Meta tags:
description= 4 posts published by Dipak Dholakia during March 2021;
Headings (most frequently used words):
ભારત, ગુલામી, અને, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, અંતિમ, તબક્કો, ૧૯૩૫થી, ૧૯૪૭, પ્રકરણ, dipak, dholakia, spam, blocked, છોડો, ક્રિપ્સ, મિશન, મહિનો, માર્ચ, 2021, 31, 30, 29, 28, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૩૧, ૩૦, ૨૯, પછી, કોંગ્રેસ, ૨૮,
Text of the page (most frequently used words):
અને (133), નથી (44), કહ્યું (38), માટે (37), કરી (32), 2021 (32), ભારત (30), પછી (29), #કોંગ્રેસ (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), હતો (28), હતી (28), સાથે (28), માર્ચ (27), 2024 (27), એમણે (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), એપ્રિલ (25), જૂન (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2023 (24), મુસ્લિમ (24), ફેબ્રુવારી (23), હતા (23), 2012 (22), 2015 (22), હોય (22), આપણે (22), કોઈ (21), freedom (20), struggle (20), બ્રિટન (20), નહીં (20), હતું (20), બ્રિટિશ (20), 2013 (18), 2022 (18), આઝાદી (17), સરકાર (17), એમને (17), ગાંધીજીએ (17), ગાંધીજી (17), 2011 (16), જોઈએ (16), એટલે (16), કર્યો (15), હવે (15), જાપાન (15), 2014 (14), india (14), 2025 (13), dipak (13), slavery (13), and (13), for (13), વાત (13), માત્ર (13), સરકારે (13), હું (13), શરૂ (12), એને (12), ટેકો (12), ભારતની (12), છોડો (12), dholakia (11), indian (11), ઠરાવ (11), એના (11), બની (11), હિન્દુ (11), પરંતુ (11), શકે (11), ત્યાં (11), કરે (11), આઝાદ (11), લીગ (10), રજૂ (10), આપ્યો (10), વચ્ચે (10), થાય (10), જાય (10), સામે (10), ગયા (10), માટેનો (9), અધિકાર (9), રહે (9), અલગ (9), ક્રિપ્સ (9), કરવાની (9), વર્કિંગ (9), તેમાં (9), કંઈ (9), એની (9), ભારતને (9), કર્યું (9), યુદ્ધ (9), આંદોલન (9), એમના (9), પહેલાં (9), છું (9), martyrs (8), part (8), chapter (8), ગુલામી (8), સંઘર્ષ (8), કોંગ્રેસે (8), કોંગ્રેસના (8), આપી (8), વિરોધ (8), રીતે (8), એવી (8), રહી (8), જવાબદારી (8), છીએ (8), સુધી (8), અહિંસક (8), તૈયાર (8), લાગે (8), લોકો (8), મારી (7), ભારતીય (7), એનો (7), રાષ્ટ્રીય (7), બધા (7), મળી (7), મૌલાના (7), કર્યા (7), સંરક્ષણ (7), કારણ (7), થશે (7), તરીકે (7), બન્ને (7), લોકોને (7), છતાં (7), કરવું (7), આવે (7), કરતાં (7), પડશે (7), સંપૂર્ણ (7), આખી (7), બહાર (7), બહુ (7), સ્વતંત્રતા (7), કરીને (7), નહેરુએ (7), મને (7), ત્યારે (7), કહે (7), પોલીસે (7), કરો (6), vol (6), મળે (6), એમાં (6), ઠરાવને (6), તેનો (6), આપે (6), એમની (6), એણે (6), જશે (6), તેમ (6), કોંગ્રેસની (6), હશે (6), વગેરે (6), બીજા (6), નેતાઓ (6), પોતાના (6), કેમ (6), જવાહરલાલ (6), શું (6), પોલીસ (6), પ્રાંતમાં (6), like (5), બારી (5), શોધો (5), uncategorized (5), લીગની (5), અર્થ (5), વિરુદ્ધ (5), ગયો (5), પડે (5), પ્રાંતો (5), સંઘમાં (5), કહેવું (5), એનું (5), મુસલમાનો (5), કમિટી (5), જેવી (5), અમુક (5), ડિપ્રેસ્ડ (5), હાથમાં (5), ઇંડિયા (5), સમજૂતી (5), ચાલે (5), આજે (5), માગણી (5), વધારે (5), માનતા (5), કામ (5), જનતા (5), ફરી (5), મુસદ્દામાં (5), ફોજ (5), મીટિંગ (5), ગાંધીજીના (5), અંતે (5), બીજી (5), જાહેર (5), ભારે (5), હોત (5), બાજુ (5), નહોતી (5), પકડી (5), લીધા (5), ઑગસ્ટે (5), કમ્યુનિસ્ટો (5), મુંબઈ (5), રહ્યું (4), પસંદ (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), 1942 (4), દ્વારા (4), leave (4), comment (4), webgurjari (4), વેબગુર્જરી (4), tags (4), categories (4), posted (4), author (4), loading (4), સંદર્ભઃ (4), ૦૦૦ (4), પહેલા (4), છોડી (4), દીધી (4), ઠરાવમાં (4), દૂર (4), કરવા (4), મિશનની (4), સ્ટેફર્ડ (4), યોજના (4), વાઇસરૉય (4), કમિટીએ (4), પાકિસ્તાન (4), નિર્ણય (4), લીગે (4), નહોતા (4), વખતે (4), એવા (4), આવશે (4), દેશી (4), રાજ્યોની (4), નિવેદન (4), દરખાસ્તો (4), સ્થિતિ (4), ફેડરેશન (4), પ્રાંતોને (4), ભારતમાં (4), ઊભા (4), ભારતના (4), ભારતીયને (4), આપવાની (4), અહીં (4), પ્રમાણે (4), બરાબર (4), એકતા (4), વલણ (4), જરૂરી (4), અમે (4), સરકારને (4), પ્રકરણ (4), ભાગ (4), અંતિમ (4), તબક્કો (4), ૧૯૩૫થી (4), ૧૯૪૭ (4), ફેરફાર (4), અસહકાર (4), એવું (4), આગળ (4), ગાંધીજીને (4), નહેરુ (4), મદદ (4), જવાબ (4), સરકારી (4), કદાચ (4), થયો (4), સલાહ (4), સ્વતંત્રતાની (4), નેતાઓને (4), તેની (4), કોંગ્રેસને (4), કરવાનું (4), રેડિયો (4), લીધી (4), દેશમાં (4), આંદોલનને (4), આપવા (4), ૧૯૨૦માં (4), ગોવાલિયા (4), ટેંક (4), ગોળીબાર (4), નાખી (4), રિપોર્ટ (4), ટ્રેન (4), this (3), wordpress (3), com (3), નામ (3), other (3), મહિનો (3), નવી (3), લેખ (3), the (3), annual (3), register (3), દેશના (3), સ્વીકાર (3), રાજાજી (3), એમનો (3), સંઘમાંથી (3), છૂટા (3), લાભ (3), સ્વતંત્રતાને (3), પાછળ (3), માની (3), પાસે (3), આના (3), દેશની (3), વિવાદ (3), ચાલુ (3), થવાનો (3), માગે (3), ક્રિપ્સની (3), વર્ધામાં (3), આઝાદે (3), સૌથી (3), અસર (3), મિશન (3), વ્યવસ્થા (3), લીગને (3), ભાગલા (3), માટેની (3), આપવામાં (3), વહીવટી (3), બન્યા (3), બાબતમાં (3), એવો (3), કરવી (3), જેથી (3), વિશે (3), મુસલમાનોને (3), આખા (3), જેમ (3), આવ્યું (3), પ્રધાન (3), સત્તા (3), પ્રજાકીય (3), દેશવ્યાપી (3), કૉન્ફરન્સે (3), હોવા (3), વૉર (3), રાજાઓ (3), રાજકીય (3), સંધિઓ (3), નહોતો (3), લોકોના (3), લિબરલ (3), પ્રમુખ (3), મળ્યા (3), છૂટ (3), રેલવે (3), સોંપવાની (3), મોમીન (3), મોટી (3), હિન્દુઓ (3), અંદર (3), હિમાયત (3), શકાય (3), સ્વતંત્ર (3), અંશે (3), અથવા (3), સિવાય (3), પોતે (3), ઘણી (3), જરૂર (3), ઊભો (3), વિના (3), થોડા (3), રહેશે (3), તરત (3), રસ્તો (3), લડાઈ (3), સારી (3), તમે (3), આપો (3), તરફ (3), લશ્કરી (3), ભલે (3), ત્રણ (3), છેઃ (3), લડે (3), ખાસ (3), આવી (3), હાજર (3), હિંસક (3), રાખવા (3), જેવા (3), છાપામાર (3), મતભેદો (3), હરિજન (3), હતાં (3), હિન્દુસ્તાન (3), બચાવવા (3), ઉપરાંત (3), કરવાનો (3), મતભેદ (3), જુદા (3), પડવા (3), લાગ્યા (3), દિવસે (3), જાપાનનો (3), મુકાબલો (3), તૈયારી (3), રાષ્ટ્રમાં (3), રોકવા (3), લઈને (3), રાતે (3), નવમી (3), દુનિયા (3), દરેક (3), પોતાને (3), જેલમાં (3), અવાજ (3), રામ (3), મનોહર (3), લોહિયા (3), અચ્યુત (3), દેવ (3), કહેતા (3), આપવાનું (3), લાગ્યો (3), ઠેકાણે (3), લોકોમાં (3), કોંગ્રેસનું (3), સમજાવતાં (3), સભ્યો (3), હજાર (3), થયા (3), મેદાનમાં (3), લિન્લિથગો (3), મિદનાપુર (3), સરકારો (3), સપ્ટેમ્બરે (3), સહિત (3), ઑગસ્ટ (3), માર્યા (3), થયાં (3), ઉષાબેન (3), સ્ટેશન (3), પોલીસના (3), સ્ટેશને (3), site (2), required (2), ટિપ્પણી (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 301 (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), history (2), આવો (2), email (2), address (2), સંદેશ (2), jan (2), june (2), કરવામાં (2), પોતાની (2), માંગ (2), પડવાનો (2), કોમી (2), બહાને (2), લેવાથી (2), ઠરાવનો (2), નામે (2), રાખવો (2), આમંત્રણ (2), આપીને (2), બનાવવા (2), થવું (2), સંતાનમે (2), દરખાસ્તોને (2), રાજગોપાલાચારી (2), ઠરાવના (2), પરવાનગી (2), થયું (2), ઠરાવની (2), ટેકામાં (2), પડ્યા (2), વ્યક્તિગત (2), વિદાય (2), બેઠક (2), ૨૯મી (2), ઍપ્રિલે (2), અબુલ (2), કલામ (2), પ્રત્યે (2), ખુલાસા (2), પૂરો (2), તેવી (2), માગણીને (2), આવ્યો (2), હમણાં (2), મહાસભાની (2), સંકેત (2), પ્રાંતોની (2), સ્પષ્ટ (2), આમાં (2), લેવાનો (2), મુસલમાનોના (2), આત્મનિર્ણયના (2), મતદાર (2), મંડળ (2), એપ્રિલે (2), શક્યતા (2), મુખ્ય (2), શાંતિથી (2), પરિણામ (2), પહોંચી (2), રાખવામાં (2), શક્ય (2), ક્લાસિસના (2), ટકા (2), મજૂરો (2), દેવાની (2), સંગઠન (2), સ્ટેટ્સ (2), પીપલ્સ (2), ક્રિપ્સને (2), આપ્યું (2), સીધી (2), આડકતરી (2), માનતી (2), હોવાનું (2), આવા (2), ક્યાંય (2), ઉલ્લેખ (2), આજના (2), વાતો (2), દેખાડે (2), વખતની (2), રાખવું (2), ડોમિનિયન (2), જુદાં (2), લાગુ (2), ઘણા (2), કૉન્ફરન્સ (2), સંખ્યામાં (2), કરતી (2), અવિશ્વાસ (2), આપશે (2), અનેક (2), મહાસભાએ (2), બહારની (2), કેટલાક (2), મુદ્દા (2), ક્રિપ્સે (2), તેના (2), બીજો (2), વિકલ્પ (2), સિદ્ધાંત (2), આવ્યા (2), અંગ્રેજી (2), એકતાનો (2), સલામતી (2), વ્યક્તિઓ (2), જેવું (2), કરનારા (2), સપ્રુ (2), વાઇસરૉયની (2), માટેના (2), સ્થિતિમાં (2), નીતિ (2), સાચી (2), સંરક્ષણની (2), કાર્યોમાં (2), અત્યારે (2), ઇચ્છે (2), સરકારની (2), બધી (2), જનતામાં (2), cwmg (2), આવતા (2), જુલાઈમાં (2), ગાંધીજીનો (2), મુસદ્દો (2), હટી (2), સાથી (2), બ્રિટને (2), ખરાબ (2), જાપાનના (2), મુલ્કી (2), બંધ (2), કહીએ (2), તમારી (2), અમને (2), થોડી (2), તમારા (2), દેશમાંથી (2), અમારા (2), દલીલ (2), શરતો (2), આપણને (2), ગમે (2), મેદાન (2), બનાવી (2), રોકી (2), વિચાર (2), જાપાનની (2), આપણા (2), મહાન (2), જીતશે (2), સામ્રાજ્ય (2), મનમાં (2), ભાવના (2), અંતમાં (2), રહેવા (2), રહ્યા (2), રાખવાની (2), આશા (2), aicc (2), બ્રિટનને (2), લેવા (2), શબ્દો (2), વાપર્યા (2), નહેરુને (2), કાનૂની (2), દેશને (2), શબ્દ (2), અહિંસા (2), પાછા (2), મોટા (2), પાયે (2), અંકમાં (2), વાર (2), આંદોલનનો (2), ગયું (2), ખતરા (2), હેતુ (2), સારું (2), રિપોર્ટમાં (2), ધીમે (2), બ્રિટનની (2), ભારતમાંથી (2), ૨૬મી (2), માં (2), અમેરિકી (2), ઉપયોગ (2), શાસન (2), જ્યારે (2), કરશે (2), સરદાર (2), જવાહરલાલે (2), લખીને (2), કરીએ (2), કરવો (2), બંગાળ (2), જનતાને (2), કેટલાંયે (2), ખાલી (2), સોંપી (2), દીધાં (2), વ્યૂહ (2), એમનું (2), બાળી (2), જિન્નાએ (2), લીધું (2), સમાધાન (2), માનનારા (2), શકું (2), જોઈશે (2), ભૂલી (2), જવાની (2), જોઈતું (2), વિચારવું (2), જ્યાં (2), શકીએ (2), લડી (2), સામસામે (2), મિત્ર (2), આવતાં (2), તેઓ (2), નહોતું (2), મંત્ર (2), ઇંગ્લેંડ (2), મેળવવા (2), જવું (2), ગણાય (2), તમારો (2), કહો (2), તમને (2), યોગ્ય (2), એકલા (2), તું (2), દુનિયાની (2), બોલ્યા (2), નક્કી (2), કરેલા (2), સમજતા (2), પટવર્ધન (2), લાખો (2), સુધારા (2), ભવિષ્યના (2), માગતા (2), સુધારામાં (2), સુચન (2), સંસ્થા (2), જનતાનું (2), સ્તરે (2), સુધારો (2), વરસ (2), ચળવળ (2), મર્યાદિત (2), હિન્દુસ્તાની (2), વલ્લભભાઈએ (2), પૈસા (2), કોઈક (2), અમેરિકા (2), ભરોસો (2), અમેરિકામાં (2), બધે (2), વર્ષ (2), નૅશનલ (2), ફ્રંટ (2), કાર્યક્ષમતા (2), ગેરસમજણ (2), આંતરરાષ્ટ્રીય (2), વ્યક્ત (2), જિન્ના (2), સાતમી (2), તારીખે (2), મંજૂરી (2), સ્વરાજ (2), તમારે (2), ૬૦૦ (2), સત્તાએ (2), પાછું (2), ખેંચી (2), બન્યો (2), જતા (2), અડગ (2), પરિવર્તન (2), aiccની (2), ઐતિહાસિક (2), વચનો (2), મહિના (2), જાપાની (2), આક્રમણનો (2), ૧૯૪૨ની (2), org (2), લૉર્ડ (2), વચ્ચેનો (2), પત્રવ્યવહાર (2), ૧૯૪૨ના (2), પોલિસ (2), રચના (2), સૂતાહાટા (2), કેસો (2), સૈનિકો (2), વિદ્યુત (2), પાંચ (2), જોડાયા (2), કેદ (2), રેલવેની (2), યુક્ત (2), બિહારમાં (2), નાગપુર (2), જિલ્લાની (2), પગલાં (2), લેવાનું (2), ચોખાની (2), નિકાસ (2), જતી (2), ક્રાન્તિ (2), આઠમી (2), દરમિયાન (2), હિંસા (2), નેતાઓની (2), પ્રત્યાઘાત (2), સંભાળી (2), બિહાર (2), પોલીસને (2), ભાગી (2), છૂટ્યા (2), જયપ્રકાશ (2), નારાયણ (2), વિદ્યાર્થીઓ (2), જુદી (2), ફાટી (2), દબાવી (2), દેવા (2), સમાચાર (2), ચોકીઓ (2), હજી (2), ઝવેરી (2), શહેરોમાં (2), સેવાઓ (2), ગેરકાનૂની (2), પ્રદેશ (2), સત્યાગ્રહ (2), કેબિનેટે (2), ઉપવાસ (2), ગવર્નરો (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, ભાગલાનો, છોડવાની, કબૂલ, લેવો, મતભેદોનો, અંગ્રેજોને, સમસ્યાને, ઠેલતું, બહાનું, રાજાજીએ, રાજાજીના, બનાવવામાં, નડતા, અવરોધો, એકતાના, અસ્પષ્ટ, લાભના, બનવા, દેવી, શાણપણ, માન્ય, સામેલ, થવાનું, સંમત, નકારી, કાઢવાના, સત્તાવાર, વલણની, ચક્રવર્તી, પ્રેરક, આથી, પ્રમુખે, મતદાન, ૧૨૦, સભ્યોએ, રાજાજીનો, ઊડી, ઠરાવો, પ્રમુખસ્થાનેથી, લીધેલા, વલણના, વિગતવાર, સીધું, હસ્તક, યુદ્ધના, સમયમાં, મહત્ત્વનો, એકમાત્ર, મુદ્દો, ખર્ચ, વહીવટની, વિભાગો, મિશનને, નિષ્ફળ, ૧૯૪૦નો, વિશેનો, લાહોર, સ્વીકારાયેલો, મંજૂર, મુસલમાનોની, ધ્યાનમાં, રાખીને, તેમને, કારણસર, તર્ક, દલીલો, સમાનતા, કારણોસર, પુનર્રચના, મુસલમાનોનાં, હિતો, સચવાય, જોડાવું, ઍસેમ્બ્લીમાં, લોકમતની, દરખાસ્ત, લોકમત, સમગ્ર, પુખ્ત, વસ્તીને, આધારે, ગણવાના, લીગનું, અધિકારની, ઉપેક્ષા, ઍસેમ્બ્લીઓ, બંધારણસભાને, ચૂંટે, વ્યવસ્થાને, વખોડી, કાઢી, ચુંટાયા, બંધારણસભાની, પસંદગી, ઝુંટવી, લેવાય, ૧૧મી, સ્વીકારી, ઇનકાર, દીધો, એનાં, પાસાંની, પ્રશંસા, જોડાવાનું, મરજિયાત, રાખ્યું, પાકિસ્તાનની, દેખાઈ, છેલ્લાં, પચીસ, વર્ષથી, કોમો, મુસલમાન, તેવા, પ્રયાસ, કડવા, અનુભવ, તારણ, કોમોને, યુનિયનમાં, ન્યાય, નેતા, રાજાએ, બંધારણ, સભાની, રચનાનો, જાતિઓ, પંથોમાં, વહેંચાયેલા, સમાજમાં, ક્લાસિસને, ચૂંટણી, પ્રતિનિધિત્વ, ઊપજ, ખેતીમાંથી, ખેતીકામમાં, લાગેલા, શ્રેણીના, નીમવાનો, ગળે, ટૂંપો, ક્લાસિસ, નરમપંથી, શીખો, પરિષદોના, પોતાનું, રજવાડાંઓની, પ્રજા, વગર, કેબિનેટ, જણાય, મહત્ત્વના, મુદાઓનો, ઉકેલ, આણવા, પૂરતા, રજવાડાંની, કરોડની, પ્રજાનો, સંકટકાળમાં, દુનિયાનું, સર્જન, વિચારે, હોવાને, ભારતનું, વિઘટન, આજની, દુનિયામાં, જમાનામાં, યાદ, રાજાઓએ, સંધિઓમાં, પ્રજાઓનો, ફાળો, જરીપુરાણી, આર્થિક, વિકાસમાં, આડે, સહન, પૂર્ણ, સ્વરાજની, દોહરાવી, પરિષદોની, ઇંડિયાના, બિજૉય, પ્રસાદ, સિંઘ, રોય, મહામંત્રીઓ, ચીમનલાલ, સેતલવાડ, નૌશીર, ભરૂચા, સ્ટેટ, બનાવવાની, ઑફરને, આવકાર, જોડાવાની, આપવાનાં, જોખમો, દેખાડ્યાં, ફેડરેશનો, બનાવાય, દરેકનાં, સૈન્યો, વેપારમાં, કસ્ટમ, બંદરોની, માલિકી, ગુંચવાડા, ફેડરેશને, લીગથી, હકદાવાની, ચિંતા, તરફદાર, અભિપ્રાય, સંતોષ, જોડાવાનો, વ્યવસ્થાનો, એનાથી, ટુકડા, અધિકારને, વિચ્છેદનો, ઠોકી, બેસાડે, રાષ્ટ્રો, જોડાતાં, દાખલા, બંધબેસતા, એકતંત્રી, રાજ્ય, એકમો, બનાવેલા, સૂચવેલી, યોજનામાં, વત્તેઓછે, સંતોષજનક, આવીને, કાં, સ્વીકારવાની, નકારવાની, સંયોગોમાં, નકાર્યા, રહેવાની, જોગવાઈનો, પાડવા, મહાસભાનો, આધારભૂત, સદીઓથી, મૂળભૂત, એકતામાં, શાસને, એટલું, રહેવાનો, આપવાથી, પાકિસ્તાની, બનશે, અફઘાનિસ્તાન, દેશો, હાથ, મિલાવીને, ખતરારૂપ, મહાસભા, નોંધવા, સંસ્થાઓનું, સહકારથી, કોંગ્રેસથી, રહેલા, તેજ, બહાદુર, જયકરે, તરફથી, પ્રતિસાદ, એક્ઝીક્યુટિવ, કાઉંસિલમાં, સભ્ય, લેવાની, કાર્ય, હોવી, અનુભવી, જાણકાર, સોંપવામાં, જનમાનસ, ભાર, મૂકીએ, કશા, અપવાદ, ભારતીયોના, મૂકવી, ઇચ્છીએ, સંબંધી, મનોવૈજ્ઞાનિક, દૃષ્ટિએ, સાનુકૂળ, પડઘા, જયકર, અઠવાડિયે, સ્વીકારાયો, નાનો, મોટો, મુળ, સ્વીકાર્યું, પૂરું, સેના, ટુકડીઓ, રાજગોપાલાચારીએ, સંગઠિત, જશું, એથી, આપણી, નજર, ચાતરી, દોડીને, પહોંચો, દેખાડ્યો, ખસી, વહીવટીતંત્ર, શૂન્યાવકાશ, ભરી, જાપાનને, બ્ર્રિટન, કહેશે, માનીએ, સવલતો, બદલામાં, સ્વતંત્રતાનું, રક્ષણ, કરશું, એરોડ્રૉમો, સૈન્યને, જાપાનીઓ, મહત્ત્વનાં, સ્થાનો, કબજામાં, ઈરાક, વધે, બ્રિટિશરોને, જવાનું, સમજૂતીઓ, કેટલીક, સ્વીકારવી, કંટ્રોલની, હોઈ, સ્વબચાવ, જંગનું, દેશે, અસહકારથી, શકો, મુસદ્દા, પાછળનો, પૂર્વભૂમિકા, તરફેણમાં, સભાનપણે, બાબતો, સંકટમાં, વિચારો, પ્રભાવ, પાડે, ધ્યેયોને, યુદ્ધનું, સંભવિત, કોણ, જર્મની, ધારણા, અભાનપણે, નિર્ણયને, બાપુનું, સ્વીકારીશું, ધરી, રાજ્યોના, નિષ્ક્રિય, જઈશું, લડવામાં, ખાતરી, ચર્ચા, કરનારામાં, અલ્હાબાદની, ઍપ્રિલના, કમિટીની, અલ્હાબાદમાં, મીટિંગોને, કારણે, જાતે, મીરાબહેન, મારફતે, મોકલાવ્યો, અસહકારની, જાતના, યુદ્ધોનો, અસરકારક, આખો, દેશ, કાર્યવાહી, સફળ, બ્રિટિશરો, એટલી, કારગત, એમનાં, મૂળ, જમીનમાં, ઊંડે, ગયેલાં, જગ્યા, આગામી, રીત, પાછી, ફરશે, અંગે, તેટલી, સૂચનાઓ, રીતોમાં, હાલની, મંત્રણાઓ, પડી, ભાંગ્યા, નામોશી, વહોરી, આટલા, નોંધી, વાચકે, પૂછેલા, પ્રશ્નનો, પ્રશ્નને, સીધેસીધો, સંબંધ, પ્રશ્નકર્તાએ, પૂછ્યું, વારસ, યુદ્ધની, તાલીમ, જવાબમાં, મેં, વાપર્યો, જવાહરલાલમાં, જુસ્સો, તેવો, કોઈમાં, કાર્યક્રમો, ભવિષ્યમાં, પહોંચાડે, ફેલાય, વિનાશ, લાવે, પહેલી, ઇશારો, મહિનામાં, ક્વિટ, નોંધ્યું, વારંવાર, જોડીને, સતત, લખતા, રહેતા, ઠસાવવાનો, જણાવ્યા, ખરી, લેખમાં, સામ્રાજ્યને, અમેરિકાનું, ઉમેરાશે, બ્રિટનના, કરતું, સિંગાપુર, છોડવું, પડ્યું, હિન્દુસ્તાનીઓને, રઝળતા, મૂકી, દીધા, ચડી, વલ્લભભાઈને, પત્રમાં, લખ્યું, અહિંસાને, સાવ, પત્ર, હંમેશાં, વ્યવહારમાં, બન્નેમાં, જોતો, પ્રગટ, શસ્ત્રો, ઉઠાવવાની, બર્મામાંથી, આસામ, હુમલો, શક્યતાઓ, સામાન્ય, દેખાતી, ગામો, કરાવીને, લશ્કરને, ધીકતી, ધરા, અખત્યાર, ગામ, પાક, નાખે, કુવાઓમાં, ઝેર, ભેળવી, ફોજને, ખાધાખોરાકી, ફાંફાં, મારવાં, વર્ષો, દંભ, આક્ષેપ, હિન્દુઓને, અટકાવવા, લડવાની, મિત્રભાવે, જાણતો, રાષ્ટ્ર, મળવું, લડવા, જોઈ, ખાનગી, આત્મઘાતી, બન્નેને, સત્તાની, ગુજરી, વિચાર્યા, કોકડું, ઉકેલીએ, નગ્ન, સત્ય, આંખો, સમસ્યા, ઉકેલવાના, રસ્તા, માર્ગમાં, પક્ષો, મળીને, માર્ગે, ખુવાર, ૧૨મી, ટીકા, ખ્યાલ, દરખાસ્તોથી, લાવી, દરખાસ્તમાં, ભાગલાની, સ્ટેટસ, સ્વીકારવા, કદી, આપવાના, કલ્પના, મુજબનું, હિન્દુસ્તાનીને, july, december, દિવસની, સવારે, જણેજણની, જીભે, રમતો, નહી, રહ્યો, હોઉં, માનતો, અમેરિકનો, હિન્દુસ્તાનીએ, માનવાનો, ખપી, પૂરતું, બાંધછોડ, સંભાળવાનું, જવો, અંતરાત્માનો, નિસ્બત, કંઈક, સાયકોલૉજી, ભણ્યો, જાણું, નું, વર્ણન, મારે, લડવું, રહેવું, આંખમાં, આંખ, મેળવીને, બોલીશ, સહીસલામત, આંખોમાં, લોહી, ઊભરાઈ, દુનિયાનો, ભગવાનનો, રાખ, ચર્ચાઓનું, સમાપન, નૂરુદ્દીન, બિહારીએ, બોલતાં, હિનુસ્તાનની, લડાઈના, સૈનિક, જનરલે, સવાલો, મૌલાનાએ, આચાર્ય, નરેન્દ્ર, સમાજવાદીઓએ, પટવર્ધને, કમ્યુનિસ્ટોના, દાવાને, પડકાર્યો, મોરચો, બનાવવો, આપતા, સામ્યવાદી, પ્રતિનિધિઓ, અશરફ, સજ્જાદ, ઝહીર, સરદેસાઈએ, અશરફે, ઇંડિયન, ફેડરેશનમાંથી, વત્તે, ઓછે, સમાન, વ્યવહાર, છોડવાનો, આપવો, માગણીનો, પડઘો, પડતો, બીજું, મહત્ત્વનું, હોવાથી, શિસ્તબદ્ધ, ફેરવી, નાખવાની, આને, કમ્યુનિસ્ટોનું, રાષ્ટૄય, મુસલમાનોનો, સુધારાની, મોકૂફ, રાખવાનું, એકાદ, સભ્યે, ધ્યાન, કહીને, સૂચવ્યું, વિશ્વ, બને, તેને, બાંયધરી, અપાઈ, હમણાંથી, આવું, વચન, દુશ્મનો, આવતીકાલે, ચેતવ્યા, કઠિન, બેઠા, રહ્યાઅ, પૂરતી, સૌની, આપણો, ઉદ્દેશ, ધસી, અપાવવાનો, લડવાનો, દુનિયાને, આટલી, પ્રસિદ્ધિ, ખર્ચ્યા, મફતની, સલાહો, મળવા, માંડી, ધમકી, સરદારે, માનતાં, જનતાના, સાથ, સહકાર, શકશે, મૂર્ખ, લાગવું, લોકોનું, રક્ષા, નાગરિકોના, અકબંધ, ઉમેર્યું, કહેતું, ઇરાદો, શુદ્ધ, સાચું, બોલતા, જર્મનીના, સાંભળો, જણાઈ, જૂઠાણાં, ઇંગ્લેંડનું, અડિયલ, દુશ્મન, માને, હિન્દુસ્તાનીઓ, વર્તવાની, જાણીએ, ઓળખાય, કોંગ્રેસનો, બાકી, આખું, તંત્ર, રેઢિયાળ, પ્રસંગે, રાત, લેવાના, કાર્યક્ષમ, જોવા, દિવસો, બૌદ્ધિક, સમજાતું, નવાઈની, સમજીવિચારીને, ગાંઠ, વાળી, કેટલાંક, અખબારો, બ્લૅકમેઇલિંગ, ઓળખાવે, માગણીમાં, પીછેહઠ, હાર્દ, સંકુચિત, રાષ્ટ્રવાદની, પશ્ચાદ્, ભૂમિકા, કોઈને, પડકાર, ફેંકાયો, ઉલ્ટું, ભાષણ, મુલતવી, આઠમીએ, જોઈતાં, કરું, વસ્તુ, લાગતું, આપવી, જેટલા, શાસક, પેદા, અળગાપણું, સર્જી, રજવાડાંના, ભેદ, રાજાઓને, ઠીક, રૈયત, માગીએ, ચોરીચૌરાની, ઘટના, નાગરિક, સંદર્ભમાં, શંકા, કરાતી, અધવચ્ચેથી, લેશે, આપતાં, પૂછે, મારામાં, બાબતોમાં, મજબૂત, શિયાળામાં, આપને, ઘણાં, કપડાં, પહેરીને, નીકળીએ, ઉનાળામાં, ઓછાં, ક્પડાં, પહેરતા, હોઈએ, બદલાઈ, અહિંસાના, સાંભળીને, કાન, પાકી, આવવું, બ્રિટિશરોએ, ભાગવું, ખુલાસો, બ્રિટિશરોની, હકાલપટ્ટી, અઢીસો, શ્રોતાઓ, વંદે, માતરમ્, કાર્યવાહીની, શરૂઆત, સમક્ષ, તેનું, મહત્ત્વ, ટૂંકમાં, જાહેરાત, આપણું, પહેલું, સંયુક્ત, રાષ્ટ્રસંઘ, જીતવા, રહેશું, આમાંથી, અંધાધૂંધી, અરાજકતા, ફેલાશે, બીક, દેખાડવાની, હૃદયપૂર્વક, ખરેખર, આક્રમણ, ભારતનો, યુવાન, નિરાશામાં, ડુબાડી, માગતી, મુંબઈના, https, wikipedia, wiki, usha_mehta, ttps, www, mkgandhi, ushamehta, htm, centenary, national, congress, iii, 