Meta tags:
description= 5 posts published by Dipak Dholakia during November 2016;
Headings (most frequently used words):
dipak, science, samachar, episode, dholakia, spam, blocked, મહિનો, નવેમ્બર, 2016, vaalia, to, valimiki, true, modern, tale, the, diwali, harvest, festivals, mathematicians, gottfried, wilhelm, leibniz, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,
Text of the page (most frequently used words):
અને (95), 2016 (37), #નવેમ્બર (32), હતા (30), ઓક્ટોબર (29), માટે (29), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), કરી (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), પછી (25), હોય (25), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), એમને (22), એમણે (22), કોઈ (22), હવે (21), સાથે (20), જાય (20), 2013 (18), 2022 (18), પરંતુ (18), કરે (18), કામ (17), એમના (17), 2011 (16), હતો (16), તહેવાર (16), શરૂ (15), dipak (15), 2014 (14), કર્યું (14), એમની (14), ત્યારે (14), એના (14), 2025 (13), dholakia (13), હતું (13), એટલે (13), અહીં (13), નથી (13), તરીકે (12), વર્ષ (12), કરો (11), બની (11), લાઇબ્નીસ (11), ગયા (11), કારણે (11), એને (11), થાય (11), નવી (10), કરતાં (10), આવી (10), ગયો (10), કંઈ (10), કરતા (10), નહીં (10), વર્ષની (10), રીતે (10), સુરેશ (10), મારી (9), દીપક (9), ધોળકિયા (9), હશે (9), ન્યૂટન (9), જોવા (9), વર્ષે (9), જેલમાં (9), martyrs (8), freedom (8), struggle (8), આજે (8), સુધી (8), શકે (8), માત્ર (8), બહુ (8), મળે (8), પહેલાં (8), એમાં (8), વખતે (8), દિવસ (8), તોખુ (8), કુટ (8), મળી (8), બારી (7), indian (7), એમનું (7), મોટા (7), મળ્યું (7), હતી (7), કર્યો (7), આપી (7), જુદી (7), એમોંગ (7), science (7), like (6), uncategorized (6), વધારે (6), વાત (6), આવે (6), થયું (6), કૅલ્ક્યુલસ (6), ત્યાં (6), એમનો (6), દરમિયાન (6), તેમાં (6), પોતાની (6), એટલું (6), ઉંમરે (6), ક્લિક (6), બીજા (6), તમે (6), samachar (6), હૃદય (6), ફોટા (6), ગાંધી (6), શોધો (5), webgurjari (5), વેબગુર્જરી (5), tags (5), categories (5), posted (5), author (5), loading (5), કહ્યું (5), ભાષા (5), સમય (5), પાસે (5), કરવાનું (5), ગયું (5), કરવામાં (5), આગળ (5), શોધી (5), લાઇબ્નીસે (5), એનો (5), સામે (5), દેખાય (5), એણે (5), તેઓ (5), બધા (5), આવ્યા (5), લીધો (5), બહાર (5), જુદા (5), લોકો (5), નક્કી (5), એની (5), વાર (5), સુરેશે (5), ફરી (5), com (4), નામ (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), કદાચ (4), નહોતો (4), પરિણામે (4), સાર્વત્રિક (4), પડે (4), ગણિત (4), કરવાથી (4), લાઇબ્નીસને (4), ત્રણ (4), પ્રોફેસર (4), વર્ષના (4), પિતા (4), એનું (4), આપણે (4), સંયોજન (4), બન્ને (4), શકાય (4), જવાબ (4), દીધો (4), પરથી (4), diwali (4), આપે (4), ગામ (4), દિવસે (4), અર્થ (4), ઉત્તર (4), મૂળ (4), episode (4), વૈજ્ઞાનિકોએ (4), છીએ (4), એવું (4), કેમ (4), સંદર્ભઃ (4), સતત (4), બને (4), વૈજ્ઞાનિકો (4), ચંદ્રની (4), ફેરફાર (4), કરીએ (4), દુનિયામાં (4), સજા (4), કેદીઓ (4), જેલમાંથી (4), હું (4), પાપ (4), મને (4), વીજળી (4), પેદા (4), ઉપયોગ (4), બીટા (4), કોશો (4), હુમલો (4), વલય (4), this (3), wordpress (3), ટિપ્પણીઓ (3), રહ્યું (3), other (3), મહિનો (3), પસંદ (3), વિભાગ (3), આવો (3), mathematicians (3), gottfried (3), wilhelm (3), leibniz (3), કરવા (3), રાજાઓની (3), રહે (3), જેમાં (3), જગ્યાએ (3), મનમાં (3), મૃત્યુ (3), સ્પષ્ટ (3), નહોતું (3), હાજર (3), મળ્યો (3), જતાં (3), રહ્યા (3), ચાર (3), આવા (3), તૈયાર (3), લઈને (3), માટેની (3), ઘણા (3), ઘણી (3), થતી (3), પ્રવેશ (3), મદદ (3), દડા (3), દરેક (3), નવા (3), ગણિતમાં (3), ઉપરાંત (3), રાતે (3), મોકલી (3), વચ્ચે (3), કરીને (3), પડી (3), પોતે (3), leave (3), comment (3), the (3), festivals (3), જમીન (3), પસાર (3), ધરતી (3), ગામના (3), મળીને (3), પરંપરાગત (3), તહેવારો (3), છેલ્લા (3), મિઝો (3), જાગી (3), વધી (3), વગેરે (3), ધબકવા (3), લાગે (3), ક્યારે (3), જેને (3), કહેવું (3), ફરતે (3), નાસાના (3), ૦૦૦ (3), સામાન્ય (3), આખી (3), ગરમ (3), ૧૮૮૦થી (3), ગરમી (3), મહોબા (3), સુરેશભાઈ (3), શું (3), દીધા (3), ગાંધીજી (3), કેસ (3), વકીલ (3), ન્યાય (3), સંકલ્પ (3), જેલ (3), અન્યાય (3), સોની (3), ભાગી (3), મીટિંગમાં (3), ફરસબંધી (3), પ્રક્રિયા (3), ઇલાજ (3), site (2), વેબસાઇટ (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 344 (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), india (2), લેખ (2), email (2), address (2), દ્વારા (2), લાઇબ્નીસની (2), લાભ (2), રહ્યો (2), ઘડી (2), કરવું (2), શકતા (2), પૂરું (2), ખરું (2), વ્યક્તિ (2), કરશે (2), કહી (2), સેવામાં (2), દુનિયા (2), રહી (2), ભૂલ (2), સમજવામાં (2), એટલી (2), જરૂર (2), શબ્દો (2), લિપિ (2), અલગ (2), વિષય (2), જોઈએ (2), લાઇબ્નીસના (2), પ્રખર (2), સ્વપ્નદૃષ્ટા (2), આખો (2), લખી (2), ટૂંકી (2), રૂપે (2), માગતા (2), એમનાં (2), તેવી (2), સમાન (2), કહીએ (2), ઇચ્છા (2), ન્યૂટનને (2), માન (2), તેની (2), દેખાઈ (2), ગણિતશાસ્ત્રી (2), રાજપુરુષ (2), છોડી (2), ૧૭૧૬માં (2), અવસાન (2), સિવાય (2), આવવા (2), હતાં (2), ભોગ (2), બનતા (2), લંડન (2), સાથેના (2), લુડવિગ (2), પ્રથમ (2), જર્મન (2), રાજા (2), બર્લિનની (2), જ્યાં (2), ગ્યોર્ગ (2), ખરેખર (2), હોવાનું (2), સામાજિક (2), નહોતી (2), પસંદગી (2), બનાવી (2), પ્રતિભા (2), પૈસા (2), જેની (2), બધી (2), પરિવારની (2), લાઇપઝિગ (2), યુનિવર્સિટીના (2), થઈને (2), યુનિવર્સિટીએ (2), મોટી (2), વીસ (2), કાયદાના (2), ઉંમર (2), થતું (2), વર્ષમાં (2), પંદર (2), અભ્યાસ (2), વિશે (2), જાણવા (2), લાગ્યું (2), કરવાની (2), શરૂઆત (2), દીધી (2), સ્કૂલ (2), ગોટફ્રાઇડ (2), શિક્ષણ (2), દીધું (2), લેટિન (2), શીખવાનું (2), પ્રભુત્વ (2), મેળવી (2), લીધા (2), ગ્રીક (2), વિના (2), આના (2), બીજો (2), આપણી (2), નંબર (2), સંયોજનો (2), બનશે (2), ચિત્રો (2), ચિત્રમાં (2), તેનો (2), સંમિશ્રણ (2), ક્રમચય (2), સંચય (2), જોયું (2), ન્યૂટનનું (2), બધું (2), ધ્યાન (2), આવતી (2), ખબર (2), કોણ (2), કોયડા (2), રજૂ (2), કર્યા (2), વ્યસ્ત (2), સાંજે (2), મિત્રે (2), ન્યૂટને (2), ઉકેલ (2), મેં (2), તેના (2), સદ્ (2), ખાસ (2), વાતાવરણ (2), નાના (2), જ્યારે (2), આની (2), ઊતરી (2), પાડવા (2), ચડાવીને (2), harvest (2), મિત્રોને (2), બનાવીને (2), પોતાનું (2), લોથાઓ (2), મોજમસ્તી (2), આખું (2), ગામમાં (2), બહારના (2), ગામમાંથી (2), થવું (2), રસ્તા (2), બનાવાયા (2), આવ્યો (2), જેમને (2), તેમને (2), તેવા (2), ખ્રિસ્તી (2), મિશનરીઓના (2), નીકળે (2), જાહેર (2), આજથી (2), સાતમી (2), આનો (2), એકઠા (2), થયો (2), એમોંગની (2), દેખાડી (2), નાગાલૅંડનો (2), નક્શો (2), લોથા (2), જાતિનો (2), અસ્મિતા (2), દાયકામાં (2), નવું (2), જીવન (2), વસ્તી (2), બનવા (2), મિસ (2), નીચે (2), બીજી (2), તસવીર (2), આદિવાસી (2), પકડ્યો (2), ચાપ્ચાર (2), જુદાં (2), ઓળખાય (2), મિઝોરમમાં (2), ઉજવાય (2), પાક (2), સાફ (2), આવેલા (2), મણિપુરનો (2), કૂકી (2), અમુક (2), પ્રદેશ (2), ટકા (2), એવા (2), માતાના (2), છેઃ (2), ભરાઈ (2), સૌર (2), પહેલી (2), નવેમ્બરે (2), થશે (2), ફાઉંડેશનના (2), ગર્ભાધાનના (2), હમણાં (2), હૃદયનો (2), સ્નાયુ (2), લાગતું (2), કોશોને (2), જાણી (2), શકાશે (2), તરફ (2), તેજોમંડળ (2), લાગ્યા (2), ક્યાંથી (2), ગુરુની (2), બનાવે (2), ૨૭મી (2), ઑગસ્ટે (2), જ્યૂનો (2), તેજોમંડળના (2), પૃથ્વી (2), ગુરુના (2), કહે (2), સપાટીમાં (2), ખાઈઓ (2), ખાઈ (2), નાસાએ (2), સપાટી (2), સૌથી (2), ઉછાળો (2), કદી (2), ડિગ્રી (2), ગાળો (2), બેઠા (2), ઘરમાં (2), ચાલે (2), જાઓ (2), બદલે (2), શક્ય (2), vaalia (2), valimiki (2), true (2), modern (2), tale (2), પત્રવ્યવહારઃ (2), આશ્રમ (2), છતરપુર (2), પ્ર (2), પિનઃ (2), સૂપા (2), પુસ્તક (2), અમે (2), સફાઈનો (2), પાવડર (2), જવા (2), પોતાને (2), સુરેશના (2), આજીવન (2), પૂછ્યું (2), ખોટું (2), ચોરી (2), બેડીઓ (2), નાખી (2), રામાયણ (2), પ્રિન્સિપાલ (2), આપવા (2), વાતો (2), પકડી (2), પુસ્તકો (2), મોકલવા (2), સત્ય (2), ઈશ્વર (2), અંતે (2), કાનપુર (2), જિંદગી (2), વિચાર (2), નામનો (2), વેપારીઓ (2), જોઈને (2), આવતા (2), સુરેશને (2), શહીદ (2), જવાના (2), કન્યા (2), કુદૃષ્ટિ (2), જોઈ (2), આથી (2), ખોટી (2), સંપર્કમાં (2), સર્વોદય (2), આપણા (2), શાંતિ (2), મીટિંગ (2), છું (2), એવાં (2), વાંગ (2), ચાર્જ (2), લાકડાના (2), બનાવેલી (2), કરવાનો (2), ફાઇબર (2), તમને (2), કોશ (2), ઇન્સ્યુલિન (2), બનાવતા (2), રોગ (2), પ્રતિકાર (2), ઇમ્યૂન (2), mir92a (2), નાખે (2), કોશોનું (2), ડાયાબિટીસ (2), ટાઇપ (2), આમાંથી (2), શકો (2), નાસા (2), સિટીઝન (2), લાલ (2), વામણો (2), તારો (2), વાયુઓ (2), કરોડ (2), ખૂણેથી (2), crp (2), ઇમેજ (2), ફોટોગ્રાફી (2), લેવાય (2), એરિયલ (2), ફોટોગ્રામેટ્રી (2), isis (2), ભાગતાં (2), પ્રાચીન (2), સ્મારકોની (2), તસવીરો (2), મોસૂલ (2), કબજો (2), અફઘાનિસ્તાનમાં (2), બુદ્ધ (2), design, with, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, ડીસેમ્બર, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, and, for, 139, history, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, સર્વાંગી, પ્રતિભાનો, ઘણાંય, ક્ષેત્રોમાં, મળતો, જીવનની, છેલ્લી, અફસોસ, પ્રતિભાશાળી, જેટલી, મહેનત, તત્પર, આવશે, બનાવવાનું, સાચી, વીત્યો, ભાષાથી, વંચિત, ગણતરીની, ખાસિયતોની, રચના, અઘરું, ઓઅણ, સહેલી, શબ્દકોશની, ભૂલો, એમાંના, સંકેતો, આજની, ગણતરીનો, તર્કનાં, બધાં, સત્યો, સર્વસામાન્ય, રીત, ઘડવી, ચિંતનમાં, રમમાણ, ભાગનું, લખાણ, નોંધો, છેકછાક, હાંસિયામાં, લખાયેલું, કાર્તની, ભૂમિતિને, સમીકરણોમાં, ઢાળવા, સપનાં, પૂરતાં, મર્યાદિત, નહોતાં, વિષયને, આવરી, ફૉર્મ્યૂલા, શોધવાનું, સપનું, શબ્દોમાં, નિશાળિયા, છોકરા, નિબંધમાં, વ્યક્ત, હતીઃ, સરખામણી, વિધિની, વિદ્રુપતા, મહાન, વૈજ્ઞાનિક, તર્કશાસ્ત્રી, રૅશનાલિસ્ટ, ઇતિહાસકાર, આંસુ, સારનાર, સન્માનપૂર્વક, યાદ, ત્રણસો, છેવટે, શ્મશાનયાત્રામાં, સેક્રેટરી, કબર, ખોદનારા, વર્ષો, સેવા, કરવાનાં, માઠાં, પરિણામ, લાગ્યાં, જીવનસંધ્યામાં, બધાના, અનાદરનો, પડતી, વિવાદને, ઠંડો, આવકાર, શેઠ, ઇંગ્લૅંડનો, બન્યો, જ્યૉર્જ, ગાદી, સંભાળી, યુવાન, રાજકુમારીને, ભણાવવાનું, બર્લિનમાં, સાયન્સ, ઍકેડેમીની, સ્થાપના, હિટલરના, ચાલી, વિજ્ઞાન, અકાદમીઓ, બનાવવાના, સફળ, અસફળ, પ્રયાસ, ઉત્તમ, કુળનો, સાબીત, પૂર્વજોનો, દરજ્જો, કાઢવાનો, પ્રતિષ્ઠા, રોમના, રાજાની, પોપે, ધર્મગુરુઓ, સેક્યૂલર, સમિતિ, હેનોવરના, સ્થાન, રાજાઓ, ચૂંટનારા, કહેવાતા, elector, જીવનનિર્વાહ, સર્વતોમુખી, નીચું, મળતા, હૅનોવરના, ઉમરાવ, પરિવાર, બ્રુન્સવિક, નોકરી, સ્વીકારી, લાઇબ્નીસનું, ઇતિહાસ, ક્ષેત્રની, કુશળતાના, આધારે, વંશાવળી, પરિવારનો, વડો, વ્યવસાય, વલણથી, નિરાશ, ન્યૂરેમ્બર્ગ, ચાલ્યા, ઑલ્ડૉર્ફ, થીસિસ, સ્વીકાર્યો, પદની, ઑફર, કહીને, સ્વીકાર, કયું, સ્વીકાર્યું, મહેચ્છાઓને, અનુરૂપ, મહેચ્છાઓ, ૧૬૬૬માં, વિષયમાં, ડૉકટરેટને, પાત્ર, વાંધો, ડૉક્ટરેટ, મહાનિબંધ, એવો, પૅનલના, સભ્યો, છતું, સમસ્યાઓ, ઊભી, ગુરુત્વાકર્ષણનો, સિદ્ધાંત, ચૂક્યા, ઉંંમરે, યુનિવર્સિટીમાં, કાયદા, ફિલોસોફીમાં, પડ્યો, નૅચરલ, ફિલોસોફરો, કૅપ્લર, ગૅલીલિઓ, કાર્ત, ન્યૂટનના, વિચારોનો, પાયો, ચિંતકોના, વિચારોમાં, તબક્કે, નર્યા, ગ્રંથો, વાંચવામાંથી, ઓછો, થતો, તર્કશાસ્ત્ર, આકર્ષવા, પ્રચલિત, તર્કશાસ્ત્રમાં, ફેરફારો, નિબંધ, લખ્યો, સિદ્ધાંતનાં, બીજ, universal, mathematics, logic, પિતાનું, આટલી, કુમળી, વયે, એમનામાં, ઇતિહાસના, શોખનું, સિંચન, બાળક, લાઇપઝિગની, સ્કૂલમાં, ભણતો, પિતાએ, પાછળ, છોડેલી, લાયબ્રેરીમાં, ચાલતું, બાળકે, પુસ્તકોને, પીવાનું, બાર, લેટિનમાં, પહેલું, કાવ્ય, લખ્યું, ભાગે, કશી, પકડ, જમાવી, લીધી, બાળપણ, દાખલો, લઈએ, ખાનાવાળું, બૉક્સ, આપ્યા, ખાનાના, મૂકી, દઈએ, બનેઃ, દડાઓનાં, ખાનાં, બદલીએ, નવાં, લખીએ, કેટલાં, નંબરવાળું, તાળું, રંગબેરંગી, શર્ટો, ઘણું, દેશે, ગણિતની, શાખામાં, લાગતી, વસ્તુઓનું, કેટલી, ગોઠવણી, દાખલા, છઠ્ઠી, સદીમાં, ભારતીય, આયુર્વિજ્ઞાની, સુશ્રુતે, સ્વાદનું, પદાર્થ, discrete, ભાર, મૂકતા, કૉમ્બીનેટોરિયલ, એનાલિસિસ, વાતમાં, જરાય, ઝંપલાવ્યું, પાછું, વાળીને, કેન્દ્રિત, યુરોપના, ગણિતશાસ્ત્રીઓને, પડકારવામાં, મઝા, યુરોપમાં, કોયડાઓનો, ૧૬૯૬માં, યોહાન, બર્નૉલી, ટંકશાળના, અધ્યક્ષ, કામમાં, રહેતા, થાક્યાપાક્યા, ઘરે, મોકલાવ્યા, ડિનર, બન્નેનો, રૉયલ, સોસાયટીને, નનામો, પત્ર, લખીને, આપ્યો, મળતાં, બર્નોલીના, મોઢામાંથી, ઉદ્, ગાર, સરી, પડ્યાઃ, કોયડો, હવામાં, ઉછાળી, માન્યું, સપડાઈ, જશે, પરનું, જુવાન, સિંહને, પંજા, ઓળખી, પ્રકાશિત, દાયકા, ભાવ, રાષ્ટ્રીય, મુદ્દો, ઇંગ્લૅંડની, પ્રજાની, રાષ્ટ્રવાદી, લાગણીઓ, ભળી, ડહોળાઈ, પ્રિન્સિપિયા, વિલ્હેલ્મ, ૧૬૪૬, ૧૭૧૬, નું, વિષયો, સંકળાયેલું, જર્મનીમાં, સ્વતંત્ર, દિશામાં, તફડંચી, હોવાનો, આક્ષેપ, લાંબો, વિવાદ, ચાલ્યો, બન્નેના, સમર્થકોનાં, જૂથો, અંદરોઅંદર, જીભાજોડી, આવ્યાં, સમર્થકોના, ચડાવ્યા, ઉતારી, બાંયો, agri, દિવાળી, શુભેચ્છાઓ, તહેવારનું, બીજું, મહત્ત્વ, ગામનો, પુજારી, ખોતરે, જમીનો, ખોદવાની, પરવાનગી, નવપરિણીતો, માબાપની, રહેતાં, સમતળ, બાંધવાની, ઉત્સવ, શિકારની, માછલાં, પકડવાની, વેપાર, છૂટ, હરોફરો, રહેવાનું, લોકોને, પ્રવેશની, મનાઈ, ગામની, કોઈને, એટલા, નિયમ, પ્રત્યે, દ્વેષ, દેખાડવા, આખા, રહો, સૌનો, મહેમાન, ગણાય, પ્રસંગે, ગામથી, બીજે, જવું, પડતું, ઊજવતા, માતા, આકાશના, પૂજક, ધનધાન્ય, દેવતાઓના, માનમાં, દિવસનો, ઊજવે, પહેલાંના, જમાનામાં, દુંગ્તી, ચોચાંગ, મુખીઓ, તહેવારનો, હલકારો, દસમા, ઉજવાશે, દેવાઈ, તોખુનો, ટોળી, ફરવું, ખાવુંપીવું, નિયત, સમયે, અટકવું, એકંદરે, બધાંને, મળવા, નિશ્ચિત, ખાય, પીએ, અણબનાવ, મનમેળ, લેવાનો, વીડિયો, ફિલ્મમાં, ઉજવણી, નાગાલૅંડની, ક્યોંગ્ત્સુ, અથવા, જાગરુકતાના, સિત્તેરના, પામ્યો, જાતિની, મુખ્યત્વે, વોખા, જિલ્લામાં, લાગ્યો, કુટમાં, આધુનિક, વલણો, ભળ્યાં, સ્પર્ધા, યોજાય, તસવીરમાં, ૨૦૧૬, વિજેતાઓ, નૃત્યની, પૂર્વ, ભારતમાં, ભુલાઈ, પાંચ, નાગાઓની, ઊઠી, રાજકીય, દૃષ્ટિકોણે, વિદ્રોહી, રંગ, સાંસ્કૃતિક, સભાનતા, સમાજના, લોકોનો, મિઝોની, જાતિઓ, સમન્વયના, આરંભ, જેવો, પ્રદેશોમાં, કૂટ, ચાવાંગ, ખોદૌઆત, બૈસાખ, નામે, ફેબ્રુઆરીમાં, મણિપુરના, નવેમ્બરમાં, મનાવે, મબલખ, ઈશ્વરનો, આભાર, માનવા, માટેનો, એકબીજા, હળેમળે, ભોજન, તહેવારથી, તૈયારીઓ, ઘરોને, વાળીઝૂડીને, તોરણો, રોશની, વગેરેથી, શણગારે, ભેગા, ગીતો, ગાય, નાચે, દિવસોમાં, બહારથી, સહેલાણીઓનું, ગામવાસીઓ, ઊમળકાભેર, સ્વાગત, સમૂહભોજનમાં, સામેલ, વસ્તુઓ, ભેટ, ચિન, જાતો, યહૂદીઓમાંથી, હોવાના, વિવાદાસ્પદ, ભાષાકીય, પુરાવા, ઇઝરાએલની, હિબ્રુમાં, સંસ્કૃત, સાહિત્યમાં, કિરાત, ઓળખાતી, જાતિ, મનાય, કુલ, લાખની, મિઝોરમ, મણિપુર, આસામના, ભાગ, બાંગ્લાદેશના, ચિત્તાગોંગ, પહાડી, મ્યાંમારમાં, વસે, ૨૦૧૧માં, કૂકીઓ, સુશિક્ષિત, કૃષિ, તહેવારોની, કરવી, આશીર્વાદ, માટેના, સારો, ધાન્યથી, આનંદમાં, દિવાળીની, જેમ, દિવસો, ચાંદ્ર, પ્રમાણે, બદલાતા, સમુદાયના, વડેરાઓ, તિથિ, નિશ્ચિતતા, ખાતર, ઊજવાય, પ્રસિદ્ધ, મણિપુરમાં, ઉજવાઈ, નાગાલૅંડમાં, આતુરતાપૂર્વક, રાહ, જોતા, બ્રિટિશ, હાર્ટ, શોધ્યું, શિશુનું, પ્રયોગ, ઉંદર, થયા, ગર્ભાધાન, વક્રાકાર, રેખા, સંકોચાય, ધબકાર, ઉંદરના, તારણ, નીકળ્યું, માણસનું, કાર્ય, સંશોધક, પોલ, રિલેનું, ધડકે, જાણીને, હૃદયના, વિકાસમાં, મુશ્કેલીઓ, ડગલું, શકાયું, વળી, બદલ્યો, સક્રિય, બનાવવા, ભવિષ્યમાં, માંડે, ગુરુમાંથી, શક્તિશાળી, કણોનો, પ્રવાહ, વહેતો, જાણવામાં, ઇલેક્ટ્રોન, ચુંબકીય, ક્ષેત્રમાં, ગતિ, અથડાય, ટક્કરને, પ્રકાશના, પુંજ, રેલાય, બહુજ, નજીક, ૪૧૦૦, કિલોમીટરના, અંતરે, પહોંચ્યું, મોકલ્યા, માણસ, સાંભળી, ધ્વનિમાં, રૂપાંતર, સાંભળો, sle2i0o0pdy, શક્તિથી, અવકાશયાન, ધ્રુવ, પ્રગટતા, ધ્વનિનું, રેકૉર્ડિંગ, તેજોમંડળમાંથી, ધ્વનિ, પ્રગટે, અવકશમાં, ભટકતા, ટુકડાઓ, ત્રાટકે, હુમલાઓને, મીટરના, ઘેરાવામાં, સપાટીના, સેન્ટીમેટર, ધૂળ, ૨૦૦૯થી, પરનાં, સ્થળોનું, નિરીક્ષણ, જૂના, છેલ્લામાં, ફોટાઓમાં, ૨૨૨, તેમાંથી, મીટર, પહોળી, નાનામોટા, મળ્યા, ઊઝરડા, ઊલ્કા, પડ્યા, એનીયે, અસર, તેને, વર્ષા, પૃથ્વીના, વાતાવરણમાં, આવતાં, ભસ્મ, હુમલા, દુનિયાની, ઑક્ટોબર, ૨૦૧૫થી, મહિના, વ્યવસ્થિત, હવામાનનું, માપ, લેવાનું, પછીથી, મહિનાવાર, તુલના, આટલો, નિષ્ણાતનું, હવામાનમાં, સ્થિતિ, પાછી, જેવું, દાળોના, ભાવમાં, તેવું, કંઈક, ૧૯૨૦ની, સરેરાશ, ઉપર, આંક, નોંધાયો, થવાની, ૨૦૧૬નું, આધાર, ૧૯૧૦નો, વૃદ્ધિ, ગરમીની, ગ્રાફમાં, નોરતાં, પૂરાં, શરદપૂનમના, ડાંડિયારાસની, તૈયારી, ચાલતી, દિવાળીના, ફટાકડાના, અવાજો, સ્મૃતિમાં, સળવળીને, થતા, પંખા, નીકળો, પરસેવે, નહાઈ, ઑક્ટોબરમાં, સમાચાર, નવો, વિજ્ઞાનક્ષેત્રે, બનતી, નાનીમોટી, ઘટનાઓના, સમાચારોનું, સંકલન, કરીશું, મર્યાદાને, ધ્યાનમાં, રાખતાં, મહત્ત્વના, સમાચારો, પ્રસિદ્ધિ, ઘટનાઓને, ઓછી, જાણીતી, વાતોને, પ્રાથમિકતા, આપીશું, ક્ષેત્ર, વિશાળ, દરરોજ, કૉલમ, મહિનામાં, ચોથા, શુક્રવારે, થઈશું, પહેલો, આપના, અભિપ્રાયો, ઉત્સુક, suresh, sarvodayi, ૪૭૧૦૦૧, ગ્રામ, પોસ્ટ, ૨૧૦૪૨૧, survodai, gmail, મેઇલઃ, 