Meta tags:
description= “Languages create relation and understanding”;
Headings (most frequently used words):
પ્રસિદ્ધ, ગુજરાત, માં, ગરવી, લંડન, ભાવાનુવાદ, લેખ, પશ્ચિમી, જગતના, સાપ્તાહિક, ન્યૂઝલાઈન, કેનેડા, વાર્તા, દૈનિકમાં, મેઈલ, ન્યૂ, જર્સી, યુ, એસ, અવિનાશ, વ્યાસ, દર્પણ, સદા, અમર, શ્રી, આપણો, કલાત્મક, વારસો, આપણી, સંસ્કૃતિ, અને, દિવસ, દર્પણમાં, અવતાર, દિવાળી, મેઇલ, recent, posts, રાજુલનું, મનોજગત, કાળજાના, ટુકડા, ઈડરિયો, ગઢ, માતા, માતર, ભવાનીની, વાવ, મોહિતો, સૌજન્યઃ, ગુરુ, શિષ્યના, પાવન, સંબંધોને, ઉજવવાનો, સહસ્રલિંગ, તળાવ, ઝેરનું, મારણ, ઝેર, સૂર્યમંદિર, મોઢેરા, અજન્મા, પાટણની, પ્રભુતા, ત્રિભેટે, ઊભેલી, લાગણી, ભક્તિ, આત્મા, પરમાત્મા, વચ્ચેનો, પવિત્ર, સેતુ, ઃગુજરાત, ડિઅર, મૉમ, ડૅડ, રમા, રિજેકશન, ચાંપાનેર, ઔતિહાસિક, નગરી, મા, નવો, જન્મદિવસ, ન્યૂઝ, ઓફ, ગાંઘીનગર, જન, ફરિયાદમાં, ઢાઈ, અક્ષર, પ્રેમકા, અકસીર, ઉપાય, ગુજરાતનું, હેરિટેજ, કાશ, સ્મૃતિ, આલબમ, ૫૦, અનંત, ક્ષિતિજની, પેલે, પાર, પિયરનું, પારેવડું, શિક્ષિત, શ્રમજીવી, છેલાજી, રે, ૪૮, આત્માને, સ્પર્શતું, મનને, શાંતિ, આપતું, સંગીત, પ્રીતની, રીત, નિરાળી, સ્મૃતિસેતુ, ગોરંભો, જીવનસંધ્યા, સ્રી, ૪૪, સદાબહાર, સૂર, અંધકારમાં, ઉજાસની, દીવાદાંડી, છેલ્લા, ત્રણ, ૪૩, રમતિયાળ, રચના, બાપુ, મસ્તીભર્યા, ગીતો, ગૂગલનો, ગોટાળો, અદ્વિતીય, માંપ્રસિદ્ધ, અરે, પુરુષાર્થ, સફળતાનું, સોપાન, રા, ધા, ૨૭, માર્ચ, વિશ્વ, રંગભૂમિ, દિન, રામનવમી, એકલતાનો, બોજ, meta, blog, stats, top, email, subscription, દેશ, વિદેશ, પ્રવાસ, વર્ણન, ફિલ્મ, રિવ્યુ, categories, ગુજરાતી, બ્લોગર્સ, બ્લોગ, રીડર્સ, ગ્રુપ, flag, counter, calender, comments, blogs, follow, disclaimer,
Text of the page (most frequently used words):
અને (533), સાથે (236), હતી (234), હોય (211), માટે (192), વાત (190), ત્યારે (161), હતો (146), નથી (133), કોઈ (131), પછી (126), નહીં (125), હતું (123), હતા (109), એની (109), હશે (106), હું (105), કરી (103), અવિનાશ (103), સુધી (103), આવી (102), એવી (93), એટલે (90), રીતે (90), જેમ (87), આજે (86), મારી (83), એને (82), શું (82), થાય (80), રહી (79), જાય (78), મને (77), ગયો (76), ગયા (76), છતાં (74), જોઈને (73), હવે (72), અહીં (71), આવે (71), ગુજરાત (69), સમય (69), યાદ (69), છું (65), એવું (64), પાસે (63), ત્યાં (62), દિવસ (61), કામ (61), ગીત (60), વ્યાસ (60), જ્યારે (60), એના (58), #પ્રસિદ્ધ (56), માં (53), આવ્યો (53), બહાર (53), જાણે (52), 2026 (51), ક્યાં (51), એમની (51), રાજુલ (49), કૌશિક (49), કરીને (49), અનુ (49), સામે (48), લઈને (48), તમે (47), થયું (47), એવા (46), વગર (45), પહેલાં (44), સમયે (43), નહોતી (42), કરે (42), ઘરમાં (41), એમાં (41), કેવી (40), ગયું (39), બની (39), અનેક (39), વિશે (39), સંગીત (39), વધુ (38), એણે (38), વળી (38), નામ (38), આપી (38), લીધે (37), કરતાં (37), એનો (36), આવ્યું (36), કરવા (36), વર્ષ (36), પોતાના (35), મનમાં (35), થઈને (35), કરતા (35), ગુજરાતી (34), માત્ર (34), પોતાની (33), એમના (33), ક્યારેક (33), દૂર (32), મમ્મી (32), મળી (32), કરતી (32), રજની (32), પ્રભાકર (32), વાર્તા (31), થયો (31), પપ્પા (31), જોઈએ (31), રહ્યો (31), પડી (30), જશે (30), હાથ (30), પસાર (30), કર્યો (30), આપણે (30), લાગે (29), લેખ (29), પડે (29), પાણી (29), ત્રણ (29), અવાજ (29), આવ્યા (29), જોકે (29), મારે (29), અલગ (29), એમને (29), મારા (28), લીધી (28), વાર (28), મળે (28), માંડીને (28), એનું (28), કેમ (28), આવતા (28), તરીકે (28), શ્રી (27), ફરી (27), આગળ (27), જોઈ (27), દિવસે (27), હાથમાં (27), વચ્ચે (27), સૌથી (27), કહ્યું (27), વિચાર (26), ગુરુ (26), લંડન (26), આપણી (26), વ્યક્તિ (26), શરૂ (26), તરફ (26), આનંદ (26), કોણ (26), બંને (26), તારી (26), દરેક (26), વ્યાસે (26), ગરવી (25), શકે (25), કહે (25), થતી (25), કર્યું (25), ખબર (25), બીજા (25), ઘરની (25), શકાય (25), એવો (25), ભાવાનુવાદ (24), ક્યારેય (24), લોકો (24), માંડ (24), રહ્યા (24), જેવી (24), તમારી (24), તૈયાર (23), જઈને (23), સવારે (23), આવા (23), કંઈ (23), કહેવાય (23), જેવા (23), બંધ (23), આવીને (23), પ્રેમ (23), જરાય (23), ભાવાનુવાદઃ (22), ચહેરા (22), અરે (22), કરતો (22), બધું (22), જતા (22), જ્યાં (22), બાપુ (22), ચાલી (22), એમણે (22), સારા (22), કરવામાં (21), કેનેડા (21), માતા (21), અચાનક (21), હજુ (21), બારણું (21), ઘેર (21), નીચે (21), રહે (21), નહોતું (21), ધ્યાન (21), સાવ (21), ગીતો (21), તું (21), રાત્રે (21), ભાવ (21), પશ્ચિમી (20), સાપ્તાહિક (20), પરથી (20), નીકળી (20), કર્યા (20), જોવા (20), આલેખનઃ (20), આપણા (20), શબ્દ (20), સતત (20), ફોન (20), તને (20), કરવી (20), રહેશે (20), રચના (20), જવાબ (20), તેમ (19), સદા (19), વાવ (19), જગતના (19), ઊભી (19), નજર (19), જવાબદારી (19), ખૂબ (19), કારણ (19), બેસી (19), તેમજ (19), લિખિત (19), રાધા (19), બનીને (19), મેં (19), તમને (19), પહોંચી (19), સંબંધ (19), વાતો (18), અન્ય (18), કલાત્મક (18), નહોતો (18), જવું (18), કહી (18), પ્રયાસ (18), છીએ (18), સરસ (18), અમે (18), રહ્યું (18), પટોળાં (18), આવશે (17), અમર (17), ન્યૂઝલાઈન (17), ભારતીય (17), એટલી (17), પડશે (17), જવા (17), પરંતુ (17), પુસ્તક (17), જીવન (17), પૂરી (17), બીજી (17), બહુ (17), એટલું (17), કેટલી (17), ગીતકાર (17), ગૂગલ (17), બદલે (17), થોડા (17), પાટણ (17), તળાવ (17), સંદિપ (17), રહેતી (16), અંદર (16), રાહ (16), તેની (16), મારાં (16), પાછળ (16), કંઈક (16), પાછી (16), સમયમાં (16), આપ્યો (16), મુજબ (16), કહીને (16), ધબક (16), પતિ (16), ચિંતા (16), પ્રભાકરે (16), રજનીને (16), સૂર (15), ખુશ (15), લાગ્યું (15), જોયું (15), રંગ (15), દીધી (15), જાતને (15), થવા (15), મળ્યો (15), જીવનમાં (15), સમજી (15), ભગવાન (15), એકવાર (15), કરવાની (15), મૂકી (15), પત્ની (15), છોડી (15), શબ્દો (15), થયા (15), ચહેરો (15), લાગતું (15), શક્ય (15), પાછા (15), બને (15), લીધું (15), જરા (15), ઝમક (15), પરિવાર (15), અનુને (15), મુલાકાત (15), કાકી (15), મુખ્ય (15), જેમાં (15), પ્રથમ (14), વિશ્વ (14), ઠીક (14), સંસ્કૃતિ (14), જેવું (14), થોડી (14), ધાર્મિક (14), શાંતિ (14), આપણાં (14), આપે (14), એમાંથી (14), સ્વરૂપ (14), સુંદર (14), લગ્ન (14), મૂકીને (14), ચાવી (14), જઈએ (14), તમારા (14), આવેલા (14), જરૂર (14), પાંચ (14), ગુજરાતના (14), જતી (14), નાની (14), અસીમ (14), રિવોલ્વર (14), ભક્તિ (14), સોફિયા (14), વારસો (13), હોઈ (13), આંખો (13), માંડ્યું (13), મારો (13), માંડી (13), ઉંમરે (13), કોઈને (13), જાત (13), આવતી (13), વાગ્યે (13), સ્થાન (13), લગભગ (13), કશું (13), શહેર (13), માંડ્યા (13), નહોતા (13), હોત (13), સુમી (13), રાત (13), છોડીને (13), તારા (13), કદાચ (13), અમને (13), વખતે (13), લીધો (13), સારું (13), શાંત (13), માયા (13), પુસ્તકો (13), અર્થાત્ (13), નિર્ણય (13), મમ્મીને (13), may (13), દરમ્યાન (13), કાનુ (13), પાટણની (13), રચનાઓ (12), મારું (12), હેરિટેજ (12), પાછો (12), એમનું (12), અર્થ (12), ઐતિહાસિક (12), કલ્પના (12), કરું (12), નક્કી (12), આપવા (12), બન્યું (12), સુખ (12), સાંભળીને (12), દીકરી (12), વિશાળ (12), નિશ્ચિત (12), કરવાનું (12), ક્યાંક (12), સુધીમાં (12), અત્યંત (12), મળ્યું (12), સાચી (12), જેના (12), ચાર (12), રહેવા (12), ગૌરાંગ (12), સાત (12), થશે (12), અનુની (12), શબ્દોમાં (12), લાગણી (12), દિવાળી (12), પ્રભાકરની (12), સમજ (12), સંતાનો (12), ભવ્ય (12), july (12), રમા (12), દ્વારા (11), કરીશ (11), આશા (11), you (11), પહેલી (11), જેવો (11), ગમે (11), જતો (11), વર્ષની (11), જોબ (11), આવું (11), સૌને (11), ક્ષણે (11), રામ (11), મનને (11), તમામ (11), જાણવા (11), કોઈએ (11), આંખ (11), રૂપિયા (11), પકડીને (11), દીધો (11), કરીએ (11), ભારે (11), થતા (11), લાગી (11), ગીતમાં (11), મોટી (11), અમારી (11), ગયેલા (11), થતો (11), દિવસો (11), કેટલાય (11), જન્મ (11), આવો (11), મહત્વ (11), કાલે (11), પત્ર (11), સમજાયું (11), વિશેષ (11), પપ્પાને (11), ડેવ (11), મોહિતાને (11), વિવિધ (10), સ્વ (10), આપણો (10), વર્ષોથી (10), માથું (10), આંખોમાં (10), ખરી (10), શરીર (10), પૈસા (10), બનાવી (10), બાકી (10), સમજાતું (10), રહેતું (10), થતું (10), વર્તમાન (10), બન્યા (10), જેટલી (10), અંતે (10), આવતું (10), પૂરું (10), બોલી (10), ઊભા (10), મનની (10), april (10), આટલી (10), કેટલો (10), પકડી (10), કેટલીક (10), મોટા (10), હોવા (10), કેટલું (10), કવિ (10), વધી (10), મીના (10), હોટલ (10), અદ્ભુત (10), નાનાં (10), મૂળ (10), જાણકારી (10), જતાં (10), વધારે (10), લેતા (10), ઈચ્છા (10), સંભાળી (10), કરવું (10), મળવા (10), હંમેશા (10), સુધીર (10), સુખી (10), ડૉક્ટર (10), ઉપયોગ (10), કાકીની (10), રાણીની (10), ચાંપાનેર (10), કમાનો (10), com (9), જાણ (9), તેમના (9), સદાબહાર (9), ફિલ્મ (9), વિચારે (9), આખો (9), પૂછ્યું (9), ખોલ્યું (9), ગરમ (9), પલંગ (9), છોકરો (9), શક્યો (9), માથે (9), આખું (9), સુદ્ધાં (9), ક્ષણ (9), સત્ય (9), એનાં (9), તેમને (9), સંપૂર્ણ (9), લખી (9), બારણે (9), દીધું (9), કારણે (9), રડી (9), પડ્યા (9), કરવાનો (9), જઈશ (9), આપ્યું (9), રૂમમાં (9), આવેલી (9), પડ્યો (9), કરતું (9), બેઠા (9), ઈશ્વર (9), ઉલ્લેખ (9), માનવ (9), પોતાનું (9), પુલક (9), ચાલ્યા (9), દેખાય (9), લેવા (9), આખા (9), કોઈના (9), સંગીતકાર (9), રાજા (9), ઈના (9), ભાઈ (9), મઝા (9), હતાં (9), હંમેશાં (9), મન્ના (9), સુગમ (9), પિતા (9), એમનો (9), રહેતા (9), જરૂરી (9), સ્પર્શી (9), કેટલા (9), પોતે (9), જમીન (9), પપ્પાની (9), કાનુને (9), કોને (9), પસંદ (9), કાકીએ (9), સંગીતની (9), પરંપરા (9), મોંઘા (9), june (9), ધ્રુવા (9), મંદિરના (9), અંકુશ (9), and (8), ભાષાના (8), અક્ષર (8), માતર (8), ભવાનીની (8), રૂમ (8), વિચારીને (8), તૂટી (8), ચાલે (8), વિચારો (8), આવતો (8), તરફથી (8), માંડ્યો (8), મળ્યા (8), અંધકાર (8), રામનવમી (8), આપણને (8), કાકા (8), સમાચાર (8), સમાન (8), નવી (8), છોકરી (8), રાખી (8), ભાગી (8), અટકી (8), લોકોને (8), પૂરો (8), નજરે (8), બોલ્યા (8), ઘરના (8), નીકળ્યા (8), બાપુને (8), જોયા (8), ક્યારે (8), અનંત (8), સ્થાનિક (8), કરવો (8), સંતોષ (8), દીધા (8), ઘડીકમાં (8), પાણીના (8), બધા (8), થયેલા (8), સવારથી (8), ગાયક (8), વ્યાસના (8), ગીતની (8), મહત્વની (8), કહેતા (8), જેને (8), મઝાની (8), જગ્યાએ (8), બહેન (8), સ્વાભાવિક (8), ઇતિહાસ (8), લીધા (8), સરળ (8), ચિંટુ (8), કેટલાક (8), મોટો (8), જવાની (8), શૈલી (8), સહેજ (8), છેલ્લા (8), પૂજા (8), શાસ્ત્રીય (8), સાડી (8), છૂટી (8), વ્યાસની (8), નોકરી (8), ગયેલી (8), નિર્મલા (8), ક્યાંય (8), સારાને (8), પુનિત (8), કાનુના (8), બાળક (8), પગમાં (8), પાર (8), રજનીએ (8), પરિચય (8), મહેલ (8), મૂર્તિ (8), નિર્માણ (8), આંટી (8), જાણતો (8), આંટીને (8), શ્લેષ (8), પપ્પાએ (8), દીકરીઓ (8), મસ્જિદ (8), મંદિર (8), તેના (8), રમાની (8), સોલંકી (8), રાજુલનું (7), મનોજગત (7), શબ્દોને (7), દૈનિકમાં (7), ઈડરિયો (7), વ્યક્તિઓ (7), બેઠો (7), આશ્ચર્ય (7), વરસાદ (7), વાગ્યા (7), એકલતા (7), થવું (7), ધક્કો (7), ઊંઘ (7), દોડીને (7), ચાલ્યો (7), રહેવાની (7), મિત્ર (7), વાંચવા (7), અત્યારે (7), ક્ષમતા (7), પ્રતીક (7), શ્રીરામ (7), પવિત્ર (7), પ્રેરણા (7), સૌના (7), સાચો (7), નામે (7), નજીક (7), રહેલા (7), કામે (7), સંભળાયો (7), જોતી (7), તેજ (7), ગાડી (7), લગ્નની (7), ઑફિસમાં (7), સારી (7), મળશે (7), સાથ (7), લાલ (7), અનુભવી (7), કેવું (7), પુરુષાર્થ (7), ભૂલી (7), દૂરથી (7), દાદી (7), પિતાજી (7), જાવ (7), વારમાં (7), તમારું (7), દીવાલ (7), એટલામાં (7), અકબંધ (7), હમણાં (7), વ્યાસને (7), આપણું (7), ગૌરવ (7), પરિસ્થિતિ (7), ઘણું (7), ઉપરાંત (7), સમજાય (7), તૈયારી (7), લાગતી (7), મહિના (7), જેથી (7), લાંબા (7), રસ્તામાં (7), કૉલેજ (7), આગ્રહ (7), ગયાં (7), પરિવારમાં (7), સંગીતના (7), માણસ (7), રસ્તો (7), વાળ (7), નાનું (7), મોટું (7), પૂરતું (7), મરજી (7), મનથી (7), અથવા (7), તેઓ (7), વર્ષે (7), દવા (7), વ્યવસ્થા (7), સીધી (7), હૃદય (7), સ્થિતિ (7), અપેક્ષા (7), સ્ત્રી (7), પ્રમાણે (7), ત્યારથી (7), કંપનીમાં (7), ખાલી (7), સારાના (7), અનુના (7), જીવંત (7), કાકીને (7), લેવાની (7), હાજરી (7), માહિમ (7), વિરહ (7), પીડા (7), ઓળખી (7), પરિવારની (7), મૂલ્ય (7), સવાલ (7), પાટણનાં (7), છેલાજી (7), સામાન (7), સમયની (7), કૌશલ્યાદેવી (7), હોવાની (7), વાવની (7), સાંસ્કૃતિક (7), સ્થાપત્ય (7), કેન્દ્ર (7), ચોર (7), કાંતીદેવીને (7), ગુજરાતની (7), જૈન (7), સંદિપને (7), સૂર્યમંદિર (7), પ્રાચીન (7), with (6), wordpress (6), comment (6), સર્જન (6), ઉજાસ (6), નાનકડી (6), ગુજરાતનું (6), ઉજવવાનો (6), સુભાષ (6), અજાણ્યા (6), જાણું (6), ખરેખર (6), કાન (6), વિશ્વાસ (6), ટેબલ (6), રહેવાનું (6), મમ્મીના (6), પડવા (6), વગેરે (6), જતું (6), અંગ્રેજી (6), શકતા (6), બદલાઈ (6), દીકરા (6), પ્રત્યેક (6), ન્યાય (6), ઉત્તમ (6), પ્રગટ (6), દીવા (6), ગમશે (6), અવતાર (6), હિંદુ (6), તેમણે (6), ખ્યાતનામ (6), સરખું (6), તેમની (6), પડ્યું (6), કહું (6), રાધાના (6), આધારે (6), ધબકારા (6), જોવાની (6), ગામ (6), હાથે (6), હૃદયના (6), હસી (6), ખોલી (6), ઉકેલ (6), ખરા (6), મેનેજર (6), પોતાનો (6), ઊંડા (6), પ્લીઝ (6), ઘરનાં (6), બાજુમાં (6), પાણીનો (6), સંભાળવા (6), વહી (6), હંમેશ (6), હાશ (6), શ્રેષ્ઠ (6), આપીને (6), હોં (6), અનાયાસે (6), પેટ (6), કરાવી (6), ખરું (6), સલાહ (6), જુદા (6), રાખે (6), ઘણા (6), સામાન્ય (6), ચીં (6), ભાર (6), વગરના (6), મેળવી (6), શહેરની (6), આપ્યા (6), છોકરાંઓ (6), સાચવી (6), આપતા (6), વધતી (6), પરિણામે (6), નૃત્ય (6), રમતિયાળ (6), દર્શાવે (6), દીવાદાંડી (6), અવસાન (6), આત્મા (6), મૃત્યુ (6), દીવો (6), માયાએ (6), શ્વાસ (6), લેશે (6), હોસ્પિટલ (6), હોવાના (6), કપડાં (6), વિધિ (6), કરશે (6), પગલે (6), જીવનની (6), આત્માને (6), પ્રાણ (6), વર્ષો (6), સમયના (6), અનુએ (6), સ્વીકારી (6), પડતા (6), શાંતિથી (6), મૌન (6), અમરકાંત (6), અસીમે (6), ઓળખ (6), લાગણીઓ (6), કયા (6), સાથેનો (6), પડતી (6), કાકીના (6), વ્યથા (6), છૂટા (6), પ્રભાકરને (6), બેઠેલી (6), રજનીના (6), સ્નેહથી (6), નામની (6), અવાજમાં (6), પાટણથી (6), લાવજો (6), પટોળું (6), નીલિમા (6), એકબીજા (6), પારેવડું (6), આવેલું (6), નિમાઈબાબુ (6), નિમાઈબાબુને (6), બાદ (6), લેખમાળા (6), કાશ (6), પિતાજીના (6), સદીઓ (6), સ્થાપત્યો (6), જન્મદિવસ (6), બનાવવા (6), કાંતીદેવીએ (6), વર્ષના (6), રાજધાની (6), દૃશ્ય (6), પૌરાણિક (6), ગુડ (6), રમાને (6), ધ્રુવાએ (6), નરેશને (6), નરેશ (6), સ્થાપના (6), અંકુશે (6), કથાઓ (6), રાણી (6), સહસ્ત્રલિંગ (6), તળાવમાં (6), ધનેસર (6), મોહિતા (6), વાવનું (6), this (5), blog (5), થતાં (5), નવલકથા (5), ધર્મ (5), gujarati (5), લતા (5), અહીંથી (5), any (5), પાપા (5), શબ્દોની (5), પ્રવાસ (5), posts (5), જીવ (5), પાવન (5), સંબંધોને (5), મેઈલ (5), મોહિતો (5), march (5), સુભાષને (5), પેલી (5), જેની (5), પ્રકૃતિ (5), સ્પર્શ (5), બાપરે (5), મમ્મીએ (5), એરપોર્ટ (5), સ્કૂલે (5), ચૂપ (5), મમ્મીની (5), ભીની (5), ખિસ્સામાં (5), ઉપર (5), કંપની (5), કોઈની (5), ખોલીને (5), જોયો (5), બનતું (5), સામનો (5), ઑફિસ (5), શક્યતા (5), સ્થિર (5), નામનો (5), શકીએ (5), આઉટ (5), આભાર (5), થકી (5), રસપ્રદ (5), માહિતી (5), વીસ (5), મહત્વનું (5), માર્ચ (5), દિન (5), પ્રાર્થના (5), સિવાય (5), સાથી (5), રાધાને (5), ઊડી (5), શકું (5), બેટા (5), બાપુએ (5), પહોંચ્યો (5), જાણીને (5), વજન (5), હિંમત (5), પરબીડિયું (5), જમવાનું (5), મળીને (5), ખાવા (5), ક્યાંથી (5), પગે (5), દઈને (5), કાળા (5), પાયો (5), મળતા (5), આસપાસના (5), પ્રાપ્ત (5), ઊભેલા (5), અંગે (5), બેગ (5), પહોંચીને (5), વાગ્યો (5), પૂરતો (5), અકળામણ (5), ઉતરી (5), હદે (5), હૃદયમાં (5), સ્થાયી (5), ગાયકો (5), કુમાર (5), પહોંચે (5), ભોંસલે (5), સ્વર (5), ગીતકારની (5), સૂરમાં (5), એકદમ (5), લેવી (5), બુક (5), ત્રણે (5), પતિદેવ (5), your (5), પહોંચ્યા (5), માની (5), સાંજે (5), માણી (5), જેટલું (5), નાયગ્રા (5), કથા (5), મોકલી (5), ભારતમાં (5), ઉચ્ચ (5), ગોઠવાઈ (5), કરો (5), હાજર (5), મોટાભાગે (5), દિવસમાં (5), આલેખન (5), પાછું (5), તાલ (5), માંગે (5), ધરાવતા (5), જાતે (5), પામી (5), અમારા (5), નાસ્તો (5), ઊઠીને (5), સાચું (5), શકતી (5), સમસ્યા (5), પહેલાંની (5), ચોક્કસ (5), બનાવવામાં (5), વળતી (5), પ્રવેશ (5), કામમાં (5), સહજ (5), અનુભવ (5), કલાકમાં (5), સદાય (5), વાતને (5), માયાને (5), અંતિમ (5), ખાવાનું (5), કરાવે (5), અંત (5), અઠવાડિયા (5), શકી (5), પરવા (5), પોતાને (5), મિત્રો (5), કહેતી (5), દીદી (5), કબાટ (5), વિદાય (5), વાંચતા (5), વ્યક્તિના (5), સેતુ (5), અંધકારમાં (5), ઊભું (5), મુંબઈ (5), તેમાં (5), સમયથી (5), સમાજ (5), બાજુ (5), વિના (5), સંપન્ન (5), એકલા (5), સાંજ (5), જોઈતી (5), વિચારોમાં (5), સ્મૃતિ (5), નાજુક (5), દેવી (5), વર્તમાનમાં (5), નિર્મલાનો (5), દાખલ (5), જૂના (5), મૂક્યો (5), પત્નીના (5), પૂરા (5), ત્યાંથી (5), પુત્રવધૂ (5), નિવૃત્ત (5), ઉંમર (5), હજાર (5), બેઠેલા (5), લાગ્યો (5), રમકડાં (5), કાનુએ (5), કૉલેજમાં (5), આર્થિક (5), પ્રત્યે (5), માન્યતા (5), ઉછેર (5), સ્પષ્ટ (5), ખાતરી (5), વાંચીને (5), નવો (5), સવિતામાસી (5), ચમક (5), ઘરમાંથી (5), કેટલીય (5), બંનેના (5), માનસિક (5), ટકી (5), યાદમાં (5), પ્રિયા (5), જુદી (5), અનુભવાય (5), પડવાની (5), વિયોગ (5), પોલીસ (5), લોકોના (5), બાર (5), વણાઈ (5), પામરી (5), પાટણના (5), વર્લ્ડ (5), રોજ (5), મૈયરની (5), મૈયરનું (5), પેલે (5), પિયર (5), સાસુ (5), રહીને (5), પૂરતી (5), જૂની (5), ખાઈને (5), સમા (5), આંટીની (5), અવસ્થામાં (5), બાળકો (5), કાર્ય (5), કમાન (5), પરના (5), જૂનું (5), વનરાજ (5), કુદરતી (5), સૌંદર્ય (5), પથ્થરો (5), સંદિપની (5), માસ્ટર્સ (5), એથી (5), અમોલ (5), સ્કૂલ (5), ભવ્યતા (5), સરસ્વતી (5), પ્રભુતા (5), યુવતી (5), ગર્ભગૃહ (5), ખંડ (5), ગૂઢમંડપ (5), દીવાલો (5), મૂર્તિઓ (5), પગથિયાં (5), સોફિયાને (5), તળાવના (5), વીર (5), leave (5), ભવાની (5), ઈડર (5), ઈડરના (5), વાતાપિ (5), ઈડરનો (5), other (4), ગદ્ય (4), બ્લોગ (4), આકાશ (4), કદી (4), the (4), તેને (4), આપશે (4), are (4), setu (4), rajul (4), તેનાં (4), august (4), વર્ણન (4), શિષ્યના (4), ટુકડા (4), ચાલુ (4), શહેરમાં (4), અજાણી (4), જાણતી (4), બોજ (4), હિંદી (4), પૂછી (4), ભલે (4), ધરાવતી (4), રસ્તા (4), પહોંચવાની (4), આગલી (4), લોકોની (4), જઉં (4), અંદરના (4), ઝાઝું (4), નવા (4), ખૂણો (4), શકતો (4), સવાર (4), વહેલી (4), પીઠ (4), ઊઠે (4), સવારના (4), પડતું (4), પરમ (4), ધરાવે (4), દૃષ્ટિએ (4), આદર્શ (4), જાણ્યું (4), ધર્મનું (4), કરવાના (4), સંકલન (4), શશિકાંત (4), લોકપ્રિય (4), આધુનિક (4), રંગભૂમિ (4), દોડી (4), ધારદાર (4), નાખ્યો (4), સ્વરે (4), એકલી (4), પેલા (4), તારો (4), સંપર્ક (4), ઢગલો (4), સ્વચ્છ (4), ધસી (4), ઘરનું (4), ફરક (4), બાપુના (4), લાવું (4), સીધો (4), દુઃખ (4), ખુશી (4), અધૂરી (4), ગરમીમાં (4), રોકી (4), ચપટી (4), આવવા (4), ગુસ્સો (4), સાફ (4), પવનના (4), ખુલ્લા (4), સંભળાયા (4), મંદિરની (4), મૂંઝવણ (4), હાલત (4), સફળતાનું (4), સમગ્ર (4), રાઇટ (4), એકાદ (4), વિમાન (4), રહેવું (4), કહેવું (4), વિષય (4), ચીઠ્ઠી (4), મારીને (4), સૂરજ (4), વારે (4), બુડ (4), તમારો (4), યાદો (4), માંડે (4), કોઈક (4), નાના (4), કામની (4), કાઢી (4), ગોળી (4), ગ્લાસ (4), લખેલું (4), દઉં (4), થાક (4), કાઢીને (4), પત્થર (4), ભવિષ્યમાં (4), માણતા (4), જેમની (4), બંગાળી (4), ભાષા (4), ગરબા (4), ગાતા (4), ગુજરાતીઓને (4), ગીતા (4), આજના (4), ઉડી (4), બનેલી (4), નારી (4), દેવાની (4), રીત (4), પૂર્ણ (4), વધે (4), સાંભળીએ (4), એનાથી (4), દિલથી (4), મહેન્દ્ર (4), સ્વરબદ્ધ (4), અજાણ (4), વાર્તાલેખનઃ (4), ટ્રાયથલોન (4), લાભ (4), કલાકની (4), થાઉઝન્ડ (4), માર્યા (4), કોરસ (4), થોડું (4), બુકિંગ (4), સાંભળે (4), ઉવાચ (4), નાનકડું (4), will (4), there (4), ચેક (4), એવાં (4), ઘાટ (4), આખી (4), મશીન (4), મેપ (4), આધાર (4), ઉત્સુકતા (4), એટલો (4), ગૂગલબાબા (4), સ્થાને (4), ન્યૂ (4), જર્સી (4), ગાયું (4), બીજું (4), કસુંબલ (4), ભરી (4), અંગ (4), કેવા (4), માત્રા (4), રમતા (4), નાર (4), પદમણી (4), ઓછા (4), શીખી (4), ભજનો (4), દેશે (4), લોહી (4), સાજી (4), ઉદાસ (4), રાખવામાં (4), લઈશ (4), આરામ (4), બેસીને (4), એટલા (4), ઘરનો (4), મદદ (4), વ્યસ્ત (4), બહારની (4), કહેવાનું (4), ડેને (4), પ્રચલિત (4), રાગ (4), પંક્તિઓ (4), રમતાં (4), દેખાતી (4), વાતમાં (4), ગીતોની (4), ગીતને (4), ફૂલો (4), તરત (4), દિવસથી (4), ઘણાં (4), સેન્ડવિચ (4), દર્શન (4), છળી (4), ભારત (4), વિચારોની (4), છોકરાંઓને (4), મહિને (4), રસ્તે (4), ભરેલી (4), મૂલ્યવાન (4), ફક્ત (4), દિશામાં (4), હાથમાંથી (4), સહિત (4), સાચા (4), બનાવે (4), વર્તન (4), જ્ઞાન (4), સોશિઅલ (4), ઉપલબ્ધ (4), અનોખી (4), કેવળ (4), શરૂઆત (4), ગુજરાતનો (4), થવાનો (4), શિક્ષકે (4), નિબંધ (4), દિવાન (4), અમદાવાદના (4), નાનપણમાં (4), સુધીરના (4), મુન્ની (4), દેતો (4), સુધીરને (4), મળતી (4), કઠોર (4), મુન્નીને (4), આપવાના (4), સુધીરનો (4), હાજરીમાં (4), આંતરિક (4), સુવિધા (4), અનુભૂતિ (4), કૃષ્ણ (4), વાર્તાઃ (4), ફોટો (4), સંભાળ (4), રાખવા (4), ચાલીને (4), થયેલી (4), દોસ્ત (4), કરેલી (4), હાલમાં (4), ખભે (4), નહીંતર (4), પુનિતે (4), મનનો (4), લોહીનું (4), ઘટનાઓ (4), બનવા (4), પ્રકૃતિના (4), વિચારોથી (4), મંજૂર (4), વધવા (4), ખરાબ (4), આવતાની (4), વ્યક્ત (4), મળવાની (4), આંખમાં (4), આંસુ (4), વર્ષથી (4), ઊભેલી (4), નોંધ (4), ગેરહાજરીમાં (4), સાદી (4), ચિત્ર (4), નવાઈ (4), જવાનું (4), બાળપણ (4), ટોપ (4), સંજોગો (4), પ્રિયતમ (4), ઘડી (4), સંબંધો (4), સંસાર (4), ઉજવીશું (4), રડતી (4), મીઠાઈ (4), રજનીનો (4), પકડેલો (4), કલ્યાણી (4), તોડીને (4), ઝડપથી (4), બારીમાંથી (4), પ્રભાકરના (4), છવાઈ (4), ધાંય (4), ફરતા (4), બોલીશ (4), નીકળવું (4), બોલાવી (4), રીડિંગરૂમમાં (4), સંમત (4), જોડે (4), પૂરેપૂરી (4), શ્રમજીવી (4), મૂળે (4), સદીઓથી (4), સંગીતને (4), વ્યકત (4), પટોળાંની (4), અનન્ય (4), કહેવામાં (4), હાટુ (4), નરસિંહ (4), થવાની (4), આથી (4), ભણતર (4), એળે (4), અસર (4), લાગણીની (4), ઉડાડશો (4), થયાં (4), વ્યક્તિની (4), જણાવી (4), સેવા (4), સંગ્રહ (4), પ્રતિભા (4), ભક્તિની (4), જીવનના (4), પિતાજીની (4), ખંડેર (4), ભાઈને (4), સજા (4), તળિયે (4), સૌની (4), સુશોભિત (4), ઐૈતિહાસિક (4), પાવાગઢ (4), અકસીર (4), હાલ (4), દવાની (4), આપનાર (4), કૂદીને (4), કાચ (4), કાંપી (4), જીવનભર (4), સહન (4), કાંતીદેવીના (4), જૂનાં (4), આનંદે (4), કાંતીદેવી (4), આટલો (4), પુરાતત્વ (4), અવશેષો (4), શાહી (4), ચાંપાનેરની (4), ભાગમાં (4), વિસ્તાર (4), તથા (4), સ્થાપત્યના (4), માનવામાં (4), સંદિપના (4), શ્રુતિ (4), દોસ્તી (4), અર્થમાં (4), રમાએ (4), નિવૃત્તિનો (4), માબાપ (4), બ્રેક (4), રિપોર્ટ (4), નેહ (4), નિહારિકા (4), ઠેર (4), સૂર્યદેવની (4), ખંડિત (4), ખગોળીય (4), દેવતાઓની (4), આકર્ષણ (4), સ્થળ (4), સભામંડપ (4), મોઢેરા (4), પ્રવાસીઓ (4), સોફિયાના (4), હોસ્પિટલમાં (4), જસમા (4), રાજાએ (4), ધનેસરને (4), ઈડરિયા (4), ડેટેડ (4), email (3), comments (3), log (3), sign (3), have (3), ગમતી (3), ચિંતન (3), જગત (3), create (3), શાસ્ત્રી (3), વિનોદીની (3), બારી (3), શબ્દોના (3), બેઠક (3), ગુર્જરી (3), રજૂ (3), ટેકો (3), for (3), સુરેશ (3), kaushik (3), પત્રોત્સવ (3), કવિતા (3), સરિતા (3), આનંદની (3), સ્મૃતિઓ (3), દેશ (3), કાળજાના (3), એકમેકને (3), સુધીની (3), એકલતાનો (3), આકાશમાં (3), નીકળ્યો (3), વ્યક્તિને (3), પડતાં (3), અનુભવ્યું (3), જવામાં (3), વળ્યો (3), પડેલા (3), ગમ્યું (3), ધાર્યું (3), ઠંડા (3), મારતો (3), પહેરીને (3), ઊભો (3), નાનો (3), રોજે (3), કામથી (3), આઇલેન્ડ (3), સગવડ (3), ખૂણે (3), ધીરે (3), પંદર (3), બોલીને (3), પરાણે (3), ઊંઘી (3), આટલું (3), જાગી (3), વાતાવરણ (3), અર્થાત (3), રાવણ (3), લોભ (3), ક્રોધ (3), વિશિષ્ટ (3), માર્ગદર્શન (3), આપતી (3), ત્યાગ (3), આત્માથી (3), પરમાત્મા (3), માર્ગ (3), યુગમાં (3), સામ્રાજ્ય (3), જ્ઞાનનો (3), પ્રકાશ (3), પુરુષોત્તમ (3), વાંચ્યું (3), રામાયણ (3), અમલમાં (3), બેલા (3), રંગભૂમિના (3), પુસ્તકનું (3), ત્યારબાદ (3), કૉલમ (3), રંગભૂમિની (3), પ્રદાન (3), જેમણે (3), મહેતા (3), જોશી (3), પ્રખ્યાત (3), પત્રકાર (3), વિકાસ (3), મૃત્યુની (3), સરી (3), છેલ્લી (3), સાંભળવા (3), ધીમે (3), ઘેરથી (3), સરકારી (3), નિર્દોષ (3), જલેબી (3), બાપુની (3), આંગળી (3), નંબર (3), અતિશય (3), બાપુજી (3), હીરા (3), ગાડીમાં (3), લાગવા (3), ગુમાવી (3), નોટ (3), કાયમ (3), દાળ (3), સુગંધ (3), કાયમી (3), વસવાટ (3), કોની (3), અંદરથી (3), બીજો (3), પરીક્ષા (3), પરિણામ (3), મોં (3), એકમાત્ર (3), મધુર (3), રણકાર (3), પાનાં (3), એમાંની (3), સોપાન (3), સુભગ (3), નાનકડા (3), એકઠા (3), અવિરત (3), પ્રયાસો (3), ચીજ (3), વિશ્વમાં (3), સૌનો (3), મજા (3), ઉત્સાહી (3), સચેત (3), વાગતા (3), ઘેરી (3), મથતા (3), રડતો (3), દાદાજી (3), દોડતો (3), પકડવા (3), મથો (3), પુલકને (3), આંગણે (3), જાણીતી (3), ભેગા (3), બાંધીને (3), ભૂલ (3), જવાય (3), ચંદ્ર (3), ખુરશી (3), શહેરના (3), કહેશે (3), કહેતો (3), કહેશો (3), દિવસનો (3), ખિસ્સામાંથી (3), ગીતોમાં (3), લહેકો (3), મન્નાડે (3), હેમંત (3), ગવડાવ્યા (3), લેવું (3), કિશોર (3), પેમેન્ટ (3), ઉમેરાઈ (3), વહાલ (3), લખાયું (3), પ્રસ્થાપિત (3), બેઠી (3), ટોચ (3), કેવો (3), मेरे (3), પ્રતિષ્ઠિત (3), નામથી (3), कोई (3), સમયનો (3), ગોટાળો (3), પ્રોમિસ (3), ફેરી (3), રાખજો (3), હેં (3), ઠાર (3), ડીગ્રી (3), વિનંતી (3), લેવાનું (3), ચાલું (3), તોયે (3), સિટી (3), હોગા (3), ચાલો (3), લોકેશન (3), ડીકા (3), અત્યાર (3), સાંજના (3), પ્રેક્ટિકલ (3), કાર (3), રાતની (3), લીધાં (3), જાના (3), જાપાન (3), પહોંચ (3), ગયે (3), સેરેમની (3), જવાના (3), ચારે (3), સ્કૂલના (3), બહેનો (3), કહેવા (3), સીધા (3), જગ્યા (3), પાણીની (3), તરફના (3), સવારી (3), ઉપડી (3), ફોનની (3), શરણે (3), કલાક (3), ચઢી (3), બરાબર (3), ચાલ્યું (3), રંગીન (3), કરેલા (3), ઉપાડી (3), જિંદગી (3), અમદાવાદથી (3), પહોંચવા (3), પાત્ર (3), ખરો (3), ભંડાર (3), દર્પણ (3), ચરરર (3), ચાકડ (3), ચું (3), ગાવું (3), ગવાય (3), ભાતીગળ (3), નખરો (3), આપોઆપ (3), કપૂરે (3), પ્રિય (3), પ્રકારના (3), વ્યાસનું (3), કનૈયાલાલ (3), ઘટના (3), સંગીતનો (3), મજબૂત (3), ફાળો (3), પારખી (3), દેખાઈ (3), પ્રિન્સિપાલ (3), મોના (3), શંકા (3), એમનાં (3), આત્મવિશ્વાસ (3), ડામાડોળ (3), મિસ્ટર (3), છોકરાંઓની (3), જુઓ (3), મૅડમ (3), બોલાવ્યા (3), બધાં (3), બદલાતા (3), દિવસની (3), ડૉક્ટરે (3), ભણેલી (3), ભણાવવાની (3), અમારાં (3), હોઠ (3), ભણવા (3), જ્યાંથી (3), રાખવાનું (3), રસોડામાં (3), ગીતના (3), હયાત (3), ખેંચે (3), સર્જનાત્મક (3), ચિત્ત (3), મથે (3), રમતની (3), ભજન (3), સહાયક (3), ભારતના (3), ફિલ્મના (3), અવિસ્મરણીય (3), મીઠી (3), યોગદાન (3), મમતા (3), સૂચના (3), કસર (3), દાન (3), જોઈતો (3), બાળકોની (3), જોઈતું (3), ફરીને (3), સમજાવ્યું (3), ખીલે (3), ચાલતા (3), માયાના (3), અંત્યેષ્ટિ (3), બનાવ્યું (3), ખભો (3), યુવાન (3), બોલતો (3), ભૂખ (3), ખાતા (3), સાંભળ્યું (3), માથાકૂટ (3), હોઉં (3), મહેક (3), રાખું (3), મુક્તિ (3), રજા (3), અજબ (3), વિચારવું (3), પુત્રવધૂને (3), સાડા (3), થાત (3), લીધેલી (3), કિંમતી (3), મક્કમ (3), વર્ષનો (3), બેડરૂમમાં (3), પહેલા (3), અદ્યતન (3), પહોંચેલા (3), તારીખ (3), રાખતી (3), ઊર્જા (3), ભરાય (3), હજારો (3), અઢળક (3), પાનાંઓ (3), કરીશું (3), ચિરસ્થાયી (3), લૅજન્ડરી (3), દંતકથામાં (3), પ્રવાહ (3), નાનપણથી (3), ઓળખાય (3), ભણતાં (3), વિસ્તારમાં (3), રચનાને (3), ધડામ (3), મુન્નીની (3), બાંધી (3), સુધીરની (3), ઘણો (3), દીકરાના (3)
Text of the page (random words):
