Meta tags:
Headings (most frequently used words):
છે, ઇમામ, અને, કે, અલી, પર, તો, પણ, હુસૈન, ના, એક, કહ્યું, દુપટ્ટો, હતા, ગયા, કરી, માટે, જે, સાથે, બીબી, નથી, કોઈ, હુસૈને, પાણી, પાસે, હું, મારા, હઝરત, આવી, હતો, થઇ, અબ્બાસ, જાય, એમને, તરફ, ભાઈ, હોય, હતી, શહીદ, હતું, પછી, હુસૈનને, ઈજાજત, જમીન, મને, નહિ, મારી, હતાં, ઉમ્મે, એમણે, કરવા, જ્યારે, ગઈ, ત્યારે, તમે, મહંમદ, હુસૈનના, રીતે, ગયું, ઘોડા, લાશ, મદદ, ખૂબ, રસુલે, પત્ર, કર્યો, લઈને, લઇ, અકબર, હબીબ, મોહર્રમ, ફરી, હસન, પોતાના, ને, આપી, જંગ, અબ્બાસે, અસગરને, કાસીમ, ચાચા, હવે, એને, સપના, એમની, આવ્યા, એમના, તંબુમાં, ઝયનબ, તંબુ, ત્રણ, ઇમામે, હાથમાં, પરથી, તમારા, લોકો, ખુદા, કરે, આપે, તમારી, છું, અકબરે, કારણકે, અકબરને, કુરબાન, કર્યા, જવા, અસગ઼ર, ની, આજ, આપણે, પુત્ર, નમાજ, સુધી, એટલે, તૈયાર, કરીને, ગયાં, કરતા, નાના, જોયું, હાથ, થાય, વિજાપુરા, જેવા, ગયો, લાગી, શી, મેદાનમાં, બોલાવ્યા, હબીબને, કરબલામાં, ખૂન, ગઝલ, નામ, એજ, ઈબ્ને, ત્યાં, જો, કેમ, તમને, ખબર, હશે, આવે, જશે, વર્ષના, જાઓ, થી, આવ્યાં, ફાતિમા, કાસીમની, અલમ, શા, પયગંબર, મળી, તે, વાત, કરબલા, આંખ, ચીર, છૂટે, આમ, લિપિ, કવયિત્રી, સ્ત્રી, પડી, બધાં, આવશે, સામે, સકીના, જેમ, જહન્નમવાસી, બાબા, લો, આસમાન, જોઈને, ઝેહરા, ઝયનબે, પૂછ્યું, હાય, લાગ્યા, દીધું, તું, નેઝા, અમે, કરબલાના, લેવા, દીધા, ઓન, આકા, કોણ, એની, દે, શહાદત, પહેલા, થતા, એમ, સરદાર, દિવસે, થયો, બાધા, નવસો, નવાણું, મલાજો, કદી, શેર, માથું, પોતાની, શકે, દુપટ્ટાની, પગ, છો, એવી, નજર, નાની, છીએ, છાતી, મા, નીચે, જોઈ, તને, પાછું, આપો, અમ્મા, બહાર, માં, લશ્કર, પાછળ, રહ્યું, જબાન, ઇસ્લામ, પહોંચી, બરછી, રહ્યા, અલ્લાહ, બાળકોને, બહેન, આવ્યું, પ્યાસા, તીર, ફુરાત, આશુરા, આંખો, શું, થતું, તેમજ, બીજા, જતા, ઊભા, ચાહે, જુલ્મી, બાકી, તરફથી, નાખ્યા, થઈ, મુક્ત, સાંકળ, વગર, છૂટી, કઈ, અરીસો, ભેદી, બે, લીરા, ભેગા, પ્રાણ, બળેલી, આવીને, ઓઝા, એમનું, ફક્ત, મૂકી, બાળકને, બની, તેથી, આવ્યો, બંને, બનુ, હુસૈનની, દીકરી, વર્ષની, અઝાન, જતું, અકબરની, જઈને, લયલા, ઝયનબની, આવો, બેટા, પાછાં, ખેંચી, છેવટે, સવાર, ઘોડાની, રડતા, તરત, વધારે, જયારે, કરું, કરો, બાબાને, સલામ, ધીરે, હબીબે, ગળે, ચાલતા, દુશ્મન, સર, મહિનાના, બહેને, લગાવી, કાપી, દિવસ, બાળકો, તેર, માથા, લાગ્યાં, બિન્તે, કહીને, સિંહ, અલમદાર, મશ્ક, કાસીમને, જરા, રોજ, વહી, હૃદય, ખુશી, દિલમાં, ઘણાં, તારીખ, આંસુ, છેલ્લી, ઇમામને, અલીના, ઇમામત, હસનને, કહેતા, જેનો, તારીખે, તરીકે, રવાના, થયા, રસ્તામાં, સાથી, યઝીદના, ડાળ, પારણું, બાળ, મસોતું, થઈને, કિનારી, આંખની, લૂછવા, બદામી, ભૂખરી, કાળી, કથ્થઈ, આસમાની, જેણે, હસ્યો, રમતમાં, બાળકીએ, વીંટ્યો, ઊગે, પીડિતાએ, વાવ્યો, નજરનો, વિચારી, ખોલી, પંખાથી, હમણાં, છૂટ્યો, સુઈ, બાંધી, જેવી, વાર, દુપટ્ટાને, સાથ, આરપાર, કહે, જેને, જોયા, થવા, માંગે, રહી, આગળ, બીજી, એના, કોઈને, રહે, રહ્યો, રાખવાનો, દરેક, જીવ, કેવું, અરે, લાશને, આશુરાના, યાદ, લઉં, શાદી, બહેનને, ચાર, ઝોહરની, જંગમાં, જવાની, માંગી, દીકરો, પડતાં, વરસના, રડવા, દીકરા, જાઉં, તંબુમાંથી, બંધ, ભાઈના, તારો, એવો, લાગ્યું, અબ્બા, તારા, થવાનું, નાખ્યો, કમર, બોલાવતા, મૃત્યુ, ભી, પૂરસા, બોલાવો, વફાત, આપણને, આપ, સમય, જઈશ, દૂર, સમજી, ઝયનબને, લીધું, જ્યાં, જોવા, દોડીને, ચાદર, લડાઈ, ઝયનબના, ઈમામની, કરબલાની, આપ્યો, રૂબાબ, દો, ભાઈને, એટલા, કુરાન, રાખેલી, અબ્દુલ્લાહે, દીકરાને, ચહેરો, અબ્બાસને, કહેવાય, નવજવાન, દૂધ, સિપાહીઓ, બહાદૂર, અસદ, ઉમ્મુલ, ઉંમર, અબ્બાસનો, હાશમના, અલ, સિપાહીએ, એમનો, કાસીમનો, શ્રી, આસ્વાદ, posts, જાણે, હૃદયમાં, હૃદયને, નહીંતર, મહોબત, હો, દરિયામાં, નાખો, ઇસ્લામિક, નવું, વર્ષ, આવતાં, છવાઈ, નો, ચાંદ, આંખોમાં, આંસું, ભરી, સવાલ, બસ, એમનાં, ક્રુરતાથી, ગમ, વિષે, થોડી, તથા, ફાતિમાના, ઝેર, આપીને, કરવામાં, ચાહતા, ખભા, બેસાડીને, જ્યા, ઉતરે, લોકોને, નફરત, રસુલના, યઝીદ, ત્રાસ, આપવામાં, થકી, બયત, આપ્યું, કરવી, મંજૂર, મી, કાફલો, હજ, પૂરી, કુફા, કુફામા, સમાચાર, અસરની, વચ્ચે, કિસ્સો, હરખથી, ઝૂલ્યો, પરંતુ, પોઢ્યા, બાદ, પોઢ્યો, ઊડ્યો, નવાઈ, બાંધ્યો, ટેવ, જૂની, તરસ્યો, ભેદ્યો, કારણથી, બહુ, ઘડી, દેહથી, છાતીને, રીતથી, વળગ્યો, રાખવા, વડીલોની, પહેરાવ્યો, કાઢશે, લદાયેલા, વજનથી, મિત્ર, હ્ર્દયસ્પર્શી, કામ, કાર્યક્રમ, નવ, આપ્યા, સ્ત્રીની, બચાવવા, દાડીએ, સંભાળ, રાખવાની, નજરોથી, ક્યાંથી, છતાં, બંધાયેલા, ગાંઠ, રહો, લગ્ન, સમયે, પીડાનો, લોકોની, એનાથી, ઉતરી, સીધો, નીકળી, રહીને, પહેરીને, મોટી, બચી, શકશે, થતાં, કેવા, ઈચ્છા, ઉગે, લીધે, નીકળતા, વળગી, ગાલ, રાખી, કાલે, ઉઠીને, પંખા, બાંધીને, દીધો, મૃત, એનો, પોતાનો, આપવા, રસુલની, અઢાર, સાહેબ, મુબારક, ચહેરા, દીકરાની, બીમાર, વચન, આપેલું, અકબરના, અવાજ, રણમાં, છેલ્લીવાર, મળશે, બાપ, વર્ષનો, પાંચ, કપડાં, કડીયલ, કશું, નીકળવા, તંબુની, લે, માનાં, ટૂકડો, જવાન, લડવા, ચાલ્યો, ફરીને, દોડી, ઘોડો, જેવો, લાગે, ફર્યા, આપની, પાછા, જોતા, દુશમનોને, સાદે, હુકમ, હુસૈનનો, મળીને, હુમલો, તોડી, બેસી, આંખે, જુઓ, મેં, પુરસો, તૂટી, તેરી, મય્યતકો, ઉઠાયેગા, recent, પહેરો, યઝીદનું, જુદાં, પામ્યા, થયાં, ફરમાવ્યું, માની, કાસિદ, તેમની, પત્નીએ, નહીં, ચૂડી, બચપણ, દૂરથી, આવતો, મોકલ્યા, ફૂટી, મજબૂર, જયાં, ખુદાને, છત, રાહ, આવતા, સાંજ, આવવા, કપડું, ક્યાં, થવાવાળા, દુશ્મને, અહીં, છોડીને, ઊંડે, શહીદોની, રજૂ, હોવાથી, ભરેલું, ઘર, સૌથી, શિમર, મલૂન, હાલત, સૈયેદે, સજ્જાદ, ચોથા, અમામા, તલવારથી, મારો, કદાચ, ગળા, ખંજર, બોસો, રડ્યાં, ફરવા, જુએ, ડાબી, જમણી, ઝુલઝલાલ, ચાલતો, દઉં, જા, સકીનાને, બાબાએ, લીધાં, પહોંચ્યા, દુશ્મનો, રૂહ, તલવાર, વરસાદ, ઇમામના, આખું, ટેકરી, પડવાવાળાએ, ઇન્ના, ઈશ્વર, ફરવાનું, અબ્દુલ્લાહ, શરત, આશુરાનો, ભૂખ્યા, પ્યાસી, મામુજાન, શર્મિંદા, બખ્તર, શરીર, હેલ્મેટ, જંગની, શક્યા, દુશમનને, દુશમનોએ, ઓનનાં, બીબીઓ, માસુમ, કાપીને, પીધું, નવમી, પાયમાલ, ઔલાદ, બોલ્યા, દિવસના, ફેંકી, દીધી, મચી, અસગરની, માદર, વગરના, કાઢી, મોઢું, ઉઘાડબંધ, શોધવા, અસગરનું, શોધી, રુબાબે, રહેમ, માસૂમ, તમારું, રડવાં, વળી, હુરમલાએ, હાયે, ફેંકવા, પોકારી, ફેંકશો, કબર, દફન, નિકાહ, બનીન, બનીને, જન્મ, જિંદગીભર, દેખાવમાં, જેમાં, લશ્કરના, અતશ, પ્યાસ, રહ્યાં, છીનવાઈ, નેહરે, લડતા, પાણીની, સાફ, આરજૂ, પત્ની, ફરવાએ, કુરબાની, કાસીમે, તલવારબાજી, હૂમલો, પોટલું, શૈલેષભાઇ, પંડ્યા, તરહી, રક્ષાબંધન, 