000, જોઈશું, xxx, આંદોલનના, શરૂઆતના, દિવસોમાં, હાંફી, દબાઈ, આદેશ, પહેલાંના, સત્યાગ્રહથી, પ્રકારનું, વ્યક્તિના, શબ્દમાં, કેટલી, શક્તિ, પરચો, વાઇસરૉયને, ઑક્ટોબરમાં, જિલ્લો, ભયંકર, વાવાઝોડાનો, શિકાર, આનો, પોલિસો, મોકલ્યા, રાજ, ૧૭મી, ડિસેમ્બરે, તામ્રલિપ્તમાં, સતીશચંદ્ર, સામંત, સરમુખત્યાર, પછીની, જાન્યુઆરીએ, સંકલ્પ, દિને, નંદીગ્રામ, તામલૂક, મહીષાદલમાં, તામ્રલિપ્ત, ડાકુઓ, ચોરો, દુકાળ, ચેપી, રોગો, ફોજદારી, નિશાળો, વિષયો, ખાતાં, કર્યાં, હકુમતનું, નામનિશાન, ભીડને, સરઘસાકારે, શહેર, ભણી, જતાં, વાહિનીના, વોલંટિયરો, પચાસ, હજારના, સરઘસની, આગેવાની, ચોકી, ત્રાટક્યા, સ્થાનિક, લોકોમાંથી, હજારને, વાહિની, સામેની, લડતમાં, અસંખ્ય, ચોકીઓને, કેટલાયે, નોકરોને, પાસેથી, કરવાનાં, લીધાં, સુધીની, મુસાફરીનાં, ભાડાં, છોડ્યા, બલિયા, ગઢવાલ, મૂંગેર, મધ્ય, સાતારામાં, સશસ્ત્ર, દળો, મોકલીને, ધ્વસ્ત, બંગાળના, માથાના, દુખાવા, નીવડી, સમર્થનમાં, આર્મી, પોલીસનો, નુકસાન, વિસ્તારમાં, ત્રાટકશે, બીકમાં, ઍપ્રિલથી, દમનકારી, લોકોની, સાઇકલો, ઘરવખરી, જપ્ત, લેવાઈ, ઊપજની, ભાવો, ચડતા, રોષ, થયાના, વેપારી, કોશિશ, કરતો, હજારની, ભીડ, એકઠી, વીખેરવા, ગામવાસીઓ, ગામોમાં, ઝડતી, ૨૦૦, જણને, પ્રકાશિત, અહિંસાનો, વિવાદનો, વ્યક્તિ, પોતાનો, વેતરણમાં, જેલભેગા, નેતૃત્વ, ધરપકડનો, કટાક્ષ, સવાલ, મુંબઈની, aiccમાં, ગરજનારા, ક્રાન્તિકારીઓ, ક્રાન્તિનો, દોર, નેપાલની, સરહદે, ફ્રીડમ, બ્રિગેડ, નેપાલી, લોહિયાને, ભીંસમાં, ગોળીઓની, રમઝટ, ચાલી, હાથતાળી, દઈને, નવેમ્બરની, દિવાળી, ઉજવવામાં, મગ્ન, ઝારખંડ, હઝારીબાગની, સેંટ્રલ, જેલની, દીવાલ, કૂદીને, ત્યાંથી, વારાણસી, થઈને, યુરોપિયન, વેશમાં, પહોંચ્યા, ભૂગર્ભમાં, રહીને, ક્રાન્તિનું, સંચાલન, કાર્યકરોને, સમાજવાદી, અત્યંત, પ્રિય, સાથીઓમાં, અહિંસાની, સામાજિક, સ્થળેથી, કેટલાંય, નિવેદનો, પાડ્યાં, છૂપા, વેશે, ફરીને, ફેલાવ્યું, પકડવા, રૂપિયાનું, ઇનામ, બાતમી, ઇનામની, રકમ, રૂપિયા, ગુપ્ત, ઑફિસ, મરો, સ્લોગન, મુદ્દાનો, કાર્યક્ર્મ, લક્ષ્ય, વહીવટીતંત્રને, ખોરવી, નાખવાનું, વેપારીઓ, ખેડૂતો, વર્ગો, ભૂગર્ભ, aiccએ, અપીલો, પાડી, આઝાદીનો, પવન, ચારે, ફુંકાવા, ઑક્ટોબરના, વાયવ્ય, સરહદ, તોફાનો, નીકળ્યાં, ખાન, અબ્દુલ, ગફ્ફાર, ખાનને, લેવાયા, ફેબ્રુઆરી, ૧૯૪૩, સુધીમાં, કાયદા, હેઠળ, જેલોમાં, ૧૫૭, બોંબ, પકડાયા, પ્રેરિત, તોફાનોમાં, રમખાણ, આંદોલનથી, અપીલ, આંદોલનમાં, મુંબઈમાં, મિલો, વિદ્રોહને, બટાલિયનો, ઉતારી, નાથવાની, કોશિશમાં, હવાઈદળના, કર્મચારીઓનાં, મોત, ૨૮મી, ઓરિસ્સાના, બાલાસોર, જિલ્લાના, ગામે, શહીદ, દરરોજ, હિંદ, ઍમરીને, મોકલતો, કાબૂમાં
Text of the page (random words):
તો પણ તે સાથે નવાં સ્થળોએ તોફાન ફાટી નીકળવાના સમાચાર પણ આપવા પડતા હતા પાંચમી સપ્ટેમ્બરના એના રિપોર્ટમાં માહિતી આપી છે કે આખા દેશમાં ૬૫ પોલીસ ચોકીઓ પર ભીડે હુમલા કર્યા તેમાં ૪૦ ચોકીઓ સદંતર નાશ પામી ૩૪૦ના જાન ગયા અને ૬૦૦ ઘાયલ થયા અને હજી આંદોલનને એક મહિનો પણ પૂરો નહોતો થયો રિપોર્ટ કહે છે કે આ આંકડા હજી ઊંચે જશે આ ઘટનાઓમાં ૨૮ પોલીસ કર્મચારીઓ પણ માર્યા ગયા સરકારે વિદ્રોહને દબાવી દેવા માટે ૫૭ લશ્કરી બટાલિયનો ઉતારી જનતાને નાથવાની કોશિશમાં ૧૧ સૈનિકો અને બે હવાઈદળના કર્મચારીઓનાં મોત થયાં ૨૮મી સપ્ટેમ્બરે ઓરિસ્સાના બાલાસોર જિલ્લાના એક ગામે પોલીસે ગોળીબાર કર્યો તેમાં ૨૯ જણ શહીદ થયા આઝાદીનો પવન ચારે બાજુ ફુંકાવા લાગ્યો હતો ઑક્ટોબરના અંતમાં વાયવ્ય સરહદ પ્રાંતમાં તોફાનો ફાટી નીકળ્યાં અને ખાન અબ્દુલ ગફ્ફાર ખાનને કેદ કરી લેવાયા ફેબ્રુઆરી ૧૯૪૩ સુધીમાં ૪૦ ૦૦૦ વ્યક્તિઓ જુદા જુદા કાયદા હેઠળ જેલોમાં હતી અને ૧૫૭ બોંબ કેસો પણ પકડાયા સરકારી રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસ પ્રેરિત તોફાનોમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ કે મુસ્લિમ નેતાઓ નહોતા જોડાયા પરંતુ હિન્દુ મુસ્લિમ રમખાણ ન થયાં મુસ્લિમ લીગે મુસલમાનોને આ આંદોલનથી દૂર રહેવા અપીલ કરી હતી કમ્યુનિસ્ટો પણ આંદોલનમાં કોંગ્રેસ સાથે નહોતા અને એમણે મુંબઈમાં મિલો ફરી ચાલુ થાય તેમાં સરકારને મદદ કરી એક ગુપ્ત aiccની ઑફિસ પણ શરૂ થઈ એણે કરો યા મરો ના ગાંધીજીના સ્લોગન સાથે ૧૨ મુદ્દાનો કાર્યક્ર્મ લોકોને આપ્યો કોંગ્રેસનું લક્ષ્ય વહીવટીતંત્રને સંપૂર્ણ ખોરવી નાખવાનું હતું એટલે વિદ્યાર્થીઓ વેપારીઓ ખેડૂતો મજૂરો એમ બધા વર્ગો માટે ભૂગર્ભ aiccએ જુદી જુદી અપીલો બહાર પાડી જયપ્રકાશ નારાયણ ૧૯૪૨ની નવમી નવેમ્બરની રાતે લોકો દિવાળી ઉજવવામાં મગ્ન હતા ત્યારે બિહાર હવે ઝારખંડ ના હઝારીબાગની સેંટ્રલ જેલની દીવાલ કૂદીને જયપ્રકાશ નારાયણ ભાગી છૂટ્યા ત્યાંથી એ વારાણસી થઈને યુરોપિયન વેશમાં મુંબઈ પહોંચ્યા અને ભૂગર્ભમાં રહીને ઑગસ્ટ ક્રાન્તિનું સંચાલન કરનારા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોને મળ્યા જે પી સમાજવાદી હતા અને ગાંધીજીના અત્યંત પ્રિય સાથીઓમાં હતા પણ અહિંસાની બાબતમાં એમના ગાંધીજી સાથે મતભેદ હતા જે પી માનતા કે સામાજિક પરિવર્તન માટે મર્યાદિત હિંસા જરૂરી બની જતી હોય છે એમણે દેશમાં કોઈક સ્થળેથી કેટલાંય નિવેદનો બહાર પાડ્યાં અને યુક્ત પ્રાંતમાં છૂપા વેશે ફરીને