Meta tags:
description= Creations;
Headings (most frequently used words):
share, this, સર્જકસંવાદ, શ્રેણી, ajay, oza, recent, top, પહેલાં, અને, પછી, વાર્તા, અજય, ઓઝા, वन्स, अगेइन, कहानी, अजय, ओझा, ૧૭, ૧૬, ૧૫, ૧૪, ૧૩, ૧૨, ૧૧, ૧૦, posts, comments, email, subscription, archives, blog, stats, month, categories, clicks, rated,
Text of the page (most frequently used words):
में (88), હોય (78), उमंग (55), નહિ (45), मैं (37), હું (36), share (30), મને (30), कुछ (28), અને (27), ajay (26), oza (26), मेरी (26), मेरे (26), मुझे (26), નથી (25), हूँ (25), સર્જકસંવાદ (23), क्या (22), बात (22), new (21), શકે (21), हुए (21), facebook (20), opens (20), window (20), लिए (20), કોઈ (19), रहा (19), नही (19), विराग (19), #શ્રેણી (18), हुआ (18), वन्स (17), अगेइन (17), मैने (17), પછી (16), રહી (16), એટલે (16), साथ (16), रही (16), नहीं (15), this (14), તું (14), उसकी (14), फिर (14), उसे (14), मेरा (14), શું (13), માટે (13), तरह (13), એના (13), એને (12), સુધી (12), પહેલા (12), आवाज (12), like (11), loading (11), કેમ (11), હતી (11), होगा (11), शहर (11), अपनी (11), मुंबई (11), तुम (11), 2015 (10), tags (10), posted (10), તને (10), મારી (10), છું (10), રહ્યો (10), લાગે (10), सिंगर (10), कभी (10), लेकिन (10), अपने (10), શિવાની (10), એની (10), comment (9), ગુજરાતી (9), 2016 (9), હવે (9), જાય (9), નામ (9), ગયો (9), બની (9), ત્યારે (9), આવી (9), એવું (9), વધુ (9), भावेणा (9), उसके (9), हैं (9), गीत (9), बार (9), हुई (9), होने (9), ज्यादा (9), कहा (9), सकता (9), પત્ર (8), 2012 (8), કરી (8), ક્યારેય (8), મારા (8), બધું (8), કદાચ (8), શકાય (8), જોઈ (8), रेडियो (8), रहे (8), कोई (8), किसी (8), आगे (8), अगर (8), शायद (8), મેં (8), માહી (8), comments (7), rss (7), july (7), તોયે (7), એનો (7), સાથે (7), હશે (7), ખબર (7), રીતે (7), એવી (7), ખુશી (7), તારી (7), તારાથી (7), ભૂલી (7), रहिए (7), पहले (7), क्युं (7), भला (7), होता (7), दूर (7), शेफाली (7), सकती (7), किया (7), करने (7), तेरी (7), पता (7), तुम्हें (7), बहोत (7), august (6), november (6), leave (6), વરસાદ (6), કામ (6), સમય (6), હોતો (6), માત્ર (6), આજે (6), કાન (6), આંખો (6), હતો (6), તારા (6), વાત (6), યાદ (6), ચૂપ (6), અહિ (6), नाइन (6), करती (6), उसने (6), स्वर (6), हमेशा (6), होती (6), संगीत (6), दिया (6), सकते (6), लगा (6), ईन्डस्ट्री (6), जीवन (6), अच्छा (6), फाईल (6), પતિ (6), એણે (6), હાથ (6), લાગી (6), ફ્રી (6), સેમ્પલ (6), email (5), posts (5), વાર્તા (5), कहानी (5), આંખ (5), સહેજ (5), આવે (5), ફરી (5), બને (5), આવ્યો (5), અવાજ (5), જેમ (5), અચાનક (5), બહુ (5), ક્યાં (5), શકું (5), અલગ (5), દૃશ્યો (5), તમે (5), હમેશા (5), સજા (5), पास (5), अभी (5), सुनने (5), बाद (5), जगह (5), स्वरों (5), समझ (5), वैसे (5), नाम (5), करते (5), सुंदर (5), बेहतर (5), तेरे (5), देख (5), लाईफ (5), कोशिश (5), सोच (5), ठीक (5), पहचान (5), बिलकुल (5), कैसे (5), બોલી (5), સવાલ (5), ગયું (5), બીજા (5), અંકલ (5), જૂઓ (5), wordpress (4), com (4), blog (4), 2011 (4), ઓઝા (4), अजय (4), ओझा (4), શક્યો (4), મારે (4), જશે (4), હમણાં (4), રાહ (4), ક્યાંક (4), કેવળ (4), અરે (4), જાણે (4), સમજાય (4), જેવી (4), શકી (4), એવા (4), વાર (4), હવાતિયાં (4), આટલી (4), ઉપર (4), વિકલ્પ (4), story (4), નસીબદાર (4), પડે (4), એટલી (4), મળે (4), કોઈને (4), તમારી (4), भावनगर (4), पहला (4), शादी (4), सर्वाइव (4), रहता (4), जाता (4), चले (4), बोल (4), भारी (4), भीतर (4), मुझ (4), ईसी (4), दिल (4), उसी (4), फेमस (4), मिस (4), आवाज़ (4), केवल (4), बड़ा (4), बाहर (4), बातें (4), करता (4), कहाँ (4), रहने (4), देने (4), धीरे (4), होकर (4), चाहिए (4), गलत (4), मदद (4), बोला (4), जरुरत (4), चेहरे (4), खड़ा (4), काम (4), બદલાઈ (4), ઓળખી (4), મારું (4), જરા (4), વાક્ય (4), ડબામાં (4), sign (3), subscribe (3), jul (3), may (3), february (3), march (3), april (3), 2018 (3), પહેલાં (3), અજય (3), જોકે (3), બંધ (3), આપણે (3), દૂર (3), ઊભી (3), થાય (3), લાગણીઓ (3), પડી (3), ભલે (3), બહાર (3), પ્લીઝ (3), આવવું (3), પડતી (3), તારું (3), વ્યર્થ (3), તેં (3), આવતી (3), કહે (3), ફટાકડા (3), બીકણ (3), કેટલો (3), દાબીને (3), અંદર (3), બાળક (3), વાતો (3), સમયસર (3), ગયા (3), રાહમાં (3), nov (3), તેણે (3), જતા (3), તૈયાર (3), બાકી (3), કેટલાયે (3), કેવી (3), મારો (3), gujarati (3), જવાની (3), દેખાતા (3), કરતા (3), ગયેલા (3), नाइन्टी (3), पोइन्ट (3), हमारे (3), अरे (3), सारी (3), सुना (3), तभी (3), मिला (3), सही (3), हाथ (3), थाम (3), लोगो (3), जादू (3), लोग (3), लगे (3), देते (3), अपना (3), कहते (3), अंदाज़ (3), गये (3), आँखों (3), यूं (3), शौक़ (3), मतलब (3), पेश (3), देखता (3), बीच (3), बारे (3), रास्ते (3), गया (3), आने (3), जल्दी (3), प्रोग्राम (3), देखा (3), जाये (3), फिल्मों (3), करियर (3), यहां (3), छोड़ना (3), करना (3), लोगों (3), कैद (3), रहना (3), लेना (3), स्थान (3), जानता (3), रहेगा (3), देखते (3), मुझसे (3), महसूस (3), ऐसे (3), थोड़ा (3), निकाल (3), नजर (3), चुकी (3), विभिन्न (3), बड़े (3), लगता (3), उसका (3), रास (3), आये (3), सबकुछ (3), तैयार (3), परेशान (3), बाल्कनी (3), सर्जरी (3), यंत्र (3), शब्द (3), स्वस्थ (3), બરાબર (3), બારી (3), બિલકુલ (3), બાળકી (3), જેવો (3), જોવા (3), મમ્મી (3), ભૂખ (3), વગર (3), જવાબ (3), ટ્રેનમાં (3), બિસ્કીટનું (3), પેકેટ (3), તરફ (3), શિવાનીની (3), પહોળી (3), દિશામાં (3), પીઠ (3), કરો (3), અમારી (3), ફોટા (3), લાપરવાહી (3), તપાસ (3), શોધી (3), ધારે (3), site (2), required (2), log (2), subscribed (2), join (2), other (2), subscribers (2), and (2), top (2), हिन्दी (2), select (2), categories (2), month (2), june (2), september (2), january (2), 2013 (2), 2014 (2), archives (2), address (2), riya (2), recent (2), સમજતા (2), આપણને (2), નીતરે (2), ત્યાં (2), આપી (2), અંદરની (2), ખૂટી (2), સામે (2), છત્રીઓ (2), ખોલીને (2), બેસી (2), કૅરફૂલ (2), ક્યારેક (2), aug (2), તારે (2), તાસીર (2), ખરો (2), જ્યારે (2), પાસે (2), કશુંય (2), મળતી (2), તફાવત (2), વિચાર્યું (2), કાલે (2), આવતીકાલ (2), આવવાની (2), હેપ્પી (2), કરીને (2), થવાની (2), જોતા (2), ગાયબ (2), આશાઓ (2), મૂકીને (2), મોડા (2), જેવા (2), કેટલાય (2), અવાજો (2), એકવાર (2), ખુલી (2), અજાણ્યા (2), સરસ (2), ચાલી (2), ફોન (2), પોતાનો (2), કર્યો (2), ઘણી (2), મળી (2), જોઈએ (2), કેટલાક (2), રહ્યા (2), યુગો (2), વીતી (2), પહોંચશે (2), સંવેદન (2), ફાયદો (2), બીજી (2), બધાં (2), કેટલીક (2), સમજાશે (2), કેટલું (2), સ્ક્રીન (2), સ્પર્શ (2), પામી (2), નજર (2), વાપરો (2), સમજી (2), તારો (2), વિકલ્પની (2), શોધમાં (2), પગથિયું (2), પગથિયાં (2), જેવું (2), થયું (2), તારાથીયે (2), રાખવી (2), જતી (2), વખતે (2), સામનો (2), થતા (2), લોકોને (2), કોઈની (2), શકો (2), કહ્યું (2), શકવાની (2), લેવાની (2), લાયકાત (2), માની (2), કરવાનું (2), કરવાની (2), દેખાય (2), ભૂલોની (2), मोबाइल (2), पार्क (2), सर्कल (2), नाचते (2), बचते (2), गाते (2), साल (2), शुरु (2), र्हूं (2), कानों (2), गुंजने (2), लगती (2), सिर्फ (2), आसपास (2), बेचारा (2), कहीं (2), ईंतजार (2), देती (2), बनने (2), सौभाग्य (2), मायने (2), अंदाज (2), आपका (2), स्वागत (2), योर (2), सेल्फ (2), नेचर (2), नाउ (2), पूरा (2), लुभावनी (2), रहती (2), दिन (2), रुप (2), घण्टे (2), सुननेवालों (2), भरी (2), बातों (2), सारे (2), जाए (2), लेकर (2), इयरपीस (2), जाते (2), जमा (2), जोड़ (2), ईससे (2), दिमाग (2), एसे (2), मिल (2), सुमधुर (2), भगवान (2), लिया (2), जल्द (2), एस्टाब्लीश (2), जैसे (2), नंबर (2), अलग (2), ओडियन्स (2), काच (2), जीत (2), बढ़ (2), ट्राफिक (2), कहता (2), वजह (2), सीटी (2), नाता (2), प्रवेश (2), लड़की (2), महज़ (2), अच्छी (2), चान्सीस (2), जानती (2), यहाँ (2), उससे (2), मिले (2), ईसमें (2), दर्शकों (2), सामने (2), गहरी (2), निश्चय (2), पड़ा (2), काफी (2), नाराज़ (2), बढ़ने (2), चान्स (2), कोयल (2), पिंजरे (2), जायेगी (2), ईन्सान (2), कहती (2), कटर (2), कितनी (2), प्रगति (2), जिस (2), पड़े (2), ईसे (2), खुशी (2), तेरा (2), रोशनी (2), शोर्ट (2), दूसरे (2), तुमने (2), स्टेज (2), गाने (2), पर्फोर्मन्स (2), मुश्किल (2), एसा (2), मानो (2), ईतना (2), आना (2), होगी (2), सवाल (2), मुँह (2), जाऊँगी (2), बिना (2), छोड़ (2), जैसी (2), ईतने (2), पाई (2), संघर्ष (2), हंसिल (2), दिक्कतें (2), धारणा (2), अनुसार (2), पाये (2), लेने (2), दूँगी (2), मैंने (2), ऐसा (2), हौसला (2), कैस (2), एचीवमेन्ट्स (2), तरफ (2), मायूस (2), आँखें (2), एवॉर्ड (2), प्रोब्लेम (2), असमंजस (2), शब्दों (2), होना (2), पलभर (2), मेडीकल (2), आती (2), माय (2), गोड (2), खुद (2), मेहनत (2), महाशय (2), आनंद (2), खुश (2), मनाया (2), सीधे (2), झूठ (2), एनी (2), वैवाहिक (2), तुम्हारे (2), बोलता (2), सर्वाईव्ड (2), ટ્રેન (2), સમયે (2), સામેની (2), લોકો (2), હોતા (2), કશુંક (2), વિચારો (2), નક્કી (2), થયો (2), રહ્યું (2), કશુંયે (2), દાઢી (2), કહેલું (2), ચાલુ (2), બેઠી (2), પડ્યો (2), તળાવની (2), પાળે (2), હાથમાં (2), પકડીને (2), લગ્ન (2), બાળકીને (2), આપેલો (2), ખાતરી (2), આવતા (2), પેલી (2), કશાય (2), કંઈક (2), સૉરી (2), પાસેથી (2), અજાણ્યો (2), હોઠે (2), સ્ટેશન (2), શીંગ (2), રેવડી (2), બારીમાંથી (2), પસાર (2), કારણે (2), ક્યાંય (2), દેવાની (2), મેળવો (2), એકદમ (2), ચકામા (2), દર્દીઓના (2), ઉડતી (2), ટાઈટલમાં (2), હતા (2), પત્રિકા (2), પૂછ્યું (2), રોગ (2), ઊતરી (2), વાતોમાં (2), સંમત (2), થવું (2), સન્નાટો (2), જાગી (2), સેલ્સમૅન (2), હતું (2), કરવા (2), એનું (2), દવા (2), બધા (2), બર્થ (2), માણસ (2), દૂનિયાના (2), ખૂણેથી (2), નંબર (2), creations (2), get, started, design, with, website, name, write, collapse, bar, manage, subscriptions, view, reader, report, content, privacy, already, have, account, now, entries, rated, none, clicks, अवतरण, uncategorized, લેખ, નિબંધ, નવલકથા, category, 2026, 830, hits, stats, october, december, enter, your, receive, notifications, subscription, મુકેશ, સોજીત્રા, કૃણાલ, સત્તર, સેકન્ડનું, આકાશ, પ્રકરણ, search, older, સમજતો, એમાં, વાંક, મેઘ, સંદેશાઓ, મોકલવાનું, ઉકેલવાનું, ક્યારનુંય, ચૂક્યા, છીએ, સમજે, એકલો, પલળું, છીંકાછીંક, કરતું, નાક, કોરો, રહું, પજવી, ઉલટાની, મજાક, ઊડાડતી, રહેતી, હોઈશ, આવું, કાગડાને, રમત, દેડકાનો, જીવ, આનું, વરસાદમાં, નહાવું, હોતું, વરસાદનો, છાંટોય, રોમાંચ, શક્તો, બહારના, અંદરનો, ડૂકી, તરત, સમજણની, કાળી, જાઊં, ચોમાસાઓ, ધોધમાર, દેડકાભાઈ, કાગડાભાઈનું, રમકડું, છત્રીની, નીકળવાના, હેય, જોજે, બળૂકા, વાવાઝોડામાં, વરસાદની, તોફાની, હવામાં, કાગડો, હાલ, દેડકાભાઈના, ભૂંડા, થવાના, નેં, હાં, પાછા, અત્યારે, જોવી, સ્વભાવે, અધીર, આપવા, બચ્યું, ખરચાય, ધીરજ, નહિતર, વીત્યા, બાદ, જીત, હારમાં, વિલંબે, તૃપ્તિ, અતૃપ્તિમાં, ફેર, વિચ્છેદ, ભૂલાયા, મિલનનો, આનંદ, અનુભવી, શકાતો, ચૂકી, જઈશ, જઈને, સંભાળી, લઈશ, મંજૂર, આજમાં, માનું, કૅલેન્ડરમાં, જીવનમાં, બોલ, દીવાળી, ફોડવાનું, ક્યારે, કર્યું, ખ્યાલ, કેવો, ધડાકાના, અવાજોથી, ડરું, આંખોમાંથી, પ્રકાશ, પહોંચે, જીણી, પૂરા, બાળકની, ઊભો, ખતમ, ક્યારનીયે, હજી, પૂરી, જગાવી, જોતો, હોવાના, ગેરફાયદા, ઊભા, રહેવામાં, સાંભળવા, સાંભળી, સમજવા, કેટલીયે, પહોંચી, હોત, સુધરવાનો, થરથરે, હજુયે, બૉમ્બમાથી, વિસ્ફોટ, કાંપે, જેની, જામગરી, ચાપી, વિસ્ફોટની, થરથર, કાંપતા, મુગ્ધ, તરથી, વિશિઝ, ફૉર, રેસ્ટ, ન્યુ, યર્સ, હેલો, સર્જકસંવાદની, નિયમિત, વાંચું, હોં, વાચકનો, વાંચી, રાજીપો, વ્યક્ત, પ્રતિભાવ, ગમે, ખરા, થવી, મનમાં, યક્ષપ્રશ્નો, ઊઠી, લખાણ, રહેશે, શબ્દોને, પહોંચવામાં, ઈન્ટરનેટ, અનંત, રહેવા, યુનિકોડેડ, અક્ષરોનું, પહોંચવાનું, અમરત્વનો, આનાથી, મોટી, કમનસીબી, બીક, કહેવાતી, પરિશ્રમ, બોજ, ઊગતી, શ્રેણીનું, બાળમરણ, આંખોના, અમરફળથી, જીવતદાન, આપવું, જ્યાં, ચાલે, કહેવું, feb, નાનકડી, સમજાતા, વર્ષો, પત્રો, મેઇલ, મેસેજીસ, ઈમોજી, સ્માઈલી, પોક્સ, ચેટ, પોકળ, એમાંયે, એકતરફી, પીડાકારક, એટલું, નોટીફીકેશન, બનવાની, નકામી, ઘેલછા, બેશક, પથ્થર, પિસ્તોલ, આકાશમાં, છેદ, પાડી, મુટ્ઠી, પીંજરું, હવાને, કેદ, દરિયો, ખારાશ, રોકી, દીવો, અંધારું, મૌનને, તલવાર, તીક્ષ્ણ, સમયને, કાપી, ચીરીને, આરપાર, એટલીયે, સમજણ, પાંખો, દિલ, દિમાગ, કારણ, mar, ઓપ્શન, સૃષ્ટિની, તમામ, વ્યક્તિઓ, અજોડ, કોઈનોયે, હમ્મ્મ, ઓછી, નિકળી, આગળનું, પછીનું, ડોન્ટ, નિકળ્યો, કદી, કહી, એથી, હેં, જરુર, પ્રેમાળ, સુંદર, કેર, કરનાર, ચાહનારી, સંગાથ, આપનાર, લાગણીવાળી, અતિ, સંભાળ, લેનારી, ચડિયાતી, છતાંયે, સ્વતંત્ર, વ્યક્તિ, સૃષ્ટિમાં, apr, કાળે, માનવ, સ્વભાવનું, વિચિત્ર, લક્ષણ, રાખવા, મહેનત, કરવી, જવા, બોલતા, શીખ્યા, રહેતા, શીખવું, મુશ્કેલ, ખરું, ચઢીને, ગુરુત્વાકર્ષણ, બળનો, કરવાનો, પરંતુ, નીચે, બળોનો, કરવો, પડતો, આંખે, કરવાથી, સ્પષ્ટ, શબ્દો, મૌનની, ભાષા, અદકેરી, રહેવાની, આયનામાં, હાઈ, ડેફિનેશન, પ્રતિબિંબ, કૅનવાસ, રચાયેલ, પૅન્સિલ, સ્કેચ, ગમતો, ગેરહાજરી, કોઠે, હાજરી, જીરવાય, પૂનમના, ચંદ્રની, સાક્ષીએ, સપ્તપદી, સંકલ્પો, કર્યા, અઘરી, કળા, હરકોઈને, હસ્તગત, હોતી, ઈર્ષ્યા, ચાહવાની, ચાહી, રાખવાની, ફૂકી, ફૂકીને, પગલા, ભરવાની, મીંચીને, વિશ્વાસ, લાગણીઓને, સમાજ, ટોટલ, જજમેન્ટલ, સોસાયટી, માણસો, ઓછા, ન્યાયધીશો, સતત, સમાજના, ત્રાજવે, તોળાતા, ઉપરતળે, થયા, કોમ્પ્રોમાઈઝ, તમને, ઊગારી, કુંડળીમાં, પૂર્વગ્રહો, નડતા, કનડતા, રહે, ઝાંકવાનો, કરવામાં, કશો, લાભ, સચ્ચાઈમાં, જેને, આપવી, જોવે, તમારું, મૌન, તમારો, અપરાધ, ગણાય, સંભવ, જબ્બર, સહનશક્તિ, અક્ષમ્ય, ગયેલી, બોલવાના, શબ્દોની, ભીતર, ડૂમાઈ, વિચારોની, કરાયેલા, ખુલાસાઓની, કરેલા, અપરાધોની, hindi, ०९८२५२५२८११, मीरा, आस्था, अखिलेश, गुजरात, ३६४००१, स्टेशन, सबसे, बने, धमाकेदार, याद, मुंह, निकली, समज, थकी, हारी, यादें, आकर, कैसी, महेक, नादान