Meta tags:
description= Gujarati and English-મારા આધ્યાત્મિક અને સાહિત્યિક વિચારોનું ઉદભવ સ્થાન..સરયૂ દિલીપ પરીખ. Saryu;
Headings (most frequently used words):
share, button, the, and, to, my, in, of, was, her, અને, she, છે, with, that, પણ, you, me, એક, for, is, હતી, સરયૂ, કે, મારા, saryu, હું, તો, had, he, this, મને, his, ને, but, પરીખ, મારી, it, at, એના, so, કોઈ, not, our, સાથે, parikh, on, life, be, from, would, by, પછી, નહીં, your, him, પર, કરી, જાય, son, as, one, માટે, all, થઈ, આવી, when, સાથ, મેં, એને, રે, we, mother, વાત, did, love, લઈ, go, about, રચના, have, રહી, એની, are, said, રીમા, ના, મિત્રોનો, જોઈ, ગયા, ગઈ, family, came, home, new, ઘેર, time, heart, જે, were, હવે, લગ્ન, નથી, like, rachnaa, day, thought, ajay, story, મન, ફરી, let, after, will, back, husband, up, good, an, some, સ્પર્શ, તેથી, અમારી, હતા, ગયો, away, get, there, out, their, they, night, shona, years, or, book, અમારા, જરા, આપી, સમય, સુધી, કહે, એમ, કરતી, how, can, went, know, very, રીમાને, house, dilip, marriage, without, friend, smile, હસી, what, મળી, tears, મારે, હતાં, દિવસે, બે, now, અતિ, do, friends, many, felt, who, કાર, મદદ, ત્યારે, india, two, poems, આજ, mom, યાદ, બહુ, ફૂલ, face, अति, પહેલા, હશે, વિષે, while, saw, started, always, well, been, told, around, અમે, હતું, તૈયાર, ઘર, શત, અજય, જીવન, આવે, છત્રીની, છાંવમાં, may, તું, where, સ્નેહ, ગયું, ring, જાણી, સખી, છું, નાની, વાતો, આવ્યો, રીતે, here, child, eyes, ત્યાગ, own, come, parents, if, sweet, days, way, several, name, never, feel, just, થોડા, મળવા, ઘણી, એણે, વખત, દિવસ, tommy, મુલાકાત, painting, choice, again, little, હામ, girl, award, આવતા, એમની, વગેરે, કરે, રહ્યા, અમને, આજે, કહી, દૂર, તારો, જો, which, અતિને, अतिको, त्याग, emotional, set, oh, first, best, person, long, into, year, situation, why, જ્યારે, હતો, look, young, રહેતી, પતિ, આવતી, પ્રયત્ન, આવીને, મમ્મી, હોત, next, down, સાત, રંગના, become, સફર, વર્ષ, daughter, give, no, આવ્યા, દવે, મૃત્યુ, કાવ્ય, touch, અહીં, poem, મહેતા, જરૂરી, મારું, happy, world, ખબર, બની, તને, brother, leave, રાહ, moment, રાજકુમારી, પ્રેમ, alone, most, કરવા, આપ્યો, હોય, કહેતા, બા, જવાબ, જઈ, ત્યાં, ભાવ, કરીને, હાથમાં, ચાલી, આગળ, વસ્તુઓ, નજર, don, step, બોલે, through, then, yes, sure, written, small, asked, looking, different, used, બાળ, આંસુ, પાસે, એનો, lifetime, them, woman, પ્રમાણે, દેશમાં, રીમાની, મારો, નોકરી, નહોતા, દીકરીને, રહ્યો, શક્ય, બરાબર, શકે, સપના, થયું, easily, because, married, town, three, found, any, got, left, સહિયર, organization, deepika, michael, वो, क्या, અપેક્ષા, paintings, કવિ, નાથાલાલ, લે, વાર્તા, spark, light, વાર, સમજાવું, સંમતિ, help, law, મામા, read, ઉજાસ, mist, frustration, હરીશ, દાસાણી, સ્ત્રી, અનેક, સરહદ, more, work, mehta, સફેદ, poetic, શકી, moist, petals, ભાઈ, હૈયામાં, જુએ, સહજ, upon, માનવ, sufiya, helping, hand, must, મોહનભાઈ, જતાં, લોકો, ઘરમાં, થતાં, તરત, એવો, એમના, સંકોચ, ન્યાય, સમાચાર, દીકરી, પાડી, જાણે, નક્કી, શું, વિચાર, ધીરે, comment, રાજ, રત, કેમ, હવામાં, પહેલી, hours, thousand, journey, insight, કર્મ, ये, जो, returned, learn, finally, being, every, other, connected, ask, phone, care, package, last, anything, took, made, together, before, since, maybe, right, things, people, months, coming, could, see, able, far, am, પાછળ, તારા, સંસાર, soul, dreams, once, thank, નિરાશા, કારણ, સેવા, શહેરમાં, કરતા, રહે, પિતા, ત્રણ, ધ્યાનમાં, શરૂ, ગયેલી, નહોતી, તે, પાછી, સાવ, રૂમમાં, ખાસ, સરસ, બધુ, રાત્રે, અજયને, ટોમી, અંતે, words, military, mumbai, hear, everything, take, bedroom, much, women, college, ex, has, society, mantra, reading, હૈયું, com, દિલીપ, loss, receive, લેવા, પૈસા, દિવાળીનો, મર્મ, વિશેષ, મુકીને, peace, sun, અજવાળું, happens, angel, કવિતા, રંગ, સાંજ, પદ્મશ્રી, ammi, ઝાંખો, shadows, essence, eve, sister, ભાગીરથી, કૃષ્ણલીલા, માતા, સત્યકથા, ઈલા, મોતી, આવશે, wonderful, કેવી, divorce, wings, novel, પ્રકાશ, તોડી, dress, વેંત, રાત, વિશ્વાસ, ચૂમી, welcoming, ચહેરો, સરળ, પ્રીતનો, જુવાળ, princess, flower, સ્વભાવ, realize, પિતાની, મૂંઝવણ, મોટા, હાં, થયેલા, બપોરે, દાખલ, લાગી, પરિચય, વધારે, ખ્યાલ, મોહનભાઈને, કામ, થાય, કુટુંબના, તેને, લાંબા, અરે, ચહેરા, ઊભા, રુપિયો, નારિયેળ, એવું, કંઈક, જતા, હે, જી, વાગે, એકલી, ભૂલી, દોર, મંદ, ખીલી, સમજી, મધુર, પ્યાર, બહાર, lost, trip, still, flight, shared, પવન, ઘેલી, થાપટ, मधुर, थापट, मारके, बोले, रे, मानव, gave, free, children, think, looked, needed, great, remained, say, partner, almost, feelings, important, met, nice, message, us, relationship, wanted, want, circle, start, strength, pain, દિલને, ઘડી, નિશ્વાસ, આપુ, છુ, દ્વાર, ચેતન, પ્રથમ, આનંદ, ખુશ, મળે, મા, લગભગ, others, mine, મારાં, સંવેદના, ઊભી, મનમાં, આમ, man, smiling, અર્થ, બીજી, રહેવા, હ્યુસ્ટન, પાંચ, વર્ષની, ઘણા, જવાબદારી, રીમાએ, અભ્યાસ, પરિક્ષા, પાસ, રીમાના, ગયેલા, દરમ્યાન, સામે, ફરિયાદો, થતી, બોલી, બાજુ, બાળકી, એનુ, વ્યવસ્થા, બાળકીને, રહેવાની, બધી, જવાની, આપ્યા, નજીક, સામાન્ય, થશે, ક્યારેય, રાતના, નવા, કારમાં, મુખ, કર્યુ, લાગ્યુ, બધો, જોયો, ડોલર, કહેતી, આભાર, કશુ, હાથ, જેમ, ખુલી, મમ્મીને, આંખો, પડી, માની, room, getting, wedding, reason, those, excited, happily, believe, quiet, paid, sleeping, something, neighbor, voice, put, slowly, make, support, service, received, click, ચરણ, experience, domestic, violence, call, shelter, given, finished, america, age, usa, fees, lawyer, legal, called, knew, lies, english, hands, લઉં, unique, બળે, ઓગળે, है, देखे, www, સ્મરણગંગા, march, bandhan, દસકામાં, વિભાજન, સેવાકાર્ય, limitations, web, ચિત્ર, ટેરવે, ભટ્ટ, અધૂરી, સરયૂની, મલ્હાર, રસદર્શન, દેવિકા, ધ્રુવ, કોણ, અનુભૂતિ, forget, માફી, second, સ્મરણ, letter, harmony, છલક, છાલક, havoc, heel, ચંદ્ર, સૂરજ, મિલાપ, ચાલ, કુદરતના, solace, નામ, નીતરતી, death, veena, damle, under, umbrella, રક્ષા, અનંત, following, nature, મૌનનો, મહિમા, anger, ઝખમ, mind, fear, નિમિત્તમાત