918009034744, મોબાઇલઃ, સર્વોદયી, હાલમાં, અછડતી, આત્મકથા, પુણ્યની, છાલક, આપણને, પવિત્ર, મંગાવશો, થોડી, રકમ, સાર્વજનિક, જ્ખર્ચાશે, શંકા, સુરેશભાઈનો, સંપર્ક, કરવો, વિગતો, મીટિંગમાંથી, પાછા, ફરતાં, મેટ્રોમાં, જતા, પોલીસની, તપાસમાં, મશીનમાં, પોલીસ, સમજાવટ, અમને, સુરેશભાઈને, ૧૯૯૯માં, વર્તનને, મૂકવામાં, સીધા, વિનોબા, પ્રેરિત, બ્રહ્મવિદ્યા, પહોંચી, વિચારના, પ્રચારમાં, સોંપી, સામાન, રાખે, ગુનાઓ, ફાંસીની, શકતી, એનામાં, જબ્બર, પરિવર્તન, સત્યનિષ્ઠાને, કારાવસની, માથે, ચડાવી, દિવસથી, રોજની, દિનચર્યા, ચાલુ, રાખી, જેલના, અધિકારીઓ, ઓળખતા, હજી, ચાલતો, જજે, આપ્યોઃ, સાહેબ, માગો, સરકારી, કોશિશ, બચાવના, બરાબર, ટેવો, ગંદી, બોલવામાં, પાવરધા, સવારે, દાતણ, જગ્યા, મશ્કરી, છુપીથી, રાખતા, બંધ, પાનનું, વ્યસન, છોડ્યું, સંજોગોમાં, ખ્ટું, બોલવાનો, સુપરિન્ટેન્ડન્ટે, કેદી, ભલો, પગમાં, બેડી, અંગત, જવાબદારી, કઢાવી, વાક્યે, જામગરીનું, ભાગવાના, વિચારને, જેટલું, તેટલું, સાહિત્ય, વાંચવાની, પ્રબળ, ગીતા, ધર્મગ્રંથો, હિંસાની, હિમાયત, રસ્તે, ચાલવાનો, અરસામાં, સ્થાનિકની, કૉલેજના, સમક્ષ, ભાષણ, ગાંધીજીની, વિશેનાં, વિનંતિ, જગદેવ, પ્રસાદ, વિદ્યાર્થી, માની, દાવો, શકતો, મોકલ્યું, ગાંધીજીનું, વાક્ય, recovery, faith, ભણેલો, રાધાકૄષ્ણનનું, હવાની, લહેરખી, મધ્ય, પ્રદેશની, સરકારોએ, મનપ્યારેને, જીવતા, મૂઆ, રકમનાં, ઇનામો, કર્યાં, પોલીસના, હાથમાં, ઝડપાઈ, ભાગવાને, હિસ્ટરીશીટર, ચડી, દેવાયો, અપરાધની, પ્રવેશનર, હિસ્ટરી, શીટર, પગે, કાળકોટડીમાં, પંદરવીસ, ગુનાઓના, ફરાર, પાકી, વ્યવસ્થા, કરવામં, કોર્ટમાં, જતી, છૂટે, કોર્ટ, નીકળવાનો, સવાલ, પોલીસે, પીછો, સહિત, પકડાઈ, હમીરપુર, વીતશે, આવતો, મનપ્યારે, સાથી, બન્નેએ, છૂટવાની, યોજના, અનીક, દીવાલ, કૂદીને, છૂટ્યા, સાયન્સના, અભ્યાસમાં, જોતરી, આસપાસના, પાડોશી, મુંબઈથી, દાણચોરીથી, સોનાનાં, બિસ્કિટ, લાવતા, મોજ, પ્રામાણિકતાથી, જીવે, અપ્રામાણિક, લૂંટવામાં, લુંટ, વેપારીને, મારવો, લખનઉના, પોલિસ, અધિકારી, રજામાં, વેપારી, સમજીને, ગોળીએ, અત્યાચારીઓને, મારવામાં, અન્યાયોનો, મનસૂબા, ઘડાતા, લગ્નની, ચર્ચાઓ, ચોખ્ખી, પાડી, ફાંસીને, માંચડે, ઝૂલવું, બિચારી, છોકરીની, બગાડવી, ભાઈની, પત્ની, બહેન, પુત્રવધૂ, કરનારની, હત્યા, તાહિ, બધૈ, કછુ, હોઈ, ઇન્હીં, બિલોકહિં, સુનુ, ચારી, અનુજ, વધૂ, ભગિનિ, સુત, નારી, ધાર્મિક, ખરા, રોજ, ભાઈ, બેસીને, વાંચે, હનુમાન, સમુદ્રને, લાંઘી, કથાઓમાં, વિશ્વાસ, બેસતો, ધર્મમાં, લાગવા, માંડ્યું, મંદિરે, મૂર્તિ, એનાં, ઘરેણાં, કરવાના, હૈયામાં, ગયેલા, આક્રોશને, રામાયણમાંથી, નમતું, પાકો, મતને, રામચરિત, માનસની, ચોપાઈએ, મજબૂત, બનાવ્યો, ૧૯૫૨ની, પ્રદેશના, પરિવારમાં, જન્મ, પિતાને, મિલકતની, વહેંચણીમાં, ભાઈઓએ, છેતર્યા, વતન, છોડીને, જિલ્લાના, આવીને, વસ્યા, માતાએ, નાની, ખોલી, માતાને, કુટૂંબીઓએ, કરેલા, અન્યાયનો, ભારે, રોષ, બાળકોને, સગાંવહાલાંના, દીધાં, ડાકુ, ચંબલની, કોતરેકોતર, ઓળખે, કહો, ચાલો, મારા, કુતૂહલ, બાવીસ, કાઢ્યાં, રીઢો, ગુનેગાર, ખૂન, લૂંટ, તોડીને, ભાગવું, કારાવાસની, ૧૮મી, સપ્ટેમ્બરે, દિલ્હીના, પ્રતિષ્ઠાનમાં, દસેક, પ્રખ્યાત, વયોવૃદ્ધ, નેતા, સુબ્બારાવ, પ્રતિષ્ઠાનના, પ્રમુખ, કુમાર, પ્રશાંત, સુબ્બા, રાવ, જયંતી, શ્રીનગરમાં, ગાળવા, ભયંકર, અશાંતિ, જઈને, ગાંધીટોપીવાળા, સજ્જન, ઓળખાણ, શબ્દ, બોલ્યા, નીકળ્યા, પહેલવહેલો, પરિચય, વાતવાતમાં, હિંસાથી, પક્ષ, જીતે, જાતઅનુભવથી, કહું, ઉમેર્યું, ગાંધીજીને, નહીંતર, સડતો, હોત, મારાં, ટેકનોલોજીની, કચાશો, દૂર, નૅનોફાઇબરને, સામગ્રીમાં, ભેળવી, દેવાય, એનાથી, લાઇટ, બળી, બૅટરી, સ્ટૅડિયમો, બૅંકેટ, હૉલ, થિએટરોમાં, વપરાય, પાયે, વીજળીની, બચત, સોલર, પાવર, સસ્તું, ઘરની, મૉલ, થિએટરોની, સુંદર, વ્હેરમાંથી, તક્તીઓ, લાદીઓનો, સસ્તી, આકર્ષક, અમેરિકાની, વિસ્કોન્સિન, મૅડિસન, એસોસિએટ, શુદોંગ, ટીમે, ફરસમાંથી, નુસ્ખો, કાઢ્યો, માવાનો, કંપન, લાકડામાં, સેલ્યૂલોઝના, નેનો, ઉમેરીને, અખતરો, રાસાયણિક, ફાઇબરના, વીજળીક, લાદીમાંથી, ફરસની, સફેદ, લીલા, રંગમાં, તંત્ર, સિસ્ટમ, લિંફ, ગ્રંથિમાં, સિસ્ટમના, રક્ષક, ભક્ષક, ઇણ્સ્ય્લિન, શકતું, હુમાલો, ઍન્ટેગોમિરનો, ઍન્ટેગોમિર, mir92aનું, હળવો, પૅનક્રિઆસમાં, ઉત્પાદન, બીટાકોશો, ઇલાજથી, રક્ષણ, કરનારા, ૧માં, શરીર, ઇંસ્યુલિન, તંત્રમાં, સેંધ, દુશ્મનને, મોકળું, મેદાન, લીધું, હુમલાને, ધીમો, પાડવામાં, સફળતા, માને, વિકસે, ૧નો, મુલાકાત, લેવા, જેવી, કરેલી, મોજણીઓનાં, રેકૉર્ડિંગની, સેકંડની, કેટલીયે, ફિલ્મો, મળશે, વેબસાઇટના, યૂઝર, પદ્ધતિઓનો, શકશો, તમારાં
