Meta tags:
description= 5 posts published by Dipak Dholakia during January 2016;
Headings (most frequently used words):
the, dipak, of, for, dholakia, spam, blocked, મહિનો, જાન્યુઆરી, 2016, three, books, on, partition, india, sock, and, spinning, wheel, 101, uses, dead, mahatma, co, option, gandhi, non, gandhian, causes, 24th, january, 1950, in, constituent, assembly, four, boats, at, river, crossing, along, ganga, nachiket, kelkar, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,
Text of the page (most frequently used words):
અને (202), માટે (56), 2016 (37), કરી (36), સાથે (35), #જાન્યુઆરી (34), હું (33), હોય (32), નવેમ્બર (29), ડિસેમ્બર (29), અમે (29), એમણે (29), ઓક્ટોબર (28), સપ્ટેમ્બર (27), નથી (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), હતી (26), જૂન (25), પછી (25), હતા (25), મને (25), માર્ચ (24), એપ્રિલ (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), નહીં (24), ફેબ્રુવારી (23), 2015 (23), હતું (23), હવે (23), તરીકે (23), 2012 (22), the (22), એમને (21), ત્યારે (19), અમારી (19), છું (19), પરંતુ (19), 2013 (18), 2022 (18), માત્ર (18), શ્રી (18), આજે (18), કામ (17), બહુ (17), કોઈ (17), મારી (16), 2011 (16), હતો (16), એની (16), માનનીય (16), કરે (15), રીતે (15), કર્યો (15), એના (15), એમના (15), પ્રમુખશ્રી (15), ગાંધી (15), 2014 (14), dipak (14), શકે (14), આપણે (14), એમાં (14), 2025 (13), and (13), એમની (13), છીએ (13), હશે (13), પહેલાં (13), તેઓ (13), પુસ્તક (13), dholakia (12), રહે (12), અમારા (12), કરતાં (12), સામે (12), કરું (12), સુધી (12), નામ (11), એવી (11), નાવ (11), કર્યું (11), ગયા (11), વધારે (11), આપી (11), થાય (11), બધા (11), સહીઓ (11), પ્રકાશિત (11), વાત (11), વિશે (11), ગાંધીજી (11), for (10), કરવા (10), તેમ (10), ત્રણ (10), જોઈએ (10), કરતા (10), એમનું (10), એને (10), gandhi (10), દીપક (9), ધોળકિયા (9), થયું (9), જાય (9), ઉપયોગ (9), સામાન્ય (9), બ્રિટિશ (9), એટલે (9), સભ્યો (9), ભારતના (9), આપના (9), ભારત (9), શરૂ (8), બારી (8), martyrs (8), freedom (8), struggle (8), india (8), લેખ (8), થયો (8), મોટી (8), કંઈ (8), વૉયેજર (8), કારણ (8), આવે (8), સૌથી (8), કહ્યું (8), તરફ (8), ખરેખર (8), કરવાની (8), અનુવાદ (8), થયા (8), કરવામાં (8), નકલો (8), રજૂ (8), થશે (8), એટલું (8), સભ્યોને (8), વડા (8), આપે (8), જરૂર (8), ગાંધીજીને (8), તમે (8), કરો (7), indian (7), પાસે (7), અમને (7), એમનો (7), ગયું (7), સમક્ષ (7), પ્રમાણે (7), વિનંતિ (7), દરમિયાન (7), તાળીઓ (7), ભારતની (7), એનું (7), ગાંધીની (7), હોત (7), તમારા (7), પોતાના (7), like (6), રહ્યું (6), uncategorized (6), દ્વારા (6), કહે (6), એવું (6), ફરી (6), આપણી (6), બની (6), રહેશે (6), આપણા (6), એવા (6), બીજા (6), બીજી (6), હતાં (6), પોતાની (6), ઉપર (6), કરીને (6), ભલે (6), આશા (6), દેશમાં (6), લોકો (6), મારા (6), અહીં (6), પ્રમુખ (6), આપને (6), વખત (6), હેઠળ (6), ગાંધીનો (6), ગાંધીજીના (6), ફકરો (6), ચીન (6), કંપનીએ (6), મોજાં (6), com (5), શોધો (5), આવો (5), river (5), tags (5), categories (5), posted (5), author (5), loading (5), બધું (5), ચાર (5), પાણી (5), ગૅન્જિસ (5), ત્યાં (5), ચર્ચા (5), કલ્પના (5), કરવાનો (5), ગયો (5), આગળ (5), આવી (5), જોયું (5), બરાબર (5), તરત (5), કારણે (5), રહી (5), યાદ (5), પરવાનગી (5), ઊભા (5), મળીને (5), સહી (5), બાકી (5), આવશે (5), વિચાર (5), પૂરું (5), કરવાનું (5), હિન્દી (5), શકું (5), વર્ષ (5), લાંબા (5), અમુક (5), અથવા (5), આવ્યા (5), વર્ષો (5), રાજેન્દ્ર (5), ટેકો (5), મળ્યું (5), પત્ર (5), રાષ્ટ્રગીત (5), મહાત્મા (5), જાપાની (5), પ્રતિકાર (5), આવ્યો (5), માનતા (5), લખ્યું (5), ગાંધીના (5), ગાંધીજીએ (5), બ્રાંડ (5), કામૂ (5), શીર્ષક (5), isbn (5), ભાગલા (5), this (4), પસંદ (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), gandhiji (4), nachiket (4), kelkar (4), webgurjari (4), વેબગુર્જરી (4), જ્યારે (4), વિના (4), થતા (4), કાંપ (4), તમને (4), ૨૦૧૫ (4), બનાવી (4), નદીઓ (4), દેશની (4), માર્ગ (4), તમામ (4), શક્તિ (4), લીધી (4), વચ્ચે (4), તદ્દન (4), ખાતરી (4), વિચારો (4), લોકોએ (4), નહોતી (4), નહોતો (4), દીધી (4), નીચે (4), તમારી (4), પડે (4), તેની (4), રહ્યા (4), મહેનત (4), બન્ને (4), પાર (4), નચિકેત (4), વાર (4), constituent (4), assembly (4), ગૃહ (4), વંદે (4), માતરમ (4), સાહેબ (4), આપની (4), આવીને (4), સભ્યોએ (4), લાગે (4), બંધારણની (4), શકાય (4), મળી (4), પ્રયાસ (4), દેશ (4), મુદ્દો (4), તૈયાર (4), રાખી (4), બીજાં (4), સત્તા (4), હજી (4), સંઘર્ષ (4), જવાબદારી (4), રહ્યો (4), લાયક (4), બેઠો (4), સ્થિતિ (4), આવા (4), એનો (4), સહકાર (4), છતાં (4), શુભ (4), કૉન્સ્ટીટ્યુઅન્ટ (4), પ્રજાસત્તાક (4), મૂકી (4), મળે (4), દેશના (4), કરીએ (4), સાથી (4), સિદ્ધ (4), નિવેદન (4), gandhian (4), પ્રભાવ (4), સામ્રાજ્યવાદ (4), એમનાં (4), હુમલો (4), મુક્ત (4), શું (4), ભારતમાં (4), આક્રમણ (4), મહાન (4), બૌદ્ધ (4), અંતે (4), છેઃ (4), જુદાં (4), અલ્બેર (4), સોવિયેત (4), બૂટ (4), સમાધિ (4), partition (4), પ્રકાશન (4), with (3), wordpress (3), ટિપ્પણીઓ (3), other (3), નવી (3), સંદેશ (3), four (3), boats (3), crossing (3), along (3), ganga (3), sandrp (3), મૂળ (3), પ્રસિદ્ધ (3), નાની (3), રક્ષણ (3), નદીની (3), ડૉલ્ફિનો (3), રાજકીય (3), મહત્ત્વાકાંક્ષા (3), તેવાં (3), કરશે (3), હાલમાં (3), નીતિ (3), પાછળ (3), જૈવિક (3), સંપૂર્ણ (3), છેલ્લા (3), નદીમાં (3), શાંતિ (3), જીવન (3), પડ્યું (3), નદીના (3), લીધો (3), બંધ (3), સરદાર (3), થઈને (3), પાણીની (3), રાહ (3), લક્ષ્ય (3), દૂર (3), બહાર (3), મોટા (3), જેવી (3), વારાફરતી (3), ઔદ્યોગિક (3), હાથ (3), 24th (3), january (3), 1950 (3), પ્રમુખશ્રીએ (3), જગ્યાએ (3), સારું (3), જશે (3), કરાશે (3), ચાલુ (3), ૨૬મી (3), લાગણી (3), જવાહરલાલ (3), અંગ્રેજીમાં (3), નકલ (3), કર્યાં (3), ત્રણેય (3), એવો (3), ગૃહમાં (3), કાર્ય (3), બંધારણના (3), ઔપચારિક (3), જુદી (3), ધ્યાન (3), આજના (3), નવો (3), મારે (3), માણસને (3), સમય (3), વખતે (3), ભાષણો (3), હોઉં (3), પોતાનાં (3), વખાણ (3), મેં (3), જરા (3), ઘણા (3), ગૃહના (3), પૂરી (3), એટલા (3), જેમ (3), મળ્યો (3), આથી (3), રોકી (3), અભિનંદન (3), દાસ (3), માગું (3), આપું (3), સન્માન (3), આપવા (3), વર્ષથી (3), ઍસેમ્બલીના (3), તેને (3), પ્રથમ (3), ઇતિહાસમાં (3), મળશે (3), રહીને (3), ઊભાં (3), કદાચ (3), નક્કી (3), જાહેરાત (3), ફેરફાર (3), શબ્દો (3), પોતે (3), બંધારણસભાના (3), શબ્દ (3), માં (3), ઉપરાંત (3), 101 (3), uses (3), dead (3), mahatma (3), option (3), non (3), causes (3), 68th (3), anniversary (3), ૬૮મી (3), સંવત્સરી (3), ગાંધીય (3), સાબિત (3), કૃત્રિમ (3), જાપાનની (3), ગાંધીજીનું (3), જાપાનીઓ (3), આંદોલન (3), લશ્કરી (3), ઊડી (3), સ્વતંત્રતા (3), સામ્રાજ્યવાદનો (3), જાપાનને (3), સાચા (3), રશિયન (3), જાપાને (3), ગાંધીજીની (3), સ્પષ્ટ (3), દાખલા (3), જેમાં (3), કહેવું (3), પૂરતું (3), હિન્દુ (3), જવાબદાર (3), પશ્ચિમી (3), નેતાઓ (3), જરૂરી (3), ચરખો (3), કંપની (3), લઈને (3), ગાંધીએ (3), પોતાનો (3), કેમ (3), યુનિવર્સિટીમાં (3), sock (3), spinning (3), wheel (3), નેતાઓએ (3), હિંસા (3), books (3), લેખમાળા (3), લેખક (3), આયેશા (3), site (2), required (2), ટિપ્પણી (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 356 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), email (2), address (2), leave (2), comment (2), maari (2), baari (2), ૨૦૧૫ના (2), નાવો (2), આંતરતી (2), સામુદાયિક (2), પરસ્પર (2), વિરોધી (2), ગંગાના (2), વગેરેની (2), માછીમારો (2), સહેલાણીઓ (2), જહાજો (2), માછલાં (2), જતી (2), ટક્કર (2), જ્યાં (2), નદી (2), વહાણ (2), વૉયેજરની (2), મુકાયેલી (2), રાષ્ટ્રીય (2), નદીઓને (2), દેશે (2), સ્થાન (2), કરતી (2), થયેલા (2), વૈવિધ્ય (2), સામાજિક (2), દાયકામાં (2), દેવાની (2), કથા (2), દિશામાં (2), તેનું (2), મોટું (2), સર્વોચ્ચ (2), માર (2), boat (2), વળાંક (2), સપાટી (2), તૂટી (2), નાવની (2), બનાવ (2), બિહારમાં (2), આનાથી (2), જુદું (2), પડતું (2), પ્રમોદે (2), મશીનો (2), નાવમાં (2), લેવાનું (2), જોર (2), મોટો (2), નદીનાં (2), પાડી (2), બાકીના (2), વિચાર્યું (2), કાંઠાના (2), જાન (2), કાળી (2), હાથમાં (2), કાળો (2), વાવટો (2), એણે (2), ચડી (2), તેવી (2), ગાળો (2), ડાકુઓની (2), છોડી (2), અમારું (2), સાવ (2), બંદૂકો (2), dolphin (2), survey (2), આવ્યું (2), કશી (2), લેવાદેવા (2), ભાગો (2), નહીંતર (2), અમારે (2), ડૉલ્ફિનોની (2), મોજણી (2), માટેની (2), dey_vbrec (2), બાજુ (2), નિરીક્ષણ (2), રંગની (2), અમારો (2), આખો (2), માથું (2), વૉયેજરે (2), પેદા (2), કરેલા (2), નાવને (2), મનમાં (2), સંભાળી (2), અસર (2), કેટલી (2), તેનો (2), કરવાનાં (2), ગયાં (2), જતા (2), જવા (2), હલેસું (2), બાજુથી (2), સીધી (2), રાખવા (2), કરવી (2), આટલી (2), શાંત (2), સફેદ (2), જોઈ (2), ગંગાનાં (2), કશુંક (2), જેવું (2), કાંઠે (2), પાણીમાં (2), ધરી (2), ઊંચું (2), ઑફિસ (2), ભવ્ય (2), રહેલા (2), આછા (2), ટેબલોની (2), આપતા (2), માણસો (2), કેળકર (2), હિમાંશુ (2), પહેલી (2), ગુજરાતી (2), ડૉક્ટરલ (2), વિષયો (2), વિષયવસ્તુ (2), ચિંતા (2), આપ્યું (2), હળવી (2), ઍન્ડ (2), અનિશ્ચિત (2), મુદત (2), સ્થગિત (2), ગાયું (2), પંડિત (2), શ્રીમતી (2), મદ્રાસઃ (2), સભ્ય (2), સભ્યોનાં (2), બોલતા (2), બીજો (2), તેવા (2), જુદા (2), યુક્ત (2), બંધારણસભાનું (2), સેવાઓ (2), રૂપે (2), નહેરુએ (2), હસ્તલિખિત (2), જેના (2), આખી (2), હિન્દીમાં (2), બેઠા (2), બંધારણ (2), ઘનશ્યામ (2), સિંહ (2), પ્રમાણિત (2), ગૃહે (2), ઠરાવ (2), કરાવી (2), છપાવી (2), કરાવવાની (2), ઘણી (2), સમસ્યાઓ (2), તેના (2), એટલી (2), પૂરાં (2), આપણને (2), પ્રાર્થના (2), તબક્કો (2), માથે (2), ભારે (2), હોતો (2), સદ્ (2), ઊભી (2), દિવસ (2), બળી (2), સાંભળ્યા (2), જાતે (2), આવાં (2), બાબતો (2), પ્રધાન (2), પાડ્યા (2), સફળ (2), પાસેની (2), ખુરશીઓમાં (2), મદદ (2), ખબર (2), શિરે (2), શકીશ (2), ધ્યેયો (2), પ્રસંગે (2), બોલવા (2), બોલવાનું (2), પડ્યો (2), દિવસે (2), ફરીથી (2), પ્રસાદની (2), વ્યક્ત (2), મહોદય (2), રાજ્યના (2), મહાનતમ (2), બદલ (2), કેવી (2), મુદ્દાઓ (2), લેવાની (2), માન (2), નેતૃત્વ (2), દુનિયાનાં (2), પ્રત્યે (2), વલ્લભભાઈ (2), તાળીઓનો (2), ગડગડાટ (2), સન્માનનીય (2), સામનો (2), જનતા (2), પ્રકરણ (2), દિવસમાં (2), નવું (2), ત્રીસ (2), આઝાદીના (2), હરોળમાં (2), ધરખમ (2), પુનરુત્થાન (2), લક્ષ્યો (2), સાકાર (2), નહેરુ (2), રાષ્ટ્રપતિની (2), ચૂંટણીના (2), રાષ્ટ્રપતિ (2), આપ્યો (2), રીટર્નિંગ (2), ઑફિસર (2), સૅક્રેટરી (2), પ્રસાદ (2), બાબત (2), ચૂંટણી (2), ભારતીય (2), ઐતિહાસિક (2), ભજવનાર (2), મંજૂર (2), રચના (2), નિર્ણય (2), બાબતમાં (2), બદલે (2), રિપોર્ટ (2), માન્યતા (2), નિમિત્તે (2), થતો (2), જોતાં (2), દીર્ઘજીવી (2), સમર્થક (2), પ્રચારમાં (2), વિશેષ (2), પ્રખ્યાત (2), નહોતું (2), જાણવા (2), દીધા (2), સત્તાને (2), સમાચાર (2), ભારતને (2), સામ્રાજ્યવાદી (2), વ્યક્તિ (2), આવવાની (2), નબળાઈ (2), તબીયતને (2), જોખમમાં (2), મૂકીને (2), ભોગવતો (2), અનોખી (2), સ્થિતિમાં (2), રાજકારણીઓ (2), જાપાનના (2), ૧૮મી (2), નાખ્યું (2), પત્રમાં (2), તમારો (2), નુકસાન (2), માગતા (2), જાઓ (2), જગ્યા (2), મૂકવાનો (2), તાકાત (2), વિદેશી (2), સત્તાની (2), માહિતી (2), માગીએ (2), દુનિયાની (2), તમારું (2), દેશને (2), દક્ષિણ (2), મળ્યા (2), આશ્રમમાં (2), જુલાઈએ (2), લખ્યો (2), જાપાન (2), અહિંસક (2), કરવો (2), અમેરિકન (2), લેખિકા (2), મેયો (2), આવ્યાં (2), ઠરાવી (2), ઓળખાવ્યું (2), રાખીને (2), ચાલ્યા (2), ઇચ્છા (2), અભિયાન (2), ધર્મ (2), નામનો (2), હિમાયતી (2), સેંગર (2), મળ્યાં (2), સેંગરને (2), અંશે (2), મૂળભૂત (2), વિચારથી (2), લીધું (2), ગાંધીનું (2), વેપલો (2), નવા (2), ખાદી (2), અપમાન (2), તસવીર (2), રેસ્ટોરન્ટ (2), અમેરિકાની (2), આધાર (2), પેન (2), જેની (2), માર્કેટિંગ (2), લાભ (2), નામે (2), આંદોલનો (2), માને (2), જોડી (2), થતું (2), અભ્યાસ (2), કહી (2), થોમસ (2), જન્મ (2), પ્રોફેસર (2), સંબંધી (2), march (2), જુલાઈ (2), camus (2), સેકંડ (2), કરીશું (2), માણસની (2), શાંતિની (2), દેખાડ્યું (2), સ્વાતંત્ર્ય (2), શકીએ (2), લોકોની (2), સહેલું (2), બલિદાન (2), વર્ષમાં (2), લાખો (2), અહિંસાના (2), ઉપદેશો (2), હત્યા (2), ટીટો (2), લેનિન (2), સાચું (2), ફૂલો (2), બુલ્ગાનિન (2), મંગેશ (2), કુલકર્ણી (2), three (2), જલાલ (2), કૅમ્બ્રિજ (2), યુનિવર્સિટી (2), પ્રેસનું (2), જલાલના (2), pakistan (2), 978 (2), 521 (2), દૃષ્ટિબિંદુ (2), સંમતિથી (2), design, વેબસાઇટ, ઇમેઇલ, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, ડીસેમ્બર, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, 139, history, વિભાગ, quit, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, રોજ, એકબીજાના, માર્ગોને, આપણું, ભવિષ્ય, ખંજરો, નદીનું, વિકાસ, વિખવાદો, પટમાં, નવઉદારવાદ, ધારથી, છેદાતું, માછલીઓ, ખેડૂતો, ડાકુઓ, નદીઓના, સંરક્ષણના, હિમાયતીઓ, બાર્જો, વહાણો, નૌકાઓ, પકડવાની, જાળો, કાંપના, કણો, અનેકવાર, સરકતી, ક્ષણોમાં, એકમેકમાં, ગુંચવાઈને, ફંગોળાતું, દૃષ્ટિકોણો, વાસ્તવિકતાઓ, બિંદુ, અંતહીન, અક્ષય, ચાલી, આનું, ભડભડતું, ઉદાહરણ, વસાહતવાદી, ગણાય, નિયંત્રણોને, સજીવન, પૂરનાં, મેદાનોનાં, પાણિયાળા, વિસ્તારો, ઝડપથી, વિલુપ્ત, ઉપસ્થિતિ, વિચારહીન, હજૂરિયા, વ્યવસ્થાનો, જીવતો, જાગતો, પુરાવો, મોટાં, નદીમાંથી, ઉલેચી, વેચી, નારાયણ, ડુબાડી, જાહેરમાં, વેપારીનો, માલ, માલવાહક, માર્ગો, સહેલાણીઓના, રૂટ, મોજમઝાનાં, સાંકડી, ઊબકા, વિધેયક, એકરૂપ, સંદર્ભની, ઉપેક્ષા, પાંચ, ડૅમો, બાંધવાના, ઝનૂન, નીતિનો, નકરો, વ્યાપ, એમાંથી, ડોકિયાં, ઉદ્દંડ, મૂડીના, દરવાજે, ભરતી, દાસીઓ, આસુરી, જાળ, એકબીજીના, આંતરનારી, નાવોની, જઈએ, સચોટ, રૂપક, જહાજ, સત્તાનું, પ્રતીક, જહાજે, મોકલેલા, જોરદાર, મોજાનો, નાના, હોડકાંઓએ, સહન, મચ્છરદાનીથી, ગેરકાનૂની, પકડતી, ગૅંગો, વપરાતી, used, gangs, involved, illegal, fishing, mosquito, nets, morisaka_vbrec, ઇસ્માઇલપુરના, પહોંચ્યા, ડૉલ્ફિનનાં, બચ્ચાં, ઉત્સાહથી, ઊછળતાં, ડોકાવા, લાગ્યાં, ગણવાનું, લાગણીઓનું, જાળું, ભેદાયું, અજાયબીનો, ભાવ, જાગ્યો, ડૉલ્ફિનોને, ઊછળતી, કૂદતી, જોઈને, ડાકુઓનો, વૉયેજરનો, રૂઆબ, સ્વાર્થ, વીમાની, અર્થહીનતા, વિસારે, રાતે, વાતચીતમાં, હુંફાળી, મૃત્યુને, સમર્પિત, ગમ્મત, હળવેક્થી, પ્રવેશી, ફીલ્ડવર્ક, ક્યારે, વાળી, રેકૉર્ડિંગ, ખેંચાતાં, ચાલ્યાં, વહેણ, વધી, માછીમારોએ, પૂરની, સીઝન, વીત્યા, જૂથો, જમીનના, મુદ્દા, ઝઘડો, હથિયારોનો, નકામા, નિર્દોષ, તમાશબીન, નસીબજોગે, બચી, શૂટિંગના, જાતની, મુંઝવનારી, લાગણીઓના, ગુંચવાયેલા, જાળામાં, ભેરવાયેલા, કેટલીક, ગણતરીમાં, ચૂકી, હશું, મોજાનું, હળવું, ટાંકણે, ધડાકો, સાંભળ્યો, ઠરેલાં, જળમાંથી, ઊછળ્યું, સાથીએ, બૂમ, લ્ફિ, ગામે, લગનની, ફટાકડા, બટાકડા, ફોડતા, ડૉલ્ફિન, ફટાકડો, ઊંચા, શઢવાળી, નૌકા, આવતી, મોજણીની, માછીમારોની, કૂવાથંભ, બેઠેલા, માણસના, જોરથી, હલાવીને, બૂમો, મોંએ, દેતો, નાવમાંથી, માણસોએ, રાઇફલો, તાકી, કમાંડરની, ટૉર્ચથી, રોશની, ફેંકી, હથિયારબંધ, ટોળકી, નાવનો, મોરો, ફેરવ્યો, એટલામાં, ગોળીઓ, વિવેકબુદ્ધિયુક્ત, કાયરતા, દેખાડીને, ખુરશીઓ, ઘૂસી, લૉજિક, સાદું, નાવે, બાજુએ, લખેલું, ફાયરિંગ, દીધું, ભાંડતો, ગરજ્યો, મરશો, કોઈનો, બદલો, લેવો, our, subhasis, ડૉલ્ફિનના, બિચારી, કાળા, તળિયું, ઊપસેલી, થાપટો, ખાઈ, ચૂકેલી, સુકાની, પ્રમોદ, કામળા, લાંબો, કરતો, રાખ, વેરતાં, ધણધણ્યા, ઍન્જિનની, મેશ, ગ્રીઝથી, ડૉલ્ફિનને, જોવા, જરાક, હલાવીએ, શરીર, સળવળે, બાંધેલ, વાંસનો, માંચડો, કરાંજવા, લાગતો, આકારના, વમળે, ડગમગાવી, બેયનાં, ઍન્જિનોના, અવાજથી, બાપડી, ડૉલ્ફિનોના, હાલ, ખુરશીઓને, મંદ, જોતા, સારામાં, સારો, અંદાજ, બાંધવાનું, આજનું, નાવના, પાછળના, ભાગમાં, ડૉલ્ફિનોનો, અવાજ, રેકૉર્ડ, અદ્યતન, મોંઘાં, ઉપકરણો, બાંધેલાં, ઊલેચતા, ડ્રેજર, જબ્બરદસ્ત, વમળને, રેકૉર્ડરો, આમતેમ, સરકી, ઉલટાં, વળી, હોડી, હંકારી, હોવી, અમારાં, નીચેનાં, જાળમાં, ફસાય, સંકેત, ઉલટા, લાગ્યા, કાઢેલી, માટીના, ઢેફા, અથડાયું, નમી, ધારેથી, આવડા, આંચકા, દબાવીને, પડી, પેટ, ભરવાની, ફિકર, માણસ, ઘરે, ચાલ્યો, નવેમ્બરમાં, કરાવતાં, હોતાં, આરસના, પ્રકાશમાન, સ્થાપત્ય, હાથી, અકલ્પનીય, શુભ્રતા, પાણીનો, રાખોડી, રંગ, ઉભરતો, વિરોધાભાસ, જોવાલાયક, ખેતરો, મીટ, માંડીને, કાંઠા, ઊભેલી, પેલી, ઇમારતોને, મળતી, મોં, માથાના, મેળ, વિનાનું, ઇન્દ્રજાળ, લાગતું, સામેના, છીછરા, આંતરિક, જળમાર્ગ, ચાલતું, લાંગરેલું, સરખામણીએ, અસ્વાભાવિક, અમંગળનાં, એંધાણ, લાગતી, ડ્રેજિંગ, પિલર્સ, હટાવવાના, થાંભલા, ઊંચાનીચા, ઊતરીને, કેટલાયે, કિલોગ્રામ, લાવતા, ganges, voyager, subhsis, નવેમ્બરની, ઢળતી, બપોરે, ખુશનુમા, વાતાવરણમાં, પ્રવાહની, હંકારતા, નદીમાંની, પૂર, ઓસરવાના, ગાળામાં, ઘાસ, નીકળી, ઊતરી, ખેતીવાડીની, કૉલેજ, કોંક્રીટની, ઇમારતો, કિનારાને, લાગી, ઘસારાના, લાચાર, બનીને, ઝળુંબી, વળાંકમાં, ઓચિંતી, નજરે, લાલ, આસપાસ, ચમકતી, ગોરી, ચામડીઓને, સૂરજના, તડકામાં, શેકતા, ચામડી, ઝળી, મલમલની, છત્રીઓ, આપતી, હલાવ્યા, જૂના, રાજના, દિવસોની, યુનિફૉર્મધારી, ઍટેન્ડન્ટોએ, જોખમી, નહોતા, હલાવવામાં, ખોટું, વૉયેજરમાં, પચાસ, એરકંડીશન્ડ, લક્ઝરી, રૂમો, બારીઓ, જાંબલી, રંગના, શિફૉનના, પરદા, રેતીનાં, ઘડિયાળવાળી, કલાક, શીશીના, આકારમાં, બાંધેલા, માછીમાર, samir, kumar_vbrec, rainmaker, nsk, gmail, ગંગાની, સહેલગાહે, એકબીજાનો, એવરેસ્ટ, ઈંચ, નમ્યો, ખીણ, ઊંચકાઈ, ઠક્કરના, કાર્યક્ષેત્રનો, પરિચય, મેળવવા, વાંચશો, ભાઈ, વાચકો, બેંગાળૂરુમાં, અશોક, ટ્રસ્ટ, ફૉર, રીસર્ચ, ઈકોલૉજી, એન્ડ, ઍન્વાયરનમેન્ટ, atree, સ્ટૂડન્ટ, મેદાનમાં, મત્સ્યોદ્યોગ, અભ્યાસના, સમુદ્રી, ભૂમિસ્થિત, પરિવેશોના, રક્ષણને, લગતી, બાબતોમાં, શૈલી, ગંભીર, રાષ્ટ્ર્રીય, સ્તરે, સીધું, મનમસ્તિષ્કને, સ્પર્શી, sandrpના, ઠક્કરનો, સંપર્ક, લેખનો, માગી, પ્રોત્સાહન, લેખકની, શૈલીમાં, લખાયેલો, અર્થગંભીર, વાંચવા, મળ્યોઃ, સાઉથ, એશિયા, નેટવર્ક, ડૅમ્સ, રિવર્સ, પીપલ, બ્લૉગ, બંધારણસભા, લક્ષ્મી, કાન્તા, મૈત્રાએ, પૂર્ણિમા, બૅનરજી, મંજૂરી, ગાઈશું, અનંતસ્વામી, અય્યંગાર, ઑફિસમાં, હાજર, સૂચન, બેસી, બોલાય, જોવામાં, ચોક્કસ, લાગશે, ખન્ના, વારા, જમણી, મદ્રાસના, જેમને, તેમને, રોજગાર, વિભાગોમાં, સમાવી, લેવાના, પ્રશ્ન, ભાગના, કર્મચારીઓને, ઊજવતો, ભાગીદાર, હોવાની, પ્રાંતના, અલગૂ, રાય, ચૌધરીએ, ઉઠાવ્યો, જતાં, કર્મચારીઓની, રહેવી, તબક્કે, સભ્યોની, કલાકારોએ, સુશોભનો, છપાયેલી, ત્રીજી, ટેબલ, ક્રમમાં, બોલાવીએ, પ્રધાનને, સરકારી, ફરજ, જવાનું, કરીશ, ગુપ્તાએ, પ્રમુખશ્રીને, અનુવાદની, ગુપ્તાને, જેથી, કામો, અનુવાદને, અધિકૃત, પસાર, ભાષાઓમાં, ધરાયું, પ્રમુખશ્રીઃ, જાતનું, નિષ્ઠા, માવજત, ત્યાગની, ભાર, વેઢારી, જનતાનાં, અરમાનો, સ્ત્રીપુરુષ, પાકશે, ઈશ્વર, આના, પ્રસંગની, ગંભીરતાનો, ખ્યાલ, મૂકવામાં, સૌની, દેખાઈ, હંમેશાં, માનતો, અભિનંદવાનો, નીમણૂક, નિવૃત્ત, સોંપ્યું, છોડવાનો, જોઈશ, સૌએ, ચોમેરથી, મિત્રોએ, મારામાં, વિશ્વાસ, મૂક્યો, ભાવના, વરસાવી, તેન, તપાસીશ, મારાં, વખાણનાં, સાંભળતો, મહાભારતની, બધી, કપરી, ધર્મસંકટ, સ્થિતિઓ, દરેક, સમસ્યા, ગુંચવાયેલી, શ્રીકૃષ્ણ, રસ્તા, શોધી, દિવસોમાં, અર્જુને, પ્રત્યિજ્ઞા, પૂરો, થતાં, લેશે, ચિતા, ગોઠવીને, મરશે, પાંડવો, અસહ્ય, શ્રીકૃષ્ણે, રસ્તો, કઢ્યો, તું, કર્યા, તારાં, આપઘાતની, મરવા, ઘણાં, ભાષણ, ભાવથી, સાંભળ્યાં, રીત, આપઘાત, લઉં, નાયબ, લાગણીથી, પડઘો, સદીથી, વખતથી, જીવ્યા, નિકટતાથી, કદી, ડગ્યા, ખુરશીમાં, ગોઠવી, દીધો, સાથીઓ, જેમની, સાથેના, સંબંધોનું, મહત્ત્વ, બેસશે, ગૃહની, અસંખ્ય, મિત્રોની, શુભેચ્છાઓ, સહિયારા, પ્રયાસોથી, પાડવામાં, થઈશું, હંમેશની, આતુર, ટાળી, વિક્ષેપ, શેઠ, ગોવિંદદાસ, માઇક, આટલાં, સભ્યોનો, આપવાનો, ઇનકાર, શરમાવો, આપતું, વક્તવ્ય, મુનિસ્વામી, પિલ્લૈ, રાખું, ચર્ચાને, આપશે, રાજેન્દ્રબાબુએ, દરમિયાનગીરી, બોલ્યા, બિહારઃમુસ્લિમ, હુસૈન, ઇમામ, પશ્ચિમ, બંગાળઃ, મુખરજી, ઓરિસ્સાઃ, ટકોર, બોલે, અપાવવા, લાગણીઓ, થતી, કફોડી, બોલવું, થોડાંક, વાક્યોમાં, મુંબઈ, મિત્રો, રાષ્ટ્રના, પ્રતિનિધિઓની, સર્વસંમત, ઇચ્છાથી, બનો, અવસરે, અભિનંદનોની, ઝડીઓ, વરસાવતા, સ્વરોમાં, જોડાવાની, અનુમતિ, પ્રધાનના, મુખેથી, સરેલા, એકે, શબ્દને, ઍસેમ્બલીની, કાર્યવાહી, ચલાવો, બોજ, તબીયત, બગડતી, તેથી, ગભરામણ, વિધાતા, કૃપાળુ, સ્વસ્થ, બનાવ્યા, સૌને, રાષ્ટ્રપ્રમુખ, ચુંટાયા, જોવાનું, સૌભાગ્ય, પ્રાપ્ત, આજનો, સુવર્ણાક્ષરે, લખાશે, શંકા, શાણપણ, અડગ, સ્વભાવ, કુનેહને, દેશનાં, પ્રતિષ્ઠા, દિવસોદિવસ, વધતાં, વિલક્ષણ, રાષ્ટ્રોમાં, આપણો, સ્થાનને, ઈશ્વરે, વફાદાર, રહીએ, પ્રકારે, આપીએ, સુબુદ્ધિ, ઈશ્વરને, માયાળુ, સ્વભાવથી, હૃદયની, ભાવનાથી, આખા, લોકોનાં, દિલ, જીતી, લીધાં, સર્વથા, સુયોગ્ય, પટેલ, પ્રાંત, તરફથી, વતી, આદરપૂર્વક, ઘણુંય, બાન્યું, જેને, સૂરત, પલટાઈ, ઉપરાઉપરી, ઉથલપાથલો, સંકટોનો, ઘડવાનું, પુરુષાર્થ, જૂએ, મહામુશ્કેલીઓનાં, કાબેલ, નેતૃત્વનો, અનુભવ, અમારામાંથી, જંગમાં, આગલી, લડનારા, સૈનિક, ઓળખે, આપનું, સ્વાગત, નેતા, છેલ્લી, પેઢી, થયેલાં, સંકટો, તકલીફોનો, અડગતાથી, કરનારાઅમારા, ધ્યેય, સભામાં, સભા, પડશે, પરિવર્તન, સંસદ, કરેલું, થયાં, વીતેલાં, સપનું, પણે, સપના, કઠિન, સપનાં, ધરપતની, ભવિષ્યનાં, સંઘર્ષોમાં, હશો, વડપણ, નીચેના, પ્રજાસત્તાકને, વફાદારી, અર્પિત, નિયમો, પૈકી, નિયમ, ૮ના, પેટાનિયમ, પ્રસાદને, પદે, વિધિવત્, ચુંટાયેલા, જાહેર, પટેલે, નામની, દરખાસ્ત, જણાવવાનું, રાષ્ટ્રપતિના, ઉમેદવારી, ઉમેદવારનું, આયંગર, હવેની, પરિણામની, આયંગરને, આમંત્રણ, સંતોષ, જેટલું, અપાશે, દરજ્જો, સમાન, સ્વાતંત્ર્યના, સંગ્રામમાં, ભૂમિકા, ગીત, શબ્દોમાં, સરકાર, પ્રસંગવશ, ઓળખાતી, ભારતનું, સંગીતમાં, બદ્ધ, વિશેનો, વિચારેલું, લાગ્યું, લેવાને, અધ્યક્ષસ્થાને, ઍસેમ્બલી, અગિયાર, વાગ્યે, કૉન્સ્ટીટ્યુશન, હૉલમાં, વાપર્યો, સ્થાપિત, chairman, સભાપતિ, રાજ્યસભાના, speaker, અધ્યક્ષ, સંસદની, લોકસભાના, president, કાર્યવાહીઓનો, volume, xii, આપેલો, અંશોનો, પ્રસ્તુત, ૧૯૫૦ની, ૨૪મી, મંગળવારે, બંધારણસભામાં, મહત્ત્વના, નિર્ણયો, લેવાયા, અપાઈ, બિનહરીફ, પ્રત, thomas, weber, રાજકારણીઓની, સમજવાની, મૃત, મહાત્માના, ૧૦૧, ગાંધીચીંધ્યા, ઉદ્દેશો, રાખવાની, ખરું, બનાવો, પરથી, જણાવ્યું, જન્મનિરોધના, ટેકામાં, બૌદ્ધધર્મના, ફેલાવામાં, હિન્દુધર્મનાં, દૂષણો, દેખાડવામાં, યુદ્ધના, જોતરવાના, કમ્પ્યુટરો, દારુ, મોંઘી, પેનો, ફર્નીચરના, વેચાણમાં, રેસ્ટોરન્ટોના, પહોંચ્યું, સાચો, પહોંચ્યો, જીવનના, તબક્કામાં, ગ્રહમાં, જનતામાં, આદરને, પાત્ર, જમાનામાં, ઇંટરનેટ, ભાષા, જાણતા, મળતું, છાપાં, જાપાનીઓએ, જોતરી, ભારતમાંથી, હટાવી, માંગ, માટેના, ગેરસમજ, થવી, હકીકતમાં, જેવા, સ્વાતંત્ર્યને, આપો
Text of the page (random words):
ા નાથુરામ ગોડસેનું કોર્ટ સમક્ષ અંતિમ નિવેદન આજે મહાત્મા ગાંધીની ૬૮મી સંવત્સરી છે ઉપર ટાંકેલો ફકરો વાંચતાં એ સ્પષ્ટ થાય છે કે ભાગલા માટે ગાંધીજીને જવાબદાર માનતાં બળોએ એમની હત્યા કરી આજે આ દ્વિરાષ્ટ્રવાદનાં હિમાયતી તત્ત્વોનું જોર વધ્યું છે અને ગાંધીજી આજે પણ એમનું નિશાન છે આ સંજોગોમાં ભાગલા કેમ થયા એના માટે જવાબદાર કારણો એમાં ભાગ ભજવનાર પાત્રો વગેરેની ચર્ચા જરૂરી છે આથી ભાગલા વિશેનાં ત્રણ મહત્ત્વનાં પુસ્તકોનો સાર જરા વિગતે રજૂ કરવાનું વિચાર્યું છે આ નવી લેખમાળા ૧ ફેબ્રુઆરી ૨૦૧૬થી શરૂ થાય છે અને દર અઠવાડિયે બે લેખ રજૂ કરાશે એ કહેવું જરૂરી છે કે આ ત્રણેય લેખકોનાં પોતાનાં દૃષ્ટિબિંદુ છે અને આ લેખમાળાનો હેતુ એની સમીક્ષા કરવાનો કે સાચાખોટાની પરીક્ષા કરવાનો નથી માત્ર એમનાં દૃષ્ટિબિંદુ રજૂ કરવાનો છે હવે ત્રણેય પુસ્તકોની પ્રાથમિક માહિતી જોઈએ લેખમાળાની શરૂઆત આયેશા જલાલના પુસ્તકથી કરીશું શીર્ષક છેઃ the sole spokesman jinnah the muslim league and the demand for pakistan કૅમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસનું પ્રકાશન એ સૌ પહેલાં ૧૯૮૫માં પ્રકાશિત થયું અને ૧૯૯૪માં એની પેપરબૅક આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી isbn 978 0 521 24462 6 hardback isbn 978 0 521 45850 4 paperback એમણે મુખ્યત્વે જિન્નાને કેન્દ્રમાં રાખીને આ પુસ્તક લખ્યું છે આયેશા જલાલ ૧૯૮૦માં અભ્યાસ કરતાં હતાં અને આ પુસ્તક ખરેખર તો એમનો મહાનિબંધ છે પરંતુ ભારતની આઝાદીના સંગ્રામની કરુણ અને અકલ્પ્ય પરિણતિની ચર્ચાઓમાં એનું મહત્ત્વનું સ્થાન બની રહ્યું છે તે પછી આપણે બીજું પુસ્તક હાથમાં લેશું એ છે creating a new medina state power islam and the quest for pakistan in late colonial north india એના લેખક વેંકટ ધુલિપાલાની સિદ્ધિ એ છે કે આ પુસ્તક પણ આયેશા જલાલના પુસ્તકની જેમ ડૉક્ટરલ થીસિસ છે પરંતુ ભારત અને પાકિસ્તાન અને દુનિયાનાં પ્રતિષ્ઠિત અખબારોએ એને ભાગલા સંબંધી ઇતિહાસમાં નવા સોપાન તરીકે ઓળખાવ્યું છે ન્યૂઝવીક સામયિકે એને ૨૦૧૫ના વર્ષમાં પ્રકાશિત સૌથી મહત્ત્વની સાહિત્યેતર કૃતિ તરીકે પ્રથમ સ્થાને મૂકી છે http www newsweek com most important international nonfiction books 2015 409800 લેખક વિલ્મિંગ્ટનમાં નૉર્થ કેરોલાઇના યુનિવર્સિટીમાં ઇતિહાસના આસિસ્ટન્ટ પ્રોફેસર છે આ પ્રકાશન પણ કૅમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસનું છે પ્રકાશન વર્ષ ૨૦૧૫ isbn 