એની સાથે ક્યાંક કોઈક પૌરાણિક કથાઓ સંકળાયેલી રહી છે સ્કંદ પુરાણના ધર્મારણ્ય ખંડમાં આ સ્થળનો ઉલ્લેખ ધર્મારણ્ય વિસ્તાર તરીકે કરવામાં આવ્યો છે પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી રામે રાવણ પર વિજય મેળવ્યા બાદ અહીં યજ્ઞ કરીને એક ગામની સ્થાપના કરી હતી જેને સીતાપુર અથવા મોઢેરક તરીકે ઓળખવામાં આવ્યું અને જે સમય જતાં મોઢેરા બન્યું અહીં આવેલો વિશાળ જળકુંડ સ્થાનિકોમાં રામકુંડ તરીકે પણ ઓળખાય છે જે મંદિરના પૌરાણિક મહત્વને દર્શાવે છે જોકે મુલાકાત લીધી તે સમયે જોયેલું સૂર્યમંદિર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગની જાળવણી હેઠળનું સ્મારક બનીને રહી ગયું છે એથી જ અહીં પૂજા અર્ચના કરવામાં આવતી નહીં હોય ગૂઢમંડપ તીર્થમંડપ સભામંડપ અને કુંડ જળાશય એમ ત્રણ વિભાગે વહેચાયેલા મંદિરનાં સંકુલના મુખ્ય મંડપમાં અદ્ભુત નકશીવાળા થાંભલાઓ છે સમગ્ર મંદિરનું સંકુલ સૂર્યકુંડ જળાશય રામકુંડ સભામંડપ તીર્થમંડપ રંગમંડપ ગૂઢમંડપ ગૃહમંડપ એમ ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે સૂર્યમંદિર સંકુલમાં પ્રવેશ કરતાં જ સૌપ્રથમ સૂર્યકુંડ અથવા રામકુંડ નામનો એક વિશાળ લંબચોરસ પગથિયાંવાળો જળકુંડ છે સ્વાભાવિક છે આ કુંડનો ઉપયોગ ધાર્મિક વિધિઓ તથા જળસંગ્રહ માટે થતો હશે ચારે બાજુ પગથિયાંની વચ્ચેનો કુંડ ફ્રેક્ટલ જ્યોમેટ્રી fractal geometry પ્રમાણે નિર્માણ થયેલા આ કુંડનું પાણી પવિત્ર માનવામાં આવે છે કુંડના પગથિયાં પર ૧૦૮ અંકનું મહત્તા દર્શાવતી ૧૦૮ વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ ધરાવતી દેરીઓ છે તેમજ કુંડના ખૂણા પરનાં ચાર મુખ્ય મંદિરોમાં વિષ્ણુ શીતળા માતા ગણેશજી અને શિવજીની મૂર્તિઓ છે હિંદુધર્મની માન્યતા મુજબ સૂર્યદેવની પૂજા કરતા પહેલા શ્રદ્ધાળુ આસ્તિક લોકો આ કુંડમાં સ્નાન કરીને શુદ્ધ થતા સૂર્યકુંડની પશ્ચિમે કીર્તિતોરણ દ્વારા સૂર્યકુંડ સાથે જોડાયેલો ભવ્ય સભામંડપ છે કહેવાય છે કે આ મંડપનો ઉપયોગ ધાર્મિક સભાઓ નૃત્ય અને સંગીત માટે થતો આ સભામંડપમાં વર્ષના બાવન અઠવાડિયાંના પ્રતિનિધિત્વ સમા બાવન સ્તંભો છે અત્યંત બારિક અને આકર્ષક નકશીવાળા આ સ્તંભમાં રામાયણ મહાભારત કૃષ્ણલીલા અને વિવિધ દેવી દેવતાઓના જીવનપ્રસંગોનું નિરૂપણ છે સભામંડપની છતમાં ઊંધા કમળના આકારનો અષ્ટકોણીય ભવ્ય ગુંબજ છે જેમાં નૃત્ય કરતી અપ્સરાઓ અને ગંધર્વોની મૂર્તિઓ કોતરેલી છે હવે વાત કરીએ ગૂઢમંડપ અર્થાત્ તીર્થમંડપ સભામંડપ ની સભામંડપની પાછળનું મુખ્ય મંદિર બે ભાગમાં વહેંચાયેલું છે જે ગૂઢમંડપ પ્રવેશ ખંડ અને ગર્ભગૃહ મુખ્ય મૂર્તિ ખંડ મુખ્ય મૂર્તિ ખંડ એટલેકે ગર્ભગૃહ મૂલપ્રાસાદ તરીકે ઓળખાતા સભામંડપની પછીતે બે ભાગમાં વહેંચાયેલો મંદિરનો મુખ્ય ભાગ છે ગૂઢમંડપ પ્રવેશ ખંડ અને ગર્ભગૃહ મુખ્ય મૂર્તિ ખંડ ની દીવાલો પર દેવી દેવતાઓની મૂર્તિઓ અને કામશિલ્પોની કોતરણી છે જેના કારણે મોઢેરાને ગુજરાતનું ખજૂરાહો પણ કહેવામાં આવે છે સૂર્યદેવના વર્ષના બાર સ્વરૂપોને અનુરૂપ બાર અલગ અલગ આધારસ્તંભો ધરાવતા આ મંદિરના ગર્ભગૃહ મંદિરના સૌથી પવિત્ર સ્થાને સૂર્યદેવની મુખ્ય મૂર્તિ સ્થાપિત હતી જે હાલમાં ખંડિત અવસ્થામાં છે કહેવાય છે કે કિંમતી મણિ જડેલી આ મૂર્તિ સુવર્ણની હતી લગભગ ૧૦૦૦ વર્ષ જૂનું આ મોઢેરાનું સૂર્યમંદિર ધાર્મિક સ્થળ હોવાની સાથે પ્રાચીન ભારતીય સ્થાપત્યકારોના ખગોળશાસ્ત્ર અને ગણિતના ઊંડા જ્ઞાનનો પુરાવો છે પૃથ્વીના કર્કવૃત્ત tropic of cancer ની નજીક ૨૩ ૬ અક્ષાંશવૃત્ત પર આવેલા મંદિરનું સૌથી મોટું આકર્ષણ તેની ખગોળીય ગોઠવણ alignment છે ચોક્કસ ગણતરીપૂર્વક ગોઠવાયેલા આ પૂર્વાભિમુખ મંદિરમાં ૨૧ માર્ચ અને ૨૩ સપ્ટેમ્બરના રોજ જ્યારે દિવસ અને રાતની લંબાઈ સમાન હોય છે વિષુવકાળ ત્યારે સૂર્યનું પ્રથમ કિરણ સીધું ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્યદેવની મૂર્તિના મુગટ પર રહેલા મણિ પર પડતું જેનાથી સમગ્ર ગર્ભગૃહ પ્રકાશિત થઈ ઉઠતું અને ઉનાળુ અયનકાળ સમયે બપોરે જ્યારે મંદિરની બરાબર ઉપર સૂર્ય હોય ત્યારે પણ તેની પર કોઈ છાયા પડતી નથી વાસ્તુકલાની ખાસિયત અને ખગોળીય ગોઠવણ ધરાવતા ભારતવર્ષનાં આવા અનેક મંદિરો વિશે જાણીએ તો સમજાય છે કે મંદિરના નિર્માણ સમયે વેદિક દેવતાઓની પૂજાની સાથે પ્રકૃતિના તત્વો અને ખગોળીય ગતિવિધિઓને પણ પૂરતું ધ્યાન રાખવામાં આવતું હશે હજાર વર્ષ જૂના સમૃદ્ધ ઇતિહાસ ઉત્કૃષ્ટ શિલ્પકલા અને ખગોળશાસ્ત્રના જ્ઞાનના પ્રતીક સમા આ મંદિરમાં આજે સૂર્યદેવની મૂળ મૂર્તિ ગર્ભગૃહમાં નથી મંદિરનો શિખર ખંડિત થઈ ગયો છે પરંતુ તેના અવશેષોમાંથી પણ ગૌરવશાળી સોલંકી કાળની ભવ્યતા અને કલાત્મકતાની ઓળખ છતી થાય છે આનંદની અને ગર્વની વાત એ છે કે દર વર્ષે જાન્યુઆરી મહિનામાં મંદિરના સાંસ્કૃતિક મહત્વને જીવંત રાખવા ગુજરાત સરકાર દ્વારા મંદિરના સભામંડપમાં ઉત્તરાર્ધ આયોજનમ્ નૃત્ય મહોત્સવ યોજવામાં આવે છે જેમાં ભરતનાટ્યમ કુચીપુડી કથક જેવી ભારતીય શાસ્ત્રીય નૃત્યશૈલીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે વળી અવારનવાર ઉત્તરાયણ અને વિશ્વ યોગદિને સૂર્યમંદિરનાં પ્રાંગણમાં ૧૦૧ સૂર્ય નમસ્કારનું આયોજન થયાના સમાચારો જાણમાં છે આલેખનઃ રાજુલ કૌશિક july 19 2026 at 7 47 am વાર્તા અજન્મા ગરવી ગુજરાત લંડન પશ્ચિમી જગતના સાપ્તાહિક માં પ્રસિદ્ધ ભાવાનુવાદ અજન્મા મોબાઇલની રિંગ વાગી સામે છેડે નિહારિકા હતી હા નેહ બોલ શું સમાચાર છે રિપોર્ટ મળ્યો હા અંકુશ ટ્વીન્સ છે બંને છોકરીઓ છે what આ હેડેક ક્યાંથી મારા લમણે કાલે જ મા સાથે જઈને છુટકારો મેળવી લે નિહારિકા ચૂપ હતી ફોન મુકાઈ ગયો એટલામાં ખણણણ ગાડીનો કાચ ફૂટ્યો અંકુશ સહિત ગાડીમાં બેઠેલા ચારે પત્રકારો કેમેરામેન ચમકી ગયા બહાર કેસરિયા કરવા નીકળ્યા હોય એમ માથે કેસરી પટ્ટી બાંધેલા આઠ દસ યુવાનોનું ટોળું ઊભું હતું સૌના હાથમાં ધારદાર હથિયાર હતા નામ બતાવો ધર્મ બતાવો નહીંતર કાપીને ફેંકી દઈશું અંકુશે ધ્યાન જોયું કોઈના પેન્ટ કાળા તો કોઈના ખાખી હતા કોઈના હાથમાં ત્રિશુળ તો કોઈના હાથમાં છરા તો કોઈના હાથમાં તલવાર હતી કેમેરામેનના હાથ પગ કાંપવા માંડ્યા અમે હિંદુ છીએ હું અંકુશ આ રોહિત આલોક જસવિંદર નરસિંહ અને આ સૂરજ અંકુશે સિફતથી સિદ્દીકીને સૂરજ નામ આપી દીધું ટોળું આગળ વધી ગયું દરેકના જીવમાં જીવ આવ્યો શ્વાસ હેઠા બેઠા હવે અમે તને સૂરજ કહીશું હળવું હસીને અંકુશે સિદ્દીકીના ખભે હા મૂકીને એને ધરપત આપી જો હુમલાખોર મુસલમાન હોત તો જસવિંદર હજુ ડરેલો હતો અલ્લાહ માલિક છે રામ મંદિરના પાયામાં રામ નામની પૂરી શ્રદ્ધાથી પત્થર મૂકીને આવેલા લોકોનો આ આક્રોશ હશે એવું અંકુશને સમજાયું