Meta tags:
description= અનામિકાને પત્રો: ગુજરાતી ભાષામાં પત્રલેખન-રૂપે પ્રથમ બ્લોગ હવે નવા રૂપમાં;
Headings (most frequently used words):
અને, અનામિકા, પત્રો, ફિલ્મ, સિનેમા, પર, યાદગાર, સ્વામી, પોસ્ટ્સ, સમાજ, સભ્યતા, પ્રત્યે, આપણી, જવાબદારી, હોલિવુડની, મુખ્ય, કંપનીઓ, પ્રસિદ્ધ, સ્ટુડિયોઝ, ઓસ્કાર, એવોર્ડ્ઝ, ઇતિહાસના, મૂક, સાક્ષી, સમા, મુંબઈના, થિયેટર્સની, કહાણી, વર્ષ, 2007, મેડિકલ, વિજ્ઞાનમાં, આધારસ્તંભ, બનતી, આર્ટિફિશિયલ, ઇન્ટેલિજન્સ, 2019નાં, સ્મરણો, સ્ટિલ, ફોટોગ્રાફીથી, સિનેમેટોગ્રાફીની, સફર, ઉદ્યોગનો, આરંભ, વિલિયમ, શેક્સપિયર, વિશ્વપ્રસિદ્ધ, નાટ્યકાર, અંગ્રેજી, ભાષાના, શ્રેષ્ઠ, સાહિત્યસર્જક, વિવેકાનંદજી, શિકાગો, વિશ્વ, ધર્મ, પરિષદ, ખેતડીના, રાજા, અજીતસિંહ, વિવેકાનંદની, વિશ્વપ્રસિદ્ધિ, પાછળ, નિમિત્ત, બન્યા, ખેતડી, નરેશ, સ્વાગત, વિષે, આપને, ગમશે, નવીન, વીતેલાં, વર્ષોની, વિવિધ, વિષયો, પ્રતિભાવ, comments, વિવિધા, સર્ચ, કરો, search, મારા, અન્ય, બ્લૉગ્સ, કૉપીરાઇટ, સુરક્ષિત, acknowledgement, with, thanks, અનામિકાને, ગુજરાતી, ભાષામાં, પત્રલેખન, રૂપે, પ્રથમ, બ્લોગ, હવે, નવા, રૂપમાં, પોસ્ટસ, ક્રમણિકા,
Text of the page (most frequently used words):
અને (46), વિષય (34), #અનામિકા (28), ફિલ્મ (27), સિનેમા (21), હરીશ (20), દવે (20), લેખ (19), 2020 (18), અનામિકાને (17), 2019 (17), 2007 (15), ક્લિક (15), સ્વામી (14), નીચે (14), ખંડ (13), #અંગ્રેજી (13), પ્રથમ (13), ફિલોસોફી (12), પત્રો (12), જાન્યુઆરી (12), 2008 (12), વિશ્વ (12), ધર્મ (12), like (11), પત્ર (11), સપ્ટેમ્બર (11), 2016 (11), 2018 (11), રાજા (10), અમેરિકા (10), ડિસેમ્બર (10), એપ્રિલ (10), વર્ષ (10), loading (10), રસપ્રદ (10), harish (10), dave (10), આજે (10), ગુજરાતી (9), માર્ચ (9), જુલાઇ (9), ઓક્ટોબર (9), 2017 (9), ખેતડી (9), લુમિએર (9), સાહિત્ય (8), પરિચય (8), હોલિવુડની (8), મુખ્ય (8), ફેબ્રુવારી (8), નવેમ્બર (8), આપના (8), શીર્ષક (8), કરશો (8), કરતાં (8), આવી (8), કરી (7), બ્લૉગ (7), અમેરિકાના (7), 2012 (7), યાદગાર (7), વાતો (7), સ્ક્રીન (7), અહીંથી (7), આગળ (7), દેખાય (7), લેખના (7), ટાઇટલ (7), ત્યાં (7), પૂરો (7), જશે (7), લેખમાં (7), પછી (7), કરો (6), com (6), ટિપ્પણીઓ (6), સમા (6), જૂન (6), ઓગસ્ટ (6), શ્રેષ્ઠ (6), વિશ્વમાં (6), અજીતસિંહ (6), વિલિયમ (6), આર્ટિફિશિયલ (6), તરીકે (6), wordpress (5), માટે (5), સમાચાર (5), વિજ્ઞાન (5), ચિંતન (5), કલાક્ષેત્રો (5), ઈતિહાસ (5), અધ્યામ (5), વિવેકાનંદજી (5), ફિલ્ (5), સ્ટિલ (5), ભાષામાં (5), ખેતડીના (5), શેક્સપિયર (5), મુંબઈના (5), ફિલ્મો (5), હતી (5), આજના (5), હતો (5), લુઇ (5), મારા (4), અન્ય (4), રાય (4), એશિયા (4), ઇતિહાસના (4), મૂક (4), સાક્ષી (4), ફોટોગ્રાફીથી (4), સિનેમાજગત (4), સમાજ (4), સભ્યતા (4), વિષયો (4), 2009 (4), પ્રસિદ્ધ (4), વિશ્વપ્રસિદ્ધિ (4), બન્યા (4), પરિષદ (4), નાટ્યકાર (4), ભાષાના (4), ઉદ્યોગનો (4), આરંભ (4), ઇન્ટેલિજન્સ (4), ઓસ્કાર (4), લેખો (4), પત્રલેખન (4), જાણીએ (4), ખેતરી (4), રાજસ્થાન (4), હતું (4), અમેરિકામાં (4), વિશે (4), સૌથી (4), કોમર્શિયલ (4), થયો (4), બ્રધર્સ (4), સ્ટુડિયો (4), ન્યૂ (4), જર્સીમાં (4), શરૂ (3), this (3), નામ (3), blog (3), હોલિવુડ (3), સયાજીરાવ (3), ગાયકવાડ (3), જીવનકથા (3), મહાયોગી (3), શ્રી (3), અરવિંદ (3), પ્રકીર્ણ (3), દાદાસાહેબ (3), યુરોપ (3), ઉત્તર (3), અમદાવાદ (3), અંકલ (3), ટોમ્સ (3), કેબિન (3), શિકાગો (3), કંપનીઓ (3), વેનર (3), વિવિધ (3), પોસ્ટ્સ (3), ઇન્ટરનેટ (3), સર્વ (3), તથા (3), પાછળ (3), નિમિત્ત (3), સિનેમેટોગ્રાફીની (3), સફર (3), 2019નાં (3), સ્મરણો (3), કહાણી (3), સ્ટુડિયોઝ (3), એવોર્ડ્ઝ (3), પ્રત્યે (3), આપણી (3), જવાબદારી (3), ઇતિહાસ (3), હવે (3), રૂપે (3), સદીમાં (3), શિકાગોમાં (3), વર્લ્ડ (3), સંસદ (3), તેમજ (3), વિવેકાનંદજીએ (3), સ્વામીજીની (3), ભારતીય (3), માં (3), ઇંગ્લેન્ડના (3), રહ્યાં (3), મહાન (3), કરનાર (3), કેટલાક (3), સર્જક (3), વિશ્વના (3), મોશન (3), જોઈએ (3), દ્વારા (3), continue (3), reading (3), leave (3), comment (3), હેલ્થકેર (3), હોલ (3), site (2), with (2), required (2), રહ્યું (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), સંપૂર્ણ (2), તમામ (2), સુરક્ષિત (2), હરમાન (2), હેસ (2), સિદ્ધાર્થ (2), વિદેશમાં (2), રોમાં (2), રોલાં (2), રવિવર્મા (2), મેગેલન (2), મધુ (2), પ્રવિણ (2), જોશી (2), દિલીપકુમાર (2), ફાલકે (2), ટોલ્સ્ટોય (2), ગોવર્ધનરામ (2), ત્રિપાઠી (2), દક્ષિણ (2), અન્ના (2), કેરેનિના (2), પ્રતિભાવ (2), રિચાર્ડ (2), આઝમ (2), ચીનુભાઈ (2), ચીમનલાલ (2), ગુર્જિયેફ (2), પસંદ (2), 2006 (2), વીતેલાં (2), વર્ષોની (2), વિશ્વની (2), યુનિવર્સિટીઓ (2), ઇંગ્લેન્ડની (2), બિગ (2), ડેટા (2), વિવેકાનંદની (2), નરેશ (2), વિશ્વપ્રસિદ્ધ (2), સાહિત્યસર્જક (2), મેડિકલ (2), વિજ્ઞાનમાં (2), આધારસ્તંભ (2), બનતી (2), થિયેટર્સની (2), મહારાજા (2), શેક્સપિયરની (2), માનવસભ્યતા (2), અમેરિકન (2), બ્રિટીશ (2), સંન્યાસી (2), રોચક (2), આપને (2), રહ્યો (2), થશે (2), કલા (2), સૌને (2), પોસ્ટસ (2), બહાદુર (2), હિંદુસ્તાનના (2), રાજ્ય (2), તેમના (2), શિષ્ય (2), નરેન્દ્રનાથ (2), ભારે (2), થયા (2), રહી (2), કર્યું (2), પરિષદમાં (2), હાજરી (2), આપવા (2), યાત્રા (2), તેમને (2), અપાવી (2), રાજપૂતાના (2), રાજવી (2), પ્રવચન (2), મળી (2), 1893માં (2), યોજાયેલ (2), હિંદુ (2), બહાદુરે (2), વિવેકાનંદજીને (2), પાર્લમેન્ટ (2), વ્યવસ્થા (2), ભારતની (2), આપે (2), સાહિત્યના (2), શેક્સપિયરનો (2), રીતે (2), નથી (2), નાટકો (2), એલિઝાબેથન (2), વીતી (2), સોળમી (2), ઇંગ્લેન્ડમાં (2), એલિઝાબેથ (2), ચાર (2), શેક્સપિયરને (2), જેવાં (2), વાત (2), કવિ (2), રૂપેરી (2), એડવર્ડ (2), માયબ્રિજ (2), ટોમસ (2), એડિસનના (2), નજર (2), નાખીએ (2), હકીકત (2), મુવિ (2), હતા (2), ઉદ્યોગના (2), રાઉન્ડહે (2), ગાર્ડન (2), સિન (2), પિક્ચર (2), કોણ (2), પૈકી (2), ક્ષેત્રમાં (2), ટીકા (2), મુંબઈમાં (2), થિયેટરો (2), બંધ (2), મેટ્રો (2), મુંબઈ (2), કેંદ્ર (2), નગરી (2), નિર્મિત (2), ઇતિહાસની (2), સંખ્યાબંધ (2), હોલિવુડમાં (2), નિર્માણ (2), થયું (2), બ્લેક (2), મારિયા (2), ખાતે (2), બ્લોગ (2), નવા (2), રૂપમાં (2), design, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, view, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, header, image, artist, gitanjali, kapoor, acknowledgement, thanks, પ્રકાશિત, કન્ટેન્ટ, આર્ટિકલ, રચના, કૃતિઓ, કૉપીરાઇટથી, સંપર્ક, thinklife11, gmail, dot, કૉપીરાઇટ, મુક્તપંચિકા, લઘુલિકા, અનન્યા, અનુભવિકા, અનુપમા, મધુસંચય, બ્લૉગ્સ, શોધો, સર્ચ, search, વિવિધા, વિશ, 1202, 1201, સિનેમેટોગ્ર, anamika, પ્રત, comments, હેરિયેટ, બીચર, સ્ટો, સ્વપ્નવાસવદત્તા, સિરિમાવો, બંડારનાયક, સંગીત, ચિત્ર, લલિતકલા, વાયોલેટા, શેમોરો, યોગોદા, સત્સંગ, સંઘ, યોગાનંદજી, મોઝાર્ટ, મોગલ, મુઘલ, મીડિયા, રિપોર, માઈકલ, ફેરેડે, મંગો, પાર્ક, બિથોવન, ફાન, થાઈ, ફુક, નિત્શે, નિક, દોસ્તોયેવ્સ્કી, દોસ્, ગુર્જિફ, ગાંધીજી, મહાત્મા, ગાં, આફ્રિકા, ક્રાઈમ, એન્ડ, પનિશમેન, કોરેઝોન, એક્વિનો, કોર, આસિફ, કેટેગરી, 2011, 2015, મહિનો, 1810, 1811, 1812, પત્રલેખનરૂપે, પ્લાસીની, લડાઈનો, રાષ્ટ્રને, બોધક, સંદેશ, કેટલીક, યુનિવર્સિટીઓની, ઝલક, એન્ટિબાયોટિક, રેસિસ્ટન્સની, સમસ્યા, બિનઅસરકારક, થતી, એન્ટિમાઇક્રોબિયલ, દવાઓ, જંગી, ડોનેશન, એન્ડાઉમેન્ટથી, માલામાલ, મુંબઈની, રોમાંચક, ટ્રાઇએન્ગ્યુલર, ક્વૉડ્રેન્ગ્યુલર, પેન્ટેન્ગ્યુલર, ક્રિકેટ, મેચો, નવીન, સંસ્કારનગરી, વડોદરાના, ટ્રેજેડિઝ, ઇંગ્લેન્ડનો, મ્યુઝિક, કંપોઝર, સંસ્કૃતિ, વિશ્વયુદ્ધના, પાયલોટ, ભારતમાં, નૉબેલ, પ્રાઇઝ, વિજેતાઓ, બહુમુખી, પ્રતિભા, નાડીશાસ્ત્ર, ઇડા, પિંગળા, સુષુમ્ણા, ગુર્જેફ, ઝાંખી, રંગભૂમિ, વિસરાયેલી, કાલની, ક્યુબાના, ભૂતપૂર્વ, પ્રેસિડેન્ટ, ફિડલ, કાસ્ટ્રો, એપલના, સ્ટીવ, જોબ્સ, ફેસબુકના, ઝકરબર્ગ, ભારતના, નીમ, કરોલી, બાબા, આલ્બર્ટ, આઇન્સ્ટાઇન, ગમશે, follow, 