13, older, entries, subscribe, to, latest, હસતી, ચાલે, ઝાંખો, સતાવો, અજાણે, ગુનાની, સજા, ચાખો, અમાનત, સાચવીને, પાસ, રાખો, બુરાઈનો, બદલો, બુરાઈ, ભલાઈ, હજારો, નયનમાં, દ્વાર, વાખો, હિજરી, સાલ, 1445, કેલેન્ડરનું, શરૂ, મોહર્રમનું, ઉદાસી, અમારાં, નવાં, વર્ષમાં, ફટાકડા, ફૂટતા, દિલમાંથી, આહ, નીકળે, પહેલો, અમારી, જવાબ, એકજ, કુટુંબીજનોની, થયેલી, પહેલી, ફરિયાદ, માહિતી, જિંદગીની, સફરની, વાતો, કરીશું, ઈમામ, નવાસા, પુત્રી, ત્રીજા, શિયા, 12, માને, જેમને, બજારમાં, ફરતા, પડતા, પીઠ, ચડી, સજદામાંથી, જન્નતના, જવાનોના, પ્યારા, વાંધો, માહવીયાને, સમયનો, રાજા, શાસકોએ, રાખ્યું, શરાબી, સત્તાનો, દિવાનો, સતત, હુકુમત, આપતો, તેણે, આમંત્રણ, કબુલ, મરજી, પ્રમાણે, અન્યાયી, ભ્રષ્ટાચારી, શાસનનો, સ્વીકાર, રજબ, મહિનાની, 28, હુસેનનો, મદીનાથી, નીકળ્યો, મળ્યો, સ્વીકારવા, મળ્યાં, કુફાના, લોકોએ, દગો, મુસ્લિમને, ખૂબજ, ખલીફ, 1000, જેટલાં, સૈનિકોએ, 70, જવાનોને, ફોર્સ, વાળી, દીધાં, ઝોહર, 72, પછીના, લેખમાં, શહીદનો, લખીશ, આપણું, આંગણું, બ્લોગ, દાવડા, સાહેબનો, જયશ્રી, મરચંટ, કવિ, હિતેન, આનંદપરા, ચલાવે, સાહિત્યના, ડૂબકી, નવી, અદભૂત, રચનાઓ, પીરસે, ઓઝાની, ત્યાંથી, અદભુત, અમદાવાદ, નિવાસી, વતન, ભાવનગર, સંચાલક, સંગીતના, કોન્સર્ટ, ગવર્મેન્ટ, ફંક્શન, લાઈવ, ટીવી, રદીફ, ઓઝાએ, ચોટદાર, મર્યાદા, દુપટ્ટામાં, રહેલી, દુપટ્ટાનો, ઉપયોગ, ઢાંકવા, લાજ, ઘડીભર, વિચાર, ગરીબ, પહોંચે, ઝાડની, દુપટ્ટાનું, બનાવી, બાળને, સુવાડે, તોયે, દુપટ્ટા, જવાબદારી, બાળની, ખેતરમાં, કરતી, માલિકને, ખરાબ, બચાવવાની, મર્યાદાએ, રાખ્યા, સંબંધમાંથી, છૂટવું, સહેલું, હોતું, અણદેખી, બેડી, પગમાં
Text of the page (most frequently used words):
અને (166), ઇમામ (142), અલી (69), હુસૈન (61), #કહ્યું (56), મળે (50), કરી (47), માટે (47), હતા (47), ગયા (46), દુપટ્ટો (45), સાથે (44), કોઈ (44), હોય (42), પછી (39), આવી (36), હુસૈને (35), મારા (33), નથી (33), હઝરત (32), જાય (31), બીબી (31), હું (30), ભાઈ (30), નહિ (29), પાણી (28), ગઝલ (27), પાસે (27), એમને (27), ફરી (25), હતી (23), શહીદ (23), #જ્યારે (23), તરફ (22), જમીન (21), મને (21), હતું (21), હતો (21), અબ્બાસ (21), હુસૈનને (20), મોહર્રમ (20), મારી (20), ત્યારે (19), કરવા (19), હતાં (18), બહેન (18), એમણે (17), ઈજાજત (17), વતન (17), આવ્યા (16), ખૂબ (16), ઉમ્મે (16), આવે (16), comments (15), sapana (15), સપના (15), ગયું (15), એમની (15), થાય (15), હુસૈનના (15), લઈને (15), પોતાના (15), એમના (15), કરે (14), ઘોડા (14), છું (14), મહંમદ (14), તમે (14), એની (14), વિજાપુરા (13), અકબર (13), તમારા (13), કર્યો (13), લાશ (13), હશે (13), રીતે (13), સુધી (13), લોકો (13), posted (13), પત્ર (13), મદદ (13), ભરી (13), પરથી (12), august (12), 2010 (12), march (12), 2011 (12), 2013 (12), 2014 (12), તંબુ (12), ખબર (12), રસુલે (12), તમારી (12), આપી (12), કરીને (12), હાથમાં (12), એને (12), લેવા (12), તું (12), હબીબ (12), 2012 (11), જંગ (11), ત્રણ (11), આપે (11), ઝયનબ (11), એટલે (11), ચહેરા (11), કાસીમ (11), ચાચા (11), અબ્બાસે (11), હસન (11), આવશે (11), નામ (11), જવા (11), અસગરને (11), દૂર (11), may (10), july (10), 2023 (10), ઇમામે (10), આપણે (10), કુરબાન (10), ઈબ્ને (10), કારણકે (10), હાથ (10), બની (10), તંબુમાં (10), ગયો (10), ગયાં (10), હવે (10), તમને (10), આવ્યાં (10), જશે (10), આદિલ (10), કોણ (9), april (9), 2009 (9), june (9), september (9), 2015 (9), અકબરે (9), કર્યા (9), અકબરને (9), નજર (9), ખુદા (9), જેવા (9), બધાં (9), જોઈ (9), પૂછ્યું (9), નાના (9), તૈયાર (9), દરેક (9), અસગ઼ર (9), શકે (9), આવ્યું (9), બાધા (9), ત્યાં (9), કરબલા (9), આસ્વાદ (8), શ્રી (8), october (8), november (8), પોતાની (8), કરતા (8), જાઓ (8), મેદાનમાં (8), એવી (8), બોલાવ્યા (8), રહ્યા (8), જોયું (8), જેમ (8), સામે (8), નમાજ (8), વર્ષના (8), પહેલા (8), લાગી (8), પુત્ર (8), યાદ (8), કરબલામાં (8), મળી (8), ખૂન (8), વગર (8), ભીની (8), વતનની (8), હબીબને (8), january (7), 2016 (7), બાળકોને (7), લશ્કર (7), કેમ (7), પડી (7), લઉં (7), jul (7), કાસીમની (7), લાગ્યા (7), ભાઈને (7), કરવામાં (7), થયો (7), અલમ (7), માથું (7), આંખોમાં (7), કદી (7), ફાતિમા (7), ઝયનબે (7), દીધા (7), છૂટી (7), શેર (7), બાંધી (7), છોડીને (7), february (6), ઝેહરા (6), જહન્નમવાસી (6), બાબા (6), પહોંચી (6), સલામ (6), આસમાન (6), જોઈને (6), આવો (6), દિવસે (6), થવા (6), બહાર (6), માં (6), સકીના (6), છીએ (6), પયગંબર (6), સમય (6), કરબલાના (6), હાય (6), આકા (6), જતા (6), નેઝા (6), ફુરાત (6), પ્યાસા (6), દીધું (6), ગળે (6), જોવા (6), નાની (6), સ્ત્રી (6), દિલમાં (6), તેથી (6), વાત (6), બહેને (6), આંખમાં (6), નીચે (6), કવયિત્રી (6), લિપિ (6), છૂટે (6), ચીર (6), આંખ (6), 000 (6), કુફા (6), શહાદત (6), લડાઈ (6), શહેર (6), અમે (6), માટીની (6), આશુરા (5), december (5), 2018 (5), 2024 (5), મળશે (5), જબાન (5), મૂકી (5), તરત (5), ખેંચી (5), ઇસ્લામ (5), કરો (5), બરછી (5), અલ્લાહ (5), બીજા (5), મૃત્યુ (5), પાછળ (5), રહ્યું (5), પાછું (5), તને (5), પાછાં (5), જેવી (5), જવાની (5), આપો (5), અમ્મા (5), ઝયનબની (5), કપડાં (5), દીકરા (5), તારીખ (5), ફક્ત (5), હુસૈનની (5), બહેનને (5), વર્ષની (5), લાગ્યાં (5), દિવસ (5), માંગે (5), દુઆ (5), તીર (5), એમનું (5), રવાના (5), થયા (5), સરદાર (5), થતા (5), બાળકો (5), કહે (5), રડી (5), જગ્યા (5), કબર (5), મારો (5), રાખડી (5), હંમેશા (5), પાન (5), આંસુ (5), રહે (5), અરે (5), છાતી (5), મલાજો (5), એના (5), કોઈને (5), શું (5), નવસો (5), નવાણું (5), દુપટ્ટાની (5), અમદાવાદ (5), બયત (5), મન્સૂરી (5), અહીં (5), શ્વાસમાં (5), સ્મૃતિપટ (5), ખૂલી (4), સપનાં (4), નહીં (4), 2017 (4), અકબરની (4), વધારે (4), થવાનું (4), બેટા (4), જયારે (4), જંગમાં (4), પાછા (4), કરું (4), હૃદય (4), બાબાને (4), ધીરે (4), ઊભા (4), સવાર (4), યઝીદના (4), ઘોડાની (4), રડતા (4), ફર્યા (4), અઝાન (4), જતું (4), જઈને (4), લયલા (4), જાઉં (4), ભાઈના (4), છેવટે (4), સાથી (4), બાકી (4), બનુ (4), દીકરી (4), રહી (4), ચાર (4), કાસીમને (4), થતું (4), ઘણાં (4), દુશ્મન (4), તેર (4), આપ્યો (4), તરફથી (4), નાખ્યા (4), મશ્ક (4), કાપી (4), ચાલતા (4), આંખો (4), કહીને (4), આવ્યો (4), અલમદાર (4), ભેગા (4), લીધું (4), તેમજ (4), ક્યાં (4), જેને (4), કહેવાય (4), આવીને (4), સિંહ (4), માની (4), બિન્તે (4), બીજી (4), થઈને (4), નાજુક (4), લગાવી (4), લોકોને (4), બંને (4), બાળકને (4), મહિનાના (4), તારીખે (4), રાખેલી (4), તેં (4), રાખી (4), બ્હેન (4), પિતા (4), ઉપર (4), ફૂલની (4), પાંખડી (4), રક્ષણ (4), કરતી (4), કવિ (4), સમયે (4), સાથ (4), ઓઝા (4), પ્રાણ (4), બળેલી (4), લીરા (4), અરીસો (4), ભેદી (4), આગળ (4), ઉતરી (4), ચાહે (4), વેદના (4), મુક્ત (4), છતાં (4), સાંકળ (4), કામ (4), કુફામા (4), મુસ્લિમને (4), દીકરાને (4), તેઓ (4), લોકોએ (4), ઇમામને (4), અમારી (4), સુગંધ (4), દિલ (4), ભલે (4), હમસફર (4), ધરાઈને (4), વતનથી (4), મીઠી (4), જ્યાં (4), રેતમાં (4), રમતું (4), નદીની (4), વર્ષ (4), જુલ્મી (4), હબીબે (4), માથા (4), આંખનાં (3), રક્ષાબંધન (3), posts (3), 2020 (3), કમર (3), પૂરસા (3), હુકમ (3), જીવ (3), મળીને (3), નાખ્યો (3), બોલાવતા (3), અકબરના (3), મેં (3), તારો (3), એવો (3), ચાલ્યો (3), લાગ્યું (3), રહ્યો (3), અબ્બા (3), તારા (3), જેવો (3), દીકરો (3), કેવું (3), લાગે (3), આશુરાના (3), ઝોહરની (3), રણમાં (3), માંગી (3), અઢાર (3), પડતાં (3), વરસના (3), રડવા (3), તંબુમાંથી (3), બંધ (3), વીંટળાઈ (3), કહેતા (3), શાદી (3), એટલા (3), ચહેરો (3), કરવાનું (3), સિપાહીઓ (3), લાશને (3), કાસીમનો (3), આખું (3), વળી (3), ઉંમર (3), એમનો (3), સમજી (3), નવજવાન (3), અલીના (3), હસનને (3), બહાદૂર (3), જન્મ (3), સિપાહીએ (3), વહી (3), અબ્બાસનો (3), પહોંચ્યા (3), ઈચ્છા (3), સાફ (3), બોલાવો (3), ઈમામની (3), હાશમના (3), કરબલાની (3), દફન (3), જેનો (3), અથવા (3), અબ્બાસને (3), ચાદર (3), બાંધીને (3), રસ્તામાં (3), દિવસના (3), ફેંકી (3), ઉમ્મુલ (3), રહેવા (3), વફાત (3), અસદ (3), આપવામાં (3), તરીકે (3), દીધી (3), ઝયનબના (3), રૂબાબ (3), કુરાન (3), નહીંતર (3), દૂધ (3), કદાચ (3), aug (3), હૈયું (3), આંખમાંથી (3), બહેનની (3), રડાવી (3), રક્ષા (3), પડે (3), આખડી (3), ઘરને (3), ખાસ (3), મોટી (3), બને (3), દુનિયા (3), બતાવી (3), માર્ગમાં (3), કાંટા (3), ચાખડી (3), જેની (3), માતા (3), ડાળી (3), પ્રભુ (3), આવવા (3), દેતો (3), એનો (3), પડ્યું (3), હમણાં (3), પંખાથી (3), ખોલી (3), આંસું (3), છૂટ્યો (3), રાખવાનો (3), વિચારી (3), નજરનો (3), દુપટ્ટાને (3), પીડિતાએ (3), વાવ્યો (3), ઊગે (3), બાળકીએ (3), રમતમાં (3), વીંટ્યો (3), હસ્યો (3), આરપાર (3), બદામી (3), ભૂખરી (3), કાળી (3), કથ્થઈ (3), આસમાની (3), જેણે (3), સવાલ (3), નજરથી (3), જોયા (3), વાર (3), મસોતું (3), આંખની (3), કિનારી (3), લૂછવા (3), ડાળ (3), પારણું (3), બાળ (3), સુઈ (3), કતલ (3), મુસ્લિમ (3), આખી (3), હિઝરી (3), ઘરની (3), દીધાં (3), મળ્યાં (3), કેટલી (3), યજીદે (3), પુરુષો (3), સ્ત્રીઓને (3), તથા (3), ખાક (3), છેલ્લી (3), સફર (3), જતાં (3), જરા (3), છોડતાં (3), ધૂળ (3), ઉમ્રભર (3), મહોબત (3), ધૂળથી (3), પ્રેમ (3), ભારત (3), વળાવા (3), સફરમાં (3), રસ્તા (3), બારીઓ (3), ભીંતો (3), ગલીઓ (3), બધી (3), એકએક (3), હસતા (3), છોડવું (3), સુગંધનો (3), દરિયો (3), અસર (3), કિનારે (3), મેરે (3), નગર (3), હૃદયમાં (3), ઇમામત (3), ખુશી (3), દોડીને (3), જઈશ (3), ઝયનબને (3), રોજ (3), આપણને (3), અબ્દુલ્લાહે (3), wordpress (2), feed (2), entries (2), patel (2), ઝૂક્યાં (2), recent (2), શૈલેષભાઇ (2), પંડ્યા (2), તરહી (2), 2022 (2), 2025 (2), 2026 (2), તૂટી (2), નબી (2), તેરી (2), મય્યતકો (2), ઉઠાયેગા (2), આપની (2), ફરીને (2), જોતા (2), દુશમનોને (2), સાદે (2), નાખો (2), હુસૈનનો (2), હુમલો (2), તોડી (2), પકડીને (2), બેસી (2), આંખે (2), છવાઈ (2), રહો (2), કશું (2), જુઓ (2), પટ્ટી (2), કડીયલ (2), જવાન (2), પુરસો (2), આપવા (2), માનાં (2), ટૂકડો (2), લડવા (2), વર્ષનો (2), બાપ (2), દોડી (2), ઘોડો (2), અવાજ (2), છેલ્લીવાર (2), પાંચ (2), બધા (2), દીકરાની (2), ફાતિમાના (2), નીકળવા (2), ક્યાંય (2), તંબુની (2), વહાલ (2), મોહર્રમની (2), રસુલની (2), સાહેબ (2), મુબારક (2), બીમાર (2), ચાહતા (2), વચન (2), આપેલું (2), કાસીમે (2), બખ્તર (2), હેલ્મેટ (2), તલવારબાજી (2), થવાવાળા (2), માસુમ (2), હૂમલો (2), ડાબી (2), જમણી (2), પાયમાલ (2), શોધવા (2), શરીર (2), પોટલું (2), ફરવાએ (2), વિષે (2), ફરવાનું (2), બીબીઓ (2), રડવાં (2), આશુરાનો (2), બોલાવીને (2), જંગની (2), લેતા (2), ઉદાસ (2), માદર (2), જેમાં (2), કુરબાની (2), રહ્યાં (2), બચાવવા (2), ભાઈની (2), પત્ની (2), ઝેર (2), આપીને (2), ફરવા (2), પાણીની (2), વગરના (2), આવતા (2), બોલ્યા (2), આરજૂ (2), જિંદગીભર (2), પૂરી (2), શર્મિંદા (2), દીધો (2), રાહ (2), આપ્યું (2), લશ્કરના (2), કાપીને (2), આવતાં (2), દઉં (2), અતશ (2), પ્યાસ (2), સકીનાને (2), શક્યા (2), બાબાએ (2), છીનવાઈ (2), નેહરે (2), કેટલાય (2), લડતા (2), પ્યાસી (2), ક્યાંથી (2), ઉતરે (2), પીધું (2), દેખાવમાં (2), ચાંદ (2), ગલીયોમાં (2), નીકળતા (2), ઘણી (2), પહેરીને (2), બનીન (2), નિકાહ (2), બનીને (2), દેશો (2), માંગતા (2), સંબંધ (2), એનાથી (2), ઔલાદ (2), નું (2), લીધાં (2), હોવાથી (2), રુબાબે (2), તલવારથી (2), શોધી (2), કાઢી (2), હાયે (2), જુએ (2), જયાં (2), પોતાનો (2), મૃત (2), અસગરની (2), જ્યા (2), હુરમલાએ (2), અસગરનું (2), ફેંકવા (2), પોકારી (2), ફેંકશો (2), ઉગે (2), વરસાદ (2), હાલત (2), તમારું (2), પડવાવાળાએ (2), માસૂમ (2), ઇમામના (2), યઝીદ (2), તરસ્યા (2), મચી (2), પીવડાવો (2), મજબૂર (2), ઉંમરે (2), રહેમ (2), નવમી (2), કિસ્સો (2), સૌથી (2), ભરેલું (2), નાખવામાં (2), ટેકરી (2), ભૂખ્યા (2), મોઢું (2), ઉઘાડબંધ (2), ઉઠાવીને (2), કપડું (2), હજારો (2), એકજ (2), ઉતારે (2), દેતા (2), રક્ષાબંધનની (2), બંધને (2), ઊભરાઈ (2), આંસુઓની (2), ગાંસડી (2), માંગેલા (2), લાગેલો (2), ઘસારો (2), સાથોસાથ (2), કાયમ (2), ચાલે (2), માર્ગદર્શક (2), કોક (2), ચશ્માં (2), કુટુંબની (2), વૃક્ષ (2), કોને (2), સહારો (2), ફૂલ (2), ડાળખી (2), સાવ (2), ક્યારેય (2), કાંડે (2), આંખડી (2), અનિલ (2), મોકલી (2), કરવાની (2), હૃદયને (2), દેશે (2), પંખા (2), સ્ત્રીની (2), પીડા (2), દુનિયાની (2), આભાર (2), હ્ર્દયસ્પર્શી (2), કાઢશે (2), લદાયેલા (2), વજનથી (2), મોટા (2), કરવી (2), કાલે (2), ઉઠીને (2), રાખવા (2), વડીલોની (2), પહેરાવ્યો (2), લીધે (2), વળગી (2), ગાલ (2), દેહથી (2), છાતીને (2), રીતથી (2), વળગ્યો (2), લગ્ન (2), બચી (2), શકશે (2), થતાં (2), કેવા (2), જાણે (2), કારણથી (2), બહુ (2), ઘડી (2), સીધો (2), નીકળી (2), લોકોની (2), રહીને (2), ભેદ્યો (2), પીડાનો (2), નજરોથી (2), ટેવ (2), જૂની (2), તરસ્યો (2), બંધાયેલા (2), ગાંઠ (2), ઊડ્યો (2), નવાઈ (2), બાંધ્યો (2), આપ્યા (2), દાડીએ (2), સંભાળ (2), રાખવાની (2), હરખથી (2), ઝૂલ્યો (2), પોઢ્યા (2), બાદ (2), પોઢ્યો (2), સાહેબનો (2), મિત્ર (2), દરિયામાં (2), કાર્યક્રમ (2), ઝિયાદ (2), છૂપા (2), આવવાના (2), ઇનામ (2), આપશે (2), ફરતા (2), રાત (2), હિસાબે (2), કલમ (2), શરીરને (2), કુફાથી (2), એમાં (2), જાણવા (2), મોકલે (2), મહિનાની (2), થતી (2), લખ્યો (2), કુફાના (2), ચોક્કસ (2), ઈમામ (2), ઇસ્લામને (2), શરાબી (2), રસુલનાં (2), નહેરે (2), ઘોડાને (2), ત્યાંના (2), જણાવ્યું (2), અમારા (2), કહેશો (2), નાખી (2), જગ્યાનું (2), બીજું (2), સિવાય (2), લાગતી (2), જઈએ (2), કહેલું (2), દુશ્મનો (2), રૂહ (2), તલવાર (2), શિમર (2), મલૂન (2), ગળા (2), ખંજર (2), સાહેબના (2), ઇન્ના (2), ઈશ્વર (2), થકી (2), ઝુલઝલાલ (2), ચાલતો (2), બેસીને (2), ઊભી (2), બોસો (2), અમામા (2), રડ્યાં (2), રસુલના (2), અસરની (2), બેસાડીને (2), સૈયેદે (2), સજ્જાદ (2), ચોથા (2), દરમ્યાન (2), શહીદોની (2), રજૂ (2), માથે (2), માટી (2), શબ્દે (2), કવિને (2), માથુ (2), મિત્રો (2), વસી (2), સતત (2), વહાલાંઓની (2), યાદમાં (2), લખી (2), ચ્હેરા (2), ફરશે (2), સાંજ (2), ઊંડે (2), વતનને (2), વખત (2), રડવું (2), આવવાનું (2), સંબંધોને (2), કોઈની (2), રસ્તાઓ (2), પ્યારા (2), પરિચિતોને (2), સાબરમતી (2), વિસ (2), નદીને (2), જવાનું (2), કોઈપણ (2), પ્યારે (2), દૃશ્ય (2), પાકિસ્તાન (2), નાગરિકત્વ (2), રડતાં (2), કાફલો (2), સમાચાર (2), ક્રુરતાથી (2), વચ્ચે (2), થોડી (2), ખભા (2), નફરત (2), ત્રાસ (2), મંજૂર (2), ઇસ્લામિક (2), નવું (2), એમનાં (2), દુશ્મને (2), બચપણ (2), ખુદાને (2), આવતો (2), દૂરથી (2), પામ્યા (2), ફરમાવ્યું (2), મોકલ્યા (2), ફૂટી (2), પહેરો (2), યઝીદનું (2), જુદાં (2), થયાં (2), કાસિદ (2), તેમની (2), પત્નીએ (2), ચૂડી (2), દુશમનને (2), દુશમનોએ (2), ઓનનાં (2), મામુજાન (2), અબ્દુલ્લાહ (2), શરત (2), ocean, mist, theme, available, from, designed, powered, photo, rexfarucao, merritt, tenbytwenty, com, લયસ્તરો, પંચમ, શુક્લ, પ્રત્યાયન, दर्दे, दिल, mahobate, ahlulbait, blogroll, org, log, meta, સંતા, કૂકડી, sandeep, ખમ્મા, rakesh, kumar, saryu, parikh, હાયકુ, સાહિત્ય, સમા્ચાર, વાર્તા, ગઝલનો, રસાસ્વાદ, કાવ્ય, અછાંદસ, uncategorized, categories, enter, your, email, address, get, new, 2019, monthly, archives, browse, શેહકી, ગભરા, મગર, ફરઝંદે, અકબરકા, થોડીવાર, બબ્બે, ત્રણને, થોડું, સુકાઈ, લીધી, સૂકી, ભૂખ્યાં, તરસ્યાં, જજો, દીદાર, જંગના, હજારોની, સંખ્યામાં, ઉમર, જીવે, અકબરમાં, મુરા, મુનાકદે, મુરાહે, બરછીનો, હાથો, વાગેલી, કબૂલ, અંધારું, દેખાતું, લાગેલી, દુખાવો, દાદા, ઈબ્રાહીમ, બાંધેલા, ગવાહ, રહેશો, હમશક્લે, મુસ્તુફા, હાશિમના, ઉઠાવવા, ઇસ્લામમાં, ધર્મની, સગાને, ફાતિમાને, આપીએ, દિલનો, ફોઈની, આંખોનો, ચાંદને, શરમાવે, ગભરુ, સત્તાવન, બુઢો, રોક્યો, હોત, પડત, બાપની, મરવા, બીબીઓની, રડવાનો, બુલંદ, આવતું, પ્યારી, બીબીઓને, ખાતરી, સાંભળવા, વિચારો, બાપના, નશ્તર, બૂઢા, સતાવન, પૂછે, મરવાની, ફોઈ, મહિના, બતાવવા, થાઓ, ફોઈના, ફોઈએ, ઉછેરેલા, જવાનને, ફુફી, દાદી, બોલ્યાં, તંબુનો, પરદો, થોડો, ઊંચો, આવું, ચાલ્યું, અંદર, પગે, ગયેલા, લાવ્યા, છઠ્ઠી, શહીદોના, કિસ્સા, વાંચીએ, લગભગ, અસહાબ, આલના, સભ્યો, હાશીમ, કહેવાતાં, લયલાના, સુરતમાં, સિરતમા, ઘણીવાર, નાનાની, લયલાને, કરવાના, અરમાન, મદીનામાં, સુગરાને, તેડવા, જરૂર, આવીશ, વયનાં, લાડલાં, પામાલ, હુઆ, ઘોડોકી, ટાપોસે, કિસ, તરહ, કાસીમકા, કહેવાનું, મોટાભાઈના, હુકમની, અવગણના, મોત, મધથી, મીઠું, હતાકે, ફિટ, છૂપાવી, લેતો, બેસાડ્યા, શીખવાડ્યું, બલ્કે, શીખવાડેલી, નાંખ્યાં, બાળકનું, કેટલું, ગજુ, સિપાહોએ, ચાચાને, કહ્યા, દોડ્યાં, યઝીદને, દોડવાં, હડબડીમાં, નાળથી, કચડાતી, ક્યાંકથી, કયાંકથી, વિખેરાઈ, અબા, લાશનું, વાળ્યું, ખોલીને, અલ્લાહથી, ઢળી, ઇમામનું, ઓછું, માંગો, દેખાતા, ભત્રીજાને, ચાચાએ, અમ્મી, હસનનો, કાઢીને, લખેલું, હઝારોના, લશ્કરનો, સામનો, કરવો, પડશે, માંગશે, આપશો, કબીલાના, હસનના, મોટાભાઈ, હસનની, ફરવાના, પેટે, માહવીયા, પત્નીને, આપેલો, ખોલશો, હાથોંકે, કટનેકા, કુછ, દિલાવરકો, સઇદાનીયોકા, પરદા, કૌન, બચાયેગા, અબ્બાસકા, ડાબો, જમણા, પકડ્યો, જમણો, માર્યું, બધું, અલમદારની, પહોંચાડવાની, આશા, વળ્યું, ત્રિશૂળ, નેઝાથી, કલ્પના, જેના