Meta tags:
description= 2 posts published by Dipak Dholakia during April 2024;
Headings (most frequently used words):
dipak, martyrs, of, indian, freedom, struggle, dholakia, spam, blocked, મહિનો, એપ્રિલ, 2024, 46, chauri, chaura, incident, ચૌરી, ચૌરા, 45, jalianwala, bagh, જલિયાંવાલા, બાગનો, હત્યાકાંડ, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,
Text of the page (most frequently used words):
અને (33), 2024 (31), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), #એપ્રિલ (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), માર્ચ (25), જૂન (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), 2013 (18), 2022 (18), 2011 (16), martyrs (16), indian (16), freedom (16), struggle (16), માટે (15), કરી (14), 2014 (14), 2025 (13), હતો (13), લોકો (13), હોત (10), હતા (10), મારી (9), જલિયાંવાલા (8), ગયા (8), dipak (7), આપી (7), નામ (6), પછી (6), એણે (6), કહ્યું (6), કર્યો (6), વધારે (6), ત્યાં (6), તપાસ (6), કર્યું (6), પરંતુ (6), બારી (5), dholakia (5), શોધો (5), ગાંધી (5), નથી (5), આવી (5), પાસે (5), મને (5), હતું (5), થયા (5), તેમ (5), એટલે (5), ગોળીબાર (5), હતી (5), દીધો (5), સજા (5), સામે (5), chauri (5), chaura (5), આંદોલન (5), એમને (5), શરૂ (4), કરો (4), com (4), રહ્યું (4), blocked (4), spam (4), history (4), adventurous (4), subhashbabu (4), કરીને (4), ગાંધીજીએ (4), બ્રિટિશ (4), એને (4), શકે (4), કરતાં (4), કમિટી (4), હું (4), ઉપર (4), ગયો (4), ડાયરે (4), કરવામાં (4), બહાર (4), નીકળી (4), રસ્તો (4), ગાંધીજીની (4), વિરુદ્ધ (4), like (3), this (3), wordpress (3), other (3), jalianwala (3), bagh (3), ઘટના (3), વખતે (3), અંતે (3), રિપોર્ટ (3), પોતાની (3), તેમાં (3), પુરાવો (3), જેને (3), હોય (3), આવ્યું (3), જોઈએ (3), પંજાબ (3), નહોતો (3), જેમ (3), પોતે (3), હંટર (3), કોંગ્રેસ (3), સાથે (3), મહાત્મા (3), માત્ર (3), ફાયરિંગ (3), લોકોને (3), વીખેરાઈ (3), એનો (3), એકઠા (3), ગોળીઓ (3), કોઈ (3), તરત (3), વગેરે (3), ડાયરના (3), અંગ્રેજી (3), હત્યાકાંડ (3), બધા (3), સમાચાર (3), એમણે (3), કમિટીએ (3), સમક્ષ (3), નહીં (3), બહુ (3), હિંસા (3), સરકાર (3), સિંહ (3), ચૌરી (3), પોલીસે (3), નાગરિક (3), site (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 357 (2), મહિનો (2), પસંદ (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), india (2), and (2), email (2), address (2), દ્વારા (2), leave (2), comment (2), web (2), gurjari (2), કોઈનો (2), લાડકવાયો (2), tags (2), categories (2), posted (2), author (2), loading (2), ભાગ (2), british (2), the (2), amritsar (2), massacre (2), ઇંટરનેટ (2), ઉપલબ્ધ (2), સંદર્ભઃ (2), ૦૦૦ (2), બાગની (2), અમૃતસરમાં (2), કોંગ્રેસના (2), નાખ્યો (2), સારુ (2), આગળ (2), જોઈ (2), એમાં (2), જગ્યાએ (2), હકીકત (2), રિપોર્ટમાં (2), આપ્યો (2), તેના (2), જુલમ (2), કમિટીનો (2), ત્યારે (2), આશ્વર્ય (2), લાગ્યું (2), થયું (2), વધારેમાં (2), મળે (2), આટલો (2), સરકારી (2), અરાજકતા (2), કરે (2), દરમ્યાન (2), મળ્યો (2), શ્રી (2), પંડિત (2), અમે (2), જુદે (2), કરવા (2), કમિટીની (2), બહિષ્કાર (2), તરફથી (2), બની (2), તમે (2), વખત (2), કરવું (2), સૈનિકોએ (2), લાગી (2), બચી (2), એવું (2), મેં (2), બાબતમાં (2), વિચાર (2), ફરજ (2), ત્રીસ (2), કબૂલ (2), જાહેર (2), આવું (2), કારણે (2), ૧૧૦૦ (2), બાગના (2), કૃત્યને (2), અર્થ (2), ડાયરને (2), સેંસરશિપ (2), છતાં (2), આખા (2), આવ્યો (2), મળ્યા (2), રહ્યો (2), માર્શલ (2), કરવાની (2), હંસ (2), રાજે (2), કંઈ (2), ભાગતાં (2), સ્ત્રીઓ (2), જાન (2), પાસેના (2), લઈને (2), સ્વતંત્ર (2), તપાસમાં (2), સાક્ષી (2), રહી (2), લોકોમાં (2), રહેવા (2), વિના (2), સીધા (2), બાગમાં (2), ટુકડી (2), એકઠી (2), બૈસાખીના (2), incident (2), gandhi (2), પાછું (2), ખેંચી (2), લીધું (2), કારણ (2), દરેક (2), અહિંસાની (2), દરેકની (2), શહીદો (2), સભાનપણે (2), નહોતા (2), અલી (2), ભગવાન (2), આહિર (2), રઘુવીર (2), દાખલ (2), જણને (2), મોતની (2), બીજા (2), મળી (2), બીજી (2), સરકારે (2), લેવાઈ (2), ગાંધીજીનો (2), અહિંસક (2), ચૌરાની (2), તૈયાર (2), જેલમાં (2), પોલીસ (2), લોકોએ (2), જીવતા (2), કર્મચારીઓ (2), મર્યા (2), સત્યાગ્રહની (2), નહોતું (2), અસહકારમાં (2), ફૉર્મ (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, subjects, slavery, for, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, centenary, national, congress, 1985, સત્યના, પ્રયોગો, પ્રકરણ, reaction, derek, sayer, university, alberta, namdhari, elibrary, namdharielibrary, gmail, rupert, furneaux, george, allan, unwin, ltd, publication, year, not, available, માઇકલ, ડ્વાયર, પંજાબનો, ગવર્નર, વીસેક, વર્ષ, ૧૯૪૦માં, લંડનના, રસ્તા, શહીદ, ઉધમ, સિંઘે, ડ્વાયરને, ઠાર, રાષ્ટ્ર, ગુજારેલા, દમનનો, બદલો, લીધો, હસતે, મુખે, ફાંસીએ, ચડી, અધિવેશનના, પ્લાસીએ, સામ્રાજ્યનો, પાયો, અમૃતસરે, હચમચાવી, કેવાં, અમાનુષી, કાર્યો, કેટલી, સુધી, મૂકવામાં, કેવળ, સત્યને, ધરીને, લખાયેલા, ઉપરથી, વાંચનાર, શકશે, રાજ્ય, સત્તા, કાયમ, રાખવાને, ઈરાદાપૂર્વક, અતિશયોક્તિ, જેટલી, તેને, રજૂ, જેટલો, ઘણો, વિષે, જરા, શંકા, એવી, ઘડવાનું, કામ, સોંપવામાં, પંજાબમાં, કયા, પ્રકારના, જાણવું, તેણે, વાંચવો, પમાડનારું, આજે, લાગે, તેમની, આપખુદીની, વાતો, સાંભળી, પામ્યો, જયાંથી, સરકારને, સિપાહીઓ, કેમ, બધો, સહન, શકયા, અમલદારોની, નાદિરશાહી, ધારતો, એટલી, લોકોની, થયેલા, જુલમની, ઊંડો, ઊતરતો, કાંતેલા, સૂતરના, ઢગલા, ખાદીનું, મહાન, ક્ષેત્ર, અનાયાસે, શકયો, પંજાબની, સ્ત્રીઓને, જાણે, યુગોથી, ઓળખતો, હોઉં, જયાં, જાઉં, તેમનાં, ટોળાં, એમના, સંયત, શબ્દોમાં, પંજાબનાં, ગામડાં, જોવાનો, અલભ્ય, લાભ, ગામોની, મારે, ભાગે, આવવાથી, જયકર, માલવીયજીએ, નીમ્યા, ઠેકાણે, વીખરાઈ, વ્યવસ્થાનો, બોજો, સહેજે, પડયો, અબ્બાસ, તૈયબજી, સ્વ, ચિત્તરંજન, દાસ, થાય, મહાસભા, હોવી, નિશ્ચય, થયો, મોતીલાલ, નેહરુ, દેવાનો, નિશ્વય, બધાએ, એકમતે, સક્રિય, સર્વોચ્ચ, નેતા, તરીકે, ઊપસ્યા, જેટલા, રાઉંડ, છોડાયા, આધારે, સમયનો, અંદાજ, દસેક, મિનિટ, ચાલ્યું, પૂછવામાં, જવા, તમારે, લાંબો, પડ્યું, જવાબ, કહેવાથી, વળી, મારા, હસતા, સાક્ષીએ, જુબાની, બંદુકોની, નળીઓ, નીચી, સીધી, લોકોના, પેટ, વરસવા, ભાગીને, જાય, નક્કી, સેકંડથી, સમય, લાગ્યો, શું, કમિટીમાં, સવાલ, પુછાયો, નિમાઈ, ભૂલ, પસ્તાવો, કરવાથી, હંમેશ, શાંતિ, રહે, હેતુથી, એના, ૧૬૫૦, છોડી, ૩૭૯નાં, મરણ, થયાં, ઘાયલ, બ્રિટનમાં, જાતના, અભિપ્રાય, ચર્ચિલ, નેતાઓએ, હત્યાકાંડને, ગણાવ્યો, વખોડ્યું, વિદ્વાન, કહે, ચર્ચિલે, સામ્રાજ્યથી, અલગ, નાખ્યું, કહેવાનો, અંગેજી, હકુમત, સારી, સામ્રાજ્યને, બટ્ટો, લગાડ્યો, સમર્થક, ઘણા, મોટાભાગે, ઉચ્ચ, વર્ગના, અથવા, ભારત, આર્મી, સંકળાયેલા, સન્માનવા, મોટું, નાણાં, ભંડોળ, ઊભું, કરાયું, કડક, હોવા, દેશમાં, ફેલાઈ, જનતામાં, ક્ષોભ, રોષની, લાગણીનો, ઉછાળ, વાઇસરૉયની, કાઉંસિલના, સભ્ય, શંકરન, નાયરે, રાજીનામું, દીધું, રવીન્દ્રનાથ, ટાગોરને, સેંસરશિપને, છેક, મહિનાના, ખિતાબ, પાછો, લંડનમાં, ઇંડિયન, નૅશનલ, કોંગ્રેસની, નિવેદન, પાડીને, ઘટનાક્રમનું, વિવરણ, બ્રિટનની, જનતા, પ્રગટ, નિવેદનમાં, વિશ્વયુદ્ધમાં, બ્રિટનના, વિજયમાં, ભારતનો, ફાળો, મહત્ત્વનો, ભારતીયોના, નસીબે, કોરડા, જેલની, મશીનગનો, ગામડાંઓ, હવાઈ, હુમલા, મિલકતની, જપ્તી, મિલિટરી, ટ્રાઇબ્યુનલો, બચાવ, મનાઈ, અખબારોની, કાળા, કાયદા, રહ્યા, ખાલી, ટોટા, ડરવાની, જરૂર, ધાણી, ફૂટે, છૂટી, ટપોટપ, લાશો, પડવા, માંડી, બચવા, સ્ત્રી, પુરુષોને, નિશાન, બનાવીને, ઢાળી, દેવાયાં, પોતાના, શીયળ, બચાવવા, કૂવામાં, કૂદી, બાળકો, રઝળી, પડ્યાં, ડાયર, ૩૭૯ના, ઘાયલોને, કણસતાં, છોડીને, ટૂકડી, ત્યાંથી, આંકડા, ૧૨૦૦નાં, મોત, થયાનું, નોંધાયું, મરનારામાં, હિન્દુ, શીખ, મુસ્લિમ, ભારતીયો, લોહીમાં, નહાયેલી, ગોળીઓથી, વિંધાયેલી, દીવાલો, ઇતિહાસના, ભયંકર, હત્યાકાંડની, બનીને, ઘાયલોનાં, ક્રંદન, સાંભળતી, સાંકડી, ગલીમાંથી, સૈનિકો, પહોંચ્યા, ગણગણાટ, વક્તા, શાંત, અપીલ, ગભરાઓ, હથિયાર, વિનાના, ગોળી, ચલાવે, પહોંચીને, કશી, જાહેરાત, ચેતવણી, ફાયરિંગનો, હુકમ, રેજિનાલ્ડ, બાતમીદાર, મારફતે, સભા, પચાસેક, ગોરખા, સૈનિકોની, હિન્દીઓને, પાઠ, ભણાવવા, પડ્યો, પહોંચવા, સાંકડો, નીકળવા, બીજો, દિવસે, હજારથી, સુવર્ણ, મંદિર, રાજ, લડવાના, જોશથી, થનગનતા, તહેવારનો, ઉલ્લાસ, બાળકોની, સંખ્યા, મોટી, બાગનો, nishant, batsha, lacanian, reinterpretation, through, riot, 2009, intersections, વિકીપીડિયા, તેનું, ઠેકઠેકાણે, ફાટી, હિંસક, સંગઠિત, જેવાં, હથિયારો, દબાવી, દેવાનું, સહેલું, જોવાનું, કરતી, ગાંધીની, બોલતા, આઝાદીની, ઇચ્છા, લડાઈ, લડતો, ઇચ્છાનું, સૌએ, રાખ્યું, સિદ્ધાંતમાં, સાદા, ખેડૂતો, ફિલસૂફીની, સ્વતંત્રતાના, સંઘર્ષનું, કેન્દ્રીય, રાજના, ઘોર, વિરોધી, સત્યાગ્રહના, નિયમો, ચર્ચામાં, પડ્યા, નતમસ્તક, થઈએ, નઝર, લાલ, મોહમ્મદ, શ્યામસુંદર, અબ્દુલ્લા, વિક્રમ, દૂધી, કાલી, ચરણ, લખતી, કુમાર, મહાદેવ, મેઘુ, રામલખન, રામરૂપ, સહદેવ, રૂદાલી, મોહન, સંપત, સીતારામ, એમનાં, પ્રમાણે, છેઃ, સ્થાનિકની, અલ્હાબાદ, હાઈ, કોર્ટમાં, અરજી, અપીલમાં, કરાઈ, ૧૪ને, જનમટીપ, બધાને, વર્ષથી, માંડીને, વર્ષની, જુલાઈની, તારીખથી, ૧૧મી, વચ્ચે, ફાંસી, દેવાઈ, મહિના, કેસ, ચાલ્યો, કુલ, ૨૨૫, આરોપનામાં, આવ્યાં, કોર્ટે, એમાંથી, ૧૭૨ને, લાગુ, ઘેરેઘેર, ઝડતીઓ, ધરપકડ, સત્યાગ્રહ, બરાબર, ચાલતો, ગાંધીજીને, હજી, અહિંસા, વધે, એટલા, અસહકાર, નહેરુ, નેતાઓ, નિર્ણય, હવે, ચોકી, નારા, પોકાર્યા, સળગતા, કાકડા, ફેંક્યા, ચોકીને, નીકળવાનો, શક્યા, દીધા, ઘટનામાં, બળી, કદાચ, બળીને, અમુકને, દરવાજામાંથી, નાખ્યા, હોવાની, શક્યતા, જાણવા, નામનો, કોંસ્ટેબલ, મરી, શક્યો, મુખ્ય, દિવસ, ચોથી, તારીખે, અઢી, હજારની, ભીડ, ફરી, બજાર, તરફ, કૂચ, સ્થિતિને, કાબુમાં, લેવા, હથિયારબંધ, પોલીસની, મોકલવામાં, અંગ્રેજોની, સૂત્રોચ્ચાર, લાગ્યા, ભગાડવા, પહેલાં, હવામાં, આનાથી, ટોળું, ઉશ્કેરાયું, પથ્થરમારો, વાત, કાબૂ, જતી, સીધો, ટોળા, આમાં, ત્રણ, માર્યા, ગોળીબારની, પરવા, નહોતી, ભાગ્યા, ચોકીમાં, ઘૂસી, બારણાં, વાસી, દીધાં, આવા, વાતાવરણમાં, ઉત્તર, પ્રદેશના, ગોરખપુર, જિલ્લાનું, નાનું, નગર, હવાથી, વણસ્પર્શ્યું, ૧૯૨૨ની, ફેબ્રુઆરીએ, નિવૃત્ત, સૈનિક, આહિરની, આગેવાની, હેઠળ, બજારમાં, આવેલી, દારુની, દુકાનો, બંધ, કરાવવા, વધ્યા, રોક્યા, મારીને, પીછેહઠ, પાડી, કેટલાય, આગેવાનોને, પકડી, લૉક, અપમાં, પૂરી, દેવાયા, લોકોનું, જોશ, ઓસરવાનું, લેતું, રીતે, ચાલતું, રૉલેટ, ઍક્ટની, જરાય, ઢીલ, બાગે, દેશની, હવા, બદલી, નાખી, રોષ, વધતો, જતો, આની, કંઈક, વિચારીને, અસહકારનો, મૂક્યો, વિદેશી, કાપડનો, સદંતર, કરવાનો, ઉપરાંત, દારુબંધી, ભાર, બારડોલીના, સત્યાગ્રહી, સક્રિયપણે, ભરવાનું, જોરદાર, ઑગસ્ટ, ૧૯૨૧થી, ફેબ્રુઆરી, ૧૯૨૨, સુધીમાં, હજાર, માણસો, પહોંચી, ચૌરા, દીપક, ધોળકિયા, કંટેન્ટ, જાઓ,
Text of the page (random words):
ર્યું જે નાગરિક અસહકારમાં સક્રિયપણે ભાગ લે એણે આ ફૉર્મ ભરવાનું હતું આંદોલન બહુ જોરદાર રહ્યું અને ઑગસ્ટ ૧૯૨૧થી ફેબ્રુઆરી ૧૯૨૨ સુધીમાં ત્રીસ હજાર માણસો જેલમાં પહોંચી ગયા લોકોનું જોશ ઓસરવાનું નામ જ નહોતું લેતું આંદોલન અહિંસક રીતે ચાલતું હતું એટલે સરકાર પાસે પણ કંઈ રસ્તો નહોતો ચૌરી ચૌરાની ઘટના આવા વાતાવરણમાં બની ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાનું આ નાનું નગર પણ સત્યાગ્રહની હવાથી વણસ્પર્શ્યું નહોતું રહ્યું ૧૯૨૨ની બીજી ફેબ્રુઆરીએ એક નિવૃત્ત સૈનિક ભગવાન આહિરની આગેવાની હેઠળ લોકો બજારમાં આવેલી દારુની દુકાનો બંધ કરાવવા આગળ વધ્યા પોલીસે એમને રોક્યા અને મારીને પીછેહઠ કરવાની ફરજ પાડી કેટલાય આગેવાનોને પકડી લઈને લૉક અપમાં પૂરી દેવાયા બે દિવસ પછી ચોથી તારીખે બે અઢી હજારની ભીડ ફરી એકઠી થઈ અને બજાર તરફ કૂચ કરી સ્થિતિને કાબુમાં લેવા માટે હથિયારબંધ પોલીસની ટુકડી મોકલવામાં આવી લોકો અંગ્રેજોની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા એમને ભગાડવા માટે પોલીસે પહેલાં તો હવામાં ગોળીબાર કર્યો આનાથી ટોળું વધારે ઉશ્કેરાયું અને પથ્થરમારો શરૂ કરી દીધો વાત કાબૂ બહાર જતી હતી એટલે પોલીસે સીધો જ ટોળા ઉપર ગોળીબાર શરૂ કરી દીધો આમાં ત્રણ જણ માર્યા ગયા પરંતુ લોકોને ગોળીબારની પરવા નહોતી અંતે પોલીસ કર્મચારીઓ ભાગ્યા અને ચોકીમાં ઘૂસી ગયા અને બારણાં વાસી દીધાં લોકો હવે પોલીસ ચોકી સામે એકઠા થયા અને મહાત્મા ગાંધી કી જય ના નારા પોકાર્યા અને સળગતા કાકડા ફેંક્યા ચોકીને આગ લાગી ગઈ અને નીકળવાનો કોઈ રસ્તો ન રહ્યો આમ પણ બહાર નીકળી શક્યા હોત તો લોકોએ એમને જીવતા રહેવા ન દીધા હોત આ ઘટનામાં ૨૨ કર્મચારીઓ જીવતા બળી મર્યા પરંતુ બધા જ કદાચ બળીને ન મર્યા અમુકને લોકોએ દરવાજામાંથી ભાગતાં મારી નાખ્યા હોવાની શક્યતા પણ તપાસમાં જાણવા મળી એક જ રઘુવીર સિંહ નામનો કોંસ્ટેબલ મરી ગયો એવું જાહેર કરવામાં આવ્યું પણ એ બચી શક્યો હતો એ એક માત્ર મુખ્ય સાક્ષી હતો સરકારે તો તરત ત્યાં માર્શલ લૉ લાગુ કરી દીધો અને ઘેરેઘેર ઝડતીઓ લેવાઈ ગાંધીજીની ધરપકડ કરી લેવાઈ ગાંધીજીનો અહિંસક સત્યાગ્રહ બરાબર ચાલતો હતો પણ ચૌરી ચૌરાની ઘટના પછી ગાંધીજીને લાગ્યું કે લોકો હજી અહિંસા માટે તૈયાર નહોતા એમણે અરાજકતા ન વધે એટલા માટે અસહકાર આંદોલન પાછું ખેંચી લીધું જો કે નહેરુ વગેરે નેતાઓ પણ જેલમાં હતા એમને ગાંધીજીનો આ નિર્ણય પસંદ નહોતો આવ્યો તે પછી આઠ મહિના કેસ ચાલ્યો એમાં કુલ ૨૨૫ જણ સામે આરોપનામાં દાખલ કરવામાં આવ્યાં કોર્ટે એમાંથી ૧૭૨ને મોતની સજા કરી જો કે સ્થાનિકની કોંગ્રેસ કમિટીએ આ સજા સામે અલ્હાબાદ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી અપીલમાં ૧૯ જણને મોતની સજા કરાઈ બીજા ૧૪ને જનમટીપ મળી બીજા બધાને આઠ વર્ષથી માંડીને બે વર્ષની સજા કરવામાં આવી જુલાઈની બીજી તારીખથી ૧૧મી વચ્ચે ૧૯ જણને ફાંસી આપી દેવાઈ એમનાં નામ આ પ્રમાણે છેઃ ૧ નઝર અલી ૨ ભગવાન આહિર ૩ લાલ મોહમ્મદ ૪ શ્યામસુંદર ૫ અબ્દુલ્લા ૬ વિક્રમ આહિર ૭ દૂધી સિંહ ૮ કાલી ચરણ ૯ લખતી કુમાર ૧૦ મહાદેવ સિંહ ૧૧ મેઘુ અલી ૧૨ રઘુવીર ૧૩ રામલખન ૧૪ રામરૂપ ૧૫ સહદેવ ૧૬ રૂદાલી ૧૭ મોહન ૧૮ સંપત અને ૧૯ સીતારામ અંગ્રેજી રાજના આ ઘોર વિરોધી શહીદો સમક્ષ સત્યાગ્રહના નિયમો હિંસા અહિંસાની ચર્ચામાં પડ્યા વિના નતમસ્તક થઈએ ગાંધીજીએ આંદોલન પાછું ખેંચી લીધું તેનું કારણ એ કે આવી હિંસા ઠેકઠેકાણે ફાટી નીકળી હોત અને હિંસક આંદોલન સંગઠિત ન રહી શકે કારણ કે લોકો પાસે સરકાર જેવાં હથિયારો હોય જ નહીં એટલે દરેક જગ્યાએ એને દબાવી દેવાનું સરકાર માટે બહુ સહેલું થયું હોત પરંતુ જોવાનું એ છે કે ગાંધીજીની અહિંસાની વિરુદ્ધ હિંસા કરતી વખતે પણ આ લોકો મહાત્મા ગાંધીની જય બોલતા હતા એનો અર્થ એ જ છે કે આઝાદીની ઇચ્છા દરેકની સ્વતંત્ર હતી અને દરેક જણ એ લડાઈ પોતે જ લડતો હતો દરેકની આ ઇચ્છાનું નામ સૌએ પોતે જ ગાંધી રાખ્યું હતું આ શહીદો સભાનપણે કે સિદ્ધાંતમાં ગાંધીજીની વિરુદ્ધ નહોતા એ સીધા સાદા ખેડૂતો હતા પરંતુ જે સભાનપણે ગાંધીજીની ફિલસૂફીની વિરુદ્ધ હતા એમને મન પણ ગાંધી નામ સ્વતંત્રતાના સંઘર્ષનું કેન્દ્રીય નામ હતું ૦૦૦ સંદર્ભઃ ૧ વિકીપીડિયા ૨ nishant batsha gandhi and chauri chaura a lacanian reinterpretation of gandhi through the chauri chaura riot intersections 10 no 3 2009 28 41 like loading author dipak dholakia posted on 15 04 2024 30 11 2024 categories history martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો chauri chaura martyrs of indian freedom struggle web gurjari leave a comment on martyrs of indian freedom struggle 46 chauri chaura incident martyrs of indian freedom struggle 45 jalianwala bagh 2 જલિયાંવાલા બાગનો હત્યાકાંડ ૨ બૈસાખીના દિવસે દસ હજારથી વધારે લોકો અમૃતસરમાં સુવર્ણ મંદિર પાસેના જલિયાંવાલા બાગમાં એકઠા થયા લોકો અંગ્રેજી રાજ સામે લડવાના જોશથી થનગનતા હતા બૈસાખીના તહેવારનો ઉલ્લાસ પણ હતો એટલે સ્ત્રીઓ અને બાળકોની સંખ્યા પણ બહુ મોટી હતી રેજિનાલ્ડ ડાયરને એક બાતમીદાર મારફતે સમાચાર મળ્યા હતા કે જલિયાંવાલા બાગમાં સભા છે એણે પચાસેક ગોરખા સૈનિકોની ટુકડી એકઠી કરી અને હિન્દીઓને પાઠ ભણાવવા નીકળી પડ્યો ત્યાં પહોંચવા માટે સાંકડો રસ્તો છે અને બહાર નીકળવા માટે બીજો કોઈ રસ્તો નથી સાંકડી ગલીમાંથી સૈનિકો ત્યાં પહોંચ્યા ત્યારે લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો એ વખતે વક્તા હંસ રાજે લોકોને શાંત રહેવા અપીલ કરી ગભરાઓ નહીં એ લોકો હથિયાર વિનાના લોકો પર ગોળી નહીં ચલાવે પણ ડાયરે ત્યાં પહોંચીને કશી જ જાહેરાત કે ચેતવણી વિના સીધા જ ફાયરિંગનો હુકમ આપી દીધો હંસ રાજે કહ્યું કંઈ નથી એ ખાલી ટોટા છે ડરવાની જરૂર નથી પરંતુ ધાણી ફૂટે તેમ ગોળીઓ છૂટી અને ટપોટપ લાશો પડવા માંડી બચવા માટે ભાગતાં સ્ત્રી પુરુષોને નિશાન બનાવીને ઢાળી દેવાયાં સ્ત્રીઓ પોતાના જાન અને શીયળ બચાવવા માટે પાસેના કૂવામાં કૂદી ગઈ બાળકો રઝળી પડ્યાં ડાયર ૩૭૯ના જાન લઈને અને ૧૧૦૦ ઘાયલોને કણસતાં છોડીને પોતાની ટૂકડી સાથે ત્યાંથી નીકળી ગયો જો કે આ સરકારી આંકડા છે સ્વતંત્ર તપાસમાં ૧૨૦૦નાં મોત થયાનું નોંધાયું છે મરનારામાં હિન્દુ શીખ અને મુસ્લિમ બધા ભારતીયો હતા લોહીમાં નહાયેલી ગોળીઓથી વિંધાયેલી જલિયાંવાલા બાગની દીવાલો ઇતિહાસના આ ભયંકર હત્યાકાંડની સાક્ષી બનીને ઘાયલોનાં ક્રંદન સાંભળતી રહી કડક સેંસરશિપ હોવા છતાં આ સમાચાર આખા દેશમાં ફેલાઈ ગયા જનતામાં ક્ષોભ અને રોષની લાગણીનો ઉછાળ આવ્યો વાઇસરૉયની કાઉંસિલના સભ્ય સી શંકરન નાયરે રાજીનામું આપી દીધું સર રવીન્દ્રનાથ ટાગોરને સેંસરશિપને કારણે આ સમાચાર છેક મે મહિનાના અંતે મળ્યા એમણે સર નો ખિતાબ પાછો આપી દીધો લંડનમાં ઇંડિયન નૅશનલ કોંગ્રેસની બ્રિટિશ કમિટીએ નિવેદન બહાર પાડીને આખા ઘટનાક્રમનું વિવરણ બ્રિટનની જનતા માટે પ્રગટ કર્યું નિવેદનમાં કમિટીએ કહ્યું કે વિશ્વયુદ્ધમાં બ્રિટનના વિજયમાં ભારતનો ફાળો મહત્ત્વનો રહ્યો છે તેમ છતાં ભારતીયોના નસીબે તો માર્શલ લૉ કોરડા જેલની સજા મશીનગનો દ્વારા ગોળીબાર ગામડાંઓ પર હવાઈ હુમલા મિલકતની જપ્તી મિલિટરી ટ્રાઇબ્યુનલો સમક્ષ બચાવ કરવાની મનાઈ અખબારોની સેંસરશિપ વગેરે કાળા કાયદા જ રહ્યા બ્રિટનમાં બે જાતના અભિપ્રાય હતા ચર્ચિલ વગેરે નેતાઓએ જલિયાંવાલા બાગના હત્યાકાંડને un british ગણાવ્યો અને ડાયરના કૃત્યને વખોડ્યું પરંતુ એક વિદ્વાન કહે છે કે ચર્ચિલે આમ કરીને ડાયરના કૃત્યને અંગ્રેજી સામ્રાજ્યથી અલગ કરી નાખ્યું એનો કહેવાનો અર્થ એ હતો કે અંગેજી હકુમત તો સારી હતી એ આવું ન કરે પણ ડાયરે હત્યાકાંડ કરીને સામ્રાજ્યને બટ્ટો લગાડ્યો ડાયરના સમર્થક પણ ઘણા હતા મોટાભાગે એ બધા ઉચ્ચ વર્ગના અથવા ભારત કે બ્રિટિશ આર્મી સાથે સંકળાયેલા હતા ડાયરને સન્માનવા માટે મોટું નાણાં ભંડોળ પણ ઊભું કરાયું તે પછી તપાસ માટે હંટર કમિટી નિમાઈ તેમાં પણ ડાયરે પોતાની ભૂલ કબૂલ ન કરી અને પસ્તાવો પણ જાહેર ન કર્યો એણે કહ્યું કે એક વખત આવું કરવાથી હંમેશ માટે શાંતિ રહે એ હેતુથી એણે આ કર્યું એણે કબૂલ કર્યું કે એના સૈનિકોએ ૧૬૫૦ ગોળીઓ છોડી જેને કારણે ૩૭૯નાં મરણ થયાં અને ૧૧૦૦ ઘાયલ થયા હંટર કમિટીમાં એને સવાલ પુછાયો કે તમે શું કર્યું મેં ગોળીબાર કર્યો તરત જ તરત જ મેં આ બાબતમાં વિચાર કર્યો હતો અને મારી ફરજ શી છે તે નક્કી કરવામાં મને ત્રીસ સેકંડથી વધારે સમય ન લાગ્યો એક સાક્ષીએ જુબાની આપી કે સૈનિકોએ બંદુકોની નળીઓ નીચી કરીને ગોળીબાર કરતાં ગોળીઓ સીધી લોકોના પેટ અને પગ પર વરસવા લાગી કોઈ ભાગીને બચી જાય એવું પણ ન રહ્યું ડાયરે કહ્યું કે જેટલા રાઉંડ છોડાયા તેના આધારે સમયનો અંદાજ કરતાં દસેક મિનિટ ફાયરિંગ ચાલ્યું એને પૂછવામાં આવ્યું કે તમે ફાયરિંગ ન કર્યું હોત અને લોકોને વીખેરાઈ જવા કહ્યું હોત તો એ વીખેરાઈ ન ગયા હોત કે તમારે આટલો લાંબો વખત ફાયરિંગ કરવું પડ્યું એનો જવાબ હતો કે માત્ર કહેવાથી લોકો વીખેરાઈ ગયા હોત પણ વળી એકઠા થયા હોત અને મારા પર હસતા હોત કોંગ્રેસ પણ સક્રિય બની ગઈ આ સાથે મહાત્મા ગાંધી કોંગ્રેસના એક માત્ર સર્વોચ્ચ નેતા તરીકે ઊપસ્યા એમના જ સંયત શબ્દોમાં હંટર કમિટીની પાસે પુરાવો ન દેવાનો નિશ્વય અમે બધાએ એકમતે કર્યો પણ જો કમિટીનો બહિષ્કાર થાય તો લોકો તરફથી એટલે મહાસભા તરફથી એક કમિટી હોવી જોઈએ એમ નિશ્ચય થયો તેમાં પંડિત મોતીલાલ નેહરુ સ્વ ચિત્તરંજન દાસ શ્રી અબ્બાસ તૈયબજી શ્રી જયકર અને મને પંડિત માલવીયજીએ આ કમિટી ઉપર નીમ્યા અમે જુદે જુદે ઠેકાણે તપાસ કરવા વીખરાઈ ગયા આ કમિટીની વ્યવસ્થાનો બોજો સહેજે મારી ઉપર આવી પડયો હતો અને વધારેમાં વધારે ગામોની તપાસ મારે ભાગે આવવાથી મને પંજાબ અને પંજાબનાં ગામડાં જોવાનો અલભ્ય લાભ મળ્યો આ તપાસ દરમ્યાન પંજાબની સ્ત્રીઓને તો જાણે હું યુગોથી ઓળખતો હોઉં તેમ મળ્યો જયાં જાઉં ત્યાં તેમનાં ટોળાં મળે અને મારી પાસે પોતે