Meta tags:
description= અતીતની યાત્રા: વિસરાતાં સ્મૃતિચિત્રોનો ગુજરાતી ભાષાનો પ્રથમ બ્લૉગ;
Headings (most frequently used words):
મદ્રાસી, અને, 1962નું, ભારત, ચીન, યુદ્ધ, પોસ્ટ્સ, અનુભવિકા, વિસરાઈ, ગયેલાં, અનુલેખન, તથા, શ્રુતલેખન, ઢોસા, ભદ્રની, હૉટલ, અલકા, રેસ્ટોરન્ટ, અમદાવાદ, એએમટીએસ, પાંચ, પૈસાની, બસ, ટિકિટ, કુમળા, બાળમાનસ, પર, જાહેરાતોની, અસર, શાળાની, પ્રાર્થનાસભા, રેડિયો, એક, અજાયબી, જે, થાઓ, બાપુ, મોટ્ટણબત્તી, પ્રાયમસની, પીન, આવી, નમસ્કાર, anubhavika, નવીન, વીતેલાં, વર્ષોની, પ્રતિભાવ, comments, કૉપીરાઇટ, સુરક્ષિત, અતીતની, યાત્રા, વિસરાતાં, સ્મૃતિચિત્રોનો, ગુજરાતી, ભાષાનો, પ્રથમ, બ્લૉગ, પોસ્ટસ, ક્રમણિકા,
Text of the page (most frequently used words):
અને (17), 2008 (17), હરીશ (13), દવે (13), harish (12), 2007 (12), like (11), #મદ્રાસી (11), loading (10), continue (10), reading (10), dave (10), 2009 (9), ભારત (9), અનુભવિકા (8), અમદાવાદ (8), ઓક્ટોબર (8), એએમટીએસ (7), ઓગસ્ટ (7), થાઓ (7), બાપુ (7), ચીન (7), યુદ્ધ (7), com (6), ટિપ્પણીઓ (6), પાંચ (6), ડિસેમ્બર (6), સપ્ટેમ્બર (6), રેડિયો (6), 1962નું (6), ત્યારે (6), wordpress (5), ઢોસા (5), ભદ્રની (5), જાન્યુઆરી (5), મોટ્ટણબત્તી (5), આવી (5), ગુજરાતી (5), પ્રથમ (5), હતા (5), જાહેરાતો (5), કરો (4), બ્લૉગ (4), પીન (4), શાળાની (4), અનુલેખન (4), શ્રુતલેખન (4), શાળાના (4), માટે (4), this (3), પૈસા (3), જૂન (3), જુલાઇ (3), 2016 (3), પોસ્ટ્સ (3), અમદાવાદમાં (3), પ્રાયમસની (3), અજાયબી (3), પ્રાર્થનાસભા (3), કુમળા (3), બાળમાનસ (3), જાહેરાતોની (3), અસર (3), પૈસાની (3), ટિકિટ (3), હૉટલ (3), અલકા (3), રેસ્ટોરન્ટ (3), વિસરાઈ (3), ગયેલાં (3), તથા (3), અતીતની (3), ભાષાનો (3), leave (3), comment (3), હશે (3), વાતો (3), ભારતીય (3), પ્રાર્થના (3), અમારા (3), મારા (3), site (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), create (2), free (2), website (2), blog (2), તમામ (2), સુરક્ષિત (2), dav (2), ફેબ્રુવારી (2), માર્ચ (2), એપ્રિલ (2), 2018 (2), પસંદ (2), વીતેલાં (2), વર્ષોની (2), અમદાવાદનું (2), અમદાવાદના (2), પોસ્ટસ (2), કેવાં (2), સ્મરણ (2), સવારે (2), સમય (2), હોય (2), સાદ (2), સંભળાય (2), ઉંમર (2), ટીકા (2), બુશ (2), માસ (2), ચીનનું (2), આક્રમણ (2), શાળાજીવનનું (2), ચીનના (2), આક્રમણની (2), આજે (2), છતાં (2), આવે (2), થાય (2), હતો (2), એએમટીએસની (2), બસો (2), સિગારેટ (2), હજી (2), સરદાર (2), પટેલ (2), કોલોની (2), રોડ (2), સાઉથ (2), ઇન્ડિયન (2), અન્ય (2), તરીકે (2), ક્યારેક (2), છું (2), યાત્રા (2), વિસરાતાં (2), સ્મૃતિચિત્રોનો (2), શરૂ, design, with, વેબસાઇટ, નામ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, કરી, રહ્યું, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, view, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, પ્રકાશિત, સંપૂર્ણ, કન્ટેન્ટ, લેખ, આર્ટિકલ, રચના, કૃતિઓ, કૉપીરાઇટથી, સંપર્ક, thinklife11, gmail, dot, કૉપીરાઇટ, સુરેશ, ત્રિવેદી, kadak, mithi, jayesh, parekh, પ્રતિભાવ, comments, 2006, નવેમ્બર, મહિનો, ફરતું, સિનેમાગૃહ, મામાનું, કેટલે, મોટર, બળદગાડું, એરોડ્રોમ, ઝૂલતા, મિનારા, નવીન, follow, ખાટી, મીઠી, ઝલક, આપતો, આપની, સંવેદનાઓને, જગાડી, જાય, તેવાં, સંસ્મરણો, હૃદયસ્પર્શી, સ્મૃતિચિત્રો, anubhavika, નેટ, જગત, ઉદયકાળે, પરિચય, નમસ્કાર, જૂની, ક્રમણિકા, સ્મૃતિપટ, દ્રશ્યો, ઊભરતાં, રહે, મઝાનું, કાકાનું, શુક્રવારે, સાડાદસનો, પ્રાય, મસની, કાંસકા, કાંસકી, ડામરની, ગોળી, બાળપણનું, આંખો, ભીંજવી, દેતું, કરુણ, પાત્ર, વખત, જોયા, મારી, આઠેક, વર્ષની, તેમની, પાંસઠની, મોડી, સાંજે, સાડાસાત, વાગ્યે, સોસાયટીમાં, તેમનો, વૃદ્ધ, ભિક્ષુક, સાંભળી, હતી, સદીનો, છઠ્ઠો, દાયકો, હિંદુસ્તાનની, આઝાદીને, બારેક, વર્ષ, વીત્યાં, હતાં, બાપુજી, હોંશભેર, ઘરનો, ખરીદી, લાવ્યા, માંડ, આઝાદ, થયેલ, હિંદુસ્તાનમાં, ગૃહોપયોગી, ઉપકરણો, બનતાં, નહીં, વિદેશી, ઉત્પાદનો, આધાર, રાખવો, પડતો, બાપુજીએ, મેઈડ, હોલેન્ડ, કર્યો, ઉત્તમ, બેન્ડ, કદાચ, વાલ્વનો, ટ્રાંઝિસ્ટર, 1962નો, અમૂલ્ય, સંભારણું, તદ્દન, કુમળી, વયે, અમારી, ભાવનાઓ, કુઠારાઘાત, થયો, મિત્ર, જેવો, પાડોશી, આવો, વિશ્વાસઘાતી, હોઇ, શકે, અણચિંતવ્યા, નિર્લજ્જ, વાતોથી, છાપાં, ભરાતાં, ક્યાંક, સૈન્યની, વીરતાનું, પ્રદર્શન, ઝલકતું, બાકી, વિસ્તારોમાં, પીછેહઠ, નાલેશીની, હતોત્સાહ, કરતી, આવા, નિરાશાભર્યા, સંજોગોમાં, ભારતની, ઉત્તર, સરહદે, 1962માં, લશ્કરી, વર્ષોનાં, વહાણાં, વાઈ, ગયાં, પરના, તાજી, 