્ર, teacher, imagine, rangoli, એટલે, ગીત, કાવ્યો, શૈલા, મુન્શા, પ્રતિભાવઃ, hirpara, soft, yellow, ball, સંબંધો, wishes, aaria, samir, રજુઆતઃ, અમિતા, ત્રિવેદી, કાવ્યઃ, dream, મુનિભાઈ, પુત્ર, christmas, true, સાચું, મજા, unacceptable, dear, flowers, spring, વસંતના, emotions, ગણિત, પ્રેમનું, મંત્ર, books, ખીલું, outside, માળો, કળી, સોનેરી, પુંજ, દો, poetry, festival, અશ્રુ, ગુલાબી, વહેતી, વર્ષના, સરતી, circles, પૂરી, ક્ષણ, kiss, પ્રકાશિત, લગની, live, white, ભરોસો, તક, સ્મિત, assurance, another, સૂકાયેલા, અનુભવ, सदा, वर्जयेत, વિના, દીકરા, આવો, થજે, ચાંદ, swing, padmshri, meant, ઉંચી, turn, શાંતિ, પ્રાર્થના, સાસુ, દાન, says, બાલ, drop, તમસ, રજસ, સત્વ, તરફ, ચાલતા, સાયકલ, દૂરથી, સાંજની, ઘંટારવ, વખતે, મોડી, નવાઈ, તરીકે, લોકોને, મામી, ભણેલી, કરવાની, નમ્ર, આપતા, ગોળ, ચલાવી, જુદી, હા, કન્યા, પસંદગી, મારાથી, જવું, થયા, કાઢી, પસંદ, જશે, પહેરીને, કળ, ઠીક, કહ્યુ, એમને, આછા, અજવાળામાં, જીવ, પરથી, યોગ્ય, દીધી, નીરાશા, પિતાને, વમળાટ, દીવો, જાગે, મંજુલ, લાંબો, શૂલ, હો, સો, રાતની, બનીને, મ્હેક, આભ, ઉમંગ, આછેરી, dark, deep, બુંદો, સમા, મહીં, કોરી, ઊડતી, મુઠ્ઠીમાં, જાનમાં, દેણ, મૂંઝાય, વળી, શોભા, પરવશ, જાયે, सब, जाये, अपने, raised, desires, forever, open, door, delicate, part, does
Text of the page (most frequently used words):
the (2328), and (1837), અને (1383), new (1114), share (1092), window (1060), opens (1052), was (960), her (879), email (707), whatsapp (701), facebook (701), she (614), with (609), saryu (563), parikh (508), હું (508), that (489), સાથે (481), like (471), હતી (454), you (452), #friend (435), મારા (420), for (412), મને (391), link (372), loading (351), button (350), had (349), મારી (345), પછી (326), કાવ્યો (321), but (318), કરી (313), not (294), this (286), his (285), આવી (268), our (254), one (254), વાત (249), from (248), કોઈ (239), હોય (231), when (231), નહીં (228), સરયૂ (223), ત્યારે (216), ગયા (215), comments (214), life (214), નથી (208), would (208), માટે (203), were (200), જાય (199), will (191), have (188), હતો (188), they (188), મેં (187), હવે (182), him (182), પરીખ (180), said (180), are (177), આવે (175), time (175), comment (174), all (173), રહી (172), your (172), હતા (171), છું (170), હતાં (163), some (151), about (149), there (148), very (147), હતું (145), out (145), અમે (140), કહે (136), બની (135), love (134), થાય (134), તું (133), after (133), com (126), યાદ (125), શું (122), home (121), family (120), mother (119), બહુ (118), કેમ (117), મારે (114), day (112), ત્યાં (111), heart (111), away (111), આજે (110), what (110), એના (110), જોઈ (107), their (107), ફરી (106), know (105), દિવસ (105), come (105), એની (104), came (104), did (104), તેથી (103), રીતે (102), years (101), મળી (101), અમારા (99), can (98), એને (98), કરે (98), other (97), may (97), સમય (96), આવ્યો (96), જ્યારે (96), good (94), ગયો (94), husband (94), એમને (93), who (92), could (92), leave (91), back (90), તમે (89), જીવન (89), went (89), ઘેર (88), કરતા (88), started (88), સાથ (86), them (86), આવીને (86), વખત (86), કહ્યું (85), how (84), દિવસે (84), into (84), many (84), તેની (84), smile (83), હશે (83), આવ્યા (83), told (83), see (82), get (82), little (81), father (81), અહીં (80), more (80), બોલી (79), two (79), બહાર (77), સામે (77), around (77), just (76), લગ્ન (76), કરવા (76), નામ (76), બેઠી (75), house (74), ભાઈ (73), કરતાં (73), હાથ (73), તેના (73), થયું (72), has (72), story (72), while (71), let (71), રહ્યા (71), કરીને (71), ખબર (71), થયો (71), તેને (70), જાણે (70), આગળ (70), અવન્તિકાબહેન (70), આનંદ (70), કરતી (70), used (70), mind (70), few (70), ફૂલ (69), પડે (69), પાસે (69), મારું (68), been (67), આપી (67), ઘરમાં (67), અમારી (67), સમયે (67), વચ્ચે (67), face (67), then (67), mom (67), where (67), any (67), eyes (67), દૂર (66), તમને (66), first (66), વાતો (65), તારા (65), own (65), which (65), જરા (64), પહેલા (64), મારો (64), brother (63), old (63), without (63), sona (63), વર્ષ (62), પ્રેમ (62), now (61), રહે (61), ખાસ (61), long (61), asked (61), world (61), why (61), dilip (60), રહ્યાં (60), વર્ષની (60), સરગમ (59), give (59), વિચાર (58), એમની (58), લાગે (58), year (58), through (58), mohan (58), સુધી (57), કહી (57), કામ (57), ગયું (57), here (57), દિલ (57), ઘણી (57), sister (56), વગર (56), પોતાની (56), શકે (56), શરૂ (56), sweet (55), look (55), નાની (55), બાને (55), help (55), never (55), મળે (54), only (54), સુંદર (53), કર્યો (53), રાહ (53), બીજા (53), સહજ (53), અનેક (53), going (53), tears (53), મહેતા (53), felt (53), son (53), next (53), saw (53), take (52), એવી (52), આવશે (52), પોતાના (52), મનમાં (52), પડી (52), say (52), soul (52), ચાર (51), way (51), દીકરી (50), નક્કી (50), તરફ (50), રહ્યો (50), પાંચ (50), far (50), india (50), made (50), got (50), www (49), નહોતી (49), બહેન (49), કાવ્ય (49), feel (49), friends (49), તને (49), નજર (48), થતાં (48), થોડા (48), સખી (48), people (48), wordpress (47), કર્યા (47), તૈયાર (47), લઈને (47), રાત (47), always (47), ભરી (47), words (47), કર્યું (47), એમના (46), જવાબ (46), પાછળ (46), ગયાં (46), find (46), thought (46), left (46), સ્નેહ (46), દિલીપ (45), daughter (45), આવતા (45), બંધ (45), દેખાય (45), પૂરી (45), hand (45), days (45), before (45), young (45), read (45), 2021 (45), અરે (44), તરીકે (44), જતાં (44), એનો (44), અનુભવ (44), મળવા (44), પહેલાં (44), પહેલી (44), ક્યાં (44), હસી (44), much (44), yahoo (44), વિષે (43), ભાવ (43), એવું (43), તારી (43), સરસ (43), આંસુ (43), girl (43), દરેક (43), still (43), પતિ (43), book (42), સરળ (42), પરિચય (42), એટલે (42), true (42), several (42), માતા (42), કરું (42), તેમની (42), ત્રણ (41), ફોન (41), down (41), each (41), ઘણા (41), કવિ (41), એવો (40), બોલ્યા (40), મૂકી (40), feelings (40), soon (40), those (40), ગીત (40), every (40), best (40), saryuparikh (40), same (40), અમને (39), મીનળ (39), હસીને (39), જતી (39), મદદ (39), બીજી (39), વળી (39), right (39), kind (39), want (39), alone (39), times (39), 2010 (39), જેવા (39), these (39), seemed (39), room (39), paintings (38), ચહેરા (38), કહેતા (38), વગેરે (38), કેટલી (38), રહેતા (38), don (38), called (38), joy (37), આપ્યો (37), લાગી (37), એમાં (37), જેમ (37), તમારા (37), આશા (37), well (37), call (37), door (37), being (37), small (37), બધા (37), પરંતુ (37), તેમાં (37), mar (36), night (36), મહેશ (36), જરૂર (36), નીકળી (36), નોકરી (36), વર્ષો (36), તમારી (36), નાના (36), ધ્યાન (36), ભાવનગરમાં (36), village (36), happy (36), dance (36), open (36), આપે (36), because (36), poem (36), રચના (36), સોના (36), wings (35), નવા (35), કરવાની (35), હાથમાં (35), ચાલી (35), પ્રમાણે (35), અવાજ (35), પાછા (35), સારી (35), પ્રયત્ન (35), વાર (35), અંતર (35), કારણ (35), place (35), sure (35), flowers (35), નાથાલાલ (35), work (35), boy (35), man (35), things (35), 2009 (34), peace (34), થોડી (34), કહું (34), પાણી (34), ચાલુ (34), married (34), school (34), again (34), sit (34), marriage (34), light (34), granny (34), looking (34), make (34), લગભગ (34), beautiful (34), કેવી (34), સાંજ (34), મંજુફઈ (34), feb (33), જન્મ (33), તેઓ (33), ધીરે (33), વધારે (33), નહિ (33), હાં (33), કાગળ (33), કાંઈ (33), સાવ (33), પોતે (33), બરાબર (33), ભલે (33), corner (33), tell (33), pain (33), moment (33), પ્રથમ (33), oct (33), jan (33), heard (33), પિતા (33), આપણે (33), તેમના (33), different (33), sujata (33), જ્યાં (32), gentle (32), ગમે (32), મોટી (32), કરો (32), વધુ (32), બધી (32), દાદી (32), jul (32), મુનિભાઈ (32), even (32), phone (32), હોવાથી (32), ભાવનગર (32), દવે (32), આંખો (32), meet (32), http (32), three (32), પુસ્તક (32), mehta (32), stay (32), ammi (32), કવિતા (32), deep (31), ખ્યાલ (31), મામા (31), જઈને (31), બેસી (31), રૂમમાં (31), અંતે (31), તેમ (31), since (31), special (31), took (31), child (31), yes (31), mary (31), અપેક્ષા (30), જતા (30), લોકો (30), લેવા (30), પૂછ્યું (30), બીજે (30), જવાની (30), jun (30), painting (30), gave (30), months (30), ભાગીરથી (30), saying (30), વિશ્વાસ (30), person (30), શ્રી (30), સંગીત (30), આરુષી (30), apr (29), care (29), થયા (29), ઠીક (29), ચાલે (29), દીધી (29), મોટા (29), આવતી (29), સાંભળી (29), બને (29), કોણ (29), વાર્તા (29), બનીને (29), dec (29), ready (29), near (29), too (29), big (29), english (29), moved (29), મૃત્યુ (29), રહેતી (29), lady (29), 2011 (29), કાર (29), under (29), group (29), સફર (28), વખતે (28), વર્ષના (28), અંદર (28), હજી (28), ક્યારેક (28), બધાં (28), જીવનમાં (28), પસાર (28), visit (28), wonderful (28), kept (28), five (28), સરી (28), getting (28), someone (28), side (28), wanted (28), found (28), another (28), talk (28), touch (28), તેવી (28), 2020 (28), name (27), રોજ (27), સ્મિત (27), માન (27), અવન્તિકાબહેનને (27), બધું (27), મમ્મી (27), રહેવા (27), સવારે (27), ભૂલી (27), ખોલી (27), જવાનું (27), together (27), hold (27), simple (27), live (27), within (27), ago (27), મીઠી (27), sun (27), બન્ને (27), met (27), આવ્યું (27), knew (27), salim (27), 2015 (27), 2022 (27), neha (27), શાંત (26), also (26), જશે (26), એમણે (26), જોવા (26), લાગણી (26), એવા (26), સમજી (26), સૌથી (26), dkp (26), સેવા (26), gone (26), brought (26), teacher (26), college (26), દિન (26), sky (26), nature (26), મુલાકાત (26), journey (26), children (26), put (26), great (26), please (26), parents (26), country (26), સાત (26), ખૂબ (26), city (26), તેનો (26), ajay (26), સવાલ (26), તેનું (26), suha (26), poems (25), મુજને (25), warm (25), કહીને (25), છીએ (25), જુદા (25), town (25), ઊભી (25), ખીલી (25), શબ્દો (25), ખુશ (25), keep (25), નવી (25), મોતી (25), thing (25), cannot (25), apartment (25), અમેરિકા (25), અભ્યાસ (25), તારો (25), cloud (25), think (25), walked (25), turned (25), morning (25), લાલ (25), શકી (25), નાં (25), મધુર (24), reason (24), વાતચીત (24), કંઈક (24), યોગ્ય (24), દાખલ (24), પોતાનો (24), સફેદ (24), સુમન (24), કહેતી (24), ક્યારે (24), જરૂરી (24), થતી (24), ખાલી (24), એકલી (24), જુઓ (24), રહ્યું (24), આવો (24), હાસ્ય (24), પ્રાર્થના (24), ચહેરો (24), over (24), soft (24), hurt (24), lives (24), પાછી (24), દોડી (24), emotions (24), વર્ષે (24), નજીક (24), today (24), woman (24), hope (24), dear (24), lunch (24), 2012 (24), ઘરે (24), car (24), https (24), મોહન (24), ફૂલબાઈ (24), minu (24), saru (24), jayshree (23), સંગ (23), જોતા (23), bring (23), ચિંતા (23), અવન્તિકાબહેને (23), ઉપર (23), પડ્યા (23), રાખી (23), તોય (23), દ્વારા (23), નહોતું (23), કારણે (23), કોઈને (23), છોડી (23), પડતી (23), ત્યાર (23), હિંમત (23), બાએ (23), letter (23), તાર (23), nov (23), hear (23), myself (23), both (23), અવકાશમાં (23), free (23), લીધે (23), grandma (23), america (23), અમેરિકામાં (23), helen (23), members (23), lived (23), word (23), high (23), આપણા (23), 2014 (23), પ્રતિભાવઃ (23), mina (23), 2024 (23), tani (23), આશ્ચર્ય (22), વ્યક્તિ (22), આવા (22), ડોક્ટર (22), તારે (22), પહોંચી (22), જવા (22), શાંતિ (22), એણે (22), dress (22), aug (22), song (22), sing (22), narrow (22), આભમાં (22), energy (22), મળતા (22), sat (22), રંગ (22), law (22), given (22), choice (22), later (22), પકડી (22), realized (22), money (22), કળી (22), reading (22), looked (22), talking (22), death (22), સુખ (21), પાસ (21), નાજુક (21), ભીની (21), હસતાં (21), વિદાય (21), સમી (21), થવા (21), રસ્તે (21), કરવાનો (21), જોયું (21), દીકરો (21), લીલાબહેન (21), નહોતા (21), સુનીલ (21), સામાન્ય (21), એમનો (21), માનસિક (21), મજા (21), વાગે (21), બેઠાં (21), મંદિર (21), સારું (21), બેઠા (21), અમારે (21), most (21), last (21), હામ (21), ગુલાબી (21), says (21), flow (21), બેનપણી (21), આપ્યું (21), than (21), followed (21), indian (21), દરમ્યાન (21), passed (21), remember (21), quiet (21), માનવ (21), નીચે (21), grandmother (21), living (21), meha (21), second (21), મિત્રોનો (21), વિશે (21), ગુજરાતી (21), મેરી (21), સૌને (20), sitting (20), smiling (20), thinking (20), stories (20), જોઈને (20), જવું (20), તરત (20), રહેવું (20), મહિના (20), તેમજ (20), ભાવે (20), ઉંમરે (20), dark (20), જલ્દી (20), upon (20), receive (20), સ્ત્રી (20), self (20), such (20), volunteer (20), lawyer (20), teenager (20), essence (20), voice (20), became (20), ઉજાસ (20), returned (20), wedding (20), head (20), state (20), છતાં (20), evening (20), મંજુલ (20), નૃત્ય (20), આવ્યાં (20), માનસી (20), ronak (20), ઘરની (19), બનાવી (19), અર્થ (19), સંબંધ (19), કહેતાં (19), જોયા (19), થોડું (19), વિરોધ (19), મધુ (19), દિલીપના (19), bright (19), વહેતી (19), અતિ (19), શાળામાં (19), જાણી (19), બોલે (19), દિવસો (19), music (19), organization (19), age (19), સ્થિર (19), surprised (19), everything (19), move (19), કાર્યક્રમ (19), during (19), ran (19), early (19), કરીએ (19), inside (19), wisdom (19), birds (19), forever (19), થયાં (19), હવામાં (19), razak (19), 2013 (19), stillness (19), 2017 (19), shobha (19), rachna (19), vasu (19), older (18), આંખ (18), hearts (18), પાડી (18), લીધી (18), ચાલો (18), કેવા (18), મોહ (18), ફરીને (18), રમત (18), સ્વભાવ (18), કુટુંબ (18), આપ્યા (18), તમારું (18), seen (18), coming (18), munibhai (18), freedom (18), must (18), sound (18), sep (18), hard (18), giving (18), માને (18), અનુભૂતિ (18), texas (18), નહોતો (18), સતત (18), લાગતી (18), full (18), ila (18), opened (18), usa (18), easily (18), lost (18), leaves (18), situation (18), turn (18), રસ્તો (18), મહિનાઓ (18), જોઈએ (18), close (18), gujarati (18), god (18), મુંબઈ (18), મિત્રો (18), શ્વાસ (18), afternoon (18), bed (18), petals (18), set (18), couple (18), ધીમે (18), રીમા (18), તરિકે (18), મળ્યો (18), ચાલ (18), anger (18), પરિવાર (18), seema (18), ravi (18), જયશ્રી (18), આકાશ (17), clear (17), રમતાં (17), hands (17), maybe (17), જીવ (17), વાંધો (17), મીઠા (17), પ્રભુ (17), પાછો (17), પડશે (17), બાળકો (17), પહેરી (17), જાણ (17), ધર્મ (17), આખી (17), કરવી (17), શોખ (17), જેથી (17), છોકરાઓ (17), હોત (17), દીકરા (17), આવું (17), રક્ષા (17), જીદ (17), કહો (17), આભાર (17), ગમશે (17), try (17), table (17), pretty (17), hours (17), might (17), feeling (17), thank (17), need (17), quite (17), land (17), હસતી (17), જાયે (17), rain (17), game (17), shall (17), once (17), રીત (17), forget (17), rest (17), માં (17), જુએ (17), helped (17), final (17), needed (17), દોર (17), ખુબ (17), હેલન (17), શબ્દ (17), ભેટ (17), સન્માન (17), nell (17), enough (17), front (17), પ્રકાશ (17), almost (17), શક્ય (17), between (17), reema (17), conversation (17), ગોઠવી (17), શકું (17), મળ્યું (17), તેમને (17), ball (17), 2018 (17), somalal (17), વહેલી (16), arrived (16), મારાથી (16), બપોરે (16), ઘણાં (16), આગ્રહ (16), બધાને (16), આવકાર (16), ચહેરે (16), વાણી (16), થયેલી (16), મોટો (16), ખરીદી (16), કરતો (16), ગયેલી (16), ભાઈને (16), ગામ (16), માની (16), નિર્ણય (16), સમજ (16), ઓળખાણ (16), પ્રકાશિત (16), સંભાળ (16), પૂર્ણ (16), gift (16), didn (16), થઈને (16), પ્રિય (16), done (16), due (16), attitude (16), wild (16), white (16), સદા (16), ક્ષણ (16), learn (16), ચેતન (16), દોરી (16), off (16), વહે (16), પવન (16), હળવા (16), બહેનો (16), ગામમાં (16), ઘેરા (16), received (16), tried (16), taken (16), though (16), showed (16), relations (16), lifetime (16), સપના (16), end (16), experience (16), worked (16), સરતી (16), ચાલતી (16), તરફથી (16), ladies (16), party (16), should (16), raised (16), whole (16), ઈલા (16), pink (16), fear (16), spring (16), પુત્ર (16), અમ્મી (16), જેવી (16), જાગે (16), ચૂકી (16), તેજ (16), સારા (16), દિલીપને (16), રવિ (16), કવયિત્રી (16), ભટ્ટ (16), રાજ (16), લાગતું (16), અજવાળું (16), સુહા (16), 2023 (16), ella (16), ina (16), join (15), ઉત્સુક (15), bad (15), પસંદગી (15), પસંદ (15), માણસ (15), નિવૃત્તિ (15), કરજે (15), સુખી (15), બેટા (15), વરસ (15), જોતાં (15), ઈચ્છા (15), દરકાર (15), પૈસા (15), વહુ (15), આવેલા (15), કર્મ (15), જાવ (15), માંડી (15), ડૂબી (15), પાસેથી (15), ઓછું (15), શક્તિ (15), શિક્ષક (15), બાદ (15), પ્રેમથી (15), સભ્યો (15), આરતી (15), ભાવનગરની (15), મુંબઈમાં (15), તેનાં (15), જેને (15), કોણે (15), yellow (15), ગંભીર (15), marry (15), anyone (15), tender (15), better (15), ઝાકળ (15), યાદો (15), run (15), play (15), wish (15), loving (15), ઘડી (15), લિસોટો (15), સોનેરી (15), હળવે (15), સ્મૃતિ (15), સાડી (15), હંમેશા (15), મળ્યા (15), four (15), presence (15), ego (15), ever (15), push (15), everyone (15), women (15), return (15), eve (15), its (15), interest (15), happened (15), stand (15), divorce (15), કોલેજમાં (15), લેતા (15), વાહ (15), સત્ય (15), એકાદ (15), નજીકમાં (15), ask (15), food (15), પૌત્રી (15), ઝૂલે (15), does (15), looks (15), baby (15), સમજણ (15), સ્પર્શ (15), નીતરતી (15), tommy (15), ઓચિંતા (15), લાગ્યું (15), વિવિધ (15), heaven (15), died (15), ring (15), vaisha (15), follow (14), સંચાર (14), poetic (14), શ્યામ (14), લાવે (14), વ્યાકુળ (14), લાંબા (14), કદાચ (14), નજરે (14), સંકોચ (14), આપતા (14), સમાચાર (14), શકાય (14), ઊભા (14), વસ્તુઓ (14), આપો (14), પરથી (14), સૂર (14), નિવાસમાં (14), થયેલ (14), જરાય (14), ગયેલા (14), માંગે (14), કેવો (14), ત્યાંથી (14), સિવાય (14), સમર્પણ (14), મંત્ર (14), દીધું (14), હાજર (14), ખોવાઈ (14), રૂમ (14), વિચારે (14), ક્યાંય (14), મોટાભાઈ (14), દ્વાર (14), સર્વ (14), અલગ (14), નિર્મળ (14), relationship (14), written (14), future (14), police (14), couldn (14), વાગી (14), leaving (14), instead (14), listen (14), રાઘવ (14), pleasure (14), something (14), realize (14), universe (14), દર્દ (14), trip (14), ભેગા (14), herself (14), સંસાર (14), following (14), સંમતિ (14), earth (14), આપતી (14), પંદર (14), વર્ષોથી (14), mine (14), aware (14), covered (14), half (14), સરૂ (14), બાળક (14), late (14), birthday (14), finally (14), courage (14), strong (14), peaceful (14), court (14), birth (14), અજાણ્યા (14), ભારત (14), આવીશ (14), કરવામાં (14), તૈયારી (14), નેલ (14), attend (14), decided (14), friendship (14), neighborhood (14), award (14), born (14), learned (14), dream (14), question (14), મીઠો (14), moist (14), દુનિયા (14), પત્ર (14), શોભા (14), break (14), વિશેષ (14), પરિસ્થિતિ (14), પપ્પા (14), બોલ્યો (14), મહીં (14), વ્યવસ્થા (14), અંતરમાં (14), girls (14), wife (14), ખીલું (14), જેમાં (14), 2016 (14), ranbir (14), jain (14), write (13), novel (13), સંતોષ (13), કોર (13), માફ (13), respect (13), papa (13), dreams (13), unknown (13), કુટુંબના (13), લોકોને (13), પ્રસંગે (13), અંહી (13), આપણી (13), મીનળને (13), ઉત્સાહથી (13), એટલી (13), પોતાને (13), કાંઈક (13), સાંજે (13), હમણાં (13), વર્તન (13), આપીને (13), કરીશ (13), રહેવાની (13), સમયમાં (13), sad (13), helping (13), stop (13), હૈયામાં (13), arms (13), એનું (13), middle (13), ગુંજે (13), સમજાવું (13), ધરતી (13), beyond (13), swing (13), બનાવે (13), બાની (13), વર્ગમાં (13), expressed (13), કોમળ (13), circle (13), trying (13), દાદા (13), dare (13), spread (13), અંતરની (13), trust (13), society (13), talked (13), domestic (13), emotional (13), પાર (13), sand (13), liked (13), વાદળ (13), start (13), quietly (13), presented (13), desire (13), job (13), કશું (13), જોતી (13), વિચારો (13), invited (13), body (13), week (13), entered (13), totally (13), busy (13), માત્ર (13), છેલ્લી (13), વડોદરામાં (13), remained (13), uncle (13), men (13), shared (13), idea (13), nothing (13), મેહા (13), rachnaa (13), વ્હાલી (13), ક્યારેય (13), દેશમાં (13), શહેરમાં (13), મુખ્ય (13), વર્ષમાં (13), આસપાસ (13), અન્ય (13), માયા (13), human (13), green (13), મેળામાં (13), ધરી (13), gang (13), કિરણ (13), શૂન્ય (13), gmail (13), rangoli (13), તેમણે (13), શક્યા (13), હરીશ (13), દાસાણી (13), સ્મરણ (13), maya (13), જગદીપ (13), 2025 (13), ઈના (13), ટેરવે (12), loss (12), ઊર્મિલ (12), સુગંધ (12), faith (12), જુદી (12), કાઢી (12), કંઈ (12), મામી (12), પરીક્ષા (12), વર્ષોમાં (12), પહેલો (12), માફી (12), ઉમંગ (12), વખાણ (12), ઘણીવાર (12), કરવો (12), સંભળાયો (12), લાગ્યા (12), કોઇ (12), વાંચતાં (12), બદલે (12), અમુક (12), ધાર્મિક (12), બાબા (12), ટેબલ (12), કલ્પના (12), તથા (12), દીકરાને (12), હતુ (12), અજાણી (12), કોઈની (12), gives (12), send (12), present (12), broken (12), often (12), lot (12), moments (12), રડી (12), સુરખી (12), passes (12), વિના (12), સાજ (12), stream (12), ધ્યાનમાં (12), લાલી (12), behind (12), કાં (12), infinite (12), rich (12), અખંડ (12), સંત (12), પુસ્તકો (12), કોરી (12), force (12), મુકીને (12), સાસુ (12), કિશોર (12), એકલા (12), helpless (12), household (12), telling (12), makes (12), teach (12), અસીમ (12), steps (12), others (12), routine (12), comes (12), mumbai (12), frustration (12), point (12), મિત્ર (12), જવાબદારી (12), પોતાનું (12), લીધું (12), પ્રેમાળ (12), વાંચી (12), કરેલ (12), month (12), houston (12), વડોદરા (12), ગુજરાત (12), possible (12), poetry (12), ઘરના (12), red (12), weeks (12), behavior (12), shabir (12), brothers (12), meeting (12), questions (12), ગામડામાં (12), હ્રદય (12), ઘણો (12), સ્વીકારી (12), તોડી (12), સરહદ (12), umbrella (12), છત્રીની (12), છાંવમાં (12), દિલમાં (12), સાહિત્ય (12), અસર (12), વાયદા (12), અવસાન (12), મામાના (12), mamu (12), ભીતર (12), પાપા (12), જાગૃત (12), uru (12), આમંત્રણ (12), saryuben (12), યાદોને (12), ક્યાંક (12), શાંતુ (12), રણબીર (12), લગ્નની (12), સેલ્માને (12), રોનક (12), flutter (11), ઘણું (11), સમાન (11), પાન (11), flower (11), આંખોમાં (11), લઉં (11), whatever (11), whenever (11), lap (11), observing (11), ભાવથી (11), બોલતા (11), થયેલા (11), જરી (11), તરી (11), સમજીને (11), બેઠો (11), સજાવટ (11), ગમી (11), સરગમે (11), કરશે (11), ઉભી (11), સ્વીકાર (11), અનુ (11), માંગણી (11), આટલા (11), જાગૃતિ (11), એમનાં (11), જવાનો (11), સાચી (11), ફોટા (11), છેલ્લે (11), સમયની (11), કરવાનું (11), પાઠ (11), કલાક (11), થશે (11), હવા (11), જગ્યામાં (11), ગોઠવાઈ (11), convince (11), kiss (11), delicate (11), wishes (11), અનુભવી (11), કદી (11), forward (11), shelter (11), memories (11), પાંખ (11), સજી (11), ભવિષ્ય (11), rays (11), હેત (11), નદી (11), ખરી (11), slip (11), તોયે (11), અશ્રુ (11), વર્ષા (11), કૂંપળ (11), water (11), અનંત (11), ખરતા (11), શિશુવિહાર (11), કપડા (11), દીકરીને (11), ધાર (11), બાળ (11), ચૂમી (11), dry (11), sick (11), ભાભી (11), source (11), બાળકને (11), loved (11), ભણી (11), enjoyed (11), accepted (11), rules (11), doing (11), confidence (11), lines (11), seven (11), involved (11), સૂની (11), shona (11), paid (11), prepared (11), able (11), કરેલા (11), બાજુમાં (11), દીધો (11), કારમાં (11), meaning (11), sent (11), પ્રવૃત્તિઓમાં (11), થતો (11), તેવું (11), chicken (11), soup (11), વર્ષથી (11), residents (11), nice (11), friday (11), books (11), clothes (11), walk (11), use (11), especially (11), announced (11), મુનિ (11), સંગ્રહ (11), education (11), gujarat (11), bhavnagar (11), આપવા (11), લખી (11), પેલા (11), શાળા (11), buy (11), attention (11), trees (11), wrote (11), traditional (11), until (11), sharing (11), greeted (11), ride (11), spark (11), angel (11), બંગલામાં (11), એટલું (11), સ્પંદન (11), મૂલ્ય (11), click (11), service (11), top (11), લઈએ (11), સંવેદના (11), રાત્રે (11), રાતના (11), આવેલ (11), મહત્વ (11), તેવા (11), ભર્યો (11), robin (11), કોલેજ (11), tags (11), રજા (11), કેરી (11), અહા (11), મુશ્કેલ (11), મુનિભાઈના (11), રચનાઓ (11), પ્રીત (11), સરયૂબેન (11), તેં (11), કાચી (11), નવું (11), તેણે (11), બસમાં (11), 2019 (11), અમારાં (11), priya (11), 2026 (11), અનોખી (10), ચિત્ર (10), સ્પષ્ટ (10), આંખોની (10), કહેતો (10), દઉં (10), sangita (10), क्या (10), ન્યાય (10), તમારે (10), પિતાને (10), ફરતાં (10), છોડીને (10), વચનો (10), જિંદગી (10), મારાં (10), સમજાયું (10), ચર્ચા (10), મનનો (10), પતિની (10), કેટલા (10), હજુ (10), કુટુંબમાં (10), સહવાસ (10), મારૂં (10), હૈયા (10), અશક્ય (10), લીધો (10), પાતળી (10), કેવું (10), દુનિયામાં (10), ઉત્સાહ (10), રોજની (10), જગ્યા (10), ધારા (10), બાપુ (10), બતાવે (10), મળેલી (10), ઓછી (10), બાનો (10), hug (10), cried (10), drops (10), તોરણ (10), show (10), કોને (10), લાગણીના (10), દીપ (10), merge (10), ચાહે (10), કાજળ (10), funny (10), પર્ણ (10), ગહેરી (10), બન્યા (10), pearl (10), અંક (10), સાથમાં (10), શ્વેત (10), પ્રણામ (10), austin (10), થતા (10), દિવસમાં (10), જીવનના (10), હૈયે (10), holding (10), વાક્ય (10), ચાલ્યા (10), સગા (10), beloved (10), wear (10), believe (10), laws (10), bedroom (10), support (10), સ્પર્શે (10), ક્રોધ (10), stranger (10), wide (10), arranged (10), પ્રશ્ન (10), continued (10), gently (10), ended (10), path (10), studies (10), anything (10), ઉદાસ (10), દેશ (10), આંખમાં (10), કિશોરી (10), શોના (10), સલાહ (10), બહેનોને (10), વાળી (10), રૂપ (10), વેંત (10), playing (10), બહેનને (10), મજાની (10), રહેશે (10), અંગ્રેજી (10), wheelchair (10), younger (10), afraid (10), real (10), hour (10), nursing (10), filled (10), news (10), પદ્મશ્રી (10), કહેવાય (10), proud (10), એવામાં (10), ડ્રેસ (10), જેવું (10), પછીના (10), activities (10), pick (10), store (10), selma (10), among (10), outside (10), hindi (10), aunt (10), nearby (10), છાયા (10), touched (10), invitation (10), interesting (10), સવાર (10), ગહન (10), ખુશી (10), higher (10), wrong (10), control (10), ધક્કો (10), માહોલમાં (10), સામાન (10), એકાંતમાં (10), ગુંજન (10), બાળકીને (10), તમારો (10), રીમાને (10), joined (10), laugh (10), large (10), કલા (10), ભારતમાં (10), અનન્ય (10), સથવારો (10), ત્યારબાદ (10), પ્રોત્સાહન (10), હંસ (10), ચાલ્યો (10), ગીતમાં (10), આકાશે (10), ગાન (10), વિરાણી (10), કવન (10), win (10), memory (10), bhagirathi (10), સલૂણી (10), સાચું (10), પ્રત્યેક (10), હરખે (10), નિમિત્તમાત્ર (10), heal (10), લખતાં (10), sir (10), dogs (10), carol (10), વિસ્મરણ (10), sign (9), ગંગોત્રી (9), web (9), ઘેલી (9), રંગોળી (9), આવાસ (9), વિશ્વાસે (9), સાથી (9), ઝરમર (9), લાવ્યો (9), સૂરજ (9), wait (9), વહેણમાં (9), યાદમાં (9), kethan (9), granddaughter (9), sufiya (9), પૂછી (9), કહ્યુ (9), આછા (9), પિતાની (9), નહિવત (9), દાદીને (9), વળગી (9), આટલાં (9), આવ્યુ (9), નવો (9), દોરે (9), મારીને (9), જમવા (9), સાંભળે (9), બારણું (9), બાબત (9), દિવાળી (9), કરેલી (9), જણા (9), સહિત (9), મર્મ (9), ખરાબ (9), રહેતાં (9), નાનપણથી (9), સર્વસ્વ (9), બતાવી (9), બારણાં (9)
Text of the page (random words):
oud and without much care keeping the mother healthy beautiful happy should be our religion our joy our duty our dreams are for the earth not heaven for heaven is here to make not on cloud seven what is heaven but the earth beautiful what is god but nature rejoicing in full muni mehta 27 10 2020 vadodara કાગળની હોડી વરસતા વરસાદે કાગળની હોડીની જેમ વહી જાય ભીની યાદો ઘરમાં હું બંધ બસ ખૂલ્લી એક બારી એમાંથી થાય સંવાદો સમય તો નીકળી ગ્યો બાંધ્યો બંધાય નહીં ખુશબુ રહે ક્યાંય ઊંડા શ્વાસમાં ભીંજાય યાદો ને આંસુઓ ઉગ્યા ત્યાં મેદાને ઊભેલાં ઘાંસમાં મોગરાના ફૂલ ઝીલે ટપકતા મોતી અને અંતર કોરૂં નથી પાણી હું યે ચાહું ફરી વહેતી થઈ જાય મારે રૂદયેથી જૂની સરવાણી ભીંજાવું મારે ને ભીજવી હું દઉં બધું ધરતી આકાશ સૂરજ ચાંદો વરસતા વરસાદે કાગળની હોડીની જેમ વહી જાય ભીની યાદો મુનિભાઈ મહેતા ૨૧ ૬ ૨૦૦૫ share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading માતા અને પુત્ર સરયૂ 02 jan 2021 leave a comment by saryu parikh in કાવ્યો http માતા અને પુત્ર સરયૂ માતા અને પુત્રના સંબંધને શબ્દોમાં કેમ કરી ને સમજાવી શકાય બાળક મટી યુવાનીમાં પ્રવેશતા પુત્ર સાથે માને પણ ઉભરતી આયુનું દર્દ સહેવું પડે છે ઓકે મામ જે તમે નક્કી કરો તે પ્રમાણે ઠીક સાંભળવા ટેવાયેલા કાનને ના મારે કોઈની સાથે જવાનું છે સાવ સહજ અને સામાન્ય લાગતા સંદેશને અનુકુળ થતા માને સમય લાગે છે બાળક સાથે માને પણ મોટા થવાનું દુઃખ કળતર સહેવાં પડે છે સમજાવું માના આ મનવાને ફરીને બહુ દિનથી બહેલાવું સર્વબ્રહ્મ છે સર્વબ્રહ્મ છે કહી કહીને સમજાવું સાધક જીવડો તોય ફરી જ્યમ મક્ષિકા મધુપુંજે પરિવર્તન ને આવર્તનના વર્તુળે જઈ ગુંજે નવમાસ એક અંગ બનાવી ચેતન ઝરે જનેતા પ્રથમ પ્રાણ પૂર્યાની પીડા આનંદઅશ્રુ કહેતાં અહર્નિશ ને એકધ્યાન લઈ પારેવાં પાલવમાં આગળપાછળ ઓતપ્રોત એ પોષણ ને પાલનમાં ના મેલતો ઘડીય છેડો હસીને યાદ કરે છે ખુશ છે આજે ઘડી મળે તો માને સંભારે છે નવી ડાળ ને નવાં ફૂલ અહીં વ્હાલપવળ છૂટે ના સમય સાર સંસાર મા સમજે તોયે કળ વળે ના મોહજાળ મમતાની ચાહે મુક્તિનાં અજવાળાં સહેજે હો સંયોગ વિયોગ ને સમતાના સરવાળા નથી મા વધારે પડતી લાગણીશીલ કે નથી પુત્ર બેકદર પણ બન્ને વચ્ચે જે નાજુક સંબંધ છે તેને માતાએ જતનથી નવા રુપમાં જોતા શીખવું પડે છે મન મગજની ગડમથલમાં ક્યારેક ચમકારા સાથે ઊઘાડ થાય છે સંતાનને ભાવભર્યા પ્રેમ મધુ ગીતે ઉછેર્યાં સંસારી સુખચેન સુવિધા વર્ષાવ્યાં હેતાળે પ્રેમાળે કામળે લપેટ્યાં હૈયાની હુંફમાં હિલોળા ઓ બાળ મારા મીઠા અમ મમતાના કુમળા આસ્વાદને વળતરમાં આનંદે ભરિયા આવાસને આજે પણ યાદ કરું સ્પંદન પરિહાસને હૈયાની હૂંફમાં હિલોળા ઓ બાળ મારા પણ આવી છે આજ ઘડી શીખવાની ત્યજવાની આગળ એ ક્યાંય ગયા નવજીવન નવ સાથી પાછળ તું વલખા કાં મારે ઓ જીવ મારા આંસુનાં તોરણ ને ઊના નિશ્વાસ પછી મન મનન મંથન ને ઉરના ઉજાસ પછી આપું છું મુક્તિ આજ તારા નવજીવનમાં આપું છું મુક્તિ મારી આશાના બંધનમાં આપું છું આંસુ સાથ ખુશી મારાં નયનોમાં સાચા આ સ્નેહની કસોટી ઓ બાળ મારા તું જ્યારે ચાહે છે ખુલ્લું આ દ્વાર મારું આવે તો વારુ ના આવે ઓવારુ પુત્ર નજીક હોય કે દૂર પણ સ્નેહનો પ્રવાહ વહેતો રહે છે પછી ક્યારેક તેમાં ભરતી આવે છે અને માતા તટસ્થભાવ સાથે પૂર્ણ આનંદ અનુભવે છે પુત્ર અને પૌત્ર મારી આંખ્યુંનું તેજ ને કલેજાનો ટુકડો મારી હસતી રેખાનો દોરનારો માસુમ ગોપાળ આજ માધવ કહેવાયો ને જગના મેળામાં ખોવાયો મીઠાં હાલરડાં ને પગલીની છાપ પર સમય સાવરણી જાય ફરતી રાખવાને ચાહું હું પાસે પણ દૂર તેનું