Meta tags:
description= 10 posts published by Dipak Dholakia during April 2016;
Headings (most frequently used words):
creating, new, medina, state, power, islam, and, the, quest, for, pakistan, in, late, colonial, north, india, venkat, dhulipala, dipak, dholakia, spam, blocked, મહિનો, એપ્રિલ, 2016, kashmir, mountbatten, jinnah, 14, 13, 12, 11, shirin, ebadi, nobel, laureate, from, iran, 10, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, મદીના, પછી,
Text of the page (most frequently used words):
અને (414), એમણે (164), પાકિસ્તાન (156), કહ્યું (143), મુસ્લિમ (137), માટે (135), કરી (102), હતા (101), હતો (98), નહીં (94), પછી (89), નથી (88), હોય (84), એટલે (83), હતી (76), એમને (74), પરંતુ (67), મુસલમાનો (67), હતું (67), સાથે (61), કોઈ (60), શકે (60), એમની (58), જિન્ના (55), હિન્દુ (55), બહુ (54), જોઈએ (54), કર્યો (51), કરતાં (50), 2016 (48), એમના (46), રીતે (42), પાકિસ્તાનની (42), રાજ્ય (42), વિશે (41), india (39), માત્ર (39), તેમ (38), કારણ (37), કરે (37), મેં (37), આવી (36), જિન્નાએ (36), ભાગલા (35), લીગ (34), વાત (33), હિન્દુઓ (32), પ્રમાણે (32), ગયા (32), લાહોર (32), કર્યું (31), ત્યારે (31), લીગના (31), ભારત (30), વધારે (30), and (29), એના (29), હવે (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), the (28), pakistan (28), બહુમતી (28), આપી (28), એની (28), શું (28), હું (28), યુક્ત (28), એપ્રિલ (27), કંઈ (27), હશે (27), સામે (27), આપ્યો (27), તેઓ (27), અલગ (27), એને (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), તરીકે (26), પહેલાં (26), એનો (26), ઇસ્લામી (26), માર્ચ (25), for (25), creating (25), new (25), medina (25), power (25), islam (25), જિન્નાને (25), જૂન (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), dipak (24), state (24), quest (24), late (24), colonial (24), north (24), venkat (24), dhulipala (24), દેશના (24), પુસ્તકોનો (24), પરિચય (24), આપણે (24), સુધી (24), જાય (24), કરીને (24), સરકાર (24), મુસલમાન (24), ઇસ્લામ (24), વચ્ચે (24), એમાં (24), બીજા (24), 2014 (23), ત્રણ (23), ભારતના (23), બની (23), લીગની (23), ત્યાં (23), વિરોધ (23), થાય (23), પાકિસ્તાનના (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), dholakia (22), રજૂ (22), રહેશે (22), લઘુમતી (22), કરવા (22), પોતાના (22), પાકિસ્તાનનો (22), કહે (22), મારી (21), આપ્યું (21), એવી (21), માગણી (21), બ્રિટિશ (21), એણે (21), લખ્યું (21), ઠરાવ (21), લીગે (20), જેમ (20), થશે (20), બન્ને (20), પાકિસ્તાનમાં (20), મુસલમાનોને (20), પ્રાંતના (20), અલી (20), જાવેદ (20), મુસલમાનોની (19), પોતે (19), ખાસ (19), શરૂ (18), 2013 (18), 2022 (18), આવ્યો (18), જશે (18), હિન્દુસ્તાન (18), સવાલ (18), જવાબ (18), લીધો (18), રહી (18), કોંગ્રેસ (18), કરવાનો (17), ટકા (17), માં (17), છતાં (17), પ્રાંતોના (17), આંબેડકરે (17), અધિકાર (17), તૈયાર (17), રાષ્ટ્ર (17), કરોડ (17), તમે (17), છું (17), 2011 (16), ભાગલાની (16), સમીક્ષા (16), રાજકીય (16), પંજાબ (16), મોટા (16), સ્પષ્ટ (16), બીજી (16), નહોતા (16), સરહદ (16), કરશે (16), રહ્યા (16), ધર્મ (16), કરતા (16), આખા (16), ભાગ (16), મળે (16), લિયાકત (16), નહોતી (16), મૌલાના (16), નામ (15), આજે (15), સૌથી (15), કરવામાં (15), રહે (15), આના (15), પાસે (15), મને (15), ગયો (15), ઇસ્લામિક (15), શકાય (15), હિન્દુઓની (14), સ્થિતિ (14), નહોતો (14), સામાન્ય (14), માને (14), આપે (14), થયો (14), થયું (14), વસ્તી (14), 2025 (13), ઉદ્દેશ (13), આમાં (13), મોટી (13), તરફ (13), જેવા (13), પાકિસ્તાનને (13), ચર્ચા (13), વિરુદ્ધ (13), એટલું (13), પુસ્તક (13), આપવા (13), બધા (13), એમનું (13), મુખ્ય (13), કામ (13), નેતા (13), રિઝવી (13), મદદ (13), શિરીન (13), દીપક (12), ધોળકિયા (12), વગેરે (12), કરવાની (12), સમક્ષ (12), બીજું (12), મળી (12), હિન્દુઓને (12), કેમ (12), ભારતીય (12), મળશે (12), માની (12), પડશે (12), અર્થ (12), પડે (12), મારા (12), ઇસ્લામના (12), જાહેર (12), ધાર્મિક (12), નેતાઓ (12), હોત (12), કાશ્મીર (12), ઉલેમા (12), like (11), uncategorized (11), પ્રયાસ (11), વાર (11), આગળ (11), આવે (11), એવો (11), કારણે (11), જુદી (11), હતાં (11), ટેકો (11), ધ્યાન (11), કોમ (11), દેશ (11), લોકો (11), આધાર (11), દલીલો (11), પડી (11), અમે (11), માગતા (11), યોજના (11), મુસાવિર (11), લીધી (11), પસંદ (10), દ્વારા (10), webgurjari (10), tags (10), categories (10), posted (10), author (10), loading (10), વિશેનાં (10), ગાંધીજીએ (10), તેના (10), લેવા (10), તેમાં (10), કૉન્ફરન્સમાં (10), તેનો (10), કોમી (10), રક્ષણ (10), બને (10), સ્વતંત્ર (10), ટીકા (10), દીધી (10), સિદ્ધાંત (10), શીખો (10), વખતે (10), ઉત્તર (10), વળી (10), ગયું (10), પોતાની (10), પૂછ્યું (10), વૈશ્વિક (10), ખ્યાલ (10), મોટો (10), થયા (10), મહેમૂદાબાદના (10), કાયદા (10), અહમદ (10), મદીના (10), જાવેદને (10), ધીમે (10), બઝ્મીએ (10), ઉસ્માનીએ (10), કરો (9), ટિપ્પણી (9), બારી (9), આપવાનો (9), વિચારોને (9), રજૂઆત (9), આમંત્રણ (9), મુસલમાનોના (9), વસ્તીની (9), રસ્તો (9), વિચારને (9), અથવા (9), પ્રાંતો (9), દીધો (9), બાજુ (9), રાજ (9), ઉપરાંત (9), મુસલમાનોનું (9), પોતાનો (9), બીજો (9), આવતા (9), કહી (9), દીધું (9), બનશે (9), ગાંધીજી (9), પત્ર (9), નિર્ણય (9), જોવા (9), કદી (9), ભારતમાં (9), ટુસીએ (9), જરૂરી (9), ફરી (9), હેઠળ (9), પરથી (9), લાગ્યું (9), કર્યા (9), પ્રાંતમાં (9), રાજા (9), ઘરે (9), એમનો (9), લાગુ (9), રાજાએ (9), ખાને (9), પ્રાંતોમાં (9), પ્રાંત (9), કોંગ્રેસે (9), નહેરુ (9), જેમાં (9), આવ્યા (9), મૌલવી (9), જમિયતુલ (9), martyrs (8), freedom (8), struggle (8), partition (8), વેબગુર્જરી (8), નોંધઃ (8), શ્રેણીનો (8), સમીક્ષાનો (8), લેખકના (8), પ્રામાણિક (8), ત્રુટિ (8), જણાય (8), કરનારની (8), સરકારી (8), વ્યવસ્થા (8), બંગાળના (8), જેવું (8), મળ્યો (8), મુસ્લિમોની (8), વિરોધી (8), તેની (8), આવ્યું (8), કરવાનું (8), આપીને (8), બદલે (8), એવું (8), મજબૂત (8), માનતા (8), ખિલાફત (8), દેશો (8), મહત્ત્વનો (8), મુદ્દો (8), પંજાબના (8), વિચાર (8), cambridge (8), university (8), press (8), isbn (8), 9781107052123 (8), publisher (8), 1st (8), edition (8), october (8), list (8), price (8), 995 (8), english (8), મુદ્દા (8), પાંચ (8), બલિદાન (8), છીએ (8), નહોતું (8), આત્મનિર્ણયનો (8), શાસન (8), અમુક (8), મહંમદ (8), બહાર (8), ખાન (8), ઇસ્માઇલ (8), સાર્વભૌમ (8), સંદેલવીએ (8), ખરેખર (8), બનાવવાનો (8), ઉદાહરણ (8), જુદા (8), પયગંબર (8), સજા (8), જોડાણ (8), com (7), રહ્યું (7), indian (7), leave (7), comment (7), અહીં (7), વાતચીત (7), અછૂતો (7), દેશમાં (7), સમસ્યા (7), મુસ્લિમોને (7), બહુમતીવાળા (7), હિન્દુસ્તાનમાં (7), મુસ્લિમો (7), ઉકેલ (7), આવશે (7), ભારતની (7), નીતિ (7), પોતાનું (7), પહેલા (7), આંદોલન (7), લડાયક (7), વાયવ્ય (7), બદલો (7), વર્ષ (7), હિન્દુઓના (7), બધી (7), સલાહ (7), દલીલ (7), આથી (7), દેખાડ્યું (7), રચના (7), જરૂર (7), પાછા (7), આનો (7), તરત (7), ભલે (7), લાગ્યા (7), આપતાં (7), ભોગ (7), વેંકટ (7), કોશિશ (7), સાંસ્કૃતિક (7), આર્થિક (7), રહ્યો (7), લીગને (7), વિચારો (7), રહેતા (7), શિયાઓ (7), સખત (7), શબ્દોમાં (7), રિપોર્ટ (7), શબ્દ (7), ભારે (7), લીધું (7), કોંગ્રેસની (7), અંતિમ (7), ઇચ્છા (7), જમીન (7), મળવા (7), વતન (7), પહેલી (7), જાવેદે (7), ફોન (7), દિવસે (7), એબાદી (7), એવા (7), પરિણામે (7), નવી (6), ઉલ્લેખ (6), ઘણી (6), માગે (6), અંગત (6), ચર્ચાઓ (6), આવું (6), સિવાય (6), દાવો (6), તેવા (6), જેવો (6), કોંગ્રેસના (6), જાણે (6), સ્થાન (6), પહેલું (6), અંગ્રેજી (6), માંગ (6), હિન્દુસ્તાનની (6), યાદ (6), હોવા (6), હાથ (6), લખે (6), ઇસ્લામની (6), ભાર (6), આપવામાં (6), છેઃ (6), શકશે (6), થવા (6), લગભગ (6), કલ્પના (6), ભાષા (6), પ્રચાર (6), માટેના (6), મહત્ત્વની (6), ન્યાય (6), વ્યક્ત (6), માટેની (6), પ્રાંતોને (6), જીવન (6), રાજ્યમાં (6), શક્ય (6), શાંતિ (6), જ્યાં (6), હોવો (6), તેને (6), સંબંધો (6), સૈયદ (6), બન્યું (6), લાભ (6), shirin (6), ebadi (6), નૉબેલ (6), પાડી (6), એટલી (6), વાંધો (6), હજાર (6), પ્રધાન (6), લખતા (6), કાયદે (6), સજ્જાદે (6), બીમાર (6), વડા (6), http (6), માઉંટબૅટન (6), નોટ (6), શોધો (5), લેખ (5), આવો (5), પ્રત્યાઘાત (5), જિન્નાના (5), વલણ (5), થિયરી (5), આખી (5), વસ્તીને (5), અંકુશ (5), છૂટ (5), માગણીને (5), સંકેત (5), સીટો (5), સ્વીકાર (5), એનું (5), આક્ષેપ (5), વિશ્વયુદ્ધ (5), કારણો (5), મુખ્યત્વે (5), વચ્ચેની (5), બ્રિટન (5), તરફથી (5), કચડી (5), ઐતિહાસિક (5), મહત્ત્વ (5), લેશે (5), કબજો (5), સારો (5), મુસલમાનોનો (5), જેવી (5), સંયુક્ત (5), હાથમાં (5), બાબતમાં (5), પંજાબમાં (5), ખાતરી (5), આપ્યા (5), હિન્દુસ્તાનના (5), સરકારને (5), ચિંતા (5), દૂર (5), આપણા (5), વિગતો (5), લખીને (5), મળ્યું (5), કદાચ (5), કલાક (5), સમય (5), પાર્ટી (5), સૂચવ્યું (5), મુક્તિ (5), લઘુમતીમાં (5), હંમેશાં (5), સ્વીકારી (5), બનાવવાની (5), ઇનકાર (5), દરેક (5), પશ્ચિમમાં (5), પડકાર (5), આપવો (5), લેખો (5), પ્રકાશિત (5), લાગે (5), વિના (5), ભૂમિકા (5), વાચક (5), ભાષણો (5), પાકિસ્તાનનું (5), ઉર્દુમાં (5), લેખક (5), નવા (5), જઈએ (5), પસાર (5), ખાનને (5), શિયાઓના (5), શિયા (5), લેવાની (5), બધું (5), કરશું (5), બનાવી (5), જવાબદારી (5), જમ્મુ (5), મધ્ય (5), હકુમત (5), ખરી (5), સોમવારે (5), બરાબર (5), દસ્તાવેજ (5), પયગંબરના (5), ગયાં (5), અભિપ્રાયો (5), પશ્ચિમી (5), મૌલવીઓ (5), મીટિંગ (5), ઇંડિયા (5), મૌલાનાઓ (5), આંતરરાષ્ટ્રીય (5), પરિણામ (5), ગણાવી (5), ઘણા (5), પાસેથી (5), જોઈ (5), ઘટના (5), તું (5), મેહરી (5), દિવસ (5), માણસ (5), રાખવા (5), માગી (5), નેતાઓને (5), દિન (5), જવું (5), આકરી (5), ભાષણ (5), મામદોતે (5), અધિકારો (5), પાકિસ્તાને (5), આઝમ (5), નહેરુએ (5), ઉર્દુ (5), પ્રોફેસર (5), ઉસ્માની (5), ઉનકી (5), શેખ (5), www (5), લૉર્ડ (5), બેડરૂમમાં (5), લોકમત (5), મહારાજા (5), કાશ્મીરમાં (5), wordpress (4), blocked (4), spam (4), સંગ્રહ (4), adventurous (4), subhashbabu (4), સંદેશ (4), ફ્રેંક (4), જિન્નાની (4), ગુજરાતીમાં (4), જિન્નાનો (4), પત્રકાર (4), નોકરીઓમાં (4), જવા (4), સંખ્યા (4), બુધવારે (4), નજરે (4), સાથી (4), ૧૯૪૧માં (4), મળેલી (4), સરહદો (4), સમસ્યાનો (4), ભાગે (4), ચાલ્યા (4), ઉપાય (4), લઘુમતીને (4), એટલા (4), ઊભી (4), કેન્દ્ર (4), જવાબદાર (4), હાલત (4), મતદાર (4), લઘુમતીઓને (4), દૈવી (4), વિષય (4), લશ્કરમાં (4), નકારી (4), હિન્દુસ્તાની (4), સાથ (4), બદલામાં (4), આપ્યાં (4), મનમાં (4), પ્રાંતની (4), સત્તા (4), કોમો (4), હિન્દુઓએ (4), સૈનિકો (4), જગ્યાએ (4), બંધ (4), જોરદાર (4), અફઘાનિસ્તાન (4), પોતાનાં (4), જોડાય (4), આવક (4), આધારે (4), ખોટી (4), ઠરાવી (4), જુદાં (4), યોગ્ય (4), વર્ગ (4), કાઢી (4), ભાગના (4), એનાં (4), દૃષ્ટિએ (4), કહેતા (4), આંબેડકરનું (4), નિબંધ (4), લખ્યો (4), પુસ્તકની (4), મળ્યા (4), મોરાએસે (4), ઊભા (4), પડ્યા (4), હિંમત (4), આઝાદ (4), જાણવા (4), રહેવાનું (4), અંતે (4), નવો (4), મુસલમાનોએ (4), સ્થાપિત (4), બનવાની (4), વિસ્તાર (4), સંપૂર્ણ (4), વચ્ચેના (4), નબળું (4), માનનારા (4), દાખલા (4), ધૂલિપાલા (4), કરતું (4), રૂપે (4), બનાવ્યું (4), સંગઠન (4), કહેવું (4), આશ્ચર્ય (4), વ્યક્તિગત (4), હાજર (4), નહેરુને (4), પ્રેમ (4), તમને (4), સત્તાઓ (4), ત્રીજા (4), કુરાન (4), અસર (4), કરતી (4), નિયમ (4), નાના (4), યુદ્ધ (4), ચૂંટણીમાં (4), અનીસુદ્દીન (4), ઠરાવમાં (4), રાજ્યો (4), અદલાબદલી (4), પ્રદેશ (4), વર્ષથી (4), સિંધ (4), વાજબી (4), આવવા (4), હેતુ (4), ઇસ્લામને (4), સ્વતંત્રતા (4), જીવનને (4), ઇલાહી (4), મેળવી (4), ઉપખંડ (4), વિવરણ (4), કેવું (4), હોવું (4), માહિતી (4), ઇસ્લામમાં (4), ગુલામ (4), ફરજ (4), સ્ત્રીઓ (4), ચૂંટણી (4), લોકોને (4), બન્યા (4), હેઠળની (4), પ્રાદેશિક (4), આની (4), આખો (4), બ્રિટને (4), હૉસ્ટેજ (4), બનાવવા (4), છોડીને (4), રૂપ (4), તુર્કી (4), તદ્દન (4), nobel (4), લઈને (4), હજી (4), પત્નીને (4), નામે (4), પાછળ (4), જેથી (4), ખબર (4), દરવાજો (4), વર્ષોથી (4), આખું (4), જાવેદના (4), લાગતું (4), એનાથી (4), થતી (4), છેક (4), કૉન્ફરન્સ (4), અપીલ (4), ૦૦૦ (4), બેઠક (4), અલ્હાબાદમાં (4), પ્રમુખ (4), બનતાં (4), જાહેરમાં (4), યમુના (4), હિમાયત (4), મુસાવિરે (4), જોડાવું (4), જોડાઈ (4), અખબારો (4), સજ્જાદ (4), સ્યોહારવીએ (4), પ્રેરણા (4), બચાવવા (4), ઝોનમાં (4), છેતરપીંડી (4), નું (4), તેથી (4), નક્કી (4), બઝ્મીના (4), લડાઈ (4), સરદાર (4), રહેવા (4), jui (4), પરિષદે (4), શબ્બીર (4), kashmir (4), pdf (4), પંડિત (4), કબાઇલીઓ (4), દેશી (4), this (3), other (3), blog (3), પેજ (3), સાથેની (3), ગાંધી (3), મંત્રણાઓ (3), વાતો (3), આંબેડકરના (3), પૂરી (3), અખબારે (3), thoughts (3), પ્રત્યે (3), ચાલી (3), અલીએ (3), તરફી (3), સ્વીકારે (3), હંમેશ (3), વસ્તીનું (3), બાન (3), ગણાવ્યો (3), સંકુચિત (3), લઘુમતીઓ (3), કેન્દ્રીય (3), માનવા (3), પ્રાંતીય (3), પ્રતિનિધિત્વ (3), દેશની (3), આંબેડકર (3), વિદ્રોહ (3), છોડી (3), આપવાનું (3), આનાં (3), સૈનિક (3), ભરતી (3), હુમલો (3), સૈનિકોએ (3), લડાઈમાં (3), ચલાવી (3), શાસક (3), પંજાબીઓ (3), મૂર્ખતાપૂર્ણ (3), કાયમ (3), વિનાની (3), સ્વાભાવિક (3), કોમોને (3), આંબેડકરની (3), લેવી (3), સારામાં (3), હિતમાં (3), કયા (3), સૈન્યમાં (3), સ્વાધીનતા (3), સેનાની (3), તેવી (3), બૃહદ (3), pan (3), islamism (3), કરવો (3), હોઈ (3), વતી (3), કરેલા (3), બનવાનો (3), સીધો (3), પ્રદેશો (3), જિલ્લા (3), આંકડા (3), પૂર્વ (3), બાંગ્લાદેશ (3), જ્યારે (3), મહત્ત્વનું (3), સાધનો (3), વૈજ્ઞાનિક (3), દલીલને (3), નદી (3), ઠેકડી (3), ભૌગોલિક (3), કુદરતી (3), વધે (3), ઠરાવને (3), વાંચવા (3), જાતે (3), કરું (3), પુસ્તકો (3), દાખલો (3), આઝાદી (3), વિદાય (3), કાર (3), અનુભવ (3), બોલે (3), અવાજ (3), દેખાઈ (3), આવીને (3), આપણી (3), ગણાવ્યા (3), પ્રથમ (3), એમનાં (3), હોવાનું (3), પ્રગટ (3), માંડી (3), સમર્થન (3), રાષ્ટ્રનો (3), સમાચાર (3), સમજૂતી (3), પાડવાનું (3), ખલિફાના (3), ખલિફા (3), મુસલમાનોમાં (3), મહેચ્છા (3), નવું (3), બનાવવું (3), રહેવું (3), ટુસીના (3), સૂર (3), રાષ્ટ્રો (3), બનાવવામાં (3), સોદાબાજી (3), ઉપયોગ (3), વિગતવાર (3), વધી (3), તેમને (3), મેળવવા (3), એકમાત્ર (3), લીગનું (3), ચાલે (3), પહોંચ્યા (3), મળતું (3), પરિષદ (3), બનાવ્યા (3), વારસ (3), માટેનો (3), રાષ્ટ્રમાં (3), ગવર્નમેન્ટ (3), ઝડપથી (3), લીગમાં (3), કરાવી (3), નિયમો (3), હોવી (3), ગવર્નર (3), મળવી (3), ધ્યાનમાં (3), રાજાના (3), ઉમેદવારોને (3), રિઝવીને (3), શિયાઓમાં (3), શંકાઓ (3), લિયાકતને (3), નામનું (3), ખુરશીદ (3), અમને (3), થતું (3), સવાલો (3), બધાં (3), બનવાનું (3), રાજ્યોના (3), ઝોન (3), કશું (3), બંગાળમાં (3), કરવું (3), હૈદરાબાદ (3), પ્રજા (3), સૂચન (3), રિઝવીનો (3), કરવી (3), મેરઠ (3), તેનું (3), સાબિત (3), મંડળો (3), ખંડ (3), હાંકી (3), બર્ર (3), ક્યાંક (3), ઉપખંડમાં (3), રિઝવીએ (3), સ્વાધીન (3), જન્મ (3), સતત (3), નેતાઓમાં (3), સુન્નીઓ (3), જૂના (3), maari (3), baari (3), થતો (3), પોતાને (3), અનુકૂળ (3), આદર્શ (3), સંબંધ (3), પ્રકારના (3), વેરો (3), જઝિયા (3), લશ્કર (3), માફ (3), કરાશે (3), ખલિફાનું (3), કાબૂ (3), અલ્લાહની (3), સંદર્ભમાં (3), મુસદ્દો (3), જેના (3), નૅશનલ (3), દેખાડે (3), રાજ્યની (3), આધુનિક (3), નેતાગીરી (3), બંગાળ (3), ખલિક (3), ફેડરેશન (3), ચાર (3), નાની (3), રાખે (3), ભરોસો (3), સફળ (3), લખનઉમાં (3), બનીને (3), લક્ષ્ય (3), ઇસ્લામનું (3), પાયે (3), જાઉં (3), જેનો (3), હિટલર (3), ઈશ્વરી (3), ટીકાનો (3), સમાજમાં (3), તફાવત (3), મદીનામાં (3), ઇતિહાસમાં (3), શબ્દો (3), iran (3), મુક્ત (3), પત્ની (3), એબાદીને (3), એકલો (3), મહિલા (3), નિવેદન (3), સમર્થક (3), કરતો (3), તારા (3), નાખવાની (3), એમાંથી (3), ભરાઈ (3), નીચે (3), બન્નેને (3), જોઈને (3), કહેતી (3), બહાનું (3), ખરો (3), સારી (3), થોડા (3), માન્યતા (3), મંજૂરી (3), પુરસ્કાર (3), કથા (3), જાતિ (3), ધૂલિપાલાના (3), લાંબા (3), ૧૯૪૦ના (3), જમિયતના (3), ખૂણે (3), જમિયતે (3), દિલ્હીમાં (3), લોકોએ (3), જેની (3), મીટિંગો (3), બેઠા (3), ખરું (3), માણસો (3), ઝિંદાબાદ (3), શક્યા (3), ચાલુ (3), અંબાલા (3), આપવું (3), આવા (3), શકાશે (3), કલકત્તા (3), ઇચ્છતા (3), આપતા (3), રાષ્ટ્રીયતા (3), દીને (3), નહીંતર (3), ઉમેર્યું (3), થતાં (3), મૂડી (3), બ્રિટનની (3), રાજીનામાં (3), આપવાની (3), ઊભો (3), રાષ્ટ્રવાદી (3), સામેલ (3), હિંદના (3), બ્રિટનના (3), પ્રતિનિધિ (3), કોમના (3), પડતા (3), પૂર્વમાં (3), અત્યાચાર (3), ખોટું (3), બિહારમાં (3), રાષ્ટ્રોનો (3), સભ્ય (3), નાખવાનું (3), પાકિસ્તાની (3), મુત્તહિદા (3), કૌમિયત (3), અત્યારે (3), હજારો (3), લતીફને (3), અખબાર (3), ખારિજીઓ (3), આશરો (3), રાત (3), કરીએ (3), મારો (3), યહુદીઓ (3), પયગંબરે (3), 1947 (3), ઇસ્મે (3), પટેલ (3), કાશ્મીરનો (3), શ્રીનગર (3), મહારાજાને (3), મહારાજાએ (3), હિંસા (3), જાણ (3), હરિ (3), ડોમિનિયનમાં (3), કચ્છ (3), site (2), required (2), ટિપ્પણીઓ (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), 110 (2), 347 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), history (2), email (2), address (2), મોરાએસનો (2), મંત્રણા (2), આંબેડકરનો (2), અભિપ્રાય (2), બાકી (2), રસપ્રદ (2), મોરાએસને (2), વીસ (2), જેટલી (2), વિચારોની (2), બરકત (2), સેવા (2), માન્યું (2), લઘુમતીઓની (2), બંગાળની (2), સૂચવ્યો (2), સ્થળાંતર (2), માગણીમાં (2), રાખીને (2), વ્યૂહ (2), પકિસ્તાન (2), હાલ (2), કાયમી (2), અન્યાય (2), સ્વરૂપે (2), ધારાસભાઓમાં (2), પાસાં (2), ત્રણેય (2), ઊઠ્યો (2), વિશ્લેષણ (2), પાડો (2), ઘોર (2), આપવી (2), ઝાટકે (2), સારા (2), જરા (2), પ્રશ્ન (2), ૧૮૫૭ના (2), સેનામાં (2), ઓછી (2), પંજાબે (2), અંગ્રેજોને (2), તખ્તા (2), અંગ્રેજો (2), નાખ્યા (2), હકુમતે (2), ખિલાફતના (2), વખતથી (2), શંકા (2), સંરક્ષણ (2), પરનો (2), પ્રાંતોની (2), પ્રમાણ (2), ઘટશે (2), ભારપૂર્વક (2), જતો (2), માનીને (2), સંરચના (2), મૂકી (2), સરકારમાં (2), સામનો (2), ચડિયાતો (2), હુકમ (2), ધારો (2), આક્રમણ (2), ખરા (2), ચિંતાનો (2), પ્રાંતોમાંથી (2), હિન્દુઓનું (2), ભાગલાને (2), ભાગમાં (2), પશ્ચિમ (2), કુલ (2), રૂપિયા (2), ભાગલાથી (2), મંતવ્ય (2), સુરક્ષા (2), અંગે (2), વાઇસરૉય (2), આગ્રહી (2), પહેલો (2), જવાનો (2), હિમાયતી (2), ઉડાડી (2), માનવાનો (2), દેશોની (2), આપેલી (2), ગાંધીજીને (2), લાગ્યો (2), ટુસીનું (2), ઉપલબ્ધ (2), ભલામણ (2), બીજાં (2), ઘણાં (2), nationalism (2), conflict (2), તારીખે (2), સંખ્યાએ (2), નિષ્ફળ (2), અનુમાન (2), ટેબલ (2), જતાં (2), રાહ (2), મૂક્યો (2), મોરાએસ (2), વ્યવહારુ (2), વકીલ (2), ઊતર્યા (2), મહાન (2), શાયર (2), ઇક્બાલની (2), સ્થિર (2), બોલ્યા (2), શ્વાસ (2), ઇકબાલનો (2), જગતને (2), કરાવવાની (2), રચનાને (2), ૧૯૪૨માં (2), સુલેરી (2), લાહોરમાં (2), મુલાકાત (2), આપનારા (2), શકીએ (2), આપણો (2), બહુમતીના (2), જાણતા (2), જોડવાનો (2), પ્રયત્ન (2), મોટું (2), રાખ્યું (2), એમનાથી (2), ઉલટી (2), ખરાબ (2), તર્ક (2), સોવિયેત (2), પ્રદેશોમાં (2), માગશે (2), ચીન (2), રાજ્યોને (2), ખતરો (2), દેખાડ્યો (2), અંત (2), દુનિયાના (2), શક્યું (2), જાતિને (2), લાખ (2), વિકલ્પ (2), પુસ્તકમાં (2), સામાજિક (2), વિગતે (2), ટુસી (2), હકીકત (2), દર્શાવી (2), કોંગ્રેસનાં (2), દ્વિરાષ્ટ્રનો (2), પુસ્તકનું (2), ખુલ્લા (2), મનથી (2), નાં (2), બંધારણ (2), દળદાર (2), લેખોનો (2), ડૉન (2), દૈનિક (2), અનેક (2), ભજવ્યો (2), જોશભેર (2), બનવું (2), dawn (2), અશક્ય (2), વાતનું (2), આકાર (2), રહીને (2), વિગતોમાં (2), મળીએ (2), મહેમાનોને (2), મુંબઈમાં (2), ક્યારે (2), ખાવાનું (2), છેલ્લી (2), ઘડીએ (2), મુંબઈ (2), માનમાં (2), ચેરમૅન (2), જવાહરલાલ (2), ભત્રીજા (2), સિદ્ધાંતોને (2), સમજાતું (2), લાગી (2), સૂચનનો (2), અબૂ (2), સુન્ની (2), શિયાઓને (2), રચાતી (2), મળવું (2), બાબતોમાં (2), શિયાઓની (2), સંસ્થાઓ (2), કોમની (2), લાહોરની (2), ભાઈએ (2), મૂળભૂત (2), તેવું (2), પડ્યો (2), બેગમ (2), કાઝી (2), મળીને (2), ફિલ્મ (2), અકસ્માત (2), કમિટીના (2), લેતા (2), માન્યા (2), સમાધાન (2), રિપોર્ટને (2), કિસ્સો (2), ૧૯૪૭ (2), નવાબ (2), ધ્યાનથી (2), એકસાથે (2), જોડવાની (2), સ્પષ્ટતા (2), મહાસંઘ (2), પરસ્પર (2), સમજણ (2), સોંપવામાં (2), સિકંદર (2), હયાત (2), પ્રાંતિક (2), કાશ્મીરની (2), હોવાથી (2), સેન્ટ્રલ (2), કાઢે (2), હૈદરાબાદને (2), બનાવવાનું (2), ભારતનું (2), રાજ્યોમાં (2), આટલી (2), સમાવવાની (2), આગરા (2), ઇસ્લામનો (2), નમાઝ (2), ઝિંદગી (2), દુનિયામાં (2), પદ્ધતિ (2), નિયત (2), ભર્યો (2), રહેતી (2), ૧૮૫૭ (2), ઇતિહાસ (2), રમખાણો (2), સવિનય (2), કાનૂન (2), ભંગના (2), થયેલા (2), અઝમ (2), વાપરે (2), મુલ્ક (2), ભારતને (2), પ્રભાવિત (2), સાચું (2), મળતી (2), આગળપડતું (2), વેર (2), લીગનો (2), લોકશાહીની (2), દેખાય (2), નબળા (2), લોકોના (2), એકત્ર (2), બિનમુસ્લિમ (2), દુશ્મન (2), જેહાદ (2), ખુલાસો (2), નાણાકીય (2), નાગરિક (2), નોકરીઓ (2), જોડાવાની (2), સ્વેચ્છાએ (2), કુરાનની (2), મુસલમાનની (2), ઉલેમાઓ (2), માર્ગદર્શન (2), દુનિયાને (2), સમાજ (2), સભ્યો (2), બંધારણીય (2), અબૂલ (2), નેતૃત્વ (2), ખલિફાની (2), બાંધછોડની (2), શાસકોએ (2), ઊતરીએ (2), લેવો (2), ફેડરેશનોની (2), ઉપર (2), સભામાં (2), રાષ્ટ્રવાદ (2), પૂજા (2), દાસ (2), મઝહબ (2), શરીઅત (2), સાહેબે (2), ભાષણમાંથી (2), જોયું (2), દુનિયા (2), મારું (2), માદરે (2), દઉં (2), મહાત્મા (2), પ્રભાવ (2), દેખાતા (2), વિચારધારાનું (2), ટૉલ્સ્ટોયની (2), આવૃત્તિ (2), એમનામાં (2), નિર્માણ (2), અનીશ્વરી (2), ઈશ્વર (2), વ્યવસ્થાની (2), રાજ્યવ્યવસ્થા (2), શાસકો (2), ભ્રષ્ટ (2), ઈરાન (2), રાજસત્તાઓ (2), સરકારની (2), કહેવાનું (2), કેટલાક (2), ન્યાયમાં (2), અજોડ (2), સ્વરાજ (2), ડોમિનિયન (2), શાંતિથી (2), તેવો (2), આપજો (2), laureate (2), from (2), વેબ (2), ગુર્જરી (2), પ્રસાર (2), web (2), org (2), સર્ટીફિકેટ (2), એવિન (2), જેલ (2), પહોંચ્યો (2), દગો (2), શિરીનને (2), લગ્ન (2), જૂની (2), બન્નેએ (2), કર્યાં (2), બોલી (2), નાખ્યું (2), લાયક (2), ઉથલાવી (2), વિદેશી (2), તારી (2), બચાવ (2), આપતો (2), એજન્ટ (2), એજન્ટે (2), મોઢામાંથી (2), જાવેદની (2), સેલમાં (2), જાસૂસી (2), આંખે (2), પાટા (2), બાંધ્યા (2), પથ્થરોથી (2), જજે (2), કેસ (2), પૂરો (2), કોરડા (2), થોડી (2), સ્થળે (2), મિસ (2), મેહરીને (2), જામ (2), જાફરી (2), ઘરમાં (2), નીકળી (2), વર્ષના (2), ખાલી (2), ચાલતો (2), મળતાં (2), છેલ્લો (2), લાંબો (2), તબીયત (2), સૂવા (2), લાંબી (2), તકલીફ (2), જઈને (2), પતિ (2), દીકરી (2), ખાનગી (2), કાર્ડ (2), ઇરાનના (2), વિભાગમાં (2), પદો (2), રહ્યાં (2), સોંપી (2), સ્તરે (2), નાખે (2), તેનાં (2), મામદોત (2), હિન્દુસ્તાનનો (2), ૧૯૪૦ની (2), ઑગસ્ટે (2), અછૂતિસ્તાન (2), પાર્ટીએ (2), રાષ્ટ્રીય (2), આત્મનિર્ણયના (2), નેતાઓએ (2), તરફેણમાં (2), પક્ષે (2), સ્વબચાવ (2), કસાઈઓને (2), રાખવાની (2), ટુકડા (2), ગાંધીજીની (2), વગરની (2), શીખોનું (2), પરિષદમાં (2), એકઠા (2), કાનપુરમાં (2), શીખોએ (2), મુફ્તી (2), જવાબમાં (2), ભેદભાવ (2), અવિભાજ્ય (2), જમિયત (2), હિન્દ (2), અલ્લાહ (2), બલૂચિસ્તાનને (2), વખત (2), ક્રિપ્સ (2), મિશને (2), ઍપ્રિલ (2), સરઘસ (2), કમાનને (2), અપાયું (2), મોમીનો (2), ઘણું (2), મહત્ત્વના (2), હાકલ (2), તેનાથી (2), સમર્થકો (2), ૧૯મી (2), લોકોમાં (2), ઠેર (2), ઇસ્લામે (2), બહાદુર (2), યોજનાને (2), જણાવ્યા (2), નાનાં (2), વાદવિવાદ (2), પાકિસ્તાનઃ (2), ઍક્ટ (2), બન્યો (2), અંગ્રેજોની (2), આને (2), બચાવી (2), ગોળમેજી (2), ઇંડિયન (2), ટકાવારી (2), વધતી (2), વસ્તીમાં (2), વિશેની (2), નવેમ્બરે (2), શાહનવાઝ (2), પ્રદેશોની (2), સ્થાનિક (2), લીગી (2), ખાનના (2), પ્રાંતને (2), આવતું (2), આવેલા (2), શબ્દાવલી (2), સાર્વભૌમત્વ (2), ભેળવી (2), આપશે (2), ખોટો (2), ઇરાન (2), કૉમનવેલ્થ (2), દેખાડી (2), બનાવવાથી (2), એકસમાન (2), અકબરે (2), નામનો (2), અલોપ (2), મહાસભામાં (2), કંઇ (2), ફેર (2), કોંગ્રેસી (2), મુંજે (2), રાષ્ટ્રીયતાના (2), પાડવાની (2), લાવીને (2), મહેફિલ (2), ગાંધીજીના (2), બદાયુંમાં (2), નોંધ (2), લેવાનું (2), બરેલીના (2), રિઝવીના (2), અલીના (2), ભાષણમાં (2), વિસ્તારોમાં (2), એલાન (2), નજર (2), વાચકોની (2), સ્યોહારવી (2), ખરીદી (2), મૂડીને (2), સમજ (2), ૧૯૩૭માં (2), લડવા (2), જોતરી (2), ૧૯૩૦માં (2), ઇકબાલે (2), ત્યાંથી (2), ઇલ્હામ (2), બકિંગહામની (2), બ્રિટનને (2), બનાવવી (2), સામ્રાજ્યવાદ (2), હિફ્ઝુર (2), રહેમાન (2), યોજનાની (2), ૧૯૪૫ (2), મૂળ (2), ફરીથી (2), ત્રીસ (2), રાજકારણમાં (2), દિશામાં (2), મુસલમાનને (2), શકતો (2), અત્યારનું (2), પાતળી (2), પકડ્યો (2), મેંગ્લોરી (2), પાડવામાં (2), લોકપ્રિય (2), ૧૯૩૭ (2), પૂછતા (2), ઉઠાવ્યા (2), નારા (2), કૉલેજના (2), વિદ્યાર્થી (2), જૉઇંટ (2), થઈને (2), સારું (2), કરોડનો (2), તુર્કીના (2), તુર્કીએ (2), દેશે (2), રાખવામાં (2), થતા (2), બિનમુસ્લિમોને (2), બિહારના (2), આગળપડતા (2), લાઇન (2), યોજનાનો (2), જમિયતનો (2), આનંદ (2), ચોખ્ખા (2), લીગરો (2), સરનામું (2), કેવા (2), ચોક્કસ (2), હાથમાંથી (2), તેમાંથી (2), ધનવાન (2), સમજદાર (2), શકો (2), અસભ્ય (2), જશો (2), સહેલું (2), લખું (2), તમારો (2), લાગશે (2), પત્રો (2), વાચકો (2), વાચકોએ (2), શાહ (2), મતલબી (2), સમસ્યાઓ (2), હિન્દી (2), ઉર્દુની (2), પવિત્ર (2), ભૂમિ (2), બનાવ (2), હિજરત (2), લોકોની (2), કોલસા (2), આજની (2), ચલાવવા (2), પહેલવાની (2), નુકસાનકારક (2), દ્રોહી (2), હૈદરાબાદના (2), નોકરી (2), અબ્દુલ (2), અભ્યાસ (2), દરખાસ્ત (2), ઉલ્ટું (2), કહો (2), વાચકોને (2), વાંચી (2), વર્ષોમાં (2), અખબારોની (2), તેટલું (2), સુધીમાં (2), રેફરેન્ડમ (2), juh (2), ઉસ્માનીના (2), પહેલવાન (2), નુકસાન (2), કાફિરો (2), ખારિજી (2), સંસ્કૃતિના (2), ઇતિહાસનો (2), જૂથ (2), કોમનું (2), નેકી (2), ઉસે (2), ઇસકો (2), હૂં (2), વાહિદ (2), વિવાદ (2), અશરફ (2), થાનવી (2), નેતાઓની (2), ગાંધીવાદ (2), સામ્યવાદ (2), કમાલવાદ (2), ગ્રુપમાં (2), ઉસ્માનીની (2), દારુલ (2), ઉલૂમ (2), સત્ય (2), mountbatten (2), jinnah (2), https (2), books (2), વગર (2), જનરલ (2), ફરિયાદ (2), સ્વીકાર્યું (2), સેના (2), અબ્દુલ્લાહ (2), હટી (2), દેતા (2), મોકલીને (2), સમાપ્ત (2), હિંસાથી (2), ડૉમિનિયનમાં (2), ભારતે (2), સૈન્ય (2), મોકલ્યું (2), મીરપુર (2), જોડાવાનું (2), તાર (2), સરકારે (2), ૨૪મીએ (2), પાછી (2), સહી (2), મોકલી (2), ફૉર્મ્યૂલા (2), રહેવાની (2), જૂનાગઢ (2), કહીશ (2), જણાયા (2), ત્યાંના (2), અફરીદીઓ (2), ડિફેન્સ (2), કાઉંસિલની (2), માગું (2), સંકટની (2), કરાર (2), ઑક્ટોબરે (2), ડોમિનિયનો (2), સિંહ (2), રજવાડાં (2), સર્વોપરિતા (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના
Text of the page (random words):