1962ના, ચીની, આક્રમણે, દેશમાં, નવા, પ્રાણ, ફૂંક્યા, ઘરમાં, બહાર, સર્વત્ર, દેશભક્તિનો, જુવાળ, ઊમટ્યો, શાળામાં, માહોલ, બદલાઈ, ગયેલો, આચાર્ય, દિનુભાઈનાં, પ્રવચનોમાં, પડેલા, સંકટ, ટાણે, દેશસેવા, સુખદ, પ્રાર્થનાસભાનું, ગ્રાઉન્ડફ્લોર, કંપાઉંડમાં, મકાનને, અડીને, ઓપન, ઉપરથી, કવર્ડ, એવું, પ્રાર્થનામંદિર, હતું, રોજ, પ્રાર્થનાસભાથી, કાર્યનો, આરંભ, થતો, સામાન્ય, રીતે, આટલો, રોજિંદો, કાર્યક્રમ, ગીત, ભજન, આચાર્યશ્રી, દિનુભાઈ, સાહેબ, દ્વારા, સમાચાર, જાહેરાત, અથવા, પ્રાસંગિક, પ્રવચન, છેલ્લે, મૌન, રાષ્ટ્રપિતા, મહાત્મા, ગાંધીજીને, પ્રિય, બાળકના, સ્મરણપટ, હંમેશા, રહેતી, નાનપણમાં, મ્યુનિસિપાલિટીની, જોતાં, રહેતાં, વાંચ્યાં, કરતાં, કેટલીયે, જાણે, માનસપટ, પ્રિંટ, તેમાં, નઠારી, ગણાતી, સિગારેટની, કદી, ભૂંસાઈ, નથી, તાજ, છાપ, પનામા, રસ્તાઓ, ફરતી, નવરંગપુરાનો, તરફનો, વિસ્તાર, સમયે, નવો, વિકસતો, સુધી, પાકો, નારણપુરા, તરફના, વિસ્તારો, વિકસ્યા, તરફ, પાકા, ક્યાંથી, વિસ્તારને, મ્યુનિસિપલ, ટ્રાંસપોર્ટ, સર્વિસ, રૂટ, મળેલા, લાલ, દરવાજાથી, નંબરની, કાળુપુર, દક્ષિણ, લોકોનું, આગમન, ઘણા, દાયકાઓ, પૂર્વ, થયું, ગુજરાત, રાજ્યનું, સર્જન, થતાં, અગાઉ, બંધુઓ, વસી, ચૂક્યા, મોટા, ભાગના, તામિલનાડુથી, કેટલાક, કેરાલા, રાજ્યોથી, તામિલનાડુ, રાજ્ય, તેના, જૂના, નામે, મદ્રાસ, ઓળખાતું, બાળમનને, એકસરખા, લાગતા, અમે, સૌને, જાણતા, 2017, ગુજરાતીમાં, હાથથી, નોંધ, કરતો, હોઉં, લેખનકાર્ય, મને, સ્વયં, માન, તરત, તેનો, શ્રેય, ઘડતરને, આપું, દિવસો, શિક્ષકો, યાદ, ત્રીજા, ચોથા, ધોરણમાં, ભાષાના, તાસ, પિરિયડ, માં, ફાળવાતો, પાઠ્યપુસ્તકના, કોઈક, નાના, ફકરાને, બ્લોગ્સ, home, મેનુ, કંટેન્ટ, જાઓ,
Text of the page (random words):
અનુભવિકા અતીતની યાત્રા વિસરાતાં સ્મૃતિચિત્રોનો ગુજરાતી ભાષાનો પ્રથમ બ્લૉગ કંટેન્ટ પર જાઓ અનુભવિકા અતીતની યાત્રા વિસરાતાં સ્મૃતિચિત્રોનો ગુજરાતી ભાષાનો પ્રથમ બ્લૉગ મેનુ home મારા અન્ય બ્લોગ્સ વિસરાઈ ગયેલાં અનુલેખન તથા શ્રુતલેખન ડિસેમ્બર 31 2018 હરીશ દવે harish dave leave a comment આજે પણ ગુજરાતીમાં ક્યારેક હાથથી નોંધ કરતો હોઉં છું ત્યારે મારા લેખનકાર્ય માટે મને સ્વયં મારા માટે માન થાય છે પણ તરત તેનો શ્રેય શાળાના એ ઘડતરને આપું છું શાળાના એ દિવસો એ શિક્ષકો યાદ આવે છે ત્રીજા ચોથા ધોરણમાં ગુજરાતી ભાષાના તાસ પિરિયડ માં ક્યારેક અનુલેખન અને શ્રુતલેખન માટે સમય ફાળવાતો પાઠ્યપુસ્તકના કોઈક નાના ફકરાને continue reading વિસરાઈ ગયેલાં અનુલેખન તથા શ્રુતલેખન like loading મદ્રાસી ઢોસા ભદ્રની મદ્રાસી હૉટલ અને અલકા રેસ્ટોરન્ટ ડિસેમ્બર 14 2016 જાન્યુઆરી 5 2017 હરીશ દવે