Meta tags:
description= 4 posts published by Dipak Dholakia during March 2020;
Headings (most frequently used words):
ભારત, ગુલામી, અને, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, સંઘર્ષનો, નવો, માર્ગ, ૧૯૧૬થી, ૧૯૩૫, પ્રકરણ, dipak, કાવતરા, કેસ, dholakia, spam, blocked, લાહોર, કામદાર, મહિનો, માર્ચ, 2020, 41, 40, 39, 38, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૪૧, ૪૦, ૩૯, આંદોલનો, મેરઠ, ૩૮, વર્ગનાં, આંદોલનોનો, ઉદય,
Text of the page (most frequently used words):
અને (138), ભગત (46), હતા (42), હતી (41), માટે (39), સિંઘ (38), હતો (36), 2020 (34), એમણે (31), કરી (29), માર્ચ (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), સપ્ટેમ્બર (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), એપ્રિલ (25), 2024 (25), જૂન (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2021 (24), 2023 (24), ફેબ્રુવારી (23), નથી (23), 2012 (22), 2015 (22), પછી (22), કેસ (22), struggle (21), હડતાળ (21), freedom (20), હતું (19), 2013 (18), 2022 (18), પરંતુ (18), હોય (17), 2011 (16), india (16), સાથે (16), એમને (16), કહ્યું (16), સામે (15), 2014 (14), કામદાર (14), એમની (14), સજા (14), 2025 (13), dipak (13), slavery (13), and (13), for (13), એમાં (13), કર્યો (13), એટલે (13), એમના (13), કરવા (13), ભાગ (12), ગાંધીજીએ (12), કામદારો (12), dholakia (11), દેશમાં (11), પત્ર (11), અમે (11), જતીન (11), શરૂ (10), ગાંધીજી (10), કર્યું (10), પોતાના (10), આપી (10), ઉપવાસ (10), આવી (10), વિશે (10), સરકાર (10), કરો (9), ભારત (9), આઝાદી (9), કાવતરા (9), વાત (9), રજૂ (9), સુધી (9), કોઈ (9), તેમાં (9), કરવાની (9), ટ્રેડ (9), તેનો (9), માત્ર (9), કારણે (9), એને (9), ત્યારે (9), બટુકેશ્વર (9), martyrs (8), indian (8), part (8), chapter (8), ગુલામી (8), માટેનો (8), સંઘર્ષ (8), ૦૦૦ (8), ગયા (8), વચ્ચે (8), નહીં (8), એના (8), બહુ (8), વગેરે (8), આવ્યા (8), વધારે (8), જેલમાં (8), હોત (8), સિંઘને (8), રાજગુરુ (8), નામ (7), નવી (7), પ્રકરણ (7), હવે (7), આપણે (7), મજૂરો (7), જાય (7), કરતા (7), નહોતા (7), કામ (7), રહી (7), દાસ (7), રાજકીય (7), ત્રણ (7), મળે (7), જાહેર (7), એવી (7), સરકારે (7), બીજા (7), સિંઘે (7), મારી (6), લાહોર (6), મજૂર (6), તૈયાર (6), થયું (6), જોઈએ (6), ચાલુ (6), માગણી (6), ત્યાં (6), હતાં (6), મુંબઈમાં (6), પડી (6), છીએ (6), બની (6), બધા (6), સુભાષ (6), અમને (6), like (5), બારી (5), other (5), પસંદ (5), શોધો (5), અંગ્રેજી (5), રીતે (5), માગતા (5), બન્ને (5), લીધો (5), બદલે (5), સ્થિતિ (5), લખીને (5), થાય (5), કામદારોની (5), પહેલાં (5), કર્યા (5), બહાર (5), એવું (5), લડાઈ (5), કરીને (5), નવો (5), માર્ગ (5), સમયે (5), ચાલતો (5), જશે (5), કોર્ટમાં (5), ચુકાદો (5), અર્થ (5), શકે (5), દેશના (5), વર્ષની (5), દત્તને (5), ફાંસી (5), પ્રીવી (5), blocked (4), spam (4), uncategorized (4), adventurous (4), subhashbabu (4), દ્વારા (4), leave (4), comment (4), webgurjari (4), વેબગુર્જરી (4), tags (4), categories (4), posted (4), author (4), loading (4), ઉપલબ્ધ (4), મુખ્ય (4), પેજ (4), સંદર્ભઃ (4), મેરઠ (4), છતાં (4), પોતાની (4), આખા (4), અંતે (4), ઉપયોગ (4), સ્થાપના (4), આપવા (4), સમાધાન (4), તેવું (4), વખતે (4), તેને (4), દરમિયાન (4), સભ્ય (4), ભારતમાં (4), સંગઠિત (4), હડતાળો (4), જેમાં (4), મોટી (4), પોતાને (4), કેમ (4), શાસન (4), નહોતી (4), આર્થિક (4), તરફ (4), સંઘર્ષનો (4), ૧૯૧૬થી (4), ૧૯૩૫ (4), આવતા (4), નેતાઓ (4), પગલાં (4), ૧૯૨૯ના (4), જુદાં (4), આરોપ (4), વર્ષ (4), સજાઓ (4), હેતુ (4), નહોતો (4), ઍક્ટ (4), કરવામાં (4), એની (4), સ્વતંત્ર (4), હજી (4), આપ્યો (4), એનો (4), હું (4), છું (4), મને (4), મારા (4), લખ્યો (4), વર્તમાન (4), ક્રાન્તિકારી (4), ગયો (4), ક્રાન્તિ (4), બોંબ (4), જરૂરી (4), સમક્ષ (4), હિન્દુસ્તાની (4), દીધો (4), પોતાનો (4), ટ્રાઇબ્યુનલે (4), સુખદેવને (4), ટ્રાઇબ્યુનલ (4), અપીલ (4), કોઈને (4), હુકમ (4), this (3), wordpress (3), com (3), રહ્યું (3), આવો (3), પ્રમાણે (3), org (3), aituc (3), કરે (3), રાજકારણમાં (3), વર્ગ (3), રાખવા (3), મજૂરોને (3), સંબંધ (3), એમનો (3), શેઠ (3), અંબાલાલ (3), તેની (3), પચાસ (3), ટકા (3), નક્કી (3), પ્રમુખ (3), કંઈ (3), મજૂરોની (3), માલિકો (3), કરવો (3), જતો (3), માની (3), રહ્યા (3), જેવા (3), વળી (3), શું (3), દીધી (3), રહેશે (3), લાખ (3), આંદોલનો (3), મળ્યું (3), ઇંડિયા (3), યુનિયન (3), કોંગ્રેસ (3), કામદારોએ (3), પાડી (3), જુદા (3), સક્રિય (3), સરકારી (3), કામદારોને (3), યુનિયનોની (3), શકાય (3), સૌથી (3), ચાલતી (3), ૧૯૨૦ના (3), મૂડીવાદી (3), કરતાં (3), રહેવા (3), મળતો (3), સતત (3), ઇતિહાસ (3), થતાં (3), રૂપ (3), ઔદ્યોગિક (3), જોઈ (3), પોતાનાં (3), ઑક્ટોબર (3), પ્રભાવ (3), પડ્યો (3), નવા (3), લાગ્યો (3), જવાહરલાલ (3), આગળ (3), લાહોરમાં (3), મુદ્દો (3), ગિરણી (3), તેમ (3), ગયું (3), નેતાઓને (3), લીધા (3), કરવાનું (3), દેખાય (3), થયો (3), કેદની (3), યુદ્ધ (3), મળી (3), વ્યક્તિગત (3), હિંસાને (3), કાયદો (3), લીધી (3), દીધા (3), કામદારોના (3), તેના (3), ડિસ્પ્યૂટ (3), પસાર (3), સ્પષ્ટ (3), સરકારને (3), લખ્યું (3), દરેક (3), દાસને (3), અંજલિ (3), ચંદ્ર (3), પંજાબમાં (3), દીધાં (3), લખે (3), એવો (3), સાથી (3), બચાવ (3), કહેવાનું (3), આજીવન (3), હાઇકોર્ટમાં (3), તમે (3), હિંસા (3), નિવેદનમાં (3), દત્ત (3), કદાચ (3), પ્રતીક (3), કરવાનો (3), ફેંક્યો (3), વાઇસરૉયે (3), ફાંસીની (3), ચાલે (3), પુસ્તક (3), મનમાં (3), જીવતો (3), ઊંચે (3), માર્ચે (3), સાથીઓને (3), આદેશ (3), ૧૯૩૦ના (3), જનતા (3), અર્વિન (3), બાબુ (3), આપવાની (3), કાઉંસિલમાં (3), તારીખે (3), આગા (3), site (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 355 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), history (2), email (2), address (2), ઑનલાઇન (2), વાંચવા (2), છેક (2), ઉપરના (2), બારમાં (2), books (2), ક્લિક (2), ખુલતાં (2), આલ્ફાબેટ (2), લેખકના (2), pyarelal (2), ટાઇપ (2), gandhiheritageportal (2), mahatma (2), gandhi (2), vol (2), salt (2), satyagraha (2), watershed (2), sushila (2), nayar (2), available (2), working (2), class (2), sukomal (2), sen (2), bagchi (2), kolkata (2), first (2), edition (2), 1977 (2), મજુર (2), મહાજન (2), બનાવીને (2), નેતા (2), ડાંગે (2), બાજુથી (2), કહેતા (2), જતાં (2), મજુરોને (2), માનતા (2), માલિકોને (2), આમાંથી (2), સિદ્ધાંત (2), બાજુ (2), જરાયે (2), પડ્યા (2), વાંધો (2), બન્યા (2), પ્રતિનિધિ (2), તરીકે (2), પ્રતિજ્ઞા (2), ભીખ (2), પડે (2), કામે (2), સવાલ (2), અમદાવાદમાં (2), ઊભી (2), ચૂકવીને (2), વધારાની (2), બંધ (2), ગાંધીજીને (2), લાગ્યું (2), ત્રીજા (2), નકારી (2), કાઢ્યું (2), રહેવું (2), દિવસ (2), ચાલી (2), સમજાવતા (2), અમારા (2), મજૂરોના (2), લાગ્યા (2), જાહેરાત (2), એમનું (2), કુલ (2), સંખ્યા (2), આંદોલનોનો (2), વર્ષમાં (2), ભૂમિકા (2), એનું (2), વાર્ષિક (2), અધિવેશન (2), પ્રમુખપદે (2), મુંબઈના (2), ઉદ્દેશ (2), પહેલી (2), વખતના (2), લોકમાન્ય (2), હડતાળમાં (2), થયા (2), પ્રેસમાં (2), મુજબ (2), કર્મચારીઓ (2), ઈસ્ટ (2), ખાસ (2), ઉલ્લેખ (2), માગી (2), ૧૯૦૭માં (2), રેલવેના (2), હડતાળને (2), સુધારવાની (2), દાયકાથી (2), સ્વયં (2), રૂપે (2), મૂડી (2), શ્રમના (2), મૂડીપતિ (2), શક્ય (2), ઓછી (2), કિંમત (2), શ્રમ (2), ઉત્પાદન (2), એટલું (2), થતું (2), શ્રમિક (2), જાગૃતિ (2), ઇતિહાસમાં (2), બનતી (2), વર્ગમાં (2), સભાન (2), ખેડૂતો (2), મોટાં (2), રેલવે (2), પરિણામે (2), મોટો (2), થવા (2), લીધું (2), બચાવવા (2), મોટા (2), પાયે (2), માર્ક્સવાદી (2), લાગી (2), કોંગ્રેસમાં (2), વિચારો (2), બારડોલી (2), સત્યાગ્રહ (2), કાનૂન (2), મહત્ત્વની (2), ઘટનાઓ (2), પાછળ (2), જવું (2), આમાં (2), વર્ગનાં (2), બીજો (2), મતભેદનો (2), આગ્રહ (2), યુનિયનને (2), સામેલ (2), કામગાર (2), રસ્તો (2), પ્રત્યે (2), સંમત (2), ભલામણો (2), આવે (2), aitucના (2), જરૂર (2), રૉયલ (2), આવ્યું (2), દેશની (2), તેવાં (2), તરીપાર (2), સખત (2), આરોપીઓએ (2), નિર્દોષ (2), પુરાવા (2), ઉલ્ટું (2), કેસને (2), દૃષ્ટિએ (2), સામાજિક (2), ચાલ્યો (2), પ્રવૃત્તિ (2), બને (2), એટલા (2), ૨૦મી (2), રોજ (2), જોશ (2), અહીં (2), બ્રિટિશ (2), ખરેખર (2), માણસ (2), કરનારા (2), સામ્યવાદીઓ (2), નજર (2), યુનિયનોને (2), ઍસેમ્બ્લીમાં (2), મંજૂર (2), આવ્યો (2), બ્રિટનમાં (2), ૧૯૨૬માં (2), સાર્વત્રિક (2), દબાવી (2), રચના (2), ગેરકાનૂની (2), મહિનાની (2), આનો (2), આને (2), અધિકારો (2), જનરલ (2), બીજી (2), આગેવાની (2), સામ્યવાદીઓની (2), વિશેની (2), લગભગ (2), પાર (2), અસંતોષ (2), વધતો (2), લાંબી (2), અસર (2), ક્રાન્તિની (2), ઉનકે (2), સાથિયોં (2), સંપૂર્ણ (2), દસ્તાવેઝ (2), પ્રકાશક (2), રાહુલ (2), ફાઉંડેશન (2), લખનઉ (2), ટૂંકમાં (2), કેદીઓએ (2), માનવું (2), પ્રાણ (2), અભિપ્રાય (2), અનુકૂળ (2), મૌન (2), સગવડો (2), મૃત્યુ (2), મારું (2), બન્યો (2), જવાબ (2), બોઝ (2), નહેરુએ (2), સેંટ્રલ (2), દાસે (2), અધૂરી (2), વિજય (2), જાણ (2), યતીન્દ્રનાથ (2), નાખ્યો (2), જગ્યાએ (2), જવાયા (2), પાંચ (2), ઊભા (2), ૧૨મી (2), જૂને (2), ટ્રેનમાં (2), કેદીઓની (2), ખરાબ (2), સિંઘનો (2), વ્યક્તિની (2), ઇચ્છાને (2), માગે (2), તેઓ (2), લઈને (2), સમાજ (2), સાચા (2), સંકોચ (2), ખોટું (2), લોકો (2), ખરા (2), કોર્ટે (2), ફરી (2), નિવેદન (2), ફૉર્ડે (2), ધ્યાન (2), સ્થાન (2), લોહિયાળ (2), જજે (2), નૈતિક (2), દત્તે (2), હિન્દુસ્તાન (2), સોશ્યલિસ્ટ (2), રીપબ્લિકન (2), નિર્ણય (2), સ્વીકાર (2), કોર્ટ (2), પ્રસાદ (2), મજૂરોનાં (2), હશે (2), હાલત (2), મજૂરી (2), ઝુંટવી (2), માનીએ (2), ધરપકડ (2), ઇંડસ્ટ્રિયલ (2), વિરોધ (2), અમારો (2), મેરઠમાં (2), સેશન્સ (2), ઍસેમ્બ્લી (2), બોંબકાંડમાં (2), અપરાધ (2), ઇનકાર (2), જ્યારે (2), બિલને (2), વિરુદ્ધ (2), પાડવાની (2), સાથીઓ (2), ગદર (2), પાર્ટીના (2), સુરૈણ (2), સૌંડર્સની (2), ભગતસિંઘ (2), માં (2), અંતિમ (2), નજીક (2), પહોંચી (2), હિન્દુસ્તાનની (2), ફાંસીથી (2), હમણાં (2), દેશ (2), શક્યો (2), પૂરાં (2), ક્રાન્તિનું (2), હસતાં (2), પહોંચાડી (2), એટલો (2), શકું (2), માગતો (2), ઘણા (2), અરજી (2), ફાંસીએ (2), ગોળીથી (2), ઉડાડી (2), સાતમી (2), રાજા (2), માન (2), પ્રયાસો (2), મળ્યા (2), વાઇસરૉય (2), the (2), પોતે (2), દિલ્હી (2), તારીખ (2), લૉર્ડ (2), છાપ (2), તૈયારી (2), દલીલો (2), અધિકાર (2), સંકટ (2), કાઢી (2), નાખી (2), હિન્દુસ્તાનમાં (2), કિશન (2), ઑક્ટોબરે (2), કેદ (2), મહાવીર (2), કિશોરી (2), લાલ (2), શિવ (2), વર્મા (2), કમલનાથ (2), ઘોષ (2), સાન્યાલ (2), પિતાને (2), પિતાના (2), હાથકડી (2), ટ્રાઇબ્યુનલના (2), પોલીસે (2), દિવસે (2), હિલ્ટન (2), સુખદેવ (2), શિવરામ (2), અમારી (2), લોકોમાં (2), કૃત્યની (2), ઈજા (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, સત્યના, પ્રયોગો, ગાંધી, નવજીવન, પ્રકાશન, કેસની, કરશું, હોવા, આંદોલનને, ચલાવવા, કમ્યુનિસ્ટ, ટીકા, સંઘર્ષમાં, જોતરાય, મહાજનને, દૂર, પાડવાનું, રોકતા, હડતાળના, શસ્ત્રનો, મહાજનની, ઉદ્યોગનો, ટ્રસ્ટ, બાપ, દીકરા, વિશ્વાસ, ટ્રસ્ટીશિપનો, વિકસ્યો, મધ્યસ્થીની, પદ્ધતિ, વિકસાવી, મચક, આનંદશંકર, બાપુભાઈ, ધ્રુવ, પંચ, કરાવ્યું, ગાંધીજે, મજુરોના, તકાને, પક્ષો, તમને, તોડીનેને, માગવી, થવું, શોધવાનું, વલ્લભભાઈઅમદાવાદ, મ્યુનિસિપાલિટીના, આશ્રમમાં, વણાટાશાળા, બંધાતી, લગાડ્યા, રોજી, અપાવી, ભરણ, પોષણનો, ઉકેલાઈ, પ્લેગ, ફેલાવાથી, ખેંચ, માલિકોએ, ૧૯૧૭, ૭૦થી, કેટલું, બોનસ, રોકી, રાખ્યા, સુધરતાં, રક્મ, બાબતમાં, અનસૂયાબેને, સારાભાઈનાં, બહેન, સમજાવી, પગારો, ટૂંકા, જીવન, કપરું, અમદાવાદ, પહોંચીને, જાતતપાસ, સાચી, સારાભાઈ, મિલમાલિકોના, કરાવવા, પક્ષને, નાખવાનું, સૂચન, અંબાલાલે, જવાની, સલાહ, ચાર, પ્રતિજ્ઞાઓ, લેવડાવી, શાંતિનો, ભંગ, રોકવો, માગીને, ખાવું, અડગ, બાપદીકરા, પંચનું, અઠવાડિયાં, મજૂરોનું, મનોબળ, ટકી, તૂટવા, તોડશે, લાગતાં, સાંભળીને, વીનવવા, કરીશું, ૧૯૨૦માં, aitucની, યુનિયનો, જોડાયાં, સંખ્યાબળ, હજારનું, ઉપરાંત, બીજાં, ફેડરેશનો, જેમની, હજાર, પાયો, નંખાયો, સતેજ, બન્યાં, કાનપુર, મુંબઈ, કલકત્તાની, આગળપડતી, પહેલું, લાલા, લાજપત, રાયના, અધિવેશનના, અધ્યક્ષ, ચિત્તરંજન, ૧૯૦૮માં, વ્યવસાયોના, જાતની, મુખ્યત્વે, રાષ્ટ્રીય, તિલકની, ભાગીદારી, કામદારોનાં, વેતન, મુદ્દા, સંસ્થાનવાદી, નીતિઓના, વિરોધમાં, ઉદ્યોગો, વખતથી, ૧૯૦૬માં, પ્રિંટિંગ, ખાનગી, સંબોધતાં, તિલકે, પ્રિંટર, ગણાવ્યા, જરૂરિયાત, જૂની, જાતિ, પ્રથા, ધર્મના, રીતરિવાજોનો, સમજાવ્યું, વર્ષે, પોસ્ટલ, રેલવેની, હડતાલ, એંજિન, ડ્રાઇવરો, ગાર્ડોની, ગોરા, ટ્રેનો, બેંગાલ, રેલવેમાં, પગારધોરણ, કામની, જાતિગત, ભેદભાવ, નાબૂદ, સમજ, પૂરતી, મર્યાદિત, રાજ્યને, એનાથી, વિશ્વવ્યાપી, વ્યવસ્થાના, જોતા, શ્રમિકની, શરીરમાં, રહેલી, પદ્ધતિમાં, તેટલી, ઓછામાં, ખરીદે, મૂડીને, જોડે, બજારમાં, માલ, મૂકીને, કમાય, મૂલ્ય, અનેકગણું, પરનું, વ્યાજ, મૂડીદારની, મહેનતની, બાદ, વધે, શ્રમિકનો, હોવો, જીવતા, મહેનત, યોગ્ય, જેટલું, મહેનતાણું, શ્રમિકને, હકનો, ખિસ્સામાં, મૂકે, સ્થાને, એકઠું, કુટુંબના, જીવનનિર્વાહ, લાચાર, ચક્રમાંથી, શકતો, શોષણ, રહે, કાળખંડો, આપણી, સગવડ, સમજણ, પાડતા, હોઈએ, જતી, ઘટનાઓનું, સર્વાંગી, ચિત્ર, ચેતના, બંગભંગના, સમયથી, આંદોલનોનું, મળવા, બારડોલીમાં, મહેસૂલ, બનાવતા, શહેરોમાં, કમર, કસતા, ૧૮૫૩માં, ઠેકઠેકાણે, નાખવામાં, સંખ્યામાં, વધારો, થતો, દેશનું, ઔદ્યોગીકરણ, માંડ્યું, જંગલોમાંથી, ઝાડો, કાપીને, લાવવાનો, ઉદ્યોગ, ૧૭૫૭થી, માંડીને, ૧૮૫૭, આદિવાસીઓ, જંગલો, અંગ્રેજો, મેદાને, ઉદ્યોગોને, પગલે, શહેરીકરણ, ૧૯૧૭ની, રશિયાની, ક્રાન્તિનો, જબરો, સમાનતા, માનવીય, અધિકારોના, વિચારોથી, આંદોલિત, ઊઠ્યા, ૧૯૨૫માં, કમ્યૂનિસ્ટ, પાર્ટીની, વિચારસરણી, ફેલાવા, શિક્ષિત, યુવાનો, આકર્ષાયા, સમાજવાદી, વિચારોનો, વધવા, નહેરુ, આઝાદીના, દાયકામાં, અસંતોષથી, ઊકળવા, સવિનય, ભંગના, આગમનની, છડી, પોકારતો, સીધા, દિશામાં, વધવું, જાણવા, વારંવાર, પડશે, ઘટના, આંદોલનોની, ઉદય, અપરાધી, આના, આઠવાડિયે, નવેમ્બરમાં, aitucનું, દસ્સ્મૂં, નાગપુરમાં, નહેરુના, મતભેદો, ખુલ્લી, જેટલા, ઉદ્દામ, કેસમાં, જમણેરીઓનો, ૦૦૦થી, તેવા, કરવું, યુનિયનના, સભ્યો, આવડા, રખાય, મુદ્દ્દો, નીકળે, નહોતાં, ભાગલા, અનિવાર્ય, નહેરુની, સહાનુભૂતિ, ડાબેરીઓ, કાર્યક્રમો, વચલો, કાઢવાના, પ્રયાસ, વળ્યું, વર્ગની, સજ્જડ, એકતા, થવાને, ટાંકણે, ભંગાણ, જમણેરી, આવાં, દમનનાં, સરકર, જીતી, ઢાંકપીછોડો, જુલાઈમાં, વ્હાઇટલેના, નેતૃત્વ, હેઠક, કમિશન, ભારતની, મુલાકાતે, સ્થિતિનો, અભ્યાસ, સોંપાયું, ૧૯૩૧માં, કમિશનનો, રિપોર્ટ, કમિશને, ચળવળમાં, ફાટફૂટ, સૂચવ્યાં, નજરે, સારાં, રિપોર્ટમાં, પંચો, કમિટીઓ, બનાવવાની, આંતરરાષ્ટ્રીય, મંચો, આમંત્રણ, આપવું, કમિશનઃ, ચાલ, ધાર્યા, સાબીત, ૨૭માંથી, કેટલાયને, આખી, જિંદગી, કેટલાકને, વીસ, અપીલમાં, સમ્રાટ, દેખાડવાના, સિદ્ધાંતો, કોર્ટનો, ડરીને, દબાઈ, સરકારની, ધારણા, તેનાથી, કરેલાં, નિવેદનોએ, વર્ગને, ક્રાંતિકારીઓ, દેશદાઝથી, હિંસક, કૃત્યો, તેમને, વિચારવાની, પ્રેરણા, પ્રવૃત્તિઓ, સામૂહિક, કાર્યક્રમ, મોટે, સાડાચાર, સામ્યવાદી, તહોમત, ફાઇલ, સાઇઝના, ગ્રંથ, ૬૭૬, પાનાનો, ભાગમાં, છાપવો, અનર્ગળ, સત્તા, હાથમાં, ઓચિંતા, વર્ગના, પકડી, બધાં, યુનિયનોના, જેલભેગા, શ્રીપાદ, અમૃત, જાબવાલા, મિરજકર, માજિદ, સોહન, બેંજમિન, ફ્રાંસિસ, બ્રૅડલી, ફિલિપ, સ્પ્રાટ, હ્યુજ, લેસ્ટર, અંગ્રેજ, નેતાઓનાં, પરથી, સમજી, શકાશે, કેસનો, હકુમત, પૂરતો, સીમિત, વ્યવસ્થાને, બચાવવાનો, કાયદાનો, લાભ, ઉદ્યોગપતિઓને, સામાન્ય, કાળી, મજુરી, કામદારને, ચાંપતી, રાખતી, ડામવા, ૧૯૨૮માં, દેવા, બનાવવામાં, જાતનો, દેવાયો, ઘટકો, મધ્યસ્થી, બોર્ડ, તપાસ, અદાલતોની, બીજું, દિવસની, નોટિસ, દંડ, ત્રીજું, બીજાની, સહાનુભૂતિમાં, પાડવા, પ્રતિબંધ, થરાઅવ્યા, જોડાયેલાને, જેલ, બસ્સો, રૂપિયાના, દંડની, મળીને, પગલું, ભરી, વ્યાપક, રાજકારણી, તખ્તા, અસરો, દેખાવા, માંડી, વેપારી, શિક્ષિતોનો, ૧૯૨૬, વર્ગીય, હિતો, આવવા, લાગ્યાં, તરફેણમાં, અવાજ, પ્રબળ, સેક્રેટરી, જોશી, સીધી, લેજિસ્લેટિવ, ઍસેમ્બ્લીના, સમસ્યાઓના, પ્રયત્નો, હિતની, હિમાયતી, પડ્યે, આંદોલનમાં, ખેંચી, લેતી, કોંગ્રેસથી, અલગ, પડીને, સમજને, કામદારોમાં, નવું, દેખાતું, એકલા, સાઠ, હજારની, ૧૯૨૯માં, લાખનો, આંકડો, ભારે, ત્રાસેલા, રોજની, જેવી, ક્ષેત્રને, જૂઓ, જોવા, ઠેરઠેર, પાડ્યા, કાપડ, મિલોની, એવાં, લોટ, દળવાની, મિલો, કામગારોની, હડતાળે, સરકારનું, માથું, પકવી, દીધું, ગાંધીજીનો, યુનિયનની, જબ્બર, સીધો, ખેડૂતોના, દૃઢ, સંકલ્પનો, સામનો, કસોટી, ચારે, ઘેરાઈ, આંદોલનોમાં, વધતી, ચિંતિત, રશિયન, ચોખ્ખી, દેખાતી, કથા, અઠવાડિયે, young, indiaમાં, વિગતે, પ્રમાણ, આઝાદીથી, નાના, કારણ, અપાય, જાહેરમાં, ઘટનાને, ઉતારી, પાડે, જીવનમાં, ક્યારેક, રાખવું, બોલવા, સારું, કેદીઓને, માટેની, માનું, કેદીને, સારી, મળવી, સાંભળવા, ખાળવામાં, સમર્થ, બલિદાન, મૂલ્યોની, પ્રશંસા, સ્વીકાર્ય, નહોતું, રાષ્ટ્રહિતમાં, ચર્ચાસ્પદ, કેટલાયે, વાચકો, પૂછતા, આપતા, લાહોરથી, પાર્થિવ, દેહને, કલકત્તા, જવાયો, ભગવતી, ચરણ, વોહરાનાં, પત્ની, દુર્ગાભાભીએ, શ્મશાન, યાત્રાની, કલકત્તામાં, હાવડા, સ્ટેશને, ઉપસ્થિત, કોંગ્રેસના, નેતાઓએ, મહંમદ, આલમ, ગોપીચંદ, ભાર્ગવે, ઍસેમ્બ્લીમાંથી, રાજીનામાં, મોતીલાલ, ઍસેમ્બ્લીનું, કામકાજ, સ્થગિત, રાખવાનો, ઠરાવ, મતે, બોઝે, દધીચિ, મુનિ, સરખાવ્યા, દધીચિએ, ઇન્દ્રનું, વજ્ર, બનાવવા, હાડકાં, પ્રાર્થના, મૂકેલી, લડાઈને, વધારવાની, લડતા, રહેવાની, શક્તિ, દેશવાસીઓને, મળો, લાંબા, ચાલ્યા, કેદીઓનો, દરજ્જો, ઉપવાસી, હોમ, સેક્રેટરીને, સંયુક્ત, દાસની, સ્થિતિની, દિવસના, ઉપવાસને, સપ્ટેમ્બરની, ૧૩મીએ, ત્યાગ, ઉંમર, કરનારામાં, ઓળખ, પરેડનું, નાટક, ભંડો, ફોડી, ગલીમાંથી, સફાઈ, ગલીમાં, મૅજિસ્ટ્રેટની, કાર, બેઠો, લોકોને, સમજાવતો, ઓળખવાનો, દાવો, કરનારાને, ચકાસવા, સવાલો, પૂછવા, મોકો, અપાયો, પંજાબીઓની, બંગાળી, જોતાંવેંત, ઓળખાઈ, બંગાળીઓને, જોઈતા, મિયાંવાલીની, રાખવામાં, બન્નેને, ડબ્બા, રખાયા, સિંઘની, વિનંતિથી, બેસવા, દેવાયા, બન્નેએ, લોકોની, ચર્ચાઓમાં, વ્યૂહ, જણે, પહોંચતાંવેંત, કેદીઓ, જોડાયા, હંમેશાં, માન્યતા, અરાજકતાવાદીઓની, કાયદાની, જગ્યા, સપનું, નિષ્ઠાથી, સમાજને, તોડ્યા, વિના, રચી, નિષ્ઠાવાન, કહેતાં, બયાન, દેખાડે, હૃદયથી, સમાજના, માળખાને, બદલવા, કારાવાસની, દર્શનની, છણાવટ, કરતું, હાઈકોર્ટના, આપતાં, અન્યાયપૂર્ણ, વ્યવસ્થામાં, ધરમૂળથી, ફેરફાર, બંદૂકનો, સંપ્રદાય, બદલાની, લડાઈઓ, નિચલી, પૂછ્યો, માન્ય, આદર્શ, આચરી, આધાર, ઉદ્દેશથી, થતી, વાજબી, ઠરાવી, હુમલાના, અહિંસા, અવધારણા, કરીઃ, ઍસોસિએશનના, સભ્યોનો, કૃત્યનો, બોલવાની, જેથી, બહોળી, પ્રસિદ્ધિ, રામ, બિસ્મિલ, અશ્ફાકુલ્લાહ, કાકોરી, કાંડના, શહીદોએ, રોજબરોજ, અપાતાં, બલિદાનો, જોઈને, જેનું, હૈયું, રડી, ઊઠતું, અંતરાત્માના, આર્તનાદની, ઉપેક્ષા, બલિવેદી, શોષક, બકરાની, જેમ, શોષકોની, બલિના, સ્થિર, રાખીને, બધું, મૂંગા, મહેનતકશોની, કમરતોડ, જેણે, પ્રતિનિધિઓના, માથા, ઠોકી, બેસાડ્યો, કરોડો, સંઘર્ષરત, ભૂખ્યા, પ્રાથમિક, અધિકારોથી, વંચિત, હાથમાંથી, મુક્તિનું, એકમાત્ર, હથિયાર, જંગલી, અમાનવીય, જેને, આંદોલનના, નેતાઓની, વિચારતા, અસ્તિત્વ, સમજાયું, નું, સંસ્થા, બેજવાબદાર, નિરંકુશ, શાસનનું, લોકોનું, બુરું, અપાર, ક્ષમતા, અયોગ્યતા, જેના, વ્યવસ્થાનો, સ્વાર્થ, દ્વેષભાવથી, કાયદા, હેઠળ, દત્તના, મેરઠના, બિરાદરોનો, ૧૯૨૯ની, છઠ્ઠી, દિલ્હીમાં, પ્રોસીક્યુશને, ઘડી, કાઢેલા, નકલી, આરોપોનો, પબ્લિક, સેફ્ટી, ચર્ચા, હાઉસ, નામંજૂર, મંત્રીએ, મંજૂરી, દેતાં, કાયદાનું, કમ્યુનિસ્ટો, કાર્યકર્તાઓ, ઉથલાવી, કોશિશના, આરોપસર, વિરુદ્ધનો, કહે, પહેલો, વિદ્રોહીઓ, વર્ષના, કરતાર, સરાભા, જગત, સુરસિંઘ, વિષ્ણુ, ગણેશ, પિંગલે, હરનામ, સ્યાલકોટિયા, ભાઈઓ, બખ્શીશ, લાહોરની, ૨૦૧૯, જુઓ, હત્યાની, વાંચી, ૩૩મા, પ્રકરણમાં, દત્તની, આઝાદ, જોયું, છોડી, ૩૧મા, ભાગના, https, www, indialawjournal, archives, volume1, issue_3, bhagat_singh, html, ફોટા, પુસ્તકમાંથી, શહીદોને, વિવાદ, આજે, અંકમાં, પરીક્ષા, ૨૪મીની, સવારને, ૨૩મીની, સાંજે, આપવાનો, લેવાયો, જેલના, અધિકારીઓ, લેનિનનું, વાંચતા, રાત, બાકી, પૂરું, અધૂરું, ત્રણેય, વીરો, ઇન્કલાબ, ઝિંદાબાદના, નારા, બરાકો, ફાંસીના, ફંદા, સદાને, ધરતી, અજવાળાં, પાથરી, આપનો, સિવાય, કદી, લાલચ, બચવા, મારાથી, ભાગ્યશાળી, કોણ, ગર્વ, પરીક્ષાની, આતુરતાપૂર્વક, પ્રતીક્ષા, કરું, ઇચ્છું, વિચાર, માનવતા, માતી, કંઈક, મારાઅ, અબળખા, હજારમો, પુરો, મારાં, અરમાનો, કરત, નબળાઈઓ, જનતાની, બચી, જઈશ, ચિહ્ન, ઝાંખું, ભુંસાઈ, દિલેરીથી, ચડી, જાઉં, સ્થિતિમાં, માતાઓ, બાળકો, પ્રાર્થનાઓ, કરશે, કુરબાની, આપનારાઓની, તાકાત, એટલી, વધી, ક્રાન્તિને, રોકવી, સામ્રાજ્યવાદ, અથવા, તમામ, શેતાની, તાકાતોના, ગજાની, બહારની, જૂથના, આદર્શો, બલિદાનોએ, રહું, ક્યારેય, સ્વાભાવિક, જીવવાની, ઇચ્છા, મારામાં, હોવી, છુપાવતો, શરતે, કેદમાં, બંધાઈને, જીવવા, દયાની, ૨૨મી, એમાંથી, મળનારા, કેટલા, છેલ્લો, જ્યાં, ગરીબ, લોહી, ચૂસીને, ઇજારો, સ્થાપ્યો, પાછો, લઈએ, ચાલવાની, શોષન, કરનાર, કેદી, ચડાવવાને, તમારી, ફોજને, આપો, સૈનિકોની, ટુકડી, મોકલે, સુખદેવે, પંજાબના, ગવર્નરને, લટકાવવાનો, ઇંગ્લૅંડના, આદર્યું, બ્રિટનના, આવું, કહીને, આપ્યું, સૈનિકો, યુદ્ધકેદી, બચાવવાના, દિવસોમાં, ગાંધીજીની, 1919, 1928, મુંબઈથી, આવતાં, સમાચાર, bomb, shell, ૨૪મી, વાતચીત, મુલતવી, સૌએ, કરવી, મોકૂફ, રાખવાની, દેખાડી, સુભાષબાબુ, કાઉંસિલ, રજુ, ટ્રાઇબ્યનલની, પુનર્રચના, અપીલનો, ગેરકાયદે, વાઇસરૉયને, અરાજકતા, જેવું, નીમવાનો, કાઉંસિલના, બોર્ડે, બધી, ૧૯૩૧ની, ૨૭મી, ફેબ્રુઆરીએ, ભગતસિંઘની, હાહાકાર, મચી, ખૂણેખૂણેથી, બચાવી, લેવાની, ઊઠવા, ડિફેન્સ, કમિટી, ફાયદો, bhagat, singh, king, emperor, બ્રિટનની, જનતાને, સંદેશો, અંગ્રેજોના, રોષ, ઍસોસિએશન, જાણતી, ૩૦મી, સપ્ટેમ્બરે, લખેલો, સરદાર, ચોથી, મળ્યો, સંભળાવી, બીજાઓને, સાથેની, ટ્રાઇબુનલે, ડેથ, વૉરંટ, સહીઓ, ૧૭મી, આરોપીઓમાંથી, કુંદન, લાલને, સાત, પ્રેમ, કુમાર, દેવ, તિવારીને, કાળા, પાણીની, અજય, જતીન્દ્ર, નાથ, દેસ, રાજ, ઠર્યા, દેશભક્તોનું, હઠની, સિંઘના
Text of the page (random words):
