Meta tags:
description= 2 posts published by Dipak Dholakia during March 2025;
Headings (most frequently used words):
martyrs, of, dipak, indian, freedom, struggle, dholakia, spam, blocked, મહિનો, માર્ચ, 2025, સુભાષબાબુનું, પરાક્રમ, 68, 1942, ૧૯૪૨ના, શહીદો, 67, adventurous, subhashbabu, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,
Text of the page (most frequently used words):
અને (67), નવેમ્બર (30), હતા (30), સપ્ટેમ્બર (28), ઓક્ટોબર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), માર્ચ (28), પોલીસે (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), એપ્રિલ (25), 2019 (25), 2020 (25), એમના (25), જૂન (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2021 (24), 2023 (24), 2024 (24), આઝાદ (24), મૃત્યુ (24), ફેબ્રુવારી (23), માટે (23), 2012 (22), 2015 (22), જિલ્લો (21), 2025 (20), martyrs (20), હિન્દ (20), સરઘસ (20), જન્મ (19), કરી (18), 2013 (18), 2022 (18), થયું (18), એમને (18), freedom (17), struggle (17), ભારત (17), 2011 (16), indian (15), સાથે (15), ઑગસ્ટે (15), ગોળીબાર (15), કર્યો (15), નીકળ્યું (15), 2014 (14), હતી (14), પછી (14), ત્યારે (13), છોડો (13), જેલમાં (13), પટેલઃ (13), ગયા (12), એમણે (12), તેમાં (12), ગામ (12), બ્રિટિશ (11), હતો (11), જાપાની (10), મેજર (10), એમની (10), કુશલ (10), પ્રેમ (9), કુમાર (9), અમદાવાદ (9), આંદોલનમાં (9), શરૂ (8), ત્યાં (8), તરફ (8), એમનું (8), કર્નલ (8), સહગલ (8), આપી (8), તેના (8), ગોળીબારમાં (8), dipak (7), and (7), ઇમ્ફાલ (7), પરંતુ (7), સૈનિકો (7), પામ્યા (7), adventurous (6), subhashbabu (6), પોતાના (6), ત્રણ (6), પહોંચ્યા (6), નેતાજી (6), બીજા (6), ફોજે (6), છોડી (6), ૦૦૦ (6), volume (6), 1857 (6), 1947 (6), ભાગ (6), કુંવર (6), સૂરત (6), ખેડા (6), ગામમાં (6), પટેલ (6), પોલીસના (6), કરો (5), મારી (5), બારી (5), dholakia (5), શોધો (5), પ્રમાણે (5), ગયો (5), ફોજની (5), ફોજના (5), ત્યાંથી (5), જાપાને (5), ફરી (5), લીધો (5), જનરલ (5), હવે (5), વધારે (5), અલગ (5), સૈનિકોને (5), આગળ (5), હતું (5), પડી (5), એટલે (5), જોડાયા (5), લીધા (5), ગયાં (5), હિન્દીઓ (5), કરતાં (5), અસંખ્ય (5), શહીદો (5), એમાં (5), આવ્યા (5), ડિસેમ્બરે (5), કારણે (5), તાલુકો (5), મણિલાલ (5), ૨૨મી (5), અમદાવાદમાં (5), com (4), blocked (4), spam (4), india (4), 1942 (4), સિંઘ (4), હોય (4), વખતે (4), હિન્દુસ્તાની (4), આવ્યો (4), કરવા (4), દીધી (4), બેંગકોક (4), પાછા (4), લીધી (4), માર્યા (4), કર્યું (4), ખૂન (4), પાસે (4), બાજુ (4), સાથી (4), એના (4), કરીને (4), મદદ (4), સુધી (4), રહી (4), મહિનામાં (4), સામે (4), part (4), નથી (4), ૧૯૨૪ (4), સભા (4), પકડી (4), ધરપકડ (4), ૧૮મી (4), ૯મી (4), પોલીસની (4), like (3), this (3), wordpress (3), નામ (3), other (3), લિંક (3), લેખ (3), ફોજમાં (3), સાથીઓ (3), ઓછું (3), થયેલા (3), કેટલાક (3), લશ્કરી (3), સિંગાપુર (3), બન્યું (3), લડાઈ (3), દળોએ (3), કબજો (3), ઘણા (3), મોતને (3), નેતાજીએ (3), આઝાદી (3), છતાં (3), શાહ (3), ગુરબખ્શ (3), ઢિલ્લોં (3), રહ્યા (3), તરત (3), હુમલાની (3), પહોંચી (3), પહેલાં (3), બીજી (3), ઉપર (3), તૈયાર (3), ઑગસ્ટ (3), ઑગસ્ટમાં (3), હુકમ (3), દીધો (3), પોતાની (3), કરવામાં (3), ત્રિરંગો (3), ચાર (3), ઇન્દોકા (3), ગાન્જીકા (3), સમજ્યા (3), બન્યા (3), કૅપ્ટન (3), નંબરે (3), મળી (3), ભાગી (3), દીધું (3), હાથમાં (3), એમનો (3), બર્મામાં (3), સક્રિય (3), વિના (3), શકે (3), pradesh (3), સરકારે (3), ભણતા (3), ૧૦મી (3), આંદોલન (3), વિદ્યાર્થીઓ (3), સરકાર (3), ગોળીઓ (3), થયા (3), ઉંમર (3), વર્ષ (3), ઘાયલ (3), અત્યાચારને (3), ૧૯૪૩ના (3), મોરારભાઈ (3), છોડવામાં (3), ૧૯૪૩ની (3), અવસાન (3), શાહઃ (3), પોલિસના (3), ૧૯૪૨ના (3), મહેસાણા (3), ગોળીથી (3), સજા (3), લોકો (3), દેશમાં (3), site (2), required (2), રહ્યું (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 355 (2), મહિનો (2), પસંદ (2), લેખસંગ્રહ (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), મંગળ (2), સંગ્રહ (2), history (2), email (2), address (2), સંદેશ (2), leave (2), comment (2), web (2), gurjari (2), કોઈનો (2), લાડકવાયો (2), tags (2), categories (2), posted (2), author (2), loading (2), સંદર્ભ (2), સરદાર (2), હજાર (2), પગપાળા (2), https (2), the (2), બધું (2), ભારતના (2), મહાન (2), ચિર (2), વિદાય (2), અંત (2), ફર્યા (2), જાપાનના (2), જાપાનને (2), શિકાર (2), જાપાનની (2), ૧૯૪૫ (2), સેના (2), પાડી (2), રસ્તામાં (2), ઝાંસી (2), રાની (2), મહિલા (2), નાખી (2), ચાલ્યા (2), નવાઝ (2), ઘણાયે (2), દૃઢતાથી (2), તૈયારી (2), મલાયા (2), આવી (2), ખાનના (2), આગેવાની (2), ફોજ (2), સાધનસામગ્રીની (2), પહેલા (2), સ્વાતંત્ર્યવીરો (2), નવા (2), વળતો (2), હુમલો (2), લીધાં (2), નહોતા (2), પડ્યા (2), હિન્દુસ્તાનીઓને (2), મોરચે (2), નારા (2), ચલો (2), દિલ્હી (2), પક્ષે (2), સપ્લાય (2), એને (2), હવાઈ (2), ટેકો (2), મળ્યો (2), કેમ (2), સ્થિતિ (2), પોતાનાં (2), સામનો (2), ભારે (2), લેવાની (2), સંગઠિત (2), થવા (2), લાગ્યાં (2), દરમિયાન (2), સામગ્રી (2), એવી (2), ભારતીય (2), લહેરાવ્યો (2), ગાંધી (2), કર્યાં (2), હાથ (2), દેવાયા (2), ઑફિસર (2), તાકી (2), એવા (2), એનું (2), કહ્યું (2), માર્યો (2), પાછળથી (2), લક્ષ્મી (2), ત્રીજા (2), ગોળી (2), આદેશ (2), છૂટવાની (2), ચેતવણી (2), સૈનિકોએ (2), બધા (2), દળો (2), થતાં (2), હતાં (2), પરવા (2), કરવાનું (2), આવતા (2), અંતે (2), બર્મામાંથી (2), બ્રિગેડ (2), ફોજનું (2), ભારતીયો (2), વગેરે (2), શરૂઆત (2), પાછળ (2), પૂર્વ (2), લાખ (2), સ્થાનિકની (2), ત્યાંના (2), રાજકીય (2), થાઈલૅંડમાં (2), વિશ્વયુદ્ધના (2), રંગૂનમાં (2), નિર્ણય (2), યુદ્ધની (2), આંદામાન (2), નિકોબાર (2), ટાપુઓ (2), દીધા (2), કારણ (2), રસ્તો (2), કરવાનો (2), uttarakhand (2), chhattisgarh (2), rajasthan (2), delhi (2), haryana (2), punjab (2), himachal (2), આલ્ફાબેટ (2), કરતા (2), અનામી (2), નામો (2), બાકી (2), indianfolklore (2), org (2), kushal (2), konwar (2), પ્રાણ (2), મહિનાની (2), મને (2), છું (2), વિદ્યાર્થીઓએ (2), પોલીસનો (2), વિનોદ (2), અમદાવાદના (2), વિરોધી (2), વીખેરી (2), નાખવા (2), ઉમાકાન્ત (2), મૃત્યુને (2), વર્યા (2), સખત (2), ઑક્ટોબર (2), નવેમ્બરમાં (2), દેસાઈઃ (2), વડોદરા (2), ૧૯૨૬ (2), કોશિશ (2), ઝંડા (2), ભેટ્યા (2), ૧૩મી (2), અમાનુષી (2), ડાકોર (2), વર્ષનો (2), વિદ્યાર્થી (2), ૧૯૧૭ (2), વિગતો (2), મોહનલાલ (2), ખડી (2), ફળિયા (2), મહુવા (2), મૂળ (2), સૂરતના (2), ૧૯૪૨માં (2), જિલ્લાના (2), જાન્યુઆરીએ (2), મહેતાઃ (2), વિરોધ (2), ૩૦મી (2), ગયું (2), ૨૫મી (2), સત્યાગ્રહ (2), નવસારી (2), મનુભાઈ (2), જુદા (2), જાહેર (2), જતા (2), રેલવે (2), મગનભાઈ (2), લેવા (2), અત્યાચાર (2), કુમારી (2), પોલીસ (2), ગંભીર (2), ગોવિંદરાવ (2), રિવૉલ્વર (2), ૧૫મી (2), અત્યાચારોને (2), ગુજરાતના (2), શાંતિ (2), મોતની (2), ગેરકાનૂની (2), ફાંસી (2), આસામના (2), પોતાનું (2), બધાને (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, સોમ, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, subjects, slavery, for, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, તાજેતરના, આવો, enter, your, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, મેળવો, subhashchandra, bose, ૧માં, દર્શાવેલા, પુસ્તકના, લેખક, રામ, રાવલ, યુદ્ધકેદીઓની, છાવણીમાંથી, માઇલ, રંગૂનથી, idsa, system, files, jds, jds_8_3_2014_hemantkatoch, pdf, www, livehistoryindia, daily, battles, imphal, kohima, time, heal, forgotten, army, peter, ward, fay, university, michigan, press, ina, saga, sardar, ram, singh, rawal, publication, date, not, available, સંદર્ભઃ, 000, તેમ, પ્રસારિત, સમાચારો, અધિકારીઓનું, વિમાની, અકસ્માતમાં, ક્ષિતિજેથી, સિતારો, જનનાયક, કાર્યવાહીનો, સ્વાતંત્ર્ય, સંગ્રામના, ઝળહળતા, પ્રકરણનો, બેંગકોકથી, શહીદોનું, સ્મારક, ઊભું, તૈયારીઓ, છઠ્ઠી, અમેરિકાએ, હીરોશીમા, શહેર, પરમાણુબોંબ, ફેંકીને, થથરાવી, મૂક્યું, નવમીએ, નાગાસાકી, બોંબનો, શરણાગતીની, વાતો, ૧૧મી, હાર, માની, આવતાં, સુધીમાં, હારેલી, લડતી, રંગૂન, સાથીઓએ, નીકળી, જવાની, ફરજ, બ્રિગેડની, ઘણી, ભેટી, દિવસ, ચાલીને, હિન્દુસ્તાનીઓએ, ઊમળકાભેર, સ્વાગત, અહીં, લોકોને, હાક્લ, મૈં, તુમ્હેં, દૂંગા, તુમ, મુઝે, દગલબાજોએ, બાજી, પલટી, મદાન, રિયાઝ, ગુલામ, સરવર, બ્રિટીશ, બાજુએ, ખાન, અર્શદ, હુસેન, મેહર, દાસ, જેવા, દેશભક્ત, ફોજી, અફસરો, દેશને