Meta tags:
description= 4 posts published by Dipak Dholakia during June 2020;
Headings (most frequently used words):
ભારત, ગુલામી, અને, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, સંઘર્ષનો, નવો, માર્ગ, ૧૯૧૬થી, ૧૯૩૫, પ્રકરણ, dipak, dholakia, spam, blocked, બીજી, ગોળમેજી, પરિષદ, મહિનો, જૂન, 2020, 54, 53, 52, 51, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૫૪, ૫૩, ૫૨, ગાંધી, અર્વિન, કરાર, ૫૧, ધરાસણાની, ધાડ,
Text of the page (most frequently used words):
અને (113), હતા (66), પછી (40), 2020 (33), કરી (32), માટે (30), ડિસેમ્બર (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), જાન્યુઆરી (28), ગાંધીજી (28), નથી (28), ગોળમેજી (28), જૂન (27), સપ્ટેમ્બર (27), હતો (27), સાથે (27), એમણે (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), 2024 (26), કહ્યું (26), 2019 (25), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2021 (24), 2023 (24), હતી (23), એટલે (23), હતું (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), freedom (20), struggle (20), કોઈ (20), એમને (20), 2013 (18), 2022 (18), જોઈએ (18), હું (17), બીજા (17), 2011 (16), india (16), and (15), બધા (15), હોય (15), ગયા (15), 2014 (14), તૈયાર (14), કરવા (14), એમના (14), ગાંધીજીએ (14), થાય (14), પરિષદમાં (14), 2025 (13), dipak (13), slavery (13), for (13), સરકાર (13), પરંતુ (13), અર્વિન (13), કોંગ્રેસ (13), હવે (12), કર્યું (12), કંઈ (12), શકાય (12), શકે (12), વાત (12), શરૂ (11), dholakia (11), ભારત (11), આવ્યા (11), એમની (11), એમાં (11), મારી (10), વધારે (10), પહેલાં (10), ગાંધી (10), એના (10), નહીં (10), છું (10), ભાગ (10), બીજી (10), આઝાદી (9), લોકો (9), મને (9), ત્યાં (9), તેમ (9), કર્યો (9), શું (9), કરે (9), માત્ર (9), ગાંધીજીને (9), પરિષદ (9), પ્રતિનિધિઓ (9), બ્રિટન (9), મુલતવી (9), martyrs (8), indian (8), part (8), chapter (8), ગુલામી (8), માટેનો (8), સંઘર્ષ (8), કારણ (8), હતાં (8), પાસે (8), થયું (8), આગળ (8), તેમાં (8), વિશે (8), પહેલી (8), કોમી (8), લઘુમતીઓના (8), લગભગ (7), નેતાઓ (7), કર્યા (7), નેતા (7), સરોજિની (7), અહીં (7), થયો (7), તરીકે (7), નક્કી (7), મુખ્ય (7), એવું (7), કરાર (7), પ્રતિનિધિ (7), રીતે (7), વાતચીત (7), સુધી (7), બેઠક (7), કરતા (6), મેં (6), કરતાં (6), ત્રણ (6), આવ્યો (6), ધરપકડ (6), આપી (6), બહુ (6), ફરી (6), એણે (6), છોડી (6), કોંગ્રેસના (6), માર્ગ (6), અથવા (6), તમે (6), વાઇસરૉય (6), નહોતો (6), આપણે (6), સમય (6), આંદોલન (6), કોંગ્રેસની (6), સમવાય (6), અમને (6), મુસ્લિમ (6), તરફથી (6), like (5), બારી (5), પસંદ (5), શોધો (5), પોતાના (5), વિદેશી (5), સત્યાગ્રહ (5), નીચે (5), તેની (5), પોલીસે (5), છતાં (5), વિના (5), દીધું (5), પોતે (5), જેલમાં (5), એમનો (5), આપ્યો (5), થયા (5), મીઠાના (5), ગાંધીજીના (5), ગાંધીજીની (5), મીઠું (5), વગેરે (5), એનો (5), હશે (5), રહી (5), એની (5), કંઈક (5), પ્રકરણ (5), નવો (5), માગણી (5), મારા (5), ચર્ચા (5), અમે (5), મળ્યા (5), પ્રધાન (5), ડિપ્રેસ્ડ (5), ત્યારે (5), અધિકારો (5), મીટિંગ (5), કરો (4), com (4), blocked (4), નવી (4), spam (4), adventurous (4), subhashbabu (4), webgurjari (4), વેબગુર્જરી (4), tags (4), categories (4), posted (4), author (4), loading (4), ઘણા (4), સ્વયંસેવકો (4), વખતે (4), આવી (4), જતા (4), ચાલતી (4), શ્રીમતી (4), આખી (4), વાર (4), પોતાનો (4), એમાંથી (4), માની (4), એવી (4), એને (4), સામે (4), હુમલો (4), રિપોર્ટ (4), કહી (4), જાય (4), દિવસ (4), કરવું (4), જાહેર (4), સત્યાગ્રહીઓ (4), ધાડ (4), વાતચીતમાં (4), ખુલાસો (4), એવા (4), સારુ (4), પાછા (4), સંઘર્ષનો (4), ૧૯૧૬થી (4), ૧૯૩૫ (4), કોંગ્રેસને (4), વાઇસરૉયે (4), લખે (4), જેમાં (4), વિગતો (4), સ્થિતિ (4), આવે (4), પ્રમાણે (4), મળી (4), નિર્ણય (4), વચ્ચે (4), નહોતી (4), લંડન (4), બ્રિટિશ (4), બ્રિટનની (4), રૂઢિચુસ્ત (4), વિલિંગ્ડન (4), માટેની (4), વિચાર (4), રાજાઓ (4), રાજકીય (4), સમિતિમાં (4), આંબેડકરે (4), સમિતિ (4), this (3), wordpress (3), other (3), uncategorized (3), history (3), https (3), સંદર્ભઃ (3), ૦૦૦ (3), જુદા (3), વાતો (3), નહોતા (3), પડી (3), હજી (3), આવતા (3), સાવ (3), બાજુ (3), પ્રયાસ (3), જમીન (3), ઘાયલોને (3), પડતા (3), ચાલુ (3), જગ્યાએ (3), લઈને (3), ઊભા (3), પહોંચ્યા (3), ટેકો (3), તરત (3), રહ્યા (3), આજે (3), જવાનો (3), ધરાસણા (3), નાયડૂની (3), બધું (3), છેઃ (3), કારખાના (3), ૧૫મી (3), ધરાસણાના (3), ઈમામ (3), બધાને (3), અબ્બાસ (3), તૈયબજી (3), કાયદો (3), પત્ર (3), વાઇસરૉયને (3), ૧૨મી (3), સ્થાન (3), દેશમાં (3), કરશે (3), સત્તા (3), માગે (3), કરીને (3), સાથેની (3), માનતા (3), સરકારે (3), મહત્ત્વ (3), ભંગ (3), રહ્યો (3), ૧૯૩૦ના (3), મહાદેવભાઈ (3), નિર્દોષ (3), પુણ્યશાળી (3), ગણાય (3), leave (3), comment (3), દરજ્જો (3), આપવા (3), મીટિંગમાં (3), જમીનો (3), કેમ (3), બાપુ (3), રાતે (3), કોંગ્રેસે (3), મુદ્દા (3), મુદ્દો (3), વલણ (3), જરૂરી (3), ફેડરેશન (3), આના (3), પરિષદની (3), નહોતું (3), ચાલી (3), બહાર (3), થવાનું (3), કરું (3), ઉપરાંત (3), પ્રભાશંકર (3), બહાદુર (3), સપ્રુ (3), કારણે (3), અધિકાર (3), પરિષદનાં (3), સ્પષ્ટ (3), બંધ (3), અર્વિને (3), આથી (3), ભારતના (3), વચન (3), દેખાડી (3), ૧૯૩૧ની (3), ઑગસ્ટે (3), ક્લાસિસ (3), મળીને (3), રવાના (3), અલી (3), હિન્દુ (3), આંબેડકર (3), છેલ્લો (3), કરવાનું (3), દેશની (3), પરિષદના (3), કટોરો (3), ઇંગ્લેંડ (3), માનતો (3), વિશેની (3), ધોરણે (3), મતદાર (3), સફળ (3), સવાલ (3), ઉકેલ (3), સારું (3), અનૌપચારિક (3), શીખો (3), અમારે (3), લેતા (3), site (2), નામ (2), required (2), ટિપ્પણીઓ (2), રહ્યું (2), view (2), report (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 286 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), આવો (2), email (2), address (2), દ્વારા (2), મહાદેવભાઈની (2), ડાયરી (2), પુસ્તક (2), બોલતા (2), ધરાસણામાં (2), અમેરિકન (2), દેશી (2), કપડાં (2), બહિષ્કાર (2), ગયો (2), નાયડૂ (2), અંગ્રેજ (2), ઑફિસર (2), લીધી (2), અખત્યાર (2), દૂર (2), ફેંકી (2), ચારે (2), પડતી (2), આવું (2), હોવા (2), વિરોધ (2), મારતા (2), શાંત (2), રહેવા (2), મૂક્યા (2), વ્યૂહ (2), પોલીસની (2), નજીક (2), જવાનું (2), લાઠીઓનો (2), અવાજ (2), હાથ (2), સાથીઓ (2), ઘાયલ (2), થતા (2), કામ (2), લાગ્યા (2), સ્વયંસેવકોએ (2), જવા (2), કેન્દ્ર (2), હાથમાં (2), દોરડાં (2), સૉલ્ટ (2), વર્ક્સ (2), સૉલ્ટવર્ક્સ (2), લાઠીઓ (2), તોડી (2), ધસી (2), સત્યાગ્રહીઓએ (2), જરાય (2), ગાંધીજીનો (2), દેહ (2), તમારી (2), પોતાની (2), વેબ (2), અઠવાડિયે (2), સત્યાગ્રહીઓને (2), પત્રકાર (2), સમાચાર (2), ભારતની (2), મેની (2), સવારે (2), હેઠળ (2), તરફ (2), દક્ષિણ (2), નીકળ્યા (2), ખિલાફતના (2), ગામડે (2), શરૂઆતના (2), છઠ્ઠી (2), મીઠાનો (2), તોડ્યા (2), થોડા (2), ૧૪મીએ (2), કરવાનો (2), સમજી (2), આખા (2), ઘરે (2), સ્થિતિમાં (2), બનાવવાના (2), શબ્દ (2), ગુજરાતીમાં (2), વાપર્યો (2), જેમ (2), લેશે (2), અર્થ (2), જશે (2), પ્રયત્ન (2), અહિંસક (2), સંપૂર્ણ (2), પ્રગટ (2), હિંસા (2), સરકારને (2), પત્રમાંથી (2), બને (2), મોટી (2), બાકી (2), રહેલા (2), કેવી (2), બેઠા (2), ધરાસણાની (2), vol (2), એનું (2), પરિણામ (2), સત્તાના (2), સમાન (2), વર્કિંગ (2), અનુભવ્યું (2), એકલા (2), ખુલ્લા (2), શબ્દોમાં (2), વ્યક્ત (2), કરારને (2), પાછી (2), રાત (2), વાંચી (2), મુસદ્દો (2), શરૂઆત (2), અમુક (2), સામેલ (2), લાભ (2), તેનો (2), ભારતીયોની (2), પક્ષ (2), મિત્રો (2), નાખવાનો (2), કાઢી (2), સિદ્ધાંતો (2), જતી (2), સામાન્ય (2), ઘણી (2), અર્વિનની (2), જેથી (2), જેવી (2), રાખવા (2), સુલેહ (2), ઇચ્છા (2), ભલે (2), ઈશ્વર (2), વડો (2), તોયે (2), કહો (2), છીએ (2), સમાધાન (2), લખ્યું (2), આગ્રહ (2), મળવું (2), મનઃસ્થિતિ (2), દીવાન (2), દૃષ્ટિકોણ (2), પંડિત (2), મળવા (2), અલ્હાબાદ (2), વાટાઘાટો (2), લખીને (2), મળવાનો (2), માગ્યો (2), શાસ્ત્રી (2), તેજ (2), મળવાના (2), સિવાય (2), પરિણામો (2), ધીમે (2), જેલમાંથી (2), જોતાં (2), સ્વાભાવિક (2), લીધો (2), બ્રિટનને (2), લાગ્યું (2), ભારતમાં (2), મળે (2), કરવાથી (2), વળે (2), ગયું (2), બોલાવીને (2), મતભેદો (2), જોડાય (2), પડશે (2), દેખાડીએ (2), હોવાનું (2), આપે (2), ડોમિનિયન (2), માટેના (2), રાખવાનું (2), આમાં (2), જાતનું (2), આવીને (2), પ્રકરણમાં (2), બ્રિટનમાં (2), the (2), round (2), table (2), conference (2), london (2), અંકમાં (2), લંડનના (2), છાપાંઓએ (2), આર્થિક (2), વિષય (2), ૧૯મી (2), સંકટ (2), નિષ્ફળ (2), વડા (2), પક્ષનો (2), સૅમ્યુઅલ (2), સરકારનું (2), મુસલમાનો (2), હતાઃ (2), બેગમ (2), સુબ્બરાયન (2), મુંજે (2), બાબાસાહેબ (2), ટ્રેડ (2), જોશી (2), મળવાનું (2), જાણતા (2), ૨૯મી (2), તેનાથી (2), ચાલ (2), સ્વતંત્રતાની (2), નાયડુ (2), પ્રતિનિધિત્વ (2), સીધા (2), ચાલે (2), મારે (2), એટલું (2), 1931 (2), નીતિ (2), હોવી (2), ઠરાવ (2), સવાલનો (2), સ્વરાજ (2), સ્વરાજના (2), બની (2), લઘુમતી (2), સમિતિની (2), અચોક્કસ (2), રાખવી (2), યુરોપિયનોના (2), ભારતીય (2), ઑક્ટોબરે (2), અઠવાડિયું (2), મંત્રણાઓ (2), કરવી (2), બાંધી (2), તમારા (2), અભિપ્રાયને (2), સત્તાની (2), ઍંગ્લો (2), આગાખાન (2), સરદાર (2), થવાની (2), મહાત્મા (2), રજૂ (2), કેટલા (2), સૂચવ્યું (2), ચેરમૅન (2), સાતમી (2), સપ્ટેમ્બરે (2), વતી (2), મંડળ (2), લેવાના (2), માળખા (2), સમિતિના (2), રચના (2), સરકારની (2), ભૂમિકા (2), મહત્ત્વના (2), રાજ્યો (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, જુલાઈ, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, 100years, upi, sta_1930, html, natives, beaten, down, police, salt, bed, raid, webb, miller, બારમું, does, anyone, remember, abbas, tyabji, anil, nauriya, કૉલેજના, વિદ્યાર્થીઓ, ક્લાર્કો, ગુજરાતના, ભાગોમાંથી, અંગ્રેજી, એકલો, ખબરપત્રી, છૂટથી, ડ્રાઇવરો, વાહનમાં, બેસાડવા, પહેર્યાં, જેનો, ચાલતો, ગરમી, વધવા, માંડી, ધીમો, વીસ, ડૉક્ટરો, નર્સો, પહોંચ્યાં, ઝાડીઓમાં, આંબાના, ઝાડ, ઘાયલોની, સારવાર, લાગ્યાં, શાહે, પાસેની, ઝૂંપડીમાં, ૨૦૦ને, પાટાપીંડી, જોયું, અથડામણ, નજીકની, જગ્યાએથી, કાર્યવાહીનું, સંચાલન, થોડી, મિનિટો, સિપાઈઓ, રીત, સ્વયંસેવકોને, ઘસડીને, ઊભો, ખાડીની, ધાર, દેવાનું, કેટલાકને, ખાડીમાં, દીધા, કીચડમાં, ફંગોળાવાથી, માટી, ઊછળીને, વર્તન, થતું, અવરોધ, તાબે, એથી, પોલીસનો, મિજાજ, બગડતો, હરોળ, બેઠેલા, લોકોને, લાતો, થોડે, સ્વયંસેવકોનું, ટોળું, એકઠું, તેમાંથી, પોલીસને, ટોણા, સમજાવતા, રહેતા, છાપામારોને, ખદેડી, નેતાઓએ, બદલ્યો, સૂઈ, કેટલીયે, ચેતવણી, મોખરે, પીટવાનું, જેમના, પ્રહાર, થતો, ઊંહકારો, બચાવનો, આળોટવા, લાગતા, કીચડવાળી, પડેલા, જોયા, કેટલાક, બેભાન, પીડાથી, કરાંજતા, સોએક, છેટો, માણસોનાં, શરીર, સંભળાતો, ભીડ, જોતી, ક્યારેક, સિસકારા, સંભળાતા, બચાવ, ઊંચે, ટપોટપ, જોઈને, જયકાર, નમ્રતાથી, માર, ખમતા, સ્ટ્રેચરોમાં, નાખીને, હુમલા, સતત, માણસો, એટલા, જલદી, સ્ટ્રેચરવાળાઓ, પડ્યું, સ્ટ્ર્રેચરોની, ધાબળા, ઉપાડવા, અગરોથી, વારના, અંતરે, ત્યાંથી, બીજે, બનાવી, કતારબંધ, તાર, કાપવાની, કાતરો, પ્રેતોનું, સરઘસ, નીકળ્યું, અર્ધોએક, માઇલ, ચાલીને, ૪૦૦, સિપાઈઓના, બંદૂકો, સ્વયંસેવકોમાંથી, સૂત્રો, કાંટાળા, તારને, આપતી, થાંભલીઓ, વિંટાળ્યાં, નાખવા, હચમચાવવા, પોલીસવાળા, વીખેરાઈ, પાડી, બાજુથી, લાઠીઓથી, ઝૂડવાનું, વિંઝાતી, હિન્દુસ્તાનીઓ, જ્યાં, ઢગલો, ચાંદનીના, અજવાળામાં, સફેદ, કપડાંમાં, સજ્જ, પ્રાર્થના, કવયિત્રી, કંતામણની, જાડી, સાડી, પગમાં, મોજાં, વગરનાં, નરમ, ચંપલ, આવ્યાં, જોશભર્યું, ભાષણ, આત્મા, આદેશ, ૨૫૦૦, સ્વતંત્રતાપ્રેમીઓએ, ૨૬૦, ઇંડિયા, ૧૯૩૦, મિલરનો, નાયડૂએ, એકઠા, યુનાઇટેડ, પ્રેસની, યુરોપિયન, એજન્સીનો, મિલર, હાજર, પોલિસના, અત્યાચારના, મોકલીને, દુનિયાને, ઘટનાઓથી, વાકેફ, રિપોર્ટનો, મુક્ત, અનુવાદ, હજાર, આગેવાની, કૂચ, સરિજિની, સાહેબ, અનીગાંધીજીના, આફ્રિકાવાસી, પુત્ર, મણીલાલ, કોર્ડન, કારખાનાના, રક્ષણ, ગોઠવાયેલી, પકડી, લીધા, છાપો, મારવા, સત્યાગ્રહીઓની, ટુકડીને, વધે, નાયડૂને, નેતાગીરી, સોંપાઈ, આફ્રિકાના, સાથી, સાહેબને, મદદમાં, મુકાયા, ખંભાતના, પ્રતિષ્ઠિત, શ્રીમંત, સુલેમાની, વોહરા, કુટુંબના, ૧૯૧૩માં, વડોદરાના, ચીફ, જસ્ટિસ, નિવૃત્ત, વખતથી, રંગે, રંગાઈ, છોડ્યાં, ખાદીમાં, ૧૯૨૮માં, એંસી, વર્ષની, ઉંમરે, બળદગાડામાં, બેસીને, ખાદીના, પ્રચાર, નીકળી, કાકા, બદરુદ્દીન, પ્રમુખોમાં, ૧૯૩૦માં, સુત્ર, પ્રચલિત, હિન્દુસ્તાન, grand, old, man, gujarat, ઓળખતું, તૈયબ, રાજ, ચાંદી, રુપૈયા, ખરા, એપ્રિલે, દાંડીમાં, કરાડી, અહીંથી, મોકલ્યો, તારીખે, મધરાતે, કરાડીમાંથી, લેવાઈ, ગાંધીજીનું, તૈયબજીએ, લીધું, વ્યૂહનું, તત્ત્વ, પકવતા, લાખોની, નવું, ઉંબાડિયું, સમુદ્ર્માંથી, કાર્યક્રમમાં, ઉમેરો, દારુનાં, પીઠાંઓ, ઉપર, પિકેટિંગ, કાપડનો, કાર્યક્રમો, ચાલતા, કાર્યક્રમ, સીધો, મીઠાને, લગતો, મીઠાનાં, કારખાનાંઓનો, કબજો, કારખાનાને, મારશે, ખળભળી, ઊઠી, બહારવટિયાઓ, કારખાનું, લૂંટી, અહિંસાનો, દેશે, કારખાનામાં, પ્રવેશવાનો, રોકશે, લોહી, રેડાશે, સત્યાગ્રહી, વળતો, કશું, દાંડીના, સત્યાગ્રહનું, આંદોલનની, શક્તિ, કાયદાનો, કાનૂની, રાહે, સજા, મૂકવી, સજાઓ, પ્રયાસો, દેસાઈ, પરના, જગતને, ક્યાં, જાણતી, ખરું, ઘવાયા, મર્યા, કરાંચીમાં, રાખે, ગોંધી, દૃઢતાપૂર્વક, ઇરાદા, નિર્દોષને, જોઉં, છૂટકો, થયે, માણસોની, કતલ, બેચાર, બનાવ, ચિત્તાગોંગના, પેશાવર, માનવાનું, મરે, સરખા, બંને, મરેલા, મેળે, કાઢેલા, વીણી, કૃપા, ઈશ્વરની, ખોઈ, જીવ, હજારો, નીકળશો, તેરમું, ચૌદમું, collected, works, mahatma, gandhi, નબળો, નોંધપાત્ર, મંત્રણાઓમાં, જાણ્યે, અજાણ્યે, સમોવડિયાનો, સામ્રાજ્યવાદી, પ્રતિનિધિએ, સમોવડિયા, સહીઓ, ચર્ચિલને, ગમ્યું, પૂર્વના, દેશોમાં, ચિરપરિચિત, ફકીર, જેવો, અર્ધનગ્ન, માણસ, મહાન, સામ્રાજ્યના, બનીને, મહેલનાં, પગથિયાં, ચડતો, વાતથી, સંતોષ, ગરીબો, બનાવવાનો, સમજૂતીઓમાં, સત્યાગ્રહના, કારણાસર, પકડાયેલા, હિંસામાં, સંડોવાયેલા, તેમને, મૂકવાની, કમિટીની, જવાહરલાલે, બળાપો, ગયાની, લાગણી, અંતે, સૌએ, મંજૂરી, મેળવાય, પાછું, મેળવી, ગયેલી, સમજતી, બુદ્ધિ, મહત્ત્વની, એકર, એકરના, ચપટી, મીઠાની, ચિડાયાઃ, જમીનની, બાબતમાં, વેચાઈ, ગયેલાં, ખેતરોનું, વાઇસરૉયના, વલણથી, રાજાજી, દુઃખી, સાંભળતો, ડૂસકાં, જવાહરલાલનાં, વલ્લભભાઈએ, દિખાઉંગા, પઢકર, કહતે, ક્યા, ભાઈ, ક્યોં, પૂછ્યું, બાપુએ, વંચાઈ, ઘાલીને, નીચું, માથું, સંભળાવતા, આખું, જાગીને, ઊંઘમાંથી, જવાહરલાલ, સમાધાનનો, અંતિમ, પોણાબે, વાગ્યે, ફર્યા, જગાડીને, સંભળાવવામાં, ઉપોદ્, ઘાત, સરસ, જ્યાંથી, તેના, મોળો, હોવાની, બધાની, છાપ, મહાદેવભાઈના, ખેડા, જિલ્લામાં, કરની, લડાઈ, ટાંચમાં, લીધેલી, આપવાનો, બીજાને, વેચી, દેવાઈ, વાઇસરૉયનું, પોલીસના, અત્યાચારોની, તપાસની, માનવા, બન્ને, પક્ષે, મતભેદ, વચલો, કાઢતા, મથે, પાડવા, મુદ્દાને, જવાબદારીના, બ્રિટનનો, ઢિચુસ્ત, અર્કને, મુદ્દાઓ, અનામતોના, અમલની, મૂળભૂત, સાવચેતીઓ, અનામતો, જવાબદારી, સિદ્ધાંત, માહિતી, વિચારની, અત્યારે, માગી, માનું, ફેરફાર, વલણમાં, બ્રિટનના, વાતચીતથી, બીજું, ૧૭મીએ, કેટલાય, આની, વિસ્તારના, ભયે, મોડી, રાતના, વાગ્યા, પહેલા, દિવસની, નોંધના, ફકરાનો, સાર, ખ્યાલ, દાંતને, જીભની, ભલામણ, પેલી, સગી, માના, સમજજો, બાળકને, જીવતો, વિયોગ, સહન, ઓરતોના, ચોટલા, તણાય, બાળકો, નિરર્થક, ચાબખા, ખાય, તણાઈને, કરવાની, વરુ, ઘેટાના, સ્વીકારવા, ઓરતોની, લાજ, લૂંટાય, બાળકોનાં, ઘરબાર, ઉજ્જડ, બેગુનાહ, ફાંસીએ, ચડે, મરણકાંઠે, બેઠેલો, હિંદુસ્તાનને, ફસાવવામાં, સહી, માગ્યા, ગાડાની, કૂતરાની, મર્યાદાનું, ભાન, રજકણ, રજકણને, ઈશ્વરના, જગતમાં, કચરાવું, કબૂલ, કર્તાહર્તા, પેલો, કુંભાર, વાપરવો, વાપરે, હારશે, જીતશે, હારવાપણું, સદાયના, હાર્યા, વાટાઘાટ, અંતરાત્માના, ચાલું, મુલાકાત, મિત્રોનો, શાંતિ, ભાવનગરના, પટણીને, લખેલા, છતો, મોતીલાલ, નહેરુની, તબીયત, લથડી, હોવાના, મળતાં, લખનઉ, ફેબ્રુઆરીએ, એમનું, અવસાન, લખનઉથી, શ્મશાન, યાત્રાની, તૈયારી, ખંડમાં, નેતાઓની, ૧૩મીએ, કારોબારીની, સમાધાનની, આપવામાં, મુંબઈમાં, શ્રીનિવાસ, આગ્રહને, કાર્યક્ર્મ, માગતા, સ્પષ્ટતા, બનાવવું, લોકોનો, કુદરતી, કાનૂન, લોકોએ, ભોગવ્યો, સારાં, આંદોલનનો, પોતાનું, છૂટ્યા, મુંબઈ, ચિંચવડ, સ્ટેશને, ટ્રેનની, રાહ, એસોસિએટેડ, પ્રેસને, ઇંટરવ્યુ, આશા, દર્શાવી, મૂકશે, દિવસે, પત્રકારો, ભાર, મૂક્યો, કમિટીના, સભ્યોને, છોડવાથી, અટકે, જનસમૂહ, જાગી, ઊઠ્યો, પોતાને, ફાવી, ચલાવી, પ્રતિનિધિઓમાં, છોડવાનો, સીધી, વાતચીતનો, નવેમ્બરમાં, વગરની, સાબિત, ઘણાય, ખૂણે, બેસાડીને, વધવું, તાકાતનો, પરચો, ઉપેક્ષા, સમજાઈ, વચ્ચેના, સંયોગો, સરકારનો, વાંક, વાઇસરૉયનો, જાહેરાત, ગંભીરતાથી, વિચારે, બોલાવવાનું, ભારતનાં, બધાં, જૂથોને, આમંત્રણ, અપાશે, નરમાશ, પડે, પહેલું, આંદોલનને, રોકવાનું, દરખાસ્ત, ખાતરી, ભારતને, અધીન, રાજ્યનો, સ્ટેટસ, જઈને, તર્ક, આપ્યા, જીત, લાગતાવળગતા, પક્ષો, હિત, જૂથોની, ભારતનો, પ્રશ્ન, ચર્ચવા, દેખાડવું, દેવું, ખુલ્લું, વાંચો, ભગતસિંઘને, છોડાવવા, સત્યાગ્રહનાં, ચોંકાવનારાં, નજીવો, લાગતો, આટલા, મોટા, આંદોલનમાં, પરિણમશે, કલ્પના, છેક, ૨૬મી, જાન્યુઆરીએ, છોડવામાં, અનુસંધાન, જોડીએ, legg, working, socialising, from, 1930e1932, journal, historical, geography, doi, org, 1016, jhg, 