Meta tags:
description= 4 posts published by Dipak Dholakia during December 2019;
Headings (most frequently used words):
અને, ભારત, ગુલામી, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, સંઘર્ષનો, નવો, માર્ગ, ૧૯૧૬થી, ૧૯૩૫, dipak, પ્રકરણઃ, dholakia, spam, blocked, આંદોલન, મહિનો, ડિસેમ્બર, 2019, 28, 27, 26, 25, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૨૮, ક્રાન્તિકારીઓ, ૨૭, બબ્બર, અકાલી, ૨૬, ચૌરીચૌરા, બંધ, પ્રકરણ, ૨૫, જલિયાંવાલા, બાગ,
Text of the page (most frequently used words):
અને (99), હતા (40), 2019 (34), માટે (33), કરી (32), ડિસેમ્બર (32), પછી (31), એમણે (31), #આંદોલન (31), હતો (30), નવેમ્બર (29), જાન્યુઆરી (29), ગયા (29), ઓક્ટોબર (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), 2024 (25), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2020 (24), 2021 (24), 2023 (24), કર્યું (24), હતી (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), હતું (22), freedom (20), struggle (20), કર્યો (20), સિંઘ (19), 2013 (18), 2022 (18), પરંતુ (18), સાથે (17), 2011 (16), india (16), કહ્યું (16), and (15), થયા (15), લોકો (15), એના (15), અસહકાર (15), 2014 (14), ગાંધીજીએ (14), 2025 (13), dipak (13), slavery (13), for (13), ત્યાં (13), એમના (13), એમને (13), શરૂ (12), મારી (12), વધારે (12), એમની (12), dholakia (11), ત્યારે (11), એટલે (11), હોત (11), આઝાદી (10), વખતે (10), કરીને (10), નથી (10), હોય (10), ગયો (10), નહીં (10), હવે (10), સરકાર (10), અકાલી (10), ભારત (9), જલિયાંવાલા (9), આવી (9), એમાં (9), બની (9), તમે (9), બહુ (9), ગાંધીજીને (9), ભગત (9), martyrs (8), indian (8), part (8), chapter (8), ગુલામી (8), માટેનો (8), સંઘર્ષ (8), ભાગ (8), એણે (8), લીધો (8), બ્રિટિશ (8), આપી (8), પાસે (8), નક્કી (8), કારણે (8), શીખ (8), બબ્બર (8), ક્રાન્તિકારીઓ (8), નામ (7), એને (7), પોતાની (7), મને (7), તેમ (7), હું (7), થયો (7), ગોળીબાર (7), કોઈ (7), થયાં (7), આખા (7), દેશમાં (7), રહ્યા (7), વિના (7), ખિલાફત (7), પાર્ટી (7), આઝાદ (7), ગણેશ (7), કમિટી (6), તપાસ (6), કરવા (6), એકઠા (6), સમાચાર (6), દીધો (6), પોતાના (6), સામે (6), માર્ગ (6), ગાંધીજીની (6), આના (6), નહોતા (6), ગાંધીજી (6), ત્રણ (6), આંદોલનનો (6), હતાં (6), સરકારે (6), આવ્યા (6), બબ્બરો (6), ધન્ના (6), અંગ્રેજ (6), કરો (5), like (5), બારી (5), શોધો (5), ઘટના (5), સિંઘે (5), શકે (5), તેમાં (5), આપ્યો (5), કરતાં (5), કામ (5), થાય (5), કોંગ્રેસ (5), માત્ર (5), લોકોને (5), લાગી (5), જાહેર (5), અલગ (5), બહાર (5), મોટી (5), નવો (5), બંધ (5), ગાંધીજીના (5), ફરી (5), સશસ્ત્ર (5), ગયું (5), નિર્ણય (5), પોલીસે (5), એમનો (5), આંદોલનને (5), બીજા (5), એની (5), કર્યા (5), માનતા (5), આપણે (5), સરકારના (5), લાગ્યા (5), લેવાનું (5), નનકાના (5), શંકર (5), com (4), blocked (4), નવી (4), spam (4), uncategorized (4), adventurous (4), subhashbabu (4), webgurjari (4), વેબગુર્જરી (4), tags (4), categories (4), posted (4), author (4), loading (4), પ્રકરણ (4), સંદર્ભઃ (4), અંતે (4), રિપોર્ટ (4), સત્તા (4), જોઈએ (4), આજે (4), થયું (4), પંજાબ (4), મળે (4), કેમ (4), સરકારી (4), ઉપર (4), કરે (4), મળ્યો (4), કમિટીની (4), નેતા (4), ડાયરે (4), એવું (4), બધા (4), છતાં (4), મળ્યા (4), સ્વતંત્ર (4), મોત (4), રહી (4), રસ્તો (4), ૧૯૧૬થી (4), ૧૯૩૫ (4), સંઘર્ષનો (4), બીજી (4), લીધું (4), તોફાનો (4), ચાલુ (4), ગયાં (4), લોકોએ (4), પહેલી (4), મળી (4), હજી (4), મુઅઝ્ઝમ (4), હુમલો (4), વિરુદ્ધ (4), જતા (4), ચાર (4), દેશની (4), પહેલાં (4), સલાહ (4), આપણા (4), સરકારની (4), વાર (4), લીધી (4), બોંબ (4), માર્યા (4), અકાલીઓ (4), ગુરુદ્વારા (4), પ્રબંધક (4), જાતે (4), ગદર (4), એમનું (4), ક્રાન્તિકારી (4), ધીમે (4), this (3), wordpress (3), other (3), history (3), leave (3), comment (3), ગાંધી (3), ઇંટરનેટ (3), the (3), બાગની (3), વર્ષ (3), બદલો (3), કોંગ્રેસના (3), નાખ્યો (3), હચમચાવી (3), સુધી (3), આગળ (3), જગ્યાએ (3), તેને (3), પુરાવો (3), તેના (3), જેને (3), એવી (3), આવ્યું (3), લોકોની (3), પોતે (3), પંડિત (3), મોતીલાલ (3), હંટર (3), ફાયરિંગ (3), વીખેરાઈ (3), પડ્યું (3), ગોળીઓ (3), તરત (3), મેં (3), સવાલ (3), આવું (3), રહે (3), ઘાયલ (3), વગેરે (3), બાગના (3), ડાયરના (3), કૃત્યને (3), અથવા (3), આવ્યો (3), દીધું (3), કમિટીએ (3), નિવેદન (3), કરવાની (3), જાન (3), પાસેના (3), નીકળી (3), સાક્ષી (3), પહોંચ્યા (3), શાંત (3), સીધા (3), સભા (3), બીજો (3), દિવસે (3), પાંચ (3), અસર (3), દીધી (3), પાછું (3), કોંગ્રેસે (3), વિશે (3), જેવી (3), નહોતી (3), દિવસ (3), કારણ (3), મૌલાના (3), રાખવાની (3), નહેરુ (3), ચિત્ત (3), રંજન (3), જેલમાં (3), યુક્ત (3), પ્રાંત (3), દીધા (3), પોલીસ (3), કોશિશ (3), પ્રયોગ (3), મળ્યું (3), મુલાકાત (3), ધરપકડ (3), સરકારનું (3), આની (3), ખેંચી (3), પારસીઓ (3), શસ્ત્રો (3), સાથીઓ (3), રીતે (3), પાગલ (3), મોટા (3), પાછા (3), મોટો (3), હાથમાં (3), આંદોલનમાં (3), તેઓ (3), લેવા (3), શકાય (3), ખિલાફતના (3), ટેકો (3), લીધા (3), દૂર (3), પ્રકરણઃ (3), કિશન (3), શિરોમણી (3), મદદ (3), કહેવા (3), બધી (3), દબાણ (3), મહંતો (3), સાહેબ (3), ખાસ (3), કબજો (3), બનવા (3), બનાવી (3), પરના (3), પ્રતાપ (3), માર્ચે (3), વિદ્યાર્થી (3), હિન્દુસ્તાન (3), રીપબ્લિકન (3), ઍસોસિએશન (3), રાજા (3), કિસાન (3), site (2), required (2), ટિપ્પણીઓ (2), રહ્યું (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 356 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), ગુરુ (2), લેખ (2), email (2), address (2), દ્વારા (2), ઉપલબ્ધ (2), british (2), amritsar (2), massacre (2), ગવર્નર (2), હસતે (2), મુખે (2), અમૃતસરમાં (2), કાર્યો (2), જોઈ (2), માં (2), હકીકત (2), જેટલો (2), શંકા (2), પંજાબમાં (2), જુલમ (2), કમિટીનો (2), આશ્વર્ય (2), લાગ્યું (2), તેમની (2), સરકારને (2), વધારેમાં (2), આટલો (2), સહન (2), જેમ (2), મહાન (2), દરમ્યાન (2), જાણે (2), લાભ (2), શ્રી (2), અમે (2), જુદે (2), ચિત્તરંજન (2), બહિષ્કાર (2), તરફથી (2), સક્રિય (2), મહાત્મા (2), ચાલ્યું (2), જવા (2), વખત (2), કરવું (2), એનો (2), વળી (2), સૈનિકોએ (2), લોકોના (2), જાય (2), કરવામાં (2), લાગ્યો (2), શું (2), કબૂલ (2), શાંતિ (2), હેતુથી (2), ૧૧૦૦ (2), નેતાઓએ (2), અંગ્રેજી (2), ઘણા (2), વર્ગના (2), મોટું (2), ઊભું (2), સેંસરશિપ (2), ફેલાઈ (2), પાછો (2), કોંગ્રેસની (2), વિશ્વયુદ્ધમાં (2), રહ્યો (2), કોરડા (2), હુમલા (2), હંસ (2), રાજે (2), ખાલી (2), છૂટી (2), પડવા (2), નિશાન (2), સ્ત્રીઓ (2), કૂદી (2), લઈને (2), છોડીને (2), ત્યાંથી (2), હિન્દુ (2), મુસ્લિમ (2), હથિયાર (2), ગોળી (2), હુકમ (2), બાગમાં (2), પચાસેક (2), બૈસાખીના (2), મારું (2), 000 (2), નિરાશાનું (2), મોજું (2), વળ્યું (2), વર્ષે (2), માટેના (2), બીજે (2), દેશને (2), નેતાઓ (2), બન્યું (2), પૂછ્યા (2), મોકૂફ (2), સરમુખત્યાર (2), ખરાબ (2), નાના (2), રાખી (2), વિરોધ (2), વ્યક્ત (2), ચુપકે (2), મુંબઈની (2), આઘાત (2), કમિટીના (2), રૂપે (2), ચૌરીચૌરાની (2), બેફામ (2), મોતને (2), ઘાટે (2), ઉતારી (2), જોવાનું (2), ફેબ્રુઆરીએ (2), તાર (2), દરમિયાન (2), જવાની (2), વાત (2), લાગુ (2), કદાચ (2), સફળતા (2), ખેડૂતોના (2), પ્રિન્સ (2), ૨૪મી (2), વકીલોએ (2), ગોઠવી (2), થતાં (2), કાર્યક્રમ (2), અપમાન (2), પડી (2), દમન (2), બાજુ (2), બંગાળમાં (2), બોલાવી (2), તૈયાર (2), યુરોપિયનો (2), ટોળાએ (2), ઊડી (2), આપ્યાં (2), અલીને (2), અલી (2), ઠેર (2), મુંબઈમાં (2), હિંસા (2), નાખ્યા (2), પોલિસના (2), થવા (2), હિન્દ (2), સેવા (2), સભાઓમાં (2), તરીપાર (2), શાળા (2), છોડવાનું (2), પરિણામ (2), શાળાઓ (2), જોયું (2), આહ્વાન (2), સલગી (2), સ્વરાજ (2), જણે (2), ઑનરરી (2), માગતા (2), ભોગવી (2), ભાઈ (2), નીચે (2), જોડવાનું (2), એવો (2), મુસલમાનો (2), અહિંસક (2), આપીને (2), કરવાનો (2), જરૂરી (2), મુસલમાનોને (2), આંદોલનથી (2), નહોતું (2), ચૌરીચૌરા (2), હેતુ (2), https (2), org (2), માફી (2), ઇચ્છા (2), દેખાડી (2), ૨૭મી (2), કમિશનર (2), બબ્બરોની (2), ભાળ (2), મેળવવા (2), પોલીસને (2), પકડાઈ (2), સાથેના (2), ધીંગાણામાં (2), ત્રણેય (2), પહોંચી (2), ખૂન (2), સિંઘનાં (2), આવતાં (2), પેદા (2), છાપું (2), નામનું (2), ક્રાંતિકારી (2), સંખ્યામાં (2), શાંતિપૂર્ણ (2), જન્મ (2), સરકારનો (2), શીખોની (2), શિક્ષણ (2), પરિષદ (2), શીખો (2), જણનાં (2), લોહી (2), એવા (2), સ્થાન (2), કબજામાં (2), વહીવટ (2), રાખ્યા (2), આજનું (2), ચાલતું (2), ગુરુદ્વારાઓ (2), બ્રિટીશ (2), રાજધાની (2), દીવાલ (2), વિશેનાં (2), પ્રકરણોમાં (2), આંદોલનની (2), ધાર્મિક (2), પાર્ટીના (2), પંજાબને (2), સિંઘને (2), શરૂઆતમાં (2), જમીનો (2), વિરુદ્ધની (2), પ્રબળ (2), ભાવનાઓ (2), સજાઓ (2), મળતાં (2), તંત્રી (2), કાનપુરમાં (2), ફાટી (2), નીકળ્યાં (2), કોમી (2), બન્ને (2), લાહોરમાં (2), વિદ્યાર્થીજી (2), ચૂક્યા (2), ગદ્ (2), પડ્યા (2), અહીં (2), વિદ્યાર્થીજીની (2), કરતા (2), જવું (2), જાઓ (2), ક્રાન્તિના (2), શરીર (2), ૧૯૨૨માં (2), મહેંદ્ર (2), મળેલી (2), રાયબરેલીમાં (2), સભાઓ (2), મદન (2), મોહન (2), માલવીય (2), વિદ્યાર્થીએ (2), પરંપરા (2), અસહકારનું (2), પ્રભાવિત (2), સ્થિતિમાં (2), બનારસ (2), બતાવ્યું (2), સંન્યાલ (2), શચીન્દ્રનાથ (2), હાર્ડિંગ (2), કાવતરામાં (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, સત્યના, પ્રયોગો, centenary, national, congress, 1985, namdharielibrary, gmail, reaction, derek, sayer, university, alberta, namdhar, elibrary, rupert, furneaux, george, allan, unwin, ltd, publication, year, not, available, ૦૦૦, માઇકલ, ડ્વાયર, પંજાબનો, ઘટનાના, વીસેક, ૧૯૪૦માં, લંડનના, રસ્તા, શહીદ, ઉધમ, ડ્વાયરને, ઠાર, રાષ્ટ્ર, ગુજારેલા, દમનનો, ફાંસીએ, ચડી, અધિવેશનના, પ્લાસીએ, સામ્રાજ્યનો, પાયો, અમૃતસરે, કેવાં, અમાનુષી, કેટલી, મૂકવામાં, કેવળ, સત્યને, ધરીને, લખાયેલા, ઉપરથી, વાંચનાર, શકશે, રાજ્ય, કાયમ, રાખવાને, ઈરાદાપૂર્વક, અતિશયોક્તિ, જેટલી, સારુ, રજૂ, રિપોર્ટમાં, ઘણો, વિષે, જરા, ઘડવાનું, સોંપવામાં, કયા, પ્રકારના, જાણવું, તેણે, વાંચવો, ર્ટ, રિપો, પમાડનારું, લાગે, આપખુદીની, વાતો, સાંભળી, પામ્યો, જયાંથી, સિપાહીઓ, બધો, શકયા, અમલદારોની, નાદિરશાહી, નહોતો, ધારતો, એટલી, અરાજકતા, થયેલા, જુલમની, ઊંડો, ઊતરતો, કાંતેલા, સૂતરના, ઢગલા, ખાદીનું, ક્ષેત્ર, અનાયાસે, શકયો, પંજાબની, સ્ત્રીઓને, યુગોથી, ઓળખતો, હોઉં, જયાં, જાઉં, તેમનાં, ટોળાં, પંજાબનાં, ગામડાં, જોવાનો, અલભ્ય, ગામોની, મારે, ભાગે, આવવાથી, જયકર, માલવીયજીએ, નીમ્યા, ઠેકાણે, વીખરાઈ, વ્યવસ્થાનો, બોજો, સહેજે, પડયો, અબ્બાસ, તૈયબજી, સ્વ, દાસ, નિશ્ચય, નેહરુ, મહાસભા, હોવી, દેવાનો, નિશ્વય, બધાએ, એકમતે, સર્વોચ્ચ, તરીકે, ઊપસ્યા, સંયત, શબ્દોમાં, જેટલા, રાઉંડ, છોડાયા, આધારે, સમયનો, અંદાજ, દસેક, મિનિટ, પૂછવામાં, લાંબો, જવાબ, કહેવાથી, મારા, હસતા, સાક્ષીએ, જુબાની, બંદુકોની, નળીઓ, નીચી, સીધી, પેટ, વરસવા, ભાગીને, બચી, બાબતમાં, વિચાર, ફરજ, ત્રીસ, સેકંડથી, સમય, કમિટીમાં, પુછાયો, નિમાઈ, ભૂલ, પસ્તાવો, કરવાથી, હંમેશ, ૧૬૫૦, છોડી, ૩૭૯નાં, મરણ, બ્રિટનમાં, જાતના, અભિપ્રાય, ચર્ચિલ, હત્યાકાંડને, ગણાવ્યો, વખોડ્યું, વિદ્વાન, કહે, ચર્ચિલે, સામ્રાજ્યથી, નાખ્યું, કહેવાનો, અર્થ, અંગેજી, હકુમત, સારી, હત્યાકાંડ, સર્જીને, સામ્રાજ્યને, બટ્ટો, લગાડ્યો, સમર્થક, મોટાભાગે, ઉચ્ચ, આર્મી, સંકળાયેલા, નાણાં, ભંડોળ, કરાયું, કડક, હોવા, જનતામાં, ક્ષોભ, રોષની, લાગણીનો, ઉછાળ, વાઇસરૉયની, કાઉંસિલના, સભ્ય, શંકરન, નાયરે, રાજીનામું, રવીન્દ્રનાથ, ટાગોરને, સેંસરશિપને, છેક, મહિનાના, ખિતાબ, લંડનમાં, ઇંડિયન, નૅશનલ, પાડીને, ઘટનાક્રમનું, વિવરણ, બ્રિટનની, જનતા, પ્રગટ, નિવેદનમાં, બ્રિટનના, વિજયમાં, ભારતનો, ફાળો, મહત્ત્વનો, ભારતીયોના, નસીબે, માર્શલ, જેલની, સજા, મશીનગનો, ગામડાંઓ, હવાઈ, મિલકતની, જપ્તી, મિલિટરી, ટ્રાઇબ્યુનલો, સમક્ષ, બચાવ, મનાઈ, અખબારોની, કાળા, કાયદા, કંઈ, ટોટા, ડરવાની, જરૂર, ધાણી, ફૂટે, ટપોટપ, લાશો, માંડી, બચવા, ભાગતાં, સ્ત્રી, પુરુષોને, બનાવીને, ઢાળી, દેવાયાં, શીયળ, બચાવવા, કૂવામાં, બાળકો, રઝળી, પડ્યાં, ડાયર, ૩૭૯ના, ઘાયલોને, કણસતાં, ટૂકડી, આંકડા, તપાસમાં, ૧૨૦૦નાં, થયાનું, નોંધાયું, મરનારામાં, ભારતીયો, લોહીમાં, નહાયેલી, ગોળીઓથી, વિંધાયેલી, દીવાલો, ઇતિહાસના, ભયંકર, હત્યાકાંડની, બનીને, ઘાયલોનાં, ક્રંદન, સાંભળતી, સાંકડી, ગલીમાંથી, સૈનિકો, લોકોમાં, ગણગણાટ, વક્તા, રહેવા, અપીલ, ગભરાઓ, વિનાના, ચલાવે, પહોંચીને, કશી, જાહેરાત, ચેતવણી, ફાયરિંગનો, રેજિનાલ્ડ, ડાયરને, બાતમીદાર, મારફતે, ગોરખા, સૈનિકોની, ટુકડી, એકઠી, હિન્દીઓને, પાઠ, ભણાવવા, પડ્યો, પહોંચવા, સાંકડો, નીકળવા, હજારથી, સુવર્ણ, મંદિર, રાજ, લડવાના, જોશથી, થનગનતા, તહેવારનો, ઉલ્લાસ, બાળકોની, સંખ્યા, બાગ, જીવન, વાણી, દ્વિતીય, ખંડઃસત્યાગ્રહ, નારાયણભાઈ, દેસાઈ, આત્મકથા, રહેવાની, જુવાનો, રસ્તેથી, હટી, બંગભંગ, પચીસ, આંદોલનો, જેમાં, અનેક, વીરોએ, પ્રાણોની, આહુતિ, આંદોલનના, જ્વલંત, પ્રકરણની, કથા, એવાં, જનતાના, બળથી, જોરદાર, વાપરીને, દબાવી, દેત, સ્થિતિમાંથી, બચાવી, આવે, જોડાયેલું, જુદા, હાજરીને, મજબૂત, કોઈને, અધિકાર, પરિષદે, આત્મકથામાં, પુનર્વિચાર, ચૌરી, ચૌરાની, ગામડાની, સંસ્થાના, કાર્યક્રમને, ખોરવી, કબૂલ્યું, શિસ્ત, શકી, વેરવીખેર, ગાંધીજીનો, વિવાદનું, બને, અસહકારીઓમાં, ઉહાપોહ, કેટલાયે, નિર્ણયનો, અંગત, મદનીશ, મહાદેવભાઈ, દેસાઈએ, સવાલો, હકીમ, અજમલ, ખાન, સંમત, હસરત, મોહાનીએ, બાજુએ, મૂકીને, હિમાયત, અકળાઈ, ઊઠ્યા, દાસે, ટીકા, જવાહરલાલ, નિર્ણયમાં, રાતદિન, વાળા, ઘટનાઓ, બનાવ, બનતાં, રાખવાનો, સભ્યો, મંજૂરીની, મહોર, મરાવી, હિંસાના, પ્રાયશ્ચિત્ત, દિવસના, ઉપવાસ, બેસી, યુનાઇટેડ, પ્રોવીન્સ, ગોરખપુર, ગામ, ઘટનાએ, સરઘસ, સરઘસમાં, ભારે, ભીડ, કારતૂસો, ખૂટી, ભાગ્યા, ઉશ્કેરાયેલા, પીછો, પોલીસો, થાણામાં, ભરાઈ, દરવાજા, આગળિયાથી, ભીડી, બહારથી, લગાડી, બળતા, ઘરમાંથી, પોલિસોએ, ભાગવાની, હાથે, ચડ્યો, આમાં, પોલીસોના, બારડોલીમાં, ૧૯૨૨ની, વાઇસરૉયને, મોકલીને, પોતાનો, જણાવી, અમદાવાદમાં, કોંગ્રેસનું, અધિવેશન, આપવામાં, તીવ્રતાથી, ચલાવ્યું, અસહકારને, ખેડૂતો, વખતથી, હવામાં, તરતી, કહેતા, કરીએ, પાયે, જોવો, વેલ્સ, ડિસેમ્બરે, કલકત્તાની, લેવાનો, માનમાં, કલકત્તાના, બાબુની, છડેચોક, ધરપકડોનો, દોર, પ્રાંતોમાં, ભડક્યું, એકબીજાની, હોળીમાં, હોમતાં, રહ્યાં, પ્રાંતિક, નેતાગીરી, હેઠળ, જબ્બરદસ્ત, ચાલતો, પ્રાંતના, રૉનલ્ડ, રૉયે, બાબુ, દાસને, લેશો, દમનકારી, કાયદાઓ, બાબુએ, જવબ, આપો, શકું, લેવાઈ, ઘટનાઓમાંથી, સંકેત, શાંતિમય, ઉપવાસનો, અલીએ, યહૂદીઓના, આગલા, દિવસનો, મોટરનાં, છોતરાં, યુરોપિયનોને, સ્વબચાવના, નામે, મુંબઈ, લાગતું, એવામાં, પરેલમાં, ટ્રામોને, અટકાવે, નજીકમાં, પારસીઓનો, લત્તો, થવાની, ભીતિ, પરેલ, મોકલ્યા, પૂરો, પહોંચવાના, લોહીલુહાણ, હાલતમાં, વિક્ટોરિયામાં, મોટરમાં, પાછી, લોકોનું, ધ્યાન, વાળવા, વેલ્સની, ભારતની, ખિલાફતીઓ, અસહકારીઓએ, દેખાવો, પ્રિન્સનો, વિરોધમાં, હજારો, સમારંભમાં, ગુસ્સો, ઠલવાયો, મુખ્યત્વે, યહૂદીઓ, ઍંગ્લોઇંડિયનો, જબ્બર, હડતાળ, પોલીસવાળાઓને, લાઠીઓ, મારીને, સ્ટેશનને, ચાંપવામાં, બપોરે, શહેરની, સ્થિતિ, જોવા, નીકળ્યા, પોલિસવાળાનાં, સ્થળે, જયજયકાર, ખખડાવી, મોઢા, પાણી, છાંટ્યું, હૉસ્પિટલ, વ્યવાસ્થા, ત્યાઅં, ઊભા, અધીરી, પ્રધાન, મોંટેગ્યૂએ, ગાંધીએ, ગાંડા, વાયવ્ય, સરહદ, પ્રાંતની, જુદી, ઘટનાથી, સૈફુદ્દીન, કિચલૂ, સત્યપાલને, યાદ, આપતાં, તમને, જાળવી, આપું, છું, મોંટેગ્યૂ, માને, માનીને, ચાલજો, ઇલકાબો, છોડવા, વકીલાતો, છોડવી, નિષેધાત્મક, કૉલેજો, રચનાત્મક, રાષ્ટ્રીય, કૉલેજોનો, હંમેશાં, ભાગના, મહિના, જોડાઈ, માન, અકરામ, ખિતાબો, સમજાવતાં, કાળે, આપણી, ઇજ્જત, આબરૂ, સલામત, માનચાંદ, સાચે, માનસૂચક, અત્યારે, માનના, નામોશીના, નિદર્શક, ન્યાય, વસ્તુ, વિદ્યાર્થીઓને, જોડાવા, મારામાં, તમારામાં, ઘરબાર, ભૂલી, જજો, કરશો, વર્ષમાંઆપણને, મળશે, મેળવવું, પ્રત્યેક, થવું, વકીલોને, વકીલાત, છોડવાની, વકીલો, અદાલતોના, અમલદારો, ગણાય, તેટલે, દરજ્જે, કોર્ટના, ધારાધોરણોને, આધીન, જોડેનો, સહકાર, તેમનાથી, હોદ્દા, મહંમદ, શૌકત, અલીના, નેતૃત્વ, ચાલતા, થવી, પાકો, કેટલા, નાણી, હત્યાકાંડથી, અકળાયેલા, કોંગ્રેસમાં, બહુમતી, ઊભી, વ્યાપ, બાકી, દક્ષિણ, આફ્રિકામાં, ખ્રિસ્તીઓ, ગુજરાતીઓ, તમિલો, મધ્યમ, વેપારીઓ, ગિરમીટિયા, મજૂરો, હાતું, વચ્ચે, જઈને, પહેલો, અનુભવ, કોમો, સાંકળી, મુસલમાઅનો, લડે, સ્વાધીનતાના, મંજૂર, તસવીરો, પરથી, બિનવ્યાવસાયિક, wikipedia, wiki, nankana_sahib, babbar, akali, movement, published, sikh, misssionary, college, ludhiana, www, sikhiwiki, index, php, babbar_akali_movement, કુટિલ, નીતિઓ, પરાસ્ત, સાથી, વતી, કોર્ટમાં, માગવાનો, ઇનકાર, કોર્ટ, લૂંટારાઓ, ડાકુઓની, છેલ્લી, અમારો, દેશ, ફેબ્રુઆરી, ૧૯૨૫ના, ગરગજ્જ, સંતા, નંદ, દલીપ, ધરમ, ફાંસીને, માંચડે, લટકી, દગાથી, સપડાઈ, સૂતો, એનાં, જાપ્ત, લીધાં, બાંધી, શરીરની, ઝડતી, સિંઘના, પાયજામાના, ગજવામાં, ફેંકી, હાથ, છોડાવીને, જોરથી, કોણી, ફાટ્યો, ઊભેલા, સિપાઈઓના, ફૂરચેફૂરકચા, અફસરો, ૧૯૨૩ના, મહિનામાં, ટાઉનસેંડ, બબ્બરોને, શોધી, કાઢવા, આકાશપાતાળ, નાખ્યાં, ડૂંગરોમાં, ભરાયેલા, વિમાનોનો, ઉપયોગ, બબ્બરોના, ટેકેદારોને, ફોડી, સાથીને, રાતે, સૂતા, આશરો, આપનારે, જાણ, દેતાં, હથિયારો, આપનારાએ, જાણીજોઈને, ભાગો, ખોરવીને, બંદૂકો, નકામી, નરમપંથી, મુજબ, પાડ્યું, ગામે, કુશ્તીનું, દંગલ, ખાંધિયાઓ, આવશે, ખાતરી, સિપાઈ, ગોળીએ, અપરાધીને, શોધવા, મહેનત, નિર્દોષોને, કનડવાનું, બબ્બરોએ, કોઈનું, જવાબદારી, લેવી, જણને, જેટલાં, કરવાનાં, કરનાર, કરમ, ઉદય, કરવાં, પ્રતિજ્ઞા, કદી, જીવતા, પકડાય, અડચણો, ૧૯૨૩, આંદોલને, જોર, પકડી, બાતમીદારોને, બનાવવાનું, કેટલાયને, કાર્યવાહી, હિલચાલો, પ્રત્યે, સજાગ, ફોડીને, મળતિયાઓ, જથેદાર, કરતાર, બાતમી, આઅપી, માસ્ટર, મોતા, સિંઘની, શરૂઆતના, દિવસોમાં, શરૂઆતથી, ભીંસમાં, ગુપ્ત, કાઢવાનું, લોકપ્રિય, નવું, સંગઠન, ગામેગામ, ફરીને, પ્રચાર, ચળવળ, ઠેકડીને, પાત્ર, કોંગ્રેસને, બનિયા, ગણાવીને, શસ્ત્રોનો, ચક્રવર્તી, જથા, જૂથનો, સિંહ, મુકાબલો, શસ્ત્રોથી, સાથીઓને, ગુરુઓએ, શાંતિનો, તસુભાર, ખસી, ૧૯૨૧ના, માર્ચમાં, કેટલાક, ઉદ્દામવાદી, અકાલીઓથી, સાહેબમાં, વહ્યાં, તેનો, સમજી, હિંમત, ટેકા, પુરાવા, વખતના, કમિશનરે, લાહોરના, શસ્ત્રોના, વેપારીને, મહંતને, આપવા, અઠવાડિયાં, ગુરુદ્વારામાં, એનાથી, પાકિસ્તાનમાં, જિલ્લો, નાનકનો, શહેરમાં, એનું, ધર્મમાં, મહંતોના, સત્યાગ્રહ, મહંતે, ચલાવવાનો, હુક્મ, ગોળીબારમાં, લગભગ, એકસો, અકાલીઓનાં, સાહેબનો, કમિટીને, સોંપી, દેવાયો, દળે, મહંતોને, હટાવવા, સત્યાગ્રહો, ૧૯૨૧ની, ૨૬મી, જાન્યુઆરીએ, તરન, તારન, શાહેરના, ગુરુદ્વારાના, મહંત, વાતચીત, અકાલીઓનું, જૂથ, રાતના, અંધારામાં, મહંતના, ગુંડાઓએ, પાછળથી, ઈજાઓને, મૃત્યુ, રચના, ૧૯૨૦માં, દળની, સ્થાપના, આજેય, ચાલે, નવેમ્બરમાં, ધર્મ, બધાં, મહંતોનો, હટાવીને, ધર્મસ્થાનોનો, સંભાળી, લેવાન, ૧૯૨૦ના, ઑક્ટોબરમાં, લાહોરથી, ૧૯૧૧માં, શાસને, કલકત્તાથી, ખસેડીને, દિલ્હીમાં, સ્થાપી, ઇમારતો, બનતી, ઇમારત, રકાબગંજની, તોડી, નાખવામાં, ગુરુદ્વારાની, તોડવાના, સમુદાયે, ગંભીરતાથી, વિરુદ્ધનો, આક્રોશ, પશ્ચાદ્ભૂમિકાઃ, વિરોધી, બળવા, ડલહૌઝીએ, સગીર, વયના, દલિપ, લંડન, મોકલાવી, હકુમતે, શીખોને, લડાયક, જાત, martial, race, ભ્રમમાં, ૧૮૫૭ના, વિદ્રોહ, સિપાઈઓએ, અંગ્રેજોને, જ્યારે, અંગ્રેજોએ, આંચકી, આંખ, ઊઘડી, અંગ્રેજો, ભાવના, એમાંથી, કામની, શોધમાં, તેમણે, બળવાનો, નિષ્ફળ, પ્રયાસ, ૧૯૧૫, સુધીમાં, પાર્ટીની, તાકાત, વેરણછેરણ, રુઝાયા, અધૂરામાં, પુરું, બેઠા, મળતો, હત્યાકાંડે, આનું, ઇતિહાસમાં, ઉલ્લેખ, પાદટીપ, ગાંધીજીનું, તેની, સૂત્રધારોને, ફાંસીની, journal, article, kisan, sabhas, agrarian, revolt, united, provinces, 1920, 1921, crawley, ganesh, shankar, vidyarthi, series, builders, modern, bhargava, publications, division, ministry, information, briadcastin, governament, february, 1988, they, lived, dangerously, reminiscences, revolutionary, manmathnath, gupta, people, publishing, house, 1956, હૈયું, રડે, શંકરને, ભવ્ય, આશ્વાસનના, શબ્દો, માગતો, ભલે, નિર્દોષ, હિન્દુઓ, જોડ્યા, કુટુંબ, આશ્વાસનને, અભિનંદનને, લાયક, આશા, ઉદાહરણ, ચેપી, રહેશે, મૃત્યુના, બાલકૃષ્ણ, શર્માને, લખ્યું, પરાક્રમો, જોઈશું, ૧૯૩૧નું, ભારતના, ફટકા, સમાન, નીવડ્યું, ચંદ્રશેખર, અલ્હાબાદના, ઍડવર્ડ, પાર્કમાં, પોલિસ, ૨૩મી, રાજગુરુ, સુખદેવને, ફાંસી, અપાઈ, રમખાણમાં, બદલી, હોલવવા, જાનની, પરવા, બાજુનાં, ટોળાંએ, ક્ષતવિક્ષત, મૃતદેહ, કોથળામાં, બાંધેલો, હૉસ્પિટલમાંથી, ૨૯મી, અંતિમ, સંસ્કાર, દાવાનળે, વીરનો, ભોગ, દાદી, બીમાર, પડતાં, મોં, મેળા, મહામહેનતે, સમજાવી, શક્યા, પાસેથી, આવવાનું, વચન, દૃઢતાથી, આઝાદીના, માર્ગે, બિહારના, સંપર્ક, બનાવવામાં, આગળપડતો, ભજવ્યો, થઈને, પગે, સલાહથી, બલવંત, ધારણ, બટુકેશ્વર, દત્ત, ચંદ્ર, શેખર, યોગેશ, ચન્દ્ર, ચૅટરજી, બિજોય, કુમાર, સિન્હા, સાંભળ, સ્વતંત્રતાના, પ્રેમી, બનવું, શમ્માને, પ્યાર, પતંગા, સળગતી, આગમાં, ઘુસ્યા, પતંગિયું, બીજાને, બળે, આવીને, ભસ્મીભૂત, ઑફિસ, ક્રાન્તિકારીઓનું, રૂમ, રાખ્યો, પરવાનગી, પ્રવેશી, શકતું, હિમાયતી, પડેલા, યુવાનોને, જાણીને, ઘરમાં, લગ્ન, કાનપુર, ઑફિસમાં, ધનથી, કરવાનું, પરણીશ, વિદ્યાર્થીજીએ, પ્રતાપના, સંપર્કમાં, બરકતુલ્લાહ, ઓબેદુલ્લાહ, સિંધીએ, અફઘાનિસ્તાનમાં, હિંદુસ્તાનની, વચગાળાની, અફઘાનિસ્તાનનું, નાગરિકત્વ, સ્વીકાર્યું, હોવાના, શંકરે, આશ્ચર્ય, પ્રતાપે, પત્ર, લખીને, ગેરસમજ, વિકસ્યું, ચંપારણમાં, સફળતાને, માલવીયજી, યોગ્ય, આઝાદીની, લડાઈ, વચ્ચેથી, આંતરિક, સંઘર્ષમાં, થયેલી, હિંસાનો, ડબ્લ્યુ, ક્રોલી, લખે, લડાઈમાં, છૂટીછવાઈ
Text of the page (random words):
વ્યું કે રાષ્ટ્રીય શાળાઓ શરૂ થઈ જો કે શાળા કૉલેજોનો બહિષ્કાર હંમેશાં ચાલુ રહ્યો એવું નથી મોટા ભાગના બે ત્રણ મહિના પછી પાછા જોડાઈ ગયા હતા પરંતુ સરકાર માટે આ બહુ મોટો આઘાત હતો સરકાર હવે અધીરી થવા લાગી હતી હિન્દ માટેના બ્રિટિશ પ્રધાન મોંટેગ્યૂએ કહ્યું કે ગાંધીએ દેશની બહુ સેવા કરી છે પણ હવે એ ગાંડા થઈ ગયા છે ગાંધીજીએ પંજાબ અને વાયવ્ય સરહદ પ્રાંતની સભાઓમાં જુદી રીતે આપ્યો જલિયાંવાલા બાગની ઘટનાથી પહેલાં સરકારે ડૉ સૈફુદ્દીન કિચલૂ અને ડૉ સત્યપાલને તરીપાર કર્યા તે વખતે તોફાનો થયાં હતાં ગાંધીજીએ એની યાદ આપતાં કહ્યું કે એ વખતે તમે પાગલ થઈ ગયા હતા હવે હું તમને શાંતિ જાળવી રાખવાની સલાહ આપું છું મોંટેગ્યૂ મને પાગલ માને છે પણ તમે તો નથી