Meta tags:
description= 4 posts published by Dipak Dholakia during August 2012;
Headings (most frequently used words):
છે, અને, પણ, તે, કે, તો, એક, બળ, પછી, પ્રોટોન, જે, કણો, બે, હોય, પરમાણુ, એટલે, પરંતુ, માટે, તેમ, આપણે, નથી, મેસોન, જાય, કરી, વાત, હતા, આમ, હતી, ને, પર, વિશે, વધુ, કોઇ, થાય, લેખ, કલ્પના, કણ, છીએ, આપણી, હવે, ચાર, સુધી, એમણે, થઈ, માત્ર, થયું, વીજભાર, ન્યુટ્રોન, નામ, ક્વાર્ક, ગુજરાતી, મારી, માતૃભાષા, રહે, વધારે, બની, રહી, હિગ્સ, એની, બહુ, બોસોન, કહ્યું, કણાદ, બિગ, કરતાં, બને, કરતા, ઇલેક્ટ્રોન, જેમ, તેને, મળી, નવા, લોચા, એનું, મળે, નહિ, હજી, અહીં, કઈં, છું, એમનો, શ્રી, લખ્યું, મેં, પ્રમાણે, હતો, એમ, રચના, બૅંગની, તેમાં, પહેલાં, ગયા, નામના, સૂક્ષ્મ, તેની, બહાર, નાભિની, અંદર, ત્રણ, કામ, આવ્યા, અગાઉ, વાહક, ખાસ, બીજા, આટલી, અમે, પડે, ના, ભાષા, વાર, લાગે, વર્ષ, કાં, dipak, શ્વાસ, એનો, મગજમાં, સાગર, જતા, નવી, રીતે, તેનો, એમાં, શું, કેમ, મૂળ, હેડ્રોન, પદાર્થ, પ્રયત્ન, અથવા, સ્વરૂપ, એમને, ઘણા, દરેક, ગયું, ડાલ્ટન, સાથે, ત્યારે, અભ્યાસ, બીજી, આવે, અપાકર્ષણ, એને, સાબિતી, કુદરતની, રાશિ, વીજ, કારણે, ચુંબકીય, force, બળો, સ્ટ્રોંગ, જ્યારે, પડ્યું, સમજાવવા, વીજચુંબકીય, ન્યુટ્રોનને, તેથી, ભારે, ચિત્ર, આવી, કણોની, અપ, ડાઉન, તેના, કોલાઇડર, આથી, તરફ, હશે, of, મારે, તમે, દલિત, અન્ય, સૌ, ભાષાનો, જાણી, માણસને, જરૂરી, વિનિમય, કરે, ભાષાઓ, ક્યારેક, ઘણી, કહી, પાસે, ભાષાના, જેટલો, સમય, થઇ, નજીકની, ગઈ, to, કણાદથી, dholakia, spam, blocked, પડી, કાન, લાગ્યું, એના, લવાડ, કૅમિકલ, જેવા, મિત્રો, મને, પરિચય, નીરવભાઈને, આપ્યો, કરૂં, પ્રયાસ, ડૉ, પરેશ, લખાયું, એવો, ઉલ્લેખ, સિવાય, સમજવાનો, થયો, વિશ્વની, સમજવાના, આપણા, નજીક, પાર્ટિકલ, બ્લોગ, ચર્ચા, પોતાના, ભાઈ, બીજાં, આજ, શોધમાં, કહો, બીજું, બળોનુ, બનેલા, ઋષિએ, આજથી, લગભગ, હજાર, બનેલો, અવિભાજ્ય, દ્રવ્ય, કર્યું, દ્રવ્યના, પ્રકાર, સંયોજન, ઓછું, વખત, કણોનો, બધા, ત્યાં, વિજ્ઞાન, બધી, કલ્પનાઓ, કિરણ, ખરેખર, નાના, પ્રયોગો, પરથી, નક્કી, ઋણ, પરમાણુનો, નાભિ, ધન, બાજુ, નાભિને, અંદરના, જાઓ, વગેરે, પરમાણુની, રચનામાં, આવ્યો, વચ્ચે, થવું, જોઇએ, નિયમ, મુજબ, છેક, જોડે, પૂરી, અસ્તિત્વની, વ્યાવહારિક, કરવા, જઈએ, પ્રકૃતિમાં, ફોર્સ, બળનો, ધક્કો, થયા, આને, મૂળભૂત, એવું, ક્ષેત્ર, વૈજ્ઞાનિકોએ, દાખલ, મજબૂત, એવાં, સમજ, કિરણોના, ન્યુટ્રિનો, વિશ્વને, બાંધી, ત્યાર, શકાયાં, વિવિધ, સાચી, વજનના, ગણા, કણોને, એલિમેન્ટરી, કહેવાયા, છેલ્લા, કરતે, સમજાવી, નામે, ગોઠવણ, સ્ટાન્ડર્ડ, મળીને, ગ્લુઓન, લેપ્ટોન, ફર્મિઓન, ૧૨, અંદરની, ફોટોન, lhc, મશીનો, શા, ઉપયોગ, બનતે, ઊર્જા, જરૂર, યંત્ર, વર્ગના, બ્રહ્માંડની, વખતે, સમયની, ઉષ્ણતામાન, પહોંચ્યા, બન્યો, ઉર્જા, પહોંચી, એમના, બાપુ, મહિનો, ઓગસ્ટ, 2012, મુન્નાભાઇ, છાપ, કેમિકલ, satyagraha, gandhian, variety, dalit, voice, in, gujarati, ઇંગ્લિશ, ફોસ્ટર, મધર, નીરવ, પટેલ, પ્રકારના, લોકોને, હૈયાધારણ, આપવી, નાહકની, ચિંતા, કરો, અમ, આદિવાસીઓ, ગરીબ, વંચિત, શોષિત, સમુદાયોની, ઈતિહાસ, ચુક્યા, ભાષાનું, રાજકારણ, ચૂક્યા, સામાજિક, સામુદાયિક, જીવન, જીવતા, પ્રત્યાયનની, એટલેજ, જન્મ, વૃદ્ધિ, વિકાસ, શબ્દભંડોળ, રૂઢીપ્રયોગો, કહેવતો, વ્યાકરણ, ઉચ્ચાર, વગેરેને, વિકસાવે, માનવ, સમુદાયો, એકબીજાના, સંપર્કમાં, આવીને, ભાષાની, મૂડીનો, આદાન, પ્રદાનથી, બદલાતી, survival, the, fittest, સિદ્ધાંતે, ઉપયોગી, ભાષાને, અપનાવી, લેતા, પેલી, મ્યુઝીયમની, ચીજ, બોલીઓ, સમયના, સમુદાયોના, જીવનમાં, પોતાનું, યોગદાન, આપીને, અલવિદા, આર્કાઈવ્ઝ, શબ્દકોશો, વ્યાકરણો, સાહિત્ય, સર્જનો, પ્યારી, એવી, સૌન્દર્યને, માણવાનો, લ્હાવો, તેટલો, માણી, લો, કારણકે, સમયને, ઝાઝી, વધારેમાં, પાંચ, પેઢી, યા, સોએક, હિન્દી, અંગ્રેજી, જશે, અત્યારે, ગુજલીશ, હિંગ્લીશ, ની, from, kanada, higgs, reservation, and, or, madaayattam, paurusham, મદાયત્તમ્, તુ, પૌરુષમ્, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ગાંધીની, લાશ, છાતી, ધરીને, સાંભળવાની, કોશિશ, ઊંડે, અતિ, મંદ, ચાલે, લયમાં, સંભળાય, ઝંઝાવાત, બનીને, પેદા, કરતો, રબારી, શિકાર, બનતા, ઊષાબેન, વીનુભાઈ, વિક્રમસિંહ, તમને, સૌને, સલામ, બારીમાંથી, જોતાં, દેખાય, આપ, સૌની, સમક્ષ, ધરી, દઉં, આમાં, પોતાને, રસ્તે, ચાલ્યા, સજ્જનોને, બોલાવીને, મિત્રતા, કરાવ્યો, ગઈકાલે, લંડનથી, વિપુલભાઈ, કલ્યાણી, ઓપિનિયન, પ્રસિદ્ધ, ૨૬, ઑગસ્ટનો, ડિજિટલ, અંક, મળ્યો, પહેલો, વાંચ્યો, તરત, મોકલાવી, નીરવભાઈએ, પોતાનો, લેખમાં, હું, પુનરાવર્તન, નહીં, વિપુલભાઈનો, આભાર, ્માનું, દલિતો, નીરવભાઈનો, તરીકે, ગુજરાતીને, સુધારાને, મૂલવવાનો, કેટલી, પ્રદેશો, બદલાય, જાતિ, દબામણીનું, સાધન, પૂછીએ, વૈદ્યને, લખવા, જવાબ, પ્રયોગ, સ્ટૅન્ડર્ડ, મૉડેલ, વિકસ્યું, ઇતિહાસ, રસપ્રદ, તૈયારી, દેખાડી, નાનો, પરિણામ, આગ્રહ, થોડી, જાણકારી, આપી, કરવો, બસ, લાર્જ, કોલાઇડરમાં, બેય, બાબતોને, આવો, પ્રયાસોનાં, સીમાચિહ્નો, નજર, નાખતા, પહોંચીએ, વૈદ્ય, હિગ્સના, કહેવાતા, ગોડ, પેપરોમાં, વિશ્વમાં, વર્લ્ડ, માં, ઉર્વીશ, કોઠારીએ, દીપકે, વાંચવા, મોકલ્યું, લખાણો, ગમ્યું, કારણ, શોધનો, પૂર્વાપર, સંબંધ, બાધી, આપેલો, થોડું, ઉમેરવાનો, કરીશું, કહેવાઈ, કુદરતનાં, પાસાં, તક, દ્રવ્યનું, કુદરતી, આસપાસ, પદાર્થો, શાના, તાત્વિક, જૂની, નક્કર, અઢી, મોટા, ભાગના, વિદ્વાનો, ગૌતમ, બુદ્ધના, સમકાલીન, પુરોગામી, માને, વખતમાં, અધ્યાત્મ, પ્રકૃતિના, સ્વરૂપને, થતા, માગી, લે, તેવી, અણુઓનો, અણુ, ગુણ, કર્મનું, વિવેચન, નવ, દેખાડ્યા, મન, આત્માને, દ્રવ્યરૂપ, માન્યાં, કણાદે, કર્મનો, પ્રભાવ, કર્મ, વિભાજન, ગતિ, જવાબદાર, દ્રવ્યને, સ્વાધીન, માન્યું, પછીના, કાળમાં, પ્રકૃતિ, matter, વિચારવાનું, વલણ, થતું, ગ્રીક, ચિંતક, ડેમોક્રીટસે, અણુની, આજના, અણુવિજ્ઞાનનો, પાયો, પશ્ચિમમાં, ૧૭૬૬, ૧૮૪૪, પરમાણુવાદ, નંખાયો, રસાયણશાસ્ત્રી, તત્વના, એકસમાન, પરમાણુઓ, નિયત, પ્રમાણમાં, જોડાય, રાસાયણિક, પ્રક્રિયાથી, અણુઓની, ગોઠવણી, પરમાણુમાં, કશો, ફેરફાર, થતો, જુદા, પડતા, ઝરણું, સદીઓ, સુકાઈ, હતું, પરમાણુના, બાબતમાં, ધૂંધળી, લાંબી, યાત્રાનાં, શરૂઆતનાં, ડગલાં, ૧૮૯૮માં, બ્રિટિશ, ભૌતિકવિજ્ઞાની, થોમસન, કેમ્બ્રિજ, યુનિવર્સિટીમાં, કૅથોડ, કિરણો, નો, સ્ફૂર્યું, પ્રવાહ, ૧૯૧૧માં, રુધરફોર્ડે, સાબીત, બીજો, હિસ્સો, ઇલેક્ટ્રોનનો, કુલ, શૂન્ય, ભાર, કણોથી, હાઇડ્રોજનનો, સૌથી, સાદો, નાભિમાં, ફરે, મેન્દેલ્યેવે, શીખવ્યું, વધારતા, આગળના, તત્વનો, મળતો, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, પ્રશ્ન, સમાન, વીજભારવાળા, શકે, બન્ને, ખૂબ, કુલંબના, અંતર, તીવ્ર, અડકીને, બેઠેલા, દૂર, ફેંકાઈ, જવા, ૧૯૩૨માં, વજન, ખરૂં, તટસ્થ, neutral, ન્યૂટ્રોન, રાખવામાં, આવ્યું, તબક્કે, દુનિયાની, દૃષ્ટિએ, ત્રણેય, કણોના, સાબિતીઓ, મળતી, ન્યુટ્રોનના, હિરોશિમાનો, બોમ્બ, ભૌતિક્શાસ્ત્રીઓ, કેટલાક, કોયડા, તરફ઼, ઉપરાંત, અંગ્રેજીમાં, યાંત્રિક, અનુભવ, મારો, તેવુ, ચાલનાનું, બળોમાંથી, ઉપજાવેલ, વૈજ્ઞાનિક, વિચાર, શરૂ, બાદ, માણસે, બળને, ઓળખ્યાં, ચુંબક, ગુરુત્વાકર્ષણનું, ૧૬૬૬માં, ન્યુટને, ગુરુત્વબળની, નીચે, પડીએ, પાણીના, ધોધમાં, શક્તિ, ઘટનાઓમાં, fundamental, દોઢસો, વર્ષે, ફેરેડેએ, દર્શાવ્યું, સિક્કાની, તારમાંથી, વીજળી, વહે, ઉત્પન્ન, વાસ્તવમાં, electro, magnetic, કુદરતનું, પાયાનુ, કુલંબનો, જોઈ, લીધો, જોઈએ, થવાના, કારણરૂપ, કર્યાં, strong, weak, દુર્બળ, એનાં, નાભિકણો, વચ્ચેનું, આકર્ષણ, સમજાવે, વીક, ફોર્સનું, નાભિમાંથી, નીકળતા, કિરણોત્સર્ગની, આપવામાં, મુખ્યત્વે, બીટા, ઉત્સર્જન, બાબત, કેટલીક, ગૂંચો, ઉકેલવામાં, કણનું, અસ્તિત્વ, ઉપજાવી, કાઢવું, બહારના, ગુરુત્વ, સુક્ષ્મ, જુદાં, વૈજ્ઞાનિકો, બળોની, ધારણા, ટકી, રહ્યા, ચારેયને, ગણિતની, મદદથી, સામાન્ય, સૂત્રમાં, લેવાની, આઇન્સ્ટાઇને, યુનિફાઇડ, થિઅરી, ઓફ, ફીલ્ડ્સ, કહે, તેમના, જીવનકાળ, દરમ્યાન, સફ઼ળતા, પાકિસ્તાની, મૂળના, ભૌતિક્શાસ્ત્રી, અબ્દુસ, સલામે, ક્ષેત્રે, મહત્વનું, કાર્ય, કાઢ્યું, આજની, તારીખે, ગુરુત્વાકર્ષણ, સિવાયનાં, બળોને, તાંતણે, સાકાર, નાભિકીય, બળોના, પ્રસ્તાવ, વિજ્ઞાનનાં, ક્ષેત્રમાં, કલ્પનાશક્તિનું, તત્વ, પ્રમાણમા, દેખાવા, ઘટનાઓને, નિયમો, કન્સેપ્ટ, બનાવવા, માંડ્યા, પ્રાયોગિક, શોધવા, માંડી, જોડેલા, રાખવા, કણની, પ્રોટોનમાંથી, નરી, પ્રયોગોમાં, આવા, માનવું, મધ્યમ, તેનાથી, આશરે, ૧૮૦૦, ૧૮૦, થી, ૫૦૦, તેઓનું, શોધાયેલા, તૂટે, મળતા, ઢગલાબંધ, પાર્ટિકલોથી, ઘણું, સંકુલ, છતાં, અમુક, તથ્યો, અસમંજસ, ચાલુ, વળી, પાયાના, મનાયા, તેય, ગોઠવણથી, તેવું, આધારિત, થિયરીને, વિકસતાં, થોડો, ગયો, આખી, મોડલ, જેની, હમણાં, થતી, ક્વાર્કના, એવા, ગુણધર્મ, ધારવામાં, ટૉપ, બોટમ, ચાર્મ, સ્ટ્રેન્જ, અમેરિકન, સ્ટાઇલમાં, પ્રકારોને, ક્વાર્કોની, ફ્લેવર, કહેવાઇ, તથા, જોડવાનું, કરશે, ક્વાર્કને, ચોંટાડશે, જેનાથી, હલકા, મ્યુ, ટો, ત્રણેયના, સંલગ્ન, છને, માની, લેવાયા, ગ્રૂપ, થયુ, વડે, શકાશે, મનાયું, વહન, ભૌતિક્શાસ્ત્રમાં, બળનું, રહેતું, ક્વોન્ટમવાદ, આવતાં, ભાવવાચક, સતત, રહેતાં, ક્વોન્ટાઇઝ્ડ
Text of the page (most frequently used words):
અને (136), હોય (37), માટે (34), નથી (31), 2012 (30), #માતૃભાષા (30), ઓગસ્ટ (29), જાન્યુઆરી (29), મારી (28), સપ્ટેમ્બર (28), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), કરી (26), જુલાઇ (26), 2016 (25), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), ભાષા (24), ફેબ્રુવારી (22), 2015 (22), પછી (22), હતા (22), હતો (21), એટલે (21), એને (19), ગુજરાતી (19), 2013 (18), 2022 (18), વાત (18), હતી (18), મને (17), થાય (17), પ્રોટોન (17), 2011 (16), જાય (16), શું (16), હવે (16), હું (15), છું (15), કણો (15), 2014 (14), તેમ (14), કોઈ (14), તમે (14), 2025 (13), ત્યારે (13), પરંતુ (13), ગયો (13), આપણે (13), પરમાણુ (13), હતું (12), બની (12), કહ્યું (12), થયું (12), કામ (12), દલિત (12), છીએ (11), પોતાની (11), સાથે (11), બાજુ (11), અંગ્રેજી (11), શરૂ (10), અમે (10), એમણે (10), વાર (10), પોતાના (10), જમીન (10), એમને (10), મળી (10), વિશે (10), કરે (10), મેં (10), થયો (10), આવી (10), બહાર (10), મેસોન (10), કરો (9), નામ (9), dipak (9), મારા (9), કારણે (9), નહીં (9), કરતાં (9), વધારે (9), રહે (9), એની (9), ત્યાં (9), આવે (9), આપે (9), ગયા (9), આજે (9), નહિ (9), martyrs (8), freedom (8), struggle (8), અમારા (8), કરતા (8), આવ્યા (8), પહેલાં (8), એમના (8), રહી (8), એમાં (8), મળે (8), ગામ (8), માત્ર (8), કોઇ (8), વધુ (8), જેવા (8), નવા (8), બહુ (8), આપણી (8), નેતા (8), dholakia (7), indian (7), લેખ (7), કર્યું (7), લોકો (7), એનો (7), આપણા (7), દીધી (7), પડે (7), છોકરો (7), બને (7), શકે (7), જેમ (7), કલ્પના (7), ભાઈ (7), અપનાવી (7), પોલીસ (7), નવી (6), જરૂર (6), પ્રમાણે (6), ભાગ્યેન્દ્ર (6), આદિવાસી (6), ક્યાં (6), બીજા (6), આટલી (6), એના (6), બનાવી (6), બીજી (6), નાના (6), લાગે (6), પાછી (6), છોડીને (6), હજી (6), સુધી (6), ક્વાર્ક (6), ચાર (6), ન્યુટ્રોન (6), એવું (6), કરવા (6), વીજભાર (6), હજાર (6), અન્ય (6), એવી (6), ગોચર (6), like (5), ટિપ્પણીઓ (5), બારી (5), શોધો (5), uncategorized (5), આવો (5), કરૂં (5), આવ્યો (5), યાદ (5), આગળ (5), જશે (5), કઈં (5), શીખવ્યું (5), જોઇએ (5), છતાં (5), પછાત (5), જાણે (5), માણસ (5), એનું (5), મારે (5), પટેલ (5), દીધો (5), થયા (5), પહોંચી (5), લીધા (5), પાસે (5), ત્રણ (5), ગયું (5), બધું (5), એણે (5), અહીં (5), એમનો (5), કરશે (5), બિગ (5), હિગ્સ (5), તેને (5), કેમ (5), હશે (5), છોડી (5), દરેક (5), ભારે (5), બોસોન (5), ઇલેક્ટ્રોન (5), નક્કી (5), ઘણું (5), નામના (5), કહે (5), કણાદ (5), સિવાય (5), ભાષાને (5), પ્રેમ (5), માનવ (5), મગજમાં (5), લોચા (5), તોડફોડ (5), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), categories (4), posted (4), author (4), loading (4), સંઘર્ષ (4), ઉપર (4), સામે (4), અરે (4), કોણે (4), જોઈએ (4), ખબર (4), કરીને (4), નોકરી (4), અનામત (4), તેના (4), કરતો (4), જતા (4), લીધી (4), સમય (4), મોટા (4), મનમાં (4), વળી (4), વર્ષ (4), જવું (4), ચિંતા (4), હાથ (4), જઈએ (4), દૂર (4), છાપાં (4), થતા (4), મોટી (4), જાઓ (4), બીજું (4), તરફ (4), બૅંગની (4), રીતે (4), રચના (4), તેમાં (4), સૂક્ષ્મ (4), અંદર (4), નાભિની (4), વગેરે (4), અગાઉ (4), વાહક (4), એવા (4), તેની (4), પડી (4), ખાસ (4), માં (4), શ્રી (4), લખ્યું (4), સમાજ (4), ફોસ્ટર (4), સાહિત્યિક (4), પાંચ (4), ઉજળીયાત (4), જીવન (4), થકી (4), ગુજરાતીઓ (4), ભાષાની (4), અદભૂત (4), સમક્ષ (4), રસ્તે (4), સાગર (4), નેતાઓ (4), આંદોલન (4), રાજા (4), this (3), wordpress (3), com (3), other (3), and (3), લાગ્યું (3), નીકળી (3), તમને (3), માનતો (3), બધા (3), આવા (3), કારણ (3), ક્યાંથી (3), ગરીબ (3), સમાચાર (3), ખરેખર (3), વચ્ચે (3), પાછા (3), જોઈને (3), જોવા (3), પોતે (3), મુખ્ય (3), પોતાને (3), તરીકે (3), દાખલ (3), પહેલા (3), વર્ષે (3), ધ્યાન (3), રાખે (3), રોજ (3), જોઈ (3), થવું (3), ઝાડ (3), લઈને (3), કોણ (3), નું (3), નીચે (3), ગયેલા (3), બીજો (3), કહી (3), કાઢ્યું (3), બન્યો (3), થશે (3), જતી (3), બદલે (3), વિજ્ઞાન (3), આથી (3), કોલાઇડર (3), જ્યારે (3), શોધમાં (3), વખતે (3), કણોની (3), અભ્યાસ (3), શકો (3), ચિત્ર (3), એવો (3), અથવા (3), તેથી (3), હેડ્રોન (3), સ્ટ્રોંગ (3), વીજચુંબકીય (3), ન્યુટ્રોનને (3), સાબિતી (3), આવતાં (3), રાશિ (3), મૂળ (3), ડાઉન (3), તથા (3), વખત (3), કહો (3), સાચી (3), ઘણા (3), પડ્યું (3), ત્યાર (3), કુદરતની (3), સમજાવવા (3), કલ્પનાઓ (3), બળો (3), રહ્યા (3), અપાકર્ષણ (3), force (3), વીજ (3), છેક (3), ચુંબકીય (3), તેનો (3), ડાલ્ટન (3), પદાર્થ (3), સ્વરૂપ (3), પ્રયત્ન (3), નજર (3), સમાનતા (3), મુક્તિ (3), કહીને (3), બચાવો (3), હિન્દી (3), વૈશ્વિક (3), કેવળ (3), બલ્કે (3), અપાવે (3), પોતાનું (3), જ્યાં (3), મળશે (3), જેટલી (3), ભાષાઓ (3), કરું (3), અમને (3), ગુજરાતીએ (3), આપીને (3), ઝુંબેશ (3), તમારા (3), લાચાર (3), દીધા (3), બોલીને (3), શબ્દભંડોળ (3), ક્યારેક (3), કાં (3), સાધન (3), પ્રત્યે (3), ખરો (3), મુસલમાન (3), વારસામાં (3), સમિતિના (3), શ્વાસ (3), કૅમિકલ (3), ઊષાબેન (3), લવાડ (3), અહિંસક (3), હાજર (3), ચડી (3), પોલીસે (3), ગ્રામસ્વરાજ (3), સરઘસ (3), ડાબી (3), જમણી (3), માગે (3), ખેડૂત (3), સરઘસમાં (3), કરશો (3), site (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 292 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), india (2), email (2), address (2), reservation (2), madaayattam (2), paurusham (2), બન્ને (2), પહેલી (2), અવાજે (2), આટલો (2), ત્યાંથી (2), કર્યો (2), ડગલાં (2), પેલો (2), થઈને (2), જગ્યાએ (2), વાંધો (2), જગ્યા (2), કોઈને (2), બોલું (2), હંમેશાં (2), નરમ (2), રહેવું (2), તમારો (2), ચિંતક (2), છૂટી (2), માને (2), માર (2), જેવો (2), દેખાય (2), અમુક (2), ગણે (2), સરકારે (2), વર્ગ (2), બનાવીને (2), સમકક્ષ (2), બનાવવાની (2), મારો (2), કિસ્સો (2), ઉદાહરણ (2), નિર્લજ્જ (2), વંચિત (2), રાખવા (2), ઊતરી (2), જતો (2), ટકી (2), સિદ્ધિ (2), ગણાય (2), શિંગડાં (2), એમની (2), પાડે (2), યાત્રા (2), સાહિત્યમાં (2), સારી (2), બનાવવા (2), હાથમાં (2), તરત (2), ચોપડા (2), મળ્યો (2), દોઢસો (2), લખતાં (2), ટાઇમ (2), માંચડા (2), આપણો (2), નાયક (2), જવા (2), પકડાવી (2), બેઠો (2), પેન્ટર (2), ઘરે (2), કૉલેજમાં (2), પહોંચ્યો (2), રૂપિયા (2), ધરપત (2), જીવ (2), પિતા (2), કબૂલ (2), ભલે (2), ભણવાનું (2), રિસેસમાં (2), ધૂએ (2), નિશાળ (2), શિક્ષકો (2), છોકરાને (2), ઓગણીસ (2), વાળી (2), માસ્તરસાહેબો (2), નિશાળમાં (2), નીકળ્યા (2), દુકાને (2), અમિતાભ (2), બનાવ્યું (2), મામાએ (2), માસ્તરસાહેબે (2), નહોતી (2), નીકળ્યાં (2), કાગળ (2), ફરે (2), પાસેના (2), બાળકને (2), વાંચવા (2), ઢગલાબંધ (2), એકઠા (2), બાંકડા (2), રાખી (2), દીધું (2), ભાણો (2), ફીંડલું (2), રાખ્યા (2), ડરતાં (2), પોતાનો (2), લીધો (2), સજા (2), હાલ (2), દીકરા (2), મામા (2), નાની (2), સાંભળ્યું (2), મંતર (2), ઠીક (2), ઇલાજ (2), લીધું (2), લાકડાં (2), શકાય (2), સવારે (2), કાપવા (2), જવાનું (2), સાંજ (2), બેસી (2), રહો (2), પડતાં (2), ભણી (2), ચાલે (2), ભગવાન (2), વર્કિંગ (2), વૂમન (2), જેવું (2), આકર્ષણ (2), બાળકો (2), એકાદ (2), સૌથી (2), હોવી (2), કોઈક (2), બાળક (2), ઝમી (2), પૌરુષમ્ (2), જન્મ (2), મારૂં (2), from (2), kanada (2), higgs (2), tags (2), મશીનો (2), યંત્ર (2), વ્યાવહારિક (2), ઉપયોગ (2), એવાં (2), નજીક (2), પહોંચ્યા (2), સમયની (2), શરૂઆત (2), કદી (2), કણાદથી (2), ઉષ્ણતામાન (2), ઉર્જા (2), કરવાનો (2), નજીકની (2), બ્રહ્માંડની (2), ઊર્જા (2), મૂળભૂત (2), સમજ્યા (2), અંદરની (2), વિવિધ (2), બનતે (2), આખા (2), આવું (2), નાભિ (2), મજબૂત (2), નાભિને (2), lhc (2), જરૂરી (2), એનાથી (2), વર્ગના (2), બનેલા (2), કિરણોના (2), ફોટોન (2), કિરણ (2), ફર્મિઓન (2), સ્ટાન્ડર્ડ (2), બળનો (2), ગ્લુઓન (2), જોડે (2), છેલ્લા (2), ક્ષેત્ર (2), ગોઠવણ (2), લેપ્ટોન (2), કહેવાયા (2), ન્યુટ્રિનો (2), અવિભાજ્ય (2), બધી (2), સમજાવી (2), બળોનુ (2), વહન (2), મળીને (2), કણોને (2), નામે (2), પૂરી (2), હમણાં (2), મુજબ (2), પ્રકાર (2), વજનના (2), ગણા (2), પરથી (2), એલિમેન્ટરી (2), પાર્ટિકલ (2), દ્રવ્યના (2), પ્રયોગો (2), કરતે (2), શકાયાં (2), વૈજ્ઞાનિકોએ (2), વિશ્વને (2), અંદરના (2), બાંધી (2), નિયમ (2), બીજાં (2), ફોર્સ (2), સમજ (2), મુખ્યત્વે (2), માણસને (2), ધક્કો (2), વિશ્વની (2), વૈજ્ઞાનિક (2), બાદ (2), પ્રકૃતિમાં (2), આને (2), દુનિયાની (2), પરમાણુની (2), અસ્તિત્વની (2), મળતી (2), રચનામાં (2), કેટલાક (2), પરમાણુનો (2), ઓછું (2), લગભગ (2), કણોનો (2), આજથી (2), બનેલો (2), સંયોજન (2), સુકાઈ (2), સમજવાનો (2), ચર્ચા (2), ઋષિએ (2), સમજવાના (2), ઉલ્લેખ (2), તેવી (2), દ્રવ્ય (2), જવાબદાર (2), થતું (2), બ્લોગ (2), પરેશ (2), લખાયું (2), આપી (2), પ્રયાસ (2), dalit (2), voice (2), gujarati (2), મૂલ્યોમાં (2), ભાષામાં (2), શિષ્ટ (2), સાચા (2), ઈંગ્લીશ (2), મધર (2), પ્યારી (2), જેવી (2), ઉપયોગી (2), કાગારોળ (2), સાંસ્કૃતિક (2), સમૃદ્ધ (2), વાચા (2), ભાષાથી (2), દલિતો (2), ઈચ્છું (2), વિશેષ (2), અલવિદા (2), શીખી (2), દેશને (2), ડાયાસ્પોરાએ (2), વડવાઓની (2), પામે (2), હાથે (2), કેવી (2), ગુજરાત (2), ભારત (2), નામનો (2), દેશ (2), દેશમાં (2), થયેલા (2), લેવા (2), બદલાતી (2), એટલેજ (2), આપ્યા (2), ગૌરવ (2), પેલા (2), સાચો (2), બચાવવાની (2), સત્તા (2), પ્રતિષ્ઠા (2), પ્રજા (2), પાઠ (2), બનીને (2), બિચારી (2), ભોળી (2), પ્રકારના (2), સંસ્કૃતિ (2), લોકોની (2), સાહિત્ય (2), જ્ઞાન (2), જેમને (2), ભાષાનો (2), જાણી (2), રાજકારણ (2), સામાજિક (2), વિનિમય (2), રૂઢીપ્રયોગો (2), કહેવતો (2), પેલી (2), ઘણી (2), સમયના (2), ભાષાના (2), જેટલો (2), કારણકે (2), જેમના (2), તેવા (2), અલબત્ત (2), ઉમદા (2), આધારે (2), કારણો (2), આરો (2), માતૃભાષાને (2), શબ્દો (2), આભાર (2), નારા (2), સંભળાય (2), પ્યારો (2), વિષે (2), ઝુરાપો (2), જનતાને (2), ધરાવતી (2), મળેલી (2), સહકાર (2), અનેક (2), વિશિષ્ટ (2), ભુવાલડી (2), ગામના (2), અમદાવાદ (2), વ્યવસાય (2), એટલી (2), નીરવભાઈને (2), સૌની (2), ધરી (2), પરિચય (2), આપ્યો (2), મિત્રો (2), satyagraha (2), gandhian (2), variety (2), રિપોર્ટ (2), જવાબદારી (2), રબારી (2), વીનુભાઈ (2), વિક્રમસિંહ (2), કાન (2), કથા (2), આંદોલનને (2), કેટલા (2), જુવાનો (2), રસ્તો (2), સત્યાગ્રહ (2), કેમિકલ (2), પોલીસને (2), મદદ (2), જુવાનોને (2), અંતે (2), પકડવા (2), ફિલ્મ (2), તોફાન (2), કરવું (2), ખોટું (2), ખેતરમાં (2), નવમી (2), ઑગસ્ટે (2), કરવાનું (2), જમીનમાં (2), કાર્યક્રમ (2), વાગ્યે (2), સૌએ (2), ઝાંપો (2), વળ્યા (2), તૂટી (2), ગયાં (2), ગામવાસીઓને (2), ચણભણાટ (2), ચૂંટણી (2), દયાહીન (2), નૃપ (2), બગડે (2), ઢોરઢાંખર (2), ભરોસે (2), ગામમાં (2), ધારો (2), બાપુ (2), પંદર (2), જણને (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, રહ્યું, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, પસંદ, full, profile, bgbs03131, જુલાઈ, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, for, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, સંબંધની, તકવાદી, ગુરુચેલાની, ખુરશીઓની, અદલાબદલી, રહીએ, સ્થિર, બાળપણની, ગળે, ડૂમો, ભરાઈ, તુલના, ચડ્યો, શખ્સે, ખાડામાંથી, આવવાનો, જવાનો, બન્નેએ, દોડવાનું, અદૃશ્ય, અવાજ, ગયોઃ, ભઇલા, તું, અહીંથી, દોડજે, નહીંતર, તારાથી, કહેશે, તમારે, ભોઠું, હસી, નાખે, કદાચ, આદિવાસીએ, નમતા, ઉપરી, ઇતિહાસકાર, માર્ક્સવાદી, જાતિભેદમાં, પદ્મશ્રી, આદિવાસીને, કચડી, નાખવા, માટેના, કાવાદવામાં, સામેલ, કેમે, આની, આર્તનાદ, ફૂટે, હોવાને, પદે, શબ્દોમાઃ, જાતિનો, પૂર્વગ્રહ, મૂઢ, કશે, પડતો, કળતર, સફળતાનો, સંતોષ, વ્યક્ત, સંપન્ન, બડાશ, જાતિની, રૂએ, સાનાજિક, શૈક્ષણિક, પછાતનો, જોગવાઈ, લાભ, ગેરલાભ, ઠોસ, પાકું, ઘૃણાપાત્ર, વહીવટદારો, લાભથી, અટકચાળાં, લાગતું, હદે, વાતાવરણમાં, વાતમાં, કશી, મેળવી, ખમીર, બતાવવું, જોઇતું, બતાવી, શક્યો, કાયર, નબળો, અસામાજિક, શકતો, મૂળમાં, ક્રૂર, રાજસી, તાકાત, થવા, લાવવાં, પટેલો, દિલ્હીમાં, નૅશનલ, બુક, ટ્રસ્ટના, ગુજરાતીના, ઍડિટર, ક્લાસ, ઑફિસર, મુલાકાત, આકાશવાણીમાં, ધીરજથી, અનુવાદ, ચીપી, ચીપીને, લખે, જાને, ફિલ્મનું, બોર્ડ, ચીતરતા, સ્પષ્ટ, વાંચે, શાંત, સૌમ્ય, સ્વભાવ, પાડવા, માગતા, પાડી, અપરાધ, પકડાઈ, xxxxxx, અહી, અટકી, નોકરીએ, લાગી, શેઠનો, નોકર, નહોતો, શેઠે, નાયકને, બનાવે, ટેલીફોન, રણકે, નંબર, નોંધી, શેથ, નંબરની, ચબરખી, અક્ષર, સ્ટાફમાં, સહાયક, મૅનેજર, લખવાના, દિઝાઇનો, દરમિયાન, વામ્ચવાનો, રુચિલેવા, લાગ્યો, ફુટનાં, પાટિયાં, ચીતરતાં, કવિતાઓ, વાર્તાઓ, કૉલેજનું, ભણતર, પૂરૂં, બપોર, સુધીનો, કાઢવા, રખડવા, પડ્યો, વાંસના, બેસીને, પાટિયા, કઈંક, લખતો, ઊભો, પેલાએ, જોયુઝં, જુવાનિયો, બોલાવ્યો, ગળીવાળી, દોરી, જરા, થાક, ખાવા, નાયકના, ધરબાયેલો, રાજી, નાસ્તો, કરાવ્યાં, પબ્લિસિટી, કંપનીના, માલિક, ઓળખાણ, કરાવી, મદદનીશ, અપાવી, પ્રવેશ, સૂરત, ગજવામાં, બચ્યા, મિત્રે, બંધાવી, સબરસ, લૉજમાં, માસ્તરનું, વેઇટરનું, અપાવશે, મિત્રને, કયાંક, કોઈકે, ઇજનેર, બનાવો, નાપાસ, કલાનો, કલાવિદ્યાલયમાં, સ્ટડી, વર્ક, દોડતો, દોડીને, માયાળુ, પ્રોત્સાહન, નિશાળનું, છેલ્લું, ભણવું, ધગશ, હિંમત, બસમાં, આવવુંજવું, રૂપિયાનો, ખર્ચ, બાપને, પરચૂરણમાંથી, વીણતા, છોકરાએ, ગાંઠ, પગભર, દુકાનની, મંગાવે, એકનું, ટિંગાતા, બચ્ચન, ભાણા, આંગળી, ચીંધી, વાહ, ટાબરિયો, હોશિયાર, મામાના, ચહેરા, ગર્વ, ઝળક્યો, ભણવા, મોકલો, મામાની, ત્રેવડ, લેશું, શોખ, ઉગતાંવેંત, કરમાઈ, અટક્યું, પેન્સિલ, મગજમાંથી, કમલ, હાસન, રતિ, અગ્નિહોત્રી, આવ્યાં, રાજીનો, રેડ, ક્યાંય, ફેંકાય, ફર્યો, રાખું, ચોંટાડી, ફિલ્લમ, ઘેલું, થોડુંઘણું, વાંચતાં, આવડતું, ફોટાઓમાં, ફિલમવાળું, પાનું, અલગ, કાઢીને, સાચવી, રાજેશ, ખન્નાઓ, બચ્ચનો, ભેરવાઈ, સંભાળીને, કાઢે, દુકાનમાં, મામાને, કાગળની, ચોરી, જુઓ, કાગળોનું, નાખીને, ભાણાએ, ગુનો, કબૂલી, ગુનાની, ક્ષણે, ભાણિયાનો, ગાલ, લાલ, દિવસ, નાનાએ, ઉપાડ, વીસેક, માઈલ, પગપાળા, વળવાડ, નાનાના, ભાઈના, ચાની, દુકાન, ચલાવે, ત્રીજો, કપરકાબી, કચરો, વાળે, ઘરાકોને, ઘરાકો, મંગાવતા, ભાણિયો, સંકેલીને, પસ્તીમાં, વેચાય, ભગવાને, નાનાજીએ, કહ્યુઃ, ભણવાનો, કામે, લગાડીએ, સલાહમાતાના, મંદિરના, પુજારી, સલાહમાતા, સૌના, મનના, મનોરથ, પૂરા, દુખિયાં, ફૂંકી, વાસેલું, તાળું, પાણીમાં, બોળીને, માથેથી, ઉતારી, પનોતી, સમજો, જૂએ, નવાઈ, મેળે, તંતર, જંતર, દેખાવના, તકલીફનો, મનનો, હૈયે, રહેશે, દેવીમાએ, સાજો, આમાંથી, પૈસોય, કમાતો, માણસનાં, પાકાં, કમાણી, સૂનમૂન, છોકરાના, વિનાના, દિવસો, બહેને, સંભાળી, કાપી, લાવો, રસોઈ, નિશાળે, ઊઠીને, રોજનું, ભેંસ, બકરી, ચારવા, જંગલમાં, પડવાની, રાહ, જોતા, નિશાળની, ચોપડીઓ, વાંચ્યા, ઢોરોને, ગણી, ફરો, બાપના, વસવસો, વગરનો, દીકરો, માનું, દરરોજ, ધાણામેથી, વેચવા, સૂરજ, ડૂબે, આવંતી, બિરુદ, શોધાયું, પહેલાંથી, વર્ષના, ફરતી, ચણા, લેતી, આવતી, વિચારતો, ભિનાર, તાલુકો, વાંસદા, હોળીને, આડે, અઠવાડિયું, છોકરાઓએ, ફેરા, ફળિયાની, હોળીની, ઝાળ, ઊંચી, પાંચથી, પંદરનાં, કલાર, જાતનું, ઘાસ, મચી, પડ્યાં, દોડે, કોઇક, કોથળો, ભરે, અડધું, વેરાય, ઠપકો, અલ્યા, નાખ, ચારે, હવાને, ઉત્સાહ, વાતો, ઘરમાંથી, ચીસાચીસ, વાતાવરણને, આભડી, છોકરાંઓના, થંભી, હૈયાં, કાંપી, ઊઠ્યાં, દસેક, વર્ષનો, દોડ્યો, જમના, ઓળખે, નામથી, મદાયત્તમ્, 