Meta tags:
description= Gujarati and English-મારા આધ્યાત્મિક અને સાહિત્યિક વિચારોનું ઉદભવ સ્થાન..સરયૂ દિલીપ પરીખ. Saryu;
Headings (most frequently used words):
share, button, the, and, to, my, in, of, was, her, અને, she, છે, with, that, પણ, you, me, એક, for, is, હતી, સરયૂ, કે, મારા, saryu, હું, તો, had, he, this, મને, his, ને, but, પરીખ, મારી, it, at, એના, so, કોઈ, not, our, સાથે, parikh, on, life, be, from, would, by, પછી, નહીં, your, him, પર, કરી, જાય, son, as, one, માટે, all, થઈ, આવી, when, સાથ, મેં, એને, રે, we, mother, વાત, did, love, લઈ, go, about, રચના, have, રહી, એની, are, said, રીમા, ના, મિત્રોનો, જોઈ, ગયા, ગઈ, family, came, home, new, ઘેર, time, heart, જે, were, હવે, લગ્ન, નથી, like, rachnaa, day, thought, ajay, story, મન, ફરી, let, after, will, back, husband, up, good, an, some, સ્પર્શ, તેથી, અમારી, હતા, ગયો, away, get, there, out, their, they, night, shona, years, or, book, અમારા, જરા, આપી, સમય, સુધી, કહે, એમ, કરતી, how, can, went, know, very, રીમાને, house, dilip, marriage, without, friend, smile, હસી, what, મળી, tears, મારે, હતાં, દિવસે, બે, now, અતિ, do, friends, many, felt, who, કાર, મદદ, ત્યારે, india, two, poems, આજ, mom, યાદ, બહુ, ફૂલ, face, अति, પહેલા, હશે, વિષે, while, saw, started, always, well, been, told, around, અમે, હતું, તૈયાર, ઘર, શત, અજય, જીવન, આવે, છત્રીની, છાંવમાં, may, તું, where, સ્નેહ, ગયું, ring, જાણી, સખી, છું, નાની, વાતો, આવ્યો, રીતે, here, child, eyes, ત્યાગ, own, come, parents, if, sweet, days, way, several, name, never, feel, just, થોડા, મળવા, ઘણી, એણે, વખત, દિવસ, tommy, મુલાકાત, painting, choice, again, little, હામ, girl, award, આવતા, એમની, વગેરે, કરે, રહ્યા, અમને, આજે, કહી, દૂર, તારો, જો, which, અતિને, अतिको, त्याग, emotional, set, oh, first, best, person, long, into, year, situation, why, જ્યારે, હતો, look, young, રહેતી, પતિ, આવતી, પ્રયત્ન, આવીને, મમ્મી, હોત, next, down, સાત, રંગના, become, સફર, વર્ષ, daughter, give, no, આવ્યા, દવે, મૃત્યુ, કાવ્ય, touch, અહીં, poem, મહેતા, જરૂરી, મારું, happy, world, ખબર, બની, તને, brother, leave, રાહ, moment, રાજકુમારી, પ્રેમ, alone, most, કરવા, આપ્યો, હોય, કહેતા, બા, જવાબ, જઈ, ત્યાં, ભાવ, કરીને, હાથમાં, ચાલી, આગળ, વસ્તુઓ, નજર, don, step, બોલે, through, then, yes, sure, written, small, asked, looking, different, used, બાળ, આંસુ, પાસે, એનો, lifetime, them, woman, પ્રમાણે, દેશમાં, રીમાની, મારો, નોકરી, નહોતા, દીકરીને, રહ્યો, શક્ય, બરાબર, શકે, સપના, થયું, easily, because, married, town, three, found, any, got, left, સહિયર, organization, deepika, michael, वो, क्या, અપેક્ષા, paintings, કવિ, નાથાલાલ, લે, વાર્તા, spark, light, વાર, સમજાવું, સંમતિ, help, law, મામા, read, ઉજાસ, mist, frustration, હરીશ, દાસાણી, સ્ત્રી, અનેક, સરહદ, more, work, mehta, સફેદ, poetic, શકી, moist, petals, ભાઈ, હૈયામાં, જુએ, સહજ, upon, માનવ, sufiya, helping, hand, must, મોહનભાઈ, જતાં, લોકો, ઘરમાં, થતાં, તરત, એવો, એમના, સંકોચ, ન્યાય, સમાચાર, દીકરી, પાડી, જાણે, નક્કી, શું, વિચાર, ધીરે, comment, રાજ, રત, કેમ, હવામાં, પહેલી, hours, thousand, journey, insight, કર્મ, ये, जो, returned, learn, finally, being, every, other, connected, ask, phone, care, package, last, anything, took, made, together, before, since, maybe, right, things, people, months, coming, could, see, able, far, am, પાછળ, તારા, સંસાર, soul, dreams, once, thank, નિરાશા, કારણ, સેવા, શહેરમાં, કરતા, રહે, પિતા, ત્રણ, ધ્યાનમાં, શરૂ, ગયેલી, નહોતી, તે, પાછી, સાવ, રૂમમાં, ખાસ, સરસ, બધુ, રાત્રે, અજયને, ટોમી, અંતે, words, military, mumbai, hear, everything, take, bedroom, much, women, college, ex, has, society, mantra, reading, હૈયું, com, દિલીપ, loss, receive, લેવા, પૈસા, દિવાળીનો, મર્મ, વિશેષ, મુકીને, peace, sun, અજવાળું, happens, angel, કવિતા, રંગ, સાંજ, પદ્મશ્રી, ammi, ઝાંખો, shadows, essence, eve, sister, ભાગીરથી, કૃષ્ણલીલા, માતા, સત્યકથા, ઈલા, મોતી, આવશે, wonderful, કેવી, divorce, wings, novel, પ્રકાશ, તોડી, dress, વેંત, રાત, વિશ્વાસ, ચૂમી, welcoming, ચહેરો, સરળ, પ્રીતનો, જુવાળ, princess, flower, સ્વભાવ, realize, પિતાની, મૂંઝવણ, મોટા, હાં, થયેલા, બપોરે, દાખલ, લાગી, પરિચય, વધારે, ખ્યાલ, મોહનભાઈને, કામ, થાય, કુટુંબના, તેને, લાંબા, અરે, ચહેરા, ઊભા, રુપિયો, નારિયેળ, એવું, કંઈક, જતા, હે, જી, વાગે, એકલી, ભૂલી, દોર, મંદ, ખીલી, સમજી, મધુર, પ્યાર, બહાર, lost, trip, still, flight, shared, પવન, ઘેલી, થાપટ, मधुर, थापट, मारके, बोले, रे, मानव, gave, free, children, think, looked, needed, great, remained, say, partner, almost, feelings, important, met, nice, message, us, relationship, wanted, want, circle, start, strength, pain, દિલને, ઘડી, નિશ્વાસ, આપુ, છુ, દ્વાર, ચેતન, પ્રથમ, આનંદ, ખુશ, મળે, મા, લગભગ, others, mine, મારાં, સંવેદના, ઊભી, મનમાં, આમ, man, smiling, અર્થ, બીજી, રહેવા, હ્યુસ્ટન, પાંચ, વર્ષની, ઘણા, જવાબદારી, રીમાએ, અભ્યાસ, પરિક્ષા, પાસ, રીમાના, ગયેલા, દરમ્યાન, સામે, ફરિયાદો, થતી, બોલી, બાજુ, બાળકી, એનુ, વ્યવસ્થા, બાળકીને, રહેવાની, બધી, જવાની, આપ્યા, નજીક, સામાન્ય, થશે, ક્યારેય, રાતના, નવા, કારમાં, મુખ, કર્યુ, લાગ્યુ, બધો, જોયો, ડોલર, કહેતી, આભાર, કશુ, હાથ, જેમ, ખુલી, મમ્મીને, આંખો, પડી, માની, room, getting, wedding, reason, those, excited, happily, believe, quiet, paid, sleeping, something, neighbor, voice, put, slowly, make, support, service, received, click, ચરણ, experience, domestic, violence, call, shelter, given, finished, america, age, usa, fees, lawyer, legal, called, knew, lies, english, hands, લઉં, unique, બળે, ઓગળે, है, देखे, www, સ્મરણગંગા, march, bandhan, દસકામાં, વિભાજન, સેવાકાર્ય, limitations, web, ચિત્ર, ટેરવે, ભટ્ટ, અધૂરી, સરયૂની, મલ્હાર, રસદર્શન, દેવિકા, ધ્રુવ, કોણ, અનુભૂતિ, forget, માફી, second, સ્મરણ, letter, harmony, છલક, છાલક, havoc, heel, ચંદ્ર, સૂરજ, મિલાપ, ચાલ, કુદરતના, solace, નામ, નીતરતી, death, veena, damle, under, umbrella, રક્ષા, અનંત, following, nature, મૌનનો, મહિમા, anger, ઝખમ, mind, fear, નિમિત્તમાત્ર, teacher, imagine, rangoli, એટલે, ગીત, કાવ્યો, શૈલા, મુન્શા, પ્રતિભાવઃ, hirpara, soft, yellow, ball, સંબંધો, wishes, aaria, samir, રજુઆતઃ, અમિતા, ત્રિવેદી, કાવ્યઃ, dream, મુનિભાઈ, પુત્ર, christmas, true, સાચું, મજા, unacceptable, dear, flowers, spring, વસંતના, emotions, ગણિત, પ્રેમનું, મંત્ર, books, ખીલું, outside, માળો, કળી, સોનેરી, પુંજ, દો, poetry, festival, અશ્રુ, ગુલાબી, વહેતી, વર્ષના, સરતી, circles, પૂરી, ક્ષણ, kiss, પ્રકાશિત, લગની, live, white, ભરોસો, તક, સ્મિત, assurance, another, સૂકાયેલા, અનુભવ, सदा, वर्जयेत, વિના, દીકરા, આવો, થજે, ચાંદ, swing, padmshri, meant, ઉંચી, turn, શાંતિ, પ્રાર્થના, સાસુ, દાન, says, બાલ, drop, તમસ, રજસ, સત્વ, તરફ, ચાલતા, સાયકલ, દૂરથી, સાંજની, ઘંટારવ, વખતે, મોડી, નવાઈ, તરીકે, લોકોને, મામી, ભણેલી, કરવાની, નમ્ર, આપતા, ગોળ, ચલાવી, જુદી, હા, કન્યા, પસંદગી, મારાથી, જવું, થયા, કાઢી, પસંદ, જશે, પહેરીને, કળ, ઠીક, કહ્યુ, એમને, આછા, અજવાળામાં, જીવ, પરથી, યોગ્ય, દીધી, નીરાશા, પિતાને, વમળાટ, દીવો, જાગે, મંજુલ, લાંબો, શૂલ, હો, સો, રાતની, બનીને, મ્હેક, આભ, ઉમંગ, આછેરી, dark, deep, બુંદો, સમા, મહીં, કોરી, ઊડતી, મુઠ્ઠીમાં, જાનમાં, દેણ, મૂંઝાય, વળી, શોભા, પરવશ, જાયે, सब, जाये, अपने, raised, desires, forever, open, door, delicate, part, does
Text of the page (most frequently used words):
the (2328), and (1837), અને (1383), new (1114), share (1092), window (1060), opens (1052), was (960), her (879), email (707), whatsapp (701), facebook (701), she (614), with (609), saryu (563), #parikh (508), હું (508), that (489), સાથે (481), like (471), હતી (454), you (452), friend (435), મારા (420), for (412), મને (391), link (372), loading (351), button (350), had (349), મારી (345), પછી (326), કાવ્યો (321), but (318), કરી (313), not (294), this (286), his (285), આવી (268), our (254), one (254), વાત (249), from (248), કોઈ (239), હોય (231), when (231), નહીં (228), સરયૂ (223), ત્યારે (216), ગયા (215), comments (214), life (214), નથી (208), would (208), માટે (203), were (200), જાય (199), will (191), have (188), હતો (188), they (188), મેં (187), હવે (182), him (182), પરીખ (180), said (180), are (177), આવે (175), time (175), comment (174), all (173), રહી (172), your (172), હતા (171), છું (170), હતાં (163), some (151), about (149), there (148), very (147), હતું (145), out (145), અમે (140), કહે (136), બની (135), love (134), થાય (134), તું (133), after (133), com (126), યાદ (125), શું (122), home (121), family (120), mother (119), બહુ (118), કેમ (117), મારે (114), day (112), ત્યાં (111), heart (111), away (111), આજે (110), what (110), એના (110), જોઈ (107), their (107), ફરી (106), know (105), દિવસ (105), come (105), એની (104), came (104), did (104), તેથી (103), રીતે (102), years (101), મળી (101), અમારા (99), can (98), એને (98), કરે (98), other (97), may (97), સમય (96), આવ્યો (96), જ્યારે (96), good (94), ગયો (94), husband (94), એમને (93), who (92), could (92), leave (91), back (90), તમે (89), જીવન (89), went (89), ઘેર (88), કરતા (88), started (88), સાથ (86), them (86), આવીને (86), વખત (86), કહ્યું (85), how (84), દિવસે (84), into (84), many (84), તેની (84), smile (83), હશે (83), આવ્યા (83), told (83), see (82), get (82), little (81), father (81), અહીં (80), more (80), બોલી (79), two (79), બહાર (77), સામે (77), around (77), just (76), લગ્ન (76), કરવા (76), નામ (76), બેઠી (75), house (74), ભાઈ (73), કરતાં (73), હાથ (73), તેના (73), થયું (72), has (72), story (72), while (71), let (71), રહ્યા (71), કરીને (71), ખબર (71), થયો (71), તેને (70), જાણે (70), આગળ (70), અવન્તિકાબહેન (70), આનંદ (70), કરતી (70), used (70), mind (70), few (70), ફૂલ (69), પડે (69), પાસે (69), મારું (68), been (67), આપી (67), ઘરમાં (67), અમારી (67), સમયે (67), વચ્ચે (67), face (67), then (67), mom (67), where (67), any (67), eyes (67), દૂર (66), તમને (66), first (66), વાતો (65), તારા (65), own (65), which (65), જરા (64), પહેલા (64), મારો (64), brother (63), old (63), without (63), sona (63), વર્ષ (62), પ્રેમ (62), now (61), રહે (61), ખાસ (61), long (61), asked (61), world (61), why (61), dilip (60), રહ્યાં (60), વર્ષની (60), સરગમ (59), give (59), વિચાર (58), એમની (58), લાગે (58), year (58), through (58), mohan (58), સુધી (57), કહી (57), કામ (57), ગયું (57), here (57), દિલ (57), ઘણી (57), sister (56), વગર (56), પોતાની (56), શકે (56), શરૂ (56), sweet (55), look (55), નાની (55), બાને (55), help (55), never (55), મળે (54), only (54), સુંદર (53), કર્યો (53), રાહ (53), બીજા (53), સહજ (53), અનેક (53), going (53), tears (53), મહેતા (53), felt (53), son (53), next (53), saw (53), take (52), એવી (52), આવશે (52), પોતાના (52), મનમાં (52), પડી (52), say (52), soul (52), ચાર (51), way (51), દીકરી (50), નક્કી (50), તરફ (50), રહ્યો (50), પાંચ (50), far (50), india (50), made (50), got (50), www (49), નહોતી (49), બહેન (49), કાવ્ય (49), feel (49), friends (49), તને (49), નજર (48), થતાં (48), થોડા (48), સખી (48), people (48), wordpress (47), કર્યા (47), તૈયાર (47), લઈને (47), રાત (47), always (47), ભરી (47), words (47), કર્યું (47), એમના (46), જવાબ (46), પાછળ (46), ગયાં (46), find (46), thought (46), left (46), સ્નેહ (46), દિલીપ (45), daughter (45), આવતા (45), બંધ (45), દેખાય (45), પૂરી (45), hand (45), days (45), before (45), young (45), read (45), 2021 (45), અરે (44), તરીકે (44), જતાં (44), એનો (44), અનુભવ (44), મળવા (44), પહેલાં (44), પહેલી (44), ક્યાં (44), હસી (44), much (44), yahoo (44), વિષે (43), ભાવ (43), એવું (43), તારી (43), સરસ (43), આંસુ (43), girl (43), દરેક (43), still (43), પતિ (43), book (42), સરળ (42), પરિચય (42), એટલે (42), true (42), several (42), માતા (42), કરું (42), તેમની (42), ત્રણ (41), ફોન (41), down (41), each (41), ઘણા (41), કવિ (41), એવો (40), બોલ્યા (40), મૂકી (40), feelings (40), soon (40), those (40), ગીત (40), every (40), best (40), saryuparikh (40), same (40), અમને (39), મીનળ (39), હસીને (39), જતી (39), મદદ (39), બીજી (39), વળી (39), right (39), kind (39), want (39), alone (39), times (39), 2010 (39), જેવા (39), these (39), seemed (39), room (39), paintings (38), ચહેરા (38), કહેતા (38), વગેરે (38), કેટલી (38), રહેતા (38), don (38), called (38), joy (37), આપ્યો (37), લાગી (37), એમાં (37), જેમ (37), તમારા (37), આશા (37), well (37), call (37), door (37), being (37), small (37), બધા (37), પરંતુ (37), તેમાં (37), mar (36), night (36), મહેશ (36), જરૂર (36), નીકળી (36), નોકરી (36), વર્ષો (36), તમારી (36), નાના (36), ધ્યાન (36), ભાવનગરમાં (36), village (36), happy (36), dance (36), open (36), આપે (36), because (36), poem (36), રચના (36), સોના (36), wings (35), નવા (35), કરવાની (35), હાથમાં (35), ચાલી (35), પ્રમાણે (35), અવાજ (35), પાછા (35), સારી (35), પ્રયત્ન (35), વાર (35), અંતર (35), કારણ (35), place (35), sure (35), flowers (35), નાથાલાલ (35), work (35), boy (35), man (35), things (35), 2009 (34), peace (34), થોડી (34), કહું (34), પાણી (34), ચાલુ (34), married (34), school (34), again (34), sit (34), marriage (34), light (34), granny (34), looking (34), make (34), લગભગ (34), beautiful (34), કેવી (34), સાંજ (34), મંજુફઈ (34), feb (33), જન્મ (33), તેઓ (33), ધીરે (33), વધારે (33), નહિ (33), હાં (33), કાગળ (33), કાંઈ (33), સાવ (33), પોતે (33), બરાબર (33), ભલે (33), corner (33), tell (33), pain (33), moment (33), પ્રથમ (33), oct (33), jan (33), heard (33), પિતા (33), આપણે (33), તેમના (33), different (33), sujata (33), જ્યાં (32), gentle (32), ગમે (32), મોટી (32), કરો (32), વધુ (32), બધી (32), દાદી (32), jul (32), મુનિભાઈ (32), even (32), phone (32), હોવાથી (32), ભાવનગર (32), દવે (32), આંખો (32), meet (32), http (32), three (32), પુસ્તક (32), mehta (32), stay (32), ammi (32), કવિતા (32), deep (31), ખ્યાલ (31), મામા (31), જઈને (31), બેસી (31), રૂમમાં (31), અંતે (31), તેમ (31), since (31), special (31), took (31), child (31), yes (31), mary (31), અપેક્ષા (30), જતા (30), લોકો (30), લેવા (30), પૂછ્યું (30), બીજે (30), જવાની (30), jun (30), painting (30), gave (30), months (30), ભાગીરથી (30), saying (30), વિશ્વાસ (30), person (30), શ્રી (30), સંગીત (30), આરુષી (30), apr (29), care (29), થયા (29), ઠીક (29), ચાલે (29), દીધી (29), મોટા (29), આવતી (29), સાંભળી (29), બને (29), કોણ (29), વાર્તા (29), બનીને (29), dec (29), ready (29), near (29), too (29), big (29), english (29), moved (29), મૃત્યુ (29), રહેતી (29), lady (29), 2011 (29), કાર (29), under (29), group (29), સફર (28), વખતે (28), વર્ષના (28), અંદર (28), હજી (28), ક્યારેક (28), બધાં (28), જીવનમાં (28), પસાર (28), visit (28), wonderful (28), kept (28), five (28), સરી (28), getting (28), someone (28), side (28), wanted (28), found (28), another (28), talk (28), touch (28), તેવી (28), 2020 (28), name (27), રોજ (27), સ્મિત (27), માન (27), અવન્તિકાબહેનને (27), બધું (27), મમ્મી (27), રહેવા (27), સવારે (27), ભૂલી (27), ખોલી (27), જવાનું (27), together (27), hold (27), simple (27), live (27), within (27), ago (27), મીઠી (27), sun (27), બન્ને (27), met (27), આવ્યું (27), knew (27), salim (27), 2015 (27), 2022 (27), neha (27), શાંત (26), also (26), જશે (26), એમણે (26), જોવા (26), લાગણી (26), એવા (26), સમજી (26), સૌથી (26), dkp (26), સેવા (26), gone (26), brought (26), teacher (26), college (26), દિન (26), sky (26), nature (26), મુલાકાત (26), journey (26), children (26), put (26), great (26), please (26), parents (26), country (26), સાત (26), ખૂબ (26), city (26), તેનો (26), ajay (26), સવાલ (26), તેનું (26), suha (26), poems (25), મુજને (25), warm (25), કહીને (25), છીએ (25), જુદા (25), town (25), ઊભી (25), ખીલી (25), શબ્દો (25), ખુશ (25), keep (25), નવી (25), મોતી (25), thing (25), cannot (25), apartment (25), અમેરિકા (25), અભ્યાસ (25), તારો (25), cloud (25), think (25), walked (25), turned (25), morning (25), લાલ (25), શકી (25), નાં (25), મધુર (24), reason (24), વાતચીત (24), કંઈક (24), યોગ્ય (24), દાખલ (24), પોતાનો (24), સફેદ (24), સુમન (24), કહેતી (24), ક્યારે (24), જરૂરી (24), થતી (24), ખાલી (24), એકલી (24), જુઓ (24), રહ્યું (24), આવો (24), હાસ્ય (24), પ્રાર્થના (24), ચહેરો (24), over (24), soft (24), hurt (24), lives (24), પાછી (24), દોડી (24), emotions (24), વર્ષે (24), નજીક (24), today (24), woman (24), hope (24), dear (24), lunch (24), 2012 (24), ઘરે (24), car (24), https (24), મોહન (24), ફૂલબાઈ (24), minu (24), saru (24), jayshree (23), સંગ (23), જોતા (23), bring (23), ચિંતા (23), અવન્તિકાબહેને (23), ઉપર (23), પડ્યા (23), રાખી (23), તોય (23), દ્વારા (23), નહોતું (23), કારણે (23), કોઈને (23), છોડી (23), પડતી (23), ત્યાર (23), હિંમત (23), બાએ (23), letter (23), તાર (23), nov (23), hear (23), myself (23), both (23), અવકાશમાં (23), free (23), લીધે (23), grandma (23), america (23), અમેરિકામાં (23), helen (23), members (23), lived (23), word (23), high (23), આપણા (23), 2014 (23), પ્રતિભાવઃ (23), mina (23), 2024 (23), tani (23), આશ્ચર્ય (22), વ્યક્તિ (22), આવા (22), ડોક્ટર (22), તારે (22), પહોંચી (22), જવા (22), શાંતિ (22), એણે (22), dress (22), aug (22), song (22), sing (22), narrow (22), આભમાં (22), energy (22), મળતા (22), sat (22), રંગ (22), law (22), given (22), choice (22), later (22), પકડી (22), realized (22), money (22), કળી (22), reading (22), looked (22), talking (22), death (22), સુખ (21), પાસ (21), નાજુક (21), ભીની (21), હસતાં (21), વિદાય (21), સમી (21), થવા (21), રસ્તે (21), કરવાનો (21), જોયું (21), દીકરો (21), લીલાબહેન (21), નહોતા (21), સુનીલ (21), સામાન્ય (21), એમનો (21), માનસિક (21), મજા (21), વાગે (21), બેઠાં (21), મંદિર (21), સારું (21), બેઠા (21), અમારે (21), most (21), last (21), હામ (21), ગુલાબી (21), says (21), flow (21), બેનપણી (21), આપ્યું (21), than (21), followed (21), indian (21), દરમ્યાન (21), passed (21), remember (21), quiet (21), માનવ (21), નીચે (21), grandmother (21), living (21), meha (21), second (21), મિત્રોનો (21), વિશે (21), ગુજરાતી (21), મેરી (21), સૌને (20), sitting (20), smiling (20), thinking (20), stories (20), જોઈને (20), જવું (20), તરત (20), રહેવું (20), મહિના (20), તેમજ (20), ભાવે (20), ઉંમરે (20), dark (20), જલ્દી (20), upon (20), receive (20), સ્ત્રી (20), self (20), such (20), volunteer (20), lawyer (20), teenager (20), essence (20), voice (20), became (20), ઉજાસ (20), returned (20), wedding (20), head (20), state (20), છતાં (20), evening (20), મંજુલ (20), નૃત્ય (20), આવ્યાં (20), માનસી (20), ronak (20), ઘરની (19), બનાવી (19), અર્થ (19), સંબંધ (19), કહેતાં (19), જોયા (19), થોડું (19), વિરોધ (19), મધુ (19), દિલીપના (19), bright (19), વહેતી (19), અતિ (19), શાળામાં (19), જાણી (19), બોલે (19), દિવસો (19), music (19), organization (19), age (19), સ્થિર (19), surprised (19), everything (19), move (19), કાર્યક્રમ (19), during (19), ran (19), early (19), કરીએ (19), inside (19), wisdom (19), birds (19), forever (19), થયાં (19), હવામાં (19), razak (19), 2013 (19), stillness (19), 2017 (19), shobha (19), rachna (19), vasu (19), older (18), આંખ (18), hearts (18), પાડી (18), લીધી (18), ચાલો (18), કેવા (18), મોહ (18), ફરીને (18), રમત (18), સ્વભાવ (18), કુટુંબ (18), આપ્યા (18), તમારું (18), seen (18), coming (18), munibhai (18), freedom (18), must (18), sound (18), sep (18), hard (18), giving (18), માને (18), અનુભૂતિ (18), texas (18), નહોતો (18), સતત (18), લાગતી (18), full (18), ila (18), opened (18), usa (18), easily (18), lost (18), leaves (18), situation (18), turn (18), રસ્તો (18), મહિનાઓ (18), જોઈએ (18), close (18), gujarati (18), god (18), મુંબઈ (18), મિત્રો (18), શ્વાસ (18), afternoon (18), bed (18), petals (18), set (18), couple (18), ધીમે (18), રીમા (18), તરિકે (18), મળ્યો (18), ચાલ (18), anger (18), પરિવાર (18), seema (18), ravi (18), જયશ્રી (18), આકાશ (17), clear (17), રમતાં (17), hands (17), maybe (17), જીવ (17), વાંધો (17), મીઠા (17), પ્રભુ (17), પાછો (17), પડશે (17), બાળકો (17), પહેરી (17), જાણ (17), ધર્મ (17), આખી (17), કરવી (17), શોખ (17), જેથી (17), છોકરાઓ (17), હોત (17), દીકરા (17), આવું (17), રક્ષા (17), જીદ (17), કહો (17), આભાર (17), ગમશે (17), try (17), table (17), pretty (17), hours (17), might (17), feeling (17), thank (17), need (17), quite (17), land (17), હસતી (17), જાયે (17), rain (17), game (17), shall (17), once (17), રીત (17), forget (17), rest (17), માં (17), જુએ (17), helped (17), final (17), needed (17), દોર (17), ખુબ (17), હેલન (17), શબ્દ (17), ભેટ (17), સન્માન (17), nell (17), enough (17), front (17), પ્રકાશ (17), almost (17), શક્ય (17), between (17), reema (17), conversation (17), ગોઠવી (17), શકું (17), મળ્યું (17), તેમને (17), ball (17), 2018 (17), somalal (17), વહેલી (16), arrived (16), મારાથી (16), બપોરે (16), ઘણાં (16), આગ્રહ (16), બધાને (16), આવકાર (16), ચહેરે (16), વાણી (16), થયેલી (16), મોટો (16), ખરીદી (16), કરતો (16), ગયેલી (16), ભાઈને (16), ગામ (16), માની (16), નિર્ણય (16), સમજ (16), ઓળખાણ (16), પ્રકાશિત (16), સંભાળ (16), પૂર્ણ (16), gift (16), didn (16), થઈને (16), પ્રિય (16), done (16), due (16), attitude (16), wild (16), white (16), સદા (16), ક્ષણ (16), learn (16), ચેતન (16), દોરી (16), off (16), વહે (16), પવન (16), હળવા (16), બહેનો (16), ગામમાં (16), ઘેરા (16), received (16), tried (16), taken (16), though (16), showed (16), relations (16), lifetime (16), સપના (16), end (16), experience (16), worked (16), સરતી (16), ચાલતી (16), તરફથી (16), ladies (16), party (16), should (16), raised (16), whole (16), ઈલા (16), pink (16), fear (16), spring (16), પુત્ર (16), અમ્મી (16), જેવી (16), જાગે (16), ચૂકી (16), તેજ (16), સારા (16), દિલીપને (16), રવિ (16), કવયિત્રી (16), ભટ્ટ (16), રાજ (16), લાગતું (16), અજવાળું (16), સુહા (16), 2023 (16), ella (16), ina (16), join (15), ઉત્સુક (15), bad (15), પસંદગી (15), પસંદ (15), માણસ (15), નિવૃત્તિ (15), કરજે (15), સુખી (15), બેટા (15), વરસ (15), જોતાં (15), ઈચ્છા (15), દરકાર (15), પૈસા (15), વહુ (15), આવેલા (15), કર્મ (15), જાવ (15), માંડી (15), ડૂબી (15), પાસેથી (15), ઓછું (15), શક્તિ (15), શિક્ષક (15), બાદ (15), પ્રેમથી (15), સભ્યો (15), આરતી (15), ભાવનગરની (15), મુંબઈમાં (15), તેનાં (15), જેને (15), કોણે (15), yellow (15), ગંભીર (15), marry (15), anyone (15), tender (15), better (15), ઝાકળ (15), યાદો (15), run (15), play (15), wish (15), loving (15), ઘડી (15), લિસોટો (15), સોનેરી (15), હળવે (15), સ્મૃતિ (15), સાડી (15), હંમેશા (15), મળ્યા (15), four (15), presence (15), ego (15), ever (15), push (15), everyone (15), women (15), return (15), eve (15), its (15), interest (15), happened (15), stand (15), divorce (15), કોલેજમાં (15), લેતા (15), વાહ (15), સત્ય (15), એકાદ (15), નજીકમાં (15), ask (15), food (15), પૌત્રી (15), ઝૂલે (15), does (15), looks (15), baby (15), સમજણ (15), સ્પર્શ (15), નીતરતી (15), tommy (15), ઓચિંતા (15), લાગ્યું (15), વિવિધ (15), heaven (15), died (15), ring (15), vaisha (15), follow (14), સંચાર (14), poetic (14), શ્યામ (14), લાવે (14), વ્યાકુળ (14), લાંબા (14), કદાચ (14), નજરે (14), સંકોચ (14), આપતા (14), સમાચાર (14), શકાય (14), ઊભા (14), વસ્તુઓ (14), આપો (14), પરથી (14), સૂર (14), નિવાસમાં (14), થયેલ (14), જરાય (14), ગયેલા (14), માંગે (14), કેવો (14), ત્યાંથી (14), સિવાય (14), સમર્પણ (14), મંત્ર (14), દીધું (14), હાજર (14), ખોવાઈ (14), રૂમ (14), વિચારે (14), ક્યાંય (14), મોટાભાઈ (14), દ્વાર (14), સર્વ (14), અલગ (14), નિર્મળ (14), relationship (14), written (14), future (14), police (14), couldn (14), વાગી (14), leaving (14), instead (14), listen (14), રાઘવ (14), pleasure (14), something (14), realize (14), universe (14), દર્દ (14), trip (14), ભેગા (14), herself (14), સંસાર (14), following (14), સંમતિ (14), earth (14), આપતી (14), પંદર (14), વર્ષોથી (14), mine (14), aware (14), covered (14), half (14), સરૂ (14), બાળક (14), late (14), birthday (14), finally (14), courage (14), strong (14), peaceful (14), court (14), birth (14), અજાણ્યા (14), ભારત (14), આવીશ (14), કરવામાં (14), તૈયારી (14), નેલ (14), attend (14), decided (14), friendship (14), neighborhood (14), award (14), born (14), learned (14), dream (14), question (14), મીઠો (14), moist (14), દુનિયા (14), પત્ર (14), શોભા (14), break (14), વિશેષ (14), પરિસ્થિતિ (14), પપ્પા (14), બોલ્યો (14), મહીં (14), વ્યવસ્થા (14), અંતરમાં (14), girls (14), wife (14), ખીલું (14), જેમાં (14), 2016 (14), ranbir (14), jain (14), write (13), novel (13), સંતોષ (13), કોર (13), માફ (13), respect (13), papa (13), dreams (13), unknown (13), કુટુંબના (13), લોકોને (13), પ્રસંગે (13), અંહી (13), આપણી (13), મીનળને (13), ઉત્સાહથી (13), એટલી (13), પોતાને (13), કાંઈક (13), સાંજે (13), હમણાં (13), વર્તન (13), આપીને (13), કરીશ (13), રહેવાની (13), સમયમાં (13), sad (13), helping (13), stop (13), હૈયામાં (13), arms (13), એનું (13), middle (13), ગુંજે (13), સમજાવું (13), ધરતી (13), beyond (13), swing (13), બનાવે (13), બાની (13), વર્ગમાં (13), expressed (13), કોમળ (13), circle (13), trying (13), દાદા (13), dare (13), spread (13), અંતરની (13), trust (13), society (13), talked (13), domestic (13), emotional (13), પાર (13), sand (13), liked (13), વાદળ (13), start (13), quietly (13), presented (13), desire (13), job (13), કશું (13), જોતી (13), વિચારો (13), invited (13), body (13), week (13), entered (13), totally (13), busy (13), માત્ર (13), છેલ્લી (13), વડોદરામાં (13), remained (13), uncle (13), men (13), shared (13), idea (13), nothing (13), મેહા (13), rachnaa (13), વ્હાલી (13), ક્યારેય (13), દેશમાં (13), શહેરમાં (13), મુખ્ય (13), વર્ષમાં (13), આસપાસ (13), અન્ય (13), માયા (13), human (13), green (13), મેળામાં (13), ધરી (13), gang (13), કિરણ (13), શૂન્ય (13), gmail (13), rangoli (13), તેમણે (13), શક્યા (13), હરીશ (13), દાસાણી (13), સ્મરણ (13), maya (13), જગદીપ (13), 2025 (13), ઈના (13), ટેરવે (12), loss (12), ઊર્મિલ (12), સુગંધ (12), faith (12), જુદી (12), કાઢી (12), કંઈ (12), મામી (12), પરીક્ષા (12), વર્ષોમાં (12), પહેલો (12), માફી (12), ઉમંગ (12), વખાણ (12), ઘણીવાર (12), કરવો (12), સંભળાયો (12), લાગ્યા (12), કોઇ (12), વાંચતાં (12), બદલે (12), અમુક (12), ધાર્મિક (12), બાબા (12), ટેબલ (12), કલ્પના (12), તથા (12), દીકરાને (12), હતુ (12), અજાણી (12), કોઈની (12), gives (12), send (12), present (12), broken (12), often (12), lot (12), moments (12), રડી (12), સુરખી (12), passes (12), વિના (12), સાજ (12), stream (12), ધ્યાનમાં (12), લાલી (12), behind (12), કાં (12), infinite (12), rich (12), અખંડ (12), સંત (12), પુસ્તકો (12), કોરી (12), force (12), મુકીને (12), સાસુ (12), કિશોર (12), એકલા (12), helpless (12), household (12), telling (12), makes (12), teach (12), અસીમ (12), steps (12), others (12), routine (12), comes (12), mumbai (12), frustration (12), point (12), મિત્ર (12), જવાબદારી (12), પોતાનું (12), લીધું (12), પ્રેમાળ (12), વાંચી (12), કરેલ (12), month (12), houston (12), વડોદરા (12), ગુજરાત (12), possible (12), poetry (12), ઘરના (12), red (12), weeks (12), behavior (12), shabir (12), brothers (12), meeting (12), questions (12), ગામડામાં (12), હ્રદય (12), ઘણો (12), સ્વીકારી (12), તોડી (12), સરહદ (12), umbrella (12), છત્રીની (12), છાંવમાં (12), દિલમાં (12), સાહિત્ય (12), અસર (12), વાયદા (12), અવસાન (12), મામાના (12), mamu (12), ભીતર (12), પાપા (12), જાગૃત (12), uru (12), આમંત્રણ (12), saryuben (12), યાદોને (12), ક્યાંક (12), શાંતુ (12), રણબીર (12), લગ્નની (12), સેલ્માને (12), રોનક (12), flutter (11), ઘણું (11), સમાન (11), પાન (11), flower (11), આંખોમાં (11), લઉં (11), whatever (11), whenever (11), lap (11), observing (11), ભાવથી (11), બોલતા (11), થયેલા (11), જરી (11), તરી (11), સમજીને (11), બેઠો (11), સજાવટ (11), ગમી (11), સરગમે (11), કરશે (11), ઉભી (11), સ્વીકાર (11), અનુ (11), માંગણી (11), આટલા (11), જાગૃતિ (11), એમનાં (11), જવાનો (11), સાચી (11), ફોટા (11), છેલ્લે (11), સમયની (11), કરવાનું (11), પાઠ (11), કલાક (11), થશે (11), હવા (11), જગ્યામાં (11), ગોઠવાઈ (11), convince (11), kiss (11), delicate (11), wishes (11), અનુભવી (11), કદી (11), forward (11), shelter (11), memories (11), પાંખ (11), સજી (11), ભવિષ્ય (11), rays (11), હેત (11), નદી (11), ખરી (11), slip (11), તોયે (11), અશ્રુ (11), વર્ષા (11), કૂંપળ (11), water (11), અનંત (11), ખરતા (11), શિશુવિહાર (11), કપડા (11), દીકરીને (11), ધાર (11), બાળ (11), ચૂમી (11), dry (11), sick (11), ભાભી (11), source (11), બાળકને (11), loved (11), ભણી (11), enjoyed (11), accepted (11), rules (11), doing (11), confidence (11), lines (11), seven (11), involved (11), સૂની (11), shona (11), paid (11), prepared (11), able (11), કરેલા (11), બાજુમાં (11), દીધો (11), કારમાં (11), meaning (11), sent (11), પ્રવૃત્તિઓમાં (11), થતો (11), તેવું (11), chicken (11), soup (11), વર્ષથી (11), residents (11), nice (11), friday (11), books (11), clothes (11), walk (11), use (11), especially (11), announced (11), મુનિ (11), સંગ્રહ (11), education (11), gujarat (11), bhavnagar (11), આપવા (11), લખી (11), પેલા (11), શાળા (11), buy (11), attention (11), trees (11), wrote (11), traditional (11), until (11), sharing (11), greeted (11), ride (11), spark (11), angel (11), બંગલામાં (11), એટલું (11), સ્પંદન (11), મૂલ્ય (11), click (11), service (11), top (11), લઈએ (11), સંવેદના (11), રાત્રે (11), રાતના (11), આવેલ (11), મહત્વ (11), તેવા (11), ભર્યો (11), robin (11), કોલેજ (11), tags (11), રજા (11), કેરી (11), અહા (11), મુશ્કેલ (11), મુનિભાઈના (11), રચનાઓ (11), પ્રીત (11), સરયૂબેન (11), તેં (11), કાચી (11), નવું (11), તેણે (11), બસમાં (11), 2019 (11), અમારાં (11), priya (11), 2026 (11), અનોખી (10), ચિત્ર (10), સ્પષ્ટ (10), આંખોની (10), કહેતો (10), દઉં (10), sangita (10), क्या (10), ન્યાય (10), તમારે (10), પિતાને (10), ફરતાં (10), છોડીને (10), વચનો (10), જિંદગી (10), મારાં (10), સમજાયું (10), ચર્ચા (10), મનનો (10), પતિની (10), કેટલા (10), હજુ (10), કુટુંબમાં (10), સહવાસ (10), મારૂં (10), હૈયા (10), અશક્ય (10), લીધો (10), પાતળી (10), કેવું (10), દુનિયામાં (10), ઉત્સાહ (10), રોજની (10), જગ્યા (10), ધારા (10), બાપુ (10), બતાવે (10), મળેલી (10), ઓછી (10), બાનો (10), hug (10), cried (10), drops (10), તોરણ (10), show (10), કોને (10), લાગણીના (10), દીપ (10), merge (10), ચાહે (10), કાજળ (10), funny (10), પર્ણ (10), ગહેરી (10), બન્યા (10), pearl (10), અંક (10), સાથમાં (10), શ્વેત (10), પ્રણામ (10), austin (10), થતા (10), દિવસમાં (10), જીવનના (10), હૈયે (10), holding (10), વાક્ય (10), ચાલ્યા (10), સગા (10), beloved (10), wear (10), believe (10), laws (10), bedroom (10), support (10), સ્પર્શે (10), ક્રોધ (10), stranger (10), wide (10), arranged (10), પ્રશ્ન (10), continued (10), gently (10), ended (10), path (10), studies (10), anything (10), ઉદાસ (10), દેશ (10), આંખમાં (10), કિશોરી (10), શોના (10), સલાહ (10), બહેનોને (10), વાળી (10), રૂપ (10), વેંત (10), playing (10), બહેનને (10), મજાની (10), રહેશે (10), અંગ્રેજી (10), wheelchair (10), younger (10), afraid (10), real (10), hour (10), nursing (10), filled (10), news (10), પદ્મશ્રી (10), કહેવાય (10), proud (10), એવામાં (10), ડ્રેસ (10), જેવું (10), પછીના (10), activities (10), pick (10), store (10), selma (10), among (10), outside (10), hindi (10), aunt (10), nearby (10), છાયા (10), touched (10), invitation (10), interesting (10), સવાર (10), ગહન (10), ખુશી (10), higher (10), wrong (10), control (10), ધક્કો (10), માહોલમાં (10), સામાન (10), એકાંતમાં (10), ગુંજન (10), બાળકીને (10), તમારો (10), રીમાને (10), joined (10), laugh (10), large (10), કલા (10), ભારતમાં (10), અનન્ય (10), સથવારો (10), ત્યારબાદ (10), પ્રોત્સાહન (10), હંસ (10), ચાલ્યો (10), ગીતમાં (10), આકાશે (10), ગાન (10), વિરાણી (10), કવન (10), win (10), memory (10), bhagirathi (10), સલૂણી (10), સાચું (10), પ્રત્યેક (10), હરખે (10), નિમિત્તમાત્ર (10), heal (10), લખતાં (10), sir (10), dogs (10), carol (10), વિસ્મરણ (10), sign (9), ગંગોત્રી (9), web (9), ઘેલી (9), રંગોળી (9), આવાસ (9), વિશ્વાસે (9), સાથી (9), ઝરમર (9), લાવ્યો (9), સૂરજ (9), wait (9), વહેણમાં (9), યાદમાં (9), kethan (9), granddaughter (9), sufiya (9), પૂછી (9), કહ્યુ (9), આછા (9), પિતાની (9), નહિવત (9), દાદીને (9), વળગી (9), આટલાં (9), આવ્યુ (9), નવો (9), દોરે (9), મારીને (9), જમવા (9), સાંભળે (9), બારણું (9), બાબત (9), દિવાળી (9), કરેલી (9), જણા (9), સહિત (9), મર્મ (9), ખરાબ (9), રહેતાં (9), નાનપણથી (9), સર્વસ્વ (9), બતાવી (9), બારણાં (9)
Text of the page (random words):
યું હતું કે તે દિવસે સવારે હું સાહેબને મળવા ગયો હતો તેમના પત્નીએ કહ્યું કે બાર વાગે સાહેબ આવશે મારે બે કલાક શું કરવું તેથી નજીકમાં મૂવી જોવા ગયો ત્યાં અમારા જૂના પડોશી માયા અને તેના મમ્મી કંચનમાસી મળી ગયાં કંચનમાસી ને મારા મમ્મી વચ્ચે સારા બેનપણા હતા તેથી તેમને જવાબ આપતો હતો માયા તરફ લળવાનો કોઈ આશય કે કારણ નહોતાં અમે સારા મિત્રો હતાં પણ કોઈ છૂપી મુલાકાત ન હતી ખરેખર ઓચિંતાના જ અમે મળી ગયાં હતાં બસ એ આગળ ન વાંચી શકી રોનક પણ મોહનનો ખુલાસો માનવો કે નહીં તેની મૂંઝવણમાં હતો દિવસો પસાર થઈ રહ્યાં હતાં તેવામાં એક સાંજે આગળના વરંડામાં સૌ બેઠાં હતાં ત્યારે ચિમન સાહેબ અને તેના પત્ની તેમના ઘર સામેથી પસાર થતાં જોયાં રોનક જલ્દીથી બહાર ગયો અને તેમને અંદર બોલાવ્યાં વાતવાતમાં રોનકે પૂછ્યું તમને તમારા જૂના વિદ્યાર્થીઓમાં મોહન યાદ છે ચિમન સાહેબ ઉત્સાહથી બોલ્યા હાં સારી રીતે હમણાં ત્રણેક સપ્તાહ પહેલા જ એ મને મળવા આવ્યો હતો તેમના પત્ની બોલ્યા કેટલો નમ્ર છોકરો એ આવ્યો ત્યારે સાહેબ ઘરે નહોતા તો ફરીને બે કલાક પછી આવ્યો સાહેબને મોટો ચેક પણ ભેટ આપીને ગયો હતો સોના અવાક્ બનીને સાંભળી રહી સાહેબને વિદાય કરી પોતાના રૂમમાં ભરાઈ ફરી મોહનનો કાગળ ખોલીને આગળ વાંચ્યો તમને શક થાય તે સમજી શકું છું પણ ઈચ્છા જ નહોતી એ માન્યામાં ન આવ્યું સોના તમારા માટે મારી લાગણીની વાત કરું તમારી બધાં સાથેની મિત્રતાભરી વર્તણૂક સરળ સીધી વાતચીત કરવાની આદત અને અનેકવિધ પ્રવૃત્તિઓમાં રસ તમારાથી હું ઘણો પ્રભાવિત થયો છું તમે એ દિવસે આપણા વિવાહ માટે હા ભણી હતી તેવું મારું માનવું છે આજે હું પૂરા દિલથી તમારી પસંદગી કબુલ કરું છું હવે નિર્ણય તમારા હાથમાં છે અંતઃકરણપૂર્વક મોહન સોના સ્વપ્ન ભરી નિંદરમાં ખોવાઈ ગઈ અરે અત્યારના પહોરમાં ક્યાં ચાલી બહેના સોનાને લગભગ દોડતી બહાર જતાં જોઈ રોનક બોલ્યો ભાઈ મોહનને એક તાર મોકલવા સંમતિ સંકલ્પ એક પત્ર મોકલું છું વર્ષોના વહેણમાં થંભીને મોહન પોતાની દીકરીઓને અતીતની વાત કરતા બોલ્યો એક શબ્દ ઈચ્છા નહોતી શબ્દને ડેડીએ બરાબર પડકાર્યો અને મમ્મીનો જવાબ thinking positively a letter follows જીવન દોર બની ગયો અને સોના મોહનના પસંદગીનાં લગ્ન થઈ ગયા માયામમ્મી અહીં આવ નાની વાસુએ બૂમ મારી અને માયા આવીને બેઠી કે બંને દીકરીઓ લપાઈને વળગી ડેડી હવે કહો માયામમ્મી કેવી રીતે મળી મોહન બોલ્યો બેટા સોના અને હું અમેરિકાથી પાછા આવ્યાં અને અહીં ગોઠવાયાં તમારા બન્નેના જન્મ વખતે સોના અને માયા પાક્કા દોસ્ત બની ગયાં ત્રણ વર્ષ પહેલાં તમારા મમ્મીને એક્સિડન્ટ થયો ત્યારે મરણ પથારી પર સોનાએ તમને બંનેને માયાને સોંપી અને મારો હાથ માયાના હાથમાં આપ્યો આમ બધાના આશીર્વાદ સાથે માયામમ્મી તમને મળી સોનાની જગ્યા કોઈ ન લઈ શકે સોનાના જીવનનો ઉત્સવ આપણે સાથે મનાવી શકીએ તેથી હું અહીં છું માયા બોલી સંમતિ લગ્ન પસંદ પરમાણ એમ માએ કહ્યું ને વળી કીધું કે પ્રેમ પછી આવશે જઈ વેલી વીંટાઈ ગઈ વૃક્ષને વચનો આપ્યા ને બન્યા જીવન સંગાથી છાવરે છે વર્ષા ને વાતા વંટોળથી પાંગરે રે કૂંપળ પ્રથમ પ્રેમથી સુકોમળ કમળપત્ર પોયણીના નેહની સૌને અર્પે એ છાયા સુસ્નેહની ગહેરી ગંભીર મલય બેલડી બેમાંથી એક બને વિશ્વાસે વ્હાલ વધે ઉત્તરોત્તર અંતરપટ રમ્ય ૠજુ સૂક્ષ્મ બને સંમતિનો લગ્ન દીપ પ્રણય લય પ્રસારે સરયૂ પરીખ saryuparikh yahoo com http www saryu wordpress com dkp share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading peace and harmony saryu છલક છાલક સરયૂ 14 nov 2023 leave a comment by saryu parikh in કાવ્યો છલક છાલક સખા સુખની સુગંધ કસી બાંધુ હું મુઠ્ઠીએ ને દુખની ધૂણીને ગણું મોટો વંટોળ સુખ દુખ આ કેવા જાણે વીજળી ને વાદળી આવે ને જાય ચડી ચંચળ ચગડોળ ગહેરા સંવેદનો સ્પર્શે ચિત્તવનમાં જે સમજી સ્વીકારું વૃત્તિના અલંકાર અહંમ આર્ત એકસૂર ગાયે સંગાથે ને નીરવ મનભૂમી પડઘાય ઓમકાર માગણીના તારને સરખેથી તાણું તો અકળાતી લાગણી લાવે સુહાણ મીંઠાં કે માઠાં