Meta tags:
description= 5 posts published by Dipak Dholakia during January 2016;
Headings (most frequently used words):
the, dipak, of, for, dholakia, spam, blocked, મહિનો, જાન્યુઆરી, 2016, three, books, on, partition, india, sock, and, spinning, wheel, 101, uses, dead, mahatma, co, option, gandhi, non, gandhian, causes, 24th, january, 1950, in, constituent, assembly, four, boats, at, river, crossing, along, ganga, nachiket, kelkar, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,
Text of the page (most frequently used words):
અને (202), માટે (56), 2016 (37), કરી (36), સાથે (35), #જાન્યુઆરી (34), હું (33), હોય (32), નવેમ્બર (29), ડિસેમ્બર (29), અમે (29), એમણે (29), ઓક્ટોબર (28), સપ્ટેમ્બર (27), નથી (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), હતી (26), જૂન (25), પછી (25), હતા (25), મને (25), માર્ચ (24), એપ્રિલ (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), નહીં (24), ફેબ્રુવારી (23), 2015 (23), હતું (23), હવે (23), તરીકે (23), 2012 (22), the (22), એમને (21), ત્યારે (19), અમારી (19), છું (19), પરંતુ (19), 2013 (18), 2022 (18), માત્ર (18), શ્રી (18), આજે (18), કામ (17), બહુ (17), કોઈ (17), મારી (16), 2011 (16), હતો (16), એની (16), માનનીય (16), કરે (15), રીતે (15), કર્યો (15), એના (15), એમના (15), પ્રમુખશ્રી (15), ગાંધી (15), 2014 (14), dipak (14), શકે (14), આપણે (14), એમાં (14), 2025 (13), and (13), એમની (13), છીએ (13), હશે (13), પહેલાં (13), તેઓ (13), પુસ્તક (13), dholakia (12), રહે (12), અમારા (12), કરતાં (12), સામે (12), કરું (12), સુધી (12), નામ (11), એવી (11), નાવ (11), કર્યું (11), ગયા (11), વધારે (11), આપી (11), થાય (11), બધા (11), સહીઓ (11), પ્રકાશિત (11), વાત (11), વિશે (11), ગાંધીજી (11), for (10), કરવા (10), તેમ (10), ત્રણ (10), જોઈએ (10), કરતા (10), એમનું (10), એને (10), gandhi (10), દીપક (9), ધોળકિયા (9), થયું (9), જાય (9), ઉપયોગ (9), સામાન્ય (9), બ્રિટિશ (9), એટલે (9), સભ્યો (9), ભારતના (9), આપના (9), ભારત (9), શરૂ (8), બારી (8), martyrs (8), freedom (8), struggle (8), india (8), લેખ (8), થયો (8), મોટી (8), કંઈ (8), વૉયેજર (8), કારણ (8), આવે (8), સૌથી (8), કહ્યું (8), તરફ (8), ખરેખર (8), કરવાની (8), અનુવાદ (8), થયા (8), કરવામાં (8), નકલો (8), રજૂ (8), થશે (8), એટલું (8), સભ્યોને (8), વડા (8), આપે (8), જરૂર (8), ગાંધીજીને (8), તમે (8), કરો (7), indian (7), પાસે (7), અમને (7), એમનો (7), ગયું (7), સમક્ષ (7), પ્રમાણે (7), વિનંતિ (7), દરમિયાન (7), તાળીઓ (7), ભારતની (7), એનું (7), ગાંધીની (7), હોત (7), તમારા (7), પોતાના (7), like (6), રહ્યું (6), uncategorized (6), દ્વારા (6), કહે (6), એવું (6), ફરી (6), આપણી (6), બની (6), રહેશે (6), આપણા (6), એવા (6), બીજા (6), બીજી (6), હતાં (6), પોતાની (6), ઉપર (6), કરીને (6), ભલે (6), આશા (6), દેશમાં (6), લોકો (6), મારા (6), અહીં (6), પ્રમુખ (6), આપને (6), વખત (6), હેઠળ (6), ગાંધીનો (6), ગાંધીજીના (6), ફકરો (6), ચીન (6), કંપનીએ (6), મોજાં (6), com (5), શોધો (5), આવો (5), river (5), tags (5), categories (5), posted (5), author (5), loading (5), બધું (5), ચાર (5), પાણી (5), ગૅન્જિસ (5), ત્યાં (5), ચર્ચા (5), કલ્પના (5), કરવાનો (5), ગયો (5), આગળ (5), આવી (5), જોયું (5), બરાબર (5), તરત (5), કારણે (5), રહી (5), યાદ (5), પરવાનગી (5), ઊભા (5), મળીને (5), સહી (5), બાકી (5), આવશે (5), વિચાર (5), પૂરું (5), કરવાનું (5), હિન્દી (5), શકું (5), વર્ષ (5), લાંબા (5), અમુક (5), અથવા (5), આવ્યા (5), વર્ષો (5), રાજેન્દ્ર (5), ટેકો (5), મળ્યું (5), પત્ર (5), રાષ્ટ્રગીત (5), મહાત્મા (5), જાપાની (5), પ્રતિકાર (5), આવ્યો (5), માનતા (5), લખ્યું (5), ગાંધીના (5), ગાંધીજીએ (5), બ્રાંડ (5), કામૂ (5), શીર્ષક (5), isbn (5), ભાગલા (5), this (4), પસંદ (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), gandhiji (4), nachiket (4), kelkar (4), webgurjari (4), વેબગુર્જરી (4), જ્યારે (4), વિના (4), થતા (4), કાંપ (4), તમને (4), ૨૦૧૫ (4), બનાવી (4), નદીઓ (4), દેશની (4), માર્ગ (4), તમામ (4), શક્તિ (4), લીધી (4), વચ્ચે (4), તદ્દન (4), ખાતરી (4), વિચારો (4), લોકોએ (4), નહોતી (4), નહોતો (4), દીધી (4), નીચે (4), તમારી (4), પડે (4), તેની (4), રહ્યા (4), મહેનત (4), બન્ને (4), પાર (4), નચિકેત (4), વાર (4), constituent (4), assembly (4), ગૃહ (4), વંદે (4), માતરમ (4), સાહેબ (4), આપની (4), આવીને (4), સભ્યોએ (4), લાગે (4), બંધારણની (4), શકાય (4), મળી (4), પ્રયાસ (4), દેશ (4), મુદ્દો (4), તૈયાર (4), રાખી (4), બીજાં (4), સત્તા (4), હજી (4), સંઘર્ષ (4), જવાબદારી (4), રહ્યો (4), લાયક (4), બેઠો (4), સ્થિતિ (4), આવા (4), એનો (4), સહકાર (4), છતાં (4), શુભ (4), કૉન્સ્ટીટ્યુઅન્ટ (4), પ્રજાસત્તાક (4), મૂકી (4), મળે (4), દેશના (4), કરીએ (4), સાથી (4), સિદ્ધ (4), નિવેદન (4), gandhian (4), પ્રભાવ (4), સામ્રાજ્યવાદ (4), એમનાં (4), હુમલો (4), મુક્ત (4), શું (4), ભારતમાં (4), આક્રમણ (4), મહાન (4), બૌદ્ધ (4), અંતે (4), છેઃ (4), જુદાં (4), અલ્બેર (4), સોવિયેત (4), બૂટ (4), સમાધિ (4), partition (4), પ્રકાશન (4), with (3), wordpress (3), ટિપ્પણીઓ (3), other (3), નવી (3), સંદેશ (3), four (3), boats (3), crossing (3), along (3), ganga (3), sandrp (3), મૂળ (3), પ્રસિદ્ધ (3), નાની (3), રક્ષણ (3), નદીની (3), ડૉલ્ફિનો (3), રાજકીય (3), મહત્ત્વાકાંક્ષા (3), તેવાં (3), કરશે (3), હાલમાં (3), નીતિ (3), પાછળ (3), જૈવિક (3), સંપૂર્ણ (3), છેલ્લા (3), નદીમાં (3), શાંતિ (3), જીવન (3), પડ્યું (3), નદીના (3), લીધો (3), બંધ (3), સરદાર (3), થઈને (3), પાણીની (3), રાહ (3), લક્ષ્ય (3), દૂર (3), બહાર (3), મોટા (3), જેવી (3), વારાફરતી (3), ઔદ્યોગિક (3), હાથ (3), 24th (3), january (3), 1950 (3), પ્રમુખશ્રીએ (3), જગ્યાએ (3), સારું (3), જશે (3), કરાશે (3), ચાલુ (3), ૨૬મી (3), લાગણી (3), જવાહરલાલ (3), અંગ્રેજીમાં (3), નકલ (3), કર્યાં (3), ત્રણેય (3), એવો (3), ગૃહમાં (3), કાર્ય (3), બંધારણના (3), ઔપચારિક (3), જુદી (3), ધ્યાન (3), આજના (3), નવો (3), મારે (3), માણસને (3), સમય (3), વખતે (3), ભાષણો (3), હોઉં (3), પોતાનાં (3), વખાણ (3), મેં (3), જરા (3), ઘણા (3), ગૃહના (3), પૂરી (3), એટલા (3), જેમ (3), મળ્યો (3), આથી (3), રોકી (3), અભિનંદન (3), દાસ (3), માગું (3), આપું (3), સન્માન (3), આપવા (3), વર્ષથી (3), ઍસેમ્બલીના (3), તેને (3), પ્રથમ (3), ઇતિહાસમાં (3), મળશે (3), રહીને (3), ઊભાં (3), કદાચ (3), નક્કી (3), જાહેરાત (3), ફેરફાર (3), શબ્દો (3), પોતે (3), બંધારણસભાના (3), શબ્દ (3), માં (3), ઉપરાંત (3), 101 (3), uses (3), dead (3), mahatma (3), option (3), non (3), causes (3), 68th (3), anniversary (3), ૬૮મી (3), સંવત્સરી (3), ગાંધીય (3), સાબિત (3), કૃત્રિમ (3), જાપાનની (3), ગાંધીજીનું (3), જાપાનીઓ (3), આંદોલન (3), લશ્કરી (3), ઊડી (3), સ્વતંત્રતા (3), સામ્રાજ્યવાદનો (3), જાપાનને (3), સાચા (3), રશિયન (3), જાપાને (3), ગાંધીજીની (3), સ્પષ્ટ (3), દાખલા (3), જેમાં (3), કહેવું (3), પૂરતું (3), હિન્દુ (3), જવાબદાર (3), પશ્ચિમી (3), નેતાઓ (3), જરૂરી (3), ચરખો (3), કંપની (3), લઈને (3), ગાંધીએ (3), પોતાનો (3), કેમ (3), યુનિવર્સિટીમાં (3), sock (3), spinning (3), wheel (3), નેતાઓએ (3), હિંસા (3), books (3), લેખમાળા (3), લેખક (3), આયેશા (3), site (2), required (2), ટિપ્પણી (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 356 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), email (2), address (2), leave (2), comment (2), maari (2), baari (2), ૨૦૧૫ના (2), નાવો (2), આંતરતી (2), સામુદાયિક (2), પરસ્પર (2), વિરોધી (2), ગંગાના (2), વગેરેની (2), માછીમારો (2), સહેલાણીઓ (2), જહાજો (2), માછલાં (2), જતી (2), ટક્કર (2), જ્યાં (2), નદી (2), વહાણ (2), વૉયેજરની (2), મુકાયેલી (2), રાષ્ટ્રીય (2), નદીઓને (2), દેશે (2), સ્થાન (2), કરતી (2), થયેલા (2), વૈવિધ્ય (2), સામાજિક (2), દાયકામાં (2), દેવાની (2), કથા (2), દિશામાં (2), તેનું (2), મોટું (2), સર્વોચ્ચ (2), માર (2), boat (2), વળાંક (2), સપાટી (2), તૂટી (2), નાવની (2), બનાવ (2), બિહારમાં (2), આનાથી (2), જુદું (2), પડતું (2), પ્રમોદે (2), મશીનો (2), નાવમાં (2), લેવાનું (2), જોર (2), મોટો (2), નદીનાં (2), પાડી (2), બાકીના (2), વિચાર્યું (2), કાંઠાના (2), જાન (2), કાળી (2), હાથમાં (2), કાળો (2), વાવટો (2), એણે (2), ચડી (2), તેવી (2), ગાળો (2), ડાકુઓની (2), છોડી (2), અમારું (2), સાવ (2), બંદૂકો (2), dolphin (2), survey (2), આવ્યું (2), કશી (2), લેવાદેવા (2), ભાગો (2), નહીંતર (2), અમારે (2), ડૉલ્ફિનોની (2), મોજણી (2), માટેની (2), dey_vbrec (2), બાજુ (2), નિરીક્ષણ (2), રંગની (2), અમારો (2), આખો (2), માથું (2), વૉયેજરે (2), પેદા (2), કરેલા (2), નાવને (2), મનમાં (2), સંભાળી (2), અસર (2), કેટલી (2), તેનો (2), કરવાનાં (2), ગયાં (2), જતા (2), જવા (2), હલેસું (2), બાજુથી (2), સીધી (2), રાખવા (2), કરવી (2), આટલી (2), શાંત (2), સફેદ (2), જોઈ (2), ગંગાનાં (2), કશુંક (2), જેવું (2), કાંઠે (2), પાણીમાં (2), ધરી (2), ઊંચું (2), ઑફિસ (2), ભવ્ય (2), રહેલા (2), આછા (2), ટેબલોની (2), આપતા (2), માણસો (2), કેળકર (2), હિમાંશુ (2), પહેલી (2), ગુજરાતી (2), ડૉક્ટરલ (2), વિષયો (2), વિષયવસ્તુ (2), ચિંતા (2), આપ્યું (2), હળવી (2), ઍન્ડ (2), અનિશ્ચિત (2), મુદત (2), સ્થગિત (2), ગાયું (2), પંડિત (2), શ્રીમતી (2), મદ્રાસઃ (2), સભ્ય (2), સભ્યોનાં (2), બોલતા (2), બીજો (2), તેવા (2), જુદા (2), યુક્ત (2), બંધારણસભાનું (2), સેવાઓ (2), રૂપે (2), નહેરુએ (2), હસ્તલિખિત (2), જેના (2), આખી (2), હિન્દીમાં (2), બેઠા (2), બંધારણ (2), ઘનશ્યામ (2), સિંહ (2), પ્રમાણિત (2), ગૃહે (2), ઠરાવ (2), કરાવી (2), છપાવી (2), કરાવવાની (2), ઘણી (2), સમસ્યાઓ (2), તેના (2), એટલી (2), પૂરાં (2), આપણને (2), પ્રાર્થના (2), તબક્કો (2), માથે (2), ભારે (2), હોતો (2), સદ્ (2), ઊભી (2), દિવસ (2), બળી (2), સાંભળ્યા (2), જાતે (2), આવાં (2), બાબતો (2), પ્રધાન (2), પાડ્યા (2), સફળ (2), પાસેની (2), ખુરશીઓમાં (2), મદદ (2), ખબર (2), શિરે (2), શકીશ (2), ધ્યેયો (2), પ્રસંગે (2), બોલવા (2), બોલવાનું (2), પડ્યો (2), દિવસે (2), ફરીથી (2), પ્રસાદની (2), વ્યક્ત (2), મહોદય (2), રાજ્યના (2), મહાનતમ (2), બદલ (2), કેવી (2), મુદ્દાઓ (2), લેવાની (2), માન (2), નેતૃત્વ (2), દુનિયાનાં (2), પ્રત્યે (2), વલ્લભભાઈ (2), તાળીઓનો (2), ગડગડાટ (2), સન્માનનીય (2), સામનો (2), જનતા (2), પ્રકરણ (2), દિવસમાં (2), નવું (2), ત્રીસ (2), આઝાદીના (2), હરોળમાં (2), ધરખમ (2), પુનરુત્થાન (2), લક્ષ્યો (2), સાકાર (2), નહેરુ (2), રાષ્ટ્રપતિની (2), ચૂંટણીના (2), રાષ્ટ્રપતિ (2), આપ્યો (2), રીટર્નિંગ (2), ઑફિસર (2), સૅક્રેટરી (2), પ્રસાદ (2), બાબત (2), ચૂંટણી (2), ભારતીય (2), ઐતિહાસિક (2), ભજવનાર (2), મંજૂર (2), રચના (2), નિર્ણય (2), બાબતમાં (2), બદલે (2), રિપોર્ટ (2), માન્યતા (2), નિમિત્તે (2), થતો (2), જોતાં (2), દીર્ઘજીવી (2), સમર્થક (2), પ્રચારમાં (2), વિશેષ (2), પ્રખ્યાત (2), નહોતું (2), જાણવા (2), દીધા (2), સત્તાને (2), સમાચાર (2), ભારતને (2), સામ્રાજ્યવાદી (2), વ્યક્તિ (2), આવવાની (2), નબળાઈ (2), તબીયતને (2), જોખમમાં (2), મૂકીને (2), ભોગવતો (2), અનોખી (2), સ્થિતિમાં (2), રાજકારણીઓ (2), જાપાનના (2), ૧૮મી (2), નાખ્યું (2), પત્રમાં (2), તમારો (2), નુકસાન (2), માગતા (2), જાઓ (2), જગ્યા (2), મૂકવાનો (2), તાકાત (2), વિદેશી (2), સત્તાની (2), માહિતી (2), માગીએ (2), દુનિયાની (2), તમારું (2), દેશને (2), દક્ષિણ (2), મળ્યા (2), આશ્રમમાં (2), જુલાઈએ (2), લખ્યો (2), જાપાન (2), અહિંસક (2), કરવો (2), અમેરિકન (2), લેખિકા (2), મેયો (2), આવ્યાં (2), ઠરાવી (2), ઓળખાવ્યું (2), રાખીને (2), ચાલ્યા (2), ઇચ્છા (2), અભિયાન (2), ધર્મ (2), નામનો (2), હિમાયતી (2), સેંગર (2), મળ્યાં (2), સેંગરને (2), અંશે (2), મૂળભૂત (2), વિચારથી (2), લીધું (2), ગાંધીનું (2), વેપલો (2), નવા (2), ખાદી (2), અપમાન (2), તસવીર (2), રેસ્ટોરન્ટ (2), અમેરિકાની (2), આધાર (2), પેન (2), જેની (2), માર્કેટિંગ (2), લાભ (2), નામે (2), આંદોલનો (2), માને (2), જોડી (2), થતું (2), અભ્યાસ (2), કહી (2), થોમસ (2), જન્મ (2), પ્રોફેસર (2), સંબંધી (2), march (2), જુલાઈ (2), camus (2), સેકંડ (2), કરીશું (2), માણસની (2), શાંતિની (2), દેખાડ્યું (2), સ્વાતંત્ર્ય (2), શકીએ (2), લોકોની (2), સહેલું (2), બલિદાન (2), વર્ષમાં (2), લાખો (2), અહિંસાના (2), ઉપદેશો (2), હત્યા (2), ટીટો (2), લેનિન (2), સાચું (2), ફૂલો (2), બુલ્ગાનિન (2), મંગેશ (2), કુલકર્ણી (2), three (2), જલાલ (2), કૅમ્બ્રિજ (2), યુનિવર્સિટી (2), પ્રેસનું (2), જલાલના (2), pakistan (2), 978 (2), 521 (2), દૃષ્ટિબિંદુ (2), સંમતિથી (2), design, વેબસાઇટ, ઇમેઇલ, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, ડીસેમ્બર, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, 139, history, વિભાગ, quit, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, રોજ, એકબીજાના, માર્ગોને, આપણું, ભવિષ્ય, ખંજરો, નદીનું, વિકાસ, વિખવાદો, પટમાં, નવઉદારવાદ, ધારથી, છેદાતું, માછલીઓ, ખેડૂતો, ડાકુઓ, નદીઓના, સંરક્ષણના, હિમાયતીઓ, બાર્જો, વહાણો, નૌકાઓ, પકડવાની, જાળો, કાંપના, કણો, અનેકવાર, સરકતી, ક્ષણોમાં, એકમેકમાં, ગુંચવાઈને, ફંગોળાતું, દૃષ્ટિકોણો, વાસ્તવિકતાઓ, બિંદુ, અંતહીન, અક્ષય, ચાલી, આનું, ભડભડતું, ઉદાહરણ, વસાહતવાદી, ગણાય, નિયંત્રણોને, સજીવન, પૂરનાં, મેદાનોનાં, પાણિયાળા, વિસ્તારો, ઝડપથી, વિલુપ્ત, ઉપસ્થિતિ, વિચારહીન, હજૂરિયા, વ્યવસ્થાનો, જીવતો, જાગતો, પુરાવો, મોટાં, નદીમાંથી, ઉલેચી, વેચી, નારાયણ, ડુબાડી, જાહેરમાં, વેપારીનો, માલ, માલવાહક, માર્ગો, સહેલાણીઓના, રૂટ, મોજમઝાનાં, સાંકડી, ઊબકા, વિધેયક, એકરૂપ, સંદર્ભની, ઉપેક્ષા, પાંચ, ડૅમો, બાંધવાના, ઝનૂન, નીતિનો, નકરો, વ્યાપ, એમાંથી, ડોકિયાં, ઉદ્દંડ, મૂડીના, દરવાજે, ભરતી, દાસીઓ, આસુરી, જાળ, એકબીજીના, આંતરનારી, નાવોની, જઈએ, સચોટ, રૂપક, જહાજ, સત્તાનું, પ્રતીક, જહાજે, મોકલેલા, જોરદાર, મોજાનો, નાના, હોડકાંઓએ, સહન, મચ્છરદાનીથી, ગેરકાનૂની, પકડતી, ગૅંગો, વપરાતી, used, gangs, involved, illegal, fishing, mosquito, nets, morisaka_vbrec, ઇસ્માઇલપુરના, પહોંચ્યા, ડૉલ્ફિનનાં, બચ્ચાં, ઉત્સાહથી, ઊછળતાં, ડોકાવા, લાગ્યાં, ગણવાનું, લાગણીઓનું, જાળું, ભેદાયું, અજાયબીનો, ભાવ, જાગ્યો, ડૉલ્ફિનોને, ઊછળતી, કૂદતી, જોઈને, ડાકુઓનો, વૉયેજરનો, રૂઆબ, સ્વાર્થ, વીમાની, અર્થહીનતા, વિસારે, રાતે, વાતચીતમાં, હુંફાળી, મૃત્યુને, સમર્પિત, ગમ્મત, હળવેક્થી, પ્રવેશી, ફીલ્ડવર્ક, ક્યારે, વાળી, રેકૉર્ડિંગ, ખેંચાતાં, ચાલ્યાં, વહેણ, વધી, માછીમારોએ, પૂરની, સીઝન, વીત્યા, જૂથો, જમીનના, મુદ્દા, ઝઘડો, હથિયારોનો, નકામા, નિર્દોષ, તમાશબીન, નસીબજોગે, બચી, શૂટિંગના, જાતની, મુંઝવનારી, લાગણીઓના, ગુંચવાયેલા, જાળામાં, ભેરવાયેલા, કેટલીક, ગણતરીમાં, ચૂકી, હશું, મોજાનું, હળવું, ટાંકણે, ધડાકો, સાંભળ્યો, ઠરેલાં, જળમાંથી, ઊછળ્યું, સાથીએ, બૂમ, લ્ફિ, ગામે, લગનની, ફટાકડા, બટાકડા, ફોડતા, ડૉલ્ફિન, ફટાકડો, ઊંચા, શઢવાળી, નૌકા, આવતી, મોજણીની, માછીમારોની, કૂવાથંભ, બેઠેલા, માણસના, જોરથી, હલાવીને, બૂમો, મોંએ, દેતો, નાવમાંથી, માણસોએ, રાઇફલો, તાકી, કમાંડરની, ટૉર્ચથી, રોશની, ફેંકી, હથિયારબંધ, ટોળકી, નાવનો, મોરો, ફેરવ્યો, એટલામાં, ગોળીઓ, વિવેકબુદ્ધિયુક્ત, કાયરતા, દેખાડીને, ખુરશીઓ, ઘૂસી, લૉજિક, સાદું, નાવે, બાજુએ, લખેલું, ફાયરિંગ, દીધું, ભાંડતો, ગરજ્યો, મરશો, કોઈનો, બદલો, લેવો, our, subhasis, ડૉલ્ફિનના, બિચારી, કાળા, તળિયું, ઊપસેલી, થાપટો, ખાઈ, ચૂકેલી, સુકાની, પ્રમોદ, કામળા, લાંબો, કરતો, રાખ, વેરતાં, ધણધણ્યા, ઍન્જિનની, મેશ, ગ્રીઝથી, ડૉલ્ફિનને, જોવા, જરાક, હલાવીએ, શરીર, સળવળે, બાંધેલ, વાંસનો, માંચડો, કરાંજવા, લાગતો, આકારના, વમળે, ડગમગાવી, બેયનાં, ઍન્જિનોના, અવાજથી, બાપડી, ડૉલ્ફિનોના, હાલ, ખુરશીઓને, મંદ, જોતા, સારામાં, સારો, અંદાજ, બાંધવાનું, આજનું, નાવના, પાછળના, ભાગમાં, ડૉલ્ફિનોનો, અવાજ, રેકૉર્ડ, અદ્યતન, મોંઘાં, ઉપકરણો, બાંધેલાં, ઊલેચતા, ડ્રેજર, જબ્બરદસ્ત, વમળને, રેકૉર્ડરો, આમતેમ, સરકી, ઉલટાં, વળી, હોડી, હંકારી, હોવી, અમારાં, નીચેનાં, જાળમાં, ફસાય, સંકેત, ઉલટા, લાગ્યા, કાઢેલી, માટીના, ઢેફા, અથડાયું, નમી, ધારેથી, આવડા, આંચકા, દબાવીને, પડી, પેટ, ભરવાની, ફિકર, માણસ, ઘરે, ચાલ્યો, નવેમ્બરમાં, કરાવતાં, હોતાં, આરસના, પ્રકાશમાન, સ્થાપત્ય, હાથી, અકલ્પનીય, શુભ્રતા, પાણીનો, રાખોડી, રંગ, ઉભરતો, વિરોધાભાસ, જોવાલાયક, ખેતરો, મીટ, માંડીને, કાંઠા, ઊભેલી, પેલી, ઇમારતોને, મળતી, મોં, માથાના, મેળ, વિનાનું, ઇન્દ્રજાળ, લાગતું, સામેના, છીછરા, આંતરિક, જળમાર્ગ, ચાલતું, લાંગરેલું, સરખામણીએ, અસ્વાભાવિક, અમંગળનાં, એંધાણ, લાગતી, ડ્રેજિંગ, પિલર્સ, હટાવવાના, થાંભલા, ઊંચાનીચા, ઊતરીને, કેટલાયે, કિલોગ્રામ, લાવતા, ganges, voyager, subhsis, નવેમ્બરની, ઢળતી, બપોરે, ખુશનુમા, વાતાવરણમાં, પ્રવાહની, હંકારતા, નદીમાંની, પૂર, ઓસરવાના, ગાળામાં, ઘાસ, નીકળી, ઊતરી, ખેતીવાડીની, કૉલેજ, કોંક્રીટની, ઇમારતો, કિનારાને, લાગી, ઘસારાના, લાચાર, બનીને, ઝળુંબી, વળાંકમાં, ઓચિંતી, નજરે, લાલ, આસપાસ, ચમકતી, ગોરી, ચામડીઓને, સૂરજના, તડકામાં, શેકતા, ચામડી, ઝળી, મલમલની, છત્રીઓ, આપતી, હલાવ્યા, જૂના, રાજના, દિવસોની, યુનિફૉર્મધારી, ઍટેન્ડન્ટોએ, જોખમી, નહોતા, હલાવવામાં, ખોટું, વૉયેજરમાં, પચાસ, એરકંડીશન્ડ, લક્ઝરી, રૂમો, બારીઓ, જાંબલી, રંગના, શિફૉનના, પરદા, રેતીનાં, ઘડિયાળવાળી, કલાક, શીશીના, આકારમાં, બાંધેલા, માછીમાર, samir, kumar_vbrec, rainmaker, nsk, gmail, ગંગાની, સહેલગાહે, એકબીજાનો, એવરેસ્ટ, ઈંચ, નમ્યો, ખીણ, ઊંચકાઈ, ઠક્કરના, કાર્યક્ષેત્રનો, પરિચય, મેળવવા, વાંચશો, ભાઈ, વાચકો, બેંગાળૂરુમાં, અશોક, ટ્રસ્ટ, ફૉર, રીસર્ચ, ઈકોલૉજી, એન્ડ, ઍન્વાયરનમેન્ટ, atree, સ્ટૂડન્ટ, મેદાનમાં, મત્સ્યોદ્યોગ, અભ્યાસના, સમુદ્રી, ભૂમિસ્થિત, પરિવેશોના, રક્ષણને, લગતી, બાબતોમાં, શૈલી, ગંભીર, રાષ્ટ્ર્રીય, સ્તરે, સીધું, મનમસ્તિષ્કને, સ્પર્શી, sandrpના, ઠક્કરનો, સંપર્ક, લેખનો, માગી, પ્રોત્સાહન, લેખકની, શૈલીમાં, લખાયેલો, અર્થગંભીર, વાંચવા, મળ્યોઃ, સાઉથ, એશિયા, નેટવર્ક, ડૅમ્સ, રિવર્સ, પીપલ, બ્લૉગ, બંધારણસભા, લક્ષ્