Meta tags:
description= 7 posts published by Dipak Dholakia during October 2018;
Headings (most frequently used words):
આઝાદી, માટેનો, સંઘર્ષ, struggle, for, freedom, ભારતઃ, ગુલામી, અને, india, slavery, and, part, chapter, ભાગ, પ્રકરણ, બંગાળમાં, વિરોધના, science, samachar, dipak, dholakia, spam, blocked, સૂર, વિદ્રોહ, સૂર્, મહિનો, ઓક્ટોબર, 2018, 50, 49, 48, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ચુઆડ, સંન્યાસી,
Text of the page (most frequently used words):
અને (174), હતા (56), 2018 (49), કરી (41), હતો (39), માટે (35), #ઓક્ટોબર (31), હતી (31), નવેમ્બર (29), ડિસેમ્બર (29), જાન્યુઆરી (28), freedom (28), struggle (28), સાથે (28), સપ્ટેમ્બર (27), એટલે (27), પરંતુ (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), જૂન (25), હવે (25), સંન્યાસીઓ (25), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), પછી (24), એમને (24), એમણે (23), હતું (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), for (22), ગયા (22), હોય (22), ફકીરો (20), dipak (19), 2013 (18), 2022 (18), dholakia (17), એણે (17), બંગાળમાં (17), 2011 (16), સંદર્ભઃ (16), આપણે (16), એમના (16), નથી (16), એને (15), સાધુઓ (15), મહેસૂલ (15), 2014 (14), india (14), and (14), www (14), માત્ર (14), પોતાના (14), પહેલાં (14), કરીને (14), વિદ્રોહ (14), કંપની (14), સામાન્ય (14), તરીકે (14), 2025 (13), slavery (13), ગયો (13), વધારે (13), સંઘર્ષ (13), કંપનીની (13), શરૂ (12), com (12), વાત (12), ભાગ (12), https (12), પાસે (12), કોઈ (12), બીજા (12), મળી (12), આઝાદી (12), માટેનો (12), સંન્યાસી (12), સામે (12), એમની (12), કરતા (12), science (11), વસૂલ (11), ખેડૂતો (11), બ્રિટિશ (11), બહુ (11), જમીનદારો (11), રાજા (11), ચહેરા (11), સુધી (10), બધા (10), કર્યા (10), એની (10), મૂળ (10), સત્તા (10), કંપનીના (10), નહીં (10), ફરી (10), દીવાન (10), મજનુ (10), મદદ (10), કર્યો (9), સંશોધકોએ (9), નહોતું (9), બીજી (9), કારણે (9), જિલ્લામાં (9), હજાર (9), શકે (9), અંગ્રેજોએ (9), એના (9), like (8), uncategorized (8), martyrs (8), કામ (8), રીતે (8), છીએ (8), થાય (8), એમાં (8), ત્યાં (8), આવ્યો (8), લોકોને (8), આવ્યા (8), part (8), chapter (8), ગુલામી (8), લીધા (8), કંપનીએ (8), પ્રમાણે (8), નાગા (8), વખતે (8), indian (7), દ્વારા (7), webgurjari (7), વેબગુર્જરી (7), tags (7), categories (7), posted (7), author (7), loading (7), આવે (7), કરે (7), મૃત્યુ (7), થયું (7), બન્ને (7), કરતાં (7), હજી (7), કારણ (7), નહોતો (7), લીધો (7), સૈનિકો (7), દુકાળ (7), વ્યવસ્થા (7), વર્ષ (7), મોટા (7), કરવા (7), થયો (7), શાહ (7), રહી (7), અંગ્રેજ (7), dna (7), યાદ (7), ખગેન્દ્ર (7), નામ (6), રહ્યું (6), મારી (6), samachar (6), વિના (6), http (6), રહે (6), દરમિયાન (6), ત્યારે (6), પત્ર (6), નહોતી (6), હાથમાં (6), આવા (6), વિશે (6), આખી (6), રિપોર્ટ (6), એનો (6), શોધી (6), કર્યું (6), પડી (6), ઈસ્ટ (6), ઇંડિયા (6), અંતે (6), મોટી (6), નહોતા (6), આપ્યો (6), સંન્યાસીઓને (6), ખાસ (6), મુખ્ય (6), કંપનીને (6), પાસેથી (6), ઓછી (6), ૦૦૦ (6), અમુક (6), ગરમી (6), ચુઆડ (6), ઘણા (6), ચુઆડોએ (6), બારી (5), શોધો (5), leave (5), comment (5), સમાચાર (5), org (5), દરેક (5), પ્રયોગ (5), આવ્યું (5), પૃથ્વી (5), ખરેખર (5), બીજો (5), જુદી (5), કૅન્સર (5), મળે (5), કરોડ (5), વર્ષે (5), news (5), આપી (5), the (5), બની (5), બંગાળ (5), સાધુ (5), દીધા (5), હતાં (5), ફકીરોએ (5), પોતાનાં (5), ફકીરોને (5), પાંચ (5), પોતાનો (5), પહોંચી (5), ભાગી (5), શું (5), કંઈ (5), છતાં (5), અનાજ (5), દસ્તાવેજોમાં (5), પોતે (5), માલ (5), લઈને (5), રાજકીય (5), થયા (5), જનરલ (5), બાજુથી (5), ડાયનાસોર (5), અંગ્રેજો (5), સરકારે (5), સરેરાશ (5), કરો (4), blocked (4), નવી (4), spam (4), adventurous (4), subhashbabu (4), આના (4), બનાવ્યું (4), સંપૂર્ણ (4), પોતાની (4), આમાં (4), આપે (4), nature (4), articles (4), d41586 (4), 018 (4), લખ્યું (4), પડ્યો (4), આપ્યું (4), છેઃ (4), બનાવી (4), મળીને (4), ટકા (4), બાજુ (4), જોવા (4), હોવાનું (4), સુધીમાં (4), ત્રણ (4), જાય (4), વસતા (4), નવું (4), નામની (4), ગયું (4), એનું (4), અહીં (4), ભારત (4), ઇંટરનેટ (4), ઉપલબ્ધ (4), rebellion (4), લોકો (4), કંપનીનું (4), તેમ (4), ફકીરોના (4), બિહારમાં (4), સોંપી (4), જાણ (4), એમનું (4), કબજો (4), એમનો (4), આવી (4), લેતા (4), એવી (4), તૈયાર (4), આથી (4), જીવન (4), રહેતા (4), લડતા (4), જતા (4), કાયદો (4), દીધો (4), અવધ (4), વિરોધના (4), પ્રકરણ (4), ભારતઃ (4), રાજાઓ (4), વચ્ચે (4), રાખી (4), ભૂતાનના (4), શકીએ (4), ચાર (4), આનો (4), કેટલાક (4), અર્થ (4), ગરમીને (4), અંગ્રેજોને (4), પેદા (4), સરકાર (4), નવો (4), ગવર્નર (4), મિદનાપુર (4), this (3), wordpress (3), ટિપ્પણી (3), content (3), other (3), email (3), મશીન (3), પરના (3), જોયું (3), મગજ (3), જેમ (3), અથવા (3), નક્કી (3), ભૂમિકા (3), સમજી (3), કેમ (3), સાત (3), ગૅલીલિયોએ (3), ખબર (3), તારીખે (3), ભાષા (3), એનાથી (3), લાગ્યો (3), હાથ (3), કરતો (3), જ્યાં (3), ૨૦૧૮માં (3), કૅન્સરનું (3), સૌથી (3), આફ્રિકાના (3), વ્યાપક (3), દુનિયામાં (3), પ્રમાણ (3), વધવા (3), લાગ્યું (3), નવા (3), મળ્યા (3), માહિતી (3), એવું (3), શાહબુદ્દીન (3), જીવો (3), sannyasi (3), chandra (3), આગળ (3), ચર્ચા (3), તરફ (3), હેઠળ (3), રંગપુર (3), વગેરે (3), સ્થળેથી (3), ટુકડીઓ (3), ફોજ (3), રહ્યા (3), પૈસા (3), કેટલાય (3), વસુલાત (3), જ્યારે (3), મહેસૂલની (3), રોકડ (3), અંગ્રેજોના (3), આવતાં (3), નાખ્યું (3), સામેલ (3), આજે (3), આને (3), ભારે (3), જમીન (3), જમીનદાર (3), તેની (3), પાડ્યો (3), વેચવાની (3), અંત (3), મરાઠાઓ (3), દીધી (3), વિરુદ્ધ (3), લાભ (3), ૧૭૭૩માં (3), સાધુઓને (3), ઊભા (3), રકમ (3), છૂટ્યો (3), પકડી (3), જમીનદારોને (3), બધી (3), ફરજિયાત (3), સમજૂતી (3), બહાર (3), ઓળખાતા (3), અંગ્રેજી (3), સાધુઓએ (3), જિલ્લાઓમાં (3), નજરે (3), એવો (3), જમીનદારોએ (3), બંગાળના (3), દીધું (3), પગે (3), લેખક (3), કહે (3), માં (3), ફોસ્ફેટ (3), ફોસ્ફાઇન (3), જીવ (3), પ્રજનન (3), સૂરજની (3), શોષે (3), અભ્યાસ (3), સફેદ (3), સયૂઝ (3), પહેલી (3), વાર (3), ગરીબ (3), વિદ્રોહને (3), માગી (3), વિદ્રોહમાં (3), દેવી (3), ચૌધરાણી (3), ભવાની (3), શબ્દ (3), કલેક્ટર (3), પાઇક (3), સેનામાં (3), રાજ્ય (3), નઝીર (3), દેબ (3), બન્યો (3), તરફથી (3), સત્તાઓ (3), બ્રિટન (3), ચુઆડો (3), હુમલા (3), જંગલ (3), જિલ્લો (3), એવા (3), ઓળખી (3), વૈજ્ઞાનિકો (3), સંતાન (3), ટૅગ (3), યુરોપીય (3), મૂળના (3), શિકાર (3), મિત્રોને (3), site (2), with (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 325 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), વિભાગ (2), લેખ (2), address (2), releases (2), શકાશે (2), લેખઃ (2), jneurosci (2), early (2), દરદીને (2), મગજની (2), ઇલેક્ટ્રોડ (2), રાખ્યો (2), કહેવામાં (2), રૂપે (2), વ્યક્તિને (2), સંચાલન (2), એટલું (2), ફેર (2), ઉપયોગ (2), briefing (2), ચર્ચના (2), કહ્યું (2), ફરે (2), જતી (2), ચર્ચે (2), રૉયલ (2), કોઈને (2), વર્ષના (2), સંશોધક (2), પરિણામે (2), સૂર્ય (2), પૃથ્વીની (2), ચર્ચ (2), લંડનની (2), ભાષાનો (2), ગૅલીલિયોનો (2), બચાવ (2), જોઈને (2), કઠોર (2), કરવાનું (2), મુશ્કેલ (2), ભેગા (2), અફવાઓ (2), ફેલાવી (2), doi (2), જોઈએ (2), એશિયામાં (2), તેવા (2), પ્રદેશમાં (2), સહારા (2), લાખનાં (2), થયાં (2), જણાયું (2), કૅન્સરને (2), થશે (2), પ્રકાશિત (2), તારણ (2), કૅન્સરનો (2), પ્રકોપ (2), સંસ્થા (2), research (2), વધ્યો (2), શેખ (2), ગુફાઓમાં (2), શોધવાનું (2), ભારતમાં (2), પ્રજાતિ (2), ગુફામાં (2), આંધ્રાકોઇડ (2), સોસાઇટીએ (2), પાણીમાં (2), કરશું (2), ટેકો (2), મળતો (2), બને (2), વખત (2), પૂરતો (2), મર્યાદિત (2), બિહાર (2), ૧૭૬૯ (2), નીમી (2), કોસી (2), સિંક્લેરની (2), આગેવાની (2), લશ્કરી (2), શાંતિથી (2), દીધાં (2), થોડા (2), રોકી (2), એકઠા (2), આની (2), ફકીરોની (2), મોકલવી (2), જાણે (2), લાગો (2), દુકાળની (2), ૧૭૬૩માં (2), ઢાકામાં (2), સંન્યાસીઓએ (2), ૧૭૬૭માં (2), પડ્યા (2), મોતને (2), ઘાટે (2), ઉતારી (2), અંગ્રેજોની (2), બીજ (2), ખરીદવાના (2), જોડાઈ (2), માર્યા (2), અધિકાર (2), ક્યારેક (2), હકુમત (2), જૂની (2), ફકીર (2), લેવા (2), અર્થમાં (2), લુંટારા (2), આર્થિક (2), અસર (2), ઘોડેસવાર (2), માંડ્યું (2), પરંપરા (2), પસાર (2), રહેતો (2), બનાવેલા (2), ગિરિ (2), વૈરાગીઓ (2), સંપ્રદાયોના (2), ભાગે (2), નવાબ (2), કાસિમ (2), રહેતાં (2), ચાલુ (2), પ્રજાના (2), જીવનમાં (2), ૧૭૬૯માં (2), વેપારીઓ (2), બધું (2), લાગ્યા (2), ઊભાં (2), કરશે (2), ૧૭૫૭માં (2), દીવાની (2), મોગલકાળમાં (2), રાખતો (2), દીવાનને (2), જમીનો (2), તેનો (2), કરવાનો (2), આપણું (2), ફરજ (2), પડતી (2), યુગનો (2), સૂર્ (2), કૂચબિહારમાં (2), રહ્યો (2), મહિને (2), જોડાયા (2), શાહે (2), રાખવાની (2), શકતા (2), લડાઈમાં (2), પ્રદેશ (2), અવધના (2), કબજામાં (2), સંબંધો (2), મળતી (2), ઉપરાંત (2), આડે (2), પરવા (2), રૂપિયા (2), કરવાના (2), કરવામાં (2), સંપત્તિ (2), જવાબદારી (2), ખરું (2), જોતાં (2), હુકમ (2), કલેક્ટરો (2), બરાબર (2), જરૂરી (2), બાતમી (2), કાઢી (2), હેસ્ટિંગ્સે (2), અઢારમી (2), સદીના (2), સફળતા (2), સરકારને (2), હેસ્ટિંગ્સ (2), શસ્ત્રો (2), જિલ્લામાંથી (2), નામે (2), બન્નેને (2), હિતો (2), વૉરેન (2), સિપાઇઓને (2), મળ્યું (2), પહેલાંના (2), તત્ત્વ (2), સૈનિક (2), પૂર્ણિયા (2), અરસામાં (2), પાર (2), જવાબ (2), ઉલ્લેખ (2), ૧૭૭૧માં (2), સંન્યાસીઓની (2), અવરજવર (2), વધી (2), શક્ય (2), ભયંકર (2), ત્રીજા (2), html (2), વીડિયોઃ (2), દક્ષિણ (2), સ્ટેટ (2), સોરોપોડ (2), લેદૂમહાડી (2), અસ્થિ (2), કદનું (2), સોરોપોડના (2), પાછલા (2), ચાલતાં (2), edu (2), બન્યા (2), આધાર (2), મહત્ત્વ (2), ઊર્જા (2), તેવું (2), યુનિવર્સિટીના (2), જીવનનું (2), ઘટક (2), લાગી (2), ઘરમાં (2), રીત (2), પોલીમર (2), પરાવર્તિત (2), કિરણોને (2), દેખાડ્યું (2), પ્રમાણમાં (2), ડિગ્રી (2), રાખવાનો (2), 000 (2), કઝાખસ્તાનના (2), મોટો (2), અવકાશી (2), કૅપ્સ્યૂલ (2), સ્પેસ (2), બૂસ્ટર (2), રૉકેટ (2), પડ્યું (2), સહીસલામત (2), એમાંથી (2), મહિના (2), નિષ્ફળ (2), વિદ્રોહી (2), માણસની (2), જગ્યાએ (2), જન્મ (2), શક્યા (2), ૧૭૬૫માં (2), સામનો (2), છેક (2), વણકરો (2), પેઢી (2), આવતી (2), દેતા (2), કેટલાયે (2), સ્વતંત્ર (2), બદલે (2), રહેતી (2), શત્રુ (2), પાઠક (2), ૧૭૮૭માં (2), માર્યો (2), ૧૭૭૪માં (2), ઉધાર (2), દુઃખી (2), રસ્તો (2), રંઝાડતા (2), હોવાથી (2), ખરા (2), પ્રદેશના (2), ઉત્તર (2), જંગલોમાં (2), મદદથી (2), કૂચ (2), આક્રમણ (2), કરવાની (2), ખરી (2), નારાયણ (2), દેબની (2), હત્યા (2), ભાઈ (2), ભૂતાને (2), દેબને (2), ખૂન (2), નજીકના (2), સૂર (2), ૦૦૦૦ (2), william (2), pitt (2), younger (2), કેસ (2), પહેલો (2), કાયદા (2), ઓળખાય (2), પ્રધાન (2), પ્રવૃત્તિઓ (2), કંપનીનો (2), નિયંત્રણ (2), આદિવાસીઓના (2), પોલીસ (2), બળવાનું (2), ૧૭૯૯ના (2), કોર્ટમાં (2), નબળાઈ (2), ઉપર (2), ગામ (2), કરણગઢમાં (2), એમનાં (2), જિલ્લાના (2), હુમલો (2), ઍપ્રિલમાં (2), ખુલ્લો (2), કેન્દ્ર (2), ડિસેંબરમાં (2), બનતું (2), અલગ (2), ઝારગ્રામ (2), બંગાળીમાં (2), જંગલી (2), તાબે (2), દેખાડ્યા (2), કેટલા (2), 20181012 (2), હેતુ (2), ઉત્પન્ન (2), સંપર્ક (2), સજાતીય (2), નામના (2), cell (2), માદા (2), તંદુરસ્ત (2), બચ્ચાં (2), રેકોર્ડમાં (2), ત્રીજી (2), પેઢીના (2), અમેરિકામાં (2), અપરાધના (2), મળેલા (2), નાગરિકોના (2), શકમંદ (2), કિલર (2), design, વેબસાઇટ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, history, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, sciencedaily, 180926140827, htm, sfn, લૉગ, ઍબ્સ્ટ્રૅક્ટ, વાંચી, journal, neuroscience, phonemes, precentral, inferior, frontal, gyri, 1206, અખતરો, માટેનું, અલ્ગોરિધમ, બનાવવાનું, જેથી, નૉર્થવેસ્ટર્નના, વૈજ્ઞાનિકોએ, ગાંઠ, કાઢવા, માટેના, ઓપરેશનમાં, દરદીના, મગજમાં, લગાડ્યા, જાગતો, ઓપરેશન, સ્ક્રીન, પરદા, શબ્દો, વાંચવાનું, ગ્રાફ, અંકિત, નૉર્થ, વેસ્ટર્ન, મૅડિસીન, વેઇનબર્ગ, કૉલેજના, સ્પીચ, બ્રેઇન, લકવાગ્રસ્ત, બોલીને, લાગશે, હાથપગનું, બોલવા, માગીએ, ધ્વનિમાં, સંકળાયેલાં, અંગોનું, કુશળતાથી, વર્ગના, ધ્વનિઓ, ઉચ્ચારમાં, સંચાલિત, કંઠ, તાળવું, દાંતનો, પાછળનો, હોઠ, વગેરેનો, શકાયું, બોલીએ, wikipedia, wiki, galileo_affair, 06769, utm_source, utm_medium, utm_campaign, utm_content, 20180921, youtube, watch, _7ykmgacesw, ગૅલીલિયોનું, જીવનઃ, ૨૧મી, ૧૬૧૩ના, લખાયેલો, પાનાનો, દેખાડે, શરૂઆતમાં, પ્રકોપથી, બચવા, પ્ર્ર્રયત્ન, ૧૬૩૨માં, પુસ્તક, તેમાં, સમુદ્રમાં, ભરતી, સુચવે, બાઇબલથી, ઉલ્ટી, ગૅલીલિયોને, સજા, ૧૬૪૨માં, કારાવાસ, ભોગવ્યો, સોસાઇટી, અઢીસો, વર્ષથી, ઑગસ્ટની, ઇટાલિયન, સાલ્વાતોર, રિસિઆર્દો, કામે, ઑનલાઇન, કૅટલોગ, તપાસતાં, ઉત્કંઠા, પ્રદક્ષિણા, માનતું, સાબીત, સુર્યની, આસપાસ, મિત્રને, લખ્યો, ગૅલીલિયોના, રોમમાં, સોસાઇટીમાં, ખોટી, ફાઇલમાં, મુકાઅઈ, પત્રમાં, જાણી, બદલીને, વાપરી, હળવી, ઉલ્ટું, પાદરીઓએ, ગૅલીલિયો, ટીકા, ચર્ચની, 1016, s0140, 6736, 32252, ભારતનું, ચિત્ર, દુનિયાની, વસ્તી, કૅન્સરની, નોંધણી, નિદાન, પચાસ, કેસો, નોંધાયા, જાતાનાં, સ્ત્રીઓમાં, સ્તનના, વાધારે, પ્રમાઅણ, ગર્ભાશયના, મુખનું, ફેફસાંના, દરદી, એંસી, લાખ, આજની, આઠમાંથી, પુરુષ, દસમાંથી, સ્ત્રી, પામશે, ૨૦૩૦, જેટલાં, તેમાંથી, નીચી, આવકવાળા, દેશોમાં, દુનિયાના, ૧૮૫, દેશોમાંથી, એકત્ર, કાઢવામાં, વધતો, સમાજમાં, વધતી, વયોવૃદ્ધોની, સંખ્યા, વ્યાપારી, હેતુઓ, અનારોગ્યકારી, જીવનશૈલીને, જવાબદાર, ઠેરવે, globocan, સપ્ટેમ્બરની, ૧૨મી, વિશેના, સંશોધનની, આંતરરાષ્ટ્રીય, international, cancer, જાતનાં, કૅન્સરો, એકંદરે, વિશેનો, thehindu, national, andhra, pradesh, zoological, society, london, honour, scientist, article24999844, ece, આચાર્ય, નાગાર્જુન, યુનિવર્સિટીમાં, અધ્યાપક, દેશની, ફરીને, પ્રજાતિઓ, ચૂક્યા, બેલૂમની, ગુફાનો, નક્શો, બનાવનાર, જર્મન, બાયોસ્પેલિયોલૉજિસ્ટ, હર્બર્ટ, ડેનિયલ, ગેબોયેરનું, ઝૂલૉજિકલ, સન્માનવા, જીવને, ફેલોશિપ, આંધ્ર, પ્રદેશની, ગૂથીકોંડા, બાયોસ્પેલોયોલૉજિસ્ટ, ગુફાઓના, બાયોલોજિસ્ટ, જીવાત, શોધતા, અચાનક, જીવડું, ચડ્યું, ખંખેરી, નાખવા, ડુબાડ્યો, પાણી, ડહોળાઈ, દૂધિયા, રંગના, અસંખ્ય, તરી, પરીક્ષણ, જાહેર, ખંડીય, છાજલીઓ, સરકીને, પહેલાંથી, કરોડો, વર્ષોથી, નાખ્યો, માથાનો, દુખાવો, લોકોનો, જોવાનું, એકમાત્ર, રોષનું, નિશાન, સ્વાભાવિક, રાજપાટ, નહોતાં, જોઈતાં, ખાવાનું, શાંત, રહેત, પેટ, ભરાય, અજંપો, માત્ર્ર, અવધમાં, હાલત, હુમલાથી, સાવધાન, સુપરવાઇઝરો, નદીના, સુપરવાઐઝરને, ૩૦૦, ફકીરોનું, જૂથ, સુપરવાઇઝરે, કૅપ્તન, ટુકડી, મોકલી, ભાલા, તલવાર, કૅપ્ટન, માનીને, હથિયારો, સિંક્લેરે, બાન, વધીને, અનુયાયીઓને, થતાં, દિનાજપુર, મોકલાઈ, ગજું, બટાલિયન, પહોંચે, હવામાં, ઓગળી, જૂથે, ફૅક્તરીનો, રાજશાહી, ફૅક્ટરીને, લૂંટી, લીધી, સારંગ, ત્યાંના, હાકેમે, મોકલ્યા, ડર્યા, સૈનિકોએ, ગોળીબાર, જેવા, મોળા, સધુઓ, ત્રાટક્યા, એંસીને, છૂટી, દૃઢતાથી, મુકાબલો, જીતીને, ઠંડા, પડતા, ૧૭૭૦ના, સંખ્યામાં, પહોંચ્યા, ખરીદવા, ટંક, ખાવા, ધાન, નાગાંપૂગાં, ચીંથરેહાલ, ભૂખના, લૂંટે, જીવવાનું, બીજું, સાધન, મોગલોએ, પીરોને, સનદ, ઉઘરાવવાનો, પીરો, પોતાનું, મનધાર્યું, અધિકારથી, અથડામણ, થતી, પગલાં, લેતી, સંન્યાસીઓમાં, રોષ, કડડભૂસ, થઈને, તૂટી, ઘડેલા, નિયમો, માનવા, પડે, સ્થિતિ, ઊભી, સાંખી, ત્યાર્રે, ગામમાંથી, મેળવવામાં, મુશ્કેલી, પડવા, માંડી, લૂંટફાટે, ચડ્યા, લેવામાં, રખડુ, બેકાર, ટોળકીઓ, ઓળખાવવામાં, સીધાસાદા, બદલાતાં, ખેડૂતોના, સાધુઓનું, સીધું, સંકળાયેલું, વીખેરી, હજારો, કામધંધા, વિનાના, સાધુઓની, જમાતમાં, ખરેખરા, ગુજરાન, ચાલવા, આખું, યાત્રા, ગામેથી, ત્યાંથી, ખાધાખોરાકીનો, સામાન, આદિ, શંકરાચાર્યે, દશનામી, પુરી, સંપ્રદાયના, લડાયક, શાંત્તિ, પ્રિય, બાવાઓ, હથિયાર, ચાલતા, ખાન, હોલકર, સિંધિયાએ, લશ્કરમાં, ખૂંખાર, મનાતા, મરવાથી, ડરતા, ઝનૂનથી, વારતિથિ, પાકેપાયે, દેશમાં, ક્યાંય, પર્વ, કુંભ, ઊજવણીને, ટાંકણે, વર્ષમાં, હરદ્વાર, પ્રયાગ, ગંગાસાગર, આસામમાં, બ્રહ્મપુત્રમાં, સ્નાન, કુંહ, મેળા, વગેરેમાં, પ્રથા, વ્યવસ્થામાં, વણાઈ, ખ્યાલ, આવતો, વરસાદ, ખેંચાઈ, મારફતે, ગામોમાંથી, ખરીદી, લીધું, ૧૭૭૦માં, આકાશ, કોરુંધાકોર, સખત, પકડમાં, ઝકડાયું, ઊંચા, ભાવે, વેચવા, વેચેલું, ગામડાંઓમાં, અનાજનો, દાણો, ખેતરો, સુકાઈ, ગયાં, માફ, ૧૭૫૭થી, ૧૭૬૫નાં, વર્ષો, અંધાધૂંધીનાં, રહ્યાં, કોણ, વાસૂલ, સ્પષ્ટ, લક્ષ્ય, લૂંટવાનું, દિવસો, યાતનાના, પ્લાસીના, વિજય, ૧૭૬૭, બદલી, નાખી, દેખરેખ, સખતાઇથી, મહેસૂલનો, પુરું, ઝુંટવી, લેવામો, યેનકેન, પ્રકારેણ, ખેડૂત, ઉગાડતો, રાજ્યને, આપતો, રકમમાં, ચીલો, રોકડા, અર્થતંત્ર, ગાઅમની, અંદર, સ્વાવલંબી, ચાલતું, ખેડૂતોને, ૧૮મી, સદીનો, ઉત્તરાર્ધ, પ્રારંભ, મોગલો, નિઝામ, ટીપુ, વગેર, અનેક, સ્વાધીન, રાજ્યોનો, યુગ, વિકીપીડિયા, જાણવા, પાછળ, જવું, પડશે, સામેના, જનઆંદોલનમાં, જાગીરદારો, માણસે, મોરચો, સંભાળ્યો, માણસો, ભરોસે, ૧૭૭૬માં, મહાસ્થાન, ગઢની, મસ્જિદ, ઊઘરાણી, ઘણો, નિરાંતનો, શ્વાસ, તેલ, તેલની, ધાર, જમાત, રાજપૂત, રાજપૂતોને, અસંતોષને, વાચા, ઉદ્દેશ્યનો, સંકેત, પરાજિત, ધીરજ, કહેવું, પૂરતું, બંગાળની, પાયમાલીનાં, હકુમતમાં, સ્પષ્ટપણે, ઘટના, રોહિલાઓ, વચ્ચેની, રોહિલા, હાર્યા, આઅવી, સારા, રોકવામાં, અવધની, મરાઠાઓમાં, અંદરોઅંદર, ફૂટ, અનુકૂળ, સંયોગો, થતા, ફોજની, શિસ્ત, એકતા, ટકી, પરાસ્ત, ધાર્મિક, રીતરિવાજો, આવતા, આભજમીનનું, અંતર, નિષ્ફળતા, પૂરું, વસૂળ, શકી, ખાધ, શાહને, ઉપાયોની, સાતસો, પંદરસો, કલેક્ટરને, શોધીને, હજારેક, ચૂકવી, બાકીની, લૂંટીને, ખજાનાના, રક્ષણ, સિપાઈઓની, ગામડાંના, સંન્યાસીઓથી, બચાવવાની, સિપાઈઓ, બ્લૅકમેઇલર, અવિચારી, વધારેપડતો, આકરો, સલામતી, રાજ્યનો, પૂરો, અંકુશ, વેપારી, નીકળતો, લુંટાઈ, જવાનો, શસ્ત્રધારી, ટુકડીને, મદ્રાસમાં, ફોર્ટ, વિલિયમમાં, કાઉંસિલે, હુકમમાં, ફેરફાર, હેસ્ટિંગ્સને, શંકા, ઉત્તરમાં, આવવા, મૂકે, રેસિડંટને, ટુકડીઓને, સત્તાને, આનું, મોટું, બીજાનો, પચાવી, પાડનારી, લુંટારુ, ટોળકી, ગણતી, જિલ્લાઓના, senassies, નીકળવા, દેવા, શસ્ત્ર, જાનાર, રાજ્યની, દુશ્મન, ગણવામાં, આવશે, ઓળખવામાં, ૧૭૭૦, હુમલાઓનું, વાંચ્યું, આવતું, રહેશે, સીધા, સદીઓ, જૂનાં, લાભોના, હેસ્ટિંસના, બાકરગંજમાં, ફેલાઈ, ફૅક્ટરી, રામપુરની, ફૅક્ટરીમાં, લૂંટફાટ, સારન, હરાવ, ૧૭૬૮માં, જમીનદારે, નોકરીમાં, કહી, નીતિએ, માનવ, હુમલાઓમાં, ભજવ્યો, લોકોનું, સમર્થન, હુમલાઓ, નજર, નાખીએ, ઓછું, કિસ્સામાં, ૧૭૬૦માં, મરાઠા, સૈન્યના, બર્દવાન, બર્ધમાન, કિશનગઢ, દસ્તાવેજો, ઘોડે, ાડીને, ધામો, નાખીને, બેઠો, ખતરો, ટળ્યો, બાજુએથી, જમના, નદી, પ્રવેશ્યા, બાર્કરે, સુજાઉદ્દૌલાને, ગંગા, પરવાનો, મળેલો, દસ્તાવેજમાં, બાવા, ચોમાસા, વસુલાતનું, ઘટ્યું, જણાય, ચોમાસું, ઊતરતાં, બિહારના, મદારના, પંથ, મદારી, શાહની, પ્રવેશ, પ્રયાસ, અઢી, હરાવવામાં, તકલીફ, વેરવીખેર, એકલદોકલને, ખૂણેખૂણે, છિઆત્તેતોરેર, મોનોન્તર, કૅલેંડર, ૧૧૭૬નો, હેસ્ટિંગ્સના, ૧૭૭૨ના, ઓછામાં, ભાગની, વસ્તીને, ભૂખ, ભરખી, વિદ્વાનોનું, માનવું, મુક્ત, બજારના, અખતરા, બ્રિટને, હિન્દુસ્તાન, આયર્લૅંડ, જેવાં, સંસ્થાનોમાં, ખાવાના, સાંસા, ધનવાન, ચુકવવાનું, થતું, ઘટતી, આવકમાં, ઉમેરો, ગરીબો, સિતમો, ગુજારવાનું, wits, latest, ledumahadi, mafube, south, africas, new, jurassic, giant, ફ્રી, પ્રાંતમાં, મફૂબી, નું, મહાકાય, હાથી, બમણા, વિસ્તારમાં, વિચરતું, સેસોથો, ભાષાનું, પરોઢિયે, ગર્જના, સોરોપોડનું, નજીકનું, સંબંધી, વનસ્પતીજીવી, ઊભું, રહેતું, શોધલેખના, બ્લેર, મૅક્ફી, આગલા, નાજુક, લેદૂમહાડીના, ખૂબ, મજબુત, ચોપગાં, ડાયનાસોરના, પુરોગામીઓ, બેપગાં, લેદૂમહાડી્ને, આર્જેંટિનામાંથી, મળેલાં, સંબંધ, જુરાસિક, યુગમાં, મહાખંડ, પાનગાઈયા, બ્યૂનોસ, એરિસથી, જોહાનિસબર્ગ, ડાયનાસોરનું, આફ્રિકામાં, 