2), મુલ્કી (2), કેસો (2), વિષયો (2), ૨૯મી (2), શહેર (2), ભણી (2), વિદ્યુત (2), પચાસ (2), વાહિની (2), સભ્યો (2), સામેની (2), રેલવેની (2), યુક્ત (2), સશસ્ત્ર (2), મોકલીને (2), જિલ્લાની (2), વિસ્તારમાં (2), લેવાનું (2), ચોખાની (2), આખી (2), નિકાસ (2), જતી (2), પૈસા (2), ક્રાન્તિ (2), હજારની (2), ગામોમાં (2), સરહદે (2), લોહિયા (2), જયપ્રકાશ (2), નારાયણ (2), કરનારા (2), પ્રિય (2), પરિવર્તન (2), બાતમી (2), આવતાં (2), લક્ષ્ય (2), ખેડૂતો (2), ફાટી (2), સુધીમાં (2), કાયદા (2), બોંબ (2), અપીલ (2), દબાવી (2), ઉતારી (2), જનતાને (2), મોત (2), નવાં (2), સ્થળોએ (2), પડતા (2), ચોકીઓ (2), સદંતર (2), ઝવેરી (2), અવાજમાં (2), બચવા (2), પાડ્યું (2), પડતાં (2), નેતાઓની (2), મેદાનમાં (2), એકઠા (2), સંભાળી (2), ઠેરઠેર (2), બચાવવા (2), પડ્યો (2), દસમીએ (2), તાર (2), કાપી (2), સળગાવી (2), શહેરોમાં (2), સરકારનો (2), જવાના (2), વર્કિંગ (2), કમિટી (2), સંગઠન (2), ગુજરાતની (2), બનાવાયું (2), ઊભા (2), લેવાનો (2), યંગોન (2), સ્થિતિમાં (2), ટાંકણે (2), વિમાની (2), પ્રસારિત (2), બેઠક (2), સત્તાવાર (2), સિંઘના (2), ina (2), કમાંડર (2), મૂકીને (2), સંમત (2), સૌનો (2), ગાંધીએ (2), સ્વામી (2), વિચારવું (2), બનાવવાનો (2), કાઉંસિલના (2), પ્રયત્ન (2), જાપાનમાં (2), માગતી (2), રાજકારણમાં (2), બેંગકોકથી (2), વિનંતી (2), સિંગાપુરમાં (2), પ્રતિનિધિઓ (2), રાઘવને (2), સંભાળ્યું (2), સમજાવ્યો (2), ભારતને (2), મુદ્દા (2), યોગ્ય (2), ફેબ્રુઆરીએ (2), મિલિટરી (2), હેડ (2), દુશ્મન (2), માગે (2), દેશોમાં (2), માગ્યો (2), હિન્દી (2), અધિકારીઓ (2), ભારતીયોના (2), અંગે (2), હકીકત (2), દેખાડી (2), લીગની (2), સાથીઓએ (2), ધારણા (2), થોડા (2), ક્રાન્તિકારીઓ (2), બાજુથી (2), વિરાટ (2), મેળવતા (2), ઉત્સાહથી (2), સંકળાયેલો (2), એકબીજા (2), કિલ્લામાં (2), બચાવ (2), વિશ્વને (2), ઘેરી (2), સાંભળવા (2), અવાજ (2), વાક્ય (2), લગભગ (2), ગમે (2), મર્યાદા (2), અગાધ (2), પ્રકાશની (2), રજૂ (2), પાત્ર (2), જ્ઞાનની (2), શોધમાં (2), પાછો (2), સાબિત (2), સામ્રાજ્યના (2), ઓછી (2), મારું (2), સારી (2), જાગૃત (2), ગૌરવ (2), સાંપ્રદાયિક (2), અસાધારણ (2), તરફથી (2), ગાંધીજીનું (2), સંઘર્ષો (2), વિશ્વની (2), વૈકલ્પિક (2), માર્ગો (2), ખોલી (2), દેશભક્ત (2), સંકુચિત (2), અર્થમાં (2), ઇચ્છા (2), જેટલો (2), વ્યાપક (2), પહેલાંથી (2), સાકાર (2), મૂલ્ય (2), જીવે (2), બનાવવાની (2), માણસમાં (2), બિંદુ (2), વર્તુળોને (2), કેન્દ્રમાં (2), જૂનું (2), પ્રતિનિધિત્વ (2), જેની (2), વિસ્તરે (2), ઉપરોક્ત (2), ઉદાહરણો (2), સંઘર્ષનો (2), આવાં (2), વિયેતનામ (2), પ્રથમ (2), કેથોલિક (2), નાખ્યા (2), વ્યવસ્થામાં (2), અમારી (2), હૃદય (2), ચર્ચ (2), મૌન (2), મિત્રો (2), પ્રખ્યાત (2), ૧૯૨૮ (2), જીવનભર (2), ભોગ (2), બનેલા (2), સમયે (2), કર્તવ્ય (2), પોલિશ (2), ત્રાસ (2), ૧૯૪૩માં (2), શકતી (2), ચૂપ (2), પ્રશ્નનો (2), હિંમતના (2), બલિદાન (2), ૧૯૪૦માં (2), ગુલામ (2), અધિકારીઓને (2), રહેવું (2), સમાજ (2), સ્થિતપ્રજ્ઞતા (2), સ્થિર (2), વધીને (2), વિચારધારા (2), માન્યતામાં (2), એકરૂપતા (2), સમાનતા (2), સ્થાપિત (2), બીજાઓની (2), વર્ચસ્વ (2), અંતર્યામી (2), શબ્દના (2), સારપની (2), નિર્માણ (2), સારું (2), જવાબો (2), વિસ્તાર (2), સમુદ્રના (2), ગુનો (2), અભાવ (2), પડતો (2), સાચા (2), સર્વોચ્ચ (2), સમસ્યાનો (2), ભાષામાં (2), વ્યક્ત (2), શકાતી (2), અર્થઘટન (2), દુનિયાને (2), વસાહતી (2), અંદરથી (2), વ્યક્તિના (2), માનવીય (2), સ્થિતપ્રજ્ઞ (2), હિંસાએ (2), બંધારણ (2), કાયદેસરતા (2), કરવાના (2), ઇચ્છે (2), રાખીએ (2), એટલા (2), ટકે (2), મૂળમાં (2), લાવવામાં (2), કડી (2), સેવા (2), ક્ષેત્ર (2), નિયંત્રણ (2), મેળવવાનો (2), રાષ્ટ્ર (2), પરિણામે (2), ઘણીવાર (2), સમાવેશ (2), કેટલી (2), હિંસાના (2), સંબંધિત (2), મતે (2), હોત (2), પાઠ (2), આંતરદૃષ્ટિ (2), માણસની (2), મર્યાદાઓની (2), કાયદો (2), મર્યાદાઓનો (2), સ્રોત (2), અમુક (2), જેઓ (2), સારો (2), મહત્વનો (2), વકીલો (2), પાનું (2), ૧૯૨૦ (2), નૈતિકતાના (2), ક્ષેત્રમાં (2), બ્રહ્માંડની (2), આપણાં (2), સમુદાયોમાં (2), તેવું (2), આપેલા (2), નકારી (2), કાઢે (2), સરળ (2), આપણામાંથી (2), શ્રેષ્ઠ (2), ભાવના (2), કટિબદ્ધ (2), કહીએ (2), કહીશ (2), વ્યક્તિગત (2), આશ્રયસ્થાન (2), ભાવનાઓ (2), વસ્તુ (2), સ્થિત (2), બોલવા (2), ૧૯૨૭ (2), પાપ (2), સંપૂર્ણપણે (2), હોઈએ (2), સમાજમાં (2), શ્રદ્ધા (2), વચન (2), મુદ્દો (2), માથે (2), ચડી (2), બિનજરૂરી (2), શાશ્વત (2), કેવી (2), શુભ (2), સિદ્ધાંતો (2), કરતું (2), દલીલ (2), લેનારા (2), બુરાઈની (2), સૂત્રો (2), વર્તમાનમાં (2), વર્તમાન (2), સારાં (2), જોવાની (2), અમર (2), ધર્મના (2), રામનામ (2), રામના (2), જાપ (2), રામરાજ્ય (2), મેળાવડામાં (2), આવું (2), શક્યતા (2), અંતરાત્માનો (2), રાજકારણ (2), ઓછો (2), પગલું (2), પહેલી (2), ગળણી (2), પયગંબર (2), વિવિધ (2), સમજવા (2), દરજ્જો (2), આધ્યાત્મિક (2), રાખ્યો (2), પયગંબરી (2), પરંપરાઓ (2), ઝલક (2), જોવામાં (2), ગાંધીના (2), પ્રત્યેની (2), દૃઢતા (2), બુરાઈને (2), પરોપજીવી (2), સારપનો (2), અતિશય (2), સમુદાયો (2), સર્જન (2), દર્શનમાં (2), પ્રસ્તાવના (2), બનાવેલી (2), દર્શન (2), જવાની (2), જીવનને (2), આપણો (2), યુગ (2), બૌદ્ધિક (2), પ્રકારના (2), રાજકારણની (2), થતી (2), ઊંડી (2), કૉલેજમાં (2), અધ્યાપન (2), નક્સલ (2), યુનિવર્સિટીમાં (2), વિઝિટિંગ (2), પ્રોફેસર (2), દિલીપ (2), સિમ્યન (2), ઑક્ટોબરે (2), વ્યાખ્યાન (2), કાઉંસિલની (2), રાજીનામું (2), અફસરો (2), મલાયાના (2), ક્યાંય (2), ફોજનો (2), શકાશે (2), જબ્બર (2), નિકોબારમાં (2), જાપાનીઓ (2), બર્માની (2), સરકારનું (2), કેન્દ્ર (2), નજીક (2), માર્ચમાં (2), સોંપ્યા (2), સૈન્યે (2), અધીન (2), તોજોએ (2), ઑક્ટોબરની (2), ૨૧મીએ (2), ભાષણમાં (2), રેજિમેન્ટ (2), બહારથી (2), ઊભું (2), ક્રાન્તિની (2), રાષ્ટ્રો (2), વાતો (2), જાતે (2), લીગનું (2), ઊમળકાભેર (2), નામની (2), દરખાસ્ત (2), લેવાયો (2), માટેની (2), પગપાળા (2), ચિર (2), વિદાય (2), ફર્યા (2), ૧૯૪૫ (2), સેના (2), દૃઢતાથી (2), મલાયા (2), સાધનસામગ્રીની (2), સ્વાતંત્ર્યવીરો (2), નવા (2), વળતો (2), મોરચે (2), નારા (2), ચલો (2), સપ્લાય (2), હવાઈ (2), તાકી (2), માર્યો (2), ત્રીજા (2), છૂટવાની (2), ચેતવણી (2), થતાં (2), બર્મામાંથી (2), સ્થાનિકની (2), ત્યાંના (2), વિશ્વયુદ્ધના (2), રંગૂનમાં (2), chhattisgarh (2), rajasthan (2), delhi (2), haryana (2), punjab (2), himachal (2), આલ્ફાબેટ (2), અનામી (2), નામો (2), બાકી (2), indianfolklore (2), kushal (2), konwar (2), પ્રાણ (2), વિદ્યાર્થીઓએ (2), વિનોદ (2), અમદાવાદના (2), વીખેરી (2), ઉમાકાન્ત (2), મૃત્યુને (2), વર્યા (2), ઑક્ટોબર (2), દેસાઈઃ (2), વડોદરા (2), ઝંડા (2), અમાનુષી (2), ડાકોર (2), વિગતો (2), ખડી (2), ફળિયા (2), મહુવા (2), સૂરતના (2), મહેતાઃ (2), મનુભાઈ (2), મગનભાઈ (2), અત્યાચાર (2), કુમારી (2), ગોવિંદરાવ (2), રિવૉલ્વર (2), અત્યાચારોને (2), ફાંસી (2), આસામના (2), દીપક (2), ધોળકિયા (2), design, with, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, સોમ, 2026, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, slavery, 139, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, આગળનું, પોસ્ટ, ક્રમાંકન, yatindra, nellie, કૂચથી, ચક્રના, પ્રકરણના, સૂચિ, લેવાતા, કોંગ્રેસનો, ક્યાં, ખાનગી, ગોઠવ્યો, સાંજે, વાગ્યે, ધરમતલ્લા, સ્ટ્રીટમાં, બ્યૂગલ, વાગ્યાં, ગાફેલ, પોલિસનું, ધાડું, ટ્રક, ભરીને, બેફામ, પકડાઈ, સ્થાને, મોહનબાબુને, કામચલાઉ, ફરવા, અમૃતસરમાં, બાગની, દિલ્હીની, પત્ની, અરુણા, આસફ, અલીએ, રાજદ્રોહના, ઇંગ્લૅંડથી, પૅરિસ, ઈટાલિયન, જહાજમાં, ફરતા, ઍપ્રિલની, ૧૨મીએ, કૉર્નવૉલિસ, સ્ટ્રીટ, જાહેરમાં, વાંચવાનો, બનાવ્યો, ઘણાએ, મેયર, રાષ્ટ્રધ્વજ, ફરકાવ્યો, દરમિયાનગીરી, પંજાબ, હરિયાણામાં, પકવવાનો, કરની, ગામડાંના, ચોકીદારોનો, ચુકવવાની, સાફ, ચોકીદારોને, જાસૂસ, ભાગલપુર, બીહપુરની, રોજેરોજ, ટોળે, રાજેન્દ્રપ્રસાદ, પટનાથી, બીહપુર, જબ્બરદસ્ત, રાજેન્દ્રબાબુ, બિહારના, ઘૂસવા, ચોકીદારું, 100years, upi, sta_1930, html, does, anyone
Text of the page (random words):
િસ્ટો પણ આંદોલનમાં કોંગ્રેસ સાથે નહોતા અને એમણે મુંબઈમાં મિલો ફરી ચાલુ થાય તેમાં સરકારને મદદ કરી એક ગુપ્ત aiccની ઑફિસ પણ શરૂ થઈ એણે કરો યા મરો ના ગાંધીજીના સ્લોગન સાથે ૧૨ મુદ્દાનો કાર્યક્ર્મ લોકોને આપ્યો કોંગ્રેસનું લક્ષ્ય વહીવટીતંત્રને સંપૂર્ણ ખોરવી નાખવાનું હતું એટલે વિદ્યાર્થીઓ વેપારીઓ ખેડૂતો મજૂરો એમ બધા વર્ગો માટે ભૂગર્ભ aiccએ જુદી જુદી અપીલો બહાર પાડી જયપ્રકાશ નારાયણ ૧૯૪૨ની નવમી નવેમ્બરની રાતે લોકો દિવાળી ઉજવવામાં મગ્ન હતા ત્યારે બિહાર હવે ઝારખંડ ના હઝારીબાગની સેંટ્રલ જેલની દીવાલ કૂદીને જયપ્રકાશ નારાયણ ભાગી છૂટ્યા ત્યાંથી એ વારાણસી થઈને યુરોપિયન વેશમાં મુંબઈ પહોંચ્યા અને ભૂગર્ભમાં રહીને ઑગસ્ટ ક્રાન્તિનું સંચાલન કરનારા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોને મળ્યા જે પી સમાજવાદી હતા અને ગાંધીજીના અત્યંત પ્રિય સાથીઓમાં હતા પણ અહિંસાની બાબતમાં એમના ગાંધીજી સાથે મતભેદ હતા જે પી માનતા કે સામાજિક પરિવર્તન માટે મર્યાદિત હિંસા જરૂરી બની જતી હોય છે એમણે દેશમાં કોઈક સ્થળેથી કેટલાંય નિવેદનો બહાર પાડ્યાં અને યુક્ત પ્રાંતમાં છૂપા વેશે ફરીને ભારત છોડો આંદોલનને ફેલાવ્યું સરકારે એમને પકડવા માટે પાંચ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું પણ જે પી વિશે બાતમી આપવા કોઈ આગળ ન આવતાં સરકારે ઇનામની રકમ દસ હજાર રૂપિયા કરી દીધી તે પછી એમણે બિહાર અને નેપાલની સરહદે ફ્રીડમ બ્રિગેડ ની રચના કરી પણ નેપાલી સત્તાએ એમને અને રામ મનોહર લોહિયાને ભીંસમાં લીધા સામસામે ગોળીઓની રમઝટ ચાલી પણ જે પી અને લોહિયા ફરી એક વાર પોલીસને હાથતાળી દઈને ભાગી છૂટ્યા જનતા સરકારો યુક્ત પ્રાંતમાં બલિયા ગઢવાલ બિહારમાં મૂંગેર મધ્ય પ્રાંતમાં નાગપુર અને મુંબઈ પ્રાંતમાં સાતારામાં જનતા સરકારો બની પણ સરકારે સશસ્ત્ર પોલીસ દળો મોકલીને એમને ધ્વસ્ત કરી નાખી એક માત્ર બંગાળના મિદનાપુર જિલ્લાની જનતા સરકાર માથાના દુખાવા જેવી નીવડી લાખો લોકો એના સમર્થનમાં અડગ હતા એટલે સરકાર આર્મી કે પોલીસનો બહુ ઉપયોગ કરે તો એને પોતાને જ નુકસાન થાય તેમ હતું જાપાન આ વિસ્તારમાં ત્રાટકશે એવી બીકમાં સરકારે ૧૯૪૨ના ઍપ્રિલથી જ ત્યાં દમનકારી પગલાં લેવાનું શરૂ કર્યું હતું લોકોની સાઇકલો સહિત ઘરવખરી પણ જપ્ત કરી લેવાઈ હતી ચોખાની આખી ઊપજની જિલ્લાની બહાર નિકાસ થઈ જતી હતી લોકોના હાથમાં પૈસા નહોતા અને તેમ છતાં ભાવો ચડતા જતા હતા એટલે લોકોમાં સરકાર સામે ભારે રોષ હતો જ ઑગસ્ટ ક્રાન્તિ શરૂ થયાના એક મહિના પછી આઠમી સપ્ટેમ્બરે એક વેપારી ચોખાની નિકાસ કરવાની કોશિશ કરતો હતો ત્યારે એને રોકવા બે હજારની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ પોલીસે એને વીખેરવા ગોળીબાર કરતાં ત્રણ ગામવાસીઓ માર્યા ગયા તે પછી પોલીસે છ ગામોમાં ઝડતી લીધી અને ૨૦૦ જણને પકડી લીધા બીજી બાજુ બંગાળ સરકારે જાપાની આક્રમણનો મુકાબલો કરવા સ્થાનિક લોકોમાંથી પાંચ હજારને પસંદ કરીને વિદ્યુત વાહિની બનાવી હતી હવે એના સભ્યો બ્રિટિશ સરકાર સામેની લડતમાં જોડાયા એમણે અસંખ્ય પોલીસ ચોકીઓને બાળી નાખી કેટલાયે સરકારી નોકરોને કેદ કરી લીધા અને એમની પાસેથી બ્રિટિશ સરકાર માટે કામ ન કરવાનાં વચનો લીધાં તે પછી એમને ઘર સુધીની રેલવેની મુસાફરીનાં ભાડાં આપીને છોડ્યા ૨૯મી સપ્ટેમ્બરે પોલીસે ગોળીબાર કરીને એક ભીડને સરઘસાકારે મિદનાપુર શહેર ભણી જતાં રોકી દીધી એ જ દિવસે વિદ્યુત વાહિનીના વોલંટિયરો પચાસ હજારના સરઘસની આગેવાની લઈને સૂતાહાટા પોલિસ ચોકી પર ત્રાટક્યા ૧૭મી ડિસેમ્બરે તામ્રલિપ્તમાં રાષ્ટ્રીય સરકારની રચના કરવામાં આવી સતીશચંદ્ર સામંત એના પહેલા સરમુખત્યાર બન્યા તે પછીની ૨૬મી જાન્યુઆરીએ કોંગ્રેસના સંકલ્પ દિને સૂતાહાટા નંદીગ્રામ તામલૂક અને મહીષાદલમાં પણ રાષ્ટ્રીય સરકારો બની તામ્રલિપ્ત સરકારે ડાકુઓ ચોરો દુકાળ ચેપી રોગો મુલ્કી અને ફોજદારી કેસો નિશાળો સૈનિકો પોલીસ વગેરે અનેક વિષયો માટે ખાસ ખાતાં શરૂ કર્યાં આ સરકાર બે વર્ષ સુધી કામ કરતી રહી ત્યાં બ્રિટિશ હકુમતનું નામનિશાન પણ નહોતું રહ્યું પરંતુ ૧૯૪૨ના ઑક્ટોબરમાં મિદનાપુર જિલ્લો ભયંકર વાવાઝોડાનો શિકાર બન્યો આનો લાભ લઈને બ્રિટિશ સરકારે ત્યાં મોટી સંખ્યામાં પોલિસો મોકલ્યા તે પછી ત્યાં દિવસે પોલિસ રાજ અને રાતે સ્વરાજ જેવી સ્થિતિ રહી ભારત છોડો આંદોલનના શરૂઆતના દિવસોમાં જ સરકાર હાંફી ગઈ હતી નેતાઓને પકડી લેવાથી જનતા દબાઈ નહીં અને ગાંધીજીએ આદેશ આપ્યો હતો તેમ પહેલાંના સત્યાગ્રહથી અલગ પ્રકારનું આંદોલન બની ગયું હતું like loading author dipak dholakia posted on 06 01 2025 05 01 2025 categories history martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો martyrs of indian freedom struggle quit india usha mehta web gurjari leave a comment on martyrs of indian freedom struggle 63 quit india 1 martyrs of indian freedom struggle 62 non vilolent khudai khitamgars of badshah khan બાદશાહ ખાનના અહિંસક પઠાણો chandra singh garhwali ગાંધીજીના અહિંસક સવિનય કાનૂન ભંગનો જ્વલંત દાખલો તો હિન્દુસ્તાનને છેડે ઉત્તર પશ્ચિમ છેડે આવેલા પેશાવરમાં મળ્યો પઠાણો એટલે કે પખ્તૂનોનો આ પ્રાંત હિન્દુસ્તાનના કોઈ પણ ભાગ કરતાં બીજા મુસલમાનો કરતાં પણ પઠાણોના નીતિનિયમો જુદા પઠાણોમાં કબીલાઓ વચ્ચેનો ઝઘડો પેઢીઓ સુધી ચાલે પઠાણ મિત્ર માટે બધું હોમી દેવા તૈયાર થાય પણ બદલો લેવાની વાત આવે ત્યારે એનું વેર કદીયે શમે નહીં એમના નીતિ નિયમો એટલે પખ્તૂનવાલી એમાં હિંસા તો બહુ સામાન્ય વાત આ હિંસક કોમને અહિંસક બનાવીને રાષ્ટ્રજીવનમાં જોડીને તદ્દન જુદી અહિંસાની દિશામાં લઈ જનારા ખાન અબ્દુલ ગફ્ફાર ખાન ઉર્ફે બાદશાહ ખાન પખ્તૂન નામ બાચા ખાન અને એમની સંસ્થા ખુદાઈ ખિદમતગાર બાદશાહ ખાને એમના માટે લાલ ખમીસનો યુનિફૉર્મ પસંદ કર્યો હતો એટલે ખુદાઈ ખિદમતગારોને લાલ ખમીસ દળ તરીકે પણ ઓળખવામાં આવતા ગાંધીજીના સવિનય કાનૂન ભંગના આંદોલનમાં એમનો ફાળો અનોખો રહ્યો બાદશાહ ખાન બાદશાહ ખાનના પરિવારને પેઢીઓથી સત્તા સાથે વેર રહ્યું હતું એમના પરદાદાને અફઘાનિસ્તાનના શાસક દુર્રાનીએ ફાંસીએ લટકાવી દીધા હતા તે પછી અંગ્રેજોએ દુર્રાની પર વિજય મેળવીને પોતાની આણ સ્થાપી ત્યારે બાદશાહ ખાનના દાદા અન્યાયની સામે લડતા પિતા પણ આધુનિક વિચારોના હતા અને બાળકોને શિક્ષણ આપવાના હિમાયતી હતા આનો લાભ બાદશાહ ખાનના મોટા ભાઈ ડૉ ખાન સાહેબ ખાન અબ્દુલ જબ્બાર ખાન ને મળ્યો ડૉ ખાન સાહેબ ૧૯૩૭ અને ૧૯૪૬માં કોંગ્રેસની સાથે રહીને નૉર્થ વેસ્ટ ફ્રંટિયરના પ્રીમિયર બન્યા બાદશાહ ખાન દિલ્હી કલકતા લખનઉ વગેરે સ્થળોની મુલાકાત લઈને બહુ પ્રભાવિત થયા એમણે પાછા જઈને પખ્તૂનોને એમના રૂઢિગત પછાત સંસ્કારો છોડીને રાષ્ટ્રજીવનમાં આવવા સમજાવ્યા અને ખુદાઈ ખિદમતગાર સંગઠનની સ્થાપના કરી એમાં એમણે શિક્ષણ ઉપરાંત રાજકીય અન્યાયો સામે લડવા પર ભાર મૂક્યો લાહોરમાં કોંગ્રેસના અધિવેશન વખતે એ ગાંધીજીના ગાઢ સંપર્કમાં આવ્યા લાહોરમાં જ કોંગ્રેસે પૂર્ણ સ્વતંત્રતાનો ઠરાવ પસાર કર્યો પેશાવરમાં અહિંસક પઠાણો પર ગોળીબાર ગાંધીજીએ ૬ઠ્ઠી ઍપ્રિલે દાંડીમાં મીઠાના કાયદાનો ભંગ કર્યો તે પછી આખા દેશમાં અંગ્રેજ હકુમત સામે વિરોધનો જુવાળ ઊઠ્યો હતો ૨૩મી ઍપ્રિલે બાદશાહ ખાને ઉસ્માનઝાઈમાં જાહેર સભાને સંબોધન કર્યું અને લોકોને અંગ્રેજી રાજની સામે લડવા માટે ખુદાઈ ખિદમતગારમાં સામેલ થવાનું એલાન કર્યું તે પછી અસંખ્ય લોકોએ અંગ્રેજી રાજને હટાવવાની પ્રતિજ્ઞા લીધી સભા પછી એ પેશાવર જતા હતા ત્યારે રસ્તામાં જ પોલીસે એમની ધરપકડ કરી લીધી આ સમાચાર મળતાં કિસ્સા ખ્વાની બજારમાં મોટું ટોળું એકઠું થઈ ગયું લોકોમાં આવેશ બહુ હતો પણ અહિંસાની પ્રતિજ્ઞા લીધી હોવાથી કોઈ પાસે હથિયાર નહોતાં બાદશાહ ખાન પોતાની આત્મકથામાં લખે છે કે બ્રિટિશ સેનાએ કેપ્ટન રૅકિટની આગેવાની હેઠળ ગઢવાલી રેજિમેન્ટના સૈનિકોની એક ટુકડી મોકલી એમની સાથે બખ્તરબંધ ગાડીઓ પણ હતી સૈનિકો આવ્યા ત્યારે હિન્દુઓ શીખો અને મુસલમાનોએ ખભે ખભા મિલાવીને માનવ દીવાલ બનાવી દીધી પરંતુ અંગ્રેજી ફોજે પોતાની રણગાડીઓ સીધી જ માનવ દીવાલ પર હંકારી દીધી આમાં કેટલાય ચગદાઈ મર્યા ઓચિંતા જ એક જુવાનિયાએ એક રણગાડીને આગ લગાડી દીધી એ આગ ચારે રણગાડીઓને ભરખી ગઈ પછી સૈનિકોએ ચારે બાજુએ આંધળો ગોળીબાર કર્યો કેટલીયે લાશો ઢળી ઘણાયે પઠાણોએ તેમ છતાં મચક ન આપી મુખમાં અલ્લાહનું નામ અને બગલમાં કુરાન દબાવીને