સૌ આવેલાં અવસરને કર્મોના બક્ષિસની માને લહાણ સખી લાગણીની છલક છોળ પ્રેમથી વધાવે સુખદુખના દાવ દિલ ન્યાલ થઈ નવાજે સરયૂ harmony of emotions i lament my loss in exaggeration and intently cling to cheery impressions my pain and pleasure like cloud and rain keep changing forever i struggle in vain the wavy emotions may flow as a stream when strings of my life i tune and trim the colors of my mind may braid in a bow sorted sensations can sing unison my sorrow my glee two sides of my pride pure wisdom will rule to make me whole my whimper and laughter weaving in one my groans and moans entwine in om i feel each emotion worthy of love my heart may revel in misery or joy saryu parikh excellent poem makes more sense as i just finished reading vairagya shatak of bhartuhari also this is the v125th birth year of the great ganga sati who wrote harakh ne shok ni ave nahi hedki ne athe por anandji love munibhai હરખ ને શોકની આવે નહીં હેડકી ને આઠે પોર આનંદ ગંગાસતિ share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading the havoc of his heel saryu parikh 31 oct 2023 1 comment by saryu parikh in કાવ્યો the havoc of his heel the energetic boy his ball and his goal his rigorous vigor often overflows the havoc of his heel we anxiously feel the unintended smacks take time to heal the thump of his ball the crashing sound in the hall nothing is broken surely follows by his call you be careful and kick it slow yes i did but it went crisscross the thunder of his ball shakes paintings on the wall force and energy rolled into one the amazing might in this young one things may break we clear the mess but my grandson s smile remains intact saryu parikh our 10 years old grandson kethan 2017 his soccerball kicks and baseball paying had similar impacts soft yellow ball we had a soft yellow ball and green little bat a rug in her room was a grand play mat granny you throw the ball and i hit away i know you are slow and i will get away she would laugh and say oh boy you are fast you surely are the best now i need some rest in the heart of my heart i had a suspicion sometimes grandma just lets me win i make the tricky moves i am a checkers champ but alas when i was trapped i held the tears back grandma used to say oops i made a wrong move it looks like boy you will win soon in the heart of my heart i have now confidence grandma has helped it s a coincidence i go out into the world so assertive and keen i have to do my best where no one easily allows me to win saryu parikh share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading સરયૂની યાદગાર મુલાકાત ૨૦૨૩ 25 oct 2023 2 comments by saryu parikh in કાવ્યો યાદગાર મુલાકાત ૨૦૨૩ સરયૂ દિલીપ પરીખ મારા અમેરિકાના ૫૪ વર્ષના વસવાટમાં ભારતની પંદરમી મુલાકાત હતી મહિનાઓ પહેલાથી વિચારણા અને એરોપ્લેન ટિકિટની વ્યવસ્થા ભારતમાં દાખલ થવા વિઝા પણ લેવાનો હતો કેટલીયે વાર લાગશે તેવી આશંકાઓ સાથે ઈ વિઝા માટે ઓનલાઈન અરજી કરી અને આનંદાશ્ચર્ય વચ્ચે ચાર દિવસમાં ઈ મેઈલમાં વિઝા આવી ગયો બ્રીટીશ એરવેમાં ઓસ્ટિનથી લંડન અને લંડનથી મુંબઈ ત્રીસેક કલાકમાં આવી પહોંચી ને અડધા કલાકમાં એરપોર્ટમાંથી બહાર લેવા આવેલી બાલસખી પ્રફુલા સાથે વણથંભ્યા વાતો કરતાં તેના નિવાસસ્થાને પહોંચી ગયાં અમારી છ દાયકાની મિત્રતામાં ચહેક મહેક જરાય ઓછી નથી થઈ દરેક વખતે બીજું કોણ કહે તું પતલી થઈ ગઈ એક આ સખી કે મારા બા મુંબઈથી બપોરની double decker ટ્રેનમાં વડોદરા આવી પહોંચી પાંચ કલાક સહયાત્રીઓની જીવનકહાણી સાંભળતા પસાર થઈ ગયા તેમાં બે ત્રણ ગ્રુપ અમેરિકન વિઝા લેવા ગયેલાં તેમના અનુભવ સાંભળ્યા અને સેલ ફોન પર પુનઃપુનઃ પ્રસારિત પણ થયા વડોદરામાં દર વખતની જેમ મુનિભાઈ અને ઈલાભાભીના ઘર આંગણે સ્વજનોથી માંડીને કામ કરતા સૌ હસીને આવકારે ૨૨મી સપ્ટેમ્બરે અહીં આવવાનું કારણ હતું ઈલાભાભીનો જન્મદિવસ બે દિવસ ઉજવણીમાં જેટ લેગ શું એ યાદ ન આવ્યું થોડા મહિના પહેલાં ઊર્મિલ સંચાર નવલિકા સત્યકથા અને કવિતા સંકલિત દિલીપના ચિત્ર mysterious life મુખપૃષ્ઠ સાથે ૨૦૦ પાનાનું પુસ્તક ભાવનગર અને આસપાસ સાહિત્યપ્રેમીઓને ભેટ આપવાની યોજના સાથે તૈયાર કર્યું હતું ઊર્મિલ સંચાર પુસ્તકની ૭૦૦ પ્રત શિશુવિહાર ભાવનગરમાં મોકલી હતી નક્કી થયેલા કાર્યક્રમ માટે મુનિભાઈ ઈલા અને હું વડોદરાથી કારમાં મુસાફરીની સગવડતા અનુભવતાં જૂના જમાનામાં વેઠેલી વિકટ પરિસ્થિતિને યાદ કરતાં બહુ જાણીતા પણ ન ઓળખાય તેવા ભાવનગર શહેરમાં પહોંચ્યા સગાસંબંધીઓ અને મિત્રોને મળી અનેરો સ્નેહભાવ અનુભવ્યો ભાવનગરમાં અદ્યતન સગવડતાવાળી હોટલ હોય એવી ક્યારેય કલ્પના કરી હતી બીજે દિવસે બપોરના મારી નિશાળની મુલાકાત કેમની ગોઠવાશે તે વિશે આશંકાઓ થતી હતી મુનિભાઈ સાથે માજીરાજમાં જતાં અમને ભાઈ બહેનને બા સાથેના આ શાળાના પ્રસંગો યાદ કરતા આંખો ભીની થઈ ગઈ મુનિભાઈને છોકરીઓની નિશાળમાં બાની આંગળી પકડી ઘણીવાર આવીને મસ્તી કરવાની તક મળેલી માજીરાજના આચાર્ય અને શિક્ષકભાઈએ અમને જણાવ્યું કે ઉપલા બે ધોરણની લગભગ ૨૫૦ વિદ્યાર્થીનીઓ તમારી સભાગૃહમાં રાહ જુએ છે ઉપર જતાં જોયું કે સાંઠ વર્ષ પહેલાંનો એ જ લાકડાનો દાદરો સાબૂત હતો સભાગૃહમાં દાખલ થતાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી કિશોરીઓ આનંદ આશ્ચર્યથી અમને તાળીઓથી આવકારી રહી હતી મારા પરિચય પછી મેં બાલિકાઓ સાથે સરળ રીતે વાતચીત શરૂ કરી પંદર વર્ષ પહેલાં મેં કવિતા લખવાનું શરૂ કર્યું હતું પછી સત્યકથાઓ અને અંગ્રેજીમાં બે નવલકથા એમ સાત પુસ્તકો પ્રગટ કર્યા જ્યારે સવાલ કર્યો કે કોને કવિતા લખવા કે વાંચવાનો શોખ છે સંકોચ સાથે એક હાથ ઉંચો થયો મેં તેને નજીક બોલાવી મારું પુસ્તક ભેટ આપ્યું પછી તો ધીરે ધીરે શું વાંચવું ગમે વગેરે વાત સાથે હાથ ઉપર થવા લાગ્યા આમ લગભગ દરેક વિદ્યાર્થીની મારી પાસે આવી પુસ્તક હોંશથી લઈ ગઈ મેં કહ્યું તમને મળીને મને કેટલો આનંદ થયો તે મારા ચહેરા પર દેખાય છે ને અને સામેથી ઊગતી કળી જેવી કિશોરીઓ તાળીઓ સાથે મને પ્રોત્સાહન આપતી મલકી રહી આ નાજુક ઉંમર અને તેનો ઉત્સાહ કે જે જાણે આટલાં વર્ષોમાં વિસરાયેલા એ આજે સોળ કળાએ પાંગરતા જોયા l મારી માજીરાજ હાઈસ્કૂલ ચમકતા ચહેરા અને ઉત્સુક હાસ્ય દરેકને પુસ્તક ભેટ આપવાનો પ્રસંગ સૌથી આનંદમય બની ગયો શિશુવિહાર ભાવનગરનું સંસ્કાર કેંદ્ર સાત દાયકા પહેલાં કર્મયોગી મુ માનભાઈ ભટ્ટ સ્થાપિત સંસ્થા ડો નાનકભાઈ માનભાઇ ભટ્ટ કુશળતાપૂર્વક વિકસાવી રહ્યા છે જાહ્ન્વી