લડાયક મિજાજનો હોવા છતાં અંકુશ હચમચી ગયો કાર હાઇવે પર દોડતી રહી ચારેકોર સન્નાટો હતો હવામાં બળેલા કપડાં પ્લાસ્ટિક કાગળોની વાસ હતી દૂર મસ્જિદના ગુંબજ પર ભગવા ઝંડા લહેરતા દેખાયા રસ્તામાં આવતી દરગાહ તોડીને ત્યાં હનુમાન ને શિવલિંગના નામથી પત્થરો મૂકીને એની પર સિંદૂર અને ચંદનથી પૂજા કરીને ફૂલો ચઢાવેલા હતા અંકુશે ઇતિહાસમાં એમ એ કર્યું હતું મધ્યકાલિન યુગમં થયેલા જોર જુલમોના જીવંત સમી ઘટનાઓથી માહિત હતો નિહારિકાની જેમ એને ઇતિહાસ ભણાવવામાં રસ હતો પણ પત્રકારત્વમાં એટલો રસ જાગ્યો કે ભણાવવાના બદલે એમાં લાગી ગયો નિહારિકા ભણાવવાની સાથે ફ્રીલાન્સ કૉલમમાં સમાજના કુત્સિત પાસાઓ પર અસરકારક લેખો લખતી એ ખૂબ મહેનતુ હતી સ્કૂલ ઘર મા પરિવાર અને અંકુશ જેવા બેફિકર વરને સાચવાની સાથે પોતાનું કામ સંભાળતી અચાનક એક આંચકા સાથે ઊભી રહેલી કારની સાથે અંકુશના વિચારો પણ આંચકા સાથે અટકી ગયા સિદ્દીકીએ કારમાંથી ઉતરીને ઝાડ નીચે બેઠેલી યુવતી પર કેમેરો ફોકસ કર્યો કેમેરાની લાઇટથી બેબાકળી બનીને યુવતીએ ચીસ પાડી મને મારશો નહીં મને જવા દો ઠેર ઠેર ફાટી ગયેલા કપડાં શરીર પરના ઘા એના પર થયેલા અત્યાચારની ચાડી ખાતા હતા તમે કોણ છો તમારું ઘર ક્યાં છે અંકુશે સહાનુભૂતિથી પૂછ્યું હું આયેશા છું ના ના ના હિંદુ છું મને મારશો નહીં જસવિંદરે બોટલમાંથી પાણી આપ્યું ચાલો બહેન તમારા ઘેર મૂકી જઈએ ઘર બળી ગયું છે પિતાજી ને કાકાને જીવતા સળગાવી દીધા છે મહોલ્લાના લોકોના દૂધના કેન વેચવા લઈ જવાની ટ્રક હતી એ બાળી એમાં હતા એ સૌ બળી ગયા પોલીસ પણ મળેલી છે ઊભી ઊભી તમાશો જ જુએ છે કયા સંપ્રદાયના લોકો હતા એ કહી શકશો આલોકે ઘટનાના મૂળ સુધી જવા પ્રશ્ન કર્યો એટલામાં પ્રેસની ગાડી જોઈને આસપાસથી લોકો એકઠા થઈ ગયા શું કહીએ સાહેબ જ્યારે જય શ્રી રામ બોલે ત્યારે હિંદુ લાગતા અને જ્યારે અલ્લાહો અકબરના નારા લગાવે ત્યારે મુસલમાન હોય એવું લાગતું એમાંથી કોઈએ દરગાહ પર હનુમાનની સ્થાપના કરી કોઈએ જે દુકાનો સળગાવી જેમાં મકરસંક્રાંતિ પર વેચવાના પતંગો અને પૂજાનો સામાન હતો આલોક સહિત સૌ અવાક હતા કોના પર લખે કારસેવકોને જીવતા સળગાવી મૂક્યા એના પર કે આવા દંગામાં મરેલા મુસલમાનો પર એકઠા થયેલા લોકોની માફી માંગીને ભારે મને ત્યાંથી આગળ વધ્યા આલોકનું માથું ભારે થઈ ગયું બંધ આંખે પણ એને એ સીસકતી કાંપતી ઘડીકમાં પોતાને હિંદું તો ઘડીકમાં પોતાને મુલમાન કહેતી એ યુવતી દેખાતી હતી એને આવા દંગામાં ગુમ થયેલા ફોઈ યાદ આવ્યા તે સમયે અંકુશનો પરિવાર રાવલપિંડીમાં હતો દેશ બે ટુકડામાં વહેંચાઈ ગયો હતો અંગ્રેજોએ જે આગ પેટાવી હતી એમાં કેટલાય લોકોના જીવ હોમાયા હશે એની ગણતરી નહોતી દંગાફિસાદની આગ ગામથી માંડીને ઘર સુધી પહોંચી અંકુશના પિતા એની મા દાદી અને ફોઈઓને લઈને પાછલા બારણે ભાગી નીકળ્યા વચ્ચે ગુડ્ડુફોઈ છુટા પડી ગયા અને ફરી ક્યારેય ન મળ્યા માત્ર મળ્યો ખેંચાખેંચીમાં ફાટીને લીરા થઈ ગયેલ એમનો સલવાર જે જોઈને કોઈ પણ સમજી શકે કે ગુડ્ડુ ફોઈના શા હાલ થયા હશે અંકુશને પરાણે બંધ કરેલી આંખોમાં પેલી યુવતી અને ગુડ્ડુફોઈ એકમેકમાં ભળી જતા દેખાયા આગળ જતા ગેસ્ટહાઉસ આવ્યું બીજી સવારે આસપાસના ગામોની હાલત વિશે જાણકારી લેવાની હતી આથી અંકુશ અને સાથી પત્રકારોના રાત્રી રોકાણ માટે પ્રેસ તરફથી અહીં સગવડ કરવામાં આવી હતી આખી રાત અંકુશ એ યુવતી અને ગુડ્ડૂફોઈના વિચાર કરતો રહ્યો દાદીએ આજ સુધી એ લીરેલીરા થયેલો વાદળી સલવાર સાચવી રાખ્યો હતો ગુડ્ડુ ફોઈ ક્યારેક તો પાછા આવશે એવી મનમાં ઝંખના હતી નિહારિકાએ જ્યારે પ્રેગન્સીના સમાચાર આપ્યા ત્યારે મા તરત બોલ્યા હતા કહેતી હતી ને કે તારી ગુડ્ડુફોઈ પાછી આવશે પણ સ્ત્રી હોવાની જે સજા ગુડ્ડુફોઈને પેલી યુવતીને મળી હતી એ યાદ આવતા એ કાંપી ગયો આવી તો અનેક સ્ત્રીઓ હતી જેમની રમખાણોમાં વર્ણવી ન શકાય એવા હાલ થયા હતા અજ્ઞાત ભયવશ એણે નિહારિકાને ફોન જોડ્યો હજુ નિહારિકા કંઈ પૂછે તે પહેલાં અધીરા અંકુશે જણાવી દીધું મને પાછા આવતા પંદર દિવસ થશે બે દિવસ પછી દિલ્હી પહોંચીશું ટીવી પ્રિન્ટ મીડિયામાં રિપોર્ટ આપવાના છે જર્નાલિસ્ટ અસોસિએશનનો સેમિનાર છે મારી રાહ જોયા વગર મમ્મી સાથે જઈને એબૉર્શન કરાવી લે મારે દીકરીઓ નથી જોઈતી નિહારિકાનો જવાબ સાંભળ્યા વગર ફોન કટ કર્યો સવારે આસપાસના અન્ય વિસ્તારોનું કવરેજ કરવાનું હતું નજર સામે જે દૃશ્યો જોયા એનું કવરેજ કરતા ભલભલાની હિંમત તૂટી જાય શબ્દોમાં વર્ણવતા કલમ કાંપી ઊઠે એમ હતું અંકુશ સહિત સૌ કાંપી ઊઠ્યા અહીં માનવ નહીં દાનવોની વસ્તી હશે એવું લાગ્યું એક નરપિશાચે ગર્ભવતી સ્ત્રીના પેટ પર તલવારની અણી મૂકી હતી પેલી સ્ત્રી રોતી કકળતી રહી ને એનું પેટ ફાડી બાળક બહાર ખેંચી કાઢાયું ભલભલાની છાતી બેસી જાય એવું કારમું દૃશ્ય હતું સૌથી વધુ આઘાત અંકુશને લાગ્યો શું કરવા જઈ રહ્યો હતો એ પેલા નરપિશાચ અને પોતાનામાં કોઈ ફરક અરે પોતે તો એ નરપિશાચ કરતાં ભૂંડો પેલી સ્ત્રી કે બાળકી નરપિશાચની કોઈ સગી નહોતી જ્યારે પોતે નિહારિકાની કોખમાં રહેલી પોતાની બાળકીઓને જ એ ધુસકે ધ્રુસકે રડી પડ્યો ને વળતી પળે નિહારિકાને ફોન જોડ્યો હલ્લો નેહ મહેરબાની કરીને ગર્ભપાત ન કરાવતી મારે બંને દીકરીઓ જોઈએ છે શુ વાત છે અંકુશ તું રડે છે હા નેહ રડું છું મારી અજાત દીકરીઓ માટે રડું છું મારી દીકરીઓ સદા સલામત રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરતો રહીશ મારે મારી દીકરીઓ જોઈએ છે નેહ મને મારી દીકરીઓ જોઈએ છે સંતોષ શ્રીવાસ્તવ લિખિત વાર્તા ભાવાનુવાદઃ રાજુલ કૌશિક july 17 2026 at 2 33 pm પાટણની પ્રભુતા ૪ ગુજરાત ન્યૂઝલાઈન કેનેડા માં પ્રસિદ્ધ લેખ આપણો કલાત્મક વારસો આપણી સંસ્કૃતિ ૪ પાટણની પ્રભુતા કનૈયાલાલ મુનશીજીએ લખેલી ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા પાટણની પ્રભુતા ઈ સ ૧૯૧૬ માં પ્રગટ થઈ વળી ગુજરાતનો નાથ જય સોમનાથ તેમજ સોલંકી વંશની કથાઓમાં પાટણ કેન્દ્રવર્તી રહ્યું છે આ ઉપરાંત પાટણમાં કાદંબરી જેવા સંસ્કૃત ગદ્યગ્રંથનો ગુજરાતી ભાષાના પદ્યમાં કાવ્ યમય અનુવાદ કરનાર પદો લખનાર લગભગ પંદરમી સદીના કવિ ભાલણ વિશે પણ સાંભળવામાં આવ્યું હતું હેમચંદ્રાચાર્ય