, तडप, दिनो, सुनाई, पागल, आरंभ, फर्स्ट, मधुर, कर्णप्रिय, हकदार, माइक्रोफोन, कहना, निजी, सुहाने, लगते, मुवींग, न्यु, एमेजींग, सोंग, गाय्ज, गुनगुनाते, गुंजता, वास्ते, बडा, उत्सुक, मिलनेवाली, मीठी, बेताब, नियमित, प्रसरित, फेवरिट, कार्यक्रम, जिसके, संचालन, मनमोहक, मीठा, कहर, ढाते, लहेजत, बरबस, खींचे, आते, रात, बजे, गली, मोहल्लो, फ्रीकवन्सी, सेट, पान, दूकान, पेट्रोलपंप, बजने, स्कूटर, मोटर, साइकिल, बसों, रिक्शा, जुडे, लहराते, सुनाने, जुट, डीनरपार्टी, फैक्टरियों, कैन्टीन, डायनींग, होल्स, गार्डन, होटेल्स, स्पीकर्स, तान, भीड, घरों, टहलते, लेते, उत्साही, रीधम, हृदय, गहराईयों, ऊतर, हमें, दिलो, हकुमत, कायम, लेता, अनोखे, डूबो, दोस्तों, बोरतालाब, किनारो, तख्तेश्वर, ढलानों, स्वेटरो, सिकुड़, सर्दियों, मौसम, पीलगार्डन, परदेसी, पंछियों, चोंच, पियु, सँहारे, गर्लफ्रेन्ड, रोमेन्टिक, ईशारों, रहें, सदाबहार, सूरों, चलिए, झुमिए, झुम, ऊठता, जानेवाले, काबु, ठहरी, जगाया, बदौलत, मानेजाने, वाले, संगीतकारों, तालीम, हासिल, माना, फिमेल, हैसियत, मशहूर, चुका, प्रसारण, भाग्यशाली, श्रोताओं, लता, मंगेशकर, कोकिलकण्ठी, नया, ओन्ली, फोर, अवर, लकी, सुनिये, मेर, मीत, गुंज, दौरान, स्टुडियो, रेकोर्डिंग, चैम्बर, ग्लासवोल, पार, सोफे, बैठी, सुनते, फूला, समाती, आरपार, शरारत, नजरें, बिछाकर, सौंदर्य, पीता, खतम, तक़, बेशर्म, कहीका, क्रिकेटमैच, हाल, बताता, ऊँचे, लक्ष्यांक, पीछा, भारतीय, टीम, ढ़ंग, बताते, चित्रा, राजकोट, हाई, मात्रा, ट्रफिकजाम, हेवी, व्हीकल्स, माढीया, रोड, मोड, एरिया, ज्वेलर्स, विक्टोरिया, मार्ग, मेसेज, दिखाता, होर्डिंग, बोर्ड, वहाँ, गुजरते, पहूँच, जहाँ, करेंगे, हास्य, व्यंग्य, समूचे, गुज़र, होश, दुनिया, बेजिकली, असल, करिअर, ओरिएन्टेड, बैठा, कतई, उद्देश्य, दिशा, बढने, नामुमकिन, टाउनहोल, यशवंतराय, नाट्यगृह, चार, कोम्प्लीमेन्ट्स, पैसों, मुट्ठीभर, सुरीली, महेच्छा, बड़ी, तमन्ना, रक्त्कण, फैली, दृढ, मंज़िल, रहूँगी, हां, बताया, अच्छे, खातिर, पड़ता, अनमोल, प्रसिद्धि, हांसिल, गँवाना, पडता, टार्गेट, एहमियत, रखती, छोड़कर, ऍसे, मिलाना, जरुरी, जिनका, कनैक्शन, ड्युएट, मेइल, पर्फोम, दिलवाने, प्रोमिस, जुड़ा, भाता, विरग, गज़ब, खुले, आसमान, उड़, हँसती, गाती, तोत, पंछी, प्लेसमेन्ट, पेड़, टहनी, घोंसला, बनाकर, फिल्म, भविष्य, राह, एकदम, समझाने, जिंदगी, ट्रेईनी, पढ़े, लिखे, तोते, जोब, कहां, संतुष्ट, रहोगे, प्रेक्टिकल, एन्ड, मेच्योर, निरुत्तर, लदे, सपने, देखत, क्रोध, कौए, करोगे, महत्त्वाकांक्षाओंसे, ड़रता, अप्रिय, अपनों, दुर्गति, ताक़त, बलबूते, बढ़ती, रोशन, बशर्ते, दीये, बाती, रास्ता, चुन, रुक, जरा, पुछो, समझने, करनी, उधार, चुझ, सिखने, गायिकी, बनाई, अंतरा, चलेगा, कितना, तर्क, वजन, समझाती, असर, गुस्से, झुँझलाकर, गुस्सा, जाती, होते, सुनेगी, सँवारने, ईरादे, कहने, आवश्यकता, दिखाई, अफसोस, बेझिझक, साबित, सचमुच, ढूँढ़ते, वापस, पहूँची, कहँ, होग, कहूँगी, उसको, ऊठना, पड़ने, जरुरतों, लौटने, मिलती, वक्त, जॉब, बरसों, वैसी, सँभालता, केयर, चाहे, इन्फेक्ट, कईबार, पर्फोर्म, गाकर, प्रशंसा, खींच, लाये, नये, प्रारंभ, हुअ, फेंकने, काम्याब, सकी, प्लेबेक, खास, सफलता, चकराती, प्रपोज, स्वीकार, झिझक, मरजी, मुताबिक, मेगासीटी, दूषण, परिणामतः, बढ़ते, आखिररकार, दर्द, ईलाज, अल्टीमेटम, फर्क़, दौड़, उस्के, इनकार, करेगा, आखिर, प्यार, गले, बेकद्र, दिलाऊँगी, कीमत, सीखाऊँगी, कैश, चैलेन्ज, देकर, अधखुले, दरवाजे, अकेला, वॉट, सरप्राईज़, विपरित, ऊभरी, रेखाओं, भावों, पढ़ने, बिस्तर, फैला, सोया, चमक, उभरती, आत्मविश्वास, बढ़ा, आधी, जंग, उत्साह, उछलते, बेक, विथ, कमरे, रखे, एवं, किये, खिताबों, निगाहों, प्रोग्राम्स, एंकरींग, प्रशंसापत्र, मोस्ट, पोप्युलर, ईतनी, संख्या, सफल, लिम्का, रेकर्ड, बूकमें, बेस्ट, प्रतिष्ठित, भरा, इवेन्ट्स, फोटोग्ग्राफ्स, दीवार, तसवीरों, जिनमें, मुद्राएँ, पति, मामूली, बनेगा, जान, बना, उनसे, निकाला, सिखाना, पड़, निकलवा, तजुर्बे, आखों, प्रश्नार्थ, उभरता, डूबा, सफाई, देनी, पड़ेगी, बिल्कुल, खरी, उतरी, बनी, पहली, ढूँढ़ने, जिद्दी, इन्सान, निकला, सरल, जाँसें, कपटव्यवहार, देना, आओगे, जवाब, गौर, देखती, चलता, थका, बीमार, बाल, बिखरे, शर्ट, पहना, भरकम, दिखती, बढ़ाती, तबियत, जाओ, रखा, खड़ी, तुम्हे, दिलवा, चुपचाप, भेदी, मौन, चिंता, कारण, बनता, अचानक, बेड, पड़ी, फौरन, ऊठा, लेती, फुर्ति, पढ़्ती, बिजली, गिरती, बता, स्वरपेटी, कॅन्सर, हाउ, बिलीव, धीस, गूँगा, सँभालते, ठण्ड़े, सोचती, समझदारी, साफ, जाहिर, पायेगा, फायदा, बाप, बेकार, सिफत, राजी, जुटाने, होगे, बनाये, रखते, बुलाया, आता, वापिस, ट्युमर, हडबडाहट, हँसने, बड़बड़ा, चुप, संदेह, अबतक, सुन, सका, मूर्ख, जन्म, मूक, बधिर, थोड़े, पाने, कैसा, हँस, अर्धदग्ध, पाता, नेचरली, जाने