ભારત છોડો આંદોલનને ફેલાવ્યું સરકારે એમને પકડવા માટે પાંચ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું પણ જે પી વિશે બાતમી આપવા કોઈ આગળ ન આવતાં સરકારે ઇનામની રકમ દસ હજાર રૂપિયા કરી દીધી તે પછી એમણે બિહાર અને નેપાલની સરહદે ફ્રીડમ બ્રિગેડ ની રચના કરી પણ નેપાલી સત્તાએ એમને અને રામ મનોહર લોહિયાને ભીંસમાં લીધા સામસામે ગોળીઓની રમઝટ ચાલી પણ જે પી અને લોહિયા ફરી એક વાર પોલીસને હાથતાળી દઈને ભાગી છૂટ્યા દરમિયાન ગાંધીજી અને લિન્લિથગો વચ્ચેનો પત્રવ્યવહાર પ્રકાશિત થઈ ગયો હતો તે પછી હિંસા અહિંસાનો વિવાદ શરૂ થઈ ગયો હતો જે પી એ કહ્યું કે આ વિવાદનો અર્થ નથી કારણ કે દરેક વ્યક્તિ પોતાનો રસ્તો પસંદ કરી શકે છે કેટલાક લોકો આ આંદોલનનો યશ કોંગ્રેસને ન મળે એવી વેતરણમાં પણ લાગ્યા હતા એમનું કહેવું હતું કે આંદોલન શરૂ થયું તે પહેલાં જ ગાંધીજી અને બીજા કોંગ્રેસ નેતાઓ જેલભેગા થઈ ગયા હતા નેતૃત્વ એમના હાથમાં તો હતું જ નહીં એટલે આ કોંગ્રેસનું આંદોલન ન ગણાય જે પી નો જવાબ હતો કે જે કંઈ થાય છે તે કોંગ્રેસના નેતાઓની ધરપકડનો જ પ્રત્યાઘાત છે એમણે કમ્યુનિસ્ટો પર કટાક્ષ કરતાં સવાલ કર્યો કે મુંબઈની aiccમાં ગરજનારા મહાન ક્રાન્તિકારીઓ ક્રાન્તિનો દોર સંભાળી લેવા માટે કેમ આગળ ન આવ્યા જનતા સરકારો યુક્ત પ્રાંતમાં બલિયા ગઢવાલ બિહારમાં મૂંગેર મધ્ય પ્રાંતમાં નાગપુર અને મુંબઈ પ્રાંતમાં સાતારામાં જનતા સરકારો બની પણ સરકારે સશસ્ત્ર પોલીસ દળો મોકલીને એમને ધ્વસ્ત કરી નાખી એક માત્ર બંગાળના મિદનાપુર જિલ્લાની જનતા સરકાર માથાના દુખાવા જેવી નીવડી લાખો લોકો એના સમર્થનમાં અડગ હતા એટલે સરકાર આર્મી કે પોલીસનો બહુ ઉપયોગ કરે તો એને પોતાને જ નુકસાન થાય તેમ હતું જાપાન આ વિસ્તારમાં ત્રાટકશે એવી બીકમાં સરકારે ૧૯૪૨ના ઍપ્રિલથી જ ત્યાં દમનકારી પગલાં લેવાનું શરૂ કર્યું હતું લોકોની સાઇકલો સહિત ઘરવખરી પણ જપ્ત કરી લેવાઈ હતી ચોખાની આખી ઊપજની જિલ્લાની બહાર નિકાસ થઈ જતી હતી લોકોના હાથમાં પૈસા નહોતા અને તેમ છતાં ભાવો ચડતા જતા હતા એટલે લોકોમાં સરકાર સામે ભારે રોષ હતો જ ઑગસ્ટ ક્રાન્તિ શરૂ થયાના એક મહિના પછી આઠમી સપ્ટેમ્બરે એક વેપારી ચોખાની નિકાસ કરવાની કોશિશ કરતો હતો ત્યારે એને રોકવા બે હજારની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ પોલીસે એને વીખેરવા ગોળીબાર કરતાં ત્રણ ગામવાસીઓ માર્યા ગયા તે પછી પોલીસે છ ગામોમાં ઝડતી લીધી અને ૨૦૦ જણને પકડી લીધા બીજી બાજુ બંગાળ સરકારે જાપાની આક્રમણનો મુકાબલો કરવા સ્થાનિક લોકોમાંથી પાંચ હજારને પસંદ કરીને વિદ્યુત વાહિની બનાવી હતી હવે એના સભ્યો બ્રિટિશ સરકાર સામેની લડતમાં જોડાયા એમણે અસંખ્ય પોલીસ ચોકીઓને બાળી નાખી કેટલાયે સરકારી નોકરોને કેદ કરી લીધા અને એમની પાસેથી બ્રિટિશ સરકાર માટે કામ ન કરવાનાં વચનો લીધાં તે પછી એમને ઘર સુધીની રેલવેની મુસાફરીનાં ભાડાં આપીને છોડ્યા ૨૯મી સપ્ટેમ્બરે પોલીસે ગોળીબાર કરીને એક ભીડને સરઘસાકારે મિદનાપુર શહેર ભણી જતાં રોકી દીધી એ જ દિવસે વિદ્યુત વાહિનીના વોલંટિયરો પચાસ હજારના સરઘસની આગેવાની લઈને સૂતાહાટા પોલિસ ચોકી પર ત્રાટક્યા ૧૭મી ડિસેમ્બરે તામ્રલિપ્તમાં રાષ્ટ્રીય સરકારની રચના કરવામાં આવી સતીશચંદ્ર સામંત એના પહેલા સરમુખત્યાર બન્યા તે પછીની ૨૬મી જાન્યુઆરીએ કોંગ્રેસના સંકલ્પ દિને સૂતાહાટા નંદીગ્રામ તામલૂક અને મહીષાદલમાં પણ રાષ્ટ્રીય સરકારો બની તામ્રલિપ્ત સરકારે ડાકુઓ ચોરો દુકાળ ચેપી રોગો મુલ્કી અને ફોજદારી કેસો નિશાળો સૈનિકો પોલીસ વગેરે અનેક વિષયો માટે ખાસ ખાતાં શરૂ કર્યાં આ સરકાર બે વર્ષ સુધી કામ કરતી રહી ત્યાં બ્રિટિશ હકુમતનું નામનિશાન પણ નહોતું રહ્યું પરંતુ ૧૯૪૨ના ઑક્ટોબરમાં મિદનાપુર જિલ્લો ભયંકર વાવાઝોડાનો શિકાર બન્યો આનો લાભ લઈને બ્રિટિશ સરકારે ત્યાં મોટી સંખ્યામાં પોલિસો મોકલ્યા તે પછી ત્યાં દિવસે પોલિસ રાજ અને રાતે સ્વરાજ જેવી સ્થિતિ રહી ભારત છોડો આંદોલનના શરૂઆતના દિવસોમાં જ સરકાર હાંફી ગઈ હતી નેતાઓને પકડી લેવાથી જનતા દબાઈ નહીં અને ગાંધીજીએ આદેશ આપ્યો હતો તેમ પહેલાંના સત્યાગ્રહથી અલગ પ્રકારનું આંદોલન બની ગયું હતું એક વ્યક્તિના શબ્દમાં કેટલી શક્તિ હતી તેનો પરચો વાઇસરૉયને મળી ગયો હતો xxx આવતા અંકમાં આપણે ગાંધીજી અને લૉર્ડ લિન્લિથગો વચ્ચેનો પત્રવ્યવહાર અને બીજી વાતો જોઈશું 000 સંદર્ભઃ 1 centenary history of indian national congress vol iii 2 ttps www mkgandhi org ushamehta htm 3 https en wikipedia org wiki usha_mehta like loading author dipak dholakia posted on 25 03 2021 21 03 2021 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 31 india slavery and struggle for freedom part 4 chapter 30 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૩૦ ભારત છોડો ૧ ૧૯૪૨ની સાતમી ઑગસ્ટે મુંબઈના ગોવાલિયા ટેંક મેદાનમાં aiccની ઐતિહાસિક મીટિંગ શરૂ થઈ એના અઢીસો સભ્યો ઉપરાંત દસ હજાર શ્રોતાઓ પણ હાજર હતા વંદે માતરમ્ સાથે કાર્યવાહીની શરૂઆત થઈ તે પછી કોંગ્રેસ પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદે કમિટી સમક્ષ જે ઠરાવ રજૂ થવાનો હતો તેનું મહત્ત્વ સમજાવતાં કહ્યું કે આ ઠરાવ ટૂંકમાં એમ કહે છે કે આપણે વચનો પર ભરોસો રાખવા નથી માગતા તરત ભારતને આઝાદ કરવાની જાહેરાત કરો ભારત આઝાદ થયા પછી આપણું પહેલું કામ સંયુક્ત રાષ્ટ્રસંઘ સાથે સમજૂતી કરવાનું હશે અને આ યુદ્ધ જીતવા માટે જે કંઈ પણ કરવું પડે તેના માટે આપણે તૈયાર રહેશું આમાંથી અંધાધૂંધી અને અરાજકતા ફેલાશે એવી બીક દેખાડવાની જરૂર નથી બ્રિટિશ સરકાર ભારતની આઝાદી આપવા હૃદયપૂર્વક તૈયાર હોય તો એ હમણાં જ આઝાદી આપી શકે છે થોડા મહિના પહેલાં જાપાની આક્રમણનો ભય દૂર હતો પણ હવે તો ખરેખર આક્રમણ થાય એવું લાગે છે ભારતનો દરેક યુવાન આ ખતરા સામે ઊભો રહે એવું કોંગ્રેસ ઇચ્છે છે પણ સરકાર લોકોને નિરાશામાં જ ડુબાડી રાખવા માગતી હોય એમ લાગે છે એમણે કહ્યું કે ભારત છોડો નો અર્થ એ નથી કે બધા બ્રિટિશરોએ દેશમાંથી ભાગવું પડશે ગાંધીજીએ આ શબ્દો વાપર્યા તે પછી આઝાદ અને નહેરુ સાથે ગાંધીજીને મળ્યા હતા એ વખતે ગાંધીજીએ ખુલાસો કર્યો કે ભારત છોડો એટલે સત્તા પરિવર્તન બ્રિટિશરોની વ્યક્તિગત હકાલપટ્ટી નહીં હું ૧૯૨૦માં હતો તે જ છું ગાંધીજી ૧૯૨૦માં ચોરીચૌરાની ઘટના પછી ગાંધીજીએ દેશવ્યાપી નાગરિક અસહકાર આંદોલન પાછું ખેંચી લીધું હતું એ સંદર્ભમાં શંકા વ્યક્ત કરાતી હતી કે ગાંધીજી ભારત છોડો આંદોલન પણ અધવચ્ચેથી પાછું ખેંચી લેશે ગાંધીજી કોંગ્રેસ પ્રમુખ મૌલાના આઝાદ પછી બોલ્યા ત્યારે એનો જવાબ આપતાં એમણે કહ્યું કે મને ઘણા લોકો પૂછે છે કે હું ૧૯૨૦માં હતો તે જ છું કે મારામાં કંઈ ફેરફાર થયો છે ગાંધીજીએ પોતે જ જવાબ આપ્યો કે હું ૧૯૨૦માં હતો તે જ છું માત્ર અમુક બાબતોમાં હું વધારે મજબૂત બન્યો છું આ વાત સમજાવતાં એમને કહ્યું કે જેમ શિયાળામાં આપને ઘણાં કપડાં પહેરીને બહાર નીકળીએ અને ઉનાળામાં ઓછાં ક્પડાં પહેરતા હોઈએ છીએ પણ આપણે પોતે બદલાઈ જતા નથી એટલે હું આજે પણ અહિંસાના સિદ્ધાંત પર અડગ છું એ સાંભળીને તમારા કાન પાકી ગયા હોય તો તમારે મારી પાસે ન આવવું જોઈએ ગાંધીજીએ કહ્યું કે આ ઠરાવને મંજૂરી આપવાનું જરૂરી નથી તમને સ્વરાજ અને સ્વતંત્રતા જોઈતાં હોય અને હું અહીં જે રજૂ કરું છું તે સારી અને સાચી વસ્તુ છે એમ લાગતું હોય તો જ તમારે ઠરાવને મંજૂરી આપવી જોઈએ તે પછી મને તમારો સંપૂર્ણ ટેકો જોઈશે એમને કહ્યું કે દેશમાં ૬૦૦ જેટલા રાજાઓ છે એમને તો શાસક સત્તાએ જ પેદા કર્યા છે કે જેથી હિન્દુસ્તાની હિન્દુસ્તાન અને બ્રિટિશ ઇંડિયા વચ્ચે અળગાપણું સર્જી શકાય પણ રજવાડાંના લોકો કહે છે કે આવો કોઈ ભેદ નથી રાજાઓને જે ઠીક લાગે તે કહે પણ રૈયત આપણે જે માગીએ છીએ તે જ માગે છે ગાંધીજીએ એવી પણ આશા વ્યક્ત કરી કે જિન્ના પણ કદાચ આંદોલનને ટેકો આપવા તૈયાર થઈ જાય એમના ભાષણ પછી સાતમી તારીખે બેઠક મુલતવી રહી અને આઠમીએ ફરી શરૂ થઈ નહેરુ ઠરાવ રજૂ કરે છે જવાહરલાલ નહેરુએ ભારત છોડો ઠરાવ રજૂ કર્યો અને એનું હાર્દ સમજાવતાં કહ્યું કે આ ઠરાવની પાછળ સંકુચિત રાષ્ટ્રવાદની ભાવના નથી એની આંતરરાષ્ટ્રીય પશ્ચાદ્ ભૂમિકા છે ઠરાવ દ્વારા કોઈને પડકાર ફેંકાયો નથી ઉલ્ટું બ્રિટન એનો સ્વીકાર કરશે તો દેશમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્થિતિમાં સુધારો થશે કોંગ્રેસની સ્વતંત્રતા માટેની માગણી વિશે બ્રિટન અને અમેરિકામાં બૌદ્ધિક લોકોમાં પણ ગેરસમજણ હતી તેનો ઉલ્લેખ કરીને જવાહરલાલે કહ્યું કે કોંગ્રેસનું વલણ એમને કેમ સમજાતું નથી એ નવાઈની વાત છે સિવાય કે એમણે ગેરસમજણ કરવાની એમણે સમજીવિચારીને ગાંઠ વાળી લીધી હોય નહેરુએ કહ્યું કે કેટલાંક અખબારો કોંગ્રેસની સ્વતંત્રતાની માગણીને બ્લૅકમેઇલિંગ તરીકે ઓળખાવે છે એનો અર્થ એ કે આપણે અંગ્રેજી બરાબર સમજતા નથી પણ બ્રિટનને જે કરવું હોય તે કરે આપણે સ્વતંત્રતાની માગણીમાં પીછેહઠ નહીં કરીએ એમણે કહ્યું કે બ્રિટન કે અમેરિકામાં કોઈ સાચું બોલતા નથી બ્રિટન કે જર્મનીના રેડિયો સાંભળો તો જણાઈ આવશે કે બધે ઠેકાણે જૂઠાણાં જ છે ઇંગ્લેંડનું વલણ અડિયલ ન હોત તો એણે બે વર્ષ પહેલાં કોંગ્રેસની વાત માની લીધી હોત પરંતુ આજે તો બ્રિટન અને અમેરિકા કોંગ્રેસને દુશ્મન નં ૧ માને છે બ્રિટિશ સરકાર હિન્દુસ્તાનીઓ સાથે આ જ રીતે વર્તવાની હોય તો શું કરવું તે આપણે જાણીએ છીએ જે નૅશનલ વૉર ફ્રંટ તરીકે ઓળખાય છે તેમાં નથી નૅશનલ નથી વૉર કે નથી ફ્રંટ એનું કામ માત્ર કોંગ્રેસનો વિરોધ કરવાનું છે બાકી આખું તંત્ર રેઢિયાળ છે એ પોતાની કાર્યક્ષમતા માત્ર એક જ પ્રસંગે દેખાડે છેઃ જ્યારે કોંગ્રેસના નેતાઓને રાત વચ્ચે પકડી લેવાના હોય ત્યારે એ બહુ કાર્યક્ષમ બની જાય છે અને આવી કાર્યક્ષમતા જોવા મળે એવા આ દિવસો છે સરદાર ઠરાવને ટેકો આપે છે તે પછી વલ્લભભાઈએ ઠરાવને ટેકો આપ્યો એમણે કહ્યું કે વર્કિંગ કમિટીએ ઠરાવ તૈયાર કર્યો તે પછી બહારની દુનિયાને ભારતમાં વધારે રસ પડવા લાગ્યો છે આટલી પ્રસિદ્ધિ તો આપણે પૈસા ખર્ચ્યા હોત તો પણ ન મળી હોત હવે મફતની સલાહો પણ મળવા માંડી છે કોઈ સલાહ આપે છે તો કોઈક ધમકી સરદારે કહ્યું કે અમેરિકા અને ઇંગ્લેંડ એમ માનતાં હોય કે ભારતની જનતાના સાથ સહકાર વિના જ તેઓ ભારતમાંથી યુદ્ધ લડી શકશે તો એ બન્ને મૂર્ખ છે લોકોને એવું લાગવું જોઈએ કે આ લોકોનું યુદ્ધ છે બ્રિટન ભારતની રક્ષા કરવા માગે છે તેનો હેતુ માત્ર એક જ છે ભારતને કેમ ભવિષ્યના બ્રિટિશ નાગરિકોના લાભ માટે અકબંધ રાખવું એ સાથે જ વલ્લભભાઈએ ઉમેર્યું કે આપણે જાપાનનો પણ ભરોસો ન કરી શકીએ ભલે ને એ કહેતું રહે કે ભારત માટે એનો ઇરાદો શુદ્ધ છે એમણે લોકોને ચેતવ્યા કે આ વખતની લડાઈ વધારે કઠિન હશે એમ નહીં કે જેલમાં વરસ બે વરસ બેઠા રહ્યાઅ અને બહાર શું થાય છે તે ભૂલી ગયા આ ચળવળ માત્ર કોંગ્રેસ પૂરતી મર્યાદિત નહીં રહે જે લોકો પોતાને હિન્દુસ્તાની કહેતા હોય તે સૌની ચળવળ હશે આ વખતે આપણો ઉદ્દેશ જાપાન ભારત પર ધસી આવે તે પહેલાં ભારતને સ્વતંત્રતા અપાવવાનો છે અને જરૂર પડે તો જાપાન સામે લડવાનો છે ઠરાવ પર સુધારા ઠરાવમાં સુધારાની ઘણી દરખાસ્તો રજૂ થઈ કોઈ સુધારામાં આંદોલન મોકૂફ રાખવાનું સુચન હતું તો એકાદ સભ્યે હિન્દુ મુસ્લિમ એકતા પર પહેલાં ધ્યાન આપવાનું કહીને મુસ્લિમ લીગ સાથે સમાધાન કરવાનું સૂચવ્યું ઠરાવમાં વિશ્વ સ્તરે કોઈ સંસ્થા બને તેને ટેકો આપવાની બાંયધરી અપાઈ હતી તેની સામે એવો સુધારો રજૂ થયો કે હમણાંથી આવું વચન આપવાનું યોગ્ય નથી કારણ કે આજના દુશ્મનો આવતીકાલે મિત્ર પણ બની શકે છે ત્રણ સામ્યવાદી પ્રતિનિધિઓ કે એમ અશરફ સજ્જાદ ઝહીર અને એસ જી સરદેસાઈએ પણ સુધારા રજૂ કર્યા અશરફે કહ્યું કે કોંગ્રેસે ભવિષ્યના ઇંડિયન ફેડરેશનમાંથી જે છૂટા પડવા માગતા હોય અને વત્તે ઓછે અંશે અમુક અંશે સમાન વ્યવહાર હોય એવા લોકોને ફેડરેશન છોડવાનો હક આપવો જોઈએ આમ એમના સુધારામાં મુસ્લિમ લીગની માગણીનો પડઘો પડતો હતો પરંતુ એમણે બીજું મહત્ત્વનું સુચન કર્યું કે કોંગ્રેસ સૌથી મોટી રાજકીય સંસ્થા હોવાથી દેશને શિસ્તબદ્ધ રાષ્ટ્રમાં ફેરવી નાખવાની એની જવાબદારી છે કોંગ્રેસ આને જનતાનું યુદ્ધ નહોતી માનતી પણ કમ્યુનિસ્ટોનું કહેવું હતું કે આ જનતાનું યુદ્ધ હતું કમ્યુનિસ્ટો રાષ્ટૄય સરકાર બનાવવા અને મુસલમાનોનો ટેકો મેળવવા માટે કોંગ્રેસને મુસ્લિમ લીગ સાથે સમજૂતી કરવાનું કહેતા હતા રામ મનોહર લોહિયા અચ્યુત પટવર્ધન આચાર્ય નરેન્દ્ર દેવ જેવા સમાજવાદીઓએ ઠરાવને ટેકો આપ્યો અચ્યુત પટવર્ધને પણ કમ્યુનિસ્ટોના દાવાને પડકાર્યો કે મુસ્લિમ લીગ સાથે સમજૂતી કરીને કોંગ્રેસે રાષ્ટ્રીય મોરચો બનાવવો જોઈએ એમણે કહ્યું કે લાખો મુસલમાનો લીગને ટેકો નથી આપતા અને કમ્યુનિસ્ટો માત્ર કોંગ્રેસને સલાહ આપે છે મુસ્લિમ લીગને કેમ કહેતા નથી કે કોંગ્રેસ સાથે સમજૂતી કરે મૌલાના નૂરુદ્દીન બિહારીએ ઠરાવના ટેકામાં બોલતાં કહ્યું કે હિનુસ્તાનની આઝાદી માટેની લડાઈના સૈનિક તરીકે એમને જનરલે નક્કી કરેલા વ્યૂહ સામે સવાલો ઊભા કરવાનો અધિકાર નથી મૌલાનાએ કહ્યું કે કમ્યુનિસ્ટો સમજતા નથી કે ભારતની આઝાદી અને હિન્દુ મુસ્લિમ એકતા આ બે અલગ મુદ્દા છે અંતે નહેરુએ ચર્ચાઓનું સમાપન કર્યું અને ગાંધીજી ફરી બોલ્યા એમણે કહ્યું એને અંતરાત્માનો અવાજ કહો કે જે તમને યોગ્ય લાગે તે કહો તમે એને શું નામ આપો છો તેની સાથે મને નિસ્બત નથી પણ અંદર કંઈક છે હું સાયકોલૉજી ભણ્યો છું અને બરાબર જાણું છું કે એ શું છે ભલે હું નું વર્ણન ન કરી શકું એ અવાજ મને કહે છે કે મારે આખી દુનિયા સામે લડવું પડશે અને એકલા જ રહેવું પડશે એ અવાજ મને એ પણ કહે છે કે જ્યાં સુધી તું દુનિયાની આંખમાં આંખ મેળવીને બોલીશ ત્યાં સુધી તું સહીસલામત છે કદાચ દુનિયાની આંખોમાં લોહી ઊભરાઈ આવે પણ દુનિયાનો ડર છોડી દે અને આગળ વધ ડર એકલા ભગવાનનો જ રાખ હું નહી રહ્યો હોઉં ત્યારે દુનિયા સ્વતંત્ર થઈ ગઈ હશે હિન્દુસ્તાન આઝાદ થશે અને આખી દુનિયા આઝાદ થશે હું નથી માનતો કે અમેરિકનો આઝાદ છે કે ઇંગ્લેંડ આઝાદ છે દરેક હિન્દુસ્તાનીએ પોતાને આઝાદ માનવાનો છે એણે આઝાદી મેળવવા અથવા ખપી જવાની તૈયારી રાખવાની છે હવે માત્ર જેલમાં જવું પૂરતું નહીં ગણાય હવે કોઈ બાંધછોડ નહીં કોઈ પદ સંભાળવાનું નથી આઝાદી શબ્દ તમારો મંત્ર બની જવો જોઈએ એ જ રાતે ગાંધીજી અને બીજા નેતાઓને સરકારે પકડી લીધા આમ છતાં નવમી ઑગસ્ટે બીજા દિવસની સવારે જ દેશના જણેજણની જીભે ભારત છોડો નો મંત્ર રમતો થઈ ગયો ૦૦૦ સંદર્ભઃ 1 the indian annual register july december 1942 vol ii 2 cwmg vol 76 like loading author dipak dholakia posted on 18 03 2021 30 11 2024 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 30 india slavery and struggle for freedom part 4 chapter 29 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૨૯ ક્રિપ્સ મિશન પછી કોંગ્રેસ સ્ટેફર્ડ ક્રિપ્સ ૧૨મી ઍપ્રિલે પાછા ગયા તે પછી ગાંધીજીએ હરિજન માં લેખ લખીને ક્રિપ્સ મિશનની ટીકા કરી એમણે કહ્યું કે ભારતના મિત્ર જેવા ક્રિપ્સે અહીં આવતાં પહેલાં વિચારવું જોઈતું હતું કે તેઓ શું લઈને આવે છે એમનો ખ્યાલ હતો કે એમની દરખાસ્તોથી વધારે સારી દરખાસ્તો કોઈ જ લાવી ન શકે પણ એમની દરખાસ્તમાં ભારતના ભાગલાની વ્યવસ્થા હતી કોંગ્રેસ ડોમિનિયન સ્ટેટસ સ્વીકારવા તો કદી તૈયાર નહોતી એની માગણી તો સંપૂર્ણ સ્વતંત્રતાની જ રહી છે બીજી બાજુ એમાં પાકિસ્તાન આપવાના સંકેત હતા પણ એ પાકિસ્તાન મુસ્લિમ લીગની કલ્પના મુજબનું નહોતું એટલે એને પણ પસંદ ન આવ્યું અને સંરક્ષણની જવાબદારી તો કોઈ હિન્દુસ્તાનીને સોંપવાની તો વાત જ નહોતી પણ ગઈ ગુજરી પર વિચાર્યા કરવાનો અર્થ નથી બ્રિટને જે કરવું જોઈતું તે ન કર્યું હવે એની જવાબદારી એના પર છે આપણે એ વિચારવું જોઈએ કે આપણે શું કરવું...
|