મી, કાન્તા, મૈત્રાએ, પૂર્ણિમા, બૅનરજી, મંજૂરી, ગાઈશું, અનંતસ્વામી, અય્યંગાર, ઑફિસમાં, હાજર, સૂચન, બેસી, બોલાય, જોવામાં, ચોક્કસ, લાગશે, ખન્ના, વારા, જમણી, મદ્રાસના, જેમને, તેમને, રોજગાર, વિભાગોમાં, સમાવી, લેવાના, પ્રશ્ન, ભાગના, કર્મચારીઓને, ઊજવતો, ભાગીદાર, હોવાની, પ્રાંતના, અલગૂ, રાય, ચૌધરીએ, ઉઠાવ્યો, જતાં, કર્મચારીઓની, રહેવી, તબક્કે, સભ્યોની, કલાકારોએ, સુશોભનો, છપાયેલી, ત્રીજી, ટેબલ, ક્રમમાં, બોલાવીએ, પ્રધાનને, સરકારી, ફરજ, જવાનું, કરીશ, ગુપ્તાએ, પ્રમુખશ્રીને, અનુવાદની, ગુપ્તાને, જેથી, કામો, અનુવાદને, અધિકૃત, પસાર, ભાષાઓમાં, ધરાયું, પ્રમુખશ્રીઃ, જાતનું, નિષ્ઠા, માવજત, ત્યાગની, ભાર, વેઢારી, જનતાનાં, અરમાનો, સ્ત્રીપુરુષ, પાકશે, ઈશ્વર, આના, પ્રસંગની, ગંભીરતાનો, ખ્યાલ, મૂકવામાં, સૌની, દેખાઈ, હંમેશાં, માનતો, અભિનંદવાનો, નીમણૂક, નિવૃત્ત, સોંપ્યું, છોડવાનો, જોઈશ, સૌએ, ચોમેરથી, મિત્રોએ, મારામાં, વિશ્વાસ, મૂક્યો, ભાવના, વરસાવી, તેન, તપાસીશ, મારાં, વખાણનાં, સાંભળતો, મહાભારતની, બધી, કપરી, ધર્મસંકટ, સ્થિતિઓ, દરેક, સમસ્યા, ગુંચવાયેલી, શ્રીકૃષ્ણ, રસ્તા, શોધી, દિવસોમાં, અર્જુને, પ્રત્યિજ્ઞા, પૂરો, થતાં, લેશે, ચિતા, ગોઠવીને, મરશે, પાંડવો, અસહ્ય, શ્રીકૃષ્ણે, રસ્તો, કઢ્યો, તું, કર્યા, તારાં, આપઘાતની, મરવા, ઘણાં, ભાષણ, ભાવથી, સાંભળ્યાં, રીત, આપઘાત, લઉં, નાયબ, લાગણીથી, પડઘો, સદીથી, વખતથી, જીવ્યા, નિકટતાથી, કદી, ડગ્યા, ખુરશીમાં, ગોઠવી, દીધો, સાથીઓ, જેમની, સાથેના, સંબંધોનું, મહત્ત્વ, બેસશે, ગૃહની, અસંખ્ય, મિત્રોની, શુભેચ્છાઓ, સહિયારા, પ્રયાસોથી, પાડવામાં, થઈશું, હંમેશની, આતુર, ટાળી, વિક્ષેપ, શેઠ, ગોવિંદદાસ, માઇક, આટલાં, સભ્યોનો, આપવાનો, ઇનકાર, શરમાવો, આપતું, વક્તવ્ય, મુનિસ્વામી, પિલ્લૈ, રાખું, ચર્ચાને, આપશે, રાજેન્દ્રબાબુએ, દરમિયાનગીરી, બોલ્યા, બિહારઃમુસ્લિમ, હુસૈન, ઇમામ, પશ્ચિમ, બંગાળઃ, મુખરજી, ઓરિસ્સાઃ, ટકોર, બોલે, અપાવવા, લાગણીઓ, થતી, કફોડી, બોલવું, થોડાંક, વાક્યોમાં, મુંબઈ, મિત્રો, રાષ્ટ્રના, પ્રતિનિધિઓની, સર્વસંમત, ઇચ્છાથી, બનો, અવસરે, અભિનંદનોની, ઝડીઓ, વરસાવતા, સ્વરોમાં, જોડાવાની, અનુમતિ, પ્રધાનના, મુખેથી, સરેલા, એકે, શબ્દને, ઍસેમ્બલીની, કાર્યવાહી, ચલાવો, બોજ, તબીયત, બગડતી, તેથી, ગભરામણ, વિધાતા, કૃપાળુ, સ્વસ્થ, બનાવ્યા, સૌને, રાષ્ટ્રપ્રમુખ, ચુંટાયા, જોવાનું, સૌભાગ્ય, પ્રાપ્ત, આજનો, સુવર્ણાક્ષરે, લખાશે, શંકા, શાણપણ, અડગ, સ્વભાવ, કુનેહને, દેશનાં, પ્રતિષ્ઠા, દિવસોદિવસ, વધતાં, વિલક્ષણ, રાષ્ટ્રોમાં, આપણો, સ્થાનને, ઈશ્વરે, વફાદાર, રહીએ, પ્રકારે, આપીએ, સુબુદ્ધિ, ઈશ્વરને, માયાળુ, સ્વભાવથી, હૃદયની, ભાવનાથી, આખા, લોકોનાં, દિલ, જીતી, લીધાં, સર્વથા, સુયોગ્ય, પટેલ, પ્રાંત, તરફથી, વતી, આદરપૂર્વક, ઘણુંય, બાન્યું, જેને, સૂરત, પલટાઈ, ઉપરાઉપરી, ઉથલપાથલો, સંકટોનો, ઘડવાનું, પુરુષાર્થ, જૂએ, મહામુશ્કેલીઓનાં, કાબેલ, નેતૃત્વનો, અનુભવ, અમારામાંથી, જંગમાં, આગલી, લડનારા, સૈનિક, ઓળખે, આપનું, સ્વાગત, નેતા, છેલ્લી, પેઢી, થયેલાં, સંકટો, તકલીફોનો, અડગતાથી, કરનારાઅમારા, ધ્યેય, સભામાં, સભા, પડશે, પરિવર્તન, સંસદ, કરેલું, થયાં, વીતેલાં, સપનું, પણે, સપના, કઠિન, સપનાં, ધરપતની, ભવિષ્યનાં, સંઘર્ષોમાં, હશો, વડપણ, નીચેના, પ્રજાસત્તાકને, વફાદારી, અર્પિત, નિયમો, પૈકી, નિયમ, ૮ના, પેટાનિયમ, પ્રસાદને, પદે, વિધિવત્, ચુંટાયેલા, જાહેર, પટેલે, નામની, દરખાસ્ત, જણાવવાનું, રાષ્ટ્રપતિના, ઉમેદવારી, ઉમેદવારનું, આયંગર, હવેની, પરિણામની, આયંગરને, આમંત્રણ, સંતોષ, જેટલું, અપાશે, દરજ્જો, સમાન, સ્વાતંત્ર્યના, સંગ્રામમાં, ભૂમિકા, ગીત, શબ્દોમાં, સરકાર, પ્રસંગવશ, ઓળખાતી, ભારતનું, સંગીતમાં, બદ્ધ, વિશેનો, વિચારેલું, લાગ્યું, લેવાને, અધ્યક્ષસ્થાને, ઍસેમ્બલી, અગિયાર, વાગ્યે, કૉન્સ્ટીટ્યુશન, હૉલમાં, વાપર્યો, સ્થાપિત, chairman, સભાપતિ, રાજ્યસભાના, speaker, અધ્યક્ષ, સંસદની, લોકસભાના, president, કાર્યવાહીઓનો, volume, xii, આપેલો, અંશોનો, પ્રસ્તુત, ૧૯૫૦ની, ૨૪મી, મંગળવારે, બંધારણસભામાં, મહત્ત્વના, નિર્ણયો, લેવાયા, અપાઈ, બિનહરીફ, પ્રત, thomas, weber, રાજકારણીઓની, સમજવાની, મૃત, મહાત્માના, ૧૦૧, ગાંધીચીંધ્યા, ઉદ્દેશો, રાખવાની, ખરું, બનાવો, પરથી, જણાવ્યું, જન્મનિરોધના, ટેકામાં, બૌદ્ધધર્મના, ફેલાવામાં, હિન્દુધર્મનાં, દૂષણો, દેખાડવામાં, યુદ્ધના, જોતરવાના, કમ્પ્યુટરો, દારુ, મોંઘી, પેનો, ફર્નીચરના, વેચાણમાં, રેસ્ટોરન્ટોના, પહોંચ્યું, સાચો, પહોંચ્યો, જીવનના, તબક્કામાં, ગ્રહમાં, જનતામાં, આદરને, પાત્ર, જમાનામાં, ઇંટરનેટ, ભાષા, જાણતા, મળતું, છાપાં, જાપાનીઓએ, જોતરી, ભારતમાંથી, હટાવી, માંગ, માટેના, ગેરસમજ, થવી, હકીકતમાં, જેવા, સ્વાતંત્ર્યને, આપો
Text of the page (random words):