005, political, lives, sea, સંદર્ભ, પછીના, કાપડની, હોળીના, કાર્યક્રમને, લૅંકેશાયરની, કાપડ, મિલોને, ભારે, નુકસાન, મજુરો, કામધંધા, વિનાના, સત્તાવાળાઓને, ચિંતા, ક્યાંક, બેસે, ઉલટું, બહિષ્કારનાં, સમજાવ્યા, જોવા, ઊમટી, પડ્યાં, લંડનનાં, મુલાકાતને, આપ્યું, આંદોલને, રેંટિયાને, આઝાદીનું, પ્રતીક, ચિંતને, દુનિયાનું, ધ્યાન, ખેંચ્યું, ઘણાં, ટીકા, પહેરવેશ, હાસ્યનો, illustrated, news, અખબારે, પ્રસિદ્ધિ, ૧૯૩૧ના, ફોટાઓનું, સંકલન, પ્રકાશિત, લંડનમાં, તેનાં, અઠવાડિયાં, સરકારમાં, ઊભું, સ્થિતિને, સંભાળવામાં, આક્ષેપો, અની, રામસે, મૅક્ડોનલ્ડને, રાજીનામું, આપવાની, ફરજ, રાજાએ, રાષ્ટ્રીય, બનાવવાનું, મૅક્ડોનલ્ડ, પક્ષના, પ્રધાનોને, લેવા, પડ્યા, વેજવૂડ, બૅનની, હૉર, કડક, એમનાથી, હિન્દુઓ, રજવાડાંઓના, કુલ, મુલતાનમાં, જૂથમાં, પ્રકારના, સ્ત્રી, શાહ, નવાઝ, વ્યવસ્થાના, હિમાયતી, કર્નલ, હક્સર, ઉદ્દામવાદી, મૌલાના, શૌકત, મહાસભાના, નરમપંથી, જયકર, ક્લાસિસના, જહાજમાં, બિકાનેર, અલ્વરના, મહારાજાઓ, યુનિયનના, જાતનો, શંભુમેળો, હેતુથી, ચર્ચાઓ, સહપ્રવાસી, હોવાથી, બનતું, સારા, સંબંધો, બનવાને, બદલે, સામાજિક, ભેદભાવો, અસમાનતાઓ, નજરે, ચડી, આવતાં, અંગ્રેજોની, રહેવાના, પાસો, ફેંક્યો, વિલિંગ્ડનને, જવાથી, જવાના, ચાર, ૨૫મીએ, પાકો, નાખ્યો, ઉપયોગ, જનતાને, આકાંક્ષાઓને, વાચા, મદન, મોહન, માલવિયા, ૨૯મીએ, મુંબઈથી, રાજપુતાનામાં, થયાં, પરિષદને, ફૂટ, પડાવવા, વાપરવા, માગતું, નબળી, પાડવી, લક્ષ્ય, બહુમતી, દેખાડવાની, ભોગે, કાં, રજવાડાના, પોતપોતાની, કોમોનું, રાજાઓનો, સંબંધ, રહેશે, પરિવર્તનનો, સંતોષે, સ્વતંત્રતા, સ્ટેટસમાં, આડકતરી, અંગ્રેજોમાં, વિશ્વાસ, બધાએ, વધી, જૂઓ, અઠવાડિયાના, લેખમાં, આપેલો, સર્વોપરિતા, જોડાવા, ઝેરનો, જજો, રૂચ્યો, દેશને, ઝવેરચંદ, મેઘાણીનું, કાવ્ય, ભાવ, જવું, ભરીને, ઝેર, પીવા, બરાબર, કવિ, કહે, કદાચ, પરિષદમાંથી, ખાલી, હાથે, ફરવું, ૧૭મી, ઍપ્રિલે, લૉર્ડ, પાછો, હિન્દુસ્તાની, વસાહત, વિચારો, અર્વિનથી, હિન્દુસ્તાનનું, કૉમનવેલ્થમાં, મહત્ત્વનું, છોડવા, વિલિંગ્ડનના, દૃષ્ટિકોણમાં, ફેર, એટલો, હિન્દીઓમાં, અસંતોષ, તેને, ટાઢો, પાડવો, મહત્ત્વાકાંક્ષાઓ, સંતોષાય, થોડુંઘણું, આપવું, સંસ્થા, બરાબરીનો, આપીને, વસાહતમાંથી, હટી, ચળવળોને, કચડી, રસ્તો, કરતો, અભેરાઈએ, ચડાવી, દીધો, કેદીઓ, થયેલી, સમજૂતીનો, ખુલ્લો, second, session, september, december, iii, proceedings, minorities, committee, પ્રકાશન, ૧૯૩૨, ડાઉનલોડ, indianculture, gov, flipbook, 89519, સવાલની, ચર્ચામાં, વધશું, અલગ, મંડળમાં, મતદારોની, યાદી, સાર્વત્રિક, પુખ્ત, મતાધિકાર, હોવો, ઉમેર્યું, રસ્તા, શોધવામાં, બાધ, નડતો, આઠમીએ, ખરેખર, કોઈના, કોઈએ, મોકલ્યા, યોગ્ય, નિયંત્રણને, વકર્યા, માથાનો, મુકુટ, પાયો, આવવું, ઉકેલાશે, વાતમાં, શંકા, ગરમાવામાં, ભેદભાવનો, હિમખંડ, પીગળવા, લાગશે, સૂચવું, દરમિયાન, સવાલના, ઉકેલના, રાખી, રાખોઃ, હ્યુબર્ટ, કારે, કોમનું, રાખીને, મનથી, તરફેણ, ખ્રિસ્તી, દત્તાએ, રાખવાના, સૂચનને, આપું, આઠમી, થતી, કોમના, મારો, કોઈની, સાંભળવાનો, ઇનકાર, કોણ, સૌને, નિર્ણયથી, શકું, વળગી, રહો, અભિપ્રાયની, કિંમત, અભિપ્રાયથી, ઓછી, તમને, લાગતું, ટેબલ, અક્કડ, થઈને, બેસવા, કરવામાં, ખોટું, સૂચન, સ્વીકારી, હૃદયથી, સહકાર, આપો, નાયડુએ, પ્રધાનને, સંબોધીને, અપીલ, પ્રશ્નનો, હિન્દુસ્તાનીઓએ, શોધવાનો, બહારની, દરમિયાનગીરી, વગર, ઉકેલવો, હિન્દુસ્તાનીઓના, સ્વમાનને, શોભા, આપશે, વાતચીતો, લેવો, બનાવશે, ક્લાસિસને, કોમોને, બોલાવશે, ટૂંકો, જવાબ, આપ્યોઃ, without, doubt, નેશનાલિસ્ટ, ઈમામે, ગેરસમજ, કમિટી, બનાવતા, ફેડરલ, સ્ટ્રક્ચર, કોંગ્રેસનો, વાંચ્યો, મુસ્લિમો, કોમો, ગ્રુપો, ઇંડિયનોના, હેનરી, ગિડ્નીએ, સુર, પુરાવ્યો, કાલે, વલણની, બાકાત, ઇંડિયન, ખ્રિસ્તીઓના, રાય, પનીર, સેલ્વમ, જોડાયા, જાણતો, ગણતરીમાં, ૧લી, ગઈકાલે, નામદાર, મિત્રોને, મળ્યો, નિરાકરણ, લાવવા, વિનિમય, કરવો, શીખોના, ઉજ્જલ, સિંઘે, અઠવાડિયા, મેક્ડૉનલ્ડે, પ્રારંભિક, ભાષણમાં, જાણવા, મળ્યું, શક્યતાઓ, રાખીએ, જવાબમાં, આગાખાને, ડેલિગેશનને, આટલું, શોધવા, અમારી, માંગ, દીધી, ટકા, કહેવાનું, ગાંધીએ, યાદ, રાખવું, ડેલિગેશન, નાની, બનાવે, બધી, કોમોના, ભેગા, મેક્ડોનલ્ડે, અવિધિસર, થશે, બનાવવાની, જરૂર, મળશું, હશો, માને, ૨૮મી, અધિકારોની, સળંગ, રામ્સે, મેક્ડોનલ્ડ, બેઠકમાં, લીગના, ઝફરુલ્લાહ, ખાન, નૅશનાલિસ્ટ, કૉન્ફરન્સના, મહાસભા, સંપૂરણ, સિંઘ, સ્ત્રીઓ, શાહનવાઝ, રાધાબાઈ, યુનિયનો, ગિરી, રાષ્ટ્રપતિ, બન્યા, ઉદ્યોગપતિઓ, ઘનશ્યામ, દાસ, બિડલા, ખ્રિસ્તીઓ, ઇંડિયનો, જન્મેલા
Text of the page (random words):