Text of the page (random words):
લૅંડની ક્યોંગ્ત્સુ અથવા લોથા જાતિનો આ તહેવાર છે આ તહેવાર પણ સામાજિક અસ્મિતા માટેની એમની જાગરુકતાના પરિણામે સિત્તેરના દાયકામાં નવું જીવન પામ્યો છે લોથા જાતિની વસ્તી મુખ્યત્વે વોખા જિલ્લામાં છે પરંતુ તોખુ એમોંગ હવે સાર્વત્રિક બનવા લાગ્યો છે નાગાલૅંડનો નક્શો તોખુનો અર્થ છે ટોળી બનાવીને ફરવું અને ખાવુંપીવું એમોંગ એટલે એક નિયત સમયે અટકવું આનો એકંદરે અર્થ એ કે લોકો સાથે મળીને નીકળે બધાંને મળવા જાય નિશ્ચિત જગ્યાએ એકઠા થાય ત્યાં ખાય પીએ અને મોજમસ્તી કરે જેની સાથે અણબનાવ થયો હોય તેની સાથે પણ મનમેળ કરી લેવાનો હોય આ ટૂંકી વીડિયો ફિલ્મમાં તોખુ એમોંગની ઉજવણી દેખાડી છે લોથાઓ ખ્રિસ્તી મિશનરીઓના પ્રવેશ પહેલાં આ તહેવાર ઊજવતા માતા ધરતી અને આકાશના તેઓ પૂજક છે એ જ ધનધાન્ય આપે છે આ દેવતાઓના માનમાં તેઓ નવ દિવસનો તહેવાર ઊજવે છે પહેલાંના જમાનામાં દુંગ્તી અને ચોચાંગ એટલે કે ગામના મુખીઓ તહેવારનો દિવસ નક્કી કરતા તે પછી હલકારો નીકળે અને જાહેર કરે કે આજથી દસમા દિવસે નવ દિવસ માટે તોખુ એમોંગ ઉજવાશે પરંતુ હવે સાતમી નવેમ્બર નક્કી કરી દેવાઈ છે આ નવ દિવસ દરમિયાન ગામમાં બહારના લોકોને પ્રવેશની મનાઈ છે એટલું જ નહીં પણ તહેવાર દરમિયાન કોઈ ગામની બહાર પણ જઈ ન શકે એમના ગામમાંથી કોઈને પસાર ન થવું પડે એટલા માટે જુદા રસ્તા પણ બનાવાયા છે આ નિયમ બહારના લોકો પ્રત્યે દ્વેષ દેખાડવા માટે નથી એટલું જ કે તમે તોખુ એમોંગ વખતે અહીં આવ્યા છો તો આખા તહેવાર માટે રહો જે કોઈ ગામમાં આવ્યો તે નવ દિવસ માટે સૌનો મહેમાન ગણાય એટલે જ જેમને કામ પ્રસંગે એક ગામથી બીજે ગામ જવું પડતું હોય તેમને આ ગામમાંથી પસાર ન થવું પડે તેવા રસ્તા બનાવાયા છે આ તહેવારનું બીજું પણ મહત્ત્વ છે ગામનો પુજારી જમીન ખોતરે છે એ રીતે એ નવી જમીનો ખોદવાની પરવાનગી આપે છે તે પછી નવપરિણીતો માબાપની સાથે રહેતાં હોય તે જમીન સમતળ બનાવીને પોતાનું ઘર બાંધવાની શરૂઆત કરે છે લોથાઓ આ ઉત્સવ દરમિયાન કંઈ કામ નથી કરતા એમને શિકારની કે માછલાં પકડવાની કે વેપાર કરવાની પણ છૂટ નથી બસ હરોફરો અને મોજમસ્તી કરો કામ તો આખું વર્ષ રહેવાનું છે સૌ મિત્રોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ દીપક ધોળકિયા like loading author dipak dholakia posted on 04 11 2016 02 11 2016 categories uncategorized tags agri festivals દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી dipak dholakia diwali webgurjari leave a comment on the diwali harvest festivals mathematicians 2 gottfried wilhelm leibniz ગોટફ્રાઇડ વિલ્હેલ્મ લાઇબ્નીસ ૧૬૪૬ ૧૭૧૬ નું નામ માત્ર ગણિત નહીં ઘણા વિષયો સાથે સંકળાયેલું છે ન્યૂટન કરતાં એ ચાર વર્ષ નાના અને જ્યારે ન્યૂટન કૅલ્ક્યુલસ પર કામ કરતા હતા ત્યારે જર્મનીમાં લાઇબ્નીસ પણ સ્વતંત્ર રીતે એ જ દિશામાં કામ કરતા હતા ન્યૂટનને જ્યારે આની ખબર પડી ત્યારે એમણે લાઇબ્નીસે તફડંચી કરી હોવાનો આક્ષેપ કર્યો એમના વચ્ચે લાંબો વિવાદ ચાલ્યો અને બન્નેના સમર્થકોનાં જૂથો પણ અંદરોઅંદર જીભાજોડી પર ઊતરી આવ્યાં ન્યૂટન પોતે પણ એમના સમર્થકોના ચડાવ્યા લાઇબ્નીસને ઉતારી પાડવા બાંયો ચડાવીને આગળ આવ્યા ન્યૂટનનું પ્રિન્સિપિયા પ્રકાશિત થયું તેના એક દાયકા સુધી તો બન્ને વચ્ચે સદ્ ભાવ હતો પણ પછી કૅલ્ક્યુલસ રાષ્ટ્રીય મુદ્દો બની ગયું અને એમાં ખાસ કરીને ઇંગ્લૅંડની પ્રજાની રાષ્ટ્રવાદી લાગણીઓ પણ ભળી એના કારણે વાતાવરણ ડહોળાઈ ગયું લાઇબ્નીસને પણ ગણિતમાં યુરોપના ગણિતશાસ્ત્રીઓને પડકારવામાં મઝા આવતી હતી એમને ખબર હતી કે યુરોપમાં ન્યૂટન સિવાય કોણ એમના કોયડાઓનો જવાબ આપી શકે ૧૬૯૬માં યોહાન બર્નૉલી અને લાઇબ્નીસે બે કોયડા રજૂ કર્યા ન્યૂટન એ વખતે ટંકશાળના અધ્યક્ષ હતા અને આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતા હતા એ સાંજે થાક્યાપાક્યા ઘરે આવ્યા ત્યારે એમને કોઈ મિત્રે આ કોયડા મોકલાવ્યા હતા રાતે ડિનર પછી ન્યૂટને બન્નેનો ઉકેલ શોધી લીધો અને રૉયલ સોસાયટીને નનામો પત્ર લખીને