ામો કરવાનાં બાકી રહે છે એક તો છે બંધારણના હિન્દી અનુવાદને અધિકૃત ખરેખર તો પ્રમાણિત કરવાનું કામ માનનીય સભ્યોને યાદ હશે કે આ ગૃહે એક ઠરાવ પસાર કરીને મને હિન્દીમાં અનુવાદ કરાવી છપાવી અને ૨૬મી જાન્યુઆરી પહેલાં પ્રકાશિત કરાવવાની સત્તા આપી હતી આ કામ થઈ ગયું છે ગૃહે બીજી ભાષાઓમાં પણ અનુવાદ કરાવી છપાવી ને પ્રકાશિત કરાવવાની મને સત્તા આપી છે એ કામ હજી પૂરું નથી થયું પણ હાથ ધરાયું છે હવે હું શ્રી ઘનશ્યામ સિંહ ગુપ્તાને વિનંતિ કરું છું કે તેઓ મને હિન્દી અનુવાદ આપે કે જેથી હું ઔપચારિક રીતે ગૃહમાં રજૂ કરી શકું અને એને પ્રમાણિત કરી શકું માનનીય શ્રી ઘનશ્યામ સિંહ ગુપ્તાએ પ્રમુખશ્રીને બંધારણના હિન્દી અનુવાદની નકલો આપી પ્રમુખશ્રીએ એના પર સહીઓ કરી બંધારણ પર સહીઓ કરવાનું કાર્ય પ્રમુખશ્રી હવે એક જ કામ રહ્યું છે બંધારણની નકલો પર સભ્યોની સહીઓ કરવાનું બાકી છે ત્રણ નકલો તૈયાર છે અંગ્રેજીમાં એક સંપૂર્ણ હસ્તલિખિત નકલ છે જેના પર કલાકારોએ સુશોભનો કર્યાં છે બીજી નકલ અંગ્રેજીમાં છપાયેલી છે ત્રીજી પણ આખી હસ્તલિખિત નકલ છે એ હિન્દીમાં છે આ ત્રણેય નકલો ટેબલ પર રાખી છે અને બધા સભ્યોને વિનંતિ કરવામાં આવશે કે તેઓ વારાફરતી આવીને આ નકલો પર સહી કરતા જાય એવો વિચાર છે કે સભ્યો ગૃહમાં બેઠા છે તે ક્રમમાં બોલાવીએ પણ માનનીય વડા પ્રધાનને સરકારી ફરજ માટે જવાનું છે એટલે હું એમને વિનંતિ કરીશ કે તેઓ સૌથી પહેલાં આવીને સહીઓ કરે પછી માનનીય શ્રી જવાહરલાલ નહેરુએ બંધારણની નકલો પર સહીઓ કરી આ તબક્કે યુક્ત પ્રાંતના સામાન્ય સભ્ય શ્રી અલગૂ રાય ચૌધરીએ મુદ્દો ઉઠાવ્યો કે બંધારણસભાનું કામ પૂરું થઈ જતાં એની ઑફિસ હવે બંધ થશે પણ એના કર્મચારીઓની સેવાઓ કોઈ પણ રૂપે ચાલુ રહેવી જોઈએ નહીંતર આખો દેશ ૨૬મી જાન્યુઆરી ઊજવતો હશે પણ એમને એમાં ભાગીદાર હોવાની લાગણી નહીં થાય પ્રમુખશ્રીએ એમને ખાતરી આપી કે આ પ્રશ્ન પર એમણે વિચાર કર્યો જ છે અને મોટા ભાગના કર્મચારીઓને જુદા જુદા વિભાગોમાં સમાવી લેવાના પ્રયાસ ચાલુ છે એટલું જ નહીં જેમને નહીં લઈ શકાય તેમને પણ બીજો રોજગાર મળી જાય તેવા પ્રયાસ કરાશે પ્રમુખશ્રી હવે જમણી બાજુથી ત્યાં મદ્રાસના સભ્યો છે તેઓ આવશે અને વારાફરતી સહીઓ કરતા જશે પછી સભ્યોએ બંધારણની નકલો પર સહીઓ કરી પ્રમુખશ્રી હું માનનીય સભ્યો સમક્ષ સૂચન રજૂ કરું છું કે તેઓ પોતાની જગ્યાએ જ બેસી રહે અને એમનું નામ બોલાય ત્યારે આવીને સહી કરી જાય મને લાગે છે કે સારું થશે એ જોવામાં પણ ચોક્કસ સારું લાગશે શ્રી ખન્ના સભ્યોનાં નામ વારા પ્રમાણે બોલતા જશે હાજર રહેલા બાકીના સભ્યોએ સહીઓ કરી લીધી તે પછી પ્રમુખશ્રીએ નકલો પર સહીઓ કરી પ્રમુખશ્રી કોઈ સભ્ય સહી કરવામાં બાકી રહી ગયા છે કોઈ હોય તો પછી ઑફિસમાં આવીને સહી કરી જાય માનનીય સભ્યો વંદે માતરમ શ્રી અનંતસ્વામી અય્યંગાર મદ્રાસઃ સામાન્ય સાહેબ આપની મંજૂરી હોય તો અમે સૌ ઊભા થઈને જન ગણ મન ગાઈશું પ્રમુખશ્રી ભલે બધા ઊભા થયા અને શ્રીમતી પૂર્ણિમા બૅનરજી બીજા સભ્યો સાથે મળીને જન ગણ મન ગાયું પ્રમુખશ્રી વંદે માતરમ બધા ઊભા થયા અને પંડિત લક્ષ્મી કાન્તા મૈત્રાએ બીજા સભ્યો સાથે મળીને વંદે માતરમ ગાયું પ્રમુખશ્રી હવે ગૃહ અનિશ્ચિત મુદત માટે સ્થગિત થાય છે તે પછી બંધારણસભા અનિશ્ચિત મુદત માટે સ્થગિત રહી ૦ ૦ ૦ like loading author dipak dholakia posted on 25 01 2016 04 01 2016 categories uncategorized tags 24th january 1950 દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી constituent assembly dipak dholakia maari baari webgurjari 2 ટિપ્પણીઓ 24th january 1950 in the constituent assembly માટે four boats at a river crossing along ganga nachiket kelkar હાલમાં જ સાઉથ એશિયા નેટવર્ક ઑન ડૅમ્સ રિવર્સ ઍન્ડ પીપલ sandrp ના બ્લૉગ પર નચિકેત કેળકર નો એક હળવી શૈલીમાં લખાયેલો અર્થગંભીર લેખ વાંચવા મળ્યોઃ four boats at a river crossing along ganga લેખકની હળવી શૈલી એમનું ગંભીર વિષયવસ્તુ રાષ્ટ્ર્રીય સ્તરે નદીઓ માટે એમની ચિંતા સીધું જ મનમસ્તિષ્કને સ્પર્શી ગયું તરત જ શ્રી નચિકેત અને sandrpના શ્રી હિમાંશુ ઠક્કરનો સંપર્ક કરીને આ લેખનો અનુવાદ કરવાની પરવાનગી માગી અને એમણે માત્ર પરવાનગી જ નહીં પ્રોત્સાહન પણ આપ્યું ભાઈ નચિકેત પહેલી વાર ગુજરાતી વાચકો સમક્ષ આવે છે તેઓ બેંગાળૂરુમાં અશોક ટ્રસ્ટ ફૉર રીસર્ચ ઇન ઈકોલૉજી એન્ડ ધી ઍન્વાયરનમેન્ટ atree ના ડૉક્ટરલ સ્ટૂડન્ટ છે બિહારમાં ગંગાનાં મેદાનમાં નદીના જૈવિક વૈવિધ્ય અને મત્સ્યોદ્યોગ એમના અભ્યાસના વિષયો છે એમને નદીઓ સમુદ્રી અને ભૂમિસ્થિત જૈવિક પરિવેશોના રક્ષણને લગતી બાબતોમાં રસ છે શ્રી હિમાંશુ ઠક્કરના કાર્યક્ષેત્રનો પરિચય મેળવવા માટે આ લેખ વાંચશો મારી બારી ૪૧ એવરેસ્ટ એક ઈંચ નમ્યો ખીણ ઊંચકાઈ દીપક ધોળકિયા ગંગાની સહેલગાહે એકબીજાનો માર્ગ આંતરતી ચાર નાવની ટક્કર