Meta tags:
description= 8 posts published by Dipak Dholakia during July 2019;
Headings (most frequently used words):
અને, ભારત, ગુલામી, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, સંઘર્ષનો, નવો, માર્ગ, પ્રકરણ, ૧૮૮૫થી, ૧૯૧૫, science, samachar, dipak, dholakia, spam, blocked, મહિનો, જુલાઇ, 2019, 70, golden, jubilee, of, first, human, landing, on, moon, 69, 68, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, બંગાળના, ક્રાન્તિકારીઃ, ૧૯૦૮, ખુદીરામ, બોઝ, પ્રફુલ્લ, ચાકી, મુસ્લિમ, લીગની, સ્થાપના, ૧૯૦૬, કોંગ્રેસના, ભાગલા, કર્ઝન, બંગભંગ,
Text of the page (most frequently used words):
અને (187), હતા (48), 2019 (47), માટે (42), કરી (37), હોય (36), એમણે (35), પછી (35), હતું (32), હતી (30), જુલાઇ (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), ઓગસ્ટ (27), સપ્ટેમ્બર (26), હતો (26), જૂન (25), 2024 (25), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2020 (24), 2021 (24), 2023 (24), https (24), 2012 (23), freedom (23), ગયા (23), એટલે (23), ફેબ્રુવારી (22), 2015 (22), એમને (21), એમની (21), dipak (20), struggle (20), સાથે (20), કર્યો (20), india (19), એને (19), પહેલાં (19), ચંદ્ર (19), com (18), 2013 (18), 2022 (18), dholakia (18), and (18), હવે (18), નથી (18), જાય (18), બહુ (17), ત્યાં (17), એના (17), ત્યારે (17), જોઈએ (17), બન્ને (17), 2011 (16), વધારે (16), એમના (16), સંદર્ભઃ (15), મળી (15), ૦૦૦ (15), વર્ષ (15), બની (15), બંગાળના (15), પરંતુ (15), એની (15), 2014 (14), સુધી (14), તેમાં (14), આવ્યા (14), 2025 (13), slavery (13), for (13), www (13), કામ (13), માત્ર (13), મુસ્લિમ (13), હતાં (12), રહ્યા (12), થાય (12), કોઈ (12), રીતે (12), રાજકીય (12), science (11), વચ્ચે (11), બીજા (11), પડી (11), ભારત (11), ક્રાન્તિકારી (11), વખતે (11), કરતાં (11), થયું (11), પ્રફુલ્લ (11), નામ (10), indian (10), મળ્યું (10), એમાં (10), થયો (10), પોતાની (10), કર્યું (10), દૂર (10), હશે (10), like (9), વેબગુર્જરી (9), જોવા (9), લીધી (9), અભ્યાસ (9), આઝાદી (9), થયા (9), તિલક (9), બાજુ (9), ભાગ (9), ભાગલા (9), અરવિંદ (9), શકે (9), અલગ (9), કહ્યું (9), અહીં (9), પાસે (9), વાત (9), માનતા (9), ખુદીરામ (9), નવી (8), uncategorized (8), martyrs (8), webgurjari (8), tags (8), categories (8), posted (8), author (8), loading (8), તેમ (8), ત્રણ (8), part (8), chapter (8), ગુલામી (8), માટેનો (8), સંઘર્ષ (8), કોંગ્રેસમાં (8), નહીં (8), છતાં (8), કોંગ્રેસ (8), ગયો (8), પરથી (8), ધીમે (8), બીજી (8), કારણે (8), કોમ (8), સૈયદ (8), દ્વારા (7), મોટા (7), સામે (7), કારણ (7), લીધા (7), the (7), અધિવેશન (7), પાલ (7), પડ્યા (7), ઘોષ (7), વિરોધ (7), શાસન (7), જેમ (7), અંદર (7), બ્લૅક (7), હિન્દુઓ (7), કલાક (7), ખાલી (7), બચ્ચાં (7), ટિપ્પણીઓ (6), મારી (6), samachar (6), આપણી (6), એનું (6), કરે (6), લાખ (6), પૃથ્વી (6), શું (6), જોયું (6), અમુક (6), ચંદ્રયાન (6), કરશે (6), તેનો (6), ઇંટરનેટ (6), ઉપલબ્ધ (6), કરવાની (6), કોંગ્રેસનું (6), નવો (6), લાલા (6), લાલ (6), લોકો (6), વિદેશી (6), કરતી (6), આવ્યો (6), તરફ (6), કરીને (6), હજી (6), આગળ (6), ગરમપંથીઓ (6), નરમપંથીઓ (6), એવું (6), કલકત્તા (6), એમનો (6), હોલ (6), મોટી (6), વિદ્રોહ (6), akm (6), img (6), tosshub (6), indiatoday (6), images (6), bodyeditor (6), 201812 (6), 770 (6), jpg (6), ઍપોલો (6), નાની (6), શરૂ (5), બારી (5), શોધો (5), history (5), org (5), કર્યા (5), સૌથી (5), પડે (5), વાર (5), બહાર (5), અવકાશયાત્રીઓ (5), થશે (5), કહે (5), આપણે (5), ખરેખર (5), આપે (5), દક્ષિણ (5), પાણી (5), મળે (5), આવે (5), આવ્યું (5), ચંદ્રની (5), તૈયાર (5), લાગ્યો (5), ૧૯૦૬માં (5), બિપિનચંદ્ર (5), માર્ગ (5), સુરેન્દ્રનાથ (5), કરવામાં (5), દીધો (5), આવી (5), તૂટી (5), બંગાળમાં (5), ગયું (5), આપ્યું (5), એવી (5), આજે (5), નહોતા (5), આર્થિક (5), કર્ઝને (5), નિર્ણય (5), એણે (5), એનો (5), તરીકે (5), પ્રતિનિધિઓ (5), અધિવેશનમાં (5), ગોખલે (5), સુધારા (5), જેવું (5), માણસ (5), ખાતરી (5), શકાય (5), વર્ષના (5), જ્યારે (5), ગયાં (5), અંગ્રેજ (5), વૈજ્ઞાનિકોએ (5), સંશોધકોએ (5), ખોપરી (5), news (5), આટલા (5), મુસલમાનો (5), મુસલમાનોને (5), મુસલમાન (5), સ્થાપના (5), મિનિટ (5), ચાકી (5), ઈંડાની (5), કરો (4), blocked (4), લિંક (4), spam (4), adventurous (4), subhashbabu (4), સમાચાર (4), જીવાણુ (4), હોવાનું (4), એકઠા (4), રહીને (4), જલદી (4), landing (4), html (4), સ્પેસ (4), પાછા (4), ફર્યા (4), ઊતર્યા (4), ચામડી (4), ગમે (4), ઉપરાંત (4), રહે (4), moon (4), પહેલી (4), પ્રમાણે (4), બરફ (4), પ્રયોગો (4), કોંગ્રેસની (4), વ્યક્ત (4), બાલ (4), શિક્ષિત (4), લોકોએ (4), તેની (4), ભાગલાના (4), દીધા (4), રહી (4), અંતિમ (4), જાહેર (4), ગામડે (4), થયાં (4), અસર (4), લોકોને (4), ઘટના (4), પાછળથી (4), યુગાંતર (4), લોકોમાં (4), શબ્દ (4), ધ્યાન (4), રાજકારણ (4), કોંગ્રેસના (4), નરમપંથી (4), નેતાઓ (4), જાહેરાત (4), તેના (4), કોંગ્રેસે (4), લાગુ (4), કરતા (4), કરવા (4), વિકાસ (4), કરવાનો (4), રસ્તો (4), રહ્યો (4), દીધું (4), પ્રકરણ (4), સંઘર્ષનો (4), વળી (4), નરમપંથીઓએ (4), હેઠળ (4), માગણી (4), બેઠક (4), પ્રમુખ (4), પોતે (4), આથી (4), સમય (4), મારીને (4), વિશે (4), પાછળ (4), મને (4), આધુનિક (4), પાસેથી (4), માં (4), નજીક (4), કરવી (4), બ્રિટિશ (4), વલણ (4), નહોતો (4), ૧૮૮૫થી (4), ખબર (4), પુલ (4), રૅડાર (4), પ્રકાશિત (4), મૃત્યુ (4), પોતાના (4), બન્યું (4), ફેફસાં (4), પ્રયોગ (4), જોઈ (4), પુસ્તક (4), આપી (4), મુસલમાનોએ (4), શિક્ષણ (4), હિન્દુ (4), લીગની (4), first (4), 1920 (4), કમાંડ (4), તરત (4), ભાગી (4), ઈંડાં (4), આકાશગંગાની (4), this (3), wordpress (3), રહ્યું (3), other (3), પસંદ (3), લેખ (3), સંદેશ (3), leave (3), comment (3), વિદ્યાર્થીઓના (3), રહેવાની (3), વગેરે (3), નમૂના (3), મળ્યાં (3), લઈને (3), કરોડ (3), સફર (3), મહિનાની (3), દિવસ (3), દરમિયાન (3), જુલાઈએ (3), સખત (3), તેવી (3), કેમ (3), પડ્યો (3), પગની (3), નરમ (3), કરવાનું (3), આપણા (3), તસવીર (3), ઇંડિયા (3), ધ્રુવ (3), અમે (3), પહેલા (3), વચ્ચેના (3), કદાચ (3), રહેશે (3), અવાજ (3), થવા (3), કલકત્તામાં (3), લીધો (3), વિરોધમાં (3), વંદે (3), માતરમ (3), નીકળી (3), પત્ની (3), અનુશીલન (3), યુગાંતરે (3), દેશના (3), મુખ્ય (3), ભળી (3), ઘણા (3), હથિયાર (3), સ્થાનિકના (3), નાના (3), ફરી (3), લાગ્યા (3), જબ્બરદસ્ત (3), સમિતિ (3), ભાઈ (3), જેવી (3), બધાં (3), આપ્યો (3), ભાવના (3), એનાં (3), વચન (3), દેખાડી (3), સંબંધો (3), નવું (3), અધિકારો (3), શક્યા (3), ૧૯૦૩માં (3), બંગાળ (3), મોટો (3), ઊભું (3), ઠરાવ (3), ૧૯૦૫માં (3), મૂક્યો (3), ૧૯૦૫ (3), મહેચ્છા (3), પૂરી (3), લૉર્ડ (3), કર્ઝન (3), વાઇસરૉય (3), થોડા (3), પડવાની (3), સામાન્ય (3), સરકાર (3), સ્થિતિ (3), આંખ (3), સ્પષ્ટ (3), પોતાનું (3), તિલકને (3), સૂરત (3), જોતાં (3), ફિરોઝશાહ (3), મહેતા (3), એમનું (3), ખાસ (3), રાસ (3), બિહારી (3), આવતાં (3), રજૂ (3), અપીલ (3), લાગી (3), નક્કી (3), દેખાય (3), માને (3), બૅનરજી (3), વર્ષમાં (3), બહારથી (3), લોકોનાં (3), નરમપંથીઓની (3), પકડી (3), હું (3), છોડી (3), તું (3), જવાબ (3), શ્વાસ (3), પાલની (3), ભારતમાં (3), બરાબર (3), કાઢ્યો (3), ૧૯૧૫ (3), થયેલા (3), મોત (3), જોખમ (3), ઈજા (3), અનુમાન (3), લાગે (3), મીટર (3), ઘરમાં (3), જુદાં (3), હાથ (3), અબજ (3), હજાર (3), ગળી (3), મિંટો (3), જરૂરી (3), અહમદે (3), ૧૮૫૭ના (3), મુસલમાનોના (3), કંઈ (3), અંગ્રેજી (3), વર્ષે (3), golden (3), jubilee (3), human (3), ચાર્લ્સ (3), સમાનવ (3), લ્યૂનર (3), કોર્ટમાં (3), ટ્રેનમાં (3), તાલીમ (3), સૂર (3), ગ્લૅશિયર (3), તારા (3), આકાશગંગા (3), site (2), required (2), collapse (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 273 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), મુલાકાતીઓ (2), email (2), address (2), press (2), releases (2), યુનિવર્સિટીની (2), કરેલા (2), મોબાઇલ (2), ભાગે (2), જવાબદાર (2), આમાંથી (2), ક્ષમતા (2), જણાયું (2), સપાટી (2), મોબાઇલોમાંથી (2), કરવું (2), space (2), સયૂઝ (2), ઇંટરનેશનલ (2), સ્ટેશન (2), ૨૪મીએ (2), કનોનેન્કા (2), મૅક્લિન (2), ડૅવિડ (2), નીકળ્યાં (2), ૨૦મી (2), nature (2), વૈજ્ઞાનિકો (2), સાચી (2), લાખો (2), છીએ (2), ઉપયોગ (2), તળિયાં (2), જાડી (2), ગયેલી (2), પગનાં (2), સંભાળ (2), કરોડો (2), સમાચારની (2), વીડિયો (2), રાતના (2), ચંદ્રના (2), ઊતરશે (2), પહોંચ્યા (2), પંદર (2), our (2), bengal (2), towards (2), partition (2), mehrotra (2), 1979 (2), centenary (2), national (2), congress (2), vol (2), edited (2), pandey (2), બ્રિટીશ (2), હકુમતને (2), નીતિ (2), ૧૮૫૭ (2), મધ્યમ (2), વર્ગના (2), પરિષદ (2), પ્રતિબંધ (2), પરવા (2), પોલિસ (2), કલકતાના (2), વકીલ (2), કૂદી (2), પોલીસે (2), જેલમાં (2), નાખી (2), મૂકી (2), દેવાયો (2), પક્ષમાં (2), માર્ગે (2), અલીપુર (2), કન્હાઈ (2), ૧૯૦૮માં (2), ઊમટી (2), આગેવાની (2), માલસામાનના (2), સ્વદેશી (2), આંદોલનમાં (2), કવિવર (2), ગીતો (2), અપનાવ્યું (2), કાપડ (2), બેઠા (2), આંદોલન (2), ૧૯૦૫ની (2), આખા (2), ગોઠવી (2), સંગઠન (2), બંગાળી (2), ત્રાસવાદ (2), સંગઠનો (2), કેન્દ્ર (2), માતા (2), પ્રેરણા (2), યુગે (2), જન્મ (2), લેવાનું (2), લોકલાગણી (2), શાસકો (2), માગવાની (2), કરવાના (2), છોડીને (2), વધતો (2), જતો (2), કમિશનરોના (2), યુનિવર્સિટીઓમાં (2), રાષ્ટ્રવાદી (2), વલણો (2), કશું (2), બાબતોમાં (2), ઊગ્ર (2), શક્ય (2), પૂર્વ (2), આસામને (2), ભડકી (2), ઊઠી (2), પ્રદેશ (2), નવા (2), દીધી (2), પાત્ર (2), મુદ્દાઓ (2), પગલાં (2), લીધાં (2), ૧૮૯૯માં (2), જાતના (2), બ્રિટનના (2), મહિનામાં (2), જોવાની (2), પ્રમુખપદે (2), દાદાભાઈ (2), વિશેનો (2), દેશમાં (2), જનતાની (2), વધતી (2), ગરીબાઈ (2), કંઈક (2), માગે (2), કરવો (2), શરૂઆતમાં (2), ભાર (2), બીજું (2), સંસ્થા (2), દિશામાં (2), બંધ (2), જોડાઈ (2), બંગભંગ (2), આના (2), પતન (2), વર્ષની (2), સજા (2), બર્મામાં (2), મોકલી (2), દેશ (2), જોરદાર (2), આવેલા (2), ખુરશીઓ (2), ઊછળી (2), ગરમપંથીઓની (2), હાજર (2), બનાવવા (2), બનાવી (2), ડિસેમ્બરે (2), કહી (2), નહોતું (2), લાજપતરાય (2), સ્વાગત (2), ઘોષનું (2), પ્રમુખપદ (2), હટી (2), ફેરફારો (2), ઊભા (2), પાડી (2), મંચ (2), અધિકાર (2), ૧૯૦૭માં (2), મળવાનું (2), માગતા (2), ભોગે (2), નાગપુર (2), લેવાયો (2), બદલે (2), માગણીઓ (2), એમનાં (2), બીજાં (2), ગોખલેએ (2), લખે (2), મળવું (2), ખરી (2), એકાદ (2), પડ્યું (2), આપીને (2), સોંપી (2), દીધાં (2), પક્ષો (2), ફેરફાર (2), સફળતા (2), મેળવી (2), બનારસ (2), મુદ્દા (2), આદર્શ (2), જતા (2), રૂપે (2), રાજકારણમાં (2), ધાર્મિક (2), ફેર (2), પાશ્ચાત્ય (2), સ્થાન (2), સંજોગોમાં (2), ગણાય (2), માણસને (2), તરતાં (2), રાખે (2), આપશે (2), વ્યવહારમાં (2), ઉદ્દામ (2), લેવામાં (2), વસાહતોમાં (2), પૂરતો (2), દેશભક્તિ (2), જગ્યાએ (2), ગણાવી (2), સામાજિક (2), શૈક્ષણિક (2), પાલે (2), અશક્ય (2), માલિક (2), અધૂરાપધૂરા (2), સમક્ષ (2), આવવાનો (2), પ્રત્યે (2), from (2), ઈટલીમાં (2), ક્યારે (2), નોંધ (2), નીચે (2), પડતી (2), યુનિવર્સિટીના (2), જાન (2), plos (2), જમણી (2), થતો (2), ફ્રેક્ચર (2), ફટકો (2), આજથી (2), પ્રદેશમાં (2), શરૂઆતથી (2), ખોપરીના (2), ભાગમાં (2), યુરોપિયન (2), હવાના (2), જાણવા (2), હવામાં (2), પાંચ (2), માઇક્રોગ્રામ (2), ઉંમર (2), વધી (2), હવા (2), થવાની (2), થવાનો (2), તપાસ (2), દરેક (2), મંદ (2), જુદી (2), gargantua (2), ગૅલેક્સીના (2), ગાર્ગૅન્શુઆ (2), મોટું (2), એવડું (2), ટેલિસ્કોપ (2), ચાર (2), જઈને (2), દેખાડ્યા (2), પ્રકાશવર્ષ (2), તેવું (2), આખી (2), જેવા (2), ચાળીસ (2), લીધું (2), બધી (2), કોમો (2), એકસરખા (2), સમાન (2), જ્યાં (2), સુંદર (2), નવવધૂની (2), મુસલમાનોનાં (2), કોમને (2), મુસલમાનોનું (2), અવલોકન (2), જરૂર (2), અંગ્રેજોની (2), પહેલ (2), વર્ગની (2), તેને (2), આનંદ (2), પ્રભાવ (2), લાંબો (2), પીઠ (2), પોતાનો (2), લખીને (2), પ્રતિનિધિમંડળ (2), આગા (2), હોવું (2), હિન્દુઓની (2), લાગ્યાં (2), પ્રચાર (2), ઘણી (2), અંગ્રેજોનો (2), કૉન્ફરન્સની (2), અહમદ (2), મુસલમાનોની (2), એવા (2), શિક્ષણનો (2), લાભ (2), મઝા (2), ગુરુત્વાકર્ષણ (2), ઑલિંપિક (2), યંગ (2), ફૂટ (2), કૂદ્યો (2), ડ્યૂક (2), હોત (2), અમેરિકાએ (2), યાત્રીઓ (2), મૉડ્યૂલ (2), વિસ્તારમાં (2), એલન (2), કાઢીને (2), આર્મસ્ટ્રોંગ (2), આમાં (2), ધરતી (2), khudiram (2), bose (2), ૧૯૦૮ની (2), થોડી (2), ખુદીરામના (2), ખુદીરામને (2), વિદ્રોહી (2), ઇતિહાસમાં (2), બદલાઈ (2), સાથેનો (2), ખુદીરામે (2), ટ્રેનની (2), મેના (2), દિવસે (2), શહેર (2), શંકા (2), ટ્રેન (2), છૂટ્યા (2), દિવસમાં (2), કિંગ્સફૉર્ડની (2), નિર્દોષ (2), બોંબ (2), સભ્ય (2), સક્રિય (2), ઉંમરે (2), ઠેર (2), બોઝ (2), બાળક (2), બદલામાં (2), જાણકાર (2), અબોધ (2), ચેતવણીનો (2), બચ્ચું (2), બચવાની (2), જેમને (2), રહ્યાં (2), શિકારી (2), ગ્લૅશિયરનું (2), આઇસલૅન્ડમાં (2), કિલોમીટર (2), બરફનો (2), ફુટ (2), પીગળીને (2), ગ્લૅશિયરની (2), ઉપર (2), અકસ્માત (2), બ્રહ્માંડના (2), બ્લૂ (2), રેડ (2), ઓછું (2), ગેલેક્સીને (2), લોકલ (2), વૉઇડ (2), બ્રેન્ટ (2), ટલી (2), જગ્યા (2), ગૅલેક્સીઓ (2), ગીચ (2), જગ્યાઓ (2), દીપક (2), ધોળકિયા (2), આપવાની (2), શ્રેણી (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, about, પાનાંઓ, 469, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, asm, june, dissemination, pathogenic, bacteria, university, અમેરિકન, સોસાઇટી, માઇક્રોબાયોલૉજીએ, બ્રાઝિલની, મૅડિકલ, કૉલેજમાં, સર્વેક્ષણમાં, ટકા, ફોનોમાં, aureus, નામનાં, આસપાસ, હૉસ્પિટલોમાં, ચેપ, ફેલાવા, ટકાએ, ઍંટીબાયોટિક, પેનિસિલિન, ટકવાની, પ્રાપ્ત, ટકામાં, ચોંટી, ફાર્મસી, ડેન્ટિસ્ટ્રી, નર્સિંગ, વિભાગોના, એકસો, વધુ, નર્સિંગના, સતત, દરદીઓ, નર્સોના, ચેપનું, વહન, મોબાઇલમાં, રોગનાં, astronauts, return, earth, soyuz, રશિયાનું, વાહન, ms11, ૫૭મી, અવકાશયાત્રીઓને, જોડાયું, કુલ, માઇલની, ૩૨૬૪, પરિક્રમાઓ, સ્ટેશનમાંથી, ms11માં, હેમખેમ, રશિયન, અવકાશયાત્રી, અલ્યેક, કેનેડાના, ડેવિડ, સેંટ, જેકસ, નાસાનાં, કઝાખસ્તાનના, ઝેજકાઝ્ગેન, શહેરની, ભાગોળે, ૨૦૪, અવકાશમાં, રવાના, સાહસ, ૫૯મા, નંબરનું, articles, d41586, 019, 01983, ec_id, 20190627, ધારણા, પોચી, સંવેદનો, સરખાં, પહોંચાડે, ઊઘાડા, પગે, ઉદ્વિકાસીય, બાયોલોજિસ્ટ, લિબરમનને, પગનો, કરીએ, જાડાં, કિન્યાના, માણસોને, બરછટ, સાચવીને, ચાલનારા, તળિયાંવાળા, અમેરિકનોને, ટ્રેડમિલ, કસરત, કરાવી, બન્નેનાં, તળિયાંમાં, પ્રકારનું, સંવેદન, લિબરમન, જખમો, રોગો, સારું, રક્ષણ, કરનારાના, ખામી, ખરાબી, જાળવણી, માંડ, શીખ્યા, હોઈશું, કુદરત, વર્ષોથી, લેતી, તળિયાંની, સંવેદનશીલ, businessinsider, chandrayaan, why, indias, isro, going, articleshow, 