, जल्दबाजी, पासे, पड़ते, ऊलटाने, शब्दो, अभिनय, सिख, हंस, जिनियस, सोरी, खबर, चुके, देखने, बीमारी, मायूसी, इले, देखो, मुस्कुराहट, सुरक्षित, खयाल, रखता, उफ्फ, सादे, आनेवाली, जानते, फक़्र, बनाने, बराबर, रंगीन, नहि, आश्चर्य, झटका, स्तब्ध, दिग्मूढ़, जड़वत, बोलने, निकलते, गूँगी, फोन, सुखी, देखी, भाई, उनके, मेडिक्लेइम, कागज़ात, आया, क्वाएट, वेल, चेक, किसने, हड़बड़ाहट, पोज़ीटीव, थिंकींग, किताबें, पढ़, समझो, संभावना, दरवाजा, खुल, रेखाएँ, लाते, करीब, पहुँचकर, हाँ, हेप्पी, मुड़े, મીરા, પાર્ક, આસ્થા, અખિલેશ, સર્કલ, ઘોઘા, રોડ, ભાવનગર, ૩૬૪૦૦૧, ગુજરાત, ઉપડી, આવીને, પાસેની, સીટ, ગોઠવાઈ, ઘડીભર, અદ્દલ, જરાયે, બદલાતા, આની, આપણી, ધોખો, પહેલી, નજરના, પ્રેમમાં, બનતું, બોલે, ગાડી, કંપી, લહેકો, પડેલા, ધ્યાન, દઉં, ફોકસ, કરું, હમણાંથી, બોલ્યો, પ્રશ્ન, કેટલા, વરસ, દેખાવ, સ્વભાવ, સઘળું, ચૂક્યું, જગત, આપેલા, નંબરવાળા, સીમકાર્ડ, સિવાય, એનુ, રાખ્યું, મૂછ, પતિનો, ક્લીનશેવ્ડ, ચહેરો, આવ્યું, કરકરી, જોઈશે, વાતનો, ચાલ્યા, લાંબા, અમલ, રાખેલો, એનાથી, છુપાવવા, માંડ્યો, સ્વાભાવિક, નિરીક્ષણ, સળવળે, ઓળખવા, માગતી, સમયમાં, તેનામાં, ફરક, ઓળખતી, સરકતી, સાંજે, શકીશ, કોઈનો, પકડી, ખોલ્યો, હથેળીમાં, છપાયેલી, હાથની, છાપ, શોધવા, પ્રયાસ, મળ્યું, હથેળી, પતિના, ક્યારનોયે, પરોવાઈ, ચૂક્યો, બન્નેમાંથી, કોઈએ, સાંભળ્યું, પૂછું, છોડ્યા, પૂછેલું, આપણાં, સંતાનનું, પાડીશું, પહેલેથી, સ્ફૂર્તિથી, સ્યૉર, બેબી, ગર્લ, હાઉ, રાખીશું, બીકોઝ, ડોટરને, જન્મ, આપીશુ, ખૂબ, પજવશે, બચાવી, લેજે
Text of the page (random words):
ઈ ગઈ ઘડીભર તો હું જોઈ જ રહ્યો શિવાની આંખ માની ન શકે આ એ જ હશે ન જ હોય હોય જ ન શકે જોકે લાગે છે તો એવી જ અદ્દલ એવી જ જરાયે બદલાઈ નહિ હોય સહેજ પણ બિલકુલ એવી ને એવી જ લાગે છે જેવી એ પહેલાં હતી કેટલાક લોકો પહેલા અને પછી પણ બદલાતા હોતા નથી ના ના એ નહિ હોય ભલે એના જેવી લાગે પણ એ જ હોય એવું બને નહિ આની સાથે તો એનો પતિ અને એક બાળકી પણ હોય એવું લાગે છે ઘણી વાર આપણી આંખ પણ ધોખો આપી દે છે પહેલી નજરના પ્રેમમાં પણ એવું જ તો બનતું હોય છે નહિ દેખાય એના જેવી પણ અવાજ કદાચ અલગ હોય પણ એ કેમ ખબર પડે કશુંક બોલે તો ગાડી આજે સમયસર છે નહિ મારા વિચારો પામી ગઈ હોય એમ એ બોલી હું સહેજ કંપી ગયો એ જ બિલકુલ એ જ અવાજ એ જ લહેકો અરે આ તો એ જ છે શિ વા ની હું અચાનક આવી પડેલા એના સવાલ પર ધ્યાન દઉં કે એના અવાજ પર ફોકસ કરું એ નક્કી જ ન કરી શક્યો હે હા સમયસર જ હોય છે હમણાંથી હું બોલ્યો મને પ્રશ્ન થયો જો શિવાની જ હોય તો મને કેમ ઓળખી ન શકી ઓહ હા કેટલા વરસ થઈ ગયા એ નથી બદલાઈ પણ હું તો હવે પહેલા જેવો ક્યાં રહ્યો છું ના અવાજ ના દેખાવ ના સ્વભાવ કશુંય પહેલા જેવું નથી રહ્યું હું જ પહેલા જેવો નથી રહ્યો તો મારું તો સઘળું બદલાઈ ચૂક્યું છે જાણે મારું જગત જ બદલાઈ ગયું હોય એમ લાગે એને આપેલા નંબરવાળા સીમકાર્ડ સિવાય મેં તો કશુંયે એનુ એ રાખ્યું જ નથી દાઢી મૂછ પણ નહિ હું પહેલા જેવો નથી રહી શક્યો એના પતિનો ક્લીનશેવ્ડ ચહેરો જોઈ મને કશુંક યાદ આવ્યું આ કરકરી દાઢી હવે હમેશા મારે જોઈશે જ એણે એકવાર કહેલું ને મેં એની વાતનો એના ચાલ્યા ગયા પછી પણ લાંબા સમય સુધી અમલ ચાલુ જ રાખેલો ને એ મને ઓળખી ન શકી તોયે એનાથી નજર છુપાવવા હું બારી બહાર જોવા માંડ્યો એ તો બિલકુલ સ્વાભાવિક રીતે જ બેઠી બેઠી બધું નિરીક્ષણ કરી રહી હતી રહી રહી ને એક સવાલ સળવળે છે એ મને ઓળખી નહિ શકી હોય કે મને ઓળખવા જ નહિ માગતી હોય કદાચ આ સમયમાં તેનામાં આ જ ફરક પડ્યો છે પહેલા એ મને ઓળખતી હતી અને હું પહેલા પણ અને આજે પણ કદાચ એને ઓળખી જ નહિ શકું સરકતી એક સાંજે તળાવની પાળે હાથમાં હાથ પકડીને એણે મને કહેલું જો તારી સાથે લગ્ન નહિ કરી શકું તો બીજા કોઈની પણ હું થઈ શકીશ નહિ હું બીજા કોઈનો હાથ પકડી નહિ શકું મેં મારો હાથ ખોલ્યો અને હથેળીમાં છપાયેલી એના હાથની છાપ શોધવા પ્રયાસ કર્યો કશુંયે ન મળ્યું એટલે એની હથેળી જોવા વિચાર્યું પણ એનો હાથ તો એના પતિના હાથમાં ક્યારનોયે પરોવાઈ ચૂક્યો હતો મમ્મી મને ભૂખ લાગી છે એની બાળકી બોલી પણ એ બન્નેમાંથી કોઈએ કદાચ સાંભળ્યું નહિ હું એ બાળકીને જોઈ રહ્યો એક સવાલ પૂછું તળાવની પાળે એનો હાથ છોડ્યા વગર એ સમયે મેં પૂછેલું આપણાં સંતાનનું નામ શું પાડીશું પહેલેથી જ નક્કી હોય એમ એણે એટલી જ સ્ફૂર્તિથી જવાબ આપેલો માહી સ્યૉર બેબી ગર્લ હાઉ ડૂ યૂ નૉ મને ખાતરી છે માહી જ નામ રાખીશું બીકોઝ આઈ નૉ આપણે ડોટરને જ જન્મ આપીશુ એમ પછી એ પણ તને મારી જેમ ખૂબ પજવશે તો તું બચાવી લેજે ને મને જેમ આજે બચાવે છે એમ એ હસી પડેલી ટ્રેનમાં સ્પીડબ્રેકર્સ આવતા નથી હોતા એટલે વિચારો પૂરપાટ ગતિમાં દોડી શકતા હોય છે પણ એની બાળકીને ભૂખ લાગી હતી એટલે અકળાતી હતી મમ્મી ભૂખ પેલી બાળકી એને ઢંઢોળવા લાગી મેં મારા થેલામાંથી એક બિસ્કીટનું પેકેટ કાઢ્યું અને તેના તરફ લંબાવતા બોલી જવાયું માહી લે તેણે બિસ્કીટનું પેકેટ લીધું