, આકાને, સાંભળ્યો, બાળકની, ગોઠણીયે, ખોળામાં, મૂક્યું, હુસેને, ઝિયારત, બોલાવ્યો, સકીનાથી, લાવી, શક્યો, ઉપાડ્યો, લુબના, અબ્બાસની, લાવતા, કૂટવા, સકીનાએ, જામ, માફ, કરજો, લાવશે, બાળકે, પાણીનું, બનાવ્યા, હાથોથી, અસ્હાબોના, માથાથી, છૂટા, પડેલા, ધડને, તપતી, લટકાવામાં, સબરની, સીમા, માટેની, ગરદન, ઝૂકાવીને, જણા, બચ્યાં, મહિનાનાં, એટલામાં, ખયમા, તેમાંથી, અતશની, બૂમો, સંભળાઈ, માછલીની, તડપી, ક્હેવા, પાડી, ઈજાઝત, પડ્યાં, હિજાબ, તેના, પરદાને, છીનવી, યકીન, ભરવાનો, કુંજો, ઘોડાએ, બિલકુલ, મદીનાવાળાએ, કમરે, હાશમ, ઊંચા, બેસતા, રહેતાં, મદીનાની, માણસો, થોડીવારમાં, થંભી, અર્થ, ભાગી, બહાદૂરીમાં, બહાદુરીમાં, જંગે, સિફફીન, માનવા, ત્રણે, લગાડ્યાં, શાદીની, રાતે, કનીઝ, કદમોમાં, બાળકોનો, ખ્યાલ, રાખતાં, બોલતા, શીખ્યા, બોલાવશો, સાયાની, બહાદૂરીનું, વફાદારીનું, દિલાવરનું, ખુદાની, અકીલને, આલા, નસલથી, રાખતી, પોતે, પેદા, હઝામ, કુટુંબ, શરાફત, સખાવત, પાકી, મહેમાનનવાઝી, અવ્વ્લ, અલીએ, દીકરાઓની, પ્રખ્યાત, ખોદી, દસમી, મોહર્રમે, જાલીમોએ, ટાંકી, જિગરનો, હાલતમાં, નીકળ્યા, પ્રતીક્ષામાં, હતીકે, પાણીથી, સેરાબ, સાતવાર, મૂકવી, મૂક્યા, રૂબાબને, ખૂનથી, લથપથ, વિલાપ, ધરીવાળું, કાઢ્યું, જાનવરોને, મારવા, વપરાય, ફેંક્યું, અસગરના, ગળાને, છેદીને, પેસી, ખામોશ, ઉઠી, અનાજ, વેરાન, ચાહ્યું, ઉઠ્યું, કયામતમાં, ઉઠીશ, કહીશ, ઉમ્મતે, નમાઝી, શરીફ, કુરાનનો, વાસ્તો, કરાવશે, હાથોમાં, ઊંચકીને, આકાશ, તારી, અસગરે, કાંઈ, બગાડ્યું, દિવસથી, લશ્કરમાં, ખળભળાટ, ઇન્સાન, બાઔલાદ, લઈશ, મુકું, બાપે, કુમળા, તપતાં, લાવ્યું, ઉઠાવી, લીધા, હુરમલા, સિપાહીઓના, બાજી, ઉંધી, અસગરનો, પડાતો, શહીદની, કરીએ, ઝેહરાનું, ઉજડી, અક્બરના, સીનામાં, ટાપોથી, અબ્બાસના, અસ્હાબ, હલમિન્નાસે, યંસૂરના, તેમને, જાતને, ઝૂલામાંથી, કોહરામ, રૂબાબનું, છાતીનું, શુષ્ક, માછલીને, પાણીમાંથી, લેવામાં, તેનું, માનું, તંબુના, દરવાજા, ઢાંકી, બાંધવા, માઈલ, ક્યારે, આરતી, બાંધે, સંજોગ, એવું, ભાઈનું, ભરાઈ, શ્રાવણ, ભાદરવો, છલકાઈ, નજીક, આશીર્વાદની, મોહતાજ, સુંદર, ભાઈબહેનની, પ્યાર, છલકાવતી, અભિનંદન, અનિલભાઈ, સૌને, શુભેચ્છા, પોતાનું, ધાર્યું, ભાઈઉપર, આફત, માંદો, પડ્યો, પહેરાવીશ, ઘરે, માંગવા, સાજો, પહેરાવ્યાં, ખોટા, માર્ગે, સાચના, ચશ્મા, પહેરાવીને, સાચી, કાંટો, પલકો, ભાઈનો, માર્ગ, સરખામણી, આપણા, ટકેલું, બેનડી, સમી, પાખડીની, મહેક, આખા, વૃક્ષને, મહેકતું, રાખે, આધારે, કહેવું, મુશ્કિલ, એકબીજાને, સારા, સંબંધની, નિશાની, બીજાનું, પ્રાર્થના, સલામતી, સાદો, સમજાય, બહેની, ભારે, હૈયે, પારકાને, સોંપી, હૃદયથી, કરતો, ચાવડાના, નામથી, ભાગ્યેજ, અજાણ, ભારતમાં, તહેવાર, જોડાયેલો, પતિપત્ની, ભાઈબહેન, પ્રથા, કૃષ્ણના, સમયથી, ચાલુ, કૃષ્ણની, આંગળી, દ્રૌપદીએ, સાડી, ચીરી, એમાંથી, કૃષ્ણએ, દ્રૌપદીની, નિભાવ્યું, ચાવડા, મકતાનો, હચમચાવી, કોણે, દુઃખ, આત્મહત્યા, દેહનું, વજન, ઊંચકી, શકતું, નાખશે, સંબંધી, પતિ, સારે, વેદનાથી, દુપટ્ટાએ, છેલ્લે, છોડ્યો, પારણાથી, માંડીને, દીકરીને, નાનપણથી, નાખતા, શીખવાડવામાં, મોટાનું, માન, રાખવાનું, બોલવાનું, વડીલો, નીચી, વડીલોનો, જોજો, પહેરાવવામાં, ભાવકને, વિચારવા, ભાવક, વિચારે, કહું, વડીલ, ઉતારવાવાળો, દહેજના, પીડાને, સ્ત્રીને, બાળી, નાંખવામાં, ગુના, બળી, બાળક, સમાજના, સણસણતો, તમાચો, મારે, કરવાથી, દિલની, પુરી, બાધાઓ, માંગીએ, સુખ, સંતાન, રોજગાર, કૃષ્ણ, પૂરવા, દુઃશાસને, હરણ, દુપટ્ટાના, જેથી, સ્ત્રીઓની, ઈજ્જત, બાળકી, જલ્દી, બાળકીને, પ્રેમથી, વીંટાળી, ખેંચવા, કેટલાં, સ્વયં, જર્જરિત, દુપટ્ટોએને, બચાવી, અરીસાના, હાસ્યમાં, ભવિષ્યમાં, આવનારી, ગંભીર, આપત્તિની, બાળકીની, નિર્દોષ, રમત, દર્દમાંથી, પસાર, થવાની, માણસની, જતી, શિકાયત, ગમે, તેવા, રંગની, છાતીમાં, વાગે, લાલચુ, રોકી, શકાતી, આંખને, લોલુપ, બચવા, ઓઢ્યો, ભેદીને, યૌવનનો, પીવે, મૌન, વેદનાનો, મૂક, સાક્ષી, કેટલીય, છૂપાવીને, લૂછી, છૂપાવવા, આદત, ભલેને, તરસી, ભાગીદાર, જેટલો, એટલો, તમારાં, પોતાનાં, શકતાં, લૂંછવા, મર્યાદાએ, રાખ્યા, સંબંધમાંથી, છૂટવું, સહેલું, હોતું, અણદેખી, બેડી, પગમાં, પડેલી, દુનિયાને, લાગતાં, હોઇએ, બેડીએ, હોતી, ગઠબંધન, લાગો, ઊડી, શકો, વિના, રદીફ, ઓઝાએ, ચોટદાર, મર્યાદા, દુપટ્ટામાં, રહેલી, દુપટ્ટાનો, ઉપયોગ, ઢાંકવા, લાજ, ઘડીભર, વિચાર, ગરીબ, પહોંચે, ઝાડની, દુપટ્ટાનું, બનાવી, બાળને, સુવાડે, તોયે, દુપટ્ટા, જવાબદારી, બાળની, ખેતરમાં, માલિકને, ખરાબ, બચાવવાની, રંતુ, આપણું, આંગણું, બ્લોગ, દાવડા, જયશ્રી, મરચંટ, હિતેન, આનંદપરા, ચલાવે, સાહિત્યના, ડૂબકી, નવી, અદભૂત, રચનાઓ, પીરસે, ઓઝાની, ત્યાંથી, અદભુત, નિવાસી, ભાવનગર, સંચાલક, સંગીતના, કોન્સર્ટ, ગવર્મેન્ટ, ફંક્શન, લાઈવ, ટીવી, પરંતુ, પ્રદીપભાઈ, ન્યુઝ, ગાંધીનગરમાં, mar, ત્યારબાદ, વેશમાં, 500, બસરાના, સૈનિકો, વેશે, કુફામાં, દાખલ, ડરાવી, ડરાવીને, વિરુદ્ધ, તેને, જાહેર, કર્યું, મુસ્લિમની, મોટું, કુફાની, તોઆ, નામની, માનવાવાળી, સ્ત્રીએ, પનાહ, ઇબાદતમાં, ગુજારી, જીલહઝ, તોઆના, તલાશી, લેવાઈ, ઘણા, દુશ્મનોને, વાસીલે, જહન્નમ, અંતે, ઝિયાદના, સિપાહી, દરબારમાં, બકર, બિન, હમરાનને, હવાલે, દારુલ, અમારાની, ઉપરથી, દેવામાં, ઢસડવામાં, પત્રો, સહીઓ, સચ્ચાઈ, કાકાના, 15મી, રમઝાન, મક્કાથી, શિયાના, ઘરમાં, ઉતારો, મુસ્લિમના, મુસ્લિમે, લખું, સાચું, ભાગનાં, ઝૂકો, બચાવવો, જુગારી, રંડીબાજના, સોંપવો, જરૂરી, નાનાં, મોટાં, યજીદ, પચાસ, હજારનું, બચવાનું, ઇતિહાસની, નાનામાં, ફકત, કલાક, ચાલી, મનાય, કુટુંબનાં, મક્કાર, લૂટી, ચાદરો, ઝૂંટવી, બરબાદ, તણાવા, પ્રથમ, સાદ, ચડ્યો, ઘોડાઓને, પીવડાવ્યું, પાસેથી, દિરહમમાં, ખરીદીને, નામે, રહેવાસીની, સ્ત્રીઓ, પુરુષોને, બંદી, બનાવવામાં, લાશો, રખડતી, મૂકવામાં, સર્વને, વિંનતી, લાશોને, મૂઠ્ઠી, કુફાનો, રસ્તો, જ્યાથી, ઘોડાઓ, જવાં, રહેવાસીઓને, કયું, નૈનવા, મારિયા, કોઈએ, જગ્યાને, સાથીઓને, નાખવા, પાલખીમાંથી, બરાબર, જગ્યાએ, મારું, આપણી, મંઝિલ, મુઠ્ઠી, ઉપાડી, સૂંઘી, માજાયા, ખાકમાંથી, લોહીની, ખુશ્બુ, અહીંથી, ચાલ્યાં, ભાઈએ, બહેનનો, નાનાએ, અમ્માને, તમારો, થવાનો, આંખોમાંથી, ચોધાર, સરવાં, બહાદૂરી, ત્રણવાર, ઝુલ્ફીકાર, ફરતી, આસમાનમાંથી, શાંતિ, પામેલી, પાછી, તારાથી, રાજી, મ્યાન, તીરોનો, વરસાવ્યો, શરીરમાં, ખૂંપી, બદન, તીરોથી, અધ્ધર, લટકી, સીના, ખંજરથી, હુસૈનનું, ગળું, લટકાવી, ધરતીકંપ, હલવા, લાલ, મંઝર, કરબલાવાળાએ, જોયો, ઊભાં, જીવથી, વ્હાલો, કુટુંબીજનોને, લીલ્લાહે, એલયહે, રાજેઉન
Text of the page (random words):
સપના વિજાપુરા 14 jul 2024 મોહર્રમ 2 posted by sapana no comments આજ મોહર્રમની બીજી તારીખ થઇ છે ઇમામ હુસૈને કુફાનો રસ્તો છોડીને કરબલા તરફ રવાના થયા એક એવી જગ્યા આવી જ્યાથી ઘોડાઓ આગળ જવાં માંગતા ના હતા ઇમામ હુસૈને ત્યાંના રહેવાસીઓને પૂછ્યું આ જગ્યા આ શહેર કયું છે લોકોએ કહ્યું આ નૈનવા છે ઇમામ હુસૈને ફરી પૂછ્યું આ જગ્યાનું બીજું કોઈ નામ છે લોકોએ કહ્યું કે આ મારિયા છે આપે ફરી પૂછ્યું એ સિવાય બીજું કોઈ નામ છે કોઈએ કહ્યું આ જગ્યાને કરબલા પણ કહે છે ઇમામ હુસૈન ઘોડા પરથી ઉતરી ગયા અને સાથીઓને તંબુ નાખવા માટે કહ્યું બીબી ઝયનબ જે ઇમામ હુસૈનના બહેન હતાં તેઓ પણ પાલખીમાંથી ઉતરી ગયાં અને ભાઈને કહ્યું ભાઈ મને આ જગ્યા બરાબર નથી લાગતી આ જગ્યાએ મારું મન ઉદાસ થાય છે ઇમામ હુસૈને કહ્યું બહેન આપણી મંઝિલ આવી ગઈ છે ઝયનબે એક મુઠ્ઠી ખાક જમીન પરથી ઉપાડી અને સૂંઘી પછી ભાઈને કહ્યું એ મારા માજાયા મને આ ખાકમાંથી તમારા લોહીની ખુશ્બુ આવે છે આપણે અહીંથી ચાલ્યાં જઈએ ભાઈએ બહેનનો હાથ પકડીને કહ્યું બહેન આ જગ્યાનું નામ નાનાએ અમ્માને કહેલું આ જગ્યા પર તમારો આ ભાઈ કતલ થવાનો છે ઝયનબની આંખોમાંથી ચોધાર આંસું સરવાં લાગ્યાં નહેરે ફુરાત પર તંબુ તણાવા લાગ્યા ઇમામ હુસૈને હુકમ આપ્યો કે સૌ પ્રથમ તરસ્યા ઘોડાને પાણી પીવડાવો ઇમામને ખબર હતી કે ત્રણ દિવસના પ્યાસા આ જમીન પર શહીદ થવાનું છે યઝીદના સાથી ઉંમરે સાદ પણ એના લશ્કર સાથે આવી ચડ્યો ઇમામ હુસૈને એમને તથા એમના ઘોડાઓને પણ પાણી પીવડાવ્યું ઇમામ હુસૈને પછી જેની આ જમીન હતી એની પાસેથી 60 000 દિરહમમાં ખરીદીને અલી અકબરના નામે કરી દીધી અલી અકબર એમના અઢાર વર્ષના દીકરા હતા પછી ત્યાંના રહેવાસીની સ્ત્રીઓ અને બાળકોને બોલાવીને ઇમામ હુસૈને જણાવ્યું કે આ જમીન પર અમારા પુરુષોને શહીદ કરવામાં આવશે અને અમારી સ્ત્રીઓને બંદી બનાવવામાં આવશે અને અમારી લાશો આ રણમાં રખડતી મૂકવામાં આવશે આપ સર્વને વિંનતી છે કે અમારી લાશોને દફન કરી દેશો જો તમારા પુરુષો આ કામ ના કરી શકે તો તમારા બાળકોને કહેશો કે એક એક મૂઠ્ઠી ખાક અમારા પર નાખી દે આ જંગમાં શહાદત ચોક્કસ હતી પણ ઈમામ જ્યારે કરબલા પહોંચ્યા ત્યારે યજીદે કહ્યું કે મારી સામે ઝૂકો નહીંતર લડાઈ કરો ઇસ્લામને બચાવવો હોય તો અને ઇસ્લામને એક શરાબી જુગારી અને રંડીબાજના હાથમાં ના સોંપવો હોય તો લડાઈ જરૂરી થઈ એમની પાસે નાનાં મોટાં થઈને ૭૨ પુરુષો હતા અને યજીદ પાસે પચાસ હજારનું લશ્કર કોઈ ક્યાં સુધી બચવાનું હતું ઇતિહાસની આ નાનામાં નાની લડાઈ હશે જે ફકત ચાર કલાક જેવી ચાલી હશે એમ મનાય છે જ્યારે બધાં રસુલનાં કુટુંબનાં પુરુષો શહીદ થઈ ગયાં તો મક્કાર યજીદે રસુલનાં કુટુંબની સ્ત્રીઓને લૂટી અને એમની ચાદરો ઝૂંટવી આમ હુસૈનના ઘરને બરબાદ કરવામાં આવ્યું હઝરત મુસ્લિમ એ પહેલા શહીદ હતા કુફાથી જ્યારે 12 000 પત્રો મળ્યાં અને 22 000 સહીઓ મળી ત્યારે એમાં કેટલી સચ્ચાઈ છે તે જાણવા માટે ઇમામ હુસૈન પોતાના કાકાના દીકરા હઝરત મુસ્લિમને કુફા મોકલે છે 15મી રમઝાન સન 60 હિઝરી એ તેઓ મક્કાથી કુફા જવા રવાના થયા સવાલ મહિનાની 5 તારીખે સન 60 હિઝરી તેઓ કુફા પહોંચી ગયા અને એક શિયાના ઘરમાં ઉતારો કર્યો કહેવાય છે કે 12 000 અથવા 18 000 અથવા 40 000 લોકોએ હઝરત મુસ્લિમના હાથ પર બયત કરી 40 દિવસ સુધી બયત થતી રહી પછી હઝરત મુસ્લિમે ઇમામ હુસૈનને પત્ર લખ્યો કે હું જે લખું તે સાચું છે કુફાના મોટા ભાગનાં લોકો તમારી બયત કરવા તૈયાર છે તમે તરત કુફા આવી જાઓ ત્યારબાદ ઈબ્ને ઝિયાદ કુફામા છૂપા વેશમાં આવી ગયો એની સાથે 500 બસરાના સૈનિકો હતાં લોકોને ખબર હતી ઇમામ હુસૈન આવવાના છે એમને એમ કે ઇમામ હુસૈન આવી ગયા પણ છૂપા વેશે ઈબ્ને ઝિયાદ કુફામાં દાખલ થઇ ગયો અને લોકોને ડરાવી ડરાવીને હુસૈનની વિરુદ્ધ કરી દીધા તેને ઇનામ જાહેર કર્યું કે જે કોઈ હઝરત મુસ્લિમની ખબર આપશે એને મોટું ઇનામ આપવામાં આવશે અને જો કોઈ હઝરત મુસ્લિમને સહારો આપશે એને કતલ કરવામાં આવશે હઝરત મુસ્લિમ કુફાની ગલીયોમાં ફરતા રહ્યા પછી તોઆ નામની એક ઇમામ હુસૈનને માનવાવાળી સ્ત્રીએ એમને પનાહ આપી આખી રાત ઇબાદતમાં ગુજારી 9 જીલહઝ 60 હિઝરી ના દિવસે તોઆના દીકરાને હિસાબે એના ઘરની તલાશી લેવાઈ હઝરત મુસ્લિમ ઘરની બહાર આવી ઘણા દુશ્મનોને વાસીલે જહન્નમ કરી દીધાં પણ અંતે ઈબ્ને ઝિયાદના સિપાહી એમને દરબારમાં લઇ ગયા એમને બકર બિન હમરાનને હવાલે કરવામાં આવ્યા એમને દારુલ અમારાની છત પર લઇ જઈ એમનું સર કલમ કરી નાખવામાં આવ્યું એમના શરીરને ઉપરથી નીચે ફેંકી દેવામાં આવ્યું પછી એમના શરીરને બાંધીને કુફામા ઢસડવામાં આવ્યું આમ હઝરત મુસ્લિમને શહીદ કરવામાં આવ્યા સપના વિજાપુરા 2 mar 2024 દુપટ્ટો posted by sapana no comments આભાર પ્રદીપભાઈ ન્યુઝ ઓફ ગાંધીનગરમાં મારો આસ્વાદ લેવા માટે હરખથી ડાળ પર થઈ પારણું ઝૂલ્યો દુપટ્ટો પરંતુ બાળ પોઢ્યા બાદ ના પોઢ્યો દુપટ્ટો હતો જો મુક્ત તો પણ કેમ ના ઊડ્યો દુપટ્ટો નવાઈ છે તમે સાંકળ વગર બાંધ્યો દુપટ્ટો મસોતું થઈને પણ છૂટી નથી એ ટેવ જૂની કિનારી આંખની લૂછવા થયો તરસ્યો દુપટ્ટો બદામી ભૂખરી કાળી કે કથ્થઈ આસમાની કઈ છે આંખ કે જેણે નથી ભેદ્યો દુપટ્ટો અરીસો કોઈ કારણથી બહુ ભેદી હસ્યો તો રમતમાં બાળકીએ બે ઘડી વીંટ્યો દુપટ્ટો કરી બાધા કે નવસો ને નવાણું ચીર ઊગે ત્યાં પીડિતાએ લીરા ભેગા કરી વાવ્યો દુપટ્ટો હવે તો પ્રાણ સાથે દેહથી છૂટે તો છૂટે બળેલી છાતીને એ રીતથી વળગ્યો દુપટ્ટો મલાજો રાખવા માટે વડીલોની નજરનો વિચારી જો કદી કે કેમ પહેરાવ્યો દુપટ્ટો કોઈ આવીને ખોલી કાઢશે પંખાથી હમણાં લદાયેલા વજનથી આમ તો છૂટ્યો દુપટ્ટો લિપિ ઓઝા આપણું આંગણું બ્લોગ જે દાવડા સાહેબનો હતો અને હવે મારી મિત્ર જયશ્રી મરચંટ અને કવિ શ્રી હિતેન આનંદપરા ચલાવે છે સાહિત્યના દરિયામાં ડૂબકી મારી નવી અદભૂત રચનાઓ પીરસે છે કવયિત્રી લિપિ ઓઝાની આ ગઝલ મને ત્યાંથી મળી લિપિ ઓઝા અદભુત હ્ર્દયસ્પર્શી ગઝલ આપે છે અમદાવાદ નિવાસી છે અને