જવાબ મોકલી આપ્યો જવાબ મળતાં બર્નોલીના મોઢામાંથી ઉદ્ ગાર સરી પડ્યાઃ આહ મેં સિંહને એના પંજા પરથી ઓળખી લીધો તે પછી વીસ વર્ષે ૧૭૧૬માં પણ લાઇબ્નીસે આવો જ કોયડો હવામાં ઉછાળી દીધો અને માન્યું કે આ વખતે ન્યૂટન સપડાઈ જશે પણ ન્યૂટને તો એ જ રાતે એનો પણ ઉકેલ આપી દીધો એ વખતે ન્યૂટન ૭૪ વર્ષના હતા પણ ગણિત પરનું એમનું પ્રભુત્વ જુવાન જ હતું પરંતુ લાઇબ્નીસની પ્રતિભા એ વાતમાં છે કે ૨૬ વર્ષની ઉંમર સુધી એમને ગણિતમાં જરાય રસ નહોતો પરંતુ એમણે ગણિતમાં ઝંપલાવ્યું તે પછી પાછું વાળીને ન જોયું ન્યૂટનનું બધું ધ્યાન કૅલ્ક્યુલસ પર કેન્દ્રિત હતું ત્યારે લાઇબ્નીસ કૅલ્ક્યુલસ ઉપરાંત કૉમ્બીનેટોરિયલ એનાલિસિસ ક્રમચય સંચય પર પણ ભાર મૂકતા હતા ક્રમચય સંચય ગણિતની આ શાખામાં અલગ લાગતી discrete વસ્તુઓનું સંયોજન કેટલી રીતે કરી શકાય અને એમની ગોઠવણી શી રીતે થઈ શકે તેનો અભ્યાસ કરવામાં આવે છે દાખલા તરીકે ઈ પૂ છઠ્ઠી સદીમાં ભારતીય આયુર્વિજ્ઞાની સુશ્રુતે કહ્યું હતું કે ૬ સ્વાદનું જુદી જુદી રીતે સંમિશ્રણ કરો તો ૬૩ નવા પદાર્થ બની શકે અહીં બે ચિત્રો છે એમાં એક નંબરવાળું તાળું છે અને બીજા ચિત્રમાં રંગબેરંગી ટી શર્ટો જોવા મળે છે આ બન્ને ચિત્રો ઘણું સ્પષ્ટ કરી દેશે આપણે બીજો દાખલો લઈએ આપણી પાસે છ ખાનાવાળું બૉક્સ હોય અને છ દડા હોય દરેક દડા પર 1 2 3 4 5 6 એમ નંબર આપ્યા હોય હવે દરેક ખાનાના નંબર હોય a b c d e f પહેલાં તો બધા દડા મૂકી દઈએ તો સંયોજન બનેઃ 1a 2b 3c 4d 5e 6f હવે દડાઓનાં ખાનાં બદલીએ અને નવાં સંયોજનો લખીએ કેટલાં સંયોજનો બનશે આના વિશે વધારે જાણવા માગતા હોય તેઓ અહીં અને અહીં ક્લિક કરે બાળપણ અને શિક્ષણ લાઇબ્નીસ ૬ વર્ષના હતા ત્યારે એમના પિતાનું અવસાન થયું પરંતુ આટલી કુમળી વયે પિતા એમનામાં ઇતિહાસના શોખનું સિંચન કરતા ગયા આમ તો બાળક ગોટફ્રાઇડ લાઇપઝિગની એક સ્કૂલમાં ભણતો હતો પણ એનું ખરું શિક્ષણ તો પિતાએ પાછળ છોડેલી લાયબ્રેરીમાં ચાલતું હતું ૬ વર્ષના બાળકે પુસ્તકોને પીવાનું શરૂ કરી દીધું આઠ વર્ષની ઉંમરે એણે લેટિન શીખવાનું શરૂ કર્યું અને બાર વર્ષની ઉંમરે લેટિનમાં પહેલું કાવ્ય લખ્યું લેટિન પર પ્રભુત્વ મેળવી લીધા પછી એણે ગ્રીક શીખવાનું શરૂ કર્યું અને મોટા ભાગે કશી જ મદદ વિના ગ્રીક પર પણ પોતાની પકડ જમાવી લીધી આ તબક્કે એમને નર્યા ગ્રંથો વાંચવામાંથી રસ ઓછો થતો ગયો અને હવે તર્કશાસ્ત્ર logic એમને આકર્ષવા લાગ્યું પંદર વર્ષની ઉંમરે તો એમણે એ વખતે પ્રચલિત તર્કશાસ્ત્રમાં ફેરફારો કરવાની શરૂઆત કરી દીધી એમણે સ્કૂલ માટે એક નિબંધ લખ્યો જેમાં એમના સાર્વત્રિક ગણિત universal mathematics ના સિદ્ધાંતનાં બીજ દેખાય છે પંદર વર્ષની ઉંંમરે એમણે લાઇપઝિગ યુનિવર્સિટીમાં કાયદાના અભ્યાસ માટે પ્રવેશ કર્યો પણ કાયદા કરતાં ફિલોસોફીમાં એમને વધારે રસ પડ્યો એ દરમિયાન એમને નૅચરલ ફિલોસોફરો કૅપ્લર ગૅલીલિઓ અને દ કાર્ત વિશે જાણવા મળ્યું ન્યૂટનના વિચારોનો પાયો પણ આ ત્રણ ચિંતકોના વિચારોમાં જ હતો ૧૬૬૬માં વીસ વર્ષની ઉંમરે લાઇબ્નીસ કાયદાના વિષયમાં ડૉકટરેટને પાત્ર બની ગયા હતા પરંતુ યુનિવર્સિટીએ એમની ઉંમર સામે વાંધો લઈને ડૉક્ટરેટ ન આપી ખરેખર તો એમનો મહાનિબંધ એવો હતો કે એમની પસંદગી માટેની પૅનલના સભ્યો કરતાં લાઇબ્નીસ ઘણા આગળ હોવાનું છતું થતું હતું આમ લાઇબ્નીસ સામે ઘણી સમસ્યાઓ ઊભી થતી હતી એ જ વર્ષમાં ૨૪ વર્ષના ન્યૂટન એમનો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત અને કૅલ્ક્યુલસ શોધી ચૂક્યા હતા લાઇબ્નીસ લાઇપઝિગ યુનિવર્સિટીના આ વલણથી નિરાશ થઈને ન્યૂરેમ્બર્ગ ચાલ્યા ગયા ત્યાં ઑલ્ડૉર્ફ યુનિવર્સિટીએ એમનો થીસિસ સ્વીકાર્યો એટલું જ નહીં પણ એમને પ્રોફેસર પદની પણ ઑફર કરી પરંતુ લાઇબ્નીસે મારી મહેચ્છાઓ એના કરતાં મોટી છે એમ કહીને એનો સ્વીકાર ન કર્યો પરંતુ એમણે તે પછી કયું કામ સ્વીકાર્યું એ એમની મહેચ્છાઓને અનુરૂપ હતું વ્યવસાય લાઇબ્નીસે જીવનનિર્વાહ માટે જે કામ પસંદ કર્યું તે એમની સર્વતોમુખી પ્રતિભા કરતાં બહુ નીચું હતું જો કે એમાં પૈસા બહુ મળતા હતા જેની કદાચ લાઇબ્નીસને એટલી બધી જરૂર નહોતી એમણે હૅનોવરના એક મોટા જર્મન ઉમરાવ પરિવાર બ્રુન્સવિક પરિવારની નોકરી સ્વીકારી અહીં લાઇબ્નીસનું કામ પોતાની ઇતિહાસ ક્ષેત્રની કુશળતાના આધારે પરિવારની વંશાવળી તૈયાર કરવાનું હતું પરિવારનો વડો ગ્યોર્ગ લુડવિગ ખરેખર ઉત્તમ કુળનો હોવાનું સાબીત કરવા માટે એના પૂર્વજોનો સામાજિક દરજ્જો શોધી કાઢવાનો હતો ગ્યોર્ગ પાસે ધન હતું પણ પ્રતિષ્ઠા નહોતી જો કે રોમના રાજાની પસંદગી માટે પોપે ત્રણ ધર્મગુરુઓ અને ચાર સેક્યૂલર રાજાઓની સમિતિ બનાવી હતી તેમાં હેનોવરના રાજા તરીકે એને પણ સ્થાન મળ્યું હતું આવા રાજાઓ elector ચૂંટનારા કહેવાતા આ દરમિયાન લાઇબ્નીસને બર્લિનની યુવાન રાજકુમારીને ભણાવવાનું કામ પણ મળ્યું એ બર્લિનમાં રહ્યા ત્યારે એમણે બર્લિનની સાયન્સ ઍકેડેમીની સ્થાપના કરી જે હિટલરના સમય સુધી ચાલી લાઇબ્નીસ રાજપુરુષ પણ હતા એટલે જ્યાં જ્યાં ગયા ત્યાં વિજ્ઞાન અકાદમીઓ બનાવવાના સફળ અસફળ પ્રયાસ કરતા રહ્યા એમનો શેઠ લુડવિગ તો આગળ જતાં લંડન ગયો અને ઇંગ્લૅંડનો સૌ પ્રથમ જર્મન રાજા બન્યો અને જ્યૉર્જ પ્રથમ તરીકે ગાદી સંભાળી લાઇબ્નીસ એમની સાથે લંડન ગયા પણ ન્યૂટન સાથેના કૅલ્ક્યુલસ વિવાદને કારણે હવે એમને ત્યાં ઠંડો આવકાર મળ્યો પડતી અને મૃત્યુ વર્ષો સુધી રાજાઓની સેવા કરવાનાં માઠાં પરિણામ હવે આવવા લાગ્યાં હતાં જીવનસંધ્યામાં લાઇબ્નીસ પાસે કંઈ કામ નહોતું રહ્યું અને એ બધાના અનાદરનો ભોગ બનતા હતા છેવટે ૧૭૧૬માં એમનું અવસાન થયું ત્યારે એમની શ્મશાનયાત્રામાં એમના સેક્રેટરી અને કબર ખોદનારા સિવાય કોઈ હાજર નહોતું મૃત્યુ પછી ન્યૂટનને જે માન મળ્યું તેની સરખામણી લાઇબ્નીસના મૃત્યુ સાથે કરવાથી વિધિની વિદ્રુપતા સ્પષ્ટ દેખાઈ જાય છે એક મહાન ગણિતશાસ્ત્રી વૈજ્ઞાનિક રાજપુરુષ તર્કશાસ્ત્રી રૅશનાલિસ્ટ ઇતિહાસકાર આ દુનિયા છોડી ગયો ત્યારે એના પર આંસુ સારનાર કોઈ નહોતું એમને ગણિતશાસ્ત્રી તરીકે આજે જે સન્માનપૂર્વક યાદ કરવામાં આવે છે પણ ત્રણસો વર્ષ પહેલાં એમને એ માન ન મળ્યું પ્રખર સ્વપ્નદૃષ્ટા લાઇબ્નીસના પ્રખર સ્વપ્નદૃષ્ટા હતા આખો સમય ચિંતનમાં જ રમમાણ હતા એ કોઈ પણ વિષય પર કોઈ પણ જગ્યાએ લખી શકતા એમનું મોટા ભાગનું લખાણ ટૂંકી નોંધો રૂપે છેકછાક સાથે અને હાંસિયામાં લખાયેલું મળે છે દ કાર્તની ભૂમિતિને પણ એ સમીકરણોમાં ઢાળવા માગતા હતા પરંતુ એમનાં સપનાં માત્ર ગણિત પૂરતાં જ મર્યાદિત નહોતાં કોઈ પણ વિષયને આવરી લે તેવી કોઈ સમાન ફૉર્મ્યૂલા શોધવાનું એમનું સપનું મનમાં જ રહી ગયું એમના જ શબ્દોમાં કહીએ તો એમના નિશાળિયા છોકરા ના નિબંધમાં એમણે એક ઇચ્છા વ્યક્ત કરી હતીઃ એક સર્વસામાન્ય રીત ઘડવી જોઈએ કે જેમાં તર્કનાં બધાં સત્યો માત્ર એક ગણતરીનો વિષય બની રહે એ સાથે જ એ એક સાર્વત્રિક ભાષા કે લિપિ હશે જે આજની કોઈ પણ ભાષા કે લિપિ કરતાં અલગ હશે એમાંના સંકેતો અને શબ્દો અને ભૂલો પણ માત્ર ગણતરીની ભૂલ હશે આવી ભાષા કે ખાસિયતોની રચના કરવાનું બહુ અઘરું હશે ઓઅણ એ સમજવામાં એટલી સહેલી હશે કે શબ્દકોશની જરૂર ન પડે લાઇબ્નીસની સર્વાંગી પ્રતિભાનો લાભ આજે પણ ઘણાંય ક્ષેત્રોમાં મળતો રહ્યો છે પરંતુ એમને તો જીવનની છેલ્લી ઘડી સુધી કામ કરવું હતું કદાચ એમને અફસોસ પણ હતો કે એ જે કરી શકતા હતા તે એમણે પૂરું ન કર્યું એમણે કહ્યું પણ ખરું કે આ કામ એમના કરતાં વધારે પ્રતિભાશાળી અને એમના જેટલી મહેનત કરવા તત્પર કોઈ વ્યક્તિ આવશે અને આ નવી ભાષા બનાવવાનું કામ પૂરું કરશે જો કે સમય નહોતો એમ કોઈ પણ કહી શકે સાચી વાત તો એ છે કે એમની પાસે સમય તો હતો પણ રાજાઓની સેવામાં વીત્યો પરિણામે દુનિયા આવી એક સાર્વત્રિક ભાષાથી વંચિત રહી ગઈ છે 0 00 0 like loading author dipak dholakia posted on 01 11 2016 21 10 2016 categories uncategorized tags દીપક ધોળકિયા વેબગુર્જરી dipak dholakia gottfried wilhelm leibniz mathematicians webgurjari 5 ટિપ્પણીઓ mathematicians 2 gottfried wilhelm leibniz માટે ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 344 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું નવેમ્બર 2016 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ઓક્ટોબર ડીસેમ્બર bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન 2015 4 મે 2015 5 એપ્રિલ 2015 3 માર્ચ 2015 3 જાન્યુઆરી 2015 1 ડિસેમ્બર 2014 3 નવેમ્બર 2014 4 ઓક્ટોબર 2014 2 સપ્ટેમ્બર 2014 2 ઓગસ્ટ 2014 1 એપ્રિલ 2014 1 જાન્યુઆરી 2014 3 ડિસેમ્બર 2013 3 નવેમ્બર 2013 3 ઓક્ટોબર 2013 1 જુલાઇ 2013 1 જૂન 2013 1 એપ્રિલ 2013 2 માર્ચ 2013 4 ફેબ્રુવારી 2013 1 જાન્યુઆરી 2013 7 ડિસેમ્બર 2012 1 નવેમ્બર 2012 2 ઓક્ટોબર 2012 6 સપ્ટેમ્બર 2012 6 ઓગસ્ટ 2012 4 જુલાઇ 2012 4 મે 2012 5 એપ્રિલ 2012 3 માર્ચ 2012 1 ફેબ્રુવારી 2012 9 જાન્યુઆરી 2012 4 ડિસેમ્બર 2011 6 નવેમ્બર 2011 5 ઓક્ટોબર 2011 7 સપ્ટેમ્બ...
|