અહીં વિસ્તારના ભયે આપી શકાય તેમ નથી પરંતુ વાતચીત મોડી રાત સુધી ચાલતી અને ઘણી વાર તો રાતના એક વાગ્યા પછી ગાંધીજી બહાર આવતા આપણે માત્ર અર્વિનની પહેલા દિવસની નોંધના શરૂઆતના અમુક ફકરાનો સાર જોઈએ કે જેથી આગળ ગોળમેજી પરિષદમાં શું થવાનું હતું તેનો ખ્યાલ આવે અર્વિન લખે છેઃ મીટિંગમાં હું અને ગાંધી એકલા જ હતા બીજું કોઈ નહોતું અમે સામાન્ય વાતચીતથી શરૂઆત કરી અને તેમાં જ મેં એમને કહ્યું કે બ્રિટનના વલણમાં ફેરફાર થયો છે અને હું માનું છું કે કોંગ્રેસ આ તક જતી કરવા નહીં માગે એમણે વધારે વિગતો માગી મેં અત્યારે આ વિચારની ગોળમેજી પરિષદની જે સ્થિતિ છે તેની માહિતી આપી એમણે કહ્યું કે આના પર વધારે ચર્ચા થઈ શકે કે કેમ મેં કહ્યું કે એમાં મુખ્ય ત્રણ સિદ્ધાંત છે ૧ ફેડરેશન ૨ ભારતીયોની જવાબદારી અને ૩ અનામતો તેમ જ સાવચેતીઓ આ મૂળભૂત સિદ્ધાંતો છે પણ એના અમલની વિગતો વિશે ચર્ચા થઈ શકે પરંતુ એમના સાથીઓ કોંગ્રેસ ફેડરેશન અને અનામતોના મુદ્દાઓ ના મુખ્ય અર્કને કાઢી નાખવાનો પ્રયત્ન કરે તો એમાં કંઈ લાભ નથી એ જ રીતે મારા રૂ ઢિચુસ્ત મિત્રો બ્રિટનનો પક્ષ ભારતીયોની જવાબદારીના મુદ્દાને તોડી પાડવા મથે તેનો પણ કંઈ લાભ નથી વાતચીતમાં ઘણા મુદ્દા હતા જેમાં ખેડા જિલ્લામાં ના કરની લડાઈ વખતે સરકારે ટાંચમાં લીધેલી જમીનો પાછી આપવાનો મુદ્દો પણ હતો પરંતુ અમુક જમીનો તો બીજાને વેચી દેવાઈ હતી એમાં સરકાર કંઈ ન કરી શકે એવું વાઇસરૉયનું વલણ હતું એ જ રીતે પોલીસના અત્યાચારોની તપાસની ગાંધીજીની માગણી હતી એ માનવા પણ વાઇસરૉય તૈયાર નહોતો આમ બન્ને પક્ષે ઘણા મતભેદ હતા પરંતુ ગાંધીજી વચલો માર્ગ કાઢતા ગયા અને અર્વિન માટે પણ એ જરૂરી હતું કે ગાંધીજી કોઈ પણ રીતે માની જાય અને ગોળમેજી પરિષદમાં સામેલ થાય સમાધાનનો અંતિમ મુસદ્દો તૈયાર થયો તે રાતે ગાંધીજી પોણાબે વાગ્યે પાછા ફર્યા તે પછી બધાને જગાડીને એ વાંચી સંભળાવવામાં આવ્યો મહાદેવભાઈ લખે છે કે ગાંધીજીએ કહ્યું કે મુખ્ય વાત ઉપોદ્ ઘાત છે અને એ સરસ થયો છે પરંતુ એમાં કોંગ્રેસે જ્યાંથી શરૂઆત કરી હતી તેના કરતાં આ મુસદ્દો બહુ મોળો હોવાની બધાની છાપ હતી મહાદેવભાઈના શબ્દોમાં જવાહરલાલ ઊંઘમાંથી જાગીને આવ્યા હતા બાપુ આખું વાંચી સંભળાવતા હતા ત્યાં એ માથું નીચું ઘાલીને બેઠા હતા વંચાઈ ગયા પછી બાપુએ પૂછ્યું ક્યોં ભાઈ ક્યા કહતે હો એણે કહ્યું કે પઢકર દિખાઉંગા સવારે વલ્લભભાઈએ કહ્યું આખી રાત જવાહરલાલનાં ડૂસકાં હું સાંભળતો હતો જમીનની બાબતમાં વેચાઈ ગયેલાં ખેતરોનું કંઈ ન થઈ શકે એવા વાઇસરૉયના વલણથી રાજાજી દુઃખી હતા મહાદેવભાઈ લખે છે કે બાપુ ચિડાયાઃ મીઠાની એક ચપટી એકરના એકર જમીન કરતાં વધારે મહત્ત્વની છે એ તમારી બુદ્ધિ કેમ સમજતી નથી ગયેલી જમીનો તો પાછી મેળવી શકાય પણ મીઠું પાછું ન મેળવાય ગાંધીજીને એ વાતથી સંતોષ હતો કે સરકાર ગરીબો ને મીઠું બનાવવાનો હક આપવા માની ગઈ હતી બીજી સમજૂતીઓમાં સત્યાગ્રહના કારણાસર પકડાયેલા હોય અને હિંસામાં સંડોવાયેલા ન હોય તેમને છોડી મૂકવાની માગણી પણ વાઇસરૉયે માની લીધી હતી પરંતુ ગાંધીજીએ વર્કિંગ કમિટીની મીટિંગમાં અનુભવ્યું કે કોઈ એમની સાથે નથી તેમાં જવાહરલાલે તો કરાર વિશે બળાપો કર્યો અને પોતે એકલા પડી ગયાની લાગણી ખુલ્લા શબ્દોમાં વ્યક્ત કરી અંતે જો કે સૌએ ગાંધી અર્વિન કરારને મંજૂરી આપી તે પછી ગોળમેજી પરિષદમાં ગાંધીજી કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે જાય એવું નક્કી થયું ગાંધી અર્વિન કરાર બહુ નબળો હોવા છતાં એનું એક નોંધપાત્ર પરિણામ એ હતું કે કોંગ્રેસને વાઇસરૉયે મંત્રણાઓમાં જાણ્યે અજાણ્યે સમોવડિયાનો દરજ્જો આપ્યો અને ગાંધીજી અને સામ્રાજ્યવાદી સત્તાના પ્રતિનિધિએ સમોવડિયા તરીકે કરાર પર સહીઓ કરી ચર્ચિલને એ જ ન ગમ્યું કે પૂર્વના દેશોમાં ચિરપરિચિત ફકીર જેવો અર્ધનગ્ન માણસ મહાન સામ્રાજ્યના પ્રતિનિધિ સાથે સમાન બનીને વાતો કરવા એના મહેલનાં પગથિયાં ચડતો હોય ૦૦૦ સંદર્ભઃ 1 collected works of mahatma gandhi vol 45 2 મહાદેવભાઈની ડાયરી પુસ્તક તેરમું ચૌદમું like loading author dipak dholakia posted on 11 06 2020 10 06 2020 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 3 chapter 52 india slavery and struggle for freedom part 3 chapter 51 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૩ સંઘર્ષનો નવો માર્ગ ૧૯૧૬થી ૧૯૩૫ પ્રકરણ ૫૧ ધરાસણાની ધાડ મીઠાનો કાયદો તોડ્યા પછી ગાંધીજી પોતે એમ માનતા હતા કે સરકાર એમની ધરપકડ કરી લેશે પણ એવું કશું સરકારે ન કર્યું દાંડીના સત્યાગ્રહનું મહત્ત્વ એ જ છે એમાંથી અહિંસક આંદોલનની સંપૂર્ણ શક્તિ પ્રગટ થાય છે લોકો હિંસા નથી કરતા એટલે એમની સામે કંઈ કરી