નચિકેત કેળકર nachiket kelkar rainmaker nsk gmail com એક માછીમાર પોતાની નાવમાં નદી પાર કરે છે samir kumar_vbrec નવેમ્બરની એક ઢળતી બપોરે ખુશનુમા વાતાવરણમાં અમે ગંગાના પ્રવાહની સાથે નાવ હંકારતા નદીમાંની ડૉલ્ફિનોની મોજણી કરતા જતા હતા પૂર ઓસરવાના ગાળામાં બન્ને કાંઠે ઊંચું ઘાસ નીકળી આવ્યું હતું પાણીની સપાટી તો બહુ નીચે ઊતરી જ ગઈ હતી એક ખેતીવાડીની કૉલેજ અને બીજી એક ઔદ્યોગિક ઑફિસ એમ કોંક્રીટની બે ભવ્ય ઇમારતો કિનારાને લાગી રહેલા ઘસારાના માર સામે લાચાર બનીને ઝળુંબી રહી હતી આ કાંઠાના વળાંકમાં ઓચિંતી જ ગૅન્જિસ વૉયેજર નજરે ચડી એમાં આછા લાલ રંગની ટેબલોની આસપાસ બ્રિટિશ સહેલાણીઓ પોતાની ચમકતી ગોરી ચામડીઓને સૂરજના તડકામાં શેકતા હતા ચામડી વધારે ઝળી ન જાય તે માટે ટેબલોની ઉપર મલમલની છત્રીઓ એમને રક્ષણ આપતી હતી એમણે અમારી તરફ હાથ હલાવ્યા જૂના રાજના દિવસોની યાદ આપતા યુનિફૉર્મધારી ઍટેન્ડન્ટોએ એમને ખાતરી આપી હશે કે અમે જોખમી માણસો નહોતા એટલે હાથ હલાવવામાં કંઈ ખોટું નહીં વૉયેજરમાં પચાસ એરકંડીશન્ડ લક્ઝરી રૂમો છે એમની બારીઓ પર આછા જાંબલી અને સફેદ રંગના શિફૉનના પરદા રેતીનાં ઘડિયાળવાળી કલાક શીશીના આકારમાં બાંધેલા હતા ગૅન્જિસ વૉયેજર the ganges voyager c subhsis dey_vbrec ગૅન્જિસ વૉયેજર આરસના પ્રકાશમાન સ્થાપત્ય જેવી છે ખરેખર સફેદ હાથી જ જોઈ લો એની અકલ્પનીય શુભ્રતા અને ગંગાનાં પાણીનો રાખોડી રંગ એ બન્ને વચ્ચે ઉભરતો વિરોધાભાસ તો જોવાલાયક છે નદીના પટ અને દૂર ખેતરો પર મીટ માંડીને કાંઠા પર ઊભેલી પેલી બે ઇમારતોને એ મળતી આવે છે કશુંક મોં માથાના મેળ વિનાનું ઇન્દ્રજાળ જેવું લાગતું હતું સામેના કાંઠે છીછરા પાણીમાં આંતરિક જળમાર્ગ પર ચાલતું વહાણ લાંગરેલું છે એની સરખામણીએ વૉયેજર કંઈ અસ્વાભાવિક અમંગળનાં એંધાણ જેવી લાગતી હતી એના ડ્રેજિંગ પિલર્સ કાંપ હટાવવાના થાંભલા એક મોટી ધરી પર વારાફરતી ઊંચાનીચા થતા હતા અને પાણીમાં ઊતરીને કેટલાયે કિલોગ્રામ કાંપ બહાર લાવતા હતા બીજી બાજુ ડૉલ્ફિનના નિરીક્ષણ માટેની અમારી નાવ તો બિચારી કાળા રંગની તળિયું ઊપસેલી નદીની થાપટો ખાઈ ચૂકેલી અમારો સુકાની પ્રમોદ જે કામળા પર લાંબો થઈને નિરીક્ષણ કરતો તે રાખ વેરતાં ધણધણ્યા કરતાં ઍન્જિનની કાળી મેશ અને ગ્રીઝથી આખો કાળો થઈ ગયો હતો અમે ડૉલ્ફિનને બરાબર જોવા માટે જરાક માથું હલાવીએ અને શરીર સળવળે કે તરત જ અમારી નાવ પર બાંધેલ વાંસનો માંચડો કરાંજવા લાગતો ગૅન્જિસ વૉયેજરે પેદા કરેલા v આકારના વમળે ખરેખર અમારી નાવને ડગમગાવી દીધી હતી અમે મનમાં જ કલ્પના કરી કે વૉયેજર અને અમારી નાવ આ બેયનાં ઍન્જિનોના અવાજથી પાણીની નીચે બાપડી ડૉલ્ફિનોના શા હાલ થતા હશે અમે અમારી ખુરશીઓને બરાબર સંભાળી અને વૉયેજરની અસર મંદ પડે તેની રાહ જોતા રહ્યા નદીમાં કેટલી ડૉલ્ફિનો છે તેનો સારામાં સારો અંદાજ બાંધવાનું અમારું આજનું લક્ષ્ય હતું અમારી નાવના પાછળના ભાગમાં ડૉલ્ફિનોનો અવાજ રેકૉર્ડ કરવાનાં એક બે અદ્યતન અને મોંઘાં ઉપકરણો પાણીની નીચે રહે તેમ બાંધેલાં હતાં કાંપ ઊલેચતા ડ્રેજર વૉયેજર અને જબ્બરદસ્ત વમળને કારણે રેકૉર્ડરો આમતેમ સરકી ગયાં હશે અને ઉલટાં પણ થઈ ગયાં હશે વળી દૂર નાની હોડી હંકારી જતા ત્રણ માછીમારો માટે તો વૉયેજર બહુ કામ છોડી ગઈ હોવી જોઈએ કારણ કે અમારાં પાણી નીચેનાં મશીનો એમની જાળમાં ન ફસાય તે માટે પ્રમોદે એમને દૂર પાછળ જવા સંકેત કર્યો ત્યારે એ ઉલટા જવા લાગ્યા પણ એક હલેસું વૉયેજરે બહાર કાઢેલી માટીના મોટા ઢેફા સાથે અથડાયું અને એમની નાવ એક બાજુથી પાણી તરફ નમી ગઈ હલેસું એની ધારેથી તૂટી ગયું આવડા મોટા આંચકા પછી નાવને બીજી તરફ દબાવીને સીધી રાખવા માટે એમને કેટલી મહેનત કરવી પડી હશે તેની અમારે તો માત્ર કલ્પના જ કરવાની હતી પેટ ભરવાની ફિકર ન હોય તો માણસ આટલી મહેનત પછી ઘરે ચાલ્યો જાય આ મહેનત બહુ હતી સામાન્ય રીતે નવેમ્બરમાં નદીનાં શાંત જળ આટલી મહેનત કરાવતાં નથી હોતાં નદીમાં ડૉલ્ફિનોની મોજણી કરવા માટેની અમારી નાવ our river dolphin survey boat c subhasis dey_vbrec મોજાનું જોર હળવું પડ્યું તે ટાંકણે અમે મોટો ધડાકો સાંભળ્યો અને નદીનાં ઠરેલાં જળમાંથી પાણી ઊછળ્યું અમારા એક સાથીએ બૂમ પાડી ડૉ લ્ફિ ન પણ બાકીના અમે લોકોએ એમ જ વિચાર્યું કે કાંઠાના કોઈ ગામે લગનની જાન આવી હશે અને ફટાકડા બટાકડા ફોડતા હશે પણ નહોતી ત્યાં ડૉલ્ફિન કે નહોતો ફટાકડો અમે જોયું કે એક ઊંચા શઢવાળી એક કાળી નૌકા અમારા તરફ આવતી હતી એ અમારી મોજણીની નાવ અને માછીમારોની નાવ કરતાં મોટી હતી કૂવાથંભ પર બેઠેલા માણસના હાથમાં કાળો વાવટો હતો એણે અમારી સામે જોરથી વાવટો હલાવીને બૂમો પાડી એ મોંએ ચડી તેવી ગાળો અમને દેતો હતો એ નાવમાંથી બે માણસોએ અમારા તરફ રાઇફલો તાકી અને કમાંડરની ટૉર્ચથી અમારા પર રોશની ફેંકી એ હથિયારબંધ ડાકુઓની ટોળકી હતી અમે અમારી નાવનો મોરો ફેરવ્યો એટલામાં