કાંતેલા સૂતરના ઢગલા કરે પંજાબ ખાદીનું મહાન ક્ષેત્ર થઈ શકે એ હું આ તપાસ દરમ્યાન અનાયાસે જોઈ શકયો લોકોની ઉપર થયેલા જુલમની તપાસ કરતાં જેમ જેમ હું ઊંડો ઊતરતો ગયો તેમ તેમ હું નહોતો ધારતો એટલી સરકારી અરાજકતા અમલદારોની નાદિરશાહી તેમની આપખુદીની વાતો સાંભળી આશ્વર્ય થયું ને દુ ખ પામ્યો પંજાબ કે જયાંથી સરકારને વધારેમાં વધારે સિપાહીઓ મળે છે ત્યાં લોકો કેમ આટલો બધો જુલમ સહન કરી શકયા એ મને ત્યારે આશ્વર્ય પમાડનારું લાગ્યું ને આજે પણ લાગે છે આ કમિટીનો રિપોર્ટ ઘડવાનું કામ પણ મને સોંપવામાં આવ્યું હતું પંજાબમાં કયા પ્રકારના જુલમ થયા એ જેને જાણવું હોય તેણે એ રિપોર્ટ વાંચવો જ જોઈએ એમાં ઈરાદાપૂર્વક એક પણ જગ્યાએ અતિશયોક્તિ નથી જેટલી હકીકત આપી છે તેને સારુ તેમાં જ પુરાવો રજૂ કર્યો છે એ રિપોર્ટમાં જેટલો પુરાવો આપ્યો છે તેના કરતાં ઘણો વધારે કમિટી પાસે હતો જેને વિષે જરા પણ શંકા હોય એવી એક પણ હકીકત એ રિપોર્ટમાં મૂકવામાં નથી આવી આમ કેવળ સત્યને જ આગળ ધરીને લખાયેલા રિપોર્ટ ઉપરથી વાંચનાર જોઈ શકશે કે બ્રિટિશ રાજ્ય પોતાની સત્તા કાયમ રાખવાને સારુ કેટલી હદ સુધી જઈ શકે છે કેવાં અમાનુષી કાર્યો કરી શકે છે અમૃતસરમાં કોંગ્રેસના અધિવેશનના અંતે ગાંધીજીએ કહ્યું પ્લાસીએ બ્રિટિશ સામ્રાજ્યનો પાયો નાખ્યો અમૃતસરે એને હચમચાવી નાખ્યો જલિયાંવાલા બાગની ઘટના વખતે માઇકલ ઑ ડ્વાયર પંજાબનો ગવર્નર હતો વીસેક વર્ષ પછી ૧૯૪૦માં લંડનના એક રસ્તા પર શહીદ ઉધમ સિંઘે ઑ ડ્વાયરને ઠાર કરીને રાષ્ટ્ર પર એણે ગુજારેલા દમનનો બદલો લીધો અને હસતે મુખે ફાંસીએ ચડી ગયા ૦૦૦ સંદર્ભઃ massacre at amritsar rupert furneaux george allan unwin ltd publication year not available ઇંટરનેટ પર ઉપલબ્ધ british reaction to the amritsar massacre derek sayer university of alberta namdhari elibrary namdharielibrary gmail com ઇંટરનેટ પર ઉપલબ્ધ centenary history of indian national congress 1985 સત્યના પ્રયોગો મો ક ગાંધી ભાગ ૫ પ્રકરણ ૩૫ like loading author dipak dholakia posted on 01 04 2024 30 11 2024 categories history martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો jalianwala bagh martyrs of indian freedom struggle web gurjari leave a comment on martyrs of indian freedom struggle 45 jalianwala bagh 2 ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 357 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું એપ્રિલ 2024 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 માર્ચ મે bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન 2015 4 મે 2015 5 એપ્રિલ 2015 3 માર્ચ 2015 3 જાન્યુઆરી 2015 1 ડિસેમ્બર 2014 3 નવેમ્બર 2014 4 ઓક્ટોબર 2014 2 સપ્ટેમ્બર 2014 2 ઓગસ્ટ 2014 1 એપ્રિલ 2014 1 જાન્યુઆરી 2014 3 ડિસેમ્બર 2013 3 નવેમ્બર 2013 3 ઓક્ટોબર 2013 1 જુલાઇ 2013 1 જૂન 2013 1 એપ્રિલ 2013 2 માર્ચ 2013 4 ફેબ્રુવારી 2013 1 જાન્યુઆરી 2013 7 ડિસેમ્...
|