Meta tags:
description= ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ;
Headings (most frequently used words):
અને, છે, home, વેબ, ગુર્જરી, મોરબાજ, પ્રકૃતિની, પાંખો, ખેતી, પાકના, ઉત્પાદનમાં, અણધારી, આફત, વહોરતું, કુદરતી, પરિબળ, વાતાવરણ, ઈસરો, ના, વિજ્ઞાનીઓનાં, રાજીનામાં, સમસ્યા, કે, તક, પનામા, નગર, નિસર્ગનો, દેશ, સન્માન, જીવનની, ખાટી, મીઠી, સ્મૃતિસંપદા, જગદીશ, પટેલ, જીવનનાં, ઝરણાં, વિદ્યાર્થીઓ, માટે, ગીતાનાં, શાશ્વત, સૂત્રો, शिष्यस्तेहम, शाधि, माम, त्वं, प्रपन्नम, આખરે, આપણી, નાગરિકતા, પુરવાર, શાનાથી, થાય, એક, સાહિત્યિક, તીર્થ, તેમાં, રહેલી, પુસ્તકપ્રતિમાઓ, છોટમકાવ્ય, આદિમુદ્રિત, ગ્રંથવૈભવ, કાશ્મીરનો, પ્રવાસ, અથવા, સ્વર્ગનું, સ્વપ્નું, પ્રકરણ, તા, ૧૧, ૯૧, કૃષિ, વિષયક, અનુભવો, ફિર, દેખો, યારોં, નિસબત, blog, stats, ગુજરાત, ગુજરાતી, ગુજરાતીઓ, માટેનો, વિચાર, મંચ,
Text of the page (most frequently used words):
અને (335), હોય (87), હતો (74), મને (72), હું (72), હતી (66), નથી (63), પછી (55), આવી (53), માટે (51), કરી (51), સાથે (48), અમે (48), તેથી (46), કોઈ (46), હતા (39), હતું (39), #નાગરિકતા (39), ત્યાં (38), નહીં (36), ત્યારે (34), ગયો (32), શકે (32), મેં (31), ગયા (30), એટલે (30), મારા (30), પડે (28), તેને (28), તેની (27), સમય (27), પરંતુ (26), થાય (25), પાસે (25), આવે (25), કામ (25), આવ્યો (25), 2026 (24), વાત (24), જાય (23), મારી (23), કરે (22), વિચાર (22), august (20), તેના (20), નોકરી (20), હવે (19), લાગી (19), વાર (19), બહાર (19), થયો (19), વધુ (19), કર્યું (18), તેમ (18), સમયે (18), પહેલાં (17), સુંદર (17), મળી (17), ઠંડી (17), પાણી (17), તેઓ (17), શું (17), ચાલુ (17), વાતાવરણ (16), રહી (16), રીતે (16), થયા (16), અંદર (16), પડી (16), જેવા (16), લોકો (16), બીજા (16), કરવા (16), દિવસ (16), પસાર (16), મળે (16), દૂર (15), માત્ર (15), લાગ્યા (15), જતાં (15), કોઇ (15), જોઈ (15), અમારી (15), ભારતમાં (15), બંને (15), ખૂબ (15), 2025 (14), તેમાં (14), વખતે (14), અથવા (14), જવા (14), કહ્યું (14), કર્યા (14), ભારત (14), મીના (14), મોરબાજ (13), થવા (13), તેવી (13), તરફ (13), હતાં (13), મોટા (13), બીજી (13), કર્યો (13), નક્કી (13), એવી (13), તેનો (13), com (12), 2023 (12), 2024 (12), એવા (12), પાછળ (12), જ્યારે (12), ગયું (12), જેમ (12), છતાં (12), થોડા (12), હશે (12), જોવા (12), પ્રમાણે (12), બહુ (12), કરવાનો (12), કારણે (12), ઇચ્છા (12), ફોન (12), કરવાની (12), શિકાર (12), નજરે (11), નીકળી (11), ઘણી (11), માં (11), કિસ્તી (11), લગ્ન (11), કરતાં (11), થોડી (11), અમારા (11), તેમને (11), બની (11), થયું (11), વગેરે (11), રસ્તા (11), નજર (10), આપણે (10), હોવાથી (10), ઉપર (10), નાના (10), કરતા (10), કરીને (10), જુદી (10), સુધી (10), પરથી (10), અહીં (10), રહ્યા (10), કેટલાક (10), મોટી (10), નામ (10), લાગે (10), સવાલ (10), કરવામાં (10), શકાય (10), મારો (10), બધા (10), એવું (10), મારે (10), સામાન્ય (10), અમેરિકા (10), જરૂર (10), ઇસરો (10), બાબતે (10), અભ્યાસ (9), પરિચય (9), અનેક (9), વાતો (9), શ્રી (9), આવા (9), સામે (9), રાખી (9), બધાં (9), વળી (9), ખબર (9), જેવું (9), જોઈએ (9), જતા (9), કેમ (9), નીચે (9), આવ્યા (9), ચાર (9), પહોંચી (9), તેવા (9), રહેતા (9), આવેલા (9), વર્ષ (9), ગુજરાતી (9), પાંચ (9), મનમાં (9), તેણે (9), છું (9), અચાનક (9), સવારે (9), બધું (9), તમે (9), ફૂલો (9), વેબ (8), ગુર્જરી (8), વિવિધ (8), ગયાં (8), કરતો (8), ઓછી (8), સારી (8), પડતી (8), વરસાદ (8), લાગ્યો (8), વધારે (8), બન્ને (8), gmail (8), મુજબ (8), તરત (8), ભારતની (8), ત્રણ (8), આગળ (8), મીનાને (8), કરવાનું (8), રાહ (8), ઘણા (8), મારું (8), સાચી (8), આનંદ (8), અનુભવ (8), પૈસા (8), આજે (8), જોઈને (8), બાળકો (8), ખાનગી (8), આવતા (7), સુખી (7), તોપણ (7), જ્ઞાન (7), જોઇએ (7), રહે (7), કારણ (7), લાંબા (7), જેવાં (7), જોતાં (7), પડ્યા (7), લાગ્યું (7), જાણે (7), આકાશ (7), બેસી (7), નાનાં (7), એવો (7), નહિ (7), જેવી (7), ઘેર (7), રહ્યું (7), અમારે (7), આપી (7), લીધી (7), સવા (7), થતાં (7), લીધું (7), વિના (7), નાગરિકતાનો (7), દેશની (7), લોકોની (7), તરીકે (7), પાસપોર્ટ (7), અનુચ્છેદ (7), ભારતીય (7), તથા (7), જરૂરી (7), કરવું (7), વગર (7), દિવસે (7), જવાની (7), જતી (7), અમેરિકન (7), રોજ (7), સિવાય (7), બધી (7), યોગ્ય (7), નવા (7), સ્વેટર (7), કંઇક (7), એનું (7), કવા (7), ઉત્પાદન (7), કૃષિ (6), જગદીશ (6), જીવન (6), પનામા (6), તેવું (6), સૂર્ય (6), અનુકૂળ (6), પહેરી (6), કપડાં (6), જમીન (6), જેવો (6), ઉતારો (6), બાગ (6), ફરી (6), પરના (6), આવ્યું (6), બેઠા (6), છોડી (6), નાની (6), ધીમે (6), પાંદડાં (6), જવું (6), એકાદ (6), સંપર્ક (6), પુરાવો (6), પોતે (6), મોટો (6), રહ્યો (6), વ્યક્તિને (6), શરૂ (6), તેમણે (6), તેમના (6), કાયમ (6), ઘરે (6), આવતો (6), વચ્ચે (6), યાદ (6), જાઉં (6), માંડી (6), નવી (6), રહેતી (6), નંબર (6), કલાક (6), હોવા (6), સમયમાં (6), રોગ (6), માંડે (6), બન્યું (6), મૂળ (6), કેવળ (6), ગરમી (6), ઋતુ (6), વિસ્તારમાં (6), દુનિયા (5), ફિલ્મ (5), પ્રવાસ (5), રહેલી (5), પટેલ (5), દેશ (5), માણસો (5), રહેવું (5), ઓછા (5), સફેદ (5), માફક (5), દિવસમાં (5), ચાલવા (5), વારંવાર (5), બંધ (5), લેવા (5), ગરમ (5), નીકળ્યો (5), દેખાય (5), ચાલી (5), ઘણો (5), ચાલ્યા (5), દરેક (5), ગયેલી (5), બાજુએ (5), તૈયાર (5), લાગતું (5), નવું (5), નહોતી (5), જોકે (5), જ્યાં (5), જેથી (5), જગ્યાએ (5), ગોળ (5), સહન (5), વાંચી (5), હોવી (5), આપણા (5), જન્મ (5), સરકારી (5), નાગરિક (5), વ્યક્તિ (5), મેળવવા (5), મહિના (5), બાદ (5), નિર્ણય (5), આખી (5), ઉપયોગ (5), ભાગ (5), પુરવાર (5), પોતાના (5), પોતાની (5), સારા (5), ગ્રીનકાર્ડ (5), મીનાના (5), ખોરાક (5), સખત (5), તેવો (5), મૂકી (5), ચિંતા (5), પ્રશ્ન (5), આવતાં (5), થોડો (5), ન્યુયોર્ક (5), સમાજ (5), લગભગ (5), ઊભી (5), ક્ષેત્ર (5), સ્કૂલ (5), કેટલી (5), મોર (5), તેમની (5), વર્ષે (5), પૂરી (5), એમાં (5), મિનિ (5), છોડવા (5), કહો (5), માદા (5), કેળ (5), પક્ષી (5), વિષયો (4), વર્ણન (4), પુસ્તક (4), વિષયક (4), અનુભવો (4), દ્વારા (4), સ્મૃતિસંપદા (4), ઝરણાં (4), સન્માન (4), october (4), november (4), december (4), january (4), february (4), march (4), april (4), may (4), june (4), july (4), અતિશય (4), ક્યાંઇ (4), એની (4), પ્રેમ (4), કેવો (4), કહેવાય (4), કલ્પના (4), નાનું (4), દરવાજામાંથી (4), સ્વપ્ન (4), ગંગરી (4), ગરીબ (4), માણસ (4), હાથમાં (4), રૂપ (4), ઊંચા (4), ચોતરફ (4), કાળા (4), પર્વત (4), આવવા (4), અહિં (4), કિસ્તીમાં (4), પડતાં (4), વૃક્ષ (4), વનસ્પતિ (4), જગાએ (4), કેવું (4), રંગ (4), જુઓ (4), હાથ (4), અમને (4), પડ્યું (4), ઝડપથી (4), જરા (4), આવતી (4), ઉભા (4), સરોવર (4), રહેલા (4), આથી (4), તડકો (4), ગયેલાં (4), ઘડીમાં (4), તેવાં (4), કાઢી (4), વખત (4), જોરથી (4), કરવી (4), પાડી (4), ફરવા (4), બીરેન (4), સૂત્રો (4), કિંમત (4), મુંબઈ (4), હજાર (4), કહેવા (4), શક્ય (4), માટેનો (4), કાયદા (4), સ્થિતિ (4), આધારે (4), તેમાંથી (4), સૌથી (4), મોટું (4), પ્રમાણ (4), બંધારણના (4), માતા (4), પિતા (4), જેના (4), રહેતાં (4), રહીને (4), લોકોના (4), મેળવી (4), વિષય (4), સરકાર (4), સ્વસ્થ (4), બદલે (4), જીવનમાં (4), લાવે (4), કહે (4), કશું (4), કદી (4), સમાચાર (4), યુવતી (4), થવાનું (4), મળ્યો (4), કાલે (4), સાચું (4), ખાવાનું (4), શરૂઆત (4), કદાચ (4), સાથેના (4), આવશે (4), પૂરો (4), વહેલી (4), મળ્યું (4), સ્ટેશન (4), બાજુમાં (4), અનુભવની (4), મિત્રો (4), ધીરે (4), ખ્યાલ (4), વ્યક્તિગત (4), રહેવા (4), મિત્ર (4), તકો (4), પાછા (4), ખાલી (4), કશી (4), ભલે (4), ઉનાળાની (4), બેગ (4), નાખવા (4), અમુક (4), લાંબી (4), પ્રયત્ન (4), જીવનની (4), દરમ્યાન (4), ગણાય (4), ઘણાં (4), જોઇ (4), સચિન (4), મશ્કરી (4), બને (4), આવો (4), વાતાવરણમાં (4), વૈજ્ઞાનિક (4), કડક (4), વિજ્ઞાનીઓ (4), અન્ય (4), વાતાવરણીય (4), ચોમાસુ (4), વરસે (4), દાણા (4), માઠી (4), ઝાડવાં (4), ખાતર (4), જંગલ (4), નિવાસી (4), સાંપ્રત (3), સાહિત્ય (3), રાષ્ટ્રગાનની (3), રોચક (3), https (3), webgurjari (3), સાહિત્યિક (3), તીર્થ (3), પુસ્તકપ્રતિમાઓ (3), છોટમકાવ્ય (3), જીવનનાં (3), નગર (3), નિસર્ગનો (3), ઈસરો (3), રાજીનામાં (3), ખેતી (3), પાકના (3), ઉત્પાદનમાં (3), કુદરતી (3), 2022 (3), september (3), વિચારોમાં (3), વધી (3), કરેલ (3), મહા (3), થશે (3), કરશે (3), ઉડી (3), આશરે (3), પહોંચ્યા (3), કરતી (3), દેખાવો (3), આનંદની (3), ક્યાં (3), ટોપી (3), પહેરે (3), રાખે (3), તળાવમાં (3), દાખલ (3), દરવાજા (3), જોયું (3), ઉતારા (3), ચારે (3), બાજુ (3), ભરી (3), ઘરમાં (3), જેટલાં (3), માંજી (3), દેખાવ (3), વૃક્ષો (3), વિસ્તાર (3), પડતો (3), પડવા (3), પ્રતિબિંબ (3), પાછો (3), લીલી (3), પાણીની (3), સુશોભિત (3), ભાસે (3), નજદીક (3), સાંજ (3), કીનારા (3), બાગમાં (3), ટટ્ટુ (3), વસંત (3), બરફ (3), ઊતરી (3), બાબુ (3), કહી (3), વિચિત્ર (3), બદલાઈ (3), બાગનો (3), અગાડી (3), તખ્ત (3), બંગલો (3), આપવામાં (3), તળાવની (3), તરતા (3), નશાદબાગ (3), મોકલી (3), બેટ (3), નાનો (3), આનંદમાં (3), પડ્યો (3), રહેવાનું (3), આકારનાં (3), બીજાં (3), લેતા (3), ધાર (3), કેટલીક (3), સૂર્યનાં (3), રંગનાં (3), યુદ્ધ (3), સમયના (3), પ્રવેશ (3), લખી (3), લાગતી (3), કલાકની (3), શક્યા (3), આદિમુદ્રિત (3), મેલ (3), અંતે (3), તેમજ (3), કુલ (3), ગોવર્ધનરામ (3), નડિયાદમાં (3), પુસ્તકો (3), બેસીને (3), સરનામે (3), ભાવના (3), લોકોને (3), જોગવાઈઓ (3), લેવી (3), વસતા (3), ઘરના (3), ભારતના (3), જન્મના (3), દેશમાં (3), સુધારા (3), પુરાવા (3), દેશના (3), સુધીમાં (3), આર્ટિકલ (3), થતા (3), પાકિસ્તાન (3), મહત્વનો (3), શકશે (3), ભારતનો (3), આપવા (3), જણાવ્યું (3), સમયથી (3), સંબંધી (3), જુલાઈ (3), ૧૯૪૮ (3), પડશે (3), પહેલી (3), માર્ચ (3), આપે (3), ફરજ (3), આપણી (3), મારાં (3), પ્રાથમિક (3), ચર્ચામાં (3), પહેલા (3), થતી (3), આખરે (3), માનસિક (3), નહોતા (3), શિષ્ય (3), ભાવે (3), સમજી (3), સમસ્યાનો (3), અમદાવાદ (3), નહોતો (3), સ્વભાવ (3), વિચારો (3), અમેરિકાથી (3), છોકરી (3), સહેલું (3), મળ્યા (3), મહિનામાં (3), થવાની (3), જરૂરિયાત (3), પહેલું (3), ભૂખ (3), અમેરિકાની (3), સ્ટોર (3), જોયા (3), વાંધો (3), મક્કમ (3), જાહેર (3), પત્ર (3), સંબંધની (3), જાણી (3), માન્યતા (3), દિવસોમાં (3), ૧૯૭૧ (3), આશા (3), સમક્ષ (3), જોબ (3), ભવિષ્ય (3), રહેતો (3), ત્યાંથી (3), ખાતરી (3), રસ્તો (3), ખરાબ (3), મકાનમાં (3), ઓછો (3), કંપનીમાં (3), વિશે (3), ફક્ત (3), ખાસ (3), દેખાતા (3), ભૌતિક (3), પ્રગતિની (3), મનની (3), શાંતિ (3), સફળતા (3), સારો (3), કામમાં (3), અમેરિકામાં (3), મળશે (3), બસમાં (3), આછા (3), મળતી (3), શિકાગોમાં (3), યંગસ્ટાઉન (3), નોકરીમાં (3), સાફ (3), થયેલું (3), કરનાર (3), મગજ (3), જતું (3), થતું (3), જેને (3), વિદ્યાર્થી (3), ભણતા (3), ખરેખર (3), હોવાની (3), જાતે (3), શિયાળો (3), ઠંડીમાં (3), માથે (3), વરંડામાં (3), લઈને (3), હેન્ડલ (3), દીધું (3), નાખી (3), સામાન (3), હિંમત (3), મોડું (3), એડમિશન (3), થયાં (3), આંબા (3), ગુજરાત (3), વિજાતીય (3), બેઠાં (3), મીનાની (3), રસ્તામાં (3), ઊભા (3), કેટલાય (3), બાપુજી (3), મળતાં (3), શીલા (3), તમારા (3), સાવ (3), નાનકડા (3), ધ્રૂજતા (3), સ્કૂલે (3), તમારું (3), સ્કૂલમાં (3), છોકરાઓ (3), પોતાને (3), ભાઇ (3), ફાટેલ (3), અરે (3), આપ્યું (3), ખરું (3), માંડ્યાં (3), હોટેલ (3), પાછી (3), રસપ્રદ (3), છોડીને (3), ફિર (3), દેખો (3), યારોં (3), કહીને (3), નિયમોને (3), અનુભવી (3), સંખ્યા (3), બનાવવામાં (3), મુખ્ય (3), નિરિક્ષણ (3), હાજરી (3), છોડવાને (3), વિકાસ (3), અસર (3), ઉનાળો (3), આમળાંના (3), બોલો (3), નાખે (3), ગાજરના (3), બરાબર (3), આખું (3), વરહ (3), સિઝન (3), આરામ (3), પપૈયાના (3), પપૈયા (3), ઓણના (3), વાતાવરણમાંથી (3), વરહમાં (3), વીઘે (3), ખાંડી (3), પાંખો (3), જંગલની (3), સ્થળાંતર (3), પક્ષીઓ (3), શિકારી (3), મોર્ફ (3), search (3), required (2), comments (2), this (2), content (2), log (2), sign (2), subscribed (2), subscribe (2), wordpress (2), blog (2), શિક્ષણ (2), વિજ્ઞાન (2), મૅનેજમૅન્ટ (2), સંગીત (2), પરિચયો (2), નારીની (2), ભરીને (2), રાષ્ટ્રીય (2), વર્ષની (2), યાત્રા (2), saryu (2), parikh (2), vintage (2), classic (2), lierature (2), preface (2), પટેલનાં (2), ઝરણાંના (2), વિજ્ઞાનીઓનાં (2), સમસ્યા (2), અણધારી (2), આફત (2), વહોરતું (2), પરિબળ (2), કાશ્મીરનો (2), પ્રકરણ (2), ક્રમશઃ (2), માણસોની (2), ખામી (2), હજારો (2), જીવ (2), સેંકડો (2), પ્રકારે (2), આર્ય (2), કમકમાટી (2), આપેલ (2), દેવ (2), હજી (2), ગુણ (2), ક્યારે (2), ગાઢ (2), છૂપું (2), રાતના (2), વાગે (2), ઉતારે (2), સુતાં (2), ખરેખાત (2), રમણીય (2), પ્રદેશ (2), કાંઇ (2), ઉતરે (2), થવાથી (2), દુઃખ (2), નીકળ્યા (2), કેમકે (2), પાણીનું (2), એકજ (2), બજારમાં (2), ગીત (2), સાંભળતા (2), અર્થ (2), સમજવો (2), નાંખી (2), ટાઢ (2), સોટી (2), હમેશાં (2), અવાજ (2), દેખાતાં (2), બિંબ (2), છોડ (2), મહાન (2), દિશામાં (2), ગોટા (2), આકાશમાંથી (2), એકદમ (2), ચડી (2), આવતું (2), જળમાં (2), મદદ (2), પશ્ચિમ (2), સ્પર્શ (2), લાગ્યાં (2), ટોળાં (2), કઠોર (2), શબ્દો (2), લુઇ (2), સ્વર્ગ (2), જમીનની (2), પાન (2), નસીમબાગ (2), અમારો (2), લીધો (2), આવેલો (2), આમતેમ (2), બાગના (2), હાર (2), વૃક્ષોની (2), થોડે (2), તેટલું (2), કિસ્તીઓ (2), આહા (2), દિસે (2), વાદળું (2), જવાથી (2), કેવા (2), કેવાં (2), દરવાજો (2), શાલેમ્હાર (2), આસપાસ (2), સાંભળ્યું (2), માળીને (2), બતાવવા (2), બંગલામાં (2), માલૂમ (2), ટટ્ટુપર (2), કાશ્મીરી (2), ડુંગર (2), ખચ્ચર (2), ખચ્ચરને (2), ઘોડાં (2), દોડતાં (2), મુશ્કેલી (2), વિમાન (2), મુલાકાત (2), ટાપુ (2), જોવાની (2), વખતમાં (2), સાધારણ (2), જલદી (2), નાજુક (2), ચડે (2), ખુણા (2), શીતળ (2), ઘણુંજ (2), સ્વાદિષ્ટ (2), ઠંડું (2), ધરાઈને (2), હાલ (2), કેવી (2), ચશ્મેશાઈ (2), જવાનું (2), સડક (2), જમણી (2), તેનાં (2), દર્શન (2), ઉત્તમ (2), ડાલ (2), લાલ (2), દીસતાં (2), પ્રકારનાં (2), આપતી (2), તેઓની (2), ટેકરીઓવાળા (2), ડુંગરો (2), જોડાઈ (2), દેતા (2), પર્વતો (2), પડેલા (2), વાદળોથી (2), બરફની (2), દેખાતી (2), ટેકો (2), ઉજ્જવળ (2), પડવાથી (2), દીસે (2), બરફના (2), પળે (2), કોમળ (2), લીલાં (2), ઘણે (2), ભાઈને (2), રાખ્યો (2), જંગલના (2), લીધાં (2), પડતા (2), તેઓના (2), ઋતુની (2), કરેલી (2), સમાપ્ત (2), ભરાઇ (2), માંજીઓ (2), પાણીમાં (2), પોતાનું (2), ગાળો (2), કાશ્મીરમાં (2), શિયાળાની (2), સરોવરમાં (2), થવું (2), પાણીના (2), એટલા (2), હલેસાં (2), મારવા (2), તબીઅત (2), ઉઠી (2), ગંગરીઓ (2), કાગળ (2), બાર (2), માથા (2), સરત (2), પ્રસંગ (2), માઇલ (2), બનાવેલાં (2), biren (2), kothari (2), ગ્રંથવૈભવ (2), કોઠારીનાં (2), બ્લૉગ (2), રંગોની (2), અનાયાસ (2), મેળવણી (2), palette (2), bakothari (2), ebooks (2), લીન્ (2), શકાશે (2), કહાનજી (2), સંક્ષિપ્ત (2), કાવ્યોને (2), વિભાગમાં (2), ભક્તિ (2), સહાયક (2), પ્ર (2), કોઠારી (2), સ્મૃતિમંદિર (2), લેખ (2), તમામ (2), રહ્યાં (2), લખાયેલો (2), જેમાં (2), અંદાજ (2), નિસબત (2), હાલમાં (2), રાજ્ય (2), ૧૯૫૫ના (2), લાખ (2), વર્ગ (2), સંસદના (2), થયેલ (2), નોંધણી (2), હજુ (2), ટકા (2), જન્મનું (2), પ્રમાણપત્ર (2), આધારકાર્ડને (2), માટેની (2), ગણવામાં (2), પાનકાર્ડ (2), ઓળખપત્ર (2), સાંદર્ભિક (2), તસવીરઃ (2), નેટ (2), પાસપોર્ટને (2), મોટાભાગના (2), માને (2), એકમાત્ર (2), હોઈ (2), કરોડ (2), ફેબ્રુઆરી (2), ૧૯૫૫ (2), ૨૦૧૯માં (2), જન્મેલ (2), દાદા (2), દાદી (2), મેળવે (2), અંગેના (2), કાયમી (2), સંબંધના (2), જોગવાઈ (2), બંધારણ (2), વરસ (2), પાકિસ્તાનથી (2), રજિસ્ટ્રેશન (2), ગયેલા (2), પરત (2), જતો (2), જૂસ (2), વંશ (2), ઉપરાંત (2), સિટિઝનશિપ (2), કેન્દ્ર (2), અધિકાર (2), સરકારને (2), વચ્ચેનો (2), સામાજિક (2), ગંભીર (2), મુદ્દો (2), ચૂંટણી (2), દાખલો (2), છીએ (2), કોણ (2), ઓછું (2), માનવા (2), ટ્રાવેલ (2), કોઈની (2), શાનાથી (2), ક્યા (2), ગીતાનાં (2), શાશ્વત (2), હરેશ (2), ધોળકિયા (2), ન્યુ (2), રોડ (2), જેટલી (2), બનશે (2), જ્ઞાની (2), પ્રયાસ (2), ઝડપી (2), મળતા (2), વિચારક (2), ડાહ્યા (2), શ્રીમદ (2), જવાબો (2), ક્યારેક (2), મનમાંને (2), હેરાન (2), સલાહ (2), શકતો (2), કૃષ્ણ (2), સમજ (2), પરિસ્થિતિ (2), શકતી (2), કાયરતા (2), લાચારી (2), વ્યક્તિની (2), ઉકેલ (2), શક્તિ (2), હોઉં (2), શીખવાની (2), શકીશ (2), હમણાં (2), જોવી (2), યુવાન (2), ત્રણેક (2), અઠવાડિયા (2), ભાઈએ (2), પસંદ (2), ફકત (2), મિનિટ (2), પત્ની (2), કસોટી (2), પાર (2), શકી (2), મમ્મી (2), પપ્પા (2), બારી (2), ખોવાઈ (2), અમારું (2), પગલું (2), અગિયાર (2), ઑર્ડર (2), દિવસથી (2), આમેય (2), સંજોગોમાં (2), ગાડીમાં (2), આપ્યા (2), નીતિની (2), ટ્રેન (2), ખુલ્લા (2), પ્રકાશ (2), ઝાડ (2), બચાવી (2), કોઈને (2), આવેલી (2), ફરતા (2), શ્યામ (2), મૅગેઝિન (2), રોકી (2), પીવાનું (2), હોત (2), જીવનના (2), જોશે (2), દૂધ (2), બેસ્વાદ (2), ચોવીસ (2), ટર્મિનલ (2), શકું (2), કેટલું (2), પ્લેટફોર્મ (2), ગમી (2), પ્રેમને (2), દુનિયાથી (2), મામાને (2), ઠરી (2), ખુશ (2), ગોપાલ (2), ક્રમશ (2), મળવાની (2), રૂપે (2), તીવ્ર (2), ઊભું (2), ડિગ્રી (2), અરજી (2), મરજી (2), ટેવ (2), લાગણી (2), અફસોસ (2), રાત (2), વર્તન (2), કરીશ (2), મજા (2), પરસેવો (2), બીજો (2), કશો (2), મકાન (2), કરેલા (2), જુલીના (2), ઉતર્યો (2), સ્ટ્રીટ (2), પકડી (2), બ્લોક (2), ગભરાટ (2), આજુબાજુ (2), દોડી (2), ઘરની (2), મળવાનું (2), બીક (2), ડેટિંગ (2), સાંજના (2), મળવા (2), પંદર (2), મુસાફરી (2), ક્વિન્સમાં (2), બહારની (2), માર્કેટમાં (2), સાંજે (2), લીધા (2), જાણતો (2), તેમનો (2), ચાલે (2), ઑફિસ (2), ચંદ્રની (2), લેતો (2), આખો (2), વિશ્વયુદ્ધ (2), દુનિયાના (2), કર્મચારીઓ (2), સુખ (2), વધારો (2), પ્રાપ્ત (2), શહેરની (2), સ્કૂલના (2), એન્જિનિયરની (2), કારણોને (2), સિટી (2), વિકલ્પ (2), શાળામાં (2), સ્ટેટ (2), વર્ષોથી (2), જાગીને (2), બેઠેલી (2), મકાનો (2), ચોથા (2), ગગનચુંબી (2), પહોળા (2), વિશાળ (2), યુનાઇટેડ (2), સાચવી (2), રાત્રે (2), યુવતીઓ (2), બનાવે (2), ગ્રેજ્યુએટ (2), આપવાની (2), બાઈ (2), કરાવી (2), બીજે (2), ઉત્સાહથી (2), પેલી (2), કરું (2), સંડાસ (2), કંટાળો (2), આવું (2), મજૂરીનું (2), હકીકત (2), સરળ (2), તકલીફ (2), થાકી (2), ગાયન (2), જેવાને (2), કોઈના (2), કરવાના (2), મર્યાદિત (2), જેટલા (2), કરતું (2), ખર્ચો (2), ગાડી (2), બનાવતા (2), ઇન્ડિયન (2), રજા (2), મોકો (2), સહેલાઈથી (2), અભ્યાસમાં (2), સારું (2), સ્થાન (2), સ્નો (2), વારમાં (2), નીકળે (2), ગમે (2), રૂમની (2), જાડાં (2), પહોંચે (2), ફરતી (2), એકલો (2), હસી (2), એરપોર્ટ (2), તૂટી (2), ખિસ્સામાં (2), ટેલિફોન (2), નસીબજોગે (2), કાઢ્યો (2), કુટુંબીજનો (2), યુનિવર્સિટીમાં (2), પરદેશ (2), અસામાન્ય (2), આતુર (2), શરીરને (2), નામનું (2), મારીને (2), લાઇટ (2), રહેતું (2), થોડાં (2), જલ્દી (2), સફળ (2), મારામાં (2), શાંત (2), મચી (2), વહેણ (2), દિનચર્યા (2), એન્જિનિયર (2), કુટુંબ (2), દિકરી (2), આંકડા (2), વ્યવસ્થા (2), પરિણામ (2), જવાબદારી (2), નડિયાદના (2), તોફાની (2), પતંગ (2), ટીમ (2), વહેલા (2), પોળમાં (2), કુટુંબના (2), દુકાન (2), કહેતા (2), ભેટ (2), ખાટી (2), મીઠી (2), નીલમ (2), હરીશ (2), દોશી (2), બંનેએ (2), માનવતાનું (2), ઉદાહરણ (2), પ્રિન્સીપાલે (2), બેટા (2), તમને (2), ડરતા (2), હાજર (2), ઉતારી (2), ઘેરથી (2), લેવું (2), શોધે (2), જગ્યા (2), હોં (2), બહેન (2), બાપ (2), છોકરાઓને (2), પ્રીતિ (2), શાહ (2), વીજાણુ (2), દરિયા (2), દીકરી (2), ચૉકૉલૅટ (2), શાકાહારી (2), એમણે (2), જૂના (2), નજીકમાં (2), સૂકા (2), આજના (2), એમની (2), થયેલી (2), ઘેરા (2), આખા (2), ઍક્સ્પો (2), થઈને (2), આઇસ્ક્રીમ (2), કરેલાં (2), બનેલી (2), આલબ્રૂક (2), હાઇ (2), અંદરના (2), દૃશ્ય (2), માનવસંસાધન (2), ચેતવણી (2), સમગ્ર (2), બનાવી (2), સંસ્થામાં (2), કર્મચારી (2), વરિષ્ઠ (2), વિજ્ઞાનીઓની (2), આકર્ષક (2), માળખું (2), પ્રોત્સાહન (2), સંશોધનની (2), સ્વતંત્રતા (2), ક્ષેત્રમાં (2), ભાગે (2), થતો (2), શરૂઆતમાં (2), લેવામાં (2), ધારણ (2), સંસ્થા (2), નબળી (2), અલબત્ત (2), હવાઈ (2), સામનો (2), કરવો (2), જોડાવા (2), ત્યાંની (2), પાસાં (2), જણાય (2), જોતા (2), સ્વાભાવિક (2), બહેતર (2), કયા (2), હીરજી (2), ભીંગરાડિયા (2), એનો (2), વર્ષો (2), વરસેલા (2), વરસાદે (2), ધ્યાને (2), ડુંગળીના (2), દડા (2), ભેજ (2), પાકી (2), ધ્યાનથી (2), ભેજની (2), વાતાવરણને (2), કહેવાનું (2), શિયાળામાં (2), પૂરા (2), શિયાળુ (2), ગરમીનો (2), ખિલવવા (2), પાકીને (2), કટાણે (2), ફાલ (2), ફાલની (2), વેળાએ (2), હોંકારો (2), વિસ્તારોમાં (2), ગડા (2), ભોંયમાં (2), બીજ (2), ગુણવત્તા (2), દિવેલાના (2), 2010 (2), વાતાવરણે (2), પંચવટી (2), ઝાડવાને (2), ઘેરો (2), ઝરમર (2), થૂલી (2), સુકાય (2), ફૂલોની (2), માંડ (2), પિયત (2), અવસ્થામાંથી (2), જાગૃત (2), એમાંયે (2), મોડાં (2), મિલન (2), શિયાળા (2), જોઇને (2), ખેડૂતોએ (2), એને (2), પોતર (2), દવા (2), માવજત (2), મોલાતને (2), રહ્યુ (2), અસરો (2), પોતાનો (2), પ્રમાણમાં (2), ઉગવાથી (2), વનસ્પતિના (2), પ્રકૃતિના (2), સંરક્ષણ (2), હિસાબે (2), વાયરો (2), ઠાકરશીભાઇ (2), પોપટભાઇ (2), હાથની (2), અરધામાં (2), શીંગો (2), ઉતરી (2), એકે (2), ચાલીશ (2), ઢાળ (2), લાલચે (2), પરની (2), પ્રકૃતિની (2), હીત (2), મોરનો (2), ગુજરાતના (2), ગરુડ (2), જોવું (2), નિહાળવું (2), મોરબાજનું (2), મોરબાજની (2), દર્શાવે (2), પક્ષીને (2), માળો (2), કરનારા (2), ચામાચીડિયા (2), શક્તિશાળી (2), આહાર (2), શિકારમાં (2), ગુજરાતમાં (2), પૂરતો (2), સીમિત (2), બાજ (2), સરળતાથી (2), changeable (2), hawk (2), eagle (2), morph (2), પેલ (2), અંગ્રેજીમાં (2), ચેન્જેબલ (2), હોક (2), અલગ (2), રંગના (2), ભૂરા (2), home (2), ગુજરાતીઓ (2), મંચ (2), website, name, email, write, comment, loading, collapse, bar, manage, subscriptions, view, post, reader, report, copy, shortlink, privacy, already, have, account, now, join, other, subscribers, હાસ્યરસ, સંપાદકીય, સંગીતની, વિવેચન, આસ્વાદ, વિષયોના, લેખો, મનોજગતમાં, વિહાર, બાળ, ફિલ્માવલોકન, પ્રાચીન, શાસ્ત્રોનો, પદ્ય, નિહાળીએ, ચિત્રકળા, ગદ્ય, કાર્ટૂન, ઇતિહાસ, આરોગ્ય, સુખાકારી, interesting, some, them, never, heard, before, ગાન, વંદે, માતરમ્, ૧૫૦, કલાકારો, શાસ્ત્રીય, રાગોમાં, india, national, anthem, vishakha, info, 2026author, hope, they, get, sweaters, sanmaan, smile, select, month, archives, 158, 603, hits, stats, next, page, sursinhji, takhtasinhji, gohil, kalapi, સ્રોત, સૌજન્યઃ, વિકિસ્રોત, ઉંઘ, સુસ્વપ્નમાં, રાત્રી, આર્યાવર્તમાં, કુદરતની, ભવ્યલીલાથી, કલ્પનાશક્તિ, ખરી, વિચારશક્તિની, વહેમીલાં, કાળીના, બલિદાનાર્થે, માણસના, પિતૃ, પીડા, ભૂતપલિતથી, રીબાય, જન્મમાં, કાશીમાં, કરવત, મેલાવી, ગિરનાર, ભૈરવજપ, હિમાલયમાં, ગળી, કમલપૂજા, કરોડો, અજ્ઞાની, વહેમી, બંધુઓએ, ઉત્પન્ન, આત્મઘાત, કુદરત, બાથ, ભીડવા, શક્તિમાન, જડવસ્તુઓને, ઈશ્વરપદ, બનાવેલ, પૂજેલ, પરમબ્રહ્મની, કૃપાથી, ધુન્ન, મગજમાંથી, દૃઢ, આગ્રહથી, હીંમત, કાર્ય, મંડ્યા, બ્રિટનોની, ખાસીયત, હીંદુ, ઇઓથી, અલબત, ચમત્કારો, બતાવે, સર્વવ્યાપક, બંધુઓનો, દોષ, વહેમને, મેળે, સારાંવાના, વિદ્યાની, બાંધવો, શસ્ત્ર, ઉગ્યો, અજવાળું, થવાનુંજ, ધુમ્મસ, જવાનો, અસ્તુ, વાળુ, સગડી, હાર્થ, લાકડાં, સળગાવી, બિછાનામાં, સુતા, કાશ્મીરમાંજ, ઈશ્વરની, રચનાનો, વર્ષાદ, વર્ષી, હિંદુસ્તાન, આવાં, સ્થળોનો, માળીક, ભાગ્યશાલી, વિંધ્યાટવીનો, ખુબીવાળો, ગણાતો, દક્ષિણ, રમણીયતામાં, ભવભૂતિ, કાલિદાસાદિ, કવિઓની, અગાધ, શક્તિનું, સૃષ્ટિ, સૌંદર્ય, મુળ, વસ્તુ, હાનિ, દેનાર, પંડિતાણીઓ, ન્હાનાં, કાણાં, ઢોળિયા, ઘરેણાં, ઓઢણું, ઓઢે, રીવાજની, આજજ, તીરની, તાણ, તળાવ, અઠવાડીઊં, કેટક્લાક, પંડિતોનાં, સ્ત્રીઓ, ગાતી, શબ્દ, વાપરવો, શબ્દનો, ખરો, માટીના, હાંડલી, વાસણની, બરૂ, ગુંથેલ, નાકું, વાસણમાં, અંગારા, નાકામાં, દોરી, જભ્ભાની, ડોકે, ટાંગી, પૈસાની, તેટલીજ, ગંગરીયો, ન્હાનું, બાળક, ડોકમાં, ફર્યા, સુધરેલ, હમશાં, સાથેજ, થોડીવારમાં, મધુર, સંભળાતાં, અદ્રશ્ય, કુમળી, વેલી, દિશાઓ, પામતી, ભાસવા, ઋષિઓ, હોમ, વેદિઓમાંથી, ધુમાડાના, ચડતા, જન્મેજયે, સર્પ, કુલનો, નાશ, યજ્ઞ, આરંભ્યો, સર્પનો, વેલા, પૃથ્વીમાંથી, નીસરી, ઘુમ્મટ, કોર, પૃથ્વીને, ઘેરી, કલિનું, કાળું, લશ્કર, ભૂમિના, ભાગો, મહાપ્રલયના, ડુબી, અંધારૂં, વ્યાપવા, તારા, સતેજ, અંધારાને, આપતા, ધુમ્મસમાં, ચળકવા, આગિયા, તહિં, ઝબકવા, માંજીલોકો, ગંગરીમાં, કોલસા, ભરવા, પશ્ચિમમાં, અધોગતિ, સંધ્યારાગ, ખીલી, પૃથ્વી, વિશેષ, દિશાનું, મુખ, લાલચોળ, દેવતાનાં, તપાવેલા, સુવર્ણના, રેષા, કીરણો, પૃથ્વીના, છેડાને, વૃક્ષાદિનાં, ભુંસાઈ, ઘટામાં, ચકલાં, ચીંચીં, કાગડાનાં, આનંદકારી, લાગતાં, કૌંચ, કમલ, એટલાં, ઘીટ, ઉગેલાં, ધુળ, પાથરી, ચિભડાં, વાવે, અજાણતાં, બુડી, વેલાઓમાં, ઘુંચવાઇ, તરી, તરતી, ત્રિશ્ંકુના, ન્હાંની, ગલીઓ, રાખેલી, કમલનાં, ઉગેલી, ધુળના, ક્યારા, સડકો, રમ્ય, દૂરથીજ, તળાવના, તળાવમાંથી, બગીચાની, ખુબી, બેશી, નહેર, ખોદેલી, ઋતુમાંજ, વસંતમાં, પીગળે, સુકાઈ, નહેરની, ચીનારના, ઝાડની, સીધી, ઘટા, ઘોડાંને, દોડાવતા, આવેલ, ખુબસુરત, ફેરવતા, ઘોડા, તેઓને, કાલિદાસને, ખાસદારોને, ઝાડનું, મનોહર, વાદળાંનો, ટેકરી, બરફનો, ખશી, જમણા, તરફના, ડુંગરપર, ખરા, આકારનું, છવરાઈ, વાદળાં, દોડા, દોડ, કલાઇના, પત્રોના
Text of the page (random words):
મૂઢ થઇ ગયો છું મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ એટલે હું તમારો શિષ્ય બનું છું અને મને ઉપદેશ આપો કેટલીક વાર જીવનમાં એવા પ્રસંગો આવે છે કે વ્યક્તિને સમજ નથી પડતી કે તેણે શું કરવું એવી પરિસ્થિતિ હોય છે કે તે નિર્ણય જ નથી લઇ શકતી અને કાયરતા અથવા લાચારી અનુભવે છે જે અહંકારીઓ હોય છે તેઓ કોઈની સલાહ નથી લેતા અને મનમાંને મનમાં હેરાન થયા કરે છે પણ જેઓ સ્વસ્થ અને વિચારક છે તેઓ કોઈ બીજી સ્વસ્થ વ્યક્તિની સેવા લે છે અને પોતાની સમસ્યાનો ઉકેલ લાવે છે નિર્ણય ન લઇ શકવો કે મૂંઝાવું એ દુર્ઘટના નથી ક્યારેક એવું બની શકે છે પણ ત્યારે મનમાંને મનમાં દુખી કે હેરાન થવા બદલે બીજા ડાહ્યા માણસની સલાહ લેવી જોઈએ અર્જુને પણ એમ જ કર્યું તે સમજી શકતો ન હતો કે તેણે પોતાના સગાઓ સામે લડવું કે નહિ એટલે તે કૃષ્ણ સામે કબૂલ કરે છે કે પોતે મૂંઝાઈ ગયો છે અને તેમને શરણે આવે છે અને શિષ્ય ભાવે માર્ગદર્શન માગે છે ગાંધીજી જયારે આફ્રિકામાં હતા અને ધર્મને સમજવા ઇચ્છતા હતા અને તેમને કેટલાક સવાલોના જવાબ નહોતા મળતા ત્યારે તેમણે એક મોટા વિચારક અને ડાહ્યા માણસ એવા શ્રીમદ રાજચંદ્રજીને પુષ્કળ સવાલો પૂછ્યા અને સંતોષકારક જવાબો મેળવ્યા તેમણે એમ ન વિચાર્યું કે પોતે તો મોટા વકીલ છે એટલે એક વેપારીને કેમ પૂછી શકે ના તેઓ સમજતા