તી ટ્રેડ યુનિયનોને ડામવા માટે સપ્ટેમ્બર ૧૯૨૮માં ઍસેમ્બ્લીમાં ટ્રેડ ડિસ્પ્યૂટ ઍક્ટ મંજૂર કરવામાં આવ્યો બ્રિટનમાં ૧૯૨૬માં કામદારોની સાર્વત્રિક હડતાળ પછી ટ્રેડ યુનિયનોને દબાવી દેવા માટે ખાસ કાયદો બનાવવામાં આવ્યો હતો ભારતમાં પણ એ જ જાતનો કાયદો પસાર કરી દેવાયો એમાં ત્રણ મુખ્ય ઘટકો હતાં એક મધ્યસ્થી બોર્ડ અને તપાસ અદાલતોની રચના બીજું ૧૪ દિવસની નોટિસ ન આપી હોય તો દંડ અને ત્રીજું સાર્વત્રિક હડતાળ કે બીજાની સહાનુભૂતિમાં હડતાળ પાડવા પર પ્રતિબંધ કોઈ હડતાળને ગેરકાનૂની થરાઅવ્યા પછી એમાં જોડાયેલાને ત્રણ મહિનાની જેલ અને બસ્સો રૂપિયાના દંડની પણ સજા હતી આનો અર્થ એ કે શ્રમિક વર્ગ સાથે મળીને તો કોઈ પગલું ભરી જ ન શકે મેરઠ કાવતરા કેસ આવો કાયદો બનાવીને સરકારે અનર્ગળ સત્તા પોતાના હાથમાં લઈ લીધી તે પછી ૨૦મી માર્ચ ૧૯૨૯ના રોજ ઓચિંતા જ કામદાર વર્ગના ૩૧ નેતાઓને પકડી લીધા જુદાં જુદાં બધાં જ મોટાં ટ્રેડ યુનિયનોના નેતાઓને જેલભેગા કરી દીધા તેમાં શ્રીપાદ અમૃત ડાંગે એસ એચ જાબવાલા એસ એસ મિરજકર એમ એ માજિદ સોહન સિંઘ જોશ બેંજમિન ફ્રાંસિસ બ્રૅડલી ફિલિપ સ્પ્રાટ હ્યુજ લેસ્ટર વગેરે પણ હતા અહીં કામદારોના અંગ્રેજ નેતાઓનાં નામ પણ છે તેના પરથી સમજી શકાશે કે આ કેસનો હેતુ માત્ર બ્રિટિશ હકુમત કે ભારત પૂરતો સીમિત નહોતો પરંતુ ખરેખર તો મૂડીવાદી આર્થિક વ્યવસ્થાને બચાવવાનો હતો આ કાયદાનો લાભ ભારતમાં ઉદ્યોગપતિઓને મળતો હતો સામાન્ય માણસ કે કાળી મજુરી કરનારા કામદારને નહીં આ કેસ બહુ મોટે પાયે સાડાચાર વર્ષ ચાલ્યો કામદાર નેતાઓ પર સામ્યવાદી પ્રવૃત્તિ કરવાનું મુખ્ય તહોમત હતું ૨૫ ફાઇલ સાઇઝના ગ્રંથ બને એટલા પુરાવા સરકારે રજૂ કર્યા ચુકાદો પણ ૬૭૬ પાનાનો હતો અને એ બે ભાગમાં છાપવો પડ્યો આરોપીઓએ કેસ દરમિયાન પોતાને નિર્દોષ દેખાડવાના પુરાવા જ રજૂ ન કર્યા ઉલ્ટું પોતાના માર્ક્સવાદી સિદ્ધાંતો જાહેર કરવા માટે કોર્ટનો ઉપયોગ કર્યો કેસને કારણે કામદારો ડરીને દબાઈ જશે એવી સરકારની ધારણા હતી તેનાથી ઉલ્ટું થયું કોર્ટમાં આરોપીઓએ રજૂ કરેલાં નિવેદનોએ કામદાર વર્ગને સંગઠિત કર્યો એટલું જ નહીં જે ક્રાંતિકારીઓ દેશદાઝથી હિંસક કૃત્યો કરતા હતા તેમને પણ નવી દૃષ્ટિએ વિચારવાની પ્રેરણા મળી હવે એમની પ્રવૃત્તિઓ વ્યક્તિગત હિંસાને બદલે સામાજિક અને સામૂહિક કાર્યક્રમ તરફ વળી સમ્રાટ સામે યુદ્ધ જાહેર કરવા નો આરોપ ધાર્યા પ્રમાણે જ સાબીત થયો અને ૨૭માંથી કેટલાયને આખી જિંદગી સુધી તરીપાર કરવાની કેટલાકને વીસ વર્ષ કે દસ વર્ષ માટે તરીપાર કે સખત કેદની સજા થઈ જો કે પછી અપીલમાં આ સજાઓ ઓછી થઈ ગઈ હતી કામદારો માટે રૉયલ કમિશનઃ નવી ચાલ એવું નથી કે આવાં દમનનાં પગલાં લીધા પછી સરકર જીતી ગઈ એને ઢાંકપીછોડો કરવાની પણ જરૂર પડી ૧૯૨૯ના જુલાઈમાં વ્હાઇટલેના નેતૃત્વ હેઠક રૉયલ કમિશન ભારતની મુલાકાતે આવ્યું એને દેશમાં મજૂરોની સ્થિતિનો અભ્યાસ કરવાનું કામ સોંપાયું હતું ૧૯૩૧માં કમિશનનો રિપોર્ટ બહાર પડ્યો તેમાં કમિશને દેશની સંગઠિત મજૂર ચળવળમાં ફાટફૂટ પડે તેવાં પગલાં સૂચવ્યાં જે એક નજરે સારાં દેખાય તેવાં હતાં રિપોર્ટમાં જુદાં જુદાં પંચો અને કમિટીઓ બનાવવાની અને એમને આંતરરાષ્ટ્રીય મજૂર મંચો પર આમંત્રણ આપવું વગેરે ભલામણો હતી જમણેરી મજુર નેતાઓને આ ભલામણો પસંદ આવે તેમ હતું અને એવું જ થયું અંતે aitucના બે ભાગ પડી ગયા નવેમ્બરમાં aitucનું દસ્સ્મૂં વાર્ષિક અધિવેશન નાગપુરમાં જવાહરલાલ નહેરુના પ્રમુખપદે મળ્યું તેમાં આ મતભેદો ખુલ્લી રીતે બહાર આવ્યા જેટલા ઉદ્દામ નેતાઓ હતા તે તો મેરઠ કેસમાં જેલમાં હતા મતભેદનો મુદ્દો એ હતો કે જમણેરીઓનો આગ્રહ હતો કે ૬ ૦૦૦થી વધારે સભ્ય હોય તેવા યુનિયનને સામેલ ન કરવું મુંબઈના ગિરણી કામગાર યુનિયનના ૫૫ ૦૦૦ સભ્યો હતા આવડા મોટા યુનિયનને કેમ બહાર રખાય આ મતભેદનો મુદ્દ્દો હતો પણ એના વિશે કોઈ રસ્તો નીકળે તેમ નહોતાં ભાગલા અનિવાર્ય બની ગયા નહેરુની સહાનુભૂતિ ડાબેરીઓ પ્રત્યે હતી પરંતુ એમના બધા કાર્યક્રમો સાથે એ સંમત નહોતા એમણે વચલો માર્ગ કાઢવાના પ્રયાસ કર્યા પણ કંઈ ન વળ્યું આમ દેશમાં કામદાર વર્ગની સજ્જડ એકતા થવાને ટાંકણે જ એમાં ભંગાણ પડી ગયું આ જ સમયે લાહોરમાં બીજો કાવતરા કેસ ચાલતો હતો જેમાં ભગત સિંઘ વગેરે અપરાધી હતા આના વિશે આવતા આઠવાડિયે ૦૦૦ સંદર્ભઃ ૧ working class of india by sukomal sen k p bagchi co kolkata first edition 1977 ૨ mahatma gandhi vol vi salt satyagraha watershed by sushila nayar available on gandhiheritageportal org પર ઑનલાઇન વાંચવા માટે ઉપલબ્ધ મુખ્ય પેજ પર છેક ઉપરના બારમાં other books પર ક્લિક કરો તે પછી પેજ ખુલતાં અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે લેખકના નામ સામે pyarelal ટાઇપ કરો ૦૦૦ like loading author dipak dholakia posted on 13 03 