2019થી, નવાં, રૂપ, સજી, પત્રોના, સ્થાને, પ્રગટ, આદિ, સામાન્ય, વાચકોના, રસને, પોષતા, જરૂર, લાગશે, આભાર, લખાયેલ, જાણીતી, શ્રેણી, 2006માં, આરંભાઈ, વિષે, નેટ, જગત, ઉદયકાળે, સ્વાગત, જૂની, ક્રમણિકા, આવો, વચ્ચેના, દિવ્ય, સંબંધની, અનોખી, ઓગણીસમી, શાસન, નીચેના, રાજપૂતાનામાં, સ્ટેટ, સમૃદ્ધ, રજવાડું, યોગી, રામકૃષ્ણ, પરમહંસના, સ્વર્ગારોહણ, પ્રીતિપાત્ર, દત્ત, દેશાટન, 1891માં, પહોંચ્યા, ત્યાંના, રાજ્યના, અજિતસિંહ, પ્રતિભાવાન, તપસ્વી, વિવિદિશાનંદ, પ્રભાવિત, ટૂંકમાં, યુનાઇટેડ, સ્ટેટ્સ, યુએસએ, પાર્લામેન્ટ, રિલિજિયન્સ, યોજાઈ, નરેશના, સ્નેહભર્યાં, સૂચનોને, સ્વીકારી, નરેન્દ્રનાથે, માથા, સાફો, બાંધવાની, શરૂઆત, વિવેકાનંદ, નવું, ધારણ, વળી, રાજાએ, સ્વામીજીને, અમેરિકાની, શ્રદ્ધાપૂર્વક, મદદ, સ્વામીજીના, પશ્ચિમના, પ્રવાસે, મહાસભા, વિવેકાનંદજીની, યાત્રામાં, બનનાર, રાજાની, વિગતે, જાણવાનો, આનંદ, નિરાળો, સંન્યાસીને, યુવાન, શિષ્યરૂપે, મિત્રરૂપે, મળ્યા, ભાવનાસભર, સંસદમાં, વિદ્વત્તાભર્યા, મંત્રમુગ્ધ, કર્યા, દુનિયાભરમાં, પ્રસિદ્ધિ, રાજસ્થાનના, સ્ટેટના, બહાદુરનો, અમૂલ્ય, ફાળો, ધર્મનું, પ્રતિનિધિત્વ, જગતભરમાં, હિંદુત્વ, આધ્યાત્મિકતાને, ખ્યાતિ, વેદાંત, યોગને, પાશ્ચાત્ય, પ્રચલિત, કર્યાં, ખેતડીની, ત્રણ, મુલાકાતો, અવનવી, પોતાના, ગુરુ, બનાવેલા, રિલિજીયન્સમાં, વિદેશયાત્રાની, અજીતસિંહે, ગોઠવી, શિકાગોની, જવાની, અંગ્રેજ, હકૂમત, તળેના, દેશી, પશ્ચિમ, પર્વતમાળા, અરાવલીના, ડુંગરોમાં, નયનરમ્ય, પ્રકૃતિની, ગોદમાં, વસેલ, રજવાડા, વિશેનો, પરનો, વિસ્તૃત, વાંચ્યો, 126, પહેલાં, 1893ના, સપ્ટેમ્બરની, 11મી, તારીખે, રિલિજન્સ, ચોટદાર, આપ્યું, આવતી, કાલે, બેતાજ, બાદશાહ, મેળવીએ, સાડા, ચારસો, પહેલાંનાં, શિરમોર, સર્જકનો, જીવનવૃત્તાંત, પૂર્ણ, ક્યાંય, મળતો, ઉત્તમ, ટ્રેજેડી, લખનાર, શેક્સપિયરના, જીવનનાં, ઘણાં, પાસાંથી, આપણે, અજાણ, છીએ, તેમની, અંગત, જિંદગી, સર્જનો, સદીથી, વિવાદો, ચાલ્યા, કરે, કરુણતા, યુવાની, એરામાં, પંદરમી, સત્તા, માટેના, શાહી, કાવાદાવાઓ, વરવા, છેવટે, 1558માં, રાજગાદી, ક્વિન, પ્રથમને, રાણી, પ્રથમનો, શાસનકાળ, યુગ, સુવર્ણકાળ, સમો, નીવડ્યો, યુગમાં, 1564માં, લંડન, પાસે, સ્ટ્રેટફોર્ડ, અપોન, એવન, ટાઉનમાં, જન્મ, જન્મેલા, લોકપ્રિય, સાહિત્યકાર, સદીઓ, સર્વોત્તમ, સહિત્યસર્જકોની, યાદીમાં, મોખરે, મૂકવામાં, આવે, હેમ્લેટ, મેકબેથ, ઓથેલો, તેમનાં, દુનિયાભરના, રંગમંચ, ભજવાઈ, હોવાનું, જીવંત, પ્રમાણ, સિદ્ધહસ્ત, અનેક, ભાવભર્યા, સોનેટનું, સર્જન, વિદ્વાનો, રાષ્ટ્રીય, માને, સર્વશ્રેષ્ઠ, તરીકેનું, સન્માન, પામે, પડદે, પહોંચી, ઇન્ડસ્ટ્રીનો, ઉદભવ, પૂર્વે, ફોટોગ્રાફી, ટેકનિકના, જનક, ફોટોગ્રાફીને, લોકભોગ્ય, જ્યોર્જ, ઇસ્ટમેન, કાઇનેટોસ્કોપના, ફાળાને, ન્યાય, આપવો, યાત્રાનાં, ભૂંસાતાં, જતાં, પદચિન્હો, સાથે, નિર્વિવાદ, ફિલ્મનો, જાહેરમાં, પડદા, બ્રધર્સની, ફિલ્મોનો, પેરિસનો, સફળ, તેમણે, ભારત, દેશોમાં, પોતાની, ફિલ્મોને, વ્યાવસાયિક, ધોરણે, પ્રદર્શિત, સિનેમેટોગ્રાફી, પાયા, નાખવામાં, ભાઈઓનું, યોગદાન, ઘણું, મહત્ત્વનું, ગણાયું, અગાઉ, મનાતું, ફ્રાન્સના, ઓગસ્ટે, લુમિયેર, બંધુઓ, બનાવવામાં, તાજેતરનાં, સંશોધનો, કહે, બનેલ, સચવાઈ, રહેલ, ઉપલબ્ધ, પ્રિન્સની, ગણાવી, હિસાબે, ફિલ્મના, પ્રિન્સને, માન, મળવું, વિશ્વનું, કયું, પ્રિન્સનું, બ્રધર્સનું, એક્ઝિટ, ફ્રોમ, ફેક્ટરી, લિયોન, પ્રિન્સ, થોડાં, વર્ષોથી, વિવાદે, જોર, પકડ્યું, બનાવનાર, નમસ્કાર, વાચકમિત્રો, વીતેલ, 