માનતા ને તમે મને પાગલ ન માનતા હો તો મારી સલાહ માનીને ચાલજો સરકારે લોકોનું ધ્યાન બીજે વાળવા પ્રિન્સ ઑફ વેલ્સની ભારતની મુલાકાત ગોઠવી ઠેર ઠેર ખિલાફતીઓ અને અસહકારીઓએ એની વિરુદ્ધ દેખાવો કર્યા મુંબઈમાં પ્રિન્સનો કાર્યક્રમ હતો તેના વિરોધમાં હજારો લોકો એકઠા થયા જે લોકો સમારંભમાં જતા હતા એમના પર એમનો ગુસ્સો ઠલવાયો મુખ્યત્વે તો પારસીઓ યહૂદીઓ ઍંગ્લોઇંડિયનો અને યુરોપિયનો જ જતા હતા એ દિવસે મુંબઈમાં જબ્બર હડતાળ પડી લોકોએ હિંસા પણ કરી એમાં ચાર પોલીસવાળાઓને લાઠીઓ મારીને મારી નાખ્યા એક પોલીસ સ્ટેશનને પણ આગ ચાંપવામાં આવી હતી બપોરે ગાંધીજી શહેરની સ્થિતિ જોવા નીકળ્યા અને પોલિસવાળાનાં મોત થયાં હતાં તે સ્થળે પહોંચ્યા ટોળાએ એમનો જયજયકાર કર્યો ગાંધીજીએ એમને ખખડાવી નાખ્યા એમણે એક ઘાયલ પોલિસના મોઢા પર પાણી છાંટ્યું અને હૉસ્પિટલ લઈ જવાની વ્યવાસ્થા થઈ ત્યાઅં સુધી ત્યાં જ ઊભા રહ્યા બીજા દિવસે મુંબઈ શાંત થઈ ગયું હોય એવું લાગતું હતું એવામાં જ સમાચાર મળ્યા કે પરેલમાં લોકો ટ્રામોને અટકાવે છે નજીકમાં પારસીઓનો લત્તો હતો એના ઉપર હુમલો થવાની ભીતિ હતી ગાંધીજીએ ખિલાફત કમિટીના મુઅઝ્ઝમ અલીને બીજા બે સાથીઓ સાથે પરેલ મોકલ્યા પોતે એક લેખ પૂરો કરીને ત્યાં પહોંચવાના હતા પરંતુ મુઅઝ્ઝમ અલીને કોઈ લોહીલુહાણ હાલતમાં એક વિક્ટોરિયામાં ગાંધીજી પાસે લઈ આવ્યા મુઅઝ્ઝમ અલી જે મોટરમાં ગયા હતા તે પાછી ન આવી મુઅઝ્ઝમ અલીએ કહ્યું કે પારસીઓ યુરોપિયનો અને યહૂદીઓના ટોળાએ એમના પર હુમલો કરીને આગલા દિવસનો બદલો લીધો હતો એમની મોટરનાં છોતરાં ઊડી ગયાં હતાં સરકારે પારસીઓ અને યુરોપિયનોને સ્વબચાવના નામે શસ્ત્રો આપ્યાં હતાં ગાંધીજીને મુંબઈની આ ઘટનાઓમાંથી સંકેત મળી ગયો હતો કે લોકો હજી શાંતિમય અસહકાર માટે તૈયાર નહોતા આના પછી ગાંધીજીએ ઉપવાસનો નિર્ણય કર્યો બીજી બાજુ બંગાળમાં કોંગ્રેસની પ્રાંતિક કમિટીની નેતાગીરી હેઠળ જબ્બરદસ્ત અસહકાર ચાલતો હતો પ્રાંતના ગવર્નર રૉનલ્ડ રૉયે બાબુ ચિત્ત રંજન દાસને બોલાવી કહ્યું કે તમે આંદોલન પાછું ખેંચી લેશો તો સરકાર દમનકારી કાયદાઓ લાગુ નહીં કરે પણ ચિત્ત રંજન બાબુએ જવબ આપો કે આંદોલન તો કોંગ્રેસે જાહેર કર્યું છે હું કેમ પાછું ખેંચી શકું તે પછી એમની ધરપકડ કરી લેવાઈ પ્રિન્સ ઑફ વેલ્સ ૨૪મી ડિસેમ્બરે કલકત્તાની મુલાકાત લેવાનો હતો એના માનમાં કલકત્તાના વકીલોએ મોટી પાર્ટી ગોઠવી હતી પણ ચિત્તરંજન બાબુની ધરપકડ થતાં વકીલોએ આ કાર્યક્રમ રદ કરી નાખ્યો આ તો સરકારનું છડેચોક અપમાન હતું હવે ધરપકડોનો દોર શરૂ થયો આની અસર બીજા પ્રાંતોમાં પણ પડી આંદોલન વધારે ભડક્યું આંદોલન અને સરકારી દમન એકબીજાની હોળીમાં ઘી હોમતાં રહ્યાં એ દરમિયાન અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું તેમાં ગાંધીજીને સરમુખત્યાર જેવી સત્તા આપવામાં આવી તે પછી ગાંધીજીએ આંદોલનને વધારે તીવ્રતાથી ચલાવ્યું અસહકારને ખેડૂતો સુધી લઈ જવાની વાત ઘણા વખતથી હવામાં તરતી હતી પણ ગાંધીજી કહેતા રહ્યા હતા કે આખા દેશમાં લાગુ કરીએ તો કદાચ સફળતા ન મળે એટલે નાના પાયે ખેડૂતોના આંદોલનનો પ્રયોગ કરી જોવો જોઈએ એમણે બારડોલીમાં આ પ્રયોગ કરી જોવાનું નક્કી કર્યું ૧૯૨૨ની પહેલી ફેબ્રુઆરીએ એમણે વાઇસરૉયને તાર મોકલીને પોતાનો નિર્ણય જણાવી દીધો પરંતુ ત્રણ જ દિવસ પછી યુક્ત પ્રાંત યુનાઇટેડ પ્રોવીન્સ ના ગોરખપુર પાસેના એક ગામ ચૌરીચૌરાની ઘટનાએ ગાંધીજીને હચમચાવી દીધા ત્યાં લોકોના શાંત સરઘસ પર પોલીસે બેફામ ગોળીબાર કર્યો પણ સરઘસમાં ભારે ભીડ હતી પોલીસ પાસે કારતૂસો ખૂટી ગયાં એ ભાગ્યા ઉશ્કેરાયેલા લોકોએ એમનો પીછો કર્યો પોલીસો થાણામાં ભરાઈ ગયા અને દરવાજા આગળિયાથી ભીડી દીધા લોકોએ બહારથી આગ લગાડી દીધી હવે બળતા ઘરમાંથી પોલિસોએ ભાગવાની કોશિશ કરી તો જે હાથે ચડ્યો તેને લોકોએ મોતને ઘાટે ઉતારી દીધો આમાં ૨૨ પોલીસોના જાન ગયા મુંબઈની ઘટનાઓ પછી આ બનાવ બનતાં ગાંધીજીને આઘાત લાગ્યો એમણે આંદોલન મોકૂફ રાખવાનો નિર્ણય લઈ લીધો અને કોંગ્રેસ કમિટીના જે સભ્યો જેલમાં નહોતા તેમની પાસે એના પર મંજૂરીની મહોર મરાવી ગાંધીજી આ હિંસાના પ્રાયશ્ચિત્ત રૂપે પાંચ દિવસના ઉપવાસ પર બેસી ગયા ગાંધીજીનો આ નિર્ણય આજે પણ વિવાદનું કારણ બને છે એ વખતે તો અસહકારીઓમાં ઉહાપોહ ફેલાઈ ગયો કેટલાયે નેતાઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો એમના અંગત મદનીશ મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીને સીધા જ સવાલો પૂછ્યા હકીમ અજમલ ખાન સંમત થયા મૌલાના હસરત મોહાનીએ ચુપકે ચુપકે રાતદિન વાળા તો ગાંધીજીને બાજુએ મૂકીને આંદોલન ચાલુ રાખવાની હિમાયત કરી મોતીલાલ નહેરુ અકળાઈ ઊઠ્યા ચિત્ત રંજન દાસે પણ ગાંધીજીની ટીકા કરી જવાહરલાલ નહેરુ એ વખતે જેલમાં હતા એમણે આ નિર્ણયમાં શંકા વ્યક્ત