Meta tags:
description= અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..;
Headings (most frequently used words):
ને, કે, સત્સંગ, ગુરુ, દાદાશ્રી, માં, છે, પોસ્ટ, સંશોધક, શિવ, તાંડવ, સ્તોત્રમ, દાદાઈ, ગુરુવાણીનો, લાખેણો, પૂર્ણિમા, સંકલન, રમેશ, પટેલ, આકાશદીપ, કરી, તો, ભગવાન, તાજેતરની, ધર્મ, સાથે, પુરૂષ, જે, કરવાની, ગેરેન્ટી, આપી, નથી, સત્પુરુષ, તમને, મેનુ, ધર્મધ્યાન, ગીતામાંથી, શીખવા, જેવી, જીવનની, વાતો, લેખકઃ, પી, દાવડા, તારે, તે, નવકાર, કેદારસિંહજી, મે, જાડેજા, અહંકાર, ૐકાર, સંથારોઃ, મૃત્યુના, આવકારનું, વિજ્ઞાન, અજંપો, restlessness, gujarati, poem, મિચ્છામિ, દુક્કડમ્, હાથે, તમારા, પગ, ઉપર, કુહાડી, નાં, મારો, આટલું, આપજે, મને, છેલ્લી, ઘડી, મેટા, dharma, labh, પોસ્ટ્સ, ટિપ્પણીઓ, top, posts, શ્રેણીઓ, blog, stats, અલ્પમતિ, વિજય, શાહની, ધર્મવાતો, સમજણ, અને, ધ્યાન્, ગુજરાતી, અનુવાદ, ભાવાર્થ, અષાઢ, સુદ, પૂનમ, ૩૧, જુલાય, ૨૦૧૫, કોઈ, પુણ્યવંતી, ક્ષણે, સત્સંગનું, સૌભાગ્ય, જ્ઞાની, ની, વાણી, દર્શન, જ્ઞાનની, ચરણ, વિધિ, અમે, પામ્યા, કવિશ્રી, નવનિતના, પદમાં, કહું, શ્રુતવાણી, અમારું, જીવન, જ્ઞાતા, દૃષ્ટાની, અનુભવ, દશાનો, પથ, મળ્યો, જ્ઞાનીનું, પ્રત્યક્ષપણે, બોલવું, સાંભળવું, મતિજ્ઞાને, જાગૃતિનો, સંજોગ, ઊભો, થયો, ખૂલ્યો, તેની, સૂક્ષ્મતા, સમજાઈ, મનને, નીરોગી, કૃપા, મળી, પુણ્ય, સ્મરણ, દાદા, ભગવાનના, અસીમ, જયજયકાર, ના, મંત્રથી, ચરણે, શતશત, વંદન, ધન્ય, થઈએ, કૃપાળુ, દેવ, શ્રીમદ, રાજચંદ્રજીએ, કેવી, કોઈએ, પ્રગટ, આત્મા, વર્તે, શાસ્ત્ર, નહિ, મેં, બધાં, શાસ્ત્રો, જોયેલાં, આપું, છું, સિવાય, મોક્ષનો, બીજો, માર્ગ, એટલે, કહે, સત્પુરુષનો, યોગ, કરો, પ્રશ્ન, કર્તા, સંત, શો, ફેર, આખા, જગની, કલ્યાણ, જેની, ભાવના, હોય, એમને, ફક્ત, મનમાં,
Text of the page (most frequently used words):
અને (73), નથી (36), હોય (36), શિવ (31), કરે (27), એટલે (23), કરી (20), માટે (18), માણસ (18), રહે (17), કહે (17), વાત (17), ધર્મ (16), જૈન (16), નવકાર (16), સંથારો (16), હું (15), કરો (14), સાથે (14), આપણે (14), ત્યારે (13), જ્યારે (13), કોઈ (13), છું (12), જોઈએ (12), ગીતા (12), તાંડવ (11), #છેલ્લી (11), shah (11), નહીં (11), જાય (11), આપે (11), ઘડી (10), થાય (10), એવું (10), posted (10), under (10), vijay (10), માત્ર (10), આપણી (10), સદા (10), માં (9), જીવન (9), પરંતુ (9), સંથારામાં (9), કામ (9), uncategorized (8), ઉપર (8), મને (8), પહેલા (8), આવે (8), છતાં (8), તેના (8), ત્યાગ (8), આત્મહત્યા (8), અનેક (8), વચ્ચે (8), આપજે (7), ધર્મની (7), ૐકાર (7), મેં (7), મારા (7), leave (7), comment (7), ચરણ (7), મુજબ (7), રીતે (7), તરીકે (7), સ્તોત્ર (7), શિવજીના (7), રાવણ (7), કરનારા (7), ચંદ્ર (7), અર્જુન (7), com (6), view (6), નાં (6), વિજ્ઞાન (6), અન્ય (6), અહંકાર (6), આવી (6), પુરૂષ (6), તેમ (6), થયો (6), કૃપા (6), સંથારાને (6), કર્યો (6), સંથારાની (6), જૈનો (6), તેઓ (6), જેવા (6), કેમ (6), જેમ (6), રૂપ (6), નારા (6), the (6), ગીતામાં (6), કૃષ્ણ (6), માને (5), આટલું (5), ભગવાન (5), જેવી (5), અલ્પમતિ (5), જીવનમાં (5), મારી (5), પાંચ (5), શકે (5), આનંદ (5), આત્મા (5), હોવા (5), મિચ્છામિ (5), પ્રશ્ન (5), તમને (5), શ્રી (5), મૃત્યુ (5), થઈને (5), રહ્યા (5), પ્રકારના (5), મૃત્યુને (5), જીવ (5), માન્યતા (5), પડે (5), છીએ (5), ત્યાં (5), શું (5), તેને (5), અલગ (5), પોતાની (5), અનુવાદ (5), સર્વે (5), શીશ (5), સર્વ (5), મસ્તક (5), ગંગ (5), શિવજી (5), ભસ્મ (5), કંઠ (5), વાળા (5), મારું (5), જેમના (5), પ્રમાણે (5), સારી (5), કહ્યું (5), પ્રકૃતિ (5), શરૂ (4), this (4), wordpress (4), ધર્મધ્યાન (4), કહું (4), સ્તોત્રમ (4), કેદારસિંહજી (4), જાડેજા (4), તમારા (4), મૃત્યુના (4), વાતો (4), અંત (4), વાર (4), પ્રભુ (4), દર્શન (4), બંને (4), સાચી (4), original (4), post (4), રહી (4), કરતા (4), આવા (4), કરું (4), ઓગસ્ટ (4), શક્તિ (4), દરેક (4), જ્ઞાન (4), અંદર (4), દુક્કડમ્ (4), આકાશદીપ (4), 2015 (4), કલ્યાણ (4), કરવાની (4), દાદાશ્રી (4), તેની (4), http (4), ધાર્મિક (4), સંથારાનો (4), લઈને (4), ધર્મના (4), કર્યું (4), કારણ (4), બાદ (4), ધીરે (4), પ્રક્રિયા (4), શકાય (4), તમામ (4), કરનાર (4), દીક્ષા (4), કરીને (4), તેમજ (4), વિવિધ (4), દલીલ (4), શ્વેતાંબર (4), એમાં (4), આવો (4), સામે (4), સમાન (4), પ્રદાન (4), ભક્ત (4), પૂજન (4), ચરણોમાં (4), પ્રચંડ (4), વિજય (4), શોભતાં (4), માળા (4), કમલ (4), ડમરુ (4), નાદ (4), પૂર્ણ (4), દક્ષ (4), યજ્ઞ (4), ગજાસુર (4), અંધકાસુર (4), ધારણ (4), ચિત (4), એવા (4), જટા (4), ગુજરાતી (4), તેનો (4), થશે (4), સારા (4), વાળી (4), ખરાબ (4), inscription (4), ref (4), તને (4), કહેતા (4), આપણને (4), મળે (4), એની (4), ટિપ્પણીઓ (3), web (3), નીલા (3), કાવ્ય (3), posts (3), સંથારોઃ (3), આવકારનું (3), તારે (3), ગીતામાંથી (3), પોસ્ટ (3), ટીકા (3), મુજને (3), મનમાં (3), રોજ (3), દ્વારા (3), ક્ષય (3), કોઇ (3), વચન (3), હાથ (3), more (3), words (3), તેમના (3), ફક્ત (3), નહિ (3), તેમની (3), વ્યક્ત (3), પ્રકાશ (3), ઘેર (3), બાબતમાં (3), જેટલા (3), સૌને (3), રમેશ (3), અજંપો (3), restlessness (3), gujarati (3), poem (3), એમને (3), સત્પુરુષ (3), દેવ (3), ગુરુ (3), સત્સંગ (3), મનને (3), www (3), વચ્ચેનો (3), ભેદ (3), અંતિમ (3), ખોટી (3), વ્યક્તિ (3), થોડા (3), જેમાં (3), બીજી (3), સાધુઓ (3), ભલે (3), હાઈકોર્ટના (3), કેટલાક (3), જોકે (3), બાબત (3), પ્રયત્ન (3), હતું (3), અન્ન (3), યુગ (3), દિવાકર (3), ગુરુદેવ (3), ચાર (3), સુંદર (3), આત્મહત્યામાં (3), હશે (3), વિના (3), સાધુ (3), માણસને (3), પ્રવર્તે (3), એમના (3), કરવામાં (3), વિવાદ (3), ભારત (3), માનતા (3), કોર્ટે (3), વધારે (3), કાબૂમાં (3), હતો (3), રહેલા (3), ફરી (3), રાજસ્થાન (3), જૈનોએ (3), અતિ (3), સમજી (3), સરળ (3), બને (3), જાપ (3), દુખ (3), સ્તુતિ (3), મનન (3), ભાવ (3), ભજન (3), કરેછે (3), સિદ્ધિ (3), દેવીઓ (3), ધ્વનિ (3), મંત્ર (3), સર્પ (3), ક્યારે (3), શોભે (3), કારી (3), ભાર (3), અમોને (3), આપો (3), સંપત્તિ (3), આપના (3), જ્વાળા (3), દીધો (3), આનંદિત (3), રહેશે (3), ઘણી (3), તેણે (3), કરવા (3), કૈલાસ (3), ગયો (3), મુક્ત (3), પાસેથી (3), ક્યાંક (3), જરૂર (3), આદત (3), સમય (3), ગણવી (3), history (3), hathigumpha (3), htm (3), org (3), સિધ્ધ (3), જવાબ (3), કર્મ (3), વર્તવું (3), હવે (3), બીજા (3), ગીતાની (3), સ્વસ્થ (3), જરૂરી (3), ખોરાક (3), કેવો (3), કંઈ (3), ક્યાંયે (3), બૂરાઈઓ (3), રૂપમાં (3), site (2), with (2), required (2), રહ્યું (2), લોગ (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), blog (2), received (2), email (2), હાથે (2), કુહાડી (2), મારો (2), rekha (2), patel (2), vinodini (2), તુલનાએ (2), શાહ (2), તાજેતરની (2), શીખવા (2), જીવનની (2), લેખકઃ (2), દાવડા (2), ફીડ (2), older (2), સંશોધક (2), સમયે (2), સ્મરણ (2), સંત (2), પ્રાર્થના (2), શ્રેષ્ઠ (2), અનુભવ (2), ઘણા (2), વખત (2), મરણ (2), તું (2), શ્વાસ (2), મળી (2), સમજ (2), માયા (2), દુઃખ (2), વ્યવહાર (2), પોતાના (2), તમારું (2), આજની (2), કેટલા (2), આજે (2), કાલે (2), બનીશ (2), આગળ (2), કદાચ (2), કોઈએ (2), ઇચ્છા (2), 2014 (2), લાગે (2), ઈન્દ્રીય (2), પ્રદેશો (2), જેને (2), જગના (2), પડતી (2), જ્ઞાની (2), માણે (2), આત્મ (2), નિર્વેદ (2), કાયા (2), પોતે (2), કહેવાય (2), અર્થ (2), અનંત (2), વાણી (2), સંકલન (2), પટેલ (2), ભાવના (2), કર્તા (2), ગેરેન્ટી (2), આપું (2), બીજો (2), માર્ગ (2), વર્તે (2), કૃપાળુ (2), કેવી (2), આપી (2), ભગવાનના (2), પૂર્ણિમા (2), અમારું (2), મળ્યો (2), ઊભો (2), દાદાઈ (2), ગુરુવાણીનો (2), લાખેણો (2), સંથારા (2), સત્ય (2), કોર્ટ (2), બાબતે (2), કહેવું (2), મોટી (2), વળી (2), દિવસો (2), મહારાજ (2), તરફ (2), જૈનોના (2), ફિરકાના (2), ચુકાદાથી (2), નારાજ (2), સામાન્ય (2), ચુકાદાનું (2), સમર્થન (2), વર્ગ (2), કારણે (2), કરતો (2), લાગી (2), રવિરત્ન (2), જળનો (2), વીડિયોમાં (2), એવી (2), ભોજનનો (2), પછી (2), જૈનોમાં (2), માણસની (2), ફિલોસોફી (2), ઉત્સવને (2), ઈચ્છા (2), મૃત્યુનો (2), વિકલ્પ (2), આવકારે (2), દરમિયાન (2), સંબંધો (2), પ્રકારની (2), લીધા (2), સંસારમાં (2), જીવતા (2), ચૂકેલા (2), પરવાનગી (2), ગેરજૈનોમાં (2), થયા (2), માણસે (2), સંસારની (2), જાણવા (2), લગતા (2), પ્રવચનમાં (2), અત્યંત (2), ફિલિંગ્સ (2), વિદાય (2), ધર્મમાં (2), કરવાના (2), ધર્મો (2), એવો (2), ક્ષણ (2), નજીક (2), ત્યજીને (2), શરીરને (2), ધીમે (2), સુધી (2), પહોંચે (2), પીડા (2), ક્યારેય (2), દેશમાં (2), બની (2), વાતને (2), લેવામાં (2), ઈચ્છામૃત્યુને (2), થતાં (2), આપણા (2), જૈનોની (2), ફિરકા (2), દિગંબર (2), મૂર્તિપૂજક (2), ત્રણ (2), કરતાં (2), વધુ (2), ત્રણેક (2), કરવાનું (2), બંધ (2), કરવાનો (2), હકીકતમાં (2), નિર્ણય (2), લેવો (2), આગેવાનો (2), છોડી (2), હતી (2), ઉપરાંત (2), હસ્તક્ષેપ (2), કરતી (2), જૈનોનો (2), સમાચારોમાં (2), બનીને (2), હાઈકોર્ટે (2), એને (2), ગણી (2), અહંકારના (2), ભિતરમાં (2), શાંતિ (2), શરીર (2), અંધકાર (2), જનો (2), પ્રેમથી (2), ભાવથી (2), સહજ (2), શકું (2), રચિત (2), સ્તોત્રથી (2), પાઠ (2), નું (2), ભાતું (2), ભંડાર (2), સંપતીમાં (2), કદી (2), રાચતો (2), પઠન (2), શિવજીને (2), નમાવી (2), શ્લોક (2), જંજાળ (2), માંથી (2), મુક્તિ (2), પામેછે (2), શરણ (2), શિવને (2), સૂક્ષ્મ (2), ગાન (2), મંગલ (2), બધા (2), દુખો (2), મિટાવી (2), અપાવેછે (2), મંત્રની (2), અપાવે (2), પાપ (2), પરાગ (2), પ્રસન્નતા (2), ગીચ (2), ગંગાજી (2), કપટ (2), છોડીને (2), આપતાં (2), અથાગ (2), સુખ (2), ઓપતી (2), બનાવી (2), મોતી (2), રત્ન (2), શત્રુ (2), મિત્ર (2), રાજા (2), પ્રજા (2), કમળ (2), કથીર (2), ગણતા (2), વેગ (2), મધુર (2), અગન (2), કળા (2), માર (2), ત્રિપુરારિ (2), ભજું (2), કામદેવ (2), નીલ (2), પ્રકાશિત (2), સૃષ્ટિ (2), વિધ્વંસ (2), સકળ (2), નવીન (2), શિર (2), સંપતી (2), હાથી (2), ચર્મ (2), ધરી (2), ઇંદ્ર (2), દેવતાઓના (2), વક્ષ (2), શરણમાં (2), ગર્વ (2), ઉતારવા (2), ધરા (2), સર્પોની (2), જ્યાં (2), જટામાં (2), કેસર (2), બધી (2), શિવજીની (2), દૂર (2), ભભૂત (2), ટળે (2), ધધકી (2), રહીછે (2), બાળ (2), પવિત્ર (2), ભાવાર્થ (2), ખૂબ (2), વજન (2), રાવણની (2), કરશે (2), તેનું (2), જોવા (2), તેથી (2), તેવી (2), નવી (2), પ્રયાસ (2), મારે (2), ટેવ (2), પ્રમાદ (2), જશે (2), કરવો (2), થશો (2), ધર્મને (2), આપણું (2), દોસ્ત (2), ઠેકડા (2), કરીયે (2), થતા (2), સ્થિરતા (2), બાધી (2), mantra (2), jain (2), mssu (2), edu (2), projectsouthasia (2), primarydocs (2), epigraphy (2), hathigumphainscription (2), english (2), https (2), archive (2), date (2), સિક્કાઓ (2), ચાલવાનું (2), મળશે (2), સમજાવ્યું (2), ફેરા (2), રસ્તો (2), મામા (2), શ્વાસે (2), 2018 (2), અંતમાં (2), સંદેશ (2), સલાહ (2), કર્તવ્ય (2), સામા (2), અર્જુનને (2), ગીતાના (2), એનો (2), એના (2), વ્યહવાર (2), શીખ (2), વસ્તુઓ (2), વગેરે (2), થવી (2), ફરજ (2), બન્ને (2), ટકી (2), કરવાથી (2), અંગે (2), ઈમાનદારીથી (2), રમો (2), રમવું (2), શીખામણ (2), લડાઈ (2), એકની (2), સમજવાની (2), મિત્રો (2), દલીલો (2), શાહની (2), ધર્મવાતો (2), સમજણ (2), ધ્યાન્ (2), design, like, વેબસાઇટ, નામ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, 472, hits, stats, surfing, from, slide, show, શાહનાં, નિબંધો, શ્રેણીઓ, top, rajul, kaushik, ચેતન, jayesh, palejwala, પોસ્ટ્સ, dharma, labh, પ્રવેશો, ખાતું, બનાવો, મેટા, શોધો, દમે, દુશ્મનો, જાગૃતપણે, તારું, અજ્ઞાત, વાંચવી, પ્રાયશ્ચિત, કર્મોનો, સમયની, છેજ, વાંચવાથી, અભિમાન, રોગો, આત્માને, લાગતા, કંઈક, જણાય, અગણિત, અધર્મો, કર્યા, યોગે, ક્ષમાસાગર, ક્ષમા, જયારે, શૈયા, પરે, મિચાય, આંખડી, જીવનભર, સળગી, રહ્યો, સંસારના, સંતાપથી, શાંતિભરી, નિદ્રા, નિર્બળ, છેલ્લા, સંચરે, પ્રભુમય, જિંદગી, મોંઘી, જાગ્યો, તણાં, બંધન, માર્ચ, 2012, 426, સાંભળું, જોઉં, ઘરડા, બાપ, દીકરા, વહુને, ઘરના, ખૂણાનું, જુનું, પુરાણું, ફર્નીચર, આક્રોશ, અનુભવું, વહુઓ, બેજ, લાઈન, કહીશ, ઘરડાં, સાસુ, શ્વસુર, અણછાજતો, બાપને, પરીસ્થિતિ, મૂકી, જોજો, જરા, દુભાય, અણછાજતા, વર્તન, ગીતો, ગાનારા, બહુ, સાભળ્યા, ગીતોને, પાળનારા, દુનીયામાં, માબાપ, આંખોનો, તારો, આંખોનું, નુર, માબાપના, ટેકાથી, વઘ્યો, લાકડી, બોધપાઠ, વિચારોને, ખાસ, બંધબેસતી, પાધડી, પહેરવી, આજકાલ, વ્યસ્ત, ઝડપી, જોતી, સમજતી, ઉપરથી, લખવાની, વિનોદીની, 445, બંધાયો, કર્મકલંક, આવરાય, ભેદાય, એટલું, આત્મતત્ત્વ, ધરે, ડેવલપમેન્ટ, મનુષ્ય, જન્મ, જીવમાત્રને, નાભિ, સેન્ટર, આત્માના, ખુલ્લા, લીધે, વ્યવહારની, પીછાણ, જીવને, ગુંચવણ, આવરાયતો, કોઈને, ઓળખી, પાછોય, બધાંય, આવરણો, તૂટી, ગયાં, સ્વરૂપ, જ્ઞાને, બ્રહ્માંડે, પ્રકાશવાની, કેવળ, જાણવાની, વેદક, ખમવાની, નિર્વેદક, ત્રણેય, ઈફેક્ટીવ, અનઈફેક્ટીવ, વેદના, ખમતા, આધારે, સિધ્ધભગવાન, થાવ, નહોય, પરમાત્મા, સ્વરૂપી, ચૈતન્યધની, ચૈતન્યનો, આત્મામાં, ઘડાની, લાઈટ, બહાર, આવરણે, આત્મજ્ઞાનીની, thanks, webjagat, for, picture, via, 518, આખા, જગની, જેની, ફેર, યોગ, બધાં, શાસ્ત્રો, જોયેલાં, સિવાય, મોક્ષનો, પ્રગટ, શાસ્ત્ર, શ્રીમદ, રાજચંદ્રજીએ, વણાકબોરી, થર્મલ, પાવર, સ્ટેશન, આશિષ, સત્સંગી, રમેશભાઈ, સીરીષભાઈ, દોશી, અષાઢ, સુદ, પૂનમ, જુલાય, ૨૦૧૫, પુણ્યવંતી, ક્ષણે, સત્સંગનું, સૌભાગ્ય, જ્ઞાનની, વિધિ, અમે, પામ્યા, કવિશ્રી, નવનિતના, પદમાં, શ્રુતવાણી, જ્ઞાતા, દૃષ્ટાની, દશાનો, જ્ઞાનીનું, પ્રત્યક્ષપણે, બોલવું, સાંભળવું, મતિજ્ઞાને, જાગૃતિનો, સંજોગ, ખૂલ્યો, સૂક્ષ્મતા, સમજાઈ, નીરોગી, પુણ્ય, દાદા, અસીમ, જયજયકાર, મંત્રથી, ચરણે, શતશત, વંદન, ધન્ય, થઈએ, જુલાઇ, khabarchhe, magazine, article, santharo, આપઘાત, બંનેનું, સદંતર, વાજબી, ક્યારેક, નાદાનિયતમાં, ધર્મથી, પ્રભાવિત, ઉપાધિ, અગાઉ, રાજકોટમાં, જુદો, કિસ્સો, પ્રકાશમાં, આવેલો, ગોંડલના, ગાદીપતિ, ગિરીશમુનિ, સાહેબના, વમળો, સર્જાયેલા, ચારેય, ધર્મગુરુઓ, લોકો, અંદરખાને, નાનો, હોવાને, ખુલ્લેઆમ, લેખમાં, એમનો, ઉમેરવા, ઘણો, તમામે, વિવાદના, ડરથી, દુક્કડમ, પ્રકિયાને, ધર્મગુરુઓમાં, મતમતાંતર, પ્રવર્તતા, આચાર્ય, સુરીજીના, જણાવ્યાં, પ્રક્રિયામાં, ઝાટકે, ટ્યુબ, પરના, માહિતી, તબક્કાવાર, કર્યાં, સમયના, ત્યાર, ટાણાના, પાણીનો, આહારની, સમજાવવામાં, ઈનર, ક્લિનિંગ, પ્રોસેસ, શોર્ટ, આવકારવાની, સાંકળી, ભારતભરના, પાસેની, અપેક્ષા, ખૂટી, અથવા, જીવનથી, નાસીપાસ, પલાયન, સાધવા, સ્વીકાર, અપેક્ષાઓથી, ઊઠીને, નામના, ભેટતો, મોહમાયાથી, છૂટતો, માણસનો, અવગતે, કહેવાતું, દુન્યવી, માયાનો, ચૂકેલો, અલબત્ત, સંસારી, છોડવી, હજુ, ઉદાહરણો, આવકારવામાં, બોલાવવામાં, ફરક, મહેમાનને, આવકારીએ, નોકર, ચાકરોને, બોલાવીએ, દુખી, નેગેટિવ, દુનિયામાંથી, મોહમાયાનો, પૂરા, આનંદથી, પોઝિટિવ, અધ્યાત્મિક, અનુભૂતિ, અવસર, ગણાવે, જણાવે, દુનિયાના, જન્મોત્સવ, ઉજવે, એકમાત્ર, ઉત્સવ, મનાવે, પ્રત્યેક, મૃત્યુની, જતો, પરમાત્માની, આનંદદાયી, સ્થળનો, મુનિઓ, આપઘાતમાં, વિકટ, પરિસ્થિતિના, હારી, થાકીને, મુત્યુને, સ્વીકારે, શરીરની, જરૂરીયાતોને, અતિક