harish dave 3 ટિપ્પણીઓ અમદાવાદમાં દક્ષિણ ભારતીય લોકોનું આગમન ઘણા દાયકાઓ પૂર્વ થયું ગુજરાત રાજ્યનું સર્જન થતાં અગાઉ જ સાઉથ ઇન્ડિયન બંધુઓ અમદાવાદમાં વસી ચૂક્યા હતા મોટા ભાગના તામિલનાડુથી તો કેટલાક કેરાલા યા અન્ય રાજ્યોથી પણ હતા ત્યારે તામિલનાડુ રાજ્ય તેના જૂના નામે મદ્રાસ તરીકે ઓળખાતું અમારા બાળમનને સૌ સાઉથ ઇન્ડિયન એકસરખા લાગતા અમે સૌને મદ્રાસી તરીકે જાણતા continue reading મદ્રાસી ઢોસા ભદ્રની મદ્રાસી હૉટલ અને અલકા રેસ્ટોરન્ટ like loading અમદાવાદ એએમટીએસ અને પાંચ પૈસાની બસ ટિકિટ સપ્ટેમ્બર 20 2009 સપ્ટેમ્બર 23 2016 હરીશ દવે harish dave 7 ટિપ્પણીઓ નવરંગપુરાનો અમારા તરફનો વિસ્તાર તે સમયે હજી નવો વિકસતો હતો સરદાર પટેલ કોલોની સુધી જ પાકો રોડ નારણપુરા તરફના વિસ્તારો હજી વિકસ્યા ન હતા તો તે તરફ પાકા રોડ ક્યાંથી હોય અમારા વિસ્તારને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાંસપોર્ટ સર્વિસ એએમટીએસ ના બે બસ રૂટ મળેલા લાલ દરવાજાથી સરદાર પટેલ કોલોની માટે 14 બી નંબરની બસ કાળુપુર continue reading અમદાવાદ એએમટીએસ અને પાંચ પૈસાની બસ ટિકિટ like loading કુમળા બાળમાનસ પર જાહેરાતોની અસર ઓગસ્ટ 23 2009 ઓક્ટોબર 17 2009 હરીશ દવે harish dave leave a comment બાળકના સ્મરણપટ પર જાહેરાતો હંમેશા રહેતી હશે નાનપણમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીની એએમટીએસની બસો પર જાહેરાતો જોતાં રહેતાં વાંચ્યાં કરતાં કેટલીયે જાહેરાતો જાણે માનસપટ પર પ્રિંટ થઈ ગઈ છે તેમાં નઠારી ગણાતી સિગારેટની જાહેરાતો ય છે બે જાહેરાતો કદી ભૂંસાઈ નથી તાજ છાપ સિગારેટ અને પનામા સિગારેટ અમદાવાદના રસ્તાઓ પર ફરતી તમામ એએમટીએસની બસો પર continue reading કુમળા બાળમાનસ પર જાહેરાતોની અસર like loading શાળાની પ્રાર્થનાસભા જાન્યુઆરી 11 2009 ઓક્ટોબર 17 2009 હરીશ દવે harish dave 2 ટિપ્પણીઓ શાળાજીવનનું એક સુખદ સ્મરણ શાળાની પ્રાર્થનાસભાનું છે ગ્રાઉન્ડફ્લોર પર કંપાઉંડમાં શાળાના મકાનને અડીને ઓપન એર છતાં ઉપરથી કવર્ડ એવું પ્રાર્થનામંદિર હતું રોજ સવારે પ્રાર્થનાસભાથી શાળાના કાર્યનો આરંભ થતો સામાન્ય રીતે આટલો રોજિંદો કાર્યક્રમ પ્રાર્થના એક બે ગીત કે ભજન આચાર્યશ્રી દિનુભાઈ સાહેબ દ્વારા સમાચાર જાહેરાત અથવા પ્રાસંગિક પ્રવચન અને છેલ્લે મૌન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પ્રિય પ્રાર્થના continue reading શાળાની પ્રાર્થનાસભા like loading 1962નું ભારત ચીન યુદ્ધ 