Meta tags:
description= 2 posts published by Dipak Dholakia during February 2018;
Headings (most frequently used words):
dipak, science, samachar, episode, dholakia, spam, blocked, મહિનો, ફેબ્રુવારી, 2018, 32, 31, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,
Text of the page (most frequently used words):
2018 (34), જાન્યુઆરી (29), અને (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), સપ્ટેમ્બર (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), ફેબ્રુવારી (25), માર્ચ (25), જૂન (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), 2012 (22), 2015 (22), 2013 (18), 2022 (18), 2011 (16), 2014 (14), 2025 (13), જાય (12), હોય (12), માટે (11), વધારે (11), dipak (9), કરે (9), કરી (8), martyrs (8), freedom (8), struggle (8), પરંતુ (8), com (7), નવી (7), dholakia (7), indian (7), સંદર્ભઃ (7), બહુ (7), શકે (7), કામ (7), ખર્ચ (7), એમણે (7), એની (7), કરો (6), science (6), પછી (6), એનો (6), ઉપયોગ (6), ભારતમાં (6), કરતાં (6), થાય (6), કહે (6), મારી (5), બારી (5), શોધો (5), યુનિવર્સિટીના (5), લાકડું (5), અહીં (5), લાકડાની (5), નથી (5), એને (5), મજબૂત (5), પડે (5), જોવા (5), ચાર્જ (5), મીઠું (5), blocked (4), લિંક (4), spam (4), adventurous (4), subhashbabu (4), દ્વારા (4), samachar (4), episode (4), સમાચાર (4), હવે (4), માત્ર (4), ભારત (4), સંશોધનો (4), કોઈ (4), લિગ્નિન (4), કર્યો (4), પદાર્થ (4), આથી (4), nature (4), www (4), એણે (4), જોઈ (4), મોબાઇલ (4), આપણે (4), like (3), this (3), wordpress (3), other (3), uncategorized (3), પ્રયોગ (3), એમનો (3), કરીને (3), લાખ (3), આર્થિક (3), ટકાનો (3), થયો (3), અમેરિકા (3), આંતરિક (3), ભાગનું (3), લાકડા (3), કરવાથી (3), બની (3), શકશે (3), કાઢ્યા (3), અંદર (3), બને (3), રીત (3), શક્તિ (3), નહીં (3), આપી (3), તેમ (3), વિકસાવી (3), અસર (3), https (3), શૉકવેવ (3), તસવીરો (3), સુપરનોવાના (3), શકાશેઃ (3), એટલે (3), લેઝરથી (3), તેવી (3), છીએ (3), અલગ (3), પાણીમાંથી (3), પાણી (3), સમુદ્રના (3), જેવા (3), સ્કેટ (3), માછલી (3), site (2), required (2), ટિપ્પણી (2), રહ્યું (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 305 (2), મહિનો (2), પસંદ (2), લેખસંગ્રહ (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), india (2), email (2), address (2), webgurjari (2), વેબગુર્જરી (2), tags (2), categories (2), posted (2), author (2), loading (2), કરાશે (2), સારવાર (2), વાર (2), આવે (2), રીતમાં (2), સાથે (2), બૅક્ટેરિયા (2), તરીકે (2), આપે (2), પેદા (2), બનાવે (2), સંશોધકોએ (2), એવા (2), વૈજ્ઞાનિક (2), પ્રકાશનો (2), ઓછો (2), ગયા (2), સમીક્ષા (2), gdpના (2), ચીન (2), પાંચમા (2), ત્યારે (2), સુધી (2), મૅરીલૅન્ડ (2), પ્રક્રિયા (2), ચિત્રમાં (2), બાજુ (2), સંરચના (2), ટીમે (2), એમાં (2), માવજત (2), પ્રકાશિત (2), રહી (2), પાતળું (2), ઓછી (2), અભ્યાસલેખ (2), એન્જીનિયરોએ (2), શોધી (2), સ્ટીલ (2), ટીમના (2), નેતા (2), એટલું (2), જોઈએ (2), શકાય (2), ગાર્ડિયન (2), news (2), ચિકન (2), ઍન્ટીબાયોટિક્સના (2), વ્યવસ્થા (2), લેવાની (2), ઘટી (2), આવાં (2), ઍન્ટીબાયોટિક્સ (2), મરઘાંને (2), અપાય (2), રિપોર્ટ (2), આખી (2), દુનિયામાં (2), ઍન્ટીબાયોટિક્સનો (2), ડોઝ (2), articles (2), તારાની (2), તરફ (2), મળ્યો (2), હતો (2), જન્મની (2), કેમેરા (2), ગૅલેક્સી (2), તસવીરોમાં (2), નીચે (2), શરૂઆત (2), વિડિયો (2), ફોન (2), લેઝર (2), વળી (2), એવી (2), તરત (2), બંધ (2), કેમ (2), પાણીને (2), બૅટરી (2), લિથિયમ (2), લાંબો (2), વખત (2), મોનૅશ (2), ચાલે (2), એમની (2), મેટલ (2), ઑર્ગૅનિક (2), ફ્રેમવર્ક્સ (2), પરવડે (2), માટેની (2), ચાલવા (2), એના (2), વિકાસ (2), રીતે (2), સ્તનપાયી (2), આદિમ (2), જીન (2), જ્ઞાનતંતુઓ (2), ચાલવાની (2), શરૂ, design, with, વેબસાઇટ, નામ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, and, for, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, leave, comment, alpha, galilio, ઉંદર, સફળ, રહ્યો, ડુક્કર, માનવ, ઘણા, જખમોની, ખર્ચાળ, નીવડે, ઉપાય, બહારની, દવાઓથી, ઉંમર, વધતાં, અઘરી, બનતી, ઘણી, ડાયબિટીસ, રૂઝ, વળવામાં, આડે, કેમોકાઇન, cxcl12, જખમી, કોશોમાં, ઉમેરાય, રોગપ્રતિકારક, કોશો, વાંચી, શકાશે, વાહક, માનવશરીરમાં, થતું, કેમોકાઈન, chemokine, સીધું, પહોંચાડે, અહીં_1716580115, સ્વીડનની, ઉપ્સાલા, લૅક્ટિક, ઍસિડના, બૅક્ટેરિયાનો, જખમ, રુઝાવવાની, ટેકનિક, બનાવી, અભ્યાસપત્ર, બૅક્ટેરિયાની, મદદથી, જખમનો, ઇલાજ, the, hindu_22567826, જન્મ્યા, લોકોએ, phd, કર્યું, તેમાંથી, ૦૦૦, અમેરિકામાં, ૨૦૦૧માં, ચીનમાં, ઉચ્ચ, સ્તરનાં, ૧૭૪, હતાં, ૧૦૩, ૨૦૧૧માં, ચીનનો, આંકડો, ૯૮૦, પહોંચ્યો, ગોકળગાયની, ગતિએ, ૧૫૩, પહોંચ્યું, ક્ષમતાના, પ્રમાણમાં, મહિનાની, ૨૯મીએ, સંસદમાં, રજૂ, થયેલી, દર્શાવે, ૨૦૧૫માં, આપણી, આપણું, કુલ, ઉત્પાદન, gdp, ચીનના, અમેરિકાના, આઠમા, અર્થ, મૌલિક, આપણા, દસગણો, સોળગણો, જોતાં, જેટલું, સમૃદ્ધ, જશે, પરનો, માંડ, ટકા, પહોંચશે, રીસર્ચ, ફર્નિચરમાં, સાગનું, વપરાતું, આંબો, પાઇન, જેવાં, બીજાં, લાકડાં, નરમ, મનાય, ફર્નિચરને, યોગ્ય, પહેલાંની, ડાબી, પછીની, જમણી, દેખાડી, બનાવેલા, તીર, છોડીને, કુદર્તી, વીંધાઈ, ગયું, કરેલું, અડીખમ, સામયિકમાં, નામનો, લાકડાને, લવચીક, બનવા, દેતો, ૧૫૦, ફેરનહાઇટની, ગરમી, આપીને, દબાવાય, અંદરનો, રેસાદાર, ઠસોઠસ, થઈને, ચસકી, શકતો, લાકડામાં, છેદ, પુરાઈ, ગાંઠ, સમતળ, દબાવાથી, જાડાઈ, ભાગની, કારણ, જગ્યામાં, બધો, સમાઈ, ગયો, મજબૂતી, વધારવાની, મૂળ, પ્રાકૃતિક, વસ્તુ, કરતાંય, સસ્તુંય, પડશે, એન્જીનિયરોની, લિયાંગબિંગ, શોધેલી, રીતથી, કુદરતી, સરખામણીમાં, ૧૨ગણું, ૧૦ગણું, સખત, એનું, વજન, છઠ્ઠા, તોડવા, સામાન્ય, તેના, દસગણી, ઉપરાંત, માવજતની, પ્રક્રિયાની, શરૂઆતમાં, મનફાવતો, ઘાટ, સાચું, શરમજનક, હોઈ, fake, ભારતના, ઉદ્યોગની, નિકાસ, ઘટાડવા, માટેના, નિયંત્રણ, રાખવાની, દુનિયાની, મોટી, ફૂડ, પ્રોસેસિંગ, કંપનીઓ, મનફાવે, વર્તે, વિશ્વના, લોકોના, આરોગ્યની, સંભાળ, જવાબદારી, સૌની, અવિચારી, ઉપયોગથી, સામેની, પ્રતિકારશક્તિ, પરિણામે, ખતરનાક, ખાનારના, શરીર, પ્રતિકૂળ, રોગ, પ્રતિકાર, રિપોર્ટમાં, કહ્યું, મુશ્કેલ, કેસમાં, એવાં, નિયમિતપણે, ટનબંધ, વર્ષે, પહોંચે, છૂટથી, આની, ખરાબ, થવાની, શક્યતા, બ્યૂરો, ઇન્વેસ્ટીગેટિવ, જર્નાલિઝમ, સમાચારપત્રના, મુજબ, ભારતથી, આયાત, મોટો, જેથી, બીમાર, મરઘીને, વધારેપડતો, અપાતો, હોવાનો, આક્ષેપ, ____________________________________________, d41586, 018, 02331, મહાકાય, નાભિનું, પરમાણું, ઈંધણ, ખૂટી, ધસવા, લાગે, પ્રોતોન, ઇલેક્ટ્રોન, એકબીજામાં, દબાઈને, જોડાઈ, ન્યૂટ્રોન, ખગોળ, ભૌતિકશાસ્ત્રીઓ, તારો, ધસી, પડવાથી, ઉત્પન્ન, સપાતી, પહોંચવામાં, એકાદ, દિવસ, પહેલાં, સુપરનોવા, તેનાં, સપાટી, આવ્યાં, કલાકે, દેખાયો, બૂસોએ, મિનિટમાં, સેકંડે, તસવીર, લઈને, પહેલી, છૂટાં, સમયની, ઝડપીને, ખગોળશાસ્ત્રમાં, રહ્સ્યનું, તાળું, ખોલી, આપ્યું, વૈજ્ઞાનિકોનો, સંપર્ક, બધા, અભિભૂત, પ્રસવપીડા, આર્જેન્ટિનાના, વિક્ટર, બૂસોનું, તાળાંકૂંચી, સમારવાનું, બનાવવાનું, અવકાશમાં, નજર, માંડવાનો, શોખ, પોતાના, ટેલિસ્કોપ, ગોઠવાય, એવો, નવો, ખરીદ્, ચક્રાકાર, ngc, 613, વાળ્યો, આપણાથી, કરોડ, પચાસ, પ્રકાશવર્ષ, દૂર, અલપઝલપ, થતા, પૂંજ, ધડાધડ, ઝડપવા, માંડી, સુપરનોવાની, અંતર, મળે, સ્થાનેથી, લીધેલી, ફેર, દેખાતો, એકબીજી, સુપર, ઇમ્પોઝ, જન્મના, શરૂઆતના, ધબકારા, મળ્યા, આપેલ, ઘટના, ૨૦મી, ૨૦૧૬ની, બધી, ચકાસણીઓ, પાકી, ખાતરી, થયા, 554, 497, 499, માં, અવકાશપ્રેમીએ, ઉપરોક્ત, જવાથી, મળશે, http, washington, edu, using, laser, wirelessly, charge, smartphone, safely, across, room, facebook, uwnews, videos, 1728445513914703, કરવો, કડાકૂટિયું, ટેવ, પડી, ખબર, વૉશિંગ્ટન, કરવાની, પદ્ધતિ, આમાં, તમારે, પ્લગ, પૉઇંટમાં, ચાર્જર, લગાડવું, ટેબલ, રાખો, ચાલુ, જ્યાં, હશે, ત્યાં, થવા, લાગશે, સ્માર્ટફોનની, પાછળ, પાતળો, પાવર, સેલ, મૂક્યો, ગરમ, નાખે, ખાસ, ધાતુ, ગરમીને, શોશીલે, હીટ, સિંક, ગોઠવી, લેઝરના, કિરણના, માર્ગમાંથી, પસાર, આના, રિફ્લેક્ટર, ગોઠવ્યું, માણસના, શરીરનું, હલનચલન, પારખીને, લેઝરને, ફૂટના, અંતરેથી, તમે, શકશો, ઉપકરણ, સમજવા, જૂઓઃ, તમારો, સ્માર્ટફોન, sciencedaily, releases, 180209170720, htm, સંદર્ભ, હમણાં, રિવર્સ, ઑસ્મોસિસ, ક્ષારરહિત, બનાવીએ, વીજળી, વપરાય, છતાં, કાર્યક્ષમતાથી, પાડેલી, ધાતુઓ, ક્ષારોનો, બીજે, દાખલા, મોબાઇલની, આયનની, કાઅમ, માંગ, વધવાની, ખારા, મેળવવા, જેવી, બિનપરંપરાગત, રીતોની, જરૂર, પડષે, સંશોધકોનું, કાર્ય, પાણીમાં, આયન, એમને, સ્ફટિકોમાં, કેદ, કરવાના, હુઆચેંગ, ઝાંગ, હાલમાં, કાઢ્યું, mofની, ઉપરનું, ગળણીનું, આયનોની, ઓળખ, પાડી, હજી, પ્રક્રિયાઓ, બીજા, ઘટકોને, પ્રક્રિયામાં, mofs, ધાતુઓના, આયનોનો, સમૂહ, કેન્દ્રીય, પરમાણુ, જોડાઈને, ત્રણ, પરિમાણના, સ્ફટિકોની, તેને, છિદ્રાળ, એમના, મીઠા, આયનિક, કંપાઉંડ, આયનમાં, પ્રોટૉન, ઇલેક્ટ્રોનની, સંખ્યા, એકસરખી, હોતી, સ્પંજ, સ્ફટિકો, રાસાયણિક, કંપાઉંડોને, સંઘરી, ત્રીજું, વિશ્વયુદ્ધ, થશે, અબજની, વસ્તીને, પીવાનું, સલામત, ચોખ્ખું, મળતું, સંકટ, ઘેરું, બનતું, સંજોગોમાં, ખનિજ, તત્ત્વો, કાઢી, ઑસ્ટ્રેલિયાની, ખિસ્સાને, બનાવવાની, 20180209, તરવા, લાંબી, ટૂંકી, ચૂઈઓ, જુદી, ભ્રુણનો, તેની, વીડિયો, બાળ, આપેલી, પુખ્ત, કેવી, ઝડપથી, દોડે, જૂઓ, આજે, ચાલીએ, શાર્કના, ગોત્રની, અભ્યાસ, ન્યૂરો, સાયન્ટિસ્ટો, તારણ, પહોંચ્યા, પ્રાણીઓએ, જરૂરી, અંગનો, માછલીમાંથી, cell, સામયિકના, આઠમી, ફેબ્રુઆરીના, અંકમાં, છપાયો, લિટલ, લ્યૂકોરેજા, એરિનેસિયા, જીવોના, જેમ, ચાળી, શકીએ, ચાલી, ચાર, વીસ, હજાર, વર્ષ, જૂના, જીવ, પાસેથી, ક્ષમતા, મેળવી, વૈજ્ઞાનિકો, માને, માછલીએ, ક્રિયાની, દીપક, ધોળકિયા, કંટેન્ટ, જાઓ,
Text of the page (random words):
રી બારી દીપક ધોળકિયા મહિનો ફેબ્રુવારી 2018 science samachar episode 32 ૧ આદિમ માછલીએ કરી ચાલવાની ક્રિયાની શરૂઆત લિટલ સ્કેટ લ્યૂકોરેજા એરિનેસિયા એક આદિમ માછલી છે એના જીન અને જ્ઞાનતંતુઓ સ્તનપાયી જીવોના જીન અને જ્ઞાનતંતુઓ જેવા જ છે એટલે કે આપણે જેમ ચાળી શકીએ છીએ તેમ એ પણ ચાલી શકે છે ચાર લાખ વીસ હજાર વર્ષ જૂના આ જીવ પાસેથી આપણે ચાલવાની ક્ષમતા મેળવી હોય એમ વૈજ્ઞાનિકો માને છે આ માછલી શાર્કના ગોત્રની છે એનો અભ્યાસ કરીને ન્યૂરો સાયન્ટિસ્ટો એવા તારણ પર પહોંચ્યા છે કે સ્તનપાયી પ્રાણીઓએ ચાલવા માટે જરૂરી અંગનો વિકાસ આ માછલીમાંથી કર્યો છે આ અભ્યાસલેખ cell સામયિકના આઠમી ફેબ્રુઆરીના અંકમાં છપાયો છે અહીં એ માછલી જૂઓ એ જે રીતે ચાલે છે તે જ રીતે આજે આપણે પણ ચાલીએ છીએ આ બાળ સ્કેટ છે પણ નીચે આપેલી લિંક દ્વારા ૪ ૪૬ થી પુખ્ત સ્કેટ કેવી ઝડપથી દોડે છે તે જોઈ શકાશેઃ એમની તરવા માટેની લાંબી અને ચાલવા માટેની ટૂંકી ચૂઈઓ જુદી છે અહીં એના ભ્રુણનો વિકાસ કેમ થાય છે તેની વીડિયો અહીં જોઈ શકાશેઃ સંદર્ભઃ nature com articles 20180209 ૦ ૦ ૦ ૨ સમુદ્રના પાણીને મીઠું બનાવવાની પરવડે તેવી રીત કહે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે આખી દુનિયામાં બે અબજની વસ્તીને