, કરાવવાના, ધ્યેયમાં, ટકી, થાઈલૅન્ડથી, કુમક, ભગત, અઝીઝ, અહમદ, તાબામાં, કામ, એની, નીચેનાં, દળોની, હુસેનને, સોંપાઈ, હિન્દ્દ, અછત, નહોતી, હુમલાનો, અનુભવ, ચૂકેલા, લાંબો, વખત, આરામ, કર્યા, હુમલા, થનગનતા, રાષ્ટ્રોની, સજ્જ, મેકિટિલા, પોપા, હિલ્સ, ફતેહ, મેળવી, જીતી, આવું, ઓછામાં, વાર, સંકલ્પમાં, મોળા, મોરચા, લડનારાઓથી, સામાન્ય, નાગરિક, મોરચો, ખોલ્યો, લડનારા, આપ્યા, ઘરઆંગણા, નિછાવર, બનો, ફકીર, કુલીય, ભરતી, સમયે, ઑફિસરો, પ્રભુ, દયાલ, ગ્રેવાલ, અધિકારીઓને, બાતમી, ફોજને, ખેંચ, લાઇન, કપાઈ, હિંમતથી, મુકાબલો, કરતી, નેતાજીને, લાગ્યું, વધવું, ખુવારીને, આમંત્રણ, આપવા, જેવું, પીછેહઠનો, નબળી, દળનો, દળને, હટાવી, લેવાયું, ખરાબ, ભૂમિદળોને, અડચણોનો, કરતું, તબક્કે, વરસાદે, દળોને, શ્વાસ, નવરાશ, છોડવાનો, દેવાયો, મેલેરિયા, ઝાડાઉલટીની, બીમારીઓમાં, સપડાયા, વરસાદ, દગાખોરી, ખૂનખાર, ચાલતી, હજારો, લડાઈમાંથી, કદી, મહિના, એટલું, દબાણ, ચાલુ, રાખ્યું, રાષ્ટ્રોના, ખાધાખોરાકી, પહોંચાડવાના, માર્ગો, ખોરવાઈ, વિમાન, મારફતે, પહોંચાડવી, રાષ્ટ્રો, દેવું, પડે, ઊભી, ૧૯૪૪ની, ૪થી, ફેબ્રુઆરીએ, બર્માની, સરહદે, આરાકાન, પહાડ, બોઝ, બ્રિગેડો, ઍક્શન, માં, અહીંથી, હિન્દુસ્તાનની, સીમામાં, બેધડક, માંડ્યાં, પાલેલ, મોરે, સંગરાર, નાગા, પર્વતશૃંખલાનાં, ઘણાં, ગામોમાં, ટુકડી, કોહીમા, વધી, ટુકડીએ, દીમાપુર, સિલ્ચર, ચોરસ, માઇલનો, વિસ્તાર, કબજામાં, પ્રદેશના, ગવર્નર, તરીકે, ચૅટરજીની, નીમણૂક, ભણી, કૂચ, સંસ્મરણોમાં, કહે, જાનથી, મારવાનો, કુમારને, બાંધીને, ખુરશીમાં, બેસાડી, થોડે, દૂર, બંદૂક, ભાવ, તલવાર, કાઢી, ઑફિસરને, પકડ્યો, ડોકું, કાપી, નાખ્યું, નજર, રાખવા, બેઠેલા, સૈનિકે, ધર્મ, પૂછ્યાં, બોલી, પડ્યોઃ, અર્થ, જાપાનીએ, ભેગા, માથા, ફટકો, સહગલે, મુક્કો, બોલવા, લાગ્યો, ગાંધીનો, માણસ, યુદ્ધકેદી, નવાઝખાન, બ્રિગેડનાં, લગ્ન, લાલ, કિલ્લામાં, બ્રિટિશરોએ, નેતાઓ, કેસ, ચલાવ્યો, તોજો, ગાન્જી, નિપ્પોન, તારા, વેડફાય, નહીં, બટાલિયનને, હટવાનો, ચૂક્યો, સવારે, સાથીનો, જાપાનીઓ, બંકર, ચૂક્યા, સંદેશમાં, ઉલ્ટું, જવાનું, ઘેરી, ચારે, પરાજિત, ઑફિસરોએ, હિન્દુસ્તાનીઓની, પતિ, ક્લિનિકમાં, મળતાં, છૂટ્યાં, એમનાથી, બચવા, બન્ને, રસ્તાની, નાની, ખાઈમાં, ઊતરી, જોઈ, મશીનગન, ગોઠવી, ખબર, પડતાં, જવા, દીધાં, ૧૯૪૪ના, માર્ચમાં, મણિપુર, નિશાન, લડાઈમાં, ઉતાર્યા, અનિચ્છા, સુભાષ, બ્રિગેડના, ભાગના, ડાબે, જમણે, રહેવાની, છૂટ, શાહનવાઝ, નેતૃત્વ, બ્રિટનના, દળમાં, ગોરખાઓ, મળીને, હટતાં, વ્યૂહ, એવો, લાઇનની, નજીક, રહેવું, એશિયામાં, લગભગ, વસતા, જાપાનમાં, એકલા, મલાયામાં, એંસી, કોંગ્રેસની, શાખા, હિન્દીઓએ, બનાવી, વેપારીઓની, ઇંડિયન, ચૅમ્બર, કૉમર્સ, વેપારીઓ, હિન્દવાસીઓનાં, હિતોની, બરાબર, કાળજી, લેતા, મલાયાના, દૃષ્ટિએ, રંગૂનના, જાગૃત, શિક્ષિત, મજૂરોને, અરસામાં, સંસ્કૃતિનો, પ્રભાવ, વધ્યો, રીતે, વિયેતનામના, સાયગોન, હાનોઈમાં, સિંધીઓની, મોટી, વસ્તી, હેડક્વાર્ટર્સ, રાખવાથી, બર્મા, વિયેતનામ, સ્થળોએ, સ્થાયી, હિન્દીઓનો, મોટા, પાયે, મળવાની, આશા, એશિયાના, હિન્દુસ્તાનીઓ, મુખ્ય, કેન્દ્ર, યંગોન, ખસેડવાનો, સુભાષબાબુનો, વ્યૂહરચના, વિશેની, ઊંડી, સૂઝ, દર્શાવે, સોંપી, નજરે, ટાપુઓનું, કંઈ, મહત્વ, નહોતું, સમજી, પહોંચવા, દેવા, દેવાની, ઉદારતા, દેખાડી, નૌકાદળની, મળવાનો, ઑફિસ, સુભાષબાબુની, સુભાષબાબુનું, પરાક્રમ, bengal, bihar, jharkhand, odisha, assam, arunachal, manipur, meghalaya, mizoram, nagaland, tripura, maharashtra, gujarat, sind, 1920, 1919, નીચે, ગ્રંથોની, ક્લિક, ડાઉનલોડ, શકાશે, સ્રોતઃ, પ્રકાશિત, કરેલી, ઉપરોક્ત, ગ્રંથમાળા, પુસ્તક, બહુ, ઉપયોગી, ગ્રંથમાળાના, ભાગને, આધારે, કરેલો, ગ્રંથમાળામાં, શહીદોનાં, અંગ્રેજી, ગોઠવીને, સંકલિત, કરાયાં, દરેકને, ઘટના, પાડવાનું, ભગીરથ, કાર્ય, આથી, ઇતિહાસની, દરેક, ઘટનામાં, શહીદોનો, કરવાની, જરૂર, સદ્, ભાગ્યે, ગ્રંથોના, ઍડીટર, સંપૂર્ણતાનો, દાવો, હોઈ, ગુજરાતની, બાબતમાં, શક્ય, dictionary, vol, iii, government, released, march, માટેની, ભારતની, હોમી, દેનારા, નામી, શહિદોને, અંજલીરૂપ, શ્રેણીનો, આવે, પાવક, યાત્રામાં, સહન, સૌનો, આભારી, હજી, હશે, જેની, માહિતી, ચૂક, આપણા, વીર, પૂર્વજોનો, ક્ષમાપ્રાર્થી, આપણે, સમક્ષ, નતમસ્તક, છીએ, કૉલેજમાં, કૉલેજના, પ્રાંગણમાં, રાખી, આસિસ્ટન્ટ, સુપરિન્ટેન્ડન્ટ, ટુકડીને, આપ્યો, કિનારીવાલાનું, કિનારીવાલાઃ, ૧૯૨૧, નાનપણથી, સામાજિક, પ્રવૃત્તિઓમાં, નવમી, ખાડિયા, વિસ્તારમાં, લોકોએ, સભાસરઘસ, યોજ્યાં, સૂત્રો, પોકાર્યાં, કડિયાને, વાગી, કડિયાઃ, સુજાન, જુલમો, દેવામાં, ઠાકુરભાઈ, ૧૯૨૭, ગોકુલપુરા, જૂનું, રાજ્ય, પંચમહાલ, વડોદરામાં, સમર્થનમાં, કોઠી, મોત, સોમાભાઈ, પંચાલઃ, ચોપાનિયાં, વહેંચ્યાં, નંદરબારમાં, વિદ્યાર્થીઓનું, તેની, બજાર, રોક્યા, લાઠીચાર્જ, અટક્યા, માણેક, ચોક, શિરીષ, છોકરીઓને, ગોળીબારથી, બચાવવાની, શિરીષકુમારઃ, ૧૯૦૨, જેતલપુર, દસ્ક્રોઈ, જિલ્લોઃ, લેવાના, આરોપસર, ૨૦મીએ, શિવલાલ, ૧૯૨૮, તેને, રોકવા, પોલિસે, શંકરભાઈ, ધોબીઃ, ભાદરણ, વીંધી, નાખ્યા, રતિલાલ, રસિકલાલ, જાનીઃ, જૂઓ, રણછોડભાઈ, નાગપુર, રહેતા, નાગપુરમાં, સત્યાગ્રહમાં, પાશવી, વ્યવહાર, પૅરોલ, બહાર, થોડા, દિવસોમાં, રમણલાલ, વતની, પુષ્પવદન, કલકત્તામાં, રહીને, ગાંધીજીએ, નું, એલાન, કૉલેજની, આસપાસ, પ્રદર્શન, યોજવાનો, પ્રયાસ, પકડીને, કોયમબત્તુરની, મોકલી, શરૂઆતમાં, નવિનચંદ્ર, વેરાગીવાળાઃ, નડિયાદ, ખેડામાં, બલિ, લેવાયો, નટવરલાલ, વનમાળીદાસ, ૧૯૨૩, રામપુરા, સરઘસમાંથી, રોજ, અતિશય, નાથાલાલ, સિતમ, વરસાવ્યો, ઑક્ટોબરે, નરહરિભાઈ, રાવળઃ, નારણભાઈ, મોહનભાઈ, કરજીસણ, કડી, ૧૯૩૦ના, સવિનય, કાનૂન, ભંગ, મીઠાનો, ભજવ્યો, સપ્ટેમ્બરે, નાનુભાઈ, કરાડી, નીકળેલા, સરઘસમાં, કરેલા, પોચિયાભાઈઃ, જ્ન્મ, ૧૮૯૦, કાન્તિપુર, દહેગામ, મોહનદાસ, પિલુદરા, જાન, મોહન, કાળાઃ, જુલાઈ, ૧૯૩૦, ચકલાશી, આંદોલનનું, બાર, છોકરો, કશા, લઈને, નીકળ્યો, વીંધાઈ, રાજકોટ, આઠમી, ઠેકાણે, સભાસરઘસો, આવા, કાર્યક્રમ, ગોળીનો, ૧૯૧૮, ગામે, યોજાઈ, મણિશંકર, ધીરજલાલઃ, ફેબ્રુઆરી, ૧૯૨૨, ચાણસ્મા, પાટણ, મિત્રોએ, કરવો, શીખવવાનું, માથે, લીધું, ગામેગામ, ગામેથી, ફરતાં, અડાસ, સ્ટેશને, સિપાઈઓ, મિત્રો, જાતે, પોલિસ, વધ્યા, પૂછ્યું, પોતે, સત્યાગ્રહી, કહી, અમારી, કરવી, સિપાઈઓએ, ક્ષણની, રાહ, જોયા, વરસાવી, મણિલાલના, માતવડ, જલાલપુર, જેલવાસ, ભોગવ્યો, ભયંકર, ગંદકીને, બીમાર, આવ્યાં, વર્ષમાં, પ્રભાવતીઃ, ભાવનગર, સરકારના, વિરોધમાં, કાનજીભાઈ, આણંદજી, બારૈયાઃ, શારીરિક, ત્રાસ, ગુજારવામાં, માંદા, ઝીણાભાઈ, મેસુરિયાઃ, ૬ઠ્ઠી, જોડાયાં, ત્રાટક્યું, નાસભાગમાં, પ્રાણઘાતક, દિવસે, જયાવતી, સંઘવીઃ, ઈજાઓ, ગુણવંત, માણેકલાલ, ગ્રેજ્યુએટ, સ્કૂલના, હેડ, માસ્ટર, વિસનગરમાં, કોન્સ્ટેબલે, શાંતાબેન, નામની, પિતા, સાંકળચંદ, ગોવિંદરાવે, ઝુંટવી, હૉસ્પિટલમાં, ઉતરાણકરઃ, ૧૯૨૦, બાબરા, ગોરધનદાસ, રામીઃ, પિંજારત, પકડ્યા, ગુજાર્યો, ઑક્ટોબરમાં, ચીબાભાઈ, ૧૯૦૮, ધુણાદરા, ડાકોરમાં, છોટાભાઈ, દેખાવોમાં, લેનારા, અથવા, પરિણામે, હાલતમાં, તેવા, બધાં, અંગ્રેજીની, નામોનો, ક્રમ, કોઈનું, મહત્ત્વ, દર્શાવતો, ૧૯૪૨, તારીખે, સ્ટેશન, બચાવમાં, વકીલો, વાહિનીનો, સભ્ય, પુલિન, બરુઆ, સાક્ષી, બની, કનકેશ્વર, ધર્મકાન્ત, ડેકા, ઘનશ્યામ, સૈકિયાને, સિવાયના, જણની, દયાની, અરજી, મંજૂર, ઘટાડીને, વર્ષની, જેલની, અપાઈ, કોઈ, જાતના, હિંસાત્મક, કાર્યમાં, માનતા, કેસમાં, પોતાનો, બચાવ, જૂને, વહેલી, પરોઢે, દેવાઈ, વિદેશી, છેક, ૧૭૫૭થી, હિંસાનો, કાનૂનને, નામે, હત્યાઓ, અંતિમ, કુંવરનો, ગોલાઘાટ, બલિજાન, ચરિયાલીમાં, ૧૯૦૫ના, માર્ચની, ૨૧મીએ, થયો, ૧૯૨૦માં, સ્કૂલમાં, અસહકાર, કૂદી, જીવનનિર્વાહ, નોકરી, ૧૯૩૬માં, છોડીને, દેશની, જીવન, સમર્પિત, ક્રાન્તિની, સરૂપાથર, જિલ્લામાં, કોંગ્રેસે, બનાવેલી, સેનાની, સરદારી, વર્ષના, ઑક્ટોબરની, દસમીએ, સરૂપાથરના, યુવાનોની, વાહિની, death, squad, ક્રાન્તિકારીઓએ, મિલિટરી, ટ્રેનને, પાટા, પરથી, ઉથલાવી, આમાં, ધૂંવાંફૂંવાં, થયેલી, આડેધડ, ધરપકડો, લાગી, અનેક, દમનનો, ભોગ, બદલ, જણને, કુંવરને, સરઘસો, કુંવરની, વાત, કરીએ, શહીદોને, અંજલિ, આપીએ, નામજોગ, યાદ, સહેલું, આંદોલનની, ઊગ્રતા, ઓસરી, ચાલતું, બલિદાન, દેતા, મહાત્મા, ગાંધીએ, આંદોલનને, છૂટો, દોર, જેલના, સળિયા, ધકેલી, દેવાયેલા, કોંગ્રેસના, નેતાઓને, સૂનકાર, ભાસતો, ૧૯૪૫માં, છોડવાનું, સત્કાર, ઠેકઠેકાણે, હજારોની, ભીડ, ઊમટી, ખરેખર, જનતાએ, કોંગ્રેસનું, મનોબળ, વધાર્યું, નેતાવિહોણી, જનતા, ઉલટી, અંગ્રેજ, સરકારનો, કટિબદ્ધ, દીપક, ધોળકિયા, કંટેન્ટ, જાઓ,
Text of the page (random words):
