Meta tags:
description= Gujarati and English-મારા આધ્યાત્મિક અને સાહિત્યિક વિચારોનું ઉદભવ સ્થાન..સરયૂ દિલીપ પરીખ. Saryu;
Headings (most frequently used words):
share, button, the, and, to, my, in, of, was, her, અને, she, છે, with, that, પણ, you, me, એક, for, is, હતી, સરયૂ, કે, મારા, saryu, હું, તો, had, he, this, મને, his, ને, but, પરીખ, મારી, it, at, એના, so, કોઈ, not, our, સાથે, parikh, on, life, be, from, would, by, પછી, નહીં, your, him, પર, કરી, જાય, son, as, one, માટે, all, થઈ, આવી, when, સાથ, મેં, એને, રે, we, mother, વાત, did, love, લઈ, go, about, રચના, have, રહી, એની, are, said, રીમા, ના, મિત્રોનો, જોઈ, ગયા, ગઈ, family, came, home, new, ઘેર, time, heart, જે, were, હવે, લગ્ન, નથી, like, rachnaa, day, thought, ajay, story, મન, ફરી, let, after, will, back, husband, up, good, an, some, સ્પર્શ, તેથી, અમારી, હતા, ગયો, away, get, there, out, their, they, night, shona, years, or, book, અમારા, જરા, આપી, સમય, સુધી, કહે, એમ, કરતી, how, can, went, know, very, રીમાને, house, dilip, marriage, without, friend, smile, હસી, what, મળી, tears, મારે, હતાં, દિવસે, બે, now, અતિ, do, friends, many, felt, who, કાર, મદદ, ત્યારે, india, two, poems, આજ, mom, યાદ, બહુ, ફૂલ, face, अति, પહેલા, હશે, વિષે, while, saw, started, always, well, been, told, around, અમે, હતું, તૈયાર, ઘર, શત, અજય, જીવન, આવે, છત્રીની, છાંવમાં, may, તું, where, સ્નેહ, ગયું, ring, જાણી, સખી, છું, નાની, વાતો, આવ્યો, રીતે, here, child, eyes, ત્યાગ, own, come, parents, if, sweet, days, way, several, name, never, feel, just, થોડા, મળવા, ઘણી, એણે, વખત, દિવસ, tommy, મુલાકાત, painting, choice, again, little, હામ, girl, award, આવતા, એમની, વગેરે, કરે, રહ્યા, અમને, આજે, કહી, દૂર, તારો, જો, which, અતિને, अतिको, त्याग, emotional, set, oh, first, best, person, long, into, year, situation, why, જ્યારે, હતો, look, young, રહેતી, પતિ, આવતી, પ્રયત્ન, આવીને, મમ્મી, હોત, next, down, સાત, રંગના, become, સફર, વર્ષ, daughter, give, no, આવ્યા, દવે, મૃત્યુ, કાવ્ય, touch, અહીં, poem, મહેતા, જરૂરી, મારું, happy, world, ખબર, બની, તને, brother, leave, રાહ, moment, રાજકુમારી, પ્રેમ, alone, most, કરવા, આપ્યો, હોય, કહેતા, બા, જવાબ, જઈ, ત્યાં, ભાવ, કરીને, હાથમાં, ચાલી, આગળ, વસ્તુઓ, નજર, don, step, બોલે, through, then, yes, sure, written, small, asked, looking, different, used, બાળ, આંસુ, પાસે, એનો, lifetime, them, woman, પ્રમાણે, દેશમાં, રીમાની, મારો, નોકરી, નહોતા, દીકરીને, રહ્યો, શક્ય, બરાબર, શકે, સપના, થયું, easily, because, married, town, three, found, any, got, left, સહિયર, organization, deepika, michael, वो, क्या, અપેક્ષા, paintings, કવિ, નાથાલાલ, લે, વાર્તા, spark, light, વાર, સમજાવું, સંમતિ, help, law, મામા, read, ઉજાસ, mist, frustration, હરીશ, દાસાણી, સ્ત્રી, અનેક, સરહદ, more, work, mehta, સફેદ, poetic, શકી, moist, petals, ભાઈ, હૈયામાં, જુએ, સહજ, upon, માનવ, sufiya, helping, hand, must, મોહનભાઈ, જતાં, લોકો, ઘરમાં, થતાં, તરત, એવો, એમના, સંકોચ, ન્યાય, સમાચાર, દીકરી, પાડી, જાણે, નક્કી, શું, વિચાર, ધીરે, comment, રાજ, રત, કેમ, હવામાં, પહેલી, hours, thousand, journey, insight, કર્મ, ये, जो, returned, learn, finally, being, every, other, connected, ask, phone, care, package, last, anything, took, made, together, before, since, maybe, right, things, people, months, coming, could, see, able, far, am, પાછળ, તારા, સંસાર, soul, dreams, once, thank, નિરાશા, કારણ, સેવા, શહેરમાં, કરતા, રહે, પિતા, ત્રણ, ધ્યાનમાં, શરૂ, ગયેલી, નહોતી, તે, પાછી, સાવ, રૂમમાં, ખાસ, સરસ, બધુ, રાત્રે, અજયને, ટોમી, અંતે, words, military, mumbai, hear, everything, take, bedroom, much, women, college, ex, has, society, mantra, reading, હૈયું, com, દિલીપ, loss, receive, લેવા, પૈસા, દિવાળીનો, મર્મ, વિશેષ, મુકીને, peace, sun, અજવાળું, happens, angel, કવિતા, રંગ, સાંજ, પદ્મશ્રી, ammi, ઝાંખો, shadows, essence, eve, sister, ભાગીરથી, કૃષ્ણલીલા, માતા, સત્યકથા, ઈલા, મોતી, આવશે, wonderful, કેવી, divorce, wings, novel, પ્રકાશ, તોડી, dress, વેંત, રાત, વિશ્વાસ, ચૂમી, welcoming, ચહેરો, સરળ, પ્રીતનો, જુવાળ, princess, flower, સ્વભાવ, realize, પિતાની, મૂંઝવણ, મોટા, હાં, થયેલા, બપોરે, દાખલ, લાગી, પરિચય, વધારે, ખ્યાલ, મોહનભાઈને, કામ, થાય, કુટુંબના, તેને, લાંબા, અરે, ચહેરા, ઊભા, રુપિયો, નારિયેળ, એવું, કંઈક, જતા, હે, જી, વાગે, એકલી, ભૂલી, દોર, મંદ, ખીલી, સમજી, મધુર, પ્યાર, બહાર, lost, trip, still, flight, shared, પવન, ઘેલી, થાપટ, मधुर, थापट, मारके, बोले, रे, मानव, gave, free, children, think, looked, needed, great, remained, say, partner, almost, feelings, important, met, nice, message, us, relationship, wanted, want, circle, start, strength, pain, દિલને, ઘડી, નિશ્વાસ, આપુ, છુ, દ્વાર, ચેતન, પ્રથમ, આનંદ, ખુશ, મળે, મા, લગભગ, others, mine, મારાં, સંવેદના, ઊભી, મનમાં, આમ, man, smiling, અર્થ, બીજી, રહેવા, હ્યુસ્ટન, પાંચ, વર્ષની, ઘણા, જવાબદારી, રીમાએ, અભ્યાસ, પરિક્ષા, પાસ, રીમાના, ગયેલા, દરમ્યાન, સામે, ફરિયાદો, થતી, બોલી, બાજુ, બાળકી, એનુ, વ્યવસ્થા, બાળકીને, રહેવાની, બધી, જવાની, આપ્યા, નજીક, સામાન્ય, થશે, ક્યારેય, રાતના, નવા, કારમાં, મુખ, કર્યુ, લાગ્યુ, બધો, જોયો, ડોલર, કહેતી, આભાર, કશુ, હાથ, જેમ, ખુલી, મમ્મીને, આંખો, પડી, માની, room, getting, wedding, reason, those, excited, happily, believe, quiet, paid, sleeping, something, neighbor, voice, put, slowly, make, support, service, received, click, ચરણ, experience, domestic, violence, call, shelter, given, finished, america, age, usa, fees, lawyer, legal, called, knew, lies, english, hands, લઉં, unique, બળે, ઓગળે, है, देखे, www, સ્મરણગંગા, march, bandhan, દસકામાં, વિભાજન, સેવાકાર્ય, limitations, web, ચિત્ર, ટેરવે, ભટ્ટ, અધૂરી, સરયૂની, મલ્હાર, રસદર્શન, દેવિકા, ધ્રુવ, કોણ, અનુભૂતિ, forget, માફી, second, સ્મરણ, letter, harmony, છલક, છાલક, havoc, heel, ચંદ્ર, સૂરજ, મિલાપ, ચાલ, કુદરતના, solace, નામ, નીતરતી, death, veena, damle, under, umbrella, રક્ષા, અનંત, following, nature, મૌનનો, મહિમા, anger, ઝખમ, mind, fear, નિમિત્તમાત્ર, teacher, imagine, rangoli, એટલે, ગીત, કાવ્યો, શૈલા, મુન્શા, પ્રતિભાવઃ, hirpara, soft, yellow, ball, સંબંધો, wishes, aaria, samir, રજુઆતઃ, અમિતા, ત્રિવેદી, કાવ્યઃ, dream, મુનિભાઈ, પુત્ર, christmas, true, સાચું, મજા, unacceptable, dear, flowers, spring, વસંતના, emotions, ગણિત, પ્રેમનું, મંત્ર, books, ખીલું, outside, માળો, કળી, સોનેરી, પુંજ, દો, poetry, festival, અશ્રુ, ગુલાબી, વહેતી, વર્ષના, સરતી, circles, પૂરી, ક્ષણ, kiss, પ્રકાશિત, લગની, live, white, ભરોસો, તક, સ્મિત, assurance, another, સૂકાયેલા, અનુભવ, सदा, वर्जयेत, વિના, દીકરા, આવો, થજે, ચાંદ, swing, padmshri, meant, ઉંચી, turn, શાંતિ, પ્રાર્થના, સાસુ, દાન, says, બાલ, drop, તમસ, રજસ, સત્વ, તરફ, ચાલતા, સાયકલ, દૂરથી, સાંજની, ઘંટારવ, વખતે, મોડી, નવાઈ, તરીકે, લોકોને, મામી, ભણેલી, કરવાની, નમ્ર, આપતા, ગોળ, ચલાવી, જુદી, હા, કન્યા, પસંદગી, મારાથી, જવું, થયા, કાઢી, પસંદ, જશે, પહેરીને, કળ, ઠીક, કહ્યુ, એમને, આછા, અજવાળામાં, જીવ, પરથી, યોગ્ય, દીધી, નીરાશા, પિતાને, વમળાટ, દીવો, જાગે, મંજુલ, લાંબો, શૂલ, હો, સો, રાતની, બનીને, મ્હેક, આભ, ઉમંગ, આછેરી, dark, deep, બુંદો, સમા, મહીં, કોરી, ઊડતી, મુઠ્ઠીમાં, જાનમાં, દેણ, મૂંઝાય, વળી, શોભા, પરવશ, જાયે, सब, जाये, अपने, raised, desires, forever, open, door, delicate, part, does
Text of the page (most frequently used words):
the (2328), and (1837), અને (1383), new (1114), share (1092), window (1060), opens (1052), was (960), her (879), email (707), whatsapp (701), facebook (701), she (614), with (609), saryu (563), #parikh (508), હું (508), that (489), સાથે (481), like (471), હતી (454), you (452), friend (435), મારા (420), for (412), મને (391), link (372), loading (351), button (350), had (349), મારી (345), પછી (326), કાવ્યો (321), but (318), કરી (313), not (294), this (286), his (285), આવી (268), our (254), one (254), વાત (249), from (248), કોઈ (239), હોય (231), when (231), નહીં (228), સરયૂ (223), ત્યારે (216), ગયા (215), comments (214), life (214), નથી (208), would (208), માટે (203), were (200), જાય (199), will (191), have (188), હતો (188), they (188), મેં (187), હવે (182), him (182), પરીખ (180), said (180), are (177), આવે (175), time (175), comment (174), all (173), રહી (172), your (172), હતા (171), છું (170), હતાં (163), some (151), about (149), there (148), very (147), હતું (145), out (145), અમે (140), કહે (136), બની (135), love (134), થાય (134), તું (133), after (133), com (126), યાદ (125), શું (122), home (121), family (120), mother (119), બહુ (118), કેમ (117), મારે (114), day (112), ત્યાં (111), heart (111), away (111), આજે (110), what (110), એના (110), જોઈ (107), their (107), ફરી (106), know (105), દિવસ (105), come (105), એની (104), came (104), did (104), તેથી (103), રીતે (102), years (101), મળી (101), અમારા (99), can (98), એને (98), કરે (98), other (97), may (97), સમય (96), આવ્યો (96), જ્યારે (96), good (94), ગયો (94), husband (94), એમને (93), who (92), could (92), leave (91), back (90), તમે (89), જીવન (89), went (89), ઘેર (88), કરતા (88), started (88), સાથ (86), them (86), આવીને (86), વખત (86), કહ્યું (85), how (84), દિવસે (84), into (84), many (84), તેની (84), smile (83), હશે (83), આવ્યા (83), told (83), see (82), get (82), little (81), father (81), અહીં (80), more (80), બોલી (79), two (79), બહાર (77), સામે (77), around (77), just (76), લગ્ન (76), કરવા (76), નામ (76), બેઠી (75), house (74), ભાઈ (73), કરતાં (73), હાથ (73), તેના (73), થયું (72), has (72), story (72), while (71), let (71), રહ્યા (71), કરીને (71), ખબર (71), થયો (71), તેને (70), જાણે (70), આગળ (70), અવન્તિકાબહેન (70), આનંદ (70), કરતી (70), used (70), mind (70), few (70), ફૂલ (69), પડે (69), પાસે (69), મારું (68), been (67), આપી (67), ઘરમાં (67), અમારી (67), સમયે (67), વચ્ચે (67), face (67), then (67), mom (67), where (67), any (67), eyes (67), દૂર (66), તમને (66), first (66), વાતો (65), તારા (65), own (65), which (65), જરા (64), પહેલા (64), મારો (64), brother (63), old (63), without (63), sona (63), વર્ષ (62), પ્રેમ (62), now (61), રહે (61), ખાસ (61), long (61), asked (61), world (61), why (61), dilip (60), રહ્યાં (60), વર્ષની (60), સરગમ (59), give (59), વિચાર (58), એમની (58), લાગે (58), year (58), through (58), mohan (58), સુધી (57), કહી (57), કામ (57), ગયું (57), here (57), દિલ (57), ઘણી (57), sister (56), વગર (56), પોતાની (56), શકે (56), શરૂ (56), sweet (55), look (55), નાની (55), બાને (55), help (55), never (55), મળે (54), only (54), સુંદર (53), કર્યો (53), રાહ (53), બીજા (53), સહજ (53), અનેક (53), going (53), tears (53), મહેતા (53), felt (53), son (53), next (53), saw (53), take (52), એવી (52), આવશે (52), પોતાના (52), મનમાં (52), પડી (52), say (52), soul (52), ચાર (51), way (51), દીકરી (50), નક્કી (50), તરફ (50), રહ્યો (50), પાંચ (50), far (50), india (50), made (50), got (50), www (49), નહોતી (49), બહેન (49), કાવ્ય (49), feel (49), friends (49), તને (49), નજર (48), થતાં (48), થોડા (48), સખી (48), people (48), wordpress (47), કર્યા (47), તૈયાર (47), લઈને (47), રાત (47), always (47), ભરી (47), words (47), કર્યું (47), એમના (46), જવાબ (46), પાછળ (46), ગયાં (46), find (46), thought (46), left (46), સ્નેહ (46), દિલીપ (45), daughter (45), આવતા (45), બંધ (45), દેખાય (45), પૂરી (45), hand (45), days (45), before (45), young (45), read (45), 2021 (45), અરે (44), તરીકે (44), જતાં (44), એનો (44), અનુભવ (44), મળવા (44), પહેલાં (44), પહેલી (44), ક્યાં (44), હસી (44), much (44), yahoo (44), વિષે (43), ભાવ (43), એવું (43), તારી (43), સરસ (43), આંસુ (43), girl (43), દરેક (43), still (43), પતિ (43), book (42), સરળ (42), પરિચય (42), એટલે (42), true (42), several (42), માતા (42), કરું (42), તેમની (42), ત્રણ (41), ફોન (41), down (41), each (41), ઘણા (41), કવિ (41), એવો (40), બોલ્યા (40), મૂકી (40), feelings (40), soon (40), those (40), ગીત (40), every (40), best (40), saryuparikh (40), same (40), અમને (39), મીનળ (39), હસીને (39), જતી (39), મદદ (39), બીજી (39), વળી (39), right (39), kind (39), want (39), alone (39), times (39), 2010 (39), જેવા (39), these (39), seemed (39), room (39), paintings (38), ચહેરા (38), કહેતા (38), વગેરે (38), કેટલી (38), રહેતા (38), don (38), called (38), joy (37), આપ્યો (37), લાગી (37), એમાં (37), જેમ (37), તમારા (37), આશા (37), well (37), call (37), door (37), being (37), small (37), બધા (37), પરંતુ (37), તેમાં (37), mar (36), night (36), મહેશ (36), જરૂર (36), નીકળી (36), નોકરી (36), વર્ષો (36), તમારી (36), નાના (36), ધ્યાન (36), ભાવનગરમાં (36), village (36), happy (36), dance (36), open (36), આપે (36), because (36), poem (36), રચના (36), સોના (36), wings (35), નવા (35), કરવાની (35), હાથમાં (35), ચાલી (35), પ્રમાણે (35), અવાજ (35), પાછા (35), સારી (35), પ્રયત્ન (35), વાર (35), અંતર (35), કારણ (35), place (35), sure (35), flowers (35), નાથાલાલ (35), work (35), boy (35), man (35), things (35), 2009 (34), peace (34), થોડી (34), કહું (34), પાણી (34), ચાલુ (34), married (34), school (34), again (34), sit (34), marriage (34), light (34), granny (34), looking (34), make (34), લગભગ (34), beautiful (34), કેવી (34), સાંજ (34), મંજુફઈ (34), feb (33), જન્મ (33), તેઓ (33), ધીરે (33), વધારે (33), નહિ (33), હાં (33), કાગળ (33), કાંઈ (33), સાવ (33), પોતે (33), બરાબર (33), ભલે (33), corner (33), tell (33), pain (33), moment (33), પ્રથમ (33), oct (33), jan (33), heard (33), પિતા (33), આપણે (33), તેમના (33), different (33), sujata (33), જ્યાં (32), gentle (32), ગમે (32), મોટી (32), કરો (32), વધુ (32), બધી (32), દાદી (32), jul (32), મુનિભાઈ (32), even (32), phone (32), હોવાથી (32), ભાવનગર (32), દવે (32), આંખો (32), meet (32), http (32), three (32), પુસ્તક (32), mehta (32), stay (32), ammi (32), કવિતા (32), deep (31), ખ્યાલ (31), મામા (31), જઈને (31), બેસી (31), રૂમમાં (31), અંતે (31), તેમ (31), since (31), special (31), took (31), child (31), yes (31), mary (31), અપેક્ષા (30), જતા (30), લોકો (30), લેવા (30), પૂછ્યું (30), બીજે (30), જવાની (30), jun (30), painting (30), gave (30), months (30), ભાગીરથી (30), saying (30), વિશ્વાસ (30), person (30), શ્રી (30), સંગીત (30), આરુષી (30), apr (29), care (29), થયા (29), ઠીક (29), ચાલે (29), દીધી (29), મોટા (29), આવતી (29), સાંભળી (29), બને (29), કોણ (29), વાર્તા (29), બનીને (29), dec (29), ready (29), near (29), too (29), big (29), english (29), moved (29), મૃત્યુ (29), રહેતી (29), lady (29), 2011 (29), કાર (29), under (29), group (29), સફર (28), વખતે (28), વર્ષના (28), અંદર (28), હજી (28), ક્યારેક (28), બધાં (28), જીવનમાં (28), પસાર (28), visit (28), wonderful (28), kept (28), five (28), સરી (28), getting (28), someone (28), side (28), wanted (28), found (28), another (28), talk (28), touch (28), તેવી (28), 2020 (28), name (27), રોજ (27), સ્મિત (27), માન (27), અવન્તિકાબહેનને (27), બધું (27), મમ્મી (27), રહેવા (27), સવારે (27), ભૂલી (27), ખોલી (27), જવાનું (27), together (27), hold (27), simple (27), live (27), within (27), ago (27), મીઠી (27), sun (27), બન્ને (27), met (27), આવ્યું (27), knew (27), salim (27), 2015 (27), 2022 (27), neha (27), શાંત (26), also (26), જશે (26), એમણે (26), જોવા (26), લાગણી (26), એવા (26), સમજી (26), સૌથી (26), dkp (26), સેવા (26), gone (26), brought (26), teacher (26), college (26), દિન (26), sky (26), nature (26), મુલાકાત (26), journey (26), children (26), put (26), great (26), please (26), parents (26), country (26), સાત (26), ખૂબ (26), city (26), તેનો (26), ajay (26), સવાલ (26), તેનું (26), suha (26), poems (25), મુજને (25), warm (25), કહીને (25), છીએ (25), જુદા (25), town (25), ઊભી (25), ખીલી (25), શબ્દો (25), ખુશ (25), keep (25), નવી (25), મોતી (25), thing (25), cannot (25), apartment (25), અમેરિકા (25), અભ્યાસ (25), તારો (25), cloud (25), think (25), walked (25), turned (25), morning (25), લાલ (25), શકી (25), નાં (25), મધુર (24), reason (24), વાતચીત (24), કંઈક (24), યોગ્ય (24), દાખલ (24), પોતાનો (24), સફેદ (24), સુમન (24), કહેતી (24), ક્યારે (24), જરૂરી (24), થતી (24), ખાલી (24), એકલી (24), જુઓ (24), રહ્યું (24), આવો (24), હાસ્ય (24), પ્રાર્થના (24), ચહેરો (24), over (24), soft (24), hurt (24), lives (24), પાછી (24), દોડી (24), emotions (24), વર્ષે (24), નજીક (24), today (24), woman (24), hope (24), dear (24), lunch (24), 2012 (24), ઘરે (24), car (24), https (24), મોહન (24), ફૂલબાઈ (24), minu (24), saru (24), jayshree (23), સંગ (23), જોતા (23), bring (23), ચિંતા (23), અવન્તિકાબહેને (23), ઉપર (23), પડ્યા (23), રાખી (23), તોય (23), દ્વારા (23), નહોતું (23), કારણે (23), કોઈને (23), છોડી (23), પડતી (23), ત્યાર (23), હિંમત (23), બાએ (23), letter (23), તાર (23), nov (23), hear (23), myself (23), both (23), અવકાશમાં (23), free (23), લીધે (23), grandma (23), america (23), અમેરિકામાં (23), helen (23), members (23), lived (23), word (23), high (23), આપણા (23), 2014 (23), પ્રતિભાવઃ (23), mina (23), 2024 (23), tani (23), આશ્ચર્ય (22), વ્યક્તિ (22), આવા (22), ડોક્ટર (22), તારે (22), પહોંચી (22), જવા (22), શાંતિ (22), એણે (22), dress (22), aug (22), song (22), sing (22), narrow (22), આભમાં (22), energy (22), મળતા (22), sat (22), રંગ (22), law (22), given (22), choice (22), later (22), પકડી (22), realized (22), money (22), કળી (22), reading (22), looked (22), talking (22), death (22), સુખ (21), પાસ (21), નાજુક (21), ભીની (21), હસતાં (21), વિદાય (21), સમી (21), થવા (21), રસ્તે (21), કરવાનો (21), જોયું (21), દીકરો (21), લીલાબહેન (21), નહોતા (21), સુનીલ (21), સામાન્ય (21), એમનો (21), માનસિક (21), મજા (21), વાગે (21), બેઠાં (21), મંદિર (21), સારું (21), બેઠા (21), અમારે (21), most (21), last (21), હામ (21), ગુલાબી (21), says (21), flow (21), બેનપણી (21), આપ્યું (21), than (21), followed (21), indian (21), દરમ્યાન (21), passed (21), remember (21), quiet (21), માનવ (21), નીચે (21), grandmother (21), living (21), meha (21), second (21), મિત્રોનો (21), વિશે (21), ગુજરાતી (21), મેરી (21), સૌને (20), sitting (20), smiling (20), thinking (20), stories (20), જોઈને (20), જવું (20), તરત (20), રહેવું (20), મહિના (20), તેમજ (20), ભાવે (20), ઉંમરે (20), dark (20), જલ્દી (20), upon (20), receive (20), સ્ત્રી (20), self (20), such (20), volunteer (20), lawyer (20), teenager (20), essence (20), voice (20), became (20), ઉજાસ (20), returned (20), wedding (20), head (20), state (20), છતાં (20), evening (20), મંજુલ (20), નૃત્ય (20), આવ્યાં (20), માનસી (20), ronak (20), ઘરની (19), બનાવી (19), અર્થ (19), સંબંધ (19), કહેતાં (19), જોયા (19), થોડું (19), વિરોધ (19), મધુ (19), દિલીપના (19), bright (19), વહેતી (19), અતિ (19), શાળામાં (19), જાણી (19), બોલે (19), દિવસો (19), music (19), organization (19), age (19), સ્થિર (19), surprised (19), everything (19), move (19), કાર્યક્રમ (19), during (19), ran (19), early (19), કરીએ (19), inside (19), wisdom (19), birds (19), forever (19), થયાં (19), હવામાં (19), razak (19), 2013 (19), stillness (19), 2017 (19), shobha (19), rachna (19), vasu (19), older (18), આંખ (18), hearts (18), પાડી (18), લીધી (18), ચાલો (18), કેવા (18), મોહ (18), ફરીને (18), રમત (18), સ્વભાવ (18), કુટુંબ (18), આપ્યા (18), તમારું (18), seen (18), coming (18), munibhai (18), freedom (18), must (18), sound (18), sep (18), hard (18), giving (18), માને (18), અનુભૂતિ (18), texas (18), નહોતો (18), સતત (18), લાગતી (18), full (18), ila (18), opened (18), usa (18), easily (18), lost (18), leaves (18), situation (18), turn (18), રસ્તો (18), મહિનાઓ (18), જોઈએ (18), close (18), gujarati (18), god (18), મુંબઈ (18), મિત્રો (18), શ્વાસ (18), afternoon (18), bed (18), petals (18), set (18), couple (18), ધીમે (18), રીમા (18), તરિકે (18), મળ્યો (18), ચાલ (18), anger (18), પરિવાર (18), seema (18), ravi (18), જયશ્રી (18), આકાશ (17), clear (17), રમતાં (17), hands (17), maybe (17), જીવ (17), વાંધો (17), મીઠા (17), પ્રભુ (17), પાછો (17), પડશે (17), બાળકો (17), પહેરી (17), જાણ (17), ધર્મ (17), આખી (17), કરવી (17), શોખ (17), જેથી (17), છોકરાઓ (17), હોત (17), દીકરા (17), આવું (17), રક્ષા (17), જીદ (17), કહો (17), આભાર (17), ગમશે (17), try (17), table (17), pretty (17), hours (17), might (17), feeling (17), thank (17), need (17), quite (17), land (17), હસતી (17), જાયે (17), rain (17), game (17), shall (17), once (17), રીત (17), forget (17), rest (17), માં (17), જુએ (17), helped (17), final (17), needed (17), દોર (17), ખુબ (17), હેલન (17), શબ્દ (17), ભેટ (17), સન્માન (17), nell (17), enough (17), front (17), પ્રકાશ (17), almost (17), શક્ય (17), between (17), reema (17), conversation (17), ગોઠવી (17), શકું (17), મળ્યું (17), તેમને (17), ball (17), 2018 (17), somalal (17), વહેલી (16), arrived (16), મારાથી (16), બપોરે (16), ઘણાં (16), આગ્રહ (16), બધાને (16), આવકાર (16), ચહેરે (16), વાણી (16), થયેલી (16), મોટો (16), ખરીદી (16), કરતો (16), ગયેલી (16), ભાઈને (16), ગામ (16), માની (16), નિર્ણય (16), સમજ (16), ઓળખાણ (16), પ્રકાશિત (16), સંભાળ (16), પૂર્ણ (16), gift (16), didn (16), થઈને (16), પ્રિય (16), done (16), due (16), attitude (16), wild (16), white (16), સદા (16), ક્ષણ (16), learn (16), ચેતન (16), દોરી (16), off (16), વહે (16), પવન (16), હળવા (16), બહેનો (16), ગામમાં (16), ઘેરા (16), received (16), tried (16), taken (16), though (16), showed (16), relations (16), lifetime (16), સપના (16), end (16), experience (16), worked (16), સરતી (16), ચાલતી (16), તરફથી (16), ladies (16), party (16), should (16), raised (16), whole (16), ઈલા (16), pink (16), fear (16), spring (16), પુત્ર (16), અમ્મી (16), જેવી (16), જાગે (16), ચૂકી (16), તેજ (16), સારા (16), દિલીપને (16), રવિ (16), કવયિત્રી (16), ભટ્ટ (16), રાજ (16), લાગતું (16), અજવાળું (16), સુહા (16), 2023 (16), ella (16), ina (16), join (15), ઉત્સુક (15), bad (15), પસંદગી (15), પસંદ (15), માણસ (15), નિવૃત્તિ (15), કરજે (15), સુખી (15), બેટા (15), વરસ (15), જોતાં (15), ઈચ્છા (15), દરકાર (15), પૈસા (15), વહુ (15), આવેલા (15), કર્મ (15), જાવ (15), માંડી (15), ડૂબી (15), પાસેથી (15), ઓછું (15), શક્તિ (15), શિક્ષક (15), બાદ (15), પ્રેમથી (15), સભ્યો (15), આરતી (15), ભાવનગરની (15), મુંબઈમાં (15), તેનાં (15), જેને (15), કોણે (15), yellow (15), ગંભીર (15), marry (15), anyone (15), tender (15), better (15), ઝાકળ (15), યાદો (15), run (15), play (15), wish (15), loving (15), ઘડી (15), લિસોટો (15), સોનેરી (15), હળવે (15), સ્મૃતિ (15), સાડી (15), હંમેશા (15), મળ્યા (15), four (15), presence (15), ego (15), ever (15), push (15), everyone (15), women (15), return (15), eve (15), its (15), interest (15), happened (15), stand (15), divorce (15), કોલેજમાં (15), લેતા (15), વાહ (15), સત્ય (15), એકાદ (15), નજીકમાં (15), ask (15), food (15), પૌત્રી (15), ઝૂલે (15), does (15), looks (15), baby (15), સમજણ (15), સ્પર્શ (15), નીતરતી (15), tommy (15), ઓચિંતા (15), લાગ્યું (15), વિવિધ (15), heaven (15), died (15), ring (15), vaisha (15), follow (14), સંચાર (14), poetic (14), શ્યામ (14), લાવે (14), વ્યાકુળ (14), લાંબા (14), કદાચ (14), નજરે (14), સંકોચ (14), આપતા (14), સમાચાર (14), શકાય (14), ઊભા (14), વસ્તુઓ (14), આપો (14), પરથી (14), સૂર (14), નિવાસમાં (14), થયેલ (14), જરાય (14), ગયેલા (14), માંગે (14), કેવો (14), ત્યાંથી (14), સિવાય (14), સમર્પણ (14), મંત્ર (14), દીધું (14), હાજર (14), ખોવાઈ (14), રૂમ (14), વિચારે (14), ક્યાંય (14), મોટાભાઈ (14), દ્વાર (14), સર્વ (14), અલગ (14), નિર્મળ (14), relationship (14), written (14), future (14), police (14), couldn (14), વાગી (14), leaving (14), instead (14), listen (14), રાઘવ (14), pleasure (14), something (14), realize (14), universe (14), દર્દ (14), trip (14), ભેગા (14), herself (14), સંસાર (14), following (14), સંમતિ (14), earth (14), આપતી (14), પંદર (14), વર્ષોથી (14), mine (14), aware (14), covered (14), half (14), સરૂ (14), બાળક (14), late (14), birthday (14), finally (14), courage (14), strong (14), peaceful (14), court (14), birth (14), અજાણ્યા (14), ભારત (14), આવીશ (14), કરવામાં (14), તૈયારી (14), નેલ (14), attend (14), decided (14), friendship (14), neighborhood (14), award (14), born (14), learned (14), dream (14), question (14), મીઠો (14), moist (14), દુનિયા (14), પત્ર (14), શોભા (14), break (14), વિશેષ (14), પરિસ્થિતિ (14), પપ્પા (14), બોલ્યો (14), મહીં (14), વ્યવસ્થા (14), અંતરમાં (14), girls (14), wife (14), ખીલું (14), જેમાં (14), 2016 (14), ranbir (14), jain (14), write (13), novel (13), સંતોષ (13), કોર (13), માફ (13), respect (13), papa (13), dreams (13), unknown (13), કુટુંબના (13), લોકોને (13), પ્રસંગે (13), અંહી (13), આપણી (13), મીનળને (13), ઉત્સાહથી (13), એટલી (13), પોતાને (13), કાંઈક (13), સાંજે (13), હમણાં (13), વર્તન (13), આપીને (13), કરીશ (13), રહેવાની (13), સમયમાં (13), sad (13), helping (13), stop (13), હૈયામાં (13), arms (13), એનું (13), middle (13), ગુંજે (13), સમજાવું (13), ધરતી (13), beyond (13), swing (13), બનાવે (13), બાની (13), વર્ગમાં (13), expressed (13), કોમળ (13), circle (13), trying (13), દાદા (13), dare (13), spread (13), અંતરની (13), trust (13), society (13), talked (13), domestic (13), emotional (13), પાર (13), sand (13), liked (13), વાદળ (13), start (13), quietly (13), presented (13), desire (13), job (13), કશું (13), જોતી (13), વિચારો (13), invited (13), body (13), week (13), entered (13), totally (13), busy (13), માત્ર (13), છેલ્લી (13), વડોદરામાં (13), remained (13), uncle (13), men (13), shared (13), idea (13), nothing (13), મેહા (13), rachnaa (13), વ્હાલી (13), ક્યારેય (13), દેશમાં (13), શહેરમાં (13), મુખ્ય (13), વર્ષમાં (13), આસપાસ (13), અન્ય (13), માયા (13), human (13), green (13), મેળામાં (13), ધરી (13), gang (13), કિરણ (13), શૂન્ય (13), gmail (13), rangoli (13), તેમણે (13), શક્યા (13), હરીશ (13), દાસાણી (13), સ્મરણ (13), maya (13), જગદીપ (13), 2025 (13), ઈના (13), ટેરવે (12), loss (12), ઊર્મિલ (12), સુગંધ (12), faith (12), જુદી (12), કાઢી (12), કંઈ (12), મામી (12), પરીક્ષા (12), વર્ષોમાં (12), પહેલો (12), માફી (12), ઉમંગ (12), વખાણ (12), ઘણીવાર (12), કરવો (12), સંભળાયો (12), લાગ્યા (12), કોઇ (12), વાંચતાં (12), બદલે (12), અમુક (12), ધાર્મિક (12), બાબા (12), ટેબલ (12), કલ્પના (12), તથા (12), દીકરાને (12), હતુ (12), અજાણી (12), કોઈની (12), gives (12), send (12), present (12), broken (12), often (12), lot (12), moments (12), રડી (12), સુરખી (12), passes (12), વિના (12), સાજ (12), stream (12), ધ્યાનમાં (12), લાલી (12), behind (12), કાં (12), infinite (12), rich (12), અખંડ (12), સંત (12), પુસ્તકો (12), કોરી (12), force (12), મુકીને (12), સાસુ (12), કિશોર (12), એકલા (12), helpless (12), household (12), telling (12), makes (12), teach (12), અસીમ (12), steps (12), others (12), routine (12), comes (12), mumbai (12), frustration (12), point (12), મિત્ર (12), જવાબદારી (12), પોતાનું (12), લીધું (12), પ્રેમાળ (12), વાંચી (12), કરેલ (12), month (12), houston (12), વડોદરા (12), ગુજરાત (12), possible (12), poetry (12), ઘરના (12), red (12), weeks (12), behavior (12), shabir (12), brothers (12), meeting (12), questions (12), ગામડામાં (12), હ્રદય (12), ઘણો (12), સ્વીકારી (12), તોડી (12), સરહદ (12), umbrella (12), છત્રીની (12), છાંવમાં (12), દિલમાં (12), સાહિત્ય (12), અસર (12), વાયદા (12), અવસાન (12), મામાના (12), mamu (12), ભીતર (12), પાપા (12), જાગૃત (12), uru (12), આમંત્રણ (12), saryuben (12), યાદોને (12), ક્યાંક (12), શાંતુ (12), રણબીર (12), લગ્નની (12), સેલ્માને (12), રોનક (12), flutter (11), ઘણું (11), સમાન (11), પાન (11), flower (11), આંખોમાં (11), લઉં (11), whatever (11), whenever (11), lap (11), observing (11), ભાવથી (11), બોલતા (11), થયેલા (11), જરી (11), તરી (11), સમજીને (11), બેઠો (11), સજાવટ (11), ગમી (11), સરગમે (11), કરશે (11), ઉભી (11), સ્વીકાર (11), અનુ (11), માંગણી (11), આટલા (11), જાગૃતિ (11), એમનાં (11), જવાનો (11), સાચી (11), ફોટા (11), છેલ્લે (11), સમયની (11), કરવાનું (11), પાઠ (11), કલાક (11), થશે (11), હવા (11), જગ્યામાં (11), ગોઠવાઈ (11), convince (11), kiss (11), delicate (11), wishes (11), અનુભવી (11), કદી (11), forward (11), shelter (11), memories (11), પાંખ (11), સજી (11), ભવિષ્ય (11), rays (11), હેત (11), નદી (11), ખરી (11), slip (11), તોયે (11), અશ્રુ (11), વર્ષા (11), કૂંપળ (11), water (11), અનંત (11), ખરતા (11), શિશુવિહાર (11), કપડા (11), દીકરીને (11), ધાર (11), બાળ (11), ચૂમી (11), dry (11), sick (11), ભાભી (11), source (11), બાળકને (11), loved (11), ભણી (11), enjoyed (11), accepted (11), rules (11), doing (11), confidence (11), lines (11), seven (11), involved (11), સૂની (11), shona (11), paid (11), prepared (11), able (11), કરેલા (11), બાજુમાં (11), દીધો (11), કારમાં (11), meaning (11), sent (11), પ્રવૃત્તિઓમાં (11), થતો (11), તેવું (11), chicken (11), soup (11), વર્ષથી (11), residents (11), nice (11), friday (11), books (11), clothes (11), walk (11), use (11), especially (11), announced (11), મુનિ (11), સંગ્રહ (11), education (11), gujarat (11), bhavnagar (11), આપવા (11), લખી (11), પેલા (11), શાળા (11), buy (11), attention (11), trees (11), wrote (11), traditional (11), until (11), sharing (11), greeted (11), ride (11), spark (11), angel (11), બંગલામાં (11), એટલું (11), સ્પંદન (11), મૂલ્ય (11), click (11), service (11), top (11), લઈએ (11), સંવેદના (11), રાત્રે (11), રાતના (11), આવેલ (11), મહત્વ (11), તેવા (11), ભર્યો (11), robin (11), કોલેજ (11), tags (11), રજા (11), કેરી (11), અહા (11), મુશ્કેલ (11), મુનિભાઈના (11), રચનાઓ (11), પ્રીત (11), સરયૂબેન (11), તેં (11), કાચી (11), નવું (11), તેણે (11), બસમાં (11), 2019 (11), અમારાં (11), priya (11), 2026 (11), અનોખી (10), ચિત્ર (10), સ્પષ્ટ (10), આંખોની (10), કહેતો (10), દઉં (10), sangita (10), क्या (10), ન્યાય (10), તમારે (10), પિતાને (10), ફરતાં (10), છોડીને (10), વચનો (10), જિંદગી (10), મારાં (10), સમજાયું (10), ચર્ચા (10), મનનો (10), પતિની (10), કેટલા (10), હજુ (10), કુટુંબમાં (10), સહવાસ (10), મારૂં (10), હૈયા (10), અશક્ય (10), લીધો (10), પાતળી (10), કેવું (10), દુનિયામાં (10), ઉત્સાહ (10), રોજની (10), જગ્યા (10), ધારા (10), બાપુ (10), બતાવે (10), મળેલી (10), ઓછી (10), બાનો (10), hug (10), cried (10), drops (10), તોરણ (10), show (10), કોને (10), લાગણીના (10), દીપ (10), merge (10), ચાહે (10), કાજળ (10), funny (10), પર્ણ (10), ગહેરી (10), બન્યા (10), pearl (10), અંક (10), સાથમાં (10), શ્વેત (10), પ્રણામ (10), austin (10), થતા (10), દિવસમાં (10), જીવનના (10), હૈયે (10), holding (10), વાક્ય (10), ચાલ્યા (10), સગા (10), beloved (10), wear (10), believe (10), laws (10), bedroom (10), support (10), સ્પર્શે (10), ક્રોધ (10), stranger (10), wide (10), arranged (10), પ્રશ્ન (10), continued (10), gently (10), ended (10), path (10), studies (10), anything (10), ઉદાસ (10), દેશ (10), આંખમાં (10), કિશોરી (10), શોના (10), સલાહ (10), બહેનોને (10), વાળી (10), રૂપ (10), વેંત (10), playing (10), બહેનને (10), મજાની (10), રહેશે (10), અંગ્રેજી (10), wheelchair (10), younger (10), afraid (10), real (10), hour (10), nursing (10), filled (10), news (10), પદ્મશ્રી (10), કહેવાય (10), proud (10), એવામાં (10), ડ્રેસ (10), જેવું (10), પછીના (10), activities (10), pick (10), store (10), selma (10), among (10), outside (10), hindi (10), aunt (10), nearby (10), છાયા (10), touched (10), invitation (10), interesting (10), સવાર (10), ગહન (10), ખુશી (10), higher (10), wrong (10), control (10), ધક્કો (10), માહોલમાં (10), સામાન (10), એકાંતમાં (10), ગુંજન (10), બાળકીને (10), તમારો (10), રીમાને (10), joined (10), laugh (10), large (10), કલા (10), ભારતમાં (10), અનન્ય (10), સથવારો (10), ત્યારબાદ (10), પ્રોત્સાહન (10), હંસ (10), ચાલ્યો (10), ગીતમાં (10), આકાશે (10), ગાન (10), વિરાણી (10), કવન (10), win (10), memory (10), bhagirathi (10), સલૂણી (10), સાચું (10), પ્રત્યેક (10), હરખે (10), નિમિત્તમાત્ર (10), heal (10), લખતાં (10), sir (10), dogs (10), carol (10), વિસ્મરણ (10), sign (9), ગંગોત્રી (9), web (9), ઘેલી (9), રંગોળી (9), આવાસ (9), વિશ્વાસે (9), સાથી (9), ઝરમર (9), લાવ્યો (9), સૂરજ (9), wait (9), વહેણમાં (9), યાદમાં (9), kethan (9), granddaughter (9), sufiya (9), પૂછી (9), કહ્યુ (9), આછા (9), પિતાની (9), નહિવત (9), દાદીને (9), વળગી (9), આટલાં (9), આવ્યુ (9), નવો (9), દોરે (9), મારીને (9), જમવા (9), સાંભળે (9), બારણું (9), બાબત (9), દિવાળી (9), કરેલી (9), જણા (9), સહિત (9), મર્મ (9), ખરાબ (9), રહેતાં (9), નાનપણથી (9), સર્વસ્વ (9), બતાવી (9), બારણાં (9)
Text of the page (random words):
ષા કરે રજવાડાના મુખ્ય મથક એના ગામોમાં ગામની ફરતો ઉંચો ગઢ હોય એના તોતીંગ દરવાજા નિયત સમયે જ ખુલે અને નિયત સમયે બંધ થઇ જાય પંહોચતા લોકો ડેલીબંધ મકાન બનાવે મોટેભાગે વડીલોની બેઠક ડેલીમાં હોય કોઇ અજાણ્યુ એની નજર ચુકવીને ઘરમાં આવી નશકે આમ સરહદ સર્વત્ર છવાયેલી છે પણ એક સાવધ માનવ તરીકે આપણે એવી નૈતિક સરહદ બનાવવી જોઇએ કે એમાં પાપ લોભ વાસના લુચ્ચાઇ જેવા શત્રુ પ્રવેશી ન જાય એજ વિમળાબેનના પ્રણામ nature the inborn nature is an imminent core the changes around are transient fore data know how will tarnish with time identifies with the impetuous mind the layers and layers of illusive favors selfish and centered are solo endeavors the genuine shine is covered with creed the letters of life are colored with greed dynamic efforts to wake and wean forget the lessons you labored to learn though ego forever is continual keep the intrinsic nature will propel and peek saryu parikh inborn nature is hard to change unless the individual is awakened and puts positive efforts to change from inside out comment dear saryuben your poems are really original thoughts and words your richness with words impresses me many of the words i read for the first time i am looking forward to the next poetry festival very good poem with regards dr dinesh o shah પુનઃ સાકાર દાદા દાદી વાત કરે મીઠી યાદો મમળાવે નદીકિનારે સાંજ ઢળ્યે તું કેવી મળવા આવે ફૂલ લઈ હું રાહ દેખતો ઉત્સુકતાથી તારી તું આવે તો સંધ્યા ખીલતી ના આવે કરમાતી વીસરીને વર્ષોની રેખા પુનર્મિલન હાં કરીએ મધુર મધુર યાદોને વ્હાલી ફરીથી નંદન કરીએ દાદા ફક્કડ પહેરણ પહેરી ઊભા નદી કિનારે ફૂલ સંભાળે થાકે બેસે ઊઠે રાહ નિહાળે દાદી ના દેખાયા અંતે ધુંઆપૂંઆ થઈ આવ્યાં કેમ ન આવી રોષ કરીને દાદીને તપડાવ્યાં અચકાતી શરમાતી ધીમે ધીમે બોલી દાદી કેમ કરીને આવું મારી માએ ના કહી દીધી સરયૂ પરીખ દાદીએ નાનપણને યાદ કરી સો ટકા એ પ્રમાણે કર્યું ભોળા બિચારા દાદા અમથા જઈને થાક્યા પ્રતિભાવઃ દેહ તો વૃધ્ધ થાય છે પણ મન વૃધ્ધ નથી થતું વિતેલા સમયની યાદગાર પળોને મન દોહરાવવા ચાહે છે પણ વિત્યો સમય કદી પાછો નથીફરતો શૃંગાર રસ ભરેલ સુંદર કાવ્ય મા સરસ્વતીના ચાર હાથ તમારા ઉપરછે બસ એ લખાવે તે લખતા રહો શરદ શાહ rangolies by ila maheta fresh flowers with color powder share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading paintings by dilip 14 apr 2021 11 comments by saryu parikh in દિલીપના ચિત્રો sharing some of the paintings by dilip k parikh dilip parikh introduction after finishing studies in physics and electronics dilip came to usa on a fellowship for higher education in 1965 married to saryu mehta in 1969 he worked for microelectronics industries such as rockwell international at t bell lab texas inst for many years at present he resides in austin texas his paintings express his deep interest in spirituality he paints every day while listening indian classical music more paintings on saryu parikh s web site www saryu wordpress com contact hdkp yahoo com 512 712 5170 a brief note on paintings 1 2 3 e mc 2 paintings 1 2 3 have two aspects physics and spiritual physics aspect matter and energy are two different states of the same thing einstein e mc 2 there was a time called the big bang