પંચમ સોહિણી ધ્યાન હરતી જાણે કે કોઈ કરે અવનવ એંધાણ મેઘ ખાંગા ને ઘેલા થઈ ગાજે તુલસી ક્યારે દીપ ઝીણો લહેરાય નયન જાળીમાં ચમકારા આજે આત્મજ આયો તેની આંગળીએ જાયો તાદૃશ પિતાનો પડછાયો હૈયામાં હેતના ઓઘ ઊમટિયા પૌત્ર આવીને ગોદમાં લપાયો થાપણ આપી તી મારી કોંખમાં પ્રભુએ તેને પૂંજી ગણીને મેં ઉછેરી મુદ્દલ ને વ્યાજ એના બાળક્ની સાથ અમોલી બક્ષિસ આજ આપી સરયૂ પરીખ saryuparikh yahoo com http www saryu wordpress com share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading મિત્રોનો સાથ કાવ્યો શૈલા મુન્શા અને ડો ભરત ઠક્કર 02 jan 2021 1 comment by saryu parikh in કાવ્યો http મિત્રોનો સાથ કાવ્યો શૈલા મુન્શા અને ડો ભરત ઠક્કર જાજમ બિછાવી છે જાજમ પર્ણોએ કરીને ડાળ સૂની તટસ્થ ભાવે ધરી મૌન ખડું વૃક્ષ સાક્ષાત મુની ખરે પાન ને વેદના વૃક્ષને સહેવી વર્ષોની તપસ્યા જઈ કોને કહેવી ભીતર ઝંઝાવાતને અડગતા રહેવી ઝીલી ઘા પ્રકૃતિના જાત સમેટવી બદલાતી મોસમ તો યે વ્યથા થાય ના જૂની બિછાવી છે જાજમ પર્ણોએ કરીને ડાળ સૂની પાંગરતું બીજ એક ભીતર ગર્ભ ધારી સૃજન નવસૃષ્ટિનું ઓવારણા લે વારી અકળ વિધાતા ચાલ ચાલે થઈ જુગારી સર્જનમાં વિસર્જન ઈચ્છાઓ સહુ હારી હર પળ જગવે ઉમ્મીદ નવજીવનની કહાની બિછાવી છે જાજમ પર્ણોએ કરીને ડાળ સૂની શૈલા મુન્શા તા ૧૨ ૩૦ ૨૦૨૦ જેલ આજે નવા વર્ષે સૂર્ય ચંદ્ર તારા એના એ જ ઉગવાના નથી કોઈ ચમત્કાર થવાનો ગઈ કાલ જેવી આજ વીતી જવાની ફર્ક એટલો મનમાં નવી ઉત્કંઠા થવાની કદાચ કાંઈ જાદૂ થાય પૃથ્વી પર સ્વર્ગ એકાએક આવી ઉતરે માનવ વિચિત્ર પ્રાણી વિચારવામાં ખોટ શી હું ખુશ તો જગત ખુશ દુઃખનો વિચાર કરી મરવું છે શું મારે મેં વાડ બાંધી દીધી મારી આસપાસ પોઝિટિવિટીની નેગેટીવીટીને હડસેલી મૂકી હજારો માઈલ છતાં માનવ વિચિત્ર પ્રાણી ક્યાંકથી ઘૂસી આવ્યો એક વિચાર સળિયા વિનાની જેલ આ દુનિયા ક્યારે આમાંથી બહાર નીકળાશે bharat thakkar ph d chicago bharatthakkar comcast net share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading a friend in frustration saryu rangoli ila 31 dec 2020 1 comment by saryu parikh in કાવ્યો http a friend in frustration saryu rangoli ila a friend in frustration in my gloom and doom a message pops up how was your day with that one line the tedium is shaken i turn up the light getting rid of the dark i share with my friend a few funny quips still tinged by my grief and grievance my friend sends her love with rays of courage her poise and praise make me pause and rethink simple sweet zest and a few kind words turn my world quite easily around what about the day oh it wasn t so bad i bid her goodnight with a lingering smile written by saryu and sangita my daughter sangita my expert editor and kind supporter folk art embroidery finger designs with colored powder rangoli by ila maheta share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading મિત્રોનો સાથ ૧ ગઝલ દક્ષેશભાઈ ૨ સત્યકથા 31 dec 2020 2 comments by saryu parikh in કાવ્યો http મિત્રોનો સાથ ૧ ગઝલ દક્ષેશભાઈ ૨ સત્યકથા મુસીબત યાદ આવે છે a painting by donald zolan ખુશીના કૈં પ્રસંગોમાં મુસીબત યાદ આવે છે ખુશીને પામવા ચુકવેલ કીમત યાદ આવે છે વ્યથાની ખાનદાની કે છળે ના કોઈને સ્મિતથી ખુશીની સાથ આંસુઓની સોબત યાદ આવે છે હતી મુફલીસ દશા તોયે છલકતાં આંખમાં સપનાં ખુદા તારી દિલેરી ને એ રહેમત યાદ આવે છે તણખલા સ્પર્શના લઈને પ્રણયની આગ પેટવવા કરેલી આપણે શ્વાસોની જહેમત યાદ આવે છે કોઈને યાદ કરવાનો ઈજારો આપ ના લેતા તમારું ભૂલવાનું પણ ગનીમત યાદ આવે છે પ્રસંગોપાત ઠોકર વાગશે તમનેય રસ્તામાં પ્રસંગોપાત અમને પણ મુહબ્બત યાદ આવે છે મિલનની શક્યતાના બારણાંઓ બંધ છે ચાતક જડેલી હસ્તરેખાઓમાં કિસ્મત યાદ આવે છે દક્ષેશ કોન્ટ્રાકટર ચાતક https www mitixa com સત્યકથા દીપ્તિ પટેલ તરફથી મળી જમીન વાવેલા દાણા પાછા આપે કે ન આપે bank મૂકેલા નાણા પાછા આપે કે ન આપે પણ કરેલા સારા કાર્યો તો એના મીઠા ફળ આપે ને આપે જ સમય પાકતા ને વખત આવતા અને તે ય શાહુકારી વ્યાજ સાથે ને ક્યારેક ચક્રવર્તી વ્યાજ સાથે _એક નાની સત્યઘટનાની સાક્ષી વાંચો કથા _ વાત બહુ જૂની નથી scotlandમાં આવેલા મોટા મોટા ખેતરોમાંથી એક ખેડૂત જેનું નામ fleming હતું એ ઝપાટાભેર જઈ રહ્યો હતો એને ઘેર પહોંચવાની ઉતાવળ હતી કેમકે આજે ઘરે એક મોટું કામ કરવાનુ હતું જો એ કાર્ય ઘરે થઈ જાય તો એને ખૂબ નફો થાય એવું હતું એ ઘરે જલ્દી પહોંચવાની ધૂનમાં હતો ત્યાં જ એના કાનમાં દૂર દૂરથી કોઈ બાળકના કણસવાનો અવાજ આવ્યો એના પગ થંભી ગયા ફ્લેમિંગે વિચાર્યું આ કોઈ બાળકનો અવાજ લાગે છે ને એ રડે છે કણસે છે એટલે નક્કી કે એ એકલો જ હશે એણે ચારે તરફ નજર કરી તો દૂર દૂર કાદવમાં એક બાળક ફસાઈ ગયો છે ને એ એમાંથી નીકળવાના હવાતીયા મારી રહ્યો છે એ જેમ જેમ નીકળવાની કોશિશ કરે છે એમ એમ એ વધુ ને વધુ અંદર ફસાતો જાય છે ખેડૂત ફ્લેમિંગે વિચાર્યું કે અત્યારે જો આ બાળકને બહાર નહિં કાઢું તો કદાચ કંઈ ન બનવાનું બની જાય ને જો કાઢવા જઉં તો ઘરે જઈ મોટું કામ કરી એનો મોટો benefit લાભ જે મળવાનો છે એ લાભ હું late પડું તો ચાલ્યો જશે એ નક્કી પણ flemingના મનમાં દયા હતી _દયા એટલે કોઈના દુઃખે દિલનું દ્રવી જવું ખેડૂત flemingના દિલે એને આગળ વધતો અટકાવીને સીધો જ બાળકની મદદે મોકલી દીધો એણે બાળકને ખૂબ સાચવીને કાદવમાંથી બહાર કાઢ્યો ને પોતાના ઘરે લઈ જઈ નવડાવ્યો ને ખવડાવ્યું બાળક શાંત થયો ત્યાં તો થોડીવારમાં એક મોંઘી કાર એના ઘરઆંગણે આવી ઊભી એમાંથી ઉતરેલા શ્રીમંતને જોઈ fleming કંઈ વિચારે એ પહેલા તો પેલો બાળક દોડ્યો ને પપ્પા પપ્પા કહેતો પેલા શ્રીમંત માણસને ભેટી પડ્યો ને એ richest માણસની આંખમાં આંસુ છલકાણા એમણે દિકરાને તેડી લીધો ને આભારવશ થઈ ખેડૂતની સામે ડોલરોની થપ્પી ધરી દીધી fleming ખેડૂત હતો એ richest નો તો પણ દિલની અમીરાઈ હતી એની પાસે ખેડૂત fleming બોલ્યો sir સત્કાર્યનો charge ન હોય સત્કાર્ય તો charger છે જે આપણા નસીબની low batteryને charging કરી દે છે ખેડૂત ફ્લેમિંગે જ્યારે વિનમ્રતાપૂર્વક પૈસા લેવાનો ઈન્કાર કર્યો ત્યારે આ શ્રીમંત સજ્જને કહ્યું તો તારે મારી એક વાત માનવી પડશે તારા છોકરાનો ભણવાનો તમામ ખર્ચ હું ઉઠાવીશ એને જેટલું ભણવું હોય ને જ્યાં જઈ ભણવું હોય total educationનો ખર્ચ હું જ આપીશ ખેડૂત fleming આર્થિક દ્રષ્ટિએ પોતાના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ આપી નો તો શકતો એણે નીચી નજર કરી દીધી ને પછી ઈતિહાસ રચાયો એ ખેડૂતનો છોકરો londonની પ્રખ્યાત મોભાદાર saint marry medical hospitalમાં સ્નાતક બન્યો પછી વૈજ્ઞાનિક બન્યો એનુ વિશ્વપ્રસિધ્ધ નામ alexander fleming એણે