Meta tags:
Headings (most frequently used words):
વરસાદ, રપા, અપાર, વરસે, આવકાર, સપ્તાહ, છે, તો, લયસ્તરો, પાઠક, દેસાઈ, પારેખ, ત્રિવેદી, દવે, કવિતા, અને, કોના, છલક, શ્યામ, ઠાકોર, ભાવના, સોનૈયા, પ્રિયજન, ૦૭, ૦૬, ૦૫, ૦૪, ૦૩, ૦૨, ૦૧, સોહમ્, હરીન્દ્ર, સોંપું, પોસ્ટ, layastaro, com, ગુજરાતી, કાવ્યાસ્વાદની, સર્વપ્રથમ, સૌથી, વિશાળ, વેબસાઇટ, રંગ, રાગ, હરિકૃષ્ણ, ઝાંઝવાં, આર, જે, નિમાવત, સંદર્ભનો, દરિયો, તરીને, વારિજ, લુહાર, હે, ભારત, દેશ, જયન્ત, રખોપું, દાન, વાઘેલા, સ્મરણો, બકુલેશ, મનજી, વૃત્ત, ગઝલ, રમેશ, એકાંત, ભરત, કલા, સાથે, વ્યથાનું, રીતે, એકીકરણ, આવ્યું, કાબિલ, ડેડાણવી, તાલ, ક્ષતિનો, ફારૂક, શાહ, લીધું, નહિ, પ્રફુલ્લ, નાણાવટી, પેશાબ, કર, શિલ્પીન, થાનકી, ખબર, પણ, ના, રહી, શ્વાસ, મારો, શયદા, હુકમનું, પાનું, મકરન્દ, આષાઢ, વર્ષાને, દેશળજી, પરમાર, આખરે, સરવડાં, નભને, નેપથ્ય, કોણ, ઉમાશંકર, જોશી, વર્ષા, પ્રહલાદ, વ્યાજે, રવીન્દ્ર, યાત્રાની, ટિકિટો, સમીહ, અલ, કાસિમ, અરબી, સંતુષ્ટ, પ્રજારામ, રાવળ, લખવાનું, કામ, જયંત, સાવ, મુઠ્ઠી, જેવડું, એક, હૃદય, પૂર્વી, દીવાની, તેમજ, ફોજદારી, કોર્ટનો, આરોપી, ગંજીપત્તા, જેવો, એવો, ત્રાટક્યો, કોઈ, જાણે, વરસાદડો, તમે, જશો, ને, નયન, લગ્નિલ, કન્યાનું, ગીત, જયેન્દ્ર, શેખડીવાળા, મારા, ઘટમાં, ચંદ્રકાન્ત, શેઠ, અકબરઅલી, જસદણવાલા, તારું, શિખર, તને, મળી, જાશે, રાકેશ, હાંસલિયા, તારે, જોવાનું, શૈલેષ, પંડ્યા, નિશેષ, ઉઘડ્યું, સરનામું, આંખનું, રાજેન્દ્ર, ભટ્ટ, શબ્દનો, લઈને, તરાપો, આયના, સામે, અગન, રાજ્યગુરુ, ઘણું, બધું, અનિલ, ચાવડા, મહેકી, હવાના, ઘર, તરફ, સીમની, માયા, મનોહર, આસ્વાદ, ઉદયન, ઠક્કર, મેઘલી, રાતે, નિરંજન, ભગત, પહેલો, જિગરનો, યાર, જુદો, બાળાશંકર, કંથારિયા, પક્ષીતીર્થ, તિરુકલુકુન્ડરમ્, ચન્દ્રકાન્ત, ટોપીવાળા, દૂરના, ગ્રહોના, કવિઓ, ઇફાન્યી, ઓગ્બો, ગુજ, અનુ, વિવેક, મનહર, ટેલર, પંથ, કોને, લલિત, મેલ, લીસ્ટ, વિશેષ, મોતીચારો, મંજૂષા, પહેલાંના, માં, શોધો, છેલ્લા, 10, આપના, પ્રતિભાવ,
Text of the page (most frequently used words):
અને (132), નથી (86), હોય (69), વિવેક (61), 2026 (58), comments (50), permalink (50), filed (50), under (50), વરસાદ (50), ગીત (47), july (45), કરે (43), ગઝલ (42), ભટ્ટ (39), પારેખ (37), june (37), થાય (37), સોંપું (37), છું (37), હું (36), કરી (35), રહી (35), જાય (35), કોઈ (35), august (34), કવિ (34), શાહ (33), સાથે (33), જોશી (33), પટેલ (33), દવે (33), દેસાઈ (32), નહીં (32), રમેશ (31), કવિતા (30), #ત્રિવેદી (29), રીતે (27), એવી (26), પંડ્યા (25), રહે (25), વ્યાસ (24), આવી (24), દરિયો (23), શેર (23), december (22), january (22), may (22), કોને (22), તું (22), september (21), october (21), november (21), february (21), march (21), april (21), ગુજરાતી (21), વધુ (21), તારા (21), તરીને (20), પાઠક (20), આવે (20), મને (20), શું (20), આજે (20), પરમાર (19), ત્યાં (19), પછી (19), શકાય (19), લયસ્તરો (18), મહેતા (18), જુદો (18), મારી (18), એની (18), માટે (17), લાગે (17), વાત (17), ગયો (17), પડે (16), મેં (16), ત્યારે (16), મારા (16), ક્યારે (16), આવ્યું (15), ભરત (15), હજી (15), આપણે (15), છતાં (15), નહિ (15), એવું (15), છલક (14), આપણને (14), કવિએ (14), અલગ (14), તને (14), કોણ (14), અહીં (14), ધરતી (14), લુહાર (13), કોના (13), શુક્લ (13), દિલીપ (13), એટલે (13), પડી (13), એને (13), હતી (13), વરસે (13), ઘણી (13), શકે (13), હવે (13), ખબર (13), થયાં (13), સાવ (13), તમે (13), 2006 (12), 2007 (12), 2008 (12), 2009 (12), 2010 (12), 2011 (12), 2012 (12), 2013 (12), 2014 (12), 2015 (12), 2016 (12), 2017 (12), 2018 (12), 2019 (12), 2020 (12), 2021 (12), 2022 (12), 2023 (12), 2024 (12), 2025 (12), મોદી (12), ઠક્કર (12), જોષી (12), સતત (12), જાણે (12), પાસે (12), કેવળ (12), જરા (12), કેમ (12), હોવાથી (12), જોઈ (12), થયા (12), એણે (12), વારિજ (11), રખોપું (11), પાલનપુરી (11), શ્યામ (11), મનહર (11), વર્ષાકાવ્ય (11), રાવળ (11), અનિલ (11), એવા (11), જુઓ (11), આપણી (11), જ્યાં (11), ઉપર (11), ફરી (11), નામ (11), એના (11), રાતે (11), સુધી (11), સમય (11), મારો (11), હતું (11), ખાલી (11), એકાંત (10), વાઘેલા (10), પરીખ (10), ઠાકોર (10), ગઝલો (10), પ્રિયજન (10), ચંદ્રકાન્ત (10), બની (10), હૃદય (10), હશે (10), કવિને (10), ક્યારેક (10), કારણે (10), પહેલાં (10), બધા (10), આખરે (10), ક્યાં (10), તરફ (10), આવકાર (10), જિંદગી (10), કરીને (10), અપાર (10), પેશાબ (10), સંદર્ભનો (9), બકુલેશ (9), નિમાવત (9), મનજી (9), જયન્ત (9), 2005 (9), ઠાકર (9), પુરોહિત (9), રાજેન્દ્ર (9), ઉપાધ્યાય (9), જાની (9), મુક્ત (9), ચાવડા (9), પ્રફુલ્લ (9), અછાંદસ (9), સાત (9), પ્રસ્તુત (9), કહે (9), ગયું (9), મળે (9), છીએ (9), કરવા (9), રહ્યા (9), ખમ્મા (9), આપે (9), રાત (9), ભાઈ (9), વધારે (9), સંગ્રહ (9), એવો (9), વગર (9), રપા (9), રંગ (8), રાવલ (8), બ્રહ્મભટ્ટ (8), હરીન્દ્ર (8), સુરેશ (8), ટેલર (8), લલિત (8), ભાવના (8), જયેન્દ્ર (8), જેમ (8), ગયા (8), ભરી (8), પંથ (8), એમાં (8), ખરી (8), ગયેલ (8), બહુ (8), હોવા (8), પહેલા (8), શ્વાસ (8), તારી (8), મૂળ (8), સરસ (8), એનું (8), વિશે (8), આંખ (8), સામે (8), ક્યાંક (8), મારું (8), સપ્તાહ (8), લીધું (8), હતો (8), રજૂ (8), કારણ (8), થઈને (8), લલગા (8), સ્મરણો (7), ઝાંઝવાં (7), ગઢવી (7), ગાંધી (7), ધ્રુવ (7), વિશેષ (7), સંકલન (7), વિનોદ (7), સોલંકી (7), રાઠોડ (7), માયા (7), મહેશ (7), સોનૈયા (7), અહમદ (7), નિરંજન (7), દિનેશ (7), પ્રેમ (7), જયંત (7), અગન (7), ભીતર (7), કામ (7), રહ્યું (7), અથવા (7), બીજું (7), બંધ (7), યાદ (7), અમને (7), કર્યો (7), કદી (7), વરસાદમાં (7), તોય (7), આખું (7), દિવસ (7), સાંજ (7), કરતાં (7), આખા (7), એકવાર (7), કવિની (7), અનુભવાય (7), એનો (7), જેવો (7), હાથ (7), જેવા (7), મુઠ્ઠી (7), અનુવાદ (7), તૈયાર (7), ફારૂક (6), કાબિલ (6), પોસ્ટ (6), કાવ્ય (6), હરીશ (6), નાયક (6), રાજ (6), થાનકી (6), વૈદ્ય (6), છંદ (6), વર્ષા (6), ઉદયન (6), રોબર્ટ (6), રાજેશ (6), મનોજ (6), નાણાવટી (6), કુમાર (6), શેઠ (6), ઉમાશંકર (6), પાંચ (6), કરું (6), કરવાનું (6), જીવન (6), જતી (6), વળી (6), રહ્યો (6), ખડક (6), કર્યું (6), થતાં (6), ગયાં (6), ગઝલને (6), થયો (6), ભલે (6), થશે (6), વરસાદના (6), કેવી (6), માટેની (6), બીજા (6), માણસ (6), જુએ (6), આવ્યો (6), હતા (6), કરીએ (6), ગઝલસંગ્રહ (6), સહેજ (6), આંખો (6), નદી (6), જાત (6), જેવી (6), વચ્ચે (6), આવા (6), નામે (6), કહ્યું (6), સ્પર્શ (6), મળી (6), બંને (6), લઈને (6), ઊભી (6), કવિતામાં (6), જોઈએ (6), બદલે (6), આપણો (6), રામ (6), com (5), ડેડાણવી (5), વૃત્ત (5), દાન (5), ભારત (5), દેશ (5), હરિકૃષ્ણ (5), આચાર્ય (5), સોનેટ (5), દલાલ (5), મન્સૂરી (5), રાય (5), શૈલેષ (5), શેખ (5), શિલ્પીન (5), શયદા (5), વિશ્વ (5), વિલિયમ (5), ઓઝા (5), વિજય (5), રાજ્યગુરુ (5), તારો (5), અલી (5), પ્રહલાદ (5), પૂર્વી (5), ભગત (5), નયન (5), નજર (5), સર્જક (5), ગુણવંત (5), ગિરીશ (5), કિશોર (5), કમલ (5), ઊર્મિકાવ્ય (5), ઉષા (5), આકાશ (5), અરુણ (5), પહેલી (5), તેઓ (5), મહીં (5), મજા (5), પાછળ (5), સરળ (5), એમણે (5), થકી (5), દૂર (5), કંઈ (5), આગળ (5), સમયે (5), અરબી (5), બ્હાર (5), મારે (5), યાર (5), આખી (5), આખો (5), નજરે (5), મળ્યો (5), પહેલો (5), કાવ્યનાયક (5), ખેતર (5), પંક્તિ (5), અમે (5), બાજુ (5), સાંકળ (5), તરસ (5), પહોંચી (5), ચાલ્યા (5), શબ્દ (5), અર્થ (5), એવાં (5), કવિના (5), નીકળી (5), ગઝલના (5), અનેક (5), તૂટી (5), અનુભવી (5), આપી (5), ઉંબર (5), સફર (5), અડધી (5), થયું (5), સહુ (5), હોઈએ (5), જશો (5), એટલું (5), કહીને (5), છાંટો (5), બાજી (5), જોઈને (5), રહ્યાં (5), જેવડું (5), અંગ્રેજી (5), વ્યાજ (5), દરિયા (5), શેરમાં (5), layastaro (4), અમૃત (4), કલા (4), એકીકરણ (4), શોધો (4), પાર્થ (4), હસમુખ (4), ગોસ્વામી (4), ઝવેરી (4), સાહિત્ય (4), સમીહ (4), કાસિમ (4), સમર્થ (4), નિશેષ (4), પ્રજાપતિ (4), કોઠારી (4), રાકેશ (4), હાંસલિયા (4), રવીન્દ્ર (4), મકવાણા (4), મહેન્દ્ર (4), ટંકારવી (4), મનોહર (4), મણિલાલ (4), મકરન્દ (4), યાજ્ઞિક (4), બાળાશંકર (4), કંથારિયા (4), પ્રજારામ (4), દેશળજી (4), દીવા (4), જગદીશ (4), ટોપીવાળા (4), ગૌરાંગ (4), કાયમ (4), ઇફાન્યી (4), ઓગ્બો (4), અકબરઅલી (4), જસદણવાલા (4), કવિઓ (4), એમની (4), પંક્તિમાં (4), ડૂબી (4), છંદમાં (4), અનેકાનેક (4), વહાલ (4), બધી (4), આવશે (4), શોધવા (4), પહોંચે (4), મળવા (4), અવર (4), પ્રથમ (4), ઓછી (4), હમણાં (4), આવીને (4), વર્ષ (4), વિના (4), તાર (4), જાશે (4), ટાણે (4), માટીની (4), ચોમાસું (4), વરસાદને (4), મોસમનો (4), લઉં (4), પરથી (4), જેવું (4), વિરહની (4), કહેવાય (4), ખેતરની (4), એટલી (4), વહી (4), બીજી (4), કરશે (4), ગીતની (4), શરૂઆત (4), સીમની (4), બોલી (4), મીઠી (4), દરેક (4), બાદ (4), તારું (4), પાછી (4), ગામ (4), મૌન (4), રસ્તા (4), આવું (4), ખરું (4), કોઈને (4), કશું (4), આવ્યા (4), સુંદર (4), છંદવૈવિધ્ય (4), તમને (4), મિત્રો (4), પાનું (4), ફૂલ (4), ઓછો (4), કીધું (4), શુભેચ્છાઓ (4), લખાયેલી (4), જણાય (4), સંગ્રહની (4), કરો (4), સવાલો (4), રહેતું (4), ઘરમાં (4), બહાર (4), અપેક્ષા (4), નું (4), જશે (4), બને (4), ઝાલી (4), થાક (4), સ્નેહકામનાઓ (4), પ્રગટ (4), ગમે (4), રહેશે (4), રચનાઓ (4), પિયુ (4), ખડકી (4), હોત (4), ગીતો (4), દીધો (4), બાંધી (4), જ્યારે (4), પૂર્વે (4), સોહમ્ (4), પડ્યો (4), એટલો (4), કોઈક (4), ચાર (4), વરસ (4), સ્વયં (4), રાજવી (4), માણી (4), હતાં (4), ઢગલો (4), પડશે (4), મૂવો (4), છાંટાથી (4), વરસાદી (4), સૈડ (4), એકલા (4), જીવ (4), ખાય (4), ગમવા (4), ગજું (4), વરસાદની (4), વ્યક્તિ (4), આંખોમાં (4), વરસો (4), ચડે (4), વરસાદે (4), હાજર (4), પહાડ (4), ખાલીપો (4), વિશાળ (4), તમામ (4), આહ્વાન (4), વું (4), વર્ષા0 (4), ધીરી (4), નભને (4), ભૂલી (4), મારા૦ (4), મરણ (4), ગઝલમાં (4), સંજય (3), રસ્તો (3), જવાના (3), ઘાયલ (3), તાલ (3), ક્ષતિનો (3), વ્યથાનું (3), રાગ (3), છેલ્લા (3), હેમંત (3), હિમાંશુ (3), માધવ (3), હર્ષદ (3), ચંદારાણા (3), હરિહર (3), સ્વામી (3), દ્વિવેદી (3), કાપડિયા (3), ચંદ્ર (3), મેહુલ (3), સુધીર (3), સંત (3), વાળા (3), ચૌહાણ (3), વર્મા (3), જામનગરી (3), રાહી (3), સહજ (3), વિરલ (3), માણેક (3), સાદ (3), લાભશંકર (3), બુચ (3), રીના (3), રાહુલ (3), શ્રીમાળી (3), શર્મા (3), મીર (3), ઠાકુર (3), રમણીક (3), રમણલાલ (3), રતિલાલ (3), યોગેશ (3), યાદગાર (3), મેરી (3), મૂકેશ (3), સૉનેટ (3), અમીન (3), અમર (3), મનસુખ (3), મધુકર (3), વોરા (3), ભાવેશ (3), ભાનુપ્રસાદ (3), ભગવતીકુમાર (3), બાબુ (3), આતુર (3), પ્રીતમ (3), પ્રવીણ (3), પ્રદીપ (3), સંઘવી (3), ડાભી (3), પ્રકીર્ણ (3), પ્રકાશ (3), અપૂર્વ (3), પરાજિત (3), પથિક (3), નીરવ (3), નીતિન (3), નરેન્દ્ર (3), નઝમ (3), કાગ (3), થોમસ (3), જોસેફ (3), જિગર (3), બક્ષી (3), જગદીપ (3), ઘોર (3), કેતન (3), આઝાદ (3), અશોક (3), આનંદ (3), અરવિંદ (3), અમિત (3), નવું (3), રૂપ (3), વિષે (3), આગવી (3), દૃષ્ટિએ (3), ગઝલોમાં (3), મત્લા (3), સહિત (3), થોડીક (3), હજીયે (3), સાંભળતો (3), કેટકેટલાં (3), પગલાં (3), ગાલલગાગા (3), ભૂલ (3), લોકો (3), ઘણાં (3), વિદાય (3), જતાં (3), પૂરેપૂરો (3), લેશે (3), જઈએ (3), જેને (3), જીવનની (3), હોવાનું (3), સમો (3), આવ્યાં (3), દૂરસુદૂરના (3), રાખીને (3), કવિઓને (3), અનુ (3), ગ્રહોના (3), માંગું (3), એમના (3), દુઃખ (3), જોવા (3), સ્વાદ (3), લેવા (3), જવા (3), મંદિર (3), આવતાં (3), સાક્ષાત્કાર (3), પગથિયાં (3), હકીકતમાં (3), વધી (3), અંતે (3), રોજ (3), એમને (3), આરંભ (3), ચૂક્યો (3), આવશ્યક (3), ચઢી (3), જડી (3), ચૂકી (3), અટકી (3), વખતે (3), વલણ (3), ચૂકે (3), અચળ (3), માત્ર (3), ત્યાગી (3), મોટો (3), શુદ્ધ (3), આજથી (3), લગભગ (3), લખાઈ (3), ગુરુ (3), આદેશ (3), અરે (3), ભર્યો (3), ભાર (3), રહેતાં (3), વરસાદનું (3), અંતરને (3), ભીની (3), થતી (3), શકાતી (3), આકાશમાં (3), પડેલ (3), વાચા (3), શ્રી (3), મેઘલી (3), હોઈ (3), વિશ્વાસ (3), કાળી (3), બીજ (3), આનંદમાં (3), દેખાય (3), નીકળે (3), કળા (3), ગીતના (3), પોતે (3), અંધાર (3), સાંજે (3), સીમને (3), સોંપી (3), ફરશે (3), સંગ્રહમાં (3), ચિત્રો (3), સઘન (3), લઈએ (3), ઉદાસ (3), ગમતી (3), સાંભળે (3), પર્વતો (3), ઝરણાં (3), ભાષામાં (3), અભિવ્યક્તિની (3), નોંધપાત્ર (3), બારી (3), એનાથી (3), ચાલે (3), ખૂબ (3), ઘટના (3), વર્ષો (3), ભાગ (3), કલમ (3), સંગ્રહમાંથી (3), સ્વાભાવિક (3), ગઝલોની (3), તેમજ (3), બધું (3), ફૂટે (3), રહું (3), ઊંઘ (3), કવિનો (3), ત્રીજો (3), સુવાંગ (3), સ્વાગત (3), પેશ (3), પાદર (3), વાર (3), છૂટી (3), રહેતી (3), રાહમાં (3), ઊભું (3), બેઠી (3), આપને (3), લાગ્યો (3), કશે (3), ધ્યાનાર્હ (3), સ્ત્રી (3), ક્યાંથી (3), રાહ (3), ઊભા (3), મૂકીને (3), સુધબુધ (3), થતું (3), ભણકારા (3), અડખેપડખે (3), ઠાલી (3), કેવું (3), ખોલી (3), અંત (3), ઘડી (3), જોવાનું (3), ધાર (3), અભિપ્રેત (3), કહી (3), ચારે (3), ફળિયે (3), આંખમાં (3), પોતાની (3), કદાચ (3), ફૂટી (3), કાંઈ (3), શેખડીવાળા (3), સોળ (3), લગ્ન (3), બીજો (3), વાદળ (3), ભુવા (3), પરદેશના (3), સંદર્ભ (3), વાંચતાવેંત (3), હેઠ (3), ભીંજાતું (3), આંગળી (3), પડતી (3), મનભર (3), કવિઓની (3), મુંને (3), પૂરી (3), ટીપું (3), છાતી (3), છાતીમાં (3), ગામનું (3), જોયું (3), મનને (3), માથું (3), લાગ્યું (3), ઘટાટોપ (3), જીતી (3), લેતા (3), દેવાનું (3), પ્રિય (3), ખેલ (3), સહી (3), દીવાની (3), જવું (3), ફોજદારી (3), ઓછું (3), કૉર્ટમાં (3), બાકી (3), હોમ (3), કવિતાનો (3), હૃદયમાં (3), જેવડો (3), પુરુષ (3), જીવનમાં (3), તુષ્ટ (3), વ્યાજે (3), આંસુ (3), કૈં (3), શુષ્કતા (3), કોણે (3), ગીતે (3), વ્યાપી (3), સ્કીપ (3), ઢાળીને (3), પરે (3), મ્હોડ (3), માથે (3), વર્ષાને (3), જ્યોત (3), હુકમનું (3), તરીકે (3), મરણની (3), સત્યને (3), જવાનું (3), સૂચના (3), પરબ (3), મતલબ (3), થીજી (3), કૂદી (3), પોતાના (3), લાગી (3), ધન્ય (3), પાર (3), સ્હોશે (3), આઝાદી (3), kishor (2), ahya (2), varij (2), luhar (2), vrajesh (2), mistri (2), select (2), પહેલાંના (2), લૂઈસ (2), ક્રિસ્ટી (2), મારિયા (2), વિલિયમ્સ (2), હેમેન (2), દેસાઇ (2), ગોહિલ (2), મુરાદાબાદી (2), હિરેન (2), હિન્દી (2), ઓશો (2), હાર્દિક (2), હાન (2), હસ્તપ્રત (2), જસદણવાળા (2), હરિશ્ચન્દ્ર (2), ભાયાણી (2), સાહિલ (2), સૌરભ (2), વિરાણી (2), સુનીલ (2), ત્રિપાઠી (2), નૂર (2), સિરાઝ (2), સમાચાર (2), વટવા (2), સાગર (2), કેશવાણી (2), સક્સેના (2), સંધ્યા (2), સંદીપ (2), સંજુ (2), શ્રીકાંત (2), શૈલેશ (2), શેષ (2), શેખાદમ (2), આબુવાલા (2), શીતલ (2), શિવ (2), શશિશિવમ્ (2), શર્મન (2), શબનમ (2), શકીલ (2), કાદરી (2), વેન્ડી (2), વિષ્ણુ (2), અગ્રાવત (2), ચાતક (2), અધ્વર્યુ (2), ઘાસવાલા (2), વસંત (2), ઝરમર (2), માતરી (2), વંચિત (2), કોહેન (2), યંગ (2), કાનપરિયા (2), જન્મશંકર (2), હિરાણી (2), લક્ષ્મી (2), બ્રાઉનિંગ (2), રિલ્કે (2), રીટા (2), રાહત (2), રાધિકા (2), રાજકારણ (2), મેઘાણી (2), રવીન્દ્રનાથ (2), રવિશંકર (2), રવિ (2), સનાતન (2), જોગી (2), રઘુવીર (2), રઈશ (2), મનીયાર (2), યશવંત (2), પડઘો (2), મોટા (2), મેઘબિન્દુ (2), મુક્તક (2), પદ્ય (2), મુકુલ (2), ચૉકસી (2), મીનાક્ષી (2), પંડિત (2), મીના (2), મીનપિયાસી (2), ગાલિબ (2), દોશી (2), એન્જેલો (2), અચલ (2), મહેક (2), મરીઝ (2), મૂર (2), મયૂર (2), ખંડેરિયા (2), મધુ (2), મણિશંકર (2), મુસળે (2), ભજન (2), ભગીરથ (2), ગીતા (2), ભક્તિપદ (2), બ્લોગજગત (2), પંચાલ (2), બેફામ (2), ગૌતમ (2), બિસ્મિલ (2), ઝફર (2), બરકત (2), ફૈઝ (2), પ્રેમશંકર (2), પ્રશાંત (2), દરજી (2), પ્રભુ (2), ધોળકિયા (2), પ્રભા (2), પ્રબોધ (2), તન્ના (2), પ્રણવ (2), પ્રણય (2), પોલ (2), પીયૂષ (2), પઢિયાર (2), પારસ (2), ત્રાપજકર (2), કાવ્યો (2), પંકજ (2), નેહલ (2), નીલેશ (2), નીરજ (2), નીના (2), નાઝિર (2), દિવેટિયા (2), નંદિતા (2), ધીરુ (2), ધવલ (2), દુલા (2), ભાયા (2), ફોરમ (2), દીપક (2), જીવણ (2), દક્ષા (2), હાર્ડી (2), તનસુખ (2), ટેનિસન (2), જીતેન્દ્ર (2), જિતેન્દ્ર (2), જિતુ (2), જવાહર (2), શેખડીવાલા (2), જયા (2), જયદેવ (2), બારોટ (2), છપ્પા (2), ચેતન (2), ચિનુ (2), મહારાજ (2), ચિંતન (2), ચંદ્રેશ (2), ગૌરવ (2), ગોપી (2), અબ્બાસ (2), ગુલ (2), પોપટ (2), ગની (2), દહીંવાળા (2), ગદ્ય (2), ભાવસાર (2), કૈલાસ (2), વાજપેયી (2), કેશુભાઈ (2), કારિયા (2), ઋષિ (2), કિરીટ (2), કિરણ (2), કાર્લ (2), કાજલ (2), કરસનદાસ (2), કમલેશ (2), કંચન (2), ઓડિયો (2), એરિકા (2), ઉમેશ (2), ઉત્પલ (2), મોગલ (2), ઇજન (2), અમી (2), આદિલ (2), અશ્વિની (2), અલ્પેશ (2), પાગલ (2), અલકા (2), અરુણા (2), અબ્દુલ (2), બસુમતારી (2), અનંત (2), અઝીઝ (2), અજય (2), અંજના (2), અગમ (2), અંગત (2), મંજૂષા (2), મેલ (2), લીસ્ટ (2), પ્રવર્તમાન (2), ગઝલનો (2), હાથમાં (2), વરતાય (2), સિદ્ધ (2), જેટલા (2), કરવામાંય (2), એવામાં (2), શેરની (2), તેર (2), એમાંય (2), દોમ (2), ઝીણી (2), દીધી (2), રહીને (2), વ્હાયા (2), કાંઠે (2), કહું (2), સોપું (2), વિકટ (2), રોમ (2), સંગે (2), ગાગાગાગા (2), ગાલ (2), ગણી (2), વિશુદ્ધ (2), લખાયેલ (2), દુનિયામાં (2), ચાલતી (2), મળતાં (2), કાયમી (2), સ્નેહ (2), વર્તાય (2), કાળ (2), કરીશું (2), પાનખરે (2), પર્ણ (2), પીળાં (2), સોનેરી (2), ઊભરાય (2), આવતી (2), કાલ (2), કોઈના (2), વાતી (2), સંતાડી (2), વહેતો (2), વૃક્ષ (2), વ્હાલ (2), આપણા (2), ગ્રહો (2), મળવાની (2), વિશદ (2), ટિપ્પણીની (2), અભિવ્યક્તિ (2), ગુજ (2), ઇચ્છું (2), ક્યારેય (2), કવિતાઓ (2), ઉદાસીના (2), છૂટાછવાયા (2), અગ્નિ (2), શબ્દો (2), પક્ષીતીર્થની (2), ટેકરી (2), કરવો (2), મંઝિલ (2), નસીબ (2), અભાવ (2), જવાય (2), યાત્રા (2), ભીતરી (2), કરવામાં (2), દેખાવું (2), ચડાવું (2), તિરુકલુકુન્ડરમ્ (2), શાપ (2), બપોરે (2), આવતા (2), કલિયુગનો (2), પક્ષીઓ (2), આવવું (2), વાયકા (2), સ્થળે (2), પક્ષીતીર્થ (2), જાણકારી (2), ચન્દ્રકાન્ત (2), મન્દિર (2), જડ્યું (2), બપોર (2), પંખી (2), ઊડી (2), અદશ્ય (2), પાછો (2), ઊતરી (2), પરકાર (2), હેકાયંત્રને (2), પરંતુ (2), અમારા (2), ભાવાર્થ (2), કેદ (2), વાઘાં (2), ગઝલની (2), શેરિયત (2), કાર્ય (2), સન્માન (2), આજેય (2), હોઠે (2), નાની (2), પંથે (2), બેદરકાર (2), દેખે (2), પ્રેમનો (2), પ્રેમમાં (2), પૂરો (2), મુજ (2), ભેદ (2), અમો (2), તુજ (2), હજારો (2), ગણું (2), જિગરનો (2), ઉનાળો (2), તાપે (2), શીળી (2), સમી (2), પ્રતીત (2), મહેકનો (2), કેફ (2), પ્રતાપે (2), કોળે (2), આથમતા (2), સૂરજની (2), દીવડી (2), નવલખ (2), ચાસ (2), પડતા (2), પૂનમની (2), ચાંદો (2), શકાતો (2), સવારે (2), વરસાદનો (2), આજુબાજુના (2), આખરી (2), રહેલી (2), સંવાદ (2), મ્હેક (2), પેલા (2), સોનલરંગી (2), ઓઠે (2), તેજલ (2), વ્યાકુળ (2), માણસનું (2), સમજી (2), કલમેથી (2), વાંચતા (2), સુન્દરમનું (2), હૈયાની (2), સૃષ્ટિના (2), હળવા (2), લયના (2), તાંતણે (2), મોતી (2), મજાની (2), સકલ (2), વ્યાકુલ (2), વાતે (2), ઝરે (2), મલકે (2), તેને (2), થોડો (2), વર્ણન (2), ધરુવાડિયું (2), મોં (2), રોપ (2), ક્યારીઓ (2), નીક (2), રીંગણી (2), લસણ (2), અંતરામાં (2), બંધાયા (2), થતો (2), રોકાતો (2), ચોગમ (2), નવતર (2), સરખાવે (2), ડાંડ (2), પાડીને (2), ખેતરનાં (2), આટોપી (2), હાશ (2), ભણી (2), લાંબે (2), લાંબી (2), કવિશ્રી (2), રચનાને (2), ઘરઢાળાં (2), નીકળ્યાં (2), વાલીડા (2), ચૂંટી (2), આંખે (2), કનુ (2), દુનિયા (2), જોઉં (2), વેણ (2), ઘરના (2), ચરણને (2), ચાલવાનો (2), સમજાયો (2), વળે (2), રડી (2), રોકી (2), રણમાં (2), ઓગાળવા (2), પ્રમાણમાં (2), તાજગી (2), અશઆર (2), બન્યો (2), કેટલાક (2), દરમિયાન (2), તથા (2), નવા (2), મહેકી (2), હવાના (2), તમારી (2), તૈયારી (2), અવાજ (2), ચાલુ (2), અંદર (2), ગાળ (2), નાના (2), અમથું (2), ઈશ્વર (2), પોતાનો (2), કંઈક (2), સાંજના (2), પ્રતીક્ષાના (2), એકનું (2), મારામાં (2), તારામાં (2), ફૂલના (2), હુંય (2), પસાર (2), તેમની (2), પાસેની (2), શિસ્તબદ્ધ (2), બોલીના (2), ત્રણ (2), કલ્પનાશક્તિ (2), ઘણું (2), કહો (2), થવા (2), એકલો (2), બેઠાં (2), રુદન (2), થોડી (2), સાચી (2), કુલ (2), એંસી (2), જેટલી (2), ખટકે (2), આવનારા (2), સર્વાંગી (2), ત્રીજા (2), આયના (2), થોડા (2), ખિદમતમાં (2), દૃશ્યો (2), ફરે (2), પાછું (2), ફિકર (2), પીડા (2), જરૂરી (2), તરત (2), માર્ગ (2), લ્હાયમાં (2), સ્થળ (2), ચાલ (2), ઇચ્છા (2), શકી (2), દિશા (2), ફળી (2), કદમને (2), શકાયું (2), સંગ્રહો (2), ઉમેરો (2), પરિશ્રમ (2), પાસેથી (2), સંભાવના (2), સ્મરણમાં (2), લાંબા (2), શબ્દનો (2), તરાપો (2), હૂંફાળો (2), પરદેશ (2), તાપમાં (2), મનના (2), રાખતા (2), અહેસાસ (2), દિવસભર (2), પડખામાં (2), નાયિકા (2), સુદ્ધાં (2), ઓવારી (2), પથારી (2), શેરીના (2), સૂનકારે (2), મુઈ (2), હાલી (2), પ્રોષિતભર્તૃકાનું (2), જાનપદી (2), ઓળખ (2), આરંભથી (2), સુધીની (2), સંઘેડાઉતાર (2), સમયમાં (2), કલાત્મક (2), પ્રાપ્ત (2), સરનામું (2), આંખનું (2), કાઢી (2), શ્વાસથી (2), જીવાય (2), કોમળ (2), સૂર્ય (2), બારણામાં (2), શહેરમાં (2), ઊભાં (2), ખુદ (2), પૂછ્યું (2), સાગરમાં (2), તહીં (2), તારે (2), ગઝલોમાંથી (2), અઢીમો (2), સાથોસાથ (2), ઉધાર (2), ભાસે (2), શેરી (2), નીંદર (2), બેસું (2), લંબાવી (2), સહજસાધ્ય (2), ભાષા (2), પરની (2), સંખ્યા (2), સમૃદ્ધ (2), શિખર (2), ટૂંકી (2), પોતાનું (2), વાતો (2), મોઘમ (2), ઝાંખું (2), પ્યાસ (2), શાના (2), અંધકાર (2), ઊડે (2), ઉચાટ (2), મૂળભૂત (2), અંધારું (2), વાણી (2), જોતી (2), દુઃખી (2), દેખાતો (2), ગીતરચના (2), અનુભવીએ (2), પરનો (2), વ્હેણ (2), વ્હેતાં (2), આસપાસ (2), કોક (2), પકડીને (2), અંધારાં (2), ઘટમાં (2), ઉજવણી (2), પાને (2), શેખડીવાળાનું (2), અજાણ્યા (2), કવિનું (2), આવવા (2), માંડ્યા (2), એરુ (2), પાંગત (2), ઝમરૂખ (2), ઝાંખા (2), પતિ (2), કન્યાને (2), ઝામણ (2), ઝેર (2), કરવું (2), જેવાં (2), ઝળહળ (2), પીવા (2), ચડ્યું (2), રચના (2), વિયોગની (2), વેદના (2), શરૂ (2), છરી (2), ધારદાર (2), બધાં (2), પગલે (2), મોર (2), સૂરજ (2), ધ્રુસકે (2), ચોમાસા (2), નક્કી (2), આકળવિકળ (2), થયેલ (2), નીચે (2), વાયડો (2), ભાયડો (2), સસડે (2), લાગલગાટ (2), વાદળની (2), પૂછો (2), કહેશે (2), વરસાદડો (2), ખિન્ન (2), આંખોનો (2), ફળિયા (2), ઢીંક (2), હળવું (2), એકદમ (2), જોર (2), વચાળ (2), લાગ્યા (2), કાવ્યાત્મક (2), ખાબોચિયું (2), ફૂલતાં (2), રેલા (2), ટીપાં (2), છાંટા (2), ચૂવા (2), વાછંટ (2), ધધૂડા (2), ધોરિયા (2), ધોધંધોધા (2), નાણે (2), જળની (2), મારતી (2), ગમ્યા (2), ફૂલે (2), જોતજોતામાં (2), પ્રકૃતિ (2), નેવાં (2), ઓસરી (2), ડેલી (2), ગંજીમાં (2), તણખો (2), ઊઠે (2), પ્રેમથી (2), સ્વીકારે (2), ગાળ્યું (2), વાદળાં (2), વરસું (2), ત્રાટક્યો (2), ધારે (2), સંચોડું (2), ગારો (2), કવિતાને (2), અછો (2), ગંજીપત્તાં (2), હુકમના (2), શકતા (2), હારતાંય (2), આવડે (2), પત્તું (2), ધરી (2), રહેવામાં (2), પત્તાંની (2), આખેઆખું (2), પાત્ર (2), ખાસિયત (2), જતું (2), ઠીક (2), આણેથી (2), લડધાઓ (2), ભાભા (2), દસ્તાવેજમાં (2), કોર્ટ (2), પેશકદમીથી (2), વર્ગીકરણ (2), ઊભો (2), કોર્ટમાં (2), ગૂમડું (2), ફોડી (2), મનભરીને (2), ગાભા (2), બનાવી (2), છતું (2), નાંખ્યો (2), પડ્યાં (2), સપ્તાહની (2), ધોધમાર (2), હંગામી (2), હાલ (2), પૂરતી (2), કૂંપળ (2), સાંબેલે (2), ધકધકધક (2), ચોકમાં (2), વીણો (2), હૃદયનું (2), કવયિત્રીએ (2), ખાલીપામાં (2), જેના (2), નિષ્ઠુર (2), આરંભાય (2), હૈયું (2), નામનો (2), વાંચો (2), કવિતાનું (2), ઊડતો (2), બેસે (2), ઝીલતું (2), ખીલતું (2), લખવાનું (2), સારું (2), સમયનું (2), વસંતતિલકા (2), અક્ષર (2), ગાગાલગા (2), લલલગા (2), પંક્તિક્રમાંક (2), સ્વયંની (2), સંતોષ (2), સૌથી (2), બાળતી (2), ભૂખ (2), ઢળ્યો (2), અધૂરી (2), બળતા (2), સંતુષ્ટ (2), સર્વે (2), જહીં (2), બનતું (2), કિન્તુ (2), ગમી (2), આજીજી (2), મુસાફરી (2), ટિકિટો (2), આપવા (2), જેમતેમ (2), ભેટમાં (2), બદલામાં (2), જવાબ (2), મેઘધનુ (2), વાદ્યતંતુ (2), રહેલ (2), વર્ષાની (2), ધારના (2), સાંધી (2), થયેલી (2), આકાશથી (2), દીધા (2), કઠિન (2), બિલકુલ (2), પહેરાવીને (2), વીજળી (2), સહુએ (2), આભમાં (2), નાચે (2), વાદળી (2), રૂમઝૂમ (2), પડવાની (2), પડદો (2), પખવાજ (2), માંડ (2), નેપથ્ય (2), અડધેથી (2), પરિસ્થિતિ (2), સ્વરૂપ (2), કથક (2), મેળવી (2), જાતને (2), સ્વયંનો (2), ભાગ્યે (2), સાંભળી (2), અવનિ (2), કોટિક (2), સાર્થ (2), મોડ (2), સંતપ્ત (2), ઉત્કંઠ (2), પ્રાણ (2), નવજીવની (2), શક્તિપ્રિયા (2), સુખદ (2), સખ્ય (2), સાર્થક (2), સુદિવ્યા (2), ગૃહિણી (2), નીલવર્ણી (2), ઝગશે (2), મધુર (2), નિજ (2), ચૂક્યું (2), વધુને (2), નજીક (2), રદીફ (2), વારી (2), આધાર (2), સવિશેષ (2), ઊંચી (2), સ્થાને (2), અફવા (2), સાલમાં (2), પચાસ (2), કરવાની (2), ગણો (2), સુષ્ઠુ (2), સુંવાળા (2), બુઝુર્ગી (2), તરવરે (2), કડવા (2), મધુમેહિયા (2), શક્યો (2), પરંપરાની (2), મથામણમાં (2), આચમન (2), મત્લામાં (2), વચ્ચેના (2), છલકાતું (2), મોટી (2), ગંગાસતીનો (2), ઢાળ (2), મંત્ર (2), તૂટ્યો (2), સંદર્ભે (2), તમારું (2), ઝરણ (2), પરત (2), જાળાં (2), બનીને (2), ફેલાઈ (2), પૂર્વજોના (2), ચહેરા (2), તિરાડો (2), દર્પણમાં (2), ઘરવખરી (2), ખોલતાં (2), વર્ષોથી (2), પૂરાઈ (2), સજીવન (2), વિષાદ (2), બાર (2), પ્રલંબતોટક (2), ઉઘાડી (2), બનવું (2), પડવું (2), રડવું (2), બનતાં (2), ગલીએ (2), ખૂલે (2), સપનાં (2), ભડથું (2), પ્રતીક્ષામાં (2), કમાડની (2), આરપાર (2), એકાંતઘેરી (2), વાટમાં (2), ચમક (2), ભૂતકાળ (2), ધોધ (2), આધિ (2), વ્યાધિ (2), અંતરમાંથી (2), જળથી (2), ઝગમગ (2), જનમ (2), અનહદ (2), ઇચ્છાઓ (2), અવિચળ (2), નિજાનંદ (2), રોપી (2), કાનન (2), ઉત્સરત (2), ધૂસર (2), વિશ્રબ્ધ (2), અવંધ્યા (2), વિદીર્ણ (2), પ્રણિપાત (2), નમન (2), અનુદાર (2), ઉદાર (2), પરિપૂત (2), મળ્યાંને (2), કપટવેશ (2), પ્રજા (2), સિંહાસનોને (2), ધર્મ (2), ભ્રષ્ટ (2), અસત્યની (2), પૂજા (2), સિદ્ધિઓમાં (2), દિગ્વિજય (2), ઉષાના (2), સર્વરાષ્ટ્રશિરોમણિ (2), ગાન (2), સ્મિતે (2), મંગલ (2), સ્થલ (2), ક્રૂર (2), મિલન (2), સ્વંય (2), આવવાનું (2), સઘળી (2), પીળા (2), અર્થનો (2), મબલખ (2), મોભ (2), ટોડલે (2), જંગલો (2), ઉજાડીને (2), બાગ (2), રટે (2), ઠેર (2), કોનાં (2), design, css, xhtml, beccary, gmail, jagdip, nanavati, priyanka, padhiyar, jyoti, patel, harihar, shukla, bhupendra, bachkaniwala, આપના, પ્રતિભાવ, માં, 2004, month, હ્યૂ, શીલ, હોર્હે, બોર્હેસ, હોર્સ્ટ, બીનેક, હોફુકુ, સૈકાત્સુ, કોજી, હેલ્પર, હેલ્ગે, ચેડેનબેર્ય, હેલન, હેયડન, કરુથ, હેમાંગ, હેમાક્ષી, હેમી, હેમન્ત, પૂણેકર, ઘોરડા, મર્મર, હેનરી, મિલર, હુલ્લડ, હુરતી, હીરા, હીરજી, સિંચ, હીના, હિરલ, વ્હોરા, હિમાદ્રિ, હિમલ, હિતેશ, હિતેન, આનંદપરા, હાસ્યકવિતા, હાવર્ડ, ઓલ્ટમેન, યોન્ગ, હાઈકુ, હસિત, બૂચ, મઢીવાળા, હસનઅલી, નામાવટી, હર્ષા, હર્ષવી, હર્ષદેવ, હર્ષ, હરેશ, તથાગત, મીનાશ્રુ, ધોબી, 108, હરિ, હરિવંશરાય, બચ્ચન, હરિવલ્લભ, હરમન, હૅસ, હરદ્વાર, હરજીવન, દાફડા, હરકિશન, હનીફ, હનિફ, રાજા, હઝલ, વિવેકાનંદ, સ્વાતિ, સ્મિતા, સ્નેહી, સ્નેહા, સ્નેહલ, સ્નેહરશ્મિ, સ્ટિફન, ક્રેન, સૌમ્ય, સોહનલાલ, સોલી, સોરઠા, સોનેરુ, 144, સોનલ, સોદો, સૈફ, સેમ્યુઅલ, ટેઇલર, કોલરિજ
Text of the page (random words):