when the universe was infinitesimally small and dense god created the universe at the big bang stephen hawkins the black circle in the center represents a black hole a source of the energy which manifested as the visible universe everything is nothing but the energy spiritual aspect the unmanifested the infinite the changeless spirit is called brahman the one absolute this is described as aum tat sat aum is the creative vibration that upholds the worlds through prakriti mother nature all created things originate in the cosmic energy of aum the universal energy manifested as matter 1 creation 2 brahman maya 3 purush and prakriti a brief note on paintings 4 5 satyam shivam sundram when a dancer or a musician becomes one with the dance or music there is no interference of thoughts the movement of moment which is time stops and one may experience inner bliss this is a state of meditation when the mind is totally free of its content a state of pure silence then satyam truth is experienced shivam is satyam in action one lives from moment to moment when every action is shivam then this totality flowers as beauty which is sundram dilip parikh 4 dance 5 music einstein and tagore meghadut the cloud messenger rageshree raga of romance saheli at the river dkp sujata buddha s devotee watercolor 1956 dkp watercolor 1956 dkp sujata donated for a charity dkp essence of eve સરયૂ દિલીપ પરીખ ગુજરાતી હિન્દી તથા અંગ્રેજીમાં કાવ્યો અનુભવો વાર્તા essence of eve poems and true stories by saryu parikh paintings by dilip parikh book cover નીતરતી સાંજ અમારાં પુસ્તકનું મુખપૃષ્ટ 1999 happy birthday saryu 2019 the musicians dkp 2018 sweet moments 2019 dkp radha krishna dkp the village books of poetry story and paintings of dilip two novels in english saryu parikh saryu and dilip parikh saryuparikh gmail com www saryu wordpress com paintings by dilip parikh english may click on this link share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading ચિત્રકલા અને સાહિત્યનો સુભગ સંગમ એટલે દીલીપ અને સરયૂ પરીખ 13 apr 2021 1 comment by saryu parikh in કાવ્યો saryu dilip parikh ગુજરાતી સાહિત્ય સંગમ નીતરતી સાંજ essence of eve સરયૂ પરીખ ના ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાં કાવ્યો અનુભવો અને દિલીપ પરીખના ચિત્રોના અનોખા પુસ્તકનુ પ્રકાશન ભાવનગરમાં શિશુવિહાર બુધસભાના ઉપક્રમે અમેરિકા સ્થિત સરયૂબહેન દિલીપ પરીખના પુસ્તકનુ વિમોચન કવિશ્રી ડો વિનોદભાઈ જોશીના હસ્તે સપ્ટેમ્બર ૨૫ ૨૦૧૧ના રોજ સુજ્ઞ સાહિત્યકારોના ભાવભર્યા પ્રોત્સાહન સાથે થયું જાહ્ન્વી સ્મૃતિ કવિયેત્રી સંમેલનનો અઢારમો અવસર હતો અનેક કવિમિત્રોનો ભાવવિભોર પ્રતિભાવ નીતરતી સાંજ વિષે મળ્યો અતિથિ વિશેષઃ પદ્મશ્રી મુનિભાઈ મહેતા પત્રકાર શ્રી રમેશભાઇ તન્ના કવિયત્રી લક્ષ્મીબહેન ડોબરીયા કવિશ્રી વિનોદભાઈ જોશીના શબ્દોમાં આ પુસ્તક ઘણા જતનથી સર્જાયુ છે એ હાથમાં લેતા જ ખબર પડે છે નીતરતી સાંજ કે જીવનનો નિચોડ અને આ સુંદર ચિત્ર સાથે જે રીતે લખાયુ છે એ ઘણુ કહી જાય છે ભાવભરી રચનાઓ સાથે સુંદર ચિત્રોનો સુમેળ કવિ મુનિભાઈના શબ્દોમાં it has brought tears of joy time and again and new dimension to our own understanding and appreciation the most view original post 711 more words share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading કૃષ્ણલીલા સરયૂ અને ગીત યમુના ચંદ્રકાન્ત દેસાઈ 29 mar 2021 3 comments by saryu parikh in કાવ્યો કૃષ્ણલીલા મનડાંના મધુવનમાં રાસ લે રસીલી શ્યામ સંગ શ્યામ રંગ રાધા રંગીલી જન્મકર્મ રંગોળી આંગણ સજેલી મંડપમાં વૈરાગે આવી વહેલી આમંત્રે તત્વજ્ઞાન સહોદર સહેલી સ્થીરભાવ શાંતચિત્ત નિર્ગુણ નવેલી આસક્ત એકરસ એકધ્યાન ચેલી કૃષ્ણ કૃષ્ણ રો મ રોમ ઘેલી અલબેલી વૃંદાવન ચિત્તવનમાં કૃષ્ણલીલા ખેલી આત્મસાત જ્ઞાતાને અનુપમ સુખહેલી સરયૂ પરીખ રાસલીલાનું અધ્યાત્મિક રસદર્શનઃ મનડાંનાં મધુવન શુધ્ધ અને ભક્તિલીન હ્રદયમાં રાસલીલાની તૈયારી થતી હોય જન્મકર્મ ઉંચી કક્ષાનો આત્મા વૈરાગનાં વાતાવરણમાં જલ્દી આવી જાય છે આમંત્રે સતસંગ તેને આવી મળે જ્યાં સ્થીરભાવ જેવા સદગુણો જન્મજાત મળેલા હોય આસક્ત એકરાગ ભક્તિમાં તરબોળ તેનાં વૃંદાવન ચિત્તવન માં કૃષ્ણલીલા રમાય છે અને આત્મજ્ઞાનીને અનુપમ સુખનો અનુભવ થાય છે ગીત યમુના ચંદ્રકાન્ત દેસાઈ rang holi by ila maheta share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading કાવ્યો દેવિકા ધ્રુવ હરીશ દાસાણી સરયૂ 24 mar 2021 1 comment by saryu parikh in કાવ્યો સલૂણી સાંજ ઝળહળતી દેવિકા ધ્રુવ સલૂણી આજ આવીને ઊભી આ સાંજ ઝળહળતી જરા થોભો અરે સૂરજ ન લાવો રાત ધસમસતી હજી હમણાં જ ઉતરી છે બપોરે બાળતી ઝાળો જરા થોભો અરે ભાનુ ભૂલાવો વાત બળબળતી હવે મમળાવવી મારે અહીં કુમાશ કિરણોની જરા થોભી ફરી ખોલું હતી બારી જે ઝગમગતી અહો કેવી મધુરી સ્ હેલ આ સંસાર સાગરની જરા થોભો તમે નાવિક ભલે આ નાવ ડગમગતી કટુ કાળી અને અંતે જતી અણજાણ નિર્વાણે જરા થોભો વિધિ દેવી સજુ એ રાત તનમનથી દેવિકા રાહુલ ધ્રુવ ખૂબ સુંદર રચના અહો કેવી મધુરી સ્ હેલ આ સંસાર સાગરની જરા થોભો તમે નાવિક ભલે આ નાવ ડગમગતી સરયૂ કહો ગમે તે પરપોટો કે ગલગોટો કદંબ કહો કે કહો કાંકરી લીલામાત્ર નામની નામની પાછળ મન મન જ જન્માવે જગત ન હો નામ તો ન હો સંબંધ ન હો સંબંધ તો ન હો જુદાઈ જે કંઈ લીલાપાત્ર તે બધું નામમાત્ર નામ નહીં આકાર નહીં અને જે રહે તે હરીશ દાસાણી નિમિત્તમાત્ર કર્યાં કર્મોને ટેરવે ગણાવે કરી મદદોને માનદ મનાવે તો મૂલ્ય તેનું શૂન્ય બની જાય ઉપકારોની આરતી ઘુમાવે આપ મહોરા ની મૂરત બેસાડે તો મૂલ્ય તેનું શૂન્ય બની જાય હું હુલામણાને હરખે પોંખાવે ને ફરી ફરી ફાલકે ચડાવે તો મૂલ્ય તેનું શૂન્ય બની જાય તેની કરુણા ને હું એક સાધન સર્વ સેવામાં સહજતાનું સૌજન તો શૂન્ય પણ અમૂલ્ય બની જાય ઘ ણાં જન્મ વંશ અંશના સુપાત્ર ભાગ્યયોગે દેવત્વ નિમિત્તમાત્ર શુભકાર્ય તે અતુલ્ય કરી જાય સરયૂ પરીખ very well said in nasa there is a quote displayed great things are done when you do not care who gets credits love munibhai share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading મનઃશાંતિ stillness saryu 23 mar 2021 5 comments by saryu parikh in કાવ્યો મનઃશાંતિ અવનીને આંગણે ઊમટ્યાં આકાશનાં ધુમ્મસને ધીરજ ઉજાળે અવકાશમાં કોલાહલ કુંજનમાં મહોરાં ઉલ્લાસમાં સંવેદન સંશય સમજાયે અવકાશમાં મનડું મૂંઝાયે અટવાયે ડહોળમાં