હતા કે શ્રીમદ રાજ ચંદ્રજી ડહાપણયુક્ત જ્ઞાની છે તેઓ સાચા જવાબો આપી શકશે એટલે શિષ્ય ભાવે તેમના પાસે ગયા અને જરૂરી જ્ઞાન મેળવ્યું વ્યક્તિ જેટલી નમ્ર બનશે અને જ્ઞાની પાસે જઈ જ્ઞાન મેળવવા પ્રયાસ કરશે તો તે વધારે ઝડપી સ્વસ્થ બનશે શિષ્યભાવ જ્ઞાન મેળવવા માટે ઉત્તમ માનસિક સ્થિતિ છે હરેશ ધોળકિયા ન્યુ મિન્ટ રોડ પેરીસ બેકરી પાસે ભુજ કચ્છ ૩૭૦૦૦૧ ઈ મેલ dholakiahc gmail com august 18 2026 શિક્ષણ ગીતાનાં શાશ્વત સૂત્રો haresh dholakia આખરે આપણી નાગરિકતા પુરવાર શાનાથી થાય છે નિસબત ચંદુ મહેરિયા ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારાં ભાઈબહેન છે એવા શબ્દોથી શરૂ થતાં પ્રતિજ્ઞાપત્રનું વાચન તો આપણે પ્રાથમિક શાળાઓથી કરાવીએ છીએ પરંતુ ભારતીય કે ભારતનો નાગરિક કોણ અને કોઈ દેશની નાગરિકતા કઈ રીતે મેળવાય તથા તેના નિયમો શું છે તે વિષે બહુ ઓછું જાણીએ છીએ હાલમાં નાગરિકતાનો સવાલ ચર્ચામાં છે પહેલા સર્વોચ્ચ અદાલતે આધારકાર્ડને નાગરિકતાનો પુરાવો માનવા ઈન્કાર કર્યો હવે ભારત સરકાર પાસપોર્ટને ટ્રાવેલ ડોક્યુમેન્ટ ગણાવે છે અને તેનાથી કોઈની નાગરિકતા પુરવાર થતી નથી તેવી સ્પષ્ટતા કરે છે તો પછી નાગરિકતા પુરવાર થાય છે શાનાથી એવા ક્યા આધાર પુરાવા પ્રમાણ છે કે જે નાગરિકતા પુરવાર કરે વ્યક્તિ અને સાર્વભૌમ રાજ્ય વચ્ચેનો કાનૂની સંબંધ એટલે નાગરિકતા જેના દ્વારા વ્યક્તિને દેશની પૂર્ણ સદસ્યતા મળે છે નાગરિકતા વ્યક્તિને તે દેશના રાજકીય કાયદાકીય અને સામાજિક અધિકારો આપે છે નાગરિકતા ઓળખ અધિકાર અને ફરજ સાથે જોડાયેલી છે ભારતમાં નાગરિકતાનો સવાલ આજકાલ બેહદ સંવેદનશીલ ગંભીર અને મહત્વનો મુદ્દો છે પાસપોર્ટ આધારકાર્ડ ચૂંટણી ઓળખપત્ર પાનકાર્ડ ડ્રાઈવિંગ લાઈસન્સ વીમાના કાગળો જન્મનું પ્રમાણપત્ર શાળા છોડ્યાનો દાખલો ઘર કે જમીનની માલિકીના દસ્તાવેજો ડોમિસાઈલ સર્ટિ એવા સઘળા પુરાવા આપણી નાગરિકતા પુરવાર કરવામાં નિષ્ફળ ગયા છે આખી દુનિયામાં નાગરિકતા નક્કી કરવા માટે બે લેટિન શબ્દો જૂસ સૈંગ્યુનિસ અને જૂસ સોલીનો ઉપયોગ થાય છે એટલે વંશ કે રક્ત સંબંધના આધારે નાગરિકતા અને દેશની ભૂમિ પર જન્મના આધારે નાગરિકતા જન્મ અને વંશ ઉપરાંત રજિસ્ટ્રેશન અને નેચરલાઈઝેશનથી સિટિઝનશિપ મેળવી શકાય છે સંવિધાન મુજબ નાગરિકતા કેન્દ્ર યાદીનો વિષય છે એટલે તેને લગતા કાયદા ઘડવાનો અધિકાર માત્ર અને માત્ર કેન્દ્ર સરકારને છે નાગરિકતા સંબંધી કામગીરી ભારત સરકારના ગૃહ મંત્રાલય હસ્તક છે ભારતીય બંધારણના ભાગ ૨ અનુચ્છેદ ૫ થી ૧૧ અને સિટિઝનશિપ એક્ટ ૧૯૫૫ અને તેમાં થયેલા સુધારાઓની જોગવાઈઓ મુજબ ભારતમાં નાગરિકતા નક્કી કરવામાં આવે છે બંધારણનો આર્ટિકલ ૫ બંધારણના અમલથી નાગરિકતા અંગે છે તેમાં જણાવ્યું છે કે બંધારણ અમલમાં આવ્યું તે સમયથી ભારતમાં જન્મેલ વ્યક્તિ જેના માતા કે પિતા ભારતમાં જન્મેલા હોય અને જે બંધારણના અમલના પાંચ વરસ પહેલાંથી ભારતમાં રહેતાં હોય તેને આપોઆપ ભારતની નાગરિકતા મળે છે પાકિસ્તાનથી ભારતમાં આવેલા લોકોની નાગરિકતા સંબંધી જોગવાઈ અનુચ્છેદ ૬માં છે ૧૯ જુલાઈ ૧૯૪૮ પહેલાં પાકિસ્તાનથી ભારતમાં આવેલા લોકો ભારતના નાગરિક છે ૧૯ જુલાઈ ૧૯૪૮ પછી ભારતમાં આવેલા લોકોએ નાગરિકતા મેળવવા ઓછામાં ઓછા છ મહિના ભારતમાં રહીને રજિસ્ટ્રેશન કરાવવું પડશે આ બંને પ્રકારે નાગરિકતા મેળવતાં લોકોના માતા પિતા દાદા દાદી કે નાના નાની પૈકી કોઈ એક ભારતમાં રહેતા હોવાં જોઈએ વિભાજન પછી ભારતમાંથી પાકિસ્તાન ગયેલા અને પછી ભારત પરત આવેલા લોકોની નાગરિકતા અનુચ્છેદ ૭ થી નક્કી થાય છે કોઈ વ્યક્તિ પહેલી માર્ચ ૧૯૪૭ પછી પાકિસ્તાન જતો રહ્યો હોય અને થોડા સમય બાદ ભારત પરત આવે તો તેને અનુચ્છેદ ૬ પ્રમાણે ૧૯ જુલાઈ ૧૯૪૮ પછી આવેલા લોકોની નાગરિકતા સંબંધી જોગવાઈઓ લાગુ પાડીને નાગરિકતાનો નિર્ણય કરવામાં આવે છે અનુચ્છેદ ૮ પ્રમાણે વિદેશમાં જન્મેલ કોઈ પણ બાળકના માતા પિતા દાદા દાદી કે નાના નાની ભારતના નાગરિક હોય તો તેને ભારતની નાગરિકતા મળી શકે છે કોઈ ભારતનો નાગરિક બીજા દેશની નાગરિકતા મેળવે તો અનુચ્છેદ ૯ પ્રમાણે તેની ભારતની નાગરિકતા સમાપ્ત થાય છે આર્ટિકલ ૧૦ માં અનુચ્છેદ ૫ થી ૯ પ્રમાણે જે ભારતનો નાગરિક છે તો તેને સંસદના નાગરિકતા અંગેના કાયદા મુજબ તેની નાગરિકતા કાયમી રહેશે અનુછેદ ૧૧માં ભારતની સંસદને નાગરિકતા આપવા કે લેવા સંબંધના કાયદા ઘડવાની સત્તા આપતી જોગવાઈ છે બંધારણના આર્ટિકલ ૧૧ની જોગવાઈઓને આધીન નાગરિકતા અધિનિયમ ૧૯૫૫ ઘડવામાં આવ્યો છે અને તેમાં સુધારા પણ થતા રહ્યા છે ૧૯૮૬ ૨૦૦૩ અને ૨૦૧૯માં તેમાં મહત્વના સુધારા થયા છે ૨૦૧૯માં પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના ભારતમાં આવી વસેલા હિંદુ શિખ જૈન બૌધ્ધ ખ્રિસ્તી અને પારસીને ભારતની નાગરિકતા આપવાનો મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે આ સુધારાથી આ ત્રણ દેશોની ધાર્મિક લઘુમતીઓને ભારતની નાગરિકતા મળી શકશે પાસપોર્ટને દેશના મોટાભાગના લોકો નાગરિકતાનું સૌથી મોટું વિશ્વસનીય અને આધારભૂત પ્રમાણ માને છે પરંતુ પાસપોર્ટ ૧૯૬૭ના પાસપોર્ટ એક્ટથી આપવામાં આવે છે જ્યારે નાગરિકતા ૧૯૫૫ના કાયદાથી મળે છે એટલે નાગરિકતાનો એકમાત્ર પુરાવો પાસપોર્ટ ન હોઈ શકે દેશના બહુ અલ્પ હિસ્સા પાસે પાસપોર્ટ છે ૨૦૨૩ સુધીમાં ૮ ૮ કરોડ અને ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં ૯ ૩ કરોડ લોકો પાસે પાસપોર્ટ હતા તેથી કુલ વસ્તીના ૬ થી ૭ ટકા પાસે જ જેનો પુરાવો હોય તે પાસપોર્ટ નાગરિકતાનો એકમાત્ર પુરાવો ન હોઈ શકે સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી જન્મના આધારે નાગરિકતા મેળવતો વર્ગ આપણા દેશમાં બહુ મોટો છે પરંતુ સંસદના વર્ષાસત્રમાં પસાર થયેલ જન્મ મરણ નોંધણી સુધારા કાયદાની ચર્ચાઓ મુજબ હજુ ય દેશની ૮ થી ૧૦ ટકા