રામચંદ્ર ગુણચંદ્ર જેવા ધર્મજ્ઞો સાહિત્ યજ્ઞોની કૃતિઓ પાટણના ભંડારોમાં સચવાયેલી રહી હોવાનું જાણવામાં આવ્યું હતું સ્કૂલે જવાનું શરૂ થયું ને સમજ આવી ત્યારથી પાટણની પ્રભુતા નવલકથા વાંચવાની ઉત્સુકતા મનમાં જાગી હતી નવલકથા વાંચ્યા પછી મનમાં પાટણ શહેરની પ્રભુતા જોવાની ઉત્સુકતા જાગી પરંતુ પાટણ શહેર જોવાની તક મળી ૨૦૧૦ માં ગુજરાતની પૂર્વ રાજધાની મનાતા પાટણ શહેરની સ્થાપના ૭૪૫ ની સાલમાં રાજા વનરાજ ચાવડાએ કરી ત્યારથી આ ઐતિહાસિક શહેર એની ઉત્કૃષ્ટ ઐતિહાસિક સંપત્તિ અને પ્રાકૃતિક ભવ્યતા માટે પ્રસિદ્ધ થયું મૂળે અણહિલપુર પાટણનું નામ ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાખનાર વનરાજ ચાવડાના બાળસખા અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે ઇતિહાસની નોંધ મુજબ વિ સં ૮૦૨ ઈ સ ૭૪૬ ૨૮ માર્ચ ના દિવસે અણહિલ ભરવાડે બતાવેલા સ્થાને વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના કરી ત્યારથી ગુજરાતના રજપૂતયુગના ઇતિહાસનો આરંભ થયો મનાય છે સરસ્વતી નદીના તટે વસેલું પાટણ તે સમયે ગુજરાતના સુવર્ણયુગનું પ્રતીક ગણાયું ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લા અને પાટણ તાલુકાનું મહત્વનું આ શહેર તેની સ્ થાપના બાદ ૧૪મી સદી સુધીનાં લગભગ ૬૫૦થી વધુ વર્ષ સુધી ગુજરાતનું પાટનગર રહ્યું મૂળે સંસ્કૃત શબ્દ પટ્ટણા અર્થાત્ નગર અથવા વેપાર કેન્દ્ર પરથી પાટણ નામ અસ્તિત્વમાં આવ્યું સોલંકી રાજવીઓની આ રાજધાની એક સમયે તેના વિસ્ તાર અને વૈભવ શોભા અને સમૃદ્ધિ વીરતા ને વિદ્યામાં અર્થાત્ શ્રી સરસ્ વતી અને સંસ્ કારલક્ષ્ મીથી સમૃદ્ધ નગરીઓની સ્ પર્ધામાં બરોબરી કરે એટલું સક્ષમ હતું એ રીતે જોઈએ તો પટ્ટણા પાટણ નામ સાર્થક લાગે સોલંકી યુગના પાટણની ઐતિહાસિક નામનાની જેમ જૈન દેરાસરો પણ ખ્યાતનામ છે જેમાં સૌથી મહત્વનું છે પંચસારા પાર્શ્વનાથ જૈન દેરાસર વનરાજ ચાવડાએ પાટણનાં ઐતિહાસિક મૂલ્ય જેટલું ગૌરવ અદ્ભુત ભવ્યતા અને અનન્ય શિલ્પ કૌશલ્યથી શોભતા આ દેરાસરને આપી ઈ સ ૭૪૬ થી ૭૮૦ ના સમય દરમ્યાન જે ભવ્યતા પાટણની કે જૈન દેરાસરોની હતી એ ૨૦૧૦ માં લીધેલી મુલાકાતમાં ન જોવા મળે એ સ્વાભાવિક છે મુસ્લિમ શાસકોના આક્રમણને લીધે ગુજરાત અને ગુજરાતની અસ્મિતાને ઘણું નુકશાન પહોંચ્યું હતું વર્તમાનમાં મુલાકાત લેનારને ૧૬ ૧૭મી સદીમાં પુનઃનિર્માણ કરવામાં આવ્યું એ પછીના પાટણની તાસીર જોવા મળે પરંતુ આ જૈન દેરાસરમાં પ્રવેશતા જ અનન્ય પાવન શાંતિનો અનુભવ થયો હવે જે વાત કરવી છે એ છે વિશ્વ વિખ્યાત પાટણના પટોળાની પાટણ અને પાટણનાં પટોળાં તો એકમેકના પૂરક પાટણનાં પટોળાંના ઉલ્લેખ વગર પાટણની વાત જ અધૂરી કહેવાય પાટણનાં પટોળાં એક સમયે માત્ર રાજવી અને ઉચ્ચ કુટુંબોમાં જ પહેરવામાં આવતા જે હવે નીતા અંબાણી જયા બચ્ચન જેવી હસ્તીઓની તેમજ જેમને પરવડે એવા પરિવારની દરેક ગુજરાતણની પસંદ તેમજ સામાજિક મોભાનું પ્રતીક બની ગયા છે જોકે શ્રી અવિનાશ વ્યાસે વર્ષો પહેલાં છેલાજી રે મારે હાટુ પાટણથી પટોળાં મોંઘા લાવજો રચના લખીને પાટણનાં પટોળાંને ઘર ઘરમાં જાણીતા કરવાની સાથે પાટણનાં પટોળાં મોંઘા છે એ પણ જણાવી જ દીધું હતું ને વાત એટલી જ સાચી છે ૨૦૧૦ની સાલમાં જ્યાં પટોળાં વણાઈ રહ્યા હતા ત્યાં મુલાકાત લેવાની તક મળી તે સમયે એક સ્કાર્ફની કિંમત ૨૦૦૦ રૂપિયા હતી અને પટોળાની સિત્તેર હજારથી શરૂ થઈને લાખની ઉપર કારણ કે ૧૧ મી સદીથી પ્રખ્યાત બનેલાં પટોળાં ફાટે પણ તેની ડિઝાઇન કે રંગ તો અકબંધ માટે જ આ ગુજરાતની જાણીતી હસ્તકળા માટે કહેવાયું છે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં રાણીની વાવની મુલાકાત પછી પટોળાં વણાતા હતા ત્યાં ગયા ત્યારે એ જોઈને લાગ્યું કે રાણીની વાવ જેવું જ બારિક નકશીકામ પટોળાંની ભાત સુધી પહોંચ્યું છે એક પટોળું તૈયાર થતાં ૬ મહિનાથી ૧ વર્ષ લાગે છે મૂળે પટોળાં કર્ણાટકનાં પણ ૧૨મી સદીમાં સાળવી લોકોએ સોલંકી વંશની છત્રછાયા માટે ગુજરાતમાં સ્થળાંતર કર્યું શરૂઆતમાં ૭૦૦ સાળવીઓ કુમારપાળ રાજાના મહેલમાં આવ્યા સોલંકી વંશના અસ્ત પછી સાળવીઓએ ગુજરાતમાં બહોળો વેપાર શરૂ કર્યો પટોળાં બનાવવા માટેની પદ્ધતિ વિશિષ્ટ છે પાટણના પટોળાં તેના રંગોની વિવિધતા અને ભૌમિતિક શૈલી માટે જાણીતા છે પટોળું બનાવવા માટે નાની મોટી ૨૦ જેટલી પ્રોસેસ થતી હોય છે પહેલાના સમયમાં પટોળામાં ડિઝાઈન હાથેથી જ તૈયાર કરાતી હતી હવે આંશિક રીતે કોમ્પ્યુટરની મદદ લેવાય છે પટોળું વણાઈ રહ્યું હતું ત્યારે જે જાણકારી મળી તે મુજબ એમાં ટાય એન્ડ ડાય મેથડનો ઉપયોગ થાય છે પટોળામાં જ્યાં જ્યાં કલર કરવાનો હોય તે સિવાયની જગ્યાને દોરી વડે બાંધી ટાય દેવાય અને બાદમાં તેને કલરમાં બોળવામાં ડાય આવે પટોળામાં જેટલા રંગનો ઉપયોગ થાય તેટલી વખત આ પ્રોસેસ કરવી પડે આશ્ચર્યજનક વાત એ છે કે પટોળાને એવી રીતે બાંધવામાં આવે છે કે એક કલર બીજામાં મિક્સ નથી થતો આ ખૂબી જાણીને પટોળાં બનાવનાર સાળવીનું પણ મનમાં મૂલ્ય વધી ગયું પાટણમાં રાણીની વાવની જેમ ભીમદેવની વાવ સહસ્ત્ર લિંગ તળાવ પણ ઐતિહાસિક વારસો ગણાય છે જેની વાત આવતા અંકે આલેખનઃ રાજુલ કૌશિક july 11 2026 at 2 42 pm ત્રિભેટે ઊભેલી લાગણી ગરવી ગુજરાત લંડન પશ્ચિમી જગતના સાપ્તાહિક માં પ્રસિદ્ધ ભાવાનુવાદ ત્રિભેટે ઊભેલી લાગણી છટ મારે આવું ના વિચારવું જોઈએ નરેશને પોતાના વિચાર પર શરમ આવી આમ તો આ પહેલી વાર નહોતું બન્યું નરેશ દિવસ રાત એ જ વિચાર કરતો અને પછી પોતાની જાત માટે શરમ અનુભવતો પોતાનો વિચાર કેટલો બેહૂદો છે એ જાણવા છતાં અનાયાસે નરેશથી એકની એક વાત વિચારાઈ જતી ને પછી સતત અપરાધભાવ અનુભવતો પપ્પાને નેવુ વર્ષ તો થયા હવે કેટલું જીવશે તબિયત સારી રહેતી હોય તો અલગ વાત પણ હવે ખોખલા શરીર સાથે કેટલું ખેંચવાનું લીલી વાડી જોઈ પૌત્ર પૌત્રીઓના લગ્ન અને એમનાં સંતાનો પણ જોઈ લીધા હવે શું બાકી રહ્યું હશે શેમાં જીવ અટક્યો હશે ના ના આ ઠીક ન કહેવાય હું એમનું પોતાનું સંતાન છું મંદિરના પગથિયા પરથી નથી લઈ આવ્યા વળી મારે એમનું ક્યાં કશું કરવું પડે છે દવાની દુકાનેથી ઘેર બેઠા દવાઓ આવે છે એમનું ધ્યાન રાખવા નર્સ છે ખાલી સવાર સાંજ એમન...
|