Meta tags:
description= ગુજરાતી બ્લોગજગતમાં નવા રંગ, નવી મહેક, નવી તાજગી!;
Headings (most frequently used words):
અને, ઇતિહાસ, પ્રથમ, પોસ્ટ્સ, મધુસંચય, ગુજરાતી, વિશે, મિશનો, અન્ય, ઇન્ટરનેટ, ઑફ, નવી, ભાષાના, સંવર્ધન, માટે, નમ્ર, અપીલ, અમેરિકાના, સિનેમાજગત, હોલિવુડના, ઇતિહાસની, એક, ઝલક, વિશ્વના, હોટેલ, ઉદ્યોગનો, ભારતની, સૌ, હોટેલો, વાયરસ, સરળ, સમજૂતિ, કોવિડ, 19ના, સંદર્ભે, આર્ટિફિશિયલ, ઇન્ટેલિજન્સની, મદદથી, તૈયાર, થઈ, વિશ્વની, મેડિસિન, પર, 2019નાં, સ્મરણો, મિલ્કી, વે, ગેલેક્સીના, સૌથી, નાના, બ્લેક, હોલની, શોધ, એસ્ટ્રોફિઝિક્સમાં, રોમાંચક, પ્રગતિ, વિશ્વનાં, સુપ્રસિદ્ધ, મ્યુઝિયમ્સ, જાણવા, જેવી, અદભુત, વાતો, ભારતનાં, ચંદ્રયાન, વિશ્વમાં, અવકાશ, સંશોધનનાં, ઇંગ્લેન્ડનો, સત્તાની, સાઠમારીઓ, રાણી, એલિઝાબેથ, ઇંગ્લેન્ડના, ઇતિહાસમાં, રાજગાદીના, કાળા, કાવાદાવાઓ, ભારતીય, ક્રિકેટનો, ભારતમાં, ક્રિકેટના, આરંભની, વાત, થિંગ્સથી, પલટાશે, માનવજીવન, નેનોરોબોટિક્સ, શક્ય, કરશે, થોટ્સ, માનવમગજ, ક્લાઉડ, કનેક્ટ, થશે, મનુષ્યનું, મગજ, વટાવશે, તમામ, સીમાઓ, પરિચય, યાદગાર, વીતેલાં, વર્ષોની, તાજેતરની, સર્ચ, search, આપની, પસંદ, મારા, બ્લોગ્સ, કૉપીરાઇટ, સુરક્ષિત, સૂચના, disclaimer, tags, બ્લોગજગતમાં, નવા, રંગ, મહેક, તાજગી, પોસ્ટસ, ક્રમણિકા,
Text of the page (most frequently used words):
અને (68), લેખ (32), હરીશ (30), દવે (30), મધુસંચય (28), પ્રથમ (28), 2019 (28), નીચે (27), ક્લિક (27), ઇન્ટરનેટ (18), આવી (18), #ગુજરાતી (17), #ઇતિહાસ (17), 2020 (17), harish (16), dave (16), માટે (16), કરતાં (16), વિશે (16), રસપ્રદ (16), વાતો (15), આપના (15), આગળ (15), જ્ઞાન (15), બ્લેક (14), દેખાય (14), કરશો (14), જશે (14), લેખમાં (14), સ્ક્રીન (13), અહીંથી (13), લેખના (13), શીર્ષક (13), ટાઇટલ (13), ત્યાં (13), પૂરો (13), જૂન (12), 2007 (12), 2008 (12), 2016 (12), 2017 (12), 2018 (12), આજના (12), સાથે (12), સામાન્ય (12), વિજ્ઞાન (12), ક્રિકેટ (12), મ્યુઝિયમ (12), ટિપ્પણીઓ (11), હોલ (11), હોટેલ (11), ઓગસ્ટ (11), ઓક્ટોબર (11), માર્ચ (11), દેશ (11), ક્લાઉડ (10), ભારતમાં (10), જુલાઇ (10), સપ્ટેમ્બર (10), જાન્યુઆરી (10), એપ્રિલ (10), દુનિયા (10), અજાણી (9), ઇંગ્લેન્ડના (9), નવેમ્બર (9), સમાચાર (9), વિચાર (9), ઇંગ્લેન્ડ (9), આર્ટિફિશિયલ (8), થોટ્સ (8), ડિસેમ્બર (8), ફેબ્રુવારી (8), નવી (8), રહી (8), પરંતુ (8), કરી (7), તમામ (7), મ્યુઝિયમ્સ (7), સૌથી (7), 2006 (7), 2012 (7), ટેકનોલોજી (7), આપણે (7), દ્વારા (7), તથા (7), આવે (7), ટેસ્ટ (7), com (6), મગજ (6), ભારતીય (6), વાત (6), એલિઝાબેથ (6), ચંદ્રયાન (6), વિશ્વમાં (6), મિલ્કી (6), વાયરસ (6), કોવિડ (6), ભારતના (6), બ્રેઇન (6), રહ્યા (6), થિંગ્સ (6), રહ્યો (6), આજે (6), કરો (5), wordpress (5), મશીન (5), ફિલ્મ (5), અન્ય (5), ભાષાના (5), નમ્ર (5), અપીલ (5), કરશે (5), કનેક્ટ (5), અવકાશ (5), વિશ્વનાં (5), વિશ્વની (5), સરળ (5), પોસ્ટ્સ (5), નજર (5), ત્યારે (5), તેવી (5), તેની (5), આધુનિક (5), ભારત (5), મેચ (5), સર્વ (5), હતી (5), ઇંગ્લેન્ડમાં (5), તરીકે (5), પછી (5), કેટલાંક (5), હેન્રી (5), ચંદ્ર (5), રહ્યું (4), ઇન્ટેલિજન્સ (4), અમેરિકા (4), રચના (4), સંવર્ધન (4), માનવમગજ (4), થશે (4), ઇતિહાસમાં (4), સત્તાની (4), મિશનો (4), જેવી (4), અદભુત (4), પ્રગતિ (4), મદદથી (4), મેડિસિન (4), અમેરિકાના (4), ઇતિહાસની (4), ઝલક (4), 2009 (4), નવીન (4), ક્વિન (4), ઇંટરનેટ (4), હ્યુમન (4), પહેલાં (4), અત્યારે (4), નથી (4), શક્તિ (4), માનવ (4), માં (4), માહિતી (4), રહ્યાં (4), વચ્ચે (4), રમાઈ (4), થયો (4), વર્ષ (4), વંશના (4), અંતરીક્ષ (4), ગયો (4), ક્ષેત્રે (4), માત્ર (4), માનવી (4), this (3), blog (3), નેટ (3), gujarati (3), પાર (3), ટેકનોલોજીની (3), બ્રહ્માંડમાં (3), અનેક (3), નેનોરોબોટિક્સ (3), થિંગ્સથી (3), માનવજીવન (3), ક્રિકેટનો (3), ક્રિકેટના (3), કાળા (3), ઇંગ્લેન્ડનો (3), રાણી (3), ભારતનાં (3), સુપ્રસિદ્ધ (3), ગેલેક્સીના (3), શોધ (3), રોમાંચક (3), 2019નાં (3), સ્મરણો (3), ઇન્ટેલિજન્સની (3), તૈયાર (3), વિશ્વના (3), ભારતની (3), હોલિવુડના (3), સિદ્ધિ (3), રહસ્યો (3), આવો (3), જાણીએ (3), સમજીશું (3), રીતે (3), સમજવા (3), ચાર (3), વૈજ્ઞાનિકો (3), જેવા (3), મગજની (3), આદિ (3), થાય (3), સ્પેસ (3), મદદરૂપ (3), કરવા (3), આપે (3), કહાણીઓ (3), ઇંગ્લેન્ડની (3), ટીમ (3), પ્રવાસે (3), દેશો (3), સદીમાં (3), પંદરમી (3), ટ્યુડર (3), રાજા (3), આઠમા (3), તેમના (3), મેગ્ના (3), બની (3), કિંગ (3), નાખીએ (3), ફર્સ્ટ (3), ત્રણ (3), ફ્રાન્સના (3), વિલિયમ (3), leave (3), comment (3), મેળવીએ (3), કરે (3), કોરોના (3), ઉદ્યોગના (3), યાદ (3), મોશન (3), શરૂ (2), site (2), નામ (2), required (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), સાહિત્ય (2), સિનેમા (2), ડીએનએ (2), ગ્રેવિટેશનલ (2), જગત (2), ગુજરાત (2), અનામિકા (2), disclaimer (2), આવશ્યક (2), સૂચના (2), સંપૂર્ણ (2), સુરક્ષિત (2), પસંદ (2), આરંભ (2), મનુષ્યનું (2), વટાવશે (2), સીમાઓ (2), શક્ય (2), પલટાશે (2), આરંભની (2), રાજગાદીના (2), કાવાદાવાઓ (2), સાઠમારીઓ (2), સંશોધનનાં (2), જાણવા (2), નાના (2), હોલની (2), એસ્ટ્રોફિઝિક્સમાં (2), સમજૂતિ (2), 19ના (2), સંદર્ભે (2), ઉદ્યોગનો (2), હોટેલો (2), સિનેમાજગત (2), વીતેલાં (2), વર્ષોની (2), ટ્રાન્સપોર્ટેશન (2), સિસ્ટમ (2), ઊભી (2), સંસ્કૃતિનાં (2), ઐતિહાસિક (2), કૉન્ફરન્સ (2), શકે (2), પરિચય (2), પોસ્ટસ (2), પછીના (2), બીજા (2), મજ્જાતંતુ (2), તંત્ર (2), ચેતાતંત્ર (2), નેનોટેકનોલોજી (2), માનવમગજને (2), મનુષ્યના (2), મગજને (2), તેમજ (2), પડે (2), જ્યારે (2), પરસ્પર (2), શકશે (2), જવા (2), ઇંટરફેસ (2), સુધી (2), મગજમાં (2), વિવિધ (2), જીવન (2), તેનાથી (2), મનુષ્ય (2), કમ્પ્યુટર (2), સમજીએ (2), ડેવલપ (2), વિશ્વ (2), વિશ્વભરનાં (2), કમ્પ્યુટર્સ (2), મનુષ્યોનાં (2), પ્રગતિથી (2), મૂકી (2), મેળવી (2), નહીં (2), તરફ (2), બ્રહ્માંડને (2), એઆઇ (2), પ્રભાવિત (2), સૌને (2), ઇકોનોમી (2), ગેજેટ્સ (2), એકબીજા (2), કાર્યો (2), કરવામાં (2), મશીનો (2), આઇઓટી (2), અકલ્પનીય (2), વાંચ્યું (2), ભૂલાઈ (2), સામેની (2), ગ્રાઉન્ડ (2), પહેલી (2), સામે (2), તેના (2), વર્ષો (2), પૂર્વે (2), પારસી (2), ક્લબની (2), હતા (2), સચિન (2), તેંડુલકર (2), ક્રિકેટમાં (2), બ્રિટીશ (2), હિંદુસ્તાનની (2), ઑસ્ટ્રેલિયા (2), જીત (2), આઇસીસી (2), વિશ્વકપ (2), વર્તમાન (2), કોણ (2), વર્લ્ડ (2), મારી (2), રમત (2), રાજસત્તાના (2), કેટલીક (2), સત્તાના (2), શાસન (2), હતો (2), શાસક (2), વર્જિન (2), સમય (2), સત્તરમી (2), સદી (2), એવા (2), ખેલાતા (2), કાર્ટા (2), પ્લેન્ટેજનેટ (2), પ્લાન્ટેજનેટ (2), ઘટના (2), અંત (2), સમાજ (2), તેને (2), તાજ (2), સત્તા (2), સંભાળી (2), કહે (2), શાસકોએ (2), વધુ (2), ગયા (2), તેનાં (2), વિજ્ઞાનમાં (2), વિશ્વનો (2), ઉપગ્રહ (2), યુએસએસઆર (2), યુએસએ (2), એપોલો (2), પહેલું (2), મિશનના (2), દૂર (2), રશિયા (2), સોફ્ટ (2), યાદીમાં (2), ક્ષેત્રમાં (2), પૃથ્વીના (2), મ્યુઝિયમ્સની (2), દુનિયાની (2), વેટિકન (2), નેશનલ (2), મ્યુઝિયમ્સમાં (2), પ્રિન્સ (2), પ્રગટ (2), સૂર્યમંડળ (2), સૂર્યથી (2), મોટા (2), આપણી (2), ગેલેક્સી (2), મનાય (2), વોર્મ (2), ડાર્ક (2), મેટર (2), જંગી (2), તેમાં (2), એવી (2), અભૂતપૂર્વ (2), આપણું (2), નમસ્કાર (2), મિત્રો (2), ધન્યવાદ (2), continue (2), reading (2), તબીબી (2), યોગદાન (2), ટીકા (2), વાયરસને (2), તદ્દન (2), આર્થિક (2), સામાજીક (2), ફેલાઈ (2), વૈશ્વિક (2), મહામારી (2), જાહેર (2), સજીવ (2), નિર્જીવ (2), કરીએ (2), બ્રધર્સ (2), નિર્મિત (2), ફિલ્મો (2), પિક્ચર (2), બ્લોગજગતમાં (2), નવા (2), રંગ (2), મહેક (2), તાજગી (2), design, like, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, view, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, join, other, subscribers, create, free, website, વર્ડપ્રેસ, લિગો, લર્નિંગ, નાસા, જીનોમ, વેવ્ઝ, ભાષા, બ્લોગ, કલાક્ષેત્રો, ઉત્તર, કોરિયા, અમદાવાદ, madhusanchay, net, jagat, gujarat, tags, ઉદયકાળે, બ્લૉગ, પ્રકાશિત, કન્ટેન્ટ, આર્ટિકલ, કૃતિઓ, કૉપીરાઇટથી, સંપર્ક, thinklife11, gmail, dot, કૉપીરાઇટ, મુક્તપંચિકા, લઘુલિકા, અનન્યા, અનુભવિકા, અનુપમા, મારા, બ્લોગ્સ, ક્રેમલિન, પેલેસ, રશિયાના, ઇતિહાસનો, સાક્ષી, આપની, શોધો, સર્ચ, search, હિંદુસ્તાન, પોર્ટુગીઝ, શાસનના, પ્રારંભની, અર્ધ, હીલિયોસ્ફિયરને, ઇન્ટરસ્ટેલર, સ્પેસમાં, વોયેજર, 2ના, પ્રવાસનો, ભવિષ્યની, ઝાંખી, કરાવતો, અમેરિકાનો, વિશ્વપ્રસિદ્ધ, ઇલેક્ટ્રોનિક્સ, સીઇએસ, રંગભૂમિનો, ઉદયકાળની, કથા, એક્ઝોપ્લેનેટની, ખોજ, નાસાનાં, કેપ્લર, ટેસ્સ, તાજેતરની, 2011, 2015, મહિનો, હાયપરલુપ, ટ્રેઇન, સ્ટીવ, જોબ્સ, નીમ, કરોલી, બાબા, મહાયોગી, શ્રી, અરવિંદના, વિદ્વાન, શિષ્ય, દિલીપકુમાર, રાય, ફિલિપ, ફેરારીને, જાણો, મહિલા, ડૉક્ટર, આનંદીબાઈ, જોશી, પ્રેરક, જીવનકથા, નાદિયા, ફિયરલેસ, હંટરવાલી, ફેમ, સ્ટંટ, એક્ટ્રેસ, જીનમાં, અચરજકારી, સિક્વન્સિંગ, નેનોપોર, વૈજ્ઞાનિક, વિશાલ, ગજ્જરની, વિજ્ઞાનજગતમાં, બ્લૉગિંગ, વિક્ટોરિયાએ, મોકલ્યો, દુનિયાનો, પહેલો, ટેલિગ્રાફ, સંદેશો, કમાલની, લિડાર, ખોલે, માયા, ભાષાની, ચેટ, એલિયન, સભ્યતાઓ, ક્યાંથી, મોકલી, ભેદી, સંકેતો, આલ્બર્ટ, આઇન્સ્ટાઇને, ભાખેલાં, વેવ્ઝની, રોમાંચકારી, આપનું, સંતાન, પામી, નામના, અતીતનાં, અમૂલાં, સંભારણાં, યાદગાર, follow, જૂની, ક્રમણિકા, થોડી, માનવમગજનાં, ભાગોની, મૂળભૂત, કાર્યપદ્ધતિને, ટૂંકમાં, સુપરબ્રેઇનથી, માંડીને, સુધીના, વિજ્ઞાનને, બંધારણીય, ક્રિયાત્મક, એકમ, ન્યુરોન, બ્રેઇનમાં, સેન્સરી, મોટર, સંવેદનાઓના, વહન, કાર્યક્ષમ, ઇન્ટરન્યુરોન, કનેક્શન્સ, અનિવાર્ય, નેનોરોબોટિક્સથી, સર્જાનાર, ઇન્ટરફેસ, કરવી, સમજવું, પડશે, હેમિસ્ફિયર, લોબ, સેરિબ્રમ, સેરિબેલમ, સ્ટેમને, નર્વસ, મહત્ત્વનો, ભાગ, માનવીઓનાં, જોડાશે, સાથોસાથ, માની, શકાય, ટેકનોલોજીનો, ઉદય, ન્યુરોસાયન્સ, ફિઝિક્સને, રાખી, અદ્યતન, પ્રયોગો, સુપરબ્રેઇન, દિશામાં, કટિબદ્ધ, ચમકભર્યા, શબ્દો, આપણને, આંજી, પ્રકૃતિના, શ્રેષ્ઠતમ, સર્જનની, દેન, જટિલ, રચનાના, ભેદ, ઉકેલી, શકાયા, પ્રતિદિન, ક્રિયાશીલતાનાં, નવાં, બહાર, મર્યાદાઓને, વળોટી, કાર્યક્ષમતાને, સીમાઓની, ન્યુરોસાયન્ટિસ્ટ્સ, નિતનવા, પ્રયોગોમાં, વ્યસ્ત, જેને, સંપૂર્ણપણે, સદીઓ, લાગી, અગણિત, ઇમેજ, દ્રશ્યો, અમાપ, ડેટાથી, સમૃદ્ધ, મેમરી, અસીમ, જ્ઞાનનો, ભંડાર, વિસ્મયકારી, તર્ક, નિર્ણય, અંગ, ઉપાંગોના, ઉચિત, ઉપયોગની, ક્ષમતા, કૌશલ, વિકસાવવાની, ટકાવવાનું, સામર્થ્ય, અસંખ્ય, વિશિષ્ટતાઓ, પ્રાણીઓથી, ચડિયાતો, સાબિત, નેનોરોબોટિક્સનાં, સમન્વયથી, સુપર, પાવર, હાસિલ, ભાષામાં, ન્યુરોટેકનોલોજી, થતાં, સુપરહ્યુમન, બ્રેઇન્સ, પાવરથી, સાથેના, માનવીના, વ્યવહારોને, જીવનને, સદંતર, પલટી, દેશે, જાયંટ, સર્વર્સ, બ્રેઇન્સને, સાંકળી, લેવા, બનાવવાની, તૈયારીઓ, ચાલુ, ન્યુરોસાયન્સમાં, અપ્રતિમ, થોડા, દાયકાઓ, નેનોરોબોટ્સ, શકાશે, સીધું, માંથી, સેલફોન, કમ્પ્યુટરમાંથી, સર્ચની, જરૂર, રહે, પાયોનિયર, વૉયેજર, પાર્કર, સોલર, પ્રોબ, જેવાં, પ્રોગ્રામ, બાહ્ય, ખોજી, બીજી, ધરતી, નેનોરોબોટિક્સના, ઉપયોગથી, રચવા, સક્રિય, વિજ્ઞાનની, આગેકૂચ, સંભાવનાઓના, સીમાડા, વટાવી, મનુષ્યજીવન, ખૂબ, કરીશું, માનવજીવનને, ગહરાઈથી, મનુષ્યનાં, રોજિંદા, વ્યવહારો, કામગીરી, ગૃહવપરાશનાં, ઉપકરણોનું, સંચાલન, ગૃહવ્યવસ્થા, હેલ્થ, ફિટનેસને, લગતો, રેકોર્ડ, અંગે, માર્ગદર્શન, સંદેશાવ્યવહાર, શોપિંગ, બહુવિધ, પ્રવૃત્તિઓમાં, m2m, economy, અર્થવ્યવસ્થા, ઊભરી, મનુષ્યની, દખલગીરી, વિના, હજારો, મશીન્સ, ઇન્ટરએક્ટ, કરીને, ભાતભાતનાં, જવાબદારીઓ, સ્વયં, ઉપાડી, લેશે, વપરાતાં, સાધનો, ડિવાઇસિસ, મશીનોને, બધાં, ઇલેક્ટ્રોનિકલી, કમ્યુનિકેટ, ઇંટર, કનેક્ટેડ, સૂચનાઓની, કમ્યુનિકેશનની, કહેવાય, ઘડીભર, કલ્પના, ઘરના, ઓફિસના, ફોન, એપ્લાયન્સિઝ, વાહનો, સહિતનાં, લાગે, કલ્પનાને, હકીકતમાં, પલટે, internet, things, iot, ટેકનોલોજીનું, નવલું, નઝરાણું, અગાઉના, લેખોમાં, માનવજીવનમાં, રહેલાં, પરિવર્તનો, બિગ, ડેટા, કમ્પ્યુટિંગના, પીઠબળે, વિશ્વભરને, તાંતણે, બાંધી, ઉદયની, ગાથાને, વચ્ચેની, પ્રારંભિક, મેચોની, વાતોને, માણીએ, ક્રિકેટની, કંઈક, નાની, મોટી, 1933માં, પહેલા, મુંબઈમાં, બૉમ્બે, જિમખાના, ટેસ્ટક્રિકેટનો, 1932, મેચથી, ગ્રેટર, લંડનના, લૉર્ડ્ઝના, 1932માં, રમ્યું, ટીમોએ, અનધિકૃત, પ્રવાસો, કર્યા, મુંબઈની, 1886માં, માસ્ટર, બ્લાસ્ટર, આવ્યા, રાજમાં, આશ્ચર્યજનક, ઑફિશિયલ, 1877માં, મેલબોર્ન, ખાતે, 1877, જેમાં, ઑસ્ટ્રેલિયાની, યોજાયેલ, 2019ની, ટુર્નામેન્ટ, 12મી, એડિશન, તબક્કામાં, ઇંટરનેશનલ, ઓડીઆઇ, માટેના, બારમી, સ્પર્ધામાં, વિશ્વચેમ્પિયન, બનશે, અટકળો, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, જગતના, ચેમ્પિયન, બનવા, થનગની, તાજપોશી, હવાતિયાં, ક્રિકેટપ્રેમી, દેશોમાં, વર્લ્ડકપ, ટુર્નામેન્ટનો, નશો, છવાયેલો, પાછળનું, પાગલપન, વિરાટ, કોહલીથી, પહેલાના, સમયથી, પદ્ધતિસરની, જન્મ, હોવાનો, અવિશ્વસનીય, દાવો, થતો, 15મી, કાવાદાવાઓની, કાવાદાવાઓએ, રાજગાદીને, ઝાંખપ, આપી, લાલસામાં, કલંકિત, ઘટનાઓ, બનતી, વંશનો, શાસનકાળ, દુર્ભાગ્યપૂર્ણ, હેન્રીનું, રિફોર્મેશનના, ચિહ્નો, લઈને, આવ્યું, ખટપટોનો, આખરી, ઓળખાયેલ, ફર્સ્ટના, રાજ્યકાળને, સંલગ્ન, ઝંઝાવાતોથી, ઘેરાયેલો, મૃત્યુ, કાવાદાવા, તેનો, જોટો, સદીથી, દરમ્યાન, ઇંગ્લેંડમાં, દાવપેચ, રમાતા, ઇતિહાસનાં, પાનાંઓ, કાળાં, પડી, ગયાં, કાર્ટામાં, પ્રજાતંત્રની, પ્રતિબિંબિત, થકી, લોકતંત્રમાં, વ્યક્તિસ્વાતંત્ર્યનાં, વિચારનાં, બીજ, રોપાયાં, લોકશાહીના, જનક, ઓળખાતા, સમયે, નિરંકુશ, રાજાશાહી, ફૂલીફાલી, પ્લાનટેજનેટ, રાજ્યકાળમાં, 1215માં, ચાર્ટર, રાઇટ્સ, જહોનના, દસ્તખત, થયા, જોહને, પ્રજાના, કેટલાક, હક્કો, સ્વીકાર્યા, રાજાની, અમર્યાદ, સત્તાઓનો, આવ્યો, લોકતાંત્રિક, રાજ્યવ્યવસ્થા, શ્રેયસ્કર, પડકાર, રૂપ, દીર્ઘ, સંરક્ષિત, દ્રઢ, શાસનતંત્ર, જાગૃત, કાંટાળા, સાઠમારીઓની, સાતમા, પુત્ર, આઠમાએ, કેથોલિક, પંથનો, છેડો, ફાડી, પ્રોટેસ્ટંટ, વિચારસરણી, અપનાવનાર, ઇંગ્લિશ, રાજ્યકર્તા, 1547માં, આઠમાના, અવસાન, તેમની, મુખ્ય, રાણીઓનાં, સંતાનો, હોડમાં, આટાપાટા, બેજોડ, 