એમનું વતન ભાવનગર છે કવયિત્રી લિપિ ઓઝા એક સંચાલક તરીકે પણ કામ કરે છે સંગીતના કાર્યક્રમ કોન્સર્ટ ગવર્મેન્ટ ફંક્શન તેમજ લાઈવ ટીવી કાર્યક્રમ પણ આપે છે હરખથી ડાળ પર થઈ પારણું ઝૂલ્યો દુપટ્ટો પ રંતુ બાળ પોઢ્યા બાદ ના પોઢ્યો દુપટ્ટો દુપટ્ટો રદીફ લઈને કવયિત્રી લિપિ ઓઝાએ નવ ચોટદાર શેર આપ્યા છે સ્ત્રીની મર્યાદા એક દુપટ્ટામાં રહેલી છે પણ એ દુપટ્ટાનો ઉપયોગ ફક્ત માથું ઢાંકવા કે પોતાની લાજ બચાવવા માટે નથી આ નવ શેર ઘડીભર તમને વિચાર કરતા મૂકી દે છે કોઈ ગરીબ સ્ત્રી જ્યારે દાડીએ જાય છે ત્યારે પોતાના બાળકને સાથે લઇ જાય છે અને જ્યારે દાડીએ પહોંચે છે ત્યારે એ કોઈ એક ઝાડની ડાળ પર પોતાના દુપટ્ટાનું પારણું બનાવી નાના બાળને સુવાડે છે પણ બાળ સુઈ જાય તોયે દુપટ્ટો સુઈ શકે છે ના એ દુપટ્ટા પર જવાબદારી છે એ બાળની સંભાળ રાખવાની અને ખેતરમાં કામ કરતી એ દુપટ્ટાની માલિકને ખરાબ નજરોથી બચાવવાની પછી ક્યાંથી એ દુપટ્ટો સુઈ શકે હતો જો મુક્ત તો પણ કેમ ના ઊડ્યો દુપટ્ટો નવાઈ છે તમે સાંકળ વગર બાંધ્યો દુપટ્ટો મર્યાદાએ તમારા પગ બાંધી રાખ્યા છે સંબંધમાંથી છૂટવું સહેલું નથી હોતું એક અણદેખી બેડી તમારા પગમાં પડેલી હોય છે દુનિયાને મુક્ત લાગતાં હોઇએ છતાં બેડીએ તમે બંધાયેલા હો છો આ દુપટ્ટાની ગાંઠ પણ એવી જ હોય છે સાંકળ નથી હોતી છતાં બંધાયેલા રહો છો આ ગાંઠ લગ્ન સમયે થતા ગઠબંધન જેવી હોય છે આમ મુક્ત લાગો પણ ઊડી ના શકો સાંકળ વિના આ દુપટ્ટો તમને બાંધી શકે છે મસોતું થઈને પણ છૂટી નથી એ ટેવ જૂની કિનારી આંખની લૂછવા થયો તરસ્યો દુપટ્ટો આ દુપટ્ટો તમારી વેદનાનો તમારી પીડાનો મૂક સાક્ષી છે કેટલીય વાર લોકોની નજરોથી છૂપાવીને સ્ત્રી એનાથી આંખો લૂછી છે અને આ દુપટ્ટાને પણ તમારા આંસુ છૂપાવવા ની આદત પડી ગઈ છે પછી ભલેને મસોતું થઇ જાય પણ આંખની કિનારી લૂછવા તરસી જાય છે એ તમારી પીડાનો ભાગીદાર બની જાય છે જેટલો સાથ દુપટ્ટો આપે છે એટલો સાથ તમારાં પોતાનાં નથી આપી શકતાં આંસુ લૂંછવા કોઈ તૈયાર નથી વેદના બધાં આપી જાય છે બદામી ભૂખરી કાળી કે કથ્થઈ આસમાની કઈ છે આંખ કે જેણે નથી ભેદ્યો દુપટ્ટો માણસની નજર દુપટ્ટાની આરપાર ઉતરી જતી હોય છે કવયિત્રી શિકાયત કરતા કહે છે કે ચાહે ગમે તેવા રંગની હોય બદામી ભૂખરી કાળી કથ્થઈ કે આસમાની એવી કઈ આંખ છે જેણે દુપટ્ટાની આરપાર ના જોયું હોય આ શેર સીધો નીકળી છાતીમાં વાગે છે એ લાલચુ આંખ જેને દુપટ્ટાની આરપાર જતા રોકી શકાતી નથી એ આંખને સીધો સવાલ કરે છે આ શેર લોકોની લોલુપ નજરથી બચવા દુપટ્ટો ઓઢ્યો હતો પણ એ દુપટ્ટાને ભેદીને આંખો યૌવનનો રસ પીવે છે દુપટ્ટો મૌન રહીને જોયા કરે છે અરીસો કોઈ કારણથી બહુ ભેદી હસ્યો તો રમતમાં બાળકીએ બે ઘડી વીંટ્યો દુપટ્ટો નાની બાળકીએ રમતમાં દુપટ્ટો વીંટ્યો તો અરીસો શા માટે ભેદી હસ્યો આ નાની બાળકી દુપટ્ટો પહેરીને જલ્દી મોટી થવા માંગે છે પણ એ નાની બાળકીને ખબર નથી કે જે દુપટ્ટો એ પ્રેમથી વીંટાળી રહી છે એ દુપટ્ટો ખેંચવા માટે કેટલાં હાથ આગળ આવશે પછી ના તો એ સ્વયં બચી શકશે અને ના તો જર્જરિત દુપટ્ટોએને બચાવી શકશે અરીસાના ભેદી હાસ્યમાં ભવિષ્યમાં આવનારી કોઈ ગંભીર આપત્તિની વાત હશે બાળકીની નિર્દોષ રમત મોટી થતાં કેવા કેવા દર્દમાંથી પસાર થવાની છે એ અરીસો જાણે છે કરી બાધા કે નવસો ને નવાણું ચીર ઊગે ત્યાં પીડિતાએ લીરા ભેગા કરી વાવ્યો દુપટ્ટો બાધા કરવાથી દિલની ઈચ્છા પુરી થાય છે બાધાઓ કરી આપણે શું માંગીએ છીએ કોઈ સુખ કોઈ લગ્ન કોઈ સંતાન તો કોઈ રોજગાર માંગે છે પણ એ પીડિતાએ લીરા ભેગા કરીને વાવ્યો દુપટ્ટો અને બાધા કરી કે નવસો નવાણું ચીર ઊગે ત્યાં શા માટે કોઈ કૃષ્ણ ચીર પૂરવા નહિ આવ્યા હોય અને કોઈ દુઃશાસને ચીર હરણ કરીને એ દુપટ્ટાના લીરા કરી નાખ્યા હશે તેથી એને બાધા કરી કે ત્યાં નવસો નવાણું ચીર ઉગે કે જેથી એની કે બીજી એના જેવી નવસો નવાણું સ્ત્રીઓની ઈજ્જત બચી શકે હવે તો પ્રાણ સાથે દેહથી છૂટે તો છૂટે બળેલી છાતીને એ રીતથી વળગ્યો દુપટ્ટો કોઈને દહેજના લીધે કે કોઈને પીડાને લીધે સ્ત્રીને બાળી નાંખવામાં આવી હોય છે વગર ગુના એ બળી ગઈ હોય છે પણ એના પ્રાણ નીકળતા નથી અને એ બળેલી છાતી સાથે દુપટ્ટો એ રીતે વળગી રહે છે જે રીતે મા ની છાતી સાથે બાળક બસ હવે તો પ્રાણ સાથે છૂટે તો છૂટે જે બળેલી છાતી સાથે વળગી રહ્યો છે દુપટ્ટો કવયિત્રી સમાજના ગાલ પર સણસણતો તમાચો મારે છે મલાજો રાખવા માટે વડીલોની નજરનો વિચારી જો કદી કે કેમ પહેરાવ્યો દુપટ્ટો દીકરીને નાનપણથી દુપટ્ટો છાતી પર નાખતા શીખવાડવામાં આવે છે મલાજો રાખવાનો મોટાનું માન રાખવાનું મોટા સામે બોલવાનું નહિ વડીલો સામે નજર નીચી રાખી વાત કરવી વડીલોનો મલાજો રાખવાનો વિચારી જોજો કેમ આ દુપટ્ટો પહેરાવવામાં આવ્યો છે ભાવકને વિચારવા માટે કહે છે દરેક ભાવક પોતાની રીતે વિચારે છે હું કહું છું કે કાલે ઉઠીને એજ વડીલ જેની નજરનો મલાજો રાખવાનો હતો એ એના દુપટ્ટાને ઉતારવાવાળો ના બની જાય કોઈ આવીને ખોલી કાઢશે પંખાથી હમણાં લદાયેલા વજનથી આમ તો છૂટ્યો દુપટ્ટો મકતાનો શેર દરેક સ્ત્રી હૃદયને હચમચાવી દેશે આ કોણે પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવ આપી દીધો છે કેવું દુઃખ પડ્યું હશે કે આત્મહત્યા માટે એ તૈયાર થઇ હશે અરે આ દુપટ્ટો આ મૃત દેહનું વજન ઊંચકી શકતું નથી કોઈ આવીને હમણાં પંખાથી એને ખોલી નાખશે અને સ્ત્રી અને દુપટ્ટો બંને છૂટી જશે એ કોઈ સંબંધી હોય કે પછી એનો પોતાનો પતિ હોય જે સ્ત્રીની લાશને નીચે ઉતારે છે જે પીડા આપે એજ આંસું પણ સારે છે અરે આ રીતે છૂટ્યો દુપટ્ટો સ્ત્રી પણ દુનિયાની વેદનાથી છૂટી ગઈ દુપટ્ટાએ છેલ્લે સુધી સાથ ના છોડ્યો પારણાથી માંડીને પંખા સુધી આભાર કવયિત્રી લિપિ ઓઝા એક હ્ર્દયસ્પર્શી ગઝલ આપવા માટે સપના વિજાપુરા 31 aug 2023 રક્ષાબંધન ગઝલ આસ્વાદ 13 posted by sapana no comments મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી હે પ્રભુ ભીની થવા દેતો ન એની આંખડી છે પિતા થડ જેમ માતા ડાળખી હું પાન છું બ્હેન તું તો સાવ નાજુક ફૂલની એક પાંખડી કોક દી ચશ્માં બની દુનિયા બતાવી બ્હેન તેં માર્ગમાં કાંટા જો આવ્યા તું બની ગઈ ચાખડી ઘરને લાગેલો ઘસારો દૂર કરવા માટે તેં માની સાથોસાથ કાયમ રાખી બાધા આખડી આજ રક્ષા બંધને આ હૈયું ઊભરાઈ ગયું આંખમાંથી છૂટી ગઈ સૌ આંસુઓની ગાંસડી અનિલ ચાવડા ભારતમાં