2020 30 11 2024 categories history tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 3 chapter 39 india slavery and struggle for freedom part 3 chapter 38 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૩ સંઘર્ષનો નવો માર્ગ ૧૯૧૬થી ૧૯૩૫ પ્રકરણ ૩૮ કામદાર વર્ગનાં આંદોલનોનો ઉદય બારડોલી સત્યાગ્રહ સવિનય કાનૂન ભંગના આગમનની છડી પોકારતો હતો અને આપણે હવે સીધા જ એ દિશામાં આગળ વધવું જોઈએ પરંતુ દેશમાં બનતી મહત્ત્વની ઘટનાઓ વિશે જાણવા માટે વારંવાર પાછળ જવું પડશે આમાં સૌથી વધારે મહત્ત્વની ઘટના દેશમાં કામદાર વર્ગનાં આંદોલનોની છે ૧૮૫૩માં રેલવે શરૂ થયા પછી ઠેકઠેકાણે રેલવે નાખવામાં આવી હતી પરિણામે કામદારોની સંખ્યામાં બહુ મોટો વધારો થતો જતો હતો એ સાથે જ દેશનું ઔદ્યોગીકરણ થવા માંડ્યું હતું જંગલોમાંથી ઝાડો કાપીને લાવવાનો પણ મોટો ઉદ્યોગ હતો આપણે જોઈ લીધું છે કે ૧૭૫૭થી માંડીને ૧૮૫૭ સુધી આદિવાસીઓ પોતાનાં જંગલો બચાવવા માટે અંગ્રેજો સામે મેદાને પડ્યા જ હતા આખા દેશમાં ઉદ્યોગોને પગલે શહેરીકરણ પણ મોટા પાયે થયું હતું એમાં ૧૯૧૭ની રશિયાની ઑક્ટોબર ક્રાન્તિનો પણ જબરો પ્રભાવ પડ્યો સમાનતા અને માનવીય અધિકારોના નવા વિચારોથી કામદારો આંદોલિત થઈ ઊઠ્યા હતા ૧૯૨૫માં કમ્યૂનિસ્ટ પાર્ટીની સ્થાપના થઈ એટલે માર્ક્સવાદી વિચારસરણી ફેલાવા લાગી હતી અને શિક્ષિત યુવાનો એના તરફ આકર્ષાયા હતા કોંગ્રેસમાં પણ સમાજવાદી વિચારોનો પ્રભાવ વધવા લાગ્યો હતો જવાહરલાલ નહેરુ કોંગ્રેસમાં આર્થિક આઝાદીના વિચારો પણ લઈ આવ્યા આ કારણે ૧૯૨૦ના દાયકામાં તો કામદાર વર્ગમાં નવી જાગૃતિ આવી હતી અને એ અસંતોષથી ઊકળવા લાગ્યો હતો ઇતિહાસમાં કાળખંડો આપણે આપણી સગવડ અને સમજણ મુજબ પાડતા હોઈએ છીએ પરંતુ ઇતિહાસ તો એક પછી એક બનતી જતી ઘટનાઓનું સર્વાંગી ચિત્ર છે એટલે એવું નથી કે કામદાર વર્ગમાં પહેલાં ચેતના નહોતી આંદોલનો તો બંગભંગના સમયથી થતાં હતાં પણ કામદાર આંદોલનોનું સંગઠિત અને સભાન રૂપ તો ૧૯૨૦ના દાયકાથી મળવા લાગ્યું અને બારડોલીમાં ખેડૂતો મહેસૂલ માટે લડાઈ કરીને ઇતિહાસ બનાવતા હતા ત્યારે મોટાં ઔદ્યોગિક શહેરોમાં કામદારો અંગ્રેજી શાસન સામે કમર કસતા હતા કામદારોની જાગૃતિ પરંતુ એમની સમજ માત્ર અંગ્રેજી શાસન પૂરતી મર્યાદિત નહોતી કામદારો સ્વયં અંગ્રેજી રાજ્યને જ એનાથી પણ મોટી અને વિશ્વવ્યાપી મૂડીવાદી આર્થિક વ્યવસ્થાના ભાગ રૂપે જોતા હતા શ્રમિકની મૂડી એના શરીરમાં શ્રમના રૂપે રહેલી છે પરંતુ મૂડીવાદી પદ્ધતિમાં મૂડીપતિ શક્ય તેટલી ઓછામાં ઓછી કિંમત ચૂકવીને શ્રમ ખરીદે છે એમાં પોતાની મૂડીને જોડે છે અને ઉત્પાદન કરે છે આ ઉત્પાદન એટલું હોય છે કે બજારમાં માલ મૂકીને એ જે કમાય છે તે શ્રમના મૂલ્ય કરતાં અનેકગણું હોય છે મૂડી પરનું વ્યાજ અને મૂડીદારની મહેનતની કિંમત બાદ કર્યા પછી પણ જે વધે છે તેમાં શ્રમિકનો પણ ભાગ હોવો જોઈએ પણ એને માત્ર જીવતા રહેવા અને મહેનત કરવા માટે યોગ્ય રહેવા જેટલું મહેનતાણું જ મળે છે શ્રમિકને એના હકનો ભાગ નથી મળતો એ મૂડીપતિ પોતાના ખિસ્સામાં મૂકે છે આમ ધન એક સ્થાને એકઠું થતું જાય છે શ્રમિક તો પોતાના કુટુંબના જીવનનિર્વાહ માટે સતત શ્રમ કરતા રહેવા લાચાર છે એ આ ચક્રમાંથી બહાર જ આવી શકતો નથી અને એનું સતત શોષણ થતું રહે છે ૧૯૨૦ના દાયકાથી પહેલાં આમ તો ઉદ્યોગો શરૂ થયા એ જ વખતથી કામદારો સક્રિય થઈ ગયા હતા મોટી હડતાળો પણ થઈ હતી ૧૯૦૬માં સરકારી પ્રિંટિંગ પ્રેસમાં હડતાળ પડી તે પછી એક ખાનગી પ્રેસમાં પણ હડતાળ થઈ એ હડતાળમાં કામદારોને સંબોધતાં લોકમાન્ય તિલકે પોતાને પ્રિંટર ગણાવ્યા અને યુનિયનોની જરૂરિયાત મુજબ જૂની જાતિ પ્રથા અને ધર્મના રીતરિવાજોનો ઉપયોગ કેમ કરી શકાય તે સમજાવ્યું એ જ વર્ષે મુંબઈમાં પોસ્ટલ કર્મચારીઓ હડતાળ પર ગયા તે પછી ઈસ્ટ ઇંડિયા રેલવેની હડતાલ ખાસ ઉલ્લેખ માગી લે છે ૧૯૦૭માં ઈસ્ટ ઇંડિયા રેલવેના કામદારોની હડતાળ સૌથી મોટી હતી એંજિન ડ્રાઇવરો અને ગાર્ડોની એ હડતાળ હતી જો કે એમાં ગોરા કામદારો જ હતા હડતાળને કારણે ટ્રેનો ચાલતી બંધ થઈ ગઈ ૧૯૦૭માં જ બેંગાલ રેલવેમાં કામદારોએ હડતાળ પાડી એમની માગણી પગારધોરણ સુધારવાની કામની સ્થિતિ સુધારવાની અને જાતિગત ભેદભાવ નાબૂદ કરવાની હતી ૧૯૦૮માં મુંબઈના કામદારોએ હડતાળ પાડી તેનો રાજકીય ઉદ્દેશ હતો એ વખતે પણ જુદા જુદા વ્યવસાયોના ત્રણ લાખ કામદારો મુંબઈમાં હતા આ જાતની આ પહેલી હડતાળ હતી અને એમાં મુખ્યત્વે એ વખતના રાષ્ટ્રીય નેતા લોકમાન્ય તિલકની સક્રિય ભાગીદારી રહી આ હડતાળમાં કામદારોનાં વેતન વગેરે મુદ્દા નહોતા માત્ર સંસ્થાનવાદી નીતિઓના વિરોધમાં કામદારોએ હડતાળ પાડી હતી ઑલ ઇંડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ aituc ની સ્થાપના ૧૯૨૦માં aitucની સ્થાપના થઈ અને એમાં ૬૪ યુનિયનો જોડાયાં એમનું કુલ સંખ્યાબળ ૨ લાખ ૨૩ હજારનું હતું તે ઉપરાંત બીજાં આઠ ફેડરેશનો પણ હતાં જેમની કુલ સભ્ય સંખ્યા ૧ લાખ ૯૫ હજાર હતી આમ ભારતમાં સંગઠિત કામદાર આંદોલનોનો પાયો નંખાયો અને તે પછી દેશમાં કામદાર આંદોલનો સતેજ બન્યાં એક જ વર્ષમાં પચાસ હડતાળો થઈ જેમાં કાનપુર મુંબઈ અને કલકત્તાની આગળપડતી ભૂમિકા રહી એનું પહેલું વાર્ષિક અધિવેશન લાલા લાજપત રાયના પ્રમુખપદે મળ્યું ત્રીજા અધિવેશનના અધ્યક્ષ ચિત્તરંજન દાસ હતા અમદાવાદમાં મજૂર મહાજન અમદાવાદમાં પ્લેગ ફેલાવાથી મજૂરોની ખેંચ ઊભી થઈ હતી એટલે માલિકોએ ૧૯૧૭ સુધી મજુરોને ૭૦થી ૮૦ ટકા કેટલું બોનસ ચૂકવીને રોકી રાખ્યા પણ સ્થિતિ સુધરતાં એમણે વધારાની રક્મ બંધ કરી મજૂરો એના માટે તૈયાર નહોતા એમણે પચાસ ટકા વધારાની માગણી કરી એ બાબતમાં ગાંધીજીને અનસૂયાબેને શેઠ અંબાલાલ સારાભાઈનાં બહેન પત્ર લખીને મજૂરોની સ્થિતિ સમજાવી કે એમના પગારો બહુ ટૂંકા છે અને જીવન બહુ કપરું છે ગાંધીજીએ અમદાવાદ પહોંચીને જાતતપાસ કરી તો એમને લાગ્યું કે વાત સાચી છે એટલે એમણે અંબાલાલ સારાભાઈ સાથે વાત કરી શેઠ મિલમાલિકોના પ્રતિનિધિ હતા ગાંધીજીએ માલિકો અને મજૂરો વચ્ચે સમાધાન કરાવવા માટે ત્રીજા પક્ષને વચ્ચે નાખવાનું સૂચન કર્યું તે અંબાલાલે નકારી કાઢ્યું એટલે ગાંધીજીએ મજૂરોને હડતાળ પર જવાની સલાહ આપી એમણે ચાર પ્રતિજ્ઞાઓ લેવડાવી એક તો શાંતિનો ભંગ ન કરવો કોઈ કામે જતો હોય તેને રોકવો નહીં ભીખ માગીને ન ખાવું અને માલિકો માગણી માની ન લે ત્યાં સુધી અડગ રહેવું હડતાળ ૨૧ દિવસ ચાલી એ દરમિયાન ગાંધીજી માલિકોને સમજાવતા રહ્યા પણ એ તૈયાર જ ન થાય માલિકો કહેતા કે અમારા અને મજૂરોના સંબંધ બાપદીકરા જેવા તેમાં વળી પંચનું શું કામ બે અઠવાડિયાં તો મજૂરોનું મનોબળ ટકી રહ્યું પણ પછી તૂટવા લાગ્યા મજૂરો પ્રતિજ્ઞા તોડશે એમ લાગતાં ગાંધીજીએ ઉપવાસ શરૂ કરવાની જાહેરાત કરી દીધી આ સાંભળીને મજૂરો બહુ વીનવવા લાગ્યા કે ઉપવાસ અમે જ કરીશું હડતાળ ચાલુ રહેશે વગેરે ગાંધીજીએ કહ્યું કે તમને પ્રતિજ્ઞા તોડીનેને ભીખ માગવી પડે તેવું ન થવું જોઈએ એટલે એમણે મજૂરો માટે કામ શોધવાનું નક્કી કર્યું એ વખતે વલ્લભભાઈઅમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા પણ કંઈ કામ હતું નહીં પછી ગાંધીજીએ પોતાના આશ્રમમાં વણાટાશાળા બંધાતી હતી એમાં એમને કામે લગાડ્યા અને રોજી અપાવી ભરણ પોષણનો સવાલ ઉકેલાઈ જતાં હડતાળ ચાલુ રહી આ બાજુ શેઠ અંબાલાલ જરાયે મચક આપવા તૈયાર નહોતા એમને ગાંધીજી વચ્ચે પડ્યા તેની સામે જ વાંધો લીધો અંતે આનંદશંકર બાપુભાઈ ધ્રુવ પંચ બન્યા અને સમાધાન કરાવ્યું ગાંધીજે મજુરોના પ્રતિનિધિ તરીકે કેસ રજૂ કર્યો પણ પછી પચાસ તકાને બદલે ૩૫ ટકા પર બન્ને પક્ષો વચ્ચે સમાધાન થયું એ સાથે મજૂર મહાજનની સ્થાપના થઈ ગાંધીજી મજુરોને ઉદ્યોગનો ભાગ જ માનતા હતા અને માલિકોને ટ્રસ્ટ માનતા હતા બન્ને વચ્ચે બાપ દીકરા નો સંબંધ હોય એમાં એમને વિશ્વાસ હતો આમાંથી એમનો ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત વિકસ્યો મધ્યસ્થીની પદ્ધતિ પણ એમણે જ વિકસાવી aituc હોવા છતાં મજુર મહાજન બનાવીને ગાંધીજી પોતાની રીતે કામદાર આંદોલનને ચલાવવા માગતા હતા કમ્યુનિસ્ટ નેતા એસ એ ડાંગે ટીકા કરે છે કે મજૂરો રાજકારણમાં ન જાય અને વર્ગ સંઘર્ષમાં ન જોતરાય તે માટે ગાંધીજી મજૂર મહાજનને aituc દૂર રાખવા માગતા હતા એક બાજુથી એ આખા દેશમાં હડતાળ પાડવાનું કહેતા પણ મજૂરોને હડતાળ પર જતાં રોકતા હતા જો કે અંતે તો મજૂરો હડતાળના શસ્ત્રનો ઉપયોગ કરતા થઈ જ ગયા હવે પછી આપણે મેરઠ કાવતરા કેસ અને લાહોર કાવતરા કેસની વાત કરશું ૦૦૦ સંદર્ભઃ ૧ સત્યના પ્રયોગો ભાગ ૫ પ્રકરણ ૨૦ અને ૨૨ મો ક ગાંધી નવજીવન પ્રકાશન ૨ working class of india by sukomal sen k p bagchi co kolkata first edition 1977 ૩ mahatma gandhi vol vi salt satyagraha watershed by sushila nayar available on gandhiheritageportal org પર ઑનલાઇન વાંચવા માટે ઉપલબ્ધ મુખ્ય પેજ પર છેક ઉપરના બારમાં other books પર ક્લિક કરો તે પછી પેજ ખુલતાં અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે લેખકના નામ સામે pyarelal ટાઇપ કરો like loading author dipak dholakia posted on 05 03 2020 04 03 2020 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 3 chapter 38 ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 355 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું માર્ચ 2020 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 ફેબ્રુવારી એપ્રિલ bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓ...
|