1066માં, ડ્યુક, નોર્મન્ડીએ, પ્રથમના, નામે, ગાદી, તેમને, કોન્કરર, નોર્મન, ચારસોથી, સંભાળ્યું, હજાર, બારસો, સેક્સન, સેક્સોન, ડેઇન્સ, ડેન્સ, રાજ્ય, કર્યું, ઇંગ્લેન્ડનાં, મહારાણી, આવ્યાં, પહેલાંનો, કેવા, કાવાદાવાઓથી, ખરડાયેલો, ઑગસ્ટ, માનવસર્જિત, ઉપગ્રહો, મંગળયાન, મોખરાનો, કૃત્રિમ, સ્પુટનિક, તત્કાલીન, સોવિયેટ, યુનિયન, 1957ના, ઑક્ટોબરની, 4થી, તારીખે, તરતો, મૂકાયો, નવો, અધ્યાય, 1969માં, યુનાઇટેડ, સ્ટેટ્સ, નું, યાન, ઉતરનાર, સમાનવ, અવકાશયાન, બન્યું, 1969ના, જુલાઈની, 20મીએ, અમેરિકન, અવકાશયાત્રી, નીલ, આર્મસ્ટ્રોંગ, મૂકનાર, બન્યા, ઉપગ્રહમાં, અવકાશના, ખગોળશાસ્ત્રીઓ, વિજ્ઞાનીઓનો, વધતો, એક્સ્પ્લોરેશન, અર્થે, તીવ્ર, સ્પર્ધા, કબૂલીએ, લેન્ડર, વિક્રમ, લેન્ડિંગમાં, ચૂક, સ્વીકાર્ય, મિશનનું, ઓર્બિટર, સફળતાથી, મિશનની, મહાન, સુધીમાં, ચીન, લેંડિંગ, શક્યા, સાયન્સ, દુનિયાના, દેશોની, પહોંચવાને, આરે, વિજ્ઞાનીઓની, ઉપલબ્ધિને, અવાજે, વધાવી, લેવી, જોઈએ, વૈજ્ઞાનિકોએ, મિશન, અનોખી, પ્રાપ્ત, યાનને, ઉતારવાનો, પ્રયત્ન, વિશ્વભરમાં, બિરદાવાયો, વિખ્યાત, બહુરંગી, યાદીનો, યુરોપનાં, ફ્રાન્સનું, લુવ્ર, અમેરિકાનાં, સ્મિથસોનિયન, ગુગનહાઇમ, મેટ્રોપોલિટન, આર્ટ, ઇંગ્લેન્ડનું, સીટીનાં, ચીનમાં, બાઇજિંગના, ચાઇનાનાં, નામને, ટોચ, મૂકીએ, દુનિયાનાં, સેંકડો, મ્યુઝિયમ્સને, અન્યાય, બેસીએ, ગુજરાતમાં, મહારાજા, સયાજીરાવ, ગાયકવાડની, સંસ્કાર, નગરી, વડોદરાનાં, પ્રખ્યાત, અમદાવાદનું, કેલિકો, ટેક્સ્ટાઇલ્સ, અનોખું, રાષ્ટ્રીય, સ્તર, જાણીતાં, દિલ્હીનું, મુંબઈનું, છત્રપતિ, શિવાજી, વસ્તુ, સંગ્રહાલય, વેલ્સ, કોલકતાનું, પ્રાચીન, ઇન્ડિયન, હૈદ્રાબાદનું, સાલાર, જંગ, ચેન્નાઈનું, મદ્રાસ, ગવર્નમેન્ટ, સમાવિષ્ટ, મશહૂર, માનવસભ્યતાઓના, અણમોલ, વારસાને, સાચવી, આવાં, બ્રહ્માંડનાં, માનવજીવનના, અવનવા, રંગોને, પદાર્થો, નમૂનાઓ, ચીજવસ્તુઓ, અસ્તિત્વને, ઉજાગર, ચડતીપડતીની, ગાથા, જીવનનાં, વણદેખ્યાં, પાસાંઓ, વળી, બેનમૂન, સર્જનોને, સાચવીને, ખડાં, તાજેતરના, સંશોધન, અવનવી, પાંચ, ગણાથી, વધારે, હોય, માન્યતા, પ્રવર્તતી, તાજેતરમાં, અમેરિકામાં, ઓહાયો, સ્ટેટ, યુનિવર્સિટીના, ખગોળશાસ્ત્રીઓએ, વેના, ટચૂકડા, હોલને, શોધી, કાઢેલ, માંડ, ત્રણેક, ગણો, મોટો, હોવાનું, ઑરિગા, નક્ષત્રમાં, સ્થિત, વર્તમાનમાં, ગેલેક્સીનો, નાનો, તેનું, માસ, સૂર્યના, ગણું, આશંકાઓ, ઘણી, ઘણો, પ્રકાશ, પડ્યો, અવકાશમાં, તારાના, જીવનચક્રના, અંતે, સુપરનોવા, મહાવિસ્ફોટ, અતિ, તારો, છેવટે, હોલમાં, ફેરવાય, આવા, પ્રચંડ, માત્રાની, ઘનતા, ડેન્સિટી, ગ્રુરુત્વાકર્ષણ, ગ્રેવિટી, ધરાવે, હોલનો, અભ્યાસ, સમજવામાં, એસ્ટ્રોફિઝિક્સની, બ્રાન્ચ, વિકસતાં, એસ્ટ્રોનોમીમાં, યુનિવર્સ, ત્વરાથી, વધતું, ઘણું, બધું, જાણી, ચૂક્યા, છીએ, હવે, ખગોળ, વિજ્ઞાનીઓને, બ્રહ્માંડની, ઉત્પત્તિ, બંધારણનાં, ગૂંચવી, ઉત્કંઠા, વધી, સૃષ્ટિનાં, ગોપિત, સત્યોને, ટટોળવા, બ્રહ્માંડના, સીમાડાઓ, ખૂંદી, વાચક, વીતેલા, 2019માં, કલા, વિષયો, લેખો, માણ્યા, વાચકોની, જાણ, તેમાંથી, લેખોની, વાંચવા, આપેલ, લિક, કરતા, જશો, પ્રકીર્ણ, એઆઈની, થયેલ, જાણીશું, આરોગ્ય, ચિકિત્સા, ઇન્ટેલિજન્સનું, સમાચારોમાં, ચમકી, ઊઠ્યું, થોડાં, વર્ષોથી, ફાર્માસ્યુટિકલ, ઉદ્યોગમાં, થતી, ડ્રગ, ડેવલપમેન્ટના, તબક્કાઓમાં, એઆઇને, પ્રયોજવામાં, મેડિસિનને, ક્લિનિકલ, ટ્રાયલ, મંજૂરી, મળી, હેલ્થકેર, પ્રયોજનથી, મેડિકલ, સાયન્સમાં, ક્રાંતિકારક, બનનાર, સિદ્ધિમાં, જાપાનની, કંપનીઓનું, વિકસાવવામાં, આવેલ, દવા, માનસિક, રોગ, ઑબ્સેસિવ, કમ્પલ્સિવ, ડિસઓર્ડર, ઉપયોગમાં, લેવાશે, 19ને, ફેલાવનાર, ઓળખીએ, કેવું, કોરોનાવાયરસના, પ્રકારથી, ફેલાયેલા, ડિસિઝ, હાહાકાર, મચી, વિશ્વયુદ્ધોની, કડવી, યાદોને, ભૂલાવી, બરબાદીનો, કંપાવી, ચીનના, વુહાન, શહેરમાંથી, દુનિયાભરમાં, ગયેલ, કોરોનાવાયરસ, રોગચાળાને, હેથ, ઓર્ગેનાઇઝેશન, who, pandemic, કરાઈ, જગતની, મહાસત્તાઓને, હંફાવી, દેનાર, રોગના, મૂળમાં, સૂક્ષ્માણુ, કેવી, મુશ્કેલ, જુઓ, સ્વીકારે, ઘુમાવી, વિકાસના, ઊડતી, ઇન્ડસ્ટ્રીના, મુંબઈના, ગેટવે, ઇન્ડિયાની, કાલા, ઘોડા, સર્કલ, પરની, વૉટ્સન, જ્યાં, 1896માં, લ્યુમિયેર, વાર, પ્રદર્શિત, હકીકત, હિંદુસ્તાનમાં, ઉદ્યોગનાં, મંડાણ, ચૂક્યાં, હતાં, ઝગમગતા, ઇતિહાસને, વાગોળવાની, વાયરસના, ભયથી, થથરી, ઊઠ્યા, માનવસભ્યતાના, પાયાઓ, ડગમગતા, ગ્લોબલાઇઝેશનના, જોરે, જામેલા, આંતરરાષ્ટ્રીય, વાણિજ્ય, વેપારો, ખતરામાં, લોકડાઉનના, પગલે, માનવજીવનની, રફ્તાર, થંભી, સંસ્કૃતિના, પ્રતીક, સમા, ઇન્ટરનેશનલ, બિઝનેસ, એવિએશન, ટૂરિઝમ, ઇન્ડસ્ટ્રીને, ફટકાઓ, પડ્યા, ઝગારા, મારતો, ઉદ્યોગ, જાણે, ઘરથી, બીજું, ઘરમાં, પૂરાયેલો, હોટેલને, વિકાસને, સંદર્ભમાં, નાખીશું, ફ્રાન્સમાં, કોમર્શિયલ, કેવો, વિરોધાભાસ, સંખ્યાની, દ્રષ્ટિએ, ફીચર, બને, આખા, સિક્કો, હોલિવુડનો, ચાલે, યુનિવર્સલ, વોલ્ટ, ડિઝનીના, જાયન્ટ, સ્ટુડિયોઝમાં, ફિલ્મ્સ, બોક્સઓફિસ, ટંકશાળ, પાડે, એડવર્ડ, માયબ્રિજ, ટોમસ, આલ્વા, એડિસનનાં, દુનિયાનું, કોને, ગણવું, મુવિ, ઉતારનાર, લુમિએર, ફ્રાન્સ, લુઈ, યુગમાં, મનોરંજનનું, સુલભ, માધ્યમ, ફોટોગ્રાફી, સિનેમેટોગ્રાફીમાં, છેલ્લા, 150, વર્ષોમાં, હરણફાળે, પિક્ચરની, ઊંચાઈ, પહોંચી, પાછળ, શોધકોની, અખૂટ, જહેમત, છુપાયેલી, વિશેષ, છું, પ્રેમીઓને, વિનંતી, પરિચિતોમાં, મિત્રવર્તુળોમાં, સોશિયલ, મીડિયા, વહેતો, માતૃભાષાના, ચાહકો, સહિયારા, પ્રયત્નોથી, ગુજરાતીના, સંવર્ધનમાં, સહયોગ, આપશે, તેમ, મને, વિશ્વાસ, આજકાલ, વિભિન્ન, મીડિયામાં, બોર્ડના, દસમા, ધોરણના, પરિણામની, સ્વાગત, home, મેનુ, કંટેન્ટ, જાઓ,
Text of the page (random words):
બ્રહ્માંડના સીમાડાઓ ખૂંદી રહ્યો છે એસ્ટ્રોફિઝિક્સની બ્રાન્ચ વિકસતાં એસ્ટ્રોનોમીમાં એવી અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે કે યુનિવર્સ વિશે આપણું જ્ઞાન ત્વરાથી વધતું રહ્યું છે સૂર્યમંડળ અને આપણી ગેલેક્સી મિલ્કી વે વિશે તો આપણું ઘણું બધું જાણી ચૂક્યા છીએ હવે ખગોળ વિજ્ઞાનીઓને બ્રહ્માંડની ઉત્પત્તિ અને બંધારણનાં રહસ્યો ગૂંચવી રહ્યાં છે ડાર્ક મેટર બ્લેક હોલ અને વોર્મ હોલ વિશે ઉત્કંઠા વધી રહી છે વોર્મ હોલ વિશે આશંકાઓ ઘણી છે પણ બ્લેક હોલ અને ડાર્ક મેટર પર ઘણો પ્રકાશ પડ્યો છે અવકાશમાં જંગી મોટા તારાના જીવનચક્રના અંતે તેમાં સુપરનોવા મહાવિસ્ફોટ થાય છે અતિ જંગી તારો છેવટે બ્લેક હોલમાં ફેરવાય છે આવા બ્લેક હોલ પ્રચંડ માત્રાની ઘનતા ડેન્સિટી તથા ગ્રુરુત્વાકર્ષણ ગ્રેવિટી ધરાવે છે બ્લેક હોલનો અભ્યાસ બ્રહ્માંડને સમજવામાં મદદરૂપ છે બ્લેક હોલ સૂર્યથી પાંચ ગણાથી વધારે મોટા જ હોય તેવી માન્યતા પ્રવર્તતી હતી પરંતુ તાજેતરમાં અમેરિકામાં ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીઓએ આપણી ગેલેક્સી મિલ્કી વેના સૌથી ટચૂકડા બ્લેક હોલને શોધી કાઢેલ છે આ બ્લેક હોલ સૂર્યથી માંડ ત્રણેક ગણો મોટો હોવાનું મનાય છે ઑરિગા નક્ષત્રમાં સ્થિત આ બ્લેક હોલ વર્તમાનમાં મિલ્કી વે ગેલેક્સીનો સૌથી નાનો બ્લેક હોલ મનાય છે તેનું દળ માસ સૂર્યના દળ કરતાં માત્ર 3 3 ગણું જ છે આવો મધુસંચય ના આજના લેખમાં બ્લેક હોલ વિશે તાજેતરના સંશોધન પર નજર નાખીએ અને તેમના વિશે અવનવી માહિતી મેળવીએ આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ નીચે ન દેખાય તો લેખના શીર્ષક ટાઇટલ પર ક્લિક કરશો ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે હરીશ દવે અજાણી શી વાતો ઇતિહાસ દેશ દુનિયા સામાન્ય જ્ઞાન વિશ્વનાં સુપ્રસિદ્ધ મ્યુઝિયમ્સ વિશે જાણવા જેવી અદભુત વાતો ઓક્ટોબર 16 2019 ઓક્ટોબર 17 2019 હરીશ દવે harish dave 10 ટિપ્પણીઓ વિશ્વનાં મશહૂર મ્યુઝિયમ્સ માનવસભ્યતાઓના અણમોલ વારસાને સાચવી રહ્યાં છે આવાં મ્યુઝિયમ્સમાં બ્રહ્માંડનાં અને માનવજીવનના અવનવા રંગોને પ્રગટ કરતાં પદાર્થો નમૂનાઓ કે ચીજવસ્તુઓ છે કેટલાંક મ્યુઝિયમ સૂર્યમંડળ અને પૃથ્વીના અસ્તિત્વને ઉજાગર કરે છે કેટલાંક ઇતિહાસની ચડતીપડતીની ગાથા કહે છે કેટલાંક જીવનનાં વણદેખ્યાં પાસાંઓ પ્રગટ કરે છે તો વળી કેટલાંક માનવ સંસ્કૃતિનાં બેનમૂન સર્જનોને સાચવીને ખડાં છે ગુજરાતમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની સંસ્કાર નગરી વડોદરાનાં મ્યુઝિયમ્સ પ્રખ્યાત છે અમદાવાદનું કેલિકો મ્યુઝિયમ ઑફ ટેક્સ્ટાઇલ્સ એક અનોખું મ્યુઝિયમ છે રાષ્ટ્રીય સ્તર પર ભારતનાં જાણીતાં મ્યુઝિયમ્સમાં નવી દિલ્હીનું નેશનલ મ્યુઝિયમ મુંબઈનું છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલય પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ કોલકતાનું સૌથી પ્રાચીન ઇન્ડિયન મ્યુઝિયમ હૈદ્રાબાદનું સાલાર જંગ મ્યુઝિયમ ચેન્નાઈનું મદ્રાસ ગવર્નમેન્ટ મ્યુઝિયમ આદિ સમાવિષ્ટ થાય વિશ્વનાં સુપ્રસિદ્ધ મ્યુઝિયમ્સની યાદીનો તો અંત જ ન આવે આવી યાદીમાં યુરોપનાં ફ્રાન્સનું લુવ્ર મ્યુઝિયમ અમેરિકાનાં સ્મિથસોનિયન મ્યુઝિયમ્સ ગુગનહાઇમ મ્યુઝિયમ્સ અને મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ ઇંગ્લેન્ડનું બ્રિટીશ મ્યુઝિયમ વેટિકન સીટીનાં વેટિકન મ્યુઝિયમ્સ અને ચીનમાં બાઇજિંગના નેશનલ મ્યુઝિયમ ઑફ ચાઇનાનાં નામને ટોચ પર મૂકીએ તો પણ દુનિયાનાં અન્ય સેંકડો મ્યુઝિયમ્સને અન્યાય કરી બેસીએ મધુસંચય ના આજના લેખમાં વિશ્વ વિખ્યાત મ્યુઝિયમ્સની બહુરંગી દુનિયાની એક ઝલક મેળવીએ આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ નીચે ન દેખાય તો લેખના શીર્ષક ટાઇટલ પર ક્લિક કરશો ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે હરીશ દવે દેશ દુનિયા વિજ્ઞાન સમાચાર વિચાર સામાન્ય જ્ઞાન ભારતનાં ચંદ્રયાન મિશનો અને વિશ્વમાં અવકાશ સંશોધનનાં અન્ય મિશનો સપ્ટેમ્બર 14 2019 સપ્ટેમ્બર 15 2019 હરીશ દવે harish dave leave a comment ભારતના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન 2 મિશન દ્વારા અવકાશ વિજ્ઞાન ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે પૃથ્વીના એક માત્ર ઉપગ્રહ ચંદ્ર પર ભારતીય યાનને ઉતારવાનો પ્રયત્ન વિશ્વભરમાં બિરદાવાયો છે કબૂલીએ કે મિશનના લેન્ડર વિક્રમ ના સોફ્ટ લેન્ડિંગમાં ચૂક રહી ગઈ પરંતુ તે સ્વીકાર્ય છે ચંદ્રયાન 2 મિશનનું ઓર્બિટર આજે પણ સફળતાથી તેનાં કાર્યો કરી રહ્યું છે તે ભારતના અંતરીક્ષ મિશનની મહાન સિદ્ધિ છે આજ સુધીમાં માત્ર ત્રણ દેશો રશિયા અમેરિકા તથા ચીન ચંદ્ર પર સોફ્ટ લેંડિંગ કરી શક્યા છે જ્યારે સ્પેસ સાયન્સ ક્ષેત્રે ભારત દુનિયાના પ્રથમ ચાર દેશોની યાદીમાં પહોંચવાને આરે છે ત્યારે ભારતીય અવકાશ વિજ્ઞાનીઓની ઉપલબ્ધિને આપણે એક અવાજે વધાવી લેવી જોઈએ અંતરીક્ષ ક્ષેત્રે સ્પેસ એક્સ્પ્લોરેશન અર્થે યુએસએ અમેરિકા તથા યુએસએસઆર રશિયા વચ્ચે તીવ્ર સ્પર્ધા રહી છે વિશ્વનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ સ્પુટનિક 1 તત્કાલીન યુએસએસઆર સોવિયેટ યુનિયન દ્વારા 1957ના ઑક્ટોબરની 4થી તારીખે તરતો મૂકાયો અને અંતરીક્ષ વિજ્ઞાનમાં નવો અધ્યાય શરૂ થયો 1969માં યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા યુએસએ નું એપોલો 11 યાન ચંદ્ર પર ઉતરનાર પહેલું સમાનવ અવકાશયાન બન્યું 1969ના જુલાઈની 20મીએ એપોલો 11 મિશનના અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પગ મૂકનાર સૌ પ્રથમ માનવ બન્યા આ પછી ચંદ્ર જેવા ઉપગ્રહમાં જ નહીં દૂર અવકાશના બ્રહ્માંડમાં પણ ખગોળશાસ્ત્રીઓ અને અવકાશ વિજ્ઞાનીઓનો રસ વધતો ગયો ભારત તેનાં અનેક માનવસર્જિત ઉપગ્રહો મંગળયાન ચંદ્રયાન 1 અને ચંદ્રયાન 2 સાથે અંતરીક્ષ વિજ્ઞાનમાં મોખરાનો દેશ બની ગયો છે આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ નીચે ન દેખાય તો લેખના શીર્ષક ટાઇટલ પર ક્લિક કરશો ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે હરીશ દવે ઇતિહાસ દેશ દુનિયા સામાન્ય જ્ઞાન ઇંગ્લેન્ડનો ઇતિહાસ સત્તાની સાઠમારીઓ અને રાણી એલિઝાબેથ પ્રથમ ઓગસ્ટ 19 2019 મે 23 2020 હરીશ દવે harish dave 6 ટિપ્પણીઓ ઇંગ્લેન્ડનાં મહારાણી એલિઝાબેથ પ્રથમ ક્વિન એલિઝાબેથ ફર્સ્ટ સત્તા પર આવ્યાં તે પહેલાંનો ઇંગ્લેન્ડનો ઇતિહાસ સત્તાના કેવા કાળા કાવાદાવાઓથી ખરડાયેલો હતો તે આપે મધુસંચય ના ગયા લેખ 12 ઑગસ્ટ 2019 માં વાંચ્યું હજાર બારસો વર્ષ પહેલાં ઇંગ્લેન્ડ પર સેક્સન સેક્સોન તથા ડેઇન્સ ડેન્સ શાસકોએ રાજ્ય કર્યું ઇસ 1066માં ફ્રાન્સના ડ્યુક ઑફ નોર્મન્ડીએ ઇંગ્લેન્ડ પર જીત મેળવી અને કિંગ વિલિયમ ફર્સ્ટ વિલિયમ પ્રથમના નામે ઇંગ્લેન્ડની ગાદી સંભાળી તેમને વિલિયમ ધ કોન્કરર પણ કહે છે નોર્મન અને પ્લેન્ટેજનેટ પ્લાન્ટેજનેટ વંશના શાસકોએ ચારસોથી વધુ વર્ષો શાસન સંભાળ્યું પંદરમી સદીમાં ટ્યુડર વંશના પ્રથમ શાસક રાજા હેન્રી સાતમા પછી તેમના પુત્ર કિંગ હેન્રી આઠમાએ ઇંગ્લેન્ડની સત્તા સંભાળી કેથોલિક પંથનો છેડો ફાડી પ્રોટેસ્ટંટ વિચારસરણી અપનાવનાર હેન્રી આઠમા પ્રથમ ઇંગ્લિશ રાજ્યકર્તા હતા 1547માં હેન્રી આઠમાના અવસાન પછી તેમની મુખ્ય ત્રણ રાણીઓનાં ત્રણ સંતાનો વચ્ચે સત્તાની હોડમાં આટાપાટા ખેલાતા રહ્યા જે ઇતિહાસમાં બેજોડ બની રહ્યા મધુસંચય ના આજના લેખમાં હેન્રી આઠમા પછીના ઇંગ્લેન્ડના ઇતિહાસ પર નજર નાખીએ સાથે વર્જિન ક્વિન એલિઝાબેથ ફર્સ્ટ પૂર્વે કાંટાળા તાજ માટે સાઠમારીઓની કેટલીક કહાણીઓ જાણીએ આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ નીચે ન દેખાય તો લેખના શીર્ષક ટાઇટલ પર ક્લિક કરશો ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે હરીશ દવે અજાણી શી વાતો ઇતિહાસ દેશ દુનિયા સામાન્ય જ્ઞાન ઇંગ્લેન્ડના ઇતિહાસમાં રાજગાદીના કાળા કાવાદાવાઓ ઓગસ્ટ 12 2019 ઓક્ટોબર 8 2019 હરીશ દવે harish dave 7 ટિપ્પણીઓ લોકતાંત્રિક રાજ્યવ્યવસ્થા સમાજ માટે શ્રેયસ્કર છે સાથે પડકાર રૂપ પણ છે તેને દીર્ઘ સમય માટે સંરક્ષિત કરવા દ્રઢ શાસનતંત્ર સાથે જાગૃત સમાજ પણ આવશ્યક છે લોકશાહીના જનક તરીકે ઓળખાતા ઇંગ્લેન્ડમાં એક સમયે નિરંકુશ રાજાશાહી ફૂલીફાલી હતી પ્લેન્ટેજનેટ પ્લાન્ટેજનેટ પ્લાનટેજનેટ વંશના રાજ્યકાળમાં એક ઐતિહાસિક ઘટના બની ઇસ 1215માં મેગ્ના કાર્ટા ના ચાર્ટર ઓફ રાઇટ્સ પર ઇંગ્લેન્ડના કિંગ જહોનના દસ્તખત થયા રાજા જોહને પ્રજાના કેટલાક હક્કો સ્વીકાર્યા અને રાજાની અમર્યાદ સત્તાઓનો અંત આવ્યો મેગ્ના કાર્ટામાં પ્રજાતંત્રની શક્તિ પ્રતિબિંબિત થઈ મેગ્ના કાર્ટા થકી લોકતંત્રમાં વ્યક્તિસ્વાતંત્ર્યનાં વિચારનાં નવીન બીજ રોપાયાં પરંતુ પંદરમી સદીથી સત્તરમી સદી દરમ્યાન ઇંગ્લેંડમાં રાજસત્તાના એવા દાવપેચ રમાતા રહ્યા કે ઇતિહાસનાં કેટલાંક પાનાંઓ કાળાં પડી ગયાં પંદરમી સદીમાં સત્તાના કાવાદાવાઓએ રાજગાદીને ઝાંખપ આપી સત્તાની લાલસામાં કલંકિત ઘટનાઓ બનતી ગઈ ટ્યુડર વંશનો શાસનકાળ પણ દુર્ભાગ્યપૂર્ણ રહ્યો રાજા આઠમા હેન્રીનું શાસન રિફોર્મેશનના ચિહ્નો લઈને આવ્યું પણ ખટપટોનો પાર ન હતો ટ્યુડર વંશના આખરી શાસક વર્જિન ક્વિન તરીકે ઓળખાયેલ રાણી એલિઝાબેથ ફર્સ્ટના રાજ્યકાળને સંલગ્ન સમય ઝંઝાવાતોથી ઘેરાયેલો રહ્યો તેમના મૃત્યુ પછી પણ સત્તરમી સદી સુધી એવા કાવાદાવા ખેલાતા રહ્યા કે ઇંગ્લેન્ડના ઇતિહાસમાં તેનો જોટો નથી આવો મધુસંચય ના આજના લેખમાં 15મી 16 મી સદીમાં ઇંગ્લેન્ડમાં રાજસત્તાના કાવાદાવાઓની કેટલીક કહાણીઓ જાણીએ આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ નીચે ન દેખાય તો લેખના શીર્ષક ટાઇટલ પર ક્લિક કરશો ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે હરીશ દવે અજાણી શી વાતો ઇતિહાસ દેશ દુનિયા ભારતીય ક્રિકેટનો ઇતિહાસ ભારતમાં ક્રિકેટના આરંભની વાત જુલાઇ 4 2019 જુલાઇ 14 2019 હરીશ દવે harish dave 7 ટિપ્પણીઓ ક્રિકેટપ્રેમી દેશોમાં વર્તમાન આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ ટુર્નામેન્ટનો નશો છવાયેલો છે ભારતમાં ક્રિકેટ પાછળનું પાગલપન સચિન તેંડુલકર અને વિરાટ કોહલીથી પણ પહેલાના સમયથી છે પદ્ધતિસરની રમત તરીકે ક્રિકેટનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો પરંતુ આ રમત હિંદુસ્તાનની હોવાનો અવિશ્વસનીય દાવો પણ થતો રહ્યો છે અત્યારે ઇંગ્લેન્ડમાં યોજાયેલ આઇસીસી ક્રિકેટ વિશ્વકપ 2019ની ટુર્નામેન્ટ 12મી એડિશન રોમાંચક તબક્કામાં છે વન ડે ઇંટરનેશનલ ઓડીઆઇ ક્રિકેટ માટેના વર્તમાન બારમી વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધામાં વિશ્વચેમ્પિયન કોણ બનશે તેની અટકળો થઈ રહી છે ઓસ્ટ્રેલિયા ભારત ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ જગતના વર્લ્ડ ચેમ્પિયન બનવા થનગની રહ્યા છે ત્યારે બીજા દેશો પણ તાજપોશી માટે હવાતિયાં મારી રહ્યાં છે ક્રિકેટમાં સર્વ પ્રથમ ઑફિશિયલ ટેસ્ટ મેચ 1877માં રમાઈ વિશ્વની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેલબોર્ન ઑસ્ટ્રેલિયા ખાતે માર્ચ 1877 માં રમાઈ જેમાં ઑસ્ટ્રેલિયાની જીત થઈ ભારતના ટેસ્ટક્રિકેટનો આરંભ 1932 માં ઇંગ્લેન્ડ સામેની સૌ પહેલી ટેસ્ટ મેચથી થયો ભારત તેની સર્વ પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ સામે ગ્રેટર લંડનના લૉર્ડ્ઝના ગ્રાઉન્ડ પર 1932માં રમ્યું જો કે તેના વર્ષો પૂર્વે ભારતના પારસી ક્લબની ક્રિકેટ ટીમોએ ઇંગ્લેન્ડના અનધિકૃત પ્રવાસો કર્યા હતા મુંબઈની પારસી ક્રિકેટ ક્લબની ભારતીય ક્રિકેટ ટીમ 1886માં સૌ પ્રથમ ઇંગ્લેન્ડના ક્રિકેટ પ્રવાસે ગઈ હતી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ટેસ્ટ ક્રિકેટમાં આવ્યા તેના સો વર્ષ પહેલાં બ્રિટીશ રાજમાં હિંદુસ્તાનની ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી તે આશ્ચર્યજનક વાત ને 1933માં ઇંગ્લેન્ડની ટીમ ભારતના પહેલા પ્રવાસે આવી ત્યારે ભારતમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ ઇંગ્લેન્ડ સામેની ભારતમાં સર્વ પ્રથમ ટેસ્ટ મેચ મુંબઈમાં બૉમ્બે જિમખાના ગ્રાઉન્ડ પર રમાઈ હતી ભારતીય ક્રિકેટની આવી તો કંઈક નાની મોટી રસપ્રદ કહાણીઓ ભૂલાઈ ગઈ છે મધુસંચય ના આજના લેખમાં ભારતમાં ક્રિકેટના ઉદયની ગાથાને તેમજ ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રારંભિક મેચોની રસપ્રદ વાતોને માણીએ આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ નીચે ન દેખાય તો લેખના શીર્ષક ટાઇટલ પર ક્લિક કરશો ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે હરીશ દવે અજાણી શી વાતો વિજ્ઞાન સમાચાર વિચાર સામાન્ય જ્ઞાન ઇન્ટરનેટ ઑફ થિંગ્સથી પલટાશે માનવજીવન જૂન 11 2019 જૂન 11 2019 હરીશ દવે harish dave 6 ટિપ્પણીઓ મધુસંચય ના અગાઉના લેખોમાં આપે વિજ્ઞાન અને ટેકનોલોજીની અકલ્પનીય પ્રગતિથી માનવજીવનમાં થઈ રહેલાં પરિવર્તનો વિશે વાંચ્યું છે બિગ ડેટા અને ક્લાઉડ કમ્પ્યુટિંગના પીઠબળે ઇંટરનેટ વિશ્વભરને એક તાંતણે બાંધી રહ્યું છે ઇન્ટરનેટ ઑફ થિંગ્સ આઇઓટી આધુનિક ટેકનોલોજીનું નવલું નઝરાણું છે ઘડીભર કલ્પના કરો કે આપના ઘરના અને ઓફિસના ફોન કમ્પ્યુટર્સ એપ્લાયન્સિઝ ગેજેટ્સ અને વાહનો સહિતનાં મશીનો પરસ્પર વાતો કરવા લાગે તો આ કલ્પનાને હકીકતમાં પલટે છે ઇન્ટરનેટ ઑફ થિંગ્સ internet of things iot મનુષ્ય દ્વારા વપરાતાં સાધનો ડિવાઇસિસ અને મશીનોને ઇંટરનેટ સાથે કનેક્ટ કરવામાં આવે તો તે બધાં એકબીજા સાથે ઇલેક્ટ્રોનિકલી કમ્યુનિકેટ કરી શકે ઇંટર કનેક્ટેડ મશીનો વચ્ચે માહિતી કે સૂચનાઓની આપ લે દ્વારા મશીન મશીન કમ્યુનિકેશનની ટેકનોલોજી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ આઇઓટી કહેવાય છે ઇન્ટરનેટ ઑફ થિંગ્સથી એમ ટુ એમ ઇકોનોમી મશીન ટુ મશીન ઇકોનોમી m2m economy જેવી નવી અર્થવ્યવસ્થા ઊભરી રહી છે મનુષ્યની દખલગીરી વિના હજારો ગેજેટ્સ અને મશીન્સ એકબીજા સાથે ઇન્ટરએક્ટ કરીને ભાતભાતનાં કાર્યો અને જવાબદારીઓ સ્વયં ઉપાડી લેશે ઇન્ટરનેટ ઑફ થિંગ્સ માનવજીવનને ગહરાઈથી પ્રભાવિત કરશે મનુષ્યનાં રોજિંદા વ્યવહારો અને કામગીરી ગૃહવપરાશનાં ઉપકરણોનું સંચાલન ગૃહવ્યવસ્થા હેલ્થ ફિટનેસને લગતો રેકોર્ડ તે અંગે માર્ગદર્શન ટ્રાન્સપોર્ટેશન સંદેશાવ્યવહાર શોપિંગ જેવી બહુવિધ પ્રવૃત્તિઓમાં ઇન્ટરનેટ ઑફ થિંગ્સ મદદરૂપ થશે મધુસંચય ના આજના લેખમાં ઇન્ટરનેટ ઑફ થિંગ્સ અને તેનાથી પ્રભાવિત મનુષ્યજીવન વિશે આપ સૌને ખૂબ રસ પડે તેવી વાતો કરીશું આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ નીચે ન દેખાય તો લેખના શીર્ષક ટાઇટલ પર ક્લિક કરશો ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે હરીશ દવે વિજ્ઞાન સમાચાર વિચાર સામાન્ય જ્ઞાન નેનોરોબોટિક્સ શક્ય કરશે ઇન્ટરનેટ ઑફ થોટ્સ માનવમગજ અને ક્લાઉડ કનેક્ટ થશે મે 15 2019 હરીશ દવે harish dave 6 ટિપ્પણીઓ વિજ્ઞાનની આગેકૂચ સંભાવનાઓના સીમાડા વટાવી રહી છે એક તરફ પાયોનિયર વૉયેજર અને પાર્કર સોલર પ્રોબ જેવાં સ્પેસ પ્રોગ્રામ બાહ્ય બ્રહ્માંડને ખોજી રહ્યાં છે તો બીજી તરફ ધરતી પર કમ્પ્યુટર ટેકનોલોજી ક્લાઉડ ટેકનોલોજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઇ અને નેનોરોબોટિક્સના ઉપયોગથી વિશ્વનાં મનુષ્યોનાં મગજને ક્લાઉડ સાથે કનેક્ટ કરી ઇન્ટરનેટ ઑફ થોટ્સ રચવા વૈજ્ઞાનિકો સક્રિય છે વિશ્વભરનાં તમામ કમ્પ્યુટર્સ જાયંટ સર્વર્સ અને મનુષ્યોનાં હ્યુમન બ્રેઇન્સને સાંકળી લેવા હ્યુમન બ્રેઇન ક્લાઉડ ઇંટરફેસ b ci બનાવવાની તૈયારીઓ ચાલુ છે ન્યુરોસાયન્સમાં અપ્રતિમ પ્રગતિથી થોડા દાયકાઓ માં માનવ મગજમાં નેનોરોબોટ્સ મૂકી શકાશે ત્યારે બ્રેઇન સીધું જ ક્લાઉડ માંથી તમામ માહિતી અને જ્ઞાન મેળવી શકશે સેલફોન કે કમ્પ્યુટરમાંથી નેટ પર સર્ચની જરૂર નહીં રહે ન્યુરોટેકનોલોજી ડેવલપ થતાં સુપરહ્યુમન બ્રેઇન્સ જેવા પાવરથી ઇન્ટરનેટ ઑફ થોટ્સ વિશ્વ સાથેના માનવીના વ્યવહારોને અને જીવનને સદંતર પલટી દેશે મધુસંચય ના આજના લેખમાં કમ્પ્યુટર ક્લાઉડ ટેકનોલોજી તથા નેનોરોબોટિક્સનાં સમન્વયથી માનવ મગજ શી રીતે સુપર પાવર હાસિલ કરશે તે સરળ ભાષામાં સમજીએ આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ નીચે ન દેખાય તો લેખના શીર્ષક ટાઇટલ પર ક્લિક કરશો ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે હરીશ દવે અજાણી શી વાતો વિજ્ઞાન સમાચાર વિચાર સામાન્ય જ્ઞાન મનુષ્યનું મગજ વટાવશે તમામ સીમાઓ મે 13 2019 મે 15 2019 હરીશ દવે harish dave 3 ટિપ્પણીઓ માનવમગજ એક અદભુત રચના છે જેને સંપૂર્ણપણે સમજવા સદીઓ લાગી જશે મનુષ્યના મગજમાં અગણિત ઇમેજ દ્રશ્યો અને અમાપ ડેટાથી સમૃદ્ધ મેમરી અસીમ જ્ઞાનનો ભંડાર વિસ્મયકારી તર્ક શક્તિ અને નિર્ણય શક્તિ અંગ ઉપાંગોના ઉચિત ઉપયોગની ક્ષમતા વિવિધ કૌશલ વિકસાવવાની શક્તિ જીવન ટકાવવાનું સામર્થ્ય આદિ અસંખ્ય વિશિષ્ટતાઓ છે તેનાથી મનુષ્ય અન્ય પ્રાણીઓથી ચડિયાતો સાબિત થાય છે હ્યુમન બ્રેઇન પ્રકૃતિના શ્રેષ્ઠતમ સર્જનની દેન છે આજ સુધી મગજની જટિલ રચનાના ભેદ ઉકેલી શકાયા નથી પ્રતિદિન મગજની રચના તથા ક્રિયાશીલતાનાં નવાં રહસ્યો બહાર આવે છે સાથે મગજની તમામ મર્યાદાઓને વળોટી તેની કાર્યક્ષમતાને સીમાઓની પાર લઈ જવા ન્યુરોસાયન્ટિસ્ટ્સ નિતનવા પ્રયોગોમાં વ્યસ્ત છે વૈજ્ઞાનિકો ન્યુરોસાયન્સ અને ફિઝિક્સને સાથે રાખી અદ્યતન પ્રયોગો દ્વારા માનવમગજને સુપરબ્રેઇન ની દિશામાં લઈ જવા કટિબદ્ધ છે અત્યારે નેનોટેકનોલોજી નેનોરોબોટિક્સ બ્રેઇન ક્લાઉડ ઇંટરફેસ અને ઇન્ટરનેટ ઑફ થોટ્સ જેવા ચમકભર્યા શબ્દો આપણને આંજી રહ્યા છે જ્યારે માનવીઓનાં મગજ પરસ્પર જોડાશે અને સાથોસાથ ઇન્ટરનેટ સાથે પણ કનેક્ટ થઈ શકશે ત્યારે માની ન શકાય તેવી ટેકનોલોજીનો ઉદય થશે ઇન્ટરનેટ ઑફ થોટ્સ આપણે નેનોટેકનોલોજી અને નેનોરોબોટિક્સથી સર્જાનાર બ્રેઇન ક્લાઉડ ઇન્ટરફેસ અને ઇંટરનેટ ઑફ થોટ્સ વિશે વાતો કરવી છે પણ તે માટે આપણે પહેલાં તો માનવમગજને સમજવું પડશે મનુષ્યના મગજને સમજવા બે હેમિસ્ફિયર ચાર લોબ તેમજ સેરિબ્રમ સેરિબેલમ અને બ્રેઇન સ્ટેમને સમજવા પડે મજ્જાતંતુ તંત્ર ચેતાતંત્ર નર્વસ સિસ્ટમ નો સૌથી મહત્ત્વનો ભાગ મગજ છે મજ્જાતંતુ તંત્ર ચેતાતંત્ર નો બંધારણીય અને ક્રિયાત્મક એકમ ન્યુરોન છે હ્યુમન બ્રેઇનમાં સેન્સરી અને મોટર સંવેદનાઓના વહન માટે કાર્યક્ષમ ઇન્ટરન્યુરોન કનેક્શન્સ અનિવાર્ય છે આ લેખમાં આપણે માનવમગજનાં ભાગોની મૂળભૂત રચના અને કાર્યપદ્ધતિને ટૂંકમાં સમજીશું આ પછીના બીજા લેખમાં આપણે સુપરબ્રેઇનથી માંડીને ઇન્ટરનેટ ઑફ થોટ્સ સુધીના અદભુત વિજ્ઞાનને સરળ રીતે સમજીશું આવો મધુસંચય ના આજના લેખમાં માનવમગજ વિશે થોડી રસપ્રદ વાતો જાણીએ આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ નીચે ન દેખાય તો લેખના શીર્ષક ટાઇટલ પર ક્લિક કરશો ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે હરીશ દવે પોસ્ટસ ક્રમણિકા જૂની પોસ્ટસ પરિચય પરિચય નવીન પોસ્ટ્સ follow મધુસંચય on wordpress com યાદગાર પોસ્ટ્સ અતીતનાં અમૂલાં સંભારણાં આપનું સંતાન પણ પામી શકે વિશ્વમાં નામના આલ્બર્ટ આઇન્સ્ટાઇને ભાખેલાં ગ્રેવિટેશનલ વેવ્ઝની રોમાંચકારી શોધ એલિયન સભ્યતાઓ બ્રહ્માંડમાં ક્યાંથી મોકલી રહી છે ભેદી સંકેતો ઐતિહાસિક કૉન્ફરન્સ ગુજરાતી ભાષાની પ્રથમ ઇંટરનેટ ચેટ કૉન્ફરન્સ કમાલની લિડાર ટેકનોલોજી ખોલે છે માયા સંસ્કૃતિનાં રહસ્યો ક્વિન વિક્ટોરિયાએ મોકલ્યો દુનિયાનો પહેલો ટેલિગ્રાફ સંદેશો ગુજરાતી બ્લૉગિંગ પર એક નજર ગુજરાતી વૈજ્ઞાનિક વિશાલ ગજ્જરની વિજ્ઞાનજગતમાં નવીન સિદ્ધિ જીનમાં અચરજકારી ડીએનએ સિક્વન્સિંગ નેનોપોર ટ...
|