0૦૦, manoa, hawaii, article, php, aid, 9520, આપણી, સૂર્યમાળામાં, ગ્રહો, પદાર્થો, ધૂમકેતુઓમાં, ઉલ્કાઓ, ધૂમકેતુઓ, ફોસ્ફોરસ, ઑક્સોઍસિડ, જીવનની, શરૂઆતનો, જણાવ્યું, આણ્વિક, જીવશાસ્ત્ર, મોલેક્યૂલર, બાયોલૉજી, ડાઈફોસ્ફોરિકનું, વગર, અસ્તિત્વમાં, હોત, ફોસ્ફોલિપિડ, કોશોમાં, પહોંચાડે, મળતું, ભળી, લેખના, ટર્નર, બીજાઓએ, લૅબોરેટરીમાં, ગૅલેક્સીઓમાં, પરનું, જીવલેણ, મળતા, રાસાયણિક, પ્રક્રિયા, પરિવર્તન, કોશ, હવાઈ, ફ્રાન્સ, તાઇવાનના, સંશોધકોની, કાઢ્યું, પ્રાથમિક, બાહ્યાવકાશમાંથી, engineering, columbia, press, polymer, coating, buildings, sciencemag, aat9513, પોલીમરના, ઉપયોગનો, ટેકનોલૉજીઓ, વિકસતી, ટેકનોલૉજી, એરકંડીશનરો, ખર્ચાળ, pcrc, પૅસિવ, ટાઇમ, રૅડિએટિવ, કૂલિંગ, સપાટી, છોડે, પ્લાસ્ટિક, પદાર્થ, કોલંબિયા, એંજીનિયરિંગના, રંગ, અલ્ટ્રાવાયોલેટ, લાંબી, તરંગલંબાઈનાં, રંગને, બનાવે, નેનોથી, માઇક્રો, કદનાં, છિદ્ર, આપમેળે, પોલીમરનું, કોટિંગ, મકાનો, અંદરની, ફેંકે, શહેરમાં, કોટિંગવાળા, મકાનમાં, રણપ્રદેશમાં, પત્રના, જ્યોતિર્મય, મોંડલ, યુઆન, યાંગના, નેતૃત્વ, ઉપાય, સારો, શીતળ, મકાનને, ctvnews, sci, tech, russian, astronauts, safe, after, emergency, landing, 4129433, ગુરુવારે, બાઇકાનૂર, કૉસ્મોડ્રોમ, અકસ્માત, નાસાના, નિક, હેગ, રસ્કૉસ્મોસ, રશિયાની, અલેક્સેઈ, ઑફ્ચિનિનને, ઇંટરનેશનલ, સ્ટેશન, જોડાવા, નીકળી, શકતાં, મિનિટમાં, ઉતરાણ, કરવું, ગુરુત્વાકર્ષણનું, દબાણ, સ્ટેપીના, જંગલમાં, ઊતર્યું, પડવાનો, ખૂણો, તીખો, જહાજને, અવકાશમાં, મોકલવાનું, હતુ, બુસ્ટર, છૂટતાં, ધૂમાડાના, ગોટેગોટા, નીકળ્યા, હૅગ, જવાના, ઑફ્ચિનિન, સ્ટેશનમાં, અવકાશયાત્રીઓ, રાખવાનું, ઘટનાઓમાં, બિરુદ, વાસ્તવમાં, ગામોના, જાગીરદાર, આનાથી, ભૂખી, વિદ્રોહે, સીધી, આડકતરી, ઘણી, પ્લાસીમાં, જીત્યા, સુખે, બેસી, સંભાળી, સતત, અજંપાનો, કરવો, ૧૮૦૦માં, દબાવી, વિદ્રોહોમાં, ચુઆડનો, નોંધ, તેવો, પછીના, પ્રકરણમાં, જેવી, નાનાંમોટાં, કરનારાઓ, ચાલી, પાડવામાં, પાડે, જેલમાં, ધકેલી, આપવામાં, વિલંબ, કોરડા, મારતા, ગાળનારા, કારીગરોને, મુક્તિનો, માર્ગ, સંન્યાસીઓના, દેખાયો, વણકરોએ, લડત, પ્રાણોની, આહુતિ, છૂટથી, ફરતા, પદ્ધતિએ, માણસોનું, કપરું, પાઠકથી, પ્રેરાઈને, રહેવાને, હોડીમાં, ડાકુ, વાપરેલો, બંકિમ, ચન્દ્ર, ચેટરજીએ, નવલકથા, મહિલાનાં, પરાક્રમો, ગૂંથી, લીધાં, જાણીતાં, દોસ્તી, એકબીજાને, શરૂઆતથી, સંગઠિત, લડવા, પ્રેર્યા, વેપારીઓનું, જહાજ, લૂંટ્યું, વેપારીઓએ, વિલિયમ્સને, ફરિયાદ, થયેલી, ઝપાઝપીમાં, બંગાળમાંથી, હાંકી, કાઢવાનો, નિર્ણય, બધે, ઠેકાણે, માગે, બુદ્ધના, સમયથી, સ્થાને, શૈવ, વૈષ્ણવ, સ્થાયી, જોવાની, પાછી, ચૂકવે, મારપીટ, દેવાના, બદલામાં, પ્રથાથી, મહંતોથી, કરેલું, ચુકવવું, લખી, નાખતા
Text of the page (random words):
િયંત્રણ હતું આઅ ત્રણ સ્થળોએથે એ જુદી જુદી જગ્યાએ હુમલા કરતા અને લૂંટનો માલ વહેંચી લેતા ૧૭૯૯ના ફેબ્રુઆરી સુધીમાંતો મિદનાપુરના ઘણા પ્રદેશો પર ચુઆડોની આણ હતી જિલ્લાના કલેક્તર પાસે માત્ર ૨૭ ચોકિયાતો રહી ગયા હતા માર્ચમાં એમણે આનંદપુર પર હુમલો કર્યો અને બે સિપાઇઓને અને બીજા કેટલાક નાઅગરિકોને મારી નાખ્યા અંગ્રેજોના બધા ગાર્ડ જીવ મુઠ્ઠીમાં લઈને નાસી છૂટ્યા એમની એક મોટી નબળાઈ એ હતી કે એમની યોજનાઓની એ ખુલ્લી રીતે જાહેરાત કરતા કોઈ ગામ બાળવાનું હોય તો ગામવાસીઓને અગાઉથી ખબર હોય કે આવતીકાલે ચુઆડો ત્રાટકવાના છે આનો લાભ અંગ્રેજોને મળ્યો અને કંઈ થવાનું હોય ત્યાં સૈનિકો પહેલાં જ પહોંચી જતા આ નબળાઈ એમને આડે આવી અને અંતે અંગ્રેજોએ ૧૭૯૯ની છઠ્ઠી ઍપ્રિલે ઐસગઢ અને કરણગઢ પર ફતેહ હાંસલ કરી કરણગઢની રાણીને કેદી તરીકે મિદનાપુર લઈ આવ્યા તે પછી જૂન માહિનાથી કંપનીનો હાથ ઉપર રહેવા લાગ્યો જો કે ચુઆડોએ થોડા મહિના મચક ન આપી આ બળવાનું મૂળ કારણ જિલ્લાનો કલેક્ટર બરાબર સમજ્યો એને ૨૫મી મે ૧૭૯૯ના એક રિપોર્ટમાં બોર્ડને જાણ કરી છે તે પ્રમાણે પાઇક જાતિ અને એના સરદારોની જમીનો પર ફરી મહેસૂલ શરૂ થયું તે એનું મૂળ કારણ હતું છેક તેરમી સદીથી એ જમીન ખેડતા આવ્યા હતા પરંતુ કશાયે અપારાધ વિના જમીણ પરના એમના હક છીનવી લેવાયા તેની સામે ભારે અસંતોષ હતો એમને પોલીસ રાખવાનો ચાર્જ પણ ચુકવવો પડતો એના માટે એ કોર્ટમાં જાય પરંતુ બ્રિટિશ કોર્ટમાં એમને બહુ આશા નહોતી એટલે જ એમણે શસ્ત્રો ઉપાડ્યાં ઓગણીસમી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં પણ ચુઆડોએ નમતું નહોતું આપ્યું ૧૮૧૬ સુધી કલકત્તાથી માત્ર ૮૦ માઇલ દૂર બાગડીમાં ચુઆડો અંગેજ સત્તા હોય જ નહીં એમ વર્તતા રહ્યા સરકારે કબૂલ કર્યું કે પાકી પોલીસ વ્યવસ્થા કરવાના બધા પ્રયત્ન નિષ્ફળ ગયા છે બંગાળમાં આ સૌથી પહેલો વ્યાપક વિદ્રોહ હતો અને એનો દોર જંગલોમાં વસતા આદિવાસીઓના હાથમાં હતો એમણે અંગ્રેજ સરકારને ધોળે દિવસે તારા દેખાડી દીધા હતા ૧૭૭૪ અને ૧૭૮૪ના કાયદા દરમિયાન હવે બ્રિટન સરકાર હિન્દુસ્તાનમાં ઈસ્ટ ઇંડિયા કંપનીની પ્રવૃત્તિઓ પ્રત્યે વધારે ચિંતાની નજરે જોવા લાગી હતી બંગાળમાં કંપનીનું રાજ હતું જ આ રાજકીય સત્તાથી જ ખરેખર તો બ્રિટિશ સરકાર ચેતી ગઈ હતી એટલે કંપનીનો પંજો વધુ ફેલાય તે પહેલાં બ્રિટનની સંસદે ૧૭૭૪માં એક કાયદો કરીને કંપનીની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવાની વ્યવસ્થા કરી જો કે બધી સત્તા કંપનીના હાથમાં રહી પરંતુ બ્રિટન સરકાર હવે એની પાસેથી જવાબ માગી શકતી હતી તે પછી ૧૭૮૪માં સરકારે નવો ઇંડિયા ઍક્ટ બનાવ્યો એ વખતે વડો પ્રધાન નાનો વિલિયમ પિટ william pitt the younger હતો એટલે આ કાયદો પિટના કાયદા તરીકે પણ ઓળખાય છે એણે દ્વિમુખી રાજપદ્ધતિ દાખલ કરી હવે ઈસ્ટ ઇંડિયા કંપનીના હાથમાં વેપારને લગતી બાબતો અને વહીવટી સત્તાઓ રહી રાજકીય સત્તા બ્રિટન સરકારે ત્રણ ડાયરેક્ટરોની ખાનગી કમિટીને સોંપી દીધી આમ કંપનીનું સ્થાન બ્રિટિશ સરકારે લેવાનું શરૂ કરી દીધું વિદેશ પ્રધાન અને નાણાપ્રધાનને પણ એમાં સામેલ કરાયા મદ્રાસ અને મુંબઈના ગવર્નરોની સ્વાયત્ત સત્તાઓ પર કાપ મુકાયો અને એમના ગવર્નર જનરલ નિમાયો બંગાળમાં હેસ્ટિંગ્સ ગવર્નર જનરલ હતો જ ને એણે આ સત્તાઓ ભોગવી પણ ખરી પરંતુ એના રાજકીય કાવાદાવા અને રુશ્વતખોરીને કારણે ૧૭૮૫માં એને પાછો બોલાવી લેવાયો એની સામે સાત વર્ષ કેસ ચાલ્યો ૧૭૮૬માં એક પૂરક બિલ પસાર કરીને લૉર્ડ કૉર્નવૉલિસને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો આમ કૉર્નવૉલિસ ખરા અર્થમાં ભારતનો પહેલો ગવર્નર જનરલ બન્યો ૦૦૦૦ સંદર્ભઃ ૧ bengal district gazeteers midnapore 1911 by l s s o malley ics ઇંટરનેટ પર ઉપલબ્ધ ૨ https www britannica com biography william pitt the younger ref242494 ૩ http www jhargram org ૪ http www indhistory com pitts act html ૦૦૦૦ like loading author dipak dholakia posted on 25 10 2018 18 10 2018 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 2 struggle for freedom chapter 4 india slavery and struggle for freedom part 2 struggle for freedom chapter 3 ભારતઃ ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર આઝાદી માટેનો સંઘર્ષ પ્રકરણ ૩ બંગાળમાં વિરોધના સૂર ૩ સંન્યાસી વિદ્રોહ ૩ આપણે સંન્યાસીઓની ભૂમિકા સમજવા માટે અઢારમી સદીના કૂચબિહારમાં આવ્યા છીએ કૂચબિહારનું રાજ્ય એ વખતે બંગાળનો ભાગ નહોતું ૧૭૬૫માં કૂચબિહારના સગીર વયના રાજા દેવેન્દ્ર નારાયણનું એક સંન્યાસી રામાનંદ ગોસાઈંની ઉશ્કેરણીથી કોઈએ ખૂન કરી નાખ્યું રાજ્ય નધણિયાતું હતું એટલે રાજ્યના નઝીર દેબ એટલે કે સેનાપતિ અને દીવાન દેબ એટલે કે મુખ્ય દીવાન વચ્ચે સત્તાનો સંઘર્ષ શરૂ થઈ ગયો દીવાન દેબની ઇચ્છા પોતાના ત્રીજા નંબરના ભાઈને ગાદીએ બેસાડીને સત્તા પર સંપૂર્ણ પ્રભુત્વ સ્થાપવાની હતી એણે આના માટે ભૂતાનની સાથે સમજૂતી કરી એ અરસામાં ઘણા સંન્યાસીઓ નજીકના બ્રિટિશ પ્રદેશોમાં અને ખાસ કરીને નજીકના મૈમનસિંગ આસામના ગ્વાલપાડા અને ઉત્તર બંગાળના રંગપુર જિલ્લાઓમાં ઠરીઠામ થયા હતા દીવાન અને ભૂતાનના રાજાએ સંન્યાસીઓને પણ પોતાની સેનામાં લઈ લીધા આ સંન્યાસીઓ પહેલાં બક્સરની લડાઈમાં મીર કાસિમ તરફથી કંપનીના સૈન્યો સામે લડ્યા હતા કેટલાય એ પહેલાં મરાઠાઓ સાથે પણ હતા એ ભાડૂતી સૈનિકો હતા એટલે જે પૈસા આપે તેના તરફથી લડતા હતા બહાદુર તો હતા જ નઝીર દેબને આ ચાલની જાણ થઈ ગઈ અને એ અંગ્રેજોને લઈ આવ્યો આમ પહેલા પ્રયાસમાં તો દીવાનને સફળતા ન મળી પણ અંતે એ સફળ થયો અને એનો ત્રીજો ભાઈ ધારેન્દ્ર નારાયણ રાજા બની ગયો ૧૭૬૯માં ખગેન્દ્ર નારાયણ નવો નઝીર દેબ બન્યો ત્યારે દીવાન દેબનું સંપૂર્ણ વર્ચસ્વ હતું એણે દીવાન દેબની જ હત્યા કરાવી દીધી ભૂતાનને આ ન ગમ્યું એમના માણસની હત્યા થઈ ગઈ હતી હવે મહારાજાનો ભાઈ દીવાન બન્યો હતો પણ ભૂતાને મહારાજા અને દીવાન દેબને કેદ પકડી લીધા ખગેન્દ્ર પણ ભાગી છૂટ્યો પરંતુ ભૂતાનના ટેકાથી બનેલા નવા રાજાનું પણ અવસાન થઈ ગયું તે પછી ખગેન્દ્રે નવો રાજા નીમ્યો ભૂતાને પણ પોતાના તરફથી બીજો એક રાજા નીમી દીધો હવે બન્ને રાજાઓ વચ્ચે ગજગ્રાહ શરૂ થયો પરંતુ ખગેન્દ્ર રંગપુર પહોંચ્યો ને અંગ્રેજ કલેક્ટર પર્લિંગની મદદ માગી પર્લિંગે મદદ કરવાની શરત રૂપે બિહારને બ્રિટિશ સરકારનું ખંડિયું રાજ્ય બનાવી દીધું હવે અંગ્રેજોએ ભૂતાનના રાજા સાથે પણ સમજૂતી કરી અને એને કૂચ બિહારમાં માથું મારતાં રોકી દીધો બન્ને દાવેદારોની સેનામાં સંન્યાસીઓ હતા અંગ્રેજોએ એમાંથી ખગેન્દ્રના સૈનિક સાધુઓને તો બરતરફ કર્યા પણ જે સાધુઓ પહેલાં દીવાનની સેનામાં હતા એમને મોતને ઘાટે ઉતારી દીધા પરંતુ રાજા તો જોઈએ જ એટલે અંગ્રેજોએ કેદમાંથી ધારેન્દ્રને છોડ્યો અને ફરી રાજા બનાવી દીધો આમ ખગેન્દ્ર ફરી સત્તા વગરનો થઈ ગયો હવે ખરી સત્તા તો અંગ્રેજોની હતી ખગેન્દ્ર ભાગી છૂટ્યો અને આજના ઉત્તર પ્રદેશના વિસ્તારનાં જંગલોમાં ભરાઈ ગયો અહીં ૧૭૮૭માં એણે બે મહંતો ગણેશ ગિરિ અને હરિ ગિરિની મદદથી કૂચ બિહાર પર આક્રમણ કરવાની તૈયારી કરી પણ કંપનીને આ સમાચાર મળી ગયા હતા એટલે ખગેન્દ્ર મહાત થયો ખગેન્દ્ર નારાયણની સેનામાંથી પણ સાધુ છૂટા પડ્યા અને સામાન્ય લોકોની સાથે જઈને વસતા થઈ ગયા અંગ્રેજોએ જમીનદારોને એમના પ્રદેશના રક્ષણની જવાબદારી સોંપી હતી જમીનદારોએ પોતાના સંત્રીઓ નીમ્યા હતા જે બરકંદાજ કે પાઇક તરીકે ઓળખાતા આ બરકંદાજો મૂળ તો સાધુઓ જ હતા અંગ્રેજો સામે ચડેલા સંન્યાસીઓ અને ફકીરો માટે તો એમને પોતાના જ ગણતા અને બરકંદાજોની સહાનુભૂતિ પણ સંન્યાસીઓ અને ફકીરો સાથે હતી બંગાળ અને બિહારમાં બુદ્ધના સમયથી સાધુઓ એક જ સ્થાને રહેતા હોય તે સામાન્ય