મોતને ભેટ્યા ફરી મે મહિનાની ૩૧મીએ પોલીસે નિર્દોષો પર ગોળીબાર કર્યો અને એક શીખ સરદાર ગંગા સિંઘનાં બે બાળકોને મારી નાખ્યાં એમની પત્નીને પણ ગોળી વાગી બાદશાહ ખાન અને બીજા નેતાઓ જેલમાં હતા ત્યારે પઠાણો પર અત્યાચારો ચાલુ રહ્યા એમનો ચૌદ વર્ષનો પુત્ર વલી ખાન સ્કૂલમાંથી છૂટીને ખુદાઈ ખિદમતગારની ઑફિસે જતો હતો પણ અંગ્રેજોએ ઑફિસનો કબજો કરી લીધો હતો એક સૈનિકે વલી ખાનને જોઈને એને બેયોનેટથી વીંધી નાખવા નિશાન લીધું ત્યારે એક મુસલમાન સિપાઈએ વચ્ચે હાથ દઈને એને બચાવી લીધો વલી ખાન પછી પાકિસ્તાનની એસેંબ્લીમાં ચુંટાયા અને છેવટ સુધી પખ્તૂનોના અધિકારો માતે લડતા રહ્યા કિસ્સા ખ્વાની બજારની જેમ બીજો હત્યાકાંડ ટકર શહેરમાં થયો ખુદાઈ ખિદમતગારની ઑફિસો બાળી નાખવાનું તો સામાન્ય બની ગયું હતું આના પછી બાદશાહ ખાન રીતસર કોંગ્રેસમાં જોડાયા સ્થાનિક અંગ્રેજ સત્તાવાળાઓએ એમને રોકવા માટે ઘણાંય વચનો આપ્યાં પણ એમણે પાકો નિશ્ચય કરી લીધો હતો કોંગ્રેસની તપાસ સમિતિ ખુદાઈ ખિદમતગાર હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા એટલે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ મોતીલાલ નહેરુએ કિસ્સા ખ્વાની બજારના ગોળીબારની તપાસ માટે વિઠ્ઠલભાઈ પટેલના પ્રમુખપદે તપાસ સમિતિ બનાવી સમિતિ ત્યાં ગઈ પણ ઍટૉક બ્રિજ પર પોલીસે એમને રોકી લીધા તે પછી વિઠ્ઠલભાઈ અને એમના સાથીઓ ત્યાંથી રાવલપીંડી ગયા અને કેટલાય દિવસ રહીને લોકોને મળ્યા અને એમની જુબાનીઓ નોંધી સમિતિ સમક્ષ ૩૭ મુસ્લિમ અને ૩૩ હિન્દુ સાક્ષીઓ ઉપસ્થિત થયા અને સરકારના દાવાઓને ખોટા પાડ્યા આમાંથી એક રામચંદ હતો એ ચાલી બેસી કે ઊઠી શક્તો નહોતો એના પરથી અંગેજ સૈનિકોએ બખ્તરબંધ ગાડી ચલાવી દીધી હતી અને તે પછી ગોળીબાર થયો તેમાં એને ચાર ગોળીઓ વાગી હતી સદ્ ભાગ્યે એ જીવતો રહી ગયો સમિતિ સમક્ષ એની જુબાની બહુ અગત્યની રહી એક સાક્ષીએ કહ્યું કે અહીં નિવેદન આપ્યા પછી એને જેલમાં મોકલી દેવાશે કારણ કે એના ગામમાં સત્તાવાળાઓએ જાહેરાત કરી હતી કે જે કોઈ કોંગ્રેસની સમિતિ સમક્ષ જુબાની આપવા રાવલપીંડી જશે તેને અપરાધી માની લેવાશે બીજા એક સાક્ષીએ કહ્યું કે એ સરકારી સમિતિ સમક્ષ નિવેદન નોંધાવવા નહોતો ગયો કારણ કે એ સરકારી સમિતિ પર વિશ્વાસ રાખવા તૈયાર નહોતો એણે કહ્યું કે કોંગ્રેસની સમિતિ સમક્ષ આવવાને કારણે એને ગોળીએ દઈ દેવાશે તો પણ પરવા નથી રિપોર્ટે અંગ્રેજ સરકારના અત્યાચારને છતો કરી દીધો સરકારે રિપોર્ટ પ્રકાશિત ન થાય તેના માટે એના પર પ્રતિબંધ મૂકી દીધો પણ એની કેટલીયે નકલો અમેરિકા અને ઇંગ્લૅંડ પહોંચી ગઈ હતી એટલે લોકો સમક્ષ સત્ય પ્રગટ થઈ ગયું કિસ્સા ખ્વાની બજારનો હત્યાકાંડ અગિયાર વર્ષ પહેલાના જલિયાંવાલા બાગ હત્યાકાંડની નવી આવૃત્તિ જેવો હતો અને અહિંસક સત્યાગ્રહના ઇતિહાસનું કે લોકોના બલિદાનનું જ્વલંત ઉદાહરણ છે ખુદાઈ ખિદમતગાર અને કોંગ્રેસ સાથે મળીને ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં છેક ૧૯૪૭ સુધી સંઘર્ષ ચલાવતાં રહ્યાં પરંતુ બાદશાહ ખાન પાકિસ્તાનમાં જોડાવા નહોતા માગતા એમની લોકમત લેવાની માગણી પર કોંગ્રેસે કંઈ ધ્યાન ન આપ્યું એ અંતે બહુ દુઃખી હતા અને એમણે ગાંધીજીને કહ્યું કે તમે અમને ભૂખ્યા વરૂઓ સામે ફેંકી દીધા છે ભારતની આઝાદીના સંઘર્ષમાં બાદશાહ ખાનની ભૂમિકા કદી ભૂલી શકાય તેમ નથી ગઢવાલી સૈનિકોનો દેશપ્રેમ કિસ્સા ખ્વાની બજારમાં ગઢવાલી સૈનિકોએ ગોળીઓ ચલાવવાની