્રમીને, મોહને, કેળવીને, શરીરના, શારીરિક, હોઈ, કરનારી, માનસિક, ભોગવતી, દાવો, જૈનગુરુ, જીવનનો, આણવા, પદાર્થનો, ઉપયોગ, પૂરી, સમજદારીથી, સહજતાથી, સગવડતાઓ, અનુકૂળતાઓ, આવકાર, આપવામાં, આવતો, વાદ, સ્વાભાવિક, સંવેદનશીલ, તર્ક, તથ્ય, ધર્મનું, લેબલ, વાતમાં, પ્રતિપ્રશ્ન, શકાતા, આખરી, સનાતન, માની, વિવાદો, દેશનો, કાયદો, અનુમતિ, આપતો, જાણતા, જૈનેતર, જાતિના, લોકોને, ઉત્સુકતા, ઈચ્છામૃત્યુ, સરખાવવું, પડ્યું, ઈચ્છામૃત્યુથી, મુખ્યત્વે, છેઃ, સ્થાનકવાસી, તેરાપંથી, બાકીના, પેલા, સંખ્યા, ગુજરાતમાં, મૂર્તિપૂજકોનું, પ્રભુત્વ, શ્વેતાંબરોએ, સદીથી, કાળમાં, પરિબળ, માણસના, રાખી, રહેતું, અનુષ્ઠાન, રહેતો, સદી, પૂર્વાચાર્યોએ, નિષેધ, જેવું, શ્વેતાંબરો, ફિરકાઓ, વાપી, ખાતે, ચતુર્માસ, ગાળી, જૈનાચાર્ય, સુરીજી, જોઈતો, ધર્મનો, સંતો, લેતા, દેવી, જોઈતી, ઉદાહરણ, મુસ્લિમો, તાજીયા, કાઢે, સ્વપીડનનું, કૃત્ય, અટકાવવાનો, પાટીદારોની, અનામતની, માગણીઓ, શહેરોમાં, રેલીઓના, નામે, પ્રદર્શનોને, પાછળ, ધકેલાઈ, ગયેલો, અધૂરામાં, પૂરું, વિઝિટિંગ, દિવસના, રોકાણ, દુબઈ, આંટો, આવ્યા, સમાચાર, અખબારોમાં, બોક્સ, મેટર, ગયા, લગતો, ચુકાદો, આપેલો, ભારે, છવાયેલો, દેશભરના, ચુકાદાની, નારાજગી, અહિંસામાં, માનનારા, ગુજરાત, સહિત, દેશના, રાજ્યોમાં, મૌન, રેલીઓ, કાઢી, મહિનાના, હપતામાં, લેવાની, પ્રક્રિયાને, ગણીને, દંડસંહિતાની, કલમ, 306, ગુનો, દાખલ, આદેશ, આપ્યા, ચુકાદાને, સુપ્રિમ, કોર્ટમાં, પડકાર્યો, સાથોસાથ, કોર્ટને, બાબતોમાં, ચંચુપાત, ભલામણ, સ્વપીડનની, મર્સિકિલિંગ, ધર્મોમાં, રીતસરની, સ્વપીડનને, લગતી, ક્રિયાઓ, દેશની, અદાલતો, સરકાર, ધર્મોને, ચુકાદા, આપતી, ૐકારથી, ભરપૂર, સરળતાથી, વહે, આવેશમાં, જીંદગીની, ગતિ, તેજ, ૐકારના, સમાયેલી, સંતોષનું, છુપાયેલું, સંસ્કાર, ચાંદ, લગાડે, સંસ્કારના, દામન, દાગ, વિનમ્રતાનું, વિદ્યાનો, લક્ષ્મીનો, વિનાશ, નોતરે, પવિત્રતા, અર્પે, પાસે, જવાનું, પાત્ર, દુષિત, પથદર્શક, માનવની, પ્રગતિમાં, અવરોધકારક, જીવનને, અલંકૃત, ફેલાવે, અહંકા, માનસ, માનવી, ડિસેમ્બર, ગાંધીધામ, 94261, 40365, અનુવાદક, ઇતિ, સંપૂર્ણ, મહાન, રચાએલ, ઉત્તમ, રચનાને, સકું, ભાષામાં, સમજાય, આશાએ, અહિં, રજૂ, આસથી, અહીં, ધર્યું, ભક્તને, ઉમદા, અલંકારને, કેદાર, રચ્યું, રાવણે, અંતે, સાંજના, ભરેછે, તેનાં, ભાર્યા, રચ્યો, પચ્યો, ભોગવવું, પડતું, અશ્વ, વિપદ, ભર્યા, શિવનું, સાંઝના, ભરે, જીવનું, તાપ, મોક્ષ, વાસ, મુક્તિને, પામતો, મટે, સ્તવન, કરેજે, સર્વદા, દાવાગ્નિ, સમુદ્રમાં, લાગેલા, ધરેલી, આપનારી, વિવાહમાં, આવેલ, મંત્રોમાં, બધાના, સાંસારિક, સર્વના, વિવાહ, પ્રસંગે, શિવના, સમુદ્ર, કાપતી, ધારિણી, દાત્રી, પ્રબલ, દેવાંગનાઓના, પુષ્પો, તેમાંથી, ઊડતી, દેહ, પરથી, પસાર, સુગંધ, ફેલાવેછે, હ્રદયને, સુગંધને, ફેલાવતી, અપાવતી, હ્રદય, મંહી, અપાર, શોભી, પુષ્પછે, ત્યાંથી, પરહરી, દેહછે, દેવાંગના, મસ્તકે, લતા, મંડપમાં, કોતરમાં, વસવાટ, અંજલી, રૂપવતી, પાર્વતી, માતાના, લખેલા, મંત્રને, વાંચીને, સુખે, કરૂં, શિવા, લખ્યું, નામનું, સમેત, જપું, વસું, કોતરે, વિનાનો, આપને, અર્ઘ્ય, કુંજમાં, પત્થર, ફૂલ, માટી, રાખ, સર્વને, તેમનું, સખા, માળમાં, મહી, અંતર, આણે, પથ્થર, ફૂલમાં, સર્પોના, ફુત્કાર, જેવો, ધરાવ, મૃદંગ, અવાજ, લલાટ, અગ્ની, તાલ, શોભા, અપરમ, પાર, તાલમાં, તાનમાં, રાજે, ભાલમાં, ત્વરિત, ફૂંકાર, ફેણના, મૃદંગના, ગાજે, સર્પના, ભ્રમરો, ધ્વંસ, રાજ, યમના, યમરાજ, મારનાર, ભ્રમર, સમા, ભંગ, મંગલા, વિકસિત, કાંધ, સમગ્ર, હરો, પ્રજાપતિ, ત્રિપુરાસુરને, નમન, ત્રિપુરાસુર, હનન, હર્તા, નમૂ, ભગવંતા, કંધ, કાપો, હંતા, મેઘની, ઘટાઓથી, પરિપૂર્ણ, અમાસના, ગૂઢ, ચર્મથી, સુશોભિત, ગંગા, ધરનારા, જગત, સહજમાં, સંભાળતા, ઉપકાર, ભારને, આંધી, હરિ, મેઘ, મંડળી, નાંખનારા, અહમ, નાસ, ગિરિજા, પુત્રીના, સ્થલ, ચિત્રકારી, કમળમાં, ગિરજા, સુતાના, કક્ષ, ચતુર, ચિત્રકારના, ચીતડું, પ્રતાપ, આદી, દેવનો, તણો, દહન, કરાલ, ભાલ, જ્વાલના, મસ્તકની, દેવને, શીતળ, કાંતિ, ગંગાજીને, મુંડકા, અખૂટ, મુકુટ, મૂંડકાની, માળ, દેજો, ભરી, સૌમ્ય, શંકરા, અહમ્, કામને, રૌદ્ર, આગથી, દેવના, દેવતાઓ, સેવે, ચરણોની, ધૂળ, માથા, જેમને, સદાય, શેખરા, સદાએ, સંપદા, શોભતા, ભુજંગ, કમલને, સેવતા, ચડાવી, માથે, ધૂલ, પંકજ, પૂજતા, સહસ્ત્ર, દેવતા, શીવજીની, ફણીઘરો, મણીઓના, પ્રકાશથી, દિશાઓ, વરણી, શોભેછે, ગજાચર્મ, વસ્ત્રથી, પ્રાણીઓનું, રક્ષણ, પ્રાણી, રક્ષતાં, વિનોદિત, કેરા, પુંજ, ફણીધરો, દિશા, પ્રકાશતી, વરણસી, મણીધરો, પર્વતરાજ, હિમાલયપુત્રિ, કટાક્ષથી, ભક્તોના, થાયછે, જટાધારી, નાથના, લગાવું, ચીત, નાથ, તરણ, પ્રફુલ્લ, દિગંબરા, વિલાસ, સંગ, આનંદીની, દયાળ, ભીડ, ભક્તની, નગાધિરાજ, નંદિની, ગુંચવાએલી, વેગીલી, ધારાથી, ભ્રમણ, પખાળેછે, અગ્નિ, શોભાયમાન, પ્રેમ, સભર, શિરે, ચમકદાર, કાળ, જ્વાળ, ભમે, ચંચલ, ધાર, પખાળતી, કોચલી, મહીં, ઘટાટોપ, જટાની, અંદરથી, ગંગાજીની, ધારા, પ્રવાહિત, ઝેરને, સ્થાન, આપેલા, કંઠને, પ્રક્ષાલિત, કંઠમાં, લટકી, વગાડી, રહ્યાછે, થાપ, નાચતાં, માપ, વિશાળ, ઘટા, ઘનિ, વસી, ગરલ, પલાળતી, જટાજૂટ, પાછળની, નાનકડી, કથા, ચડ્યો, ગર્વિષ્ઠ, શક્તિનું, પ્રદર્શન, પર્વતને, ઉઠાવવાનો, શંકર, ભગવાને, પરચો, આપવા, પર્વતનો, વધારી, વજનદાર, ઓચિંતો, પર્વતમાં, વધવાથી, ધુંઆપૂંઆ, ક્રોધે, ભરાયો, ઉપાડવા, સમર્થ, રહેતાં, પર્વની, નીચે, દબાઈ, પ્રયત્નો, ફાવી, વેદનામાંથી, થવા, કૈલાસપતિ, મહાદેવની, હૃદય, પૂર્વક, વિનવણી, પ્રસન્ન, રાવણને, પર્વતના, એટલેજ, વિદ્વતા, પૂર્વકનું, સ્તોત્રછે, વિકરાળ, ભયંકર, રુદ્ર, સ્વરનું, નિરૂપણ, થયુંછે, પંડિતાઈનું, કરાવેછે, સ્તોત્રનું, દરરોજ, વાંચન, બદ્ધ, બીલી, પત્ર, શ્વેતાર્ક, પુષ્પથી, મહાદેવ, ભજશે, મનોકામના, ઋષિ, પુત્ર, રાક્ષસ, યોનિમાં, જનમ્યો, વિદ્વાન, ગ્રંથો, સંહિતા, રચયિતા, પ્રાપ્ત, કરેલી, સાધના, મેળવેલી, સંસ્કૃતમાં, અદ્ભુત, ભાષાઓમાં, ઉપલબ્ધ, સંસ્કૃત, હિંદી, ભાષા, દાખલા, અભ્યાસ, ગદ્ય, પદ્ય, ક્યાંય, મળતો, સ્લોકમાં, રચાયેલા, સ્તોત્રનો, ગાઈ, તેવા, રાગમાં, વાંચી, વડીલ, જીતેન્દ્રભાઈ, પાઢ, તંત્રી, નૂતન, નગરી, સાપ્તાહિક, મુંબઈ, સૂચન, લીપિમાં, નમ્ર, કર્યોછે, મૂળ, ઢાળ, ગુજરાતીમાં, બેસાડવા, જતાં, અનાયાસે, છૂટ, લેવી, પડીછે, ક્ષમ્ય, દરગુજર, ભક્તિ, ભાવે, નિત્ય, પાઠમાં, વાપરે, અંગત, પ્રસ્તાવના, ફેબ્રુવારી, 2017, છેલ્લાં, વિધાન, વિરોધનો, વાવંટોળ, મળવાનો, છતા, કર્મો, ગણવાનું, પાડતા, જાગરુકતાની, ટેવો, ગુલાબને, જાળવણીની, વગડાનાં, ફુલોને, વાવવા, જવા, પડતા, ગણવાની, આતમાં, જાગરૂકતા, માંગશે, પછીથી, ટેવને, લીધેજ, આળસ, ભાગી, પંચ, મહાવ્રતો, જેવાકે, અહિંસા, ક્રોધ, ચોરી, કરવી, જોઈતું, સંઘરવુ, સાત, થતું, મંત્રનાં, જશો, ચમત્કારો, જોતા, પહેલો, ચમત્કાર, ગમતી, દુશ્મન, બાકી, મારવાની, વખતે, ાપણ, હિતકારી, તેવું, હોતું, સમજ્યો, ધર્મગુરુ, આપણ, કશું, સંસારિક, કામોમાંથી, કાઢીને, ફાયદાઓ, જણાવું, હોયતો, સામાયીક, કરવું, તેમાં, નવકારવાળી, સવારે, ઉઠીને, એટલેકે, છુટી, લઘુત્તમ, આરાધના, અર્થે, ગુરુજનો, જાણેલી, માહીતિ, file, hatigumfa, jpg, thumb, 250px, king, khāravela, udayagiri, hills, 162, bce, starts, namokar, was, inscribed, monarch, kharavela, rapson, catalogue, indian, coins, british, museum, andhras, etc, xvii, full, text, webarchive, url, 20061117151339, november, 2006, આચાર્યો, આદિનાથનાં, સમયથી, અસ્તિતવ્માં, હોવાનું, શાસ્વતા, વીકીપીડિયાનાં, સંશોધનોમાં, ક્રીસ્ટ્નાં, ૧૬૨, વર્શ, પહેલાનાં, ખરાવેલ, રાજાનાં, સમ્યની, ગુફામાં, શિલાલેખ, ઉલ્લેખ, champat, rai, author, details, keyofknowledge, source, 1919, namokara, description, wikipedia, wiki, b0_, મહામંત્રનું, મહાતમ્ય, shree, navkarmantra, ભગવંતો, સુચવેલા, રસ્તા, શ્રધ્ધાથી, શરું, પ્રશ્નો, જવાબો, મામાએ, બહું, વિનયપૂર્વક, કહેતો, શરુઆત, પડેને, નવકારે, જ્ન્મ, જન્માંતર
Text of the page (random words):
ય શાહની ધર્મવાતો ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્ મેનુ કંટેન્ટ પર જાઓ મુખ્ય પૃષ્ઠ ધર્મધ્યાન અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્ પોસ્ટ સંશોધક older posts ગીતામાંથી શીખવા જેવી જીવનની વાતો લેખકઃ પી કે દાવડા posted on મે 21 2018 by vijay shah under uncategorized ગીતામાં માત્ર ધર્મની વાત નથી એ જીવન જીવવાની રીત બતાવે છે ગીતા માત્ર પરલોકની વાત નથી કરતી ગીતા આ લોકમાં સુખ શાંતિ અને તંદુરસ્તી કેમ મળે એની વાત કહે છે ગીતા માત્ર વૃદ્ધાવસ્થામાં સમજવાની કૃતિ નથી એ બાળપણથી જ આત્મસાત્ કરવા જેવી અનેક શીખામણ આપે છે ગીતા અર્જુન અને શ્રીકૃષ્ણ વચ્ચેનો સંવાદ છે યુદ્ધના મેદાનમાં ઘણાંબધા સગા સંબંધીઓ અને ગુરુજનોને જોઈ અર્જુન લડવાનો વિચાર માંડી વાળે છે અહીંથી ગીતાની શરૂઆત થાય છે કૃષ્ણ અને અર્જુન મિત્રો છે એટલે બન્ને વચ્ચે દલીલો થાય છે બન્નેનો અલગ અલગ મત છે એટલે ચર્ચાના રૂપમાં દલીલો થાય છે પણ ક્યાંયે એક બીજાને ઉતારી પાડવાનો પ્રયાસ નજરે પડતો નથી ક્યાંયે એક બીજા ઉપર ગુસ્સે થતા હોય એવું લાગતું નથી અર્જુન શંકાઓના રૂપમાં સવાલ કરે છે અને કૃષ્ણ સમાધાનના રૂપમાં જવાબ આપે છે આમ ગીતા આડકતરી રીતે બે સજ્જન માણસો વચ્ચે ચર્ચા કઈ રીતે થવી જોઈએ એનું એક ઉદાહણ છે કૄષ્ણની પ્રથમ દલીલ એ છે કે અર્જુન ક્ષત્રિય છે એટલે અન્યાય સામે લડવાની એની ફરજ જ નહીં એનો એ ધર્મ છે એ ધર્મ પ્રમાણે નહીં વર્તે તો જગતમાં એની બદનામી થશે આ વાત કૃષ્ણ અર્જુનને સમજાવીને કહે છે એની ઠેકડી ઉડાડીને નથી કહેતા સાચી વાત પણ સારી રીતે કહેવી જોઈએ એ ગીતાની બીજી શીખ છે ગીતા એ પણ શીખવે છે કે બે મિત્રો વચ્ચે મદભેદ હોય તો પણ શિષ્ટાચાર છોડીને વર્તવું ન જોઈએ ગીતામાં એકની એક વાત ફરી ફરી કહેવામાં આવે છે આપણે જાણીએ છીએ કે practice makes man perfect કૃષ્ણ પોતાની દલીલ અર્જુનના મનમાં ઠસાવવા માટે એકની એક વાત અલગ અલગ રીતે કહે છે જ્યારે એમને પાકી ખાત્રી થાય કે અર્જુન આ વાત હવે સમજી ગયો છે ત્યારે એ બીજી નવી વાતો કહે છે શિક્ષકોએ આ વાત ગીતામાંથી સમજવાની જરૂર છે અર્જુન વચ્ચે વચ્ચે અનેક શંકાઓ વ્યક્ત કરે છે અનેક સવાલો પૂછે છે છતાં કૃષ્ણ કંટાળ્યા વિના શાંતિથી દરેક સવાલનો જવાબ આપે છે સારા ગુરુએ શિષ્ય પ્રત્યે આવો ભાવ કેળવવો જોઈએ હકીકતમાં મહાભારતની કથાનો સંદેશ સ્પષ્ટ છે આપણી અંદર કૌરવો જેવી ૧૦૦ બૂરાઈઓ છે તો આપણી અંદર પાંડવો જેવી પાંચ સારી વસ્તુઓ પણ છે આ બધા ખરાબ સારા વિચારો આપણી અંદર એક સાથે રહેતા હોવાથી આપણને એ બધાને સાચવવાની આદત પડી જાય છે અને એ બે વચ્ચે લડાઈ કરવાથી