તો એમણે અમારા તરફ છ ગોળીઓ છોડી દીધી હતી અમે તો પહેલાં જ વિવેકબુદ્ધિયુક્ત કાયરતા દેખાડીને અમારી ખુરશીઓ નીચે ઘૂસી ગયા હતા અમારું લૉજિક તો સાવ સાદું હતું એમની પાસે બંદૂકો હતી અમારી પાસે નહોતી અમારી નાવે વળાંક લીધો ત્યારે એની એક બાજુએ river dolphin survey લખેલું હતું તે ડાકુઓની સામે આવ્યું એમને અમારા સાથે કશી લેવાદેવા નહોતી એમણે ફાયરિંગ બંધ કરી દીધું એમનો સરદાર ગાળો ભાંડતો ગરજ્યો ભાગો નહીંતર મરશો અમારે બીજા કોઈનો બદલો લેવો છે તમારી જાન તો આ ગઈ ભાગો છો કે પ્રમોદે અમારી નાવ વાળી લીધી પાછળ રેકૉર્ડિંગ મશીનો પણ ખેંચાતાં ચાલ્યાં અને અમે નદીના વહેણ સાથે આગળ વધી ગયા પછી અમારા માછીમારોએ અમને કહ્યું કે પૂરની સીઝન વીત્યા પછી બે જૂથો વચ્ચે જમીનના મુદ્દા પર ઝઘડો થયો હતો અને એમાં હથિયારોનો પણ ઉપયોગ થયો હતો અમે તો એમાં તદ્દન નકામા નિર્દોષ તમાશબીન હતા જે નસીબજોગે બચી ગયા હતા શૂટિંગના બનાવ પછી અમારી નાવમાં એક જાતની મુંઝવનારી શાંતિ હતી મને ખાતરી છે કે અમે વિચારો અને લાગણીઓના ગુંચવાયેલા જાળામાં એવા ભેરવાયેલા હતા કે કેટલીક ડૉલ્ફિનો ગણતરીમાં લેવાનું ચૂકી જ ગયા હશું પણ ઇસ્માઇલપુરના વળાંક પાસે પહોંચ્યા ત્યારે ડૉલ્ફિનનાં બચ્ચાં તમામ શક્તિ અને ઉત્સાહથી ઊછળતાં નદીની સપાટી પર ડોકાવા લાગ્યાં અમે ફરી એમને ગણવાનું શરૂ કર્યું ત્યારે અમારી શાંતિ તૂટી લાગણીઓનું જાળું ભેદાયું અને ફરી અજાયબીનો ભાવ જાગ્યો નાની ડૉલ્ફિનોને નાવની પાસે ઊછળતી કૂદતી જોઈને ડાકુઓનો ભય વૉયેજરનો રૂઆબ સ્વાર્થ ને જીવન વીમાની અર્થહીનતા બધું જ વિસારે પડ્યું રાતે અમારી વાતચીતમાં આ બનાવ હવે એક હુંફાળી પણ મૃત્યુને સમર્પિત ગમ્મત તરીકે હળવેક્થી પ્રવેશી ગયો બિહારમાં ફીલ્ડવર્ક આનાથી ક્યારે જુદું પડતું હતું મચ્છરદાનીથી ગેરકાનૂની રીતે માછલાં પકડતી ગૅંગો દ્વારા વપરાતી નાવ a boat used by gangs involved in illegal fishing with mosquito nets c t morisaka_vbrec નદીમાં એકબીજીના માર્ગ આંતરનારી ચાર નાવોની આ કથા આપણે કઈ દિશામાં જઈએ છીએ તેનું સચોટ રૂપક બની રહે છે સૌથી મોટી નાવ એક મોટું જહાજ સર્વોચ્ચ સત્તાનું પ્રતીક છે અને એ જહાજે મોકલેલા જોરદાર મોજાનો માર સૌથી નાના હોડકાંઓએ સહન કરવાનો છે મોટાં જહાજો નદીમાંથી કાંપ ઉલેચી શકે છે વેચી શકે છે અને ન કરે નારાયણ તમને ડુબાડી પણ શકે છે હાલમાં ચર્ચા માટે જાહેરમાં મુકાયેલી રાષ્ટ્રીય જળ નીતિ ૨૦૧૫ આપણી નદીઓને વેપારીનો માલ બનાવી દેશે આપણી નદીઓ માત્ર માલવાહક માર્ગો કે સહેલાણીઓના રૂટ એમની મોજમઝાનાં સ્થાન બની રહેશે કારણ કે આ નીતિ પાછળ કામ કરતી કલ્પના બહુ સાંકડી અને ઊબકા આવે એવી છે આ વિધેયક આપણા દેશની નદીઓ સાથે એકરૂપ થયેલા જૈવિક વૈવિધ્ય અને સામાજિક સંદર્ભની સંપૂર્ણ ઉપેક્ષા કરે છે છેલ્લા પાંચ દાયકામાં ડૅમો બાંધવાના ઝનૂન પછી હવે આ નીતિનો નકરો વ્યાપ અને એમાંથી ડોકિયાં કરતી ઉદ્દંડ મહત્ત્વાકાંક્ષા નદીઓને મૂડીના દરવાજે પાણી ભરતી દાસીઓ બનાવી દેવાની સૌથી મોટી આસુરી જાળ છે કહે છે કે રાજકીય મહત્ત્વાકાંક્ષા એક એવું વહાણ છે જે પાણી વિના પણ ચાલી શકે છે ગૅન્જિસ વૉયેજર આનું ભડભડતું ઉદાહરણ છે એ નવ વસાહતવાદી ગણાય તેવાં નિયંત્રણોને ફરી સજીવન કરશે પૂરનાં મેદાનોનાં પાણિયાળા વિસ્તારો ઝડપથી વિલુપ્ત થતા જાય છે ત્યારે ત્યાં વૉયેજરની ઉપસ્થિતિ એક જડ અને વિચારહીન જી હજૂરિયા વ્યવસ્થાનો જીવતો જાગતો પુરાવો છે નાની અને મોટી નાવો જ્યારે એકબીજાના માર્ગોને આંતરતી હતી ત્યારે આપણું સામુદાયિક ભવિષ્ય પરસ્પર વિરોધી ખંજરો નદીનું રક્ષણ વિકાસ વિખવાદો ગંગાના પટમાં નવઉદારવાદ વગેરેની ધારથી છેદાતું હતું નદીની ડૉલ્ફિનો માછલીઓ માછીમારો ખેડૂતો ડાકુઓ નદીઓના સંરક્ષણના હિમાયતીઓ સહેલાણીઓ જહાજો બાર્જો વહાણો નૌકાઓ માછલાં પકડવાની જાળો કાંપના કણો બધું અનેકવાર એ સરકતી જતી ક્ષણોમાં એકમેકમાં ગુંચવાઈને ફંગોળાતું રહ્યું ચાર નાવો ચાર દૃષ્ટિકોણો ચાર વાસ્તવિકતાઓ ની એક બિંદુ પર ટક્કર થઈ પણ જે કંઈ થયું અને જ્યાં થયું તે તો માત્ર એક અને એ જ નદી હતી જે નથી અંતહીન નથી અક્ષય sandrp પર મૂળ લેખ ૨૮ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ પ્રસિદ્ધ થયો છે like loading author dipak dholakia posted on 08 01 2016 07 01 2016 categories uncategorized tags દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી dipak dholakia maari baari nachiket kelkar sandrp webgurjari leave a comment on four boats at a river crossing along ganga nachiket kelkar ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 356 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું જાન્યુઆરી 2016 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 ડીસેમ્બર ફેબ્રુવારી bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023...
|