ના પાડી બાદશાહ ખાન પોતાની આત્મકથામાં તેનો ખાસ ઉલ્લેખ કરીને એમની દેશભક્તિને દાદ આપે છે આ મહાન ઘટના પર નજર નાખીએઃ કેપ્ટન રેકિટે પહેલાં તો ગઢવાલી ટુકડીના નેતા ચંદ્ર સિંઘ ભંડારી ગઢવાલી ને ફાયરિંગ શરૂ કરવાનો હુકમ આપ્યો પણ એમણે શસ્ત્રવિરામનો હુકમ આપ્યો બધા ગઢવાલી સૈનિકોએ બંદુકો નીચી કરી દીધી એમને કૅપ્ટન રૅકિટને કહી દીધું કે અમે નિઃશસ્ત્ર લોકો પર ગોળી નહીં ચલાવીએ એટલે જે ખૂના મરકી થઈ તે અંગ્રેજ સૈનિકોને હાથે જ થઈ તરત જ ચંદ્ર સિંઘ અને એમની ટુકડીનાં હથિયારો લઈ લેવાયાં અને બધાને નજરકેદ રખાયા એમના પર રાજદ્રોહનો કેસ ચાલ્યો અને કોઈ કારણે મોતની સજાને બદલે જનમટીપની સજા અપાઈ એમના બીજા ૧૬ સાથીઓને પણ લાંબી સજાઓ થઈ ૩૯ જણને નોકરીમાંથી કાઢી મુકાયા ચંદ્ર સિંઘને ઍબટાબાદ ડેરા ઇસ્માઈલ ખાન બરૈલી નૈનીતાલ લખનઉ અલ્મોડા અને ધેરાદૂનની જેલોમાં રાખવામાં આવ્યા અને ૧૧ વર્ષ પછી એ છૂટ્યા બધી જેલોમાં એમણે ઘણા અત્યાચારો સહ્યા એ બેડીઓને મર્દોનું ઘરેણું કહેતા જેલોમાં એમને ઘણા દેશભક્તોને મળવાની તક મળી લખનઉ જેલમાં સુભાષબાબુને મળ્યા જેલમાંથી છૂટ્યા પછી એ થોડો વખત અલ્હાબાદમાં નહેરુને ઘરે આનંદ ભવનમાં રહ્યા અને પછી ગાંધીજીના વર્ધા આશ્રમમાં રહેવા ચાલ્યા ગયા ક્વિટ ઇંડિયા ચળવળ વખતે એમને સાત વર્ષની સજા થઈ જેલમાં એ કમ્યુનિસ્ટોના સંપર્કમાં આવ્યા અને આજીવન કમ્યુનિસ્ટ રહ્યા ૧૯૫૨માં એ વિધાનસભાની ચૂંટણી લડ્યા પણ હારી ગયા પઠાણોએ એમનું ઋણ હંમેશાં યાદ રાખ્યું દેશના ભાગલા થયા ત્યારે એમના પિતા ક્વેટા કોયટા માં રહેતા હતા પરંતુ તેઓ ચંદ્રસિંહનાં માતાપિતા છે તે જાણીને એક પઠાણ એમને ભારતની સરહદ સુધી સહીસલામત પહોંચાડી ગયો ૦૦૦ સંદર્ભઃ ૧ my life and struggle autobiography khan abdul ghaffar khan ૨ http www merapahadforum com personalities of uttarakhand chandra singh garhwali ૩ peshawar inquiry report like loading author dipak dholakia posted on 16 12 2024 05 01 2025 categories history martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો badshah khan chandra singh garhwali khudai kidamatgar martyrs of indian freedom struggle web gurjari leave a comment on martyrs of indian freedom struggle 62 non vilolent khudai khitamgars of badshah khan martyrs of indian freedom struggle 61 the salt satyagragha and its nation wide ramifications 4 મીઠાનો સત્યાગ્રહ અને એની દેશવ્યાપી અસરો ૪ ગાંધીજીને માત્ર સમુદ્રમાં મીઠું પકવવાથી સંતોષ નહોતો ખાસ કરીને સરકારે એવો દાવો કર્યો કે સત્યાગ્રહ અસરકારક નહોતો રહ્યો અને મોટી ભીડ તો એમને જોવા માટે સમુદ્રકાંઠે એકઠી થઈ હતી આથી એમણે હવે બીજો દાવ ખેલવાનું નક્કી કર્યું ધરાસણામાં મીઠું બનાવવાનું કારખાનું હતું એમણે આ કારખાનું બંધ કરાવવા માટે સત્યાગ્રહ કરવાનું એલાન કર્યું ગાંધીજી સરકારને જલદ પગલાં લેવાની ફરજ પાડતા હતા દાંડીના દરિયેથી મીઠું ઉપાડ્યા પછી ચાર અઠવાડિયે એમણે વાઇસરૉયને પત્ર લખીને ધરાસણાના મીઠાના કારખાના પર દરોડો પાડવાનો પોતાનો નિર્ણય જણાવ્યો તે પછી તરત એમની ધરપકડ કરી લેવાઈ નહેરુ સરદાર પટેલ વગેરે બીજા નેતાઓને પણ પકડી લેવાયા પરંતુ ધરાસણાના કારખાના પર હલ્લો બોલવાની યોજના ચાલુ રહી ગાંધીજીએ ૭૬ વર્ષના વયોવૃદ્ધ અબ્બાસ તૈયબજીને એની નેતાગીરી સોંપી અને એમની સાથે કસ્તૂરબાને ગોઠવ્યાં પણ બન્ને