9781107052123 લેખમાળા દરમિયાન એ સ્પષ્ટ થતું જશે કે જલાલ અને ધુલિપાલાનાં અવલોકનો અને તારણો શી રીતે જુદાં પડે છે ત્રીજું પુસ્તક છે muslims against partition pharos media and publishing house pvt ltdનું પ્રકાશન ૨૦૧૫ isbn 139788172210670 અને isbn 108172210671 એના લેખક શમ્સુલ ઇસ્લામ દિલ્હી યુનિવર્સિટીમાં રાજ્યશસ્ત્ર વિષયના વ્યાખ્યાતા હતા અને પ્રગતિશીલ સંગઠનો સાથે જોડાયેલા છે એમનું પુસ્તક આપણાથી અજાણી એવી દિશામાં પ્રકાશ ફેંકે છે આશા છે કે આ લેખમાળા વાચકોને પસંદ આવશે દીપક ધોળકિયા like loading author dipak dholakia posted on 30 01 2016 22 01 2016 categories uncategorized tags 68th anniversary of gandhiji દીપક ધોળકિયા partition of india 5 ટિપ્પણીઓ three books on partition of india માટે the sock and the spinning wheel ગાંધીજી અને કામૂ ફ્રાન્સના વિશ્વવિ ખ્યાત સાહિત્યકાર અલ્બેર કામૂ albert camus ના નામથી કોઈ સાહિત્યપ્રેમી અપરિચિત નહીં જ હોય પરંતુ વૈચારિક રીતે કામૂ ગાંધીજીની બહુ નજીક હતા એ વાત કદાચ બહુ જાણીતી નથી ૧૯૫૫માં રશિયાના નેતાઓ ખ્રુશ્ચેવ અને બુલ્ગાનિન ભારતની મુલાકાતે આવ્યા હતા રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલી આપવા ગયા ત્યારે રશિયન નેતાઓ ભારતીય પરંપરા પ્રમાણે બૂટ ઉતારીને માત્ર મોજાં પહેરીને સમાધિ સુધી ગયા આ ઘટના વિશે કામૂએ લ એક્સપ્રેસ ના ૨૨ નવેમ્બર ૧૯૫૫ના અંકમાં તંત્રીલેખ લખ્યો જેનું મૂળ ફ્રેન્ચમાં શીર્ષક હતું la chaussette et le rouet શીર્ષક હતું આ પત્ર ખોળી કાઢીને સૌ પ્રથમ વાર the sock and the spinning wheel શીર્ષક હેઠળ અંગ્રેજીમાં મૂકવાનો યશ ડૉ મંગેશ કુલકર્ણીને ફાળે જાય છે અહીં એ મૂળ અંગ્રેજીમાંથી કરેલો અનુવાદ મોજાં અને ચરખો શીર્ષક હેઠળ ડૉ કુલકર્ણી અને ગાંધી માર્ગ જુલાઈ સપ્ટેમ્બર ૨૦૧૫ ના આભાર સાથે રજૂ કર્યો છે યશ ડૉ મંગેશ કુલકર્ણી પૂણેની સાવિત્રીબાઈ ફૂળે યુનિવર્સિટીના પોલિટિક્સ ઍન્ડ પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન વિભાગમાં અધ્યાપન કાર્ય કરે છે અને તે પહેલાં એમણે ઝોમ્બા મલાવી ગોટિંગન જર્મની બિલાબાઓ સ્પેન અને વિયેના ઑસ્ટ્રિયા ની યુનિવર્સિટીઓમાં પણ સેવાઓ આપી છે એમને ર્કફેલર આર્કાઇવ સેંટર ન્યૂ યૉર્ક યુરોપીય કમિશનની ઍરાઝ્મસ મુન્દુસ સ્કૉલરશિપ મળી છે તે ઉપરાંત એમણે સ્વીડન અને ફ્રાન્સમાં વિઝિટિંગ સ્કૉલર તરીકે આમાંત્રણ મળ્યું હતું ડૉ કુલકર્ણીએ કેટલાંયે પુસ્તકોનું જાતે અથવા સંયુક્ત રીતે સંપાદન કર્યું છે વિવિધ વિષયો પરના એમના લેખો નિયમિત રીતે પ્રકાશિત થતા રહે છે અને નજીકના ભવિષ્યમાં અલ્બેર કામૂના રાજકીય વિચારો વિશેનું એમનું પુસ્તક પ્રકાશિત થવાનું છે દીપક ધોળકિયા મોજાં અને ચરખો અલ્બેર કામૂ આ રોમાંચકારી સદીમાં જન્મ લીધો છે એ કેવી મોટી સદ્ ભાગ્યની વાત છે મેં જ્યારે વાંચ્યું કે શ્રી બુલ્ગાનિન અને ખ્રુશ્ચોવ ગાંધીની સમાધિ પર ફૂલો ચડાવવા ગયા ત્યારે એમણે બૂટ ઉતારી નાખ્યા અને માત્ર મોજાં જ પહેરી રાખ્યાં હતાં ખરેખર મેં કદીયે તદ્દન અસંભવ હોય એવા સપનામાં પણ કલ્પના નહોતી કરી કે એક યોગીને શ્રદ્ધાંજલિ આપવા માટે એક માર્શલ અને એક કૅપ્ટનને પોતાના બૂટ ઉતારતાં મારા જીવન દરમિયાન હું જોઈ શકીશ પણ આ હવે એક હકીકત છે દુનિયાએ આશ્ચર્યથી જોયું કે બસો સશસ્ત્ર ડિવીઝનો અને આખી લશ્કરી મશીનરી એમના વડાઓના રૂપમાં અહિંસાના મહાન ઉપદેશક સમક્ષ નતમસ્તક થવા માટે ઉપસ્થિત થઈ એ સાચું કે આવાં અંજલિ આપવાનાં કામોમાં કંઈ હોતું નથી એ પણ સાચું કે કોઈ ગાંધી એમને પછી મળવાનો હોય અને કંઈ લાભ થવાનો હોય તો આ મહાન અને સારા માણસોમાંથી કોઈ એવો નહીં હોય કે જે પોતાનાં મોજાં ઘસી નાખવા તૈયાર ન હોય ભલે ને એમના મોતીજડેલા બૂટ ઉપર મોજાં ચડાવવાં પડે પરંતુ ખાસ કરીને આ કિસ્સામાં એક અનિવાર્ય આંતર્વિરોધ પણ છે વર્ષો સુધી સોવિયેત એન્સાઇક્લોપીડિયા અને લાખો માણસો જે માણસને લોકોની લાગણીઓને ભડકાવનાર અને બ્રિટિશ સામ્રાજ્યવાદનો દલાલ ગણાવતાં રહ્યાં છે તેની જ સમાધિ પર સાવ જ મૂંગે મોઢે ફૂલો ચડાવવાનું સહેલું તો નહીં જ રહ્યું હોય આ પવિત્રતા એમણે ટીટો તરફ દેખાડેલા મૈત્રીભાવ કરતાં પણ વધારે અચરજભરી છે ક્રેમલીન અને બેલ્ગ્રાદને તો માત્ર ઔપચારિક બાબતો જ અલગ પાડે છે છેવટે તો ટીટો એમના જ સાગરિત હતા જેમનું કામ સામ્યવાદની સ્થાપના અને લશ્કરી તાકાત જમાવવાનું હતું બીજી બાજુ ગાંધી અને લેનિન વચ્ચે મૂળભૂત મુદ્દાઓ વિશે જ મતભેદ હતો એવું નથી કે ગાંધી લેનિન કરતાં ઓછા વાસ્તવવાદી હતા જરાય નહીં સીધી સાદી વાત એ છે કે ગાંધી માનતા કે હિંસા એને જે અપનાવે તેને જ રૂંધે છે અને આ વ્યાખ્યા મુજબ લેનિનનું મન સ્વાભાવિક સરળતાને બદલે હત્યાઓમાં જ રાચતું રહ્યું હિંસા અંતે પ્રભાવહીન નીવડે છે મૉસ્કોમાં ગાંધીનો વિરોધ શા માટે થતો હતો એ્મના પર પસ્તાળ પડતી હતી તે એટલા માટે નહીં કે એમણે અહિંસાના ઉપદેશો આપ્યા કારણ કે આ ઉપદેશો જે હિંસા આચરતા હોય તેમના માટે જ છે પરંતુ કારણ એ કે એમણે ૪૦ કરોડના દેશને એક પણ માણસની હત્યા વિના મુક્ત કરાવ્યો આ યથાર્થ માટે કોઈ એમને માફ કરી શકે વાસ્તવિકતાને માર્ક્સવાદીઓ પોતાનો ઇજારો માને છે પણ અંતે તો ગાંધી સાચા પડ્યા બરાબર એ જ ક્ષણથી એ વાંધાને લાયક બની ગયા અને જે લોકો પોતાનો પ્રભાવ વધારવા માટે હિંસાને બહાનાં તરીકે આગળ ધરતા હોય તેવા કેટલાકના મનમાં એ અપરાધભાવ પેદા