યા પોલીસે પૂછ્યું ત્યારે એમણે પોતે સત્યાગ્રહી છે એમ કહ્યું એમણે એ પણ કહી દીધું કે અમારી ધરપકડ કરવી હોય તો કરી લો સિપાઈઓએ એક ક્ષણની પણ રાહ જોયા વિના ગોળીઓ વરસાવી એમાં મણિલાલના પ્રાણ ગયા ૧૨ મણિશંકર ધીરજલાલઃ જન્મ ૧૯૧૮ તાલુકો ડાકોર જિલ્લો ખેડા એમના ગામે ભારત છોડો આંદોલન માટે જાહેર સભા યોજાઈ તેના પર પોલીસના ગોળીબારમાં મૃત્યુ પામ્યા ૧૩ મનુભાઈ મહેતાઃ જિલ્લો રાજકોટ આઠમી ઑગસ્ટે આંદોલન શરૂ થયું તે સાથે જુદા જુદા ઠેકાણે સભાસરઘસો થવા લાગ્યાં ઑગસ્ટમાં જ આવા એક કાર્યક્રમ દરમિયાન પોલીસની ગોળીનો શિકાર બન્યા ૧૪ મનુભાઈ પટેલઃ જન્મ ૨૯ જુલાઈ ૧૯૩૦ ચકલાશી જિલ્લો ખેડા ઉંમર ૧૨ વર્ષ ભારત છોડો આંદોલનનું એક સરઘસ એમના ગામમાં જ નીકળ્યું આ બાર વર્ષનો છોકરો કશા પણ ભય વિના ત્રિરંગો લઈને નીકળ્યો પોલીસની ગોળીથી વીંધાઈ ગયો ૧૫ મોહન કાળાઃ ગામ પિલુદરા જિલ્લો મહેસાણા એમના ગામમાં સરઘસ નીકળ્યું તેના પર પોલીસે ગોળીબાર કરતાં જાન ગયો ૧૬ મોહનદાસ પટેલઃ દહેગામ જિલ્લો વડોદરા એમના ગામમાં સરઘસ નીકળ્યું એમાં એ જોડાયા અને પોલીસની ગોળીથી મૃત્યુ પામ્યા ૧૭ મોહનલાલ પટેલઃ ગામ કાન્તિપુર જિલ્લો ખેડા પોલિસના ગોળીબારમાં માર્યા ગયા વિગતો ઉપર ૧૧ મણિલાલ પટેલ પ્રમાણે ૧૮ મોરારભાઈ પટેલઃ જ્ન્મ ૧૮૯૦ ખડી ફળિયા તા મહુવા જિલ્લો સૂરત ૨૨મી ઑગસ્ટે એક સરઘસ નીકળ્યું તેના પર પોલીસના ગોળીબારમાં મૃત્યુ થયું ૧૯ મોરારભાઈ પોચિયાભાઈઃ કરાડી જિલ્લો નવસારી ૨૨મી ઑગસ્ટે નીકળેલા સરઘસમાં પોલીસે કરેલા ગોળીબારમાં ઘાયલ થયા અને મૃત્યુ પામ્યા ૨૦ નાનુભાઈ પટેલઃ ગામ કરજીસણ તાલુકો કડી જિલ્લો મહેસાણા એમણે ૧૯૩૦ના સવિનય કાનૂન ભંગ મીઠાનો સત્યાગ્રહ આંદોલનમાં સક્રિય ભાગ ભજવ્યો તે પછી ૧૯૪૨ના ભારત છોડો આંદોલનમાં પણ જોડાયા ૩૦મી સપ્ટેમ્બરે અમદાવાદમાં એક સરઘસ પર પોલીસે ગોળીબાર કર્યો તેમાં મોતને ભેટ્યા ૨૧ નારણભાઈ મોહનભાઈ પટેલઃ અમદાવાદ ૨૫મી સપ્ટેમ્બર ૧૯૪૨ના અમદાવાદમાં સરઘસ નીકળ્યું પોલીસે એને વીખેરી નાખવા ગોળીબાર કર્યો તેમાં મૃત્યુ થયું ૨૨ નરહરિભાઈ રાવળઃ અમદાવાદના વિદ્યાર્થી ઑગસ્ટમાં એક સરઘસ નીકળ્યું તેમાં એમને પોલીસે પકડી લીધા જેલમાં પોલીસે એમના પર સિતમ વરસાવ્યો ૩૦મી ઑક્ટોબરે જેલમાં જ મૃત્યુ થઈ ગયું ૨૩ નાથાલાલ શાહઃ જન્મ ૧૯૨૩ ગામ રામપુરા જિલ્લો અમદાવાદ એક સરઘસમાંથી પોલીસે એમને પકડી લીધા ૯મી નવેમ્બર ૧૯૪૩ના રોજ જેલમાં પોલિસના અતિશય અત્યાચારને કારણે મૃત્યુ થયું ૨૪ નટવરલાલ વનમાળીદાસ શાહઃ તાલુકો નડિયાદ ૧૮મી ઑગસ્ટે ખેડામાં એક સભા પર પોલીસે ગોળીબાર કર્યો તેમાં એમનો બલિ લેવાયો ૨૫ નવિનચંદ્ર વેરાગીવાળાઃ મૂળ સૂરતના પણ કલકત્તામાં રહીને ભણતા હતા ગાંધીજીએ ભારત છોડો નું એલાન કર્યું ત્યારે એમણે પોતાની કૉલેજની આસપાસ વિરોધ પ્રદર્શન યોજવાનો પ્રયાસ કર્યો પોલીસે એમને પકડીને કોયમબત્તુરની જેલમાં મોકલી દીધા ત્યાં પોલીસના અત્યાચારને કારણે ૧૯૪૩ની શરૂઆતમાં જેલમાં જ અવસાન થયું ૨૬ પુષ્પવદન મહેતાઃ અમદાવાદ જિલ્લાના વતની ૧૯૪૩ની ૧૦મી જાન્યુઆરીએ અમદાવાદમાં સરઘસ નીકળ્યું તેના પર પોલીસે ગોળીબાર કર્યો તેમાં માર્યા ગયા ૨૭ રમણલાલ દેસાઈઃ મૂળ સૂરતના પણ નાગપુર રહેતા હતા ૧૯૪૨માં નાગપુરમાં ઝંડા સત્યાગ્રહમાં જોડાયા એમની ધરપકડ થઈ જેલમાં પોલીસે એમની સાથે પાશવી વ્યવહાર કર્યો નવેમ્બરમાં એમને પૅરોલ પર છોડવામાં આવ્યા પણ બહાર આવ્યા પછી થોડા દિવસોમાં મૃત્યુ પામ્યા ર૮ રણછોડભાઈ પટેલઃ જન્મ ૧૯૨૪ ખડી ફળિયા તા મહુવા જિલ્લો સૂરત ૨૨મી ઑગસ્ટે એક સરઘસ નીકળ્યું તેના પર પોલીસના ગોળીબારમાં મૃત્યુ થયું જૂઓ ઉપર ૧૮ મોરારભાઈ પટેલ ૨૯ રસિકલાલ જાનીઃ જન્મ ૧૯૨૬ અમદાવાદ ૯મી ડિસેમ્બરે સરઘસ પર પોલીસના ગોળીબારમાં મૃત્યુ થયું ૩૦ રતિલાલ પટેલઃ જન્મ ૧૯૧૭ ગામ ભાદરણ જિલ્લો ખેડા ૧૮મી ઑગસ્ટે પોલીસે વીંધી નાખ્યા વિગતો ૧૧ મણિલાલ પટેલ અને ૧૭ મોહનલાલ પટેલ ૩૧ શંકરભાઈ ધોબીઃ જન્મ ૧૯૨૮ તાલુકો ડાકોર જિલ્લો ખેડા ૧૪ વર્ષનો વિદ્યાર્થી ગામમાં સરઘસ નીકળ્યું તેને રોકવા માટે પોલિસે ગોળીબાર કર્યો તેમાં મૃત્યુ થયું ૩૨ ડૉ શિવલાલ પટેલઃ જન્મ ૧૯૦૨ ગામ જેતલપુર તા દસ્ક્રોઈ જિલ્લોઃ અમદાવાદ ભારત છોડો આંદોલનમાં ભાગ લેવાના આરોપસર ૧૩મી ડિસેમ્બરે એમની ધરપકડ થઈ જેલમાં અમાનુષી અત્યાચારને કારણે ૧૯૪૩ના મે મહિનાની ૨૦મીએ જેલમાં જ મૃત્યુ થયું ૩૩ શિરીષકુમારઃ જન્મ ૧૯૨૬ ઉંમર ૧૬ વર્ષ સૂરત એમણે સરકાર વિરોધી ચોપાનિયાં વહેંચ્યાં ૧૦મી ઑગસ્ટે નંદરબારમાં વિદ્યાર્થીઓનું સરઘસ નીકળ્યું તેની આગેવાની લીધી મંગળ બજાર પાસે પોલીસે એમને રોક્યા પણ વિદ્યાર્થીઓએ પરવા ન કરી એટલે પોલીસે લાઠીચાર્જ કર્યો તો પણ વિદ્યાર્થીઓ ન અટક્યા માણેક ચોક સુધી વિદ્યાર્થીઓ પહોંચ્યા ત્યારે પોલીસે ગોળીબાર કર્યો શિરીષ કુમાર છોકરીઓને ગોળીબારથી બચાવવાની કોશિશ કરતા હતા ત્યારે ઘાયલ થયા અને હાથમાં ઝંડા સાથે જ મોતને ભેટ્યા ૩૪ સોમાભાઈ પંચાલઃ જન્મ ૧૯૨૭ ગોકુલપુરા જૂનું વડોદરા રાજ્ય હવે જિલ્લો પંચમહાલ વડોદરામાં ભારત છોડો ના સમર્થનમાં સરઘસ નીકળ્યું તેના પર કોઠી પાસે પોલીસે ગોળીબાર કર્યો તેમાં મોત થયું ૩૫ ઠાકુરભાઈ દેસાઈઃ ગામ સુજાન સૂરત ઑગસ્ટ મહિનામાં પોલીસે