પીવાનું સલામત અને ચોખ્ખું પાણી નથી મળતું અને આ સંકટ ઘેરું બનતું જાય છે આ સંજોગોમાં પાણીમાંથી મીઠું અને ખનિજ તત્ત્વો કાઢી લેવાની નવી રીત ઑસ્ટ્રેલિયાની મોનૅશ યુનિવર્સિટીના સંશોધકોએ વિકસાવી છે જે ખિસ્સાને પણ પરવડે તેવી છે એમણે આ પ્રક્રિયામાં મેટલ ઑર્ગૅનિક ફ્રેમવર્ક્સ mofs નો ઉપયોગ કર્યો છે કોઈ ધાતુઓના આયનોનો સમૂહ જે કેન્દ્રીય પરમાણુ સાથે જોડાઈને એક બે કે ત્રણ પરિમાણના સ્ફટિકોની સંરચના બનાવે તેને મેટલ ઑર્ગૅનિક ફ્રેમવર્ક્સ કહે છે એ છિદ્રાળ હોય છે એમના દ્વારા મીઠા જેવા આયનિક કંપાઉંડ બને છે આયનમાં પ્રોટૉન અને ઇલેક્ટ્રોનની સંખ્યા એકસરખી નથી હોતી આંતરિક સ્પંજ જેવા સ્ફટિકો રાસાયણિક કંપાઉંડોને સંઘરી શકે છે સમુદ્રના પાણીમાં મીઠું અને આયન હોય છે એમને આ સ્ફટિકોમાં કેદ કરવાના છે ટીમના નેતા ડૉ હુઆચેંગ ઝાંગ અને એમની ટીમે હાલમાં જ શોધી કાઢ્યું છે કે mofની ઉપરનું પાતળું પડ ગળણીનું કામ કરે છે એ આયનોની ઓળખ કરીને અલગ પાડી શકે છે હજી વધારે પ્રક્રિયાઓ કરવાથી આ પડ સમુદ્રના પાણીમાંથી મીઠું અને બીજા ઘટકોને અલગ કરી શકે છે આપણે હમણાં તો રિવર્સ ઑસ્મોસિસ ro પ્રક્રિયા દ્વારા પાણીને ક્ષારરહિત બનાવીએ છીએ પરંતુ આ નવી રીતમાં વીજળી ઓછી વપરાય છે તેમ છતાં વધારે કાર્યક્ષમતાથી કામ થાય છે વળી અલગ પાડેલી ધાતુઓ અને ક્ષારોનો પણ બીજે ઉપયોગ થઈ શકશે દાખલા તરીકે મોબાઇલની બૅટરી લિથિયમ આયનની હોય તો વધારે લાંબો વખત કાઅમ આપે એની માંગ વધવાની જ છે આથી ખારા પાણીમાંથી લિથિયમ મેળવવા જેવી બિનપરંપરાગત રીતોની જરૂર પડષે મોનૅશ યુનિવર્સિટીના સંશોધકોનું કાર્ય આમ મીઠું પાણી અને લાંબો વખત ચાલે એવી મોબાઇલ બૅટરી પણ આપી શકશે સંદર્ભ https www sciencedaily com releases 2018 02 180209170720 htm ૦ ૦ ૦ ૩ લેઝરથી ચાર્જ કરો તમારો સ્માર્ટફોન મોબાઇલ ફોન કરવો એ પણ કડાકૂટિયું કામ છે ટેવ પડી ગઈ હોય એટલે ખબર ન પડે પણ હવે વૉશિંગ્ટન યુનિવર્સિટીના એન્જીનિયરોએ લેઝરથી મોબાઇલ ફોન ચાર્જ કરવાની નવી પદ્ધતિ વિકસાવી છે આમાં તમારે પ્લગ પૉઇંટમાં ચાર્જર લગાડવું નહીં પડે ટેબલ પર રાખો અને લેઝર ચાલુ કરો એ જ્યાં હશે ત્યાં ચાર્જ થવા લાગશે એમણે સ્માર્ટફોનની પાછળ પાતળો પાવર સેલ મૂક્યો એ લેઝરથી ચાર્જ કરે છે પરંતુ લેઝર તો બહુ ગરમ કરી નાખે એટલે એમણે ખાસ ધાતુ પસંદ કરી અને એમાં ગરમીને શોશીલે તેવી હીટ સિંક ગોઠવી વળી લેઝરના કિરણના માર્ગમાંથી કોઈ પસાર થાય તો એમણે એવી વ્યવસ્થા કરી છે કે એ તરત બંધ થઈ જાય આના માટે એમણે એક રિફ્લેક્ટર પણ ગોઠવ્યું છે માણસના શરીરનું હલનચલન એ તરત પારખીને લેઝરને બંધ કરી દે છે ૧૪ ફૂટના અંતરેથી પણ હવે તમે મોબાઇલ ચાર્જ કરી શકશો આ ઉપકરણ કેમ કામ કરે છે તે સમજવા માટે આ વિડિયો જૂઓઃ https www facebook com uwnews videos 1728445513914703 સંદર્ભઃ http www washington edu news 2018 02 20 using a laser to wirelessly charge