નેનું કોકટેલ કરી જોયું છે ર પા એ પણ કેટલીક વૃત્ત ગઝલો લખી છે નવ વૃત્ત ગઝલોના ગુચ્છમાંથી નવમી ગઝલ આજે અહીં રજૂ કરીએ છીએ સામાન્યરીતે તોટક છંદમાં સ સ સ એમ કુલ બાર ગણ હોય પણ કવિએ બે આવર્તન વધારે પ્રયોજી પ્રલંબતોટક છંદ બનાવ્યો છે મનજીને સંબોધીને લખાયેલ આ વૃત્ત ગઝલ છંદવ્યાયામ કે ફ્યુઝન એક્સપરિમેન્ટ ન બની રહેતાં ગઝલિયતને વરી છે એનો સવિશેષ આનંદ છંદવિન્યાસ લલગા લલગા લલગા લલગા લલગા લલગા permalink comments 12 એકાંત ભરત ત્રિવેદી august 8 2026 at 12 40 pm by વિવેક filed under અછાંદસ ભરત ત્રિવેદી બારણાને હાથ લાગતાં જ હાથ પકડી લે છે બાઝેલાં જાળાં અજાણ્યો ધારીને મને ભીતર પૂર્વજોના ચહેરા પરની કરચલીઓ ફોટામાંથી ખરતી રહી ફેલાઈ ગઈ છે કમરાની દીવાલ પર ને દર્પણમાં થીજી ગઈ છે ઘરવખરી બારી ખોલતાં જ વર્ષોથી ભરાઈ પડેલું એકાંત બહાર કૂદી પડે છે ભરત ત્રિવેદી કવિએ જે કહ્યું નથી એ કવિતા આપણને કહે છે કાવ્યનાયક વર્ષો પછી વતનમાં ખાલી પડેલ ઘરે પરત આવ્યો છે ઘરના મોભીઓ હવે હયાત નથી વિદેશમાં અથવા શહેરમાં નાયકનું જે કુટુંબ હશે એમને આ ઘર સાથે કોઈ સંબંધ કે લાગણી ન હોવાથી નાયકને એકલા જ આવવાની ફરજ પડી છે બારણાં પર વિગત સમય જાળાં બનીને ફેલાઈ વળ્યો છે અને દીવાલો પર ફોટામાંના પૂર્વજોના ચહેરા જેવી જ તિરાડો પડી ગઈ છે દર્પણમાં થીજી ગયેલી ઘરવખરી થીજી ગયેલ સમયને ઈંગિત કરે છે બારી ખોલતાં જ ઘરમાં વર્ષોથી પૂરાઈ રહેલું એકાંત જાણે કે બહાર કૂદી પડે છે કાવ્યનાયક અહીં રહેશે ત્યાં સુધી આ ઘર ફરી થોડા સમય પૂરતું સજીવન થઈ જશે ઘરમાં વરસોથી પૂરાઈ રહેલ એકાંત બારીમાં થઈને આપણી ભીતર કૂદી પડ્યું હોય એવો વિષાદ રચનામાં સાદ્યંત અનુભવાયા કરે છે permalink comments 15 કલા સાથે વ્યથાનું આ રીતે એકીકરણ આવ્યું કાબિલ ડેડાણવી august 7 2026 at 12 30 am by વિવેક filed under કાબિલ ડેડાણવી ગઝલ કલા સાથે વ્યથાનું આ રીતે એકીકરણ આવ્યું કે કસ્તૂરીને સાથે લઈ ફફડતું કો હરણ આવ્યું બધાને એમ લાગ્યું પ્રેમમાં એકીકરણ આવ્યું ખબર કોને મિલનરૂપે સરિતાનું મરણ આવ્યું મહોબતના જગતમાં ખેલદિલી હોય છે આવી હતો સાગર જો બેપરવા તો દોડીને ઝરણ આવ્યું કદી સુંદર દિસે છે તો કદી નિષ્ઠુર લાગે છે તમારા રૂપમાંયે કેવું આ વર્ગીકરણ આવ્યું તમારી યાદ આવી તો હું સમજ્યો કે તમે આવ્યા મને લાગ્યું સૂરજ આવ્યો નજરમાં જ્યાં કિરણ આવ્યું ખુશી તારા વિચારે થાય છે તો એમ લાગે છે જીવનની રાહમાં ખળખળ થતું કોઈ ઝરણ આવ્યું તમે લાંબે જનારી મારી દષ્ટિને કરી ટૂંકી તમે આવ્યા ને દૃષ્ટિ પર તમારું આવરણ આવ્યું મહોબતમાં પ્રવેશ્યા બાદ મુજને સત્ય સમજાયું છલોછલ ઝાંઝવાનાં જળ ભરેલું કોઈ રણ આવ્યું ખુશીની વાત એથી તો નથી લખતો કવિતામાં કોઈ કહેશે કે કાબિલ ની ગઝલમાં અવતરણ આવ્યું કાબિલ ડેડાણવી વાયકા છે કે કસ્તૂરીમૃગ જીવનભર કસ્તૂરીની સુગંધના સ્રોતને શોધવા આકળવિકળ દોડતું રહે છે હકીકતમાં એ તો એની નાભિમાં જ હોય છે કસ્તૂરીમૃગના સંદર્ભે કલા અને વ્યથાના અવિનાભાવી સંબંધને કવિએ કેવી કાબેલિયતથી દર્શાવી દીધો નદી અને સાગરના મિલનમાં નદીનું મરણ થતું તો કોઈ સંવેદનશીલ કવિ જ જોઈ શકે જે કવિ એક શેરમાં સાગરમાં ભળી જતી નદીમાં મરણ જુએ છે એ જ કવિ બીજા શેરમાં સાગરની બેપરવાહી જોઈને દોદી આવતા ઝરણની વાત કરે છે બંને વળી પ્રેમના સંદર્ભે જ મતલબ એક જ અહેસાસને એક જ કવિ અલગ અલગ રીતે પણ જોઈ શકે છે પ્રેમ છે જ ક્લાઇડોસ્કૉપ જેવો ભાતીગળ સતત પરિવર્તનશીલ ખરું ને permalink comments 22 તાલ ક્ષતિનો ફારૂક શાહ august 6 2026 at 12 30 am by વિવેક filed under ગઝલ ફારૂક શાહ મંજીરું બજે ઢાળ વહે ગંગાસતીનો પણ જીવમાં પડઘાયા કરે તાલ ક્ષતિનો રોકી ન શકાતો કોઈ સંવેદનાનો જન્મ ઊતરી ન શકે કોઈ રીતે બોજ મતિનો એક મંત્ર તૂટ્યો તૂટી બધી નાભિક્રીડાઓ દદડયા કરે છાતીથી અનલ અથથી ઈતિનો વિસ્તારવાનું રોજ બને જળની સપાટી તોયે મળે છે ક્યાં મને અહેસાસ ગતિનો આંખોથી વહી નીકળ્યા બાહર બધા સંવેગ રગરગમાં ફર્યો શાપ કોઈ સ્વપ્નવતીનો મસ્તિષ્ક ઉઘાડીને રુધિર હોમ કરી જોઉં પણ ચમકે ન વીજળી કે બળે વેશ જતિનો ફારૂક શાહ ખાટલે મોટી ખોડ હોય એ માણસ લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જાય ગંગાસતીનો ઢાળ બહેતો હોય અને મંજીરાં રણકતાં હોય એ સમયે આધ્યાત્મના અનવદ્ય પ્રવાહમાં વહી જવાના બદલે આવા માણસ પોતાની ખામીઓના સૂરતાલમાં રત રહે છે બીજા શેરમાં બુદ્ધિ અને હૃદયનું દ્વંદ્વ નિર્દિષ્ટ છે લાગણીને અટકાવી શકાતી નથી ને મનને હળવું કરી શકાતું નથી જીવનની દરેક બાબતમાં એકધ્યાન રહેવું આવશ્યક છે નજર હટી દુર્ઘટના ઘટી જીવને શિવ સાથે બાંધી રાખતો મંત્ર તૂટ્યો નથી કે છાતીમાં આરંભથી આજ સુધીની બળતરા વ્યાપી રહે ચોથો શેર ઠીકઠાક થયો છે પણ છેલ્લા બે શેર વળી જોરુકા એમાંય સ્વપ્નવતી પર તો વારી જવાનું મન થાય permalink comments 57 લીધું નહિ પ્રફુલ્લ નાણાવટી august 5 2026 at 12 08 pm by વિવેક filed under ગઝલ પ્રફુલ્લ નાણાવટી પાત્ર છલકાતું રહ્યું પીધું નહિ આચમન સરખુંય કૈં લીધું નહિ આંખમાં આદર દીઠો તો એટલો ખાસ જે કહેવા ગયો કીધું નહિ આજ વસ્તુની ખટક રહી ઉમ્રભર જે તમે માગ્યું અમે દીધું નહિ એ જ એની ખાસિયત કાયમ રહી સોંપવું છે પણ કદી સીધું નહિ ઘૂંટ કડવા કેટલા પીશે પ્રફુલ્લ વેણ કડવું કોઈને કીધું નહિ પ્રફુલ્લ નાણાવટી પરંપરાની ગઝલોની મજા એ છે કે તેઓ એક બેઝ લાઇનની ઉપર રહીને સતત કંઈક સારું કહેવાની મથામણમાં રહેતી હતી આધુનિક ગઝલો આવી કોઈ આધાર રેખાની આસપાસ ફરતી ન હોવાથી ક્યારેક એમાં એવરેસ્ટની ઊંચાઈ જોવા મળે તો ક્યારેક પાતાળનું ઊંડાણ પણ હાથ લાગે પ્રસ્તુત ગઝલના પાંચેય શેર ઉત્તમ નહીં હોવા છતાં પરંપરાની મૂળભૂત ખુશબૂ સતત જળવાઈ રહી હોવાથી મનભર જણાય છે છલકાયે રાખતા પાત્રમાંથી કવિએ આચમન સુદ્ધાં કેમ ન લીધું એનો મત્લામાં ફોડ પડાયો ન હોવાથી મત્લામાં ચમત્કૃતિ વર્તાતી નથી મક્તા પણ ઊંચી ઉડાન ભરી શક્યો નથી પણ વચ્ચેના ત્રણેય શેર સ્વયંસ્પષ્ટ અને સરસ થયા છે permalink comments 18 પેશાબ કર શિલ્પીન થાનકી august 1 2026 at 11 21 am by વિવેક filed under ગઝલ શિલ્પીન થાનકી હર સુંવાળા શબ્દ પર પેશાબ કર બેધડક પેશાબ કર પેશાબ કર હો બુઝુર્ગી બોર્ડ મૂતરવું નહીં એ જ સ્થળ પર તાઉમર પેશાબ કર શ્વેત અધિવેશન થશે કર્બુર જરા મંચ પર તું રાત ભર પેશાબ કર આ પરબ આહા પરબ ઓહો પરબ મન થયે શામોસહર પેશાબ કર બાઅદબ મધુમેહિયા સાહિત્ય પર યૂરિયાથી તરબતર પેશાબ કર શિલ્પીન થાનકી શિલ્પીન થાનકી મૂળ નામ લલિતકુમાર પુરુષોત્તમ થાનકી લયસ્તરો પર આ કવિની હોવી જોઈએ એટલી રચનાઓ નથી પણ એમાં કવિનો નહીં