2 ઓક્ટોબર 12 2008 ઓક્ટોબર 17 2009 હરીશ દવે harish dave 4 ટિપ્પણીઓ ભારતની ઉત્તર સરહદે 1962માં ચીનનું લશ્કરી આક્રમણ આજે 46 વર્ષોનાં વહાણાં વાઈ ગયાં છે છતાં ઓક્ટોબર માસ આવે અને ભારત પરના ચીનના આક્રમણની વાતો તાજી થાય 1962ના ચીની આક્રમણે દેશમાં નવા પ્રાણ ફૂંક્યા હતા ઘરમાં બહાર સર્વત્ર દેશભક્તિનો જુવાળ ઊમટ્યો હતો શાળામાં તો માહોલ જ બદલાઈ ગયેલો આચાર્ય દિનુભાઈનાં પ્રાર્થના પ્રવચનોમાં આવી પડેલા સંકટ ટાણે દેશસેવા continue reading 1962નું ભારત ચીન યુદ્ધ 2 like loading 1962નું ભારત ચીન યુદ્ધ 1 સપ્ટેમ્બર 2 2008 હરીશ દવે harish dave 1 ટીકા 1962નો ઓક્ટોબર માસ ભારત પર ચીનનું આક્રમણ શાળાજીવનનું એક અમૂલ્ય સંભારણું તે ભારત ચીન યુદ્ધ તદ્દન કુમળી વયે અમારી ભાવનાઓ પર કુઠારાઘાત થયો મિત્ર જેવો પાડોશી આવો વિશ્વાસઘાતી હોઇ શકે ચીનના અણચિંતવ્યા નિર્લજ્જ આક્રમણની વાતોથી છાપાં ભરાતાં ક્યાંક ભારતીય સૈન્યની વીરતાનું પ્રદર્શન ઝલકતું બાકી ભારતીય વિસ્તારોમાં પીછેહઠ અને નાલેશીની વાતો હતોત્સાહ કરતી આવા નિરાશાભર્યા સંજોગોમાં continue reading 1962નું ભારત ચીન યુદ્ધ 1 like loading રેડિયો એક અજાયબી ઓગસ્ટ 25 2008 હરીશ દવે harish dave 5 ટિપ્પણીઓ ગઈ સદીનો છઠ્ઠો દાયકો હિંદુસ્તાનની આઝાદીને બારેક વર્ષ વીત્યાં હતાં ત્યારે બાપુજી હોંશભેર ઘરનો પ્રથમ રેડિયો ખરીદી લાવ્યા માંડ આઝાદ થયેલ હિંદુસ્તાનમાં ગૃહોપયોગી ઉપકરણો તો બનતાં નહીં વિદેશી ઉત્પાદનો પર આધાર રાખવો પડતો બાપુજીએ બુશ મેઈડ ઇન હોલેન્ડ પસંદ કર્યો બુશ એક ઉત્તમ રેડિયો આઠ બેન્ડ અને કદાચ છ વાલ્વનો રેડિયો ત્યારે ટ્રાંઝિસ્ટર continue reading રેડિયો એક અજાયબી like loading જે થાઓ બાપુ જુલાઇ 31 2008 ઓગસ્ટ 13 2008 હરીશ દવે harish dave 1 ટીકા બાળપણનું આંખો ભીંજવી દેતું એક કરુણ પાત્ર જે થાઓ બાપુ જે થાઓ બાપુ ને પ્રથમ વખત જોયા ત્યારે મારી ઉંમર આઠેક વર્ષની હશે અને તેમની ઉંમર પાંસઠની તો હશે જ મોડી સાંજે સાડાસાત આઠ વાગ્યે સોસાયટીમાં તેમનો સાદ સંભળાય જે થાઓ બાપુ ઉ ઉ જે થાઓ બાપુ હતા વૃદ્ધ ભિક્ષુક વાતો સાંભળી હતી કે continue reading જે થાઓ બાપુ like loading મોટ્ટણબત્તી પ્રાયમસની પીન આવી જૂન 30 2008 ઓગસ્ટ 13 2008 હરીશ દવે harish dave leave a comment સ્મૃતિપટ પર કેવાં કેવાં દ્રશ્યો ઊભરતાં રહે છે એક મઝાનું સ્મરણ છે મોટ્ટણબત્તી કાકાનું શુક્રવારે સવારે દસ સાડાદસનો સમય હોય ત્યારે સાદ સંભળાય મોટ્ટણબત્તી ઇ ઇ પ્રાય મસની ઇ ઇ પીન આવી ઇ છે