એમને પકડી લીધા જેલમાં એમના પર સખત જુલમો થયા ઑક્ટોબર કે નવેમ્બરમાં એમને છોડી દેવામાં આવ્યા ૩૬ ઉમાકાન્ત કડિયાઃ જન્મ ૧૫ નવેમ્બર ૧૯૨૧ અમદાવાદ એમને નાનપણથી જ સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં રસ હતો નવમી ઑગસ્ટે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં લોકોએ સભાસરઘસ યોજ્યાં અને સરકાર વિરોધી સૂત્રો પોકાર્યાં પોલીસે એમને વીખેરી નાખવા માટે ગોળીબાર કર્યો એમાં ઉમાકાન્ત કડિયાને અસંખ્ય ગોળીઓ વાગી અને એ મૃત્યુને વર્યા ૩૭ વિનોદ કિનારીવાલાઃ જન્મ ૨૦ સપ્ટેમ્બર ૧૯૨૪ એ કૉલેજમાં ભણતા હતા વિદ્યાર્થીઓએ ૧૦મી ઑગસ્ટે કૉલેજના પ્રાંગણમાં જ ભારત છોડો આંદોલન માટે એક સભા રાખી એ વખતે પોલીસનો આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ત્યાં પહોંચી ગયો અને વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવાનો પોતાની ટુકડીને આદેશ આપ્યો વિનોદ કિનારીવાલાનું એમાં મૃત્યુ થયું ૦૦૦ આ સાથે ભારતની આઝાદી માટે પોતાના પ્રાણ હોમી દેનારા સૌ નામી અનામી શહિદોને અંજલીરૂપ આ શ્રેણીનો અંત આવે છે ૩૪ મહિનાની આ પાવક યાત્રામાં આપ સૌ સાથે રહ્યા અને મને સહન કર્યો તે માટે સૌનો આભારી છું હજી ઘણાયે શહીદો એવા હશે જેની માહિતી મને મળી નથી આ ચૂક માટે આપણા એ વીર પૂર્વજોનો ક્ષમાપ્રાર્થી છું આપણે બધા શહીદો સમક્ષ નતમસ્તક છીએ ૦૦૦ આ લેખ માટેની સંદર્ભ સામગ્રી ૧ કુશલ કુંવર kushal konwar અને indianfolklore org ૨ dictionary of martyrs india s freedom struggle 1857 1947 vol iii government of india released on 19 march 2019 ભારત સરકારે પ્રકાશિત કરેલી ઉપરોક્ત ગ્રંથમાળા ચાર ભાગ છ પુસ્તક બહુ ઉપયોગી છે આ લેખ આ ગ્રંથમાળાના ત્રીજા ભાગને આધારે તૈયાર કરેલો છે પરંતુ આ ગ્રંથમાળામાં શહીદોનાં નામ અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે ગોઠવીને સંકલિત કરાયાં છે એટલે દરેકને ઘટના પ્રમાણે અલગ પાડવાનું ભગીરથ કાર્ય છે આથી ઇતિહાસની આ દરેક ઘટનામાં શહીદોનો અલગ સંગ્રહ તૈયાર કરવાની જરૂર છે સદ્ ભાગ્યે આ ગ્રંથોના ઍડીટર સંપૂર્ણતાનો દાવો નથી કરતા એટલે બીજા પણ અનામી શહીદો હોઈ શકે છે ગુજરાતની બાબતમાં પણ નામો બાકી રહી ગયાં હોય એ શક્ય છે સ્રોતઃ નીચે અલગ અલગ ગ્રંથોની લિંક આપી છે એમના પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાશે volume 1 part i delhi haryana punjab and himachal pradesh 1857 1919 1 06 mb volume 1 part ii delhi haryana punjab and himachal pradesh 1920 1947 1 22 mb volume 2 part i up uttarakhand mp chhattisgarh rajasthan and j k 1857 1947 1 35 mb volume 2 part ii up uttarakhand mp chhattisgarh rajasthan and j k 1857 1947 1 34 mb volume 3 maharashtra gujarat and sind 1857 1947 1 14 mb volume 4 bengal bihar jharkhand odisha assam arunachal pradesh manipur meghalaya mizoram nagaland and tripura 1857 1947 1 71 mb like loading author dipak dholakia posted on 17 03 2025 16 03 2025 categories martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો martyrs of 1942 martyrs of indian freedom struggle web gurjari leave a comment on martyrs of indian freedom struggle 68 martyrs of 1942 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 સુભાષબાબુનું પરાક્રમ ૪ આઝાદ હિન્દ ફોજની લડાઈ સુભાષબાબુની ચિર વિદાય આઝાદ હિન્દ ફોજનું મુખ્ય કેન્દ્ર રંગૂનમાં હવે યંગોન ખસેડવાનો સુભાષબાબુનો નિર્ણય એમની યુદ્ધની વ્યૂહરચના વિશેની ઊંડી સૂઝ દર્શાવે છે આંદામાન નિકોબાર ટાપુઓ જાપાને એમના હાથમાં સોંપી દીધા પણ યુદ્ધની નજરે આ ટાપુઓનું કંઈ મહત્વ નહોતું નેતાજી સમજી ગયા હતા કે એમને ભારત ન પહોંચવા દેવા માટે જાપાને આંદામાન નિકોબાર ટાપુઓ આપી દેવાની ઉદારતા દેખાડી છે કારણ કે ત્યાંથી નૌકાદળની મદદ વિના આઝાદ હિન્દ ફોજના સૈનિકો ભારત તરફ ન જઈ શકે એ રસ્તો તો બર્મામાંથી જ મળવાનો હતો એમનો બર્મામાં ઑફિસ શરૂ કરવાનો નિર્ણય જાપાનને પસંદ ન આવ્યો પૂર્વ એશિયાના હિન્દુસ્તાનીઓ પૂર્વ એશિયામાં એ વખતે લગભગ ૩૦ લાખ હિન્દીઓ વસતા હતા જાપાનમાં તો હતા જ પણ એકલા બર્મામાં દસ લાખ અને મલાયામાં એંસી હજાર હિન્દીઓ હતા બર્મામાં તો કોંગ્રેસની સ્થાનિકની શાખા પણ ત્યાંના હિન્દીઓએ જ બનાવી હતી વેપારીઓની ઇંડિયન ચૅમ્બર ઑફ કૉમર્સ પણ હતી અને વેપારીઓ હિન્દવાસીઓનાં હિતોની બરાબર કાળજી લેતા હતા પરંતુ મલાયાના હિન્દીઓ રાજકીય દૃષ્ટિએ રંગૂનના હિન્દીઓ કરતાં વધારે જાગૃત હતા ત્યાંના શિક્ષિત