અમારો જ વાંક છે કવિનું ભાષાકર્મ અને વિષયવિવિધ્ય બંને ધ્યાનાર્હ છે આ ગઝલ જુઓ આજથી લગભગ પાંચ દાયકા પહેલાં ૧૯૭૯ની સાલમાં લખાયેલી ગઝલ હકીકતમાં કાલાતીત છે આજેય એ એટલી જ સમસામયિક લાગે છે જેટલી પચાસ વર્ષ પહેલાં હશે ગુજરાતી ગઝલે આવી ભાષા ભાગ્યે જ જોઈ હશે સાહિત્યની દુનિયામાં જુગુપ્સાપ્રેરક લાગે એવી પેશાબ કરવાની પ્રક્રિયા ગઝલના કેન્દ્રમાં છે પાંચ શેરની ગઝલમાં કવિએ સાતવાર પેશાબ કરવાની સૂચના આપી છે સૂચના ગણો તો સૂચના અને આદેશ ગણો તો આદેશ પણ એ બીજા માટે ઓછો અને સ્વયં માટે વધુ છે ગુજરાતી કવિતાને શરૂઆતથી જ સુષ્ઠુ સુષ્ઠુ વલણ જ વિશેષ માફક આવ્યું છે કડક વિવેચકો થયા જ નથી એમ નહીં પણ એમની સંખ્યા એક હાથની આંગળીઓના વેઢાય વધી પડે એટલી ઓછી રહી છે કવિ આવા સુંવાળા વલણ સામે તીવ્રતમ આક્રોશ વ્યકત કરવા આહ્વાન કરે છે બુઝુર્ગી બૉર્ડ વાંચતા જ પગ કબરમાં લટકતા હોવા છતાં પદપિપાસા ત્યાગી ન શકનાર જમાત નજર સામે તરવરે કડવા સત્યને સંતાડી રાખી અદબપૂર્વક મધમીઠા જૂઠાણાં પીરસતા મધુમેહિયા સાહિત્ય પરનો હલ્લો પચાસ વરસોમાં તો અસર કરી શક્યો નથી હવે કરે તો રચના સાર્થક થાય permalink comments 11 ખબર પણ ના રહી શ્યામ ઠાકોર july 31 2026 at 11 41 am by વિવેક filed under ગઝલ શ્યામ ઠાકોર દૂર જઈ વસતાં થયાં ક્યારે ખબર પણ ના રહી ખુદથી અળગાં થયાં ક્યારે ખબર પણ ના રહી ફૂલ કેરી મ્હેક સાથે ચાલવાના કારણે વાયરા અફવા થયા ક્યારે ખબર પણ ના રહી આ ચરણને ચાલવાનો અર્થ સમજાયો પછી પર્વતો રસ્તા થયા ક્યારે ખબર પણ ના રહી પાંપણોની પાળ પર કૈં ભેજ જેવું જોઈને આંસુઓ દરિયા થયા ક્યારે ખબર પણ ના રહી મોરના આકારમાં જે ગોઠવેલાં આપણે પિચ્છ એ ટહુકા થયા ક્યારે ખબર પણ ના રહી વ્હેણમાં ઘસડાઈને ભેટી રહેલા પથ્થરો આટલા લિસ્સા થયા ક્યારે ખબર પણ ના રહી શ્યામ ઠાકોર સરળ ભાષામાં સુંદર ગઝલ આમ તો બધા શેર સરસ થયા છે પણ ત્રીજો શેર સવિશેષ ધ્યાન ખેંચે છે આપણે શું કરવા માંગીએ છીએ એ આપણને સમજાઈ જાય એ પળે સઘળાં વ્યવધાન દૂર થઈ જાય પર્વતો પણ રસ્તા બની માર્ગ પ્રશસ્ત કરી દે કેવી ઊંચી વાત ખુદ શબ્દનું માપ કવિએ ગા ના સ્થાને ગાલ લીધું છે એટલો છંદદોષ ખટકે છે જો કે permalink comments 12 શ્વાસ મારો શયદા july 30 2026 at 11 32 am by વિવેક filed under ગઝલ શયદા આપણો છે આપણો ક્યાં થાય છે શ્વાસ મારો જિન્દગીને ખાય છે દૂર છે ઘર છે વિકટ રસ્તા બધા ઓ અજાણ્યા જીવ તું ક્યાં જાય છે નીકળી જા વિશ્વની ઘટમાળથી ફેરમાં શું કામ ફેરા ખાય છે કોઈના પણ નામનો આધાર લે એ વિના સૌ અવનિમાં અટવાય છે એક એનું નામ કંઈ ઓછું નથી અર્થ એના તો હજારો થાય છે ભેદ ચારે વેદનો પામીશ હું કોઈનાથી ચાર આંખો થાય છે આજ શયદા વાત એ સમજી ગયો આપનો અન્યાય એ પણ ન્યાય છે શયદા ગુજરાતી ગઝલને ગુજરાતી બનાવનાર શયદાને આપણે ગઝલસમ્રાટ તરીકે ઓળખીએ છીએ પ્રસ્તુત ગઝલનો મત્લા જુઓ જન્મની સાથે જ મરણ લખાઈ ચૂક્યું હોય છે દરેક શ્વાસ આપણને નિશ્ચિત મરણની વધુને વધુ નજીક લઈ જાય છે પણ આ સનાતન સત્યને કવિ જ્યારે છંદમાં ઢાળીને રદીફ કાફિયાના વાધાં પહેરાવીને બે પંક્તિમાં રજૂ કરે છે ત્યારે કવિના અનૂઠા દૃષ્ટિકોણ પર વારી ઓવારી જવાનું મન થયા વિના રહેતું નથી આપણને લાગે કે આપણો શ્વાસ આપણો છે પણ કવિ કહે છે કે એ આપણો હોવા છતાં આપણો થતો નથી આપણી જિંદગી જે શ્વાસથી ચાલે છે એ હકીકતને કવિએ શ્વાસ જ આપણી જિંદગીને ખાઈ રહ્યો છે એમ કહીને ઉલટાવી દે ત્યારે શેર સર્જાય છે permalink comments 7 હુકમનું પાનું મકરન્દ દવે july 30 2026 at 12 30 am by વિવેક filed under પ્રકીર્ણ ભાઈ મારા હું તો હુકમનું પાનું માલીકે મ્હોર મારી કાળજ વીંધાણાં કારી આલેખ્યાં એણે ફરમાનું ભાઈ મારા૦ જીવ્યું ઝબોળી આખું એનો તે રંગ રાખું એના દીદારનું દીવાનું ભાઈ મારા૦ આયુ ને મોત માથે એના અદીઠ હાથે ઘડી છતું ને ઘડી છાનું ભાઈ મારા૦ એકા ને રાજારાણી ઢાળીને ધૂળધાણી દૂકી તો મારતી મેદાનું ભાઈ મારા૦ હુકમની હાર જીતે જાણું ના કોઈ રીતે એની બાજીનું હું તો બાનું ભાઈ મારા હું તો હુકમનું પાનું મકરન્દ દવે permalink comments 3 આષાઢ વર્ષાને દેશળજી પરમાર july 29 2026 at 12 30 am by વિવેક filed under દેશળજી પરમાર સોનેટ વસંતતિલકા દેવી પધાર નિજ મંદિર દર્શને જો ઉત્કંઠ આ અવનિ કોટિક નેત્ર માંડી સંતપ્ત સૌ ચપલ અંતરપ્રાણ સાંધી મીઠી તને દુઃખિત શબ્દ વડે વધાવે દારિદ્રયનો વિકળ ભાર મિટાવવા જે જે પ્રાણવાન અવતાર અપૂર્વ લાવે શક્તિપ્રિયા જગતંની નવજીવની હે વર્ષા થશે સુખદ આપણ સખ્ય સાર્થ તું આવજે મધુર ચૂંદડી નીલવર્ણી ને ફૂલના ગલ ભરી મહીં કંકુરંગ્યા છાઈશ હું તુજ પર ગૃહિણી સુદિવ્યા આછો ધરીશ શિર ઈન્દ્રધનુષ્ય મ્હોડ ને માતૃજ્યોત મધુરી ઝગશે વિશાળ તું તેડશે સરસ જે પળ મેઘબાળ દેશળજી પરમાર કવિ નામનું અકિંચન પ્રાણી હાથમાં કલમ ઉઠાવે ત્યારે વિશ્વકર્માની અડોઅડ ઊભું રહી જાય જુઓ આ સૉનેટ કવિ સાક્ષાત વર્ષાદેવીને આહ્વાન દઈ રહ્યા છે સંતપ્ત ધરતી એની કરોડો આંખો આભ તરફ માંડીને દુઃખી પણ મીઠી વાણીથી વર્ષાને વધાવતી ઉત્કંઠ બેઠી છે વર્ષા આવે તો દરિદ્ર જણાતી સૃષ્ટિમાં પ્રાણ ફૂંકાય નવજીવની શક્તિપ્રિયા વૃષ્ટિ આવે તો ધરતી અને વૃષ્ટિનું સુખદ સખ્ય સાર્થક થાય ધરતી વર્ષાને પ્રલોભન પણ કેવું દે છે એ જુઓ સુદિવ્યા ગૃહિણી વર્ષા આવશે તો ધરતી એને રંગબિરંગી ફૂલો ભરેલ નીલવર્ણી ચુંદડી પહેરાવશે અને છોગામાં માથે મેઘધનુષનો મ્હોડ પણ ધરશે ધરતી મેઘબાળને ગોદમાં ધારણ કરશે ત્યારે માતૃત્વની વિશાળ જ્યોત ઝગશે એ વાત સાથે કવિ સમાપન કરે છે અવનિ ધરતી કોટિક કરોડ સાર્થ સફળ મ્હોડ મોડ લગ્ન સમયે કન્યાના માથે પહેરાવાતો મોડીઓ permalink comments 3 આખરે ભાવના સોનૈયા પ્રિયજન july 25 2026 at 12 02 pm by વિવેક filed under ગઝલ ભાવના સોનૈયા પ્રિયજન પીડા બધી પારસમણી થઈને ફળી છે આખરે ઓળખ મને એના થકી સાચી મળી છે આખરે લાગ્યો કદમને થાક ને પહોંચી શકાયું ના કશે મારી સફર મારા તરફ પાછી વળી છે આખરે હું ખુશ છું તો આપને આશ્ચર્ય શાને થાય છે મમળાવવા