દરેક સંબંધ સાથે કોઈ ને કોઈ તહેવાર જોડાયેલો છે પતિપત્ની સાથે ભાઈબહેન સાથે રક્ષાબંધનની પ્રથા શ્રી કૃષ્ણના સમયથી ચાલુ થઇ શ્રી કૃષ્ણની આંગળી પર ઘા થયો તો દ્રૌપદીએ પોતાની સાડી ચીરી એમાંથી એ ઘા પર પટ્ટી બાંધી એ સમયે શ્રી કૃષ્ણએ દ્રૌપદીની રક્ષા કરવાનું પણ લીધું અને નિભાવ્યું કવિ શ્રી અનિલ ચાવડાના નામથી ભાગ્યેજ કોઈ અજાણ હશે એમણે આ ગઝલ મને મોકલી અને મને એનો આસ્વાદ કરવાની તક મળી મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી હે પ્રભુ ભીની થવા દેતો ન એની આંખડી બહેન પોતાના ભાઈ માટે હંમેશા પ્રાર્થના કરતી હોય છે અને એમની સલામતી માટે દુઆ કરતી હોય છે ખૂબ સાદો અને સમજાય જેવો શેર છે ભાઈ પણ દુઆ કરે છે કે તે મારા રક્ષણ માટે મારા હાથમાં રાખડી બાંધી છે તો હે પ્રભુ તું મારી બહેની આંખમાં ક્યારેય આંસુ આવવા નહિ દેતો ભાઈ ભારે હૈયે બહેનને પારકાને સોંપી દે છે પણ હૃદયથી હંમેશા બહેન માટે દુઆ કરતો રહે છે છે પિતા થડ જેમ માતા ડાળખી હું પાન છું બ્હેન તું તો સાવ નાજુક ફૂલની એક પાંખડી પોતાના કુટુંબની સરખામણી એક વૃક્ષ સાથે કરીને ભાઈ કહે છે કે પિતા આપણા થડ જેવા છે જેની ઉપર આખું વૃક્ષ ટકેલું છે માતા છે ડાળી અને હું તો બસ એક પાન છું અને બેનડી તું છે નાજુક ફૂલની પાંખડી સમી પણ ફૂલની એ પાખડીની મહેક આખા વૃક્ષને મહેકતું રાખે છે કોણ કોને આધારે છે એ કહેવું મુશ્કિલ છે એકબીજાને સહારો આપે એજ સારા સંબંધની નિશાની છે થડ વગર ડાળી નહિ ડાળી વગર પાન નહિ પાન વગર ફૂલ નહિ અને ફૂલ વગર પાંખડી નહિ બધાં એક બીજાનું રક્ષણ કરે છે કોક દી ચશ્માં બની દુનિયા બતાવી બ્હેન તેં માર્ગમાં કાંટા જો આવ્યા તું બની ગઈ ચાખડી ભાઈ જો ખોટા માર્ગે ચાલે તો બહેન જ એની માર્ગદર્શક બની જાય છે ખાસ કરીને મોટી બહેન હોય તે તો માર્ગદર્શક બને જ છે વળી સાચના ચશ્મા પહેરાવીને સાચી દુનિયા બહેન બતાવી શકે છે અને ભાઈના માર્ગમાં જો કાંટા આવે તો બહેન એની ચાખડી બની જાય છે એક એક કાંટો એ પોતાની પલકો પર ઉઠાવીને ભાઈનો માર્ગ સાફ કરે છે ઘરને લાગેલો ઘસારો દૂર કરવા માટે તેં માની સાથોસાથ કાયમ રાખી બાધા આખડી જ્યારે પોતાનું ધાર્યું ના થાય અને ભાઈઉપર કોઈ આફત આવી પડે તો મા સાથે મળીને બાધા અને આખડી બહેન કરે છે મને યાદ છે મારો ભાઈ માંદો પડ્યો તો મારી બહેને મારા ભાઈ માટે એવી બાધા રાખેલી કે મારા ભાઈને હું માંગેલા કપડાં પહેરાવીશ અને જેને ઘરે નાના બાળકો હોય ત્યાં કપડાં માંગવા જાય અને ભાઈ સાજો થયો નહિ ત્યાં સુધી માંગેલા કપડાં પહેરાવ્યાં આજ રક્ષા બંધને આ હૈયું ઊભરાઈ ગયું આંખમાંથી છૂટી ગઈ સૌ આંસુઓની ગાંસડી રક્ષાબંધન હોય અને રાખડી બાંધવા માટે બહેન હજારો માઈલ દૂર હોય ત્યારે ભાઈની એકજ ઈચ્છા હોય કે બહેન ક્યારે મારી આરતી ઉતારે અને રાખડી બાંધે પણ સમય અને સંજોગ એવું થવા દેતા નથી ત્યારે ભાઈનું હૈયું બહેનને યાદ કરીને ભરાઈ આવે છે અને આંખમાંથી શ્રાવણ ભાદરવો છલકાઈ જાય છે બહેનની યાદ ભાઈને રડાવી દે છે બહેન દૂર હોય કે નજીક પણ બહેનની દુઆ હંમેશા તમારી સાથે હોય છે અને તમારા આશીર્વાદની મોહતાજ હોય છે ખૂબ સુંદર ભાઈબહેનની પ્યાર છલકાવતી ગઝલ અભિનંદન અનિલભાઈ સૌને રક્ષાબંધનની શુભેચ્છા સપના વિજાપુરા 1 aug 2023 મોહર્રમ 9 posted by sapana no comments આજ મોહર્રમ ની નવમી તારીખ છે નવમી તારીખે અલી અસગરનો કિસ્સો પડાતો હોય છે તેથી આજ અલી અસગ઼ર સૌથી નાના શહીદની વાત કરીએ રસુલે ખુદા મહંમદ પયગંબર સાહેબ અને બીબી ફાતિમા ઝેહરાનું ભરેલું ઘર આજ ઉજડી ગયું એક એક કરીને બધાં નવજવાન શહીદ થઇ ગયાં અલી અક્બરના સીનામાં બરછી મારી કાસીમની લાશ ઘોડાની ટાપોથી પાયમાલ કરી હઝરત અબ્બાસના બંને હાથ કાપી નાખવામાં આવ્યાં અસ્હાબ અને ઔલાદ બધાં શહીદ થઇ ગયાં ઇમામ હુસૈન એક ટેકરી પર જઈને આસમાન તરફ નજર કરીને બોલ્યા હલમિન્નાસે યંસૂરના છે કોઈ જે મારી મદદ માટે આવે તંબુમાં ઇમામ હુસૈનના છ મહિનાના પુત્ર અલી અસગ઼ર જે ત્રણ દિવસના ભૂખ્યા અને પ્યાસા હતા તેમને પોતાની જાતને ઝૂલામાંથી બહાર ફેંકી દીધી તંબુમાં કોહરામ મચી ગયો બીબી રૂબાબ જે અલી અસગરની માદર હતા ઉમ્મે રૂબાબનું છાતીનું દૂધ શુષ્ક થઇ ગયું હતું ઇમામ અસગ઼ર પણ પાણી અને દૂધ વગરના હતા માછલીને જો પાણીમાંથી કાઢી લેવામાં આવે તો તેનું મોઢું ઉઘાડબંધ થાય પાણી શોધવા માટે એજ રીતે અલી અસગરનું મોઢું ઉઘાડબંધ થતું હતું એ માનું દૂધ શોધી રહ્યા હતા ઉમ્મે રુબાબે છ મહિનાના અસગરને ઉઠાવીને બીબી ઝયનબના હાથમાં મૂકી દીધા બીબી ઝયનબ ઇમામ હુસૈનના બહેન તંબુના દરવાજા પાસે આવ્યાં ઝયનબે ઇમામ હુસૈનને કહ્યું ભાઈ અલી અસગરને દુશ્મન પાસે લઇ જાઓ કદાચ એમના દિલમાં રહેમ આવી જાય અને અલી અસગરને પાણી આપે ઇમામ હુસૈન માસૂમ અલી અસગરને કપડું ઢાંકી મેદાનમાં લઇ ગયા માસૂમ અલી અસગરને જોઈને લોકોને લાગ્યું કે ઇમામના હાથમાં કુરાન શરીફ છે કુરાનનો વાસ્તો આપી જંગ બંધ કરાવશે ઇમામ હુસૈને બંને હાથોમાં બાળકને ઊંચકીને આકાશ તરફ લઇ ગયા અને કહ્યું એ યઝીદ તારી જંગ મારી સાથે છે મારા છ મહિનાના અસગરે તો તમારું કાંઈ બગાડ્યું નથી મારા અસગરને પાણી આપો એ ત્રણ દિવસથી તરસ્યા છે યઝીદના લશ્કરમાં ખળભળાટ મચી ગયો સિપાહીઓ રડવા લાગ્યા એ લોકો પણ ઇન્સાન હતા અને બાઔલાદ હતાં સિપાહીઓ રડવાં લાગ્યાં ઇમામે કહ્યું તમને એમ હોય કે હું પાણી પી લઈશ તો લો હું એને જમીન પર મુકું તમે એને પાણી પીવડાવો મજબૂર બાપે કુમળા બાળકને કરબલાના તપતાં રણમાં અલી અસગરને મૂકી દીધા પણ કોઈ પાણી લાવ્યું નહિ ઇમામ હુસૈને અલી અસગરને ઉઠાવી લીધા ઉંમરે સાદે હુરમલા ને હુકમ કર્યો કે તરત આ બાળકને શહીદ કરો નહીંતર સિપાહીઓના દિલમાં રહેમ આવી જશે અને બાજી ઉંધી વળી જશે હુરમલાએ ત્રણ ધરીવાળું તીર કાઢ્યું જે જાનવરોને મારવા માટે વપરાય છે હુરમલાએ તીર અલી અસગ઼ર પર ફેંક્યું હાયે એ તીર અલી અસગરના નાજુક ગળાને છેદીને ઇમામ હુસૈનના હાથમાં પેસી ગયું અલી અસગ઼ર ખામોશ થઇ ગયા ઇમામ હુસૈનના હાથમાં અલી અસગરનું ખૂન આવી ગયું ઇમામ હુસૈન આ ખૂન જમીન પર ફેંકવા ગયા તો જમીન પોકારી ઉઠી હુસૈન આ ખૂન જો જમીન પર ફેંકશો તો આ જમીન પર કોઈ અનાજ નહિ ઉગે અને જમીન વેરાન થી જશે એમણે એ ખૂન આસમાન તરફ ફેંકવા ચાહ્યું આસમાન પોકારી ઉઠ્યું હુસૈન નહિ નહિ આ ખૂન આસમાન તરફ ફેંકશો તો કદી વરસાદ નહિ થાય ઇમામ હુસૈને એ ખૂન ચહેરા પર લગાવી દીધું અને કહ્યું હુ...
|