ન શકાય કાયદાનો ભંગ થયો હોય તો માત્ર કાનૂની રાહે સજા કરી શકાય પરંતુ સરકારને એ સ્થિતિમાં મૂકવી કે એ સજાઓ કરે હિંસા કરે એવા પ્રયાસો કરવા એ ગાંધીજીનો મુખ્ય વ્યૂહ રહ્યો ૨૫ ૪ ૧૯૩૦ના મહાદેવભાઈ દેસાઈ પરના ગાંધીજીના પત્રમાંથી આ વાત પ્રગટ થાય છેઃ તમે પાછા નીકળશો તે પહેલાં કંઈક હજારો પોતાનો જીવ ખોઈ બેઠા હશે ઈશ્વરની કેવી કૃપા છે કે થોડા વીણી કાઢેલા એની મેળે રહી જશે મરેલા ને રહેલા બંને સરખા પુણ્યશાળી ગણાય મરે એ જ પુણ્યશાળી અથવા એ વધારે પુણ્યશાળી એમ માનવાનું કારણ નથી બાકી પેશાવર ચિત્તાગોંગના બનાવ પછી બેચાર મોટી કતલ નિર્દોષ માણસોની થયે છૂટકો જોઉં છું અથવા નિર્દોષને ઇરાદા ને દૃઢતાપૂર્વક જેલમાં જ ગોંધી રાખે એવું બને કરાંચીમાં તો નિર્દોષ જ મર્યા છે ઘવાયા છે ખરું એ છે કે સરકાર પણ જાણતી નથી કે એ ક્યાં છે ને શું કરવા માગે છે આ બધું એને સારુ ને આખા જગતને સારુ નવી જ વાત છે સરકાર સમજી ન શકે કે શું કરવું એ ગાંધીજીના વ્યૂહનું મુખ્ય તત્ત્વ હતું આખા દેશમાં લોકો ઘરે ઘરે મીઠું પકવતા થઈ ગયા હતા લાખોની ધરપકડ થઈ ગઈ હતી આ સ્થિતિમાં ગાંધીજીએ નવું ઉંબાડિયું કર્યું એમણે હવે સમુદ્ર્માંથી મીઠું બનાવવાના કાર્યક્રમમાં ઉમેરો કર્યો આમ પણ દારુનાં પીઠાંઓ ઉપર પિકેટિંગ વિદેશી કાપડનો બહિષ્કાર વગેરે કાર્યક્રમો તો ચાલતા જ હતા પણ નઓ કાર્યક્રમ સીધો મીઠાને જ લગતો હતો બીજા એમણે હવે જાહેર કર્યું કે સત્યાગ્રહીઓ મીઠાનાં કારખાનાંઓનો કબજો કરશે એના માટે ગાંધીજીએ ધરાસણાના મીઠાના કારખાનાને પસંદ કર્યું અને કહ્યું કે સત્યાગ્રહીઓ એના પર ધાડ મારશે આ શબ્દ એમણે ગુજરાતીમાં જ વાપર્યો પણ અંગ્રેજ સત્તા ખળભળી ઊઠી આ ગાંધી શું કરવા માગે છે સત્યાગ્રહીઓ બહારવટિયાઓ જેમ હુમલો કરીને કારખાનું લૂંટી લેશે એક અમેરિકન પત્રકાર સાથેની વાતચીતમાં ગાંધીજીએ ખુલાસો કર્યો કે ધાડ શબ્દ એમણે ગુજરાતીમાં વાપર્યો પણ એનો અર્થ એ નથી કે સત્યાગ્રહીઓ અહિંસાનો માર્ગ છોડી દેશે એ ત્યાં જશે અને કારખાનામાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે સરકાર એમને રોકશે તો લોહી રેડાશે પણ સત્યાગ્રહી એના માટે તૈયાર હશે એ લોકો વળતો હુમલો નહીં કરે ગાંધીજી છઠ્ઠી એપ્રિલે મીઠાનો કાયદો તોડ્યા પછી થોડા દિવસ તો દાંડીમાં જ રહ્યા પણ તે પછી ૧૪મીએ કરાડી આવી ગયા અહીંથી એમણે ધરાસણાના મીઠાના કારખાના પર સત્યાગ્રહ કરવાનો પત્ર વાઇસરૉયને મોકલ્યો સત્યાગ્રહ ૧૫મી તારીખે નક્કી થયો હતો તે પહેલાં ગાંધીજીની ૧૨મી મેની મધરાતે કરાડીમાંથી ધરપકડ કરી લેવાઈ ગાંધીજીનું સ્થાન અબ્બાસ તૈયબજીએ લીધું અબ્બાસ તૈયબજી અબ્બાસ તૈયબજી ખંભાતના પ્રતિષ્ઠિત અને શ્રીમંત સુલેમાની વોહરા કુટુંબના ૧૯૧૩માં વડોદરાના ચીફ જસ્ટિસ તરીકે નિવૃત્ત થયા પછી ખિલાફતના વખતથી એ આગળ આવ્યા પણ પછી ગાંધી રંગે રંગાઈ ગયા વિદેશી કપડાં છોડ્યાં અને ખાદીમાં આવી ગયા ૧૯૨૮માં એંસી વર્ષની ઉંમરે બળદગાડામાં બેસીને એ ગામડે ગામડે ખાદીના પ્રચાર માટે નીકળી પડતા એમના કાકા સર બદરુદ્દીન તૈયબજી કોંગ્રેસના શરૂઆતના પ્રમુખોમાં હતા અને ૧૯૩૦માં એક સુત્ર પ્રચલિત હતું ખરા રુપૈયા ચાંદી કા રાજ તૈયબ ગાંધી કા એમને હિન્દુસ્તાન grand old man of gujarat તરીકે ઓળખતું હતું એ ધરાસણા પર છાપો મારવા ૫૯ સત્યાગ્રહીઓની ટુકડીને લઈને નીકળ્યા પણ આગળ વધે તે પહેલાં જ એમની ધરપકડ થઈ ગઈ તે પછી સરોજિની નાયડૂને નેતાગીરી સોંપાઈ અને ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સાથી ઈમામ સાહેબને એમની મદદમાં મુકાયા ૧૫મી મેની સવારે સત્યાગ્રહ શરૂ થયો બે હજાર સત્યાગ્રહીઓએ સરોજિની નાયડૂની આગેવાની હેઠળ ધરાસણાના મીઠાના કારખાના તરફ કૂચ શરૂ કરી સરિજિની નાયડૂની સાથે ઈમામ સાહેબ અનીગાંધીજીના દક્ષિણ આફ્રિકાવાસી પુત્ર મણીલાલ સામે પોલીસની કોર્ડન કારખાનાના રક્ષણ માટે ગોઠવાયેલી હતી પોલીસે બધાને પકડી લીધા અને પછી છોડી મૂક્યા ફરી એક અઠવાડિયે સરોજિની નાયડૂએ સત્યાગ્રહીઓને કારખાના સામે એકઠા કર્યા એ વખતે યુનાઇટેડ પ્રેસની યુરોપિયન એજન્સીનો પત્રકાર વેબ મિલર પણ ત્યાં હાજર હતો એણે ધરાસણામાં પોલિસના અત્યાચારના સમાચાર મોકલીને દુનિયાને ભારતની ઘટનાઓથી વાકેફ કરી અહીં એ રિપોર્ટનો મુક્ત અનુવાદ આપ્યો છે વેબ મિલરનો રિપોર્ટ બધું જ કહી જાય છેઃ ધરાસણા ઇંડિયા મે ૨૧ ૧૯૩૦ up આજે હજી ચાંદનીના અજવાળામાં સફેદ કપડાંમાં સજ્જ સ્વયંસેવકોએ પ્રાર્થના કરી તે પછી કવયિત્રી અને નેતા શ્રીમતી સરોજિની નાયડૂ હાથ કંતામણની જાડી સાડી અને પગમાં મોજાં વગરનાં નરમ ચંપલ આગળ આવ્યાં અને જોશભર્યું ભાષણ કર્યું એમણે કહ્યું જો કે ગાંધીજીનો દેહ જેલમાં છે એમનો આત્મા તમારી સાથે છે તે પછી