વાત હતી શૈવ અને વૈષ્ણવ બન્ને સંપ્રદાયોના નાગા સાધુઓ અને ફકીરો પણ સ્થાયી થયા હતા જોવાની વાત એ છે કે આ સાધુઓ ગરીબ નહોતા જમીનદારો પણ એમની પાસેથી ઉધાર લેતા ઉધાર પાછી ન ચૂકવે તો સંન્યાસીઓ એની સાથે મારપીટ પણ કરતા અને દેવાના બદલામાં જમીન પણ લઈ લેતા આમ એક બાજુથી અંગ્રેજ કંપનીની મહેસૂલ પ્રથાથી ગરીબ ખેડૂતો દુઃખી હતા તો બીજી બાજુથી જમીનદારો આ મહંતોથી દુઃખી હતા જો કે એમણે તો પોતાનો રસ્તો શોધી લીધો ખેડૂતો પાસેથી વસૂલ કરેલું મહેસૂલ ન ચુકવવું હોય ત્યારે એ કંપનીને લખી નાખતા કે સંન્યાસીઓ રંઝાડતા હોવાથી મહેસૂલ વસૂલ નથી થઈ શક્યું આમ કંપનીની નજરે સંન્યાસીઓ અને ફકીરોય ખરા પરંતુ કંપનીના દસ્તાવેજોમાં બન્ને માટે એક જ શબ્દ સંન્યાસી વાપરવામાં આવે છે એમના મોટા શત્રુ હતા એ સંન્યાસીઓને ભટકતા લુંટારા ગણાવતા ૧૭૭૪માં હેસ્ટિંગ્સે સાધુઓ અને ફકીરોને બંગાળમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો પરંતુ એ તો બધે ઠેકાણે હતા અને કંપની શું કરવા માગે છે તેની બાતમી પણ એમને મળી જતી પરંતુ સાધુઓ અને ફકીરોના વિદ્રોહમાં બે નામ બહુ જાણીતાં છેઃ ભવાની પાઠક અને દેવી ચૌધરાણી ભવાની પાઠક અને મજનુ શાહ વચ્ચે દોસ્તી હતી અને બન્ને એકબીજાને મદદ પણ કરતા શરૂઆતથી જ એ સંન્યાસીઓને સંગઠિત કરવામાં લાગ્યો હતો અને ખેડૂતો અને બીજા લોકોને એણે જ અંગ્રેજો સામે લડવા પ્રેર્યા ૧૭૮૭માં એણે અંગ્રેજ વેપારીઓનું એક જહાજ લૂંટ્યું વેપારીઓએ કલેક્ટર વિલિયમ્સને ફરિયાદ કરી તે પછી થયેલી એક ઝપાઝપીમાં એ માર્યો ગયો દેવી ચૌધરાણી પણ ભવાની પાઠકથી પ્રેરાઈને વિદ્રોહમાં સામેલ થઈ એ પોતાના ઘરમાં રહેવાને બદલે એક હોડીમાં રહેતી કંપનીના દસ્તાવેજોમાં એના માટે ડાકુ શબ્દ વાપરેલો છે એનો અર્થ એ કે કંપની સરકાર માટે એ પણ મોટી શત્રુ હતી બંકિમ ચન્દ્ર ચેટરજીએ એમની એક નવલકથા દેવી ચૌધરાણી માં આ વિદ્રોહી મહિલાનાં પરાક્રમો ગૂંથી લીધાં છે સંન્યાસીઓ અને ફકીરો છૂટથી ફરતા પણ મહેસૂલની નવી પદ્ધતિએ જમીનદારો પેદા કર્યા આને કારણે સંન્યાસીઓ ફકીરો અને સામાન્ય માણસોનું જીવન કપરું થઈ ગયું હતું કંપનીએ મહેસૂલ જેવી વ્યવસ્થા વણકરો અને બીજા નાનાંમોટાં કામ કરનારાઓ માટે પણ કરી હતી વણકરો પેઢી દર પેઢી ચાલી આવતી પરંપરા પ્રમાણે કામ કરતા હતા પણ હવે એમનો માલ માત્ર ઈસ્ટ ઇંડિયા કંપનીને જ વેચવાની ફરજ પાડવામાં આવતી માલ વેચવાની ના પાડે તો એમને જેલમાં ધકેલી દેતા અને માલ આપવામાં વિલંબ થાય તો કોરડા મારતા અંતે શાંતિથી જીવન ગાળનારા આ કારીગરોને પણ મુક્તિનો માર્ગ સંન્યાસીઓના વિદ્રોહમાં જ દેખાયો કેટલાયે વણકરોએ સ્વતંત્ર રીતે અંગ્રેજોને લડત આપી અને પ્રાણોની આહુતિ આપી અંગ્રેજો અને જમીનદારો સામે સંન્યાસીઓ ઊભા થયા એટલું જ નહીં પણ સામાન્ય લોકોને પણ ઊભા કર્યા એમના વિદ્રોહે સીધી રીતે નહીં તો આડકતરી રીતે ઘણી જગ્યાએ વિદ્રોહને જન્મ આપ્યો ૧૭૫૭માં પ્લાસીમાં જીત્યા પછી અંગ્રેજો સુખે બેસી ન શક્યા ૧૭૬૫માં એમણે દીવાની સંભાળી તે પછી ૩૫ ૪૦ વર્ષ સુધી એમને સતત અજંપાનો સામનો કરવો પડ્યો અને છેક ઈ સ ૧૮૦૦માં બધા વિદ્રોહને એ દબાવી શક્યા બંગાળમાં આવા બીજા વિદ્રોહોમાં ચુઆડનો વિદ્રોહ ખાસ નોંધ માગી લે તેવો છે હવે પછીના પ્રકરણમાં આપણે ચુઆડ અને બીજા વિદ્રોહ વિશે વાત કરશું આપણે યાદ રાખવાનું છે કે આ બધી વિદ્રોહી ઘટનાઓમાં રાજાઓ પણ જોડાયા પરંતુ રાજા તો એક બિરુદ હતું વાસ્તવમાં એ અમુક ગામોના જાગીરદાર જ હતા અને એમનું મહત્ત્વ આનાથી વધારે નહોતું મુખ્ય ભૂમિકા સામાન્ય માણસની રહી ખરું જોતાં આ ગરીબ ભૂખી પ્રજાના વિદ્રોહ હતા 000 સંદર્ભઃ the sannyasi rebellion by a n chandra ઇંટરનેટ પર ઉપલબ્ધ like loading author dipak dholakia posted on 18 10 2018 16 10 2018 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 2 struggle for freedom chapter 3 science samachar 49 ૧ સયૂઝ નિષ્ફળ અવકાશયાત્રીઓ સહીસલામત ગયા ગુરુવારે કઝાખસ્તાનના બાઇકાનૂર કૉસ્મોડ્રોમ પર એક મોટો અકસ્માત થયો નાસાના નિક હેગ અને રસ્કૉસ્મોસ રશિયાની અવકાશી સંસ્થા ના અલેક્સેઈ ઑફ્ચિનિનને લઈને એક અવકાશી કૅપ્સ્યૂલ ઇંટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાવા માટે નીકળી પણ એનું બૂસ્ટર રૉકેટ ચાલુ ન થઈ શકતાં માત્ર બે જ મિનિટમાં બન્નેને ફરજિયાત ઉતરાણ કરવું પડ્યું એમના પર ગુરુત્વાકર્ષણનું પણ ભારે દબાણ પડ્યું એમની કૅપ્સ્યૂલ કઝાખસ્તાનના સ્ટેપીના જંગલમાં ઊતર્યું બન્ને સહીસલામત છે પડવાનો ખૂણો પણ સામાન્ય કરતાં વધારે તીખો હતો સયૂઝ ms 10 જહાજને સયૂઝ fg રૉકેટ બૂસ્ટર અવકાશમાં મોકલવાનું હતુ પરંતુ એમાંથી બુસ્ટર ન છૂટતાં ધૂમાડાના ગોટેગોટા નીકળ્યા હૅગ પહેલી વાર જવાના હતા અને ઑફ્ચિનિન પહેલાં સ્પેસ સ્ટેશનમાં છ મહિના રહી આવ્યા છે સંદર્ભઃ https www ctvnews ca sci tech u s russian astronauts safe after emergency landing 1 4129433 000 ૨ મકાનને શીતળ રાખવાનો સારો ઉપાય હવે ગરમી વધવા લાગી છે એટલે ઘરમાં ગરમી ઓછી કરવા માટે પણ ટેકનોલૉજીઓ પણ વિકસતી રહી છે આવી એક ટેકનોલૉજી એટલે એરકંડીશનરો પણ એ તો બહુ ખર્ચાળ હોય છે બીજી રીત છે pcrc એટલે કે પૅસિવ ડે ટાઇમ રૅડિએટિવ કૂલિંગ એમાં કોઈ સપાટી એવી હોય છે કે એ સૂરજની ગરમી ઓછી શોષે અને પોતાની ગરમી વધારે છોડે પ્લાસ્ટિક વગેરે આવા પદાર્થ છે આનો