Meta tags:
description= 6 posts published by Dipak Dholakia during September 2012;
Headings (most frequently used words):
છે, અને, પણ, કે, હોય, તો, નથી, એક, પરંતુ, રામાયણમાં, તે, આમ, બહુ, રામ, હતા, એટલે, ડૉ, એમ, હશે, હતાં, કરતાં, ઉલ્લેખ, રેશમ, કહે, માટે, થયો, નહીં, હતું, રામાયણ, પૂ, ખાસ, હતો, સાંકળિયા, બે, થઈ, કોઈ, પર, સાથે, વર્ણન, લંકા, મકાનો, વસ્ત્રો, એનો, ગયા, એમાં, ત્યારે, આવે, આવાં, વર્ષ, નામ, જે, ભારતમાં, પુરાતત્વ, એમના, મળ્યાં, છતાં, વધારે, મળ્યા, માત્ર, જો, દારૂ, કૌશેય, વીંટી, archeology, and, ramayana, વગેરે, લાગે, સુધી, કરી, યોજન, એની, તરીકે, વર્ણનો, મૂળ, રીતે, રામાયણની, પછી, લેખ, સ્થળે, શકાય, આપણે, ઉપરાંત, ઉત્તર, ત્યાં, ખોદકામ, થયું, એના, જૂના, આમાં, હતી, પ્રાસાદો, એમણે, વળી, કઈં, બીજા, આજે, એમનું, ચોખા, માંસ, માંસાહાર, પ્રચલિત, જોઈએ, જોવા, મળે, હનુમાન, સીતા, હું, રહે, મને, જુદા, રામની, હોવાથી, પ્રમાણે, કારણે, રામનો, છીએ, નગરો, વિશે, પ્રદેશ, અથવા, વસ્તુઓ, પહેલાં, અયોધ્યા, જ્યારે, વિશાળ, બીજી, સામાન્ય, થતો, એમની, રચના, કરીને, અર્થ, મહેલ, ઉમેરા, વખતે, પછીના, આવી, કળથી, પાયસ, વાર, સુરાપાન, આગળ, સીતાને, એવું, થાય, છું, હિન્દી, શણ, રામના, નામાંકિત, dipak, શો, સમય, પુરાતત્વની, દૃષ્ટિએ, કરતા, રામાયણનાં, મળેલી, માહિતી, સૌથી, જૂનાં, અંદર, જાણી, નીચે, વાસણો, આનો, બીજાં, વાત, પશ્ચિમ, પ્રાચીન, હજાર, સંકેત, આપ્યાં, અમુક, લાંબી, ઘણા, રસ્તા, બન્ને, ઘરો, પ્રાસાદ, વિમાનો, વિમાન, ત્રણ, પાર, આદ્ય, શકે, જાય, ખરેખર, કેમ, ઉપયોગ, હવે, તેને, મધ્ય, મોહેં, સંસ્કૃતિ, ઉલ્લેખો, કર્યો, હજી, સ્થિતિમાં, ફેરફાર, કહી, પાસે, જતાં, આવા, સ્વાભાવિક, ઉપર, ચાલુ, ગોળ, ખવાતા, જમીન, મુખ્ય, ભારતના, એમને, મારી, રોમ, આવ્યું, સ્ત્રીઓ, દ્વારકા, એટલું, કાંડોમાં, પહેરતાં, પ્રસંગ, શ્લોક, ક્ષૌમનાં, ક્ષૌમ, કરનારા, માર્ગે, પ્રભાવ, બની, વીંટીનો, ખોજ, સાંકળિયાએ, દ્વારા, dholakia, spam, blocked, ખોરાક, મત, ટાંકીને, કાલનિર્ણય, લઈ, મોટો, આને, વિદ્વાન, કાળ, ૧૫૦૦, માને, પુત્ર, સમકાલીન, પુરાવો, વર્ણિત, લઈને, પોતાના, તરફ, જતા, વૈશાલી, એનાં, કૌશામ્બીમાં, માનવ, દરમિયાન, પ્રકારનાં, ઠીકરાં, બહાર, ચીતરામણ, હોવાનું, ભૂખરા, રાખોડી, રંગનાં, એનાથી, ૧૦૦૦, જૂનો, તેમાં, ૪૦૦, ૫૦૦, જૂની, મળી, બરાબર, સાહેબ, ધ્યાન, પ્રદેશના, જિલ્લામાં, કૌશામ્બી, અવશેષો, આજથી, ચાર, નગરોનું, વિગતે, આપણને, વિના, એને, દસ, પહોળી, ફરતે, સોનાની, એનું, બાજુ, પાણી, ગૃહ, ભવન, હર્મ્ય, રાજકુટુંબ, હર્મ્યો, કવિને, સ્પષ્ટ, શબ્દ, અર્થમાં, વપરાયો, ઊંચો, પ્રાસાદોમાં, ચોક, વસિષ્ઠ, દશરથને, મળવા, રાવણના, રહેતા, અતિશયોક્તિ, ઊંચાં, તથ્ય, કવિની, કલ્પના, એમાંથી, હાથ, લાગી, ઈંટ, માટી, વનમાં, જવા, તૈયાર, કૌસલ્યા, વનવાસ, દેખાડે, કથામાં, કવિઓએ, બિહાર, માટીનાં, અવશેષ, દડો, માં, અહીં, કહેવું, હજુ, ૧૯૭૩માં, સમયમાં, અરસામાં, શકાતું, થયેલાં, મકાનોની, દડોમાં, સાચું, સત્ય, શોધવા, પડે, મુનિ, કયા, માળ, મકાનોમાં, કાળમાં, વિશેની, ત્રીજા, આપવામાં, કરવામાં, ચણા, થતા, દૂધમાં, મુખ્યત્વે, આવેલા, ખોદકામમાં, થયાં, દક્ષિણમાં, પૂર્વમાં, ચિરાન્દના, બંગાળમાં, જૂનામાં, ખબર, ભાગો, નહોતી, ખવાતું, કેટલીયે, અનુમાન, બધા, બીજું, ઈશુના, રામે, પડ્યા, મધનો, કારણ, મધમાંથી, બનતો, રસ, મહુડાનો, હોવો, આખા, આપતાં, વારુણી, આવતો, રામાયણના, આપણી, કરે, જેમ, તેમ, એવાં, બૌદ્ધ, મહેલમાં, યાદ, રોમના, માંડીને, મળ્યો, મદિરાક્ષીઓનું, પ્રદેશમાં, કાલિન્દીને, રામકથામાં, આભૂષણો, કર્યું, વસ્ત્રોની, પુરુષો, પહેરતા, વસ્ત્ર, મારૂં, ગઈ, સર્ગ, ગીતા, પ્રેસ, ૨૫મી, થયા, બનતું, જાતનું, રાવણ, કૌશેયનો, પરસ્પર, વિરોધી, કામ, ચીર, કુદરતી, ચીનથી, ગયું, ચીનનું, શણનો, હનુમાનને, થતું, સાદી, પોતે, આપે, જુદે, મળ્યું, ઉપલબ્ધ, ગ્રીક, કર્યા, દિવ્ય, વિશેષણ, હોવી, પુસ્તક, સમાપ્ત, પ્રકાશિત, સામયિકો, સાંકળિયાનો, કહું, આધારે, કથા, ફેરફારો, રાવણને, પ્રત્યે, તત્વો, જમાનામાં, નૈતિક, આથી, જરૂરી, કૃષ્ણની, મહિનો, સપ્ટેમ્બર, 2012, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, રામસીતાનો, વિદ્વાનોના, વંશાવળી, આપી, બન્નેમાં, થોડો, ફેર, આધાર, ઇક્ષ્વાકુ, વંશમાં, ૩૩, ૩૫, રાજાઓ, પુરાણોને, લો, સુધીના, ૬૩, રાજાઓની, યાદી, તફાવત, જણાવેછે, ૨૩૫૦, ૧૯૦૦, ૧૪૫૦, વંશાવળીની, જરૂર, જાણીએ, દશરથના, જનક, સિરધ્વજ, વિદેહ, અંગદેશના, લોમપાદક, વૈશાલીના, સુમતિ, સમયે, કોસલ, દેશમાં, કૌસલ્યાના, પિતા, અશ્વપતિ, રાજ્ય, કોશામ્બી, મહોદય, કાન્યકુબ્જ, રાજ્યો, બાલકાંડમાં, વિશ્વામિત્ર, લક્ષ્મણને, આશ્રમ, માર્ગમાં, કૌશમ્બી, મિથિલા, બિહારનાં, પુરાતત્વીય, તારણો, મુજબ, વસ્તીની, શરૂઆત, વહેલામાં, વહેલી, ૧૦૦૦ની, આસપાસ, નીચલા, થરે, વાસણ, લાલ, પકવેલાં, કાળા, રંગે, જણાય, ટુકડા, નાના, કેવું, વાસણનો, આકાર, શકાયું, થાળી, વાડકા, હોવાં, જોઇએ, પડઘીવાળાં, સાદાં, નાની, પોકળ, નક્કર, નળી, રહેતી, બેઠકવાળાં, થરથી, ઉપરના, થરમાંથી, ઝાંખાં, ૪૦૦નો, ચારસો, પાછળ, જઈ, ૮૦૦, નીચલો, થર, ૧૨૦૦, વૈશાલીમાં, મિથિલામાં, ત્યાંથી, ૫૦૦ના, અરસાનાં, વાચકોનું, દોરે, સહારનપુર, હસ્તિનાપુર, સમયના, સંસ્કૃતિનો, વિકાસ, સાડાત્રણ, હોવાના, ગંગા, જમનાના, મેદાનમાંથી, કિષ્કિન્ધા, નગરીઓનાં, લંકાનાં, વર્ણનોમાં, સામ્ય, કવિએ, લંકાને, જોયા, અયોધ્યાનું, લાગુ, દીધું, નગરી, ત્રીસ, ઉત્તરકાંડમાં, એકસો, દર્શાવી, સમુદ્રમાં, ટેકરી, વસેલી, પરિખા, ખાઈ, કિલ્લો, પરિખામાં, શસ્ત્રો, રાખવામાં, આવતાં, કિલ્લાની, દીવાલ, સૈન્ય, અગ્ન્યાસ્ત્રોથી, રક્ષણ, કરતું, અગ્ન્યાસ્ત્રોમાં, એકનું, શતઘ્ની, એકસોનો, વધ, કરનાર, નગરોને, દ્વારો, ગોપુરો, દરવાજા, બનેલાં, કેટલાય, માર્ગો, અયો્ધ્યામાં, માર્ગનું, કિષ્કિન્ધામાં, રસ્તાની, બાજુએ, કતારબંધ, ધૂળિયા, છાંટવામાં, આવતું, અયોધ્યામાં, રાતે, દીવા, મુકાતા, ઓળખાતાં, નાગરિકો, મંત્રીઓ, ત્રણમાં, હોદ્દા, ફરક, સુશોભન, જુદાં, પડતાં, વિગતો, મળતી, વિમાનોનાં, સામાન્યપણે, ઉત્તમ, ધ્યાનથી, વાંચતાં, જણાઇ, ખ્યાલ, નહોતો, ઓછામાં, ઓછા, સમજીએ, બીજો, મોટા, આવ્યા, કક્ષાઓ, પ્રાસાદમાં, હાથી, ઘોડા, રથ, સૈનિકો, લાંબો, અડધો, પહોળો, કુંભકર્ણનો, યોજનનો, કાયાને, ધ્યાનમાં, કરાઈ, એટલાં, ખાઇ, બનાવાતી, તોરણો, બનાવાતાં, ઝરઝવેરાતનાં, તળાવો, ક્રીડાવનો, નગરવર્ણનમાં, એકનાં, સમજ્યા, વગર, તરત, સમજાઈ, કૃતિમાં, નવા, કવિઓ, જોયું, મેળ, દૃષ્ટાંત, લઈએઃ, દશરથનું, રહેતું, જણાવેલું, કેવી, બનાવેલા, પત્થર, શાનો, તેની, કશી, ઘટના, જૂઓ, માતાની, રજા, લેવા, દિવસે, રાજ્યાભિષેક, થવાનો, બદલે, બેભાન, થઈને, ઢળી, પડ્યાં, એમનાં, ફરસની, માટીથી, ખરડાઈ, ગયાં, પથ્થરથી, બન્યો, ફરસ, ઈંટની, કૌસલ્યાનું, ઘર, નાનું, લીંપણવાળું, પાછળના, કાચી, ભૂમિ, પોતાની, કલ્પનાથી, ખડો, દીધો, બંગાળ, મહારાષ્ટ્ર, ચૂનાથી, ધોળેલી, દીવાલોના, ઈંટનાં, લોથલ, સિંધુ, હડપ્પાની, ગામડાંઓમાં, ચૂના, બને, આપતા, વર્ણનોની, છણાવટ, સાવચેતીના, સુરમાં, મર્યાદા, જણાવે, વિસ્તારપૂર્વક, ઉત્ખનન, લખી, મૌર્ય, શુંગ, કુષાણ, ગુપ્ત, ૩૫૦ના, નાગરિકોનાં, કેવાં, સ્પષ્ટપણે, તક્ષશિલા, કોલ્હાપુર, નાગાર્જુનકોંડા, નાલંદા, ખોદકામોમાં, નાનાં, મોટાં, ચોકવાળાં, આંગણવાળાં, મકાનોનું, એટલી, બધી, પ્રશ્નોના, જવાબ, દાખલા, રથમાં, બેસીને, વાડાઓમાં, બંધાતા, સવાલ, વાડાઓ, યુગમાં, સાત, આઠ, ઊંચા, આટલાં, હજારો, ટકે, મળેલાં, ઊપર, એવા, સાંચી, ભારહુતના, સ્તુપો, પરનાં, કોતરકામો, પરથી, માળવાળાં, કલાકારોએ, જોયાં, બારીઓ, અટારીઓ, માટેની, સીડીનાં, પૂર્વે, છેવટે, શહેરોમાં, કહેવા, થયેલા, સૂચવે, આટલું, નગરરચના, ચર્ચા, ભાગમાં, રાખીશું, બાબતમાં, પુસ્તકો, લખાયાં, ખાદ્ય, વસ્તુઓની, રામાયણનો, અંશોનો, અન્ન, પાન, સિવાયની, લેહ્ય, ચોષ્ય, ચાવીને, ચૂસીને, ચાટીને, ખાવાના, પદાર્થો, ખાવાની, વસ્તુઓમાં, શાલિ, તાંદુલ, તલ, તિલ, ચણક, કુલથ, માંસનો, ઘઉંનો, સમાવેશ, નોંધવા, જેવું, ઘઉં, ખવાતાઃ, ભાત, ઉકાળીને, ધાણી, બનાવીને, ચોખાના, લોટના, અપૂપ, પૂપ, બનતા, દૂધ, દહીં, છાસ, ધાન્યમાં, અંશે, ખવાતાં, ૪૦૦૦, અમને, માઇસોરના, બલ્લારી, તેક્કલકોટા, ઉત્ખનનમાં, ત્યાર, પૂના, ઇનામગામ, કચ્છમાં, સૂરકોટડાના, પ્રાપ્ત, અન્ય, જ્યાં, વરસાદ, ઓછો, ફળદ્રુપ, હોતી, ગરીબ, લોકોનો, ગણાય, પ્રાંતમાં, રાજારધિપી, મહિષદલમાં, ત્રણેય, સ્થળોમાં, ૪૦૦૦થી, મનાય, જોતાં, ચોખાનો, દર્શાવે, રચનાકારને, પૂર્વના, રિવાજની, નાખીને, બનાવાય, દક્ષિણ, બનાવે, ગુજરાત, મહારાષ્ટ્રમાં, બનાવતા, બિલ્વ, કોઠું, ફણસ, આમળાં, બોર, કેરી, જેવાં, ફળો, ખાવામાં, લેવાતાં, ખરૂં, ક્ષત્રીયો, બ્રાહ્મણો, ખાતા, ઘેટાં, બકરાં, ડુક્કર, હરણ, ગાયનું, પક્ષીઓમાં, સેધા, શાહમૃગ, મોર, ઉચ્ચ, જાતિઓ, શિયાળ, મગર, વાનર, કિન્નર, મનુષ્યનાં, વર્જ્ય, ગણતી, શબ્દોમાં, ગાય, સહિત, માંસાહારનો, શકાયઃ, આવો, પ્રજાના, લગભગ, થરોમાં, મહત્વનું, રામાયણનું, અંગ, વાર્તાનો, ભાગ, પહેલાંના, સમયનો, સીતાથી, છૂટા, ત્યાગ, મધ, ઉત્તેજક, મનાતું, ફળોનો, શેરડીનો, પીણા, વાનરો, સુગ્રીવના, મધુવનમાં, પ્રવેશીને
Text of the page (most frequently used words):
અને (230), હોય (69), નથી (64), પરંતુ (51), રામ (40), એટલે (39), લંકા (33), રામાયણમાં (32), 2012 (31), હતો (31), સપ્ટેમ્બર (29), ઓક્ટોબર (29), પછી (29), #રામાયણ (29), હતી (29), હશે (29), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), માટે (28), કહે (28), બહુ (28), ઓગસ્ટ (27), જુલાઇ (26), 2017 (25), વર્ષ (25), ઉલ્લેખ (25), હતા (25), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), થયો (24), મળે (23), હતાં (23), ફેબ્રુવારી (22), 2015 (22), સાંકળિયા (22), રામાયણની (22), કરતાં (22), પહેલાં (21), એમાં (21), અહીં (21), નહીં (20), કરી (19), એની (19), અથવા (19), હતું (19), આવે (19), ત્યારે (19), માત્ર (19), 2013 (18), 2022 (18), કોઈ (18), મૂળ (18), શકાય (18), વગેરે (18), નામ (18), વર્ણન (18), એના (17), પાસે (17), રાવણ (17), 2011 (16), પ્રમાણે (16), આપણે (16), વધારે (16), એનો (16), શકે (15), ત્રણ (15), ટેકરી (15), 2014 (14), પુરાતત્વની (14), દૃષ્ટિએ (14), ગયા (14), સાથે (14), ભારતમાં (14), થાય (14), 2025 (13), and (13), હું (13), થયું (13), કારણ (13), હજાર (13), સુધી (13), વર્ણનો (13), આવી (13), ખાસ (13), કલ્પના (13), હનુમાન (13), archeology (12), ramayana (12), જોઈએ (12), બીજા (12), એમના (12), કઈં (12), વિશે (12), જોવા (12), બની (12), જુદા (12), મકાનો (12), છતાં (12), આવાં (12), હાથ (12), રેશમ (12), dipak (11), આજે (11), પુરાતત્વ (11), બીજી (11), રીતે (11), રચના (11), તરીકે (11), વાત (11), પ્રચલિત (11), કરે (11), મળ્યા (11), સીતાને (11), મારી (10), એમણે (10), છેઃ (10), માને (10), સમય (10), આજથી (10), પછીના (10), કર્યું (10), વસ્ત્રો (10), dholakia (9), હજી (9), જતાં (9), આના (9), કથા (9), થયા (9), કાળ (9), શ્લોક (9), જૂની (9), સામાન્ય (9), એને (9), જાય (9), આમાં (9), લાગે (9), સીતા (9), મને (9), શરૂ (8), martyrs (8), freedom (8), struggle (8), નક્કી (8), ઉમેરા (8), તેને (8), આનો (8), કર્યો (8), આવા (8), સૌથી (8), શ્રી (8), ગયું (8), કરીને (8), અર્થ (8), એમની (8), ઉપયોગ (8), યોજન (8), ત્યાં (8), જૂના (8), મળી (8), રહે (8), હિન્દી (8), માથાં (8), like (7), uncategorized (7), indian (7), દ્વારા (7), ટિપ્પણીઓ (7), એવી (7), આગળ (7), ઉપલબ્ધ (7), આધારે (7), અમુક (7), છીએ (7), એવું (7), ઉપરાંત (7), નગરો (7), ઉમેરો (7), કાળમાં (7), હવે (7), એમનું (7), બાજુ (7), રામની (7), છું (7), એમને (7), ખરેખર (7), વળી (7), મોહેં (7), વખતે (7), કહી (7), મળ્યાં (7), કેમ (7), કવિની (7), જ્યારે (7), પાર (7), અનુમાન (7), આથી (7), તેમ (7), આવ્યો (7), માંસ (7), દિવસ (7), વીંટી (7), કૌશેય (7), દારૂ (7), કરો (6), નવી (6), લેખ (6), categories (6), posted (6), author (6), loading (6), એણે (6), કરવામાં (6), મુખ્ય (6), અયોધ્યા (6), પ્રાચીન (6), ચાર (6), ચર્ચા (6), રામનું (6), સત્ય (6), પ્રાસાદો (6), સંકેત (6), પરથી (6), કારણે (6), ઉત્તર (6), પ્રદેશ (6), મધ્ય (6), હોવાથી (6), રાવણના (6), બન્ને (6), જૂનો (6), ક્યાં (6), ૨૫મી (6), માણસ (6), દક્ષિણ (6), લંકામાં (6), મળ્યું (6), આવ્યું (6), એવો (6), સાંકળિયાએ (6), આદિ (6), અસ્ત્રો (6), બારી (5), મહિનો (5), શોધો (5), ઘણી (5), પડે (5), ઉપર (5), પુરાવો (5), પ્રસંગ (5), કામ (5), એનું (5), ફેરફાર (5), આદ્ય (5), રામાયણના (5), રામાયણનો (5), રાજા (5), અરસામાં (5), બાલકાંડમાં (5), સર્ગ (5), અભ્યાસ (5), વિદ્વાન (5), પાંચ (5), ઐતિહાસિક (5), શું (5), પુસ્તક (5), રામાયણનાં (5), ઘણા (5), વિશાળ (5), સ્વાભાવિક (5), એવા (5), ખોદકામ (5), માં (5), માહિતી (5), એમાંથી (5), નવા (5), શબ્દ (5), થતો (5), નહોતો (5), શસ્ત્રો (5), આવતાં (5), પ્રદેશના (5), બીજાં (5), વસ્તુઓ (5), સ્થળે (5), જૂનામાં (5), ગયો (5), હોઈ (5), ગીતા (5), પ્રેસ (5), આવૃત્તિમાં (5), શકીએ (5), થાંભલા (5), સુરાપાન (5), પોતે (5), રસ્તો (5), ક્ષૌમ (5), વાનરો (5), કિષ્કિંધા (5), પર્વત (5), શ્લોકમાં (5), ફરી (5), એટલું (5), વિંધ્ય (5), વાર (5), વૈદિક (5), રામના (5), માંસાહાર (5), ચોખા (5), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), આટલું (4), તૈયાર (4), પોતાના (4), અંશે (4), આખા (4), કથામાં (4), દાક્ષિણાત્ય (4), દૂર (4), સાતમા (4), રહ્યા (4), થરમાં (4), આવેલા (4), ભાગો (4), બૌદ્ધ (4), પહેલો (4), એનાથી (4), વિદ્વાનોએ (4), ધારણા (4), પુસ્તકો (4), લખાયાં (4), વિકાસ (4), જોઇએ (4), આપણા (4), કરતા (4), પ્રકાશિત (4), જેવું (4), ચાલુ (4), મકાનોમાં (4), જવા (4), બધી (4), અતિશયોક્તિ (4), મળવા (4), અવશેષ (4), ઉલ્લેખો (4), રામનો (4), પ્રાસાદ (4), દેખાડે (4), મહેલ (4), આપ્યાં (4), જોયું (4), ફરતે (4), ઓછામાં (4), બાજુએ (4), સ્પષ્ટ (4), લાંબી (4), ખાઈ (4), સોનાની (4), આપણને (4), માનવ (4), વાસણો (4), જૂનાં (4), તેમાં (4), વિશ્વામિત્ર (4), બહાર (4), હોવાનું (4), જાણી (4), નીચે (4), જનક (4), જોતાં (4), સાંકળિયાના (4), રામે (4), ગુફામાં (4), ઋષ્યમૂક (4), પર્વતની (4), કોટ (4), લંકાની (4), કરવા (4), બીજું (4), સમજી (4), થાંભલાવાળાં (4), મહેલમાં (4), હનુમાને (4), કદાચ (4), રાવણની (4), સામે (4), યુદ્ધ (4), દક્ષિણે (4), કહ્યું (4), યાદ (4), આભૂષણો (4), સીતાનું (4), જતો (4), ગોરખપુરની (4), સાગર (4), સ્ત્રીઓ (4), સંપાતિ (4), વાનરોને (4), બધા (4), હોવી (4), ભાગ (4), પહેરતાં (4), આવૃત્તિ (4), રાવણને (4), લગભગ (4), મળ્યો (4), નહોતી (4), ક્યારે (4), ગોળ (4), દિવ્ય (4), ચિકિત્સક (4), કાંડોમાં (4), સમાવેશ (4), ખોજ (4), નામાંકિત (4), પાયસ (4), કળથી (4), this (3), wordpress (3), com (3), other (3), વાતો (3), જોઈશું (3), રસપ્રદ (3), એનાં (3), સાહેબ (3), જ્ઞાન (3), પ્રતો (3), વાયવ્ય (3), પરંપરા (3), અસર (3), સાહિત્યની (3), પુષ્ટિ (3), રૂપ (3), મૂકી (3), થતા (3), કૃષ્ણનો (3), મનાય (3), પહેલી (3), ભૌગોલિક (3), ઉમેરાયા (3), રામને (3), અવતાર (3), સાહિત્યમાં (3), શિલાલેખોમાં (3), તેના (3), બીજો (3), તેઓ (3), જૂનું (3), રહી (3), ફેરફારો (3), અનેક (3), ભારતીય (3), જેવા (3), બધાં (3), મુખ્યત્વે (3), આપણી (3), જેમ (3), બદલે (3), રહ્યું (3), પડ્યા (3), ૧૯૭૩માં (3), tags (3), વિશેની (3), ત્રીજા (3), ભાગમાં (3), ૧૦૦૦ (3), શોધવા (3), કયા (3), ઊંચાં (3), દડોમાં (3), કહેવું (3), સ્થિતિમાં (3), સમયમાં (3), ઘરો (3), કેવાં (3), થયેલાં (3), અંદર (3), પશ્ચિમ (3), દડો (3), સંસ્કૃતિ (3), વનમાં (3), કૌસલ્યા (3), થઈને (3), વિમાનો (3), વિમાન (3), અર્થમાં (3), આવ્યા (3), લઈને (3), રસ્તા (3), હર્મ્ય (3), વિગતો (3), કિષ્કિન્ધા (3), વર્ણનોમાં (3), કવિએ (3), વિના (3), તરફ (3), ધ્યાન (3), સમયના (3), અવશેષો (3), ૪૦૦ (3), મળેલી (3), શરૂઆત (3), નાના (3), હોવાં (3), સૈકામાં (3), પુત્ર (3), સમયે (3), આપી (3), હસમુખ (3), પ્રત (3), વચ્ચે (3), નોંધઃ (3), માંડીને (3), પૂર્વમાં (3), વર્ષથી (3), જગ્યાએ (3), પુરાવા (3), મોટી (3), શબ્દોમાં (3), સહજ (3), કર્યા (3), પ્રતિબિંબ (3), ઉત્તરમાં (3), જરૂરી (3), સેતુ (3), પ્રતોમાં (3), સમુદ્ર (3), પાછળથી (3), વિસ્તારમાં (3), વાપરે (3), ગોંડ (3), હનુમાનને (3), ચીર (3), છોટા (3), બંગાળમાં (3), પૂર્વ (3), પરમશિવ (3), આયરે (3), મહેન્દ્ર (3), પ્રસ્રવણ (3), રાખવાનું (3), ઇંદ્રાણ (3), પશ્ચિમે (3), સુંદરકાંડમાં (3), તરીને (3), પહોંચી (3), રહેતો (3), શોધમાં (3), એમનો (3), આપે (3), હોવાનો (3), ઉચ્ચ (3), વિસ્તારથી (3), પ્રદેશમાં (3), વીસ (3), હાથથી (3), માથું (3), સ્કંદ (3), ભાગની (3), ગણાય (3), ધનુષ્ય (3), ખોદકામમાં (3), અંશ (3), આવતો (3), કૃષ્ણ (3), ઇન્દ્ર (3), આપતાં (3), પૂજા (3), નક્ષત્ર (3), ગ્રીક (3), અભિલેખોમાં (3), સ્વસ્તિવાચન (3), ગણેશની (3), કેટલીયે (3), દ્વારકા (3), પ્રભાવ (3), કરનારા (3), વીંટીનો (3), રોમ (3), માર્ગે (3), જમીન (3), ક્ષૌમનાં (3), ભારતના (3), ખવાતા (3), site (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 298 (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), સોમ (2), india (2), આવો (2), email (2), address (2), મુદ્દો (2), રહેવું (2), કાર્ય (2), કેટલાક (2), પ્રસંગો (2), કરવાનું (2), મદદ (2), શબ્દો (2), વૈજ્ઞાનિક (2), મર્યાદા (2), માનીએ (2), દેશમાં (2), પ્રસંગોના (2), તફાવત (2), વિદ્વાનો (2), જેના (2), જાણતા (2), બંગાળ (2), વાલ્મીકિ (2), રચિત (2), વિભાજનની (2), મદદથી (2), ૮૦૦ (2), સાડાત્રણ (2), મિથિલા (2), કોશામ્બી (2), મહોદય (2), કાન્યકુબ્જ (2), નહોતાં (2), છેક (2), સૈકા (2), સદી (2), પાછળના (2), સમયનો (2), અનુક્રમણિકા (2), આજના (2), નામના (2), લેખમાં (2), વાલ્મીકિની (2), વખતમાં (2), આસપાસ (2), બંધાયું (2), ચોથા (2), ઈસુની (2), શતાબ્દી (2), પ્રતોના (2), વિભાગો (2), પાંચમા (2), બાલકાંડ (2), ઉત્તરકાંડમાં (2), દાખલ (2), ત્રીજો (2), ૩૦૦થી (2), માની (2), જણાય (2), માનવામાં (2), સંકેતો (2), કોસલ (2), પ્રદેશની (2), છેલ્લે (2), બન્યા (2), જેમાં (2), પ્રયાસ (2), હજારો (2), કૃતિમાં (2), દર્શાવ્યું (2), પાશ્ચાત્ય (2), જૂજ (2), એટલો (2), સ્વરૂપ (2), પુસ્તકના (2), કૌંસમાં (2), એટલી (2), કહેવાય (2), ભાષામાં (2), ગાંધીજી (2), લેખમાળા (2), પુસ્તકનો (2), પરિચય (2), ગુજરાત (2), પૂર્વે (2), ૧૫૦૦ (2), ૫૦૦ (2), વૈશાલી (2), કૌશામ્બી (2), મકાનોની (2), સાચું (2), દાખલા (2), વસિષ્ઠ (2), મુનિ (2), દશરથને (2), માળ (2), હજુ (2), નગરોનું (2), શકાતું (2), તક્ષશિલા (2), મોટાં (2), ચોક (2), છણાવટ (2), બિહાર (2), દરમિયાન (2), માટીનાં (2), સિંધુ (2), બને (2), આપતા (2), રજા (2), લેવા (2), દિવસે (2), વનવાસ (2), એમનાં (2), ઊંચો (2), મોટો (2), ઈંટ (2), માટી (2), કવિઓએ (2), કાચી (2), રાજકુટુંબ (2), પ્રાસાદોમાં (2), બનાવેલા (2), પત્થર (2), તેની (2), તથ્ય (2), લાગી (2), દૃષ્ટાંત (2), હર્મ્યો (2), વપરાયો (2), મોટા (2), રહેતા (2), લાંબો (2), પહોળો (2), ધ્યાનમાં (2), બનેલાં (2), કેટલાય (2), પાણી (2), રાતે (2), ગૃહ (2), ભવન (2), મળતી (2), ઉત્તમ (2), પ્રકારનાં (2), કવિને (2), પહોળી (2), નગરી (2), સમુદ્રમાં (2), પરિખા (2), કિલ્લો (2), રાખવામાં (2), સૈન્ય (2), વિગતે (2), લાગુ (2), જિલ્લામાં (2), ભૂખરા (2), રાખોડી (2), રંગનાં (2), આને (2), કૌશામ્બીમાં (2), ૧૨૦૦ (2), બરાબર (2), ત્યાંથી (2), ઠીકરાં (2), વર્ણિત (2), લક્ષ્મણને (2), જતા (2), માર્ગમાં (2), તારણો (2), ચીતરામણ (2), સાદાં (2), નાની (2), રહેતી (2), વર્ષમાં (2), લાગ્યો (2), પિતા (2), રચનાકાળ (2), આઠમા (2), જરૂર (2), સમકાલીન (2), રાજ્ય (2), વિદ્વાનોના (2), ટાંકીને (2), કાલનિર્ણય (2), યાદી (2), નગરોનાં (2), ઈસુના (2), લાવી (2), નેપાલી (2), ૧૦૨૮ની (2), પ્રગટ (2), વાનર (2), જાતિ (2), ખાઈને (2), ફળો (2), પુરુષ (2), ગુફાઓમાં (2), વસતો (2), પશ્ચિમમાં (2), ઓછાં (2), આંધ્ર (2), બનેલી (2), કિષ્કિન્ધાકાંડમાં (2), ગુફા (2), પ્રયત્ન (2), ખાઈવાળાં (2), આવેલી (2), વાચક (2), હડપ્પા (2), કચ્છમાં (2), માટીના (2), ભારતની (2), જેવાં (2), શક્ય (2), રત્નજડિત (2), દડોમાંથી (2), સહેલું (2), જોવાની (2), પાટલિપુત્રમાં (2), ૨૦૦ (2), સભાગૃહો (2), કેટલીક (2), બાકી (2), બધું (2), કવિઓની (2), ત્રિકુટ (2), ઇંદ્રાણની (2), વ્યૂહરચના (2), નગરીની (2), સબળ (2), આની (2), લડાઈમાં (2), વાનરોએ (2), નલસેતુ (2), શ્રીલંકામાં (2), જ્યાં (2), નર્મદાની (2), ઉત્તરે (2), જબલપુર (2), મુંડા (2), આદિવાસીઓની (2), લીનન (2), પંપા (2), સરોવર (2), સ્થાનો (2), વિંધ્યની (2), નજીક (2), સુગ્રીવે (2), માથાવાળા (2), નદી (2), સુગ્રીવને (2), સીતાએ (2), અપહરણ (2), રસ્તામાં (2), ઊંચી (2), ભેળસેળ (2), મળતાં (2), આપતી (2), સાહેબે (2), જણાવ્યું (2), प्लुत (2), હોત (2), સર્ગમાં (2), પાછો (2), તમને (2), प्रतिप्लवन (2), વિરુદ્ધ (2), અનુવાદ (2), સાધારણ (2), છોડ્યો (2), નમ્ર (2), વિનંતિને (2), સાગરને (2), હરણ (2), બેઠો (2), કાળો (2), પાછી (2), જૂએ (2), શોધી (2), અંગદ (2), જટાયુનું (2), જટાયુ (2), હાથે (2), કોટિની (2), પર્વતમાં (2), આયર (2), સીતાની (2), આખી (2), સાચી (2), તારણ (2), મારે (2), ખાતરી (2), પહેલા (2), ચાલે (2), સાંકળિયાસાહેબ (2), ઓળખાણ (2), અંકિત (2), स्वकं (2), रूपं (2), રાવણનો (2), સુંદરકાંડ (2), રામાયણનું (2), અરણ્યકાંડમાં (2), પોતાનું (2), ઉપાડે (2), નાખીને (2), ઉપાડી (2), શરીર (2), આકૃતિઓ (2), ૨૨૦૦ (2), દેવની (2), ઇસુના (2), છઠ્ઠા (2), વિશેષ (2), ઉમેરાયો (2), રજુ (2), બાણ (2), થતી (2), માથા (2), શસ્ત્ર (2), જવાબમાં (2), પહ્ (2), દર્શાવે (2), કથાના (2), માનવીય (2), રામમાં (2), દૈવી (2), છોડી (2), પહેલાંનાં (2), માન્યતા (2), દેવતા (2), ભક્તિ (2), ૧૨મો (2), ગ્રહો (2), ધીમે (2), જ્યોતિષના (2), અભિલેખો (2), અશોક (2), પછીની (2), વર્ષની (2), સ્થાન (2), ગ્રહ (2), વગેરેની (2), ઉમેરાઈ (2), કયો (2), માસ (2), ઋતુ (2), રચનાકારને (2), કક્ષા (2), માતા (2), પૂષા (2), અર્યમા (2), સ્મૃતિ (2), દેવો (2), મહત્વ (2), સમયનું (2), પ્રવેશ (2), તપાસ (2), થયેલી (2), નમો (2), પ્રથા (2), ૧૬૦૦ (2), પહેલાંના (2), મંગલાચરણો (2), ૧૩૦૦ (2), સ્વતંત્ર (2), દેવોની (2), રંગ (2), શરૂઆતમાં (2), કરેલું (2), બાબતો (2), સમાપ્ત (2), જાતનું (2), કૃષ્ણની (2), પ્રત્યે (2), તત્વો (2), જમાનામાં (2), નૈતિક (2), ખવાતું (2), બનતું (2), રામકથામાં (2), પરસ્પર (2), વિરોધી (2), સામયિકો (2), સાંકળિયાનો (2), કહું (2), વિશેષણ (2), હોવો (2), જુદે (2), સાદી (2), શણનો (2), થતું (2), કૌશેયનો (2), કુદરતી (2), ચીનથી (2), ચીનનું (2), વસ્ત્રોની (2), પુરુષો (2), પહેરતા (2), એવાં (2), વસ્ત્ર (2), થયાં (2), મારૂં (2), કાલિન્દીને (2), રોમના (2), દક્ષિણમાં (2), મધમાંથી (2), મદિરાક્ષીઓનું (2), વારુણી (2), આપવામાં (2), ઈશુના (2), મધનો (2), બનતો (2), મહુડાનો (2), ખબર (2), દૂધમાં (2), ચણા (2), ખોરાક (2), ચિરાન્દના (2), design, with, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, for, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, અંગે, લેખમાળાના, અંતે, જણાવીશ, પુરાતત્વવિદ્, માન્યતાઓ, પુરાવાઓ, આધારિત, બદલાય, મંતવ્યો, બદલવાને, આવૃત્તિઓનું, સંપાદન, પ્રસગો, કાઢી, નાખ્યા, પ્રકારના, રહેવા, દીધા, ઉચિત, સંપાદકોનું, પુરાતત્વશાસ્ત્રીઓ, અભ્યાસના, કાલનિર્ણયની, પ્રક્રિયા, શાસ્ત્રીનું, મર્યાદિત, ત્રુટિપૂર્ણ, ટાંકીશ, આત્મનિષ્ઠ, હોતો, સત્યનિષ્ઠ, જ્વલંત, ઉદાહરણ, એકસરખી, દરેકમાં, પાઠફેર, નિરૂપણમાં, આમાંથી, શાખાઓ, ફૂટીઃ, ઔત્તરીય, શાખાના, ફાંટા, પડ્યાઃ, પરંપરાની, ભારે, લખે, કરાયેલા, કથાનો, ૧૦૦૦થી, વર્ષનો, ગણી, કથાનકનું, બીજ, સામગ્રી, ઠીક, ગામો, અસ્તિત્વમાં, દૃષ્ટિએે, મહાભારતથી, એકાદ, અપવાદ, સિવાય, સુદ્ધાં, એકમાત્ર, ગણાવી, છેલ્લા, છંદની, ઉત્પત્તિ, આખ્યાનો, ઉમેરાયાં, થરનો, ગાળો, ઈસુનો, સાતમો, સૈકો, વિયેતનામના, અન્નામ, શહેરમાં, ત્રા, કિન, મંદિરમાં, સૈકાના, સંસ્કૃત, અભિલેખમાં, મૂર્તિ, મંદિરોનો, મંદિર, પ્રકાશાદિત્યના, ૬૫૭, ગાળામાં, શિવ, વિષ્ણુનાં, માહાત્મ્ય, વધારતા, વિષ્ણુનો, વર્ણવતા, ૧૦૦નો, રુદ્રદામાના, જૂનાગઢના, કાવ્યમય, ૭૦૦નો, ૨૩૦૦થી, ૨૭૦૦, આનું, બુદ્ધ, ધર્મના, મળતા, પાટલિપુત્રનો, બુદ્ધના, રાજધાની, સાકેત, ઓળખાતી, અયોધ્યાની, ૩૦૦ની, આસપાસનો, પાણિનીએ, પ્રસંગોનો, પાણિની, રચનાથી, નજીવો, ભાગોને, પ્રક્ષિપ્ત, માન્યા, પારંપરિક, વૃત્તાંતો, ઉત્તરકાંડનો, વાલ્મીકિને, સ્ફુરણા, ઉમેરાયું, નૈસર્ગિક, ચમત્કારોનો, અલગ, પ્રદેશોમાં, થોડા, સંકલિત, અધ્યાય, કાંડ, છંદોવાળા, શ્લોકો, વાલ્મીકિએ, સંકલન, ૦૦૦, પ્રારંભિક, અવસ્થામાં, લોકગીતો, લોકવાર્તાઓ, સાહેબનો, કરવાનો, ગુરુગેએ, કરેલા, પ્રશંસા, કથાને, સમયખંડ, વહેંચી, આદિકાવ્ય, જનતા, ફુગાવો, ૧૮૭૦, જર્મન, વેબર, યાકોબીએ, મહત્વપૂર્ણ, દિશામાં, રામાસ્વામી, શાસ્ત્રી, ઘટનાઓ, ભાષા, વગેરેના, થોડાં, સંસ્કૃતિની, આનન્દ, ગુરુગે, પુરાતત્વનો, નિર્ણય, સાહિત્યિક, મહાકાવ્ય, ગ્રંથ, લખું, આપેલી, ચાલો, તેઃ, સંસ્કૃતિમાં, વણાઈ, હદે, ભગવાનનો, પર્યાય, ભગવાન, કહીએ, પ્રયોજાતું, રમી, આવકાર, રામરામ, રાખે, કોણ, ચાખે, બોલો, પંચો, જીવનમાં, અંગરૂપ, વ્યક્તિ, કડાકૂટમાં, હૈયામાં, વસે, દશરથપુત્ર, અમૂર્ત, કરૂં, જાણીતા, પુરાતત્વશાસ્ત્રી, હસમુખભાઈ, સાંકળિયાનું, આપવા, માગું, વિદ્યાપીઠે, વસાવવા, નગરરચના, રાખીશું, બારીઓ, અટારીઓ, માટેની, સીડીનાં, છેવટે, શહેરોમાં, કહેવા, થયેલા, સૂચવે, ચોકવાળાં, આંગણવાળાં, મકાનોનું, પ્રશ્નોના, જવાબ, રથમાં, બેસીને, વાડાઓમાં, બંધાતા, સવાલ, વાડાઓ, યુગમાં, સાત, ઊંચા, આટલાં, ટકે, મળેલાં, ઊપર, સાંચી, ભારહુતના, સ્તુપો, પરનાં, કોતરકામો, માળવાળાં, કલાકારોએ, જોયાં, સાવચેતીના, સુરમાં, જણાવે, વિસ્તારપૂર્વક, ઉત્ખનન, લખી, મૌર્ય, શુંગ, કુષાણ, ગુપ્ત, ૩૫૦ના, નાગરિકોનાં, સ્પષ્ટપણે, કોલ્હાપુર, નાગાર્જુનકોંડા, નાલંદા, ખોદકામોમાં, નાનાં, વર્ણનોની, મહારાષ્ટ્ર, ચૂનાથી, ધોળેલી, દીવાલોના, ઈંટનાં, લોથલ, હડપ્પાની, ગામડાંઓમાં, ચૂના, ઘટના, જૂઓ, માતાની, રાજ્યાભિષેક, થવાનો, બેભાન, ઢળી, પડ્યાં, ફરસની, માટીથી, ખરડાઈ, ગયાં, પથ્થરથી, બન્યો, ફરસ, ઈંટની, કૌસલ્યાનું, નાનું, લીંપણવાળું, ભૂમિ, પોતાની, કલ્પનાથી, ખડો, દીધો, દશરથનું, રહેતું, જણાવેલું, કેવી, શાનો, કશી, એકનાં, સમજ્યા, વગર, તરત, સમજાઈ, કવિઓ, મેળ, લઈએઃ, નગરવર્ણનમાં, એટલાં, ખાઇ, બનાવાતી, તોરણો, બનાવાતાં, ઝરઝવેરાતનાં, તળાવો, ક્રીડાવનો, ઓછા, સમજીએ, કક્ષાઓ, પ્રાસાદમાં, હાથી, ઘોડા, સૈનિકો, અડધો, કુંભકર્ણનો, યોજનનો, કાયાને, કરાઈ, નગરોને, દ્વારો, ગોપુરો, દરવાજા, માર્ગો, અયો્ધ્યામાં, માર્ગનું, કિષ્કિન્ધામાં, રસ્તાની, કતારબંધ, ધૂળિયા, છાંટવામાં, આવતું, અયોધ્યામાં, દીવા, મુકાતા, ઓળખાતાં, નાગરિકો, મંત્રીઓ, ત્રણમાં, હોદ્દા, ફરક, સુશોભન, જુદાં, પડતાં, વિમાનોનાં, સામાન્યપણે, ધ્યાનથી, વાંચતાં, જણાઇ, ખ્યાલ, ત્રીસ, એકસો, દર્શાવી, વસેલી, પરિખામાં, કિલ્લાની, દીવાલ, અગ્ન્યાસ્ત્રોથી, રક્ષણ, કરતું, અગ્ન્યાસ્ત્રોમાં, એકનું, શતઘ્ની, એકસોનો, કરનાર, નગરીઓનાં, લંકાનાં, સામ્ય, લંકાને, જોયા, અયોધ્યાનું, દીધું, વાચકોનું, દોરે, સહારનપુર, હસ્તિનાપુર, સંસ્કૃતિનો, હોવાના, ગંગા, જમનાના, મેદાનમાંથી, થરથી, ઉપરના, થરમાંથી, ઝાંખાં, ૪૦૦નો, ચારસો, પાછળ, નીચલો, વૈશાલીમાં, મિથિલામાં, ૫૦૦ના, અરસાનાં, આશ્રમ, કૌશમ્બી, બિહારનાં, પુરાતત્વીય, મુજબ, વસ્તીની, વહેલામાં, વહેલી, ૧૦૦૦ની, નીચલા, થરે, વાસણ, લાલ, પકવેલાં, કાળા, રંગે, ટુકડા, કેવું, વાસણનો, આકાર, શકાયું, થાળી, વાડકા, પડઘીવાળાં, પોકળ, નક્કર, નળી, બેઠકવાળાં, યોગ્ય, છેલ્લાં, મહત્વનો, ૧૯૫૦, અરસો, સમજવું, બૃહદારણ્યક, ઉપનિષદના, સીતાના, ઉપનિષદનો, ૬૦૦, ૮૦૦થી, કથાનું, દશરથવગેરેનો, વંશાવળીની, જાણીએ, દશરથના, સિરધ્વજ, વિદેહ, અંગદેશના, લોમપાદક, વૈશાલીના, સુમતિ, કૌસલ્યાના, અશ્વપતિ, રાજ્યો, વંશાવળી, બન્નેમાં, થોડો, ફેર, આધાર, ઇક્ષ્વાકુ, વંશમાં, રાજાઓ, પુરાણોને, સુધીના, રાજાઓની, જણાવેછે, ૨૩૫૦, ૧૯૦૦, ૧૪૫૦, વિચારો, અતિશયોક્તિભર્યાં, શરૂઆતનાં, ગોપુર, વર્ણનોને, દસમા, મૂકે, ૧૧મી, મહાભારતમાં, ગ્રામોના, પ્રારંભકાળનો, ૧૫૦૦નો, સમૃદ્ધ, નગરીનાં, આદ્યકવિએ, કહેલું, વનવાસી, ફળમૂળ, અમે, વનચર, કંદમૂળ, રહેનારા, અમારી, પ્રકૃતિ, તમે, મનુષ્ય, વેર, પાઠભેદ, ગોરખપુર, સંવત, ૨૦૫૯, ૨૦૦૩ની, પાઠની, ૩૦મો, एषा, प्रकृतिरस्माकं, पुरुषस्त्वं, नरेश्वर, वयं, वनचरा, राम, मृगा, मूलफलाशिनाः, વાલિને, માર્યો, ઘાયલ, ભોપાલથી, મિર્ઝાપુર, આવું, ભોપાલ, ભીમબેટકાની, દીવાલો, ચિત્રો, બનાવેલાં, માનવવસ્તી, કર્ણાટકમાં, ભિત્તિચિત્રોવાળી, ગુફાઓ, ખડકોથી, નિવાસોને, નગર, શહેર, કલ્પનાનું, સર્જન, સ્થિતિ, છૂટું, છવાયું, નગરીનું, શિખરવાળાં, ગલીઓ, રસ્તાઓ, રસ્તાઓની, ફૂલઝાડો, ગમે, તેટલી, શિખરોવાળાં, શોધવાનો, કરીએ, સમુદ્રની, બનાવવી, સહેલી, સાહેબના, શ્રોતાજનો, વર્ગના, અભેદ્યતા, બતાવવાનો, વાસ્તવિકતાની, હદો, વટાવી, દીધી, સંસ્કૃતિનાં, શહેરો, કાલીબંગનમાંથી, માટીની, ઈંટના, કિલ્લાના, સિંધમાં, કોટડીજી, મકરાણ, સુરકોટડામાંથી, પથ્થર, સુમેર, હાલનું, ઇરાક, ૩૦૦૦, પ્રાકાર, સાંભળ્યાં, મદુરૈ, રામેશ્વર, મંદિરોનાં, સભાગૃહોનું, મળતું, રાજમહેલમાં, સોનાનાં, સિંહાસનો, લોકવાયકા, પ્રસરી, કેટલે, કરવું, નાગાર્જુનકોંડામાં, મકાનોના, મકાન, થાંભલાવાળું, ચેત્યગૃહો, કહેવામાં, શકેઃ, હોવાનાં, મકાનોનો, ઇતિહાસ, ઝાડનાં, વપરાતાં, ૨૨૫, મકાનનો, ૩૦૦ના, બંધાયાં, ઈરાનમાં, પર્સિપોલિસમાં, અનુકરણ, વાંચતા, રહેશો, રંગરાગ, નાગાર્જુન, કોંડાનાં, શિલ્પોમાં, ભૂગોળ, કલ્પનામાંથી, પેદા, યુદ્ધકાંડમાં, સૈન્યની, ગોઠવણીનું, છાવણી, સુવેલ, બંધબેસતું, ત્રિપાંખિયા, હુમલા, રક્ષણની, તટબંધ, રાવણે, ઉત્તરના, દરવાજે, મોરચો, સંભાળ્યો, વ્યક્તિએ, નિયમ, નહોતું, ખુલ્લી, સેનાપતિઓ, ગોઠવ્યા, ગોઠવાયા, પહોંચવાનો, નગરને, કૌશાંબી, પટણા, નગરોની, કિલ્લા, દેખાય, વ્યૂહ, ઝાડ, વગેરેથી, બાંધ્યો, પરમ્તુ, ટૂંકો, समुद्रागमनं, चैव, नलसेतोश्च, दर्शनम्, અરર્થ, લક્ષ્મણે, આવીને, જોયો, સાંકડી, નાળ, પરનો, વાનરે, બનાવેલો, સેતુનું, નિર્માણ, રામેશ્વરના, ટાપુમાં, જંગલ, ઝાડો, નહિવત્, મનારના, અખાતમાં, લડાઈની, આગલી, મધ્યપ્રદેશમાં, પાસેના, માનવાનાં, જોરદાર, પ્રમાણો, ભાષાનો, ટાપુ, લક્કા, જનસ્થાન, રદેશ, કોરકુ, બૈગા, આદિવાસીઓ, એમનામાં, પેટા, ધૂર, રાવણવંશી, બામ્ધવામાં, વલ્કલ, દોરાનો, નાગપુરમાં, ભાઈઓ, વચ્ચેનું, સાલવનમાં, નાગપુરના, આદિવાસી, સાલનાં, જંગલો, હથિયાર, સાલવૃક્ષોને, મૂળસોતાં, ઊખેડીને, મારતા, વાલી, સુગ્રીવનું, ૧૯૪૦માં, લંકાના, સ્થાનનું, નિર્ધારણ, ઉત્તમમાં, ઓળખાવે, અફસોસ, વિદ્વાનોનું, આવેલાં, પ્રસ્રવણની, સ્થળો, વિંધ્યમાં, દુસ્તર, નર્મદામાં, વહેતી, નર્મદા, સ્થળેથી, ફેંક્યાં, બેઠેલા, દંડકારણ્યથી, ૠષ્યમૂક, આયરનો, ટાંકે, ૧૯૩૨, ફુટ, હિરણ, વહે, ટેકરીની, હિરણના, કાંઠે, સિંગલદ્વીપ, નામનું, સ્થળ, આવેલું, શ્રીલંકાનું, સિંહલદ્વીપ, નામોની, ચડવાનું, તરફથી, સુવેલની, યુદ્ધના, આગળના, સૂતા, સ્થાનોનાં, જબલપુરની, ટેકરીના, વિસ્તારને, સાગરમાં, ખડકો, વિશ્રામ, લંકાથી, પાછા, પોતાનો, અનુભવ, વર્ણવે, સમુદ્રમાંથી, નીકળી, પ્રતનો, ગીતાપ્રેસ, પ્રતની, શબ્દનો, સુંદરકાંડના, ૫૮મા, ૧૦૦મા, શ્લોકની, ૧૬૬મા, અરિષ્ટ, સૌને, વળતું, તરવાનું, માન્યતાઓની, જવાની, તૈયારી, આવૃત્તિના, અનુવાદકે, અનુવાદમાં, વાપર્યા, આપ્યો, दुबारा, आकाश, में, उड़ना, પ્લવન, શબ્દના, સંસ્કૃતના, જાણકાર, વાતની, બોલવાની, રીત, અંતર, કેટલાંક, કાઢ્યાં, અનાર્ય, કાળી, ચામડીવાળો, આર્ય, ગોરી, પગપાળા, સાંકડો, મ્માત્ર, જેવો, સુપાર્શ્વે, ડરીને, પંચવટી, દંડકારણ્ય, કરવો, પડતો, તળેટીમાં, ટોચે, છલાંગ, સરખી, વાર્તા, અગત્યની, યોજનો, પર્વતમાળામાં, શરીરે, અશક્ત, જવાને, શકતો, સુપાર્શ્વ, આપતો, સાંજે, લીધા, માંસની, મહેન્દ્રદ્વારની, ફાટમાં, સાંકડા, એટલામાં, ચકાચક, તેજસ્વી, સ્ત્રીને, માર્ગમામ્થી, ખસી, નમ્રતાથી, વિનંતિ, ધુત્કારી, શક્યો, ત્યામ્થી, હટી, સિદ્ધોએ, રાક્ષસોનો, વધીએ, ગુફામાંથી, મોતો, લાવવા, સમયમર્યાદા, પૂરી, નેતા, પ્રાણત્યાગ, કરવાના, સંકલ્પ, અનશન, બેસી, બેઠા, વાતે, વલગ્યા, વાતમાં, જટાયુનો, ભાઈ, જતાયુનું, કાન, સરવા, ઘવાયો, સમજાવ્યું, તીરે, તર્પણ, સંપાતિની, ઘુસી, ભૂલી, ગયાઅને, ભૂખ્યા, તરસ્યા, સ્વયંપ્રભા, નામની, તાપસી, આંખો, બંધ, ટોચના, કિનારે, દેખાડ્યુઃ, મહાન, કેર, હીરણ, નદીનો, સંગમ, માલ્યવાન, ગિરિમાળા, સિંઘરામપુરની
Text of the page (random words):
૪૦૦ ૫૦૦ કરતાં જૂની વસ્તુઓ નથી મળી મિથિલામાં બરાબર ખોદકામ થયું નથી પરંતુ ત્યાંથી પણ આવાં ભૂખરા રાખોડી રંગનાં એટલે કે ઈ પૂ ૪૦૦ ૫૦૦ના અરસાનાં ઠીકરાં મળ્યાં છે આ સાથે જ સાંકળિયા સાહેબ વાચકોનું એ વાત તરફ ધ્યાન દોરે છે કે પશ્ચિમ ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં કૌશામ્બી અને હસ્તિનાપુર કરતાં પણ વધારે પ્રાચીન સમયના અવશેષો મળ્યા છે ત્યાં માનવ સંસ્કૃતિનો વિકાસ આજથી સાડાત્રણ હજાર વર્ષ પહેલાં થયો હોવાના સંકેત છે ગંગા જમનાના મેદાનમાંથી પણ ચાર હજાર વર્ષ જૂના અવશેષો મળ્યા છે રામાયણનાં નગરોનું વર્ણન રામાયણમાં માત્ર અયોધ્યા લંકા અને કિષ્કિન્ધા નગરીઓનાં વર્ણન વિગતે આપ્યાં છે આમાં પણ અયોધ્યા અને લંકાનાં વર્ણનોમાં અમુક સામ્ય પણ છે અને તે એટલે સુધી કે આપણને એમ જ લાગે કે કવિએ લંકાને જોયા વિના જ અયોધ્યાનું વર્ણન એને લાગુ કરી દીધું છે અયોધ્યા દસ યોજન લાંબી અને બે યોજન પહોળી નગરી છે જ્યારે લંકા ત્રીસ યોજન લાંબી છે ઉત્તરકાંડમાં તો લંકા એકસો યોજન લાંબી દર્શાવી છે લંકા સમુદ્રમાં એક ટેકરી પર વસેલી છે એની ફરતે એક પરિખા ખાઈ અને કિલ્લો હતાં પરિખામાં શસ્ત્રો રાખવામાં આવતાં કિલ્લાની દીવાલ સોનાની હતી અને એક વિશાળ સૈન્ય એનું અગ્ન્યાસ્ત્રોથી રક્ષણ કરતું અગ્ન્યાસ્ત્રોમાં ખાસ એકનું નામ શતઘ્ની એકસોનો વધ કરનાર છે નગરોને દ્વારો અને એમાં ગોપુરો દરવાજા બનેલાં હતા અને કેટલાય માર્ગો પણ હતા જો કે અયો્ધ્યામાં એક જ માર્ગનું વર્ણન આવે છે બીજી બાજુ કિષ્કિન્ધામાં ઘણા રસ્તા હતા રસ્તાની બન્ને બાજુએ ઘરો કતારબંધ હતાં અને રસ્તા ધૂળિયા હોવાથી એના પર પાણી છાંટવામાં આવતું હતું અયોધ્યામાં તો રાતે રસ્તા પર દીવા પણ મુકાતા મકાનો ગૃહ ભવન હર્મ્ય પ્રાસાદ અને વિમાનો તરીકે ઓળખાતાં ગૃહ અને ભવન સામાન્ય નાગરિકો માટે હતાં અને હર્મ્ય પ્રાસાદ અને વિમાન રાજકુટુંબ અને મંત્રીઓ માટે હતાં આ ત્રણમાં પણ હોદ્દા પ્રમાણે ફરક તો થતો જ હશે અને એમની રચના સુશોભન વગેરે પણ જુદાં પડતાં હશે પરંતુ એની વિગતો મળતી નથી આ પ્રાસાદો હર્મ્યો અને વિમાનોનાં વર્ણનો સામાન્યપણે તો બહુ ઉત્તમ પ્રકારનાં છે પરંતુ ધ્યાનથી વાંચતાં જણાઇ આવે છે કે કવિને એનો સ્પષ્ટ ખ્યાલ નહોતો ખાસ કરીને વિમાન વિશે વિમાન શબ્દ ઓછામાં ઓછા બે અર્થમાં વપરાયો છે એક તો આપણે સમજીએ છીએ તે સામાન્ય અર્થ અને બીજો અર્થ છે ઊંચો મહેલ આ પ્રાસાદોમાં મોટા ચોક પણ હતા વસિષ્ઠ જ્યારે દશરથને મળવા આવ્યા ત્યારે એમણે ત્રણ કક્ષાઓ પાર કરી એમ રામાયણ કહે છે રાવણના પ્રાસાદમાં તો હાથી ઘોડા રથ અને સૈનિકો પણ રહેતા આ મહેલ એક યોજન લાંબો અને અડધો યોજન પહોળો હતો કુંભકર્ણનો મહેલ બે યોજનનો હતો એની વિશાળ કાયાને ધ્યાનમાં લઈને જ આ અતિશયોક્તિ કરાઈ હશે આ પ્રાસાદો હર્મ્યો કે વિમાનો એટલાં જ ઊંચાં પણ હતાં વળી એમની ફરતે પણ ખાઇ બનાવાતી અને તોરણો બનાવાતાં જે ઝરઝવેરાતનાં હતાં વળી અંદર જ તળાવો ક્રીડાવનો પણ હતાં નગરવર્ણનમાં તથ્ય આ વર્ણનો આદ્ય કવિની કલ્પના છે કે એમાંથી કઈં તથ્ય હાથ લાગી શકે છે એકનાં એક વર્ણનો સમજ્યા વગર આપ્યાં હોય એમ તરત જ સમજાઈ જાય એમ છે ખરેખર તો આદ્ય કવિની કૃતિમાં નવા કવિઓ ઉમેરા કરતા ગયા પણ એમણે જોયું નહીં કે મૂળ વર્ણન સાથે એનો મેળ છે કે કેમ એક જ દૃષ્ટાંત લઈએઃ દશરથનું રાજકુટુંબ પ્રાસાદોમાં રહેતું હતું એમ જણાવેલું છે આ પ્રાસાદો કેવી રીતે બનાવેલા હતા એમાં ઈંટ પત્થર કે માટી શાનો ઉપયોગ થયો તેની કશી જ માહિતી નથી હવે આ ઘટના જૂઓ રામ વનમાં જવા તૈયાર થઈ ગયા છે અને કૌસલ્યા માતાની રજા લેવા જાય છે રામનો તો બીજા દિવસે રાજ્યાભિષેક થવાનો હતો તેને બદલે વનવાસ કૌસલ્યા બેભાન થઈને ઢળી પડ્યાં અને એમનાં વસ્ત્રો ફરસની માટીથી ખરડાઈ ગયાં પ્રાસાદ બહુ ઊંચો મોટો હોય અને ઈંટ કે પથ્થરથી બન્યો હોય તો એની ફરસ પણ ઈંટની જ હોય એમાં માટી કેમ હોય આ દેખાડે છે કે મૂળ કથામાં કૌસલ્યાનું ઘર નાનું અને લીંપણવાળું જ હતું પાછળના કવિઓએ એ કાચી ભૂમિ પર પોતાની કલ્પનાથી મહેલ ખડો કરી દીધો બિહાર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર અને ખોદકામ દરમિયાન માટીનાં ઘરો અને એમની ચૂનાથી ધોળેલી દીવાલોના અવશેષ મળ્યા છે ઈંટનાં મકાનો મોહેં જો દડો લોથલ વગેરે સિંધુ સંસ્કૃતિ હડપ્પાની સંસ્કૃતિ માં મળ્યાં છે ગામડાંઓમાં તો ચૂના માટીનાં મકાનો આજે પણ બને છે રામાયણમાં આનો સંકેત આપતા ઉલ્લેખો હોવાથી અહીં એનો ઉલ્લેખ કર્યો વર્ણનોની છણાવટ ડૉ સાંકળિયા હવે સાવચેતીના સુરમાં પુરાતત્વની પણ મર્યાદા જણાવે છે એમનું કહેવું છે કે હજુ પણ ભારતમાં પ્રાચીન નગરોનું વિસ્તારપૂર્વક ઉત્ખનન નથી થયું એમણે આ વાત ૧૯૭૩માં લખી છે પરંતુ હજી સ્થિતિમાં ખાસ ફેરફાર નથી થયો આ કારણે મૌર્ય શુંગ કુષાણ કે ગુપ્ત સમયમાં ઈ પૂ ૩૫૦ના અરસામાં નાગરિકોનાં ઘરો કેવાં હતાં એ સ્પષ્ટપણે કહી શકાતું નથી આમ છતાં તક્ષશિલા કોલ્હાપુર નાગાર્જુનકોંડા નાલંદા વગેરે પાસે થયેલાં ખોદકામોમાં નાનાં મોટાં મકાનો મળ્યાં છે એમાં મકાનોની અંદર ચોક પણ છે આવાં મકાનો મોહેં જો દડોમાં મળ્યાં છે આમ રામાયણમાં ચોકવાળાં આંગણવાળાં મકાનોનું વર્ણન સાચું છે પરંતુ એમાં એટલી બધી અતિશયોક્તિ છે કે સત્ય શોધવા જતાં ઘણા પ્રશ્નોના જવાબ શોધવા પડે એમ છે દાખલા તરીકે વસિષ્ઠ મુનિ દશરથને મળવા ગયા ત્યારે રથમાં બેસીને ગયા હતા આનો અર્થ એ કે વિશાળ વાડાઓમાં પ્રાસાદો બંધાતા પરંતુ સવાલ એ છે કે આવા વિશાળ વાડાઓ કયા યુગમાં હતા વળી પ્રાસાદો સાત આઠ માળ ઊંચા હતા આટલાં ઊંચાં મકાનો હજારો વર્ષ સુધી તો ટકે જ નહીં એ સ્વાભાવિક છે જો કે મોહેં જો દડોમાં મળેલાં મકાનોમાં ઊપર માળ હોય એવા સંકેત મળ્યા છે બીજી બાજુ સાંચી ભારહુતના સ્તુપો પરનાં કોતરકામો પરથી એ વખતે બે ત્રણ માળવાળાં મકાનો હશે એમ કહી શકાય કલાકારોએ જોયાં હશે રામાયણનાં મકાનોમાં તો બારીઓ પણ છે અને અટારીઓ પણ છે ઉપર જવા માટેની સીડીનાં વર્ણન નથી આમ છતાં ઈ સ પૂર્વે ૧૫૦૦ ૧૦૦૦ કે છેવટે ૫૦૦ વર્ષ પહેલાં પણ ભારતમાં અને ખાસ કરીને અયોધ્યા વૈશાલી કૌશામ્બી વગેરે શહેરોમાં પણ આવાં મકાનો હતાં એમ કહેવા માટે કોઈ પુરાવો નથી આવાં મકાનોની કલ્પના તે પછીના કાળમાં મૂળ કથામાં થયેલા ઉમેરા સૂચવે છે આજે આટલું જ હજી નગરરચના અને મકાનો વિશેની ચર્ચા આપણે ત્રીજા ભાગમાં પણ ચાલુ રાખીશું like loading author dipak dholakia posted on 12 09 2012 categories uncategorized tags રામાયણ 24 ટિપ્પણીઓ archeology and ramayana 2 માટે archeology and ramayana 1 પુરાતત્વ અને રામાયણ ૧ આજથી હું નવી લેખમાળા શરૂ કરૂં છું પુરાતત્વ અને રામાયણ ખરેખર તો આ જાણીતા પુરાતત્વશાસ્ત્રી ડૉ હસમુખભાઈ સાંકળિયાનું પુસ્તક છે અને હું એ પુસ્તકનો પરિચય આપવા માગું છું ગુજરાત વિદ્યાપીઠે ૧૯૭૩માં આ પુસ્તક પ્રકાશિત કર્યું છે આજે એ ઉપલબ્ધ હોય તો વસાવવા જેવું પુસ્તક છે રામનું નામ આપણી સંસ્કૃતિમાં વણાઈ ગયું છે અને તે એટલી હદે કે રામનું નામ ભગવાનનો પર્યાય બની ગયું છે જેમ હે ભગવાન આ શું થયું એમ કહીએ છીએ તેને બદલે હે રામ આ શું થયું પણ કહેવાય છે આ નામ ભાષામાં પણ પ્રયોજાતું રહ્યું છે રામ રમી ગયા આવકાર માટે રામરામ રામ રાખે તેને કોણ ચાખે બોલો પંચો રામ રામ વગેરે અનેક રીતે રામનું નામ આપણા જીવનમાં અંગરૂપ બની ગયું છે ગાંધીજી રામ ઐતિહાસિક વ્યક્તિ છે કે નહીં તે કડાકૂટમાં પડ્યા નથી એમને મન હૈયામાં વસે છે તે રામ ગાંધીજી દશરથપુત્ર રામની વાત નથી કરતા આમ રામ અમૂર્ત પણ બની ગયા છે અહીં રામની નહીં રામાયણની રચના એના સ્વરૂપ વિશે સાહિત્યિક દૃષ્ટિએ અને પુરાતત્વની દૃષ્ટિએ ચર્ચા કરી છે રામાયણનો અભ્યાસ ઘણી રીતે થયો છે કોઈ એને મહાકાવ્ય માને છે તો કોઈ એને ઐતિહાસિક ગ્રંથ માને છે મુખ્યત્વે તો અહીં હું આ પુસ્તકના આધારે જ લખું છું કૌંસમાં આપેલી ટિપ્પણીઓ મારી છે ચાલો જોઇએ ડૉ સાંકળિયા શું કહે છે તેઃ ૦ ૦ ૦ ૦ રામાયણ વિશે સામાન્ય ધારણા એવી છે કે વાલ્મીકિ રચિત આ આદિકાવ્ય હજારો વર્ષ જૂનું છે સામાન્ય જનતા એમ પણ માને છે કે આ કૃતિમાં બહુ ફુગાવો નથી થયો આવી ધારણા ૧૮૭૦ સુધી રહી પરંતુ તે પછી પહેલાં જર્મન વિદ્વાન વેબર અને એમના પછી યાકોબીએ દર્શાવ્યું કે એમાં મહત્વપૂર્ણ ફેરફારો થયા છે તે પછી તો અનેક પાશ્ચાત્ય અને ભારતીય વિદ્વાનોએ આ દિશામાં કામ કર્યું છે બીજી બાજુ શ્રી રામાસ્વામી શાસ્ત્રી જેવા વિદ્વાન માને છે કે રામાયણ પાંચ હજાર વર્ષ જૂનું છે આ બધાં પુસ્તકો અમુક અંશે સાહિત્યની દૃષ્ટિએ એટલે કે ઘટનાઓ અને ભાષા વગેરેના આધારે લખાયાં છે તો થોડાં સંસ્કૃતિની દૃષ્ટિએ અને જૂજ પુસ્તકો પુરાતત્વની દૃષ્ટિએ લખાયાં છે શ્રી આનન્દ ગુરુગે તો માને છે કે ભારતમાં પુરાતત્વનો એટલો વિકાસ નથી થયો કે એના આધારે કઈં નિર્ણય કરી શકાય બીજી બાજુ સાંકળિયા સાહેબનો પ્રયાસ રામાયણનો અભ્યાસ પુરાતત્વની દૃષ્ટિએ કરવાનો છે જો કે શ્રી ગુરુગેએ સાહિત્યની દૃષ્ટિએ કરેલા કાળ વિભાજનની તેઓ પ્રશંસા કરે છે આના પ્રમાણે રામાયણની કથાને મુખ્ય ચાર કે છ સમયખંડ અથવા થરમાં વહેંચી શકાય રામાયણની કથામાં ઉમેરા થયા તેના થર આ પ્રમાણે છેઃ ૧ પ્રારંભિક અવસ્થામાં રામ વિશે લોકગીતો અને લોકવાર્તાઓ હશે ૨ તે પછી વાલ્મીકિએ એમનું સંકલન કર્યું જેમાં ૧૨ ૦૦૦ શ્લોક હતા હશે ૩ આ રામાયણના છ અધ્યાય હતા તેના છ કાંડ અને સર્ગ બન્યા અને એમાં જુદા જુદા છંદોવાળા શ્લોકો ઉમેરાયા ૪ હવે નૈસર્ગિક વર્ણનો અને ચમત્કારોનો ઉમેરો થયો અને એની ત્રણ અલગ પ્રતો બની એટલે કે જુદા જુદા પ્રદેશોમાં થોડા ફેરફાર સાથે ત્રણ કથા સંકલિત અને પ્રચલિત થઈ ૫ સૌથી છેલ્લે બાલકાંડમાં પારંપરિક વૃત્તાંતો અને છેલ્લે ઉત્તરકાંડનો ઉમેરો થયો નવી અનુક્રમણિકા અને વાલ્મીકિને સ્ફુરણા થઈ વગેરે પણ આ કાળમાં ઉમેરાયું ૬ તે પછીના કાળમાં બહુ નજીવો ઉમેરો થયો અને આવા ભાગોને વિદ્વાનોએ પ્રક્ષિપ્ત માન્યા છે પહેલો કાળ અથવા પહેલો થર ઈ પૂ ૩૦૦થી ૭૦૦નો આજથી ૨૩૦૦થી ૨૭૦૦ વર્ષ પહેલાં માનવામાં આવે છે આનું કારણ એ કે એમાં બુદ્ધ બૌદ્ધ ધર્મના સંકેતો નથી મળતા અને પાટલિપુત્રનો ઉલ્લેખ નથી બુદ્ધના વખતમાં કોસલ પ્રદેશની રાજધાની સાકેત તરીકે ઓળખાતી હતી એટલે અયોધ્યાની વાત એનાથી જૂની છે બીજો થર ઈ પૂ ૩૦૦ની આસપાસનો માનવામાં આવે છે કારણ કે પાણિનીએ રામાયણ કે એના પ્રસંગોનો ઉલ્લેખ નથી કર્યો પાણિની રામાયણની રચનાથી પહેલાં થઈ ગયા હશે ત્રીજો થર ઈ પૂ ૩૦૦થી ઈ સ ૧૦૦નો માની શકાય કારણ કે બૌદ્ધ સાહિત્યમાં રુદ્રદામાના જૂનાગઢના શિલાલેખોમાં જે કાવ્યમય રચના જોવા મળે છે તેના કરતાં રામાયણની રચના પ્રાચીન જણાય છે રામાયણની પ્રતોના ભૌગોલિક વિભાગો ચોથા થરમાં ઈસુની પહેલી અને બીજી શતાબ્દી પછીના ગાળામાં રામાયણની પ્રતોના ભૌગોલિક વિભાગો થયા એમ વિદ્વાનો માને છે પાંચમા થરમાં શિવ વિષ્ણુનાં માહાત્મ્ય વધારતા ભાગો ઉમેરાયા આ જ અરસામાં બાલકાંડ અને ઉત્તરકાંડમાં રામને વિષ્ણુનો અવતાર તરીકે વર્ણવતા ભાગો દાખલ થયા છેલ્લા થરમાં શ્લોક છંદની ઉત્પત્તિ વગેરે આખ્યાનો અને અનુક્રમણિકા ઉમેરાયાં આ થરનો ગાળો ઈસુનો સાતમો સૈકો મનાય છે કારણ કે આજના વિયેતનામના અન્નામ શહેરમાં આવેલા ત્રા કિન નામના મંદિરમાં સાતમા સૈકાના એક સંસ્કૃત અભિલેખમાં આનો ઉલ્લેખ મળે છે આ લેખમાં વાલ્મીકિની મૂર્તિ અને મંદિરોનો ઉલ્લેખ છે આ મંદિર રાજા પ્રકાશાદિત્યના વખતમાં ઈ સ ૬૫૭ આસપાસ બંધાયું હતું આમ છેક સાતમા સૈકા સુધી રામાયણમાં ઉમેરા થતા રહ્યા છે પરંતુ એની રચના મહાભારતથી એકાદ સદી પહેલાં થઈ એ નક્કી છે કારણ કે એમાં એક અપવાદ સિવાય કૃષ્ણનો ઉલ્લેખ સુદ્ધાં નથી જે એકમાત્ર ઉલ્લેખ છે તેને પાછળના સમયનો ઉમેરો ગણાવી શકાય રામાયણનો કાળ પુરાતત્વની દૃષ્ટિએે ડૉ સાંકળિયા લખે છે કે સાહિત્યની દૃષ્ટિએ કરાયેલા આ કાળ વિભાજનની પુરાતત્વની મદદથી પુષ્ટિ કરી શકાય એમ છે પુરાતત્વની રીતે જોઈએ તો રામાયણની મૂળ કથાનો સમય ઈ પૂ ૧૦૦૦થી ૮૦૦ વર્ષનો ગણી શકાય આ ઉપરાંત રામાયણના કથાનકનું મૂળ એટલે કે બીજ રૂપ સામગ્રી આજથી ત્રણ હજાર કે સાડાત્રણ હજાર વર્ષ કરતાં વધારે દૂર મૂકી શકાય એમ નથી કારણ કે આ સમય પહેલાં અયોધ્યા મિથિલા કોશામ્બી મહોદય કાન્યકુબ્જ વગેરે નગરો તો ઠીક ગામો પણ અસ્તિત્વમાં નહોતાં રામાયણની પ્રતો આપણે એમ માનીએ છીએ કે રામાયણની કથા આખા દેશમાં એકસરખી જ છે પરંતુ એવું નથી એની ત્રણ પ્રતો છે અને દરેકમાં પાઠફેર છે જો કે મુખ્ય કથામાં કઈં ફેરફાર નથી થયા પરંતુ પ્રસંગો અથવા પ્રસંગોના નિરૂપણમાં તફાવત છે વિદ્વાનો માને છે કે એક આદ્ય રામાયણ હતી જેના વિશે આપણે જાણતા નથી આમાંથી બે શાખાઓ ફૂટીઃ ૧ દાક્ષિણાત્ય અને ૨ ઔત્તરીય આ બીજી શાખાના પણ બે ફાંટા પડ્યાઃ વાયવ્ય અને બંગાળ આપણે જાણતા નથી તે આદ્ય રામાયણ જ મૂળ વાલ્મીકિ રચિત રામાયણ છે વાયવ્ય પરંપરા પર દાક્ષિણાત્ય પરંપરાની ભારે અસર છે પુરાતત્વની મર્યાદા સાંકળિયા સાહેબ કહે છે કે રામાયણની આવૃત્તિઓનું સંપાદન કાર્ય થયું છે પરંતુ એમણે કેટલાક પ્રસગો કાઢી નાખ્યા છે પણ એ જ પ્રકારના બીજા પ્રસંગો રહેવા દીધા છે કોઈ પ્રસંગ ઉચિત છે કે નહીં તે નક્કી કરવાનું કામ સંપાદકોનું નથી પુરાતત્વશાસ્ત્રીઓ પોતાના અભ્યાસના આધારે અમુક અંશે કાલનિર્ણયની પ્રક્રિયા દ્વારા એ નક્કી કરવામાં મદદ કરી શકે પરંતુ પુરાતત્વ શાસ્ત્રીનું જ્ઞાન પણ મર્યાદિત અને ત્રુટિપૂર્ણ જ છે આના પછી હું એમના જ શબ્દો ટાંકીશ કારણ કે એક વૈજ્ઞાનિક આત્મનિષ્ઠ નથી હોતો પણ સત્યનિષ્ઠ હોય છે એનું આ શબ્દો જ્વલંત ઉદાહરણ છેઃ પુરાતત્વવિદ્ ની માન્યતાઓ પણ ઉપલબ્ધ પુરાવાઓ ઉપર જ આધારિત હોય છે અને જો આ પુરાવો બદલાય તે પ્રમાણે એનાં મંતવ્યો બદલવાને એણે તૈયાર રહેવું જોઈએ આ અંગે એક રસપ્રદ મુદ્દો છે તે હું લેખમાળાના અંતે જણાવીશ આજે બસ આટલું જ હજી ઘણી રસ પડે એવી વાતો છે તે આગળ જતાં જોઈશું like loading author dipak dholakia posted on 09 09 2012 23 02 2017 categories uncategorized 16 ટિપ્પણીઓ archeology and ramayana 1 માટે ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 298 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું સપ્ટેમ્બર 2012 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ઓગસ્ટ ઓક્ટોબર bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસે...
|