a smartphone safely across a room ઉપરોક્ત વિડિયો આ લિંક પર જવાથી પણ જોવા મળશે ૦ ૦ ૦ ૪ સુપરનોવાના જન્મની શરૂઆત જોઈ એક અવકાશપ્રેમીએ આમ તો આ ઘટના છે ૨૦મી સપ્ટેમ્બર ૨૦૧૬ની પરંતુ બધી ચકાસણીઓ પછી પાકી ખાતરી થયા પછી nature 554 497 499 2018 માં એનો રિપોર્ટ પ્રકાશિત થયો છે આર્જેન્ટિનાના વિક્ટર બૂસોનું કામ તો તાળાંકૂંચી સમારવાનું અને બનાવવાનું પરંતુ એને અવકાશમાં નજર માંડવાનો પણ શોખ આ માટે એણે પોતાના ટેલિસ્કોપ પર ગોઠવાય એવો નવો કેમેરા પણ ખરીદ્ યો એણે કેમેરા ચક્રાકાર ગૅલેક્સી ngc 613 તરફ વાળ્યો આ ગૅલેક્સી આપણાથી આઠ કરોડ પચાસ લાખ પ્રકાશવર્ષ દૂર છે અહીં એને અલપઝલપ થતા પ્રકાશનો પૂંજ જોવા મળ્યો એણે ધડાધડ તસવીરો ઝડપવા માંડી આમ તો સુપરનોવાની બે તસવીરોમાં બહુ અંતર જોવા ન મળે પરંતુ આ તો એક જ સ્થાનેથી લીધેલી બે તસવીરોમાં પણ ફેર દેખાતો હતો આ તસવીરો એકબીજી પર સુપર ઇમ્પોઝ કરતાં સુપરનોવાના જન્મના શરૂઆતના ધબકારા જોવા મળ્યા એ નીચે આપેલ ચિત્રમાં જોઈ શકાશેઃ તે પછી તો એણે વૈજ્ઞાનિકોનો સંપર્ક કર્યો તો બધા અભિભૂત થઈ ગયા આ તો સુપરનોવાના જન્મની પ્રસવપીડા એક મહાકાય તારાની નાભિનું પરમાણું ઈંધણ ખૂટી જાય ત્યારે એ અંદર તરફ ધસવા લાગે છે આથી પ્રોતોન અને ઇલેક્ટ્રોન એકબીજામાં દબાઈને જોડાઈ જાય છે અને ન્યૂટ્રોન પેદા કરે છે ખગોળ ભૌતિકશાસ્ત્રીઓ કહે છે કે તારો અંદર ધસી પડવાથી શૉકવેવ ઉત્પન્ન થાય છે જે તારાની સપાતી સુધી પહોંચવામાં એકાદ દિવસ પણ લઈ લે છે આ પહેલાં જે સુપરનોવા જોવા મળ્યો તેનાં શૉકવેવ સપાટી પર આવ્યાં તે પછી ૩ કલાકે દેખાયો હતો પરંતુ બૂસોએ ૯૦ મિનિટમાં દર ૨૦ સેકંડે એક તસવીર લઈને પહેલી જ વાર શૉકવેવ છૂટાં પડે તે સમયની તસવીરો ઝડપીને ખગોળશાસ્ત્રમાં એક રહ્સ્યનું તાળું ખોલી આપ્યું છે સંદર્ભઃ https www nature com articles d41586 018 02331 4 ____________________________________________ like loading author dipak dholakia posted on 26 02 2018 23 02 2018 categories uncategorized tags વેબગુર્જરી dipak dholakia science સમાચાર webgurjari 1 ટિપ્પણી science samachar episode 32 માટે science samachar episode 31 ૧ ભારતમાં મરઘીને ઍન્ટીબાયોટિક્સનો વધારેપડતો ડોઝ અપાતો હોવાનો આક્ષેપ ગાર્ડિયન સમાચારપત્રના સમાચાર મુજબ ભારતથી આયાત મરઘાંને ઍન્ટીબાયોટિક્સનો બહુ મોટો ડોઝ અપાય છે કે જેથી એ બીમાર ન પડે બ્યૂરો ઑફ ઇન્વેસ્ટીગેટિવ જર્નાલિઝમ ના એક રિપોર્ટમાં કહ્યું છે કે બહુ જ મુશ્કેલ કેસમાં જ આપી શકાય એવાં ઍન્ટીબાયોટિક્સ ભારતમાં મરઘાંને નિયમિતપણે અપાય છે આવાં ટનબંધ ઍન્ટીબાયોટિક્સ દર વર્ષે ભારત પહોંચે છે અને એનો છૂટથી ઉપયોગ થાય છે રિપોર્ટ કહે છે કે આની ખરાબ અસર આખી દુનિયામાં થવાની શક્યતા છે ઍન્ટીબાયોટિક્સના અવિચારી ઉપયોગથી બૅક્ટેરિયા એની સામેની પ્રતિકારશક્તિ વિકસાવી લે છે પરિણામે એની અસર ઘટી જાય છે