0000000, અસમાનતાની, લેખમાળામાં, અડગ, સંઘર્ષની, કરવી, કર્ણને, જાત, પૂછી, હુંકાર, કર્યોઃ, દૈવાયત્તં, કુલે, જન્મં, મદાયત્તં, દૈવે, આપેલા, કુળમાં, પૌરુષ, મેળવ્યું, ઉર્જાનાં, બનાવવાં, ચલાવવાં, એટલાં, ખર્ચાળ, સહિયારા, પ્રયત્નોથી, ઉત્કંઠા, સંતોષવા, થનારી, રીસર્ચ, મોંઘી, અમેરિકાએ, બનાવ્યા, યુરોપે, સામુહિક, કાર્યનો, સદી, તાત્કાલિક, સપનાં, સેવવાં, જ્ઞાનની, ક્ષણ, જ્યાંથી, પોતાનાં, દ્વાર, બંધ, કરતું, પડાવ, xxx, ઉપસંહાર, સૌજન્યઃ, ભાભા, સંશોધન, કેન્દ્ર, barc, ન્યૂઝલેટર, ૩૦૦, પૃષ્ઠ, ૨૦૦૯, ભટકી, રહેલા, બતાવે, ઊંચા, ઉષ્ણતામાને, ગતિએ, ફરતા, ઉષ્ણતામાનની, ઘટનાનો, ઉર્જાની, લાઇન, ઘટનાઓનો, વાતને, જોઇ, ઉત્પત્તિના, વખતનું, ઉપસાવવા, માગીએ, પ્રચંડ, અસ્તિત્વમાં, સાથેનુ, જોશો, જણાશે, રેખા, બૅંગના, ધડાકાથી, ઘટતું, સ્થૂળથી, ઘટક, સમજાયું, શોધી, કાઢ્યા, પ્રક્રિયાઓ, જાણવા, છેલ્લાં, વર્ષમાં, પ્રકારનાં, મશીનોનો, વોન, ગ્રાફ, જનરેટર, લિનીઅર, એક્સીલરેટર, સાઇક્લોટ્રોન, સિંક્રોટોન, જીનિવા, બન્યા, અધૂરા, દેવાયા, દરેક્માં, આલ્ફા, પરમાણુઓને, દોડાવીને, અથડાવવામાં, મશીનમાં, અણુથી, સ્તરે, રાશિઓ, વધુને, જકડાયેલી, છોડાવવા, તોડવા, ઊર્જાની, તોડી, શકતા, પ્રોટોનને, તોડીને, ડોકિયું, કરવાની, મોટું, બન્યું, ફોર્સને, જોડાયેલા, ક્વાર્કોના, શક્તિશાળી, પ્રકાશ, ક્ષ, ક્વોન્ટમવાદે, બન્નેની, હાજરી, સ્વીકારી, બોસોનનાં, મોડલના, બોસોનમાંથી, ફોર્સનો, જોયું, નબળાં, બળના, ત્રણની, સીધી, આડકતરી, બોસોનની, બાકી, ચાલ્યું, ભૌતિક્શાસ્ત્રમાં, બળનું, રહેતું, ક્વોન્ટમવાદ, ભાવવાચક, સતત, રહેતાં, ક્વોન્ટાઇઝ્ડ, તેનાં, પડીકાં, પેકેટ્સ, હલકા, મ્યુ, ત્રણેયના, સંલગ્ન, છને, માની, લેવાયા, ગ્રૂપ, થયુ, વડે, શકાશે, મનાયું, જોડવાનું, ક્વાર્કને, ચોંટાડશે, જેનાથી, પાયાના, મનાયા, તેય, ગોઠવણથી, તેવું, આધારિત, થિયરીને, વિકસતાં, થોડો, આખી, મોડલ, જેની, થતી, ક્વાર્કના, ગુણધર્મ, ધારવામાં, ટૉપ, બોટમ, ચાર્મ, સ્ટ્રેન્જ, અમેરિકન, સ્ટાઇલમાં, પ્રકારોને, ક્વાર્કોની, ફ્લેવર, કહેવાઇ, મધ્યમ, તેનાથી, આશરે, ૧૮૦૦, ૧૮૦, ૫૦૦, તેઓનું, શોધાયેલા, તૂટે, મળતા, પાર્ટિકલોથી, સંકુલ, તથ્યો, અસમંજસ, ચાલુ, નાભિકીય, બળોના, પ્રસ્તાવ, વિજ્ઞાનનાં, ક્ષેત્રમાં, કલ્પનાશક્તિનું, તત્વ, પ્રમાણમા, દેખાવા, ઘટનાઓને, નિયમો, કન્સેપ્ટ, માંડ્યા, પ્રાયોગિક, શોધવા, માંડી, જોડેલા, કણની, પ્રોટોનમાંથી, નરી, પ્રયોગોમાં, માનવું, સાકાર, બહારના, ગુરુત્વ, સુક્ષ્મ, જુદાં, વૈજ્ઞાનિકો, બળોની, ધારણા, ચારેયને, ગણિતની, મદદથી, સામાન્ય, સૂત્રમાં, લેવાની, આઇન્સ્ટાઇને, યુનિફાઇડ, થિઅરી, ફીલ્ડ્સ, તેમના, જીવનકાળ, દરમ્યાન, સફ઼ળતા, પાકિસ્તાની, મૂળના, ભૌતિક્શાસ્ત્રી, અબ્દુસ, સલામે, ક્ષેત્રે, મહત્વનું, કાર્ય, આજની, તારીખે, ગુરુત્વાકર્ષણ, સિવાયનાં, બળોને, તાંતણે, કુલંબનો, થવાના, કારણરૂપ, કર્યાં, strong, weak, દુર્બળ, એનાં, નાભિકણો, વચ્ચેનું, સમજાવે, વીક, ફોર્સનું, નાભિમાંથી, નીકળતા, કિરણોત્સર્ગની, આપવામાં, બીટા, ઉત્સર્જન, બાબત, કેટલીક, ગૂંચો, ઉકેલવામાં, કણનું, અસ્તિત્વ, ઉપજાવી, કાઢવું, અંગ્રેજીમાં, યાંત્રિક, અનુભવ, તેવુ, ચાલનાનું, બળોમાંથી, ઉપજાવેલ, વિચાર, માણસે, બળને, ઓળખ્યાં, ચુંબક, ગુરુત્વાકર્ષણનું, ૧૬૬૬માં, ન્યુટને, ગુરુત્વબળની, પડીએ, પાણીના, ધોધમાં, શક્તિ, ઘટનાઓમાં, fundamental, ફેરેડેએ, દર્શાવ્યું, સિક્કાની, તારમાંથી, વીજળી, વહે, ઉત્પન્ન, વાસ્તવમાં, electro, magnetic, કુદરતનું, પાયાનુ, ઉપરાંત, તબક્કે, દૃષ્ટિએ, ત્રણેય, કણોના, સાબિતીઓ, ન્યુટ્રોનના, હિરોશિમાનો, બોમ્બ, ભૌતિક્શાસ્ત્રીઓ, કોયડા, તરફ઼, ૧૯૩૨માં, વજન, ખરૂં, તટસ્થ, neutral, ન્યૂટ્રોન, રાખવામાં, આવ્યું, ૧૯૧૧માં, રુધરફોર્ડે, સાબીત, હિસ્સો, ઇલેક્ટ્રોનનો, કુલ, શૂન્ય, ભાર, કણોથી, હાઇડ્રોજનનો, સાદો, નાભિમાં, મેન્દેલ્યેવે, વધારતા, આગળના, તત્વનો, મળતો, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, પ્રશ્ન, સમાન, વીજભારવાળા, ખૂબ, કુલંબના, અંતર, તીવ્ર, અડકીને, બેઠેલા, ફેંકાઈ, ૧૮૯૮માં, બ્રિટિશ, ભૌતિકવિજ્ઞાની, થોમસન, કેમ્બ્રિજ, યુનિવર્સિટીમાં, કૅથોડ, કિરણો, સ્ફૂર્યું, પ્રવાહ, શરૂઆતનાં, યાત્રાનાં, લાંબી, ગ્રીક, ડેમોક્રીટસે, અણુની, આજના, અણુવિજ્ઞાનનો, પાયો, પશ્ચિમમાં, ૧૭૬૬, ૧૮૪૪, પરમાણુવાદ, નંખાયો, રસાયણશાસ્ત્રી, તત્વના, એકસમાન, પરમાણુઓ, નિયત, પ્રમાણમાં, જોડાય, રાસાયણિક, પ્રક્રિયાથી, અણુઓની, ગોઠવણી, પરમાણુમાં, કશો, ફેરફાર, થતો, જુદા, પડતા, ઝરણું, સદીઓ, પરમાણુના, બાબતમાં, ધૂંધળી, કહેવાઈ, કુદરતનાં, પાસાં, દ્રવ્યનું, કુદરતી, આસપાસ, પદાર્થો, શાના, તાત્વિક, જૂની, નક્કર, અઢી, ભાગના, વિદ્વાનો, ગૌતમ, બુદ્ધના, સમકાલીન, પુરોગામી, વખતમાં, અધ્યાત્મ, પ્રકૃતિના, સ્વરૂપને, માગી, અણુઓનો, અણુ, ગુણ, કર્મનું, વિવેચન, દેખાડ્યા, આત્માને, દ્રવ્યરૂપ, માન્યાં, કણાદે, કર્મનો, પ્રભાવ, કર્મ, વિભાજન, ગતિ, દ્રવ્યને, સ્વાધીન, માન્યું, પછીના, કાળમાં, પ્રકૃતિ, matter, વિચારવાનું, વલણ, લખાણો, ગમ્યું, શોધનો, પૂર્વાપર, સંબંધ, બાધી, આપેલો, થોડું, ઉમેરવાનો, કરીશું, વર્લ્ડ, ઉર્વીશ, કોઠારીએ, દીપકે, મોકલ્યું, હિગ્સના, કહેવાતા, ગોડ, પેપરોમાં, વિશ્વમાં, વૈદ્ય, વૈદ્યને, લખવા, જવાબ, પ્રયોગ, સ્ટૅન્ડર્ડ, મૉડેલ, વિકસ્યું, ઇતિહાસ, રસપ્રદ, તૈયારી, દેખાડી, નાનો, પરિણામ, આગ્રહ, થોડી, જાણકારી, કરવો, લાર્જ, કોલાઇડરમાં, બેય, બાબતોને, પ્રયાસોનાં, સીમાચિહ્નો, નાખતા, પહોંચીએ, 106, રાજ્યશાસ્ત્રના, પ્રોફેસર, જયંતી, બેબસી, પલાયનને, દિલાસો, ન્યુટ્રલ, અર્થો, બોલનારો, ભ્રાતૃત્વના, સમ્માન, આનંદની, રેસિઝમની, અશ્વેત, આફ્રિકનને, નીગર, બોલાવે, ભાષક, સ્લેંગ, ઝેર, ઓકશે, શુદ્ધિ, અભિયાનથી, માનવમૂલ્યોની, સ્થાપના, અભિયાન, ચલાવવું, આવશ્યક, કટોકટી, કાળની, કસોટીમાંથી, પસાર, ભાષાઓની, સ્પર્ધામાં, બાપડીને, કેટલું, ટકાવી, દૃષ્ટિકોણ, ભાષકોની, વૈચારિક, જરૂરીયાતોને, વળવા, સમર્થ, વિજ્ઞાનો, પ્રાકૃતિક, વિજ્ઞાનોના, જ્ઞાનના, ભંડારથી, સાહિત્યના, મૅગેઝીનનો, મુદ્રાલેખ, વિમુક્તયે, વાણીથી, વિદ્યાથી, બનાવશે, શોષિતો, માધ્યમથી, ભણે, મધરટંગથીય, નામની, મધરને, દલિતોની, પછીની, પેઢીએ, તેમની, પ્રિય, તને, કહીએ, મહેનત, સ્વમાન, લઈશું, લીલા, ચરિયાણની, તરછોડી
Text of the page (random words):
ી ખુરશીઓ ઝાપટે ચડી તોફાનનો નશો હવે મગજમાં પહોંચી ગયો હતો ફૂલોનાં કૂંડાં તાજા ઊગેલા છોડવા જુવાનોને હાથે ચડી ગયા જ્યાં જૂઓ ત્યાં ખેદાનમેદાન નેતાઓ એમને વારવા માટે પહોંચે તે પહેલાં તો ખેલ ખલાસ થઈ ગયો હતો ત્યાં તો દૂરથી ધુમાડાના ગોટેગોટા દેખાયા હશે ખેતરમાં કોઇએ ખડ બાળ્યું હશે ના એ તો યુનિવર્સિટીનું ગોડાઉન ભડકે બળતું હતું ચૂનીકાકાએ નિવેદન કર્યું કે જે થયું તે ખોટું થયું પણ છાપાં માટે તો તોડફોડ એ જ મોટા સમાચાર ખોટું થયું એમ કહીને બેસી રહે એ ચૂનીકાકા નહીં બીજી બાજુ પોલીસ કહે મારૂં કામ પોલીસનું ધાડું આવી પહોચ્યું ગ્રામસ્વરાજ સમિતિના સભ્યોને કહ્યું કે આ તોફાન માટે અમારી સૌની સામૂહિક જવાબદારી છે એટલે અમે સૌ આવીએ છીએ પોલીસ કહે ના અમે તો ખરા તોફાનીઓને પકડશું બીજા દિવસે પણ એ જ હાલ નેતાઓ તોફાનની જવાબદારીમાંથી છટકવાનાં બહાનાં નથી શોધતા કહે છે કે આખું ગામ જવાબદાર છે બધાંને પકડો અંતે પોલીસે ગ્રામસ્વરાજ સમિતિના નેતાઓને પકડ્યા સાંજે કોર્ટમાં જામીન આપીને એ બહાર આવ્યા પોલીસે હઠ પકડી રાખી હતી બસ તોફાનમાં હતા એમને જ પકડવા છે પોલીસે વીડિયો ફિલ્મ બનાવીને તોફાન કરનારાને ઓળખી લીધા હતા હવે શું કરવું નેતાઓએ નક્કી કર્યું કે જેમણે તોડફોડ કરી હોય એમણે પોલીસ સમક્ષ હાજર થઈ જવું એમણે પોલીસને મદદ કરી તોડફોડ કરનારા જુવાનોને સમજાવ્યા ભાઈ આંદોલનમાં તોડફોડ થાય તો આપણે ખોટે રસ્તે ચડી જઈએ એનાથી આંદોલનને બળ ન મળે ઉલ્ટું નબળું પડે જુવાનિયા પોલીસથી ડરતા હતા પણ અંતે સમજ્યા અને પોલીસ સમક્ષ હાજર થઈ ગયા અને જેલભેગા થયા આ દુનિયાની જ આ કથા છે ન્યાય માગવો છે તો ન્યાયના રસ્તે અહિંસક તાકાતના રસ્તે આંદોલનના ઉદ્દેશ અને સ્ટ્રૅટેજી વિશે આટલી સ્પષ્ટતાથી વિચારીને આંદોલનને ભટકવા ન દેનારા નેતા કેટલા કેટલા નેતા કબૂલ કરશે કે સાથીઓએ ભૂલ કરી એટલે સજા ભોગવવી જોઇએ કોઈ પણ સારો સેનાપતિ પોતાના સૈનિકોને હુકમનો ભંગ કરવા ન દઈ શકે અને તેમ છતાં પોલીસ સમક્ષ હાજર થયેલા જુવાનો નવા નેતાને શરણે ગયાના સમાચાર નથી લવાડવાસીઓ સત્યાગ્રહનો સાચો પાઠ શીખ્યા છે અને જનતાને પણ શીખવાડ્યો છે ગોચર જમીન હજી ગામને પાછી નથી મળી પણ મળશે જરૂર મળશે કારણ કે લવાડવાસીઓને બલિદાનનો નવો રસ્તો મળી ગયો છે તેઓ સત્યાગ્રહ શબ્દને અને સત્યાગ્રહના શસ્ત્રને ગટરમાંથી બહાર લાવ્યા છે અને ધોઈ કરીને દેશને ચરણે ધરી દીધું છે તલાશ છે કેમિકલ લોચાવાળા માણસોની ૦૦૦૦ હજી ગાંધીની લાશ અહીં જ પડી છે એની છાતી પર કાન ધરીને શ્વાસ સાંભળવાની કોશિશ કરી લાગ્યું કે હજી બહુ જ ઊંડે એનો અતિ મંદ શ્વાસ ચાલે છે એના લયમાં સંભળાય છે લવાડ લવાડ આ શ્વાસ મગજમાં ઝંઝાવાત બનીને કૅમિકલ લોચા પેદા કરતો રહે છે અને સાગર રબારી જેવા મિત્રો એનો શિકાર બનતા રહે છે ઊષાબેન વીનુભાઈ વિક્રમસિંહ અને સાગર તમને સૌને સલામ ગુજરાત લોક સમિતિના મુખપત્ર લોકસ્વરાજ ના સપ્ટેમ્બર ૨૦૧૨ના અંકમાં સાગર રબારીનો રિપોર્ટ છપાયો છે તેના આધારે આ લેખ લખ્યો છે એમાં કઈં ત્રુટિ રહી ગઈ હોય તો એની જવાબદારી મારી છે ભાઈ સાગરને આના પ્રતિભાવ રૂપે આવી ત્રુટિઓ તરફ ધ્યાન દોરવા સાદર આમંત્રણ આપું છું અને કઈં અપમાનજનક લાગે તો એને માત્ર મારી સમજ અને રજુઆતની ઉણપ માનીને દરગુજર કરવા વિનંતિ કરૂં છું like loading author dipak dholakia posted on 31 08 2012 categories uncategorized tags chintan gandhi vichar 8 ટિપ્પણીઓ satyagraha of gandhian variety માટે a dalit voice in gujarati મિત્રો મારી બારીમાંથી જોતાં મને જે કઈં દેખાય છે તે આપ સૌની સમક્ષ ધરી દઉં છું આમાં ઘણી વાર પોતાને રસ્તે ચાલ્યા જતા સજ્જનોને પણ બોલાવીને નવી મિત્રતા કરી છે અને એમનો પરિચય પણ કરાવ્યો છે આ જ રીતે ગઈકાલે લંડનથી શ્રી વિપુલભાઈ કલ્યાણી ઓપિનિયન પ્રસિદ્ધ કરે છે તેનો ૨૬ ઑગસ્ટનો ડિજિટલ અંક મળ્યો પહેલો જ આ લેખ વાંચ્યો નીરવભાઈને તરત લખ્યું અને એમણે મને લેખ મોકલાવી આપ્યો નીરવભાઈએ પોતાનો પરિચય લેખમાં જ આપ્યો છે એટલે હું પુનરાવર્તન નહીં કરૂં શ્રી વિપુલભાઈનો પણ આભાર ્માનું છું મેં અહીં ભાષા પર પણ લખ્યું છે અને દલિતો પર પણ લખ્યું છે શ્રી નીરવભાઈનો લેખ એટલે દલિત તરીકે ગુજરાતીને એમાં સુધારાને મૂલવવાનો પ્રયાસ ગુજરાતી કેટલી પ્રદેશો પ્રમાણે ભાષા બદલાય પણ જાતિ પ્રમાણે પણ અને એ પણ શું દબામણીનું સાધન બની રહે પૂછીએ નીરવભાઈને ગુજરાતી મારી માતૃભાષા ઇંગ્લિશ મારી ફોસ્ટર મધર નીરવ પટેલ અમદાવાદ શહેરનાં પાદરે આવેલું મારું ભુવાલડી ગામ અમારા જ્ઞાતિગોળ નાની દસકોશી રોહિત સમાજ પરગણા ના ૨૬ ગામ પૈકીનું એક ગામ છે મારા માતા પિતા ચર્મકામના જ્ઞાતિગત વ્યવસાય સાથે ખેતમજૂરીનું કામ કરી અમારા કુટુંબનું ભરણપોષણ કરતા હતા એમના વડવાઓ પણ એ જ કામ કરી આજીવિકા રળતા હતા આ કારણે એમનું સામાજિક અને વ્યાવસાયિક જીવન કેવળ ૨૫ કિલોમીટરની ત્રિજ્યામાં સમાયેલું હતું એમને વારસામાં મળેલી માતૃભાષા તથા ત્યાર બાદ આ સીમિત સોશિયલ મોબિલિટીમાં સંભવી શકે તેવા આંતર સંબંધોને કારણે એટલે કે મિરઝાપુરના ચામડાના મુસલમાન વેપારીઓ માધુપુરાના મારવાડી મોચીઓ માણેકચોકના મુસલમાન વોરા કોમના સોનીઓ અમારા ખેતર પાડોશી માથાભારે ઠાકરડાઓ કાશી તોતર પટેલ શેઠ શંકરરાત વાળંદ વગેરે જેવાઓના સંપર્કને કારણે બે હજાર શબ્દોમાં માંડ વિસ્તરેલી ભાષા મારી માતૃભાષા બની મારી આ માતૃભાષા અન્ય ઉજળીયાત ગુજરાતીઓ કરતા કેવી જુદી હતી એનો એક કિસ્સો સંભળાવું મારા ગામની નિશાળમાં એકડીયામાં ભણતો ત્યારે એક શિક્ષિકા બહેન મને ઘ ઘારીનો ઘ બોલીને ઘ લખવાનું શીખવાડતા ત્યારે હું ઘણો મુંઝાતો અને મને છેક કોલેજમાં આવતાં ખબર પડી કે ઘારી એક સ્વાદિષ્ટ મિષ્ટાનનું નામ છે અને જે ઉજળીયાત લોકોનું મિષ્ટ વ્યન્જન છે આજે પણ મારા ગામના દલિત બાળકોને કોઈ પતંગના પ ને બદલે અમદાવાદ શહેરનો કોઈ ઉજળીયાત માસ્તર પાસ્તાનો પ બોલીને શીખવાડે તો એટલી જ મૂંઝવણ થાય જેટલી મને મારા બાળપણમાં પડી હતી મારી માતૃભાષાથી ભિન્ન એવી આજે હું બોલું છું અને લખું છું એવી શિષ્ટ ગુજરાતી ભાષા તો મેં અંગ્રેજી ભાષાની જેમ જ એક ફોરીન લેન્ગવેજ જેટલી જ મુશ્કેલી અને પરિશ્રમથી શીખી છે અલબત્ત મને વારસામાં મળેલી આ ભાષા બહુ ઓછા શબ્દભંડોળ છતાં અદભૂત શબ્દો રૂઢીપ્રયોગો કહેવતો અને ગાણા ઓઠા વાતોની વિપૂલ સાહિત્યિક સમૃદ્ધી અને ગામઠી ડહાપણ ધરાવતી હતી એમાં મધુરતા કરુણા ભ્રાતૃભાવ પ્રેમ ઉદારતા સહકાર સંપ સહનશીલતા સહાનુભૂતિ ક્ષમા સમતા જેવા અદભૂત ગુણોનું વહન થતું હતું આ ભાષાથી અનેક અભાવો અને અનેક મુશ્કેલીઓ છતાં જીવન જીવવાનું જોમ અને ઉમંગ મળી રહેતા હતા આજે હું મારી એ અસલ ગુજરાતી માતૃભાષા ગુમાવી ચૂક્યો છું એ માતૃભાષા ના વિશિષ્ટ શબ્દભંડોળ અને એ વિશિષ્ટ લહેકા ઉચ્ચારોથી ક્યારેક મેં ઢેડા ગામડીયા કે બી સી હોવાની ગાળ ખાધી છે અને એટલે જ સ્કૂલ કોલેજના દિવસોમાં મેં પ્રયત્નપૂર્વક મારી એ માતૃભાષા ને ભૂલવાની શરૂઆત કરી દીધી હતી અને આજે તો મને વારસામાં આપનાર એ માબાપ પણ નથી રહ્યા કે નથી રહ્યો જીવંત સંપર્ક મારા એ માદરેવતન ભુવાલડી ગામના દલિત માહોલનો મારી એ માતૃભાષા થી રળિયાત મારા બાળપણને યાદ કરું છું ને મારી એ માતૃભાષા ના અદભૂત સમૃદ્ધ સામર્થ્યનો ઝુરાપો અનુભવું છું એ ઝુરાપામાં જ એક વાર ભગવદગોમંડળનો સંક્ષિપ્ત કોશ લઈને ટીક કરવા બેઠો હતો એ શબ્દોને જે મારા માતાપિતા બોલતા હતા ને મેં વિસારી દીધા હતા હમણાં હમણાંથી ગુજરાતી ભાષા બચાવો કે માતૃભાષા બચાવો ના નારા બહુ જોરશોરથી સંભળાય છે કેટલાક તો દલિત આદિવાસીની ખાસ ચિંતા કરતાં એક જ ઈ ઉ વાળી સરળ ઊંઝા જોડણીની ઝુંબેશ પણ ચલાવી રહ્યા છે ત્યારે મને આવો પ્યારો પ્યારો નોસ્તલ્જિઆ અનુભવાય છે પણ સાથે સાથે હું વિચારોમાં ય ચઢી જાઉં છું સાંપ્રત સમયના પડકારોને ઝીલવામાં સાવ લાચાર મારી એ માતૃભાષાને વિષે પુનર્વિચાર કરું છું તો મને એનો ઝુરાપો ખમી ખાઈને પણ મને ને મારા સમાજને માનવ અધિકારો માનવ ગૌરવ અપાવે તેવી વૈશ્વિક ભાષાને અપનાવવા સિવાય કોઈ આરો દેખાતો નથી લાગે છે હવે મારે સેન્ટીમેન્ટલ થવાનું છોડીને રેશનલ થવાની જરૂર છે મારે ભાષા થકી ખેલાતા આમ જનતાને પછાત રાખવાના રાજકારણ અને વૈશ્વિક પહોંચ ધરાવતી ભાષા થકી થતા સશક્તિકરણને વિષે પણ વિચારવાની જરૂર છે મારી ભોળી માતૃભાષા ગુજરાતીએ ઘણું ઘણું ઉમદા શીખવ્યું અને એમાં એક તે અઢળક ધીરજ રાખીને ઘણું બધું વેઠી લેવાનું પણ એણે એક એ ન શીખવ્યું કે વર્ગ અને વર્ણના આધારે થતા અમારા જેવા દલિત વંચિતનાં આ શોષણ દમનના સાચા કારણો શેમાં પડેલા છે અને એ અન્યાયોને દૂર કરવા માટે નવજાગૃતિ નવા જ્ઞાન અને સંઘર્ષ સિવાય કોઈ આરો નથી એ બિચારી ક્યાંથી શીખવી શકે શોષકોની ભાષાની છાયામાં જીવતી મારી એ માતૃભાષાને ક્યાંથી ખબર પડે કે એમણે જ તો આ શોષણની મહાજાળને પોતાની ભાષામાં અદભૂત રીતે ગોપિત રાખ્યા હતા બલ્કે અંધશ્રદ્ધા ભાગ્ય ભગવાન ભજન પરભવ પરલોક પુનર્જન્મ સ્વધર્મ જેવા શબ્દો ઘડીને એને અંધ લાચાર પ્રારબ્ધવાદી બનાવી દીધો હતો આભાર પરાયી ભાષા જે આજે મારી ફોસ્ટર ભાષા બની છે એવી અંગ્રેજીનો જેણે વૈજ્ઞાનિક ચિંતન આપી દમન શોષણના કારણો અને એને ઉખાડી ફેંકવાનો ઈલાજ બતાવ્યો માતૃભાષા ઝુંબેશ માં મુખ્યત્વે તો ગુજરાતી ભાષા જેમના માટે સત્તા અને શોષણનું સાધન છે એવા ભદ્ર સમાજના રાજકારણીઓ તથા જેમના માટે પ્રતિષ્ઠા અને આજીવિકાનું સાધન છે તેવા શિક્ષકો સાહિત્યકારો ડાયરાના કલાકારો ભજનીકો કથાકારો લેખકો પત્રકારો પુસ્તક કે સામયિકોના પ્રકાશકો ગુજરાતી માધ્યમની શાળા કોલેજો યુનિવર્સીટીઓ વગેરેએ ભારે કાગારોળ મચાવી મૂકી છે અલબત્ત થોડાક એવા ઉમદા લોકો પણ છે જેમને ગુજરાતી ભાષા પ્રત્યે ખરો પ્રેમ છે કારણકે તેમને ગુજરાતીઓ આઈ મીન દલિત આદિવાસી મુસલમાન સહીત સૌ ગુજરાતીઓ પ્રત્યે ખરો પ્રેમ છે એ સૌ થકી ઘડાયેલી ગુજરાતની અસ્મિતા પ્રત્યે ખરો પ્રેમ છે એમને ચિંતા છે કે ગુજરાતી મરી જશે તો આ બાપડા ગુજરાતીઓનું શું થશે એમને ભય છે કે એ લોકો નર્યા મૂગામંતર થઇ જશે એ પોતાના રોજ બ રોજનાં વ્યવહારો પોતાની વાત પોતાના વિચારો પોતાની લાગણીઓ પોતાની કલ્પનાઓ પોતાની સર્જનાત્મક સાહિત્યિક સાંસ્કૃતિ ક અભિવ્યક્તિઓને કેમ કરી શબ્દબદ્ધ કરશે એમની મહામૂલી સાહિત્યિક સાંસ્કૃતિક વિરાસતનું શું થશે ખાસ તો મારે આ બીજા પ્રકારના લોકોને હૈયાધારણ આપવી છે કે તમે નાહકની આટલી ચિંતા ન કરો અમ ગુજરાતી દલિત આદિવાસીઓ અને અન્ય સૌ ગરીબ વંચિત શોષિત સમુદાયોની અમે ભાષાનો ઈતિહાસ જાણી ચુક્યા છીએ અને અમે ભાષાનું રાજકારણ પણ જાણી ચૂક્યા છીએ સામાજિક અને સામુદાયિક જીવન જીવતા માણસને પ્રત્યાયનની જરૂરી પડે છે અને એટલેજ ભાષાનો જન્મ વૃદ્ધિ વિકાસ વિનિમય થાય છે એ એનું શબ્દભંડોળ રૂઢીપ્રયોગો કહેવતો વ્યાકરણ ઉચ્ચાર વગેરેને વિકસાવે છે માનવ સમુદાયો એકબીજાના સંપર્કમાં આવીને ભાષાની આ મૂડીનો વિનિમય કરે છે ને આ આદાન પ્રદાનથી ભાષાઓ બદલાતી રહે છે ને ક્યારેક તો survival of the fittest ના સિદ્ધાંતે વધારે ઉપયોગી ભાષાને સૌ અપનાવી લેતા પેલી માતૃભાષા મ્યુઝીયમની ચીજ બની જાય છે આપણી ઘણી બોલીઓ અને ભાષાઓ જે તે સમયના ભાષા સમુદાયોના જીવનમાં પોતાનું યોગદાન આપીને અલવિદા કહી જાય છે આપણી પાસે રહી જાય છે એ ભાષાના આર્કાઈવ્ઝ શબ્દકોશો વ્યાકરણો સાહિત્ય અને અન્ય સર્જનો એટલે આપણી પ્યારી માતૃભાષા એવી ગુજરાતી ભાષાના સૌન્દર્યને માણવાનો જેટલો લ્હાવો મળે તેટલો માણી લો કારણકે એ સમયને હવે ઝાઝી વાર નહિ લાગે વધારેમાં વધારે ચાર પાંચ પેઢી યા સોએક વર્ષ જેટલો સમય અને આપણી માતૃભાષા કાં હિન્દી કાં અંગ્રેજી થઇ જશે અત્યારે પણ આપણી માતૃભાષા તો ગુજલીશ કાં હિંગ્લીશ ની નજીકની જ થઇ ગઈ જ છે ને આપણે અજીબ પ્રકારના ગુજરાતીઓ છીએ બધું બદલવું છે ને એક ભાષાને વણબદલી રાખવી છે વડવાઓની ગૂફાઓ છોડી દીધી ને અંગ્રેજી ફ્લેટો અપનાવી લીધા આપણા સંસ્કૃતભાષી ઋષિઓના વલ્કલ છોડી દીધા ને અંગ્રીજીયતના કોટ પાટલૂન અપનાવી લીધા માં ગુર્જરીની ભવાઈ છોડીને હિન્દી સીરીયલો અપનાવી લીધી ને એવું તો ગણે પાર નાં આવે એવું એવું ઘણું પોતાનું છોડીને પારકી સંસ્કૃતિ નું અપનાવી લીધું ને આ એક ભાષાની આટલી શી માયા તમે કહેશો કે ભાષા તો સંસ્કૃતિ અને પરંપરાની સંરક્ષક છે અરે ભાઈ શું અન્ય લોકોની માતૃભાષામાં સાહિત્ય જ્ઞાન માહિતી વગેરે નથી હોતા યાદ કરો ગાઈડ ફિલ્મના પેલા