દુસ્તાનને હિન્દુ હકુમત કહેવાનું ખોટું છે આમ વસ્તીની અદલાબદલીનો સૌથી પહેલો સંકેત મૌલાના સજ્જાદે આપ્યો હૉસ્ટેજ થિયરી ની ટીકા પાકિસ્તાન સમર્થકો આ દલીલ બહુ કરતા કે દેશના જે પ્રાંતોમાં મુસ્લિમો લઘુમતીમાં હોય તેમને પણ રક્ષણ મળશે કારણ કે એમના પર અત્યાચાર થશે તો પાકિસ્તાનમાં લઘુમતીઓને એની કિંમત ચુકવવી પડશે આમ પાકિસ્તાનમાં લઘુમતીઓને બાન તરીકે રાખવામાં આવશે આ હૉસ્ટેજ થિયરી ની સજ્જાદે આકરી ટીકા કરી એમણે કહ્યું કે કોઈ મુસ્લિમ સરકાર બીજે ક્યાંક મુસલમાનો પર અત્યાચાર થતા હોય તો એનો બદલો પોતાના નિર્દોષ નાગરિકો પર ન લઈ શકે એ શરીઅતની વિરુદ્ધ તો છે જ આંતરરાષ્ટ્રીય ધારાધોરણોથી પણ વિરુદ્ધ છે ખરેખર મુસ્લિમો એકબીજાની મદદ કરી શકે છે સજ્જાદે કહ્યું કે પાકિસ્તાનના હિમાયતીઓ તુર્કીના વારસ બનવાની વાત કરે છે પણ બ્રિટિશ સામ્રાજ્યવાદે હંમેશાં મુસલમાનો પર જુલમો કર્યા છે પરંતુ તુર્કીએ બદલો લેવા માટે પોતાના ખ્રિસ્તી નાગરિકોને રંઝાડ્યા હોય એવો એક પણ દાખલો નથી નોંધાયો ૧૮૫૭ના વિદ્રોહ વખતે પણ તુર્કીએ હિન્દુસ્તાનના મુસલમાનોની મદદ નહોતી કરી માત્ર તુર્કી નહીં બીજા કોઈ મુસ્લિમ દેશે પણ બ્રિટન સાથેના રાજદ્વારી સંબંધો કાપી નાખવાની હિંમત નહોતી કરી યૂ પી ના મુસલમાનો શા માટે ભોગ આપે લીગે લઘુમતી મુસ્લિમ પ્રાંતોના મુસલમાનોને એ દલીલને પણ ખોટી ઠરાવી કે બહુમતી પ્રાંતોના મુસલમાનોને હિન્દુ બહુમતીથી બચાવવા માટે ભોગ આપવા હાકલ કરી હતી જિન્ના મુસ્લિમ બહુમતી પ્રાંતોના છ કરોડ મુસલમાનોને બચાવવા માટે મુસ્લિમ લઘુમતી પ્રાંતોના બે કરોડ મુસલમાનોનો ભોગ આપવા તૈયાર હતા એમણે આવું મંતવ્ય જાહેરમાં વ્યક્ત કર્યું હતું મૌલાના સજ્જાદે આની સખત ઝાટકણી કાઢી એક તો જિન્નાએ જાણીજોઈને લઘુમતી પ્રાંતોમાં મુસલમાનોની વસ્તી ઓછી દેખાડી બીજું એમણે જિન્નાના તર્ક અને ભાષાનો જ ઉપયોગ કરીને કહ્યું કે બે કરોડ મુસલમાનો છ કરોડ મુસલમાનોને બચાવવા માટે પોતાનું બલિદાન આપે તેના કરતાં બધા જ એંસી કરોડ મુસલમાનો એકઠા થઈને હિન્દુઓની ગુલામી સ્વીકારે હિન્દુ કોંગ્રેસ પાછળ ઊભા રહે અને બ્રિટિશ સામ્રાજ્યવાદને દેશમાંથી હાંકી કાઢે તે વધારે સારું છે આના પરિણામે આખા ઇસ્લામી વિશ્વના ૨૫ કરોડ મુસલમાનો માટે પણ આઝાદીનો દરવાજો ખૂલી જશે ૨૫ કરોડ માટે ૮ કરોડનો ભોગ આપવો પડે તે ૬ કરોડ માટે ૨ કરોડનો ભોગ આપવા કરતાં વધારે પસંદ કરવા જેવું છે મૌલાનાએ આ દલીલ કરીને એ પણ દેખાડ્યું કે પાકિસ્તાનને મહાન દેખાડવા માટે વૈશ્વિક ઇસ્લામનું નામ વટાવી ખાવાનો ઇજારો માત્ર મુસ્લિમ લીગ પાસે નહોતો મૌલાના સજ્જાદે પાકિસ્તાનની યોજનાને બ્રિટિશ સત્તાવાળાઓ સાથેની સંતલસનું પરિણામ ગણાવી એમણે ઇતિહાસ તરફ આંગળી ચીંધીને કહ્યું કે ૧૯૨૨માં ખિલાફત કોંગ્રેસ સમેલન ગયામાં મળ્યું ત્યારે પાકિસ્તાન નો વિચાર વિદેશમાંથી લાવીને ઘુસાડવામાં આવ્યો પરંતુ એ વખતે મુસ્લિમ નેતાઓએ એને ધ્યાન આપવા લાયક ન ગણ્યો પછી ૧૯૩૦માં સર મહંમદ ઇકબાલે લીગની અલ્હાબાદ કૉન્ફરન્સમાં આ ઠરાવ રજૂ કર્યો પણ તે પછી મળેલી પહેલી ગોળમેજી પરિષદમાં પણ જિન્ના કે ઇકબાલ બન્નેને આ વિચારને આગળ વધારવા જેવું ન લાગ્યું નહીંતર એ સારામાં સારો મોકો હતો ૧૯૩૯ સુધી લીગે આ બાબતમાં કંઈ કર્યું નહીં પરંતુ તે પછી કોંગ્રેસનાં પ્ર્રધાનમંડળોએ રાજીનામાં આપી દીધાં એટલે મુસલમાનોને જોડી રાખવા માટે જિન્ના કે મુસ્લિમ લીગ પાસે કોઈ મુદ્દો નહોતો એટલે પાકિસ્તાનનો મુદ્દો ઊભો કરી દીધો છે ૦૦૦ ૨ મૌલાના સજ્જાદની જેમ મૌલવી તુફૈલ અહમદ મેંગ્લોરી પણ મુસ્લિમ લીગની સામે પડ્યા આમ તો એ મૌલવી નહોતા પણ અલીગઢની મોહમેડન ઍંગ્લો ઑરિએન્ટલ કૉલેજના શરૂઆતના બૅચના વિદ્યાર્થી હતા અને કૉલેજના આદર્શ પ્રમાણે પ્રાચીન અને આધુનિકનો એમનામાં સંગમ થયો હતો એક બાજુ એ ક્રિકેટ ટીમના વિકેટકીપર હતા તો બીજી બાજુ નમાઝના પણ પાકા એટલે એમનું નામ મૌલવી પડી ગયું જે જીવનભર રહ્યું મૌલવી ઑલ ઇંડિયા મુસ્લિમ કૉન્ફરન્સના જૉઇંટ સૅક્રેટરી પણ હતા મેંગ્લોરી પાકિસ્તાન વિશે લેખો લખતા અને પછી એમનો સંગ્રહ બહાર પાડવામાં આવ્યો એ પુસ્તાક એટલું લોકપ્રિય બન્યું કે ૧૯૩૭ અને ૧૯૪૫ વચ્ચે એની પાંચ આવૃત્તિઓ થઈ મુસ્લિમ લીગે તો એની પાકિસ્તાન યોજનાની કોઈ વિગતો જાહેર નહોતી કરી એટલે દેશના રાષ્ટ્રવાદીઓ જે સવાલો સામાન્ય રીતે પૂછતા રહેતા તે જ મુદ્દા એમણે ઉઠાવ્યા એમણે કહ્યું કે મુસ્લિમ લીગ જાણે મુસલમાનોને કહે છે કે તમે ચુપ રહો કાયદે આઝમ બધું જાણે છે અને બરાબર કરશે આવા સવાલો પૂછતા રહેશો તો કોમ નાના ઝઘડાઓમાં ભેરવાઈ જશે કોમે તો માત્ર પાકિસ્તાન ઝિંદાબાદ અને કાયદે આઝમ કી જય એવા નારા પોકારીને જ સંતોષ માનવાનો છે તે પછી જે કંઈ માહિતી ઉપલબ્ધ હતી તેના આધારે એમણે પાકિસ્તાન યોજના પર પ્રહારો કરવાની શરૂઆત કરી દીધી એમણે અલગ ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વમાં અલગ મુસ્લિમ ઝોન બનાવવાની દરખાસ્તની ટીકા કરી કે ઉત્તર પશ્ચિમમાં અત્યારનું પાકિસ્તાન હિન્દુઓની વસ્તી ૪૩ ટકા છે અને ઉત્તર પૂર્વમાં અત્યારનું બાંગ્લાદેશ માં એમની વસ્તી ૪૦ ટકા છે બીજી બાજુ હિન્દુ પ્રાંતો યૂ પી બિહાર મધ્ય ભારત મદ્રાસ બોમ્બે ઓરિસ્સા અને રાજપુતાનામાઅં હિન્દુઓની વસ્તી ૯૦ ટકા છે મુસલમાનો માત્ર ૧૦ ટકા છે દિલ્હીમાં ૨૮ ટકા મલબારમાં ૨૭ ટકા અને હૈદરાબાદમાં ૭ ટકા મુસલમાનો છે આમ માત્ર બે ઝોનમાં મુસલમાનોની પાતળી બહુમતી છે આ સંયોગોમાં ત્યાં શી રીતે ઇસ્લામિક રાજ્ય બનાવી શકાશે મુસ્લિમ લીગ હિન્દુ ઝોનમાં મુસ્લિમોને એક જગ્યાએ એકત્ર કરવાની વાતો કરતા તેનાં જોખમો અને લાભ એટલા સ્પષ્ટ હતા કે મેંગ્લોરીએ એના પર બહુ સમય ન બગાડતાં સીધો જ લીગનો એ દાવો પકડ્યો કે પાકિસ્તાન હિન્દુસ્તાન સાથે લઘુમતીઓના રક્ષણ વિશે સમજૂતી કરશે સામાન્ય રીતે તેઓ આને હૉસ્ટેજ થિયરી કહેતા મૌલવીએ કહ્યું કે હિન્દુ ઝોનમાં મુસલમાનો પર અત્યાચાર થઈ શકે પણ મુસ્લિમ ઝોનના હિન્દુઓ ભણેલા પૈસેટકે સુખી અને વહીવટમાં પહોંચવાળા છે એટલે એમની સામે બદલો લેવાનું શક્ય નથી આ ચિંતાઓ પર ધ્યાન આપવાને બદલે કાયદે આઝમ લઘુમતી પ્રાંતોના મુસલમાનોનું બલિદાન આપવાની વાત કરે છે તેના પર એમણે મોટો વાંધો લીધો સહિયારાં મતદાર મંડળો એમણે કહ્યું કે લઘુમતી પ્રાંતના મુસ્લિમોને એમના એકમાત્ર પ્રતિનિધિ સંગઠન મુસ્લિમ લીગ પાસેથી આ સવાલના જવાબ મેળવવાનો હક છે તે પછી એમણે પોતે જ જવાબ આપ્યો કે ખરો ઉપાય એ છે કે ફરીથી સહિયારા મતદાર મંડળો દ્વારા સરકારો બનાવવી જોઈએ ત્રીસ વર્ષથી મુસ્લિમ રાજકારણમાં કોંગ્રેસની આ માગણીને મુસ્લિમ વિરોધી માનવામાં આવતી હતી તેની સામે મૌલવી મેંગલોરીનો ઉકેલ તદ્દન જુદી દિશામાં જતો હતો એમણે કહ્યું કે સીટોની વહેંચણી કોમના ભેદભાવ વિના થતો હતો એ સમયને યાદ કરતાં એમણે કહ્યું કે એ વખતે ઉમેદવારોને બન્ને કોમમાંથી મત મેળવવા પડતા અલગ સીટો થતાં એવી જરૂર ન રહી પહેલાં મુસલમાનને કનડગત ન થાય તેની હિન્દુ ધારાસભ્યો ચિંતા કરતા હવે એમને મુસલમાન સાથે શું થાય છે તે જોવાની પણ જરૂર નથી રહી એમણે મુસલમાન પ્રતિનિધિ પાસે જવું પડે છે પણ એ જ મુસલમાન પ્રતિનિધિ ઍસેમ્બલીમાં હિન્દુ સભ્યની મદદ ન લે તો કંઇ કામ કરાવી જ શકતો નથી અલગ સીટ થયા પછી રમખાણો પણ વધી ગયાં હતાં ૩ મૌલાના હિફ્ઝુર રહેમાન સ્યોહારવીની પાકિસ્તાન યોજનાની ટીકાનો નિબંધ ૧૯૪૫ ૪૬ની ચૂંટણીઓ પહેલાં બહાર પડ્યો એ દિલ્હીમાં જમિયતુલ ઉલેમા એ હિંદના નાઝિમ મુખ્ય સંગઠક હતા પરંતુ મૂળ યૂ પી ના હતા એમણે પણ પાકિસ્તાનને ઇસ્લામી રાજ્ય બનાવાશે એવા દાવને નકારી કાઅઢ્યો આની વિગતો આપણે જોઈ લીધી છે એટલે ઊંડા નહીં ઊતરીએ પરંતુ એમનો મોટો આક્ષેપ એ હતો કે પાકિસ્તાન યોજના બ્રિટનના નેતાઓ સાથે સંતલસ કર્યા પછી ઘડાઈ છે દૈવી પ્રેરણા નહીં બકિંગહામની પ્રેરણા અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો ની નીતિની આકરી ટીકા કરતાં એમણે કહ્યું કે ભારતીય રાષ્ટ્રમાં ફૂટ પડાવવા માટે બ્રિટને બે રાષ્ટ્રનો સિદ્ધાંત ઘડીને મુસ્લિમ લીગને એમાં જોતરી છે એમણે યાદ આપ્યું કે પાકિસ્તાનનો વિચાર સૌ પહેલાં ૧૯૩૦માં સર મહંમદ ઇકબાલે એમની લંડનની મુલાકાત પછી રજૂ કર્યો તે પછી ૧૯૩૯માં યુક્ત પ્રાંતના મુસ્લિમ નેતા ખલિકુઝ્ઝમાન હજ કરીને લંડન ગયા અને ત્યાંથી પાછા આવીને એમણે આ વિચારને ફરી સજીવન કર્યો અને જિન્નાએ એને લાહોર ઠરાવ રૂપે અંતિમ રૂપ આપ્યું સ્યોહારવીએ કહ્યું કે આ કોઈ ઇલ્હામ દૈવી પ્રેરણા નથી પરંતુ બકિંગહામની રાજકીય પ્રેરણા સિયાસતી ઇલ્હામ છે એમણે અફસોસ કર્યો કે ૧૮૫૭ પછી બ્રિટનને પોતાની હકુમત મજબૂત બનાવવી હતી ત્યારે એણે સામ્રાજ્યવાદ વિરોધી મૌલવીઓ વિરુદ્ધ સર સૈયદ અહમદ જેવા રાજકીય વફાદારોની મદદ લીધી હતી અને હવે બ્રિટિશ રાજ સામે કોંગ્રેસે શરૂ કરેલા રાષ્ટ્રવાદી આંદોલનમાં ઉલેમા પણ સામેલ છે ત્યારે બ્રિટનને મુસ્લિમ લીગના વફાદાર રાજને બચાવવા માટે મળી ગયા છે બ્રિટને પહેલા વિશ્વયુદ્ધ વખતે પણ આરબોને અલગ રાષ્ટ્ર તરીકે ઓળખાવીને એમને તુર્કી સામે લડવા ઉશ્કેર્યા હતા પરિણામે આરબો તુર્કોની ગુલામીમાંથી નીકળીને બ્રિટનની ગુલામીમાં સપડાયા એટલે એમણે મુસલમાનોને પાકિસ્તાનની મોહજાળમાં ન ફસાવા અપીલ કરતાં કહ્યું કે એનાથી બર્ર એ અઝમમાં ભારતીય ઉપખંડમાં બ્રિટિશ હકુમત મજબૂત બનશે સ્યોહારવીએ કહ્યું કે ૧૯૩૭માં ચૂંટણી પછી કોંગ્રેસ સરકાર બનાવતી હતી ત્યારે જિન્ના એની સમક્ષ હાથ લંબાવીને સતાની ભીખ માગતા હતા કોંગ્રેસે ઇનકાર કર્યો તો મુસ્લિમ લીગે ઍસેમ્બલીમાંથી રાજીનામાં આપવાની હિંમત ન કરી અને ખાનગી ખૂણે સરકાર પાસેથી મેજિસ્ટ્રેટ કોઈ સમિતિના અધ્યક્ષ વગેરે પદો માગતા રહ્યા અને સત્તા ભોગવતા રહ્યા એ જ મુસ્લિમ લીગે કોંગ્રેસ સરકારોએ રાજીનામાં આપ્યાં ત્યારે મુક્તિ દિન મનાવવા લોકોને એલાન કર્યું આમ મુસ્લિમ લીગની નૈતિકતા સામે પણ સ્યોહારવીએ સવાલ ઊભો કર્યો અને કહ્યું કે જિન્ના માત્ર અંગત લાભ માટે જ આ બધું કરતા રહ્યા છે પાકિસ્તાન આર્થિક રીતે નબળું પાકિસ્તાન પાસે કુદરતી સંપદા નથી એવી ટીકાનો મુસ્લિમ લીગના એક નેતાએ જવાબ આપ્યો હતો કે પાકિસ્તાન હિન્દુ મૂડીને આમંત્રણ આપશે સ્યોહારવીએ કહ્યું કે લીગના નેતાઓને અર્થતંત્રની જરાયે સમજ નથી એમણે કહ્યું કે મૂડી હંમેશાં રાજસત્તાનો કબજો લઈ લે છે હિન્દુ મૂડી એ જ કરશે એ નહીં હોય તો પાકિસ્તાને બ્રિટનની મૂડી પર ભરોસો રાખવો પડશે આમ બ્રિટનની સત્તા કાયમ રહેશે વિદેશી મૂડીને આમંત્રણ આપવું તે ગુલામ બનવાનો સૌથી સહેલો રસ્તો છે પાકિસ્તાન સરકારી નોકરોના પગાર ઘટાડીને બચત કરશે અને કોલસાની ખાણમાં રોકાણ કરશે એવી લીગની વાતની ઠેકડી ઉડાડતાં એમણે કહ્યું કે એમાંથી એક ખાણ પણ નહીં ખરીદી શકાય ત્રણેય ટીકાઓનો એક જ સૂર હોવા છતાં અંતર એ છે કે મૌલાના સજ્જાદ લખતા હતા ત્યારે એમણે માન્યું હતું કે પાકિસ્તાન માત્ર વાટાઘાટોમાં સોદાબાજી માટે જિન્નાએ ઉપજાવી કાઢેલો ખ્યાલ છે મૌલવી મેંગલોરી લખતા હતા ત્યારે એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે પાકિસ્તાન બનશે પણ ફેડરેશન તરીકે રહેશે સ્યોહારવી લખતા હતા ત્યારે પાકિસ્તાન ફેડરેશનનો ભાગ નહીં પણ સ્વતંત્ર રાષ્ટ્ર બનશે એવું સ્પષ્ટ થઈ ગયું હતું ૦૦૦ પરંતુ અખબારો અને સામાન્ય વાચકોની દલીલ શું હતી આવતા સોમવારે એના પર નજર નાખશું યાદ રાખવા જેવું છે કે આવી મોટી ઐતિહાસિક ઘટનામાં સામાન્ય માણસની ભૂમિકાની આ પુસ્તકના લેખક વેંકટ ધૂલિપાલા સિવાય કોઈએ નોંધ લીધી હોય એમ લાગતું નથી ૦૦૦ નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે એમની સમીક્ષાનો નહીં એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે ૦ ૦ ૦ દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય ૨ _ ૨૪ like loading author dipak dholakia posted on 20 04 2016 05 05 2016 categories uncategorized tags દીપક ધોળકિયા દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય વેબગુર્જરી dipak dholakia partition of india venkat dhulipala webgurjari 1 ટિપ્પણી creating a new medina state power islam and the quest for pakistan in late colonial north india venkat dhulipala 12 માટે creating a new medina state power islam and the quest for pakistan in late colonial north india venkat dhulipala 11 creating a new medina state power islam and the quest for pakistan in late colonial north india english 1st edition ǁ october 2014 ǁ list price rs 995 publisher cambridge university press ǁ isbn 13 9781107052123 લાહોર ઠરાવ પછી પણ પાકિસ્તાન વિશે તર્કવિતર્કો ચાલુ રહ્યા અને આખા યુક્ત પ્રાંતમાં એના વિશે સભાઓ અને ભાષણો થતાં રહ્યાં ૧૯૪૦ની ૧૯મી ઍપ્રિલે મુસ્લિમ લીગે આખા દેશમાં પાકિસ્તાન દિન મનાવવાનું એલાન