અને કહે થૅન્ક્યૂ અંકલ બટ મારું નામ ખુશી છે હું છોભીલો પડ્યો માહી નામ સાંભળીને બારી બહાર ખોવાયેલી શિવાનીની ઉંઘરેટી આંખો જરા ખૂલી ખુશી તરફ જોતા વધુ પહોળી થઈ પણ પછી કશાય ઉત્પાત વગર જ ફરી ખોવાઈ ગઈ એ પહોળી થયેલી આંખમાંથી ખુશી કંઈક સમજી ગઈ હોય એમ બિસ્કીટનું પેકેટ મને પાછું આપતા ખુશી કહે સૉરી અંકલ બટ ટ્રેનમાં અજાણ્યા લોકો પાસેથી ખાવાનું લેવાય નહિ સાચી વાત છે બેટા તારી હું તો કેટલો બધો અજાણ્યો બની ગયો છું ને પહેલું વાક્ય બોલાયા પછી હોઠે આવેલા બીજા વાક્ય પર મેં કાબુ મેળવી લીધો પણ વાત ખોટી પણ ક્યાં હતી આજે તો હું ખુદ પણ મને સાવ અજાણ્યો લાગી રહ્યો હતો ફરી શાંતિ છવાઈ ગઈ એક સ્ટેશન પરથી શીંગ રેવડી વાળો ચડ્યો એટલે એના અવાજો ડબામાં અથડાતા રહ્યાં ઍન્જિનની દિશામાં મારી પીઠ હતી એટલે મારી બારીમાંથી દેખાતા દૃશ્યો પીઠ પાછળથી આવી ને દૂર સુધી મારો સાથ ન છોડતા હોય એવું લાગે એ મારી સામેની બેઠક પર હતી એટલે બારીમાં આવનારા દૃશ્યોની એને અગાઉથી જ ખબર પડી જાય અને પસાર થતા દૃશ્યો એની પીઠ પાછળ ઝડપથી વિસ્મૃતિની ઝાડીમાં ગાયબ થઈ જાય પરિણામે એક જ દિશામાં જતી એક જ ટ્રેઇનમાં સાથે જ સફર કરતા હોવા છતા સામસામે બેઠા હોવાને કારણે અમારા બન્નેની બારીના દૃશ્યો જાણે અલગ દિશામાંથી આવતા હોય અને અલગ દિશામાં જતા હોય એવું લાગે એક રીતે એવુ સમજાય કે પસાર થઈ ગયેલા દૃશ્યો હું એની બારીમાંથી ક્યાંય સુધી જોઈ શકું પણ વર્તમાનના દૃશ્યોને ભૂતકાળ બનાવી દેવાની એની બારીને જાણે બહુ ઉતાવળ હોય અચાનક ડબ્બામાં આવી ચડેલા એક સેલ્સમૅને વિચારમાળાને તોડી ફ્રી સેમ્પલ ફ્રી સેમ્પલ મેળવો એકદમ ફ્રી સેમ્પલ ચામડીના દરેક જાતના ડાઘ ચકામા દૂર કરે માત્ર ૧૦ રૂપિયામાં અજમાવી જૂઓ ને ખાતરી કરો માત્ર ૭ દિવસ વાપરો અને પરિણામ જૂઓ જૂઓ આ રહ્યા અમારી દવાના પૂરાવા આ પત્રિકાના ફોટામાં અમારી દવાથી સાજા થયેલા દર્દીઓના પહેલાના અને સારવાર પછીના ફોટા બરાબર જૂઓ મેળવો ફ્રી સેમ્પલ ફ્રી સેમ્પલ ઉડતી ઉડતી એ પત્રિકાઓ ફ્રી સેમ્પલ સાથે અમારી પાસે પણ આવી પહેલા ટાઈટલમાં દર્દીઓના ચકામા ડાઘવાળા ફોટા હતા અને એની સામે પછી ટાઈટલમાં નોર્મલ સ્કીન બતાવતા રંગીન ફોટા હતા એક પત્રિકા શિવાની પણ જોઈ રહી હતી પહેલા અને પછીમાં આટલો તફાવત હોય શકે ખરો તેણે મને સીધું જ પૂછ્યું જવાબ માટે હું સહેજ પણ તૈયાર નહોતો પણ કહેવાઈ ગયું એ તો રોગ કેટલો આગળ વધી ઊંડો ઊતરી ગયો છે એના પર આધાર હોય બાકી તો મને બહુ ખબર નથી પડતી આ બધી વાતોમાં પણ આ તો ચામડીનો રોગ ઉપર ઉપર જ હોય અંદર એની અસર ઉતરી હોય શકે નહિ એના પતિએ પણ એની વાતમાં સૂર પૂરાવ્યો શિવાની એ પણ હા ભણી સંમત થવું જ મને યોગ્ય લાગ્યું માટે હું ચૂપ રહ્યો ચૂપ રહેવું એટલે સંમત થવું પહેલા પણ હમેશા ચૂપ જ રહ્યો છું ને એણે સામેથી પ્રપોઝ કરેલું ત્યારે બીજા કોઈ નો હાથ પકડીને લગ્ન નહિ કરવાનું એણે પ્રોમિસ આપેલું ત્યારે ખુશી નું નામ માહી પાડેલું ત્યારે અને જ્યારે કશાય ખુલાસા વગર એ ચાલી ગઈ ત્યારે પણ હું તો બસ ચૂપ જ રહ્યો છું થોડીવાર ટ્રેનમાં સન્નાટો છવાયેલો રહ્યો શીંગ રેવડી વેચવાવાળો પણ ટોપલો એક તરફ મૂકીને દરવાજે પગ લબડતા રાખીને બેસી ગયો શિવાનીનો પતિ લગભગ ઉંઘી ગયો હતો શિવાની જાગતી હતી પણ પોતાની અંદરની દુનિયામાં જ બહારની દુનિયા સાથે એને કશોય સંબંધ હોય જ નહિ એટલી બેફિકર અંકલ તમારે માહી નામની ડોટર છે ખુશીનો સણસણતો સવાલ આવ્યો ટ્રેનનો સન્નાટો સહેજ ઘવાયો જવાબ માટે હું તૈયાર ન હોઉં ને મને સવાલ પૂછી ચમકાવી દેવાની ટેવ તેને મમ્મી પાસેથી જ મળી હશે હે ન્ ન હા હા હું થોથવાયો શિવાનીની બે આંખો ફરી પહોળી થઈ એટલે માહી ઓહ સૉરી ખુશી ચૂપ થઈ ગઈ મારી જેમ મને થયું કે કદાચ માહી નામ કાને અથડાવાને કારણે શિવાનીના ચિત્તમાં કશોક ઝબકાર થયો હશે પણ એના ચહેરા પર તો નરી લાપરવાહી જ નીતરે છે બસ સંયોગો પણ કેવા અજીબોગરીબ બની જતા હોય છે જે લાપરવાહી પર આપણે હમેશા આફરીન હોઈએ એ જ લાપરવાહી ક્યારેક આપણને મૂળમાંથી આમ હચમચાવી દે છે એક જમાનામાં વહાલી લાગતી એ જ બેફિકરાઈ આજે મને અંદરથી અકળાવી મૂકે છે લાગણીઓ આટલી તકલાદી હોય શકે હૈયે ઘૂટાયેલું કોઈ નામ તમે આમ જ ભૂલી શકો વેરવિખેર સન્નાટામાં ઘૂમી રહેલું એક અણિયાળું નામ એને યાદ નહિ હોય શું કાયમ અગત્યનું રહ્યું હોય એવું કોઈ એક નૉટીફિકેશન તમારા મોબાઈલ સ્ક્રીન પર હમેશા અનરીડ કેવી રીતે રહી શકે ચાલુ ટ્રેને અચાનક ઝબકી હોય એમ શિવાની જાગી અને ચારે બાજુ જોવા લાગી પેલો સેલ્સમૅન ક્યાં ગયો એના અચાનક આ સવાલથી હું રાબેતા મુજબ ભડક્યો કેમ ક્યો સેલ્સમૅન શું કામ હતું તેનો પતિ પણ હડબડાહટમાં જાગી ગયો અરે સફેદ ડાઘની દવાવાળો મારે કામ હતું જલ્દી શોધો એને પ્લીઝ શિવાની ઊભી થઈ ડબામાં આમતેમ તપાસ કરવા લાગી એનો પતિ બીજા ડબામાં શોધખોળ કરવા દોડ્યો પણ એનું શું કામ પડ્યું મેં પૂછ્યું દવા લેવી છે મારે મારા એક અંકલ માટે પ્લીઝ જરા એને બોલાવી આપો ને શિવાની બોલી એટલામાં એનો પતિ આવ્યો ક્યાંય નથી કોઈ સ્ટેશને ઊતરી ગયો હોવો જોઈએ હું બધે તપાસ કરી આવ્યો શિવાની અકળાઈ ને જરા ગુસ્સે