સંસ્કૃત શ્લોકથી જ પોતાને મહાજ્ઞાની સમજતા બે બ્રાહ્મણ પંડિતોને કે જેમને દેવાનંદ અંગ્રેજી બોલીને ચૂપ કરી દે છે અંગ્રેજી આતી હો તબ ના એવું તો નથી ને કે તમે પેલા સ્વાર્થી વ્યાવસાયિકો ને ખંધા રાજકારણીઓની જેમ સાચો એજન્ડા છુપાવીને માતૃભાષા બચાવવાની ઝુંબેશ માટે હાલી નીકળ્યા છો પારકા છોકરાને જતી કરવા નીકળ્યાં હો એમ તમારા છોકરાંને અંગ્રેજી ભણાવીને આ ગ્લોબલીઝેશનના જમાનામાં સત્તા પ્રતિષ્ઠા ને ધનના એક માત્ર વારસદાર બની રહેવા માગો છો ને દલિત આદિવાસીના છોરાને માતૃભાષા ની ગોળી પીવડાવી એમને કાયમના વેઠિયા મજૂરીયા બનાવવાના આ કીમિયા તો નથી ને ભાઈ તમે તો બહુ ચાલાક પ્રજા છો ભાઈ ભદ્ર્જનો તમે તો વખત પારખવામાં પાક્કા છો સત્તાના ને સંપત્તિના ભાગીદાર બનવા તમે માતૃભાષા ને છોડીને વખતે ફારસી કે અરબી કે ફ્રેંચ કે ચાઇનીઝને પણ પોતાની ભાષા બનાવી શકો છો કેવળ દલિત આદિવાસીઓને જ સ્વદેશીના માતૃભૂમિના માતૃભાષાના પાઠ ગોખાવે છે પણ એ લોકો તો ડ્યુઅલ સીટીઝંનશીપ અને મલ્ટી લીન્ગ્વલ બનીને પોતાના હિતોને વિસ્તારતા જ રહે છે બિચારી આ દલિત આદિવાસી ભોળી પ્રજા છે અને લાચાર પણ કે એ આમ પોતાના સ્વાર્થ પ્રમાણે માતૃભાષા બદલી શકતી નથી જગતની પાંચેક હજાર ભાષાઓમાંથી આફ્રિકામાં જ ૨૦૦૦ જેટલી ભાષાઓ બોલાય છે આફ્રિકાના અશ્વેતો પાસેથી ગુલામીને કારણે પોતાની માતૃભાષા છીનવાઈ ગઈ પણ આજે અંગ્રેજી ભાષા થકી થયેલા સશક્તિકરણની પણ નોંધ લેવા જેવી છે નવી ભાષાએ સર્જેલા સશક્તિકરણનું ચરમ દૃષ્ટાંત તો નવા આત્મસમ્માન અને ખુમારી સાથે માનવ માત્રની સમાનતા બંધુતા અને સ્વતંત્રતાની હાકલ કરતો એક હબશી તો અમેરિકાના સર્વોચ્ચ સ્થાને બિરાજે છે દરેક ડાયાસ્પોરાની માતૃભાષા બદલાતી હોય છે અને એટલેજ તો આપણને વસનજી કે નાયપોલ કે રશ્દી જેવા વિશ્વવિખ્યાત અંગ્રેજીભાષી સર્જકો પ્રાપ્ત થયા છે ઘર આંગણાની વાત કરું તો અંગ્રેજીએ અમને અમારા ઉધ્ધારક આંબેડકર આપ્યા અને ગુજરાતીએ અમને આર એસ એસ બ્રાન્ડના હિન્દુત્વમાં માનતા કિશોર મકવાણા ને મુલચંદ રાણા જેવા આપ્યા આપણી માતૃભાષા ગુજરાતીએ જ અમને કદી ન ભૂસાય તેવો ઢેડ નામનો ડામ દીધો છે અમારા કપાળે આ જ માતૃભાષાએ કોઈ શ્રમજીવીને ભંગી તો કોઈને ઘાંયજા ની ઓળખ આપીને એમના માનવ ગૌરવ હણી લીધા છે આપણી પ્યારી ગુજરાતી ભાષા આવા કટોકટી કાળની કસોટીમાંથી પસાર થઇ રહી છે અંગ્રેજી ને હિન્દી જેવી અન્ય વધારે ઉપયોગી ભાષાઓની સ્પર્ધામાં આ બાપડીને આવો કાગારોળ કેટલું ટકાવી શકે સિવાય કે એ પણ વૈશ્વિક દૃષ્ટિકોણ અપનાવી એના ભાષકોની ન કેવળ સાહિત્યિક સાંસ્કૃતિક બલ્કે વૈચારિક જરૂરીયાતોને પહોંચી વળવા સમર્થ બને અને એ માટે એ સમાજ વિજ્ઞાનો પ્રાકૃતિક વિજ્ઞાનોના જ્ઞાનના ભંડારથી પણ સમૃદ્ધ થાય વાચા નામના અમારા દલિત સાહિત્યના મૅગેઝીનનો મુદ્રાલેખ હતો સા વાચા યા વિમુક્તયે જે વાણીથી જે ભાષાથી જે વિદ્યાથી મુક્તિ મળે એને જ હવે તો માતૃભાષા બનાવશે દલિતો શોષિતો હું તો ઈચ્છું કે હર કોઈ દલિત બાળક અંગ્રેજી માધ્યમથી જ ભણે મધરટંગથીય વિશેષ પ્રેમ કરે આ ઈંગ્લીશ નામની ફોસ્ટર મધરને બલ્કે હું તો ઈચ્છું કે દલિતોની હવે પછીની બે પાંચ પેઢીએ તેમની માતૃભાષા જ અંગ્રેજી થઇ જાય પ્રિય માતૃભાષા અમે તને અલવિદા કહીએ છીએ અમે મહેનત કરીને પણ મુક્તિ અપાવે એવી ભાષા સ્વમાન અપાવે એવી ભાષા શીખી લઈશું લીલા ચરિયાણની શોધમાં દેશને તરછોડી ગયેલા આપણા ઉજળીયાત ડાયાસ્પોરાએ એમના વડવાઓની માતૃભાષા ગુજરાતી છોડી દીધી તો એન આર જી ના કેવા સવાયા માનપાન પામે છે મોદીસાહેબના હાથે સમય સંજોગોને કારણે પોતાનું હિત જોઇને પરદેશથી આવેલા પારસીઓએ પોતાની માતૃભાષા છોડીને કેવી ગુજરાતી અપનાવી લીધી અને આજે સવાઈ ગુજરાતી તરીકે અન્ય લઘુમતીઓથી વિશેષ સમ્માનનિયતા વિશ્વસનીયતા પામે છે હું તો કહું છું કે ગુજરાતી માતૃભાષા જ નહિ આ ગુજરાત અને ભારત નામનો દેશ પણ છોડી દો અને એવા દેશમાં વસો જ્યાં સ્વતંત્રતા સમાનતા બંધુતાના મૂલ્યોથી નાગરિક જીવન જીવાતું હોય પણ એવો દેશ તમને ક્યાં મળશે જ્યાં જ્ઞાતિ વાયરસથી આભડેલો ભારતીય ડાયાસ્પોરા નહિ હોય આ ઇન્ડિયન ડાયાસ્પોરાએ તો આખા જગતને અભડાવી મૂક્યું છે રાજ્યશાસ્ત્રના પ્રોફેસર જયંતી પટેલ મારી બેબસી અને પલાયનને જોઈ મને દિલાસો આપે છે ભાષા તો ન્યુટ્રલ હોય છે દરેક ભાષાને અર્થો તો એને બોલનારો સમાજ આપે છે સાચી વાત સમાનતા અને ભ્રાતૃત્વના મૂલ્યોમાં ન માનતો કોઈ પણ સમાજ એની ભાષાને મુક્તિ સમ્માન અને આનંદની ભાષા નહિ બનાવી શકે અંગ્રેજી ભાષામાં પણ રેસિઝમની ભાષા ક્યાં જોવા નથી મળતી અશ્વેત આફ્રિકનને હજી પણ કોઈક નીગર કહીને બોલાવે છે એટલે મૂલ્યોમાં નહિ માનતો ભાષક શિષ્ટ નહિ તો સ્લેંગ માં પણ ઝેર ઓકશે જ એટલે આપણે ભાષા બચાવો કે ભાષા શુદ્ધિ અભિયાનથી ય પહેલા સાચા માનવમૂલ્યોની સ્થાપના માટે અભિયાન ચલાવવું વધારે આવશ્યક છે ગુજરાતી મારી માતૃભાષા ઈંગ્લીશ મારી ફોસ્ટર મધર like loading author dipak dholakia posted on 24 08 2012 10 02 2016 categories uncategorized 106 ટિપ્પણીઓ a dalit voice in gujarati માટે from kanada to higgs ડૉ પરેશ વૈદ્યને મેં હિગ્સ બોસોન વિશે લખવા કહ્યું પરંતુ એમનો જવાબ હતો કે આ વિશે બહુ લખાયું છે મેં કહ્યું કે પ્રયોગ વિશે તો લખાયું છે પરંતુ સ્ટૅન્ડર્ડ મૉડેલ કેમ વિકસ્યું તેનો ઇતિહાસ તો રસપ્રદ છે એમણે તૈયારી દેખાડી આ નાનો લેખ એનું પરિણામ છે એમનો આગ્રહ હતો કે કણાદ વિશે મેં થોડી વધારે જાણકારી આપી એવો ઉલ્લેખ પણ ખાસ કરવો બસ તે સિવાય આ લેખ એમનો જ છે મૂળ વાત એ છે કે લાર્જ હેડ્રોન કોલાઇડરમાં પદાર્થ અને બળ એમ બેય બાબતોને સમજવાનો પ્રયાસ થયો છે તો આવો આપણે વિશ્વની રચના સમજવાના આપણા પ્રયાસોનાં સીમાચિહ્નો પર નજર નાખતા બિગ બૅંગની નજીક પહોંચીએ કણાદથી હિગ્સ સુધી ડૉ પરેશ વૈદ્ય હિગ્સના બોસોન કહેવાતા ગોડ પાર્ટિકલ વિશે પેપરોમાં અને બ્લોગ વિશ્વમાં બહુ ચર્ચા થઈ ગુજરાતી વર્લ્ડ માં શ્રી ઉર્વીશ કોઠારીએ પોતાના બ્લોગ પર જે લખ્યું તે ભાઈ દીપકે વાંચવા મોકલ્યું બીજાં લખાણો કરતાં તે વધુ ગમ્યું કારણ કે એમાં આ શોધનો પૂર્વાપર સંબંધ બાધી આપેલો તેમાં જ થોડું વધુ ઉમેરવાનો અહીં પ્રયત્ન કરીશું જે વાત આજ સુધી નથી કહેવાઈ તે એ કે આ શોધમાં કુદરતનાં બે પાસાં સમજવાનો પ્રયત્ન છે અથવા કહો કે તક છે એક તો દ્રવ્યનું સ્વરૂપ અને બીજું કુદરતી બળોનુ સ્વરૂપ આપણી આસપાસ જે કોઇ પદાર્થ...
|