હિન્દીઓ મજૂરોને પણ સંગઠિત કરવામાં સક્રિય હતા થાઈલૅંડમાં પણ ઘણા ભારતીયો હતા અને બીજા વિશ્વયુદ્ધના અરસામાં થાઈલૅંડમાં ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ પણ વધ્યો હતો એ જ રીતે વિયેતનામના સાયગોન અને હાનોઈમાં સિંધીઓની મોટી વસ્તી હતી રંગૂનમાં હેડક્વાર્ટર્સ રાખવાથી બર્મા મલાયા સિંગાપુર વિયેતનામ બેંગકોક વગેરે સ્થળોએ સ્થાયી થયેલા અસંખ્ય હિન્દીઓનો મોટા પાયે ટેકો મળવાની આશા પણ હતી અંતે ૧૯૪૪ના માર્ચમાં જાપાને બર્મામાંથી મણિપુર પર હુમલો કર્યો એનું નિશાન ઇમ્ફાલ હતું જાપાને ૭૦ ૦૦૦ સૈનિકોને લડાઈમાં ઉતાર્યા અને ભારે અનિચ્છા સાથે આઝાદ હિન્દ ફોજની ગાંધી બ્રિગેડ અને આઝાદ બ્રિગેડ અને સુભાષ બ્રિગેડના એક ભાગના ૬ ૦૦૦ સૈનિકોને ડાબે અને જમણે રહેવાની છૂટ આપી કૅપ્ટન શાહનવાઝ ખાનના હાથમાં આઝાદ હિન્દ ફોજનું નેતૃત્વ હતું સામે પક્ષે બ્રિટનના દળમાં ગોરખાઓ બીજા ભારતીયો વગેરે મળીને ૧ ૨૦ ૦૦૦ સૈનિકો હતા પણ જાપાનના હુમલાની શરૂઆત સાથે જ બ્રિટિશ દળો પાછળ હટતાં ગયાં એમનો વ્યૂહ એવો હતો કે સપ્લાય લાઇનની નજીક રહેવું ચારે બાજુ બધા મોરચે બ્રિટિશ દળો પરાજિત થતાં હતાં તે સાથે બ્રિટિશ ઑફિસરોએ હિન્દુસ્તાનીઓની પરવા કરવાનું છોડી દીધું હતું કૅપ્ટન લક્ષ્મી એ વખતે પોતાના પતિ સાથે એમની ક્લિનિકમાં હતાં ત્યાંથી ભાગી છૂટવાની એમને ચેતવણી મળતાં એ ભાગી છૂટ્યાં પણ રસ્તામાં પાછળથી જાપાની સૈનિકો આવતા હતા એમનાથી બચવા માટે બન્ને જણ રસ્તાની પાસે નાની ખાઈમાં ઊતરી ગયાં જાપાની સૈનિકોએ એમને જોઈ લીધાં અને એમની સામે મશીનગન ગોઠવી દીધી પણ હિન્દુસ્તાની છે એવી ખબર પડતાં જવા દીધાં બ્રિટિશ ફોજમાં પ્રેમ કુમાર સહગલ પણ હતા એમની બટાલિયનને પાછા હટવાનો આદેશ મળી ચૂક્યો હતો પણ એ જ સવારે એમના બ્રિટિશ સાથીનો સંદેશ મળ્યો હતો જાપાનીઓ એના બંકર સુધી પહોંચી ચૂક્યા હતા સંદેશમાં તો તરત ભાગી છૂટવાની ચેતવણી હતી પણ પ્રેમ કુમાર ઉલ્ટું સમજ્યા કે મદદ માટે જવાનું છે એ ત્યાં ગયા તો જાપાની સૈનિકોએ એમને ઘેરી લીધા પ્રેમ કુમાર પોતાનાં સંસ્મરણોમાં કહે છે કે જાપાની સૈનિકોને હિન્દુસ્તાનીઓને જાનથી ન મારવાનો હુકમ હતો પ્રેમ કુમારને આગળ તરફ હાથ બાંધીને એક ખુરશીમાં બેસાડી દેવાયા થોડે દૂર એક બ્રિટિશ ઑફિસર હતો એક જાપાની ઑફિસર આવ્યો અને પ્રેમ કુમાર સામે બંદૂક તાકી પણ પછી તારા પર ગોળી વેડફાય નહીં એવા ભાવ સાથે તલવાર કાઢી બ્રિટિશ ઑફિસરને પકડ્યો અને એનું ડોકું કાપી નાખ્યું સહગલ પર નજર રાખવા બેઠેલા એક જાપાની સૈનિકે એમનું નામ અને ધર્મ પૂછ્યાં અને બોલી પડ્યોઃ ઇન્દોકા ગાન્જીકા સહગલ ઇન્દોકા નો અર્થ તો સમજ્યા અને કહ્યું ઇન્દોકા યસ ગાન્જીકા નો તરત જ જાપાનીએ બે હાથ ભેગા કરીને એમના માથા પર ફટકો માર્યો સહગલે વળતો મુક્કો માર્યો પણ પછી જાપાની બોલવા લાગ્યો કે નિપ્પોન પહેલા નંબરે જનરલ તોજો બીજા નંબરે અને ગાન્જી ત્રીજા નંબરે હવે સહગલ સમજ્યા કે ગાન્જીકા એટલે ગાંધીનો માણસ એટલે કે હિન્દુસ્તાની એમણે હા પાડી પ્રેમ કુમાર સહગલ યુદ્ધકેદી બન્યા પછી એ આઝાદ હિન્દ ફોજમાં જોડાયા લાલ કિલ્લામાં બ્રિટિશરોએ આઝાદ હિન્દ ફોજના ત્રણ નેતાઓ સામે કેસ ચલાવ્યો તેમાં એ જ પ્રેમ કુમાર સહગલ શાહ નવાઝખાન અને સરદાર ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં હતા એમણે પાછળથી ઝાંસી કી રાની બ્રિગેડનાં કૅપ્ટન લક્ષ્મી સાથે લગ્ન કર્યાં ઇમ્ફાલ ભણી કૂચ ૧૯૪૪ની ૪થી ફેબ્રુઆરીએ આઝાદ હિન્દ ફોજે ભારત બર્માની સરહદે ગોળીબાર શરૂ કરી દીધો અને આરાકાન પહાડ પર ભારતીય ત્રિરંગો લહેરાવ્યો બોઝ અને ગાંધી બ્રિગેડો ઍક્શન માં હતી અહીંથી આઝાદ હિન્દ ફોજે હિન્દુસ્તાનની સીમામાં બેધડક ડગ માંડ્યાં અને પાલેલ મોરે સંગરાર અને નાગા પર્વતશૃંખલાનાં ઘણાં ગામોમાં ત્રિરંગો લહેરાવ્યો ત્યાંથી એક ટુકડી કોહીમા તરફ આગળ વધી અને એના પર કબજો કરી લીધો બીજી ટુકડીએ દીમાપુર અને સિલ્ચર સર કર્યાં આઝાદ હિન્દ ફોજે ચાર મહિનામાં ૧૫ ૦૦૦ ચોરસ માઇલનો વિસ્તાર પોતાના કબજામાં લઈ લીધો અને નેતાજીએ આઝાદ પ્રદેશના ગવર્નર તરીકે મેજર જનરલ એ સી ચૅટરજીની નીમણૂક કરી દરમિયાન ઇમ્ફાલ માટે ખૂનખાર લડાઈ ચાલતી રહી હજારો હિન્દુસ્તાની સૈનિકો આ લડાઈમાંથી કદી પાછા ન ફર્યા પરંતુ છ મહિના સુધી આઝાદ હિન્દ ફોજે ઇમ્ફાલ પર એટલું દબાણ ચાલુ રાખ્યું કે સાથી રાષ્ટ્રોના સૈનિકોને ખાધાખોરાકી પહોંચાડવાના માર્ગો ખોરવાઈ ગયા અને વિમાન મારફતે સામગ્રી પહોંચાડવી પડી સાથી રાષ્ટ્રો માટે ઇમ્ફાલ છોડી દેવું પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી વરસાદ અને દગાખોરી પરંતુ એ જ તબક્કે ભારે વરસાદે બ્રિટિશ દળોને શ્વાસ લેવાની