પણ થઈ આટલી વારમાં શું જોઈ આવ્યા તમે બધા ડબામાં તપાસ કરો કોઈ બર્થ પર સૂતો હોય તો પણ જોજો ટોઈલેટમાં પણ હોય ઍન્જિનથી ગાર્ડના ડબા સુધી બરાબર જૂઓ અંકલ માટે એ દવા બહુ જરૂરી છે પણ હવે એને કેવી રીતે એનો પતિ કંઈક બોલવા જતો હતો બીજી વાતોમાં સમય પછી બગાડજો આખીયે ટ્રેન ફંફોસો બધા ટોયલેટ અને બર્થ પણ ચકાસો જરૂર પડે તો સાંકળ ખેંચો જે કરવું હોય તે કરો પણ પહેલા સેલ્સમૅનને શોધી લાવો માણસ ધારે તો કોઈ પણ વ્યક્તિને દૂનિયાના કોઈ પણ ખૂણેથી શોધી લાવે શિવાની એકધારું બોલી ગઈ મને તેનું છેલ્લું વાક્ય ગમી ગયું એટલે મારા હોઠે એનું એ જ વાક્ય ફરી આવી ગયું એક્ઝેટલી તમે એકદમ સાચું કહ્યું માણસ ધારે તો દૂનિયાના કોઈ પણ ખૂણેથી પોતાના માણસને શોધી જ શકે ધારે તો પછી જરા અટકીને શિવાનીની આંખમાં આંખ મિલાવીને મેં ઉમેર્યું બાય ધ વે મારું ઉતરવાનું સ્ટેશન આવી ગયું છે હડબડાહટમાંથી શાંત પડો ત્યારે પેલી પત્રિકા ખોલીને ધ્યાનથી જોઈ લેજો એમા પેલા સેલ્સમૅનનો ફોન નંબર આપેલો જ છે ને એણે પણ મારી જેમ કોઈના કૉલ આવવાની રાહમાં પોતાનો નંબર નહિ જ બદલાવ્યો હોય અજય ઓઝા મો ૦ ૯૮ ૨૫ ૨૫ ૨૮ ૧૧ ૫૮ મીરા પાર્ક આસ્થા અખિલેશ સર્કલ ઘોઘા રોડ ભાવનગર ૩૬૪૦૦૧ ગુજરાત share this share on x opens in new window x share on facebook opens in new window facebook like loading leave a comment posted by ajay oza on july 6 2018 in ગુજરાતી વાર્તા tags ajay oza gujarati story वन्स अगेइन कहानी अजय ओझा 06 jul वन्स अगेइन कहानी अजय ओझा नाइन्टी नाइन पोइन्ट नाइन रेडियो भावेणा एफ एम नाचते रहिए बचते रहिए हमारे साथ गाते रहिए दस साल पहले शुरु हुए भावनगर का सब से पहला एफ एम स्टेशन का सबसे पहला आर जे बने हुए उमंग की उस धमाकेदार आवाज को मैं आज भी याद करती र्हूं तो कानों में गुंजने लगती है अरे सिर्फ रेडियो पर ही क्युं भला उसके मुंह से निकली हर वो आवाज अब मेरी समज में आ रही हैं आज थकी हारी मैं उसके पास जा रही र्हूं तब उसकी सारी यादें मेरे आसपास आकर कैसी महेक रही है सुना है उसने अभी तक शादी नहीं की बेचारा नादान कहीं का और क्या मेरे ही ईंतजार में तडप रहा होगा क्या ईन दिनो रेडियो पर भी उसकी आवाज सुनाई नही देती तो क्या कर रहा होगा पागल शहर का सब से पहला भावेणा एफ एम का आरंभ हुआ था तभी से ही फर्स्ट आर जे बनने का सौभाग्य उमंग को ही मिला था क्युं न हो भला उसकी आवाज भी मधुर व कर्णप्रिय वो ही इस सौभाग्य का सही मायने में हकदार था वह हाथ में माइक्रोफोन थाम ले फिर क्या कहना फिर तो उसके निजी अंदाज में उसके सुहाने स्वर गुंजने लगते रेडियो भावेणा एफ एम पर आपका स्वागत है सर्वाइव योर सेल्फ सर्वाइव नेचर वी आर नाउ मुवींग ओन न्यु एमेजींग सोंग सो गाय्ज वन्स अगेइन नाचते रहिए बचते रहिए हमारे साथ गाते रहिए हमेशा गुनगुनाते रहिए मेरे साथ वन्स अगेइन फिर जो गीत गुंजता उसे सुनने के वास्ते पूरा शहर बडा उत्सुक रहता मैं भी गीत के बाद एक बार फिर से सुनने मिलनेवाली उमंग की मीठी लुभावनी आवाज को सुनने के लिए बेताब रहती क्या दिन थे वो रेडियो नाइन्टी नाइन पोइन्ट नाइन भावेणा एफ एम से नियमित रुप से दो घण्टे का प्रसरित होता हुआ लोगो का फेवरिट कार्यक्रम था ये ही वन्स अगेइन जिसके संचालन में आर जे उमंग की मनमोहक आवाज का जादू सुननेवालों पे एक मीठा कहर ढाते हुए छा जाता उसकी लहेजत भरी बातों में लोग बरबस खींचे चले आते रात को ८ से १० बजे तक शहर के सारे गली मोहल्लो में ९९ ९ की फ्रीकवन्सी सेट हो जाए पान की दूकान से लेकर पेट्रोलपंप तक हर जगह भावेणा एफ एम बजने लगे स्कूटर मोटर साइकिल और बसों रिक्शा में जा रहे लोगो के मोबाइल से जुडे इयरपीस उमंग के स्वरों को लहराते हुए सब के कानों में वन्स अगेइन सुनाने में जुट जाते जगह जगह होती रहती डीनरपार्टी फैक्टरियों की कैन्टीन डायनींग होल्स गार्डन होटेल्स के स्पीकर्स भी ईस वन्स अगेइन तान पर भीड जमा कर देते कुछ लोग तो घरों की छत पर टहलते हुए उमंग के लय से अपना लय जोड़ लेते उमंग के उत्साही बोल में भारी रीधम होती बात कहते कहते वो सुननेवालों के हृदय की गहराईयों में दूर तक भीतर ऊतर जाए सिर्फ मुझ पर ही नहीं ईससे पहले कि हमें कुछ समझ में आए वो सब के दिलो दिमाग पर अपनी हकुमत कायम कर लेता अनोखे अंदाज़ में वह अपनी बातों में सब को डूबो दे एसे वन्स अगेइन दोस्तों बोरतालाब के किनारो पर तख्तेश्वर की ढलानों पर स्वेटरो में सिकुड़ रहे सर्दियों के मौसम में पीलगार्डन में जमा हुए परदेसी पंछियों की चोंच पर दूर गये पियु की आँखों के सँहारे गर्लफ्रेन्ड के रोमेन्टिक ईशारों पर हम मिल रहें हैं सुमधुर सदाबहार संगीत के सूरों पर चलिए झुमिए हमारे साथ फिर एक बार वन्स अगेइन और फिर सच में ही पूरा शहर झुम ऊठता वन्स अगेइन कहते है कि भगवान का भी कोई भगवान होता है कुछ ईसी तरह लोगो के दिल पर हमेशा छा जानेवाले उमंग के दिल पर मैने काबु पा लिया था मैं तो ठहरी सिंगर यूं तो उमंग ने ही