કરતા રહ્યા પછી એવા લોકો એમનું નામ લઈને સત્તા પર આવ્યા હોય કે પોતાના ક્રૂર માલિકો મારફતે એમની પૂજા કરતા હોય જે હોય તે અંતે આ મહાન ઉપદેશની વર્ષો સુધી ઠેકડી ઉડાવ્યા પછી એને ધુત્કાર્યા પછી ક્રેમલીને એની સમક્ષ માથું નમાવ્યું છે લોકોની ભૂલવાની શક્તિ આશ્ચર્યજનક છે અને ભલે ને ફરી પાછું બધું હતું તેવું જ રહે પણ હવે અમુક શબ્દો બોલવાનું એટલું સહેલું નહીં રહે કારણ કે તરત એનો જવાબ મળશે અને ગાંધી ફરી એક વાર સાચા પુરવાર થશે એનું કારણ એ કે ગાંધીએ શીખવ્યું છે કે શબ્દ પણ એક કાર્ય છે અને જો કોઈ પોતાનું બલિદાન આપવાની હદ સુધી પોતાના જીવનને ઇતિહાસ સાથે જોડી દે તો શબ્દ ઇતિહાસને પણ આકાર આપી શકે છે ગાંધી માનતા કે હિંસાના ખંધા હઠાગ્રહને માત્ર સૌમ્યતાની અડિયલ મમત અને શાંતિની શક્તિ જ પરાસ્ત કરી શકે છેલ્લાં દસ વર્ષમાં ભારત સરકારની બંદૂકો સામે લાખો લોકોએ આ માન્યતાને સાચી ઠરાવી છે અને હવે તો છેલ્લા ત્રણ દિવસમાં બે સોવિયેત નેતાઓએ પણ એ કબૂલ કર્યું છે પરંતુ સોવિયેત નેતાઓએ હજી પણ પરિપૂર્ણતાના માર્ગમાં એક કદમ આગળ જવાની જરૂર છે દાખલા તરીકે શ્રી ખ્રુશ્ચેવે વડાપ્રધાન નહેરુને કહ્યું કે કોઈ દેશ જ્યાં સુધી પોતાના ઉદ્યોગ ન હોય ત્યાં સુધી ખરેખર સ્વતંત્ર નથી હોતો ગાંધી આ સટીક કથન સાથે સંમત થયા હોત એમણે તો પોતાના ચરખા દ્વારા દેખાડ્યું જ છે કે કોઈએ પોતાની જરૂરિયાત સંતોષવા માટે બીજા પર આધાર ન રાખવો જોઈએ પરંતુ એમણે તરત ઉમેર્યું પણ હોત કે ઔદ્યોગિક સ્વાતંત્ર્ય પણ પૂરતું નથી કે આપણે કહી શકીએ કે એ જ તો છે મુક્તિ અથવા તો એ મુક્તિનું રક્ષણ કરી શકીએ એના માટે માણસને ઔદ્યોગિક સ્વાતંત્ર્ય કરતાં કશુંક વિશેષ જોઈએ ગાંધીએ આ રીતે માર્ક્સવાદનાં આંશિક સત્યો વાસ્તવિક અને સાર્વત્રિક વિચારથી કેમ જુદાં પડે છે તે પણ દેખાડ્યું હોત છોડો આપણે એની બહુ આશા ન રાખીએ આપણા માટે એ પણ ખુશીની વાત હશે કે સોવિયેત સંઘના આ બે પદાધિકારીઓ જેની સામે પરમ દિવસે પ્રાયશ્ચિત્ત કરતા ઊભા હતા એ તુચ્છ પથ્થરના ટુકડામાંથી ભલે ને માત્ર એક સેકંડ માટે એમના પર શાણપણની લહેરખી પ્રસરી ગઈ હોય ભલે ને માત્ર એક સેકંડ માટેએમને યાદ આવી જાય કે રશિયન જનતાની ખરેખરી મહાનતા શી હતી આ જ છે આપણાં અરમાન અને એના જ જોરે આપણે એક મહા તીર્થયાત્રા માટે આહ્વાન કરીશું જેમાં આપણા બધા પ્રકારના સત્તાધારીઓ અને એમના દરબારમાં બિરાજતા ચિંતકો અને વિદૂષકો આપણા જમાનાના આ મહાનતમ માણસની માફી માગશે વર્ષો સુધી તેઓ મોઢેથી શાંતિની ઘોષણાઓ કરવાની સાથે યુદ્ધનાં કૃત્યોને બેશરમ થઈને છાવરતા રહીને ગાંધીનું અપમાન કરતા રહ્યા છે ૦ ૦ ૦ મહાત્મા ગાંધીની ૬૮મી સંવત્સરી નિમિત્તે લેખ ૨ like loading author dipak dholakia posted on 29 01 2016 22 01 2016 categories uncategorized tags 68th anniversary of gandhiji alber camus અલ્બેર કામૂ દીપક ધોળકિયા વેબગુર્જરી dipak dholakia webgurjari leave a comment on the sock and the spinning wheel 101 uses for a dead mahatma the co option of gandhi for non gandhian causes થોમસ વેબર ગાંધી માર્ગ ના જુલાઈ સપ્ટેબર ૨૦૧૫માં પ્રસિદ્ધ થયેલા લેખ 101 uses for a dead mahatma the co option of gandhi for non gandhian causes નો મુક્ત અને સંક્ષિપ્ત અનુવાદ અહીં સાભાર પ્રગટ કર્યો છે થોમસ વેબરનો જન્મ ૧૯૫૦માં ઑસ્ટ્ર્લિયાના શહેર મેલબર્નમાં થયો તેઓ લે ટ્રોબ યુનિવર્સિટીમાં સ્કૂલ ઑફ સોશ્યલ સાયન્સિઝમાં એસોસિએટ પ્રોફેસર તરીકે માનદ સેવા આપે છે અને શાંતિ સંબંધી અધ્યયન કાર્યોના સંકલનની જવાબદારી સંભાળે છે એમનાં પુસ્તકો going native gandhi s relationship with western wome gandhi gandhism and gandhians gandhi and his disciple on the salt march the historiography of gandhi s march to dandi gandhi s peace army the shanti sena and unarmed peacekeeping conflict resolution and gandhian ethics અને hugging the trees the story of the chipko movement પ્રકાશિત થઈ ચૂક્યાં છે ૦ ૦ ૦ ગાંધીના નામે વેપલો અ ગાંધીય કાર્યોમાંય ગાંધીનો બ્રાંડ તરીકે ઉપયોગ આજે પણ ગાંધી વિશે પારાવાર સાહિત્ય પ્રસિદ્ધ થતું રહે છે દુનિયાની સમર્થ અને પ્રખ્યાત વ્યક્તિઓનાં મોંએથી એનું નામ આજે પણ સરતું રહે છે જુદાં જુદાં અહિંસક આંદોલનો સાથે પણ એ એક નામ જોડાયેલું હોય છે તેમ જ ભારતમાં અને દુનિયામાં ગાંધીજીના નામનાં અભ્યાસ કેન્દ્રો ખુલતાં રહે છે આ દેખાડે છે કે ગાંધીનો પ્રભાવ દીર્ઘજીવી સાબિત થયો છે કોઈ એમ કહી શકે છે કે ગાંધીજી પોતે પ્રચારમાં માનતા હતા એટલે એમણે પોતાને જ બ્રાંડ સુપર બ્રાંડ બનાવી દીધા એમના મૃત્યુના લગભગ સાત દાયકા પછી પણ આ બ્રાંડની આંટ જામેલી છે આપણે જાણીએ છીએ કે ઘણા લોકો અને સામાજિક આંદોલનો ગાંધીજીને પોતાનો પ્રેરણાસ્રોત માને છે પરંતુ જે લોકોએ ગાંધીજીમાંથી પ્રેરણા નથી લીધી અને એમનાં કાર્યોને પણ ગાંધી સાથે જોડી શકાય તેમ નથી એવા લોકોનું શું એ લોકો પણ એમનું નામ વાપરી શકે છે કેમ કે હજી એ નામનો પ્રભાવ છે એ બ્રાંડ આજે પણ વેચાય છે ગાંધીજી સાથે સંકળાયેલાં પ્રતીકો અથવા એમનું નામ કે તસવીર વાપરવાનું હવે સામાન્ય બની ગયું છે દાખલા તરીકે હાલમાં ઍપલ કમ્પ્યુટર વાપરનારાઓએ ગાંધીના હાથમાંથી ચરખો હટાવીને લૅપટૉપ મૂક્યું ફર્નીચર બનાવતી એક ફ્રેન્ચ કંપનીએ પણ ગાંધીજીનો ઉપયોગ કર્યો કંપની ગાય મરેલી કે મારેલી