વસ્તી જન્મ નોંધણી કરાવતી નથી વળી જેમને જન્મના આધારે નાગરિકતા મળી છે તેમાંથી અડધા લોકો પાસે જન્મનું પ્રમાણપત્ર નથી કે હાથવગું નથી આધારકાર્ડને સરકારી સબસિડી વિતરણ માટેની ઓળખનું કાર્ડ ગણવામાં આવે છે પાનકાર્ડ કરદાતાનું ઓળખપત્ર છે એટલે આ પુરાવા નાગરિકતા માટે બહુ ખપના નથી કે સહાયક આધારો છે શું કોઈ પણ દેશની નાગરિકતા હોવી કે લેવી અનિવાર્ય છે એવો સવાલ થઈ શકે છે તેના જવાબમાં નાગરિકતાવિહીન લોકોની દશા વિચારી લેવી જોઈએ મ્યાંમારના લાખો રોહિંગ્યા મુસ્લિમો કુર્દ અને પેલેસ્ટાઈનીઓ તરત સાંભરે છે આઈવરી કોસ્ટના ૬ ૯૨ લાખ લોકો લાતિવિયાના ૨ ૨૫ લાખ રશિયન આદિવાસીઓ કુવૈતમાં વસતા ૯૨ હજાર લોકો નેપાળ થાઈલેન્ડ વેનેજુએલા સિરીયા અને બીજા એવા કેટલાક દેશોના કે તે દેશોમાં આવી શરણાર્થી તરીકે રહેતા લોકોની સ્થિતિ નાગરિકતાના અભાવે નહીં ઘરના નહીં ઘાટના જેવી અમાનવીય છે ભારતમાં વસતા તિબેટી શરણાર્થીઓ પણ ભારતના નાગરિકો નથી વસુધૈવ કુટુંબકમની ભાવના પ્રમાણે તો કોઈ રાષ્ટ્રના સીમાડા અને નાગરિકતા હોવી જ ન જોઈએ એમ કહેવા પ્રેરે છે પરંતુ હાલમાં તો એ શક્ય નથી બીજી તરફ ભારતમાં નાગરિકતાનો પુરાવો આપવો જાણે કે દુર્લભ લાગે છે કેમ કે રાજ્ય પોતે જ તેના દસ્તાવેજોને પ્રમાણભૂત માનતું નથી લોકોને જે નાગરિકતા માટેનો પુરાવો લાગે છે તેવા પ્રમાણપત્રો કે દસ્તાવેજોની વિશ્વસનીયતા ખુદ રાજ્યે જ ખતમ કરી નાંખી છે એ સ્થિતિમાં કોઈ એક આધારથી નહીં પણ બંધારણની જોગવાઈઓ અને ૧૯૫૫ના કાયદા મુજબ જ નાગરિકતા નક્કી થઈ શકે છે તે સ્વીકારવું રહ્યું શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu gmail com વિજાણુ સરનામે થઈ શકે છે august 18 2026 સાંપ્રત વિષયો નિસબત chandubhai maheriya એક સાહિત્યિક તીર્થ અને તેમાં રહેલી પુસ્તકપ્રતિમાઓ છોટમકાવ્ય આદિમુદ્રિત ગ્રંથવૈભવ નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ગોવર્ધનરામ સ્મૃતિમંદિર માં ઓગણીસમી વીસમી સદીનાં હિન્ દી ગુજરાતી અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના રેખ્તા ફાઉન્ ડેશન ના સહયોગમાં થઈ રહ્યું છે આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે જેમાં જે તે પુસ્તકની સ્થૂળ વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે આ પરિચય ગોવર્ધનરામ સ્મૃતિમંદીર માં બેસીને એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે ગોવર્ધનરામ સ્મૃતિમંદિર વિશેનો પરિચય લેખ આ લીન્ ક પર વાંચી શકાશે https webgurjari com 2025 12 15 vintage classic lierature preface બીરેન કોઠારી પુસ્તક ક્રમાંક ત ૨૯ ૦૧૬૯૬ પુસ્તકનું નામ છોટમકાવ્ય વડોદરાનિવાસી કવિશ્રી છોટમલાલ બળદેવજીકૃત સંશોધી પ્રસિદ્ધકર્તા કહાનજી ધર્મસિંહ છાપનાર સાક્ષર સહાયક પ્ર પ્ર પ્રિંટિંગ પ્રેસ મુંબઈ પ્રકાશન વર્ષ ઈ સ ૧૮૯૭ કિંમત આઠ આના પૃષ્ઠસંખ્યા ૭૬ વિગત કવિ છોટમનાં કુલ ૯૭ કાવ્યોને આ પુસ્તકમાં સમાવવામાં આવેલા છે આ કાવ્યોને કુલ છ વિભાગમાં વિભાજીત કરાયાં છે શ્રીશિવ શક્તિની સ્તુતિ શ્રીકૃષ્ણકીર્તન ભક્તિપ્રબોધ પ્રભુપ્રાર્થના ભક્તિ વૈરાગ્ય જ્ઞાન તેમજ પ્રેમ ભક્તિ શૃંગાર ઈ પુસ્તકના અંતે કહાનજી ધર્મસિંહનાં અત્યુત્તમ નવનવીન ગ્રન્થો ની યાદી તેમજ સંક્ષિપ્ત પરિચય મૂકવામાં આવ્યાં છે આ પુસ્તક નીચેની લીન્ ક પર વાંચી શકાશે https rekhtagujarati org ebooks chhotamkavya ebooks શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો ઈ મેલ bakothari gmail com બ્લૉગ palette અનેક રંગોની અનાયાસ મેળવણી august 17 2026 પુસ્તક પરિચય આદિમુદ્રિત ગ્રંથવૈભવ biren kothari કાશ્મીરનો પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્નું પ્રકરણ ૪ તા ૩ ૧૧ ૯૧ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કલાપી તા ૩ ૧૧ ૯૧ આજ મારી તબીઅત નાદુરસ્ત હતી તેથી અમે બહાર ફરવા જ ઇ શક્યા નહિ તોપણ કેટલાક વેપારીઓ કાશ્મીરમાં બનાવેલાં કેટલાંક રૂપાનાં અને ત્રાંબાના વાસણૉ અમારે ઉતારે લઈ આવ્યા હતા તે જોયાં નકશીનું કામ ઘણુંજ વખાણવા લાયક હતું કાશ્મીરની આ કારીગિરી ભુજના નકશીના કામની બરાબરી કરી શકે તેવીજ છે તા ૪ ૧૧ ૯૧ આજ મારી તબીઅત સારી હતી સૂર્યોદય થયો ત્યાર પછી ટાઢે થરથરતા બીછાનામાંથી ઉઠી ગંગરીઓ ખોળામાં રાખી દાતણ પાણી સ્નાન વિગેરે નિત્ય કર્મ કરી અને મિત્રોને કાગળ લખી જમી લીધું બાર વાગ્યા હતા સૂર્ય માથા પર આવ્યો હતો તોપણ ઠંડી લાગતી હતી તેથી ગરમ કપડાં પેહેરી લીધાં અને અમારી સોબતી ગંગરીઓ પણ કિસ્તીમાં સાથે રાખી લીધી અમારે ડાલસરોવર જોવા જવું હતું કિસ્તી ચાલવા લાગી માંજીઓ હલેસાં મારવા લાગ્યા અને જ્યારે બીજી કિસ્તી નજરે પડતી ત્યારે સરત કર્યા વિના રહેતા નહિ આ પ્રમાણે સરત કરતાં કોઇ વખત એકાદ માંજી પાણીંમાં ગબડી પડે છે એક વખત અમારા જોવામાં પણ એવો પ્રસંગ આવ્યો હતો અમારા ઉતારાથી આ સરોવર ચાર માઇલ દૂર હતું ચોતરફ સુંદર દેખાવો જોતાં જોતાં બે કલાકની અંદર સરોવર પાસે પહોંચી ગયા આ રમણીય સરોવરમાં જતાં પહેલાં એક દરવાજામાંથી પસાર થવું પડે છે આ દરવાજા પાસે સફેદ અને ભુરાં બદકોનાં વિખરાઇ ગયેલાં ટોળાં ઊંચા નીચાં થતાં નજરે પડે છે તેઓના કઠોર કલકલ અવાજ પાણીના ઘુઘવાટ સાથે મળી જાય છે કિસ્તીની આવજા આ જગ્યોએ થોડી છે આ દરવાજામાંથી પાણી એટલા જોરથી બહાર આવે છે કે કિસ્તીને તળાવમાં દાખલ કરવી એ મુશ્કેલીનું કામ છે અમે દરવાજામાં પ્રવેશ કર્યો માંજી લોકો બુમો પાડી હલેસાં મારવા લાગ્યા પણ કિસ્તી બહાર નીકળી ગ ઇ પછી ભીંતોમાં વાંસ ભરાવી મહા પ્રયત્ને ડાલ સરોવરમાં લીધી અહો આ બિચારા માંજીઓ માત્ર કાશ્મીરી જાર જેવા ચોખા કમળની ડાંડલીઓ અને પાણીમાં ઉગતા કેટલાક છોડો પર પોતાનું ગુજરાન ચલાવે છે દિવસમાં એકજ વખત પકાવે છે અને પછી ટાઢું અનાજ ખાય છે પંડિતોની