કરી પણ તે પછી એમ ણે પોતાની આત્મકથામાં આના વિશે પુનર્વિચાર કર્યો છે એમણે કહ્યું કે ચૌરી ચૌરાની ઘટના ખરાબ હતી પણ એક નાના ગામડાની ઘટના આખા દેશને કોંગ્રેસ જેવી સંસ્થાના કાર્યક્રમને ખોરવી શકે જો કે એમણે કબૂલ્યું છે કે કોંગ્રેસ શિસ્ત નહોતી રાખી શકી અને આંદોલન વેરવીખેર થઈ ગયું હતું અને એક દિવસ એ બંધ થઈ ગયું હોત બીજો સવાલ એ આવે છે કે અસહકાર આંદોલન સાથે ખિલાફત આંદોલન જોડાયેલું હતું એના નેતાઓ જુદા હતા જો કે ગાંધીજીની હાજરીને કારણે જ એ આંદોલન મજબૂત બન્યું હતું પરંતુ ખિલાફત આંદોલન તો કોઈને પૂછ્યા વિના જ મોકૂફ થઈ ગયું ગાંધીજીને સરમુખત્યાર નો અધિકાર કોંગ્રેસે આપ્યો હતો ખિલાફત પરિષદે નહીં પરંતુ આંદોલન પાછું ન લીધું હોત અને બીજે પણ એવાં જ તોફાનો થયાં હોત તો સરકાર જનતાના બળથી વધારે જોરદાર બળ વાપરીને દબાવી ન દેત શું ગાંધીજીએ દેશને આ સ્થિતિમાંથી બચાવી લીધો આ આંદોલન બંધ રહેવાની બીજી અસર એ થઈ કે જુવાનો ગાંધીજીના રસ્તેથી હટી ગયા આખા દેશમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું એટલે જ બંગભંગ પછી પચીસ વર્ષે ફરી સશસ્ત્ર આંદોલનો શરૂ થયાં જેમાં અનેક વીરોએ હસતે મુખે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી આઝાદી માટેના આંદોલનના આ જ્વલંત પ્રકરણની કથા હવે પછી 000 સંદર્ભઃ ગાંધીજીની આત્મકથા ભાગ પાંચ પ્રકરણ ૪૩ મારું જીવન એ જ મારી વાણી દ્વિતીય ખંડઃસત્યાગ્રહ પ્રકરણ ૧૫ અસહકાર નારાયણભાઈ દેસાઈ like loading author dipak dholakia posted on 12 12 2019 30 11 2024 categories history tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 3 chapter 26 india slavery and struggle for freedom part 3 chapter 25 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૩ સંઘર્ષનો નવો માર્ગ પ્રકરણ ૨૫ ૧૯૧૬થી ૧૯૩૫ જલિયાંવાલા બાગ બૈસાખીના દિવસે દસ હજારથી વધારે લોકો અમૃતસરમાં સુવર્ણ મંદિર પાસેના જલિયાંવાલા બાગમાં એકઠા થયા લોકો અંગ્રેજી રાજ સામે લડવાના જોશથી થનગનતા હતા બૈસાખીના તહેવારનો ઉલ્લાસ પણ હતો એટલે સ્ત્રીઓ અને બાળકોની સંખ્યા પણ બહુ મોટી હતી રેજિનાલ્ડ ડાયરને એક બાતમીદાર મારફતે સમાચાર મળ્યા હતા કે જલિયાંવાલા બાગમાં સભા છે એણે પચાસેક ગોરખા સૈનિકોની ટુકડી એકઠી કરી અને હિન્દીઓને પાઠ ભણાવવા નીકળી પડ્યો ત્યાં પહોંચવા માટે સાંકડો રસ્તો છે અને બહાર નીકળવા માટે બીજો કોઈ રસ્તો નથી સાંકડી ગલીમાંથી સૈનિકો ત્યાં પહોંચ્યા ત્યારે લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો એ વખતે વક્તા હંસ રાજે લોકોને શાંત રહેવા અપીલ કરી ગભરાઓ નહીં એ લોકો હથિયાર વિનાના લોકો પર ગોળી નહીં ચલાવે પણ ડાયરે ત્યાં પહોંચીને કશી જ જાહેરાત કે ચેતવણી વિના સીધા જ ફાયરિંગનો હુકમ આપી દીધો હંસ રાજે કહ્યું કંઈ નથી એ ખાલી ટોટા છે ડરવાની જરૂર નથી પરંતુ ધાણી ફૂટે તેમ ગોળીઓ છૂટી અને ટપોટપ લાશો પડવા માંડી બચવા માટે ભાગતાં સ્ત્રી પુરુષોને નિશાન બનાવીને ઢાળી દેવાયાં સ્ત્રીઓ પોતાના જાન અને શીયળ બચાવવા માટે પાસેના કૂવામાં કૂદી ગઈ બાળકો રઝળી પડ્યાં ડાયર ૩૭૯ના જાન લઈને અને ૧૧૦૦ ઘાયલોને કણસતાં છોડીને પોતાની ટૂકડી સાથે ત્યાંથી નીકળી ગયો જો કે આ સરકારી આંકડા છે સ્વતંત્ર તપાસમાં ૧૨૦૦નાં મોત થયાનું નોંધાયું છે મરનારામાં હિન્દુ શીખ અને મુસ્લિમ બધા ભારતીયો હતા લોહીમાં નહાયેલી ગોળીઓથી વિંધાયેલી જલિયાંવાલા બાગની દીવાલો ઇતિહાસના આ ભયંકર હત્યાકાંડની સાક્ષી બનીને ઘાયલોનાં ક્રંદન સાંભળતી રહી કડક સેંસરશિપ હોવા છતાં આ સમાચાર આખા દેશમાં ફેલાઈ ગયા જનતામાં ક્ષોભ અને રોષની લાગણીનો ઉછાળ આવ્યો વાઇસરૉયની કાઉંસિલના સભ્ય સી શંકરન નાયરે રાજીનામું આપી દીધું સર રવીન્દ્રનાથ ટાગોરને સેંસરશિપને કારણે આ સમાચાર છેક મે મહિનાના અંતે મળ્યા એમણે સર નો ખિતાબ પાછો આપી દીધો લંડનમાં ઇંડિયન નૅશનલ કોંગ્રેસની બ્રિટિશ કમિટીએ નિવેદન બહાર પાડીને આખા ઘટનાક્રમનું વિવરણ બ્રિટનની જનતા માટે પ્રગટ કર્યું નિવેદનમાં કમિટીએ કહ્યું કે વિશ્વયુદ્ધમાં બ્રિટનના વિજયમાં ભારતનો ફાળો મહત્ત્વનો રહ્યો છે તેમ છતાં ભારતીયોના નસીબે તો માર્શલ લૉ કોરડા જેલની સજા મશીનગનો દ્વારા ગોળીબાર ગામડાંઓ પર હવાઈ હુમલા મિલકતની જપ્તી મિલિટરી ટ્રાઇબ્યુનલો સમક્ષ બચાવ કરવાની મનાઈ અખબારોની સેંસરશિપ વગેરે કાળા કાયદા જ રહ્યા બ્રિટનમાં બે જાતના અભિપ્રાય હતા ચર્ચિલ વગેરે નેતાઓએ જલિયાંવાલા બાગના હત્યાકાંડને un british ગણાવ્યો અને ડાયરના કૃત્યને વખોડ્યું પરંતુ એક વિદ્વાન કહે છે કે ચર્ચિલે આમ કરીને ડાયરના કૃત્યને અંગ્રેજી સામ્રાજ્યથી અલગ કરી નાખ્યું એનો કહેવાનો અર્થ એ હતો કે અંગેજી હકુમત તો સારી હતી એ આવું ન કરે પણ ડાયરે હત્યાકાંડ સર્જીને સામ્રાજ્યને બટ્ટો