એટલું જ નહીં એ વધારે ખતરનાક બની જાય છે આવાં ચિકન ખાનારના શરીર પર એની પ્રતિકૂળ અસર પડે છે એની રોગ પ્રતિકાર શક્તિ ઘટી જાય છે ભારતમાં ઍન્ટીબાયોટિક્સના ઉપયોગ પર નિયંત્રણ રાખવાની કોઈ વ્યવસ્થા નથી આથી દુનિયાની મોટી ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ મનફાવે તેમ વર્તે છે વિશ્વના લોકોના આરોગ્યની સંભાળ લેવાની જવાબદારી સૌની છે આ માત્ર સમાચાર છે ભારતના ચિકન ઉદ્યોગની નિકાસ ઘટાડવા માટેના fake news પણ હોઈ શકે પરંતુ સાચું હોય તો શરમજનક છે સં સંદર્ભઃ ગાર્ડિયન 0 0 0 ૨ સ્ટીલ કરતાં વધારે મજબૂત લાકડું મૅરીલૅન્ડ યુનિવર્સિટીના એન્જીનિયરોએ લાકડાની મજબૂતી વધારવાની રીત શોધી છે લાકડું એની મૂળ શક્તિ કરતાં વધારે મજબૂત બની શકે છે આમ પ્રાકૃતિક વસ્તુ સ્ટીલ કરતાંય વધારે મજબૂત અને વધારે સસ્તુંય પડશે એન્જીનિયરોની ટીમના નેતા લિયાંગબિંગ હૂ કહે છે કે એમણે શોધેલી રીતથી લાકડાની માવજત કરવાથી એ કુદરતી લાકડાની સરખામણીમાં ૧૨ગણું મજબૂત અને ૧૦ગણું સખત અને ઘન બને છે એટલું જ નહીં એનું વજન પણ છઠ્ઠા ભાગનું રહી જાય છે એને તોડવા માટે સામાન્ય લાકડા માટે જોઈએ તેના કરતાં દસગણી વધારે શક્તિ જોઈએ તે ઉપરાંત માવજતની પ્રક્રિયાની શરૂઆતમાં એને મનફાવતો ઘાટ પણ આપી શકાય છે એમનો અભ્યાસલેખ nature સામયિકમાં પ્રકાશિત થયો છે લાકડાની અંદર લિગ્નિન નામનો પદાર્થ હોય છે એ પદાર્થ લાકડાને લવચીક બનવા નથી દેતો લિગ્નિન કાઢ્યા પછી એને ૧૫૦ ફેરનહાઇટની ગરમી આપીને દબાવાય છે આથી એની અંદરનો રેસાદાર પદાર્થ ઠસોઠસ થઈને ચસકી શકતો નથી છે લાકડામાં છેદ હોય તે પુરાઈ જાય છે અને ગાંઠ હોય તે પણ સમતળ થઈ જાય છે દબાવાથી લાકડાની જાડાઈ પાંચમા ભાગની રહી જાય છે આમ એ પાતળું પણ મજબૂત બને છે કારણ કે ઓછી જગ્યામાં બધો પદાર્થ સમાઈ ગયો હોય છે અહીં ચિત્રમાં લિગ્નિન કાઢ્યા પહેલાંની ડાબી બાજુ અને લિગ્નિન કાઢ્યા પછીની જમણી બાજુ આંતરિક સંરચના દેખાડી છે ટીમે એમણે બનાવેલા લાકડા પર તીર છોડીને પ્રયોગ કર્યો એમાં કુદર્તી લાકડું વીંધાઈ ગયું પણ માવજત કરેલું લાકડું અડીખમ રહ્યું ફર્નિચરમાં સાગનું લાકડું વપરાતું હોય છે આંબો પાઇન જેવાં બીજાં લાકડાં નરમ મનાય પણ હવે કોઈ પણ લાકડા પર આ પ્રક્રિયા કરવાથી એ ફર્નિચરને યોગ્ય બની શકશે સંદર્ભઃ મૅરીલૅન્ડ 0 0 0 3 ભારત રીસર્ચ પર બહુ ઓછો ખર્ચ કરે છે ભારતમાં આર્થિક ક્ષમતાના પ્રમાણમાં વૈજ્ઞાનિક સંશોધનો પર બહુ ઓછો ખર્ચ થાય છે ગયા મહિનાની ૨૯મીએ સંસદમાં રજૂ થયેલી આર્થિક સમીક્ષા દર્શાવે છે કે ૨૦૧૫માં આપણી gdpના માત્ર ૦ ૫ ટકાનો ખર્ચ સંશોધનો પર થયો ચીન ૧ ટકાનો ખર્ચ કરે છે અને અમેરિકા ૨ ૫ ટકાનો ખર્ચ કરે છે આપણું કુલ આંતરિક ઉત્પાદન gdp ચીનના પાંચમા ભાગનું અને અમેરિકાના આઠમા ભાગનું છે એનો અર્થ એ કે ચીન મૌલિક સંશોધનો માટે આપણા કરતાં દસગણો અને અમેરિકા સોળગણો ખર્ચ કરે છે આર્થિક સમીક્ષા કહે છે કે આ જોતાં ભારત