એમણે સૉલ્ટવર્ક્સ પર ધસી જવાનો આદેશ આપ્યો ૨૫૦૦ સ્વતંત્રતાપ્રેમીઓએ ધરાસણા સૉલ્ટ વર્ક્સ પર હુમલો શરૂ કર્યો એમાં ૨૬૦ ઘાયલ થયા અને શ્રીમતી નાયડૂની પોતાની પણ ધરપકડ થઈ ગઈ સ્વયંસેવકો કતારબંધ ઊભા હતા એમના હાથમાં તાર કાપવાની કાતરો અને દોરડાં હતાં એ બધા એક પ્રેતોનું સરઘસ નીકળ્યું હોય તેમ લગભગ અર્ધોએક માઇલ ચાલીને સૉલ્ટ વર્ક્સ પાસે પહોંચ્યા સૉલ્ટવર્ક્સ પાસે લગભગ ૪૦૦ સિપાઈઓના હાથમાં લાઠીઓ સાથે ઊભા હતા લગભગ ૨૫ જણ પાસે બંદૂકો પણ હતી સ્વયંસેવકોમાંથી કોઈ કોઈ સૂત્રો પણ બોલતા હતા એમાંથી જે આગળ હતા એમણે દોરડાં કાંટાળા તારને ટેકો આપતી થાંભલીઓ પર વિંટાળ્યાં અને તોડી નાખવા માટે એને હચમચાવવા લાગ્યા તરત પોલીસવાળા ધસી આવ્યા અને એમને વીખેરાઈ જવાનું કહ્યું પણ એમણે ના પાડી તે પછી પોલીસે ચારે બાજુથી લાઠીઓથી એમને ઝૂડવાનું શરૂ કરી દીધું પણ સત્યાગ્રહીઓએ જરાય વિરોધ ન કર્યો વિંઝાતી લાઠીઓ સામે હિન્દુસ્તાનીઓ જ્યાં હતા ત્યાં જ નીચે ઢગલો થતા રહ્યા હું સોએક વાર છેટો હતો માણસોનાં શરીર પર પડતી લાઠીઓનો અવાજ મને સંભળાતો હતો ભીડ જોતી હતી ક્યારેક એમાંથી સિસકારા સંભળાતા હતા તો સ્વયંસેવકો પોતાના બચાવ માટે પણ હાથ ઊંચે કર્યા વિના નીચે ટપોટપ પડતા હતા એ જોઈને કોઈ જયકાર પણ કરતા હતા લગભગ ન માની શકાય એવી નમ્રતાથી એ લાઠીઓનો માર ખમતા હતા અને એમના બીજા સાથીઓ એમને સ્ટ્રેચરોમાં નાખીને લઈ જતા હતા હુમલા સતત ચાલુ હતા એટલે માણસો એટલા જલદી ઘાયલ થતા હતા કે સ્ટ્રેચરવાળાઓ પર બહુ કામ આવી પડ્યું હતું હવે બીજા સ્વયંસેવકો સ્ટ્ર્રેચરોની જગ્યાએ ધાબળા લઈને એમાં ઘાયલોને ઉપાડવા લાગ્યા સ્વયંસેવકોએ અગરોથી સો વારના અંતરે ઘાયલોને ત્યાંથી બીજે લઈ જવા માટે કેન્દ્ર બનાવી દીધું મેં પોતે ૪૨ ઘાયલોને કીચડવાળી જમીન પર પડેલા જોયા અને બીજા કેટલાક બેભાન હતા અને પીડાથી કરાંજતા હતા પોલીસે છાપામારોને ખદેડી મૂક્યા તે પછી નેતાઓએ પોતાનો વ્યૂહ બદલ્યો હવે એમણે પોલીસની સાવ નજીક નીચે સૂઈ જવાનું શરૂ કર્યું પોલીસે એમને કેટલીયે વાર ચેતવણી આપી અને પછી જે લોકો મોખરે હતા એમને પીટવાનું શરૂ કરી દીધું જેમના પર પ્રહાર થતો એ ઊંહકારો કર્યા વિના જ કે પોતાના બચાવનો પ્રયાસ કર્યા વિના જમીન પર આળોટવા લાગતા હતા હવે પોલીસે પણ નવી રીત અખત્યાર કરી અને સ્વયંસેવકોને ઘસડીને હું ઊભો હતો ત્યાં સો વાર દૂર ખાડીની ધાર પાસે ફેંકી દેવાનું શરૂ કર્યું કેટલાકને એમણે ખાડીમાં ફેંકી દીધા કીચડમાં ફંગોળાવાથી ચારે બાજુ બધા પર માટી ઊછળીને પડતી હતી આવું વર્તન થતું હોવા છતાં લોકો કંઈ પણ વિરોધ કે અવરોધ વિના તાબે થઈ જતા હતા એથી પોલીસનો મિજાજ વધારે બગડતો હતો અને એમની હરોળ પાસે બેઠેલા લોકોને લાતો મારતા હતા થોડે દૂર સ્વયંસેવકોનું એક ટોળું એકઠું થયું હતું તેમાંથી કોઈ પોલીસને ટોણા મારતા હતા જો કે એમના નેતાઓ એમને શાંત રહેવા સમજાવતા રહેતા હતા અથડામણ ચાલતી હતી તેની સાવ નજીકની જગ્યાએથી શ્રીમતી નાયડૂ આખી કાર્યવાહીનું સંચાલન કરતાં હતાં થોડી મિનિટો પછી એક અંગ્રેજ ઑફિસર ત્રણ સિપાઈઓ સાથે આવ્યો અને એમની ધરપકડ કરી લીધી ગરમી વધવા માંડી હતી એટલે સત્યાગ્રહ ધીમો પડી ગયો તે વખતે લગભગ વીસ ડૉક્ટરો અને નર્સો આવી પહોંચ્યાં અને પાસે ઝાડીઓમાં આંબાના ઝાડ નીચે ઘાયલોની સારવાર કરવા લાગ્યાં ડૉ શાહે કહ્યું કે એમણે પાસેની ઝૂંપડીમાં લગભગ ૨૦૦ને પાટાપીંડી કરી હતી અને હજી બીજા આવતા જ જતા હતા તે જોયું ઘણા સ્વયંસેવકો કૉલેજના વિદ્યાર્થીઓ કે ક્લાર્કો હતા જે ગુજરાતના જુદા જુદા ભાગોમાંથી આવ્યા હતા ઘણા અંગ્રેજી બોલતા હતા ધરાસણામાં હું એકલો જ અમેરિકન ખબરપત્રી હતો અને એ લોકો મારી સાથે છૂટથી વાતો કરતા હતા પણ મને દેશી ડ્રાઇવરો પોતાના વાહનમાં બેસાડવા તૈયાર નહોતા કારણ કે મેં વિદેશી કપડાં પહેર્યાં હતાં જેનો બહિષ્કાર ચાલતો હતો ૦૦૦ સંદર્ભઃ does anyone remember abbas tyabji by anil nauriya મહાદેવભાઈની ડાયરી પુસ્તક બારમું natives beaten down by police in india salt bed raid webb miller s report https 100years upi com sta_1930 05 21 html like loading author dipak dholakia posted on 04 06 2020 30 11 2024 categories history tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari 3 ટિપ્પણીઓ india slavery and struggle for freedom part 3 chapter 51 માટે ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 286 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું જૂન 2020 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 મે જુલાઈ bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવાર...
|