જળમાં કમળ સ્થિત સોહે અવકાશમાં સૂના બધિર તાર જડવ ત્ વિરામમાં ચેતન ટંકાર સાજ રણકે અવકાશમાં ઘોડાપૂર લાગણી ધસમસતાં વ્હેણમાં લાગે લગામ શરણ માંગે અવકાશમાં ભમરો અધીર મધુ આસવની આશમાં હળવે હવામાં ફૂલ ફાલે અવકાશમાં ઝાકળની જાળી ને માની લે પિંજરું ઊડવાને મોક્ષ માર્ગ દીસે અવકાશમાં અંતર સૂતેલી આ સર્જકતા શક્તિની ક્ષણમાં સુહાન કળી જાગે અવકાશમાં આંતરિક શક્તિને ચેતનવંત થવા દેવા માટે અવકાશ અર્થાત શાંતિંભરી નિરાંત આપવી પડે છે peaceful within the earth is dark in storm and cloud the bleak turns bright only in stillness the laugh is loud in a rowdy crowd the true tears flow only in stillness the fretful petals drown in a whirl a lotus is untouched only in stillness the notes vibrate dismay with discord repose gives voice only in stillness the untamed emotions vehemently surge they softly flow only in stillness the anxious bees buzz around the buds the flowers will bloom only in stillness the soul will rage in an illusory cage seeps stream of beam only in stillness the creativity in me a god given gift will rise and pervade only in stillness to activate internal strength and to give opportunity to our creativity we have to provide peaceful space to our mind share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading મિત્રોનો સાથ કાવ્ય શૈલા મુન્શા 14 mar 2021 leave a comment by saryu parikh in કાવ્યો http www saryu wordpress com સમજદારી જરૂરી છે ખરી પડવું સહજતાથી સમજદારી જરૂરી છે ફરી ઉગવું સફળતાથી સમજદારી જરૂરી છે ન ધારો કે ધરે કોઈ સજાવી થાળ રંગોનો કદી દૂરી વિફળતાથી સમજદારી જરૂરી છે અજાણ્યા રાખે જો સંબંધ ભરોસો ના તરત રાખો પરાયાની નિકટતાથી સમજદારી જરુરી છે નજરઅંદાજ લોકો તો કરે આદત એ ના છૂટે જિવનરુપી સરળતાથી સમજદારી જરુરી છે નથી રાધા કે મીરા બસ દિવાની વાંસળી નાદે ભરમની એ ગહનતાથી સમજદારી જરુરી છે શૈલા મુન્શા તા ૧૩ માર્ચ ૨૦૨૧ સલૂણી સાંજ ક્ષિતિજ રેખાની કોરે બારણાં દેખાય છે આજે સખી સાજન મળે એ ધારણાં દેખાય છે આજે તરસ તાં તૂર્ણને સિંચ્યાં નશીલા ઓસથી લાજે સુગંધી યાદ પુષ્પો ત્યારનાં દેખાય છે આજે હ્રદયના સૂર પ્રીતમ પ્રેમ અધ્યાહારમાં સાજે થયા સંધાન તૂટ્યા તારના દેખાય છે આજે પતંગી આશની દોરી મળી તી સૈરને કાજે ધરા નાં રંગ ઝાંખા ક્યાર નાં દેખાય છે આજે સમી સંધ્યાય શોધે તારલા નાં તેજને રાજે ન વાં નક્ષત્ર ઉત્સુક ન્યાળતાં દેખાય છે આજે સલૂણી સાંજ દે દસ્તક ને વિનવે રાતને નાજે અઢેલાં દ્વાર દીવા પ્યારનાં દેખાય છે આજે saryu parikh સલૂણી રંગીલી તૂર્ણ કમળ ઓસ ઝાકળ પ્રતિભાવઃ નવેમ્બર 22 2014 સલૂણી સાંજ દે દસ્તક વાહ શું શબ્દ પ્રયોગ કર્યો છે ભરપુર છલકે છે કવિત્વ યોગેશભાઈ share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading જીવન મૃત્યુ life and death saryu પ્રતિભાવઃ vimala hirpara 10 mar 2021 4 comments by saryu parikh in કાવ્યો tags life and death સાહિત્યમિત્ર વિમળાબેનનો મનનિય અને સરળ પ્રતિભાવ અહીં રજુ કરતા આનંદ અનુભવું છું સરયૂ vimala hirpara vshirpara gmail com to parikh saryu mon mar 15 at 10 18 am નમસ્તે સરયૂબેન કાલે તમારી કવિતા વાંચી ને મનમાં ઘણા સ્પંદન જાગ્યા એમાથી થોડા તમારી સાથે વંહેચું છું જીવન ને મૃત્યુ એક દ્વંદ્વ માણસ જીવનભર પોતાના અસ્તિત્વ માટે લડતો રહે છે આપણા શાસ્ત્રોમાં પણ સો વરસ જીવવાની પ્રાર્થના કરવામાં આવી છે તો વડીલો સંતાનોને દીર્ઘજીવનના આશિષ આપે છે જુઓ કે સિંકદરે લાંબા આયુ માટે વિકટ સફર ખેડી હતી ને છેવટે મૃત્યુનું અસ્તિત્વ સ્વીકારવું પડ્યું ઇજિપ્તના ફેરોથી માંડી આજ સુધી મૃત્યુ પછી પણ પોતાની હાજરી પુરાવવા શક્તિ અનુસાર લોકો પ્રયત્ન કરે છે સદગત સ્વજનોની યાદમાં શ્રાધ્ધ કથા પારાયણ તો એમના નામે દાનપુન્ય કબરો રાજમહેલ કે તાજમહેલ બનાવે છે કયારેક વિચાર આવે છે કે જીવતા જેને અવગણ્યા હોય દુઃખ આપ્યુ હોય એ જ સ્વજન પાછળ લોકો એની યાદ રાખવા પ્રયત્ન કરે છે તો કયારેક ખૂવાર પણ થઇ જાય એ હદે ત્યારે વિચાર આવે કે શું વિગત આત્મા આ બધું જોતો હશે કોફીનમાં સુતેલો માણસ એકાએક ઝીરોમાંથી હીરો થઇ જાય એટલી હદે એના સદગુણ ને સતકર્મની પ્રશંસા થાય કે માણસને કબરમાંથી બેઠા થઇને પાછા આવવાનું મન થઇ જાય હવે મારા વિચારો એવા કે મને બચપણથી જ આવા વિચારો આવતા કદાચ જીવન કરતા મૃત્યુના વધારે વિચારો આજે પણ જીવન કરતા મૃત્યુનું ચિંતન વધારે એના અનુંસંધાનમાં મારી કેટલીક કૃતિ કાવ્ય તરીકે આજે પણ જીવન કરતા મૃત્યુનું ચિંતન વધારે એના અનુંસંધાનમાં મારી કેટલીક કૃતિ કાવ્ય તરીકે જાવાદો અમે રે આતમરામ દુર દેશના રે અમે રે મુસાફિર અનંત રાહના રે લાંબી સફરના આ ટુંકા વિસામા રે ઝાઝુ રહેવાના ફાંફા નકામા રે બાંધો ના અમને પ્રેમના પાશમાં રે અંત કાળે રહી જશે તમમાં વાસના રે છોડી દો હાથ પુરો થયો સંગાથ રે જાવાદો અમને અમારા ધામમાં રે વિમળા હિરપરા નિંદા કે વખા ણ આવજો એમ નહિ કહુ આવશો ક્યા જીંદગીની જેલમાંથી છુટી ગયા અખીલ બ્રંહ્યાંડમાં મારુ જ ઠેકાણું નથી ત્યાં ફોટો બનીને દિવાલે લટકી ગયા આ તો વાટમાં મળી ગયા મેળામાં ભળી ગયા તમારા હાથમાંથી આબાદ છટકી ગયા પુરા થયા સબંધો ને છુટા પડી ગયા સાંભળી વખાણ ને મનમાં મલકી રહ્યાં છુટી ગયા સબંધો ઓગળી ગઇ ઓળખાણો પરવા કોને છે હવે કરો નિંદા કે વખાણો વિમળા હિરપરા કબીરના દોહરામાં સંબંધો વિષે અને મૃત્યુ વિષે દ્રષ્ટિ બદલાવવાની વાત દરેકને ફરી ફરીને યાદ કરાવતી હોય છે જે બહુ જરૂરી છે જીવન મૃત્યુ રૂઠતી પળોને સમેટતી હું શ્વાસમાં લૂખાં દીવામાં સુખવાટ વણી બેઠી છું ઘૂઘવતા સાગરમાં નાનીશી નાવમાં હળવા હલેસાંથી હામ ધરી બેઠી છું ઓચિંતા ભમરાતી ડમરીની દોડમાં રજકણ બની અંક આકાશે ઊઠી છું અંજળના આંસુથી આંખોની આહમાં કરુણાનું કાજળ લગાવીને બેઠી છું ઉરના સન્નાટામાં લાગણીના ગીતમાં ઝીણા ઝણકારને વધાવીને બેઠી છું નક્કી એ આવશે પણ ટાળેલા વાયદા ક્યારનીયે મુજને શણગારી બેઠી છું સરી રહ્યો સથવારો મમતાના મેળામાં આજે અજાણી પરાઈ બની બેઠી છું જીવન પ્રયાણમાં ને મંગલ માહોલમાં હંસ જાય ચાલ્યો પિંજર થઈ બેઠી છું સરયૂ comment by respected anand rao saryuben excellent excellent poem life and death i am trying to gather failing moments in my breath trying to light the candle in the grave cup of my life in a large ocean i m sailing in a dinky boat holding on to my courage with the simple oars in the sudden gust of wind i have risen up to the sky the pain of the unfortunate tears in my eyes i m soothing them with compassion kohl in the stillness of my heart the song of my feelings welcomes the gentle sound would he come to take me away or not i have ad...
|