અભ્યાસ કરીને કોલંબિયા એંજીનિયરિંગના સંશોધકોએ એક નવું પોલીમર બનાવ્યું છે આમ તો સફેદ રંગ ગરમીને વધારે પરાવર્તિત કરી દે છે પણ એ અલ્ટ્રાવાયોલેટ કિરણોને તો શોષે જ છે અને લાંબી તરંગલંબાઈનાં સૂર્ય કિરણોને પરાવર્તિત નથી કરતો આ નવું પોલીમર સફેદ રંગને વધારે સફેદ બનાવે છે એમાં નેનોથી માઇક્રો કદનાં છિદ્ર છે એટલે આપમેળે જ સૂરજની ગરમીને ફેલાવી દે છે એમણે પ્રયોગ કરીને દેખાડ્યું છે કે આ પોલીમરનું કોટિંગ મકાનો પર હોય તો એ સૂરજની ગરમીને ઓછી શોષે છે અને અંદરની ગરમીને વધારે પ્રમાણમાં બહાર ફેંકે છે એમણે દેખાડ્યું કે શહેરમાં આ કોટિંગવાળા મકાનમાં ૬ ડિગ્રી સુધી ગરમી ઓછી થાય છે અને રણપ્રદેશમાં ૩ ડિગ્રી ગરમી ઓછી રહે છે આ અભ્યાસ પત્રના મુખ્ય લેખક જ્યોતિર્મય મોંડલ છે અને એમણે યુઆન યાંગના નેતૃત્વ હેઠળ કામ કર્યું આ પોલીમરના ઉપયોગનો વીડિયોઃ મૂળ લેખઃ http science sciencemag org content early 2018 09 26 science aat9513 સંદર્ભઃ https engineering columbia edu press releases polymer coating buildings ૦૦૦ ૩ જીવનનું મૂળ ઘટક બાહ્યાવકાશમાંથી આવ્યું કોશ અને ઊર્જા વિના કોઈ જીવ પ્રજનન ન કરી શકે હવે હવાઈ યુનિવર્સિટીના સંશોધકોએ ફ્રાન્સ અને તાઇવાનના સંશોધકોની સાથે મળીને શોધી કાઢ્યું છે કે જીવનનું પ્રાથમિક ઘટક ફોસ્ફેટ છે એમણે પોતાના લેખ અહીં માં જણાવ્યું છે કે આણ્વિક જીવશાસ્ત્ર મોલેક્યૂલર બાયોલૉજી માં ફોસ્ફેટ અને ડાઈફોસ્ફોરિકનું બહુ મહત્ત્વ છે આપણું dna એના વગર અસ્તિત્વમાં જ ન આવ્યું હોત તે ઉપરાંત એ ફોસ્ફોલિપિડ તરીકે પણ કોશોમાં ઊર્જા પહોંચાડે છે પરંતુ પૃથ્વી પર મળતું ફોસ્ફેટ બીજા તત્ત્વ સાથે ભળી શકે તેવું નથી આથી આ લેખના મુખ્ય લેખક ટર્નર અને બીજાઓએ લૅબોરેટરીમાં ગૅલેક્સીઓમાં મળે તેવું ફોસ્ફાઇન બનાવ્યું પૃથ્વી પરનું ફોસ્ફાઇન જીવલેણ છે પણ પૃથ્વીની બહાર મળતા ફોસ્ફાઇન રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરિવર્તન થઈ જાય છે આપણી સૂર્યમાળામાં ગ્રહો બન્યા તે પહેલાંના અમુક પદાર્થો ધૂમકેતુઓમાં મળે છે ઉલ્કાઓ કે ધૂમકેતુઓ સાથે આ ફોસ્ફોરસ ઑક્સોઍસિડ પૃથ્વી પર આવ્યા અને જીવનની શરૂઆતનો આધાર બન્યા સંદર્ભઃ http manoa hawaii edu news article php aid 9520 0૦૦ ૪ દક્ષિણ આફ્રિકામાં મળ્યું નવું ડાયનાસોરનું અસ્થિ દક્ષિણ આફ્રિકાના ફ્રી સ્ટેટ પ્રાંતમાં હવે સોરોપોડ ડાયનાસોર કરતાં પણ મોટા ડાયનાસોર લેદૂમહાડી મફૂબી નું અસ્થિ મળી આવ્યું છે એ આફ્રિકાના મહાકાય હાથી કરતાં બમણા કદનું છે અને ૨૦ કરોડ વર્ષ પહેલાં એ આ વિસ્તારમાં વિચરતું હતું આ નામ સેસોથો ભાષાનું છે અને એનો અર્થ છેઃ પરોઢિયે ભયંકર ગર્જના એ સોરોપોડનું નજીકનું સંબંધી હતું સોરોપોડ વનસ્પતીજીવી હતું અને ચાર પગે ઊભું રહેતું શોધલેખના મૂળ લેખક ડૉ બ્લેર મૅક્ફી કહે છે કે લેદૂમહાડી પણ સોરોપોડના કદનું જ હતું પણ સોરોપોડના આગલા અને પાછલા પગ બહુ નાજુક હતા જ્યારે લેદૂમહાડીના પગ ખૂબ જ મજબુત હતા અમુક ડાયનાસોર બે પાછલા પગે ચાલતાં અને અમુક ચાર પગે ચાલતાં ચોપગાં ડાયનાસોરના પુરોગામીઓ બેપગાં હતાં લેદૂમહાડી્ને આર્જેંટિનામાંથી મળેલાં ડાયનાસોર સાથે પણ સંબંધ છે આનો અર્થ એ કે જુરાસિક યુગમાં મહાખંડ પાનગાઈયા એક જ હતો અને બ્યૂનોસ એરિસથી જોહાનિસબર્ગ સુધી ડાયનાસોર અવરજવર કરતાં રહેતાં વીડિયોઃ સંદર્ભઃ http www wits ac za news latest news research news 2018 2018 09 ledumahadi mafube south africas new jurassic giant html ૦૦૦ like loading author dipak dholakia posted on 15 10 2018 13 10 2018 categories uncategorized tags વેબગુર્જરી dipak dholakia science સમાચાર webgurjari 1 ટિપ્પણી science samachar 49 માટે india slavery and struggle for freedom part 2 struggle for freedom chapter 2 ભારતઃ ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર આઝાદી માટેનો સંઘર્ષ પ્રકરણ ૨ બંગાળમાં વિરોધના સૂર્ સંન્યાસી વિદ્રોહ ૨ છિઆત્તેતોરેર મોનોન્તર એટલે કે બંગાળના કૅલેંડર પ્રમાણે ૧૧૭૬નો દુકાળ એવો ભયંકર હતો કે વૉરેન હેસ્ટિંગ્સના ૧૭૭૨ના રિપોર્ટ પ્રમાણે ઓછામાં ઓછી ત્રીજા ભાગની વસ્તીને ભૂખ ભરખી ગઈ કેટલાક વિદ્વાનોનું માનવું છે કે મુક્ત બજારના અખતરા બ્રિટને હિન્દુસ્તાન અને આયર્લૅંડ જેવાં પોતાનાં સંસ્થાનોમાં કર્યા પરિણામે દુકાળ પડ્યો એક બાજુથી ખાવાના સાંસા હતા બીજી બાજુથી મહેસૂલ વધી ગયું હતું ધનવાન જમીનદારોએ મહેસૂલ ચુકવવાનું થતું ઘટતી આવકમાં ઉમેરો કરવા માટે એમણે ગરીબો પર સિતમો ગુજારવાનું શરૂ કરી દીધું હતું મજનુ શાહ ૧૭૭૧માં બિહારના પૂર્ણિયા જિલ્લામાં શાહ મદારના પંથ જે મદારી નામે ઓળખાતા હતા ફકીરોએ મજનુ શાહની આગેવાની હેઠળ બંગાળમાં પ્રવેશ કર્યો આ એમનો બીજો પ્રયાસ હતો આ પહેલાં જમીનદારોએ ફકીરોને ટેકો આપ્યો હતો આ વખતે અઢી હજાર ફકીરો હતા જો કે કંપનીને એમને હરાવવામાં બહુ તકલીફ ન પડી અને બધા વેરવીખેર થઈ ગયા એકલદોકલને શોધવાનું પણ શક્ય નહોતું આમ એ બધા બંગાળના ખૂણેખૂણે પહોંચી ગયા અંગ્રેજોના દસ્તાવેજો પ્રમાણે મજનુ શાહ પોતે ઘોડે ાડીને પૂર્ણિયા તરફ ભાગી ગયો પણ હજી એ ત્યાં જ ધામો નાખીને બેઠો હતો એટલે કંપનીની નજરે હજી ખતરો ટળ્યો નહોતો બીજી બાજુ એ જ અરસામાં અવધ બાજુએથી જમના નદી પાર કરીને ચાર હજાર નાગા સાધુ...
|