69893150, cms, ૨ની, ટુડેના, ૧૨મી, જૂનના, ક્લિપમાં, મળશેઃ, ૧૫મીએ, શ્રીહરિકોટાથી, સવા, વાગ્યે, ઈસરો, છોડશે, પાણીની, શોધ, છતી, ફુલાવીને, કહેવાની, ૧ને, હોવાના, પુરાવા, દેખાયા, ધ્રુવની, ખીણો, મંઝીનસ, સિંપેલિયસ, manzinus, simpelius, સપાટ, મેદાનમાં, નાસાના, જણાવ્યા, ૩૦૦, મિલિયન, પાણીનો, બનેલો, જેવો, માર્ગદર્શક, અવકાશી, શકાશે, ચંદ્રનો, મુખ્યત્વે, અંધારો, ક્યાંથી, સૌરમંડળ, ઉત્પત્તિનો, ૧૫મી, suparna, home, 1950, thewire, revolutionary, nationalist, movement, shukla, sen, britannica, place, kolkata, capital, british, ref313437, what, wants, natesan, 1917, બધું, નેતાગીરીની, અરજીઓ, લાભકારક, માનવાની, બુલંદ, જોરથી, પંજાબના, લાજપત, રાય, મહારાષ્ટ્રના, ગંગાધર, સૂરે, બોલ્યા, દેશની, આઝાદીના, સંઘર્ષમાં, સમાધાનવાદી, ત્રિપુટિનો, ઉદ્, ત્રિપુટી, બારીસાલમાં, સરઘસ, બનાવીને, નારા, રસ્તા, સૂત્રોચ્ચાર, લાઠીઓથી, ઝૂડવા, માંડી, સરઘસનું, નેતૃત્વ, અબ્દુલ, રસૂલની, બેનરજી, બચાવવા, પડતાં, પકડીને, ચારસો, રૂપિયાનો, દંડ, ક્રાન્તિની, મશાલ, પ્રગટાવી, ૧૯૩૦, ટકી, પ્રવાહમાં, એમાંથી, સામ્યવાદી, જોડાયા, સશસ્ત્ર, સંઘર્ષના, ચાલતા, ક્રાંતિકારીઓ, લડતા, એવામાં, દત્તાએ, પોલીસના, જાસૂસ, ગયેલા, નરેન, ગોસાંઈને, ગોળીએ, ગુના, દતાને, ફાંસી, આપવામાં, યાત્રામાં, હજારોની, ભીડ, ચિતા, ઠરી, ભસ્મ, અસ્થિ, લેવા, બેનરજીએ, બહિષ્કારનો, કાર્યક્રમ, વિદ્યાર્થીઓએ, જોશભેર, ફરીને, સ્વદેશીનો, પહોંચાડ્યો, સ્ત્રીઓ, પાયે, સામેલ, ટાગોરની, રચનાઓ, સ્વદેશીનાં, ઘેરેઘેર, ગૂંજતાં, સ્વદેશીનું, વેચાણ, એટલું, મળવા, માંડ્યું, વણકરો, કારીગરો, મિલ, બૅન્ક, વીમા, કંપનીઓની, શરૂઆત, ૧૬મી, ઑક્ટોબરે, સત્તાવાર, હડતાળ, શોક, દિન, મનાવ્યો, પ્રાર્થના, સભાઓ, જેલની, ૧૯૦૨માં, વિદ્યાર્થી, સતીશચંદ્ર, બસુએ, પ્રમથ, મિત્રાના, સાથસહકારથી, નામનું, મહર્ષિ, બારીન્દ્ર, કુમાર, અનુશીલનથી, છૂટા, ઉચ્ચાર, jugantar, અખબાર, પ્રવાહના, બારીન, હિમાયતી, જન્મભૂમિને, માતાનો, દરજ્જો, સફળતાથી, ફેલાવી, બંધનમાં, મુક્ત, કરાવવાની, સંતાનોની, ફરજ, અનુશીલનનો, સ્રોત, ભગવદ્, ગીતામાં, કૃષ્ણે, દુષ્ટાત્માઓના, નાશ, ભૂપેન્દ્રનાથ, દત્તા, વગેરેની, કલમ, ધારદાર, જોશ, ઊભરાતું, આત્મબલિ, પ્રબળ, બનતી, ક્રાન્તિકારીઓ, ઉત્તરના, ક્રાન્તિવીરોના, સંપર્કમાં, શહાદત, પ્રચલિત, સ્વામી, વિવેકાનંદના, બદનામ, ગૌરવવંતો, ભડકવાનું, ૧૯૦૪, ૦૫માં, રશિયા, જાપાન, યુદ્ધમાં, જાપાનને, વિજય, મળ્યો, એશિયાઈ, સત્તા, યુરોપની, સત્તાને, હરાવી, જોઈને, બ્રિટનને, હરાવવા, તલપાપડ, રવીન્દ્રનાથ, ટાગોરે, ૧૮૯3, ૯૪માં, સત્તાનાં, દૂષણો, દેતાં, શાસિતો, કથળતા, દોર્યું, ભીખ, નીતિઓને, સ્થાને, નીતિની, હિમાયત, કવિગુરુએ, દેશવાસીઓને, હાકલ, શાસકોને, રાજી, વ્યર્થ, પ્રયત્નોનું, ભાષામાં, મોટીમોટી, વાતો, જૂની, ઢબનું, વિચારવા, ભાગલાથી, નેતાઓની, નીતિઓ, અસંતોષ, મ્યૂનિસિપલ, કાપ, સરકારની, ખફગી, જેટલા, તેટલા, સૌમ્ય, પાડવાનો, દલીલ, પ્રાંત, એવડો, વહીવટ, જુદું, વહીવટીતંત્ર, નિર્ણયની, વિરોધની, અઠવાડિયામાં, પસાર, ઢાકા, મૈમનસિંઘ, ચિત્તગાંવ, પ્રાંતમાં, ૧૯૦૫ના, ઑક્ટોબરની, ૧૬મીથી, કોંગ્રેસને, વાળવાનો, કર્ઝનને, ફાળે, જવો, વખાણ, આતુર, ૧૮૯૯ના, દુકાળ, છપ્પનિયો, વાઇસરૉયે, પ્રશંસા, મ્યૂનિસિપાલિટીઓના, ચુંટાયેલા, મર્યાદિત, વલણોને, ડામવાનાં, ઉદ્દંડ, તુમાખી, ઊતરતી, અધિકારને, સ્વાભાવિક, માનતો, લખ્યું, કડડભૂસ, થઈને, અણીએ, હિન્દુસ્તાનમાં, છું, શાંતિથી, કબરમાં, પોઢતી, જ્યૉર્જ, નથાનિયલ, ર્ક્ઝન, અધિવેશનના, નવરોજી, દેખાઈ, બાબતો, મંજૂર, અંગે, ચિંતા, નરમાઈ, ઠરાવમાં, ઉમેરી, દેવાયું, આડા, કાન, કોંગ્રેસનો, ભારતની, જનતાના, સંસ્થાઓનો, અસરકારક, ૧૮૯૫માં, બૅનરજીના, સુર, પાસાં, ૧૮૮૬માં, દેખાયું, રાષ્ટ્રીય, બનવાની, ૪૩૬, બધા, તરફથી, સભા, ચુંટાઈને, નોંધપાત્ર, બૅનરજીએ, ઍસોસિએશન, નરમપંથીઓનું, કેદની, માંડલે, દેવાયા, ૧૯૧૦માં, પોંડીચેરી, પુદુચ્ચરિ, ચાલ્યા, અધ્યાત્મને, જવાની, તૈયારીમાં, બોમ્બનો, એટલો, સોળસો, બાખડ્યા, વૉક, આઉટ, હકાલપટ્ટી, વર્ચસ્વ, જાળવી, રાખ્યું, આધિપત્ય, સ્વશાસનની, દોહરાવી, નવસો, ટેકામાં, બંધારણ, મુલતવી, રાખી, દેવી, ૧૯૦૭ની, ૨૬મી, તાપીને, કાંઠે, ૧૬૦૦, ડેલીગેતો, ૮૦૦, વાતાવરણ, તંગ, મહિના, દેશનિકાલ, ભોગવીને, મંડપમાં, ભવ્ય, લંડનથી, મિત્ર, નિરીક્ષક, ફૂલેકું, લાજપતરાયનું, લાલજપતરાય, તિલકે, દાવો, પાળ્યું, ઠરાવો, સૂચવવા, બોલવા, માગ્યો, પ્રમુખે, પહોંચી, વિધિવત્, ચુંટાયા, ડેલીગેટોના, જોડા, ચંપલો, ફેંકાયાં, નાગપુરમાં, ડિસેંબરમાં, પ્રમુખની, ચૂંટણી, અટકાવવાની, નેમ, નરમપંથીઓના, રાખવાનો, કારને, મૂળ, લાહોરમાં, અધિબેશન, ઉદ્દામવાદીઓનો, બનતું, જતું, નરમપંથીઓને, હારવાની, બીક, ગરમપંથીઓએ, ભારે, દબાણ, નાગપુરને, જવાનું, દાદાભાઈની, ગરમપંથીઓને, પસમ્દ, સભામાંથી, ફિરોઝશાન, મહેતાને, જગ્યાએથી, હટાવવાની, લાત, ફેંકો, જેવાં, સૂત્રો, પોકારાયાં, દાદાભાઈએ, ભાષણ, ભાષણો, સરખાવીએ, જલદ, લખેલા, પત્રમાંથી, બાલગંગાધર, અભિપ્રાય, કેવો, હીણો, માન, લીડર, બનવા, બહાદુરીભર્યા, શબ્દો, વાપરે, હિંમત, ગોખલેનું, માનવું, સિદ્ધાંત, સંતોષવા, મથે, તિલકની, સજાની, સહન, તકલીફ, સરકારે, દિલ, સમાધાન, દાદાભાઈના, મેજબાન, દરભંગાના, મહારાજાના, નિવાસે, પ્રાથમિક, સ્વરૂપની, બાઅજુ, ટપાટપી, ઠરાવોના, મુસદ્દા, કરાયા, ચાલી, જૂથો, ઘર્ષણ, ટાળી, ઘર્ષણને, પાછું, ઠેલવામાં, સૌના, માનને, નવરોજીને, બનાવ્યા, કુનેહબાજ, સ્થાપ્યા, સ્વદેશીના, મતભેદો, ખુલ્લા, સ્વદેશીને, સ્વાભિમાનનો, વિષય, નરમપંથીઓનો, બ્રિટનની, રાજ્યવ્યવસ્થા, આર્યોના, જમાના, વીરાષ્ટમી, દુર્ગાપૂજા, મહારાષ્ટ્રમાં, ગણેશોત્સવ, પંજાબમાં, લાજપતરાયની, પ્રેરણાથી, આર્યસમાજના, તત્ત્વો, ઉમેરાયાં, બીજો, ઉચ્ચ, મધ્યમવર્ગમાંથી, આવતા, દૃષ્ટિકોણ, નિમ્ન, પ્રવૃત્તિઓમાં, ધર્મ, રીતરિવાજોને, આઝાદીને, તબક્કા, ફિકર, સંસ્કૃતિને, બચાવવાની, સ્થાપનાને, વીસ, હાંસલ, નિષ્ફળતાના, ઓળા, વર્તાતા, વિચારધારાને, પડકાર, ફેંકાય, નવાઈ, લેખકે, ગરમપંથીઓનું, વિશ્લેષણ, આવડતું, પાણીમાં, સારો, તરવૈયો, તને, દઈશ, ડૂબી, જઈશ, ભલે, આટલું, કસકસાવીને, મારો, રુંધાઈ, ગરમપંથી, છોડીશ, આવડશે, ત્રિપુટિની, સ્વરાજ, રીતભાત, અંતર, ઘોષની, ત્રણેયમાં, છેડે, તિલકનું, આટલી, ઉદ્દામવાદી, ભાષા, સંમત, આદર્શવાદી, ખરા, વ્યવહારુ, જેટલું, કેસરી, લખતાં, બ્રિટને, સ્વશાસનનો, તેવો, મતભેદ, સ્વીકારે, રીત, અખત્યાર, એટલા, નેતાગીરી, વફાદાર, ભરતી, નીતિને, ભ્રમણા, ન્યાયમાં, વિશ્વાસને, હસી, માનવસેવાની, ચાલે, ઘોષે, રાષ્ટ્રના, પ્રાણ, વિના, ઔદ્યોગિક, વિસ્તારની, માંગ, અજ્ઞાનતાની, પરાકાષ્ટા, મદ્રાસમાં, બોલતાં, અંકુશ, શાસનનો, માગણીને, અવ્યવહારુ, બ્ર્રિટન, એકંદરે, હકુમત, ચલાવવાનું, હિન્દીઓને, હાકેમ, બ્રિટન, કદી, વારાણસી, ગોપાલકૃષ્ણ, લક્ષ્ય, ભારતીયોને, એમ્ણે, વખતના, સ્ટેટ, સેક્રેટરી, મૉર્લે, રજુઆત, મોર્લેએ, સપનું, હોઈશ, બ્રિટનનું, સાથીઓ, વફાદારી, દેખાડવી, દ્દેશભક્તિ, જાણ્યા, bath, announcements, new, high, definition, satellite, radar, can, detect, bridges, risk, છેલ્લાં, મોરંડીના, પુલની, ઊપગ્રહો, લેવાયેલી, તસવીરોનો, પુલમાં, જોયા, ગાણિતિક, મૉડેલ, ધસી, અંદાજ, ઉપકરણ, બનાવ્યું, મિલીમીટરના, ફેરફારની, પુલો, જમીનની, બોગદાં, બનાવતી, આસપાસનાં, મકાનોના, પાયા, શકશે, નાસાની, જેટ, પ્રોપલ્ઝન, લૅબોરેટરી, બૅથ, આગોતરી, ચેતવણી, પદ્ધતિનો, સરકારોને, આનો, જુલાઈમાં, અંધેરીના, પુલનો, ઑગસ્ટમાં, મોરંડી, બ્રિજ, ૪૩નાં, દિવસોમાં, કોલકાતામાં, ત્રણના, ૨૫ને, ઈજાઓ, ઉપગ્રહ, દેખાડશે, કયો, પડવાનું, journals, plosone, article, 1371, journal, pone, 0216718, જર્મનીની, ટ્યૂબિન્જેન, યુનિવર્સિટીનાં, કૅટરીના, હાર્વટીની, ટીમનો, one, મૅગેઝિનના, હાલના, અંકમાં, રુઝાયા, ખાડા, માથામાં, બૅટ, ધોકો, માર્યો, ખોપરીનો, જખમી, બેટ, ધોકાથી, હુમલો, કરાયું, સામસામે, મરનારને, બાજુએ, ડાબા, હાથે, પકડ્યું, વિશ્વયુદ્ધના, સૈનિકોના, મૃતદેહોનો, આવું, ફેલાય, આગળના, તૂટવા, માણસનું, કામે, નીકળ્યા, કોઈકે, માથા, ઢાળી, હત્યારો, ડાબોડી, ક્યાંની, રુમાનિયાના, મધ્યભાગમાં, ટ્રાન્સિલ્વેનિયાના, ૧૯૪૧માં, અશ્મિભૂત, માણસની, શરૂઆતની, મૃત્યુનાં, કારણો, વિવાદ, આગલા, ઘાનાં, નિશાન, માલિકને, સિઓક્લોવિના, કૅલ્વેરિયા, cioclovina, calvaria, અપાયું, ખૂન, europeanlung, events, media, centre, air, pollution, speeds, ageing, લંગ, ફાઉંડેશને, રિપોર્ટ, પ્રદૂષનની, અસરનો, વાર્ષિક, સરેરાશ, ઉમેરો, અભ્યાસમાં, રાખીને, કારવામાં, ઘરની, ખરાબ
Text of the page (random words):
્રેણીનો આ અંતિમ લેખ છે વિજ્ઞાન વિશે બહુ ઓછું લખાય છે એટલે દર વખતે મોટા ભાગે તો વિજ્ઞાનનાં લબ્ધપ્રતિષ્ઠ સામયિકોમાં એકાદ મહિનાની અંદર જે કંઈ પ્રકાશિત થયું હોય અને આપણા જેવા સાદા લોકોને રસ પડે તે શોધીને આપવાનો પ્રયાસ રહ્યો અહીં તો ટૂંકમાં જ આપી શકાય પણ જેમને વધારે રસ પડે એમના માટે લિંક આપવાની પ્રથા પણ લાગુ કરી કદાચ આપે એનો લાભ લીધો હશે આ ૩૫ અઠવાડિયાં એક નવી દુનિયાની સફરનાં રહ્યાં આશા છે કે આપને આ શ્રેણી પસંદ આવી હશે ગુજરાતીમાં આ પ્રકારની શ્રેણી આપવાની પહેલ વેબગુર્જરી એ કરી છે તેનો આનંદ છે દીપક ધોળકિયા ૧ ખગોળશાસ્ત્રીઓ કહે છે કે આકાશગંગાની નજીક બહુ ખાલી જગ્યા છે હવાઈ યુનિવર્સિટીના ઇંસ્ટીટ્યૂટ ઑફ ઍસ્ટ્રોનૉમીના એક ખગોળશાસ્ત્રી બ્રેન્ટ ટલી અને એમની સાથે કામ કરતી એક આંતરરાષ્ટ્રીય ટીમે આપણી આકાશગંગાની પાડોશના વિસ્તારોનો નક્શો તૈયાર કર્યો છે એમણે જોયું કે બ્રહ્માંડમાં અનેક જાતની ગૅલેક્સીઓ છે તે ઉપરાંત ખાલી જગ્યાઓ પણ છે આ ખાલી જગ્યાઓને ટીંએ લોકલ વૉઇડ નામ આપ્યું છે એમણે ગેલેક્સીની ગતિનું અવલોકન કરીને એનું દળ કઈ રીતે વહેંચાયેલું છે તેનો કયાસ કાઢ્યો ગૅલેક્સીઓ માત્ર બ્રહ્માંડના વિસ્તરણને કારણે ગતિ નથી કરતી હોતી એમના પર આસપાસની બીજી મોટી ગેલેક્સીઓનું નએ જબ્બરદસ્ત દળદાર પ્રદેશોનું ગુરુત્વાકર્ષણ પણ કામ કરે છે પરિણામે એ વધારે ગીચ પ્રદેશ તરફ જાય છે અને ઓછા ગીચ પ્રદેશોથી દૂર સરકે છે આમ ખાલી જગ્યાઓ ઊભી થાય છે બ્રેન્ટ ટલી અને એમના સાથીઓએ ૧૯૮૭માં જ જોઈ લીધું હતું કે આકાશગંગાની સરહદ પાસે એક વિરાટકાય ખાલી જગ્યા છે પણ એ પેલે પાર હોવાથી બરાબર જોઈ શકાતી નથી એટલે પૂરતો અભ્યાસ થઈ શક્યો નહોતો હવે એમણે ૧૮ ૦૦૦ ગેલેક્સીઓનો અભ્યાસ કરીને એના પરથી આકાશગંગાની પાસેના ખાલી પ્રદેશો એક 3 d ચિત્ર દ્વારા દેખાડ્યા છે અહીં ક્લિક કરોઃ cosmicflows 3 cosmography of the local void from daniel pomarède on vimeo ૦૦૦ ૨ પરંતુ આકાશગંગા બની શી રીતે આમ તો એવું છે કે ઉપર કહ્યું છે તેમ એક મોટી ગેલેક્સીએ નાની ગેલેક્સીને ગુરુત્વાકર્ષણથી પોતાની અંદર સમાવી લીધી હશે અને નાની ગેલેક્સી પોતાની જગ્યાએ લોકલ વૉઇડ મૂકી ગઈ હશે આ વાત હવે સમજાય છે પરંતુ આકાશગંગા પણ એ જ રીતે બની કે શરૂઆતથી જ આખી આજે જેવી છે તેવી જ હતી ખગોળવૈજ્ઞાનિકોએ જોયું છે કે બે ગેલેક્સીઓ મળી