ધરાસણા પહોંચે તે પહેલાં જ એમની ધરપકડ કરી લેવાઈ અને ત્રણ ત્રણ મહિનાની સજા આપવામાં આવી એમના પછી સરોજિની નાયડુ અને મૌલાના અબૂલ કલામ આઝાદ પર સત્યાગ્રહીઓને દોરવણી આપવાની જવાબદારી આવી બધી તૈયારી થઈ ગઈ હતી માર પડવાની જ હતી પણ સામે હાથ ઉગામવાનો નહોતો એટલે મોટી સંખ્યામાં સત્યાગ્રહીઓ ઘાયલ થવાના હતા આથી ડૉક્ટરી સારવારની વ્યવસ્થા પણ કરી લેવાઈ સ્ટ્રેચરો ખાટલા વગેરે પણ મંગાવી લેવાયાં પહેલા દિવસે તો સત્યાગ્રહીઓ કારખાના તરફ ગયા પોલીસે એમને ધકેલી દીધા કે પકડી લીધા તે પછી બધા એ જ જગ્યાએ ૨૮ કલાક બેઠા રહ્યા હવે એમણે વ્યૂહ બદલ્યો અને અગરોની આસપાસ કાંટાળા તારની વાડો બનાવી હતી તે તોડવાનું શરૂ કર્યું તે સાથે જ સિપાઈઓ એમના પર તૂટી પડ્યા કોઈનાં માથાંફૂટ્યાં તો કોઈના પગ લોહી એટલું વહ્યું કે સ્ટ્રેચરો ઓછાં પડ્યાં અમેરિકન પત્રકાર વેબ મિલર આ ઘટનાનો સાક્ષી હતો એણે રિપોર્ટ મોકલ્યા તે પહેલા દિવસે તો પ્રગટ ન થયા કારણ કે બ્રિટિશ સરકારે સેન્સરશિપ લાગુ કરી દીધી હતી મિલરે સેન્સરશિપ હોવાનું જાહેર કરી દેવાની ધમકી આપી તે પછી એમનો પહેલો રિપોર્ટ છપાયો તે સાથે જ દુનિયામાં ૧૩૫૦ છાપાંઓમાં આ સમાચાર ચમક્યા અને દુનિયામાં અરેરાટી ફેલાઈ ગઈ નિર્દોષ અહિંસક સત્યાગ્રહીઓ પર હુમલાની ઠેકઠેકાણે ભારે ટીકા થવા લાગી મિલરે રિપોર્ટ આપ્યો કે હું જ્યાં ઊભો હતો ત્યાં મને સત્યાગ્રહીની ખોપરી પર લોખંડ ચડાવેલી લાઠીનો પ્રહાર સંભળાતો હતો મને ઊબકા આવવા લાગ્યા જોનારાના મોઢામાંથી આહ અને ઓહ નીકળી જતાં હતાં પણ એક પણ સત્યાગ્રહીએ સામે હાથ ન ઉગામ્યો ઘાયલોને લેવા માટેનાં સ્ટ્રેચરો ઓછાં પડ્યાં એટલે સ્વયંસેવકો એમને કામળામાં ઊંચકીને લઈ જવા લાગ્યા કામળા પણ લોહી નીતરતા હતા ત્યાંથી એમને પ્રાથમિક સારવાર પછી હૉસ્પિટલ લઈ જવાતા હતા હૉસ્પિટલમાં મેં ઘાયલોની સંખ્યા ગણી ૩૨૦ ઘાયલ થયા હતા કેટલાયને પોલીસે ગુપ્તાંગો પર લાતો મારી હતી એ પીડાથી કણસતા હતા બે સત્યાગ્રહીઓનાં ત્યાં જ મૃત્યુ થયાં સરદાર વલ્લભભાઈનાં માતા મીઠાના સત્યાગ્રહનું કેન્દ્રસ્થાન દાંડી રહ્યું પરંતુ ગુજરાતમાં બીજાં આંદોલનો પણ થવા લાગ્યાં ખાસ કરીને સૂરતનો બારડોલી જિલ્લો અને ભરૂચનો જંબુસર જિલ્લો મોખરે રહ્યાં બારડોલીમાં ગામડાંમાં ખેડૂતોએ જમીન મહેસૂલ ન આપવાનું આંદોલન ચલાવ્યું પોલીસના અત્યાચારનો સપાટો સરદાર વલ્લભભાઈનાં એંસી વર્ષનાં માતાને પણ લાગ્યો એ રાંધતાં હતાં ત્યારે સિપાઈઓ એમના રસોડામાં ઘૂસી ગયા અને બધું ઢોળી નાખ્યું માટીનાં વાસણો ફોડી નાખ્યાં અને જે કંઈ વાસણો મળ્યાં તેમાં કેરોસીન ભરી દીધું સરદાર એ વખતે હજી જેલમાં જ હતા ધોલેરા સત્યાગ્રહ ૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ અમૃતલાલ શેઠના નેતૃત્વ હેઠળ ૨૧ સત્યાગ્રહીઓની ટુકડી સમુદ્રની ખાડી પાસે પહોંચી અને ઇન્કિલાબ ઝિંદાબાદ ની ઘોષણા સહિત પોલીસોની હાજરીમાં મીઠું ઉપાડી કાયદાભંગ કર્યો બધા સત્યાગ્રહીઓની ધરપકડ કરી તેમની પાસેથી બળજબરીથી મીઠું પડાવી લીધું તેમને થોડો સમય કસ્ટમ હાઉસમાં બેસાડી રાખી છોડી દેવામાં આવ્યા અમૃતલાલ શેઠ પર કેસ ચલાવી અઢી વર્ષની સજા કરવામાં આવી બળવંતરાય મહેતાની સરદારી હેઠળ મોટી સંખ્યામાં સત્યાગ્રહીઓની ટુકડી ૧૩ એપ્રિલની સવારે નીકળી તેણે મીઠું ઉપાડી કાયદાભંગ કર્યો બળવંતરાયની ધરપકડ કરી ધંધૂકામાં કેસ ચલાવી બે વર્ષની સજા કરવામાં આવી આશરે દોઢ મહિનાની સક્રિય લડતમાં મણિશંકર ત્રિવેદી દેવીબહેન પટ્ટણી...
|