નું ચામડું ફર્નીચરમાં વાપરે છે આ કંપનીના ગાંધી કહે છેઃ આ ભાવે તો હું ત્યાગનો ત્યાગ કરું છું at this price i am giving up sacrifice ઑસ્લોમાં રેસ્ટોરન્ટ ગાંધી માં લૅમ્બ કરી અને બટર ચિકન મળે છે handi gandhi રેસ્ટોરન્ટ માંસાહારી ડિશો સર્વ કરે છે અને કહે છેઃ great curries no worries અમેરિકાની એક બીયર કંપનીએ ગાંધીના ચિત્ર સાથે પોતાની બ્રાંડ બજારમાં મૂકી એની જાહેરાત કહે છેઃ ideal for self purification and seeking of truth and love આત્મશુદ્ધિ અને સત્ય તથા પ્રેમની ખોજ માટે આદર્શ દાંડી કૂચનો આધાર લઈને અમેરિકાની એક પેન કંપનીએ પેન બનાવી જેની કિંમત રાખી ૩૦ ૦૦૦ ડૉલર એક અમેરિકન માર્કેટિંગ કંપનીએ સેમિનાર ગોઠવ્યો વિષયવસ્તુ હતું selling guns to gandhi આમાં કંઈ નવું નથી ૧૯૨૦ના દાયકાની શરૂઆતમાં અસહકાર આંદોલન સાથે ગાંધીજીએ રાષ્ટ્રીય આંદોલનનું સુકાન સંભાળી લીધું આનો લાભ લઈને એક કંપનીએ મહાત્મા ગાંધી સિગરેટ બનાવીને વેચવાનું શરૂ કર્યું સિગરેટના પૅકેટ પર ગાંધીજીની તસવીર પણ મૂકી આ કંપનીએ તો ગાંધીજીને નીચાજોણું કરાવ્યું આવું ચાલ્યા જ કરે છે ભારતમાં ગાંધીના નામે વેચાતી પ્રોડક્ટોનો તો સુમાર નથી આમાંથી એક પણ ચીજને ખાદી સાથે લેવાદેવા નથી પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ જ વિવાદાસ્પદ પગલું ભર્યું અને એક લાયસન્સિંગ કંપની સાથે કરાર કરીને માર્કેટિંગ માટે ગાંધીની તસવીરનો ઉપયોગ કરવાની છૂટ આપી વીસા visa કંપની એની પહેલી ગ્રાહક હતી જો કે આ સોદો તરત જ રદ કરવો પડ્યો ભારતનાં રાજકીય વર્તુળોમાં ગાંધીનું નામ વટાવીને વેપલો કરવાની વૃત્તિ નવા રૂપે પણ વ્યક્ત થાય છે નેતાઓ અને કાર્યકરો ખાદી પહેરે ગાંધીજીના આદમકદ પોર્ટ્રેટ પાસે ઊભા રહીને ભાષણો આપે ગાંધીજી વિશે પશ્ચિમી લેખકે કોઈ પુસ્તક લખ્યું હોય તો રાષ્ટ્રપિતાનું અપમાન કર્યું એવા ક્રોધભર્યા હાકલાપડકારા કરે ભલે ને પુસ્તક વાંચવાની તસ્દી લેવાનું પણ જરૂરી ન લાગે અને આ રાજકારણીઓ ગાંધીવાદી છે એમ તો કોઈ કહે જ નહીં ગાંધીજી મંજૂર કરે તેવાં પણ કેટલાંક કાર્યો છે જેમાં પણ એમના નામનો ઉપયોગ એ રીતે થાય જાણે ગાંધીજીનું જીવનકાર્ય એટલા પૂરતું સીમિત હોય નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારત અભિયાન આ શ્રેણીમાં આવે ઇતિહાસમાં જોતાં છેક ૧૯૩૫ના ડિસેમ્બરમાં આવો જ પ્રયાસ થયો હતો એ વખતનાં કૃત્રિમ સાધનો દ્વારા જન્મનિરોધનાં જબ્બર હિમાયતી માર્ગરેટ સેંગર વર્ધાના સેવાગ્રામ આશ્રમમાં ગાંધીજીને મળ્યાં ભારતમાં જન્મનિરોધનું આંદોલન બળવત્તર બનતું જતું હતું અને શ્રીમતી સેંગરને સરોજિની નાયડુ અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ટેકો આપ્યો હતો એમને હતું કે ગાંધીજી થોડાઘણા અંશે પણ જો ટેકો આપે તો એમના આંદોલનને બહુ મોટું બળ મળશે બન્ને વચ્ચે એકબીજા માટે માનની લાગણી હતી અને પરસ્પર વિરોધી વિચારો હોવા છતાં એમના વિશે ગંભીરતાથી વિચાર કરવાની તૈયારી પણ હતી બન્ને મળ્યાં પણ તે પછી સેંગરે કહ્યું કે ગાંધીજીએ કૃત્રિમ સાધનોની સામે ધર્મની કે લાગણીઓની કે અનુભવની મજબૂત દીવાલ ઊભી કરી દીધી હતી અને એને તોડવા માટે જેવો ડાયનેમાઇટ જોઈએ તે એમની પાસે નહોતો સેંગર સમાજમાં સ્ત્રીઓના દરજ્જાના મૂળભૂત સિદ્ધાંત સાથે આવ્યાં હતાં અને ગાંધીજીને મન પણ આ મુદ્દો અગત્યનો હતો અને અમુક રીતે વહેવારૂ મદદ કરવા પણ તૈયાર હતા પરંતુ એમાં નડતી સમસ્યાઓ તરફ એમણે ધ્યાન ખેંચ્યું જો કે અમુક અંશે ગાંધીજી બ્રહ્મચર્યના વિચારથી વ્યવહારમાં આગળ વધ્યા અને rhythm methodનો સ્વીકાર કર્યો એટલે કે નિયત રીતે આવતા દિવસોએ જ સહવાસ કરવામાં વાંધો નહીં એમ માની લીધું સેંગરને પસંદ આવે એટલું તો આ નહોતું પણ ગાંધીજીના પોતાના ચોખ્ખી ના ના મત કરતાં તો એ બહુ આગળ હતું એવો જ બીજો દાખલો સન્માનનીય જાપાની બૌદ્ધ સાધુ નિચિરેન ફૂજીનો છે તેઓ બૌદ્ધ ધર્મના જન્મસ્થાનમાં જ એના પુનરુત્થાન માટે ૧૯૩૩માં ભારત આવ્યા ગાંધીજીને પણ મળ્યા એમને ગાંધીજીનું સમર્થન જોઈતું હતું ધર્મપરિવર્તનના અભિયાન માટે આવેલા આ જાપાની સંતને ગાંધીજીએ શું કહ્યું હશે તેની કલ્પના કરી શકાય છે એમણે ફૂજીને કહ્યું કે બૌદ્ધ ધર્મ ખરેખર તો હિન્દુ ધર્મનો જ એક ફાંટો છે અને ફૂજી આ વાત સમજવા માગતા હોય તો એમણે સંસ્કૃત અને પાલી ભાષાઓ શીખવી જોઈએ આ બધા તો શુભાશયપૂર્ણ દાખલા છે જેમાં ગાંધીના અનુમોદનની જરૂર જણાઈ હોય પરંતુ કેટલાક દાખલામાં આવો શુભ ઇરાદો નહોતો બ્રિટિશ સામ્રાજ્યવાદનાં સમર્થક અમેરિકન લેખિકા કૅથેરાઇન મેયોએ એમનું નામચીન પુસ્તક mother india લખ્યું આ પુસ્તક અને લેખિકા વિશે એટલું બધું લખાયું છે કે એનું પુનરાવર્તન નથી કરવું બસ એટલું કહેવું પૂરતું થશે કે મેયો ૧૯૨૬માં એક પુસ્તક માટે સંશોધન કરવા ભારત આવ્યાં હતાં ગાંધીજીને મળીને એમણે ભારતની સ્થિતિ વિશે એમના વિચારો જાણ્યા હતા અને અમેરિકા માટે એમનો સંદેશ પણ માગ્યો હતો અંતે જ્યારે પુસ્તક પ્રકાશિત થયું ત્યારે એમણે ભારતની દશા માટે હિન્દુ સમાજવ્યવસ્થાને જવાબદાર ઠરાવી અને બ્રિટિશ હકુમતનાં વખાણ કર્યાં ગાંધીજી તો ડઘાઈ જ ગયા અને એમણે આ પુસ્તકને ડ્રેન ઇન્સ્પેક્ટરના રિપોર્ટ તરીકે ઓળખાવ્યું મેયો શું લખવા માગતાં હતાં તે અગાઉથી જ નક્કી હતું કે એક પ્રવાસી તરીકે આંખકાન ખુલ્લાં રાખીને એમણે જે જોયું સાંભળ્યુ તે લખ્યું એ વિવાદ ચાલ્યા કરશે પણ ગાંધીનો સૌથી વધારે દુરુપયોગ કર્યો હોય તો સ...
|