જવાથી આકાશગંગા બની છે આ ઘટના દસ અબજ વર્ષ પહેલાં બની એટલે કે બિગ બેંગને માત્ર સાડાત્રણ અબજ વર્ષ થયાં હતાં આ પહેલાં એ ખબર પડી ગઈ હતી કે આપણી આકાશગંગામાં બ્લૂ અને રેડ એમ બે પ્રકારના તારા છે બ્લૂમાં દળ ઓછું હોય છે અને રેડ વધારે સઘન હોય છે ગાઇઆ ટેલીસ્કોપની મદદથી સૂર્યથી ૬ ૫૦૦ પ્રકાશવર્ષ દૂર હોય એવા દસ લાખ તારાઓના પ્રકાશ સ્થાન અને અંતરની માહિતી મળી એના પરથી જણાયું કે બન્ને જાતના તારા લગભગ એકસરખા સમયના છે પણ બ્લૂ તારા વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા નથી એ બહારથી આવ્યા હોય તેમ જ્યાં ત્યાં પડ્યા છે એનો અર્થ એ કે આકાશગંગાએ કોઈ નાની ગેલેક્સીને ગળી લીધી નેચર ઍસ્ટ્રોનૉમી મૅગેઝિનમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસલેખનાં મુખ્ય લેખિકા કાર્મે ગેલર્ટ કહે છે કે અમારા કામમાં નવી વાત એ છે કે અમે ભળી ગયેલી બન્ને ગેલેક્સીઓના તારાઓને અલગ તારવીને એમની ઉંમર નક્કી કરી શક્યાં અને એના પરથી ખબર પડી કે બન્ને કેટલાં વર્ષ પહેલાં ભળી હશે આ અથડામણ પૂરી થવામાં પણ કરોડો વર્ષ લાગ્યાં હશે એ કંઈ કારનો અકસ્માત નથી કે માણસ અકસ્માત અને એનાં પરિણામ જોઈ શકે પરંતુ બ્રહ્માંડના સમયની રીતે જોઈએ તો એ બહુ મોટો સમયગાળો ન ગણાય સંશોધકો માને છે કે આપણી આકાશગંગાનું આભામંડળ છે તે નાની ગેલેક્સીના અવશેષોમાંથી બન્યું હોવું જોઈએ સંદર્ભઃ https phys org news 2019 07 astronomers decode milky violent birth html તસવીરઃ the hindu 25 7 2019 ૦૦૦ ૩ એક ગ્લેશિયરના અંતિમ સંસ્કાર ઉત્તર ધ્રુવથી પાંચ હજાર કિલોમીટર દૂરના દેશ આઇસલૅન્ડમાં પર્યાવરણમાં થયેલા મોટા ફેરફારને કારણે ૨૦૧૪માં એક ગ્લૅશિયરનું મૃત્યુ થઈ ગયું ઑગસ્ટ મહિનામાં કેટલાયે વૈજ્ઞાનિકો અને સ્થાનિકના લોકો ગ્લૅશિયરની અંતિમ ક્રિયાની જેમ ત્યાં એક સ્મૃતિફલક મૂકશે ઉપર તસવીરમાં આઇસલૅન્ડના પશ્ચિમ ભાગાના બોર્ગરફ્યોરદોર પ્રદેશમાં ઑક્યોકૂલ ગળીને હવે એવું નાનું થઈ ગયું છે કે ગ્લૅશિયરની વ્યાખ્યા હવે એને લાગુ પડે તેમ નથી હવે એ માત્ર ok તરીકે ઓળખાશે એના નામ સાથેનો યોકૂલ એટલે કે ગ્લૅશિયર શબ્દ હટી ગયો છે આઇસલૅન્ડમાં સહેલાણીઓ ગ્લૅશિયરો જોવા જતા હોય છે અને ok એના માટે બહુ પ્રખ્યાત નહોતો પણ એક હજાર વર્ષ પહેલાં વાઇકિંગ અહીં આવીને વસ્યા એમણે એની નોંધ લીધી છે એટલે એ ખાસ ઉલ્લેખનીય તો હતો જ ok એક મૃત જ્વાળામુખીના મુખ પર હતો અને હજી એક સદી પહેલાં એ ૯ વર્ગ કિલોમીટર કરતાં વધારે મોટા વિસ્તારમાં ફેલાયેલો હતો અને બરફનો થર ૧૬૫ ફુટ જાડો હતો ૨૦૧૪ સુધીમાં એ પીગળીને માત્ર ૬૪૩ મીટર રહ્યો અને બરફનો થર પણ પીગળીને માત્ર ૫૦ ફુટ રહી ગયો ઊનાળામાં ગ્લૅશિયર પીગળે જ અને પાતળો થાય પણ શિયાળામાં એણે જેટલો બરફ ગુમાવ્યો હોય તેના કરતાં વધારે બરફ જમા કરી શકે તો જ એને ગ્લૅશિયર કહી શકાય આપણા હિમાલયના ગંગોત્રી ગ્લૅશિયરનું શું થશે વિચાર્યું છે સંદર્ભઃ https www smithsonianmag com smart news plaque memorializes first icelandic glacier lost climate change 180972710 ૦૦૦ ૪ ઈંડાની અંદરથી બચ્ચું બહારના જોખમને ઓળખી લે છે સ્પેનના સમુદ્રકાંઠે વૈજ્ઞાનિકોએ એક રસપ્રદ પ્રયોગ કર્યો સી ગલ પક્ષીનાં બચ્ચાં ઈંડાની અંદર હોય ત્યારે કોઈ શિકારી આવે છે તે જાણી શકે છે કે કેમ માતા પક્ષી પોતાનાં બચ્ચાંને ખવડાવતી ગીતો ગાતી હોય છે બધી માતાઓ ભેગી થઈ હોય છે એટલે કોરસ બની જાય છે પણ શિકારી દેખાય કે તરત કોરસનો સૂર બદલાઈ જાય છે આમાંથી અમુક બચ્ચાં જલદી ભાગી જાય છે અને કેટલાંક એમની પાછળ જાય છે આના પરથી સંશોધકોને લાગ્યું કે જલદી ભાગનારાં બચ્ચાં તરત ખતરો પામી ગયાં એમ કેમ બન્યું શું એ ઈંડાની અંદર હતાં ત્યારે જ એમને ખતરાનો અવાજ સાંભળવાની તાલીમ મળી છે ચેતવણીનો સૂર માત્ર બહાર આવેલાં બચ્ચાં સુધી નહીં ઈંડાની અંદર રહેલાં બચ્ચાં સુધી પણ પહોંચે છે અંદરનું બચ્ચું સમજી જાય છે કે કંઈક દાળમાં કાળું છે બચવાની જરૂર છે એ પણ બચવાની મહેનત કરે છે એમાં ઈંડું ધ્રૂજવા માંડે છે સંશોધકોએ બધાં ઈંડાંમાંથી અમુક પાસે ચેતવણીનો સૂર કાઢ્યો એમના પર અસર થઈ તે પછી બચ્ચાં બહાર આવ્યાં ત્યારે ફરીથી એ જ પ્રયોગ કર્યો જેમણે ઈંડાની અંદર આ અવાજની તાલીમ મેળવી હતી તે તરત ભાગી છૂટ્યાં પણ જેમને એ અવાજનો પરિચય નહોતો તે એમના કરતાં થોડી સેકંડો પાછળ રહ્યાં પણ એવું નથી કે માત્ર માબાપ પાસેથી જ એમને તાલીમ મળે છે બે ઈંડાં વચ્ચે પણ સંદેશની આપ લે થાય છે એક ઈંડામાં ધ્રૂજારી થાય તો એની ખબર બીજા ઈંડાને પણ પડી જાય છે બહારથી મળતા સંકેતો પર ધ્યાન આપવાનું એમના માટે જરૂરી છે કારણ કે બચવાનો એ જ રસ્તો છે એક સી ગલ રોજનું એક એમ ત્રણ દિવસમાં ત્રણ ઈંડાં આપે છે સંશોધકોએ આવાં ૯૦ ઈંડાં ભેગાં કર્યાં અને દરરોજ બે ઈંડાં એના જૂથમાંથી કાઢીને રેકૉર્ડિંગ સંભળાવ્યું અને પાછાં એમનાં જૂથમાં ગોઠવી દીધાં આમ બે જાણકાર બચ્ચાં બન્યાં અને એક અબોધ તે પછી જ્યારે પ્રયોગ કર્યો ત્યારે જાણકાર પહેલાં ભાગ્યાં અને અબોધ પાછળ દેખાદેખીમાં દોડ્યાં સંદર્ભઃ https www nytimes com 2019 07 22 science birds embryos communication html ૦૦૦ like loading author dipak dholakia posted on 29 07 2019 26 07 2019 categories uncategorized tags વેબગુર્જરી dipak dholakia science સમાચાર webgurjari 2 ટિપ્પણીઓ science samachar 70 માટે india slavery and struggle for freedom part 3 chapter 6 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૩ સંઘર્ષનો નવો માર્ગ પ્રકરણ ૬ ૧૮૮૫થી ૧૯૧૫ બંગાળના ક્રાન્તિકારીઃ ૧૯૦૮ ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી આ બાજુ કોંગ્રેસની મવાળવાદી પ્રવૃત્તિઓ ચાલતી હતી અને મુસ્લિમ લીગની સ્થાપના થઈ ગઈ હતી તેમ છતાં બંગાળના ભાગલાની અસરો મંદ નહોતી પડતી મંગલ પાંડેએ બંગાલ આર્મીની બરાકપુર છાવણીમાં વિદ્રોહ કર્યો તેમ છતાં જે બંગાળ ૧૮૫૭ વખતે શાંત રહ્યું તે જ બંગાળની નસો ૧૯૦૫ પછી વિદ્રોહથી થડકવા લાગી હતી આમાં સૌથી નાની ઉંમરના ક્રાન્તિવીરો ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીનાં બલિદાનો આજે પણ રક્તરંજિત અક્ષરે ઇતિહાસમાં નોંધાયેલાં છે ખુદીરામનાં માતાપિતાને ત્રણ દીકરીઓ હતી અને એ ચોથું સંતાન હતા એમના બે મોટા ભાઈઓનાં બાલ્યાવસ્થામાં જ અવસાન થયાં હતાં એટલે કુટુંબમાં વધારે મૃત્યુ ન થાય તે માટે માબાપે બાળક ખુદીરામને અનાજના બદલામાં પોતાની દીકરી અપરૂપાને વેચી દીધો દીકરીને આ બાળક ખુદ અનાજ ના બદલામાં મળ્યું હતું એટલે એનું નામ ખુદીરામ પાડ્યું તે પછી માતાપિતા સાથે એમનો સંપર્ક ન રહ્યો એ નાની ઉંમરે જ એમની સ્કૂલના પ્રિન્સિપાલ સત્યાનંદ બસુના ક્રાન્તિકારી વિચારોથી પ્રભાવિત થયા અને બંગાળના ભાગલાના વિરોધમાં ઠેર ઠેર ભડકી ઊઠેલા આંદોલનમાં કૂદી પડ્યા વિદેશી કાપડના બહિષ્કાર દ્વારા એમને અંગ્રેજ શાસન દ્વારા થતા શોષણનો ખ્યાલ આવ્યો તે પછી એ અરવિંદ ઘોષ અને વિવેકાનંદનાં સાથી સિસ્ટર નિવેદિતાનાં ભાષણોથી પ્રેરાઈને બાર વર્ષની ઉંમરે સક્રિય ક્રાન્તિકારી બની ગયા અને એમના વતન તામલૂક જિલ્લાના એક છૂપા વિદ્રોહી સંગઠનના સભ્ય બની ગયા ૧૯૦૫માં એ યુગાંતરના સભ્ય બન્યા એ જ વર્ષે બંગાળના ભાગલા થયા ને અનુશીલન યુગાંતર વગેરે ક્રાન્તિકારી સંગઠનો સક્રિય બની ગયાં એ અરસામાં ખુદીરામે મેદિનીપુરની પોલિસ ચોકી પાસે બોંબ ગોઠવ્યો તે પછી યુગાંતરે ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીને કલકત્તા પ્રેસીડેન્સીના મૅજિસ્ટ્રેટ કિંગ્સફૉર્ડની હત્યા માટે ૧૯૦૮માં બિહારના શહેર મુઝફ્ફરપુર મોકલ્યા અહીં બન્ને જુદાં નામે એક ધર્મશાળામાં રહ્યા મૅજિસ્ટ્રેટને કોર્ટમાં મારવાનો હતો પણ ત્યાં બીજા નિર્દોષ લોકોનાં મોત થવાનો ભય હતો એટલે એમણે કિંગ્સફૉર્ડને સાંજે એ યુરોપિયન ક્લબમાંથી પાછો ફરતો હોય ત્યારે મારવાનું નક્કી કર્યું રાતના અંધારામાં એમણે કિંગ્સફૉર્ડની ઘોડાગાડી પર બોંબ ફેંક્યો અને ગોળીબારો કરીને બન્ને નાસી છૂટ્યા તે પછી એમને સમાચાર મળ્યા કે ગાડીમાં તો એક બૅરિસ્ટર પ્રિંગલ કૅનેડીની પત્ની અને પુત્રી હતાં આમ બે નિર્દોષ સ્ત્રીઓના જાન ગયા હવે બન્ને અલગ થઈ ગયા અને ભાગી છૂટ્યા પરંતુ બન્ને થોડા જ દિવસમાં પકડાઈ ગયા ખુદીરામ પહેલી મેના દિવસે પકડાયા તે પછી પ્રફુલ્લ ચાકી એક ઘરમાં છુપાઈ ગયા ઘર માલિકે એમની બરાબર કાળજી લીધી અને ત્યાંથી ભાગી છૂટવા માટે કલકત્તાની ટ્રેનની ટિકિટ પણ લઈ આપી પ્રફુલ્લ ચાકી ટ્રેનમાં નીકળી પડ્યા પણ એ એક જ ટ્રેનમાં મુસાફરી કરવામાં જોખમ હતું એટલે ટ્રેન બદલીને એ કલકત્તા પહોંચવા માગતા હતા એ જ ટ્રેનમાં એક પોલીસ ઑફિસર નંદ લાલ બૅનરજી પણ હતો એને શંકા ગઈ કે આ જ પ્રફુલ્લ ચાકી છે એને ખાતરી કરી લીધી કે એની શંકા વાજબી હતી પ્રફુલ્લ ટ્રેન બદલવા ઊતર્યા કે તરત એને એમને પકડી લીધા પ્રફુલ્લે પોતાની પિસ્તોલમાંથી ગોળીઓ છોડી પણ બૅનરજી બચી ગયો આથી એમણે પોતાને લમણે જ પિસ્તોલ ગોઠવીને ઘોડો દબાવી દીધો પ્રફુલ્લ ચાકીનો મૃતદેહ જ બૅનરજીને હાથ લાગ્યો આ બાજુ ખુદીરામે ટ્રેનની સફર કરવામાં જોખમ જોયું એટલે એ ચાલતાં જ નીકળી ગયા એક ગામે એ થાકના માર્યા હોટલમાં પાણી પીવા ઊભા રહ્યા ત્યારે બે કોન્સ્ટેબલો એમની પાસે આવ્યા અને એમની ઝડતી લીધી ખુદીરામ પાસેથી બે રિવૉલ્વર અને ૩૭ રાઉંડ કારતૂસ નીકળ્યાં ૧૯૦૮ની પહેલી મેના દિવસે એમની ધરપકડ થઈ ગઈ આખું શહેર એમને જોવા ઊમટી પડ્યું એમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા ત્યાં એમણે આ હત્યાઓ પોતે એકલાએ જ કરી હોવાનું કબૂલ્યું પોલીસવાળા એમની પાસેથી પ્રફુલ્લ ચાકી કે મેદિનીપુરના બીજા વિદ્રોહી સાથીઓનાં નામ કઢાવી ન શક્યા છેવટે પોલીસે એ વખતે જે અમાનવીયતા દેખાડી તે પણ ઇતિહાસમાં નોંધાયેલી છે પોલિસે પ્રફુલ્લ ચાકીનું માથું ધડથી અલગ કરી નાખીને ખુદીરામ અને ચાકીના ક્રાન્તિકારી સંબંધોની ખાતરી માટે ખુદીરામ પાસે કલકતા મોકલી આપ્યું એ જોતાં જ ખુદીરામના ચહેરાના ભાવ બદલાઈ ગયા અને એમનો પ્રફુલ્લ ચાઅકી સાથેનો સંબંધ સ્થાપિત થઈ ગયો આ બાજુ ખુદીરામના બચાવમાં નામાંકિત વકીલો કોર્ટમાં ઊપસ્થિત થયા કેસ ચાલ્યો પણ ખુદીરામને ફાંસીની સજા થઈ તે પછી એમણે હાઇકોર્ટમાં અપીલ કરવાનો ઇનકાર કરી દીધો વકીલોની સમજાવટથી એમણે અપીલ તો કરી પણ હાઇકોર્ટે નીચલી કોર્ટના ચુકાદામાં ફેરફાર કરવાની ના પાડી દીધી ૧૯૦૮ની ૧૧મી ઑગસ્ટે ખુદીરામ હસતે મુખે ફાંસીના માંચડે ચડ્યા થોડી જ વારમાં ૧૮ વર્ષના આ યુવાન દેશભક્ત હંમેશ માટે અમર થઈ ગયા સંદર્ભઃ https www iloveindia com indian heroes khudiram bose html jlp4btl3yzks1zys 99 http magazines odisha gov in orissareview 2012 sep engpdf 34 35 pdf https www thebetterindia com 154131 khudiram bose independence day freedom fighter news like loading author dipak dholakia posted on 25 07 2019 30 07 2019 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari 5 ટિપ્પણીઓ india slavery and struggle for freedom part 3 chapter 6 માટે golden jubilee of first human landing on moon આવતી કાલે દુનિયાના પહેલા માનવીએ ચંદ્રની ધરતી પર પગ મૂક્યો તેને પચાસ વર્ષ થાય છે ૧૯૬૯ની ૨૦મી જુલાઈએ ઍપોલો ૧૧ના બે અવકાશયાત્રીઓ નીલ આર્મસ્ટ્રોંગ અને ઍડવિન બઝ ઑલ્ડ્રીન ચંદ્ર પર ઊતર્યા 1 ચંદ્રની ધરતી પર પગ મૂકતાં જ આર્મસ્ટ્રોંગે કહ્યું કે એક માણસ માટે તો આ એક જ ડગલું છે પણ માનવજાત માટે જબ્બર કૂદકો છે અને ત્યાં એમણે બે કલાક ચાળીસ મિનિટનો સમય ગાળ્યો બન્ને ચંદ્ર પર ૨૧ કલાક ૩૬ મિનિટ રહ્યા ફોટા લીધા ચંદ્રની ધરતીના કેટલાક નમૂના લીધા અને પછી પાછા લ્યૂનર મોડ્યૂલમાં બેસીને કમાંડ મૉડ્યૂલ સાથે જોડાઈ ગયા કમાંડ મૉડ્યૂલના ચાલક માઇકલ કૉલિન્સ આટલો સમય પ્રદક્ષિણા કરતા રહ્યા એમને મનમાં થયું નહીં હોય કે તદ્દૂરે તદ્વંતિકે આટલા દૂર અને આટલા નજીક કદાચ એનાથી ઉલટું આટલા નજીક અને આટલા દૂર આર્મસ્ટ્રોંગ અને બઝ ચંદ્ર પર ઘણી વસ્તુઓ છોડતા આવ્યા આમાં અમુક તો સેન્સરો હતાં જે પછી પણ પ્રયોગો ચાલુ રાખવામાં કામ આવે તે ઉપરાંત ઑલિવનાં પાનની સોનાની પ્રતિકૃતિ પણ ચંદ્ર પર મૂકતા આવ્યા બીજું શું મૂક્યું હશે એમના પોતાના બૂટ અને ખાલી ફૂડ પૅકેટો એક ચીપિયો ટીઈ કેમેરા ફિલ્મી મૅગેઝિનો અને અમુક ડિસ્પોઝેબલ કંટેનરો ત્યાં જ છોડીને એમણે કમાંડ મૉડ્યૂલનો ભાર ઓછો કર્યો કે જેથી ઈંધણની બચત થઈ શકે https akm img a in tosshub com indiatoday images bodyeditor 201812 589552main_as11 40 5875_full 770 1823 jpg k1pgo4y81zdq2hy3nvo7o1hjrfpghtzv ૧૯૭૨ સુધી અમેરિકાએ છ સમાનવ યાનો ચંદ્ર પર ઉતાર્યાં દર વખતે ચંદ્રની સપાટી પર રહેવાની અવધિ લંબાતી ગઈ ઍપોલો ૧૨ના અવકાશયાત્રીઓએ તો ચંદ્ર પર ધરતીકંપ પણ અનુભવ્યો ખાસ વાત એ છે કે એ વખતે અમેરિકાનું સર્વેયર ૩ માનવરહિત યાન ચંદ્ર પર જ હતું એ ત્યાં અઢી વર્ષ પહેલાં પહોંચ્યું હતું અને અવકાશયાત્રીઓ ચાર્લ્સ કોનરાડ અને એલન બીન એની પાસે પણ ગયા એ ચંદ્ર પર ૩૧ કલાક ૩૧ મિનિટ રહ્યા અને સર્વેયરના અમુક ભાગ કાઢીને તપાસ માટે પૃથ્વી પર લઈ આવ્યા https akm img a in tosshub com indiatoday images bodyeditor 201812 as12 48 7134_large 770 1920 jpg k_gimf5j7t6aah2bvcnjxr8mqfs4hb5f તે પછી ઍપોલો ૧૪ના અવકાશયાત્રીઓ એલન શેફર્ડ અને એડગર મિશેલે ચંદ્ર પર ૩૩ કલાક ૩૧ મિનિટ રહીને નમૂના એકઠા કર્યા પાછા આવતાં શેફર્ડે બે નાના પથ્થરોને ગોલ્ફની જેમ ફટકો મારીને દૂર ફેંકી દીધા https akm img a in tosshub com indiatoday images bodyeditor 201812 as14 64 9089_large 770 1920 jpg 3ymiph2wriapiygx48cqd8yzztbyppm7 ઍપોલો ૧૫ના યાત્રીઓ ડૅવિડ સ્કૉટ અને જેમ્સ ઇર્વિનને એક સગવડ મળી એમની પાસે ચંદ્ર પર ફરવાનું રોવર હતું એટલે એ તો બહુ ઘણા વિસ્તારમાં ફરી શક્યા એ ૬૬ કલાક ૫૫ મિનિટ ચંદ્ર પર રહ્યા https akm img a in tosshub com indiatoday images bodyeditor 201812 7022567_large 770 1783 jpg qnll zivjxw6euayc9igi3h6qirr49xl ઍપોલો ૧૬ સમાનવ સાહસમાં પાંચમું હતું એના યાત્રીઓ ઝૉન યંગ અને ચાર્લ્સ ડ્યૂક ૧૯૭૨ની ૨૧મી ઍપ્રિલે ઊતર્યા અને ૭૧ કલાક ૨૧ મિનિટ રહીને ૨૪મીએ એમણે પોતાના લ્યૂનર મૉડ્યૂલને કમાંડ મૉડ્યૂલ સાથે જોડી દીધું https akm img a in tosshub com indiatoday images bodyeditor 201812 as16 116 18653_large 770 1920 jpg 2r9471hallrczy14l9bkkcj6ls144gt9 ઍપોલો ૧૭ છઠ્ઠી અને છેલ્લી સમાનવ યાત્રા હતી કમાંડર યૂજિન સેર્નાન અને હૅરિસન શ્મિટ લ્યૂનર રોવરમાં ચંદ્ર પર ફર્યા અને ૭૫ કલાક ગાળ્યા તે પછી અમેરિકાએ ચંદ્ર પર માણસને મોકલવાનું બંધ કરી દીધું https akm img a in tosshub com indiatoday images bodyeditor 201812 as17 134 20454_large 770 1920 jpg xwo65q5iru1h3ogay7clwn2e82ywcw8d પરંતુ ખરી મઝા તો પાંચમી જોડીએ કરી ચંદ્ર પર પૃથ્વી કરતાં છઠ્ઠા ભાગનું ગુરુત્વાકર્ષણ હોય છે વળી ૧૯૭૨માં મ્યૂનિખ ઑલિંપિક પણ થવાની હતી એટલે ચાર્લ્સ ડ્યૂકે ચંદ્ર પર ઑલિંપિક રેકૉર્ડ સ્થાપવાનો નિર્ણય કર્યો યંગ ત્રણ ફૂટ જમીનથીં ઊંચે કૂદ્યો પણ ડ્યૂક ચાર ફૂટ કૂદ્યો પરંતુ થયું એવું કે કૂદવામાં એ પડી ગયો અને પીઠ પર બધાં જીવન રક્ષક સાધનો હતાં એને નુકસાન થયું હોત તો ડ્યૂકનું ચંદ્ર પર જ મોત થયું હોત આ વીડિયો જોવાની મઝા આવશેઃ સંદર્ભઃ ૧ અહીં ૨ અહીં અને ૩ અહીં 1 armstrong hosts nasa 50th anniversary documentary like loading author dipak dholakia posted on 19 07 2019 17 07 2019 categories uncategorized tags વેબગુર્જરી golden jubilee of first human landing on moon webgurjari leave a comment on golden jubilee of first human landing on moon india slavery and struggle for freedom part 3 chapter 5 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૩ સંઘર્ષનો નવો માર્ગ પ્રકરણ ૫ ૧૮૮૫થી ૧૯૧૫ મુસ્લિમ લીગની સ્થાપના ૧૯૦૬ ૧૮૮૫થી ૧૯૧૫ની રાજકીય ઘટનાઓની ચર્ચામાં મુસ્લિમ લીગની સ્થાપનાનો ઉલ્લેખ કરવો જ પડે દેશના ભવિષ્ય પર એની બહુ મોટી અસર પડી છે અને આજ સુધી વર્તાય છે પૂર્વભૂમિકા ૧૮૫૭ના વિદ્રોહ પછી ભારતમાં બ્રિટિશ હકુમતે હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે ભેદભાવની નીતિ લાગુ કરી ૧૮૫૭માં સામાન્ય મુસલમાનોએ ગામડે ગામડે મોટી સંખ્યામાં વિદ્રોહમાં ભાગલીધો આથી અંગ્રેજોએ હવે દરેક વાતમાં હિન્દુ...
|