લાકડીયો ગાળો અને જુલમ સહન કરે છે વળી કાશ્મીરમાં શિયાળાની શરદીમાં માત્ર એક ફાટેલો જભ્ભો જ પહેરે છે છતાં તેઓની અજ્ઞાન અવસ્થાને લીધે તેઓ આને દુઃખ માનતા નથી નફિકરા રહે છે અને પશુની માફક મજુરી કર્યા કરે છે સરોવરની અથવા સ્વર્ગની અંદર દાખલ થયા પાણી પર કોમળ નીલા અને જરદવેલા તેનાં કુમળાં સુંદર અને પોપટિયા રંગનાં પાંદડાં કેટલીક જગ્યાએ મખમલ જેવો દીસતો લીસો ચળકતો શેવાળ અને કમળનાં નાનાં ગોળ લીલાં અને સુકાઇ ગયેલાં સોનેરી રંગનાં અડાળીનાં આકારનાં પાનો છવાઇ ગયેલાં હોય છે તેઓ પર નાના મોટાં લાંબા અને ગોળ ચળકતાં આમ તેમ રડતાં ઘડીમાં મળી જતાં અને ઘડીમાં છૂટાં પડતાં સુશોભિત જલબિંદુઓ આકાશ પરના ખરતા તારાગણ અને અચલ ગૃહો જેવાં ભાસે છે આ પાણીનાં ટીપાં અને આ પાન ઘણે દીવસે ઘેર આવતા ભાઈને વધાવવાને જેમ બેને સાચાં મોતીથી સોનાનો થાળ ભરી રાખ્યો હોય તેવાં વર્ષા ઋતુના અંધારા દિવસમાં કાળા ભીલોએ ધીટ જંગલના મદમત્ત વનગજોનાં ગંડસ્થલમાં તરવારોના પ્રહાર કરી લોહીથી ખરડાઈ ગયેલી રકાબીયોમાં મુક્તાફળ કાઢી લીધાં હોય તેવાં અથવા રાતે જોસભર પડતા વરસાદનાં કણો જેવા વિજળીથી ચળકે છે તેવાં નજરે પડે છે તેઓના પર સૂર્યનાં કિરણો પડે છે તેથી તેઓ યુદ્ધ કરતાં પહેલાં કોઈ પૃથ્વીપતિનાં જડાવ કર્ણ પલ્લવ અથવા શરદ્ ઋતુની ચાંદની સમે શ્રીકૃષ્ણે કરેલી રાસક્રીડા સમાપ્ત થયા પછી તે જગાએ પડી રહેલાં ગોપ વધૂઓનાં રત્નજડિત રત્નપ્રભાથી ભરાઇ ગયેલાં ગાળાવાળાં નેપૂર જેવાં દીસે છે તેઓમાં સૂર્યનાં સેંકડો બિંબ પડે છે તેથી પ્રલય સમયના બ્રહ્માંડ જેવાં ભાસે છે હલેસાંથી પાણીની શીતલ ફરફર ઊડે છે અને તેમાં સૂર્યનો તડકો પડવાથી આમતેમ દોડતાં ઘડીમાં દ્રષ્ટિમાં પડતાં અને ઘડીમાં અદૃશ્ય થ ઇ જતાં વિચિત્ર આકારનાં અનેક ઇંદ્ર ધનુષો રચાય છે આથી આ સરોવર પંચરત્નની અખુટ ખાણ દેવદાનવોએ મંથન કર્યા પહેલાંના ચૌદ રત્નથી અલંકૃત રત્નાકર અથવા વસંત જેવું દિસે છે આ અલૌકિક તળાવની એક બાજુએ હલતાં અને સ્થિર ગાઢાં કાળાં વાદળોથી કેટલાક ભાગમાં છવાયેલી બરફની ઢંકાયેલી ગંધકના રંગવાળી નાની મોટી ધાર અને પાણીથી હાલતાં દીસતાં છરેરા ઊંડી કોતરો વૃક્ષઘટા અને ધુમ્મસથી ભયાનક અંધારી અને વધારે ઉંડી દેખાતી ગુફાવાળી ટેકરીઓવાળા આકાશને ટેકો દેતા પર્વતો આવી રહેલા છે આ ભવ્ય મહાન ડુંગરો પરના બરફ પર કેટલીક જગાએ સૂર્યનાં ઉજ્જવળ કિરણ પડવાથી તેઓ ચાંદીનાં પત્રાંથી ઢંકાયેલ હોય કાચથી છવાયેલ હોય અથવા જાણે કેમ અનેક ચંદ્રવાળાં અનેક રૂપ પ્રકટ કરેલ મહાદેવનાં કપાળ તેવા દીસે છે આ તડકો ક્ષણેક્ષણે વધારે ઓછા ચળકાટવાળો થયા કરે છે અને તેથી બરફના રંગ પણ પળે પળે બદલાયાં કરે છે બીજી બાજુએ કિનારાપર સુંદર નીલાં સોટા જેવાં લાંબા સફેદાનાં લાલ પાંદડાં વાળાં સુવર્ણમય દીસતાં ભમરડા આકારનાં મનોરંજક ચીનારનાં અને એવાંજ બીજાં અતિ સુંદર વિવિધ પ્રકારનાં બીજાં અતિસુંદર વિવિધ પ્રકારનાં વૃક્ષોની એકલ છાયા આપતી કુંજોથી સુશોભિત બગીચા શોભી રહ્યા છે તેઓની ઉપર તોળાઈ રહેલા પાછળ ઉભા રહી ચોકી કરતા દૃષ્ટિમર્યાદા સુધી દીસતી નાટકશાળાની બેઠકો જેવી દૃષ્ટિને ખેંચી લેતા ટેકરીઓવાળા બીજી બાજુના ડુંગરો સાથે જોડાઈ જઈ તળાવની આસપાસ કિલ્લો કરી દેતા પર્વતો પડેલા છે એક ખુણા પરના શિખર પર ગરૂડ જેવું શંકરાચાર્યનું મંદિર અથવા તખ્તે સુલેમાન નજરે પડે છે કીનારા પર ચોતરફ આવી રહેલા આ દેખાવોનું ચંદ્ર જેવા શીતળ સ્ફટિક મણિ જેવા સ્વચ્છ અને કાચ જેવા પારદર્શક જલમાં પ્રતિબિંબ પડે છે જેથી આ પ્રદેશની રમણીયતા બેવડાય છે આ બિંબને જોકે હમેશાં પાણીમાંજ રહેવાનું છે તોપણ જળની શીતળતાથી તે કોઈ કોઈ વખતે જરા ધ્રૂજ્યા કરે છે કેટલેક સ્થાને આ જળના વિશાલ દર્પણ પર લીલી લુઈ પથરાયેલી છે જો આ જગત્ પર કોઈ સ્થલ મહાશ્વેતાનું અચ્છોદ સરોવર હોયતો તે આજ છે આવા અદ્વિતીય દર્શનીય વસ્તુઓમાં ઉત્તમ પ્રદેશમાં અમારી કિસ્તી ધીમે ધીમે ચાલી કીનારા પાસે આવી પહોંચી આ કિસ્તી તે જ વિમાન અને આ ડાલ તે જ સ્વર્ગ ઓ દેવ આહા એ પણ એક સમય હતો કિસ્તી ઉભી રહી એટલે અમે ઉભા થયા અને નીચે ઉતર્યા પહેલાં અમારે ચશ્મેશાઈ જે કીનારાથી આશરે સવા માઈલ દૂર છે ત્યાં જવાનું હતું દ્રાક્ષના વેલાઓની અંદર નાની સડક પર આડા અવળા અમે ચાલવા લાગ્યા ટાઢ ઉડી ગઈ ડગલા ઉતાર્યા અગાડી ચાલ્યા જમણી બાજુએ એક નાના ડુંગર પર પરીમહેલ જ્યાં જહાંગીર કોઇ કોઇ વખતે નૂરજહાં સાથે રહી આનંદમાં દિવસ ગુજારતો હતો તે નજરે પડ્યો તે હાલ ખંડેર જેવો દેખાય છે અમે ત્યાં ગયા નહિ પણ સડક પર ઉભા રહી દુરબીનથીજ તેનાં દર્શન કરી અગાડી વધ્યા અર્ધા કલાકમાં ચશ્મેશાઈ પહોંચી ગયા શાહજહાંનો ચણાવેલો એક નાજુક બંગલો અહીં છે તેની અંદર ગયા અહીં પર્વત પરથી પાણીનું એક ઝરણ આવે છે આ ઝરણને અટકાવવાથી પાણી ફુવારામાં ચડે છે બંગલાના એક ખુણા પાસે એક શીતળ જળનો ચશ્મો છે આ પાણી ઘણુંજ સ્વાદિષ્ટ અને ઠંડું છે મને તરશ નહોતી લાગી નહિતો ખરેખાત ધરાઈ ધરાઈને તે પાણી પીત તોપણ સૌએ પર્વતનું ચરણામૃત અથવા ચશ્માની પ્રસાદી લીધી આ બાગ જોકે હાલ પડતીમાં છે તોપણ ઘણો સુંદર છે તો જહાંગીરના વખતમાં તેની ખૂબી કેવી હશે આ જગાએ કડીના રહીશ બાબુ કાલિદાસે અમારે માટે ચાર ટટ્ટુ અને એક ખચ્ચર તૈયાર રાખ્યાં હતાં બાબુ કાલિદાસની સાથે અમારી મુલાકાત બીજી તારીખે થ ઇ હતી તળાવની વચમાં બે તરતા ટાપુ છે એમ અમે સાંભળ્યું હતું તેથી તે જોવાની જિજ્ઞાસાથી ઘોડાં અને ખચ્ચરને નશાદબાગ મોકલી આપી કિસ્તીમાં બેસી તે આશ્ચર્યકારક અસાધારણ બેટ તરફ ચાલ્યા ટાપુની પાસે જ ઇ તપાસી જોતાં માલૂમ પડ્યું કે આ તરતા ટાપુ નથી પણ માત્ર ટાપુજ છે તેને છોડી નશાદબાગ તરફ અમે ચાલ્યા થોડા વખતમાં ત્યાં પહોંચી ગયા અહિં પણ એક નાનો બંગલો છે અને ફુવારાની ગોઠવણ પણ સારી છે બાગનો દેખાવ સાધારણ છે નશાદબાગ જલદી છોડી ટટ્ટુપર અસ્વાર થ ઇ શાલેમ્...
|