કાંસકા આ આ કાંસકી ઇ ઇ ઇ ઇ ડામરની ગોળી ઇ ઇ continue reading મોટ્ટણબત્તી પ્રાયમસની પીન આવી like loading પોસ્ટસ ક્રમણિકા જૂની પોસ્ટસ નમસ્કાર પરિચય ગુજરાતી નેટ જગત ઉદયકાળે anubhavika અનુભવિકા અતીતની ખાટી મીઠી ઝલક આપતો ગુજરાતી ભાષાનો પ્રથમ બ્લૉગ આપની સંવેદનાઓને જગાડી જાય તેવાં સંસ્મરણો હૃદયસ્પર્શી સ્મૃતિચિત્રો follow અનુભવિકા on wordpress com નવીન પોસ્ટ્સ વિસરાઈ ગયેલાં અનુલેખન તથા શ્રુતલેખન મદ્રાસી ઢોસા ભદ્રની મદ્રાસી હૉટલ અને અલકા રેસ્ટોરન્ટ અમદાવાદ એએમટીએસ અને પાંચ પૈસાની બસ ટિકિટ કુમળા બાળમાનસ પર જાહેરાતોની અસર શાળાની પ્રાર્થનાસભા 1962નું ભારત ચીન યુદ્ધ 2 1962નું ભારત ચીન યુદ્ધ 1 રેડિયો એક અજાયબી જે થાઓ બાપુ મોટ્ટણબત્તી પ્રાયમસની પીન આવી અમદાવાદના ઝૂલતા મિનારા અમદાવાદનું એરોડ્રોમ અમદાવાદમાં મોટર બસ અને બળદગાડું મામાનું ઘર કેટલે અમદાવાદનું ફરતું સિનેમાગૃહ વીતેલાં વર્ષોની પોસ્ટ્સ વીતેલાં વર્ષોની પોસ્ટ્સ મહિનો પસંદ કરો ડિસેમ્બર 2018 ડિસેમ્બર 2016 સપ્ટેમ્બર 2009 ઓગસ્ટ 2009 જાન્યુઆરી 2009 ઓક્ટોબર 2008 સપ્ટેમ્બર 2008 ઓગસ્ટ 2008 જુલાઇ 2008 જૂન 2008 મે 2008 એપ્રિલ 2008 માર્ચ 2008 ફેબ્રુવારી 2008 જાન્યુઆરી 2008 ડિસેમ્બર 2007 નવેમ્બર 2007 ઓક્ટોબર 2007 સપ્ટેમ્બર 2007 ઓગસ્ટ 2007 જુલાઇ 2007 જૂન 2007 મે 2007 એપ્રિલ 2007 માર્ચ 2007 ફેબ્રુવારી 2007 જાન્યુઆરી 2007 ડિસેમ્બર 2006 પ્રતિભાવ comments હરીશ દવે harish dav પર અમદાવાદ એએમટીએસ અને પાંચ પૈસા jayesh parekh પર અમદાવાદ એએમટીએસ અને પાંચ પૈસા kadak mithi પર અમદાવાદ એએમટીએસ અને પાંચ પૈસા સુરેશ ત્રિવેદી પર મદ્રાસી ઢોસા ભદ્રની મદ્રાસી હ હરીશ દવે harish dav પર મદ્રાસી ઢોસા ભદ્રની મદ્રાસી હ કૉપીરાઇટ સુરક્ષિત હરીશ દવે આ બ્લૉગ અનુભવિકા પર પ્રકાશિત સંપૂર્ણ કન્ટેન્ટ તમામ લેખ આર્ટિકલ રચના કૃતિઓ કૉપીરાઇટથી સુરક્ષિત છે સંપર્ક thinklife11 at gmail dot com create a free website or blog at wordpress com અનુભવિકા create a free website or blog at wordpress com સબ્સ્ક્રાઇબ subscribed અનુભવિકા sign me up already have a wordpress com account log in now ગોપનીયતા અનુભવિકા સબ્સ્ક્રાઇબ subscribed સાઇન અપ કરો લોગ ઇન report this content view site in reader સબ્સ્ક્રિપ્શન્સ મેનેજ કરો collapse this bar ટિપ્પણીઓ લોડ કરી રહ્યું છે એક ટિપ્પણી લખો ઇમેઇલ નામ વેબસાઇટ d design a site like this with wordpress com શરૂ કરો
|