કતરાઈએ છીએ ગીતા કહે છે આ ખોટું છે મક્કમતાથી બૂરાઈઓ સામે લડાઈ કરી એમાંથી મુક્તિ મેળવવી જોઇએ આપણે આપણી આંતરિક બૂરાઈઓ સામે લડવામાં અર્જુનની જેમ આનાકાની ન કરીએ એટલા માટે ગીતા આપણને કૃષ્ણ બનીને માર્ગ દેખાડે છે ગીતાના કર્મ સંબંધી વિધાનો અંગે ઘણી ગેરસમજ પ્રસરેલી છે ગીતા કહે છે જે કંઈ કરો એ મન દઈને કરો પુરી ઈમાનદારીથી કરો પરિણામ અંગે શંકા કુશંકાથી મુક્ત થઈને કરો બીજા શબ્દોમાં રમો આનંદ મેળવવા રમો પણ જીતવા માટે જ રમવું અને જીત ન મળે તો ન રમવું એવું ન હોવું જોઈએ વ્યહવારમાં તો આપણે હંમેશાં બોલીએ છીએ કે આપણે તો આ કામ ઈમાનદારીથી કર્યું છે જોઈએ હવે પ્રભુ કેવો બદલો આપે છે ગીતા કહે છે આ માત્ર બોલવાની વાત નથી જીવનના એકે એક કામ માટે આ વૃતિ કેળવવાની અને અમલમાં લાવવાની વાત છે ગીતામાં તમને કર્મનું ફળ નહીં મળે એવું ક્યાંયે કહ્યું નથી એ તો માત્ર કેવું ફળ મળશે એના પૂર્વાનુમાનથી દૂર રહેવાની શીખામણ આપે છે પ્રકૃતિમાંથી આપણને કેટલી બધી અમુલ્ય વસ્તુઓ મફતમાં મળે છે સૂર્યનો પ્રકાશ જીવન જીવવા માટે જરૂરી પ્રાણવાયુ પાણી વગેરે વગેરે આપણે જો આના બદલામાં પ્રકૃતિને પાછું કંઈ ન આપીએ તો આપણી ગણત્રી ચોરમાં થવી જોઈએ પ્રકૃતિ આપણી પાસેથી કંઈ વધારે માંગતી નથી એ માત્ર આપણને આપણી ફરજ પ્રમાણિકતાથી બજાવવાનું કહે છે જેથી પુરૂષ અને પ્રકૃતિ બન્ને ટકી રહે પુરૂષ અને પ્રકૃતિ વચ્ચે પ્રમાણિક આપ લે કરવાથી જ પૃથ્વી ઉપરનું જીવન ટકી રહેશે આપણે આપણી રોજીંદી જિંદગીમાં માણસ અને માણસ વચ્ચે કેવી સરળ રીતે આપ લે લેવડ દેવડનો વ્યવહાર કરીયે છીયે તો પછી આપણે પ્રકૃતિ સાથે આવો વ્યહવાર કેમ કરતા નથી ગીતામાં કહ્યું છે કે પુરૂષ અને પ્રકૃતિ એક જ પરમાત્માના અંશ છે જો આ વાત સ્વીકારી લેવામાં આવે તો માણસ અને માણસ વચ્ચેના ધર્મના ઝગડા બંધ થઈ જાય અને પશુ પક્ષીઓ પ્રત્યેનો પણ આપણો વ્યહવાર બદલાઈ જાય ગીતાની શીખ પ્રમાણે વર્તવા સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન હોવાં જરૂરી છે જેના માટે સ્વસ્થ ખોરાક લેવો જરૂરી છે ગીતા રોજીંદા જીવનમાં ખોરાકનું મહત્વ સમજાવે છે કેવો ખોરાક ખાવો જોઈએ અને કેવો ખોરાક ત્યજવો જોઈએ એ ગીતામાં વિગતવાર સમજાવ્યું છે ગીતામાં એક મોટી વાત કહી છે કોઈ પણ કર્મ આપમેળે સારું કે ખરાબ નથી એનો આધાર એ ક્યા સારા કે ખરાબ ધ્યેય માટે કરવામાં આવ્યું છે એના ઉપર છે દરેક વ્યક્તિને અમુક કામ એક કર્તવ્ય તરીકે મળ્યું હોય છે જેલમાં ફાંસીગર જે કામ કરે છે એમાં કોઈ પાપ નથી એ માણસને મારતો નથી એ માત્ર કાયદાનું પાલન કરે છે અંતમાં ગીતા એક સંદેશ આપે છે કે સારી અને સાચી સલાહ આપવી એ તમારું કર્તવ્ય છે પણ સામા માણસે તમારી સલાહ પ્રમાણે વર્તવું કે પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવું એ સામા માણસ ઉપર છોડી દેવું જોઈએ કૃષ્ણે પણ અર્જુનને અંતમાં એ જ કહ્યું છે કે મારે તને જે કહેવું હતું તે મેં કહ્યું છે હવે તને જે યોગ્ય લાગે તે કર ગીતાના પંથે ચાલીએ તો આપણે પણ આપણી ઈચ્છાઓ બીજા પર લાદવાપણું ન રહે http mavjibhai com gadya geetanoupdesh htm leave a comment તારે તે નવકાર posted on મે 9 2018 by vijay shah under uncategorized મારા રમેશ મામા કહેતા કે ભવ સમુદ્રને ભાવ થી તારે તે નવકાર તેનો જિવંત દાખલો એટલે મારી બા તેમના શ્વાસે શ્વાસે નવકાર તેઓ કહેતા કે નવકાર ગણવામાં ક્ષણ નો ય પ્રમાદ ન કરવો તેઓ ગણતરી ન કરતા અને કહેતા જેટલા વધુ નવકાર તેટલો ભવ ભવાંતરે ફેરા ઘટશે વૈજ્ઞાનિક મન મારું આ વાત માનતું નહોંતું ત્યારે મામા કહે વિજ્ઞાન ને પૂરાવા જોઈએ અને ધર્મને શ્રધ્ધા હું કહેતો ક્યાંક શરુઆત હોય તો સમજ પડેને કે કેટલા નવકારે આ જ્ન્મ જન્માંતર નાં ફેરા ટળે અને આપણે સિધ્ધ થઇને સિધ્ધ શીલા પર વસીએ ત્યારે જવાબ તો એમજ મળ્યોકે કર્મ સત્તા તેનો હિસાબ રાખે આપણે તો તેમણે બતાવ્યા રસ્તે ચાલવાનું મેં પ્રશ્ન કર્યોકે રસ્તો તો જડતો નથી અને ખબર પણ પડતી કે તે રસ્તો સાચી દિશામાં જાય છે કે નહીં સિધ્ધ ભગવંતો એ સુચવેલા રસ્તા પર શ્રધ્ધાથી ચાલવાનું તો શરું કર તને પ્રશ્નો થાય છે તને તેના જવાબો પણ મળશે મામાએ બહું વિનયપૂર્વક સમજાવ્યું shree navkarmantra view 1 નવકાર મહામંત્રનું મહાતમ્ય https gu wikipedia org wiki e0 aa a8 e0 aa b5 e0 aa 95 e0 aa be e0 aa b0_ e0 aa ae e0 aa 82 e0 aa a4 e0 ab 8d e0 aa b0 description english namokara mantra date 1919 source archive org details keyofknowledge author champat rai jain જૈન ધર્મના આચાર્યો તો નવકાર મંત્ર પ્રભુ આદિનાથનાં સમયથી અસ્તિતવ્માં હોવાનું કહે છે તેથી તેને શાસ્વતા પણ કહે છે જે સદા રહેશે પરંતુ વીકીપીડિયાનાં સંશોધનોમાં ક્રીસ્ટ્નાં પહેલા ૧૬૨ વર્શ પહેલાનાં સિક્કાઓ ઉપર ખરાવેલ રાજાનાં સિક્કાઓ ઉપર નવકાર મંત્ર જોવા મળ્યો અને તે સમ્યની હાથી ગુફામાં શિલાલેખ માં પણ તેનો ઉલ્લેખ છે history file hatigumfa jpg thumb 250px hathigumpha inscription by king khāravela at udayagiri hills a 162 bce inscription the hathigumpha inscription starts with the namokar mantra it was inscribed by the jain monarch kharavela ref rapson catalogue of the indian coins of the british museum andhras etc p xvii ref ref http www mssu edu projectsouthasia history primarydocs epigraphy