નવરાશ આપી એ ફરી સંગઠિત થવા લાગ્યાં ઇમ્ફાલ છોડવાનો હુકમ રદ કરી દેવાયો બીજી બાજુ આઝાદ હિન્દ ફોજના સૈનિકો મેલેરિયા ઝાડાઉલટીની બીમારીઓમાં સપડાયા આઝાદ હિન્દ ફોજની નબળી બાજુ એ રહી કે એને હવાઈ દળનો ટેકો ન મળ્યો કેમ કે જાપાની હવાઈ દળને ત્યાંથી હટાવી લેવાયું હતું જાપાનની પોતાની સ્થિતિ પણ ખરાબ હતી એ પોતાનાં ભૂમિદળોને પણ મદદ કરવામાં અડચણોનો સામનો કરતું હતું આ જ સમયે આઝાદ હિન્દ ફોજના બે ઑફિસરો મેજર પ્રભુ દયાલ અને મેજર ગ્રેવાલ બ્રિટિશ પક્ષે ચાલ્યા ગયા એમણે બ્રિટિશ લશ્કરી અધિકારીઓને બાતમી આપી કે આઝાદ હિન્દ ફોજને સાધનસામગ્રીની ખેંચ હતી અને એમની સપ્લાય લાઇન કપાઈ ગઈ હતી જો કે ફોજ ઑગસ્ટ સુધી હિંમતથી મુકાબલો કરતી રહી પરંતુ નેતાજીને લાગ્યું કે હવે આગળ વધવું તે વધારે ખુવારીને આમંત્રણ આપવા જેવું છે એમણે ઑગસ્ટમાં પીછેહઠનો હુકમ આપી દીધો ચલો દિલ્હી પરંતુ નેતાજી પોતાના સંકલ્પમાં મોળા નહોતા પડ્યા એમણે મોરચા પર લડનારાઓથી અલગ સામાન્ય હિન્દુસ્તાનીઓને ફોજની મદદ માટે તૈયાર કરવા નાગરિક મોરચો ખોલ્યો અને મોરચે લડનારા સૈનિકોને બે નવા નારા આપ્યા ચલો દિલ્હી અને ખૂન ખૂન ખૂન ઘરઆંગણા માટે એમના નારા હતા કુલીય ભરતી અને કરો સબ નિછાવર ઔર બનો સબ ફકીર બીજા હુમલાની તૈયારી નેતાજીએ તરત બીજા હુમલાની તૈયારી શરૂ કરી દીધી સિંગાપુર મલાયા અને થાઈલૅન્ડથી કુમક પણ આવી પહોંચી હતી આ દળોએ પહેલાં જનરલ એન એસ ભગત એમના પછી કર્નલ અઝીઝ અહમદ અને તે પછી મેજર જનરલ શાહ નવાઝ ખાનના તાબામાં કામ કર્યું એની નીચેનાં દળોની આગેવાની કર્નલ ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં કર્નલ પ્રેમ કુમાર સહગલ અને કર્નલ એસ એમ હુસેનને સોંપાઈ આઝાદ હિન્દ્દ ફોજ પાસે હવે સાધનસામગ્રીની અછત નહોતી અને પહેલા હુમલાનો અનુભવ લઈ ચૂકેલા સ્વાતંત્ર્યવીરો લાંબો વખત આરામ કર્યા પછી નવા હુમલા માટે થનગનતા હતા બીજી બાજુ સાથી રાષ્ટ્રોની સેના પણ વધારે સજ્જ હતી આમ છતાં મેકિટિલા અને પોપા હિલ્સ પર આઝાદ હિન્દ ફોજે કબજો કરી લીધો પણ સાથી દળોએ એના ઉપર ફરી ફતેહ મેળવી આઝાદ હિન્દ ફોજે પણ વળતો હુમલો કરીને એ ફરી જીતી લીધાં આવું ઓછામાં ઓછું દસ વાર બન્યું પણ ફરી દગલબાજોએ બાજી પલટી નાખી મેજર મદાન મેજર રિયાઝ મેજર ગુલામ સરવર અને મેજર ડે બ્રિટીશ બાજુએ ચાલ્યા ગયા આમ છતાં મેજર જનરલ શાહ નવાઝ ખાન કર્નલ પ્રેમ કુમાર સહગલ કર્નલ ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં કર્નલ અર્શદ કર્નલ હુસેન મેજર મેહર દાસ જેવા ઘણાયે દેશભક્ત ફોજી અફસરો દેશને આઝાદ કરાવવાના ધ્યેયમાં દૃઢતાથી ટકી રહ્યા પરંતુ ૧૯૪૫ આવતાં સુધીમાં જાપાની સેના હારેલી લડાઈ લડતી હતી રંગૂન પર ફરી બ્રિટિશ દળોએ કબજો કરી લીધો ત્યારે નેતાજી ત્યાં જ હતા એમના સાથીઓએ એમને બેંગકોક તરફ નીકળી જવાની ફરજ પાડી રસ્તામાં એમના ઘણા સાથીઓ માર્યા ગયા ઝાંસી કી રાની બ્રિગેડની ઘણી મહિલા સૈનિકો પણ મોતને ભેટી ૧૮ દિવસ પગપાળા ચાલીને નેતાજી બેંગકોક પહોંચ્યા ત્યારે ત્યાં એમનું હિન્દુસ્તાનીઓએ ઊમળકાભેર સ્વાગત કર્યું નેતાજીએ અહીં લોકોને હાક્લ કરી તુમ મુઝે ખૂન દો મૈં તુમ્હેં આઝાદી દૂંગા નેતાજી બેંગકોકથી સિંગાપુર પહોંચ્યા અને ત્યાં આઝાદ હિન્દ ફોજના શહીદોનું સ્મારક ઊભું કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી ત્યાંથી એ બેંગકોક પાછા ફર્યા ત્યારે છઠ્ઠી ઑગસ્ટે અમેરિકાએ જાપાનના હીરોશીમા શહેર પર પરમાણુબોંબ ફેંકીને જાપાનને થથરાવી મૂક્યું નવમીએ નાગાસાકી બોંબનો શિકાર બન્યું તે સાથે જાપાનની શરણાગતીની વાતો શરૂ થઈ ગઈ અને ૧૧મી ઑગસ્ટે જાપાને હાર માની લીધી આ સાથે આઝાદ હિન્દ ફોજની લશ્કરી કાર્યવાહીનો અને એ સાથે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક ઝળહળતા પ્રકરણનો પણ અંત આવ્યો અને એ બધું ઓછું હોય તેમ એ વખતે પ્રસારિત થયેલા સમાચારો પ્રમાણે નેતાજી અને એમના હિન્દુસ્તાની સાથીઓ અને કેટલાક જાપાની લશ્કરી અધિકારીઓનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ભારતના ક્ષિતિજેથી એક મહાન સિતારો મહાન જનનાયક ચિર વિદાય લઈ ગયો 000 સંદર્ભઃ ina saga by sardar ram singh rawal publication date not available the forgotten army by peter ward fay the university of michigan press https www livehistoryindia com history daily 2020 03 25 battles of imphal kohima a time to heal https idsa in system files jds jds_8_3_2014_hemantkatoch pdf સંદર્ભ ૧માં દર્શાવેલા પુસ્તકના લેખક સરદાર રામ સિંઘ રાવલ આઝાદ હિન્દ ફોજમાં હતા અને યુદ્ધકેદીઓની છાવણીમાંથી પોતાના બે સાથીઓ સાથે ત્...
|