સ્મૃતિ કવયિત્રી સંમેલન ૧૯૯૪માં શરૂ કરવા માટે શ્રી માનભાઈ ભટ્ટની દીર્ઘદ્રષ્ટિ અને મુનિભાઈ ઈલાના સંપૂર્ણ સાથને આભારી છે શિશુવિહારમાં દર મહિને સાહિત્યકારો બુધસભામાં ભેગા થાય છે આ બુધવારે વિશેષ કાર્યક્રમ હતો જેમાં શ્રી કિસ્મત કુરેશી સ્મૃતિ સન્માન જાહ્ન્વી સ્મૃતિ સન્માન અને મારા પુસ્તકનું વિમોચનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું બાની યાદમાં જાહ્ન્વી સ્મૃતિ સન્માન નેહા પુરોહિતનું મેં કર્યું ત્યારે આંસુ રોકવા મુશ્કેલ હતા સંબોધન કરતા મેં કહ્યું કે મારા બા ભાગીરથી મહેતા લખતાં ત્યારે એવું કશું મહત્વ નહોતું લાગતું પણ ૨૪ વર્ષમાં વાર્ષિક કવયિત્રી સંમેલનને લીધે કેટલી બહેનો દિલની વાતો લખતી થઈ તેથી જ્યારે કોઈ લખનારને કહે કે કોઈ વાંચતું નથી તો એથી નિરૂત્સાહ ન થશો ત્યારબાદ ઊર્મિલ સંચાર પુસ્તકનું વિતરણ કરતા અનેક ભાઈ બહેનોને હેતપૂર્વક મળવાનો લ્હાવો મળ્યો ત્રણ દિવસની મુલાકાત પછી પાછા ફર્યાં વડોદરામાં ૨૫ વર્ષથી પ્રવૃત્ત અને ૪૫૦ સભ્યોવાળી ઝણકાર કલાકેંદ્ર ના ઈલાભાભી ઘણાં વર્ષોથી ચહિતા પ્રમુખ છે સંસ્થાના સુજ્ઞ સાહિત્યરસિક બહેનોને મળવાનો મજાનો લાભ મળ્યો બેઠકનો અહેવાલ નિર્ઝરીબહેને આપ્યો ઝણકાર કલાકેન્દ્ર અંતર્ગત પુસ્તક પરિચય કરાવતા કાર્યક્રમ ગ્રંથગૌરવની બેઠક તા ૦૩ ૧૦ ૨૦૨૩ના રોજ સરસ માહોલમાં મળી જેમાં વિદેશનિવાસી અને ઘણાં ગુજરાતી તથા અંગ્રેજી પુસ્તકોના લેખિકા શ્રીમતી સરયૂબેન પરીખની ઉપસ્થિતિથી વિશેષ રંગ ઉમેરાયો નિર્ઝરી મહેતાએ તેમનું પુસ્તકોથી સ્વાગત કર્યું લેખિકા સરયૂજીએ તેમના સર્જન અંગે તથા અમેરિકામાં કરી રહેલા સોશ્યલ વર્ક વિશે સરસ અંદાજ આપ્યો સહુના અનુરોધથી એમણે સ્વરચિત કાવ્યોનું પઠન કર્યું દેશમાં સારા ફેરફારોમાં વડોદરા ભાવનગર અને દિલ્હીમાં ઘેઘૂર ઘટાદાર વૃક્ષો અજબ લાગ્યાં વૃક્ષોને કુદરતી ઉપાય સાથે ઝડપી રીતે ઉગાડવા વિશે અર્જુન મુનિભાઈ મહેતાએ મને forest anywhere sustainable affordable anywhereનો પરિચય કરાવ્યો પાવાગઢમાં પોતાના ફાર્મહાઉસમાં ટૂંકા સમયમાં પ્રાદેશિક વૃક્ષોનાં ઉછેરનો બેનમૂન દાખલો બતાવ્યો અર્જુન શુભ્રા અને દીકરી આરિઆ સાથે પહેલી વખત પાવાગઢ ડુંગર જોયો આ વખતે આંખની સારવાર જોવા મળી થોડા મહિના પહેલા મુનિભાઈને આંખના ડોક્ટર પાસે જઈ રેટિના માટે સર્જરી કરાવવી પડી હતી ભાઈને તકલીફ થાય ત્યારે અનાયાસ આંસુ ઉભરાય આવે હું ત્યાં હતી ત્યારે follow up surgery કરી મારી કાચી સમજ પ્રમાણે કહું તો પહેલી વખત કીકી પાછળ તેલ ભરી રેટિનાને સ્થિર કરે અને બીજી વખત તેલ કાઢી ગેસ ભરી રેટિના એટેચ કરવાની અદભૂત સર્જરી અમે સ્ક્રીન પર જોઈ ભાઈને ઘરે રહેવાની ડોક્ટરની સલાહને લીધે અમારે વધારે સમય સાથે રહેવાનો મળ્યો જે મુલાકાતનો અગત્યનો ઉદ્દેશ હતો પ્રભુ મને સ્નેહ સ્વીકારવાને સક્ષમ બનાવી મોકળું આ મન અને દિલના દુલારમાં આપ લેની ખીડકી ખોલાવી નહીં ઈર્ષાની આડ નહીં વર્ચસ્વ વાડ બસ સહજ સરળ લાગણીને ઝીલવાને સક્ષમ બનાવી ચાર સપ્તાહમાં દરેક દિવસ વ્હાલભરી સંભાળ મ્હાણી દિલ્હીમાં ભત્રીજી પૂર્વીને મળી ઓસ્ટિન પરત થઈ ત્યારે દીકરી સંગીતા ઘરે લઈ આવી અને દિલીપે ફૂલોથી સ્વાગત કર્યું સરયૂ પરીખ a delightful note almost 60 hours of journey thousands of people not a single angry word there are more peace loving people in this wonderful world ila gave return birthday gift to her guests of 6 table mats with her rangoli designs share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading સ્મરણ વિસ્મરણ loss and limitations 12 jul 2023 leave a comment by saryu parikh in કાવ્યો ૨૮ સ્મરણ વિસ્મરણ સરયૂ પરીખ આજે આ શું થયું સ્મરણ વિસ્મરણ મન મગજનાં વિમાસણ વમળમાં અટવાઈ જવાયું દૈનિક જીવનમાં મુખ્ય પ્રભાવ સંબંધોનાં તાણાવાણા તેમાં કોણ જવાબદાર એ મુદ્દાઓ વિશે અસીમ ચર્ચાઓ અંતરગત સતત ચાલુ રહે છે મારા મગજ ઉપરના વિશ્વાસ પર આજના અનુભવથી સખત ધક્કો લાગ્યો સવારે કાર્ડની રમત બ્રીજ રમવા મેરીને ઘરે અમે ચાર જણા ભેગાં થયાં વિધવા મેરી ઘણા વર્ષોથી એકલી રહેતી હતી સફળ શિક્ષિકા થોડાં વર્ષો પહેલા નિવૃત્ત થઈ હતી આ દેશની આગવી પ્રથા પ્રમાણે સાથી તરીકે એક બે કે વધુ કુતરાઓ તો હોય જ વ્યવસ્થિત ઘર અને બગીચો સંભાળતી મેરી મને જોતાં જ બોલી હેલો સરયૂ તું હજી ભણાવે છે મને ખબર હતી કે તેની યાદ શક્તિમાં ગરબડ છે તેથી હસીને ના કહી દીધી સહેલીઓ કેરોલ અને ઈલેન કાર્ડ ટેબલ અને નાસ્તા પાણીની વ્યવસ્થા કરી રહી હતી મેરીની ફોનની ઘંટડી રણકી ક્યાં ફોન મૂકી દીધો તેમ બોલતા તે શોધવા ગઈ મેરી આવી કે તરત જ કેરોલે કહ્યું મેરી તારો ફોન અને આઈપેડ મને આપ તને એપ મૂકી આપુ જેથી તને આ સાધનો જલ્દી જડી શકે મેરી સંપૂર્ણ વિશ્વાસ સાથે સખીઓ કહે તેમ કરતી ગઈ ઈલેન પણ દરેક વાતમાં તેનું ધ્યાન રાખતી લાગી આજુબાજુ બે નવા કુતરા ફરતાં જોઈ મને નવાઈ લાગી ઈલેને ખુલાસો કર્યો મેરીના પહેલાના કુતરાઓ મરી ગયા પછી તેને બહુ એકલું લાગતું તેથી બહુ વિચાર કરીને અમે દૂર જઈને આ બે લઈ આવ્યાં વાતચીત દરમ્યાન એક પરિચિત મિત્રના પતિના અવસાનનો ઉલ્લેખ થયો ત્યારબાદ બીજા કોઈની વાત નીકળે કે તરત મેરી કહે અરે તેના પતિ તો મરી ગયા તેના મગજની ભુલભુલામણીમાં બીજા નામો અટવાઈ જતાં જોયાં હસમુખી અજાણ્યાને પણ મદદ કરે તેવી પ્રેમાળ અને ચપળ મેરીને તેનું મગજ સતાવી રહ્યું હતું નજીક રહેતાં દીકરી અને દીકરાનો અભિપ્રાય હતો કે મેરી નર્સિંગ હોમમાં રહેવા જાય પરંતુ સ્મરણ અને વિસ્મરણ વચ્ચે ઝોલા ખાતી વ્યક્તિને પોતાનું સ્વતંત્ર રહેઠાણ છોડી જવાનો નિર્ણય અસહ્ય અને અમાન્ય હતો મેરીની પ્રવૃત્તિઓ કોઈ સંકોચ વગર ચાલુ હતી તેના ફોનની ઘંટડી રણકી નામ જોઈ મેરી બોલી હેલો શેરન બેનપણીએ પૂછ્યું મેરી પિઝા ખાવા રેસ્ટોરન્ટમાં મળીએ નામ જાણી ઈલેન બોલી તને એ જગ્યાનો પિઝા ભાવે છે મેરીએ હા ભણી ખરાબ રસ્તે અડધો પોણો કલાક દૂરની કઈ જગ્યાએ જવાનું વગેરે ચોકસાઈથી ઈલેન અને કેરોલે લખાવ્યું સાંભળીને અતિશય આશ્ચર્ય થયું એક તો મેરી પોતાની ક્ષતિઓ સમજતી નથી ને તેની ખાસ મિત્રો તેને ન જવા માટે કહેતી નથી રમત પૂરી થતાં સૌ નીકળી રહ્યાં હતાં ત્યારે મેરીના સવાલથી વ્યગ્ર થઈ જવાયું પીઝા માટે કોનો ફોન આવ્યો હશે એ વિચારે મનુષ્યના મગજની નબળાઈ અનોખી દૃષ્ટીથી સમજાઈ આપણે આખું જીવન દરેકના નિર્ણયોને અતિશય મહત્વ આપીએ છીએ પણ આ કેટલું અસ્થિર unreliable fragile મુઠ્ઠીના માપનું અવયવ આખી દુનિયાને નચાવે દરેક પોતાનાં અને પારકાંનાં વિચાર વાણી અને વર્તન પર ન્યાય અન્યાયનાં ત્રાજવા તોળ્યાં કરે છે તેમજ પોતાના અને પારકાનાં વિચાર વર્તનના પસ્તાવાથી કલેજા બાળે છે સાંજે સિતારની મીઠી ધૂનમાં ઘેરાયેલા મારા મન અંતરમાં ઉજાસ થયો હું આવા અસ્થિર નબળાં તંત્ર પર આટલી મોટી જવાબદારી કેમ ઢોળું છું પહેલાં તો હું મને માફ કરું અને પછી અન્યને દિલથી માફ કરું મનની શીતળતાનો આ અનુભવ બહુ આનંદદાયક છે આ માનવ મેળો જ્યાં વિચાર વર્તન વાણીનો આ કાચો પાકો બાંધો છે સાંધામાં પણ સાંધો છે ...
|