2019માં, વાંચ્યા, થોડા, માહિતીસભર, વાંચવા, લિંક, ફોટોગ્રાફર, ઇન્ટેલિજન્સની, વિસ્તરતી, ઉપયોગિતા, આધુનિક, વ્યવહારોમાં, સ્થાન, ચૂકી, માનવજીવનનાં, વિધવિધ, પાસાંઓને, સ્પર્શવા, લાગેલી, એઆઈનો, ક્ષેત્ર, ઘેરો, પ્રભાવ, પલટાતી, જીવનશૈલી, પરિવર્તિત, થતું, પર્યાવરણ, મનુષ્યના, સ્વાસ્થ્યને, ગંભીર, ક્ષતિ, પહોંચાડી, ફિલ્ડમાં, નિદાન, ચિકિત્સા, સેવાઓ, પડકારો, પરિણામે, આરોગ્ય, ઇન્ટેલિજન્સનો, ઉપયોગ, અનિવાર્ય, બન્યો, સાયન્સ, ટેકનોલોજીની, પાંખે, સવાર, થયેલું, અકલ્પનીય, વેગે, પ્રગતિના, પંથે, દોડી, માનવીની, જિંદગીમાં, વણકલ્પ્યાં, આયામો, ઉમેરી, તેર, વર્ષથી, વધુ, સમય, ગયો, પ્રારંભ, મહિનામાં, સ્વરૂપે, રજૂ, થયેલ, હેઠળ, વગેરે, પરના, ટૂંક, પત્રોરૂપે, લખાયા, સરળ, શૈલીમાં, લખાયેલા, સંક્ષિપ્તમાં, હોવાથી, ઉદયથી, માંડી, શહેરના, થિયેટરોની, રંગીન, અવિસ્મરણીય, જાણીશું, એન્ટરટેઇનમેન્ટ, ઇન્ડસ્ટ્રીને, ઘાતક, ફટકો, હાલના, કોરોના, વાયરસના, કોવિડ, પેનડેમિકથી, પડ્યો, કોરોનાના, વિશ્વવ્યાપી, રોગચાળાને, પગલે, ત્રીજા, અઠવાડિયાથી, કરવા, પડ્યાં, પરિસ્થિતિ, થાળે, પડશે, મુંબઈનો, સિને, ઉદ્યોગ, ક્યારે, કેવી, બેઠો, કોઈ, જાણતું, પોતપોતાના, એરિયાનાં, લેન્ડમાર્ક, બનેલાં, રીગલ, ઇરોસ, થિયેટર્સને, બધાં, જાણે, શાનદાર, હોલનાં, ઉદાહરણ, ગણાતાં, મરાઠા, મંદિર, સુરખીઓમાં, રહે, બીજી, તરફ, મેજેસ્ટિક, નોવેલ્ટી, અપ્સરા, મિનરવા, દિગ્ગજ, નામશેષ, થતાં, જાય, કેબલ, ટીવી, મલ્ટિપ્લેક્સના, જમાનામાં, જૂનાં, થિયેટરોને, પૂછે, ઉદ્યોગનું, પ્રમુખ, બોલિવુડના, નામથી, ઓળખાતી, મુંબઈએ, 1896માં, ભારતનો, પહેલો, જોયો, ફાળકે, હરિશ્ચંદ્ર, બૉમ્બે, હાલ, કોરોનેશન, સિનેમામાં, દર્શાવાઈ, ત્યાર, હોલ્સના, પડદાઓએ, અસંખ્ય, નિહાળી, ચાલુ, જ્યારે, ગયા, મુંબઈને, શું, કહેવું, સ્વપ્નનગરી, હોલિવુડના, ઐતિહાસિક, તેમાં, જગતમાં, એવોર્ડ, ઓળખાતા, એકેડેમિ, એવોર્ડ્ઝના, યુનિવર્સલ, વોર્નર, વોલ્ટ, ડિઝની, સહિત, ઘણા, સ્ટુડિયોએ, જગતની, બનાવી, ફિલ્મોએ, એકેડમી, જીતી, વિક્રમ, રચ્યા, જાણવામાં, મોટા, સ્થપાતાં, નિર્માણનું, બન્યું, ફિલ્મોનું, અણજાણી, 1910, શોધક, આલ્વા, એડિસનની, પરની, શોધખોળ, માટેનો, વેસ્ટ, ઓરેન્જ, કાઇનેટોગ્રાફ, કાઇનેટોસ્કોપ, સુધારા, વધારા, ટૂંકી, મૂગી, ફિલ્મોના, પ્રયોગો, સ્ટુડિયોમાં, માની, શકશો, હૉલિવુડ, નહીં, હડસન, નદીના, કાંઠે, ફોર્ટ, શરૂઆતની, સાયલેન્ટ, શુટ, મેં, 2006ના, રોજના, પત્રમાં, વિશેષ, છણાવટ, છું, 6th, july, આવકાર્ય, બ્લોગ્સ, home, મેનુ, કંટેન્ટ, જાઓ,
Text of the page (random words):
e 2 ટિપ્પણીઓ મુંબઈને શું કહેવું સ્વપ્નનગરી કે ફિલ્મ નગરી મુંબઈ ભારતીય સિનેમા ઉદ્યોગનું પ્રમુખ કેંદ્ર છે બોલિવુડના નામથી ઓળખાતી ફિલ્મ નગરી મુંબઈએ વર્ષ 1896માં ભારતનો પહેલો ફિલ્મ શો જોયો પછી દાદાસાહેબ ફાળકે નિર્મિત ભારતીય ફિલ્મ ઇતિહાસની સર્વ પ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર બૉમ્બે હાલ મુંબઈ ના કોરોનેશન સિનેમામાં દર્શાવાઈ ત્યાર પછી મુંબઈના સિનેમા હોલ્સના રૂપેરી પડદાઓએ અસંખ્ય ફિલ્મો નિહાળી છે તે પૈકી કેટલાક સિનેમા હોલ આજે ચાલુ છે જ્યારે સંખ્યાબંધ હોલ બંધ થઈ ગયા છે મુંબઈમાં પોતપોતાના એરિયાનાં લેન્ડમાર્ક બનેલાં રીગલ ઇરોસ અને મેટ્રો થિયેટર્સને બધાં જાણે શાનદાર સિનેમા હોલનાં ઉદાહરણ ગણાતાં મરાઠા મંદિર અને મેટ્રો થિયેટરો આજે પણ સુરખીઓમાં રહે છે બીજી તરફ મેજેસ્ટિક નોવેલ્ટી અપ્સરા અને મિનરવા જેવાં દિગ્ગજ સિનેમા હોલ નામશેષ થતાં જાય છે કેબલ ટીવી અને મલ્ટિપ્લેક્સના જમાનામાં જૂનાં થિયેટરોને કોણ પૂછે મુંબઈના એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીને ઘાતક ફટકો હાલના કોરોના વાયરસના કોવિડ 19 પેનડેમિકથી પડ્યો છે કોરોનાના વિશ્વવ્યાપી રોગચાળાને પગલે મુંબઈના સિનેમા થિયેટરો માર્ચ ત્રીજા અઠવાડિયાથી બંધ કરવા પડ્યાં છે પરિસ્થિતિ થાળે પડશે પછી પણ મુંબઈનો સિને ઉદ્યોગ ક્યારે અને કેવી રીતે બેઠો થશે તે કોઈ જાણતું નથી અનામિકા ના આજના લેખમાં મુંબઈમાં સિનેમા ઉદ્યોગના ઉદયથી માંડી શહેરના યાદગાર થિયેટરોની રંગીન અને અવિસ્મરણીય વાતો જાણીશું આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ નીચે ન દેખાય તો લેખના શીર્ષક ટાઇટલ પર ક્લિક કરશો ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે હરીશ દવે like loading અનામિકાને પત્રો અનામિકા પર યાદગાર પત્રો વર્ષ 2007 એપ્રિલ 30 2020 એપ્રિલ 30 2020 હરીશ દવે harish dave leave a comment તેર વર્ષથી વધુ સમય વીતી ગયો મારા આ બ્લૉગ અનામિકા નો પ્રારંભ વર્ષ 2006 ના ડિસેમ્બર મહિનામાં થયો હતો ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષામાં પત્રલેખન સ્વરૂપે રજૂ થયેલ આ પ્રથમ બ્લૉગ હતો અનામિકાને પત્ર શીર્ષક હેઠળ સાહિત્ય કલા વિજ્ઞાન ઇતિહાસ ફિલોસોફી વગેરે વિષયો પરના ટૂંક લેખો રસપ્રદ પત્રોરૂપે લખાયા સરળ શૈલીમાં લખાયેલા આ પત્રો સંક્ષિપ્તમાં હોવાથી continue reading અનામિકા પર યાદગાર પત્રો વર્ષ 2007 like loading વિષય વિજ્ઞાન વિષય સમાચાર મેડિકલ વિજ્ઞાનમાં આધારસ્તંભ બનતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફેબ્રુવારી 29 2020 માર્ચ 1 2020 હરીશ દવે harish dave 1 ટીકા સાયન્સ અને ટેકનોલોજીની પાંખે સવાર થયેલું વિશ્વ અકલ્પનીય વેગે પ્રગતિના પંથે દોડી રહ્યું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બિગ ડેટા માનવીની જિંદગીમાં વણકલ્પ્યાં આયામો ઉમેરી રહ્યાં છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધુનિક વિશ્વના તમામ વ્યવહારોમાં સ્થાન લઈ ચૂકી છે માનવજીવનનાં વિધવિધ પાસાંઓને સ્પર્શવા લાગેલી એઆઈનો હેલ્થકેર ક્ષેત્ર પર ઘેરો પ્રભાવ છે પલટાતી જીવનશૈલી અને પરિવર્તિત થતું પર્યાવરણ મનુષ્યના સ્વાસ્થ્યને ગંભીર ક્ષતિ પહોંચાડી રહ્યાં છે હેલ્થકેર ફિલ્ડમાં નિદાન અને ચિકિત્સા સેવાઓ માટે ભારે પડકારો છે પરિણામે આરોગ્ય ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે અનામિકા ના આજના લેખમાં હેલ્થકેર ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વિસ્તરતી ઉપયોગિતા વિશે જાણીએ આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ નીચે ન દેખાય તો લેખના શીર્ષક ટાઇટલ પર ક્લિક કરશો ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે હરીશ દવે like loading અનામિકાને પત્રો પ્રકીર્ણ અનામિકા પર 2019નાં સ્મરણો જાન્યુઆરી 31 2020 જાન્યુઆરી 31 2020 હરીશ દવે harish dave leave a comment નમસ્કાર વાચકમિત્રો વીતેલ વર્ષ 2019માં આપે અનામિકા પર વિવિધ વિષયો પર કેટલાક યાદગાર લેખો વાંચ્યા તે પૈકી થોડા માહિતીસભર લેખ પર એક નજર નાખીએ સંપૂર્ણ લેખ વાંચવા લિંક પર ક્લિક કરશો અનામિકા લેખ સ્ટિલ ફોટોગ્રાફીથી સિનેમેટોગ્રાફીની સફર અને સિનેમા ઉદ્યોગનો આરંભ અમેરિકન ફોટોગ્રાફર એડવર્ડ માયબ્રિજ દ્વારા continue reading અનામિકા પર 2019નાં સ્મરણો like loading ફિલ્મ સિનેમા વિષય કલાક્ષેત્રો વિષય પરિચય વિષય સમાચાર સ્ટિલ ફોટોગ્રાફીથી સિનેમેટોગ્રાફીની સફર અને સિનેમા ઉદ્યોગનો આરંભ નવેમ્બર 6 2019 નવેમ્બર 6 2019 હરીશ દવે harish dave 5 ટિપ્પણીઓ થોડાં વર્ષોથી વિવાદે જોર પકડ્યું છે વિશ્વમાં પ્રથમ મુવિ ફિલ્મ બનાવનાર કોણ લુઇ લિ પ્રિન્સ કે લુમિએર બ્રધર્સ વિશ્વનું પ્રથમ મોશન પિક્ચર કયું લુઇ લિ પ્રિન્સનું રાઉન્ડહે ગાર્ડન સિન કે લુમિએર બ્રધર્સનું ધ એક્ઝિટ ફ્રોમ ધ લુમિએર ફેક્ટરી ઇન લિયોન અગાઉ એમ મનાતું હતું કે ફ્રાન્સના ઓગસ્ટે લુમિએર અને લુઇ લુમિએર લુમિએર બ્રધર્સ લુમિયેર બંધુઓ દ્વારા વિશ્વની પ્રથમ ફિલ્મ બનાવવામાં આવી તાજેતરનાં સંશોધનો કહે છે કે વિશ્વમાં સૌ પ્રથમ બનેલ અને આજે પણ સચવાઈ રહેલ આજે પણ ઉપલબ્ધ ફિલ્મ ઇંગ્લેન્ડના લુઇ લિ પ્રિન્સની રાઉન્ડહે ગાર્ડન સિન ગણાવી જોઈએ તે હિસાબે વિશ્વમાં સર્વ પ્રથમ ફિલ્મના સર્જક તરીકે લુઇ લિ પ્રિન્સને માન મળવું જોઈએ સાથે જ એ નિર્વિવાદ હકીકત છે કે વિશ્વમાં મુવિ ફિલ્મનો જાહેરમાં પડદા પર પ્રથમ કોમર્શિયલ શો કરનાર લુમિએર બ્રધર્સ હતા લુમિએર બ્રધર્સની ફિલ્મોનો પેરિસનો કોમર્શિયલ શો તો સફળ થયો જ તે પછી તેમણે ભારત અને અન્ય દેશોમાં પણ પોતાની ફિલ્મોને વ્યાવસાયિક ધોરણે પ્રદર્શિત કરી આમ કોમર્શિયલ સિનેમેટોગ્રાફી દ્વારા સિનેમા ઉદ્યોગના પાયા નાખવામાં લુમિએર ભાઈઓનું યોગદાન ઘણું મહત્ત્વનું ગણાયું છે કોમર્શિયલ સિનેમા રૂપેરી પડદે પહોંચી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ઉદભવ થયો જો કે તે પૂર્વે મોશન ઇન ફોટોગ્રાફી ટેકનિકના જનક એડવર્ડ માયબ્રિજ સ્ટિલ ફોટોગ્રાફીને લોકભોગ્ય કરનાર જ્યોર્જ ઇસ્ટમેન તથા કાઇનેટોસ્કોપના સર્જક ટોમસ એડિસનના ફાળાને પણ ન્યાય આપવો જોઈએ આજે અનામિકા ના લેખમાં તે રસપ્રદ યાત્રાનાં ભૂંસાતાં જતાં પદચિન્હો પર નજર નાખીએ આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ નીચે ન દેખાય તો લેખના શીર્ષક ટાઇટલ પર ક્લિક કરશો ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે હરીશ દવે like loading અંગ્રેજી સાહિત્ય ખંડ યુરોપ વિષય ઈતિહાસ વિષય જીવનકથા વિષય પરિચય વિષય સાહિત્ય વિલિયમ શેક્સપિયર વિશ્વપ્રસિદ્ધ નાટ્યકાર અને અંગ્રેજી ભાષાના શ્રેષ્ઠ સાહિત્યસર્જક ઓક્ટોબર 21 2019 ઓક્ટોબર 21 2019 હરીશ દવે harish dave 3 ટિપ્પણીઓ વિલિયમ શેક્સપિયર અંગ્રેજી સાહિત્યના સૌથી મહાન સર્જક અને વિશ્વના સર્વશ્રેષ્ઠ નાટ્યકાર તરીકેનું સન્માન પામે છે સોળમી સદીમાં ઇંગ્લેન્ડમાં જન્મેલા શેક્સપિયર આજે પણ સૌથી લોકપ્રિય સાહિત્યકાર છે ચાર ચાર સદીઓ પછી પણ શેક્સપિયરને અંગ્રેજી ભાષાના સર્વોત્તમ સહિત્યસર્જકોની યાદીમાં મોખરે મૂકવામાં આવે છે હેમ્લેટ મેકબેથ અને ઓથેલો જેવાં તેમનાં નાટકો આજે પણ દુનિયાભરના રંગમંચ પર ભજવાઈ રહ્યાં છે તે વાત શેક્સપિયર સૌથી મહાન નાટ્યકાર હોવાનું જીવંત પ્રમાણ છે સિદ્ધહસ્ત કવિ તરીકે અનેક ભાવભર્યા સોનેટનું સર્જન કરનાર વિલિયમ શેક્સપિયરને કેટલાક વિદ્વાનો ઇંગ્લેન્ડના રાષ્ટ્રીય કવિ માને છે શેક્સપિયરની યુવાની એલિઝાબેથન એરામાં વીતી પંદરમી સોળમી સદીમાં ઇંગ્લેન્ડમાં સત્તા માટેના શાહી કાવાદાવાઓ વરવા બન્યા છેવટે 1558માં ઇંગ્લેન્ડની રાજગાદી ક્વિન એલિઝાબેથ પ્રથમને મળી રાણી એલિઝાબેથ પ્રથમનો શાસનકાળ એલિઝાબેથન યુગ તરીકે ઇંગ્લેન્ડના સુવર્ણકાળ સમો નીવડ્યો બસ આ યુગમાં 1564માં લંડન પાસે સ્ટ્રેટફોર્ડ અપોન એવન ટાઉનમાં વિલિયમ શેક્સપિયરનો જન્મ સાડા ચારસો વર્ષ પહેલાંનાં અંગ્રેજી ભાષાના શિરમોર સમા સર્જકનો જીવનવૃત્તાંત પૂર્ણ રીતે ક્યાંય મળતો નથી ઉત્તમ ટ્રેજેડી નાટકો લખનાર શેક્સપિયરના જીવનનાં ઘણાં પાસાંથી આજે પણ આપણે અજાણ છીએ તેમની અંગત જિંદગી તેમજ સર્જનો વિશે બે સદીથી વિવાદો ચાલ્યા કરે છે તે એક કરુણતા જ ને અનામિકા ના આજના લેખમાં અંગ્રેજી સાહિત્યના બેતાજ બાદશાહ વિલિયમ શેક્સપિયરનો પરિચય મેળવીએ આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ નીચે ન દેખાય તો લેખના શીર્ષક ટાઇટલ પર ક્લિક કરશો ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે હરીશ દવે like loading અધ્યામ ફિલોસોફી વિષય ચિંતન ફિલોસોફી વિષય પરિચય સ્વામી વિવેકાનંદજી શિકાગો વિશ્વ ધર્મ પરિષદ અને ખેતડીના રાજા અજીતસિંહ સપ્ટેમ્બર 10 2019 સપ્ટેમ્બર 10 2019 હરીશ દવે harish dave 7 ટિપ્પણીઓ આવતી કાલે 11 સપ્ટેમ્બર છે 126 વર્ષ પહેલાં 1893ના સપ્ટેમ્બરની 11મી તારીખે સ્વામી વિવેકાનંદજીએ અમેરિકાના શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ સંસદ વર્લ્ડ સ પાર્લમેન્ટ ઑફ રિલિજન્સ માં હિંદુ ધર્મ અને ભારતની ફિલોસોફી પર ચોટદાર પ્રવચન આપ્યું હતું 1893માં શિકાગોની વિશ્વ ધર્મ પરિષદ માટે સ્વામી વિવેકાનંદજીને અમેરિકા જવાની વ્યવસ્થા ખેતડી ખેતરી ના રાજા અજીતસિંહ બહાદુરે કરી હતી અંગ્રેજ હકૂમત તળેના હિંદુસ્તાનના રાજપૂતાના રાજસ્થાન માં ખેતડી ખેતરી એક દેશી રાજ્ય પશ્ચિમ ભારતની પર્વતમાળા અરાવલીના ડુંગરોમાં નયનરમ્ય પ્રકૃતિની ગોદમાં વસેલ રજવાડા ખેતડી વિશેનો અનામિકા પરનો વિસ્તૃત લેખ આપે વાંચ્યો ખેતડીના રાજા અજીતસિંહ બહાદુરે સ્વામી વિવેકાનંદજીને પોતાના ગુરુ બનાવેલા વર્લ્ડ સ પાર્લમેન્ટ ઑફ રિલિજીયન્સમાં હાજરી આપવા સ્વામીજીની વિદેશયાત્રાની વ્યવસ્થા રાજા અજીતસિંહે ગોઠવી હતી આજે અનામિકા ના લેખમાં સ્વામીજીની અમેરિકા યાત્રા અને ખેતડીની ત્રણ મુલાકાતો વિશે અવનવી વાતો જાણીએ આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ નીચે ન દેખાય તો લેખના શીર્ષક ટાઇટલ પર ક્લિક કરશો ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે હરીશ દવે like loading અધ્યામ ફિલોસોફી ખંડ ઉત્તર અમેરિકા ખંડ એશિયા વિષય ઈતિહાસ વિષય ચિંતન ફિલોસોફી વિષય પરિચય સ્વામી વિવેકાનંદની વિશ્વપ્રસિદ્ધિ પાછળ નિમિત્ત બન્યા ખેતડી નરેશ સપ્ટેમ્બર 4 2019 સપ્ટેમ્બર 17 2019 હરીશ દવે harish dave 3 ટિપ્પણીઓ સ્વામી વિવેકાનંદજીએ અમેરિકામાં વિશ્વ ધર્મ સંસદમાં વિદ્વત્તાભર્યા પ્રવચન સૌને મંત્રમુગ્ધ કર્યા અને તેમને દુનિયાભરમાં પ્રસિદ્ધિ મળી સ્વામીજીની વિશ્વપ્રસિદ્ધિ પાછળ રાજસ્થાનના ખેતડી ખેતરી સ્ટેટના રાજવી રાજા અજીતસિંહ બહાદુરનો અમૂલ્ય ફાળો હતો વર્ષ 1893માં અમેરિકાના શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદજીએ હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું અને જગતભરમાં હિંદુત્વ અને ભારતીય આધ્યાત્મિકતાને ખ્યાતિ અપાવી વેદાંત અને યોગને પાશ્ચાત્ય વિશ્વમાં પ્રચલિત કર્યાં સ્વામી વિવેકાનંદજી સમા સંન્યાસીને રાજપૂતાના રાજસ્થાન ના એક યુવાન રાજવી શિષ્યરૂપે અને મિત્રરૂપે મળ્યા તે કહાણી ભાવનાસભર છે ઓગણીસમી સદીમાં બ્રિટીશ શાસન નીચેના હિંદુસ્તાનના રાજપૂતાનામાં ખેતડી સ્ટેટ ખેતરી રાજસ્થાન એક સમૃદ્ધ રાજ્ય રજવાડું હતું યોગી રામકૃષ્ણ પરમહંસના સ્વર્ગારોહણ પછી તેમના પ્રીતિપાત્ર શિષ્ય નરેન્દ્રનાથ દત્ત દેશાટન કરતાં 1891માં રાજસ્થાન પહોંચ્યા ત્યાંના ખેતડી રાજ્યના મહારાજા અજિતસિંહ બહાદુર પ્રતિભાવાન તપસ્વી નરેન્દ્રનાથ સંન્યાસી નામ વિવિદિશાનંદ થી ભારે પ્રભાવિત થયા અને તેમના શિષ્ય બન્યા ટૂંકમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા યુએસએ ના શિકાગોમાં વર્લ્ડ સ પાર્લામેન્ટ ઑફ રિલિજિયન્સ વિશ્વ ધર્મ સંસદ યોજાઈ રહી હતી ખેતડી નરેશના સ્નેહભર્યાં સૂચનોને સ્વીકારી નરેન્દ્રનાથે માથા પર સાફો બાંધવાની શરૂઆત કરી અને સ્વામી વિવેકાનંદ તરીકે નવું નામ ધારણ કર્યું વળી રાજાએ સ્વામીજીને વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપવા તેમજ અમેરિકાની યાત્રા માટે શ્રદ્ધાપૂર્વક મદદ કરી સ્વામીજીના પશ્ચિમના પ્રવાસે તેમને વિશ્વપ્રસિદ્ધિ અપાવી વિશ્વ ધર્મ સંસદ વિશ્વ ધર્મ મહાસભા વિશ્વ ધર્મ પરિષદ માટે સ્વામી વિવેકાનંદજીની અમેરિકા યાત્રામાં નિમિત્ત બનનાર ખેતડીના રાજાની વાતો વિગતે જાણવાનો આનંદ તો નિરાળો છે આવો અનામિકા ના આજના લેખમાં સ્વામી વિવેકાનંદજી અને ખેતડીના રાજા અજીતસિંહ બહાદુર વચ્ચેના દિવ્ય સંબંધની અનોખી વાતો જાણીએ આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ નીચે ન દેખાય તો લેખના શીર્ષક ટાઇટલ પર ક્લિક કરશો ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે હરીશ દવે like loading પોસ્ટસ ક્રમણિકા જૂની પોસ્ટસ સ્વાગત પરિચય ગુજરાતી નેટ જગત ઉદયકાળે અનામિકા વિષે અનામિકા ગુજરાતી ભાષામાં ઇન્ટરનેટ પર પત્રલેખન રૂપે લખાયેલ પ્રથમ બ્લૉગ છે અનામિકાને પત્રો તરીકે જાણીતી આ પત્ર શ્રેણી વર્ષ 2006માં આરંભાઈ હતી જાન્યુઆરી 2019થી અનામિકા બ્લૉગ નવાં રૂપ સજી રહ્યો છે અનામિકા પર હવે પત્રોના સ્થાને લેખો પ્રગટ થશે ઇતિહાસ કલા વિજ્ઞાન સાહિત્ય આદિ સામાન્ય વાચકોના રસને પોષતા લેખો આપ સૌને જરૂર રોચક લાગશે આભાર હરીશ દવે follow અનામિકા on wordpress com યાદગાર પત્રો આપને ગમશે અંકલ ટોમ્સ કેબિન આલ્બર્ટ આઇન્સ્ટાઇન એપલના સ્ટીવ જોબ્સ ફેસબુકના ઝકરબર્ગ અને ભારતના નીમ કરોલી બાબા ક્યુબાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ફિડલ કાસ્ટ્રો ગઈ કાલની રોચક અંગ્રેજી ફિલ્મો ગુજરાતી રંગભૂમિ વિસરાયેલી વાતો ગુર્જિયેફ ગુર્જેફ એક ઝાંખી ચીનુભાઈ ચીમનલાલ અને અમદાવાદ નાડીશાસ્ત્ર ઇડા પિંગળા અને સુષુમ્ણા નૉબેલ પ્રાઇઝ વિજેતાઓ બહુમુખી પ્રતિભા પ્રથમ વિશ્વયુદ્ધના બ્રિટીશ પાયલોટ ભારતમાં સંન્યાસી મહાયોગી શ્રી અરવિંદ માનવસભ્યતા અને અમેરિકન સંસ્કૃતિ રિચાર્ડ વેનર પ્રસિદ્ધ મ્યુઝિક કંપોઝર શેક્સપિયરની ટ્રેજેડિઝ અને ઇંગ્લેન્ડનો ઇતિહાસ સંસ્કારનગરી વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ નવીન પોસ્ટ્સ સમાજ અને સભ્યતા પ્રત્યે આપણી જવાબદારી હોલિવુડની મુખ્ય ફિલ્મ કંપનીઓ પ્રસિદ્ધ સ્ટુડિયોઝ અને ઓસ્કાર એવોર્ડ્ઝ ફિલ્મ ઇતિહાસના મૂક સાક્ષી સમા મુંબઈના સિનેમા થિયેટર્સની કહાણી અનામિકા પર યાદગાર પત્રો વર્ષ 2007 મેડિકલ વિજ્ઞાનમાં આધારસ્તંભ બનતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અનામિકા પર 2019નાં સ્મરણો સ્ટિલ ફોટોગ્રાફીથી સિનેમેટોગ્રાફીની સફર અને સિનેમા ઉદ્યોગનો આરંભ વિલિયમ શેક્સપિયર વિશ્વપ્રસિદ્ધ નાટ્યકાર અને અંગ્રેજી ભાષાના શ્રેષ્ઠ સાહિત્યસર્જક સ્વામી વિવેકાનંદજી શિકાગો વિશ્વ ધર્મ પરિષદ અને ખેતડીના રાજા અજીતસિંહ સ્વામી વિવેકાનંદની વિશ્વપ્રસિદ્ધિ પાછળ નિમિત્ત બન્યા ખેતડી નરેશ બિગ ડેટા મુંબઈની રોમાંચક ટ્રાઇએન્ગ્યુલર ક્વૉડ્રેન્ગ્યુલર અને પેન્ટેન્ગ્યુલર ક્રિકેટ મેચો અમેરિકા ઇંગ્લેન્ડની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ જંગી ડોનેશન તથા એન્ડાઉમેન્ટથી માલામાલ વિશ્વમાં એન્ટિબાયોટિક રેસિસ્ટન્સની સમસ્યા બિનઅસરકારક થતી એન્ટિમાઇક્રોબિયલ દવાઓ વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ કેટલીક પ્રસિદ્ધ યુનિવર્સિટીઓની ઝલક પ્લાસીની લડાઈનો રાષ્ટ્રને બોધક સંદેશ ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષામાં પત્રલેખનરૂપે સર્વ પ્રથમ બ્લૉગ અનામિકાને પત્ર 1812 અનામિકાને પત્ર 1811 અનામિકાને પત્ર 1810 વીતેલાં વર્ષોની પોસ્ટ્સ વીતેલાં વર્ષોની પોસ્ટ્સ મહિનો પસંદ કરો જુલાઇ 2020 મે 2020 એપ્રિલ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 ઓગસ્ટ 2017 જૂન 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 ઓક્ટોબર 2009 સપ્ટેમ્બર 2009 ઓગસ્ટ 2009 જાન્યુઆરી 2009 ડિસેમ્બર 2008 નવેમ્બર 2008 ઓક્ટોબર 2008 સપ્ટેમ્બર 2008 ઓગસ્ટ 2008 જુલાઇ 2008 જૂન 2008 મે 2008 એપ્રિલ 2008 માર્ચ 2008 ફેબ્રુવારી 2008 જાન્યુઆરી 2008 ડિસેમ્બર 2007 નવેમ્બર 2007 ઓક્ટોબર 2007 સપ્ટેમ્બર 2007 ઓગસ્ટ 2007 જુલાઇ 2007 જૂન 2007 મે 2007 એપ્રિલ 2007 માર્ચ 2007 ફેબ્રુવારી 2007 જાન્યુઆરી 2007 ડિસેમ્બર 2006 વિવિધ વિષયો વિવિધ વિષયો કેટેગરી પસંદ કરો અંકલ ટોમ્સ કેબિન અંગ્રેજી ફિલ્મ અંગ્રેજી સાહિત્ય અધ્યામ ફિલોસોફી અનામિકાને પત્રો અન્ના કેરેનિના અમદાવાદ કે આસિફ કોરેઝોન એક્વિનો કોર ક્રાઈમ એન્ડ પનિશમેન ખંડ આફ્રિકા ખંડ ઉત્તર અમેરિકા ખંડ એશિયા ખંડ યુરોપ ખંડ દક્ષિણ અમેરિકા ગાંધીજી મહાત્મા ગાં ગુર્જિયેફ ગુર્જિફ ગોવર્ધનરામ ત્રિપાઠી ચીનુભાઈ ચીમનલાલ ટોલ્સ્ટોય દાદાસાહેબ ફાલકે દિલીપકુમાર રાય દોસ્તોયેવ્સ્કી દોસ્ નિક ઉત નિત્શે પ્રકીર્ણ પ્રવિણ જોશી ફાન થાઈ ફુક ફિલ્મ સિનેમા બિથોવન મંગો પાર્ક મધુ રાય મહાયોગી શ્રી અરવિંદ માઈકલ ફેરેડે મીડિયા સમાચાર રિપોર મેગેલન મોગલ એ આઝમ મુઘલ એ આઝમ મોઝાર્ટ યોગાનંદજી યોગોદા સત્સંગ સંઘ રાજા રવિવર્મા રોમાં રોલાં વાયોલેટા શેમોરો વિદેશમાં ગુજરાતી વિષય ઈતિહાસ વિષય કલાક્ષેત્રો વિષય ચિંતન ફિલોસોફી વિષય જીવનકથા વિષય પરિચય વિષય વિજ્ઞાન વિષય સમાચાર વિષય સાહિત્ય વેનર રિચાર્ડ વેનર સંગીત ચિત્ર લલિતકલા સયાજીરાવ ગાયકવાડ સિદ્ધાર્થ સિરિમાવો બંડારનાયક સ્વપ્નવાસવદત્તા હરમાન હેસ હેરિયેટ બીચર સ્ટો સ્ હોલિવુડ સિનેમા પ્રતિભાવ comments સમાજ અને સભ્યતા પ્રત પર અનામિકાને પત્ર 2 અમેરિકાના સિનેમાજગત પર અનામિકાને પત્ર 7 anamika અમેરિકાના સિનેમાજગત પર હોલિવુડની મુખ્ય ફિલ્મ કંપનીઓ અમેરિકાના સિનેમાજગત પર ફિલ્મ ઇતિહાસના મૂક સાક્ષી સમા અમેરિકાના સિનેમાજગત પર સ્ટિલ ફોટોગ્રાફીથી સિનેમેટોગ્ર હોલિવુડની મુખ્ય ફિલ્ પર ફિલ્મ ઇતિહાસના મૂક સાક્ષી સમા હોલિવુડની મુખ્ય ફિલ્ પર અનામિકાને પત્ર 1201 હોલિવુડની મુખ્ય ફિલ્ પર અનામિકાને પત્ર 29 હોલિવુડની મુખ્ય ફિલ્ પર અનામિકાને પત્ર 1202 હોલિવુડની મુખ્ય ફિલ્ પર સ્વામી વિવેકાનંદજી શિકાગો વિશ વિવિધા અંકલ ટોમ્સ કેબિન અંગ્રેજી ફિલ્મ અંગ્રેજી સાહિત્ય અધ્યામ ફિલોસોફી અનામિકાને પત્રો અન્ના કેરેનિના અમદાવાદ ખંડ ઉત્તર અમેરિકા ખંડ એશિયા ખંડ દક્ષિણ અમેરિકા ખંડ યુરોપ ગોવર્ધનરામ ત્રિપાઠી ટોલ્સ્ટોય દાદાસાહેબ ફાલકે દિલીપકુમાર રાય પ્રકીર્ણ પ્રવિણ જોશી ફિલ્મ સિનેમા મધુ રાય મહાયોગી શ્રી અરવિંદ મેગેલન રાજા રવિવર્મા રોમાં રોલાં વિદેશમાં ગુજરાતી વિષય ઈતિહાસ વિષય કલાક્ષેત્રો વિષય ચિંતન ફિલોસોફી વિષય જીવનકથા વિષય પરિચય વિષય વિજ્ઞાન વિષય સમાચાર વિષય સાહિત્ય સયાજીરાવ ગાયકવાડ સિદ્ધાર્થ હરમાન હેસ હોલિવુડ સિનેમા સર્ચ કરો search માટે શોધો મારા અન્ય બ્લૉગ્સ મધુસંચય અનુપમા અનુભવિકા અનન્યા મુક્તપંચિકા અને લઘુલિકા કૉપીરાઇટ સુરક્ષિત હ...
|