मुझ में संगीत का शौक़ जगाया था उसी की बदौलत शहर के मानेजाने वाले संगीतकारों से मुझे तालीम हासिल हुई थी मैं तो जल्द ही एस्टाब्लीश और फेमस हो गई जैसे आर जे में नंबर वन उमंग माना जाता था वैसे ही शहर की नंबर वन फिमेल सिंगर की हैसियत से मिस शेफाली मतलब कि मेरा ही नाम मशहूर हो चुका था भावेणा एफ एम से मेरे किसी गीत का प्रसारण होता तब उमंग की आवाज़ का अंदाज़ ही अलग होता अब पेश कर रहे हैं केवल केवल भाग्यशाली श्रोताओं के लिए भावेणा की लता मंगेशकर कोकिलकण्ठी मिस शेफाली के सुमधुर स्वरों में एक नया ही गीत या ओन्ली फोर अवर लकी ओडियन्स तो दिल थाम के सुनिये ये संगीत क्युं कि गा रहा है मेर मीत मिस शेफाली तब गुंज रहे वो मेरे गीत के दौरान स्टुडियो में उमंग की रेकोर्डिंग चैम्बर की ग्लासवोल के इस पार सोफे पर बैठी मैं इयरपीस से गीत सुनते मन ही मन फूला न समाती और काच की आरपार अपनी शरारत भरी नजरें बिछाकर मुझे देखता हुआ उमंग मेरे सौंदर्य को पीता रहता गीत खतम होने तक़ बड़ा ही बेशर्म कहीका बीच बीच में क्रिकेटमैच का हाल भी बताता रहे ऊँचे लक्ष्यांक का पीछा करते हुए एक बार फिर भारतीय टीम एक और जीत की ओर आगे बढ़ रही हैं वन्स अगेइन कभी कभी शहर के ट्राफिक के बारे में भी सुंदर ढ़ंग से बताते हुए कहता चित्रा से राजकोट के हाई वे पर भारी मात्रा में ट्रफिकजाम की वजह से हेवी व्हीकल्स के लिए ट्राफिक माढीया रोड के रास्ते मोड दिया गया है अगर आप शहर से बाहर है और सीटी एरिया में आने की जल्दी में हैं तो ज्वेलर्स सर्कल से विक्टोरिया पार्क के रास्ते शहर की ओर आ सकते हैं उस मार्ग पर सर्वाइव नेचर सर्वाइव योर सेल्फ का मेसेज दिखाता हुआ नाइन्टी नाइन पोइन्ट नाइन रेडियो भावेणा एफ एम का बड़ा सा होर्डिंग बोर्ड लगा हुआ है वहाँ से गुजरते हुए आप जल्दी से जल्दी सीटी में पहूँच सकते हैं जहाँ कि हम आपका स्वागत करेंगे वन्स अगेइन कभी तो बीच में हास्य व्यंग्य की बातें भी करता और ईसी तरह समूचे प्रोग्राम के दो घण्टे कहाँ गुज़र जाते ईस का किसी को होश ही ना रहता कुछ ईसी तरह उमंग ने मेरा नाता संगीत से जोड़ दिया था और मेरा संगीत की दुनिया में प्रवेश हुआ लेकिन अगर बेजिकली देखा जाये तो असल में मैं तो करिअर ओरिएन्टेड लड़की पहले से ही महज़ एक अच्छी सिंगर बन के बैठा रहने का शौक़ मुझे कतई नहीं था मेरा उद्देश्य तो फिल्मों में सिंगर बन के करियर को नई दिशा देने का ही था ईस शहर में वो बात कहाँ आगे बढने के चान्सीस यहां नामुमकिन थे ये मैं जानती थी यहाँ ज्यादा से ज्यादा टाउनहोल या उससे ज्यादा यशवंतराय नाट्यगृह में दो चार गीत हो सकते है कुछ कुछ कोम्प्लीमेन्ट्स मिले बस ईससे ज्यादा कुछ नहीं ईसमें कहीं कोई पैसों की बात तो हो ही नही सकती वैसे भी मुझे केवल भावनगर के मुट्ठीभर दर्शकों के सामने अपनी सुरीली आवाज़ पेश करते रहने का शौक़ तो था ही नही ईन्डस्ट्री में फेमस होने की महेच्छा थी मेरी फिल्मों में स्वर देने की बड़ी गहरी तमन्ना मेरे रक्त्कण मैं फैली हुई थी मैने दृढ निश्चय किया कि मैं अपनी मंज़िल पा के ही रहूँगी हां उमंग को भी छोड़ना पड़ा था क्या करती विराग ने बताया था अच्छे करियर के खातिर सब को कुछ न कुछ तो छोड़ना ही पड़ता है अनमोल प्रसिद्धि हांसिल करने के लिए कुछ तो गँवाना पडता है मेरे लिए मेरे फेमस होने के ईस टार्गेट की एहमियत काफी मायने रखती थी तो उमंग को नाराज़ करना ही पड़ा और मैं कर भी क्या सकती ईस रास्ते आगे बढ़ने के लिए धीरे धीरे उमंग का साथ छोड़कर ऍसे लोगों से हाथ मिलाना जरुरी था जिनका कि मुंबई में कनैक्शन हो मेरे साथ हमेशा ड्युएट में मेइल सिंगर पर्फोम करते विराग को कई बार ईन्डस्ट्री में स्वर देने के चान्सीस मिले थे उसने मुझे भी चान्स दिलवाने का प्रोमिस किया था लेकिन उमंग के साथ जुड़ा मेरा नाता उसे नही भाता था विरग ने एक दो बार मुझे कहा भी था शेफाली तेरी आवाज़ में गज़ब का जादू है जादू तू खुले आसमान में उड़ रही हँसती गाती कोयल है और उमंग तो एफ एम के पिंजरे में कैद होकर बक बक करता महज़ एक तोत है पिंजरे में कैद उस पंछी के लिए आर जे से बेहतर कोई प्लेसमेन्ट नही होता लेकिन कोयल को कभी किसी पेड़ की टहनी पर एक जगह घोंसला बनाकर रहना नही चाहिए फिल्म ईन्डस्ट्री में तेरे लिए सुंदर और बेहतर भविष्य तेरी राह देख रहा है तेरी लाईफ बन जायेगी विराग मुझे एकदम सही लग रहा था उसकी बात गलत भी नहीं थी ईस लिए मैं उमंग को कई बार समझाने की कोशिश करती जिंदगी में ईन्सान को हमेशा आगे बढ़ने की कोशिश करते रहना चाहिए तुम भी ट्रेईनी पढ़े लिखे तोते की तरह अपनी ईस जोब से कहां तक संतुष्ट रहोगे कुछ मेरे अंदाज़ से भी सोच के देख बी प्रेक्टिकल एन्ड बी मेच्योर उमंग लेकिन वह निरुत्तर होकर मेरी आँखों में लदे सपने को देखत रहे कभी क्रोध में कहती काच की कैद में कौए सी कटर कटर कितनी करोगे लेकिन पता नही उमंग मेरी ईस महत्त्वाकांक्षाओंसे ड़रता था य...
|