ઘણા સંશોધન કાર્યો કર્યા ઘણી બધી દવાઓના નિર્માણ કર્યા ને એક દિવસ ઈતિહાસ રચાયો એક અતિ ધનાઢ્ય પરિવારનો દિકરો ન્યુમોનિયામાં પટકાયો એના બચવાના chance ખૂબ ઓછા હતા એ જ અરસામાં alexander ફ્લેમિંગે penicillin ની શોધ કરી જે ન્યુમોનિયાની અક્સીર દવા સાબિત થઈ જે આજે ય world famous છે એ જ દવાએ આ ધનાઢ્ય પરિવારનો લાડકવાયો બચી ગયો ને આ ધનાઢ્ય પરિવારને જ્યારે ખબર પડી કે આ દવાના શોધનાર sir alexander fleming આટલા ઉચ્ચ સ્થાન સુધી પહોંચી શક્યા આ ઉચ્ચ અભ્યાસ કરી શક્યા ને આટલા મોટા વૈજ્ઞાનિક બની શક્યા એનું શ્રેય આપણા જ પરિવારને ફાળે છે ત્યારે તેઓ ગદગદ બની ગયા જ્યારે આ ધનાઢ્ય પરિવાર ને sir alexander fleming ભેગા મળ્યા ત્યારે બંન્ને એકબીજાના આભારવશ ભીના બની ગયા ખેડૂત fleming કહે મારા દિકરાને તમે આટલે પહોંચાડ્યો ધનાઢ્ય પરિવાર કહે મારા દિકરાને તમે બચાવ્યો અને આ ન્યુમોનિયાથી બચી ગયેલો યુવાન એટલે sir winston churchill એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય ક્યારેય નિષ્ફળ જતું નથી forwarded by dipti patel share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading merry christmas 25 dec 2020 1 comment by saryu parikh in કાવ્યો watercolor by geeta acharya nj બરફના ફૂલ હિમના હળવા ખરતા ફૂલ એ શ્વેત સુંવાળા ચમકે તરૂવર આધારે જઈ અટકે એના પળપળ અશ્રૂ ટપકે હિમના હળવા ખરતા ફૂલ નીરવ નિર્મળ ઉરે ઉસૂલ નહીં રંગે રંગીલી ઝૂલ વળગે ના વ્હાલપની ધૂલ હિમના હળવા ખરતા ફૂલ ગુનગુન ગુંજે ના કોઈ ભમરો નીરખે નહિ રે કામણગારો નહીં રે કરમાવાનો વારો હિમના હળવા ખરતા ફૂલ એને વીંજણો ઢોળી જાવ એમાં ફોરમ ફૂંકી જાવ એમાં ચેતન રેડી જાવ વિસ્મિત ઠરી ગયેલા ફૂલ વેણું વસંતની વાગી રે પર્ણે ઉત્સુકતા જાગી રે ડાળી ડાળી હવે હસી રે પુલકિત સ્મિત વેરતા ફૂલ sapana મે 03 2010 13 02 18 સંપાદન કરો સરયૂબેન આ સુપર્બ વિચાર છે આપને અહી બરફ પડે એટલે આ લાગણી થાય છે હિમના ફૂલ નામ પણ બિલકુલ યોગ્ય મજા આવી સપના like જવાબ આપો jagadishchristian માર્ચ 14 2010 02 08 34 સંપાદન કરો એકદમ સરસ કાવ્ય હિમવર્ષાથી વાસંતી વાયરા સુધીની સફર માણવાની મઝા આવી શબ્દોનું લાવણ્ય ગમ્યું like જવાબ આપો વિવેક ટેલર માર્ચ 12 2010 07 23 56 સંપાદન કરો સુંદર રચના લય પણ લગભગ સારો થયો છે like જવાબ આપો પંચમ શુક્લ માર્ચ 11 2010 18 27 00 સંપાદન કરો સરસ કાવ્ય geeta acharya share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading મિત્રોનો સાથ રાણાની વેદના કિશોર વિ ઠાકર રંગોળી ઈલા મહેતા 23 dec 2020 leave a comment by saryu parikh in કાવ્યો http મિત્રોનો સાથ રાણાની વેદના કિશોર વિ ઠાકર શ્રી કિશોરભાઈનો નવો પરિચય થતાં આનંદ થયો આ સાથે તેમની રચના રજુ કરી છે સૌને ગમશે સરયૂ આભાર બહેન મારો પરિચયઃ નામ કિશોર વિ ઠાકર વતન ધોલેરા હાલ અમદાવાદ વ્યવસાય જીવન વીમા નિગમનો નિવૃત કર્મચારી વાચનનો શોખ છે એમ કહું તો એ થોડું વધારે કહેવાય પરંતુ સરેરાશ ગુજરાતી કરતા થોડું વધારે વાચ્યું હોવાનો દાવો કરી શકું છું ગાંધીજીનું દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ સ્વામી આનંદનું ધરતીની આરતી અને ટોલ્સ્ટોયનું ત્યારે કરીશું શું એ મારા સૌથી પ્રિય પુસ્તકો છે 65 વર્ષે લેખન કાર્ય શરૂ કર્યું અને વેબ ગુર્જરી નામની વેબસાઈટ પર હળવા અને ગંભીર એમ બન્ને મળીને 81 લેખો લખ્યા છે કાવ્ય પર હાથ અજમવવાનો આ પ્રથમ પ્રયાસ છે kishor_thaker yahoo in રાણાની વેદના માન્યું કે મીરા તમારા રાધેશ્યામ છે સાચા પણ કહેશો જરા કે પડ્યા અમે ક્યાં કાચા પૂજાપાઠથી તો તમે સદૈવ બની રહેશો વૃદ્ધા મુજ સંગે પામશો બાલિકા રૂપ સુધ્ધા જન્મારો વીતશે તુજ દેવને નહીં ફૂટે વાચા ક્ષણાર્ધમાં તો સૂણશો મુજ પ્રેમનાં વેદ કેરી ઋચા જડવત બની રહેલા એ દેવને શાને નિશદિન જપો અર્પી રહ્યો મુજ હૃદયન અહીં પ્રેમ કેરા પુષ્પો તો પણ મીરા નથી કહેતો કે તમારા શ્યામને છોડો જરા એમ તો પૂછું ને કે મુજને શીદ તરછોડો કિશોર વિ ઠાકર રંગોળી ઈલા મહેતા share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading મિત્રોનો સાથ રક્ષા ભટ્ટની અનેરી વાત 21 dec 2020 leave a comment by saryu parikh in કાવ્યો http મિત્રોનો સાથ રક્ષા ભટ્ટની અનેરી વાત વીસેક વર્ષ પહેલા તુ મને કચ્છના અંતરિયાળ ગામડાઓની મારી ગાંડી રખડપટ્ટી દરમિયાન મેઘવાળની આ દીકરીના ચહેરા પરના સ્મિતમાં મળ્યો હતો તારા ચહેરા પર ક્યાંક ક્યાંક ધૂળ હતી પરંતુ તારું રુપ કેવું નિતર્યુ ને નિર્દોષ તારા ગાલ પરના ખંજનમાં તો હુ તને જોયાની ક્ષણે જ ડૂબી ગઈ હતી તારા કાન પર લટકતા ચાંદીના ઘરેણા અને ગળામાં વજનદાર હાંસડી જોઈ મને થયું હતું કે આ તો તારું કેવું અનેરું સ્વરુપ ઘેર વાળી ઘાઘરી પર લીલા રંગની લાંબી કંજરી અને સફેદ બલોયા બંગડીથી તારો નાનકડો કુણો હાથ કેવો ભરચક નખ રંગેલી તારી નાની નાની આંગળીઓમાં તે એક ઢીંગલી પકડી હતી ને એ પણ તારી જેટલી જ રુપકડી ને વ્હાલી તારી ઢીંગલીની કાળી ઘાઘરીની કોરે વળી પીળા રંગનું સાંકળી ભરત અને માથે લાલ ચુંદડી મને સ્મરણ છે એ ક્ષણોનું તારું અને તારી ઢીંગલીનું હવે તો તને આ સ્વરુપે ક્યાં શોધું પરંતુ તને ખબર છે તું આવા અનેક સ્વરુપે મારી સાથે જ હો છો તુ મારા પ્રવાસોમાં વસ છો અને મારા શ્વાસોમાં પણ રક્ષા ભ ટ્ટ raksha bhatt4 gmail com share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading my true pearl મારું સાચું મોતી સરયૂ પરીખ 17 dec 2020 1 comment by saryu parikh in કાવ્યો my true pearl a traveler came to my town and he brought the precious pearls love struck as i was he stared at me and followed me around one day he put a pearl in my hand i accepted his pearl and melted in his world i built my dream palace with my true love and planned to live happily ever after the limit of time and limited space suffocated my free spirited ace my love of life seemed forlorn i held him in my heart and i set him free saryu parikh મારું સાચું મોતી એક અનોખી રાત હતી એક વણજારાની વાત હતી એ દૂર દે શે થી આવ્યો તો અણમોલા મોતી લાવ્યો તો એના રંગોમાં મન મોહ્યું તું એના નયનોમાં દિલ ખોયું તું એની નજરું મુજને જોતી તી એના સંચારે સુધ ખોતી તી સાવ સુંવાળો હાથ ગ્રહી એણે મોતી મૂક્યું હાથ મહીં મેં મોતી લઈ સત્કાર કરી મારી ઇચ્છાને સાકાર કરી સો ટચ સાચા સોનાથી એ વણ જા રાને પ્રેમ કર્યો એણે એની રીતે પ્રેમ કર્યો મેં મોતી ઉપર મ્હેલ કર્યો પણ બંધ મહેલમાં મૂંઝા યો તેનો પડઘો મુજને સંભળાયો તેને વિશ્વગગનની સૈર કરી મુક્તિનું ગાણું ગાવું તુ મે માન બનીને આવ્યો તો અસ્થાયી રંગો લાવ્યો તો અલગારી મસ્ત મુસાફરને હૃદયે રાખીને વિદાય કર્યો સરયૂ પરીખ comment by dilip parikh my true pearl in this poem beautiful feelings of attraction are ex...
|