લગાડ્યો ડાયરના સમર્થક પણ ઘણા હતા મોટાભાગે એ બધા ઉચ્ચ વર્ગના અથવા ભારત કે બ્રિટિશ આર્મી સાથે સંકળાયેલા હતા એના માટે મોટું નાણાં ભંડોળ પણ ઊભું કરાયું તે પછી તપાસ માટે હંટર કમિટી નિમાઈ તેમાં પણ ડાયરે પોતાની ભૂલ કબૂલ ન કરી અને પસ્તાવો પણ જાહેર ન કર્યો એણે કહ્યું કે એક વખત આવું કરવાથી હંમેશ માટે શાંતિ રહે એ હેતુથી એણે આ કર્યું એને કબૂલ કર્યું કે એના સૈનિકોએ ૧૬૫૦ ગોળીઓ છોડી જેને કારણે ૩૭૯નાં મરણ થયાં અને ૧૧૦૦ ઘાયલ થયા હંટર કમિટીમાં એને સવાલ પુછાયો કે તમે શું કર્યું મેં ગોળીબાર કર્યો તરત જ તરત જ મેં આ બાબતમાં વિચાર કર્યો હતો અને મારી ફરજ શી છે તે નક્કી કરવામાં મને ત્રીસ સેકંડથી વધારે સમય ન લાગ્યો એક સાક્ષીએ જુબાની આપી કે સૈનિકોએ બંદુકોની નળીઓ નીચી કરીને ગોળીબાર કરતાં ગોળીઓ સીધી લોકોના પેટ અને પગ પર વરસવા લાગી કોઈ ભાગીને બચી જાય એવું પણ ન રહ્યું ડાયરે કહ્યું કે જેટલા રાઉંડ છોડાયા તેના આધારે સમયનો અંદાજ કરતાં દસેક મિનિટ ફાયરિંગ ચાલ્યું એને પૂછવામાં આવ્યું કે તમે ફાયરિંગ ન કર્યું હોત અને લોકોને વીખેરાઈ જવા કહ્યું હોત તો એ વીખેરાઈ ન ગયા હોત કે તમે આટલો લાંબો વખત ફાયરિંગ કરવું પડ્યું એનો જવાબ હતો કે માત્ર કહેવાથી લોકો વીખેરાઈ ગયા હોત પણ વળી એકઠા થયા હોત અને મારા પર હસતા હોત કોંગ્રેસ પણ સક્રિય બની ગઈ આ સાથે મહાત્મા ગાંધી કોંગ્રેસના એક માત્ર સર્વોચ્ચ નેતા તરીકે ઊપસ્યા એમના જ સંયત શબ્દોમાં હંટર કમિટીની પાસે પુરાવો ન દેવાનો નિશ્વય અમે બધાએ એકમતે કર્યો પણ જો કમિટીનો બહિષ્કાર થાય તો લોકો તરફથી એટલે મહાસભા તરફથી એક કમિટી હોવી જો ઈ એ એમ નિશ્ચય થયો તેમાં પંડિત મોતીલાલ નેહરુ સ્વ ચિત્તરંજન દાસ શ્રી અબ્બાસ તૈયબજી શ્રી જયકર અને મને પંડિત માલવીયજીએ આ કમિટી ઉપર નીમ્યા અમે જુદે જુદે ઠેકાણે તપાસ કરવા વીખરાઈ ગયા આ કમિટીની વ્યવસ્થાનો બોજો સહેજે મારી ઉપર આવી પડયો હતો અને વધારેમાં વધારે ગામોની તપાસ મારે ભાગે આવવાથી મને પંજાબ અને પંજાબનાં ગામડાં જોવાનો અલભ્ય લાભ મળ્યો આ તપાસ દરમ્યાન પંજાબની સ્ત્રીઓને તો જાણે હું યુગોથી ઓળખતો હોઉં તેમ મળ્યો જયાં જાઉં ત્યાં તેમનાં ટોળાં મળે અને મારી પાસે પોતે કાંતેલા સૂતરના ઢગલા કરે પંજાબ ખાદીનું મહાન ક્ષેત્ર થઈ શકે એ હું આ તપાસ દરમ્યાન અનાયાસે જોઈ શકયો લોકોની ઉપર થયેલા જુલમની તપાસ કરતાં જેમ જેમ હું ઊંડો ઊતરતો ગયો તેમ તેમ હું નહોતો ધારતો એટલી સરકારી અરાજકતા અમલદારોની નાદિરશાહી તેમની આપખુદીની વાતો સાંભળી આશ્વર્ય થયું ને દુ ખ પામ્યો પંજાબ કે જયાંથી સરકારને વધારેમાં વધારે સિપાહીઓ મળે છે ત્યાં લોકો કેમ આટલો બધો જુલમ સહન કરી શકયા એ મને ત્યારે આશ્વર્ય પમાડનારું લાગ્યું ને આજે પણ લાગે છે આ કમિટીનો રિપો ર્ટ ઘડવાનું કામ પણ મને સોંપવામાં આવ્યું હતું પંજાબમાં કયા પ્રકારના જુલમ થયા એ જેને જાણવું હોય તેણે એ રિપોર્ટ વાંચવો જ જોઈએ એમાં ઈરાદાપૂર્વક એક પણ જગ્યાએ અતિશયોક્તિ નથી જેટલી હકીકત આપી છે તેને સારુ તેમાં જ પુરાવો રજૂ કર્યો છે એ રિપોર્ટમાં જેટલો પુરાવો આપ્યો છે તેના કરતાં ઘણો વધારે કમિટી પાસે હતો જેને વિષે જરા પણ શંકા હોય એવી એક પણ હકીકત એ રિપોર્ટ માં મૂકવામાં નથી આવી આમ કેવળ સત્યને જ આગળ ધરીને લખાયેલા રિપોર્ટ ઉપરથી વાંચનાર જોઈ શકશે કે બ્રિટિશ રાજ્ય પોતાની સત્તા કાયમ રાખવાને સા રુ કેટલી હદ સુધી જઈ શકે છે કેવાં અમાનુષી કાર્યો કરી શકે છે અમૃતસરમાં કોંગ્રેસના અધિવેશનના અંતે ગાંધીજીએ કહ્યું પ્લાસીએ બ્રિટિશ સામ્રાજ્યનો પાયો નાખ્યો અમૃતસરે એને હચમચાવી નાખ્યો જલિયાંવાલા બાગની ઘટના વખતે માઇકલ ઑ ડ્વાયર પંજાબનો ગવર્નર હતો આ ઘટનાના વીસેક વર્ષ પછી ૧૯૪૦માં લંડનના એક રસ્તા પર શહીદ ઉધમ સિંઘે ઑ ડ્વાયરને ઠાર કરીને રાષ્ટ્ર પર એણે ગુજારેલા દમનનો બદલો લીધો અને હસતે મુખે ફાંસીએ ચડી ગયા ૦૦૦ સંદર્ભઃ massacre at amritsar rupert furneaux george allan unwin ltd publication year not available ઇંટરનેટ પર ઉપલબ્ધ british reaction to the amritsar massacre derek sayer university of alberta namdhar elibrary namdharielibrary gmail com ઇંટરનેટ પર ઉપલબ્ધ centenary history of indian national congress 1985 સત્યના પ્રયોગો મો ક ગાંધી ભાગ ૫ પ્રકરણ ૩૫ like loading author dipak dholakia posted on 05 12 2019 11 12 2019 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 3 chapter 25 ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 356 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું ડિસેમ્બર 2019 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 નવેમ્બર જાન્યુઆરી bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dhola...
|