અમેરિકા જેટલું સમૃદ્ધ થઈ જશે ત્યારે એનો સંશોધનો પરનો ખર્ચ માંડ gdpના ૧ ટકા સુધી પહોંચશે ૨૦૦૧માં ચીનમાં ઉચ્ચ સ્તરનાં ૧૭૪ વૈજ્ઞાનિક પ્રકાશનો હતાં અને ભારતમાં ૧૦૩ પરંતુ ૨૦૧૧માં ચીનનો આંકડો ૯૮૦ પર પહોંચ્યો તો ભારત ગોકળગાયની ગતિએ માત્ર ૧૫૩ પર પહોંચ્યું ભારતમાં જન્મ્યા હોય એવા એક લાખ કરતાં વધારે લોકોએ phd કર્યું છે પણ તેમાંથી ૯૧ ૦૦૦ અમેરિકામાં કામ કરે છે સંદર્ભઃ the hindu_22567826 0 0 0 ૪ બૅક્ટેરિયાની મદદથી જખમનો ઇલાજ સ્વીડનની ઉપ્સાલા યુનિવર્સિટીના સંશોધકોએ લૅક્ટિક ઍસિડના બૅક્ટેરિયાનો ઉપયોગ કરીને જખમ રુઝાવવાની નવી ટેકનિક બનાવી છે એમનો અભ્યાસપત્ર અહીં_1716580115 વાંચી શકાશે આ બૅક્ટેરિયા વાહક તરીકે કામ આપે છે એ માનવશરીરમાં જ પેદા થતું કેમોકાઈન chemokine બનાવે છે અને સીધું જ ઘા પર પહોંચાડે છે ઘણા જખમોની સારવાર બહુ ખર્ચાળ નીવડે છે એમનો ઉપાય માત્ર બહારની દવાઓથી થઈ શકે છે ઉંમર વધતાં સારવાર અઘરી બનતી જાય છે ઘણી વાર ડાયબિટીસ પણ ઘા પર રૂઝ વળવામાં આડે આવે છે નવી રીતમાં કેમોકાઇન cxcl12 જખમી કોશોમાં ઉમેરાય છે અને તે સાથે વધારે રોગપ્રતિકારક કોશો પણ આવે છે ઉંદર પર આ પ્રયોગ સફળ રહ્યો છે હવે ડુક્કર પર પ્રયોગ કરાશે તે પછી માનવ પર એનો ઉપયોગ કરાશે સંદર્ભઃ alpha galilio like loading author dipak dholakia posted on 12 02 2018 12 02 2018 categories uncategorized tags વેબગુર્જરી dipak dholakia science સમાચાર webgurjari leave a comment on science samachar episode 31 ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 305 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું ફેબ્રુવારી 2018 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 જાન્યુઆરી માર્ચ bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન 2015 4 મે 2015 5 એપ્રિલ 2015 3 માર્ચ 2015 3 જાન્યુઆરી 2015 1 ડિસેમ્બર 2014 3 નવેમ્બર 2014 4 ઓક્ટોબર 2014 2 સપ્ટેમ્બર 2014 2 ઓગસ્ટ 2014 1 એપ્રિલ 2014 1 જાન્યુઆરી 2014 3 ડિસેમ્બર 2013 3 નવેમ્બર 2013 3 ઓક્ટોબર 2013 1 જુલાઇ 2013 1 જૂન 2013 1 એપ્રિલ 2013 2 માર્ચ 2013 4 ફેબ્રુવારી 2013 1 જાન્યુઆરી 2013 7 ડિસેમ્બર 2012 1 નવેમ્બર 2012 2 ઓક્ટોબર 2012 6 સપ્ટેમ્બર 2012 6 ઓગસ્ટ 2012 4 જુલાઇ 2012 4 મે 2012 5 એપ્રિલ 2012 3 માર્ચ 2012 1 ફેબ્રુવારી 2012 9 જાન્યુઆરી 2012 4 ડિસેમ્બર 2011 6 નવેમ્બર 2011 5 ઓક્ટોબર 2011 7 સપ્ટેમ્બર 2011 7 ઓગસ્ટ 2011 4 જુલાઇ 2011 5 જૂન 2011 4 મે 2011 2 blog stats 110 305 hits મારી બારી blog at wordpress com સબ્સ્ક્રાઇબ subscribed મારી બારી join 180 other subscribers sign me up already have a wordpress com account log in now ગોપનીયતા મારી બારી સબ્સ્ક્રાઇબ subscribed સાઇન અપ કરો લોગ ઇન report this content view site in reader સબ્સ...
|