ગમતી પળોને મેં રળી છે આખરે હો દોસ્ત બે કપ ચા ને અઢળક હો ખજાનો વાતનો લ્યો આજ એવી સાંજ ગમતીલી ઢળી છે આખરે પાછા વળી જોયું જરા મીઠી નજરથી એમણે બોલ્યા નહીં એ વાતને મેં સાંભળી છે આખરે ભાવના સોનૈયા પ્રિયજન સરળ ભાષામાં સહજસાધ્ય ગઝલ બીજો શેર જોઈએ સફર લાંબી હોય તો થાક તો લાગે જ ને ક્યારેક ધારી મંઝિલ પ્રાપ્ત ન થાય તો સફર અડધેથી છોડી દેવાનું મન પણ થાય સુન્દરમનું ગીત યાદ આવે બાઈ રે જરીજ જ જો તું વેઠે કશે પહોંચી ન શકાવાનો થાક લાગે ત્યારે મુસાફરી અડધેથી પડતી મૂકવાનું મન થાય એ પરિસ્થિતિ તો આપણે સહુએ જીવનમાં અલગ અલગ સ્વરૂપ અને સંદર્ભોમાં અનુભવી જ છે પણ અહીં ખરી મજા સફર આગળ તરફ ચાલુ રાખવાના બદલે કથક સ્વયં તરફ પાછાં વળે છે એ વાતમાં છે દુનિયાની ભાગદોડમાં અને આ મેળવી લઉં પેલું મેળવી લઉં એવી લ્હાયમાં આપણે જાત સામે જોવાનું જાતને મળવાનું જાતમાં ઉતરવાનું અને જાતને ઓળખવાનું જ ભૂલી ગયાં છીએ જો કે હકીકત પણ એ છે કે બહારની સફરથી થાકી હારી ન જઈએ ત્યાં સુધી સ્વયંનો સાક્ષાત્કાર કરવાનું ભાગ્યે જ કોઈને સૂઝતું હોય છે permalink comments 9 સરવડાં નભને નેપથ્ય કોણ ઉમાશંકર જોશી july 24 2026 at 11 54 am by વિવેક filed under ઉમાશંકર જોશી ગીત વર્ષાકાવ્ય નભને નેપથ્ય કોણ બેસીને આજ ધીરી ધીરી મેઘની બજવે પખવાજ પડદો અંધારનો ઢળ્યો છે ધરા પરે તારા ડોકાય માંડ બેક આભછાપરે જોઈ રહ્યા કોણ આજ સજે રંગસાજ નભને ત્યાં તો થાપી પરે પડે હાથ જોરમાં ધસી વીજ નર્તકી કરે નાચ તોરમાં વિશ્વરંગભૂમિ પરે એક એનું રાજ નભને ઉમાશંકર જોશી મોબાઇલમાં મેસેજ કે નોટિફિકેશન સ્કીપ કરી શકાય એ રીતે ઋતુઓને સ્કીપ કરી શકાતી હોય તો ઉનાળો મોટાભાગના લોકો સ્કીપ કરવા માંગે જે રીતે દિવસ આખામાં સાંજ એ રીતે તમામ ઋતુઓમાં ચોમાસુ જ માનવમનને વધુ આકર્ષે છે વિશ્વના રંગમંચ પર એનું એકહથ્થું શાસન છે વરસાદ પડવાની તૈયારી થાય એટલે આભ ગોરંભે ચડે ઘનઘોર વાદળાં પૃથ્વીને જાણે અંધારાનો પડદો ઢાળીને ઢાંકી દે છે પરદા પાછળ સંતાઈને કો ક ધીરી ધીરી પખવાજ વગાડી રહ્યું છે આકાશમાં માંડ દેખાતા બે ક તારા આંખો ટમટમાવીને આ કોણ સજીધજી રહ્યું છે એ જોઈ રહ્યા છે એવામાં વીજળીનું નૃત્ય આરંભાય છે ને કડાકાભેર મેઘગર્જના સાથે વરસાદ શરૂ થાય છે permalink comments 2 વર્ષા પ્રહલાદ પારેખ july 23 2026 at 12 30 am by વિવેક filed under ગીત પ્રહલાદ પારેખ વર્ષાકાવ્ય વર્ષાની ધારના કોણે આકાશથી અવનિને ઉર આ તાર સાંધિયા અંગુલિ વીજની કોણે આ ફેરવી શુષ્કતા વિદારતાં ગીત છેડિયાં વર્ષા0 ગીતે એ થનથન નાચે છે મોરલા ટહુકારે વન વન વ્યાપી રહ્યાં રૂમઝૂમ રૂમઝૂમ ઝરણાંઓ નાચતાં પર્વતના બંધ સૌ તૂટી ગયાં વર્ષા0 ચારે તે આરે ભેટે સરોવર નદીઓને હાથ ના હૈયાં રહ્યાં ગીતે એ વન વન સમૃદ્ધિ સાંપડી શુષ્કતા ભુજંગપાશ તૂટી ગયા વર્ષા0 ગીતે એ આભમાં નાચે છે વાદળી પોઢ્યા અંકુર સૌ ઊભા થયા પૃથ્વીના પ્રાણનાં થંભેલાં વ્હેણ સૌ તાલે એ ગીતના વ્હેતાં થયાં વર્ષા0 પ્રહલાદ પારેખ ક્યારેક સમજવી કઠિન થઈ પડતી હોવા છતાં કવિતા આપણને ગમે છે જે લોકોને પ્રકટપણે કવિતા નથી ગમતી એ લોકો પણ ફિલ્મી ગીતો ભજન કવ્વાલી નવરાત્રિના રાસગરબા કે સૉશ્યલ મિડિયાની શેરોશાયરીના માધ્યમથી કવિતા સાથે ક્યાંકને ક્યાંક અને કોઈકને કોઈક રીતે તો જોડાયેલ જ છે કવિતા આપણને કેમ ગમે છે એના અનેક કારણોમાંનું એક એ કે તે રોજબરોજનાં અનુભવો દૃશ્યો વસ્તુઓ કે પ્રસંગોને એ બિલકુલ અલગ અને તરોતાજા વાઘાં પહેરાવીને રજૂ કરે છે વરસાદનો અનુભવ તો કોણે ન કર્યો હોય વરસાદ પડે ત્યારે વાદળ ગાજે અને વીજળી કડાકે એય આપણે સહુએ સેંકડોવાર માણેલી ઘટના પણ આ ગીત જુઓ આ ગીત વાંચતાવેંત આપણને ગમી જાય છે કારણ કારણ કે હજારોવાર અનુભવેલ વરસાદ વીજળીને એ આપણી સમક્ષ બિલકુલ નવાનકોર દૃષ્ટિકોણથી રજૂ કરે છે આકાશમાંથી ધરતી પર એકધારા પડી રહેલ વરસાદમાં કવિને કોઈક અદૃશ્ય કારીગરની કળા નજરે ચડે છે ધરતી નહીં ધરતીના હૈયાને કોઈક વર્ષાની ધારના તારથી આકાશ સાથે સાંધી બાંધી રહ્યું છે તાપમાં તપીને બેહાલ થયેલી ધરતી વરસાદ આવતાં લીલીછમ થઈ જાય એમાં કવિને અવનિનું ઉર નજરે ચડ્યું છે આ કડીમાંથી ઉર કાઢી લેવામાં આવે તો આની આ વાત સામાન્ય થઈ જાય હવે બીજી પંક્તિ જુઓ આકાશથી ધરતી સુધી લાંબા તાર તો કોઈકે બાંધી દીધા હવે આ તાર ઉપર વીજળીની આંગળી ફરી રહી હોવાથી વરસાદ નામના વાદ્યતંતુ માંથી શુષ્કતા દૂર કરી દે એવાં ગીતો જન્મે છે છે ને અદભુત કલ્પન વરસાદના વાદ્યતંતુ ઉપર સર્જનહારે છેડેલા ગીતની આંગળી પકડીને આખા ગીતનો વિહાર કરીશું permalink comments 4 વ્યાજે વરસાદ રવીન્દ્ર પારેખ july 22 2026 at 10 32 am by વિવેક filed under ગીત રવીન્દ્ર પારેખ વર્ષાકાવ્ય મારું એટલું છે તને જરા કે વું તારો વરસાદ ભલે વ્યાજ ઉપર આપે પણ કૈં પણ ઉધાર નથી લેવું મારું એટલું છે તને જરા કે વું થોડો વરસાદ મને ભેટમાં તું આપે તો મેલું આકાશ જરા માંજું બદલામાં જોઈએ તો તારી બે આંખોમાં ચકચકતું મેઘધનુ આંજું મેઘધનુ અંજાતાં પહેલું આંસુ જ થશે રંગીન લખોટી હોય એવું મારું એટલું છે તને જરા કે વું વ્યાજનું તો સમજ્યા પણ મુદ્દલનો મારાથી ચૂકવાતો એક્કે ના રૂપિયો એક વાર આંસુ મેં વ્યાજ ઉપર લીધું તો વ્યાજ થયું આખો એક દરિયો દરિયો તો જેમતેમ ચૂકવ્યો મેં તોય હજી બાકી છે મૂળ મારું દેવું મારું એટલું છે તને જરા કે વું રવીન્દ્ર પારેખ આભેથી વરસાદ વરસતો હોય અને કવિ કવિતા ન કરે એ કેમ બને પણ આ મેઘરાજા એક વસમી સોરી એકવીસમી સદીનો છે એ વરસાદ તો આપવા તૈયાર છે પણ વ્યાજે પણ કવિ વ્યાજે વરસાદ લઈ શકે એમ નથી કેમકે એકવાર એક આંસુ વ્યાજ પર લીધું હતું એના વ્યાજમાં આખો દરિયો ચૂકવવાનો થયો હતો દરિયાનું વ્યાજ તો જેમતેમ કરીને ચૂકવ્યું પણ આંસુનું મુદ્દલ કવિ હજી સુધી ચૂકવી શક્યા નથી તો નવી લૉન કઈ રીતે લઈ શકાય હા વરસાદ ભેટમાં મળે તો કવિ સ્વીકારવા તૈયાર છે અને બદલામાં વાદળની આંખોમાં મેઘધનુષ આંજી આપવા પણ તૈયાર છે હવે મેઘો શું જવાબ આપે છે એની રાહ જોઈએ permalink co...
|