hathigumphainscription htm full text of the hathigumpha inscription in english webarchive url https web archive org web 20061117151339 http www mssu edu projectsouthasia history primarydocs epigraphy hathigumphainscription htm date 17 november 2006 ref નવકાર મંત્રની આરાધના અર્થે ગુરુજનો પાસેથી જાણેલી માહીતિ ૧ રોજ સવારે ઉઠીને ૧૨ નવકાર એટલેકે એક છુટી નવકાર વાળી લઘુત્તમ ગણવી ૨ સમય હોય અને સ્થિરતા હોય તો એક બાધી નવકાર વાળી ગણવી ૩ સમય હોય અને સ્થિરતા હોયતો એક સામાયીક કરવું અને તેમાં બાધી નવકારવાળી ગણવી અલ્પમતિ હું વિજ્ઞાન નાં જ્ઞાન સાથે આટલું સમજ્યો છું ધર્મગુરુ આપણ ને કશું કરવાનું કહે તે તેમના માટે તો નથી જ આપણે સંસારિક કામોમાંથી સમય કાઢીને આટલું પણ કરીયે તો થતા ફાયદાઓ જણાવું ૧ મન એ આપણું દોસ્ત છે અને દુશ્મન પણ છે દોસ્ત એ ત્યારે બને છે જ્યારે તે આપણું કહ્યું માને તો બાકી એને તો ઠેકડા મારવાની આદત હોય છે અને દરેક વખતે તેના ઠેકડા ાપણ ને હિતકારી બને છે તેવું હોતું નથી તે મનને કાબૂમાં કરવાની આ એક સારી આદત છે ૨ જેમ જેમ નવકાર મંત્રનાં જાપ આપ ગણતા જશો તેમ તેમ તેના ચમત્કારો આપ જોતા થશો પહેલો તો ચમત્કાર આપ ધર્મને માનતા થશો તેમ તેમ તમને તેની વાત ગમતી થશે ૩ પંચ મહાવ્રતો જેવાકે સત્ય અહિંસા ક્રોધ ન કરવો ચોરી ન કરવી કે વણ જોઈતું નવ સંઘરવુ આત્મ સાત થતું જશે ૪ કહેવાય છે કે સારી ટેવ પાડતા જાગરુકતાની જરૂર પડે છે પણ ખરાબ ટેવો આપો આપ પડે છે જેમ ગુલાબને જાળવણીની જરૂર પડે જ્યારે વગડાનાં ફુલોને વાવવા જવા પડતા નથી તેમ નવકાર વાળી ગણવાની ટેવ શરૂ આતમાં જાગરૂકતા માંગશે પણ પછીથી એ ટેવને લીધેજ પ્રમાદ અને આળસ ભાગી જશે ૫ છેલ્લાં મારા આ વિધાન ને વિરોધનો વાવંટોળ મળવાનો છે છતા અલ્પમતિ તરીકે કહું છું સારા કર્મો હશે તો જ તમને નવકાર વાળી ગણવાનું મન થશે leave a comment શિવ તાંડવ સ્તોત્રમ કેદારસિંહજી મે જાડેજા posted on ફેબ્રુવારી 20 2017 by vijay shah under સા બુ કહું તો received email પ્રસ્તાવના ઋષિ પુત્ર રાવણ ભલે રાક્ષસ યોનિમાં જનમ્યો હોવા છતાં વિદ્વાન અને શિવ ભક્ત હતો અનેક ગ્રંથો સ્તોત્ર રાવણ સંહિતા રચયિતા તરીકે તેણે સિદ્ધિ પ્રાપ્ત કરેલી શિવજી પાસેથી તપ દ્વારા અને સાધના થી શક્તિ મેળવેલી સંસ્કૃતમાં તેનું જ્ઞાન અદ્ભુત હતું શિવ તાંડવ સ્તોત્ર ભારત ની ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ છે સંસ્કૃત હિંદી તેમજ અન્ય ભાષા તેના દાખલા રૂપ છે પરંતુ મારા અભ્યાસ પ્રમાણે તેનું ગુજરાતી ગદ્ય પદ્ય અનુવાદ ભાવાર્થ ક્યાંય જોવા મળતો નથી તેથી ૧૭ સ્લોકમાં રચાયેલા આ સ્તોત્રનો ગાઈ શકાય તેવા રાગમાં અને ઘેર ઘેર વાંચી શકાય તેવી ભાવના થી મારા વડીલ મિત્ર શ્રી જીતેન્દ્રભાઈ પાઢ તંત્રી શ્રી નૂતન નગરી ગુજરાતી સાપ્તાહિક નવી મુંબઈ ના સૂચન થી આ સ્તોત્ર નો ગુજરાતી લીપિમાં મેં નમ્ર પ્રયાસ કર્યોછે મૂળ શ્લોક સાથે ક્યાંક લય તેમજ ઢાળ ગુજરાતીમાં બેસાડવા જતાં ક્યાંક મારે અનાયાસે છૂટ લેવી પડીછે તે ક્ષમ્ય ગણી દરગુજર કરી ભક્તિ ભાવે આ સ્તોત્ર નિત્ય પાઠમાં સૌ વાપરે તેવી મારી અંગત ઇચ્છા રહી છે આ શિવ તાંડવ સ્તોત્ર પાછળની નાનકડી કથા એ છે કે તપ કરતાં રાવણ ને ખૂબ મદ ચડ્યો અને ગર્વિષ્ઠ થયો તેણે પોતાની શક્તિનું પ્રદર્શન કરવા પવિત્ર કૈલાસ પર્વતને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે શંકર ભગવાને તેને પરચો આપવા માટે કૈલાસ પર્વતનો ભાર વધારી દીધો અને ખૂબ વજનદાર બનાવી દીધો આમ ઓચિંતો પર્વતમાં વજન વધવાથી રાવણ ધુંઆપૂંઆ થઈ ગયો અને ક્રોધે ભરાયો પણ આ વજન વધારે વાર ઉપાડવા સમર્થ ન રહેતાં તેનો હાથ પર્વની નીચે દબાઈ ગયો અનેક પ્રયત્નો કરવા છતાં કોઈ કારી ન ફાવી ત્યારે તેણે આ વેદનામાંથી મુક્ત થવા માટે કૈલાસપતિ શ્રી મહાદેવની હૃદય પૂર્વક સ્તુતિ સાથે વિનવણી કરી ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થયા અને રાવણને કૈલાસ પર્વતના ભાર થી મુક્ત કર્યો રાવણની આ સ્તુતિ એટલેજ વિદ્વતા પૂર્વકનું આ શિવ તાંડવ સ્તોત્રછે જેમાં વિકરાળ ભયંકર રુદ્ર સ્વરનું નિરૂપણ થયુંછે રાવણની પંડિતાઈનું સુંદર દર્શન કરાવેછે આ સ્તોત્રનું દરરોજ જે વ્યક્તિ પાંચ વખત મનન કરશે વાંચન કરીને લય બદ્ધ ગાન કરશે અને પાંચ બીલી પત્ર તેમજ પાંચ શ્વેતાર્ક પુષ્પથી મહાદેવ શિવને ભજશે તેની મનોકામના પૂર્ણ થશે શિવ તાંડવ સ્તોત્રમ ગુજરાતી અનુવાદ ભાવાર્થ સાથે જટાજૂટ જટા બની વિશાળ વન ઘટા ઘનિ પવિત્ર ગંગ ત્યાં વસી ગરલ કંઠ પલાળતી સર્પ જ્યાં અનેક માપ ડમરુ નાદ પ્રચંડ થાપ તાંડવ શિવ નાચતાં કૃપા કરો કૃપા કરો ૧ જે શિવજીની ઘટાટોપ જટાની અંદરથી ગંગાજીની ધારા પ્રવાહિત થઈને શિવજીના ઝેરને સ્થાન આપેલા કંઠને પ્રક્ષાલિત કરેછે અને જેમના કંઠમાં અનેક પ્રકારના સર્પોની માળા લટકી રહીછે અને શિવજી મહારાજ ડમ ડમ ડમ નાદ કરીને ડમરુ વગાડી રહ્યાછે એવા શિવજી અમારું કલ્યાણ કરો ૧ કોચલી જટા મહીં ગંગ ત્યાં ભમે ઘણી ચંચલ જલ ધાર થી શિવ શીશ પખાળતી ધધકી રહી અગન જ્વાળ શિવ શિરે ચમકદાર શોભે ત્યાં ચંદ્ર બાળ કૃપા કરો સદા કાળ ૨ અતિ ગુંચવાએલી જટામાં ગંગાજી પોતાની વેગીલી ધારાથી ભ્રમણ કરીને શિવજીના શીશ ને પખાળેછે અને જેમના મસ્તક પર અગ્નિ ની જ્વાળા ધધકી રહીછે અને જેમના મસ્તક પર બાળ ચંદ્ર શોભાયમાન છે એવા શિવજીના ચરણોમાં મારું મન સદા પ્રેમ સભર રહે ૨ નગાધિરાજ નંદિની વિલાસ સંગ આનંદીની કરે કૃપા દયાળ તો ભીડ ટળે ભક્તની દિગંબરા જટા ધરા લગાવું ચીત શિવ ચરણ ભભૂત નાથ ભવ તરણ પ્રફુલ્લ ચિત તવ શરણ ૩ પર્વતરાજ હિમાલયપુત્રિ ના આનંદ મય કટાક્ષથી આનંદિત શિવજીની કૃપા થાય તો ભક્તોના હર પ્રકારના દુખો દૂર થાયછે એવા દિગંબર જટાધારી ભભૂત નાથના ચરણોમાં મારું ચિત ક્યારે આનંદિત રહેશે ૩ શોભે જટા મણીધરો પ્રકાશ પુંજ ફણીધરો દિશા બધી પ્રકાશતી કેસર વરણસી ઓપતી ગજ ચર્મ શોભતાં સર્વ પ્રાણી રક્ષતાં મન વિનોદિત રહે શિવ કેરા શરણમાં ૪ શીવજીની જટામાં રહેલા ફણીઘરો ની મણીઓના પ્રકાશથી દિશાઓ કેસર વરણી શોભેછે ગજાચર્મ જેવા વસ્ત્રથી શોભતાં સર્વે પ્રાણીઓનું રક્ષણ કરનારા આપના ચરણોમાં મારું મન સદા આનંદિત રહે ૪ સહસ્ત્ર દેવ દેવતા ચરણ કમલને સેવતા ચડાવી માથે ચરણ ધૂલ પંકજ પદ પૂજતા શોભતા ભુજંગ જ્યાં ચિત રહે સદાય ત્યાં કૃપાળુ ચંદ્ર શેખરા આપો સદાએ સંપદા ૫ સર્વે દેવતાઓ જેમના ચરણ કમળ ને સેવે છે જેમના ચરણોની ધૂળ માથા પર ધારણ કરેછે જેમને સર્પોની માળા ધારણ કરી છે એવા હે શિવ અમોને સદા માટે સંપત્તિ પ્રદાન કરો ૫ ગર્વ સર્વ દેવના ઉતારવા અહમ્ સદા કર્યો ભસ્મ કામને જે રૌદ્ર રૂપ આગથી સૌમ્ય રૂપ શંકરા ચંદ્ર ગંગ મુકુટ ધરા મૂંડકાની માળ ધરી સંપત્તિ દેજો ભરી ૬ સર્વે દેવતાઓના ગર્વ ને ઉતારવા માટે આપે આપના મસ્તકની જ્વાળા થી કામ દેવને ભસ્મ કરી દીધો હે શીતળ ચંદ્ર ની કાંતિ વાળા ગંગાજીને ધારણ કરનારા મુંડકા ની માળા વાળા શિવ અમોને અખૂટ સંપતી પ્રદાન કરો ૬ જે કરાલ ભાલ જ્વાલના પ્રતાપ કામ ક્ષય થયો ઇંદ્ર આદી દેવનો મદ તણો દહન થયો ગિરજા સુતાના વક્ષ કક્ષ ચતુર ચિત્રકારના ચરણ કમલ શિવ ના શરણમાં ચીતડું રહે ૭ હે શિવ આપના મસ્તક ની જ્વાળા થી કામદેવ ને ભસ્મ કરી નાંખનારા ઇંદ્ર જેવા દેવતાઓના અહમ નો નાસ કરનારા ગિરિજા પુત્રીના વક્ષ સ્થલ પર ચિત્રકારી કરનારા શિવજીના ચરણ કમળમાં સદા મારું ચિત રહે ૭ નવીન મેઘ મંડળી આંધી સમ કંઠ હરિ હાથી ચર્મ શોભતાં ચંદ્ર ગંગ શિર ધરી સકળ જગના ભારને સહજમાં સંભાળતા અમ પર ઉપકાર કર સંપત્તિ પ્રદાન કર ૮ નવીન મેઘની ઘટાઓથી પરિપૂર્ણ અમાસના અંધકાર જેવા ગૂઢ કંઠ વાળા ગજ ચર્મથી સુશોભિત ચંદ્ર અને ગંગા ને શિર ધરનારા જગત ના ભાર ને સહજ માં ધારણ કરનારા શિવજી અમોને અનેક પ્રકારની સંપતી આપો ૮ નીલ કમલ સમાન કંઠ પૂર્ણ પ્રકાશિત કંધ કાપો સકળ સૃષ્ટિ દુખ ગજાસુર હંતા વિધ્વંસ દક્ષ યજ્ઞ કર ત્રિપુરાસુર હનન કર અંધકાસુર કામ હર્તા નમૂ ભગવંતા ૯ નીલ કમલ જેવા કંઠ વાળા પૂર્ણ પ્રકાશિત વિકસિત કાંધ વાળા ગજાસુર ને હણ નારા સમગ્ર સૃષ્ટિ નું દુખ હરો દક્ષ પ્રજાપતિ ના યજ્ઞ નો વિધ્વંસ કરનારા ત્રિપુરાસુરને માર નારા અંધકાસુર અને કામ નો ક્ષય કર નારા શિવ ને હું નમન કરું છું ૯ કલ્યાણ કારી મંગલા કળા સર્વ ભ્રમર સમા દક્ષ યજ્ઞ ભંગ કર ગજાસુર મારી અંધકાસુર મારનાર યમના પણ યમરાજ કામદેવ ભસ્મ કર્તા ભજું ત્રિપુરારિ ૧૦ મંગલ મય કલ્યાણ કારી ભ્રમરો ની કળા જેવા દક્ષ ના યજ્ઞ નો ધ્વંસ કરનારા ગજાસુર અંધકાસુર ને માર નારા યમ ના પણ યમ રાજ કામ દેવ ને ભસ્મ કરનાર હે ત્રિપુરારિ હું આપ ને ભજું છું ૧૦ વેગ પૂર્ણ સર્પના ત્વરિત ફૂંકાર ફેણના ધ્વનિ મધુર મૃદંગના ડમરુ નાદ ગાજે અતિ અગન ભાલમાં તાંડવ પ્રચંડ તાલમાં શોભે શિવ તાનમાં સદા શિવ રાજે ૧૧ સર્પોના ફુત્કાર જેવો વેગ ધરાવ નારા મૃદંગ નો મધુર અવાજ અને ડમરુ નો નાદ કરનાર લલાટ માં અગ્ની સાથે પ્રચંડ તાલ માં તાંડવ કરનાર શિવ ની શોભા અપરમ પાર છે ૧૧ જે પથ્થર કે ફૂલમાં સર્પ મોતી માળમાં રત્ન કણ કે રજ મહી અંતર નહીં આણે શત્રુ કે સખા વળી રાજા પ્રજા કમલ કથીર ગણતા સમાન શિવ જીવ ક્યારે માણે ૧૨ પત્થર હોય કે ફૂલ મોતી હોય કે સર્પ ની માળા હોય રત્ન હોય કે માટી હોય એમાં કોઇ પણ ભેદ ન રાખ નારા શત્રુ હોય કે મિત્ર હોય રાજા હોય કે પ્રજા હોય કમળ હોય કે કથીર શિવજી સર્વને સમાન માને છે પણ હું તેમનું ભજન ક્યારે કરું બનાવી ગીચ કુંજમાં વસું હું ગંગ કોતરે કપટ વિનાનો આપને શિવ અર્ઘ્ય આપું અથાગ રૂપ ઓપતી સુંદર શિવા શીશ લખ્યું મંત્ર શિવ નામનું સુખ સમેત હું જપું ૧૩ કોઇ ગીચ લતા મંડપમાં ગંગાજી ની કોતરમાં વસવાટ કરું અને કપટ છોડીને શિવજીને અંજલી આપતાં આપતાં અથાગ રૂપવતી પાર્વતી માતાના મસ્તક પર લખેલા શિવ મંત્રને વાંચીને હું સુખે થી જાપ કરૂં ૧૩ દેવાંગના ના મસ્તકે શોભી રહ્યા જે પુષ્પછે પરાગ ત્યાંથી પરહરી પહોંચે શિવ દેહછે આનંદ અપાવે સર્વ જન સુગંધને ફેલાવતી અપાવતી હ્રદય મંહી પ્રસન્નતા અપાર છે ૧૪ દેવાંગનાઓના મસ્તક પર શોભતાં પુષ્પો છે તેમાંથી ઊડતી પરાગ રજ શિવજીના દેહ પરથી પસાર થઈને સર્વે ભક્ત જનો સુધી આનંદ અને સુગંધ ફેલાવેછે અને હ્રદયને પ્રસન્નતા અપાવેછે ૧૪ પાપ હો પ્રબલ ભલે સમુદ્ર દવ સી કાપતી સૂક્ષ્મ રૂપ ધારિણી સિદ્ધિ દાત્રી દેવીઓ વિવાહ પ્રસંગે શિવના ધ્વનિ હતી જે મંત્રની દુ ખો મિટાવી સર્વના વિજય અપાવે દેવીઓ ૧૫ પ્રચંડ દાવાગ્નિ ની જેમ કે સમુદ્રમાં લાગેલા દવ ની જેમ સૂક્ષ્મ રૂપ ધરેલી સિદ્ધિ આપનારી દેવીઓ થી શિવ વિવાહમાં ગાન કરવામાં આવેલ મંગલ ધ્વનિ બધા મંત્રોમાં સર્વ શ્રેષ્ઠ છે જે બધાના સાંસારિક દુખો મિટાવી ને વિજય અપાવેછે ૧૫ નમાવી શીશ શિવને સ્તવન કરેજે સર્વદા પઠન કરે મનન કરે ભજન કરે જે ભાવથી જીવ આ જંજાળ થી મુક્તિને છે પામતો જીવન મરણ મટે સદા શિવ શરણ તે રાચતો ૧૬ જે શિવજીને શીશ નમાવી આ શ્લોક ની સ્તુતિ ...
|