કર્યું હતું લિયાકત અલી ખાનના કહેવા પ્રમાણે આખા દેશમાં એ દિવસે દસ હજાર મીટિંગો થઈ બદાયુંમાં મીટિંગ આ આંકડામાં અતિશયોક્તિ હોઈ શકે છે પણ આવી જ મીટિંગ બદાયુંમાં મળી જિલ્લા મુસ્લિમ લીગના ઉપપ્રમુખ મૌલવી મુસાવિર અલી ખાને શુક્રવારની નમાઝ પછી એકાદ કલાક ઉર્દુમાં ભાષણ કર્યું એની ખાસ નોંધ લેવાનું કારણ એ કે જિલ્લાની લીગે આ ભાષણ છપાવીને લોકોમાં વહેંચવાનો નિર્ણય કર્યો આ પહેલાં આપણે બરેલીના અનિસુદ્દીન રિઝવીના પુસ્તક વિશે વિગતવાર વિવરણ જોયું છે મુસાવિર અલીના ભાષણમાં ઘણું ખરું તો રિઝવીના પુસ્તક જેવું જ હતું એટલે કે પાકિસ્તાન ઇસ્લામી રાજ્ય બનવાનું હતું માત્ર મોટો ફેર એ હતો કે રિઝવીએ યુક્ત પ્રાંતના મેરઠ અને આગરા વિસ્તારોમાં પણ સાર્વભૌમ મુસ્લિમ રાજ્ય બનાવવાની માગણી કરી હતી પણ હવે લાહોર ઠરાવ આવી ગયો હતો અને એમાં યુક્ત પ્રાંતના કોઈ પણ ભાગને પાકિસ્તાનમાં સમાવવાની વાત નહોતી એટલે મુસાવિર અલીના ભાષણમાં પણ એનો ઉલ્લેખ નહોતો મુસાવિર અલીએ કોંગ્રેસના પૂર્ણ સ્વરાજના એલાનની ઠેકડી ઉડાવતાં કહ્યું કે કોંગ્રેસ ભલે કહેતી હોય પણ બ્રિટિશ હકુમતને ઉથલાવી પાડવાની તક મળે છે ત્યારે એ સમાધાન કરી લે છે અને એનું ધ્યેય પાછળ રહી જાય છે ગાંધીજીની દાંડી યાત્રા વિશે મુસાવિરની ટિપ્પણી હતી કે ગાંધીજીએ કહ્યું હતું કે તેઓ સ્વરાજ લાવીને પાછા વળશે નહીંતર એમની લાશ સમુદ્રમાં તરતી મળશે પરંતુ થયું એવું કે આખા નાટકના અંતે ગાંધીજી વાઇસરીગલ લૉજમાં ચાપાણીની મહેફિલ માણતા હતા એમણે ગાંધીજીના સવિનય કાનૂન ભંગના નવા એલાનને પણ હસવામાં કાઢી નાખ્યું એકસમાન રાષ્ટ્રીયતાના કોંગ્રેસના વિચારને પણ એમણે નકારી કાઢ્યો કે એ માત્ર હિન્દુ રાષ્ટ્રીયતાનું નવું નામ હતું મુસલમાન આ ન સ્વીકારી શકે કારણ કે ઇસ્લામ માત્ર અલ્લાહની સરકારને જ મંજૂર રાખે છે એ સરકાર અલ્લાહના કાયદા પ્રમાણે જ બની શકે અને એ કાયદા નિશ્ચિત છે મુસલમાન જો કોંગ્રેસની વ્યાખ્યા સ્વીકારે તો મુસલમાન ન રહે ભારતીય રાષ્ટ્રીયતાના પ્રયાસોની નિષ્ફળતા મુસાવિર અલી ખાને નાનક કબીર વગેરેનાં ઉદાહરણ આપીને કહ્યું કે એમણે એકસમાન રાષ્ટ્રીયતા વિકસાવવાના પ્રયત્ન કર્યા પણ સફળ ન થયા સમ્રાટ અકબરે આના માટે દીને ઇલાહી નામનો નવો ધર્મ બનાવ્યો એ ધર્મ તો અલોપ થઈ ગયો અને તે સાથે મોગલાઈના પાયા પણ હચમચાવતો ગયો પરિણામે એક તરફ શિવાજીની આગેવાની હેઠળ મરાઠા મજબૂત બન્યા અને બીજી તરફ શીખોનું જોર વધ્યું આજે શિવાજીના વારસો હિન્દુ મહાસભામાં છે પરંતુ કોંગ્રેસ અને હિન્દુ મહાસભા વચ્ચે કંઇ ફેર નથી મુસાવિરે ઉમેર્યું કે હિન્દુઓના નેતા ડૉ મુંજે કહે છે કે ગાંધીજી છૂટ નથી આપતા નહીંતર બધા કોંગ્રેસી હિન્દુ મહાસભામાં જોડાઈ જાય તેમ છે યૂ પી ના મુસલમાનો લાહોર ઠરાવ પછી યૂ પી ના મુસલમાનોના ત્યાગ પર ભાર મૂકવાનું જરૂરી હતું મુસાવિરે પણ કહ્યું કે ભાગલાથી યુક્ત પ્રાંતના મુસલમાનોને કંઈ નથી મળવાનું પરંતુ તેઓ મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતોના મુસલમાનોને હિન્દુઓના ગુલામ બનીને રહેવું પડે તેવું ઇચ્છતા નથી યૂ પી ના મુસલમાનો પોતાનું બલિદાન આપતા હતા પણ એ જરૂરી બલિદાન હતું ભાગલા પછી શું મુસાવિર અલીએ ભાગલાનાં લાગણીને સ્પર્શતાં પાસાંઓની પણ ચર્ચા કરી એમાંથી એ ખ્યાલ આવે છે કે ભાગલા ખરેખર પડ્યા તેની વ્યવસ્થાની કલ્પના મુસાવિરને નહોતી એમણે કહ્યું કે અલગ ફેડરેશનો બનાવવાથી ધરતીકંપ નહીં આવે જેથી જમીન વચ્ચે ફાટ પડી જાય અને સમુદ્રનાં પાણી એમાં ભરાઈ જાય બધા પ્રાંતો ઊડીને ક્યાંક ચાલ્યા નહીં જાય જેમ આજે પણ ફ્રન્ટિયર મેઇલથી યૂ પી થી પંજાબ જઈ શકાય છે તેમ ભાગલા પછી પણ જઈ શકાશે આજે જેમ અલ્હાબાદથી કલકત્તા જઈ શકાય છે તેમ ભાગલા પછી પણ જઈ શકાશે મુસાવિરે કહ્યું કે હિન્દુઓ શા માટે ભાગલાને શરીરના ટુકડા કરવા જેવું માને છે તે સમજાતું નથી વૈશ્વિક ઇસ્લામ કે બ્રિટિશ કૉમનવેલ્થ મુસાવિર અલી ખાને પાકિસ્તાનના સાર્વભૌમત્વ અંગે પણ ખુલાસો કર્યો પાકિસ્તાન સાર્વભૌમ દેશ રહેશે કે વૈશ્વિક ઇસ્લામનું એક અંગ બની જશે મહેમૂદાબાદના રાજા પાકિસ્તાનની રચનાને વૈશ્વિક ઇસ્લામને સુદૃઢ કરવાનું એક પગથિયું માનતા હતા પણ મુસાવિર અલી ખાન એમનાથી જુદા પડ્યા એમણે કહ્યું કે પાકિસ્તાન પોતાનું સાર્વભૌમત્વ કદી બૃહદ મુસ્લિમ મોરચામાં ભેળવી નહીં દે પાકિસ્તાન અલગ રાજ્ય તરીકે નહીં ટકી શકે અને વૈશ્વિક ઇસ્લામ સમક્ષ નમતું આપશે એવો હિન્દુઓનો પ્રચાર ખોટો છે ઉદાહરણ આપતાં એમણે કહ્યું કે ઇરાન અને અફઘાનિસ્તાન બન્ને મુસ્લિમ દેશો છે પણ અફઘાનિસ્તાને કદી ઇરાન પર કબજો કરવાની વાત નથી કરી મુસાવિરના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન આવા મોરચાને અધીન નહીં થાય એને ક્યાંય પણ જોડાવું હશે તો એ બ્રિટિશ કૉમનવેલ્થ જ હશે એમણે એ પણ શક્યતા દેખાડી કે હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો પણ રહી શકે છે અછૂતિસ્તાન પણ બની શકે સવાલ એ પણ હતો કે જો મુસલમાનોને અલગ રાજ્ય આપવામાં આવે તો અછૂતો કે શીખો જેવી બીજી કોમોને શા માટે ન આપવું જોઈએ મુસાવિર અલી ખાને એની વિરુદ્ધ એવી દલીલ કરી કે હિન્દુઓ અને અછૂતો વચ્ચેનો તફાવત હિન્દુઓ અને મુસલમાનો વચ્ચેના તફાવત જેટલો મોટો નહોતો અછૂતો પોતે પણ આવો ભેદ અનુભવતા નહોતા એટલે જ એમણે એની માગણી નહોતી કરી તે ઉપરાંત આ માગણી માની ન શકાય કારણ કે કોઈ પણ સ્થળે એમની વસ્તી એટલી નહોતી કે અલગ રાજ્ય બનાવી શકાય શીખો અલગ રાજ્ય માગી શકે તેમ હતા એટલે જ કદાચ મુસાવિરે એને સર્શ ન કર્યો એમણે દાવો કર્યો કે શીખોએ પાકિસ્તાનમાં જોડાવું જોઈએ કારણ કે પાકિસ્તાનની વસ્તીમાં લઘુમતી તરીકે એમની ટકાવારી બહુ વધી જશે જ્યારે હિન્દુઓની બહુમતી સામે એમની વસ્તી બહુ નાની બની રહેશે મુસાવિર અલી ખાનનું ભાષણ દેખાડે છે કે લીગ ઑફ નૅશન્સ દ્વારા પ્રચારમાં આવેલા શબ્દો અને વ્યાખ્યાઓ રાષ્ટ્રો ઉપરાષ્ટ્રો બહુમતી લઘુમતી વગેરે શબ્દાવલી અને મુસ્લિમ લીગની દલીલો અને તર્કો યૂ પી માં ગામેગામ પહોંચી ચૂક્યાં હતાં અને વપરાશમાં હતાં મુસ...
|